Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૮
સળંગ અંક ૩૨૬
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૩૨૬
આનંદની પ્રાપ્તિનો અવસર
જૈનધર્મને પામીને આનંદની પ્રાપ્તિનો આ અવસર છે.
હે ભાઈ! ચારગતિનાં જે અનંત દુઃખ તમે ભોગવ્યાં તેનાથી
જો છૂટવા ચાહતા હો, અને મોક્ષસુખનો અનુભવ કરવા
ચાહતા હો તો જિનવરદેવે કહેલા વીતરાગ–વિજ્ઞાનનું સેવન
કરો. દુઃખથી છૂટીને આનંદની પ્રાપ્તિનો આ અવસર છે.
જીવો દુઃખને ચાહતા નથી, પરંતુ દુઃખનાં કારણરૂપ
મિથ્યાભાવોનું દિનરાત સેવન કરે છે, –તો એ દુઃખથી કેમ છૂટે?
અને જીવો સુખને ચાહે છે, પરંતુ સુખના કારણરૂપ
વીતરાગ–વિજ્ઞાનનું એકક્ષણ પણ સેવન કરતા નથી, તો તેને
સુખ ક્્યાંથી થાય?
હે જીવ! સુખની પ્રાપ્તિના આ અવસરમાં તું અત્યંત
ઉત્સાહથી વીતરાગ–વિજ્ઞાનનું સેવન કરજે.
* * * * *
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૭ માગશર (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૮ : અંક ૨

PDF/HTML Page 3 of 45
single page version

background image
આત્માનુંશાસન
આત્માને વૈરાગ્ય પ્રેરનારું ને આરાધનાનો ઉપદેશ દેનારું શાસ્ત્ર ને
આત્મ–અનુશાસન; તેના રચયિતા શ્રી ગુણભદ્રસ્વામી; સમ્યક્ત્વના
મહિમાપૂર્વક તેની આરાધનાનો ઉપદેશ આપતાં (પૃ. ૯ માં) તેઓ કહે છે કે–
જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોનો યથાવત
નિશ્ચય, આત્મામાં તેનો વાસ્તવિક પ્રતિભાસ તે જ સમ્યગ્દર્શન છે. પંડિત અને બુદ્ધિમાન
મુમુક્ષુને મોક્ષસ્વરૂપ પરમ સુખસ્થાને નિર્વિઘ્ન પહોંચાડવામાં એ સર્વપ્રથમ પગથિયારૂપ છે.
જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે સમ્યક્ત્વ સહિત હોય તો જ મોક્ષાર્થે સફળ છે, વંદનીય છે,
કાર્યગત છે; અન્યથા તે જ (જ્ઞાન, ચારિત્ર અને તપ) સંસારના કારણરૂપપણે જ પરિણમ્યે
જાય છે. ટૂંકામાં સમ્યક્ત્વ રહિત જ્ઞાન તે જ અજ્ઞાન, સમ્યક્ત્વરહિત ચારિત્ર તે જ કષાય અને
સમ્યક્ત્વ વિનાનું તપ તે જ કાયકલેશ છે. જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે ગુણોને ઉજ્જવળ
કરનાર એવી એ સમ્યક્શ્રદ્ધા પ્રથમ આરાધના છે. બાકીની ત્રણ આરાધના એક સમ્યક્ત્વના
વિદ્યમાનપણામાં જ આરાધકભાવે પ્રવર્તે છે. એ પ્રકારે સમ્યક્ત્વનો કોઈ અકથ્ય અને અપૂર્વ
મહિમા જાણી તે પવિત્ર કલ્યાણમૂર્તિરૂપ સમ્યગ્દર્શનને આ અનંત અનંત દુઃખરૂપ એવા
અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે હે ભવ્યો! તમે ભક્તિપૂર્વક અંગીકાર કરો, સમયે
સમયે આરાધો. ચાર આરાધનામાં સમ્યક્ત્વ–આરાધનાને પ્રથમ કહેવાનું શું કારણ? એવો
પ્રશ્ન થતાં ૧પ મી ગાથામાં કહે છે કે–
આત્માને મંદ કષાયરૂપ ઉપશમભાવ, શાસ્ત્રાભ્યાસરૂપ જ્ઞાન, પાપના ત્યાગરૂપ
ચારિત્ર અને અનશનાદિરૂપ તપ એનું જે મહત્પણું છે તે સમ્યક્ત્વ સિવાય માત્ર પાષણબીજ
સમાન છે, તે આત્માર્થરૂપ ફળ દેનાર નથી; પરંતુ જો તે જ સામગ્રી સમ્યક્ત્વસહિત હોય તો
મહામણિ સમાન પૂજનિક થઈ પડે, અર્થાત્ વાસ્તવ્ય ફળદાતા અને ઉત્કૃષ્ટ મહિમાયોગ્ય થાય.
પાષાણ અને મણિ એ બંને એક પથ્થરની જાતિના છે અર્થાત્ જાતિ અપેક્ષાએ તો એ
બંને એક છે, તોપણ શોભા, ઝલક આદિના વિશેષપણાને લઈને મણિનો થોડો ભાર ગ્રહણ
કરે તોપણ ઘણી જ મહત્ત્વતાને પામે, પણ પાષાણનો ઘણો ભાર માત્ર તેના ઉઠાવનારને
કષ્ટરૂપ જ થાય છે; તેવી જ રીતે મિથ્યાત્વક્રિયા અને સમ્યક્ત્વક્રિયા એ બંને ક્રિયા અપેક્ષાએ
તો એક જ છે; તથાપિ અભિપ્રાયના સત્–અસત્પણાના તથા વસ્તુના ભાન–બેભાનપણાના
કારણને લઈને મિથ્યાત્વસહિત ક્રિયાનો ઘણો ભાર વહન કરે તોપણ તે વાસ્તવ્ય મહિમાને કે
આત્મલાભને પામે નહિ, પરંતુ સમ્યક્ત્વસહિત અલ્પ ક્રિયા પણ યથાર્થ ‘આત્મલાભદાતા’
અને અતિ મહિમાયોગ્ય થાય. માટે સમ્યક્ત્વઆરાધના પ્રધાન છે, ને તે પ્રથમ કર્તવ્ય છે.

PDF/HTML Page 4 of 45
single page version

background image

વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ માગશર
ચાર રૂપિયા
.
* વર્ષ ૨૮ : અંક ૨ *
મંગલ–સુપ્રભાતે–
આત્મિક ઋદ્ધિ–બુદ્ધિ અને બળની ભાવના
નિજ સ્વભાવની ઋદ્ધિ પ્રાપ્ત થજો,
સ્વસંવેદનની ઉત્તમ બુદ્ધિ હજો,
આત્માના શ્રદ્ધા–જ્ઞાનનું અનંત બળ હજો.
દીવાળીના દિવસોમાં ગુરુદેવે કહ્યું કે આત્મા
જ્ઞાન–આનંદની ઋદ્ધિથી ભરેલો છે; આત્માના આનંદ
વગેરે નિજ વૈભવને ભૂલીને અજ્ઞાની જીવો બાહ્ય
વૈભવની, ધનની, શરીરના બળની ભાવના ભાવે
છે, એ રીતે દીવાળીને જ દિવસે બાહ્યભાવના વડે
અજ્ઞાની પોતાના ભાવને બગાડે છે, તેને બદલે
દીવાળીના દિવસમાં તો આત્માના સ્વભાવની
ભાવના ભાવવી જોઈએ કે મારા સ્વભાવની અનંત
આનંદ વગેરે ચેતન્યઋદ્ધિ મને પ્રાપ્ત હો; આત્માના
સ્વસંવેદન માટેની ઉત્તમ બુદ્ધિ મને પ્રગટો, અને
વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–આનંદથી ભરપૂર અનંત
આત્મબળ મને પ્રગટો. –આમ પોતાના સ્વભાવની
ભાવના કરીને પરિણતિને અંતરમાં વાળે તો સાચી
દીવાળી પ્રગટે....ને અપૂર્વે ચૈતન્યઋદ્ધિનો લાભ મળે.
સ્વભાવની ભાવનાથી અનંત ચતુષ્ટય પ્રગટ કરીને
આત્મા ઝળકી ઊઠે તે મંગલ સુપ્રભાત છે,

