Atmadharma magazine - Ank 321
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 40
single page version

background image
૩૨૧
જેઓ વન–જંગલમાં વસતા હતા ને આત્માના
આનંદનું શોધન કરીને તેના વેદનમાં જીવન ગાળતા હતા
એવા સંતમુનિરાજ કહે છે કે અહો! અમને અમારું ચૈતન્યપદ
જ પરમ પ્રિય છે...ચૈતન્યનો આનંદ અચિંત્ય છે. દેવો પણ
ચૈતન્યના આનંદની વાર્તા સાંભળવા માટે સ્વર્ગમાંથી ઉતરીને
આ મનુષ્યલોકમાં આવે છે. અમને જે પરમ પ્રિય છે એવા
જ્ઞાયકભાવના જ ગાણાં આ સમયસારમાં અમે ગાયા છે.
ભાઈ, બાહ્યપદાર્થનો પ્રેમ કરીને અનંતકાળથી તું
દુઃખી થયો, હવે એ પ્રેમ છોડ, ને તારા આત્માનો પ્રેમ કર,
જગતના પદાર્થો કરતાં તારા આત્માને જ સૌથી વહાલો કર...
‘જગત ઈષ્ટ નહિ આત્મથી’ એવું જીવન કર, તો તારું અપૂર્વ
કલ્યાણ થશે. અમારી એક જ પ્રિય ચીજ–જે શુદ્ધઆત્મા, તે
અમે તને બતાવીએ છીએ, તું પણ એને જ પ્રિય કરીને
અનુભવમાં લે.....તો તારું જીવન આનંદમય થશે *
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ અષાડ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭ : અંક ૯

PDF/HTML Page 2 of 40
single page version

background image
વૈશાખ
સ બી

ભાવનગ

ના પ્રમ
ુખશ્રી
કહે છે કે
એક તરફ આદિ
નાથપ્રભુના પંચકલ્

ાણક, અને બ
જી
તરફ

રુદેવની
જન્મ
જતિ,

તેનાથી
અમ
ાર નગ


ધન્ય બ

..... અ
ારા ભાવ ઉજ્
વળ થયા.....ત


ર્ંકર
પ્ર
ભુના
પંચકલ્

ાણક સ

ક્ષાત

ઉજવવાની
ભાવના જા

......

PDF/HTML Page 3 of 40
single page version

background image
ભાવનગરમાં
આદિ
નાથ–
ભગવાનના જ
ન્
મકલ્
ાણક વખતનાં
ઈન્દ્રાણી
વિચ

રે છ

–અહા,
બલતી
રન
ે તેડ
ાન
ા સાૈભ
ાગ્યથ

આજે મારી
આ સ્ત્રી
પર્યાય પણ ધન્
ય બ
ન તી

ર્ં


પ્રભ
ુન


મારો આત્

ા આજે
પાવ
ન બ
યો.
...
. હજા
ર ન
ત્રથ

પ્રભુન
ું રૂપ ન
હાળ

ાં ઈ
વિ

રે છ
ા!
આ ચ
ર્ચ
ક્ષ


પ્રભુન
ું રૂપ


ખતાં પણ અ

ર્ થ
ય છ

,
તો
અંતરમાં
જ્ઞાન

ત્રથ

પ્રભુન
ું રૂપ ન

હાળતાં
જે આન
ય–

ત! ઈ
ન્
દ્ર

ર્યા

માં આ રી
એક
ાર ન

ીં પણ અસંખ્
યવાર તી

ર્ં


પ્રભુન
ે તેડ
ાન
ું સૌભ
ાગ્ય મળે છ

,
તે ઈ
એક
ારી
હોય એમાં શ
ું આશ્ચર્ય!

PDF/HTML Page 4 of 40
single page version

background image
: અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૧ :
દીવાળી સુધીનું વીર સં. ૨૪૯૬
લવાજમ અષાડ
ચાર રૂપિયા 1970 July
* વર્ષ ૨૭: અંક ૮ *
________________________________________________________________
સર્વે દ્રવ્યોને પોતપોતાના
પરિણામો સાથે તાદાત્મ્ય છે
[પોતાના ક્રમબદ્ધ પરિણામરૂપે દ્રવ્ય પોતે ઊપજે છે,
તેથી તેનું જ તે કર્તા છે, અન્યનું અકર્તાપણું છે.]
નવ તત્ત્વના વિકલ્પોથી પાર થઈને, આત્માને અનુભવમાં લેતું સુવિશુદ્ધ જ્ઞાન
પ્રગટે છે. તે બંધ–મોક્ષના વિકલ્પોથી દૂર છે, વિકલ્પ સાથેનું કર્તાકર્મપણું તેને છૂટી ગયું
છે, તે શુદ્ધ જ્ઞાનચેતનાના જ રસવાળું છે. આવા વિશુદ્ધ જ્ઞાનપણે ભગવાન આત્મરામ
પ્રસિદ્ધ થાય છે. તેને ક્રમેક્રમે ઊપજતી પોતાની નિર્મળપર્યાયો સાથે અનન્યપણું છે.–એ
વાત આ સર્વવિશુદ્ધજ્ઞાનમાં આચાર્યભગવાને સમજાવી છે. આવાં આત્માને ઓળખતાં
સમ્યગ્દર્શનાદિ થાય છે. તે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય સાથે અનન્યપણે આત્મા પોતે
ઊપજે છે.
વિશુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા રાગાદિ પરભાવોને જાણે ખરો પણ તેને કરે નહીં,
ભોગવે નહીં. રાગને જાણતો આત્મા રાગપણે ઊપજતો નથી પણ જ્ઞાનપરિણામપણે જ
ઊપજે છે, તે જ્ઞાનપરિણામ સાથે તેને એકતા છે પણ રાગાદિ સાથે તેને એકતા નથી.
સર્વે દ્રવ્યોને પોતપોતાની તે–તે કાળની પર્યાય સાથે તાદાત્મ્ય છે. પોતાની જ પર્યાયપણે
ઊપજતા દ્રવ્યને અન્ય દ્રવ્યની સાથે કર્તા–કર્મપણું હોતું નથી એટલે તેને અકર્તાપણું છે.
જેમ સોનું તેની કંકણપર્યાયથી જુદું નથી પણ તાદાત્મ્યરૂપ છે, તેમ સર્વ દ્રવ્યોને
પોતપોતાની ક્રમબદ્ધ પર્યાયો સાથે તાદાત્મ્ય છે, જુદાઈ નથી.

