Atmadharma magazine - Ank 318
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 48
single page version

background image
૩૧૮
સ્વાનુભવનો રંગ અને તેની ભૂમિકા
મુમુક્ષુ જીવને શુદ્ધાત્માના ચિંતનનો અભ્યાસ હોય
છે. ચૈતન્યના સ્વાનુભવનો જેને રંગ લાગે તેને સંસારનો
રંગ ઊતરી જાય. ભાઈ, તું અશુભ ને શુભ બંનેથી જ્યારે
દૂર થઈશ ત્યારે શુદ્ધાત્માનું ચિંતન થશે. જેને હજી તીવ્ર
પાપકષાયોથી પણ નિવૃત્તિ ન હોય, દેવ–ગુરુનો આદર,
ધર્માત્માનું બહુમાન, સાધર્મીનો પ્રેમ વગેરે અત્યંત
મંદકષાયની ભૂમિકામાં પણ જે ન આવે, તે અકષાય
ચૈતન્યનું નિર્વિકલ્પધ્યાન ક્્યાંથી કરશે? પહેલાં અશુભ કે
શુભ બધાય કષાયનો રંગ ઊડી જાય; જ્યાં એનો રંગ
ઊડી જાય ત્યાં તેની અત્યંત મંદતા તો થઈ જ જાય, ને
પછી ચૈતન્યનો રંગ ચડતાં તેની અનુભૂતિ પ્રગટે.
પરિણામને એકદમ શાંત કર્યા વગર એમ ને એમ
અનુભવ કરવા માંગે તો થાય નહીં, અહા, અનુભવી
જીવની અંતરની દશા કોઈ ઓર હોય છે!
વીર સં. ૨૪૯૬ ચૈત્ર (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭ અંક: ૬

PDF/HTML Page 2 of 48
single page version

background image
ભગવાન મહાવીર
[સંપાદકીય] [બ્ર. હ. જૈન]
આપણે સૌ મહાવીરનાં સન્તાન! મહાવીરના વારસ! કેટલી મોટી ગૌરવની
વાત! એ પ્રભુજીને મોક્ષ પધાર્યાને ૨૪૯૬ વર્ષ વીત્યાં, ને ચાર વર્ષ બાદ અઢીહજાર વર્ષ
થશે...છતાં વીરપ્રભુજી એમના વીતરાગી ઉપદેશ દ્વારા જાણે આજે પણ આપણી સમક્ષ
જ બિરાજમાન હોય,–એવું તેમનું શાસન વર્તી રહ્યું છે. અહા, આપણે વીતરાગી
વીરજિનના શાસનમાં આવ્યા...વીર પ્રભુના મુક્તિ માર્ગે જનારા જે રત્નત્રયધારી સન્તો
તેમના પાદવિહારી આપણે બન્યા...એમના અનુયાયી બન્યા, એમની શિષ્ય–પરંપરામાં
જોડાયા.
વીતરાગી વીરપ્રભુ જેવા મહાન છે, તેમના શિષ્ય થનારની જવાબદારી પણ
એટલી જ મહાન છે. વીતરાગના શિષ્યને રાગનો આદર કરવો–તે કેમ પાલવે? રાગથી
પાર થઈને આત્મામાં ચૈતન્યભાવ પ્રગટ કરવો તે અપૂર્વ વીરતા છે, ને તે જ વીરનો
માર્ગ છે. પ્રભુ મહાવીરના આવા માર્ગની ઉપાસના કરવાની રીત પૂ. શ્રી કહાનગુરુ
આપણને શીખડાવી રહ્યા છે. એ માર્ગની ઉપાસના વડે જ પ્રભુ મહાવીરની સાચી
ઓળખાણ થાય છે.
ભગવાન મહાવીરના આપણે સૌ અનુયાયીઓ આ ધ્યેયને લક્ષમાં રાખીએ, ને
ધ્યેયની સિદ્ધિમાં પરસ્પરને પુષ્ટિ મળે એવું ઉત્તમ વાતાવરણ સર્જીએ. બધી ઝંઝટોને
છોડીને, નાનામાં નાના વિખવાદોને પણ એકકોર મુકીને વીતરાગ–માર્ગને જ પ્રસિદ્ધ
કરીએ, ને તેની જ ઉપાસનામાં આત્માની સર્વશક્તિ લગાવીએ–આ રીતે જૈનશાસનને
ઊજ્વળ બનાવીએ તે જ ભગવાન મહાવીરનો સાચો મહોત્સવ છે; કેમકે ભગવાને
પોતાના જીવનમાં એમ કર્યું, આજે વીર પ્રભુનો જન્મોત્સવ ઉજવતાં એ પવિત્ર
આત્માની વીતરાગી વીરતાને યાદ કરીને દ્રઢ સંકલ્પ કરીએ કે અમે કાયર નહીં બનીએ,
કાયર થઈને રાગમાં નહીં પડ્યા રહીએ, ધર્મમાં આળસુ નહીં બનીએ; પણ વીરના
સન્તાનને શોભે એવી વીતરાગી વીરતાના ઉદ્યમથી આત્માને સાધશું...વીરના પગલે
જાશું...ને સાદિઅનંત સિદ્ધાલયમાં વીરપ્રભુ સાથે રહીશું.
जय महावीर!
વૈશાખ સુદ બીજ સંબંધી નિબંધયોજનામાં અનેક લેખો
આવેલા છે, તે સંબંધી યાદી આવતા અંકમાં આપીશું. વિદ્યાર્થીઓ. હવે
પરીક્ષાઓ પૂરી થઈ હશે, માટે નિબંધની યોજનામાં જરૂર ભાગ લેશો.

PDF/HTML Page 3 of 48
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૬
લવાજમ ચૈત્ર
ચાર રૂપિયા 1970 April
* વર્ષ ૨૭: અંક ૬ *
________________________________________________________________
વીતરાગી સાહિત્યની
સ્વાધ્યાય
(યુવાનોનું પ્રશંસનીય કાર્ય)
મલકાપુરમાં એક નાનો પણ મહત્ત્વનો પ્રસંગ બન્યો,–
જેને અહીં આત્મધર્મના પહેલા પાને સ્થાન આપીએ છીએ–
પૂ. ગુરુદેવ મલકાપુર પધાર્યા ત્યારે સમાજના સર્વે
મુમુક્ષુઓએ ઉત્સાહથી લાભ લીધો, તેમાં પણ યુવાન
ભાઈઓએ ખૂબ જ ઉલ્લાસથી ને પ્રેમથી ચર્ચા વગેરેનો લાભ
લીધો. છેલ્લે દિવસે (ફા. સુ. ૧૨) બપોરે ૨પ–૩૦ યુવાન
ભાઈઓ ગુરુદેવ પાસે આવ્યા, ને જીવનભર દરરોજ ઓછામાં
ઓછી એક કલાક વીતરાગી શાસ્ત્રની સ્વાધ્યાય કરવાની તે
બધા યુવાન ભાઈઓએ પ્રતિજ્ઞા કરી. સાથે સાથે વડીલોએ
પણ આનંદિત થઈને શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રતિજ્ઞા કરી.
આપણા સાધર્મી યુવાન બંધુઓનું આ કાર્ય ધન્યવાદ
સાથે અનુકરણીય છે. ગામેગામ આવા ઉત્સાહી યુવાનો જાગી
રહ્યા છે ને ધાર્મિક ઉલ્લાસ પૂર્વક વીતરાગી જૈન સાહિત્યનો
અભ્યાસ કરી રહ્યા છે, તે આપણા જૈન સમાજની ઉન્નતિની
નિશાની છે. યુવાનોના આ કાર્યનું સૌ અનુકરણ કરે, અને
જીવનની ઉત્તમ પળોનો ઉપયોગ વીતરાગતાની સાધનામાં
કરે–એમ ઈચ્છીએ. – બ્ર. હ. જૈન

PDF/HTML Page 4 of 48
single page version

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
જલગાંવ શહેરમાં જિનબિંબ
વેદીપ્રતિષ્ઠા મહોત્સવ
ગતાંકમાં સોનગઢથી જલગાંવ સુધીના પ્રવાસના
સમાચારો તેમ જ પ્રવચનો આપ્યા હતા; આ અંકમાં જલગાંવથી
રાજકોટ સુધીના સમાચારો અને પ્રવચનો રજુ થાય છે.

