Atmadharma magazine - Ank 032
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૩૨
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ ત્રીજું સંપાદક જેઠ
રામજી માણેકચંદ દોશી
અંક આંક વકીલ ૨૪૭૨
ન્દ્ર
[રાગ – અપૂર્વ અવસર એવો.]
યોગીન્દ્રો! તમ પુનિત ચરણ વંદન કરૂં!
ઉન્નત ગિરિશૃંગોના વસનારા તમે,
આવ્યા રંક ઘરે શો પુણ્ય પ્રભાવ જો;
અર્પણતા પૂરી કવ અમને આવડે,
ક્યારે લઈશું કરૂણ ઉરોનો લ્હાવ જો–
યોગીન્દ્રો–૧
સત્યામૃત વરસાવ્યાં આ કાળે તમે,
આશય અતિશય ઊંડા ને ગંભીર જો;
નંદનવન સમ શીતળ છાંય પ્રસારતા,
જ્ઞાનપ્રભાકર પ્રગટી જ્યોત અપાર જો–
યોગીન્દ્રો–૨
અણમૂલા સુતનુઓ શાસન દેવીના!
આત્માર્થીની એક અનુપમ આંખ જો!
સંત સલુણા! કલ્પવૃક્ષ! ચિંતામણી!
પંચમકાળે દુર્લભ તમ દિદાર જો!
યોગીન્દ્રો–૩
[શ્ર સમવસરણ સ્તત પ. ૪૦]
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
: ૧૪૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૨ :
• સ મ ય સ ર પ્ર વ ચ ન ભ ગ બ જા •
[‘ભગવાનશ્રી કુંદકુંદ–કહાન જૈનશાસ્ત્રમાળા’નું આ ૧૧ મું પુષ્પ છે, તેના ૨૪૧ પાનાં છે. આ ભાગમાં ગાથા
૧૪ થી ૨૨ તથા ૩૧ મીનાં પ્રવચનોનો સમાવેશ થાય છે. આ પુસ્તકની પડતર કિંમત લગભગ રૂા. ૨–૦–૦ હોવા
છતાં, વધારે મુમુક્ષુઓ લાભ લઈ શકે તે હેતુએ તેની કિંમત ઘટાડીને રૂા. ૧–૮–૦ રાખવામાં આવી છે. આ પુસ્તકના
લખાણની થોડીક પ્રસાદી અહીં આપવામાં આવે છે–]
૧. [પાનું–૧૩] પ્રશ્ન:– અમારું માનેલું તો કાંઈ કરવાનું કહેતા નથી, પ્રથમ વ્યવહાર સુધારવાની વાત કેમ
કરતા નથી?
ઉત્તર:–આત્મા પોતામાં (અંદર જ્ઞાનમાં) બધું કરી શકે, પરમાં કાંઈ કરી શકે નહિ, તેથી બહારનું કરવાનું કાંઈ
કહેતા નથી. પોતાને યથાર્થ જાણ્યા વિના, બહારની એક પણ વાત સાચી સમજાશે નહિ, માટે દુનિયાની દરકાર છોડીને,
ચોવીસ કલાક આત્માની માંડી છે. ... ... આવું નહિ સમજે તો ત્રસની સ્થિતિ પૂરી કરી, અનંતકાળ માટે અનંતા જન્મ–
મરણ કરવા એકેન્દ્રિય વનસ્પતિ નિગોદમાં ચાલ્યો જશે.
[પાનું–૧૪] અનંતકાળે મહામોંઘું મનુષ્યપણું પામ્યો ત્યારે પણ સવળો થઈ, તત્ત્વનો આદર કરી, ભવની શંકા
ટાળી, નિઃસંદેહ ન થયો તો તેણે કાંઈ કર્યું નથી. તેણે જે માન્યું કે કર્યું તે બધું સ્વભાવથી વિરોધરૂપે છે. જેને હજી ભવની
શંકા રહે છે, સ્વભાવની હા પાડવામાં અનંતો સવળો પુરુષાર્થ આવે છે તે વાત હજી જેને બેસતી નથી, તે ભગવાન (–
કે જેને ભવ નથી તે) ની વાણી સમજવાની તાકાત ક્યાંથી લાવશે? અંદર સ્વભાવનું લક્ષ કર્યે અનંતો સવળો પુરુષાર્થ
અને ભવનો અભાવ થાય છે.
તત્ત્વની વાત સમજવા જેવી છે. જે સમજવા માગે તેને સમજાય, જેને રુચે તે માને, કોઈ વ્યક્તિ માટે સત્ નથી.
સત્ને સંખ્યાની જરુર નથી. સત્ સત્થી નભી રહ્યું છે. સત્ને કોઈની દરકાર નથી.
૨. [પાનું–૨૩] જ્ઞાની હરતાં ફરતાં બધાને પરમાત્મા દેખે છે, ક્ષણિક અવસ્થાના વિકારને સ્વભાવની દ્રષ્ટિમાં
મુખ્ય કરતાં નથી. હું પ્રભુ અને તું પણ પ્રભુ, બધા આત્મા પ્રભુ એમ રાતદિવસ ચૈતન્ય ભગવાનનાં જ ગાણાં ગાયા કરે છે.
[પા. ૨૪]........ દરેક આત્મા પોતાના સ્વભાવે પ્રભુ છે. પ્રથમ તારી માન્યતામાં બંધન ટળી પૂર્ણ પ્રભુપણું
દેખાય તેની વાત કહેવાય છે, ના પાડીશ નહિ, હા જ લાવજે. સ્વભાવના ભાનસહિત સ્વરૂપમાં આગળ વધ, પાછો
પડવાની કે અટકવાની વાત વચ્ચે લાવીશ નહિ.
૩. ... ...પણ આચાર્ય કહે છે કે, જ્યારે અમારે સ્વરૂપમાં સમાઈ જવાના, વિકલ્પ તોડીને સ્થિર થવાના અવસર
આવ્યા અને તું સંસારના ભ્રમણથી થાકીને અમારી પાસે આવ્યો ત્યારે બીજું બધું ભૂલીને અમારો અનુભવ સમજી લે,
પ્રથમ ધડાકે એક વાત સાંભળી લે કે તું જ્ઞાયકસ્વરૂપ છો, મુક્ત જ છો. તારા સ્વતંત્ર સ્વભાવની હા લાવ.
કોઈ કહે: આખી જિંદગી બીજાં સંસારનાં કામમાં જ રોકાણાં, હવે ઘડીમાં સમજી શકીશું? શું બધા જ આ વાત
સમજી શકતા હશે?
અરે! જે જે સમજવા તૈયાર થયા તે બધાને જરૂર સમજાય છે. સ્વરૂપ ન સમજાય એવું ત્રણકાળમાં નથી,
૪. .... .... એકવાર જુદા ચૈતન્યસ્વભાવ સમીપ આવીને અંતરદ્રષ્ટિથી જો અને શ્રદ્ધા કર! તે જ સમ્યગ્દર્શન છે.
મુક્તસ્વભાવની હા પાડી, અંદરથી ઊછળીને સત્નો આદર કર્યો તે શ્રદ્ધા જ મોક્ષનું બીજ છે. સ્વપ્નદશામાં પણ તે જ
વિચાર, તેનો જ આદર અને તેના જ દર્શન થયા કરે.
[પાનું–૨૫] પહેલે જ ધડાકે શુદ્ધ પરમાત્મા છો એ દ્રષ્ટિથી જ વાત ઉપાડી છે. પરાશ્રયરૂપ ભેદને ભૂલી જઈ
મુક્ત–સ્વભાવની હા પાડ અને તે દ્રષ્ટિનું જોર લાવી તેના જ ગાણાં ગાયા કર. અનાદિની ભ્રમણા ટાળવાનો બીજો
ઉપાય નથી. સ્વભાવ માટે બહારના કોઈ સાધનની ત્રણકાળમાં જરૂર પડતી નથી.
[પા–૩૦].... મૃત્યુ વખતે જ્યારે ભીંસ દેખાય ત્યારે સ્વભાવના ભાન વગર, શરીરને પરપણે જાણ્યા વગર
શાંતિ ક્યાંથી આવશે? તેં તારા જુદા સ્વભાવને જાણ્યા વગર બાળ (–અજ્ઞાન) મરણ અનંતવાર કર્યાં છે. એકવાર
સાચું ભાન કરે કે–પરપણે નથી, પરનો કર્તા નથી, પણ સ્વભાવપણે છું એવી શ્રદ્ધા આત્મામાં પ્રગટ કરે તો તે જ
અનંતગુણ અને અનંત સુખ પ્રગટ કરવાનું મૂળ છે. સાચો સંવર અને પ્રતિક્રમણ પણ તે જ છે. શુદ્ધનયની દ્રષ્ટિના જોરે
સ્વભાવની અસ્તિમાં ઠર્યો તેમાં બધો ધર્મ આવી ગયો
[પાનું–૩૨].... આ બધી વાત સારી રીતે મનન કરી સમજવા જેવી છે. કોઈ મધ્યસ્થપણે વિચાર કરે તો જાતે
નક્કી થાય કે ત્રણેકાળે વસ્તુસ્વરૂપ આમ જ હોઈ શકે. ન સમજે તે પણ પોતે સ્વતંત્ર છે, અને સમજે તેના આનંદની
તો વાત જ શી?

PDF/HTML Page 4 of 17
single page version

background image
પ્ર.વ.ચ.ન.સ.ર
કારતક વદ–૩ ગાથા ૩૩–૩૪
: જેઠ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૪૩ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
: વર્ષ ત્રીજું : જેઠ :
: અં ક ૮ : ૨૪૭૨ :
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન
શ્રુત
અને જ્ઞાન
આ ચાલતા અધિકારમાં સમસ્ત પર પદાર્થોને જાણવાની મુખ્યતાથી ભગવાનને ‘કેવળી’ નથી કહ્યા,
પરંતુ એકલા શુદ્ધ કેવળજ્ઞાયક આત્માને જાણતાં–અનુભવતા હોવાથી ‘કેવળી’ કહ્યા છે; તેમ શ્રુતજ્ઞાની પણ
પોતાના જ્ઞાનવડે તેવા જ કેવળ જ્ઞાયક આત્માને અનુભવે છે માટે તે પણ ‘કેવળી’ છે. અહીં આત્માને
અનુભવવાની મુખ્યતાથી કથન કરીને ‘કેવળને અનુભવે તે કેવળી’ એમ કહ્યું છે......
આત્મા ‘કેવળ’ છે– એટલે શું? શરીરાદિ તથા કર્મ વગેરે તો જડ છે–જુદા જ છે, અને રાગાદિ વિકાર
થાય તે પણ ખરેખર જ્ઞાયકભાવમય આત્માથી જુદા છે, અને ગુણ–પર્યાયના ભેદ પડે તે પણ ખરેખર આત્માના
સ્વરૂપમાં નથી, તેથી આત્મા તો એકલો શુદ્ધ ‘કેવળ’ છે. આવા ‘કેવળ’ ના અનુભવની અપેક્ષાએ તો ભગવાન
અને મુનિ બંને સમાન છે, કેમકે બંનેને ‘કેવળ’ નો જ અનુભવ છે.
કેવળીને અને શ્રુતકેવળીને જાણપણામાં તફાવત છે કેવળી ભગવાન જેમાં ચૈતન્યના બધા વિશેષો એક
સાથે પ્રવર્તે છે એવા કેવળજ્ઞાન વડે આત્માને અનુભવે છે અને શ્રુતકેવળી જેમાં કેટલાક ચૈતન્યના વિશેષો ક્રમે
પ્રવર્તે છે એવા શ્રુતજ્ઞાન વડે કેવળ–આત્માને અનુભવે છે....કેવળી સૂર્ય સમાન જ્ઞાન વડે આત્માને અનુભવે છે,
શ્રુતજ્ઞાની દીવાસમાન જ્ઞાનવડે આત્માને અનુભવે છે, બંનેના અનુભવમાં આવતો આત્મા એક જ પ્રકારનો છે
તેથી જ્ઞાનની હીનાધિકતાના ભેદ અહીં ગૌણ છે. સ્વરૂપ સ્થિરતાની અપેક્ષાએ શ્રુતકેવળી અને કેવળીમાં
તરતમતારૂપ ભેદ છે તે જ મુખ્ય છે; તેથી સ્વરૂપસ્થિરતાની મુખ્યતા અને જ્ઞાનની ગૌણતા કરી આચાર્ય
ભગવાન કહે છે કે અમે વધારે જાણવાની ઈચ્છાના ક્ષોભને મટાડીને સ્વરૂપ સ્થિરતામાં જ નિશ્ચલ રહીએ
છીએ.... કેવળજ્ઞાનના વિકલ્પને છોડીને ‘કેવળ’ ના અનુભવમાં જ લીન થઈએ છીએ, અને તે જ કેવળજ્ઞાનનો
ઉપાય છે....
સ્વરૂપ સ્થિરતાની નિશ્ચલતા એ જ કેવળનો ઉપાય છે, પરંતુ જ્ઞાનનું વધારે–ઓછું જાણપણું તે કેવળનું
કારણ નથી.... વધારે વધારે જાણતાં જાણતાં કેવળજ્ઞાન થતું નથી, પણ નિશ્ચલ સ્વરૂપ અનુભવમાં રહેતાં જ
કેવળજ્ઞાન થાય છે. એકલા જ્ઞાયક આત્માનું જ્ઞાન અને શ્રદ્ધાન કર્યા પછી તેમાં નિશ્ચલપણે ન ઠરી શકાય ત્યારે
અશુભભાવથી અટકવા માટે શુભભાવનું અવલંબન આવે પણ ખરેખર જ્ઞાની તેને પોતાનું સ્વરૂપ માને નહિ;
પણ તે રાગને તોડીને કેવળજ્ઞાનરૂપે થવાની જ ભાવના કરે છે. પૂર્ણ પર્યાય સ્વરૂપ કેવળજ્ઞાનપણે આત્માજ પોતે
થાય છે, કોઈ રાગ કે વિકલ્પ કેવળજ્ઞાન પણે થતાં નથી; આત્મા પોતે જ કેવળજ્ઞાનપણે થાય છે અને તેનો
ઉપાય પણ આત્મ સ્વરૂપની જ સ્થિરતા છે.... સૌથી પહેલાંં શુદ્ધ જ્ઞાયકને શ્રદ્ધા જ્ઞાનમાં લઈને પછી તેના જ
અનુભવમાં સ્થિરતા કરવી તે જ કેવળજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે.
।।
૩૩।।
[ગાથા ૩૪] તેત્રીસમી ગાથામાં જ્ઞાનને “શ્રુતજ્ઞાન” કહ્યું, હવે આ ગાથામાં “શ્રુત” શબ્દ દૂર કરીને
એકલા જ્ઞાનને વર્ણવે છે એટલે કે એકલા જ્ઞાનમાં પરની સહાય અસર કે ઉપાધિ નથી.... ‘શ્રુતજ્ઞાન’ કહેતાં તેમાં
શ્રુત
[સૂત્રો] તે તો નિમિત્ત માત્ર છે, હાજરીરૂપ છે તેથી જ્ઞાનને ‘શ્રુતજ્ઞાન’ કહેવાય છે, ખરી રીતે “વિશેષ વડે
સામાન્યનો અનુભવ છે” તેથી વિશેષ તે સામાન્યમાંથી જ પ્રગટે છે; કોઈ શ્રુતની મદદથી કે પરના અવલંબનથી
જ્ઞાન પ્રગટતું નથી. ‘શ્રુતજ્ઞાન’ ખરેખર “શ્રુતનું જ્ઞાન” નથી પરંતુ આત્માનું જ જ્ઞાન છે તેથી ખરેખર તે જ્ઞાન
નિરૂપાધિ જ છે–તેને ‘શ્રુત’ તો માત્ર ઉપાધિરૂપ છે.
જેમ ભગવાન ‘કેવળ’ને અનુભવે છે તેથી તેમને કેવળી અને મુનિને ‘શ્રુતકેવળી’ કહ્યા–ત્યાં ‘શ્રુત’ શબ્દ
વધારે આવ્યો તે ફેરને હવે કાઢી નાખે છે, એટલે શ્રુત શબ્દ દૂર કરતાં એકલું ‘જ્ઞાન’ રહી જાય છે. એટલે
અનુભવના જોરે કેવળીની અને પોતાની સમાનતા જ આચાર્ય ભગવાન કરી નાખે છે.