PDF/HTML Page 5 of 40
single page version

background image
: ૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
જીવને પોતાની કેવળજ્ઞાનાદિ પર્યાયો સાથે તન્મયતા છે, તેમાં તન્મય થઈને તે
પર્યાયપણે જીવદ્રવ્ય ઉપજે છે, એટલે તેને પોતાની પર્યાય સાથે કર્તા–કર્મપણું છે પણ
અજીવ સાથે તેને કર્તા કર્મપણું નથી. પોતાની પર્યાયથી દ્રવ્ય અનેરૂં નથી, પોતાની
પર્યાય સાથે દ્રવ્યને તાદાત્મ્ય છે,–એવા નિર્ણયમાં અપૂર્વ ભેદજ્ઞાન છે, ને સ્વસન્મુખતા
થઈને મોક્ષમાર્ગ પ્રગટે છે, મારા આત્માને મારી પર્યાય સાથે જ તન્મયતા છે એમ નક્કી
કરનાર જીવ સ્વસન્મુખ નિર્મળ પર્યાયો સાથે જ તન્મયપણે ઊપજે છે, રાગાદિમાં
તન્મયપણે તે ઊપજતો નથી.–આનું નામ ધર્મ છે.
કર્મના આશ્રયે કર્તા, અને કર્તાના આશ્રયે કર્મ–એમ કર્તાકર્મનું અનન્યપણું છે,
આ સિવાય બીજી કોઈ રીતે કર્તાકર્મની સિદ્ધિ જોવામાં આવતી નથી. એટલે કે ભિન્ન
પદાર્થો વચ્ચે કર્તાકર્મપણું હોતું નથી. આવા ભેદજ્ઞાનમાં રાગનું પણ અકર્તાપણું થઈ જાય
છે, ને સુવિશુદ્ધ જ્ઞાનપણે જ આત્મા પ્રગટ થાય છે.
એક વસ્તુના પરિણામ કોઈ બીજાથી થાય–એમ કદી બનતું નથી, કેમકે સર્વ
દ્રવ્યોને અન્ય દ્રવ્યની સાથે ઉત્પાદ્ય–ઉત્પાદકભાવનો અભાવ છે. આમ નક્કી કરીને,
પરથી નિરપેક્ષપણે એટલે કે સ્વભાવની સન્મુખપણે જીવ ઊપજે છે, એટલે તેમાં
ક્રમેક્રમે નિર્મળ પર્યાયો જ થયા કરે છે. સ્વસન્મુખ થઈને આત્માનો સર્વજ્ઞસ્વભાવ
જે શ્રદ્ધા–જ્ઞાનમાં બેઠો તે શ્રદ્ધા–જ્ઞાનમાં રાગાદિ પરભાવોનું કર્તૃત્વ રહેતું નથી.
પોતાના અનંત ગુણની નિર્મળપર્યાય સાથે તન્મય થઈને તે પરિણમે છે; તેના
પરિણમનનો પ્રવાહ આનંદના વેદન સહિત સર્વજ્ઞતા તરફ ચાલ્યો; સર્વજ્ઞનો વિરહ
તેને ન રહ્યો.
જીવના પરિણામ તે જીવ જ છે, અજીવ નથી, અને અજીવના પરિણામ તે અજીવ
જ છે, જીવ નથી.–જેમ સોનાની બંગડી તે સોનું જ છે, તે લોઢું નથી, તેમ દરેક દ્રવ્યના
પરિણામ તે–તે દ્રવ્ય સાથે જ તન્મય છે, ને અન્યથી ભિન્ન છે.–આવું વસ્તુસ્વરૂપ છે.
આવું વસ્તુસ્વરૂપ જાણનાર જ્ઞાની પોતાના જ્ઞાનભાવ સિવાય અન્ય રાગાદિ સર્વે
પરભાવોનો અકર્તા થાય છે, તે રાગના જ્ઞાનપણે ઊપજે છે પણ રાગમાં તન્મયરૂપે
ઊપજતો નથી. સ્વદ્રવ્યની ક્રમ નિયમિત પર્યાય પોતાથી જ છે એમ નક્કી કરનાર જીવ
સ્વદ્રવ્યના આશ્રયે

PDF/HTML Page 6 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૩ :
નિર્મળ પર્યાયપણે જ ઊપજે છે. અજ્ઞાની પોતાનું સ્વાધીન પરિણમન ભૂલીને,
પરાશ્રયવડે વિકાર ભાવને કરે છે, તેથી જ સંસાર છે.
પોતપોતાના પરિણામરૂપે વસ્તુ પોતે પરિણમે છે, બીજું કોઈ નહીં; એટલે
પોતાના પરિણામની સૃષ્ટિનો રચનાર પોતે જ છે; બીજો કોઈ આ જીવના
પરિણામનો કર્તા નથી, અને પોતે બીજાના પરિણામની સૃષ્ટિનો કર્તા નથી. આવું
વસ્તુસ્વરૂપ જાણે ત્યારે તે જીવ જ્ઞાયક જ રહે છે. જ્ઞાનભાવમાં પરને કરવાની
મિથ્યાબુદ્ધિનો અભાવ છે. દ્રવ્યને પોતાની પર્યાયપણે ઊપજવામાં બીજા કોઈની
અપેક્ષા નથી, બીજાની અપેક્ષા વગર જ દ્રવ્યને પોતાની પર્યાય સાથે કર્તાકર્મની
સિદ્ધિ છે.–આવું નિરપેક્ષ વસ્તુસ્વરૂપ છે. સત્–દ્રવ્ય પોતે જ ઉત્પાદ–વ્યય–ધ્રુવતા
યુક્ત છે. તે–તે સમયની સત્ પર્યાય તે વસ્તુનો અંશ છે, અને તે અંશપણે વસ્તુ
ઊપજે છે. પોતાની પર્યાયપણે ઊપજતી વસ્તુને બીજા કોઈ સાથે કર્તાકર્મપણું હોતું
નથી, એવી નિરપેક્ષતા છે. પોતાની જ્ઞાનપર્યાયપણે ઊપજતો જીવ, અજીવમાં કાંઈ
પણ કરતો નથી, અહીં તો એમ બતાવે છે કે પોતાની વિશુદ્ધ જ્ઞાનપર્યાયરૂપે
ઊપજતો જીવ તે કર્મના બંધનમાં નિમિત્ત પણ થતો નથી, તે કર્મપ્રકૃત્તિના નિમિત્તે
ઊપજતો નથી એટલે કે રાગપણે ઊપજતો નથી પણ પોતાની નિર્મળ પર્યાયરૂપે જ
ઊપજે છે, અને તે નિર્મળ પર્યાયમાં જીવદ્રવ્ય પોતે પ્રકાશે છે.
જીવનાં જ્ઞાનપરિણામને જીવ સાથે કર્તાકર્મપણાનો સંબંધ છે, પણ જીવનાં
જ્ઞાનપરિણામને ચશ્મા સાથે, કે પુસ્તક સાથે, કે જડ ઈન્દ્રિયો સાથે કર્તાકર્મપણાનો સંબંધ
નથી, તેમનાથી તો ભિન્ન જ્ઞાનપરિણામ છે, ને જીવથી અભિન્ન છે.–આમ જીવ–
અજીવનાં સમસ્ત પરિણામોમાં સમજી લેવું.
‘આ હું’ એમ શુદ્ધ જ્ઞાનમય સ્વસત્તાનો સ્વીકાર કરતાં આત્મદ્રવ્ય પોતાની
નિર્મળપર્યાયના પ્રવાહરૂપે ઊપજે છે. આત્મા સદાય પરિણમે તો છે જ, પણ જ્યારે
તે સ્વસત્તાની સન્મુખ થઈને પરિણમે ત્યારે નિર્મળપર્યાયરૂપે પરિણમે છે, અને તે
પોતાની પર્યાય સાથે અનન્ય છે, ને પરનો તે અકર્તા છે.–આમ સ્વપર્યાયપણે
ઊપજતા સ્વદ્રવ્યને હે ભવ્ય! તું જાણ! અને તે–તે પરિણામ સાથે દ્રવ્યનું
અનન્યપણું જાણ.
એકલા વિકાર–અંશ ઉપર જેનું લક્ષ છે તેને અંશી એવું શુદ્ધદ્રવ્ય લક્ષમાં આવતું
નથી, શુદ્ધદ્રવ્ય લક્ષમાં આવે ત્યાં પર્યાયબુદ્ધિ રહે નહીં ને