શિરપૂરમાં પાર્શ્વનાથપ્રભુની પંચકલ્યાણક પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવ બાદ,
ફાગણ સુદ ત્રીજે પૂ. ગુરુદેવ જલગાંવ શહેર પધાર્યા અને ત્યાં વેદીપ્રતિષ્ઠાનો મંગલ–
ઉત્સવ શરૂ થયો. શેઠશ્રી વૃજલાલ મગનલાલના સુહસ્તે મંડપમાં જિનબિંબ સ્થાપન
થયું. ભગવંતોને આંગણે પધારતા દેખીને ભક્તજનોના હૈયા આનંદઉલ્લાસથી નાચી
ઊઠયા હતા. ફાગણ સુદ ૪ ની સવારમાં છ ઈન્દ્ર–ઈન્દ્રાણીની સ્થાપના થઈ, ગુરુદેવે
મંગલઆશીષ આપ્યા. પ્રવચન બાદ ઈન્દ્રોનું સરઘસ જિનેન્દ્રભગવાનની પૂજા કરવા માટે
ધામધૂમથી ચાલ્યું; તેમજ સાથે જલયાત્રા પણ નીકળી હતી. બપોરના પ્રવચન પછી શ્રી
પંચપરમેષ્ઠીનું સમૂહપૂજન થયું. બીજે દિવસે સવારે પ્રવચન પછી ઈન્દ્રોદ્વારા
યાગમંડલપૂજન થયું. બપોરના પ્રવચન પછી ઈન્દ્રોદ્વારા તથા કુમારિકા દેવીઓ દ્વારા
જિનમંદિર–વેદી–કલશ–ધ્વજની શુદ્ધિની વિધિ થઈ હતી. આનંદ–ઉલ્લાસ ભર્યા
વાતાવરણમાં પૂ. બેનશ્રી–બેનના સુહસ્તે પણ સ્વસ્તિકવિધાન વગેરે મંગલક્રિયાઓ થઈ
હતી. ફાગણ સુદ છઠ્ઠની સવારે ૯ વાગે શ્રી જિનેન્દ્રભગવંતોને વેદી પર બિરાજમાન
કરવાના હતા, ત્યાર પહેલાં તો દોઢ કલાક અગાઉ ગુરુદેવ જિનમંદિરે આવી પહોંચ્યા, ને
પ્રભુભજનની ભાવના જાગી, તેથી આદિનાથ ભગવાન, મહાવીર ભગવાન વગેરેનું
ભાવભીનું સમૂહપૂજન બેનશ્રી–બેને કરાવ્યું. મંદિર તો નીચે–ઉપર ભીડથી ઉભરાતું હતું.
પૂજન બાદ ભક્તજનોના અતીવ ઉલ્લાસ વચ્ચે ગુરુકહાને શ્રી આદિનાથ ભગવાનની
વેદી પ્રતિષ્ઠા કરી. મૂળનાયક ભગવાનને બિરાજમાન કરવાનો લાભ શેઠશ્રી
નવનીતલાલભાઈ ઝવેરીએ લીધો અને તેની ખુશાલીમાં રૂા. દશહજાર ને એક
જિનમંદિરને અર્પણ કર્યા. ઋષભદેવ ભગવાનની આજુબાજુમાં મહાવીર ભગવાન તથા
શાંતિનાથ

PDF/HTML Page 5 of 48
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૩ :
ભગવાનની સ્થાપના થઈ; પછી જિનવાણી શ્રી સમયસારની સ્થાપના થઈ તેમજ
મંદિરજીના શિખર ઉપર કળશ તથા ધર્મધ્વજ શોભી ઊઠયા. આમ આનંદપૂર્વક
જલગાંવ જિનમંદિરમાં ભગવાન જિનેન્દ્રદેવની પ્રતિષ્ઠા થઈ. જલગાંવના મુમુક્ષુઓને
ધન્યવાદ!
અહીં મુમુક્ષુઓના ઘર થોડા હોવા છતાં ઉલ્લાસ ઘણો હતો. અહીંની ચાર ચાર
બહેનો સોનગઢ–બ્રહ્મચર્યાશ્રમમાં રહે છે. ભગવંતોની પ્રતિષ્ઠા વખતે ભક્તોના હૈડાં
અપાર ઉત્સાહથી નાચી ઊઠયા હતા. માત્ર ત્રણ મહિનામાં એક લાખ રૂા. નું જિનમંદિર
તૈયાર કરીને વેદીપ્રતિષ્ઠા પણ આનંદથી થઈ ગઈ.
બપોરે શાંતિયજ્ઞ તથા પ્રવચન બાદ જિનેન્દ્રભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી
હતી. ગંધકૂટી ઉપર વીતરાગપ્રભુના દર્શનથી જલગાંવ નગરી જાણે ધન્ય બની ગઈ.
રથયાત્રા જિનમંદિરે આવી, ને મંગલ પ્રતિષ્ઠા ઉત્સવની પૂર્ણતાના ઉલ્લાસમાં
આનંદકારી જયજયકારથી મંદિર ગાજી ઊઠયું, પોતાની નગરીના આંગણે
જિનભગવંતોને દેખીને મુમુક્ષુ ભક્તોનાં હૈયાં તૃપ્ત થયા. હવે પ્રભુની સેવા કરીશું ને
પ્રભુના માર્ગે આત્મહિત સાધીશું એવી ભાવનાથી ખૂબખૂબ ભક્તિ કરી.
ગુરુદેવ જલગાંવ શહેરમાં છ દિવસ રહ્યા; હંમેશા રાત્રે તત્ત્વચર્ચા થતી હતી.
ફાગણ સુદ સાતમને દિવસે બપોરે જલગાંવથી ત્રીસેક માઈલ દૂર ધરણગાંવમાં એક
વિશાલ જિનાલય છે, તેમાં નાના–મોટા ત્રણસો ઉપરાંત પ્રાચીન જિનબિંબો બિરાજે
છે. પાર્શ્વનાથપ્રભુના એક પ્રાચીન પ્રતિમા દોઢહજાર વર્ષથી પણ વધુ પ્રાચીન છે,
તેમના હાથની આંગળીઓમાં વિશેષ પ્રકારની શૈલી દેખાય છે. ધરણગાંવમાં મુમુક્ષુ
મંડળ ચાલે છે, ઘણા ભાઈ–બેનો ઉત્સાહી છે. ગુરુદેવ પધારતાં ઉત્સાહથી સ્વાગત
થયું; જિનમંદિરમાં આવીને જિનેન્દ્રસમૂહનાં દર્શન કર્યા. પછી જિનમંદિરના
ચોગાનમાં ભરચક સભા વચ્ચે સ. કળશ ૧૨૬ ઉપર પ્રવચન કરીને ભેદજ્ઞાનનું
સ્વરૂપ સમજાવ્યું. અહીં ગુજરાતી કે હિંદી સમજવાની મુશ્કેલી છતાં સભાએ
જિજ્ઞાસાથી પ્રવચન સાંભળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પ્રવચન પછી વિશાળ
જિનમંદિરનું ને જિનબિંબોનું ફરી અવલોકન કરીને ગુરુદેવે ભક્તિ કરાવી હતી.
આમ પ્રસન્નતાપૂર્વક ધરણગાંવનો કાર્યક્રમ પૂરો થયો હતો ને સાંજે પુન: જલગાંવ
પધાર્યા હતા. રવિવાર (ફાગણ સુદ ૮) છેલ્લા દિવસે પ્રવચન અને અભિનંદનપત્ર
સમર્પણ બાદ જિનમંદિરમાં

PDF/HTML Page 6 of 48
single page version

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
ભક્તિ થઈ હતી. જિનમંદિર થયા પછીની આ પહેલવહેલી જ ભક્તિ હોવાથી પૂ.
બેનશ્રી–બેને ઘણી ભાવભીની ભક્તિ કરાવી હતી.
ફાગણ સુદ ૯ ની સવારમાં જિનમંદિરમાં દર્શન–ભક્તિ કરીને મંગલ
જયજયકારપૂર્વક મલકાપુર તરફ પ્રસ્થાન કર્યું.
* જ્ઞાન–પ્રકાશ *
માનનીય પ્રમુખ શ્રી નવનીતલાલભાઈ સી. ઝવેરી
મોટા મોટા દશેક શહેરોમાં ઈલેકટ્રીક પાવર હાઉસ ધરાવે છે;
સૌથી પહેલું પાવર હાઉસ ચાલીસેક વર્ષ પહેલાં તેમણે આ
જલગાંવ શહેરમાં શરૂ કરેલું. ત્યાંના નિમંત્રણથી પૂ. ગુરુદેવ
પધાર્યા હતા, ત્યાં મેનેજર અને સ્ટાફના પસાસેક
ભાઈઓએ સ્વાગત કર્યું હતું, મંગળરૂપે પાંચ મિનિટના
પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–આત્મા આ દેહથી ભિન્ન
ચૈતન્યતત્ત્વ છે; દેહ હું નથી હું તો ચૈતન્યપ્રકાશનો પૂંજ છું–
એમ ઓળખાણ કરવી જોઈએ. હું કોણ છું? ને પરચીજ શું
છે? એમ સ્વ–પર બંને ચીજને જાણીને પોતાના સ્વભાવનું
ભાન કરવું અને આત્મામાં સમ્યગ્જ્ઞાનનો પ્રકાશ પ્રગટ
કરવો, તે જ કલ્યાણ છે. આવા જ્ઞાનપ્રકાશ વગરની બધી
વાત મિથ્યા છે. આત્માના જ્ઞાન વગર પુણ્ય–પાપ કરે તેથી
સ્વર્ગ કે નરકનો ભવ મળશે, પણ જન્મ–મરણ મટશે નહીં
ને મોક્ષસુખ મળશે નહીં. માટે આ મનુષ્ય ભવમાં આત્માને
ઓળખીને ચૈતન્યપ્રકાશ પ્રગટ કરવો તે કર્તવ્ય છે.
આ પ્રસંગની ખુશાલીમાં કંપની તરફથી રૂા.
૧૦૦૧/– (એક હજાર ને એક) જ્ઞાનપ્રચાર ખાતે જાહેર
કરવામાં આવ્યા હતા. વીજળી–પ્રકાશના દશેક પાવર હાઉસ
ધરાવનારા શ્રી નવનીતભાઈ જ્ઞાનપ્રકાશના પ્રચાર માટે
પણ ખૂબ લાગણી ધરાવે છે.

