PDF/HTML Page 1 of 45
single page version
PDF/HTML Page 2 of 45
single page version
णमो सिद्धाणं।
णमो आइरियाणं।
णमो उवज्झायाणं।
णमो लोए सव्वसाहूणं।
વાસ છે–એમ સ્વસન્મુખવૃત્તિ વળે છે. આ રીતે
PDF/HTML Page 3 of 45
single page version
આજે ૨૭ વર્ષ પૂરા કરીને ૨૮ મા વર્ષમાં
આગેકદમ કરી રહ્યું તે પૂજ્ય શ્રી કહાનગુરુનો
વીતરાગમાર્ગમાં સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવાં છે?
તે બધુંય આપે જ અમને સમજાવ્યું છે. આપના
જ પ્રતાપે અમને જિનમાર્ગની પ્રાપ્તિ થઈ છે.
બની રહ્યા છે. અમારા સૌના હૃદયમાં આપના પવિત્ર ઉપકારનું ઝરણું વહી રહ્યું છે–આ
ભવના અંત સુધી જ નહીં પણ આવતા ભવમાંય અમારા આત્મપ્રદેશોની વીણા
સાથે આનંદનગરીમાં આવીશું.
સંબંધી આપના પ્રત્યેની ભક્તિ કઈ રીતે વ્યક્ત કરું? આ આત્માના પ્રદેશોમાં
કોતરાયેલો આપનો અને સર્વે સંતોનો પવિત્ર ઉપકાર મને રત્નત્રયરૂપ બનાવો એ જ
એક બેસતા વર્ષની બોણીરૂપે મંગલ પ્રાર્થના છે.
PDF/HTML Page 4 of 45
single page version
લવાજમ કારતક
ચાર રૂપિયા
હે મોક્ષપુરીના પથિક! અપૂર્વ આત્મસ્વભાવ સાંભળીને હવે તો તું તેની ભાવના
पंथिय सिवपुरीपंथं जिणउवइठ्ठं पयत्तेण।।६।।
જિનકથિત શિવપુરી પંથ આ, હે પથિક! યત્નથી જાણ તું. (૬)
PDF/HTML Page 5 of 45
single page version
ગ્રહ્યાં ને છોડયા પણ તારા સંસારનો અંત ન આવ્યો;– ક્ષણે ક્ષણે તું ભાવમરણે દુઃખી છે;
માટે હવે તો તે ભાવમરણથી બચવા તું જિનભાવના ભાવ; જિનભાવના વડે
સમ્યક્ત્વાદિ પ્રગટ કર. ‘જિનભાવના’ કહેતાં પોતાના શુદ્ધ આત્માની સન્મુખ થઈને
તેમાં એકાગ્રતા; તેના વડે શિવપુરીનો પંથ સધાય છે.
સંસારમાં તે ઘણાં તીવ્ર દુઃખો ભોગવ્યાં. તેમાં પણ સાત નરકમાં દારુણ–ભીષણ ને
અસહ્ય દુઃખો ઘણા લાંબાકાળ સુધી તેં ભોગવ્યા. ભાઈ! હવે વિચાર તો કર કે
આવા દુઃખોથી આત્માનો છૂટકારો કેમ થાય? ‘ભાવ’ એટલે સમ્યગ્દર્શનાદિ, તેના
વગર આવા દુઃખો જીવ પામે છે; માટે હે જીવ! હવે તું જિનભાવના વડે
સમ્યગ્દર્શનાદિ ભાવને પ્રગટ કર.
વર્ષથી માંડીને તેત્રીસ સાગરોપમ જેટલા અસંખ્યાત વર્ષો સુધી જીવ તીવ્ર દુઃખ પામે
છે. આનંદધામ તો પોતામાં છે–પણ એની સામે પોતે જોતા નથી. આત્માને ભૂલીને
અનંતકાળ કેવા દુઃખમાં ગુમાવ્યો, ને હવે તેનાથી છુટવા શું કરવું તેનો આ ઈતિહાસ
છે. જિનભાવના વગર દુઃખ પામ્યો, માટે હવે અત્યંત ઉદ્યમ વડે જિનવર જેવો
પોતાનો શુદ્ધ આત્મા ઓળખીને તેની ભાવના કર. આવી જિનભાવના વડે તું
જિનપદને પામીશ.