PDF/HTML Page 5 of 17
single page version

background image
[ગાથા ૩૪]
: ૧૪૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૨ :
શ્રુતજ્ઞાનીને “શ્રુતકેવળી” કેમ કહ્યા? ‘કેવળી’ જ કેમ ન કહ્યા? શું શ્રુત શબ્દથી કોઈ પરની ઉપાધિ લાગે
છે કે કાંઈ બીજો ફેર છે? શ્રુત શબ્દ કેમ રહ્યો છે?
જ્ઞાનસ્વભાવી આત્માને અનુભવતાં ખરેખર કેવળી–શ્રુતકેવળી બંનેમાં કાંઈ તફાવત નથી..... બંને
એકલા જ્ઞાનની જ જ્ઞપ્તિવડે આત્માને અનુભવે છે, કાંઈ શ્રુતકેવળી “શ્રુતની જ્ઞપ્તિથી” અનુભવતા નથી, કેમકે
જ્ઞપ્તિ શ્રુતની નથી પણ જ્ઞાનની જ છે....તે સંબંધી ગાથા કહે છે:–
सूत्तं जिणोवदिट्ठं पोग्गलदव्वप्पगेहिं वयणेहिं।
तं जाणणा हि णाणं सुत्तस्स य जाणणा भणिया।।
३४।।
પુદ્ગલસ્વરૂપ વચનોથી જિન–ઉપદિષ્ટ જે તે સૂત્ર છે;
છે જ્ઞપ્તિ તેની જ્ઞાન, તેને સૂત્રની જ્ઞપ્તિ કહે.
।। ૩૪।।
અન્વયાર્થ:– સૂત્ર એટલે પુદ્ગલદ્રવ્યાત્મક વચનો વડે જિનભગવંતે ઉપદેશેલું તે. તેની જ્ઞપ્તિ તે જ્ઞાન છે
અને તેને સૂત્રની જ્ઞપ્તિ (શ્રુતજ્ઞાન) કહી છે.
“શ્રુતજ્ઞાન” કહેતાં શ્રુતનો અર્થ સૂત્ર થાય છે અને સૂત્ર તે ભગવાનનો ઉપદેશ છે.... ભગવાને સ્વયં જેવું
જ્ઞાન કર્યું તેવું જ ઉપદેશમાં આવ્યું–એવો જ્ઞાન અને વાણીનો સંબંધ છે...જે ભગવાનનો ઉપદેશ તે સૂત્ર છે અને
તે સૂત્ર ‘સ્યાત્’ પદ્થી ચિહ્નિત છે. “સ્યાત્” એટલે શું? કે જે એક વાત કરે તે બધી અપેક્ષાથી તેમ જ ન હોય,
પણ કોઈ પ્રકારે તે કથન હોય છે.......... જેમકે આત્મા નિત્ય છે–એમ કહે, તો ત્યાં ધુ્રવપણાની અપેક્ષાએ નિત્ય
છે, પરંતુ સર્વથા ઉત્પાદ વ્યયની અપેક્ષાએ પણ નિત્ય નથી...જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવા સ્વરૂપને લક્ષમાં લઈને
જે કથન કરવામાં આવે છે–તે ચોક્કસ જ હોય છે–અચોક્કસ હોતું નથી.... સ્યાદ્વાદ તો વસ્તુનાં બધાં પડખાંનો
ચોક્કસપણે નિર્ણય કરે છે....ગોટા નથી રાખતો.... ધર્મ પોતાના અંતર આત્મભાવથી થાય, બીજા પરભાવથી
ધર્મ ન થાય–એમ બંને પડખેથી ધર્મના સ્વરૂપને
[અસ્તિ નાસ્તિ દ્વારા] બરાબર નક્કી કરે છે....
વસ્તુના ગુણો તો તે વસ્તુમાં જ કાર્ય કરે, વસ્તુના કોઈ ગુણો પરમાં કાર્ય કરે જ નહિ.... ગુણની એકતા
તે સ્વવસ્તુ છે તેનો સંબંધ પર સાથે નથી... “સ્યાત્” એટલે અપેક્ષા, તેના અનેક પ્રકાર છે. જેમકે કોઈ અપેક્ષા
માત્ર બોલવા પૂરતી હોય, કોઈ ખરેખર જાણવા માટે હોય. (૧) આત્મા પોતાનું તો ખરેખર કરે છે, અને
આત્મા પરનું કરે એમ કહેવું તે માત્ર બોલવાની અપેક્ષાએ છે. (૨) આત્મા નિત્ય છે અને અનિત્ય પણ છે આ
કાંઈ માત્ર બોલવાની અપેક્ષાએ નથી, પરંતુ ખરેખર દ્રવ્યપણે વસ્તુ નિત્ય છે અને પર્યાયપણે અનિત્ય છે–એમ
બંને પડખાં વસ્તુ સ્વરૂપમાં જ છે.
પુણ્યથી ધર્મ નથી છતાં “પુણ્યથી ધર્મ છે” એમ કહેવું તે બોલવા માત્ર છે, પણ તે કયા પ્રકારે બોલાણું
છે? કે ‘પુણ્યથી ધર્મ નથી’ એમ જાણ્યા પછી પુણ્ય રહિત સ્વરૂપમાં ન ઠરી શકે ત્યારે વચ્ચે પુણ્ય આવી જાય છે,
પણ દ્રષ્ટિમાં તેનો નકાર હોવાથી તેને છોડીને વીતરાગ થશે–એમ ખ્યાલમાં લઈને પુણ્યથી ધર્મ થાય એમ
કથંચિત બોલાય– તે બોલવાની અપેક્ષાએ કહ્યું પરંતુ પુણ્ય તે જ ખરેખર ધર્મ છે– એમ માનીને તે બોલવાપણું
નથી.... બોલવાની અપેક્ષા પણ વસ્તુના મૂળ સ્વરૂપને જાણીને પછી બોલાય છે.... એમાં પુણ્યનું જ્ઞાન કરાવ્યું છે;
એટલે પુણ્યથી ધર્મ થાય એમ બોલતાં પુણ્યની હાજરી અને ધર્મનું તેનાથી જુદું સ્વરૂપ એ બંનેનું જ્ઞાન કરાવ્યું
છે.... તેથી તે કથનને ‘સ્યાત્ કથન’ કહેવાય છે....
જ્ઞાનમાં સૂત્રનું નિમિત્ત છે. જ્યારે જ્ઞાનમાં જ્ઞપ્તિ થાય છે ત્યારે શ્રુતની હાજરીનું નિમિત્ત હોય છે તેથી
ઉપચારથી જ્ઞાનને–‘શ્રુતજ્ઞાન’ કહેવામાં આવે છે. આ ઉપચાર કઈ જાતનો છે? કારણમાં કાર્યનો ઉપચાર નથી,
પરંતુ કાર્ય થયા પછી તેમાં કારણપણાનો ઉપચાર કર્યો છે....જ્ઞાનરૂપી કાર્ય થયા પછી જ સૂત્રને કારણપણાનો
ઉપચાર આપીને એટલેકે કાર્યમાં કારણનો ઉપચાર કરીને ‘શ્રુત–જ્ઞાન’ કહ્યું છે. ખરેખર શ્રુત અને જ્ઞાન જુદાં
છે....
(કા. વદ–૪)
જ્ઞાનમાં શ્રુતનું નિમિત્ત હતું માટે પહેલાંં “શ્રુતજ્ઞાન” કહીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું, હવે તો નિમિત્ત
કાઢીને એકલા જ્ઞાનનું સ્વરૂપ દર્શાવે છે....નિમિત્તની ઉપાધિ કાઢીને જ્ઞાન એક જ પ્રકારનું છે, તેમાં કોઈ
ઉપાધિના ભેદ નથી–એમ કહે છે.
સૂત્રનું જ્ઞાન છે એમ કહેવું તે ઉપચાર છે, ઉપચાર છે તે નિમિત્તનું જ્ઞાન કરાવે છે, પણ તે નિમિત્તનો
ઉપચાર ક્યારે થઈ શકે? અનુપચરિત–નિરપેક્ષ જ્ઞાન–સ્વભાવ જુદો છે, કોઈ સૂત્રથી જ્ઞાન થતું નથી એમ પ્રતીત
કર્યા પછી જ્ઞાનમાં જે નિમિત્તો હોય તેને જાણીને ઉપચારથી કહે છે કે આ સૂત્રનું જ્ઞાન છે. બાર અંગનું અને

