Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 54
single page version

background image
૩૧૯
આરાધકને દુઃખ નથી
અરે જીવ! અનાદિ સંસારમાં પરિભ્રમણ
કરતાં ઘોરમાં ઘોર દુઃખોથી તું સોંસરવટ નીકળી
ગયો–પણ વિરાધકભાવે.
એકવાર જો આરાધકભાવે બધા દુઃખોથી
સોંસરવટ નીકળી જા, તો ફરીને આ સંસારનું કોઈ
દુઃખ તને ન આવે.
જે આરાધક છે, પોતાના આરાધકભાવમાં
જે ભંગ નથી પડવા દેતો, તેને માટે જગતમાં કાંઈ
પ્રતિકૂળ છે જ નહિ. પોતાના આરાધકભાવમાં જેને
શિથિલતા છે તે જ બીજી અનેક ડખલગીરી ઊભી
કરે છે. હે જીવ! તું તારી આરાધનામાં તત્પર
રહે...તને કોઈ વિઘ્ન છે જ નહીં.
*
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ર૪૯૬ વૈશાખ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ર૭ અંક ૭

PDF/HTML Page 2 of 54
single page version

background image
વૈશાખી બીજે–આત્મધર્મનું અવલોકન
લાઠી શહેરમાં ૭૪ મી જન્મજયંતિ પ્રસંગે ગુરુદેવને અભિનંદનરૂપે આત્મધર્મનો
ખાસ અંક (બ્ર. હરિલાલ જૈનદ્વારા સંપાદિત) પૂજ્ય ગુરુદેવને અર્પણ કરવામાં આવ્યો,
અને પૂ. ગુરુદેવ તેના ચિત્રોનું ભાવપૂર્વક અવલોકન કરી રહ્યા છે તેનું એક દ્રશ્ય. પૂ.
ગુરુદેવ જે ચિત્રો નિહાળી રહ્યા છે તેની નીચે આ પ્રમાણે નોંધ છે કે –
આ બાહુબલી ભગવાનની અચિંત્ય પ્રભાવશાળી પ્રશાંત મુદ્રા જગતને
આત્મસાધનાની મહાન પ્રેરણા આપી રહી છે. યાત્રામાં ઘણાં તીર્થો જોયા, તેમાં આ
બાહુબલી ભગવાનની મુદ્રા તો જાણે વર્તમાન જીવંતમૂર્તિ હોય! એવી છે. અહા! જાણે
વીતરાગી ચૈતન્યરસનું ઢીમ! એની મુદ્રામાં પુણ્ય અને પવિત્રતા બંને દેખાઈ આવે છે.
*

PDF/HTML Page 3 of 54
single page version

background image
: વૈશાખ : ર૪૯૬ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૬
લવાજમ વૈશાખ
ચાર રૂપિયા 1970 May
* વર્ષ ૨૭: અંક ૭ *
________________________________________________________________
* સુવર્ણધામમાં અપ્રતિહત મંગલ *
શ્રી જિનેન્દ્ર ભગવંતોની મંગલ પ્રતિષ્ઠા કરીને અને જિનમાર્ગની
પ્રભાવના કરીને વૈશાખ સુદ ચોથે પૂ. શ્રી કહાનગુરુ સુવર્ણધામ સોનગઢમાં
પધાર્યા...વચ્ચે રસ્તામાં કેરીથી લચી રહેલા સોનગઢના આમ્રવૃક્ષો જાણે કે
હાથમાં ફળ લઈને ઝુકી ઝુકીને સ્વાગત કરતા હતા. સોનગઢનું મધુરું
અધ્યાત્મવાતાવરણ દેખીને ગુરુદેવ પ્રસન્ન થયા; ભક્તોએ ઉર્મિભર્યું સ્વાગત કર્યું.
અને ભાવભીના ચિત્તે ગુરુદેવે જિનમંદિરમાં ભગવાન સીમંધરનાથનાં દર્શન
કર્યા; પછી શ્રી કુંદકુંદ પ્રવચન મંડપમાં ભાવભીનું માંગલિક સંભળાવતાં ગુરુદેવ
કહ્યું કે–
नमः समयसाराय स्वानुभूत्या चकासते’ એમ કહીને શ્રી
અમૃતચંદ્રાચાર્ય દેવે શુદ્ધઆત્માને નમસ્કારરૂપ મહાન અપ્ર્રતિહત મંગળ કર્યું છે.
શુદ્ધઆત્મા જે ચૈતન્યસ્વભાવ છે તેને મારા નમસ્કાર છે; તે હિતરૂપ છે, તે
સુખરૂપ છે, તે સારરૂપ છે. તે પોતાની અનુભૂતિ વડે જ પ્રકાશમાન છે.
શુદ્ધઆત્માની સ્વાનુભૂતિ તે સંવર અને નિર્જરા તત્ત્વરૂપ છે, તે ચૈતન્યની
અંતર્મુખી અરાગી પરિણતિ છે, તે મોક્ષમાર્ગ છે. ચૈતન્યસ્વભાવની અસ્તિ
બતાવીને મંગલ કર્યુંં, તેમાં વિરુદ્ધ ભાવની (રાગાદિની) નાસ્તિ આવી જ ગઈ.
સ્વાનુભૂતિથી પ્રકાશમાન શુદ્ધઆત્મા, સ્વ–પરના સમસ્ત ભાવોને જાણે
છે; એમ કહીને સર્વજ્ઞતા–પૂર્ણદશારૂપ મોક્ષતત્ત્વ પ્રસિદ્ધ કર્યું. આ રીતે શુદ્ધજીવ,
સંવર, નિર્જરા ને મોક્ષ એ ચારે અસ્તિરૂપ કહ્યા, તેમાં અજીવ તથા
આસ્રવબંધની નાસ્તિ છે. આવા સમયસારને નમસ્કાર કરીને મંગળ કર્યું, અને
નિર્વિઘ્નપણે અપ્રતિહતભાવે ર૭૮ કળશ સહિતની ટીકા પૂરી થઈ ગઈ; તે
મહામંગળ

PDF/HTML Page 4 of 54
single page version

background image
: ર : આત્મધર્મ : વૈશાખ : ર૪૯૬
છે. સમયસારમાં અલૌકિકભાવો ભર્યા છે. કુંદકુદ આચાર્યદેવે પણ वंदित्तु सव्वसिद्धे
કહીને અપૂર્વ ભાવે સમયસાર શરૂ કર્યું ને નિર્વિઘ્નપણે ૪૧પ ગાથા દ્વારા તેની રચના
પૂરી થઈ ગઈ, તે મહાન અપ્રતિહત મંગળ છે.
મંગળિકમાં આચાર્યદેવે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા; સમયસાર એટલે
શુદ્ધઆત્મા તે ભાવરૂપ છે, સત્તારૂપ છે; એ રીતે ભાવરૂપ વસ્તુ, ચિત્સ્વભાવ તેનો ગુણ,
અને સ્વાનુભૂતિરૂપ પર્યાય,–આવા શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ સમયસારને નમસ્કાર
હો.
સમયસારમાં હું નમું છું–તેમાં ઢળું છું, તેમાં અંતર્મુખ થાઉં છું આવો ભાવ તે
અપૂર્વ અપ્રતિહત મંગળ છે. અપ્રતિહતભાવે અંર્તસ્વરૂપમાં વળ્‌યા. હવે અમારી
પરિણતિ બીજા કોઈ ભાવમાં નમવાની નથી.
અનંત જ્ઞાન–આનંદ સ્વભાવથી પરિપૂર્ણ આત્મા પોતાના સ્વાનુભવરૂપ નિર્દોષ
વીતરાગી પર્યાય વડે પ્રસિદ્ધ થાય છે, ને તે નિર્મળ પરિણતિમાં રાગાદિ અશુદ્ધતાનો
અભાવ છે. આમ અંતરના આનંદ સહિત સ્વરૂપને પ્રસિદ્ધ કરીને અપૂર્વ મંગળ કર્યું છે.
*
સોનગઢમાં –
વૈશાખ સુદ ચોથે પૂ. ગુરુદેવ સોનગઢ પધાર્યા ને સોનગઢનું વાતાવરણ
અધ્યાત્મના ગૂંજારવથી પુન: પ્રફુલ્લિત બન્યું. સોનગઢની જનતામાં નવું ચેતન
આવ્યું... બજારો જાગૃત થઈ ગઈ...સવારે સમયસાર ગા. ર૭ર થી અને બપોરે
પંચાસ્તિકાય ગા. ૬ર થી પ્રવચનો શરૂ થયા. સવાર–સાંજ શિક્ષણવર્ગ પણ ચાલી
વગેરેથી આખોય દિવસ ભરચક કાર્યક્રમ ચાલે છે ને દેશભરના જિજ્ઞાસુઓ
આનંદથી લાભ લ્યે છે. વૈશાખ સુદ પાંચમે નવી જૈન બાળપોથી (ભાગ બીજો) નું
પ્રકાશન માનનીય પ્રમુખશ્રીના હસ્તે ગુરુદેવને અર્પણ કરીને થયું હતું. છેલ્લા ત્રણ
માસથી પ્રવાસમાં પહેલેથી છેલ્લે સુધી ગુરુદેવ સાથે જ રહેલ, તે દરમિયાન બીજી
પ્રવૃત્તિઓ મુલતવી રાખેલ; તેથી પ્રવાસ દરમિયાન અનેક જિજ્ઞાસુઓના જે સેંકડો
પત્રો મળ્‌યા છે તેમને કોઈ ઉત્તર આપી શકાયા નથી; હવે થોડા દિવસમાં તે બધા
પત્રોની યોગ્ય વ્યવસ્થા થઈ જશે.
– સંપાદક.