જીવે પૂર્વે એકક્ષણ પણ નથી ભાવી; મિથ્યાત્વાદિ ભાવોને જ ભાવ્યા છે, સમ્યક્ત્વાદિરૂપ
પરિણતિ કરીને તે ભાવને કદી ભાવ્યા નથી. માટે હે જીવ! હે મોક્ષનગરના પથિક! હવે
તો તું આવો અપૂર્વ આત્મસ્વભાવ સાંભળીને તેની ભાવના કર; ભાવના એટલે તેમાં
એકાગ્રતારૂપ ભાવ પ્રગટ કર જેથી તારા આત્મામાં અપૂર્વ આનંદરૂપ નવું વર્ષ બેસે, ને
અનંતકાળમાં નહિ પ્રગટેલું પરમ સુખ તને પ્રાપ્ત થાય. આનું નામ મંગલ દીવાળી ને
આ અપૂર્વ બેસતું વર્ષ.
PDF/HTML Page 6 of 45
single page version
અજ્ઞાની શરીરની સુંદરતા વડે પોતાની શોભા માને છે, અને શરીર કદરૂપ હોય ત્યાં
પોતાને હલકો માને છે. પણ ભાઈ, કદરૂપું શરીર કાંઈ કેવળજ્ઞાન લેવામાં વિઘ્ન
નથી કરતું, અને સુંદર રૂપાળું શરીર કાંઈ કેવળજ્ઞાન લેવામાં મદદ નથી કરતું.
અનેક જીવો સુંદર રૂપવાળા હોવા છતાં પણ પાપ કરીને નરકે ગયા છે, અને કુરૂપ
શરીરવાળા પણ અનેક જીવો આત્મજ્ઞાન કરીને મોક્ષ પામ્યા છે. જોકે તીર્થંકરાદિ
ઉત્તમ પુરુષોને તો દેહ પણ લોકોત્તર હોય છે, પરંતુ તે પણ આત્માથી તો જુદો જ
છે. દેહ કાંઈ આત્માની વસ્તુ નથી. દેહથી ભિન્ન આત્માને જે ઓળખે તેણે જ
ભગવાનના સાચારૂપને ઓળખ્યું છે. દેહ છે તે કાંઈ ભગવાન નથી; ભગવાન તો
અંદરમાં જે ચૈતન્યમૂર્તિ કેવળજ્ઞાનાદિ ગુણસહિત બિરાજમાન છે–તે જ છે. દરેક
આત્મા આવો ચેતનરૂપ છે; શરીર સુરૂપ હો કે કુરૂપ, –તે તો જડનું રૂપ છે, આત્મા
તે જડ રૂપપણે કદી થયો નથી. જડ ત્રણેકાળ જડ રહે છે, ને ચેતન ત્રણેકાળ ચેતન
રહે છે; જડ અને ચેતન કદીપણ એક થતા નથી; શરીર અને જીવ સદાય જુદા જ છે.
આવા આત્માને અનુભવમાં લેતાં સમ્યક્દર્શન અને અપૂર્વ શાંતિ થાય છે. આવા
આત્માની ધર્મદ્રષ્ટિ વગર કદી દુઃખ મટે નહીં ને શાંતિ થાય નહીં.
ચેતના વગરનું મૃતકકલેવર છે, –શું તેની સજાવટથી આત્મા શોભે છે? ના;
ચેતનભગવાનની શોભા જડ શરીર વડે હોય નહીં. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
રત્નત્રય વડે જ આત્મા શોભે છે. માટે દેહદ્રષ્ટિ છોડીને આત્માને ઓળખો.
આત્માની આવી ઓળખાણ તે વીતરાગવિજ્ઞાન છે, અને વીતરાગવિજ્ઞાન તે જ
સુખની ખાણ છે.
PDF/HTML Page 7 of 45
single page version
માર્ગથી મોક્ષને સાધ્યો તે જ માર્ગ ‘આજે’ મને પ્રાપ્ત
થયો...... મારા મોક્ષનું કારણ મારામાં જ છે–એમ
અંતર્મુખ અવલોકનવડે ધર્મી જીવ આનંદથી મોક્ષ
સાધે છે, તેનું આ વર્ણન છે.
દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને જેમણે દેહનું મમત્વ છોડી દીધું છે, અને
અંતરમાં ક્રોધ–માનાદિ કષાયો છોડીને આત્માના સ્વરૂપમાં જે એકાગ્ર છે તે ભાવલિંગી
સાધુ છે. આ રીતે મોહાદિ રહિત આત્માના શુદ્ધપરિણામ, સ્વાભાવિક જ્ઞાનચેતનારૂપ
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વે પરિહરું.
શુદ્ધભાવમાં પોતાના આત્મા સિવાય કોઈ બીજાનું અવલંબન નથી.
PDF/HTML Page 8 of 45
single page version
आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे।।५८।।
પચખાણમાં આત્મા જ, સંવર–યોગમાં પણ આતમા.
શાસ્ત્રની વાણીના આધારે, કે વિકલ્પોના આધારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવો થતા નથી.