PDF/HTML Page 6 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૪૫ :
ચૌદપૂર્વનું જ્ઞાન એમ કહેવાય છે ત્યાં ખરેખર જ્ઞાન તો એક જ પ્રકારનું છે. પરંતુ નિમિત્તના ઉપચારથી તે કથન
કરવામાં આવે છે.
સર્વજ્ઞદેવ શ્રી અરિહંત ભગવાનને ‘સ્વયં જાણીને ઉપદેશેલું’ સ્યાત્કાર ચિહ્નવાળું સૂત્ર છે. અહીં સૂત્રની
વ્યાખ્યા કરતાં ‘સ્વયં જાણીને ઉપદેશેલું’ એમ કહ્યું છે એટલે કેવળજ્ઞાનીએ શું જાણ્યું તેનો નિર્ણય પોતાના
જ્ઞાનમાં આચાર્યદેવ લઈ લ્યે છે. સર્વજ્ઞનું કેવળજ્ઞાન પોતાની પર્યાયમાં તરવરે છે, આખા કેવળજ્ઞાનને પ્રતીતમાં
લઈ લીધું છે. જ્ઞાનમાં અધૂરાશ છે તેથી સૂત્રનું નિમિત્ત આવે છે, પરંતુ અહીં તો કેવળજ્ઞાન તરફના જોરથી
આચાર્યદેવ કહે છે કે અમે તો પૂરા કેવળજ્ઞાનને જ માનીએ છીએ, અપૂર્ણતાને અમે પ્રતીતમાં લેતા જ નથી.
અમારો સ્વભાવ પૂરો છે અને સ્વભાવની અવસ્થા પણ પૂરી જ છે, એમ અમે સામાન્ય–વિશેષને અભેદપણે
પ્રતીતમાં લઈએ છીએ. આચાર્ય ભગવાનના અંતરમાં પૂર્ણતા તરફનું ઘણું જોર છે.
ભગવાનના કહેલા સ્યાદ્વાદ ચિહ્નવાળા સૂત્રને જ અહીં નિમિત્ત તરીકે ઓળખાવેલ છે, એ રીતે સાચા
નિમિત્તોનું સ્વરૂપ પણ દર્શાવતા જાય છે. ભગવાનનું કહેલું સૂત્ર જ્ઞાનમાં ભલે નિમિત્તકારણ છે–પરંતુ–જ્ઞાન તો
તેનાથી જુદું જ છે, જ્ઞાન તે પૌદ્ગલીક શબ્દબ્રહ્મરૂપે નથી, વાણીના શબ્દો અને આત્માનું જ્ઞાન એ બંને જુદાં છે.
શબ્દથી અને શબ્દ તરફના વલણથી જ્ઞાન નથી થતું, અને ખરેખર તો તે પરને જાણતું પણ નથી. નિશ્ચયથી જ્ઞાન
પોતાની વર્તમાન તાકાતને જ સ્વયં જાણે છે અને તે પોતે એકલું સંગ–વિકારરહિત છે અને જ્યારે જ્ઞાન
પરાશ્રયરહિત સ્વસન્મુખ થયું ત્યારે જ સૂત્રને નિમિત્ત કહેવાણાં અને તે જ્ઞાનને ‘શ્રુતજ્ઞાન’કહેવાણું.... પરંતુ જો
જ્ઞાન નિમિત્તનું લક્ષ છોડીને સ્વસન્મુખ ન થાય તો તેને શ્રુતનું નિમિત્તપણું પણ ન લાગે....જ્ઞાન હોય તો શ્રુતને
નિમિત્ત કહેવાયને! પણ જ્યાં જ્ઞાન જ નથી ત્યાં શ્રુતનો ઉપચાર કોને લગાડવો? જો ઉપાદાન સ્વયં હોય તો
બીજાને નિમિત્ત કહેવાય, પણ જ્યાં ઉપાદાન જ સ્વયં નથી ત્યાં પછી બીજી ચીજને નિમિત્ત કોનું કહેવું?
‘નિમિત્ત’ એવું નામ તો ઉપાદાનની અપેક્ષા રાખીને છે.... જ્યારે જ્ઞાનમાં સ્વસન્મુખ દશા થઈ ત્યારે તેને શ્રુતનું
નિમિત્ત લાગુ પડ્યું અને તેથી શ્રુતજ્ઞાન કહેવાણું....પરંતુ શ્રુતના કારણે જ્ઞાન થતું જ નથી. શ્રુત અને ભગવાનની
સાક્ષાત્ વાણી એકકોર રહી જાય અને તેનું લક્ષ છૂટીને આત્મામાં એકાગ્રતાથી જ્ઞાનમાં કેવળજ્ઞાનદશા
થાય....આમાં નિમિત્ત શું કરે? જે એકલા સૂત્રના જ લક્ષમાં રોકાણો છે તેને તો સૂત્ર જ્ઞાનનું નિમિત્તરૂપ પણ
નથી પરંતુ જ્યારે સૂત્રનું લક્ષ છોડી દઈને જ્ઞાનમાં એકાગ્ર રહી ગયો ત્યારે તેને જ્ઞાનનું નિમિત્ત કહેવાયું....જુઓ
તો ખરા, ઉપાદાન–નિમિત્તની સ્થિતિ! શાસ્ત્રમાં ઘણે ઠેકાણે વ્યવહાર રત્નત્રયને નિશ્ચયરત્નત્રયીનું કારણ
કહેવાય છે–પરંતુ ક્યારે? ઉપરની જેમ સમજવું કે જ્યાંસુધી વ્યવહારરત્નત્રયમાં અટક્યો છે ત્યાંસુધી તો તે
વ્યવહારને નિશ્ચયરત્નત્રયના નિમિત્ત તરીકે પણ કહેવાતો નથી, પરંતુ જ્યારે પોતે વ્યવહારનું લક્ષ છોડીને
નિશ્ચયરત્નત્રય પ્રગટાવે ત્યારે તે વ્યવહારરત્નત્રયને નિમિત્તરૂપ કહેવાય છે. વ્યવહારનું લક્ષ છોડયા પછી
વ્યવહારને નિમિત્તરૂપ કહેવાય છે.
અહીં આ ગાથામાં આચાર્યદેવ જ્ઞાનમાંથી શ્રુતની ઉપાધિને દૂર કરે છે–એટલે શું? એટલે કે જ્ઞાનમાં
નિમિત્ત છે તે નિમિત્ત તરફના વિકલ્પને તોડીને એકલા જ્ઞાનમાં–નિમિત્ત વગરના જ્ઞાનમાં જ હું એકાગ્ર થઈને
કેવળજ્ઞાન પ્રગટ કરું કે જે કેવળજ્ઞાન નિમિત્ત વગરનું છે આમ આચાર્યદેવની ભાવના છે....અત્યારે નિમિત્તનો
નકાર કરીને તેનું લક્ષ છોડી દઊં છું એકલા સ્વભાવના લક્ષે કેવળજ્ઞાન થશે ત્યારે તે કેવળજ્ઞાનમાં બધું જણાશે કે
“પૂર્વે આ નિમિત્ત હતું.”
વર્તમાન દશામાં જ આખું કેવળજ્ઞાન પ્રતીતમાં તરવરે છે, તેથી જ્ઞાનમાં નિમિત્તની ઉપાધિ દૂર કરીને
આચાર્ય મહારાજ કહે છે કે સ્થિરતામાં જેવો કેવળી ભગવાનને અનુભવ છે તેવોજ અનુભવ શ્રુતકેવળીને પણ છે
માટે જ્ઞાનના ભેદને ગૌણ કરીને અનુભવપણે બંને સરખાં જ છીએ–એમ કહીએ છીએ. અહા, આવો જ
આત્મસ્વભાવ છે, તેની પ્રતીતમાં કેવળજ્ઞાનની શંકાનું સ્થાન છે જ ક્યાં? ભવનું સ્થાન ક્યાં છે? સ્વભાવમાં
શંકા નથી તેમ ભવ પણ નથી. અહીં સ્વભાવદ્રષ્ટિની નિઃશંકતાનું જોર છે, જેને અવસ્થાના ભેદ ઉપર વજન છે
તેને નિમિત્ત ઉપર દ્રષ્ટિ છે. અહીં તો સ્વભાવ પૂરો જ છે તેની પૂર્ણતાની અસ્તિ કબુલીને અપૂર્ણતાની નાસ્તિ
કબુલે છે. પૂર્ણ સ્વરૂપની અખંડ પ્રતીત અને અનુભવના પુરુષાર્થના જોરમાં, પર્યાયમાં અપૂર્ણતા છે તેની નાસ્તિ
કબૂલે છે અને પૂર્ણતા નથી તેની અસ્તિ

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૪૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૨ :
કબૂલે છે કે હું પૂર્ણ જ છું, નિમિત્તની ઉપાધિ મને નથી. પ્રતીતમાં કેવળજ્ઞાન જ છે, અધૂરું છે જ નહિ;
કેવળજ્ઞાનીના અને અમારા અનુભવમાં આંતરો નથી–આ ભાવમાં “મને કેવળ નથી અને કેવળજ્ઞાન પ્રગટ કરૂં”
એવા વિકલ્પને તોડી નાખ્યો છે.
કોઈને એમ લાગે કે આ તો મોટી કેવળજ્ઞાનની વાત છે, તો ખરેખર આ પોતાના સ્વભાવની જ વાત છે.
જે પોતાની જ વાત છે તે મોટી કેમ કહેવાય? પોતાના સ્વભાવની સમજણ તો સહજ છે પણ પરિચય નથી તેથી
મોટી વાત લાગે છે. હા, એટલું કહી શકાય કે પંચમકાળના છદ્મસ્થ મુનિ આટલું વીર્ય સ્ફોરવી શકે છે–એ હિસાબે
મોટું છે.... મોટું છે માટે પોતે સમજવાનો ઉત્સાહ વધારવો. પંચમકાળમાં કેવળજ્ઞાન નથી એ વાત જ અત્યારે
લીધી નથી, અમે સાધક સંત મુનિઓ કેવળજ્ઞાનનો પુરુષાર્થ કરીએ છીએ, તો જે છે તેનો પુરુષાર્થ હોય કે જે
નથી તેનો હોય? જે છે તેનો જ પુરુષાર્થ કરીએ છીએ; સ્વભાવમાં શું નથી? બધું જ છે; ‘સ્વભાવમાં છે’ તેની
પ્રતીતમાં ‘છે–છે’ એમ આવે કે ‘નથી–નથી’ એમ આવે? ‘છે’ ની પ્રતીતમાંથી તો ‘છે–છે’ એમ જ આવે. બસ!
જે છે તેની તને પ્રતીત હોય તો ‘જે નથી’ તે સંબંધીનો વિકલ્પ કાઢી નાખ! સમ્યગ્દર્શનની કળા વગર દર્શન–
જ્ઞાન–ચારિત્રની એકતા નહિ થાય અને તે એકતા વગર કેવળજ્ઞાન નહિ પ્રગટે.... નથી તેની વાત શું? ‘છે’ તેની
પ્રતીતમાંથી જ કેવળજ્ઞાન થવાનું છે. ભાઈ રે! તને જો તારી પૂરી હૈયાતિની પ્રતીત ન મળે તો તું કોની પાસે
પૂર્ણતા માગીશ? અનાદિનિધન શુદ્ધ આત્મા કે જે ‘કેવળ’ છે તેના અનુભવથી જ ‘કેવળીપણું’ છે, ‘બધું જાણે છે
માટે કેવળી’ એવો નિમિત્તનો ધ્વનિ અમે કાઢી નાખીએ છીએ. અહા, જુઓ આચાર્યદેવની કેવળજ્ઞાન દશાની
ઝંખના! એકેક શબ્દમાં કેવળજ્ઞાન જ રેડી દીએ છે....પહેલાંં આવી પ્રતીત તો કરો, પ્રતીતની જે ઘોલનદશા તે જ
ચારિત્ર છે.
પ્રશ્નકાર:– આ તો બહુ મહેનત પડે તેવું આકરું છે!
ઉત્તર:– અરે ભાઈ! મહેનત અને કંટાળો લાગે તે તો દુઃખ છે, અને આ તો સુખના ઉપાયની વાત ચાલે
છે. આ તો પોતાનું જ સ્વરૂપ છે તેમાં મહેનત (–દુઃખ, કંટાળો) નથી, જેમાં મહેનત પડે તે સ્વરૂપ નથી અને જે
સ્વરૂપ છે તેમાં મહેનત નથી. સુખ સ્વરૂપનો ઉપાય પણ સુખરૂપ જ છે, ધર્મ કરે અને જો તે ધર્મ કરવામાં દુઃખ
હોય તો પછી જીવો ધર્મ કરે જ શા માટે? ધર્મમાં દુઃખ હોય શકે નહિ. દુઃખ તે આત્માનું સ્વરૂપ જ નથી. જેમાં
દુઃખ છે તે સુખનો માર્ગ નથી. જેને ધર્મની સમજણનો માર્ગ મહેનતવાળો લાગ્યો તેને વિકાર સહેલો લાગ્યો
એટલે તેને ધર્મની રુચિ નથી પણ વિકારની જ રુચિ છે. “અહો, આત્મસ્વરૂપની સાચી સમજણ અનંત કાળે પણ
બહુ મોંઘી છે” એમ કહે છે ત્યાં તો સમજણનો મહિમા કરીને પોતાની રુચિ વધારવા માટે કહે છે, પણ ‘મોંઘું છે’
એમ કહીને છોડી દેવા માટે નથી. જેને સ્વરૂપ સમજવાની રુચિ જાગૃત થઈ છે તેને સ્વભાવની મોંઘપ લાગે જ
નહિ પણ સ્વભાવનો મહિમા અને ઉલ્લાસ આવે.
આચાર્ય ભગવાન આત્મસ્વભાવને ઘણી સહેલી રીતે સમજાવે છે. અહીં આચાર્યદેવ કહે છે કે–જ્ઞાનને
શબ્દની ઉપાધિ નથી, એકલું જ્ઞાન અંતરમાં ઢળનારું છે તેમાં કોઈ નિમિત્તનું લક્ષ નથી. અમે એકલા આત્માને
અનુભવીએ છીએ, અનુભવવામાં વચ્ચે ન અનુભવવાપણું આવે નહિ–અનુભવમાં વચ્ચે ભંગ પડે નહિ એટલે
અમે પણ કેવળજ્ઞાની ભગવાનની જેમ નિરંતર આત્માને અનુભવીએ છીએ માટે અમે પણ ‘કેવળી’ જેવા જ
છીએ. અધૂરા–પૂરા જ્ઞાનના ભેદને અહીં ગૌણ કરી દીધા છે. અને અધૂરી સ્થિરતા કે પૂરી સ્થિરતા એવા
આંતરાને પણ કાઢી નાખ્યો છે.
જ્ઞાન ઉપાધિ વગરનું છે, તે કોઈ શબ્દ વગેરે પરને અવલંબનારું નથી પણ કેવળ આત્મામાં ઢળનારું છે,
સૂત્રને જ્ઞાનનું કારણ કહેવું તે તો ઉપચારથી જ છે. “ઉપચારથી જ” એમ કહીને ઉપચારરહિત સ્વભાવનું જોર
દીધું છે. જેમ અન્નને જીવનનું કારણ કહેવાય છે તે માત્ર ઉપચાર છે, એટલેકે જો માણસ જીવતો હોય તો અન્નને
કારણપણાનો ઉપચાર લાગે, પરંતુ માણસ જો જીવે નહિ તો અન્નને નિમિત્ત કહેવાય નહિ. તેમ જો જીવ પોતે
સમજીને પોતાના જ્ઞાનભાવને જીવંત રાખે તો ઉપચારથી શ્રુતનું કારણ કહેવાય, પણ જો જીવ પોતે સમજે નહિ
અને જ્ઞાનભાવ કરે નહિ તો શ્રુતને જ્ઞાનનું કારણ ઉપચારથી પણ કહી શકાય નહિ; અહીં આચાર્યભગવાન તો
કહે છે કે જ્ઞાનમાં શ્રુતની ઉપાધિ ખરેખર છે જ નહિ. જો શ્રુતથી [શબ્દોથી] જ્ઞાન હોય તો જ્યાં જ્યાં વાણી હોય
ત્યાં ત્યાં બધે શ્રુતજ્ઞાન હોવું જ જોઈએ, અને જ્યાં વાણી ન હોય ત્યાં શ્રુતજ્ઞાન પણ ન જ હોવું જોઈએ–પરંતુ
શ્રુતની ઉપાધિ