PDF/HTML Page 5 of 45
single page version

background image
:૨: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
* ભાવશુદ્ધી એ જ ભગવાની
આજ્ઞા.એ જ મંગળ દિવાળી *
(આસો વદ અમાસ) (મંગલ દીપાવલી–પ્રવચન) (વીર સં : ૨૪૯૭)
તીર્થંકર ભગવંતોની આજ્ઞા છે કે તું સ્વદ્રવ્યને જાણીને તેનો જ
આશ્રય કર. સાચી કમાણીનું સ્થાન તારા આત્મામાં છે, તેના અનુભવ
વડે આત્માનો અનંત વૈભવ પ્રાપ્ત કરીને અપૂર્વ આનંદની કમાણી કર.
સૌથી મોટો એવો પોતાનો દ્રવ્યસ્વભાવ, તેનો જેણે આશ્રય લીધો તેને
હવે કોઈ ચિંતા ન રહી; સ્વદ્રવ્યના આશ્રયે તે આનંદથી મોક્ષને સાધશે.
ભગવાન મહાવીર પરમાત્મા આજના પરોઢિયે સિદ્ધપદ પામ્યા; આત્મામાં
શક્તિપણે સિદ્ધપદ હતું તે આજે પર્યાયરૂપે પ્રગટ્યું. તેમ દરેક આત્મામાં શક્તિપણે સિદ્ધપદ
છે; તેનું ભાન કરીને તેમાં એકાગ્ર થતાં પર્યાય પણ તેવી પ્રગટ થાય છે. તેને સ્વકાળ કહો,
કે જ્ઞાન–આનંદમય દીવાળી કહો. એવા સ્વભાવની ભાવનાનો આ દિવસ છે.
અહીં ભાવપ્રાભૃતની ૮૮ મી ગાથામાં તે ‘જિનભાવના’ ભાવવાનું કહે છે,
जिनभावना કહો કે પોતાના એકરૂપ અભેદસ્વભાવની ભાવના કહો. સ્વદ્રવ્ય–સ્વક્ષેત્ર–
સ્વકાળ ને સ્વભાવ, –એવા ચાર ભેદના વિકલ્પ પણ જેમાં નથી, એવું સહજ
ચૈતન્યસ્વરૂપ છે તે સ્વાનુભવગમ્ય છે. આવા સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં ધ્યેય બનાવવો
તેનું નામ જિનભાવના છે. જેવા સ્વરૂપે આત્માને ધ્યાવે તેવા સ્વરૂપે તે પરિણમે; એટલે
જિનભાવના વડે આત્માને શુદ્ધસ્વરૂપે ધ્યાવતાં આત્મા શુદ્ધતારૂપ પરિણમે છે.
આખી એક વસ્તુને દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવના ભેદ પાડીને લક્ષમાં લેવા જાય તો
રાગના વિકલ્પ થાય છે, ને શુદ્ધ–બુદ્ધ–એક સ્વભાવ અનુભવમાં આવતો નથી:
ઉપયોગને અંતરમાં વાળીને અનુભવ કરવો તે જિનભાવના છે. આવી ઉત્કૃષ્ટ
જિનભાવના વડે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે. જેમ હિંસાની અશુદ્ધભાવના વડે
તંદુલિયો મચ્છ મરીને સાતમી નરકે ગયો; તેમ જ્ઞાનમય સમ્યક્જિનભાવના વડે જીવ
ક્ષણમાં કેવળજ્ઞાન પામે છે. આ રીતે જીવના ભાવનું ફળ જાણીને હે જીવ! તું
જિનભાવના ભાવ, ને અશુદ્ધભાવોની ભાવના છોડ. ત્રિકાળસ્વભાવની ભાવના વડે
જ શુદ્ધભાવના થાય છે, તે જ જિનભાવના છે, તે જ મોક્ષનું કારણ છે; તે જ વીતરાગ
પુરુષોએ કહેલો મૂળ ધર્મ છે. હે જીવ! આવા મૂળ ધર્મને સમજીને તેની તું ઉપાસના કર.

PDF/HTML Page 6 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૩:
આત્મા પોતે અનંત આનંદનો નાથ, પોતામાં બિરાજી રહ્યો છે, તેને જ ધ્યેય
બનાવતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ થાય છે. જેમ મોટાના આશ્રયે બેઠેલાને
ચિંતા રહેતી નથી. તેમ હે સર્વજ્ઞ પરમાત્મા! મેં તમને ઓળખીને તમારો આશ્રય લીધો,
એટલે કે અંતરમાં આપે કહેલા મારા સ્વભાવનો આશ્રય લીધો ત્યાં હવે અમને કોઈ
ચિંતા નથી, ભવનો હવે અભાવ થયો, સિદ્ધપદ તો અમારા સ્વભાવમાં ભર્યું છે;–ને
એવા મોટા સ્વભાવને અનુભવમાં લીધો તો હવે કોઈ ચિંતા ક્્યાં રહી? જે મેળવવાનું
હતું તે તો અમારા સ્વભાવમાં જ છે, –પછી ચિન્તા શેની? અને જ્યાં આવો મોટો
સ્વભાવ પોતામાં દેખીને તેનો આશ્રય લીધો ત્યાં પરને, રાગને ને નાની એવી ક્ષણિક
પર્યાયની સામે કોણ જુએ? –તેનો આશ્રય કોણ લ્યે? ભાઈ, બહારના જડવૈભવમાં તો
તારું કાંઈ નથી; તારો અનંત આત્મવૈભવ તારામાં જ છે. તેને તું જાણ...તેનો અનુભવ
કરીને અપૂર્વ આનંદની કમાણી કર. અરે જીવ! તને કમાણી કરતાં આવડતી નથી. ખરી
કમાણીનું સ્થાન તો તારા આત્મામાં છે. બહારમાં કાંઈ કમાણી નથી, તેમાં તો
અશુદ્ધભાવને લીધે નુકશાન છે, દુઃખ છે, ખોટનો ધંધો છે. સાચી કમાણીનો ધંધો તો એ
છે કે ઉપયોગના વેપારને પોતાના આત્મસ્વભાવમાં જોડવો, –તેમાં અનંત આનંદના
વૈભવની કમાણીનો અપૂર્વ લાભ છે.
આચાર્યભગવાન કહે છે કે હે ભાઈ! તું આત્મામાં સમ્યક્ત્વાદિ ભાવશુદ્ધિ પ્રગટ
કર. ભાવશુદ્ધિ થતાં સ્વ–પરનું સાચું જ્ઞાન થાય છે; દ્રવ્ય–ગુણ–પર્યાયનું કે દેવ–ગુરુ–
શાસ્ત્રનું સાચું જ્ઞાન શુદ્ધભાવ વડે જ થાય છે. અશુભ કે શુભરાગનો ભાવ તે તો
મલિન–અશુદ્ધભાવ છે, તેના વડે કાંઈ સાચું સ્વરૂપ ઓળખાતું નથી. પોતાના સ્વરૂપની
સામે જુએ ત્યારે પોતાનું સાચું જ્ઞાન થાય, અને ભગવાનની સાચી ઓળખાણ પણ
ત્યારે જ થાય. પોતાની સામે જોયા વગર ભગવાનની પણ સાચી ઓળખાણ થાય નહીં.
ભગવાનની આજ્ઞા એવી છે કે હે જીવ! તું અમારી સામે નહિ પણ તારા સ્વભાવની
સામે જો...તારા સ્વભાવનો આશ્રય લે ત્યારે જ તને અમારી ઓળખાણ થશે.....ને ત્યારે
જ અમારી આજ્ઞાનું ખરૂં પાલન થશે.
મહાવીર ભગવાન પોતે આવા સ્વભાવના આશ્રયવડે મોક્ષ પામ્યા...ને એવી જ
આજ્ઞા તેમણે કરી ભગવાને એમ નથી કહ્યું કે તું પરનો આશ્રય કરજે! ભગવાને તો
એમ કહ્યું છે કે તું સ્વદ્રવ્યનો આશ્રય કરજે ને પરનો આશ્રય છોડજે; કેમકે સ્વદ્રવ્યના જ
આશ્રયે મોક્ષ છે, ને પરદ્રવ્યના આશ્રયે સંસાર છે. –આવો સ્વદ્રવ્યના આશ્રયરૂપ
તીર્થંકરોનો માર્ગ છે.