PDF/HTML Page 5 of 54
single page version

background image
: વૈશાખ : ર૪૯૬ આત્મધર્મ : ૩ :
અરિહંત પરમાત્માની
સાચી સ્તુતિ
* * * * * *
ભાવનગર શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે
સમયસાર ગાથા ૩૧ તથા ઋષભજિન–સ્તોત્ર ઉપરનાં
પ્રવચનોમાંથી દોહન કરેલા ૮૧ બોલ પૂ. ગુરુદેવની ૮૧ મી
જન્મજયંતીના ઉપલક્ષમાં અહીં રજુ થાય છે.
–બ્ર. હ. જૈન
૧. અહીં જિનેન્દ્રભગવાન સર્વજ્ઞ પરમાત્માની સ્થાપનાનો ઉત્સવ થાય છે.
સર્વજ્ઞભગવાનને ઓળખીને તેમની પરમાર્થ–સ્તુતિ કેમ થાય? તે વાત
આચાર્યદેવ આ સમયસારની ૩૧મી ગાથામાં સમજાવે છે. દરેક આત્મા
સર્વજ્ઞસ્વભાવથી પરિપૂર્ણ છે, તેનું ભાન કરીને એકાગ્રતા દ્વારા જેઓ સર્વજ્ઞ
પરમાત્મા થયા, તેમની વાણીમાં આત્માનું જેવું શુદ્ધસ્વરૂપ કહ્યું, તેવું
વીતરાગીસંતોએ જાતે અનુભવીને શાસ્ત્રમાં કહ્યું છે. એવું આ સમયસાર શાસ્ત્ર
છે, તેના લિખિતંગ શ્રી કુંદકુંદાચાર્ય અને સાક્ષી સર્વજ્ઞપરમાત્મા
સીમંધરભગવાનની!
ર. સર્વજ્ઞદશા પ્રગટ થવાની તાકાત દરેક આત્મામાં છે. એવી સર્વજ્ઞદશા પ્રગટ થતાં
શરીર પણ એવું સ્ફટિક જેવુ પરમ ઔદારિક થઈ જાય છે કે તેમાં જોતાં જોનારને
સાતભવ દેખાય છે. એ સર્વજ્ઞને ક્ષુધા હોતી નથી, રોગ થતો નથી કે ખોરાક
હોતો નથી; હોઠના હલનચલન વગર સહજપણે દિવ્ય વાણી નીકળે છે. આવી
અલૌકિક વીતરાગદશા પામેલા સર્વજ્ઞપરમાત્મા અત્યારે પણ વિદેહક્ષેત્રમાં
બિરાજે છે. એવા સીમંધરપરમાત્મા પાસે અહીંથી કુંદકુંદાચાર્યદેવ ગયા હતા. આ
વાત સાક્ષાત્ સિદ્ધ થયેલી છે. બે હજાર વર્ષ પહેલાં થયેલા આવા આચાર્યદેવે આ
સમયસાર શાસ્ત્ર રચ્યું છે. જૈનશાસનનું આ અલૌકિક શાસ્ત્ર છે. તેમાં આત્માની
વાર્તા છે.

PDF/HTML Page 6 of 54
single page version

background image
: ૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
૩. આત્માના સ્વભાવની વાત જીવે અંદરના પ્રેમપૂર્વક કદી સાંભળી નથી; રાગદ્વેષ
અને પુણ્ય–પાપની વાત સાંભળીને, તેનો આદર કર્યો છે. અહીં દેહથી ભિન્ન,
રાગાદિથી ભિન્ન અને ખંડખંડ જ્ઞાનથી પણ પાર એવો અખંડ જ્ઞાયકસ્વભાવી
આત્મા આચાર્યદેવ ઓળખાવે છે. આવા આત્માનો અનુભવ તે
સર્વજ્ઞપરમાત્માની ખરી સ્તુતિ છે. રાગમાં ઊભો રહીને સર્વજ્ઞપરમાત્માની સ્તુતિ
થઈ શકતી નથી, સર્વજ્ઞપરમાત્માની જાતમાં ભળીને, એટલે કે તેમના જેવો અંશ
પોતામાં પ્રગટ કરીને જ સર્વજ્ઞભગવાનની નિશ્ચયસ્તુતિ થાય છે. એવી સાચી
સ્તુતિનું સ્વરૂપ આ ૩૧મી ગાથામાં કહે છે–
જીતી ઈન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને.
૪. સર્વજ્ઞભગવાનની સાચી સ્તુતિ એટલે કે આત્માના જ્ઞાનસ્વભાવની સન્મુખ
થઈને તેના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરવા તે; પરમાર્થે આ આત્મા સર્વજ્ઞભગવાન
જેવો છે. સમયસાર ગા. ૭ર વગેરેમાં આત્માને જ ભગવાન કહ્યો છે. ગુરુના
ઉપદેશથી પોતાના પરમેશ્વર આત્માને જાણ્યો એમ ગા. ૩૮ માં કહ્યું છે.
આસ્રવો–પુણ્ય–પાપ તે તો અશુચી–અપવિત્ર છે ને ભગવાન આત્મા તો અત્યંત
પવિત્ર છે–એમ ગા. ૭ર માં કહ્યું છે. આ રીતે જ્ઞાનાનંદસ્વભાવી આત્મા પોતે જ
મહિમાવંત છે, ને કેવળજ્ઞાન પ્રગટ કરીને પરમાત્મા થવાની તેનામાં જ તાકાત
છે. આવા ભગવાન આત્માને સ્વાનુભવથી ઓળખવો તે અરિહંત પરમાત્માની
પ્રથમ સાચી સ્તુતિ છે.
૫. આત્માનો સ્વભાવ ભગવાન થવાનો છે; પામર રહ્યા કરે ને કોઈકની ભક્તિ
કર્યા કરે એવો એનો સ્વભાવ નથી, પણ પામરતા તોડીને, ભક્તિ વગેરેનો રાગ
પણ તોડીને પોતે વીતરાગ સર્વજ્ઞપરમાત્મા થાય એવો આત્માનો સ્વભાવ છે.
આવા સ્વભાવની સન્મુખ થયા વગર સર્વજ્ઞભગવાનની સાચી સ્તુતિ થતી નથી
એટલે કે સમ્યગ્દર્શન થતું નથી.
૬. આ શરીરની પર્યાયરૂપ જડ દ્રવ્યેન્દ્રિયો, તે ઈન્દ્રિયો તરફ વળેલું ખંડખંડ જ્ઞાન તે
ભાવેન્દ્રિયો, અને તે ઈન્દ્રિયજ્ઞાનના વિષયરૂપ બાહ્યપદાર્થો,–એ ત્રણેને જીતીને
એટલે કે તે ત્રણેને આત્માથી ભિન્ન જાણીને, એક જ્ઞાયકસ્વભાવપણે પોતાને