PDF/HTML Page 8 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૪૭ :
જ્ઞાનને નથી તેથી ભગવાનની વાણી સાંભળવા છતાં કોઈ જીવને શ્રુતજ્ઞાન નથી પણ થતું, અને વાણી વગર
પણ જ્ઞાન હોય છે; વાણીનું લક્ષ છોડીને એકલા સ્વભાવમાં સ્થિરતા કરીને કેવળજ્ઞાન થાય છે. જાણવાની
અવસ્થારૂપે થનાર ભગવાનની વાણી નથી પરંતુ જ્ઞાન પોતે જાણવાની અવસ્થા રૂપે થાય છે. પહેલાંં શ્રુતનું
નિમિત્ત હોય છે પરંતુ તે નિમિત્તનું લક્ષ છૂટી જતાં પણ જ્ઞાન એકલું નિમિત્ત વગર રહી શકે છે; તો જે આત્મા
સાથે રહ્યું તે આત્માનું કે જે છૂટી ગયું તે આત્માનું? જ્ઞાન એકલું ટકી રહે છે, તેને શ્રુતની ઉપાધિ નથી. શબ્દોની
હાજરી હોવા છતાં જ્ઞાન પોતે જ્યાં વાળે ત્યાં વળી શકે છે; જ્યાં જ્ઞાનને સ્વભાવમાં વાળ્‌યું ત્યાં નિમિત્તોનું લક્ષ
છૂટીને જ્ઞાન એકલું રહી જાય છે; નિમિત્તો હોય તો જ જ્ઞાન ટકે–એમ નથી. સાક્ષાત્ ભગવાન અને ભગવાનની
વાણી તેઓ પરમાં રહી ગયા અને જ્ઞાન સ્વમાં રહી ગયું.
અહા! આચાર્યદેવે કેટલું રહસ્ય મૂકયું છે! ભલે, અધૂરા જ્ઞાનમાં નિમિત્ત હોય છે પરંતુ કેવળ
જ્ઞાયકસ્વભાવના જોરે તે નિમિત્તનું લક્ષ છોડ્યું ત્યાં હું તો એ જ રહ્યો પણ નિમિત્તનું લક્ષ છોડ્યું એટલે
કેવળજ્ઞાન લઈ લઈશ.... એટલે કેવળજ્ઞાન એકલા સ્વભાવમાંથી જ પ્રગટે છે....શ્રુતની ઉપાધિને દૂર કરવામાં
આચાર્યપ્રભુ ખરેખર તો અધૂરા જ્ઞાનનો જ નકાર કરે છે. અત્યારે અધૂરા જ્ઞાનમાં શ્રુતની ઉપાધિ છે નિમિત્ત છે
પણ તેનો હું આ વખતે સ્વભાવના જોરે નકાર કરું છું અને સ્વભાવના અનુભવની એકાગ્રતાથી જ્યારે
કેવળજ્ઞાન પ્રગટશે ત્યારે તે કેવળજ્ઞાનમાં “પૂર્વે છદ્મસ્થદશામાં નિમિત્ત હતું” એવું જ્ઞાન આવી
જશે....આચાર્યદેવના હૃદયમાં ઘણી ગંભીરતા અને અંતરનું ઘણું જોર છે. અધૂરાની વાત જ નહિ, બધેથી ઉપાડીને
એક કેવળમાં જ લાવી મૂકે છે.
કોઈ એમ કહે કે આ કાળે તો કેવળજ્ઞાન થતું નથી તો પછી કેવળજ્ઞાનની વાત કેમ કરો છો? આચાર્ય
ભગવાન તેને કહે છે કે–અરે ભાઈ! કોણ કહે છે કે આ કાળે વસ્તુસ્વભાવમાં કેવળજ્ઞાન નથી? અમે અહીં
વસ્તુ–સ્વભાવનું સામર્થ્ય પ્રગટ કરીએ છીએ. તું કોને સાંભળવા બેઠો છો? સ્વભાવની વાત સાંભળવા બેઠો છો
કે કાળની? ક્ષેત્ર અને કાળની વાત અમારી પાસે નથી, અમે તો આત્મસ્વભાવને જેમ છે તેમ બતાવીએ છીએ.
જેનું લક્ષ કાળ ઉપર જાય છે અને કાળ ઉપર જ દ્રષ્ટિનું જેને વજન છે તેણે આ સ્વભાવની વાત જ સાંભળી
નથી. જો સ્વભાવની વાત સાંભળે તો તેને ભવની શંકા રહે નહિ અને જો ભવની શંકા રહે તો તેણે સ્વભાવની
વાત નથી સાંભળી પણ તે વિકારના જ લક્ષમાં અટકી ગયો છે. સ્વભાવમાં ભવ છે જ નહિ, તેથી જેણે
સ્વભાવની વાત માની છે તેને ભવની શંકા હોતી નથી.
મોક્ષ અને કેવળજ્ઞાન તો આત્માના સ્વભાવમાંથી આવે છે કે કાળમાંથી આવે છે? આત્મા છે ત્યાં તેની
અવસ્થા રહે છે, કોઈ નિમિત્તમાં રહેતી નથી; માટે સ્વભાવમાં એકાગ્રતા કરી નિમિત્તનું લક્ષ છોડ તો નિર્મળ દશા
પ્રગટે; એટલે તેને કેવળજ્ઞાન થવાના કોલકરાર પોતાના સ્વભાવની નિઃશંકતાથી વર્તમાનમાં આવી શકે છે.
આત્માના સ્વભાવને જેણે જાણ્યો નથી અને સ્વભાવ ઘરમાં શું શું સામર્થ્ય છે તેની જેને ખબર નથી તે
કેવળજ્ઞાનની પર્યાય લાવશે ક્યાંથી? જ્યાંથી કેવળજ્ઞાન આવે છે તે સ્વભાવને તો તેણે જાણ્યો નથી. જેના
સ્વરૂપની જેને ખબર ન હોય તે તેમાંથી શું કાઢે? ખબર વગર મૂંઝવણ થયા વગર રહે જ નહિ, અને ખબર થતાં
મૂંઝવણ ન જ રહે....માટે પહેલાંં જેમ સ્વભાવ છે તેમ જ્ઞાન કરવું જોઈએ.
અહા! વસ્તુસ્વભાવની એકેક વાતને કબૂલતાં આત્માનું કેવળજ્ઞાન જ તરવરી જાય છે. કોઈ પણ એક
વાત સ્વીકારે તો કેવળજ્ઞાનનો સ્વીકાર થઈ જ જાય છે. જો પ્રતીતમાં કેવળજ્ઞાન ન તરવરે તો યથાર્થપણે એકે
વાત બેસી નથી; માત્ર કલ્પનાથી માન્યું છે.
કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તિ વિચાર
પણ અસ્તિ તે સૂચવે એ જ ખરો નિર્ધાર....
જુઓ! જીવો નાસ્તિકપણાની માન્યતા અનેક પ્રકારે દ્રઢ કરે છે પરંતુ નાસ્તિપણાની માન્યતા છે તે જ
પોતાની અસ્તિતા સૂચવે છે; ‘નાસ્તિ’માંથી જ ‘અસ્તિ’ની સિદ્ધિ થઈ જાય છે. નાસ્તિપણાની માન્યતા પણ
પોતાની સત્તામાં થઈ છે ને!
અહીં તો આચાર્યભગવાન નિમિત્તનું લક્ષ છોડાવીને સ્વભાવનું લક્ષ કરાવતાં, જ્ઞાનમાંથી શ્રુતની
ઉપાધિને દૂર કરે છે. જ્ઞાનના નિમિત્તો તરફ ન જોતાં જ્ઞાનની અવસ્થા જેના આધારે થઈ તે તરફ જો અને તેમાં
ઠર. અહીં નિમિત્તને દૂર કરીને સ્વભાવના જોરથી આચાર્યદેવ કહે છે કે–અરે, કેવળીમાં અને અમારામાં
[શ્રુતકેવળીમાં]

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૪૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૨ :
ભેદ માને છે જ કોણ? નિમિત્ત છોડ્યું એટલે ખરેખર તો નિમિત્તને અનુસરતો ભાવ જ દૂર કર્યો છે–એ રીતે
જ્ઞપ્તિ એકલી જ રહી ગઈ અર્થાત્ આત્મઅનુભવ કરવામાં કેવળી અને શ્રુતકેવળીનું સમાનપણું જ થયું.
આમાં તો એમ આવ્યું કે એકલા જ્ઞાનઅનુભવની જેને પ્રતીત આવી તે જીવ તીર્થંકરની વાણીને સમજ્યો
છે, જેને કેવળજ્ઞાનની ઓળખાણ થઈ તેને કેવળીની ઓળખાણ થઈ, જે તીર્થંકરની વાણીને સમજ્યો છે તે જીવ
તીર્થંકરોની જાતનો જ થઈ ગયો છે. કુંદકુંદ ભગવાનશ્રી કહે છે કે અમારો ઉપદેશ સાંભળનારમાં અને અમારામાં
અમે ભેદ પાડતા જ નથી. તીર્થંકરની વાણી સાંભળીને અમે કહીએ છીએ અને જેને આ વાત સમજાણી તે બધા
અભેદપણે સરખા જ છે, સાધક દશાના ભેદ ગૌણ કરીને સાધ્યપણે બધા સરખા જ છે. અહા! કુંદકુંદ ભગવંતના
ઊંડા–ઊંડા રહસ્યને અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં ખૂલ્લાં કર્યાં છે. ટીકામાં ઘણી ખીલવટ કરી છે....
પાત્રતાનું પહેલું પગથિયું
: : : ગ હ ત અ ન અ ગ હ ત મ થ્ય ત્વ ન ત્યગ
[લેખાંક ત્રીજો: રા. મા. દોશી]
[મિથ્યાત્વ એટલે આત્માના સ્વરૂપની ખોટી માન્યતા; મિથ્યાત્વ એ જ સૌથી મોટું પાપ છે અને તે જ
હિંસા છે; આત્માની સાચી સમજણ વડે તે ટાળી શકાય છે. સાચી સમજણ કરતાં જ ધર્મની સત્ક્રિયા શરુ થાય છે
અને અધર્મરૂપ અસત્ ક્રિયાનો નાશ થાય છે; સાચી સમજણવડે બાલ–યુવાન–વૃદ્ધ સૌ કોઈ જીવો સમ્યગ્દર્શન
પ્રાપ્ત કરી શકે છે, માટે વસ્તુ–સ્વરૂપની સાચી સમજણ કરવી. વસ્તુસ્વરૂપનું વર્ણન કરતાં નવ તત્ત્વો, દ્રવ્ય–પર્યાય
નિશ્ચય–વ્યવહાર, ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય, અસ્તિ–નાસ્તિ, નિત્ય–અનિત્ય, સામાન્ય–વિશેષ વગેરેનું સ્વરૂપ ટુંકમાં
બતાવ્યું હતું. આ બધું પૂર્વે (અંક ૨૬ તથા ૩૦ માં) બતાવાઈ ગયું છે. હવે છ દ્રવ્યોની વિશેષપણે સિદ્ધિ કરીને
વસ્તુસ્વરૂપ સંબંધી ખાસ જાણવા જેવી કેટલીક બાબતો જણાવવામાં આવે છે, અને છેવટ તેનું પ્રયોજન
બતાવીને આ વિષય પૂરો કરવામાં આવે છે.
]
– વસ્તુના હોવાપણાનો નિર્ણય –
પ્રશ્ન:– આત્મા અને પરમાણુ વસ્તુ છે એમ કહ્યું, પરંતુ જો પરમાણુ તે વસ્તુ હોય તો તે આંખે કેમ
દેખાતાં નથી? અને આત્મા પણ આંખથી કેમ જણાતો નથી? જે વસ્તુ હોય તે આંખે જણાવી તો જોઈએ ને?
ઉત્તર:– આંખથી દેખાય તેટલું જ માનવું–એ સિદ્ધાંત વ્યાજબી નથી; આંખથી દેખાય તો જ તે વસ્તુ હોઈ
શકે–એ માન્યતા બરાબર નથી. વસ્તુ આંખથી ન જણાય પણ જ્ઞાનમાં જાણી શકાય. એક છૂટો રજકણ
(પરમાણુ) આંખદ્વારા જાણી શકાતો નથી પણ જ્ઞાનદ્વારા તે નક્કી કરી શકાય છે. જેમ પાણી અને હાઈડ્રોજન
ભેગાં થતાં ઓકસીજન બને છે, ત્યાં ઓકસીજનમાં હાઈડ્રોજન કે પાણી આંખથી દેખાતાં નથી છતાં જ્ઞાનથી તે
જાણી શકાય છે; તેમ અનેક પરમાણુઓ ભેગા થઈને કાગળ, સોનું, લાકડું વગેરે દશ્યમાન સ્થૂળ પદાર્થોરૂપે થયા
છે તે ઉપરથી પરમાણુનું હોવાપણું નક્કી થઈ શકે છે. જે જે સ્થૂળ પદાર્થો દેખાય છે તે બધાય પરમાણુની જાતના
(અચેતન–વર્ણાદિ સહિત) જણાય છે, તેનો છેલ્લો અંશ તે પરમ–અણુ છે; આથી નક્કી થયું કે આંખથી ન
દેખાવા છતાં પરમાણુનું નિત્ય હોવાપણું જ્ઞાનમાં જણાય છે.
વળી, જો એમ કહેશો કે અમે તો નજરે જોઈએ તેટલું જ માનીએ, બીજું ન માનીએ; તો તેના સમાધાન
માટે પૂછીએ છીએ કે–પોતાના સાત પેઢી પહેલાના બાપને કોઈએ નજરે જોયો છે? નજરે જોયો નથી, છતાં સાત
પેઢી ઉપરનો બાપ હતો–એમ માને છે કે નહિ? વર્તમાન પોતે છે અને પોતાને બાપ છે તેથી સાત પેઢી પહેલાનો
બાપ પણ હતો એમ, નજરે જોયા વિના, નિઃશંકપણે નક્કી કરે છે; પરંતુ “મારા સાત પેઢી પહેલાંના બાપને
નજરે જોયો નથી માટે તે હશે કે નહિ” એમ શંકા થતી નથી. વસ્તુનું હોવાપણું આંખ વડે નક્કી થતું