PDF/HTML Page 7 of 48
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : પ :
પહેલું સુખ તે ભેદવિજ્ઞાન
[સમયસાર ગા. ૭૪ ઉપર જલગાંવમાં ફાગણ સુદ ૩ થી ૮ના પ્રવચનોમાંથી]
દુઃખથી છૂટવા માટે કેવું ભેદજ્ઞાન કરવું? તેની સમજણ
આત્મા અનાદિકાળથી જ્ઞાન–આનંદસ્વરૂપ વસ્તુ છે; તે પોતાના ચૈતન્યસ્વરૂપને
ભૂલીને સંસારમાં રખડે છે. સંસારમાં રખડતાં તેણે લક્ષ્મી–ધન વગેરેનો સંયોગ
અનંતવાર મળ્‌યો, પણ પોતાની ચૈતન્યલક્ષ્મી શું છે તે તેણે કદી જાણ્યું નથી.
આ સંસારમાં રખડતા જીવને મનુષ્યપણું મળવું અને સાચા દેવ–ગુરુનો યોગ
તથા જૈનધર્મનું શ્રવણ મળવું બહુ મોંઘું છે. ભગવાનના સમવસરણમાં ધર્મનું શ્રવણ
કરવા માટે સ્વર્ગમાંથી ઈન્દ્રો અને દેવો પણ આ મનુષ્યલોકમાં આવે છે. તો એ ધર્મકથા
કેવી હશે! તે ધર્મશ્રવણ માટે બહુમાન અને ઉત્સાહ જોઈએ. સીમંધર પરમાત્મા વગેરે
તીર્થંકરો અત્યારે પણ મનુષ્યલોકમાં વિદેહક્ષેત્રમાં બિરાજે છે, ને આત્માના સ્વરૂપની
ધર્મકથા સંભળાવે છે, ઈન્દ્ર અને ચક્રવર્તી ભક્તિપૂર્વક શ્રવણ કરે છે. ભગવાને જે ઉપદેશ
આપ્યો તે જ આ સમયસારમાં કુંદકુંદાચાર્યદેવે સમજાવ્યો છે.
ભાઈ, તારા આત્માનું સાચું સ્વરૂપ શું છે? તેને ઓળખ. શરીર અને પૈસા એ
તો જડ છે, પુણ્ય–પાપના ભાવો થાય તે પણ તારું ખરૂં સ્વરૂપ નથી; તેનાથી પણ પાર
થઈને આનંદસ્વરૂપ આત્માનું વેદન થાય તે ધર્મ છે. આવા સ્વરૂપને ઓળખવું તે જ
દુઃખથી છૂટવાનો રસ્તો છે. પરમાત્માએ સુખ માટે આવો રસ્તો બતાવ્યો છે. પોતે આવો
રસ્તો લીધો ને જગતને પણ એ જ માર્ગ બતાવ્યો. તેનું આ વર્ણન છે.
સુખ કહો કે ધર્મ કહો; ધર્મ સૂક્ષ્મ છે; શુભરાગ કરવો તે તો સ્થૂળ છે, તે તો
અજ્ઞાનીને પણ આવડે છે, પણ રાગથી પાર એવો સૂક્ષ્મધર્મ શું ચીજ છે? તેની
અજ્ઞાનીને ખબર નથી. પુણ્ય અને પાપથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માની ઓળખાણ એક
ક્ષણ પણ કરે તો અનંતકાળના ભવચક્રનો અંત આવે ને અલ્પકાળમાં મુક્ત થઈ જાય.
આવું ભેદજ્ઞાન કરવું તે ધર્મની મુખ્ય ચીજ છે. બાકી જિનમંદિર–પ્રતિમા–પૂજા વગેરે
શુભભાવો શ્રાવકને આવે છે ખરા, પણ તે શુભરાગ કાંઈ જ્ઞાનસ્વરૂપ નથી, જ્ઞાનથી તે
ભિન્ન છે, તે મોક્ષનું કારણ થતું નથી, મોક્ષનું કારણ તો રાગ વગરની એવી જ્ઞાનક્રિયા જ
છે. આવા જ્ઞાનવડે આત્મબોધ આઠવર્ષના બાળકને પણ થાય છે. આવા આત્મબોધ
વગર કદી જન્મ–મરણનાં દુઃખ મટે નહીં.

PDF/HTML Page 8 of 48
single page version

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
જીવે પાપ અને પુણ્ય બંને ભાવો અનંતવાર કર્યા છે, અનાદિકાળથી એ જ કામ
કર્યું છે; જડનું કામ કદી કર્યું નથી, અને પાપ–પુણ્યથી પાર એવું જ્ઞાનનું કામ શું છે તે કદી
જાણ્યું નથી. ભાઈ, પુણ્ય–પાપના ભાવો તો તારા જ્ઞાનથી વિરુદ્ધભાવો છે, તે તારા
જ્ઞાનની પુષ્ટિ કરનારાં નથી પણ ઘાત કરનારાં છે. જ્ઞાનનો સ્વભાવ તો શાંત અનાકુળ
છે, તેના વેદનથી સમ્યગ્દર્શન અને આનંદ થાય છે. ધર્મની આ રીતને ઓળખે પણ નહીં
અને જડને તથા રાગને જ પોતાનું સ્વરૂપ માનીને વર્તે તે જીવને ધર્મ ક્્યાંથી થાય?
રાગને પોતાનું સ્વરૂપ જ માને તે રાગથી પાછો ક્્યારે વળે? જ્ઞાન અને રાગની ભિન્નતા
જાણીને ભેદજ્ઞાન કરે તો જ્ઞાનમાં તન્મય થાય ને રાગથી જુદો પડે. આ રીતે ભેદજ્ઞાન
વડે જ આત્મા આસ્રવોથી એટલે કે દુઃખથી છૂટે છે. બીજો કોઈ ઉપાય દુઃખથી છૂટવાનો
નથી.
ચારગતિમાંથી નરક કરતાં સ્વર્ગમાં જનારા જીવો ઝાઝા છે. જીવે અજ્ઞાનપણે
પાપ–પુણ્ય કરીને નરક કરતાં સ્વર્ગના ભવ અસંખ્યગુણા કર્યા છે, ને તિર્યંચના
(એકેન્દ્રિયના) ભવ તો તેનાથી અનંતગુણા કર્યા છે. ચારે ગતિમાં મનુષ્યપણું સૌથી
દુર્લભ છે; મનુષ્યભવ સૌથી ઓછા કર્યા છે, છતાં તે પણ અનંતભવ કર્યા છે. આવું
મનુષ્યપણું પામીને તેમાં સર્વજ્ઞપરમેશ્વર જેવો પોતાનો આત્મા, તેની ઓળખાણ કરીને
સમ્યગ્દર્શન કરવું તે મૂળ ધર્મ છે.
બાપુ! આવો આત્મકલ્યાણનો અવસર મળ્‌યો, તેમાં પોતાનું હિત કેમ થાય તેનો
વિચાર કર. બહારની હોડ–હરિફાઈ છોડ. બીજા પાસે ઘણા પૈસા ને મારી પાસે થોડા–
એવી ખોટી ચિંતા કરે છે, પણ જેવા સર્વજ્ઞભગવાન છે તેવા જ સર્વજ્ઞસ્વભાવનો વૈભવ
મારામાં ભર્યો છે–એમ નિજનિધાનનો વિશ્વાસ કર, તો અપૂર્વ શાંતિ મળે. આત્મા જ્યારે
પોતાના સ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્રતાથી સર્વજ્ઞપદ પ્રગટ કરે છે ત્યારે તે
આત્માને જ ઈશ્વર–પરમાત્મા કહેવાય છે. એટલે પોતાના સર્વજ્ઞ સ્વભાવની ઉપાસના
(ઓળખાણ અને એકાગ્રતા) તે પરમેશ્વરની ખરી ઉપાસના છે. આવા પરમેશ્વરની
ઓળખાણ વગર સાચી ઈશ્વરની ઉપાસના થઈ શકતી નથી.
આત્મા જ્યારે સર્વજ્ઞ પરમેશ્વર થાય છે ત્યારે તેને જરાપણ રાગ રહેતો નથી,
વસ્ર હોતાં નથી, ખોરાક હોતો નથી, ઈચ્છા હોતી નથી. એક ક્ષણમાં પૂર્ણ આનંદના
ભોગવટા સહિત ત્રણકાળ–ત્રણલોકને જાણે છે. આવા પરમાત્માની ઓળખાણ પૂર્વક
તેમની સ્થાપના–પૂજા–બહુમાન તે ઈશ્વરની વ્યવહાર ઉપાસના છે; અને ‘જિનપદ