PDF/HTML Page 7 of 54
single page version

background image
: વૈશાખ : ર૪૯૬ આત્મધર્મ : ૫ :
અનુભવવો તેનું નામ જીતેન્દ્રિયપણું છે. ઈન્દ્રિયોને જે પોતાનું સ્વરૂપ માને તેને
જીતેન્દ્રિયપણું થાય નહીં; એટલે અતીન્દ્રિયજ્ઞાનમય એવા અરિહંતની પરમાર્થ
ઉપાસના તેને હોય નહીં.
૭. णमो अरिहंताणं એમ ઘણા બોલે છે, તે અરિહંત પરમાત્માની પરમાર્થ ઉપાસના
કેમ થાય તેનું આ વર્ણન છે. અરિહંતનો ભક્ત કેવો હોય, તેને આત્માનું જ્ઞાન
કેવું હોય? તે આચાર્યદેવે અલૌકિક રીતે બતાવ્યું છે. રાગથી ભિન્ન એવા
આનંદના સ્વાદરૂપે આત્માને અનુભવે તેનું નામ સર્વજ્ઞની સ્તુતિ છે. આ
નિશ્ચયસ્તુતિ છે. નિશ્ચયસ્તુતિમાં પોતાના આત્માનું જ અવલંબન છે, તેમાં પરનું
અવલંબન નથી.
૮. આવી નિશ્ચયસ્તુતિ જેને પ્રગટી હોય એટલે કે આત્માને રાગથી જુદો જેણે
અનુભવ્યો હોય, તેને રાગના વિકલ્પ વખતે બહારમાં પણ સર્વજ્ઞ–વીતરાગ
પરમાત્માની આદર–સ્તુતિનો ભાવ હોય, સર્વજ્ઞ–વીતરાગ પરમાત્મા સિવાય
બીજા કોઈને તે આદરે નહીં; રાગવાળા, પરિગ્રહવાળા એવા કુદેવને તે કદી
ભજે નહીં. સાચા સર્વજ્ઞ–વીતરાગ પરમાત્મા પ્રત્યેનો સ્તુતિનો ભાવ તે પણ
રાગ છે, પુણ્યબંધનું કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી; પોતાના
સર્વજ્ઞસ્વભાવ તરફનું અંતર્મુખ વલણ તે જ મોક્ષનું કારણ છે; તે જ સર્વજ્ઞની
પરમાર્થસ્તુતિ છે.
૯. આત્માનો ચૈતન્યસ્વભાવ છે, તે અતિ સૂક્ષ્મ છે. તેની પાસે પુણ્ય–પાપ પણ
સ્થૂળ છે, ને જડ ઈન્દ્રિયો તો અત્યંત સ્થૂળ છે. નિર્મળ ભેદજ્ઞાનની પવિત્રતાવડે
અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવનો અનુભવ કરતાં જડ ઈન્દ્રિયોને જીવ પોતાથી સર્વથા
જુદી જાણે છે. આ જડ શરીર આત્માથી સર્વથા જુદું જ છે. આત્મા સદાય
ચૈતન્યપણે રહ્યો છે, શરીર સદાય અજીવ થઈને રહ્યું છે, તે કદી જીવરૂપ થયું
નથી. આવું ભેદજ્ઞાન જેણે કર્યુંં તે જીવ સર્વજ્ઞના માર્ગમાં આવ્યો, તે અરિહંતનો
સાચો અનુયાયી થયો, તે જૈન થયો.
૧૦. અહો, આવો અવસર પામીને આત્મા અને શરીરની ભિન્નતા ઓળખવી જોઈએ;
જ્ઞાનમાં વારંવાર તેનો અભ્યાસ કરવો જોઈએ. બીજાં પોથાં તો ઘણા ભણ્યો,
પણ પરથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદસ્વભાવનો સાચો અભ્યાસ કર તો જ તારો
ભવથી છૂટકારો થશે.
(વિશેષ આવતા અંકે)

PDF/HTML Page 8 of 54
single page version

background image
: ૬ : આત્મધર્મ : વૈશાખ : ર૪૯૬
ભાવનગરમાં –
ભગવાની પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ
(ચૈત્ર વદ ૧૧ તા. ૧–પ–૭૦) અનેક પ્રકારની પ્રવૃત્તિઓથી ધમધમી રહેલું
ભાવનગર શહેર આજે તો અવનવી ધાર્મિકપ્રવૃત્તિથી ધમધમી રહ્યું છે. ગાંધીસ્મૃતિ
પાસેના એ. વી. સ્કુલ મેદાનમાં આદિનાથ નગરથી માંડીને સ્ટેશન સુધી હર્ષભેર
ભક્તજનોનાં ટોળાં ચાલ્યા જાય છે. ભાવનગરના આંગણે શ્રી જિનેન્દ્ર ભગવાનની
પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ ઉજવવા પૂ. શ્રી કહાનગુરુ પધારી રહ્યા છે. તેમના
ભવ્ય સ્વાગતની તૈયારી ચાલી રહી છે.
કાનાતળાવમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા કર્યા પછી લાઠી થઈને અને
સોનગઢમાં સીમંધર ભગવાનનાં દર્શન કરીને પૂ. ગુરુદેવ ભાવનગર આવી પહોંચ્યા;
અને ઉલ્લાસભર્યું ભવ્ય સ્વાગત થયું. સ્વાગતમાં મોખરે રત્નત્રયનો ઝંડો ફરકાવતા
ત્રણ હાથી હતા; અને મંગલ કળશ સહિત ૮૧ કુમારિકાઓ વગેરેથી શોભતું સ્વાગત–
સરઘસ દેખીને નગરજનો આશ્ચર્ય અનુભવતા હતા.
સ્વાગત–સરઘસ આદિનાથનગરમાં (પ્રતિષ્ઠા–મંડપમાં) આવી પહોંચ્યું, પ્રતિષ્ઠા
મંડપની શોભા અનેરી હતી. મંગલ સ્વાગતગીત બાદ હજારો શ્રોતાજનોની સભા વચ્ચે
મંગલ–પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–આ માંગળિક થાય છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા
છે તેને સ્પર્શીને જે અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય તે મંગળ છે. આત્મા પરિપૂર્ણ
જ્ઞાન–આનંદ સ્વભાવી છે, સર્વ જીવો જ્ઞાનમય સિદ્ધસમાન છે; કોઈ જીવ અધૂરો નથી કે
બીજો તેને આપે. આવો આત્મા તેનું ભાન કરતાં જે સમ્યક્ બીજ ઊગી તે વધીને
કેવળજ્ઞાન અને પરમાત્મદશારૂપી પૂર્ણિમા થશે. તે મહાન મંગળ છે. આ આત્માને
પરમેશ્વર કેમ બનાવવો તેની આ વાત છે.
ધર્માત્મા જાણે છે કે હું મારા ચૈતન્યરસથી સદાય ભરેલો છું. હું એક છું, મારા
સ્વરૂપમાં મોહ નથી; શુદ્ધચેતનાનો સમુદ્ર જ હું છું, આવા ચૈતન્યસમુદ્રમાં ડુબકી મારતાં
આનંદનું વેદન થાય ને મોહ ટળે તે અપૂર્વ મંગળ છે.
મંગળ પ્રવચન બાદ તરત જ આદિનાથનગરમાં પંચકલ્યાણક મહોત્સવ સંબંધી