ચેતનામય જે શુદ્ધ સહજ ભાવો છે તેનો હેતુ પોતાનો આત્મા જ છે. અને તે નિર્મળ
ભાવોમાં ચેતનમય આત્મા જ પ્રસરેલો છે, તેમાં રાગ નથી, તેમાં પરચીજ નથી, એટલે
બીજું કોઈ તેનું કારણ નથી.
સિવાય બીજા કોઈ રાગાદિ ભાવો સાથે તેને એકતા નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં
રાગ નથી, રાગ તો તેનાથી દૂર છે, ને આત્મા તેમાં નજીક છે; આત્મા નજીક છે એટલે
આત્મામાં એકાગ્રતાથી તે ભાવો પ્રગટ્યા છે, ને આ જ મોક્ષનું કારણ છે.
થાય છે. આ રીતે પોતાની નિર્મળપર્યાયનું કારણ અભેદપણે પોતાનું દ્રવ્ય જ છે. બીજા
સાથે તેને જરાય સંબંધ નથી. માટે ધર્મી કહે છે કે પરનું અવલંબન તો હું સર્વથા છોડું છું
ને મારા આત્માનું અવલંબન કરું છું.
કારણ નથી. પરદ્રવ્યના આશ્રયે તો સંસાર છે, ને સ્વદ્રવ્યના જ આશ્રયે મુક્તિ છે.
PDF/HTML Page 9 of 45
single page version
ઓળખ્યા વગર જીવ પોતાનું કલ્યાણ કઈ રીતે સાધશે? આત્માના જ્ઞાન–આનંદમય
નિર્મળ ભાવ આત્માના જ આશ્રયે થાય છે, તે કાંઈ આત્માથી જુદાં નથી, કે કોઈ જુદા
અનુભવમાં ‘આ દ્રવ્યને આ પર્યાય’ એવો ભેદ નથી, વિકલ્પ નથી. જ્ઞાન–આનંદ
વગેરેનો અભેદ અનુભવ છે; આવા અનુભવમાં શાસ્ત્રના ભણતરનુંય આલંબન નથી.
અનુભવમાં એક પરમભાવરૂપ આત્મા જ પ્રકાશે છે; અને આવા અનુભવથી જ સિદ્ધિ
છે. –આવો અનુભવ થતાં ભાવલિંગ પ્રગટે છે ને તેને જ મુનિદશા થાય છે. આવી
ભાવશુદ્ધિ વગર મુનિદશા કે મુક્તિ નથી. વિકલ્પ વગરનો જે નિર્વિકલ્પ અભેદ અનુભવ
તેના વડે સમ્યગ્દર્શનની, જ્ઞાનની, ચારિત્રની સિદ્ધિ થાય છે–આમ જાણવું.
सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।।५९।।
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
ક્ષણિકભાવો છે, તે કાંઈ મારા શાશ્વત આત્મામાંથી ઉત્પન્ન થયેલા નથી, તે તો સંયોગાશ્રિત
ભાવો છે. મારો સ્વભાવ તો એક છે, ને રાગાદિભાવો તો અનેક પ્રકારનાં ક્ષણિક છે. આમ
ભેદજ્ઞાન કરીને પોતાના આત્માને અનુભવમાં લે. હે ભાઈ! આ જન્મ–મરણનાં દુઃખડા
ટાળવા માટે તું આવા આત્માને જાણ, ને તેની ભાવના વડે તેમાં જ એકાગ્ર થા.–
શુદ્ધાતમચિંતન કરી શિવસુખનો લે લ્હાવ.
ધ્યાનવડે અભ્યંતરે દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની–ક્ષીર.
PDF/HTML Page 10 of 45
single page version
ચૈતન્યચિંતામણિ એવો હું પોતે મારા અનંત દિવ્ય જ્ઞાન–આનંદથી સમૃદ્ધ છું; પછી અનેક
પ્રકારનાં બાહ્ય ભાવોનું મારે શું કામ છે?
સાધવાની આ રીત જાણીને મુમુક્ષુ મહા આનંદિત થાય છે. વાહ! જે માર્ગે ભગવાન
મોક્ષ પધાર્યા તે જ માર્ગ મને પ્રાપ્ત થયો.
સિદ્ધિ વર્યા, નમું તેમને; નિર્વાણના તે માર્ગને.
જ્ઞાન વગરનો કોઈ જીવ હોતો નથી; અને જીવ સિવાય બીજામાં ક્્યાંય
જ્ઞાન હોતું નથી. –આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરીને પર દ્રવ્યથી
અત્યંત ભિન્નપણે તેને સાધવો.