PDF/HTML Page 9 of 48
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૭ :
નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ’ એમ સર્વજ્ઞ જેવા પોતાના આત્માને જાણીને તેમાં
એકાગ્રતારૂપ ઉપાસના તે ઈશ્વરની પરમાર્થ ઉપાસના છે, ને તે જ સ્વયં ઈશ્વર થવાનો
(એટલે કે મોક્ષનો) ઉપાય છે.
હે જીવ! દેવ–ગુરુની સાચી સેવા–ઉપાસના કરવી હોય તો તેમના જેવા પોતાના
આત્માને ઓળખીને તું પણ તેમના જેવો થા. વીતરાગ થઈને વીતરાગદેવની સાચી
ઉપાસના થાય છે. એકલા રાગમાં રહીને વીતરાગદેવની ખરી ઉપાસના થતી નથી. રાગ
અને જ્ઞાનની ભિન્નતાનું જ્ઞાન કરવું તે વીતરાગમાર્ગની પહેલી ઉપાસના છે.
જગતમાં જીવ તેમજ અજીવ અનંતા છે; પ્રત્યેક જીવ ને પ્રત્યેક અજીવ સ્વતંત્ર
તત્ત્વ છે, તેનું કાર્ય સ્વતંત્રપણે તે પોતે કરે છે. તેને બદલે બીજો એમ કહે કે હું તેનાં કાર્ય
કરું,–તો તે અનંતા પદાર્થોના સ્વતંત્ર અસ્તિત્વને માનવો નથી, એટલે તેની માન્યતામાં
અનંત વિપરીતતા છે.
હવે જીવાદિ છ દ્રવ્યોને તો માને પણ આત્માનો શુદ્ધ સ્વભાવ રાગથી પાર અખંડ
જ્ઞાનસ્વભાવ છે તેને ન અનુભવે તો સમ્યગ્દર્શન થાય નહીં.
પુણ્ય અને પાપ બંને ભાવોમાં આકુળતા છે; બંને ભાવો પરસન્મુખ છે, બંને
ચૈતન્યની જુદી જાત છે; તેનાથી ભિન્ન ચૈતન્યવસ્તુ છે તેમાં અનાકુળ સુખ છે. જ્યારે
આવું ભેદજ્ઞાન કરે ત્યારે જ અજ્ઞાનમય આસ્રવથી છૂટીને જીવને જ્ઞાનમય સંવરદશા
થાય એટલે કે ધર્મ થાય. શુભભાવ હો ભલે પણ તે કાંઈ ધર્મરૂપ નથી, તે જ્ઞાનરૂપ નથી.
આમ રાગથી ભિન્ન જ્ઞાનચેતના જીવે કદી અનુભવી નથી. પાપના રાગમાં તો આકુળતા
છે, ને પુણ્યનો જે શુભરાગ તે પણ આકુળતાની જ જાત છે, તે કાંઈ જ્ઞાનની જાત નથી.
જ્ઞાનની જાત તો આકુળતા વગરની સહજ આનંદસ્વરૂપ છે. જેમાં આનંદનું વેદન નહીં
તે જ્ઞાન નહીં.
શ્રી પંચપરમેષ્ઠી ભગવાન પ્રત્યે અનાદર, હિંસકવૃત્તિ, માંસભક્ષણ વગેરે તીવ્ર
પાપભાવો તો મહા દુઃખરૂપ છે, તેનાથી પાપકર્મનો આસ્રવ થાય છે અને તે કર્મ તરફનું
વલણ ભવિષ્યમાં પણ આકુળતા જ ઉત્પન્ન કરશે એટલે કે ભવિષ્યમાં પણ તે દુઃખનું જ
કારણ થશે, આત્માના સુખનું કારણ તે નહીં થાય. એ જ રીતે, પંચપરમેષ્ઠી ભગવંતો
પ્રત્યે આદરભાવ, દયાની વૃત્તિ વગેરે શુભભાવોમાં પણ વર્તમાન આકુળતા છે તથા
તેનાથી જે પુણ્યકર્મનો આસ્રવ થાય છે તે કર્મ તરફનું વલણ

PDF/HTML Page 10 of 48
single page version

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
ભવિષ્યમાં પણ આકુળતા જ ઉત્પન્ન કરશે, માટે ભવિષ્યમાં પણ તે આસ્રવ દુઃખનાં
જ કારણ છે, પુણ્યફળ તરફનું વલણ પણ કાંઈ આત્માના સુખનું કે સમ્યગ્દર્શનાદિનું
કારણ થતું નથી. પાપ કે પુણ્ય બંને તરફનું વલણ આકુળતાવાળું જ છે એટલે દુઃખ
જ છે, તેમાં નીરાકુળ સુખ કે શાંતિ નથી, આત્માનું જ્ઞાન કે જે પુણ્ય–પાપ વગરનું
છે, તે સુખરૂપ છે, અને તે જ્ઞાનભાવ વડે કોઈ અશુભ કે શુભકર્મ બંધાતું નથી તેથી
ભવિષ્યમાં પણ તે સુખનું જ કારણ છે. જ્ઞાનભાવ કદી દુઃખનું કારણ નથી; ને
રાગભાવ કદી સુખનું કારણ નથી. આમ જ્ઞાન અને રાગથી અત્યંત ભિન્નતા જાણીને
જેમ જેમ જ્ઞાનભાવરૂપે જીવ પરિણમે છે તેમ તેમ તે આસ્રવોથી છૂટે છે; અને જેમ
જેમ આસ્રવોથી છૂટે છે તેમ તેમ તે જ્ઞાનઘન થાય છે. આવું ભેદજ્ઞાન તે જ પહેલું
સુખ છે. ‘પહેલું સુખ તે ભેદવિજ્ઞાન.’
અત્યારે પુણ્ય બાંધીએ ને તેનાથી ભગવાનનું સમવસરણ વગેરેનો સુયોગ
મળશે–ત્યારે ધર્મ પામશું,–એવી જેની બુદ્ધિ છે તેને આચાર્યદેવ સમજાવે છે કે ભાઈ!
જ્યાંસુધી બહારમાં પર તરફ (પુણ્યનાં ફળ તરફ) તારું વલણ રહેશે ને બહારથી ભિન્ન
એવા અંતરના જ્ઞાનસ્વભાવ તરફ તારું વલણ નહીં જાય ત્યાં સુધી તને કિંચિત્ પણ
ધર્મ નહીં થાય. ધર્મની શરૂઆત જ્ઞાનમાં એકાગ્રતાથી જ થાય છે. પર તરફનું વલણ–
પછી ભલે તે ભગવાન તરફનું વલણ હોય–તેનાથી ધર્મ થતો નથી. અજ્ઞાની ખરેખર
દેવ–ગુરુની સેવા કરવાનું જાણતો જ નથી; શરીર કે વાણી એ કાંઈ દેવ–ગુરુ નથી, એ
તો પુદ્ગલની રચના છે; તેનાથી ભિન્ન દેવ–ગુરુનો આત્મા તો અતીન્દ્રિય જ્ઞાન–
આનંદસ્વરૂપ છે, તેવા સ્વરૂપે ઓળખે તો જ દેવ–ગુરુને ખરેખર સેવ્યા કહેવાય. અને
એવા અતીન્દ્રિય જ્ઞાન–આનંદસ્વરૂપ આત્માને લક્ષમાં લેવા જાય ત્યાં જ્ઞાનનું લક્ષ
રાગથી જુદું પડીને અંતરના શુદ્ધ સ્વભાવ તરફ વળી જાય એટલે કે પોતામાં સમ્યગ્દર્શન
ને સમ્યગ્જ્ઞાન થાય.–એ જ વીતરાગી દેવ–ગુરુની ખરી ઉપાસના છે, તે જ મોક્ષમાર્ગ છે,
ને તે જ ભવદુઃખથી છૂટવાનો ઉપાય છે. આવી દશા પ્રગટ કરે ત્યારે જીવ ધર્મી થયો
કહેવાય. ચૈતન્ય પ્રભુનો જેને પ્રેમ લાગ્યો તે એનાથી વિરુદ્ધ એવા રાગાદિ ભાવોનો પ્રેમ
કદી કરે નહીં. ચૈતન્યભગવાન જેને વહાલો લાગે તેને દુઃખદાયી એવો રાગ વહાલો કેમ
લાગે? ધર્મીને પોતાના આનંદપ્રભુ આત્મા સિવાય બીજું કાંઈ વહાલું નથી. આ રીતે
આત્માનું સ્વરૂપ જાણીને, પરભાવોથી તેની ભિન્નતાનું ભેદજ્ઞાન કરવું તે દુઃખથી
છૂટવાની રીત છે.

PDF/HTML Page 11 of 48
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૯ :