PDF/HTML Page 9 of 54
single page version

background image
: વૈશાખ : ર૪૯૬ આત્મધર્મ : ૭ :
અનેક વિધિઓ શરૂ થઈ. પ્રથમ ભાવનગર મુમુક્ષુ મંડળના પ્રમુખ ભાઈ શ્રી હિંમતલાલ
હરગોવિંદદાસના સુહસ્તે જૈન ઝંડારોપણ થયું; તથા ભાઈ શ્રી હીરાલાલ ચુનીલાલ
ભાયાણીએ શ્રી જિનેન્દ્રભગવાનને વેદીમંડપમાં બિરાજમાન કર્યા. પંચપરમેષ્ઠી
ભગવંતોનું મંગલ પૂજન પ્રારંભ થયું. ઈન્દ્રો દ્વારા મૃત્તિકાનયન તથા અંકુરારોપણ વિધિ
પણ થઈ.–આનંદઉલ્લાસભરેલા વાતાવરણ વચ્ચે જિનેન્દ્ર ભગવાનના પંચકલ્યાણકનો
મહોત્સવ શરૂ થયો.
ઉત્સવ દરમિયાન પ્રવચનમાં સમયસારની ૩૧ મી ગાથા તથા ઋષભજિનસ્ત્રોત્ર
(પદ્મનંદી પચ્ચીસીમાંથી) વંચાતું હતું. (તે પ્રવચનોનો સાર આ અંકમાં આપ્યો છે.)
ભાવનગર એટલે સોનગઢનું પાડોશી. જુના વખતથી જ અહીં જૈનધર્મનું ગૌરવ
છે...નજીકમાં જ જુનું ઘોઘા બંદર છે–જેની ઈતિહાસપ્રસિદ્ધ જાહોજલાલીના પ્રાચીન
અવશેષો આજે પણ નજરે પડે છે, બે હજાર વર્ષથી પ્રાચીન વીતરાગ જિનબિંબો ત્યાં
બિરાજે છે; બીજી બાજુ નજીકમાંજ સિદ્ધક્ષેત્ર શત્રુંજય; અને ત્રીજી બાજુ સોનગઢ જેવું
અધ્યાત્મધામ–આવા ભાવનગર શહેરમાં જૈન સમાજની સંખ્યા વીસ હજાર જેટલી છે,
ને શ્વેતાંબર–દિગંબર બંને સમાજ વચ્ચે પરસ્પર પ્રેમભર્યું વાતાવરણ છે. અહીંના મુમુક્ષુ
મંડળને એક ભવ્ય દિગંબર જિનમંદિર બંધાવવાની ઘણા વખતથી ભાવના હતી; તે
અનુસાર ગાંધીસ્મૃતિ પાસે માણેકવાડીના ચોકમાં બે લાખ રૂા. ના ખર્ચે વિશાળ રમણીય
જિનમંદિર તૈયાર થયું, અને તેમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો ભવ્ય પંચકલ્યાણક
મહોત્સવ થયો. આખી નગરીમાં આનંદમય વાતાવરણ છવાઈ ગયું.
ચૈત્ર વદ ૧ર ની સવારમાં માતાજીના સુહસ્તે નાંદી વિધાન (મંગલ
કુંભસ્થાપન) પૂર્વક પિતા–માતા–ઈન્દ્રો વગેરેની સ્થાપના થઈ. માતા–પિતાની
સ્થાપનાનું સૌભાગ્ય ખૈરાગઢવાળા શેઠશ્રી ખેમરાજજી હંસરાજજી તથા સૌ. ધૂલિબહેનને
મળ્‌યું હતું. ૧૬ ઈન્દ્ર–ઈન્દ્રાણીની તથા કુબેરની સ્થાપના થઈ હતી. તેમાં સૌધર્મેન્દ્રની
સ્થાપનાનું ભાગ્ય શશીકાન્તભાઈને મળ્‌યું હતું. પ્રવચન બાદ ઈન્દ્રોનું સરઘસ
ઠાઠમાઠપૂર્વક નગરીમાં ફરીને જિનેન્દ્રપૂજન માટે આવ્યું હતું. બપોરે ઈન્દ્રો દ્વારા
યાગમંડલ પૂજન થયું હતું, આ મહાનપૂજનમાં પંચપરમેષ્ઠી, ત્રણ ચોવીસીના તીર્થંકરો,
વીસ વિહરમાન તીર્થંકરો, ૩૬ ગુણયુક્ત આચાર્ય, રપ ગુણયુક્ત ઉપાધ્યાય, ર૮
મૂળગુણયુક્ત સાધુ, કેવળજ્ઞાનાદિ ૪૮ ઋદ્ધિસંપન્ન મુનિવરો; જિનવાણી, જિનાલય,
જિનબિંબ, જિનધર્મ –તે સર્વેનું પૂજન કરવામાં આવે છે.

PDF/HTML Page 10 of 54
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
રાત્રે પંચકલ્યાણકના પ્રારંભરૂપે ઈન્દ્રસભા, અયોધ્યાનો રાજદરબાર વગેરેના
દ્રશ્યો થયા હતા. ભગવાનના અવતારની તૈયારી જાણીને ઈન્દ્રો આનંદ ઉત્સાહ મનાવે
છે, દિગ્કુમારી દેવીઓ આવીને માતાની સેવા અને ધર્મચર્ચા કરે છે. માતાજી મરુદેવી ૧૬
સર્વશ્રેષ્ઠ મંગળસ્વપ્નો દેખે છે. તેના ફળરૂપે પ્રથમ તીર્થંકરનું ગર્ભાવતરણ જાણીને સર્વત્ર
આનંદ છવાઈ જાય છે, વગેરે દ્રશ્યો થયા હતા. પંડિતજીએ એક ખુલાસો કર્યો : શું
ભગવાન ગર્ભમાં આવે છે?–નહિ; ભગવાન થયેલો જીવ ગર્ભમાં નથી આવતો, પણ
ગર્ભમાં આવેલો આરાધક જીવ આગળ વધીને તે ભવમાં ભગવાન થાય છે. ભગવાન
થયા પછી ફરીને તેને અવતાર રહેતો નથી.
મરુદેવી માતાને અધ્યાત્મચર્ચાનો પ્રેમ હતો, તેથી દેવીઓને આજ્ઞા કરી કે આ
આનંદપ્રસંગે કાંઈક ધર્મચર્ચા સંભળાવો, તે અનુસાર દેવીઓ પરસ્પર ધર્મચર્ચા કરવા લાગી–
(૧) સખી, કહીએ, મોક્ષકા ઉપાય કયા હૈ?
નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર મોક્ષકા ઉપાય હૈ.
(૨) દેવી! ઈસ ભરતક્ષેત્રમેં મોક્ષકા માર્ગ કૌન ખોલેંગે?
ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર હોકર મોક્ષકા માર્ગ ખોલેંગે.
(૩) દેવી, યહ બતાઈયે કિ આત્મા કયા કર સકતા હૈ?
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानात् अन्यत् करोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।
(૪) આ આત્માને માટે ધ્રુવ અને શરણરૂપ કોણ છે?
સાંભળો–
લક્ષ્મી શરીર સુખદુઃખ અથવા શત્રુ મિત્ર જનો અરે,
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ–આત્મક જીવ છે.
(૫) અપને હિતકે લિયે કૈસા વિચાર કરના ચાહિએ?
સુનિએ, જ્ઞાની કહતે હૈં કિ–
શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલુું? કર વિચાર તો પામ.
(અનુસંધાન પૃ. ૩૪ ઉપર)

PDF/HTML Page 11 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૯ :
આત્માને ઓળખવાનું સાચું લક્ષણ
*
[રાજકોટમાં પ્રવચનસાર ગા. ૧૭૨ ઉપરનાં પ્રવચનોમાંથી: વીર સં. ૨૪૯૬]
અહા! વીતરાગીમાર્ગ સ્વસન્મુખતાનો માર્ગ છે, પરાશ્રયથી તેના પત્તા લાગે તેમ નથી.
* * *
પોતામાં સવસન્મુખ થયા વગર દેવ–ગુરુ વગેરેની સાચી ઓળખાણ થતી નથી.

આત્મા શરીર નથી એમ આચાર્યદેવે સમજાવ્યું; ત્યારે જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે,
જો શરીર તે આત્મા નથી તો શરીરાદિ સમસ્ત પરદ્રવ્યોથી જુદો આત્મા કયા સાધનથી
ઓળખવો? આત્માનું એવું કયું અસાધારણ સ્વલક્ષણ છે કે જેનાથી આત્મા સ્પષ્ટપણે
પરથી જુદો અનુભવમાં આવે? એ રીતે નિજસ્વરૂપને જાણવાની જેને દરકાર અને
ધગશ છે તેને આચાર્યદેવ આ ગાથા દ્વારા આત્માનું સ્વરૂપ ઓળખાવે છે.
આત્માનું લક્ષણ ચેતના છે; અને પોતાની ચેતના પોતાના સ્વદ્રવ્યના જ આશ્રયે
છે, તેથી ચેતનાવડે સ્વદ્રવ્ય અનુભવમાં આવે છે.
આવો જે ચેતનાલક્ષણથી લક્ષિત આત્મા છે તે અલિંગગ્રાહ્ય છે; તેને
अलिंगग्रहणं’ કહીને વીસ અર્થદ્વારા અત્યંત સ્પષ્ટ કરીને આત્માનું સ્વરૂપ સમજાવે છે.
તે વીસ અર્થોનું આ વિવેચન છે. (થોડોભાગ ગતાંકમાં આપ્યો છે.)
જ્ઞાની આત્માને કેવી રીતે ઓળખાય?
જ્ઞાનસ્વરૂપ આત્મા લક્ષમાં આવે ત્યારે બીજા જ્ઞાની આત્માની ખરી ઓળખાણ
થાય. રાગથી જુદો પડીને જ્ઞાનના લક્ષે જ્ઞાનીની ઓળખાણ થાય; કેમકે જે શુદ્ધાત્માની
જાતને ઓળખવી છે તેવી જાતરૂપે પોતે પરિણમ્યા વગર તેની ખરી ઓળખાણ થાય
નહીં. જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખવા માટે પોતામાં ઈન્દ્રિયાતીત જ્ઞાનરૂપ પરિણમન
થાય ત્યારે જ આત્મા ઓળખાય છે. પોતામાં અતીન્દ્રિયપણું થયા વગર, એકલા પરોક્ષ–
અનુમાન વડે, અતીન્દ્રિય થયેલા સામા આત્માને ઓળખી શકાતા નથી. આ રીતે
શુદ્ધઆત્મા એકલા અનુમાન વડે જણાતો નથી, માટે તે અલિંગગ્રહણ છે.