PDF/HTML Page 7 of 45
single page version

background image
:૪: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
જ્ઞાનપ્રકાશથી ખીલેલું આનંદમય સુપ્રભાત
(કારતક સુદ એકમના પ્રવચનમાંથી)
* * * * *
‘તમારું નવું વર્ષ સુખી નીવડો. ’ –કેટલો કાળ? –સાદિ
અનંતકાળ આનંદરૂપ રહો. અનંત જ્ઞાન–દર્શન–સુખ–વીર્ય એવા
ચતુષ્ટયરૂપી જે મંગલપ્રભાત આત્મામાં ખીલ્યું તે સદાકાળ
રહેનારું સુપ્રભાત છે. નૂતન વર્ષના મંગલપ્રભાતની સર્વોત્તમ
બોણીરૂપે ગુરુદેવ જગતની સર્વોત્તમ વસ્તુ એવો અનંત
ચતુષ્ટયથી ભરેલો આત્મા બતાવે છે. શક્તિપણે તારા આત્મામાં
સ્વભાવચતુષ્ટય વિદ્યમાન છે, તેની સન્મુખતાવડે સમ્યગ્દર્શનાદિ
સુપ્રભાત ઊગે છે ને તેના ફળમાં કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય
પ્રગટ થાય છે. અહો, જે આત્મામાં આવો આનંદમય ચૈતન્યસૂર્ય
ઝગઝગાટ કરતો ઊગ્યો તે પ્રાતઃસ્મરણીય છે.
* * * * *
પોતાના જ્ઞાનસ્વભાવરૂપ નિજભૂમિકાનો આશ્રય લઈને જે જીવ આત્માનો
અનુભવ કરે છે તેને અનંતચતુષ્ટય ખીલે છે એટલે જ્ઞાનપ્રકાશથી ભરેલું આનંદમય
સુપ્રભાત તેને પ્રકાશે છે. આ જ્ઞાનપ્રકાશ ચૈતન્યતેજથી ઝગઝગાટ કરે છે. અહો!
આવા અનંતચતુષ્ટયસ્વરૂપે આત્મા પ્રગટે તે જ અપૂર્વ સુપ્રભાત છે. અનંત દર્શન–
જ્ઞાન–આનંદ–વીર્યરૂપ ચતુષ્ટયથી તે ભરેલું છે.
શક્તિસ્વભાવે આત્મા અનંતચતુષ્ટયથી સદા ભરેલો જ છે; સ્વરૂપ–પ્રત્યક્ષ
એવો તેનો સ્વભાવ છે. આવ સ્વરૂપમાં અંતર્મુખ થઈને નિર્વિકલ્પ ભાવથી પોતે
પોતાને પ્રત્યક્ષ અનુભવે ત્યારે તે ચતુષ્ટય પ્રગટ થાય છે. આવા ચતુષ્ટયનો સ્વામી
આત્મા છે તે ધર્મચક્રવર્તી છે; ચાર ગતિનો અંત કરીને અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરે
એવી તેની તાકાત છે, અને તે જ આત્માનું સાચું સામ્રાજ્ય છે.
લૌકિક સુપ્રભાત તો સવારે ઊગે ને સાંજે પાછું અસ્ત થઈ જાય, પણ આ
ચૈતન્યના કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયરૂપ જે આનંદમય સુપ્રભાત ખીલ્યું તે તો એવું
ખીલ્યું

PDF/HTML Page 8 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૫:
કે કદી અસ્ત ન થાય, સાદિ–અનંત પ્રકાશમાન રહે એવું આ સુપ્રભાત છે. જેમને આવું
સુપ્રભાત ખીલ્યું તેઓ બીજાને માટે પણ પ્રાતઃસ્મરણીય છે. આવા મંગલસુપ્રભાતનું
વર્ણન સમયસાર કળશ ૨૬૮ માં કર્યું છે.
ચૈતન્યભૂમિકાના આશ્રયથી, એટલે કે પરભાવોથી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપ
આત્માના અનુભવથી અનંતચતુષ્ટય સહિત આત્મા ખીલી ઊઠ્યો....પહેલાંં
જ્ઞાનાદિ સંકુચિત હતા તે હવે કેવળજ્ઞાનાદિરૂપે ખીલી ગયા. તે આત્મા પોતે જ
શુદ્ધપ્રકાશથી ભરપૂર સુપ્રભાત છે, સદાય આનંદમાં જ સુસ્થિત છે. જેમ
મંગલદિવસે વાજાં વગાડે છે તેમ આ આત્મા આનંદનાં વાજાં વગાડતો થકો પોતે
જ સુપ્રભાત–મંગલરૂપે ખીલી ઊઠ્યો. પોતાના જ્ઞાન–આનંદમાં સદાય અચળ
રહેવારૂપ અનંત વીર્ય છે, ક્ષાયિક જ્ઞાન–દર્શનરૂપ શુદ્ધ ચૈતન્યપ્રકાશ છે, ને
અતીન્દ્રિય આનંદ છે. –આવું આત્માનું સુપ્રભાત છે. સુપ્રભાતમાં તો આવા
આત્માની ભાવના કરવા જેવી છે. બહારની ભાવના તો અનંતકાળથી કરી, તેમાં
કાંઈ નવું નથી; આવા સ્વભાવ–ચતુષ્ટયથી ભરેલા આત્માની સન્મુખ થઈને તેની
ભાવના કરતાં અપૂર્વ જ્ઞાન–આનંદસહિત નવું વર્ષ બેસે છે ને મંગલપ્રભાત ઊગે
છે. ત્યાં અજ્ઞાનના અંધારાં ટળી જાય છે.
જ્ઞાન અને આનંદની અનંત લક્ષ્મી આત્મામાં ભરપૂર છે, જ્ઞાન–આનંદનો તે
અખૂટ નિધાન છે. બહારના નિધાન આત્માનાં નથી તેમ જ તેનો સંયોગ કાયમ
ટકતો નથી. જે આત્માનાં છે અને જે આત્મા સાથે કાયમ ટકનારાં છે એવા જ્ઞાન–
આનંદમય અનંત નિધાન આત્મામાં છે. આવા નિજનિધાનને સ્વાનુભવ વડે પ્રગટ
કરતો આત્મા અનંતચતુષ્ટયના સુપ્રભાતથી ઝળકી ઊઠે છે. આવા ચતુષ્ટયસહિત
મોક્ષદશા ભગવાને પ્રગટ કરી, તેઓ મુક્તિસુંદરીના નાથ બન્યા; અને દરેક આત્મા
સ્વભાવચતુષ્ટયથી ભરેલો હોવાથી મુક્તિસુંદરીનો નાથ છે; આવા આત્માને
ભાવવો; અનુભવવો.
નિયમસાર ગાથા ૧૨માં શક્તિરૂપ ચતુષ્ટય દરેક આત્મામાં ત્રિકાળ છે તે
બતાવ્યું છે; તેમાં કહે છે કે –કેવા આત્માને ભાવવો? –કે જેનો બીજો કોઈ નાથ નથી, ને
જે પોતે મુક્તિસુંદરીનો નાથ છે, તથા સ્વભાવચતુષ્ટયથી સહિત–સનાથ છે, એવા
આત્માને ભાવવો; તેના અનુભવવડે અનંતચતુષ્ટયરૂપી સુપ્રભાત ખીલી જાય છે.
કેવળજ્ઞાનરૂપી આ સુપ્રભાત જગતને મંગળરૂપ છે અને વંદનીય છે.