ફાગણ સુદ સાતમે પૂ. શ્રી કાનજીસ્વામી જલગાંવથી
ધરણગાંવ પધાર્યા અને જિનાલયના જિનબિંબોનાં દર્શન
બાદ સ. કળશ ૧૨૬ ઉપર પ્રવચન કર્યું, તેનો સાર.
આ સમયસાર કુંદકુંદાચાર્યદેવે બે હજાર વર્ષ પહેલાં રચ્યું હતું. તેઓ સીમંધર
પરમાત્મા પાસે અહીંથી દેહસહિત ગયા હતા, ને તેમની વાણી સાંભળીને આ શાસ્ત્ર
રચ્યું છે. તેમાં આત્માના સ્વભાવનું અલૌકિક વર્ણન છે.
આત્માનું નિજરૂપ જ્ઞાન ને આનંદરૂપ છે. શરીરને ધારણ કરવું તે કાંઈ આત્માનું
સ્વરૂપ નથી; રાગ કરવો તે પણ આત્માનું ખરૂં સ્વરૂપ નથી. આત્મા તે ચૈતન્યસ્વરૂપ છે.
ચૈતન્યમય આત્મા, અને જડરૂપતા ધરતો રાગ,–એ બંનેને ભિન્નતા છે. આવી
ભિન્નતાના ભાન વડે ભેદજ્ઞાન કરતાં પોતાનો ચૈતન્યદેવ પોતામાં જ દેખાય છે. જેવા
સર્વજ્ઞ પરમેશ્વર છે તેવો જ મારો આત્મા છે એવું ભેદજ્ઞાન વડે ધર્મીને ભાન થાય છે.
અહો, આવી દિવ્ય શક્તિવાળો આત્મા, તે પોતાના સ્વરૂપને ભૂલીને સંસારની
જંજીરમાં ફસાયો છે. પણ નિર્દોષ સ્વભાવનું ભાન કરતાં તે સંસારની જંજીર છૂટી જાય
છે. ચેતનતા અને રાગ એ બંને અત્યંત જુદા છે, અંતરમાં ભેદજ્ઞાનના ઉગ્ર અભ્યાસ વડે
બંનેની ભિન્નતા થાય છે ને આત્મા આનંદિત થાય છે. ભેદજ્ઞાન આત્માને આનંદરૂપ
કરતું પ્રગટ થાય છે. અજ્ઞાની પોતાના પવિત્ર આનંદમય ચૈતન્યભાવને ભૂલીને
(ગુંગાનો સ્વાદ લેનારા સુંદરજી રૂપા ભાવસારની માફક) રાગાદિ મલિન ભાવોનો
સ્વાદ લે છે ને તે રાગના સ્વાદમાં આનંદ માને છે. તેને આચાર્યદેવ સમજાવે છે કે
ભાઈ! આ રાગનો સ્વાદ એ કાંઈ આત્માનો ખરો સ્વાદ નથી. આત્માનો ખરો સ્વાદ
રાગ વગરનો, જ્ઞાન ને આનંદમય છે. રાગથી ભિન્ન આત્માના ભેદજ્ઞાન વડે આવા
આનંદનો સ્વાદ અનુભવમાં આવે, તેનું નામ ધર્મ છે.
પંચ પરમેષ્ઠી વીતરાગસ્વરૂપ છે, તેમના વીતરાગસ્વરૂપને કદી જીવે ઓળખ્યું
નથી, ઓળખ્યા વગર બહારથી પંચપરમેષ્ઠીને માની લ્યે, તેથી કાંઈ સમ્યગ્દર્શન થાય
નહીં. આત્માનું વાસ્તવિક સ્વરૂપ અરિહંત ભગવાન જેવું શુદ્ધ છે, તેમાં અંતર્મુખ દ્રષ્ટિ
કરીને પ્રતીત કરતાં સમ્યગ્દર્શન થાય છે, આવા સમ્યગ્દર્શન વગર

PDF/HTML Page 12 of 48
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
કદી ધર્મ થાય નહીં. શ્રેણીક રાજાની મહારાણી ચેલણાદેવીને આવા આત્માનું ભાન હતું;
અને તેની સાથે યશોધર મુનિરાજ પાસે જઈને શ્રેણીક રાજા પણ ધર્મ પામ્યા હતા.
આવા આત્માના ભાનપૂર્વક પછી તીર્થંકરપ્રકૃતિ બાંધી છે અને આવતા ભવમાં તે
તીર્થંકર થશે. આવું સમ્યગ્દર્શન કરવું તે ધર્મ છે. રાજપાટમાં હોવા છતાં અને વ્રતાદિ ન
હોવા છતાં શ્રેણીક રાજાને સમ્યગ્દર્શન અને આત્મભાન હતું, તેના પ્રતાપે એક ભવમાં
તીર્થંકર થઈને, મુનિ થઈને મોક્ષ પામશે. સમ્યગ્દર્શન વગર ગમે તેટલી બીજી ક્રિયા કરે
તેનાથી ચાર ગતિ સિવાય બીજું કાંઈ મળે તેમ નથી.
અહો! આત્મા પોતે વિજ્ઞાનઘન ચેતન વસ્તુ છે, રાગ તેમાં પ્રવેશ કરતો નથી.
આવા આત્માને ભેદજ્ઞાન વડે જાણીને હે જીવો! તમે આનંદિત થાઓ. આવા ભેદજ્ઞાન
વડે જ આત્માનો સાચો આનંદ પમાય છે, પુણ્ય–પાપમાં ક્્યાંય સાચો આનંદ નથી. માટે
અંતરમાં રાગ અને જ્ઞાનની ભિન્નતાના દારૂણ તીવ્ર પ્રયત્ન વડે ભેદજ્ઞાન કરવું તે ધર્મ
છે.
હિંદુ કોણ?
જૈન કોણ?
હિન્દુ વિશ્વધર્મ પરિષદના કેટલાક કાર્યકરો
જલગાંવમાં પૂ. શ્રી કાનજી સ્વામી પાસે આવેલા; તે
વખતે પૂ. શ્રીએ ધર્મનો સાચો ભાવ સમજાવતાં કહ્યું કે
હિંસાથી જે દૂર રહે તેનું નામ ‘હિંદુ.’ રાગ–દ્વેષ–અજ્ઞાન
ભાવ તે હિંસા છે, અને હિંસાથી જે દૂર એટલે કે
આત્મજ્ઞાન અને વીતરાગતા પ્રગટ કરે તે ભાવ
અપેક્ષાએ હિંદુ કહેવાય છે. તેમણે મોહને જીત્યો તે
અપેક્ષાએ ‘જૈન’ કહેવાય, ને ભાવહિંસાથી તે દૂર થયો
તે અપેક્ષાએ ‘હિંદુ’ પણ કહેવાય. પ્રત્યેક આત્માની
સ્વતંત્રતાના સમ્યગ્જ્ઞાન વડે જે વીતરાગતા પ્રગટ કરે
તે જીવ ધર્મી છે, પછી તેને કોઈપણ ગુણવાચક નામથી
ઓળખી શકાય છે.

PDF/HTML Page 13 of 48
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૧૧ :
મલકાપુરમાં
ચાર દિવસ
[ફાગણ સુદ ૯ થી ૧૨ સમયસાર ગા. ૭૩]
પૂ. ગુરુદેવ ફાગણ સુદ ૯ના રોજ મલકાપુર
પધાર્યા; ભાવભીનું સ્વાગત થયું. બે જિનમંદિરોમાં દર્શન
કર્યા. તેમાંથી બડા–જિનમંદિરમાં બિરાજમાન
મહાવીરપ્રભુની મોટી પ્રતિમા ૨૧ વર્ષ પહેલાં (સં.
૨૦૦પમાં) વીંછીયા ગામમાં પંચકલ્યાણક વખતે
ગુરુદેવના સુહસ્તે પ્રતિષ્ઠિત થઈ હતી. અહીંની ત્રણ
બ્રહ્મચારી બહેનો સોનગઢ–બ્રહ્મચર્યાશ્રમમાં રહે છે. ચાર
દિવસના કાર્યક્રમ દરમિયાન સમયસાર ગા. ૭૩ ઉપર
પ્રવચનો થયા. પ્રથમ મંગલાચરણમાં કહ્યું કે–ધર્મીને
પરમાત્મપદ વહાલું છે તેથી આત્મામાં તેને સ્થાપીને
મંગળ કરે છે. પરમાત્મપદનો જેને પ્રેમ જાગ્યો તેને
રાગનો પ્રેમ રહે નહીં. આ રીતે રાગનો પ્રેમ છોડીને
પરમ ચૈતન્યપદનો પ્રેમ (રુચિ–શ્રદ્ધા–અનુભવ) કરવો તે
મહાન મંગળ છે.
દેહથી ભિન્ન ભગવાન આત્મા ચૈતનસ્વરૂપ છે; તે રાગથી જુદા સ્વભાવ વાળો
છે. રાગ પોતે પોતાનો પ્રકાશક નથી, પણ ચૈતન્યરૂપ જ્ઞાન પોતે પોતાને, તેમજ પોતાથી
ભિન્ન એવા રાગને પણ પ્રકાશે છે. આ રીતે રાગમાં સ્વ–પર પ્રકાશકપણું નથી તેથી તે
અચેતન છે. જ્ઞાનમાં જ સ્વ–પર પ્રકાશકપણું છે, તેથી તે જ આત્માનું સ્વરૂપ છે.
આમ જ્ઞાન અને રાગની ભિન્નતાનું ભાન કરીને જે ભેદજ્ઞાન કરે છે તે જીવ
પોતાના આનંદને અનુભવે છે, ને રાગાદિભાવોને પોતાથી અન્યપણે દેખે છે. આવા
પોતાના આત્માને ધર્મી અનુભવે છે.
રાગમાં ભગવાનપણું નથી, મહિમાવંતપણું નથી, સ્વ–પર પ્રકાશક એવા જ્ઞાનમાં
જ ભગવાનપણું છે, તે જ મહિમાવંત છે. તેથી આચાર્યદેવે આત્માને