PDF/HTML Page 12 of 54
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
એકલા અનુમાનથી જાણવામાં આવે તે શુદ્ધઆત્મા નહીં; શુદ્ધાત્મા તો પ્રત્યક્ષજ્ઞાનથી
જાણવામાં આવે છે.
જેમ બીજાઓવડે આ આત્મા એકલા અનુમાનવડે જણાતો નથી, તેમ આત્મા
પોતે એકલા અનુમાનવડે પરને જાણે એવો પણ નથી એટલે કે અનુમાતા માત્ર નથી;
પણ પોતે પ્રત્યક્ષરૂપ થઈને, ઈન્દ્રિયાદિથી જુદો પડીને, પરને જાણે છે. છ દ્રવ્યને
જાણવાની તાકાતવાળો આત્મા, એકલા અનુમાનવડે છ દ્રવ્યોને નથી જાણતો;
સ્વસંવેદન– પ્રત્યક્ષપૂર્વકના અનુમાનવડે જાણે તે સાચું છે. પોતાના સર્વજ્ઞસ્વભાવની
પ્રતીતિપૂર્વક પરજ્ઞેયોને જાણે એવો આત્મા છે; એટલે કે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે.
જાણનારને પોતાને જાણ્યા વગર પરનું સાચું જ્ઞાન થતું નથી.
એકલા રાગરૂપ વ્યવહારની વાત તો દૂર ગઈ, એકલા પરોક્ષજ્ઞાનરૂપ જે
વ્યવહાર, તેનાથી કામ લ્યે તે પણ ખરો આત્મા નહીં; એકલું અનુમાન જ્ઞાન તે આત્મા
નહિ, ને તેના વડે આત્મા જણાય નહીં, ને એકલા અનુમાનવડે આત્મા જાણે નહીં.
શ્રવણના લક્ષે થયેલું જ્ઞાન તેના વડે આત્મા જણાય નહીં.
આ તો જ્ઞાનસ્વભાવી આત્માનું ઘોલન છે. વીસેય બોલમાં જ્ઞાનસ્વભાવી આત્મા
જ ઘૂંટાય છે. અંતર્મુખ થઈને જ્યાં જ્ઞાનસ્વભાવી આત્માને સ્વસંવેદનમાં લીધો તેમાં આ
વીસે અર્થો સમાઈ ગયા; તેણે પોતાની ચેતનાવડે અલિંગગ્રહણ આત્માને પ્રાપ્ત કરી
લીધો.
આત્મા પ્રત્યક્ષજ્ઞાતા છે. ચૈતન્યનો ગુપ્ત ચમત્કાર, જે અનંત જ્ઞાન–આનંદની
ખાણ છે, તેની જગતને ખબર નથી; ક્ષણિક અંશ ઈન્દ્રિયજ્ઞાન કે પુણ્ય–પાપ તેને જ તે
પોતાનું સ્વરૂપ માને છે પણ અખંડ સ્વભાવને નજરમાં લેતો નથી. વસ્તુ
નિત્યપરિણામી છે. નિત્ય–પરિણામી ન હોય તો દુઃખ પલટીને સુખનું કાર્ય થઈ શકે
નહીં. નિત્યસ્વભાવની સન્મુખ નજર કરે તો મહા નિધાન હાથમાં આવે.
આત્મા જાણનાર છે; તે જાણવાનું કાર્ય ઈન્દ્રિયદ્વારા નહિ, રાગદ્વારા નહીં, એકલા
અનુમાનદ્વારા નહીં પણ પ્રત્યક્ષ જ્ઞાનદ્વારા કરે, એવો પ્રત્યક્ષજ્ઞાતા આત્મા છે.
શુદ્ધઉપયોગદ્વારા આવા આત્માની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે માને તો આત્માની પ્રાપ્તિ
થતી નથી. જ્ઞાતાસ્વભાવ છે તે પોતાના સ્વભાવના અંશ વડે કામ કરનારો છે.
સ્વભાવથી વિપરીત એવા ઈન્દ્રિયો કે રાગાદિ ભાવો વડે જાણવાનું માને તો તેને આત્મા
પ્રાપ્ત નહીં થાય. ભલે મંદરાગ હોય પણ તે રાગની જાત છે, તે જ્ઞાનની જાત નથી,
જ્ઞાનથી તે વિરુદ્ધ છે; તે રાગમાં એવી તાકાત નથી કે આત્માને સ્પર્શે–અનુભવે.

PDF/HTML Page 13 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૧ :
આત્માને પોતાના ઉપયોગચિહ્નમાં પરજ્ઞેયોનું આલંબન નથી. પરજ્ઞેયનું
અવલંબન કરીને થાય તે સાચો ઉપયોગ નહીં. ઉપયોગમાં દિવ્ય–ધ્વનિનું અવલંબન
નથી. ઉપયોગચિહ્ન તે કહેવાય કે જે પોતાના આત્માને જ અવલંબીને વર્તે બહારના
વૈકુંઠમાં (એટલે કે સ્વર્ગમાં) કાંઈ સુખ નથી, ત્યાં કાંઈ ભગવાન નથી બિરાજતા;
અંતરમાં જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ પોતાનો આત્મા તે જ સાચું વૈકુંઠ છે; તેમાં અંદર
જતાં ચૈતન્યભગવાનના ભેટા થાય છે.
ચૈતન્યનો જે ઉપયોગ તે સ્વયમેવ (પરના આલંબન વગર જ) જાણવાના
સ્વભાવવાળો છે. પરનું આલંબન કહેતાં ભગવાનનું, શાસ્ત્રનું, ગુરુનું કોઈ પણ
પરવસ્તુનું અવલંબન કરીને અટકે તો તે ઉપયોગમાં શુદ્ધઆત્મા લક્ષિત થતો નથી, માટે
આત્માના ઉપયોગલક્ષણમાં તે કોઈનું પણ અવલંબન નથી. પરના અવલંબનમાં તો
રાગ છે, તે કાંઈ આત્માનું ચિહ્ન નથી. રાગમાં કાંઈ સુખ નથી. રાગથી ભિન્ન એવો
નિર્વિકલ્પ અતીન્દ્રિય ઉપયોગ તેમાં જ પરમ સુખ છે. આનંદના ધામ પ્રભુને આ
શરમજનક શરીરો ધારણ કરવા પડે તે શોભતું નથી. ઉપયોગલક્ષણમાં રાગનું કે શરીરનું
ગ્રહણ નથી.
પર તરફ ઝુકતા ભાવને આત્માનું લક્ષણ કહેવાય નહીં. અંતરમાં ઝુકીને
આત્માના સ્વભાવમાં જે એકતા કરે ને રાગથી ભિન્નતા કરે તે ઉપયોગ જ આત્માનું
લક્ષણ છે; તેમાં આનંદ છે. સ્વજ્ઞેય–આત્મા સિવાય પરજ્ઞેય સાથે ઉપયોગનો સંબંધ નથી.
પરાવલંબી ઉપયોગ વડે આત્માને જાણી શકાતો નથી, માટે તે ઉપયોગને આત્માનું
સ્વરૂપ કહેતા નથી. આવો આત્મા જ્યાં અનુભવમાં લીધો ત્યાં ઉપયોગમાં પરજ્ઞેયનું
આલંબન નથી.
આત્માની અનંતશક્તિમાં એક શક્તિ ‘સ્વ–સ્વામીત્વસંબંધ’ નામની છે; પણ તે
શક્તિનું કાર્ય એવું નથી કે આત્મા પરનો સ્વામી થાય. આત્માનો સ્વ–સ્વામીત્વ સંબંધ
પોતામાં જ પૂરો થાય છે, પરમાં જતો નથી. આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે સાથે
આત્માને સ્વ–સ્વામીપણું છે. નિર્મળ ઉપયોગરૂપે આત્મા પોતે પરિણમે છે, ક્યાંય
બહારથી તે ઉપયોગ લાવતો નથી. આત્માને પરદ્રવ્યોથી વિભક્તપણું છે ને જ્ઞાનરૂપ
સ્વધર્મથી અવિભક્તપણું છે.–આવી નિર્મળ પર્યાય સહિતના શુદ્ધઆત્માને એકપણું તથા
ધ્રુવપણું છે–એમ પ્રવચનસારની ૧૯૨ મી ગાથામાં કહ્યું છે. સ્વભાવના અવલંબને
પ્રગટેલી, અને બીજા કોઈના અવલંબન વગરની એવી જ્ઞાનપર્યાયવાળો આત્મા છે.
બહારથી તેનું ગ્રહણ નથી માટે તેને અલિંગગ્રહણપણું છે. જ્ઞાનમાં