આત્માની ચીજ નથી. વિકલ્પમાં એકતા કરતાં આત્મા અનુભવમાં નહીં
આવે. વિભ્રમથી જ વિકલ્પો પોતાના સ્વરૂપે ભાસે છે. પણ જ્ઞાન કદી પણ
વિકલ્પરૂપ થતું નથી. આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ છે.
તન્મય નથી કરતો, તેનાથી તો જુદો પડીને આત્મસ્વભાવમાં તન્મયતા વડે
મોક્ષમાર્ગ પ્રગટ કરે છે; આ રીતે સાધક પોતાના સિદ્ધપદને સાધે છે.
PDF/HTML Page 11 of 45
single page version
પંચમગુણસ્થાને સર્વજ્ઞપદને સાધી રહ્યા છે. અસંખ્ય સમ્યગ્દ્રષ્ટિ જીવો સર્વજ્ઞપદને સાધી
રહ્યા છે. ને શક્તિપણે અનંતાનંત જીવોમાં સર્વજ્ઞતા ભરેલી છે. સર્વજ્ઞસ્વભાવી આવો
આત્મા અચિંત્ય શક્તિવાળો દેવ હું પોતે છું–એમ જેણે સ્વ વસ્તુનો પરિગ્રહ કર્યો (શ્રદ્ધા
જ્ઞાનમાં તેની પક્કડ કરી) તેને રાગનો પરિગ્રહ ન રહ્યો, ‘રાગ હું’ એવી પક્કડ ન રહી.
અહા, હું જ સર્વજ્ઞસ્વભાવી, અચિંત્ય શક્તિવાળો દેવ, પછી પરભાવના બીજા પરિગ્રહનું
શું કામ છે? –કેમકે સર્વજ્ઞતામાં જ સર્વ અર્થની સિદ્ધિ છે.–સર્વજ્ઞતા થઈ ત્યાં
આત્મસ્વરૂપનાં સર્વકાર્ય સિદ્ધ થઈ ગયા, જ્ઞાન પૂરું થયું, આનંદ પૂરો થયો, સર્વે ગુણો
પૂરા થયા, પછી હવે બીજું કોઈ પ્રયોજન બાકી નથી રહ્યું. પૂર્ણ અતીન્દ્રિય સુખસહિત
સર્વજ્ઞતા જ્યાં સિદ્ધ થઈ પછી બીજા પદાર્થના સંગ્રહને તે શું કરે? માટે સર્વજ્ઞસ્વરૂપને
અનુભવનાર જ્ઞાનીને અન્ય કોઈ પરવસ્તુનો પરિગ્રહ નથી. જ્ઞાનીને શુદ્ધ જ્ઞાનપદના
ચિન્તનથી–અનુભવનથી જ્યાં પરમ સુખરૂપ કાર્યસિદ્ધિ થાય છે ત્યાં, શુદ્ધ સ્વરૂપના
અનુભવથી બાહ્ય એવા રાગાદિ વિકલ્પોનું શું કામ છે? શુદ્ધ ચૈતન્યપદનો જ્યાં અનુભવ
છે ત્યાં અન્ય પદાર્થનું સ્મરણ કોણ કરે? અહા! પોતામાં શુદ્ધ જીવવસ્તુ જ્ઞાનમાત્ર
અનુભવ ચિંતામણિ–રત્ન છે, એ અનુભવ–ચિંતામણિરત્ન વડે પરમાત્મપદ ને અતીન્દ્રિય
સુખ પ્રાપ્ત થાય છે, –પછી ત્યાં શુભ–અશુભ વિકલ્પોના સંગ્રહનું શું પ્રયોજન છે?
એનાથી તો કોઈ કાર્યસિદ્ધિ થતી નથી. સર્વજ્ઞભાવથી ભરેલો અચિંત્ય મહિમાવાળો
આત્મા પોતે પરમ પૂજ્ય દેવ છે, એ દેવ જેને પ્રસન્ન થયા તે પછી બીજાને કેમ સેવે?
ભગવાન જેને ભેટયા તે ભીખારીને કેમ સેવે?
PDF/HTML Page 12 of 45
single page version
તેમાંથી પાછો વાળીને સ્વદ્રવ્યની સન્મુખતાથી પ્રગટેલા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં
તારા આત્માને સ્થાપ! તેમાં તન્મય થઈને પરિણમ. –તે પરમાર્થ મોક્ષમાર્ગ છે.