PDF/HTML Page 14 of 48
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
‘ભગવાન’ કહ્યો છે. આવા પોતાના ભગવાન આત્માને ઓળખે તેને અતીન્દ્રિય
આનંદના અમૃત આત્મામાં વરસે છે. અહો! ભેદજ્ઞાનનું સ્વરૂપ બતાવીને વીતરાગી
સંતોએ આ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે.
આત્માનું સ્વરૂપ સમજવાની જેને જિજ્ઞાસા છે, દુઃખથી ને દુઃખનાં કારણરૂપ
પરભાવોથી છૂટવાની જેને ધગશ છે, અને વિનયથી જે પૂછે છે એવા શિષ્યને
આચાર્યદેવ આત્માનું ખરૂં સ્વરૂપ સમજાવે છે. ‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મન
રોગ’–એવી જિજ્ઞાસાવાળા જીવને આચાર્યદેવ આ સમયસાર દ્વારા શુદ્ધઆત્મા દેખાડે છે.
અહા, જેમને ભગવાનના સીધા ભેટા થયા હતા એવા કુંદકુંદ આચાર્યદેવે નિજવૈભવથી
આ અલૌકિક શાસ્ત્રની રચના કરીને જગત ઉપર મોટો ઉપકાર કર્યો છે.
ધર્મી જાણે છે કે હું ચૈતન્યમય આત્મા છું.–કેવો છું? કે સ્વસંવેદનથી પ્રત્યક્ષરૂપ
છું. સ્વસંવેદન વડે મેં મારા આત્માને પ્રત્યક્ષ કર્યો છે. પરોક્ષ રહું કે રાગવડે અથવા
ઈન્દ્રિયજ્ઞાન વડે જણાઉં એવો હું નથી, એનાથી તો હું ભિન્ન છું–આવા આત્માને
સ્વસંવેદનમાં લ્યે ત્યારે સાચા આત્માને જાણ્યો કહેવાય. આ ચૈતન્યસ્વરૂપ આત્મા રાગ
અને કર્મ સહિત નથી. છતાં અજ્ઞાની–જીવો તેને તેનાથી સહિત માને છે, બાલીશ એટલે
કે અજ્ઞાની જીવો આત્માને પરભાવોથી સહિત જ દેખે છે, તે જ સંસાર–ભ્રમણનું મૂળ છે.
ને સર્વે પરભાવોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને સ્વસંવેદનવડે અનુભવવો તે મોક્ષનું
મૂળ છે.
માટે જે દુઃખથી છૂટવા ચાહતા હોય ને મોક્ષસુખને અનુભવમાં લેવા ચાહતા હોય
તેઓ પોતાના જ્ઞાનના સ્વસંવેદન વડે આવા આત્માને જાણીને, તેનો અનુભવ કરો, આ
જ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ને દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે.
[મલકાપુરમાં રાત્રે તત્ત્વચર્ચા પણ સારી ચાલતી હતી; તેમાં ખાસ કરીને યુવાન
ભાઈઓ શાસ્ત્રના અભ્યાસ પૂર્વકના પ્રશ્નો પૂછતા હતા. સેંકડો જિજ્ઞાસુઓ પ્રેમથી શ્રવણ
કરતા હતા. યુવક વર્ગ તત્ત્વના અભ્યાસમાં આવો રસ ધરાવે છે–તે જોઈને ગુરુદેવે પણ
પ્રસન્નતા વ્યક્ત કરી હતી.)
શિષ્યનો પ્રશ્ન આત્માના ઊંડાણમાંથી ઊગ્યો છે, પુણ્ય–પાપ બંનેથી પાર પોતાનું
સાચું તત્ત્વ શું છે તે લક્ષમાં લેવા માંગે છે. મારું પરમ તત્ત્વ આનંદના વૈભવથી ભરેલું છે
તેને ભૂલીને શરીર અને રાગવડે આત્માને ઓળખાવવો તે તો કલંક છે, શરમ છે,
ઉપાધિ છે. મનુષ્યપણું–દેવપણું–રાગીપણું વગેરેથી ઓળખાવવો

PDF/HTML Page 15 of 48
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
તે આત્માની સાચી ઓળખાણ નથી. આત્મા તો દેહ અને રાગથી પાર એવા
સ્વસંવેદનસ્વરૂપ છે. પોતાનો આત્મા જ ચૈતન્ય પરમેશ્વર છે. નાના–નાના બાળકોને
પારણામાંથી પણ એવા સંસ્કાર આપવા જેવા છે કે તું શુદ્ધ છો, તું આનંદ છો, તું ચૈતન્ય
છો...આવા આત્માની ઓળખાણ કરવી તે જ ધર્મની સાચી વિધિ છે.
અહા, ચૈતન્યતત્ત્વ શુભરાગથી ને પુણ્યથી પણ પાર છે ત્યાં બહારના સંયોગની
કે શરીરની તો શી વાત? શિષ્ય એમ પૂછે છે કે–પ્રભો! રાગાદિ આસ્રવોથી મારો આત્મા
કેમ છૂટે? આસ્રવોથી છૂટવાની વિધિ શું? એટલે આસ્રવો પુણ્ય–પાપ તે છોડવા જેવા છે,
તે દુઃખદાયક છે–એમ તો માન્યું છે, તેનાથી છૂટવા તો માંગે છે. પુણ્યથી મને ધર્મનો
લાભ થશે એવી પક્કડ નથી કરતો. પણ તેનાથી પાર આત્માનું સ્વસંવેદન કરવા માંગે
છે. તેને આચાર્યદેવ તેની સાચી રીત બતાવે છે.
આત્મતત્ત્વનું પરમાર્થસ્વરૂપ શું છે તેનો સાચો નિર્ણય કરવો તે જ આસ્રવથી
છૂટવાનો ઉપાય છે. આસ્રવોથી ભિન્ન તત્ત્વના સાચા નિર્ણય વગર તેનાથી છૂટવાનો
પ્રયત્ન જાગે જ નહીં. ભિન્નતાના ભાનવડે આત્મામાં એકાગ્ર થતાં જ આસ્રવોની પક્કડ
છૂટી જાય છે.
[ફાગણ સુદ ૧૧ નો દિવસ મલકાપુરમાં આનંદકારી હતો. સવારમાં બડા
જિનમંદિરમાં કુંદકુંદગુરુના શિષ્ય કાનજી સ્વામીના સુહસ્તે પરમ ભક્તિપૂર્વક શ્રી
કુંદકુંદાચાર્યદેવના પવિત્ર ચરણોની સ્થાપના થઈ હતી. સેંકડો ભક્તો મુનિરાજની સ્તુતિ
કરતા હતા, ને મલકાપુરના સર્વે ઉત્સાહી મુમુક્ષુઓને ઘણો હર્ષોલ્લાસ હતો; કેમકે પૂ.
બહેન શાંતાબેનનો મંગલ જન્મ–દિવસ પણ આજે જ હતો. પ્રવચનમાં ૭૩મી ગાથા
દ્વારા સ્વસંવેદનપ્રત્યક્ષ અખંડ આત્માનું સ્વરૂપ ગુરુ સમજાવતા હતા.)
હું સ્વસંવેદનપ્રત્યક્ષ છું, ને દ્રવ્ય–પર્યાયના ભેદ વગરનો એક અખંડ છું. આવો
અનુભવ કરનારા સમકિતી જીવ જગતમાં સાચા સુખી છે; તે ચૈતન્યઋદ્ધિના સ્વામી
એવા બાદશાહ છે, જગતની બાહ્ય રિદ્ધિથી તે ઉદાસ છે. અંતરની લક્ષ્મીમાં લક્ષને
બાંધીને લક્ષપતિ થયા છે, તેથી બહારનું બીજું કાંઈ તે માંગતા નથી. આવા ધર્માત્મા
જીવ સ્વ–અર્થમાં એટલે કે પોતાના આત્માને સાધવામાં જ તત્પર છે. એના પેટમાં,
એના અંતરમાં પરમેશ્વર બેઠા છે.
ધર્મી જાણે છે કે મારો આત્મા નિર્મમ છે, મમતા રહિત છે; કેમકે પોતાના
ચિદાનંદ સ્વભાવથી અન્ય કોઈપણ પરભાવના સ્વામીપણે હું પરિણમતો નથી. હું તો
પૂર્ણ જ્ઞાનદર્શનસ્વરૂપે જ મારા આત્માને અનુભવું છું.

PDF/HTML Page 16 of 48
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
આત્માના અનુભવમાં રાગ વગરનો જે પરમ પુરુષાર્થ છે, જે આનંદ છે, તેને
અજ્ઞાની ઓળખતો નથી. આત્મા કર્તા, પર્યાય તેનું કાર્ય–ઈત્યાદિ છ કારકના ભેદના જે
વિકલ્પ તે આત્માના સ્વરૂપમાં નથી. તે વિકલ્પના સ્વામીપણે ધર્મીજીવ પરિણમતો નથી.
આજે કુંદકુંદપ્રભુના ચરણની અહીં જિનમંદિરમાં સ્થાપના કરી, તે તો ભક્તિનો એક
ભાવ છે; કુંદકુંદ પ્રભુએ સમયસારમાં રાગથી પાર જે શુદ્ધ ચૈતન્યતત્ત્વ બતાવ્યું અને પોતે
અનુભવ્યું તેવું ઓળખીને પોતામાં સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરવા તે કુંદકુંદપ્રભુના
ચરણની પરમાર્થ સ્થાપના છે. કુંદકુંદપ્રભુના આત્માએ જે કર્યું તેવો ભાવ પોતામાં પ્રગટ
કરવો તે જ સાચી સ્થાપના છે. કુંદકુંદપ્રભુ તો વીતરાગભાવરૂપ પરિણમેલા આત્મા હતા,
તેમની ખરી સ્થાપના (ખરી ઓળખાણ) વીતરાગભાવમાં જ થાય છે; રાગથી જુદું જે
વીતરાગી–જ્ઞાન, તેના વડે જ આત્માના સ્વભાવની અને પંચ પરમેષ્ઠીની ઓળખાણ
થાય છે; ને સાચી ઓળખાણપૂર્વકની સ્થાપના તે જ સાચી સ્થાપના છે. ઓળખાણ
વગર સ્થાપના કોની?
રાગ વડે ધર્મ થશે એમ કુંદકુંદભગવાને કહ્યું નથી, છતાં રાગવડે ધર્મ થવાનું જે
માને તેણે કુંદકુંદભગવાનને ઓળખ્યા નથી; કુંદકુંદભગવાનને પોતાના અંતરમાં તેણે
સ્થાપ્યા નથી, એણે તો રાગને પોતાની રુચિમાં સ્થાપ્યો છે. ભાઈ, રાગને અમે આત્મા
કહેતા નથી. સાચો આત્મા તારે અનુભવમાં લેવો હોય તો રાગની પ્રીતિ છોડ, રાગનું
સ્વામીત્વ છોડ, અને સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષરૂપ કરીને તેમાં જ સ્વામીત્વ કર
જગતથી ભિન્ન હું પારમાર્થિક ચૈતન્યવસ્તુ છું–એમ ધર્મી પોતાને અનુભવે છે.
અનુભવ માટે પહેલાં તત્ત્વનો સાચો નિર્ણય કરવો જોઈએ. આત્માનું યથાર્થ
શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં લઈને તેનો અનુભવ થાય છે. જ્ઞાન જ ભૂલવાળું હોય ત્યાં સાચો
અનુભવ થાય નહીં. સાચું જ્ઞાન અને સાચો નિર્ણય થતાં જ આખો અભિપ્રાય પલટી
જાય છે, આખી લાઈન બદલી જાય છે, અંદરનું જીવન બદલી જાય છે, પહેલાં
અજ્ઞાનીપણે શરીરથી ને રાગથી પોતાનું જીવન માનતો હતો; જ્યાં ભાન થયું કે હું તો
ચૈતન્યમય છું, મારું જીવન રાગથી કે શરીરથી નહીં પણ ચૈતન્યવડે જ મારું અનાદિ
અનંત જીવન છે.–આવું ભાન થતાં ચૈતન્યભાવરૂપે જ પોતાને દેખે છે–અનુભવે છે;
રાગાદિ ભાવોરૂપે પોતાને અનુભવતો નથી.–આવી દશા થાય ત્યારે તે જીવ ધર્મી થયો
કહેવાય.
આત્મા પોતે પોતાને દેખે–જાણે–અનુભવે એવા સ્વભાવવાળો છે. આત્મા એવો
આંધળો–જડ નથી કે પોતે પોતાને ન જાણે. આત્મા એવી ચીજ છે કે જેને