PDF/HTML Page 9 of 45
single page version

background image
:૬: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
આત્મામાં ત્રિકાળ છે, અને
(૪) ત્રણેકાળ અવિચ્છિન્ન હોવાથી સદા નિકટ પરમ ચૈતન્યની શ્રદ્ધા સહિત છે;
–આ રીતે આત્મા સ્વભાવ–અનંતચતુષ્ટયથી સહિત છે, –સનાથ છે, એટલે તે
મુક્તિસુંદરીનો નાથ છે. મોક્ષરૂપી જે સુંદર પરિણતિ તેનો સ્વામી આત્મા પોતે છે; આવા
આત્માને સદાય ભાવવો, તેની સન્મુખ એકાગ્ર થવું.
શક્તિરૂપ સ્વભાવચતુષ્ટયનો સ્વીકાર કરતાં પર્યાયમાં પણ કેવળજ્ઞાનાદિ
અનંતચતુષ્ટય ખીલે છે. શક્તિ ત્રિકાળ છે પણ તેનો સ્વીકાર કરનારી તો નિર્મળ
પર્યાય છે. આત્માને ભૂલીને પરનો આશ્રય શોધનારી પર્યાય તો અનાથ હતી;
પોતાનો સાચો નાથ એવો ચૈતન્યસ્વભાવ તેને પ્રાપ્ત થયો ન હતો; પણ જ્યાં તે
પર્યાય અંતરમાં વળી ત્યાં તેણે પોતાના નાથ એવા ચૈતન્યસ્વભાવને પોતામાં જ
દેખ્યો, તે સનાથ થઈ. સ્વભાવના આશ્રયે પ્રગટેલી જે શુદ્ધ ચતુષ્ટયપરિણતિ તેનો
નાથ આત્મા પોતે છે, તે સનાથ છે. હે ભવ્ય! તારે તારા આત્મામાં આનંદમય
મંગલ પ્રભાત ઉગાડવું હોય તો તારા આત્માના સ્વભાવને જ પોતાનો નાથ
બનાવીને તેનો આશ્રય લે.
લોકો એમ માને છે કે આ જીવડો એવો છે કે એને બહારની ઉપાધિ વગર
હાલતું નથી. પણ ભગવાન તો કહે છે કે અરે ભાઈ! તારો જીવડો તો અનંત
આનંદનો ભંડાર છે, અનંત જ્ઞાન–આનંદથી ભરપૂર જીવડો છે, તેનું ભાન કરતાં
જ્ઞાનનો દીવડો પ્રગટે છે, ચૈતન્યનો પ્રકાશ ઊગે છે; તે જ આત્માની દીવાળી અને
સુપ્રભાત છે.
અનંત જ્ઞાન–દર્શન–આનંદ–વીર્યરૂપ સ્વ–રાજ જેમાં પ્રાપ્ત થાય તે જ આત્માનું
સુખ–સામ્રાજ્ય છે. નવું વર્ષ સુખી નિવડો એમ ભાવના ભાવે છે, તેને બદલે અંદરમાં
અનંત ચતુષ્ટયથી ભરેલા આત્માની ભાવના કરતાં સાદિઅનંત સુખ પ્રગટે છે, તેને
આત્મામાં શાશ્વત સુખનું નવું વર્ષ બેઠું; તેને આનંદમય ચૈતન્યસૂર્ય ઝગઝગાટ કરતો
ઊગ્યો, આનંદના વાજાં વગાડતું મંગલ પ્રભાત ઊગ્યું. તે આત્મા સવારના પહોરમાં
સ્મરણ કરવા યોગ્ય પ્રાતઃસ્મરણીય છે.

PDF/HTML Page 10 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૭:
જેનાથી મોક્ષલાભ થાય તે જ આત્મિક ધર્મ
હે ભાઈ! પુણ્ય–પાપ વગરનો શુદ્ધચેતનારૂપ
આત્મા,–જેને જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થાય, તે
આત્માને તું પ્રયત્ન વડે જાણીને તેમાં વસ, તો
મોક્ષનગરીમાં તારું વાસ્તુ થશે, ને અપૂર્વ મંગલ પ્રગટશે.
* * * * *
(સોનગઢમાં આસો વદ ૧૪ના રોજ દામનગરવાળા ભાઈશ્રી દામોદરદાસ હંસરાજના
મકાનના વાસ્તુપ્રસંગે પ્રવચનમાંથી. (ભાવપાહુડ) ગા. ૮૬)
આત્માના જન્મ–મરણના આરા કેમ આવે ને તેને સુખ કેમ થાય? તેની આ
વાત છે. પોતાના શુદ્ધઆત્માને ભૂલીને અનાદિથી બાહ્યભાવવડે રાગાદિને ધ્યેય
બનાવીને જીવ જન્મમરણમાં રખડે છે; પુણ્ય–પાપના ભાવોથી પાર એવો જે ચૈતન્યભાવ
તે આત્મિકધર્મ છે; આત્માને ધ્યેય બનાવીને આવા આત્મિકધર્મવડે જીવને સુખનો
અનુભવ થાય છે એટલે કે મોક્ષ થાય છે.
જે પોતાના આત્માને ઈષ્ટ કરતો નથી, તેની ઓળખાણ કરતો નથી, ને પુણ્યને
તથા તેનાં ફળને ઈષ્ટ સમજીને તેના રાગમાં જ લાગ્યો રહે છે તે જીવ સિદ્ધિને પામતો
નથી પણ સંસારમાં જ રખડે છે. સમસ્ત રાગથી પાર એવી શુદ્ધચેતના તે આત્માનો ધર્મ
છે. આવા આત્મિકધર્મને ધાર્યા વગર સર્વ પ્રકારનાં પુણ્ય કરે તોપણ તેનું ફળ સંસાર છે,
તે સ્વર્ગમાં જાય પણ મોક્ષ ન પામે. પુણ્યની રુચિવાળો તે જીવ બાહ્ય ભોગ–સામગ્રીમાં
લીન થઈને સંસારમાં જ રખડે છે. ભાઈ! રાગના ફળમાં સુખ ક્્યાંથી હોય? રાગ કાંઈ
તારો આત્મિકધર્મ નથી. રાગ તો પરભાવ છે. જિનશાસનમાં શુભરાગને પણ આત્માનો
ધર્મ નથી કહ્યો, તેને પુણ્ય કહ્યું છે ને તેનું ફળ સંસાર કહ્યું છે. મોક્ષ તો આત્માના શુદ્ધ
નિર્મોહ વીતરાગ પરિણામ વડે જ થાય છે; ને તે પરિણામ આત્માના સ્વભાવના
આશ્રયે થતા હોવાથી આત્માનો ધર્મ છે. પુણ્ય કાંઈ આત્માના સ્વભાવના આશ્રયે થતા
નથી, તે તો પરાશ્રિત વિભાવ છે.