દર્શન–જ્ઞાન–ચારિત્રમાં નિશ્ચળપણે સ્થાપ, નિરંતર સ્થાપ. એકાગ્ર થઈને દર્શન–જ્ઞાન–
ચારિત્રને જ ધ્યાવ; જ્ઞાનચેતનામય થઈને તેનો જ અનુભવ કર. નિર્મળપર્યાયને
ધ્યાવવાનું–અનુભવવાનું કહ્યું તેનો અર્થ, તે પર્યાયમાં અભેદ થઈને પરિણમેલા શુદ્ધ
આત્માને જ ધ્યાવ–અનુભવ, તેમાં સ્થિર થા! ત્યાં આનંદ છે......ત્યાં જ વિશ્રાંતિ–પરમ
સમયના સારને પામે છે. ભાઈ, આ મોક્ષના મારગમાં આવવાની વાત છે.
પોતાપણે અનુભવે છે તેઓ શુદ્ધઆત્માને દેખતા નથી, અનુભવતા નથી. એટલે
મોક્ષમાર્ગને પામતા નથી. તેઓ તો રાગને જ અનુભવતા થકા અશુદ્ધ આત્માને દેખે
છે.
રાગથી આત્માને જુદો જાણે છે. જેને જુદો જાણ્યો તે મોક્ષનું કારણ કેમ થાય?
શુદ્ધઆત્માના અનુભવથી મોક્ષ થાય છે, ને તે અનુભવમાં રાગનો અભાવ છે. માટે કહે
છે કે હે જીવ! રાગ વગરના નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે પરમાર્થ મોક્ષમાર્ગ
તેમાં તું તારા આત્માને સ્થાપિત કર.
PDF/HTML Page 13 of 45
single page version
એટલે શુદ્ધઆત્માની ભાવના; આત્માના સ્વભાવની
સન્મુખ થઈને તેની ભાવના કરવી તેનું નામ
જિનભાવના છે, આવી જિનભાવના વડે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. માટે હે જીવો! પૂર્વે નહિ
ભાવેલી એવી અપૂર્વ જિનભાવનાને તમે ભાવો.
જિનભાવના વગર જીવ ચાર ગતિનાં ભીષણ દુઃખ
પામ્યો, માટે હવે તેનાથી છૂટવા ને મોક્ષસુખ પામવા
તમે જિનભાવના ભાવો.
શુદ્ધભાવ. વીતરાગી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આવો શુદ્ધભાવ આત્માના
આશ્રયે જ પ્રગટે છે. આવા શુદ્ધભાવવડે જે પરમાત્મા થયા તે અરિહંતાદિ
પરમાત્માને નમસ્કાર કરું છું. તે પરમાત્મા આવા શુદ્ધભાવરૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રનો ઉપદેશ દેનારા છે ને તેવા શુદ્ધભાવના કરનાર છે. તેમણે પોતાના
આત્મામાં એવો શુદ્ધભાવ કર્યો છે ને બીજા જીવોને પણ તેવો શુદ્ધભાવ કરવામાં
નિમિત્ત છે. શુદ્ધભાવ એટલે વીતરાગભાવ અથવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
ભાવ; તે પોતાના સ્વભાવના આશ્રયે જ પ્રગટે છે; તેથી આત્માને જાણ્યા વગર
શુદ્ધભાવ પ્રગટે નહીં. આવા આત્માની ઓળખાણ કરીને શુદ્ધભાવ પ્રગટ કરવામાં
અરિહંતપરમાત્મા વગેરે પંચપરમેષ્ઠી નિમિત્ત છે, તેથી મંગલાચરણમાં તેમને
નમસ્કાર કરીને આ ભાવપ્રાભૃત શરૂ થાય છે.–
PDF/HTML Page 14 of 45
single page version
णमिऊण जिणवरिंदे णरसुरभवणिंदवंदिए सिद्धे।
वोच्छामि भावपाहुडम् अवसेसे संजदे सिरसा।।१।।
શિરસા નમી, કહું ભાવપ્રાભૃત; વંદું સંયત સર્વને. (૧)
શુદ્ધભાવ જ સંવર–નિર્જરા–મોક્ષનું કારણ છે. શુભરાગથી પુણ્ય છે, તે તો પાપની જેમ
ભાવબંધ છે, તે કાંઈ નિર્જરાનું કારણ નથી. નિર્જરાનું કારણ તો શુદ્ધભાવ છે.
શુદ્ધઆત્માની દ્રષ્ટિથી થયેલો જે રાગ–દ્વેષ વગરનો શુદ્ધભાવ એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર તે જ નિર્જરાનું ને મોક્ષનું કારણ છે. ૧૪૮ પ્રકૃતિમાંથી તીર્થંકરાદિ કોઈ પણ
કર્મપ્રકૃતિ જે ભાવથી બંધાય તે અશુદ્ધભાવ સંસારનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી.