PDF/HTML Page 17 of 48
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૧પ :
જાણતાં આનંદનું વેદન થાય છે. જડ પદાર્થોમાં જ્ઞાન કે આનંદ નથી, તેમ તે જડ
પદાર્થના લક્ષે જ્ઞાન અટકે તો તે સાચું જ્ઞાન નથી ને તેમાં આનંદ પણ નથી. પોતાનો
શુદ્ધસ્વભાવ, તેના લક્ષે આનંદ છે, ને તે પોતે આનંદસ્વરૂપ છે. તેમાં ગુણ–ગુણી વગેરેનો
ભેદ પાડતાં આનંદનો અનુભવ થતો નથી પણ રાગના વિકલ્પનું ઉત્થાન થાય છે.
જ્ઞાનની તાકાત મહાન છે, તે આખા જગતનું માપ કરી લ્યે છે; રાગમાં કે વિકલ્પમાં
એવી તાકાત નથી. વિકલ્પને પોતામાં આવવા દીધા વગર જ્ઞાન તેને જાણી લ્યે–એવી
જ્ઞાનની તાકાત છે.
આવા જ્ઞાનસ્વભાવવાળો આત્મા સ્વયં પોતે આનંદસ્વરૂપ છે; બાહ્ય વિષયો
વગર આત્મા પોતે સ્વભાવથી જ આનંદરૂપ છે. જેમ કે–કોઈ માણસ શાંતિથી બેઠો
હોય, સ્પર્શ–રૂપ–રસ વગેરે કોઈ વિષયો ભોગવતો ન હોય; કોઈ પૂછે કે–કેમ છો?
તો કહે કે આનંદમાં છું.–એટલે કે બાહ્ય વિષયો વગર એકલા આત્મામાં આનંદનું
અસ્તિત્વ હોવાનું તે સ્વીકારે છે. આવા જ્ઞાનાનંદસ્વરૂપ નિજાત્માને ભૂલીને, રાગાદિ
વિકલ્પોને જ પોતાનું સ્વરૂપ માનીને અજ્ઞાનથી તેની પક્કડ કરી છે, તે જીવને જ
આસ્રવ અને દુઃખ છે. પણ જ્યાં ભાન થયું કે હું તો ચૈતન્યસમુદ્ર છું, રાગાદિ
વિકલ્પો મારું સ્વરૂપ નથી,–આવું ભેદજ્ઞાન થતાં આત્માએ આસ્રવની પક્કડ છોડી
દીધી એટલે તે આસ્રવરહિત થયો. આ રીતે ભેદજ્ઞાનના બળથી ધર્મીને આસ્રવો છૂટી
જાય છે. માટે આવું ભેદજ્ઞાન પ્રશંસનીય છે. દરેક જીવે આવા ભેદજ્ઞાનનો અભ્યાસ
કરવો જોઈએ.
* * *
[મલકાપુરમાં ચારે દિવસ સંઘના બધા ભાઈ–બહેનોએ ઉત્સાહથી ભાગ
લીધો હતો; શ્વેતાંબર સમાજના ભાઈઓ પણ પ્રેમથી લાભ લેતા હતા. ગુરુદેવનો
ઉતારો પણ શ્વેતાંબર–ઉપાશ્રયમાં હતો. રાત્રિચર્ચામાં તત્ત્વના સેંકડો પ્રશ્નો ચર્ચાયા
હતા. ચર્ચામાં નાના–નાના બાળકો અને યુવાનો વિશેષ ભાગ લેતા હતા. નાનકડા
બાળકોને ઉત્સાહથી સમ્યગ્દર્શનની, મોક્ષની ને નિશ્ચય–વ્યવહાર વગેરેની ચર્ચા
કરતાં દેખીને હર્ષ થતો હતો. મલકાપુરનું મુમુક્ષુમંડળ ઉત્સાહી છે. વિશેષ વાત એ છે
કે પૂ. શ્રી કાનજીસ્વામીનાં ઉપદેશથી પ્રભાવિત થઈને અહીંના ભાઈઓએ કુદેવપૂજા
વગેરે કુરીવાજો છોડીને સત્યમાર્ગ પ્રત્યે ભક્તિ પ્રગટ કરી છે.)
*

PDF/HTML Page 18 of 48
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
ખંડવા શહેરમાં ચાર દિવસ
મલકાપુરમાં ચાર દિવસનો કાર્યક્રમ આનંદથી પૂરો થતાં ફાગણ સુદ ૧૩ ની
સવારે પૂ. ગુરુદેવ ખંડવા શહેર પધાર્યા; ઉલ્લાસપૂર્વક ઠાઠમાઠથી ભવ્ય સ્વાગત થયું.
ભવ્ય જિનાલયમાં અનેક પ્રાચીન જિનબિંબો બિરાજમાન છે; મનોજ્ઞ જિનબિંબોનાં
દર્શન કરતાં આનંદ થાય છે. જિનમંદિરમાં દર્શન બાદ સામેના વિશાળ મંડપમાં
સ્વાગતગીત પછી બે–ત્રણ હજાર શ્રોતાજનોની સભામાં મંગલ–પ્રવચનરૂપે ગુરુદેવે કહ્યું
કે–
આત્માનો ચૈતન્યસ્વભાવ તે સાર છે, જગતના તત્ત્વોમાં શુદ્ધઆત્મા સાર છે, તે
જ મંગળરૂપ છે; તેમાં અંતર્મુખ થતાં હિત થાય છે, આનંદ થાય છે. જગતના જડ
પદાર્થોમાં અને સંસારી અજ્ઞાની પ્રાણીઓમાં સાચું જ્ઞાન નથી, સુખ નથી, તેની સન્મુખ
થઈને તેને જાણતાં જાણનારને પણ સાચું જ્ઞાન નથી, સુખ નથી. આત્માનો જે સહજ
સ્વભાવ છે તેને જાણતાં સાચું જ્ઞાન ને અતીન્દ્રિય સુખ છે, કેમકે તે પોતે જ્ઞાન ને
સુખસ્વરૂપ છે. આત્માનો આવો સ્વભાવ તે સાર છે; સમયસારની શરૂઆતમાં તેને
નમસ્કાર કર્યા છે. નમવું એટલે તેમાં અંતર્મુખ થવું; તેમાં અંતર્મુખ થતાં જે જ્ઞાન–
આનંદરૂપ દશા પ્રગટે તે મંગળ છે.
ખંડવાનો જૈનસમાજ ખૂબ ઉત્સાહી અને વાત્સલ્યવંત છે. અહીંની ચાર બહેનો
સોનગઢના બ્રહ્મચર્યાશ્રમમાં રહે છે. સિદ્ધવરકૂટતીર્થ અહીંથી માત્ર ૪૦ માઈલ દૂર છે.
ખંડવા શહેર પ્રવચનમાં સમયસાર–કર્તાકર્મ અધિકારની ગા. ૬૯–૭૦ વંચાણી હતી. રાત્રે
તત્ત્વચર્ચા પણ સરસ ચાલતી હતી. સમ્યક્ત્વ શું, ચારિત્ર શું? વગેરેનું સ્વરૂપ ચર્ચાયું
હતું.
જડ–ચેતનની ભિન્નતા, તેમજ રાગ અને જ્ઞાનની ભિન્નતા સમજાવતાં પ્રવચનમાં
ગુરુદેવે કહ્યું કે–આત્મા પોતે ચેતનસ્વરૂપ વસ્તુ છે; તે પોતાના ચેતનસ્વરૂપને ભૂલીને
રાગાદિ પરભાવનો કર્તા થાય તે અજ્ઞાન છે, તે સંસાર છે. જડની ક્રિયા મારી એમ
અજ્ઞાનથી જીવ માને છે, પણ જડની ક્રિયારૂપે આત્મા ત્રણકાળમાં થતો નથી.
ચૈતન્યમય સ્વ–વસ્તુની અપેક્ષાએ રાગ–પુણ્ય–પાપ તે પરવસ્તુ છે, ચૈતન્ય સાથે
તેને એકતા નથી. આવું ભેદજ્ઞાન કરે ત્યારે જીવ ચેતનભાવરૂપે જ પોતાને અનુભવતો
થકો રાગાદિ પરભાવોને જરાપણ પોતાના કરતો નથી, એટલે તેને બંધન પણ થતું
નથી. આ રીતે ભેદજ્ઞાન તે મોક્ષનો ઉપાય છે.