PDF/HTML Page 10 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૪૯ :
નથી પણ જ્ઞાનવડે જ નક્કી થાય છે, અને એ રીતે જાણનારૂં જ્ઞાન પણ પ્રત્યક્ષજ્ઞાન જેવું જ પ્રમાણભૂત છે.
જે કોઈ વસ્તુ વર્તમાન અવસ્થા ધારણ કરતી હોય તે વસ્તુ ત્રિકાળ ટકનાર હોય જ. જો ત્રિકાળીપણું ન
હોય તો તેને વર્તમાન અવસ્થા પણ હોઈ શકે નહિ. જે જે વસ્તુની વર્તમાન અવસ્થા જણાય છે તે તે વસ્તુનું
ત્રિકાળ હોવાપણું જાહેર કરે છે. વર્તમાનમાં પરમાણુની અવસ્થા આ ટોપી રૂપ છે તે એમ જાહેર કરે છે કે પૂર્વે
અમે કપાસ, દોરા વગેરે અવસ્થારૂપે હતા અને ભવિષ્યમાં ધૂળ, અનાજ વગેરે અવસ્થા રૂપે રહેવાના; આ રીતે
વર્તમાન અવસ્થા વસ્તુના ત્રિકાળ હોવાપણાની જાહેરાત કરે છે. હવે વિચારો કે દૂધ પલટીને દહીં, દહીં પલટીને
માખણ–ઘી, ઘી પલટીને વિષ્ટા એમ જે રૂપાંતર થયા કરે છે તેમાં મૂળ ટકનારી કઈ વસ્તુ છે કે જેના આધારે તે
રૂપાંતર થયા કરે છે? વિચાર કરતાં માલૂમ પડશે કે નિત્ય ટકનારી મૂળ વસ્તુ પરમાણુ છે અને પરમાણુઓ
વસ્તુપણે નિત્ય ટકીને તેની અવસ્થામાં રૂપાંતર થયા કરે છે. આ રીતે સિદ્ધ થયું કે નજરે દેખી શકાતો ન હોવા
છતાં પણ પરમાણુ વસ્તુ છે.
જેમ પરમાણુનું હોવાપણું જ્ઞાન વડે નક્કી કરી શકાય છે તેવી રીતે આત્માનું હોવાપણું પણ જ્ઞાન વડે
નક્કી કરી શકાય છે. આત્મા ન હોય તો બધું કોણ જાણે? અરે, “આત્મા નથી” એવી શંકા પણ આત્મા સિવાય
બીજું કોણ કરે? આત્મા છે અને ‘છે’ માટે તે ત્રિકાળ ટકનાર છે.
જન્મથી મરણ સુધીનો જ આત્મા નથી પરંતુ આત્મા ત્રિકાળ છે. જન્મ અને મરણ એ તો શરીરના સંયોગ
અને વિયોગની અપેક્ષાએ છે, શરીરની અપેક્ષા કાઢી નાખો તો જન્મ–મરણ રહિત આત્મા સળંગપણે ત્રિકાળ છે.
ખરેખર આત્માનો જન્મ થતો નથી તેમ જ આત્માનું મરણ થતું નથી. આત્મા તો શાશ્વત–અવિનાશી વસ્તુ છે.
આત્મા વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે, તે પોતાથી છે, પણ શરીર વગેરે અન્ય પદાર્થોથી તે ટકેલો નથી–એટલે કે
આત્મા પરાધીન નથી, કર્મોને આધીન આત્મા નથી, આત્મા સ્વાધીન છે.
– જીવ અને અજીવ –
‘આત્મા કેવો છે’ એમ પ્રશ્ન થતાં જ એટલું તો તેમાં આવી જ ગયું કે આત્માથી વિરૂદ્ધ જાતિવાળા એવા
બીજા પદાર્થો પણ છે અને તેનાથી આ આત્માનું હોવાપણું જુદું છે; એટલે આત્મા છે, આત્મા સિવાય પરવસ્તુ છે
અને તે પરવસ્તુથી આત્માનું સ્વરૂપ જુદું છે, તેથી આત્મા પરવસ્તુનું કાંઈ કરી શકતો નથી એમ પણ આવી
ગયું, આટલું યથાર્થ સમજે ત્યારે જીવ અને અજીવનું હોવાપણું નક્કી કર્યું કહેવાય.
જીવ પોતે જાણનાર સ્વરૂપે છે એમ નક્કી કર્યું તેમાં એ પણ આવી ગયું કે જીવ સિવાયના બીજા પદાર્થો
જાણનાર સ્વરૂપે નથી. જીવ જાણનાર છે–ચેતનસ્વરૂપ છે એમ કહેવાનું કેમ બન્યું? કારણકે જાણપણાથી ખાલી–
અચેતન એવા અજીવ પદાર્થો પણ છે, તે અજીવ પદાર્થોથી જીવનું જુદાપણું ઓળખી શકાય તે માટે જાણપણાચિહ્નવડે
[ચેતનપણાવડે] જીવને ઓળખાવ્યો છે. જીવ સિવાયના બીજા કોઈ પણ પદાર્થોમાં જાણપણું નથી.
આ ઉપરથી જીવ અને અજીવ એવા બે જાતના પદાર્થોનું હોવાપણું નક્કી થયું. તેમાંથી જીવ દ્રવ્ય સંબંધી
તો અત્યાર સુધીમાં ઘણું કહેવાઈ ગયું છે. અજીવ પદાર્થો પાંચ પ્રકારના છે, તેમના નામ– પુદ્ગલ, ધર્મ, અધર્મ,
આકાશ અને કાળ. આ રીતે કુલ છ દ્રવ્યો થયા–જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ; તેમાં એક જીવ
જ જ્ઞાનવાળો છે, બાકીના પાંચે જ્ઞાન વગરના છે, તે પાંચે પદાર્થો જીવથી વિરુદ્ધ લક્ષણવાળા હોવાથી તેને
‘અજીવ’ અથવા તો જડ કહેવાય છે.
હવે આ છ દ્રવ્યોની વિશેષપણે સાબિતી કરવામાં આવે છે: –
– ૧ – ૨. જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય –
જે સ્થૂળ પદાર્થો નજરે દેખાય છે એવાં શરીર, પુસ્તક, પત્થર લાકડું વગેરેમાં જ્ઞાન નથી એટલે કે તે
અજીવ છે, તે પદાર્થોને તો અજ્ઞાની પણ જુએ છે. તે પદાર્થોમાં વધ–ઘટ થયા કરે છે અર્થાત્ તે ભેગાં થાય છે
અને છૂટા પડે છે–આવા નજરે દેખાતા પદાર્થોને પુદ્ગલ કહેવાય છે. રંગ, ગંધ, રસ અને સ્પર્શ એ ગુણો પુદ્ગલ
દ્રવ્યના છે, તેથી પુદ્ગલ દ્રવ્ય કાળું–ધોળું, સુગંધી–દુર્ગંધી, ખાટું–મીઠું, હલકું–ભારે વગેરે પ્રકારે જણાય છે, એ બધી
પુદ્ગલની જ શક્તિ છે. જીવ તો કાળો–ધોળો, સુગંધી–દુર્ગંધી વગેરે રૂપે નથી, જીવ તો જ્ઞાનવાળો છે. શબ્દ
અથડાય છે કે બોલાય છે તે પણ પુદ્ગલની જ હાલત છે. તે પુદ્ગલોથી જીવ જુદો છે. લોકોમાં બેભાન માણસને
કહેવાય છે કે–તારૂં ચેતન ક્યાં ઊડી ગયું?

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૫૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૨ :
એટલે કે આ શરીર તો અજીવ છે, તે તો જાણતું નથી પણ જાણનારૂં જ્ઞાન ક્યાં ગયું? અર્થાત્ જીવ ક્યાં ગયો?
આમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોની સાબિતી થઈ.
– ૩. આકાશ દ્રવ્ય –
‘આકાશ’ નામનું દ્રવ્ય છે તેને લોકો અવ્યક્તપણે તો સ્વીકારે છે. “અમુક મકાન વગેરે જગ્યાનો
આકાશથી પાતાળ સુધી અમારો હકક છે” એમ દસ્તાવેજોમાં લખાવે છે એટલે કે આકાશથી પાતાળરૂપ કાંઈક
એક વસ્તુ છે એમ નક્કી થયું. જો આકાશથી પાતાળ સુધી કાંઈ જ વસ્તુ ન હોય તો ‘આકાશથી પાતાળ સુધીનો
હક્ક’ એમ કેમ લખાવે? વસ્તુ છે માટે તેનો હકક માને છે. આકાશથી પાતાળ સુધી એટલે કે સર્વ વ્યાપી રહેલી
તે વસ્તુને ‘આકાશદ્રવ્ય’ કહેવાય છે, આ દ્રવ્ય જ્ઞાનરહિત છે અને અરૂપી છે, તેનામાં રંગ, રસ વગેરે નથી.
– ૪. કાળદ્રવ્ય –
જીવ, પુદ્ગલ અને આકાશ દ્રવ્યને સિદ્ધ કર્યાં હવે ‘કાળ’ નામની એક વસ્તુ છે તેને સિદ્ધ કરવામાં આવે
છે. લોકો દસ્તાવેજ કરાવે તેમાં એમ લખાવે છે કે “यावत् चंद्र दिवाकरौ–જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં
સુધી અમારો હક્ક છે.” આમાં કાળદ્રવ્યનો સ્વીકાર કર્યો. અત્યારે જ હક્ક છે એમ નહિ પણ હજી કાળ લંબાતો
જાય છે. તે બધા કાળમાં અમારો હક્ક છે, એમ કાળનો સ્વીકાર કરે છે. તેમજ ‘અમારી લીલીવાડી સદાય રહે’
એમાં પણ ભવિષ્યકાળનો સ્વીકાર કર્યો. અહીં તો ફક્ત કાળને સિદ્ધ કરવા માટે લીલીવાડીની વાત છે;
લીલીવાડી રહેવાની ભાવના તો મિથ્યાદ્રષ્ટિની જ છે. વળી ‘અમે તો સાત પેઢીથી સુખી છીએ’ એમ કહે છે ત્યાં
પણ ભૂતકાળ સ્વીકારે છે. ભૂતકાળ વર્તમાનકાળ કે ભવિષ્યકાળ એ બધા પ્રકાર કાળદ્રવ્યની વ્યવહાર પર્યાયના
છે આ કાળદ્રવ્ય પણ અરૂપી છે અને તેનામાં જ્ઞાન નથી.
આ રીતે જીવ, પુદ્ગલ, આકાશ અને કાળદ્રવ્યની સિદ્ધિ થઈ, અવે બાકી અને અધર્મ એ બે દ્રવ્યો રહ્યાં.
– ૫. ધર્મદ્રવ્ય –
આ ધર્મ દ્રવ્યને પણ જીવ અવ્યક્તપણે કબુલે તો છે. છ એ દ્રવ્યોની અસ્તિ કબુલ્યા વગર કોઈ પણ
વ્યવહાર ચાલી શકે નહીં. આવવું, જવું, રહેવું, વગેરે બધામાં છએ દ્રવ્યોની અસ્તિ સિદ્ધ થઈ જાય છે. ચાર દ્રવ્યો
તો સિદ્ધ થાય છે, હવે બાકીના બે દ્રવ્યોને સિદ્ધ કરવાં છે, ‘રાજકોટથી સોનગઢ આવ્યા’ આમ કહ્યું તેમાં ધર્મ
દ્રવ્ય સિદ્ધ થઈ જાય છે. રાજકોથી સોનગઢ આવ્યા એટલે શું? કે જીવ અને શરીરના પરમાણુઓની ગતિ થઈ,
એક ક્ષેત્રથી બીજું ક્ષેત્ર બદલ્યું. હવે આ ક્ષેત્ર બદલવાના કાર્યમાં નિમિત્ત દ્રવ્ય કોને કહેશો? કેમકે એવો નિયમ છે
કે દરેક કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત કારણ હોય જ છે. જીવ અને પુદ્ગલોને રાજકોટથી સોનગઢ આવવામાં
કયું દ્રવ્ય નિમિત્ત છે તે વિચારીએ. પ્રથમ તો જીવ અને પુદ્ગલ એ ઉપાદાન છે, ઉપાદાન પોતે નિમિત્ત ન
કહેવાય, નિમિત્ત તો ઉપાદાનથી જુદું જ હોય. માટે જીવ કે પુદ્ગલ તે ક્ષેત્રાંતરનું નિમિત્ત નથી. કાળદ્રવ્ય તે તો
પરિણમનમાં નિમિત્ત છે એટલે કે પર્યાય બદલવામાં તે નિમિત્ત છે, પણ ક્ષેત્રાંતરનું નિમિત્ત કાળદ્રવ્ય નથી;
આકાશ દ્રવ્ય તે બધા દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે છે, રાજકોટમાં હતા ત્યારે પણ જીવ અને પુદ્ગલને
આકાશ નિમિત્ત હતું અને સોનગઢમાં પણ તે જ નિમિત્ત છે, માટે ક્ષેત્રાંતરનું નિમિત્ત આકાશને પણ કહી શકાતું
નથી. તો પછી ક્ષેત્રાંતરરૂપ જે કાર્ય થયું તેનું નિમિત્ત આ ચાર દ્રવ્યો સિવાય કોઈ અન્ય દ્રવ્ય છે એમ નક્કી થાય
છે. ગતિ કરવામાં કોઈ એક દ્રવ્ય નિમિત્ત તરીકે છે પણ તે દ્રવ્ય કયું છે તેનો જીવે કદી વિચાર કર્યો નથી તેથી
તેની તેને ખબર નથી. ક્ષેત્રાંતર થવામાં નિમિત્તરૂપ જે દ્રવ્ય છે તે દ્રવ્યને ‘ધર્મદ્રવ્ય’ કહેવાય છે. આ દ્રવ્ય પણ
અરૂપી છે, અને જ્ઞાનરહિત છે.
– ૬. અધર્મદ્રવ્ય –
જેમ ગતિ કરવામાં ધર્મ દ્રવ્ય નિમિત્ત છે તેમ સ્થિતિ થવામાં તેનાથી વિરૂદ્ધ અધર્મદ્રવ્ય નિમિત્તરૂપ છે.
“રાજકોટથી સોનગઢ આવીને સ્થિર રહ્યા,” સ્થિર રહેવામાં નિમિત્ત કોણ? સ્થિર રહેવામાં આકાશનું નિમિત્ત
નથી, કેમકે આકાશનું નિમિત્ત તો રહેવા માટે છે, ગતિ વખતે પણ રહેવામાં આકાશ નિમિત્ત હતું તેથી સ્થિતિનું
નિમિત્ત કોઈ અન્ય દ્રવ્ય જોઈએ. તે દ્રવ્ય અધર્મદ્રવ્ય છે, આ પણ અરૂપી છે અને જ્ઞાનરહિત છે.
આ રીતે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યોની સિદ્ધિ કરી, આ છ સિવાય સાતમું
કોઈ દ્રવ્ય છે જ નહિ. અને આ છ માંથી એક પણ દ્રવ્ય ઓછું નથી. બરાબર છ એ છ