તીર્થંકરને કેવળજ્ઞાન થયું તે શુદ્ધ ભાવથી જ થયું છે, તે કાંઈ રાગથી કે તીર્થંકરપ્રકૃતિથી
થયું નથી. શુદ્ધઆત્માના અનુભવમાં લીનતારૂપ શુદ્ધભાવ, તેનું ફળ કેવળજ્ઞાન છે. વચ્ચે
રાગ આવ્યો ને તીર્થંકર પ્રકૃતિ બંધાણી તેનું ફળ
PDF/HTML Page 15 of 45
single page version
વગરનો શુદ્ધભાવ છે) તે ધર્મ છે ને તે મોક્ષનું કારણ છે, તેને અજ્ઞાની ઓળખતો
નથી. વીતરાગી શુદ્ધભાવને લીધે જ પંચપરમેષ્ઠીનું પૂજ્યપણું છે, રાગને લીધે કે
સંયોગને લીધે પૂજ્યપણું નથી. આવા વીતરાગભાવની ઓળખાણ વડે જ
અરિહંતાદિની સાચી ઓળખાણ થાય છે. મોક્ષમાર્ગપ્રકાશકના મંગલાચરણમાં પં.
ટોડરમલજી લખે છે કે–
નમું તેહ, જેથી થયા અરિહંતાદિ મહાન.
થઈ ગયો છે, ને આચાર્ય–ઉપાધ્યાય સાધુને એકદેશ શુદ્ધભાવ થયો છે. ચોથા
ગુણસ્થાનથી સમ્યગ્દ્રષ્ટિને પણ શુદ્ધભાવ શરૂ થઈ ગયો.
PDF/HTML Page 16 of 45
single page version
નથી. જે રાગને સિદ્ધપદનું સાધન માને તેને રાગ વગરના શુદ્ધભાવની ખબર પણ
નથી, અને શુદ્ધભાવવાળા પંચપરમેષ્ઠીને પણ તે ઓળખતો નથી; તે તો સંસારના
સાધનને જ મોક્ષનું સાધન માની રહ્યો છે. મુનિ વગેરેને રત્નત્રયની સાથે વ્રતાદિનો
જે શુભરાગ છે તે રાગવડે કાંઈ તેઓ મોક્ષને નથી સાધતા, પણ રત્નત્રયરૂપ જે
શુદ્ધતાના અંશો છે તેના વડે જ પૂર્ણ શુદ્ધતાને તેઓ સાધે છે. એ જ રીતે ચોથા
ગુણસ્થાને સમ્યગ્દર્શનાદિ જેટલી ભાવશુદ્ધિ છે તેના વડે તે પૂર્ણશુદ્ધતારૂપ મોક્ષને
સાધે છે, પણ જે રાગ છે તેને મોક્ષનું સાધન માનતા નથી. શુદ્ધતાનું સાધન તો
શુદ્ધતારૂપ જ હોય, રાગરૂપ ન હોય.
રાગની પુષ્ટિનો જે ઉપદેશ આપે તે ગુરુપદે શોભતા નથી, તે તો કુગુરુ છે.
વીતરાગતાના સાધક ગુરુ તો વારંવાર એવો ઉપદેશ આપે છે કે તારો સ્વભાવ
વીતરાગી છે, વીતરાગભાવ જ ધર્મ છે, વીતરાગભાવ જ મોક્ષનું સાધન છે,
વીતરાગભાવમાં જ સુખ છે, શુદ્ધઆત્માના આશ્રયે વીતરાગભાવ જ કર્તવ્ય છે; –એમ
વારંવાર વીતરાગતાનો પોષક ઉપદેશ આપે છે. રાગથી ધર્મ થશે એમ તેઓ કહેતા નથી.
બધા જૈનશાસ્ત્રોનો સાર વીતરાગભાવ જ છે અને તે વીતરાગતા શુદ્ધઆત્મસ્વભાવના
અનુભવથી થાય છે. આત્માની સન્મુખ થઈને શુદ્ધભાવ પ્રગટ કરવો તે જ ધર્મની
શરૂઆત છે, તે જ મોક્ષનો માર્ગ છે ને તેમાં જ સંવર–નિર્જરા છે. આવા શુદ્ધભાવને
પામેલા ને તેનો ઉપદેશ દેનારા એવા પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને
ભાવપ્રાભૃતનું મંગલાચરણ કર્યું છે.
તેની ભાવના કરવી તેનું નામ જિનભાવના છે, આવી જિનભાવના વડે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. માટે હે જીવો! પૂર્વે નહિ ભાવેલી એવી અપૂર્વ જિનભાવનાને
તમે ભાવો જિનભાવના વગર જીવ ચાર
PDF/HTML Page 17 of 45
single page version
ગાથામાં સમજાવે છે.