PDF/HTML Page 14 of 54
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
બહારનું અવલંબન જે માને તેણે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણ્યો નથી, તે ખરેખર બહારથી
જ્ઞાન આવવાનું માને છે. જ્ઞાન તો આત્મામાંથી જ ઉલ્લસે છે. જેમ સમુદ્ર ભરતી વખતે
સ્વયમેવ પોતાના મધ્યબિંદુથી જ ઉલ્લસે છે, તેમ આત્મા સ્વયમેવ પોતાના
જ્ઞાનસ્વભાવથી જ ઉલ્લસીને નિર્મળ ઉપયોગરૂપે પરિણમે છે; તે ઉપયોગ કોઈથી હરાતો
નથી.
સાધકના ઉપયોગનું અપ્રતિહતપણું સૂચવનારો આ માંગળિક બોલ છે.
(ગુરુદેવને ખાસ પ્રિય છે.) આત્માના સ્વભાવ તરફ જે ઉપયોગ ઝુક્્યો તે આત્મા
સાથે અભેદ થયો, તેને હવે કોઈ કરી શકે નહીં; તે ઉપયોગ પાછો પડે નહીં.
ઉપયોગે શુદ્ધચૈતન્યને ધ્યેય કર્યો તે અપ્રતિહત ધ્યેયે કેવળજ્ઞાન લેશે. ધ્યેયમાં લીન
થયેલો ઉપયોગ કદી ખસે નહીં, સ્વધ્યેય છોડીને બીજાને તે ધ્યેય બનાવે નહીં.
રાગથી જુદો પડીને ચૈતન્યધામમાં જે ઉપયોગ આવ્યો તે ઉપયોગ હવે જગતની
કોઈ પ્રતિકૂળતામાં પણ ફરે નહીં; આત્મા અને તેનો ઉપયોગ જુદા પડે નહીં.
નવમો અફર બોલ છે, તે અફર ઉપયોગને બતાવે છે. ઉપયોગ આત્માને ભેટયો તે
હવે જુદો ન પડે.
– વાહ! જુઓ, આ સાધકના અપ્રતિહતભાવના પડકાર.
શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ વર્ષની ઉમરે લખે છે–‘હું સચ્ચિદાનંદ પ્રભુ છું.’ આમ
અંદરથી પ્રભુતાનો પડકાર આવવો જોઈએ. પરમાત્મસ્વરૂપ અંદર જ પડ્યું છે; તેનું લક્ષ
કરીને જે ઉપયોગ એકાગ્ર થયો તેનો ઘાત થતો નથી, ને સાધકને હવે કોઈ કર્મ એવું
નથી કે તેના ઉપયોગના ઘાતમાં નિમિત્ત થાય. ઉપયોગનો ઘાત થતો જ નથી પછી તેને
ઘાતવાનું નિમિત્ત કેવું? બર્હિમુખવૃત્તિથી જુદો પડીને અંતરમાં વળેલો ઉપયોગ, તે
સ્વભાવભૂત થયો,–સ્વભાવનો નાશ થાય નહીં તેમ તેનો નાશ થાય નહીં. સ્વદ્રવ્ય તરફ
ઝુકેલો ઉપયોગ કદી પાછો પડે નહીં. ઉપયોગે જ્યાં ચેતનનું રૂપ લીધું ત્યાં તેની જાત
વિકારથી જુદી પડી ગઈ. રાવણને તાબે સીતા થતા નથી, ત્યારે રાવણને કોઈ કહે છે કે
સતી સીતા રામચંદ્ર સિવાય બીજા સાથે રીઝે નહીં, માટે હે રાવણ! તું રામનું રૂપ ધારણ
કરીને એની પાસે જા તો તે રીઝશે. ત્યારે રાવણ કહે છે કે–‘પણ હું જ્યાં રામનું રૂપ લઉં
છું ત્યાં મારા ભાવો પલટાઈ જાય છે, વિકારી વૃત્તિઓ રહેતી નથી. તેમ પરભાવમાં
દોડતી પરિણતિ, જ્યાં અંતર્મુખ આતમરામ તરફ વળે છે ત્યાં તે શુદ્ધ થઈ જાય છે, તેમાં
વિકાર રહેતો નથી. આવી શુદ્ધ પરિણતિરૂપે પરિણમેલા ઉપયોગને કોઈ હરી શકે નહીં.
અપ્રતિહત ઉપયોગ તે મહાન માંગળિક છે.
– * –

PDF/HTML Page 15 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩ :
મોરબી શહેરમાં બે દિવસ


રાજકોટ શહેરમાં ૧પ દિવસના કાર્યક્રમ બાદ ચૈત્ર સુદ ૧૦ ના રોજ (માનસ્તંભ
પ્રતિષ્ઠાના વાર્ષિક દિવસે) પૂ. ગુરુદેવ મોરબી શહેર પધાર્યા. ઉત્સાહ પૂર્વક સ્વાગત થયું.
જિન મંદિરમાં પાંચ બાલબ્રહ્મચારી ભગવંતોનાં દર્શન કર્યા. સ્વાગતગીત બાદ બે હજાર
જેટલા શ્રોતાજનો વચ્ચે મંગલ પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે –
આત્મા સદા આનંદસ્વરૂપ છે, તેની સન્મુખ થતાં જે આનંદ દશા પ્રગટ થાય તે
મંગળ છે. અનાદિકાળથી નિજસ્વરૂપને ભૂલીને સંસારમાં રખડતા જીવે નિજસ્વરૂપની
શાંતિ કદી ચાખી નથી, સ્વાદી નથી, અનુભવી નથી; એ શાંતિ જેનાથી પ્રાપ્ત થાય તે સાચું
મંગળ છે; બાકી બધા જે લૌકિક મંગળ છે તે તો નાશવાન છે, તે ખરા મંગળ નથી.
ધર્મી કહે છે કે હે નાથ! આપના જેવું અમારૂં સ્વરૂપ અમે ઓળખ્યું અને અમને
તેની લગની લાગી; તે લગનીની ખૂમારી હવે કદી ઊતરે નહીં. (લાગી લગન હમારી હો
જિનજી...લાગી લગન હમારી; ઊતરે ન કબહું ખૂમારી હો જિનજી...લાગી લગન
હમારી.)
આત્માનું જેવું સ્વરૂપ ભગવાને સંભળાવ્યું તે લક્ષમાં લેતાં તેની લગની લાગી,
તે હવે કદી કોઈથી છૂટે નહીં, લોકલાજથી ડરીને આત્માની લગની છૂટે નહીં, દુનિયા ગમે
તેમ બોલે પણ આત્માની જે રુચિ જાગી તેમાં ભંગ પડે નહીં. ચૈતન્યના મહિમા પાસે
બધી ચીજ તૂચ્છ લાગે છે. ચૈતન્યનો જશ, ચૈતન્યનો મહિમા સાંભળ્‌યો ને તેની અપૂર્વ
રુચિ થઈ તે મંગળ છે.
બે દિવસના પ્રવચનમાં સમયસાર ગા. ૧૪ વંચાણી હતી, તથા શ્રીમદ્ રાજચંદ્રના
અનેક વચનામૃતનું સ્પષ્ટીકરણ થતું હતું. હજારો જિજ્ઞાસુઓ પ્રેમથી શ્રવણ કરતા હતા.
પ્રવચનના પ્રારંભમાં ગુરુદેવે કહ્યું –
શ્રીમદ્ રાજચંદ્રજી આત્મસિદ્ધિમાં મંગળરૂપે ગાથા લખે છે કે –
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.
સમજાવ્યું તે પદ નમું શ્રીસદ્ગુરુ ભગવંત.