PDF/HTML Page 11 of 45
single page version

background image
:૮: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
શાંતમૂર્તિ ચેતનસ્વભાવના જ્ઞાન સિવાય જીવ સંસારમાં બીજું બધું કરી ચુક્્યો:
ત્યાગી પણ થયો, શુભક્રિયાઓ પણ કરી, પણ તેનાથી પાર વિકલ્પાતીત આનંદસ્વરૂપ
નિધાન પોતામાં ભર્યાં છે–તે લક્ષમાં ન લીધું. હવે હે ભાઈ! વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર
કહે છે તે વાત લક્ષમાં લઈને સ્વાનુભવગમ્ય કર.....અંદર તને
આનંદ–રસના સ્વાદના ઘૂંટડા આવશે. આત્મામાં જ્ઞાનદીવડા પ્રગટાવીને આવા
નિર્વિકલ્પ આનંદ–રસનાં ભોજન લેવા–તે ખરી દીવાળી છે. આચાર્યદેવ મોક્ષને સાધવા
માટે આત્માને જાણવાનો ઉપદેશ આપે છે કે–
एएण कारणेण य तं अप्पा सद्दहेह तिविहेण।
जेण य लभेह मोक्खं तं जाणिज्जह पयत्तेण।।८७।।
તે કારણે હે ભવ્ય! જાણો યત્નથી નિજ–આત્મને,
ત્રિવિધે કરો એની જ શ્રદ્ધા, મોક્ષ–પ્રાપ્તિ કારણે. ૮૭
હે ભવ્ય જીવ! પુણ્ય–પાપ રહિત શુદ્ધચેતનારૂપ એવા તે આત્માને તમે
પ્રયત્નપૂર્વક જાણો અને ત્રિવિધે તેની શ્રદ્ધા કરો કે જેથી તમે મોક્ષને પામશો.
આત્માને ભૂલીને બહારનાં બીજાં જાણપણા એ કાંઈ મોક્ષનું કારણ નથી, મોક્ષને
માટે તો હે જીવ! તું સર્વપ્રકારે ઉદ્યમ કરીને આત્માને જાણ અને તેની શ્રદ્ધા કર.
લાખ બાતકી બાત યહૈ નિશ્ચય ઉર લાવો,
તોડી સકલ જગ–દ્વંદ–ફંદ નિજ આતમ ધ્યાવો.
આત્માનો સ્વભાવ રાગરૂપ નથી એટલે રાગ વડે તેની પ્રાપ્તિ થતી નથી.
આત્માનો સ્વભાવ મોક્ષ છે, (મોક્ષ કહ્યો નિજશુદ્ધતા) –તેની પ્રાપ્તિ આત્માના શ્રદ્ધા–
જ્ઞાન–અનુભવ વડે જ થાય છે.
જુઓ, આ મોક્ષને પામવાની રીત! મોક્ષ એટલે આત્માનો સ્વભાવ ધર્મ; જે
ભાવથી મોક્ષ પમાય તે જ આત્મિકધર્મ; પુણ્ય અને પાપ એ તો બંને સંસારનું જ કારણ
છે. માટે આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! આવા આત્માને પ્રયત્નવડે જાણીને તેમાં વસ તો
મોક્ષનગરીમાં તારું વાસ્તુ થશે ને અપૂર્વ મંગળ પ્રગટશે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૯:
હે જીવ! આનંદથી ભરેલા સ્વઘરમાં વસ
ગુરુદેવે ભાઈબીજના દિવસે ભાવશુદ્ધિનો
ઉપદેશ આપતાં કહ્યું કે હે ભાઈ! તું
ચૈતન્યતત્ત્વનો પ્રેમ કર, તેના રસમાં ઉત્સાહ
લાવ. બાહ્ય વિષયો અને બાહ્યભાવો સંસારનું
કારણ છે તેનો રસ છોડીને આનંદધામ એવા
આત્મામાં વસ......આનંદના ઘરમાં વાસ્તુ કર.
ઈન્દ્રિયમાં કે રાગમાં તારો વાસ નથી, આનંદથી
ભરેલા અતીન્દ્રિયસ્વભાવમાં જ તારો વાસ છે.
(સોનગઢમાં ભાઈશ્રી પ્રભુદાસ તારાચંદ કામદારના મકાનના વાસ્તુપ્રસંગે
અષ્ટપ્રાભૃત ગા. ૯૦ના પ્રવચનમાંથી વીર સં. ૨૪૯૭ કા. સુદ બીજ)
* * * * *
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી ભાવશુદ્ધિ તે મોક્ષનું કારણ છે, તેનો ઉપદેશ આપે
છે. હે જીવ! પ્રથમ તું ભાવશુદ્ધિ કર; ભાવશુદ્ધિ વગરની ક્રિયાઓ તો જનરંજન માટે છે,
તેમાં આત્માનું કાંઈ હિત નથી.
આત્મા પાંચ ઈન્દ્રિયોથી પાર છે, મનના સંકલ્પ–વિકલ્પોથી પણ પાર છે, પાંચ
ઈન્દ્રિયોથી ને મનના વિષયોથી પણ ભિન્ન એવા જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માના અનુભવ
વડે ભાવશુદ્ધિ થાય છે. એવી ભાવશુદ્ધિ વગરના જીવો દુઃખના જ પંથમાં પડેલા છે.
સુખના પંથ જેને અંતરમાં હાથ આવ્યા છે એવા ધર્મીજીવને આત્માના સમ્યક્ ચેતન
સ્વભાવ સિવાય જગતમાં ક્્યાંય રુચિ રહેતી નથી. હું તો આત્મા છું, મારું જ્ઞાન છે;
મારા જ્ઞાન–આનંદની સાથે હું છું, સંયોગની સાથે હું નથી, –આવી ભાવનાવાળો જીવ
હિતના પંથમાં પડેલો છે. ચૈતન્યની ભાવના વડે તેને જ્ઞાન અને આનંદના કિરણોવાળું
સુપ્રભાત ખીલે છે.
ભાઈ, તું ચૈતન્યતત્ત્વનો પ્રેમ કર, તેના રસમાં ઉત્સાહ લાવ, બહારના
પદાર્થોમાં ને બહારના ભાવોમાં રસ તે તો ચારગતિરૂપ સંસારનું કારણ છે.
આનંદધામ–આનંદનું