પણ તે દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, ભાવશુદ્ધિરૂપ ભાવલિંગ જ પરમાર્થ છે: માટે હે જીવ!
ભાવશુદ્ધિને જ તું પરમાર્થ મોક્ષકારણ જાણ–એમ કહે છે–
भावो कारणभूदो गुणदोसाणां जिणा विंति।।२।।
ગુણદોષનું કારણ કહે ભગવંત જીવના ભાવને. (૨)
પરમાર્થ છે. ત્યાં દ્રવ્યલિંગ હોય છે ખરૂં પણ તે મોક્ષનું ખરૂં કારણ નથી એટલે તે
પરમાર્થ નથી. પરમાર્થરૂપ હોવાથી ભાવલિંગને મુખ્ય કહ્યું એટલે કે ‘પ્રથમ’ કહ્યું. પહેલાંં
ભાવલિંગ પ્રગટે ને પછી દ્રવ્યલિંગ થાય–એમ ‘પ્રથમ’ નો અર્થ નથી; પણ ભાવલિંગ
મુખ્ય છે–એવા અર્થમાં તેને ‘પ્રથમ’ કહ્યું છે. અથવા મુનિ થનારને પહેલાંં
સમ્યગ્દર્શનરૂપી શુદ્ધભાવ હોય છે. તે જીવ પહેલાંં તો વૈરાગ્યથી ગુરુ પાસે જઈને
દ્રવ્યલિંગ
PDF/HTML Page 18 of 45
single page version
સાચું મુનિપણું થાય છે.
તે નવમી ગ્રૈવેયક સુધી જાય, પણ તેને ભવકટ્ટી ન થાય, –માટે દ્રવ્યલિંગ
પરમાર્થ નથી, તે મોક્ષનું કારણ નથી. દ્રવ્યલિંગથી તેને ધર્મનો કાંઈ લાભ
નથી.
અંદર મુનિદશાને યોગ્ય શુદ્ધતા ન થઈ, સાતમું ગુણસ્થાન ન પ્રગટ્યું, –તો તે
સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ દ્રવ્યલિંગી છે. તેને સમ્યગ્દર્શનના પ્રતાપે ભવકટ્ટી તો
થઈ ગઈ છે, પણ મુનિદશા હજી થઈ નથી. દ્રવ્યલિંગ હોવા છતાં તેને
ભાવલિંગ ન થયું, માટે દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, તે મોક્ષનું કારણ નથી.
દ્રવ્યલિંગને કારણે તેને ભવકટ્ટી નથી થઈ પણ સમ્યગ્દર્શનરૂપ ભાવશુદ્ધિને
કારણે જ ભવકટ્ટી થઈ છે.
જ્યાં ભાવલિંગ પ્રગટે ત્યાં દ્રવ્યલિંગ હોય જ–એવો નિયમ છે.)
ભાવનાથી પહેલાંં દ્રવ્યલિંગ ધારણ કર્યું; પછી અંદરમાં શુદ્ધોપયોગના પ્રયોગથી
નિર્વિકલ્પ ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટયું, એટલે ભાવલિંગ થયું, સાચી
મુનિદશા થઈ. હવે તેને પણ જે દ્રવ્યલિંગ છે તે કાંઈ મોક્ષનું કારણ નથી એટલે તે
પરમાર્થ નથી, જે ભાવશુદ્ધિરૂપ ભાવલિંગ છે તે જ પરમાર્થ છે, તે જ મોક્ષનું
કારણ છે.
PDF/HTML Page 19 of 45
single page version
ગુણસ્થાન પ્રગટી જાય ને પછી વસ્ત્રાદિ છોડીને મુનિ થાય–એમ નથી. વસ્ત્રાદિ
સહિત દશામાં જ્ઞાનીને આત્માનો અનુભવ હોય. સમ્યગ્દર્શન હોય, પણ મુનિદશા ન
હોય. પહેલાંં દ્રવ્યલિંગ ધારણ કરીને અંતરના પ્રયોગપૂર્વક ભાવલિંગ પ્રગટ કરે છે.
ભાવશુદ્ધિ સહિતના દ્રવ્યલિંગમાં પણ તે દ્રવ્યલિંગ કાંઈ પરમાર્થ નથી, તે જીવનું
સ્વરૂપ નથી. શુદ્ધભાવ જ પરમાર્થ છે, તે જીવનું સ્વરૂપ છે. મુનિને સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ હોય છે ખરૂં; ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ
ગમે તેવું વિપરીત હોય–એમ ન બને. દ્રવ્યલિંગ યોગ્ય જ હોય છે, પણ મહત્તા
ભાવલિંગની છે–એમ બતાવવું છે. મોક્ષનું કારણ ભાવલિંગ છે; દ્રવ્યલિંગ નહીં.