PDF/HTML Page 16 of 54
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
જુઓ, આમાં શું ન્યાય છે? આત્માનું સ્વરૂપ સમજ્યા વિના હું અનંત દુઃખ
પામ્યો એમ કહ્યું; પણ પુણ્ય ન કર્યા માટે દુઃખ પામ્યો એમ ન કહ્યું. આત્માને સમજ્યા
વગર પુણ્ય પણ અનંતવાર કરી ચૂક્્યો અને છતાં એકલું દુઃખ જ પામ્યો, પુણ્ય કરવા
છતાં તેનાથી લેશ પણ સુખ ન પામ્યો એટલે પુણ્યનો શુભરાગ એ કાંઈ ધર્મ નથી, ધર્મ
ચીજ જુદી છે.
અનંતવાર નરકમાં ને સ્વર્ગમાં ગયો; પણ આત્માના જ્ઞાન વગર અનંત દુઃખ
પામ્યો. સ્વર્ગમાં ક્્યારે જાય? કે પુણ્ય કરે ત્યારે. પુણ્ય કરવા છતાં, સ્વરૂપ સમજ્યા
વગર દુઃખ જ (એકલું દુઃખ) પામ્યો. માટે શુભરાગ પણ દુઃખ જ છે. ભગવાન આત્મા
કર્મથી ને રાગથી જુદી ચીજ છે; આનંદમૂર્તિ આત્માના ભાન વગર બહારમાં જિનેન્દ્ર
દેવનાં દર્શન–ભક્તિ તથા વ્રતાદિના રાગ અનંતવાર કર્યા.–પણ તેનું ફળ શું? કે દુઃખ તે
કેમ મટે? કે આત્માનું સ્વરૂપ સમજે તો. એ સિવાય શુભાશુભભાવ વડે આત્મા રીઝે
નહીં, ને તેનું દુઃખ મટે નહીં.
રાવણના અનેક પ્રયત્ન કરવા છતાં સતી સીતા દેવી રીઝતી નથી; ત્યારે કોઈ
કહે છે કે તું રામનું રૂપ ધારણ કર તો સીતા રીઝશે. પણ રાવણ જ્યાં રામનું રૂપ ધારણ
કરે છે ત્યાં વિકારની વાસના રહેતી નથી. તેમ ચૈતન્યરામ એવો આ આત્મા, તેની શુદ્ધ
પરિણતિરૂપી સીતા, તે રાગવૃત્તિરૂપી રાવણવડે રીઝે તેમ નથી. રાગના સેવન વડે શુદ્ધ–
પરિણતિ કદી પ્રગટે નહીં. અને અંતરમાં ચૈતન્ય સ્વભાવ તરફ વળીને જ્યાં આત્મરામનું
સાચું રૂપ ધારણ કર્યું ત્યાં શુદ્ધપરિણતિરૂપી સીતા રીઝે છે ને ત્યાં વિકારીવૃત્તિઓ રહેતી
નથી. આત્માની જે અનુભૂતિ તે ધર્મ છે, તેને જ જિનશાસન કહેવાય છે. જિજ્ઞાસુ શિષ્ય
પૂછે છે કે મને આવા આત્માનો અનુભવ કેમ થાય? ચાર ગતિથી થાકેલા ને આત્માના
સુખની ઝંખના વાળો શિષ્ય તેની રીતે પૂછે છે. ઊંડેથી તેને લક્ષમાં આવ્યું છે કે
આત્માના અનુભવ વગર અત્યાર સુધી જે કાંઈ મેં કર્યું તેમાં પણ કિંચિત સુખ મળ્‌યું
નહીં; તો સુખનો માર્ગ અંતરમાં કંઈક બીજો જ છે.
જેમ રાવણ વડે સીતા રીઝે નહીં તેમ શુભાશુભ બંધ ભાવ વડે મોક્ષ કદી સધાય
નહીં.
બંધનના કારણ વડે આત્મા કેમ સધાય? બંધભાવ વડે મોક્ષનું સાધન કેમ
થાય? શુભ ને અશુભ તો અનંત વાર કર્યા.–
વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભમાંય.
તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષસ્વભાવ.

PDF/HTML Page 17 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૫ :
અશુભ તેમજ શુભ બંને ને છેદતાં મોક્ષભાવ પ્રગટે. પરંતુ અશુભને છેદીને
શુભરાગ કરવાથી તેના વડે મોક્ષ થાય એમ કદી બને નહીં. ધર્મ તો વીતરાગ પદ છે,
મોક્ષમાર્ગ વીતરાગભાવરૂપ છે, અને શુદ્ધઆત્માની અનુભૂતિથી જ તે પ્રગટે છે. આવા
અનુભવમાં જૈનશાસન સમાય છે. લોકોને અનુભવના મહિમાની ખબર નથી. એને તો
રાગના સ્થૂળ પરિણામનો જ પરિચય છે.
જેમ સાચા મોતીનાં પાણી પછેડી પલાળીને ન મપાય, તેમ આતમ–હીરાનાં
ચૈતન્યતેજ શુભરાગ વડે પારખી ન શકાય. ચૈતન્ય હીરાને પારખવા માટે તો રાગથી
જુદી, અંતરની સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. આત્માએ અનાદિથી સંકલ્પ–વિકલ્પરૂપ
વિકારભાવોને જ ભોગવ્યા છે; પણ એનાથી પાર વસ્તુ અંતરમાં શું છે? તે લક્ષમાં લીધું
નથી. અહીં આચાર્યદેવ તેનું સ્વરૂપ સમજાવે છે.
આત્માનું પરમાર્થસ્વરૂપ ૧૪ મી ગાથામાં દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. જેમ કમળપત્ર
સરોવરની વચ્ચે રહેલું છે, તેને જો જળના સંયોગવાળી દશા તરફથી જુઓ તો તેમાં
પાણીથી સ્પર્શાવાપણું દેખાય છે, પણ જો તેને તેના અલિપ્ત સ્વભાવથી જુઓ તો તેમાં
પાણીનો સ્પર્શ નથી. તેમ આત્માને કર્મ તરફની અશુદ્ધ અવસ્થાથી જુઓ તો તેમાં
કર્મબંધન અને અશુદ્ધતા દેખાય છે, પણ જો તેના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને જુઓ
(એટલે કે અનુભવ કરો) તો આત્મા એકરૂપ શુદ્ધ જ્ઞાયકભાવ છે તેમાં કર્મનો સંબંધ કે
અશુદ્ધતા નથી. આવા આત્માની અનુભૂતિ તે સમ્યગ્દર્શન છે. ધ્રુવસ્વભાવને દેખતાં
શાંતદશા પ્રગટે તે ધર્મ છે. આવી ધર્મની વાત સાંભળવા માટે ઉપરથી સ્વર્ગના ઈન્દ્રો
પણ તીર્થંકરપ્રભુના સમવસરણમાં આવે છે ને અત્યંત આદરથી પ્રભુની વાણીમાં
શુદ્ધાત્માની વાત સાંભળે છે.
સમ્યગ્દ્રષ્ટિ–ઈન્દ્ર તે પોતાને સ્વર્ગનો સ્વામી નથી માનતો, તે તો પોતાને શુદ્ધ
આત્મવૈભવનો સ્વામી સમજે છે. રાગનો કણિયો પણ મારા સ્વભાવની ચીજ નથી ત્યાં
બહારના સંયોગની શી વાત! આવા ઈન્દ્ર પણ આત્માના સ્વભાવની વાર્તા સાંભળવા
માટે દેવલોકમાંથી અહીં મનુષ્યલોકમાં તીર્થંકર ભગવાનની ધર્મસભામાં આવે છે.–શું તે
સાધારણ પુણ્યની ને દયા–દાન–પૂજાની વાત સાંભળવા માટે આવતા હશે! એ વાત તો
સાધારણ લોકો પણ જાણે છે, પણ એનાથી પાર ચૈતન્યની કોઈ અપૂર્વ વાત સાંભળવા
ઈન્દ્રો પણ આવે છે. આ મનુષ્યપણામાં આત્માનું સ્વરૂપ સમજી લેવા જેવું છે. શ્રીમદ્
રાજચંદ્ર ૧૬ વર્ષની ઉંમરે કહે છે કે –

PDF/HTML Page 18 of 54
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
હું કોણ છું? ક્્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યાં,
તો સર્વ આત્મિકજ્ઞાનના સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.
ઘણા જીવોને અંતરમાં આત્માનો આવો વિચાર પણ જાગતો નથી ને વેપાર
ધંધામાં મશગુલ રહીને પાપમાં જીવન ગુમાવે છે; જરાક આગળ વધે તો કંઈક શુભરાગ
કરીને સન્તોષ માની લ્યે કે ધર્મ કરી લીધો પણ બાપુ! ધરમના રાહ કંઈક જુદા છે.
ફૂરસદ લઈને, વિવેકપૂર્વક એટલે રાગથી જરા જુદો પડીને આત્માના સ્વરૂપનો અંતરમાં
શાંતિથી વિચાર કરવો જોઈએ. શુદ્ધઆત્માને ઓળખવો એટલે કે અનુભવવો તે
સિદ્ધાંતનો સાર છે, તે જૈનશાસન છે; તેમાં જ મનુષ્યપણાની સાર્થકતા છે.
[મોરબીમાં રાત્રે તત્ત્વચર્ચા પણ સારી ચાલતી હતી; ચૈત્ર સુદ દસમે પૂ. બેનશ્રી–
બેને માનસ્તંભની ખાસ ભક્તિ કરાવી હતી. બીજે દિવસે રાષ્ટ્રિયશાળાના બાળકોએ
ભજન–ભક્તિનો કાર્યક્રમ રજુ કર્યો હતો. આપણા આત્મધર્મના સંપાદક બ્ર. હરિભાઈ
મોરબીના વતની છે. કેટલાક ભાઈ–બહેનો મોરબીથી વવાણિયા પણ ગયા હતા. પૂ.
ગુરુદેવ ચૈત્ર સુદ ૧૨ના રોજ સવારમાં જિનમંદિરમાં ભક્તિ કરાવીને વાંકાનેર પધાર્યા
હતા.)
સ્વભાવની ‘હા’
હે જીવ! તું અનંત ધર્મના વૈભવથી ભરેલો છે. આ તારા
સ્વભાવની ચીજ તને બતાવીએ છીએ. તારી વસ્તુની એકવાર
હા તો પાડ. આ સ્વભાવની એકવાર ‘હા’ પાડવામાં એટલે કે
તેની પ્રતીત કરવામાં વિકલ્પની જરૂર નથી, કેમકે તેમાં વિકલ્પ
નથી. જેમાં વિકલ્પ નથી એવા સ્વભાવની પ્રતીત કરવામાં
વિકલ્પનું અવલંબન કેમ હોય? નિર્વિકલ્પ વસ્તુમાં વિકલ્પને
સાથે લઈને જવાતું નથી. અહો, ચૈતન્ય ભગવાન કેવો શુદ્ધ છે!–
તો આ ચૈતન્ય ભગવાનને ભેટનારી પરિણતિ તેના જેવી શુદ્ધ,
રાગ વગરની હોય.
(–– ‘આત્મવૈભવ’ માંથી)