PDF/HTML Page 13 of 45
single page version

background image
:૧૦: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
ઘર તો આત્મા છે, તેનો પ્રેમ લાવીને તેમાં વાસ કર. અતીન્દ્રિય આનંદનો સ્વાદ લઈને
ઈંદ્રિયસેનાને તું તોડી નાંખ. ઈન્દ્રિયો તરફની એકતાબુદ્ધિ છોડીને અતીન્દ્રિય સ્વભાવમાં
તું ઝંપલાવ. તારો વાસ ઈંદ્રિયોમાં નથી, રાગમાંય તારો વાસ નથી. આનંદથી ભરેલા
અતીન્દ્રિયસ્વભાવમાં જ તારો વાસ છે. ઈન્દ્રિયોથી ભિન્ન એવા ચિદાનંદસ્વભાવને
અનુભવમાં લ્યે ત્યારે જ ઈન્દ્રિયવિષયોને જીતી શકાય.
ઈન્દ્રિયોથી હું જાણું–એમ જે માને તે ઇંદ્રિયોને ક્્યાંથી જીતી શકે? ઈન્દ્રિયોથી
જાણનારો હું નહીં. ઈન્દ્રિયો વડે જણાય એવું મારું સ્વરૂપ નથી, ઈન્દ્રિયો મારા જ્ઞાનનું
સાધન પણ નથી;–ઈન્દ્રિયોથી પાર અતીન્દ્રિય સ્વસંવેદનગમ્ય આત્મા હું છું –એમ ધર્મી
અનુભવ કરે છે.
અતીન્દ્રિય આનંદનું ધામ એવો આત્મા તે જ સ્વઘર છે. તેમાં વસીને જેણે
ભાવશુદ્ધિ કરી તેણે નિજઘરમાં સાચું વાસ્તુ કર્યું. અજ્ઞાની તો ઈન્દ્રિયના શુભ–અશુભ
વિષયોમાં જ વર્તે છે, એટલે તે આત્માને વશ નથી પણ ઈન્દ્રિયોને વશ છે, તથા તેનું
મન પરભાવોમાં ચંચળ વર્તે છે. હે જીવ! ચંચળ મનરૂપી માંકડાને વશ કરવા તું તારા
સ્વઘરમાં ભરેલા આનંદનિધાનને જો. આવા આત્માના ભાન વગરના બાહ્ય વ્રતાદિક
વડે તો માત્ર જનરંજન થશે, તેમાં આત્મરંજન નહીં થાય, આત્મા તે રાગવડે પ્રસન્ન
નહિ થાય. ભાવશુદ્ધિ વિના બાહ્યભેષ દિગંબરપણું કે શુભરાગરૂપ વ્રતાદિક એ કોઈ
જીવને પરમાર્થસિદ્ધિનું કારણ નથી, તે તો સંસારનું જ કારણ છે.
બહારમાં ધનના ઢગલા હોય કે શુભરાગના ઢગલા કરે પણ જેમાં આત્માના
આનંદની પ્રાપ્તિ નથી તેનાથી આત્માને શું લાભ? ભાઈ! તને દુઃખરૂપ એવા બધા
કષાયભાવોથી ભિન્ન ઉપયોગસ્વરૂપ આત્માને લક્ષગત કર, ને તે મિથ્યાત્વ તથા
કષાયોને છોડ.
ધર્મીને રાગથી ભિન્ન ચિદાનંદસ્વરૂપનું ભાન તો થયું છે, પછી પણ જે અશુભ કે
શુભરાગ છે તે છોડવાયોગ્ય છે, કષાયનાં કણીયાને હે જીવ! તું છોડ. સમ્યગ્દર્શન પછી
પણ જિનપ્રતિમા, જિનાગમ, નિર્ગ્રંથગુરુ વગેરે સંબંધી શુભરાગ ધર્મીને આવે છે,
શુભરાગ વખતે જિનાજ્ઞા અનુસાર જિનભક્તિ, શ્રુતભક્તિ, ગુરુભક્તિ વગેરે ભાવ હોય
છે, પણ આત્માના મોક્ષનું કારણ તો અંદરમાં ભાવશુદ્ધિરૂપી વીતરાગભાવ જ છે. માટે હે
જીવ! તું ભાવશુદ્ધિ પ્રગટ કર. ખરી જિનાજ્ઞા તો સ્વભાવના આશ્રયે

PDF/HTML Page 14 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૧૧:
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવશુદ્ધિ પ્રગટ કરવી તે જ છે. –એ જ અપૂર્વ મંગળ છે,
તે જ આત્માને આનંદ દેનાર છે, ને તે જ મોક્ષનું કારણ છે. માટે હે જીવ! તું સમ્યક્
પ્રકારે ભાવશુદ્ધિ કર.
હે ભવ્ય! તું ભાવશ્રુતજ્ઞાનરૂપી અમૃતનું પાન કર. સમ્યક્ શ્રુતજ્ઞાનવડે આત્માનો
અનુભવ કરીને નિર્વિકલ્પ આનંદરસને પી, જેથી તારી અનાદિની મોહતૃષાનો દાહ મટી
જાય. ચૈતન્યરસના પ્યાલા તેં કદી પીધાં નથી, અજ્ઞાનથી તેં ઝેરના પ્યાલા પીધાં છે.
ભાઈ! હવે તો વીતરાગનાં વચનામૃત પામીને તારા આત્માના ચેતનરસનું પાન કર;
જેથી તારી આકુળતા મટીને સિદ્ધપદની પ્રાપ્તિ થાય. આત્માને ભૂલીને બાહ્ય ભાવોનો
અનુભવ તે તો ઝેરનાં પાન જેવો છે, ભલે શુભરાગ હો તેના સ્વાદમાં પણ કાંઈ અમૃત
નથી પણ ઝેર છે. માટે તેનાથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધામાં લઈને તેના
સ્વાનુભવરૂપી અમૃતનું પાન કર. અહા! શ્રીગુરુ વત્સલતાથી ચૈતન્યના પ્રેમરસનો
પ્યાલો પીવડાવે છે. વીતરાગની વાણી આત્માનો પરમશાંતરસ દેખાડનારી છે. આવા
શાંત વીતરાગી ચૈતન્યરસનો અનુભવ તે ભાવશુદ્ધિ છે. તેના વડે જ ત્રણલોકમાં સૌથી
ઉત્તમ પરમઆનંદસ્વરૂપ સિદ્ધપદ પમાય છે.
સ્વરૂપના સાધકોને ધન્ય છે!
જેણે સમ્યગ્દર્શન પ્રગટાવવાનો પૂર્વે કદી નહિ કરેલો એવો
અનંતો સમ્યક્ પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે અને
એ રીતે પોતાના સંપૂર્ણ સ્વરૂપનો સાધક થયો છે તે જીવ કોઈ
પણ સંયોગોમાં ભયથી, લજ્જાથી, લાલચથી કે કોઈપણ
કારણથી અસત્ને પોષણ નહીં જ આપે......એ માટે કોઈવાર
દેહ છૂટવા સુધીની પ્રતિકૂળતા આવી પડે તોપણ તે સત્થી
ચ્યુત નહિ થાય, –અસત્નો આદર કરી નહિ કરે સ્વરૂપના
સાધકો નિઃશંક અને નીડર હોય છે. સત્સ્વરૂપની શ્રદ્ધાના
જોરમાં અને સત્ના માહાત્મ્ય પાસે તેને કોઈ પ્રતિકૂળતા છે જ
નહિ. જો સત્થી જરા પણ ચ્યુત થાય તો તેને પ્રતિકૂળતા
આવી કહેવાય, પણ જે ક્ષણે–ક્ષણે સત્માં વિશેષ વિશેષ દ્રઢતા
કરી રહ્યો છે તેને તો પોતાના બેહદ પુરુષાર્થ પાસે જગતમાં
કાંઈ પણ પ્રતિકૂળ નથી. એ તો પરિપૂર્ણ સત્સ્વરૂપ સાથે
અભેદ થઈ ગયો, –તેને ડગાવવા ત્રણ જગત્માં કોણ સમર્થ?
અહો! આવા સ્વરૂપના સાધકોને ધન્ય છે!!