દ્રવ્યલિંગ તો પરદ્રવ્ય–આશ્રિત છે, તેનું તો મમત્વ છોડીને અરિહંતો મુક્તિ પામ્યા
છે. સમયસાર ગા. ૪૦૯–૪૦૧ માં કહે છે કે –અજ્ઞાની લોકો દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ
માનીને તેનું મમત્વ કરે છે, પણ બધાય અરિહંત ભગવંતોએ તો શરીરાશ્રિત એવા
દ્રવ્યલિંગનું મમત્વ છોડ્યું, ને શુદ્ધજ્ઞાનમય થઈને, આત્માશ્રિત દર્શન–જ્ઞાન–ચારિત્ર
વડે મોક્ષની ઉપાસના કરી. જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અર્હંતદેવો
તેનું મમત્વ છોડીને દર્શન–જ્ઞાન–ચારિત્રને શા માટે સેવત? માટે જિનભગવંતો એમ
કહે છે કે દ્રવ્યલિંગ તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તેમજ તેના આશ્રયે મોક્ષમાર્ગ
પ્રગટતો નથી, તે તો શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર જ
મોક્ષમાર્ગ છે, તે આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. માટે હે જીવ! તું સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ પરમાર્થમોક્ષમાર્ગમાં તારા આત્માને જોડ. મોક્ષાર્થી જીવોએ આવો
એક જ મોક્ષમાર્ગ સદા સેવવાયોગ્ય છે.
છે, દરેક વસ્તુમાં પોતાનો ભાવ હોય છે. પણ અહીં મોક્ષમાર્ગમાં ‘ભાવ’ એટલે
જીવના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સ્વભાવભાવની મુખ્યતા છે, તે જ મોક્ષનું
પરમાર્થ કારણ છે. આવી ભાવશુદ્ધિ વગરનું બધુંય
PDF/HTML Page 20 of 45
single page version
છે અને પુદ્ગલ સ્પર્શાદિરૂપ જડ છે. તેનું એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ થવું
તેને ભાવ કહે છે. હવે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણામ તે તો જીવના
સ્વભાવરૂપ ભાવ છે, શુદ્ધભાવ છે, તે સુખનું ને મોક્ષનું કારણ છે; તથા રાગ–દ્વેષ–
મોહરૂપ પરિણામ તે જીવના વિભાવરૂપ ભાવ છે; તે અશુદ્ધભાવ છે, તે દુઃખનું અને
સંસારનું કારણ છે. પરમાણુમાં વર્ણ–ગંધ–રસ–સ્પર્શ તે તેનો સ્વભાવભાવ છે, અને
તેમાં સ્કંધરૂપ કર્મ વગેરે અવસ્થા થાય તે વિભાવભાવ છે; જડમાં સ્વભાવ હો કે
વિભાવભાવ હો, તેને કાંઈ સુખ–દુઃખ નથી. સુખ–દુઃખ જીવને હોય, જડને સુખ–
દુઃખ ન હોય.
સમ્યક્ત્વાદિ સ્વભાવ–ભાવથી જીવને સુખ છે, અને મિથ્યાત્વાદિ વિભાવ–
ભાવથી જીવને દુઃખ છે; માટે સ્વભાવરૂપ થવું ને વિભાવરૂપ ન થવું એમ જીવને
ઉપદેશ છે. વિભાવભાવ જીવને કદી સુખનું કે મોક્ષનું કારણ થઈ શકે નહીં. પોતાના
સ્વભાવને ઓળખતાં સમ્યક્ત્વાદિ જે શુદ્ધભાવ પ્રગટે છે તે સુખમય છે ને તે જ
મોક્ષનું કારણ છે. માટે હે જીવ! તું જિનભાવના વડે એટલે કે શુદ્ધઆત્માની ભાવના
વડે ભાવશુદ્ધિ પ્રગટ કર.
મૃત્યુનો ભય કેવો? આત્માને શરીર નથી પછી રોગ કેવો?
આત્માને રોગ નથી પછી વેદના કેવી? હે બંધુ! આ જરાક
જેટલા શારીરિક દુઃખથી કાયર થઈને તું પ્રતિજ્ઞાથી જરાપણ
ચ્યુત થઈશ નહીં, આત્મિક ભાવથી જરાપણ ડગીશ નહીં, દ્રઢ
ચિત્ત થઈને આરાધનાને ઉગ્ર કરજે. પાંડવ–મુનિરાજ, સુકુમાર
વગેરે ધીરવીર ધર્માત્માઓનું ઉત્તમ ચારિત્ર યાદ કરીને તેમનું
અનુકરણ કરજે.