PDF/HTML Page 7 of 40
single page version

background image
: ૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
વિકારનું કર્તાપણું રહે નહીં; નિર્મળપર્યાયમાં તન્મય થઈને તેનો જ તે કર્તા થાય છે.
નિર્મળપર્યાય તે આત્માનું નિજરૂપ હોવાથી તેનો તે કર્તા છે, અન્ય પદાર્થોની પર્યાય
સાથે આત્માને તાદાત્મ્ય નથી એટલે તે નિજરૂપ નથી, એટલે તેનો આત્મા કર્તા નથી.
શુદ્ધ જ્ઞાનમય આત્માને ખરેખર રાગાદિ પરભાવો સાથે તન્મયપણું કે કર્તાપણું નથી.–
આવા શુદ્ધઆત્માને તું જાણ. ‘જાણવું’ તેમાં મોક્ષમાર્ગ સમાઈ જાય છે, કેમકે જાણવારૂપ
જે ભાવ છે તેમાં રાગનો અભાવ છે. જાણવારૂપ ભાવ રાગનો અકર્તા છે, ને રાગનું
અકર્તાપણું તે મોક્ષનો માર્ગ છે. રાગનું કર્તાપણું તે સંસાર, રાગનું અકર્તા એવું
શુદ્ધજ્ઞાનપરિણમન તે મોક્ષ. આ રીતે, આચાર્યદેવે વસ્તુસ્વરૂપ ‘જાણ’ એમ કહ્યું તેમાં
મોક્ષમાર્ગ આવી જાય છે.
પોતાની પર્યાયની સાથે દ્રવ્યને અનન્યપણું છે, પણ બીજાથી તેને ભિન્નતા છે,
આમ પર્યાય સાથે દ્રવ્યનું અનન્યપણું દેખનારને પરથી પોતાનું અન્યપણું દેખાય છે.–
એટલે પોતામાં પર દ્રવ્યનું કર્તાપણું દેખાતું નથી, પર્યાય સાથે અનન્ય એવું દ્રવ્ય જ કર્તા
છે. આચાર્યદેવ ફરમાવે છે કે આવું વસ્તુસ્વરૂપ તમે જાણો, કર્તાકર્મનું અભિન્નપણું તમે
જાણો, એનાથી બીજું ન માનો.
પુદ્ગલદ્રવ્યને પણ તેની પર્યાય સાથે અનન્યપણું છે, ને જીવથી ભિન્નપણું
છે. એટલે પુદ્ગલની કોઈ પણ પર્યાયને દેખતાં તેની સાથે તે અજીવદ્રવ્યનું
અનન્યપણું દેખાય છે, આમ દેખનાર જીવ તે પુદ્ગલદ્રવ્યનું કર્તાપણું માનતો નથી.
પુદ્ગલની પર્યાય સાથે અનન્ય એવું તે પુદ્ગલ દ્રવ્ય જ તેનું કર્તા છે, જીવ તેનો
અકર્તા છે.
જીવ–અજીવ બધા દ્રવ્યોમાં આ સિદ્ધાંત લાગુ પડે છે. જીવ અને અજીવ
બધાય દ્રવ્યો પોતપોતાની તે તે સમયની પર્યાયપણે ઊપજે છે એટલે તેનાં તે કર્તા
છે, પોતાની પર્યાયના કર્તા હોવા છતાં અન્ય દ્રવ્યની પર્યાય સાથે તેને જરાપણ
કર્તાકર્મપણું સિદ્ધ થતું નથી, કેમકે તેનાથી અત્યંત ભિન્નતા છે. આવા
વસ્તુસ્વરૂપને જાણતાં ભેદજ્ઞાન થાય છે, પરમાં કર્તૃત્વબુદ્ધિ છૂટે છે, ને સ્વદ્રવ્ય–
સન્મુખપણે નિર્મળ જ્ઞાનપર્યાયપણે જીવ ઊપજે છે.–એનું નામ સુવિશુદ્ધજ્ઞાન છે, ને
તે મોક્ષમાર્ગ છે.
(સ. ગા. ૩૦૮ થી ૩૧૧ ના પ્રવચનમાંથી: વધુ માટે જુઓ પાનું ૨૯)

PDF/HTML Page 8 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૫ :
. दर्शन प्राभृत
૧. શ્રી જિનવરવૃષભને અને વર્દ્ધમાનસ્વામીને નમસ્કાર કરીને, હું યથાક્રમે સંક્ષેપથી
દર્શનમાર્ગ કહીશ.
૨. શ્રી જિનવરદેવે શિષ્યોને ‘દર્શન જેનું મૂળ છે એવો ધર્મ’ ઉપદેશ્યો છે. સ્વકર્ણથી
તે સાંભળીને દર્શનહીન જીવો વંદન કરવાયોગ્ય નથી.
૩. દર્શનથી જે ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે. દર્શનભ્રષ્ટ જીવ નિર્વાણને પામતો નથી. ચારિત્રથી
ભ્રષ્ટ હોય તે તો સિદ્ધિને પામશે, પણ જે દર્શનભ્રષ્ટ છે તે સિદ્ધિને પામતો નથી.
૪. સમ્યક્ત્વરત્નથી ભ્રષ્ટ જીવો, ઘણા પ્રકારનાં શાસ્ત્રો જાણતા હોય તોપણ,
આરાધનાથી રહિત હોવાને કારણે સંસારમાં ને સંસારમાં જ ભ્રમણ કરે છે.
૫. સમ્યક્ત્વરહિત જીવો ભલે હજાર–કરોડ વર્ષો સુધી અત્યંત ઉગ્ર તપ કરે તોપણ
બોધિલાભને પામતા નથી.
૬. સમ્યક્ત્વ–જ્ઞાન–દર્શન–બળ–વીર્યવડે જેઓ વૃદ્ધિગત છે અને કળિકાળના
કલુષ–પાપથી રહિત છે તેઓ સર્વે અલ્પસમયમાં વરજ્ઞાની એટલે કે
કેવળજ્ઞાની થાય છે.
૭. જે પુરુષના હૃદયમાં સમ્યક્ત્વરૂપ જળનો પ્રવાહ નિરંતર વહે છે તે પુરુષને, પૂર્વે
બંધાયેલા કર્મરૂપી રેતીનાં આવરણ પણ નાશ પામે છે.
૮. જેઓ દર્શનથી ભ્રષ્ટ છે, જ્ઞાનથી ભ્રષ્ટ છે, ચારિત્રથી પણ ભ્રષ્ટ છે તેઓ ભ્રષ્ટમાં
પણ ભ્રષ્ટ છે અને બીજા જનોને પણ તે ભ્રષ્ટ કરે છે.
૯. કોઈ ધર્મશીલ જીવ સંયમ–તપ–નિયમ અને યોગગુણના ધારક છે, તેમનામાં પણ જે
દોષ કહે છે તે જીવો પોતે ભગ્ન છે અને બીજાને પણ ભગ્ન કહીને દોષારોપણ કરે છે.
૧૦. જેમ મૂળનો વિનાશ થતાં વૃક્ષના પરિવારની વૃદ્ધિ થતી નથી તેમ જિનદર્શનથી
જેઓ ભ્રષ્ટ છે તેઓ મૂળવિનષ્ટ હોવાથી સિદ્ધિને પામતા નથી.
૧૧. જેમ વૃક્ષમાં મૂળ વડે થડ શાખા વગેરે પરિવાર અનેકગણો વૃદ્ધિને પામે છે તેમ
મોક્ષમાર્ગનું મૂળ જિનદર્શન છે એમ ગણધરદેવોએ કહ્યું છે.

PDF/HTML Page 9 of 40
single page version

background image
: ૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
૧૨. જેઓ પોતે દર્શનથી ભ્રષ્ટ હોવા છતાં દર્શનના ધારકને પોતાના પગે પડાવે છે.
(અથવા પોતે દર્શનધારક જીવોના પગે નથી પડતા,) તેઓ લૂલા–મૂંગા થાય છે,
અને તેમને બોધિની પ્રાપ્તિ દુર્લભ છે.
૧૩. જાણવા છતાં પણ લજ્જાથી, ગૌરવથી, કે ભયથી જે જીવો તે દર્શનભ્રષ્ટ મનુષ્યોને
પગે પડે છે, તેઓ પાપનું અનુમોદન કરનારા છે અને તેઓને પણ બોધિ નથી.
૧૪. જ્યાં બંને પ્રકારની ગ્રંથિનો ત્યાગ હોય, ત્રિયોગથી સંયમમાં સ્થિતિ હોય,
જ્ઞાનવડે કરણની શુદ્ધિ હોય અને ઊભાઊભા ભોજન હોય, ત્યાં દર્શન છે.
૧૫. સમ્યગ્દર્શન વડે સમ્યગ્જ્ઞાન થાય છે, જ્ઞાન વડે સર્વ ભાવની ઉપલબ્ધિ થાય છે,
અને પદાર્થની ઉપલબ્ધિ થતાં જીવ શ્રેય–અશ્રેયને જાણે છે.
૧૬. એ રીતે શ્રેય–અશ્રેયને જાણનાર પુરુષ, દુઃશીલને દુર કરીને શીલવાન થાય છે,
અને તે શીલના ફળથી અભ્યુદયને પામીને પછી નિર્વાણને પામે છે.
૧૭. અહો, આ જિનવચન વિષયસુખનું વિરેચન કરાવનાર ઔષધ છે, અમૃતસ્વરૂપ છે,
જન્મ–જરા–મરણની વ્યાધિને હરનાર છે અને સર્વ દુઃખનો ક્ષય કરનાર છે.
૧૮. જિનદર્શનમાં એક તો જિનનું રૂપ, બીજું ઉત્કૃષ્ટ શ્રાવકનું, અને ત્રીજું આર્યાનું–
એ ત્રણ લિંગ છે, એ સિવાય ચોથું લિગ (ભેષ) જિનદર્શનમાં નથી.
૧૯. જિનવરદેવ દ્વારા નિર્દિષ્ટ છ દ્રવ્યો, નવ પદાર્થો, પાંચ અસ્તિકાય અને સાત
તત્ત્વો,–તેના સ્વરૂપને જે શ્રદ્ધે છે તેને સમ્યગ્દ્રષ્ટિ જાણવો.
૨૦. જીવાદિનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ વ્યવહારથી છે, નિશ્ચયથી પોતાના આત્માનું
શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે, એમ જિનવરોએ કહ્યું છે.
૨૧. હે ભવ્ય! આવા જિનપ્રણીત દર્શનરત્નને તું ભાવથી ધારણ કર, તે ગુણરૂપ
રત્નત્રયમાં સાર છે અને મોક્ષનું પ્રથમ સોપાન છે.
૨૨. હે ભવ્ય! જેટલી તારી શક્તિ હોય તેટલું તો કર, અને જે કરવાને તું શક્તિમાન ન
હો તેની શ્રદ્ધા કર. કેવળીજિને કહેલાં તત્ત્વોનું શ્રદ્ધાન કરનારને સમ્યક્ત્વ છે.
૨૩. જેઓ દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપ અને વિનયમાં સદાકાળ સ્થિત છે–પ્રશસ્ત છે
અને ગુણધારક જીવોનો ગુણાનુવાદ કરનારા છે તેઓ વન્દનીય છે.
૨૪. સહજ–ઉત્પન્ન રૂપને દેખીને જે મત્સરભાવયુક્ત જીવ તેને માનતો નથી,–ઈર્ષા

PDF/HTML Page 10 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૭ :
કરે છે, તે જીવ સંયમ પાળતો હોય તોપણ મિથ્યાદ્રષ્ટિ છે.
૨૫. દેવોથી વંદિત એવા શીલસહિત રૂપને દેખીને પણ જે ગર્વ કરે છે (–વિનય નથી
કરતો) તે સમ્યક્ત્વથી રહિત છે.
૨૬. અસંયતજીવ વંદનીય નથી, વસ્ત્રવિહીન હોય તોપણ તે વંદનીય નથી, એ બંને
જીવો સમાન છે, તેમાંથી એક પણ જીવ સંયત નથી.
૨૭. દેહને વંદન કરવામાં આવતું નથી, તેમજ કૂળને પણ નહિ, અને જાતી સંયુક્તને
પણ નહિ, જે નથી તો શ્રમણ કે નથી શ્રાવક,–એવા ગુણહીનને કોણ વંદે?
(ગુણથી જ વંદનીયપણું છે.)
૨૮. તપ, શીલ. ગુણ અને બ્રહ્મચર્યથી યુક્ત એવા શ્રમણને હું સમ્યક્ત્વસહિત
શુદ્ધભાવે વંદું છું. સમ્યક્ત્વસહિત શુદ્ધભાવથી તેમને સિદ્ધિગમન થાય છે.
૨૯. તીર્થંકરદેવ ચોસઠ ચામરસહિત અને ચોત્રીસ અતિશયસંયુક્ત છે, તથા નિરંતર
ઘણા જીવોનાં હિતનું અને કર્મક્ષયના કારણનું નિમિત્ત છે, તેમને પણ હું વંદું છું.
૩૦. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ગુણોના સમાયોગથી થતા સંયમગુણવડે
મોક્ષ થાય છે–એમ જિનશાસનમાં કહ્યું છે.
૩૧. જ્ઞાન તે જીવોને સારરૂપ છે, વળી સમ્યક્ત્વ પણ સારરૂપ છે, સમ્યક્ત્વ વડે
ચારિત્ર થાય છે અને ચારિત્ર વડે નિર્વાણ થાય છે.
૩૨. સમ્યક્ત્વ સહિત જ્ઞાનથી, દર્શનથી, તપથી અને ચારિત્રથી,–એ ચારેના
સમાયોગથી જીવ સિદ્ધિને પામે છે, તેમાં સંદેહ નથી.
૩૩. વિશુદ્ધ સમ્યક્ત્વ વડે જીવ કલ્યાણની પરંપરાને પામે છે, તે સમ્યગ્દર્શન–
રત્નલોકમાં સુર–અસુર વડે પૂજાય છે.
૩૪. ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પામીને, તથા તેમાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને જીવ
અક્ષયસુખને અને મોક્ષને પામે છે.
૩૫. એકહજારઆઠ સુલક્ષણોથી યુક્ત તથા ચોત્રીસ અતિશય સહિત એવા જે
જિનેન્દ્રદેવ વિહાર કરે છે તેમને સ્થાવર–પ્રતિમા કહેલ છે.
૩૬. બાર પ્રકારના તપથી યુક્ત જીવો સ્વકીય વિધિબળથી કર્મનો ક્ષય કરીને,
વ્યુત્સર્ગપૂર્વક દેહરહિત થઈને અનુત્તર એવા નિર્વાણને પામ્યા.
(દર્શનપ્રાભૃત પૂર્ણ: બીજું સૂત્રપ્રાભૃત: જુઓ પાનું ૧૭)

PDF/HTML Page 11 of 40
single page version

background image
: ૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
અધ્યાત્મની વર્ષા
* જડ અને ચેતન પદાર્થો કદી એકમેક નથી, સદાકાળ જુદા જ છે.
* આત્મા જગતમાં અનંત છે, અને પ્રત્યેક આત્મા પોતપોતાની પરમાત્મશક્તિથી
ભરેલો છે. તેનું ભાન અને અનુભવ કરતાં આત્મા પોતે જ પરમાત્મા થાય છે.
* આત્માનું જ્ઞાન અને અનુભવ કરવો તે ધાર્મિક ક્રિયા છે, તે ક્રિયા રાગ વગરની
છે, અને તેનાથી મોક્ષ પમાય છે.
* આત્મા ચેતનસ્વરૂપ સ્વતંત્ર વસ્તુ છે, શરીર તે જડ છે, આત્મા તેનાથી જુદો છે,
આત્માની ક્રિયા પણ તેનાથી જુદી છે.
* બહારના લક્ષે આત્મા જે અશુભ કે શુભ વૃત્તિઓ કરે તે દુઃખરૂપ છે, તેનાથી કર્મો
બંધાય છે. તે કર્મો જડ છે. આત્મા તેનાથી પણ જુદો છે.
* આત્મા પોતે પરમ આનંદસ્વરૂપ હોવા છતાં, પોતાના અજ્ઞાનભાવને લીધે તે
દુઃખી છે. દુઃખ તેની પોતાની હાલતમાં છે. સાચા આત્મજ્ઞાન વડે તે દુઃખદશા
ટળીને સુખદશા પ્રગટી શકે છે. એવી સુખદશા તે જ ધર્મ છે.
* વચન દ્વારા આત્માને ઓળખી શકાતો નથી, રાગ દ્વારા આત્માને ઓળખી
શકાતો નથી, ઈન્દ્રિયોથી પાર એવા જ્ઞાનવડે સ્વાનુભવથી આત્મા ઓળખાય છે.
* આત્માનો જેણે પ્રત્યક્ષ અનુભવ કર્યો હોય તેવા જ્ઞાની જ પોતાના આત્માના
વૈભવથી આત્માનું શુદ્ધસ્વરૂપ દેખાડી શકે છે. બીજા કોઈ જીવો ત્યાગનું
અભિમાન ભલે કરે પણ તેઓ શુદ્ધઆત્માને જાણતા નથી.
* જેમ માનસરોવરમાં રહેનારા હંસલા, સાચા મોતીનો ચારો ચરનારા છે તે
કાંકરાને તો ન ચરે, ને જારનાં દાણા પણ ન ચરે, તેમ ચૈતન્યના સરોવરમાં
વસનારો આ જીવ–હંસલો, તે આનંદરૂપી મોતીનાં ચારા ચરનારો છે. વિષય–
કષાયના અશુભ–પાપભાવરૂપ કાંકરાને તો તે ન ચરે, ને શુભ વિકલ્પોના
ચારાને પણ તે ચરનારો નથી, એ તો પોતાના ભેદજ્ઞાનના બળે આનંદરૂપી
સાચા મોતીના ચારા ચરનારો છે.
* આત્માનું વાસ્તવિક સ્વરૂપ–જે શરીરથી જુદું ને રાગથીયે જુદું છે તેની સાચી
વાત જીવોએ પ્રેમપૂર્વક કદી સાંભળી નથી, એકવાર જ્ઞાની પાસેથી તે સ્વરૂપ
સાંભળે ને લક્ષગત કરે તો અપૂર્વ સુખ પ્રગટ થયા વગર રહે નહીં,
(જામનગર–પ્રવચનમાંથી)

PDF/HTML Page 12 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૯ :
વીતરાગી ન્યાયાલયનો ચુકાદો
જેમ ન્યાયાલયમાં કોણ અપરાધી ને કોણ નિર્દોષ તે
નક્કી થાય છે, તેમાં અપરાધીને જેલ મળે છે, ને નિર્દોષ
હોય તે છૂટી જાય છે, તેમ અહીં વીતરાગી–ન્યાયાલયમાં
ભેદજ્ઞાન વડે તૂલના થાય છે કે ક્યો જીવ અપરાધી છે? ને
ક્યો જીવ નિર્દોષ છે. તેમાં અપરાધીજીવ સંસારની જેલમાં
બંધાય છે, નિરપરાધી જીવ આનંદમય મુક્તિ પામે છે. જેઓ
સંસારજેલમાંથી છૂટવા ચાહતા હોય ને આનંદમય મુક્તિને
પ્રાપ્ત કરવા ચાહતા હોય તેઓ અપરાધ અને નિરપરાધ
બંનેનું સ્વરૂપ ઓળખીને રાગના સેવનરૂપ અપરાધને
છોડો.....ને શુદ્ધાત્માના આરાધન વડે નિરપરાધ થઈને
મોક્ષને સાધો.
(સમયસાર ગા. ૩૦૧ થી ૩૦પ)
* સંસારરૂપી જેલમાં કોણ બંધાય છે?
જે જીવ અપરાધી હોય તે.
* અપરાધી કોણ છે?
જે જીવ પારકી વસ્તુને ગ્રહણ કરીને પોતાની માને છે તે અપરાધી છે.
* તે અજ્ઞાની શું અપરાધ કરે છે?
પોતાનો આત્મા તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે, ચૈતન્યભાવ તે જ પોતાનો
છે, તેને બદલે ચૈતન્યથી અન્ય એવા રાગાદિ પારકા ભાવોને તથા પર
વસ્તુઓને ગ્રહણ કરીને તેને પોતાનાં માની રહ્યો છે–તે પરદ્રવ્યના
ગ્રહણરૂપ અપરાધ છે.
* તે અપરાધી શું કરે છે?
તે જીવ પોતાના શુદ્ધઆત્માનું સેવન છોડીને; અજ્ઞાનથી રાગાદિરૂપે જ પોતાને

PDF/HTML Page 13 of 40
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
અનુભવતો થકો અશુદ્ધ આત્માને જ સેવે છે. શુદ્ધઆત્માના સેવનરૂપ જે રાધ
(આરાધના) તેનાથી રહિત તે અપરાધ છે. તે અપરાધી જીવ બંધાય છે.
* નિરપરાધી કોણ છે?
શુદ્ધ ચૈતન્યભાવ જ હું છું–એમ પોતાને શુદ્ધપણે અનુભવનાર જ્ઞાની જીવ
નિરપરાધ છે. તે નિઃશંક છે કે મારા ચૈતન્યભાવમાં કોઈ બંધન છે જ નહીં.
* અશુભ રાગને તો છોડે–પણ શુભરાગને ચૈતન્યનો માને તો?
તો તે પણ ચોર છે, અપરાધી છે, કેમકે ચૈતન્યભાવમાં શુભ રાગનો પણ
અભાવ છે; એટલે ચૈતન્યભાવની અપેક્ષાએ શુભ–રાગ પણ પારકો ભાવ છે;
છતાં શુભરાગને પોતામાં ગ્રહણ કરે છે તે પરભાવની ચોરી કરે છે, તેથી તે
બંધાય છે.
* તે ચોરી કેમ મટે? ને બંધન કેમ છૂટે?
ભેદજ્ઞાન વડે ચૈતન્યભાવ અને રાગભાવને સર્વથા જુદા જાણીને,
ચૈતન્યભાવને તો પોતાપણે ગ્રહણ કરવો, અને સમસ્ત રાગાદિ પરભાવોને
પરરૂપે જાણીને છોડવા.–એમ કરવાથી શુદ્ધ આત્માનું ગ્રહણ થાય છે, એટલે
પરભાવના ગ્રહણરૂપ ચોરી મટીને નિરપરાધપણું થાય છે, અને બંધન છૂટી
જાય છે. શુદ્ધાત્મારૂપે જ પોતાને અનુભવનારો જીવ બંધનને છેદીને
અલ્પકાળમાં મોક્ષને પામે છે. અને આત્માને અશુદ્ધ અનુભવનારો જીવ
શુભરાગ વડે પણ કદી બંધનથી છૂટકારો પામતો નથી, તે બંધાય જ છે.
* શુદ્ધઆત્મા કેવો છે?
તે મહા આનંદનો ભંડાર છે, દુઃખથી ખાલી છે, તેમાંથી ગમે તેટલો આનંદ
પ્રગટ કરીને ભોગવ્યા જ કરો, પણ તે કદી ખૂટે તેમ નથી, આવો આનંદનો
ખજાનો આત્મા છે. આવા આત્માને અનુભવતો ધર્મી જીવ મુક્ત છે.
* ધર્મી મુક્ત કેમ છે?
શુદ્ધ ચૈતન્યભાવરૂપ પોતાના અનુભવમાં રાગાદિ બંધભાવનો જરાપણ પ્રવેશ
થવા દેતા નથી, બંધભાવને પોતાથી અત્યંત જુદો ને જુદો રાખે છે, તેથી તે
મુક્ત છે.

PDF/HTML Page 14 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૧:
* રાગના સેવન વડે નિરપરાધપણું થાય ખરૂં? એટલે કે મુક્તિ થાય ખરી?
ના, રાગ પોતે અપરાધ છે, બંધભાવ છે, તેના સેવન વડે નિરપરાધપણું કે
મુક્તિ ન થાય. રાગના સેવનથી લાભ માનવો એ તો મોટો અપરાધ છે.
* શુભરાગ વડે અપરાધ ઘટે તો ખરોને?
અશુભના પાપની અપેક્ષાએ શુભરાગમાં અપરાધ ઘટ્યો એમ વ્યવહારથી
ભલે કહેવાય, પણ ખરેખર રાગથી જુદાપણે આત્માને શુદ્ધ અનુભવે ત્યારે જ
શુભરાગમાં અપરાધ ઘટ્યો કહેવાય છે, બાકી જે રાગરૂપ અપરાધને જ
પોતાનું સ્વરૂપ માની રહ્યો છે તેને અપરાધ ઘટ્યો કેમ કહેવાય?
નિરપરાધસ્વરૂપના લક્ષે જેટલો રાગ ઘટ્યો તેટલો અપરાધ ઘટયો.
* કોના સેવનથી મુક્તિ થાય?
શુદ્ધઆત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે તે આરાધના છે, અને તે જ નિરપરાધપણું
છે, તેનાથી મુક્તિ પમાય છે. આ રીતે રાગરહિત એવા શુદ્ધાત્માના જ સેવનથી
મુક્તિ થાય છે.
* આરાધકજીવ સદાય કેવો વર્તે છે?
તે નિઃશંકપણે એમ અનુભવે છે કે ‘જેનું લક્ષણ ઉપયોગ છે એવો એક શુદ્ધ
આત્મા જ હું છું.’–આમ નિશ્ચય કરીને પોતાને શુદ્ધ અનુભવતો હોવાથી તેને
શુદ્ધઆત્માની સિદ્ધિ છે, એટલે તે શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ આરાધના સહિત
સદાય વર્તે છે.
* અજ્ઞાની જીવ કેવો છે?
સ્વ–પરને એકમેક અનુભવનારા અજ્ઞાની જીવને પરદ્રવ્યના ગ્રહણનો સદ્ભાવ
હોવાથી શુદ્ધ આત્માની સિદ્ધિનો અભાવ છે. અશુદ્ધતાને જ અનુભવતો
હોવાથી તે અનારાધક છે, અપરાધી છે, અને બંધાય છે.
* જ્ઞાનીનું સ્વકાર્ય શું છે?
પરભાવોથી રહિત એવા પોતાના શુદ્ધઆત્માનો અનુભવ તે જ્ઞાનીનું સ્વકાર્ય
છે, ને ભેદજ્ઞાન વડે જ્ઞાનીને તે સ્વકાર્યની સિદ્ધિ છે. આવી સિદ્ધિ તે જ
આરાધના છે, તે જ નિર્દોષપણું છે, તે જ મોક્ષની સાધના છે, તે જ આત્માની

PDF/HTML Page 15 of 40
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
પોતાના ઉપર પ્રસન્નતા છે. અહો, મારો આત્મા પોતે પોતાના ઉપર પ્રસન્ન
થયો. કોઈ પારકી કૃપા કે પારકી પ્રસન્નતા આત્માને કાંઈ આપી દે તેમ નથી,
જ્ઞાનીએ સ્વાનુભૂતિ વડે પોતાના આત્માને પ્રસન્ન કર્યો, એટલે કે આત્માની
આરાધના કરી; ત્યાં આત્મા પોતે પ્રસન્ન થઈને પોતાને પૂર્ણ આનંદ ને મોક્ષ
આપે છે; એટલે કાર્યની સિદ્ધિ થઈ જાય છે. આત્મા સિવાય બીજાની
આરાધના કરીને તેમની પાસેથી કાંઈ લેવા માંગે તો તે અપરાધી છે. અજ્ઞાની
છે. કેમકે તે પારકી વસ્તુનું ગ્રહણ કરવા માંગે છે. જ્ઞાની જાણે છે કે મારે
જગતમાં કોઈ પાસેથી કાંઈ લેવાનું નથી, પરદ્રવ્ય વગરનો મારો ઉપયોગ–
સ્વરૂપ આત્મા જ સ્વયં પરિપૂર્ણ છે; આવા મારા આત્માની જ આરાધનાથી
મારા સ્વકાર્યની સિદ્ધિ છે.
* અજ્ઞાની કોને ભજે છે?
અજ્ઞાની અશુદ્ધ આત્માને ભજે છે, એટલે કે રાગાદિ અશુદ્ધભાવરૂપે જ પોતાને
સેવે છે. આવું અશુદ્ધતાનું સેવન તે જ અપરાધ હોવાથી બંધનું કારણ છે.
* જ્ઞાની કોને ભજે છે?
જ્ઞાની તો સ્વસન્મુખ પ્રજ્ઞા વડે રાગ અને જ્ઞાનને જુદા કરીને પોતાને
જ્ઞાનસ્વરૂપે જ અનુભવે છે એટલે કે પોતાના શુદ્ધઆત્માને જ તે ભજે છે, તેમાં
નિર્દોષપણું હોવાથી તેને બંધન જરાપણ થતું નથી.
* જીવે શું કર્યું?
અજ્ઞાનીપણે જીવે સદાય રાગનું જ ભજન કર્યું છે, રાગથી ભિન્ન શુદ્ધ જ્ઞાનમય
આત્માનું ભજન (તેનાં શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ) કરે તો તેને સંસારભ્રમણ રહે
નહીં, તે આરાધક થઈને મોક્ષને સાધે.
* કોણ અપરાધી? ને કોણ નિર્દોષ?
હે ભાઈ! તું ઉપયોગસ્વરૂપ આત્મા સિવાય કોઈ પણ પરવસ્તુને કે રાગાદિ
કોઈ પરભાવને તારામાં ગ્રહણ કરે છે?–કે તેનાથી લાભ માને છે?
–જો કહે કે હા; તો આચાર્ય ભગવાન કહે છે કે તું પારકી વસ્તુને લેનારો
અપરાધી છો, તને કર્મબંધન થશે.

PDF/HTML Page 16 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૩:
ઉપયોગ સિવાય બીજા કોઈ પરભાવો મારાં નથી, ઉપયોગસ્વરૂપ જ હું છું–એમ
જે એકલા સ્વદ્રવ્યને જ ગ્રહણ કરે છે અને પરદ્રવ્યને કે રાગને પોતામાં જરાપણ ગ્રહણ
કરતો નથી તે જીવ નિર્દોષ નિરપરાધી છે, તેને જરાય બંધન થતું નથી, નિઃશંકપણે
શુદ્ધઆત્મામાં જ વર્તતો થકો તે મોક્ષને સાધે છે.
–આવો વીતરાગીન્યાય સમજીને હે જીવ! ઉપયોગસ્વરૂપ સ્વદ્રવ્યને જ પોતાનું
જાણીને તેના અનુભવવડે તું મોક્ષને સાધ, અને એ સિવાયના સમસ્ત પરભાવોને
પોતાથી ભિન્ન જાણીને તેનું મમત્વ છોડ.–આ સિદ્ધાંતનો સાર છે.....આ મુક્તિપંથ છે.
ચૈતન્યચિહ્ન વડે ભેદજ્ઞાન
(સ્વાનુભવનો ઉત્સાહ જગાડનારું સુંદર પ્રવચન)
ચૈતન્ય–અનુભૂતિ તે જ આત્માનું ચિહ્ન છે. ચૈતન્યથી ભિન્ન જે કોઈ ભાવો
છે તે આત્મા નથી. ચૈતન્યથી બાહ્ય એવા જે જુદા–અબદ્ધ પદાર્થો સ્ત્રી–કુટુંબ–
લક્ષ્મી વગેરે તો આત્મા નથી, ને બદ્ધ એવા જે રાગાદિભાવો તે પણ આત્મા નથી.
રાગ કાંઈ ચૈતન્યની અનુભૂતિમાંથી ઉત્પન્ન થયેલો નથી, તે અનુભૂતિથી બહાર
છે. જો રાગ આત્માનું સ્વ હોય તો તો આત્માના અનુભવમાંથી રાગથી ઉત્પત્તિ
થાય!–પણ ચૈતન્યના અનુભવમાં રાગનો અભાવ છે, ચૈતન્ય તે રાગનું ઉત્પાદક
નથી પણ નાશક છે. આવા ચૈતન્યલક્ષણસ્વરૂપ આત્માનો અનુભવ
ગૃહસ્થપણામાં રહેલા જીવને પણ થઈ શકે છે. ચૈતન્યના વિલાસમાં રાગનો કે
જડનો વિલાસ નથી. અન્ય જીવનો વિલાસ પણ આ જીવથી જુદો છે. અરે, આવો
સ્પષ્ટ જુદો ચૈતન્યનો વિલાસ, અને જડની સ્પષ્ટ ભિન્નતા, છતાં અજ્ઞાનીઓ કેમ
મોહ પામે છે?
અહા, જડ–ચેતનને ભિન્ન અનુભવનારા મુનિવરો ચૈતન્યના
અનુભવમાં ઝૂલતા વનમાં વસે છે. જેમ જંગલનો રાજા સિંહ વનમાં
નિર્ભયપણે વિચરતો હોય તેમ પરમેશ્વર જેવા મુનિ પરમેષ્ઠી નિર્ભયપણે
વનમાં વિચરે છે ને એકત્વ–સ્વરૂપને સાધે છે. તેઓ કહે છે કે અરે, જગતના
જીવો આવા ભિન્ન ચૈતન્યને કેમ દેખતા નથી? તેઓ કેમ અચેતનને ચેતન
સાથે એકમેક દેખે છે? અમે તો અમારા આત્મામાં સ્પષ્ટ ભિન્નતા અનુભવીએ
છીએ ને મોહને અત્યંત નષ્ટ કર્યો છે; આવી સ્પષ્ટ ભિન્નતા અમે દર્શાવી

PDF/HTML Page 17 of 40
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
છતાં અજ્ઞાનીઓને મોહ કેમ નાચે છે? અહા, શુદ્ધ ચૈતન્યના અમૃતથી ભરેલા આ
અમૃતકળશ, તે ચૈતન્યને અત્યંત વિભક્ત દર્શાવીને અમૃતનો અનુભવ કરાવે છે. હવે
કોણ આવો અનુભવ ન કરે? બધાય જીવો આવો અનુભવ કરો. ચૈતન્યનિશાન વડે
આત્માને પરભાવોથી અત્યંત જુદો સ્પષ્ટ દેખાડયો.....આત્માનો અર્થી થઈને જુએ તો
એકદમ સહજ–સુગમ છે; તે સાંભળતાં ખરા જિજ્ઞાસુને એમ થાય કે વાહ? કેટલું સ્પષ્ટ
ભેદજ્ઞાન! જેને ચૈતન્ય તરફ રુચિ–ઉલ્લાસ–પ્રેમ–આદર–ઝૂકાવ હોય તેને તે અશક્ય કે
દુર્ગમ્ય ન લાગે, પણ આ તો મારા સ્વઘરની ચીજ છે, તે મારા અંતર પ્રયત્ન વડે સુગમ
છે,–એમ ભરોસો લાવી, ઉત્સાહ લાવી. સ્વસન્મુખ ઝૂકાવ વડે તે સ્વાનુભવથી ચૈતન્યને
પ્રાપ્ત કરે જ છે. ન થાય–એવી વાત જ નથી.
પ્રશ્ન:– આ જાણવા છતાં વિકલ્પ તો ઊઠે જ છે?
ઉત્તર:– ચૈતન્યલક્ષણ તે વિકલ્પને પણ જુદો પાડી નાંખે છે, એટલે વિકલ્પ
ઉપર જોર નથી પણ ચૈતન્ય ઉપર જોર છે. ચૈતન્ય તરફનું જોર વિકલ્પ તોડીને
ઉપયોગને અંતરમાં વાળે છે; ત્યાં વિકલ્પથી પાર ચૈતન્યના અમૃતનો અનુભવ
થાય છે.
ચૈતન્યચિહ્ન તે જ આત્માની નિશાની છે. એવા ચૈતન્યનિશાન વડે
રાગાદિથી પણ ભિન્ન એવા ચૈતન્યતત્ત્વને ઓળખીને, ભેદજ્ઞાનરૂપી કરવતના
વારંવાર અભ્યાસ વડે આ આત્મા નિર્વિકલ્પ આનંદના અનુભવ સહિત
અત્યંતપણે પ્રકાશી ઊઠે છે. પહેલાં સમ્યગ્દર્શન પણ આવા ભેદજ્ઞાનના અભ્યાસથી
થાય છે અને પછી કેવળજ્ઞાન પણ આવા ભેદજ્ઞાનના અભ્યાસથી થાય છે.
ભેદજ્ઞાન કરીને જ્યાં આત્માનો ઉપયોગ આત્મામાં લીન થયો ત્યાં સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર ને કેવળજ્ઞાન પ્રગટે છે.
અનાદિથી જીવ–અજીવનો સંયોગ છે, તેમાં જીવના ચૈતન્યચિહ્નને નહિ
જાણનાર અજ્ઞાની જીવો ભિન્ન આત્માને પામતા નથી; પરંતુ ધન્ય અવસર પામીને
શ્રી ગુરુના ઉપદેશથી ચૈતન્ય ચિહ્નવડે જીવ–અજીવની ભિન્નતા જાણીને જ્યારે
સમ્યક્ ભેદવિજ્ઞાન કરે ત્યારે તે જીવ પોતાના ચૈતન્યભાવને જ ગ્રહણ કરે છે, ને
અજ્ઞાનને નષ્ટ કરે છે. અહો, એવા ભેદવિજ્ઞાની જીવો આ જગતમાં મહાત્મા
કહેવાય છે; ભેદજ્ઞાનના અભ્યાસ વડે અલ્પકાળમાં મોક્ષપદને સાધીને તેઓ
નિરંતર સુખી રહે છે.

PDF/HTML Page 18 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૫ :
પ્રતીતિના પ્રતાપે પરમાત્મા
પ્રતીતિના અભાવે પરિભ્રમણ

(૧) આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેના જ્ઞાનમાં સર્વજ્ઞ થવાની તાકાત છે. જ્ઞાનને સર્વ
પરભાવોથી ભિન્ન અનુભવવું તે સર્વજ્ઞ થવાનો ઉપાય છે.
(૨) જીવ પોતે પોતાના આવા પરિપૂર્ણ સામર્થ્યની પ્રતીત જ્યાં સુધી ન કરે
ત્યાંસુધી આત્માની સમ્યક્ પ્રતીતિ થાય નહીં.
(૩) ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એવી પ્રતીતિના પ્રતાપે આત્મા પોતે પરમાત્મા થાય છે;
ને તે પ્રતીતિના અભાવે આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે.
(૪) ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એવી પ્રતીતિ કરીને જ્યારે આત્મા તેને ધ્યાવે છે, એટલે
કે ધ્યાનમાં તે જ્ઞાનસ્વભાવને જ કારણપણે ગ્રહીને તેમાં તન્મયપણે લીન થાય
છે ત્યારે તુરત જ પરમઆનંદમય કેવળજ્ઞાન પ્રગટે છે.
(પ) તે કેવળજ્ઞાની ભગવાન સંપૂર્ણ અતીન્દ્રિય થયા છે. તેમને ઈન્દ્રિયો સાથે
સંબંધનો અભાવ હોવાથી તેઓ ઈન્દ્રિયોથી પાર છે.
(૬) સર્વજ્ઞનું જ્ઞાન સર્વ આત્મપ્રદેશે સોળકળાએ ખીલી ગયું છે. કોઈ આવરણ તેને
નથી રહ્યું કે જે કાંઈ પણ જ્ઞેયને જાણતાં તેને રોકે. તેઓ નિર્વિઘ્ન ખીલેલી
નિજશક્તિથી સર્વજ્ઞેયોને એક સાથે પ્રત્યક્ષ જાણે છે.
(૭) જ્ઞાનની જેમ ભગવાનના સુખનું પણ એ જ પ્રમાણે સમજી લેવું. અતીન્દ્રિય
થયેલા તે સર્વજ્ઞભગવાન ભોજનાદિ ઈન્દ્રિયવિષયો વગર જ પોતાના
અતીન્દ્રિય પરમ સુખને અનુભવે છે. સુખના અનુભવમાં વિઘ્ન કરનાર
કોઈ કર્મ તેમને નથી રહ્યું, સ્વાધીનપણે જ તેઓ પૂર્ણ સુખરૂપે પરિણમી
ગયા છે, તેથી સુખ માટે બીજા કોઈ વિષયોની અપેક્ષા તે સ્વયંભૂ–
પરમાત્માને નથી.
(૮) સર્વજ્ઞતાની પ્રતીતિનો એવો પ્રતાપ છે કે તે પ્રતીતિ કરવા જતાં સ્વ–સન્મુખતા
થઈને આત્મપ્રતીતિ થઈ જાય છે...ને સમ્યગ્દર્શન થાય છે. તે પ્રતીતિનો પ્રતાપ
તેને અલ્પકાળમાં સર્વજ્ઞપરમાત્મા બનાવી દે છે.

PDF/HTML Page 19 of 40
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
(૯) સર્વજ્ઞતાની પ્રતીતિના અભાવે આત્મા પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને,
રાગાદિ વિભાવનો જ કર્તા થઈને સંસારમાં રખડે છે.
(૧૦) આ રીતે પ્રતીતિના પ્રતાપે પરમાત્મા થવાય છે.
અને પ્રતીતિના અભાવે પરિભ્રમણ થાય છે.
માટે હે જીવો! સર્વજ્ઞસ્વભાવી આત્માની પ્રતીતિ કરો...ને તેનો અચિંત્યમહિમા
જાણીને તેમાં ઠરો.....એમ શ્રી સન્તોનો ઉપદેશ છે.
*
એકવાર એક મુમુક્ષુ જીવને વિચાર આવ્યો કે અરે, આ
સંસારમાં અનાદિથી હું દુઃખી છું, તે દુઃખ ટાળીને આત્માનું હિત
અને સુખ મારે પ્રાપ્ત કરવું છે. તે હિત કઈ રીતે થાય?
આમ વિચારીને તે જીવ વનમાં ગયો, વનમાં ઘણા
મુનિવરો આત્માના ધ્યાનમાં બિરાજતા હતા. તેઓ અત્યંત શાંત
હતા. અહા! એમની શાંત મુદ્રા મોક્ષનો માર્ગ જ દેખાડતી હતી.
મુમુક્ષુ જીવે તેમને વંદન કરીને ઘણા જ વિનયપૂર્વક પૂછ્યું–
પ્રભો! આત્માના હિતનો ઉપાય શું છે? મોક્ષનો માર્ગ શું છે?
આચાર્ય મહારાજે કૃપાપૂર્વક કહ્યું: હે ભવ્ય!
सम्यग्दर्शन–ज्ञान–चारित्राणि मोक्षमार्गः।
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે.
મુનિરાજના શ્રીમુખથી આવો મોક્ષમાર્ગ સાંભળીને તે
મુમુક્ષુ ઘણો ખુશી થયો, ને ભક્તિપૂર્વક તે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રની આરાધના કરવા માટે તૈયાર થયો.
બંધુઓ! આપણે પણ તે મુમુક્ષુની જેમ મોક્ષમાર્ગને
ઓળખવો જોઈએ, ને તેની આરાધના કરવી જોઈએ.

PDF/HTML Page 20 of 40
single page version

background image
વૈશાખ સુદ બીજ: ભાવનગરમાં
ગુરુદેવની જન્મજયંતિનાં દ્રશ્યો
જન્મોત્સવની મંગલ વધાઈ લઈને હજારો
ભક્તો આદિનાથનગરમાં ઊભરાઈ રહ્યા
છે...હાથીરાજ પણ આનંદથી તૈયાર થઈને ઊભા
છે......ગુરુદેવ પધારતાં ભાવનગર મુમુક્ષુમંડળના
પ્રમુખશ્રી હિંમતભાઈ હાથમાં શ્રીફળ સહિત
હાર્દિક ઉમંગથી સ્વાગત કરી રહ્યા છે.....અને કહે
છે કે અહો ગુરુદેવ! આપે તો અમને મિથ્યા
માર્ગેથી છોડાવ્યા......ને મોક્ષનો સાચો રાહ
બતાવ્યો......