PDF/HTML Page 15 of 45
single page version

background image
:૧૨: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
भ ग वा न पा र स ना थ
* લેખાંક (પ) ગતાંકથી ચાલુ *
ભગવાન પારસનાથના દશભવનું વર્ણન
આપ વાંચી રહ્યા છો. મરૂભૂતિ અને કમઠ બે
ભાઈ; મરૂભૂતિ મરીને હાથી થયો ને
સમ્યગ્દર્શન પામ્યો; સર્પ કરડવાથી તેનું મૃત્ય
થયું. પછી અગ્નિવેગ–મુનિના ભવમાં અજગર
તેને ખાઈ ગયો; વજ્રનાભી ચક્રવર્તીના ભવમાં
ભીલે બાણથી તેને વીંધી નાંખ્યા. પછી
ગ્રૈવેયકમાં જઈને આપણા ચારિત્રનાયક
આનંદરાજા તરીકે અવતર્યા છે ને
અષ્ટાહનિકામાં જિનેન્દ્રદેવની પૂજાનો મોટો
ઉત્સવ કરાવીને મુનિરાજનો ઉપદેશ સાંભળે છે.
–હવે આગળ વાંચો.
શ્રી મુનિરાજના ઉપદેશમાં જિનેન્દ્ર ભગવાનના દર્શનનો મહિમા સાંભળીને
આનંદરાજા વગેરે બધા જીવો પણ ઘણા રાજી થયા; ઘણા જીવોએ દરરોજ ભગવાનના
દર્શન કરવાની પ્રતિજ્ઞા કરી; અને અરિહંત ભગવાન જેવા આત્માના શુદ્ધ સ્વરૂપનો
વિચાર કરવા લાગ્યા. પછી ભાવપૂર્વક મુનિરાજની સ્તુતિ–વંદના કરીને સૌ પોતે
પોતાના સ્થાને ગયા. મુનિરાજ પણ વિહાર કરતા કરતા ભોજન સમયે
અયોધ્યાનગરીમાં પધાર્યા. આનંદ રાજાએ નવધાભક્તિપૂર્વક મુનિરાજને આહારદાન
દીધું. આહારદાન બાદ મુનિરાજે કહ્યું કે–હે રાજન્! હવે તમારે બે જ ભવ બાકી છે. આ
ભવમાં તીર્થંકરપ્રકૃતિ બાંધીને આગામી ભવમાં તમે ભરતક્ષેત્રમાં ૨૩મા તીર્થંકર
થશો......ને સમ્મેદશિખરથી મોક્ષ પામશો. તે સાંભળીને રાજા ઘણો જ આનંદિત થયો.
તેનું નામ પણ ‘આનંદ’ હતું ને ભાવથી પણ તે આનંદિત હતો.

PDF/HTML Page 16 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૧૩:
હવે, શ્રી મુનિરાજે ઉપદેશમાં ત્રણલોકના જિનપ્રતિમાઓનું પણ વર્ણન કર્યું હતું.
સૂર્યવિમાનમાં પણ શાશ્વત જિનબિંબ છે ને જ્યોતિષી દેવો તેની પૂજા–ભક્તિ કરે છે,
તેનું અદ્ભુત વર્ણન સાંભળીને રાજા પોતાના મહેલમાંથી તેને નમસ્કાર કરવા લાગ્યો,
અને અયોધ્યાનગરીમાં પણ તેવી જ રચના કરવાનું તેને મન થયું. રાજ્યના ઉત્તમ
કારીગરોને બોલાવીને સૂર્યવિમાન જેવું જ એક સુંદર વિમાન બનાવ્યું; અને હીરા માણેક
રત્ન જડેલા તે વિમાનમાં સુંદર જિનપ્રતિમાની સ્થાપના કરી. આ વિમાનની અને તેમાં
બિરાજમાન પ્રતિમાની આશ્ચર્યકારી શોભા દેખીને આનંદરાજાને આનંદનો પાર ન રહ્યો.
તેઓ હંમેશાં સવાર–સાંજ તેની પૂજા કરવા લાગ્યા. આ રીતે રાજાને સૂર્યવિમાનસ્થિતિ
જિનબિંબની પૂજા કરતા દેખીને તેના ઉપર વિશ્વાસને કારણે લોકો પણ દેખાદેખીથી
સૂર્યવિમાનને નમસ્કાર કરવા લાગ્યા. રાજા તો સૂર્યવિમાનને નહીં પણ તેમાં સ્થિત
જિનબિંબને નમસ્કાર કરતો હતો;–પણ જેમ બાહ્ય જીવો નિશ્ચયને જાણ્યા વગર
વ્યવહારને ભજવા લાગે છે તેમ અન્યમતિ લોકો પણ જિનબિંબને બદલે સૂર્યને પૂજવા
લાગ્યા.
આનંદ મહારાજા અનેક પ્રકારે ધર્મનું આરાધન કરી રહ્યા છે, તેને વિશ્વાસ છે કે
જિનસદ્રશ મારા આત્માનું ચિંતન કરીને હું પણ જિન થઈશ.....આવી ભાવના પૂર્વક
ઘણાં વર્ષો વીતી ગયાં; એક દિવસ તે રાજાએ પોતાના માથામાં સફેદ વાળ દેખ્યા, અને
તરત જ તેનું હૃદય વૈરાગ્યથી કંપી ઊઠ્યું કે અરે! યુવાનીના લાખો વર્ષો વીતી ગયા ને
વૃદ્ધાવસ્થા તો આવવા લાગી; આ સફેદવાળ મૃત્યુરાજાનો સંદેશો લઈને આવ્યો છે કે હે
જીવ! હવે જલદી ચારિત્રદશાને ધારણ કરીને આત્મ–કલ્યાણ કર. માટે હવે મારે
આત્મહિતમાં ઘડીનોય વિલંબ કરવા જેવો નથી. આજે જ આ સંસારનો સર્વ પરિગ્રહ
છોડીને, હું શુદ્ધોપયોગી મુનિ થઈશ અને ઉપયોગસ્વરૂપ મારા આત્મામાં એકાગ્ર થઈને
ચારિત્રદશા પ્રગટ કરીશ–આવા દ્રઢ નિશ્ચયપૂર્વક તેઓ વૈરાગ્યને પુષ્ટ કરનારી બાર
ભાવના ચિંતવવા લાગ્યા.
(૧) આ શરીરાદિ સંયોગ અને રાગાદિ પરભાવો અધુ્રવ છે; મારો ઉપયોગસ્વરૂપ
શુદ્ધઆત્મા જ મારે માટે ધુ્રવ છે, તે જ મારું સ્વ છે, ને તેના જ ધ્યાનથી સુખ છે.
(૨) મૃત્યુના મુખમાં પડેલા કે રોગાદિથી ઘેરાયેલા જીવને પોતાની જ્ઞાનચેતના સિવાય
બીજું કોઈ જ શરણ નથી, અરિહંત–સિદ્ધ–સાધુ અને ધર્મ–એવી દશારૂપ જે

PDF/HTML Page 17 of 45
single page version

background image
:૧૪: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
વીતરાગભાવ તે જ શરણ છે, બીજું બધુંય અશરણ છે. પોતાના શુદ્ધઆત્માનું જ શરણ
લઈને જેણે વીતરાગભાવ પ્રગટ કર્યો તેને બીજા કોઈનું શરણ લેવું પડતું
નથી. જે સ્વયં સુખી છે તેને બીજાના શરણનું શું કામ છે?
(૩) પોતાના સ્વભાવની સાધના વડે જ સિદ્ધપદ સધાય છે; એના સિવાય જે
કોઈ બાહ્ય ભાવો છે–અશુભ કે શુભ, તે બધાય પરભાવો સંસાર છે, દુઃખમય
છે, ચારગતિનાં કારણ છે. પરભાવનું સેવન તે સંસાર, તેનાથી છૂટવા
આત્માના શુદ્ધસ્વરૂપની ભાવના કરવી.
(૪) પોતાના સ્વભાવ સાથે એકત્વ સાધતાં પરમસુખ પમાય છે. પણ પોતાના
એકત્વ સ્વભાવને ભૂલીને, રાગદ્વેષના ભાવ વડે જીવ દુઃખી છે; તેમજ દેહાદિ
પદાર્થો ભિન્ન હોવા છતાં તેની સાથે એકત્વ માની–માનીને મોહથી જીવ મહા
દુઃખી થઈ રહ્યો છે. રાગમાં એકતારૂપ પરિણમન તે મિથ્યાત્વ છે,
નિજસ્વરૂપમાં જ એકતારૂપ પરિણમન તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
મુનિઓ આવી એકત્વભાવનામાં તત્પર હોય છે.
(પ) પ્રજ્ઞા વડે અનુભવમાં આવતો જે ઉપયોગસ્વરૂપ આત્મા, તે જ હું છું, તે
સિવાય જે કોઈ રાગાદિ બાહ્ય ભાવો છે તે બધાય મારાથી અન્ય છે. –આવા
ભેદજ્ઞાનરૂપ ભાવના તે અન્યત્વ ભાવના છે.
(૬) ખરેખર બાહ્યવસ્તુ અશુચી નથી, પણ મિથ્યાત્વાદિ ભાવો જ આત્માને
મલિન કરનારાં હોવાથી અશુચી છે, તેને છોડીને ઉપયોગસ્વરૂપ પવિત્ર
આત્માની ભાવના કરવી.
(૭) આત્માને મલિન કરનારાં ને દુઃખ દેનારાં જે અજ્ઞાનભાવો છે તે આસ્રવ છે;
આત્માના ઉપયોગમાં કર્મનો પ્રવેશ નથી, તેથી તે નિરાસ્રવ છે. આવા
ઉપયોગનો અનુભવ કરતાં આસ્રવો છૂટી જાય છે.
(૮) ઉપયોગને ક્યાંય બહાર પરભાવમાં ન ભમાવવો ને પોતાના આત્મસ્વરૂપમાં
જ તેને જોડવો તેનું નામ સંવર છે; ભેદજ્ઞાન વડે જ આવો સંવર થાય છે
અને તે મહાન આનંદદાયક છે.
(૯) શુદ્ધતાની ધારા વડે કર્મમેલને વિશેષપણે ધોઈ નાખવો તે નિર્જરા છે.
સમ્યક્ત્વ પૂર્વકના તપથી ઘણી નિર્જરા થાય છે, ને તે મોક્ષનું કારણ છે.