PDF/HTML Page 19 of 48
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૧૭ :
આત્માને અને જ્ઞાનને એકપણું છે, ભિન્નતા નથી; એટલે જ્ઞાન તે હું–એમ
અનુભવતો થકો જીવ જ્ઞાનક્રિયાને કરે છે, જાણવારૂપે પરિણમે છે.–તે તો બરાબર છે,
જીવનું એવું સ્વરૂપ જ છે; પણ જ્ઞાનની જેમ ક્રોધાદિમાં પણ આ ક્રોધ હું છું, આ ક્રોધ
મારું કાર્ય છે, એમ અજ્ઞાનભાવે જીવ વર્તે છે; ખરેખર ક્રોધાદિ તે જ્ઞાનનું કાર્ય નથી છતાં
અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વરૂપને ભૂલીને તે ક્રોધાદિરૂપે પોતાને અનુભવે છે. આવું અજ્ઞાન
તે જ સંસારનું મૂળ છે.
અનંતવાર શુભભાવ કરવા છતાં અજ્ઞાનને લીધે જીવ સંસારમાં જ રખડયો,
પોતાનું સિદ્ધસમાન ચેતનરૂપ છે તેને જાણ્યું નહીં, ને શરીરને કે રાગની ક્રિયાને પોતાનું
સ્વરૂપ માનીને મિથ્યાદ્રષ્ટિ જ રહ્યો. પંચમહાવ્રતાદિ શુભભાવ કરવા છતાં ‘નિજ
આત્મજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.’–પંચમહાવ્રત કરવા છતાં જરાપણ સુખ ન પામ્યો,
દુઃખ જ પામ્યો.–એનો અર્થ એ થયો કે પંચમહાવ્રતનો શુભરાગ તે સુખનું કારણ નથી
એટલે મોક્ષનું કારણ નથી.
૧૪૮ કર્મપ્રકૃતિમાંથી કોઈપણ પ્રકૃતિ જે ભાવથી બંધાય તે ભાવ આત્માને
સુખનું કારણ નથી; બંધન જેનાથી થાય તે ભાવને તો અપરાધ કહ્યો છે; ભગવાને જેને
અપરાધ કહ્યો, તે શુભરાગને અજ્ઞાની મોક્ષનું સાધન માને છે. રાગાદિ ભાવોની ક્રિયા તે
આત્માની સ્વભાવિક ક્રિયા નથી એટલે કે આત્માની ધર્મક્રિયા નથી, મોક્ષના કારણરૂપ તે
ક્રિયા નથી. રાગથી ભિન્ન એવી જે જ્ઞાનક્રિયા તે જ આત્માની સ્વાભાવિક ક્રિયા છે, તે જ
ધર્મક્રિયા છે, તે જ મોક્ષના કારણરૂપ ક્રિયા છે.
ચર્ચામાં એક પ્રશ્ન થયો કે સમ્યગ્દ્રષ્ટિને જે રાગ થાય છે તેનું દુઃખ છે કે નહીં?
જે રાગ છે તે દુઃખ છે, ધર્મી તેને દુઃખરૂપ જાણે છે. પણ વિશેષતા એટલી છે કે
ધર્મીની જે જ્ઞાનપરિણતિ છે તેમાં દુઃખ નથી, દુઃખ તો તે જ્ઞાનપરિણતિનું પરજ્ઞેય છે.
સુખનો અનુભવ તો જ્ઞાન સાથે તન્મય છે ને દુઃખનું વેદન જ્ઞાનથી જુદું છે.
પ્રશ્ન:– સ્વાધ્યાયનો રંગ કેવી રીતે લાગે?
ઉત્તર:– જેમ ભૂખ લાગે તેને ખાવાનો રસ આવે, તેમ જેને આત્માની ભૂખ
લાગે, ધગશ જાગે તેને આત્માના હિત માટે વીતરાગી શાસ્ત્રની સ્વાધ્યાયનો રંગ લાગે.
પ્રશ્ન:– સમ્યગ્દર્શન થયું તેની ખબર કેમ પડે?
ઉત્તર:– સમ્યગ્દર્શનની સાથે જ અપૂર્વ નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે;
પોતાને

PDF/HTML Page 20 of 48
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૬
અતીન્દ્રિય આત્મિક આનંદનો અનુભવ થયો ત્યાં ખબર પડી કે આ આનંદ આત્માનો
છે; આત્મા અનુભવમાં આવ્યો, આત્મા શ્રદ્ધામાં–જ્ઞાનમાં આવ્યો, તેની પોતાને નિઃશંક
ખબર પડે છે. આત્મા આંધળો નથી કે પોતાના અનુભવની પોતાને ખબર ન પડે.
પ્રશ્ન:– સમ્યગ્દ્રષ્ટિને પોતાના સમ્યક્ત્વમાં શંકા પડે?
ઉત્તર:– ના; હું સમ્યગ્દ્રષ્ટિ છું કે નહીં–એમ જેને શંકા પડે તે સમ્યગ્દ્રષ્ટિ હોય જ નહીં.
પ્રશ્ન:– સમ્યગ્દ્રષ્ટિ જીવ મરીને વિદેહક્ષેત્રમાં જન્મે?
ઉત્તર:– હા, સ્વર્ગના સમ્યગ્દ્રષ્ટિ દેવો મરીને વિદેહક્ષેત્રમાં પણ જન્મે છે.
સમ્યગ્દ્રષ્ટિ મનુષ્ય મરીને વિદેહક્ષેત્રમાં જન્મે નહીં; તેમજ વિદેહક્ષેત્રના સમ્યગ્દ્રષ્ટિ જીવ
મરીને ભરતક્ષેત્રમાં અવતરે નહીં.
પ્રશ્ન:– સમ્યગ્દ્રષ્ટિ જીવ સદેહે વિદેહક્ષેત્રમાં જાય?
ઉત્તર:– હા; કુંદકુંદમુનિરાજ સંદેહે વિદેહમાં ગયા હતા.
પ્રશ્ન:– વિદેહમાં કેમ જવાય?
ઉત્તર:– દેહથી ભિન્ન એવા આત્માનું ભાન કરતાં ‘વિદેહ’ એવા આત્મધામમાં
જવાય છે. આત્મા પોતે દેહથી રહિત હોવાથી તે ‘વિદેહ’ છે, ને અંતરના સ્વાનુભવ વડે
તેમાં જવાય છે. બહારમાં વિદેહક્ષેત્રમાં જવાનું શું પ્રયોજન છે? બહારના ક્ષેત્રથી
વિદેહમાં જાય તેટલાથી કાંઈ લાભ થઈ જતો નથી; અંતરમાં દેહ વગરનું એવું જે વિદેહી
ચૈતન્યસ્વરૂપ, તેમાં નજર કરે તો આત્માનો લાભ થાય.
[ફાગણ સુદ પુનમે બપોરે જિનમંદિરની એક વેદી ઉપર બાહુબલી ભગવાનની
પુન: પ્રતિષ્ઠા પૂ. કાનજીસ્વામીના સુહસ્તે થઈ હતી. ખંડવાથી સિદ્ધવરકૂટ અને બડવાની
પાવાગિર–ઉન સિદ્ધક્ષેત્રો નજીક હોવાથી અનેક ભાઈ–બહેનો આનંદથી ત્યાંની યાત્રા
કરી આવ્યા હતા. પૂ. બેનશ્રી–બેન પણ સિદ્ધવરકૂટની યાત્રા કરવા પધાર્યા હતા; અને
ઉમંગભરી યાત્રા ઉપરાંત ત્યાં ચાર અનુયોગમય જિનવાણીની મંગલ સ્થાપના પણ કરી
હતી. ખંડવામાં આનંદ–ઉત્સવનું વાતાવરણ હતું. ભોપાલથી શ્રી મિશ્રીલાલજી ગંગવાલ,
ઇંદોરથી શેઠ દેવકુમારજી વગેરે, તેમજ આસપાસના ગામોના અનેક મુમુક્ષુઓ પ્રવચનનો
લાભ લેવા આવ્યા હતા, પ્રવચનમાં ગુરુદેવ ભેદજ્ઞાનનું ઘોલન કરાવીને સમ્યક્ત્વની
રીતે સમજાવતા હતા.)
આત્મામાં સર્વજ્ઞસ્વભાવ ભરેલો છે. તે સ્વભાવની સન્મુખ થતાં જે જ્ઞાનક્રિયા
થાય તેમાં આત્માની એકતા છે, તે આત્માનું સ્વરૂપ છે, તે મોક્ષનું કારણ છે, તેથી