Atmadharma magazine - Ank 321
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 40

background image
૩૨૧
જેઓ વન–જંગલમાં વસતા હતા ને આત્માના
આનંદનું શોધન કરીને તેના વેદનમાં જીવન ગાળતા હતા
એવા સંતમુનિરાજ કહે છે કે અહો! અમને અમારું ચૈતન્યપદ
જ પરમ પ્રિય છે...ચૈતન્યનો આનંદ અચિંત્ય છે. દેવો પણ
ચૈતન્યના આનંદની વાર્તા સાંભળવા માટે સ્વર્ગમાંથી ઉતરીને
આ મનુષ્યલોકમાં આવે છે. અમને જે પરમ પ્રિય છે એવા
જ્ઞાયકભાવના જ ગાણાં આ સમયસારમાં અમે ગાયા છે.
ભાઈ, બાહ્યપદાર્થનો પ્રેમ કરીને અનંતકાળથી તું
દુઃખી થયો, હવે એ પ્રેમ છોડ, ને તારા આત્માનો પ્રેમ કર,
જગતના પદાર્થો કરતાં તારા આત્માને જ સૌથી વહાલો કર...
‘જગત ઈષ્ટ નહિ આત્મથી’ એવું જીવન કર, તો તારું અપૂર્વ
કલ્યાણ થશે. અમારી એક જ પ્રિય ચીજ–જે શુદ્ધઆત્મા, તે
અમે તને બતાવીએ છીએ, તું પણ એને જ પ્રિય કરીને
અનુભવમાં લે.....તો તારું જીવન આનંદમય થશે *
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ અષાડ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭ : અંક ૯