PDF/HTML Page 12 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૫૧ :
દ્રવ્યો છે અને તેમ માનવાથી જ યથાર્થ વસ્તુની સિદ્ધિ થાય છે. જો આ છ સિવાય સાતમું કોઈ દ્રવ્ય હોય તો તેનું
કાર્ય બતાવી આપો! એવું કોઈ કાર્ય નથી કે જે આ છ દ્રવ્યોથી બહાર હોય, માટે સાતમું દ્રવ્ય છે જ નહિ. વળી,
જો આ છ દ્રવ્યોમાંથી એક પણ ઓછું હોય તો તે દ્રવ્યનું કાર્ય કોણ કરે તે બતાવી આપો! છમાંથી એક પણ દ્રવ્ય
એવું નથી કે જેના વગર વિશ્વ–નિયમ ચાલી શકે!
– છ દ્રવ્યો વિષે કેટલીક માહિતી –
૧–જીવ–આ જગતમાં અનંત જીવો છે. જાણપણાના ચિહ્ન (વિશેષ ગુણ) વડે જીવ ઓળખાય છે કેમકે
જીવ સિવાયના કોઈ પદાર્થોમાં જાણપણું નથી. અનંત જીવો છે તે બધાય એક બીજાથી તદ્ન જુદા છે.
૨. પુદ્ગલ–આ જગતમાં અનંતાનંત પુદ્ગલો છે, સ્પર્શ, રસ, ગંધ, રંગ એ ચિહ્ન વડે પુદ્ગલો ઓળખાય
છે, કેમકે પુદ્ગલો સિવાય અન્ય કોઈ પદાર્થોમાં સ્પર્શ, રસ, ગંધ કે રંગ નથી. ઈન્દ્રિયો દ્વારા જે જે જણાય છે તે
બધુંય પુદ્ગલ દ્રવ્યનાં બનેલાં સ્કંધો છે.
૩. ધર્મ–અહીં ‘ધર્મ’ કહેતાં આત્માનો ધર્મ ન સમજવો, પણ ‘ધર્મ’ નામનું દ્રવ્ય છે તે સમજવું. આ દ્રવ્ય
એક અખંડ છે તે આખા લોકમાં રહેલું છે. જીવ અને પુદ્ગલોને ગતિ કરતી વખતે આ દ્રવ્ય નિમિત્તરૂપ
ઓળખાય છે.
૪. અધર્મ–અહીં ‘અધર્મ’ કહેતાં આત્માના દોષ ન સમજવા પરંતુ ‘અધર્મ’ નામનું દ્રવ્ય સમજવું. આ
એક–અખંડ દ્રવ્ય છે તે આખા લોકમાં રહેલું છે. જીવ અને પુદ્ગલો ગતિ કરીને જ્યારે સ્થિર થાય છે ત્યારે આ
દ્રવ્ય નિમિત્તરૂપ ઓળખાય છે.
૫. આકાશ–આ એક અખંડ સર્વવ્યાપક દ્રવ્ય છે. બધા પદાર્થોને જગ્યા આપવાના નિમિત્તરૂપ આ દ્રવ્ય
ઓળખાય છે. આ દ્રવ્યના જેટલા ભાગમાં અન્ય પાંચે દ્રવ્યો રહેલાં છે તેટલા ભાગને ‘લોકાકાશ’ કહેવાય છે,
અને જેટલો ભાગ અન્ય પાંચ દ્રવ્યોથી ખાલી છે તેને ‘અલોકાકાશ’ કહેવાય છે. ‘ખાલી જગ્યા’ કહેવાય છે તેનો
અર્થ ‘એકલું આકાશ’–એવો થાય છે.
૬. કાળ–અસંખ્ય કાળ દ્રવ્યો છે, આ લોકના અસંખ્ય પ્રદેશો છે તે દરેક પ્રદેશ ઉપર એક એક કાળ–દ્રવ્ય
રહેલું છે. અસંખ્ય કાળાણુઓ છે તે બધાય એક બીજાથી છુટા છે. વસ્તુમાં રૂપાંતર (ફેરફાર) થવામાં નિમિત્તરૂપ
આ દ્રવ્ય ઓળખાય છે.
આ છ દ્રવ્યોને સર્વજ્ઞ સિવાય કોઈ પણ પ્રત્યક્ષ જાણી શકે નહિ. સર્વજ્ઞદેવે જ આ છ દ્રવ્યો જાણ્યા છે અને
તેઓએ જ તેનું સાચું સ્વરૂપ કહ્યું છે, તેથી સર્વજ્ઞના સત્ય માર્ગ સિવાય અન્ય કોઈ જગ્યાએ છ દ્રવ્યોનું સ્વરૂપ
હોઈ શકે જ નહિ; કેમકે બીજા અપૂર્ણ જીવો તે દ્રવ્યોને જાણી શકે નહિ; માટે છ દ્રવ્યના સ્વરૂપની સાચી સમજણ
કરવી જોઈએ.
– ટોપી ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ –
જુઓ, આ લુગડાની ટોપી છે, તે અનંત પરમાણુઓ ભેગા થઈને બનેલી છે અને તે ફાટી જતાં
પરમાણુઓ છૂટા થાય છે, આ રીતે ભેગા થવું અને છુટા થવું એવો પુદ્ગલનો સ્વભાવ છે; વળી આ ટોપી સફેદ
છે, બીજી કોઈ કાળી, રાતી વગેરે રંગની ટોપી પણ હોય છે; રંગ એ પુદ્ગલ દ્રવ્યનું ચિહ્ન છે, તેથી નજરે દેખાય
છે તે પુદ્ગલ દ્રવ્ય છે (૧). ‘આ ટોપી છે પણ ચોપડી નથી’ એમ જાણનાર જ્ઞાન છે અને જ્ઞાન તે જીવનું ચિહ્ન
છે તેથી જીવ પણ સિદ્ધથયો. (૨). હવે વિચારીએ કે ટોપી ક્યાં રહેલી છે? જો કે નિશ્ચયથી તો ટોપી ટોપીમાં જ
છે, પરંતુ ટોપી ટોપીમાં જ છે એમ કહેવાથી ટોપીનો બરાબર ખ્યાલ ન આવી શકે, તેથી નિમિત્ત તરીકે “અમુક
જગ્યામાં ટોપી રહેલી છે” એમ ઓળખાવાય છે. ‘જગ્યા’ કહેવાય છે તે આકાશદ્રવ્યનો અમુક ભાગ છે આ રીતે
આકાશદ્રવ્ય સિદ્ધ થયું–(૩).
ધ્યાન રાખજો, હવે આ ટોપી બેવડી વળે છે. ટોપી જ્યારે સીધી હતી ત્યારે આકાશમાં હતી અને બેવડી
છે ત્યારે પણ આકાશમાં જ છે, તેથી આકાશના નિમિત્ત વડે ટોપીનું બેવડાપણું ઓળખી શકાતું નથી. તો પછી
ટોપીની બેવડી થવાની ક્રિયા થઈ તેને કયા નિમિત્ત વડે ઓળખશું? ટોપી બેવડી થઈ એટલે કે પહેલાંં તેનું ક્ષેત્ર
લાંબુ હતું હવે તે ટુંકા ક્ષેત્રમાં રહેલી છે–આ રીતે ટોપી ક્ષેત્રાંતર થઈ છે અને તે ક્ષેત્રાંતર થવામાં જે વસ્તુ નિમિત્ત
છે તે ધર્મદ્રવ્ય છે– (૪). હવે ટોપી વળાંકરૂપે સ્થિર પડી છે, તો સ્થિર પડી છે એમાં તેને કોણ નિમિત્ત છે?
આકાશ દ્રવ્ય તો માત્ર જગ્યા આપવામાં નિમિત્ત છે. ટોપી ચાલે કે સ્થિર રહે તેમાં આકાશનું નિમિત્ત નથી;
જ્યારે ટોપીએ સીધી દશામાંથી વાંકી દશારૂપે થવા માટે ગમન કર્યું ત્યારે ધર્મદ્રવ્યનું નિમિત્ત હતું, તો હવે સ્થિર
રહેવાની ક્રિયામાં તેના કરતાં વિરુદ્ધ નિમિત્ત જોઈએ, ગતિમાં ધર્મદ્રવ્ય નિમિત્ત હતું હવે સ્થિર રહેવામાં

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૫૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૨ :
અધર્મદ્રવ્ય નિમિત્તરૂપ છે– (૫). ટોપી પહેલાંં સીધી હતી, અત્યારે વાંકી છે અને હવે પછી અમુક વખત તે
રહેશે–આમ જાણ્યું ત્યાં ‘કાળ’ સિદ્ધ થઈ ગયો. ભૂત, વર્તમાન, ભવિષ્ય અથવા તો જુનું–નવું, દિવસ, કલાક
વગેરે જે ભેદો પ્રવર્તે છે તે ભેદો કોઈ એક મૂળ વસ્તુ વગર હોઈ શકે નહિ, ઉપર્યુક્ત બધા ભેદો કાળ દ્રવ્યના છે,
જો કાળ દ્રવ્ય ન હોય તો ‘નવું–જુનું’ , ‘પહેલાંં–પછી’ એવી કોઈ પ્રવૃત્તિ હોઈ શકે નહિ, માટે કાળદ્રવ્ય સિદ્ધ
થયું– (૬). આ રીતે ટોપી ઉપરથી છ દ્રવ્યો સિદ્ધ થયા.
આ છ દ્રવ્યોમાંથી એક પણ દ્રવ્ય ન હોય તો જગત વ્યવહાર ચાલી શકે નહિ. જો પુદ્ગલ ન હોય તો
ટોપી જ ન હોય, જો જીવ ન હોય તો ટોપીનું હોવાપણું કોણ નક્કી કરે? જો આકાશ ન હોય તો ટોપી ક્યાં છે તે
ઓળખાવી શકાય નહિ, જો ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય ન હોય તો ટોપીમાં થતો ફેરફાર (ક્ષેત્રાંતર અને સ્થિરતા)
ઓળખાવી શકાય નહિ, અને જો કાળદ્રવ્ય ન હોય તો ‘પહેલાંં’ જે ટોપી સીધી હતી તે જ અત્યારે વાંકી છે’–એમ
પૂર્વે ટોપીનું હોવાપણું નક્કી ન થઈ શકે, માટે ટોપીને સિદ્ધ કરવા માટે છએ દ્રવ્યનો સ્વીકાર કરવો પડે છે.
જગતની કોઈ પણ એક વસ્તુને કબુલતાં વ્યક્તપણે કે અવ્યક્તપણે છ એ દ્રવ્યનો સ્વીકાર થઈ જાય છે.
મનુષ્ય શરીર ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ
આ શરીર તો નજરે દેખાય છે તે પુદ્ગલનું બનેલું છે અને શરીરમાં જીવ રહેલો છે. જીવ અને પુદ્ગલ
એક આકાશની જગ્યામાં રહ્યા હોવાં છતાં બંને જુદા છે, જીવનો સ્વભાવ જાણવાનો છે અને પુદ્ગલનું બનેલું
આ શરીર કાંઈ જાણતું નથી. શરીરનો કોઈ ભાગ કપાઈ જવા છતાં જીવનું જ્ઞાન કપાઈ જતું નથી, જીવ તો
આખો જ રહે છે કેમકે શરીર અને જીવ સદાય જુદા જ છે. બંનેનું સ્વરૂપ જુદું છે અને બંનેના કામ પણ જુદાં જ
છે. આ જીવ અને પુદ્ગલ તો સ્પષ્ટ છે.–(૧–૨) જીવ અને શરીર ક્યાં રહેલાં છે? અમુક ઠેકાણે પાંચ ફૂટ
જગ્યામાં, બે ફૂટ જગ્યામાં વગેરેમાં રહેલા છે, આ રીતે ‘જગ્યા’ કહેતાં આકાશદ્રવ્ય સિદ્ધ થયું– (૩).
એ ધ્યાન રાખવું કે જીવ શરીર આકાશમાં રહ્યાં છે એમ કહેવાય છે ત્યાં ખરેખર જીવ, શરીર અને
આકાશ ત્રણે સ્વતંત્ર જુદા જુદા જ છે, કોઈ એક બીજાના સ્વરૂપમાં ઘૂસી ગયા નથી. જીવ તો જાણનાર સ્વરૂપે
જ રહ્યો છે, રંગ, ગંધ વગેરે શરીરમાં જ છે પણ આકાશ કે જીવ વગેરે કોઈમાં તે નથી, આકાશમાં રંગ, ગંધ
વગેરે નથી તેમજ જ્ઞાન પણ નથી, તે અરૂપી–અચેતન છે, જીવમાં જ્ઞાન છે પણ રંગ, ગંધ વગેરે નથી એટલે તે
અરૂપી–ચેતન છે, પુદ્ગલમાં રંગ, ગંધ વગેરે છે પણ જ્ઞાન નથી એટલે તે રૂપી–અચેતન છે, આ રીતે ત્રણે દ્રવ્યો
એક બીજાથી જુદા–સ્વતંત્ર છે. સ્વતંત્ર વસ્તુઓને કોઈ બીજી વસ્તુ કાંઈ કરી શકે નહિ. જો એક વસ્તુમાં બીજી
વસ્તુ કાંઈ કરતી હોય તો વસ્તુને સ્વતંત્ર કેમ કહેવાય?
જીવ, પુદગલ અને આકાશ નક્કી કર્યાં. હવે કાળ નક્કી કરીએ; “તમારી ઉમર કેટલી? ” એમ
પૂછવામાં આવે છે, (ત્યાં ‘તમારી’ એટલે શરીર અને જીવ બંનેની ઉમરની વાત સમજવી.) શરીરની ઉમર
૪૦–૫૦ વર્ષો વગેરેની કહેવાય છે અને જીવ અનાદિ–અનંત હોવાપણે છે. ‘આ મારા કરતાં પાંચ વર્ષ નાના,
આ પાંચ વર્ષ મોટા’ એમ કહેવાય છે, ત્યાં શરીરના કદથી નાના–મોટા–પણાની વાત નથી પણ કાળ
અપેક્ષાએ નાના–મોટાપણાની વાત છે, જો કાળદ્રવ્યની અપેક્ષા ન લ્યો તો ‘આ નાનો, આ મોટો, આ બાળક,
આ યુવાન, આ વૃદ્ધ’ એમ કહી શકાય નહિ. જુની–નવી દશા બદલાયા કરે છે તે ઉપરથી કાળદ્રવ્યનું
હોવાપણું નક્કી થાય છે. (૪).
ક્યારેક જીવ અને શરીર સ્થિર હોય છે અને ક્યારેક ગમન કરતાં હોય છે. સ્થિર હોવા વખતે તેમજ
ગમન કરતી વખતે બંને વખતે તે આકાશમાં જ છે, એટલે આકાશ ઉપરથી તેમનું ગમન કે સ્થિર રહેવાપણું
નક્કી થઈ શકતું નથી. ગમનરૂપદશા અને સ્થિર રહેવારૂપ દશા એ બંનેને જુદા જુદા ઓળખવા માટે તે બંને
દશામાં જુદા જુદા નિમિત્તરૂપ એવા બે દ્રવ્યોને ઓળખવા પડશે. ધર્મદ્રવ્યના નિમિત્તવડે જીવ–પુદ્ગલનું ગમન
ઓળખી શકાય છે. અને અધર્મદ્રવ્યના નિમિત્ત વડે જીવ પુદ્ગલની સ્થિરતા ઓળખી શકાય છે. જો આ ધર્મ
અને અધર્મદ્રવ્યો ન હોય તો ગમન અને સ્થિરતાના ભેદને ઓળખી શકાય નહીં. (૫–૬).
જો કે ધર્મ–અધર્મ દ્રવ્યો જીવ–પુદ્ગલને કાંઈ ગતિ કે સ્થિતિ કરવામાં મદદરૂપ નથી, પરંતુ એક દ્રવ્યના
ભાવને અન્યદ્રવ્યની અપેક્ષા વગર ઓળખાવી શકાતાં નથી. જીવના ભાવને ઓળખવા માટે અજીવની

