૩૧૮
સ્વાનુભવનો રંગ અને તેની ભૂમિકા
મુમુક્ષુ જીવને શુદ્ધાત્માના ચિંતનનો અભ્યાસ હોય
છે. ચૈતન્યના સ્વાનુભવનો જેને રંગ લાગે તેને સંસારનો
રંગ ઊતરી જાય. ભાઈ, તું અશુભ ને શુભ બંનેથી જ્યારે
દૂર થઈશ ત્યારે શુદ્ધાત્માનું ચિંતન થશે. જેને હજી તીવ્ર
પાપકષાયોથી પણ નિવૃત્તિ ન હોય, દેવ–ગુરુનો આદર,
ધર્માત્માનું બહુમાન, સાધર્મીનો પ્રેમ વગેરે અત્યંત
મંદકષાયની ભૂમિકામાં પણ જે ન આવે, તે અકષાય
ચૈતન્યનું નિર્વિકલ્પધ્યાન ક્્યાંથી કરશે? પહેલાં અશુભ કે
શુભ બધાય કષાયનો રંગ ઊડી જાય; જ્યાં એનો રંગ
ઊડી જાય ત્યાં તેની અત્યંત મંદતા તો થઈ જ જાય, ને
પછી ચૈતન્યનો રંગ ચડતાં તેની અનુભૂતિ પ્રગટે.
પરિણામને એકદમ શાંત કર્યા વગર એમ ને એમ
અનુભવ કરવા માંગે તો થાય નહીં, અહા, અનુભવી
જીવની અંતરની દશા કોઈ ઓર હોય છે!
વીર સં. ૨૪૯૬ ચૈત્ર (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭ અંક: ૬