૩૨૩
પંચપરમેષ્ઠી ભગવંતો અને સર્વે સાધકધર્માત્માઓ
વીતરાગભાવની આરાધનાપૂર્વક આપણને પણ એ જ માર્ગ
બતાવીને પરમ ઉપકાર કરી રહ્યા છે....પરમવત્સલતાથી
તેઓ આપણને ક્રોધ અને આત્માનું પૃથક્કરણ કરાવીને પરમ
ક્ષમાધર્મની આરાધના શીખવે છે.
આવા પરમ ઉપકારી સન્તોનો ઉપકાર શબ્દોમાં
સમાઈ શકે નહીં; આત્માના અસંખ્યપ્રદેશ ખોલીને તેમાં
સન્તોએ બતાવેલા વીતરાગી ક્ષમાભાવને ભરી દઈએ ને
ક્રોધના કોઈ અંશને તેમાં રહેવા ન દઈએ...આવી આરાધના
એજ સાચી ઉત્તમક્ષમા છે. એક જ ધર્મને સાધનારા આપણે
સૌ સાધર્મીઓ પરસ્પર પરમ પ્રીતિથી આવી ક્ષમાના
આરાધક બનીએ.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૬ ભાદરવો (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૭ : અંક ૧૧