PDF/HTML Page 14 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૫૩ :
અપેક્ષા આવે છે; જાણે તે જીવ–એમ કહેતાં જ “જાણપણા વગરનાં અન્ય દ્રવ્યો છે તે જીવ નથી” એમ અજીવની અપેક્ષા
આવી જાય છે, જીવ અમુક જગ્યાએ છે એમ બતાવતાં આકાશની અપેક્ષા આવે છે. આ પ્રમાણે છએ દ્રવ્યોમાં
અરસપરસ સમજી લેવું. એક આત્મદ્રવ્યનો નિર્ણય કરતાં છએ દ્રવ્યો જણાય છે. એ જ્ઞાનની વિશાળતા છે, અને જ્ઞાનનો
સ્વભાવ સર્વ દ્રવ્યોને જાણી લેવાનો છે એમ સિદ્ધ થાય છે. એક દ્રવ્યને સિદ્ધ કરતાં છએ દ્રવ્યો સિદ્ધ થઈ જાય છે તેમાં
દ્રવ્યની પરાધીનતા નથી પરંતુ જ્ઞાનનો મહિમા છે. જે પદાર્થ હોય તે જ્ઞાનમાં જરૂર જણાય, પૂર્ણ જ્ઞાનમાં જેટલું જણાય તે
સિવાય અન્ય કાંઈ આ જગતમાં નથી. પૂર્ણ જ્ઞાનમાં છ દ્રવ્યો જણાયા છે, છ દ્રવ્યથી અધિક બીજું કાંઈ નથી.
– કર્મો ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ –
કર્મો તે પુદ્ગલની અવસ્થા છે; જીવના વિકારી ભાવના નિમિત્તથી તે રહેલાં છે; કેટલાક કર્મો બંધરૂપે
સ્થિર થયાં છે તેને અધર્માસ્તિકાયનું નિમિત્ત છે; ક્ષણે ક્ષણે કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે, ખરી જવામાં
ક્ષેત્રાંતર થાય છે તેમાં તેને ધર્માસ્તિકાયનું નિમિત્ત છે; કર્મની સ્થિતિ કહેવાય છે કે ૭૦ કોડાકોડીનું કર્મ અથવા
અંતરમુહૂર્તનું કર્મ, એમાં ‘કાળ’ દ્રવ્યની અપેક્ષા આવે છે; ઘણા કર્મપરમાણુઓ એક ક્ષેત્રે રહેવામાં આકાશદ્રવ્યની
અપેક્ષા છે. આ રીતે છ દ્રવ્યો સિદ્ધ થયા.
– દ્રવ્યોની સ્વતંત્રતા –
આ ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય (–કર્મ) બંને તદ્ન જુદી જુદી વસ્તુઓ
છે, અને બંને પોતપોતામાં સ્વતંત્ર છે, કોઈ એક બીજામાં કાંઈ જ કરતા નથી. જો જીવ અને કર્મો ભેગાં થઈ
જાય તો આ જગતમાં છ દ્રવ્યો જ રહી શકે નહિ, જીવ અને કર્મ સદાય જુદા જ છે. દ્રવ્યોનો સ્વભાવ
અનાદિઅનંત ટકીને સમયે સમયે બદલવાનો છે. બધાય દ્રવ્યો પોતાની તાકાતથી સ્વતંત્રપણે અનાદિ અનંત
ટકીને પોતે જ પોતાની હાલત બદલાવે છે. જીવની હાલત જીવ બદલાવે છે, પુદ્ગલની હાલત પુદ્ગલ બદલાવે
છે. પુદ્ગલનું કાંઈ જીવ કરે નહિ અને જીવનું કાંઈ પુદ્ગલ કરે નહિ.
– ઉત્પાદ – વ્ય – ધુ્રવ –
દ્રવ્યનો કોઈ કર્તા નથી. જો કોઈ કર્તા હોય તો તેણે દ્રવ્યોને કઈ રીતે બનાવ્યા? શેમાંથી બનાવ્યા? તે
કર્તા પોતે શેનો બન્યો? જગતમાં છ દ્રવ્યો પોતાના સ્વભાવથી જ છે, તેનો કોઈ કર્તા નથી. કોઈ પણ નવા
પદાર્થની ઉત્પત્તિ થતી જ નથી. કોઈ પણ પ્રયોગે કરીને નવા જીવની કે નવા પરમાણુની ઉત્પત્તિ થઈ શકે નહિ,
પણ જે પદાર્થ હોય તે જ રૂપાંતર થાય. અર્થાત્ જે દ્રવ્ય હોય તે નાશ પામે નહિ, જે દ્રવ્ય ન હોય તે ઉત્પન્ન થાય
નહિ અને જે દ્રવ્ય હોય તે પોતાની હાલત ક્ષણેક્ષણે બદલ્યા જ કરે, આવો નિયમ છે. આ સિદ્ધાંતને ઉત્પાદ–વ્યય–
ધુ્રવ અર્થાત્ નિત્ય ટકીને બદલવું (
permanency with a change) કહેવાય છે.
દ્રવ્યનો કોઈ બનાવનાર નથી માટે નવું સાતમું કોઈ દ્રવ્ય થઈ શકતું નથી, અને કોઈ દ્રવ્યનો કોઈ–નાશ
કરનાર નથી માટે છ દ્રવ્યોમાંથી કદી ઓછા થતા નથી. શાશ્વતપણે છ જ દ્રવ્યો છે. સંપૂર્ણ જ્ઞાન વડે સર્વજ્ઞ
ભગવાને છ દ્રવ્યો જાણ્યા અને તે જ ઉપદેશમાં દિવ્યવાણી દ્વારા કહ્યા. સર્વજ્ઞ વીતરાગ દેવ પ્રણીત પરમ
સત્યમાર્ગ સિવાય આ છ દ્રવ્યનું સાચું સ્વરૂપ બીજે ક્યાંય છે જ નહિ.
– દ્રવ્યની શક્તિ (ગુણ) –
દ્રવ્યની ખાસ શક્તિ (ચિહ્ન; વિશેષ ગુણ) સંબંધી પૂર્વે સંક્ષિપ્તમાં કહેવાઈ ગયું છે; એક દ્રવ્યની જે ખાસ શક્તિ
હોય તે અન્ય દ્રવ્યોમાં હોતી નથી, તેથી ખાસ શક્તિ વડે દ્રવ્યના સ્વરૂપને ઓળખી શકાય છે. જેમકે–જ્ઞાન તે જીવ
દ્રવ્યની ખાસ શક્તિ છે, જીવ સિવાયના અન્ય કોઈ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેથી જ્ઞાનશક્તિ વડે જીવ ઓળખી શકાય છે.
અહીં હવે દ્રવ્યોની સામાન્યશક્તિ સંબંધી થોડું કહેવામાં આવે છે. જે શક્તિ બધા દ્રવ્યોમાં હોય તેને
સામાન્યશક્તિ (સામાન્યગુણ) કહેવાય છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ
આ છ સામાન્ય ગુણો મુખ્ય છે, તે બધા જ દ્રવ્યોમાં છે.
૧–અસ્તિત્વગુણને લીધે દ્રવ્યના હોવાપણાનો કદી નાશ થતો નથી. દ્રવ્યો અમુક કાળ માટે છે અને પછી
નાશ પામે છે–એમ નથી, દ્રવ્યો નિત્ય ટકી રહેનારાં છે. જો અસ્તિત્વગુણ ન હોય તો વસ્તુ જ હોઈ શકે નહિ,
અને જો વસ્તુ જ ન હોય તો સમજાવવાનું કોને?
૨–વસ્તુત્વગુણને લીધે દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે; જેમ ઘડો પાણીને ધારણ કરે છે તેમ દ્રવ્ય
પોતે જ પોતાના ગુણ–પર્યાયોનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. એક દ્રવ્ય બીજા કોઈનું કાર્ય કરતો નથી.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૫૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૨ :
૩–દ્રવ્યત્વગુણને લીધે દ્રવ્ય નિરંતર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં દ્રવ્યા કરે છે–પરિણમ્યા કરે છે. દ્રવ્ય
ત્રિકાળ અસ્તિરૂપ હોવા છતાં તે સદા એક સરખું (કૂટસ્થ) નથી પરંતુ નિરંતર નિત્ય બદલતું–પરિણામી છે. જો
દ્રવ્યમાં પરિણમન ન હોય તો જીવને સંસાર–દશાનો નાશ થઈને મોક્ષદશાની ઉત્પત્તિ કેમ થાય? શરીરની બાલ્ય
દશામાંથી યુવક દશા કેમ થાય? છ એ દ્રવ્યોમાં દ્રવ્યત્વ શક્તિ હોવાથી બધાય સ્વતંત્રપણે પોતપોતાની પર્યાયમાં
પરિણમી રહ્યાં છે, કોઈ દ્રવ્ય પોતાની પર્યાય પરિણમાવવા માટે બીજા દ્રવ્યની મદદ કે અસર રાખતું નથી.
૪–પ્રમેયત્વગુણને લીધે દ્રવ્યો જ્ઞાનમાં જણાય છે. છ એ દ્રવ્યોમાં આ પ્રમેયશક્તિ હોવાથી જ્ઞાન છએ
દ્રવ્યના સ્વરૂપનો નિર્ણય કરી શકે છે. જો વસ્તુમાં પ્રમેયત્વ ગુણ ન હોય તો “આ વસ્તુ છે” એમ તે પોતાને કેવી
રીતે જણાવી શકે? જગતનો કોઈ પદાર્થ જ્ઞાનદ્વારા અગમ્ય નથી, આત્મામાં પ્રમેયત્વ ગુણ હોવાથી આત્મા પોતે
પોતાને જાણી શકે છે.
૫–અગુરુલઘુત્વગુણને લીધે દરેક વસ્તુ નિજ નિજ સ્વરૂપે જ ટકી રહે છે. જીવ બદલીને કદી પરમાણુરૂપે
થઈ જતો નથી, પરમાણુ બદલીને કદી જીવ રૂપે થઈ જતા નથી. જડ સદાય જડ રૂપે અને ચેતન સદાય ચેતન
રૂપે જ રહે છે. જ્ઞાનનો ઉઘાડ વિકાર દશામાં ગમે તેટલો ઓછો થાય તો પણ જીવદ્રવ્ય તદ્ન જ્ઞાન વગરનું થઈ
જાય–એમ કદી ન બને. આ શક્તિને લીધે દ્રવ્યના ગુણો છૂટા પડી જતા નથી, તેમજ કોઈ બે વસ્તુ એકરૂપ થઈને
ત્રીજી નવી જાતની વસ્તુ ઉત્પન્ન થતી નથી, કેમકે વસ્તુનું સ્વરૂપ કદાપી અન્યથા થતું નથી.
૬–પ્રદેશત્વગુણને લીધે દરેક દ્રવ્યોને પોતપોતાનો આકાર હોય છે. દરેક દ્રવ્યો પોતપોતાના સ્વ આકારમાં
જ રહે છે. સિદ્ધદશા થતાં એક જીવ બીજા જીવમાં ભળી જતો નથી પણ દરેક જીવ પોતાના પ્રદેશાકારમાં
સ્વતંત્રપણે ટકી રહે છે.
આ છ સામાન્યગુણો મુખ્ય છે, આ સિવાય બીજા સામાન્યગુણો પણ છે. આ રીતે ગુણોદ્વારા દ્રવ્યનું
સ્વરૂપ વધારે સ્પષ્ટતાથી જાણી શકાય છે.
– પ્રયોજનભુત –
આ રીતે છ દ્રવ્યનું સ્વરૂપ અનેક પ્રકારે વર્ણવ્યું. આ છ દ્રવ્યોમાં સમયે સમયે પરિણમન થાય છે તેને
‘પર્યાય’ (હાલત, અવસ્થા, condition) કહેવાય છે; ધર્મ–અધર્મ–આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોની પર્યાય
તો સદાય શુદ્ધ જ છે, બાકીના જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાં શુદ્ધ પર્યાય હોય છે અને અશુદ્ધ પર્યાય પણ હોઈ
શકે છે.
જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાંથી પણ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેનામાં જાણપણું નથી અને તેથી
તેનામાં જ્ઞાનની ઊંધાઈરૂપ ભૂલ નથી, માટે પુદ્ગલને સુખ કે દુઃખ હોતાં નથી. સાચા જ્ઞાનવડે સુખ અને ઊંધા
જ્ઞાન વડે દુઃખ થાય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન ગુણ જ નથી તેથી તેને સુખદુઃખ નથી, તેનામાં સુખગુણ જ
નથી. આમ હોવાથી પુદ્ગલ દ્રવ્યને તો અશુદ્ધદશા હો કે શુદ્ધ–દશા હો–બંને સમાન છે; શરીર પુદ્ગલદ્રવ્યની
અવસ્થા છે માટે શરીરમાં સુખ–દુઃખ થતાં નથી– એ ધ્યાન રાખવું. શરીર નીરોગ હો કે રોગી હો તે સાથે સુખ–
દુઃખનો સંબંધ નથી.
– હવે બાકી રહ્યો જાણનારો જીવ –
છએ દ્રવ્યોમાં આ એક જ દ્રવ્ય જ્ઞાન સામર્થ્યવાન છે. જીવમાં જ્ઞાનગુણ છે અને જ્ઞાનનું ફળ સુખ છે તેથી
જીવમાં સુખ ગુણ છે. જો સાચું જ્ઞાન કરે તો સુખ હોય, પરંતુ જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ઓળખતો નથી અને
જ્ઞાનથી જુદી અન્ય વસ્તુઓમાં સુખની કલ્પના કરે છે, આ તેના જ્ઞાનની ભૂલ છે અને તે ભૂલને લીધે જ જીવને
દુઃખ છે. અજ્ઞાન તે જીવની અશુદ્ધ પર્યાય છે. જીવની અશુદ્ધ પર્યાય તે દુઃખ હોવાથી તે દશા ટાળીને સાચા જ્ઞાન
વડે શુદ્ધ દશા કરવાનો ઉપાય સમજાવવામાં આવે છે કેમકે બધા જ જીવો સુખ ઈચ્છે છે અને સુખ તો જીવની
શુદ્ધદશામાં જ છે; માટે જે છ દ્રવ્યો જાણ્યા તેમાંના જીવ સિવાયના પાંચ દ્રવ્યોના ગુણ પર્યાય સાથે તો જીવને
પ્રયોજન નથી પણ પોતાના ગુણ–પર્યાય સાથે જ જીવને પ્રયોજન છે.
દરેક જીવ પોતાને સુખ ચાહે છે એટલે કે અશુદ્ધતા દૂર કરવા માગે છે. માત્ર શાસ્ત્રો વાંચીને પોતાને જ્ઞાની
માને તે જ્ઞાની નથી, પણ પર દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને પુણ્ય–પાપની ક્ષણિક અશુદ્ધ વૃત્તિઓથી જુદા સ્વરૂપે
જે યથાર્થ જાણે તે જ જ્ઞાની છે. કોઈ પર વસ્તુ આત્માને લાભ–નુકશાન કરતી નથી, પોતાની અવસ્થામાં પોતાના
જ્ઞાનની ભૂલથી જ દુઃખી હતો, પોતાના સ્વભાવની સમજણ વડે તે ભૂલ પોતે ટાળે તો દુઃખ ટળીને