PDF/HTML Page 19 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૭ :
વાંકાનેરમાં બે દિવસ
[મહાવીર–જન્મોત્સવ અને
સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન]
ચૈત્ર સુદ ૧૨ ના રોજ પૂ. ગુરુદેવ મોરબીથી વાંકાનેર પધારતાં ઉત્સાહથી
ભાવભીનું સ્વાગત થયું. અહીં જિનમંદિરની બાજુમાં જ મોટું સ્વાધ્યાયમંદિર બંધાયેલ
છે, તેનું ઉદ્ઘાટન ભાઈશ્રી ચીમનલાલ વિકમચંદ સંઘવીના હસ્તે થયું. સ્વાધ્યાયમંદિર
સુંદર છે. સ્વાધ્યાય મંદિરમાં પ્રવેશ પછી સ્વાગત–ગીત બાદ મંગલ પ્રવચનમાં ગુરુદેવે
સમયસારની પહેલી ગાથા યાદ કરીને કહ્યું કે–वंदित्तु सव्व सिद्धे એમ કહીને અનંત
સિદ્ધ ભગવંતોને નમસ્કારરૂપ મંગળ કર્યું છે. જે જ્ઞાનમાં અનંત સિદ્ધોનો સ્વીકાર થયો તે
જ્ઞાન રાગથી છૂટું પડ્યું ને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ તરફ વળ્‌યું; તે અપૂર્વ માંગળિક
છે.
આજે આ મંડપમાં માંગળિક થાય છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્યદેવે પ્રથમ अथ
શબ્દ મુક્્યો છે તે મંગળ–સૂચક છે. અનાદિકાળથી રાગ–દ્વેષ અજ્ઞાનરૂપ જે મોહવાસના
(પરપરિણતિ) હતી તે અમંગળ હતું, તે ભાવને દૂર કરીને હવે આત્મામાં અનંત
સિદ્ધોને સ્થાપીને સાધક ભાવ શરૂ થાય છે તે અપૂર્વ મંગળ છે. દર છ મહિના ને આઠ
સમયે ૬૦૮ જીવો મોક્ષ પામે છે એમ સર્વજ્ઞદેવે જોયું છે, તે–અનુસાર અત્યાર સુધીના
કાળચક્રના પ્રવાહમાં અનંતા સિદ્ધ ભગવંતો થયા; તેમને મારા આત્મામાં સ્થાપું છું
એટલે કે તેમને ઓળખીને મારી પર્યાયમાં શુદ્ધાત્માનો આદર કરું છું ને રાગનો આદર
છોડું છું; સિદ્ધપદનો આદર કરું છું એટલે કે સ્વભાવસન્મુખ થાઉં છું. હે સિદ્ધ ભગવંતો!
મારી જ્ઞાનદશામાં આપ પધારો; આપ મારા જ્ઞાનમાં બિરાજો એટલે અલ્પજ્ઞતા કે રાગ–
દ્વેષ મારી પર્યાયમાં નહીં રહે. જ્યાં અનંત સિદ્ધો બિરાજે ત્યાં રાગ–દ્વેષ કેમ હોય?
સિદ્ધસ્વરૂપના લક્ષે રાગ ટાળીને હું પણ પરમાત્મા થઈશ, સિદ્ધ પદ પામીશ. આવી
ભાવનાથી સિદ્ધને નમસ્કારરૂપ અપૂર્વ મંગળ કર્યું છે.
લોકો એક સાધારણ પુણ્યવંત રાજાનો પણ આદર કરે છે, તો આ સિદ્ધ ભગવાન
તો ત્રણ જગતના શ્રેષ્ઠ આત્મવૈભવથી શોભતા રાજા છે, તેનો અપૂર્વ ભાવે આદર કરું

PDF/HTML Page 20 of 54
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
છું. મારા જ્ઞાન આંગણાને ઉજ્વળ કરીને તેમાં ભગવાનને આમંત્રું છું. અનંત સિદ્ધપદ
પ્રગટવાની આત્મામાં તાકાત છે–તેનો વિશ્વાસ કરીને આદર કર્યો તે જ મંગળ છે.
આત્માનો આવો સ્વભાવ છે તે પ્રતીતમાં લેતાં સુખની પ્રાપ્તિ ને મોહનો નાશ થયો તે
મંગળ છે. આ માંગળિક આનંદનું દાતા છે. અનંતા સિદ્ધ થયા તેઓ રાગ વગરના
એકલા જ્ઞાનમય છે–તેનો સ્વીકાર કરતાં પોતાના શુદ્ધ સ્વભાવ તરફ ઝુકાવ થાય છે ને
રાગ તરફ ઝુકાવ રહેતો નથી. આ જ અપૂર્વ મંગળ છે.
અનંતા સિદ્ધભગવંતોના આદરના બહાને હું મારા પૂર્ણ સ્વભાવને યાદ કરૂં છું;
તેનો આદર કરું છું; તેના આદરથી મોહદશાનો નાશ થઈને પરમાત્મદશા પ્રગટ થાઓ.–
આ પ્રમાણે મંગળ કર્યું.
વાંકાનેરમાં બે દિવસ દરમિયાન પ્રવચનમાં સમયસાર ગા. ૧પ મી વંચાણી હતી.
તત્ત્વચર્ચા તથા ભક્તિ પણ સરસ થતી હતી. ચૈત્ર સુદ તેરસે મહાવીર ભગવાનનો
મંગલ જન્મોત્સવ તેમજ વાંકાનેરના જિનમંદિરમાં વીરપ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિક દિવસ
આનંદથી ઉજવાયો હતો. સવારમાં જિનમંદિરમાં સમૂહ પૂજા બાદ પ્રવચનમાં શરૂઆતમાં
વીરપ્રભુને યાદ કરીને ગુરુદેવે કહ્યું કે –
આજે ભગવાન મહાવીર પરમાત્માનો જન્મ દિવસ છે; અહીં (વાંકાનેર–
જિનમંદિરમાં) ભગવાનની વર્ષગાંઠ પણ આજે છે. ભગવાન જન્મ્યા ત્યારે આત્મજ્ઞાન
તો સાથે જ હતું; પછી આ છેલ્લા અવતારમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને પરમાત્મા થયા
તેમણે પોતાના આત્માને કેવો અનુભવ્યો, અને કેવો ઉપદેશ્યો? તેની વાત આ
સમયસારની પંદરમી ગાથામાં છે. આત્માને અનુભવનારું ભાવશ્રુત જ્ઞાન કહો કે
જિનશાસન કહો, તેની આ વાત છે. જિનશાસનની એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવની
કોઈ અચિંત્ય મહિમા છે. વિકલ્પની સાથે એકતા તૂટીને નિર્વિકલ્પ વેદનથી આત્માનો
અનુભવ થાય તે જૈનશાસન છે. આવી અનુભૂતિ તે આત્મા જ છે. આત્માનો અનુભવ
કરતાં તેમાં સમસ્ત જિનશાસનની અનુભૂતિ આવી ગઈ. શુદ્ધઆત્માને જાણ્યો તેણે
ભગવાનના સર્વ ઉપદેશને જાણી લીધો એટલે કે જિનશાસનને જાણી લીધું.
આત્માનો જે સહજ એકરૂપ સ્વભાવ, તે સ્વભાવ તરફ ઝુકેલી પર્યાય, તેમાં
સામાન્યજ્ઞાનનો આવિર્ભાવ છે, ને વિશેષરૂપ ભેદનો તિરોભાવ છે, એટલે કે તે
અભેદના અનુભવમાં ભેદ રહેતા નથી. જ્ઞાનની એકતાનો અનુભવ તેને સામાન્યનું
પ્રગટપણું કહ્યું. આવા જ્ઞાનની અનુભૂતિ ભગવાને કરી ને જગતને તેવી અનુભૂતિનો
ઉપદેશ દીધો. ઈન્દ્રિય