PDF/HTML Page 16 of 17
single page version

background image
: જેઠ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૫૫ :
સુખ થાય છે. સાચી સમજણ વડે જેણે ભૂલ ટાળી તે સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની, સુખી, ધર્માત્મા છે. તથા સાચી સમજણ
પછી તે સમજણના જોરે કંઈક અંશે રાગ ટાળીને સ્વરૂપની એકાગ્રતાને ક્રમેક્રમે સાધે તે શ્રાવક, વિશેષ રાગ
ટાળી સર્વ સંગ પરિત્યાગી થઈ સ્વરૂપની રમણતામાં વારંવાર લીન થાય તે મુનિ–સાધુ, અને સંપૂર્ણ સ્વરૂપ
સ્થિરતા કરી સંપૂર્ણ રાગ ટાળીને પૂર્ણ શુદ્ધદશા જેમણે પ્રગટ કરી તે સર્વજ્ઞદેવ–કેવળીભગવાન છે, તેમાં જે શરીર
સહિત દશામાં વર્તે છે તે અરિહંતદેવ છે, અને જેઓ શરીર રહિત છે તેઓ સિદ્ધભગવાન છે. તેમાંથી શ્રી અરિહંત
પ્રભુએ દિવ્યધ્વનિમાં જે વસ્તુસ્વરૂપ દર્શાવ્યું છે તેને ‘શ્રુત’ કહેવાય છે.
આમાં અરિહંત અને સિદ્ધ તે દેવ છે, સાધક સંત મુનિ તે ગુરુ છે અને ‘શ્રુત’નો ઉપદેશ તે શાસ્ત્ર છે. આ
સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને યથાર્થપણે ઓળખે તેને ગૃહીત–મિથ્યાત્વરૂપ મહાભૂલ ટળે. અને જો દેવ–ગુરુ–શાસ્ત્રના
સ્વરૂપને જાણીને પોતાના આત્માના સ્વરૂપનો નિર્ણય કરે તો અનંત સંસારનું કારણ સૌથી મહાપાપરૂપ
અગૃહીતમિથ્યાત્વ ટળે અને સમ્યગ્દર્શનરૂપ અપૂર્વ આત્મધર્મ પ્રગટે.
સત્દેવના સ્વરૂપમાં મોક્ષતત્ત્વનો સમાવેશ થાય છે, સંત–મુનિના સ્વરૂપમાં સંવર અને નિર્જરાતત્ત્વનો સમાવેશ
થાય છે, જેવું સત્દેવનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધ જીવતત્ત્વનું સ્વરૂપ છે અને કુદેવ–કુગુરુ–કુધર્મમાં અજીવ આસ્રવ તથા
બધતત્ત્વોનો સમાવેશ થાય છે. અરિહંતસિદ્ધ જેવું શુદ્ધ સ્વરૂપ તે જ જીવનો સ્વભાવ છે અને સ્વભાવ તે જ ધર્મ છે.
આ રીતે સાચા દેવ–ગુરુ–ધર્મનું સ્વરૂપ સાચી રીતે જાણતાં તેમાં સાત તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન પણ આવી જાય છે.
જિ જ્ઞા સુ ઓ નું ક ર્ત વ્ય
ઉપર કહેવામાં આવેલ તત્વસ્વરૂપ જો રાગમિશ્રિત જ્ઞાનથી જાણે તો તેને ગૃહીતમિથ્યાત્વનું પાપ ટળે અને
રાગ ટાળીને આત્માના લક્ષે જ્ઞાન કરીને આ નિર્ણય કરે તો સમ્યગ્જ્ઞાન થાય અને અગૃહીત મિથ્યાત્વનું
સર્વોત્કૃષ્ટ પાપ ટળે; આ જ અપૂર્વ સમ્યગ્દર્શનરૂપ ધર્મ છે...માટે જિજ્ઞાસુ જીવોએ પ્રથમ ભુમિકાથી જ સાચી
સમજણ વડે ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વનો નાશ કરવાનો નિરંતર પ્રયત્ન કરવો અને તેનો નાશ સાચા
જ્ઞાનવડે જ થાય છે માટે સાચા જ્ઞાનનો નિરંતર અભ્યાસ કરવો.
‘भगवान श्री कुंदकुंद प्रवचन मंडप’
૧૦૬૨૩૫/– આત્મધર્મ અંક ૨૮ માં જણાવ્યા મુજબ.
૧૬૮૪/– વૈશાખ વદ ૮ સુધીમાં નીચે મુજબ આવ્યા.
૨૫/– છોટાલાલ ડામરસી ચીકાણી ધ્રાંગધ્રા
૨૫/– અમૃતલાલ નરસીભાઈ અમદાવાદ
૨૫/– પ્રાણજીવન અવચળભાઈ રાજકોટ
૧૫/– શા. મગનલાલ વછરાજ વેરાવળ
૨૫/– ગો. ઓઘડદાસ નીમજી ચૂડા
૧૧/– જગજીવન કરશનજી શાહ ચૂડા
૧૦૦/– એક ગૃહસ્થ તરફથી. હા. શા. જેચંદ તલકશી
એન્ડ સન્સ. મુંબઈ
૧૦૧/– પારેખ પ્રીતમલાલ તારાચંદના માતૃશ્રી દીવાળીબાઈ
તરફથી ગોંડલ
૨૫૦/– શ્રીમતી શીવુબાઈ જસરાજ સૌભાગ્યચંદ હા. અ. સૌ.
વસંત હરિલાલ મણીયાર. વીરમગામ
૧૦૧/– એક ગૃહસ્થ હ. ઉજમબેન જામનગર
૫૧/– શા. બાપુલાલ લક્ષ્મીચંદ
૨૫/– દોશી પાનાચંદ મોતીચંદ
મોરબી
૨૫/– સોમચંદ ચતુરદાસ છાણીવાળા
૫૦૦/– દોશી નીમચંદ શીરાજભાઈ રાજકોટ
૨૫/– મણીયાર ધરમશી હરજીવન હા. કાન્તાબેન વઢવાણશહેર
૨૫/– શા. ભૂરાભાઈ પાનાચંદ ગોરડકા
૫૧/– શા. ખેતસીભાઈ પોપટલાલ હા. પાનીબાઈ જામનગર
૫૧/– શેઠ જગદીશચંદ્ર નવલચંદ મુંબઈ
૨૫/– સમજુબેન ઉજમશી બરવાળા
૧૦૧/– શેઠ નાનચંદ ભગવાનજી ખારાના ધર્મપત્ની
શીવકુંવરબેન
તરફથી અમરેલી
૫૧/– શા. તારાચંદ ત્રીભોવનદાસ સોનગઢ
૨૫/– શેઠ જગજીવન ચતુરની દીકરીબેન મરઘાબેન તરફથી
વઢવાણકેમ્પ
૫૧/– નાથાલાલ
વટામણાવાળા
હા. માસ્તર હીરાચંદ કસળચંદ
૧૬૮૪/–
૧૦૭૯૧૯/–
એક લાખ સાત હજાર નવસો પોણીવીસ રૂપીઆ.
ચાલુ વર્ષથી શરૂ થયેલા નવા ગ્રાહકોને
આપ આ વર્ષથી જ આત્મધર્મના ગ્રાહક થયા છો એથી આપને ભલામણ કરું છું કે
આપ ખરેખર આત્મધર્મ માસિકનું અભ્યાસ અને મનનપૂર્વક વાંચન કરવા ઈચ્છતા હો તો
પહેલા તથા બીજા વર્ષની ફાઈલ જરૂર વસાવો; કારણ કે વાંચકની કક્ષા અને જિજ્ઞાસાને
અનુરૂપ એવું ક્રમબદ્ધ સાહિત્ય આત્મધર્મની શરૂઆતથી આજ સુધીમાં અપાયું છે.
જમુ રવાણી

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permisson of Baroda Govt. Regd. No. B. 4787
order No. 30-24 date 31-10-44
સુવર્ણપુરીમાં મંગલમહોત્સવ
વૈશાખ વદ – ૬ શ્રી સમવસરણ પ્રતિષ્ઠા મહોત્સવ દિન
સવારે
।।–૫।। શ્રી સદ્ગુરુવંદન–સ્તુતિ.
।।–૬।। શ્રી સમવસરણ મંદિરમાં શ્રી જિનેન્દ્રદેવનું તથા
કુંદકુંદાચાર્યદેવનું સમૂહપૂજન.
।।–૮।। પૂ. સદ્ગુરુદેવનું વ્યાખ્યાન. [અષ્ટપ્રાભૃત ગાથા–૭]
।।–૯।। શ્રી જિનેન્દ્રપ્રભુની રથયાત્રા.
બપોરે
।।–૨।। શ્રી પ્રવચનસાર–ગુજરાતી હરિગીતની સ્વાધ્યાય
[ગાથા. ૧૨૬ સુધી]
૩–૪ પૂ. સદ્ગુરુદેવનું વ્યાખ્યાન [શ્રી સમયસારજી પા.
૫૦૮ ત્રીજો પારિગ્રાફ, પહેલી આઠ લાઈન].
૪–૫ શ્રી સમવસરણમાં શ્રી જિનેન્દ્રદેવની તથા
કુંદકુંદાચાર્યદેવની ભક્તિ. [સમવસરણ સ્તુતિમાંથી
છૂટક કડીઓ.]
।।।–૭ આરતિ [શ્રી જિનેન્દ્રદેવની આચાર્યદેવની
તથા શ્રુતજ્ઞાનની].
–૮ ભાઈઓમાં મોક્ષમાર્ગ પ્રકાશકનું વાંચન.
૮–૯ રાત્રિચર્ચા.
વૈશાખ વદ – ૭
૮–૯ વ્યાખ્યાન (અષ્ટપ્રાભૃત ગાથા ૮).
૧–૨।। સમયસાર હરિગીતની સ્વાધ્યાય–ગાથા. ૧ થી
૧૯૨
૩–૪ વ્યાખ્યાન. (સમયસાર પા. ૫૦૮ છેલ્લો પારિગ્રાફ,
નવમી લાઈનથી પા. ૫૦૯ પુરું.)
૪–૫ જિનમંદિરમાં ભક્તિ (સ્તવન ૧. જિનેન્દ્રસ્તવન મંજરી
પા. ૨૩૮ સ્તવન. ૨. સમવસરણ સ્તુતિ પા. ૩૫).
।।।–૭ આરતિ.
–૮ વાંચન. મોક્ષમાર્ગપ્રકાશક.
૮–૯ રાત્રિચર્ચા.
વૈશાખ વદ – ૮
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર – ઉદ્ઘાટન દિન તથા
શ્રી સમયસારજી પ્રતિષ્ઠા – મહોત્સવ દિન
સવારે
–પ।। શ્રી સદ્ગુરુવંદન–સ્તુતિ.
।।–૬।। શ્રી જિનમંદિરમાં સમૂહ પૂજન.
–૮ શ્રી સમયસારજીની રથયાત્રા.
૮–૯ વ્યાખ્યાન (અષ્ટપ્રાભૃત ગાથા. ૯–૧૦).
૯–૧૦ શ્રી સમયસારજીની જ્ઞાનપૂજા તથા ભક્તિ.
બપોરે
૧–૨।। શ્રી સમયસાર હરિગીતની સ્વાધ્યાય (ગાથા ૧૯૩
થી ૪૧૫).
૩–૪ વ્યાખ્યાન (શ્રી સમયસારજી પા. ૫૧૦).
૪–૫ શ્રી જિનમંદિરમાં ભક્તિ (૧. સ્તવન–મંજરી. પા.
૩૬૯ સ્તવન નં. ૩૫૧ ૨. સ્તવનમંજરી પા.
૨૫૬).
।।।–૭ આરતિ.
–૮ વાંચન–મોક્ષમાર્ગ પ્રકાશક.
૮–૯ રાત્રિચર્ચા.
• સુ વ ર્ણ પુ રી – સ મા ચા ર •
(વૈશાખ વદ ૮ સુધી)
૧. હાલમાં સવારે વ્યાખ્યાનમાં શ્રી અષ્ટપ્રાભૃત વંચાય છે, તેનું વાંચન વૈશાખ સુદ ૬ થી શરુ થયું છે,
હાલ તેની ૧૦ ગાથા વંચાઈ ગઈ છે. આ શાસ્ત્ર શ્રીકુંદકુંદાચાર્યદેવનું રચેલું છે તેના ઉપર શ્રી જયચંદ્રજી પંડિતે
ભાવાર્થ ભર્યો છે; તેના આઠ પ્રાભૃત (–અધિકાર) માં પ્રથમ દર્શન અધિકાર છે. આ પુસ્તક હિંદીમાં છે–અત્યારે
વેચાણ મળતું નથી.
૨. બપોરે શ્રી સમયસારજી વંચાય છે. તેના ૨૬૮ કળશ (પા. ૫૧૦) સુધી વાંચન થઈ ગયું છે, હવે
માત્ર દસ કળશ બાકી છે.
૩. શ્રી સમયસાર–પ્રવચનો ભાગ બીજો પ્રગટ થઈ ગયેલ છે. તેની પડતર કિંમત લગભગ રૂા. ૨/– હોવા
છતાં વધારે મુમુક્ષુઓ લાભ લઈ શકે તે હેતુએ તેની કિં. રૂ/– ૧–૮–૦ રાખવામાં આવી છે. આ ઉપરાંત શ્રી
આત્મસિદ્ધિ શબ્દાર્થ સાથે બહાર પડેલ છે, તેની કિંમત ૦–૪–૦ છે. અને માત્રા ગાથાઓ સ્વાધ્યાય માટે છપાયેલ
છે તેની કિંમત ૦–૨–૦ છે.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
પ્રકાશક: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. તા. ૩૦–૫–૪૬