PDF/HTML Page 18 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૧૫:
(૧૦) જેનો કોઈ કર્તા નથી, જેનો કદી નાશ નથી એવો આ લોક છે; તે અનંત
અલોકની વચ્ચે કોઈ પણ જાતના અવલંબન વગર સદાય રહેલો છે; જીવનો
સ્વભાવ પણ નીરાલંબી છે. લોકમાં અનંતા જીવો છે, તેઓ આત્મજ્ઞાન વગર
ત્રણ લોકમાં જન્મ–મરણ કરીને રખડે છે ને દુઃખી થાય છે. લોકમાં સૌથી જુદો
ને લોકને જાણનારો જ્ઞાનસ્વરૂપ આત્મા હું છું–એવું જ્ઞાન કરે તો લોકમાં
પરિભ્રમણ મટે, અને જીવ પોતે સિદ્ધભગવાન થઈને લોકાગ્રે જઈને વસે.
(૧૧) સંસારમાં ભમતાં જીવને બધું સુલભ છે, પુણ્ય અને સ્વર્ગ પણ સુલભ છે,
દુર્લભ તો એકમાત્ર રત્નત્રયરૂપબોધિ જ છે. અને તે બોધિ જીવને મહા સુખ
દેનાર છે. આવી દુર્લભ–બોધિ મને કેમ પ્રાપ્ત થાય? તેવી ભાવના કરીને,
તેનો ઉદ્યમ કરવા જેવો છે.
(૧૨) વસ્તુનો ધર્મ એટલે કે વસ્તુનો સ્વભાવ શું છે? તેનું ચિંતન કરવું જોઈએ.
જીવનો સ્વભાવ એટલે કે જીવનો ધર્મ તો ચેતના છે; તે ચેતનામાં રાગ–દ્વેષ
નથી. રાગદ્વેષભાવો તે ખરેખર જીવનો ધર્મ નથી. આવા ચેતનસ્વભાવરૂપ
ધર્મને ઓળખીને, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગધર્મની અથવા
ઉત્તમક્ષમાદિ દશધર્મની ઉપાસના કરવી. તે ધર્મ જ જીવને સુખ અને મોક્ષ
આપે છે.
આ બાર ભાવનાઓ વૈરાગ્યની જનેતા છે, તેના ચિંતન વડે વૈરાગ્ય પુષ્ટ થાય છે.
આનંદમહારાજાએ આવી બાર ભાવનાઓનું ચિંતન કર્યું અને પરમ વૈરાગ્યપૂર્વક
સાગરદત્તગુરુની સમીપ મુનિદીક્ષા લીધી...મુનિ થઈને શુદ્ધોપયોગવડે આત્મધ્યાનમાં
એકાગ્ર થયા. અતીન્દ્રિય આનંદનાં સમુદ્રમાં ગરકાવ થયા.....અહા! એમનો આત્મા
રત્નત્રયનાં તેજથી ઝળકી ઊઠ્યો. એમની વીતરાગતા આશ્ચર્ય ઉપજાવતી હતી. આત્મિક
સાધનામાં તેઓ એવા રત હતા કે બારપ્રકારનાં તપ તો તેમને સહેજે થઈ જતાં હતાં;
મુખ્યપણે તેઓ ધ્યાન અને સ્વાધ્યાયમાં જ મગ્ન રહેતા. આનંદના વેદનમાં આહારની
ઈચ્છા સહેજે છૂટી જતી એટલે કષ્ટ વગર તેમને ઉપવાસ થઈ જતા હતા. ક્્યારેક આહાર
કરે તોપણ રસની ઈચ્છા વગર, અમુક જ વસ્તુઓ અને તે પણ ભૂખ કરતાં અલ્પ જ
લેતાં; એકાન્તસ્થાનમાં વન–જંગલમાં વસતા; શરીરનું મમત્વ તેમણે છોડી દીધું હતું, અલ્પ
પણ દોષ કે પ્રમાદ થઈ જાય તો સરળચિત્તે પ્રાયશ્ચિત્ત કરતા; રત્નત્રયધારી ગુરુઓ પ્રત્યે
સેવા–વિનય અને વાત્સલ્યસહિત વર્તતા; ગમે તેવી ઠંડી ગરમી કે વર્ષામાં પણ તેઓ કદી
આત્મધ્યાન ચુકતા નહીં. –આમ બાર પ્રકારનાં તપ સહિત ચારિત્રને આરાધતા હતા.

PDF/HTML Page 19 of 45
single page version

background image
:૧૬: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
આવી ઉત્તમ આરાધનાસહિત સ્વાધ્યાયમાં એકાગ્રતાથી તે આનંદમુનિરાજને
બારઅંગનું જ્ઞાન ખીલી ગયું, –શ્રુતજ્ઞાનનો પવિત્ર સમુદ્ર ઉલ્લસ્યો......બીજી પણ અનેક
ઋદ્ધિઓ તેમને પ્રગટી, પણ તેમનું લક્ષ તો ચૈતન્યઋદ્ધિમાં જ હતું. આર્ત્તધ્યાન કે
રૌદ્રધ્યાન તો તેમને હતું જ નહીં, તેઓ ધર્મધ્યાનમાં એકાગ્ર રહેતા, ને ક્યારેક
શુક્લધ્યાન પણ ધ્યાવતા. ધ્યાન વખતે તેઓ પોતાના શુદ્ધાત્મામાં એકમાં જ ઉપયોગને
એકાગ્ર કરીને નિર્વિકલ્પ–આનંદને અનુભવતા હતા, ને બીજી બધી ચિંતાઓ તેમને
અટકી જતી હતી. અહા, ધ્યાન વખતે તો જાણે સિદ્ધમાં ને તેમનામાં કાંઈ ફેર રહેતો ન
હતો. તેમની શાંત ધ્યાનમુદ્રા દેખીને પશુઓ પણ આશ્ચર્ય પામતા હતા.
તે આનંદ મુનિરાજ સદાય રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં નિશ્ચલ વર્તતા હતા, ને
બાવીસ પરીસહ સહતા હતા. ગમે તેવી ભૂખ કે તરસ, ઠંડી કે ગરમી, નગ્ન શરીર પર
મચ્છર વગેરે મચ્છર વગેરે જીવ જંતુના ડંશ લાગે તોપણ મોક્ષમાર્ગથી તેઓ જરા પણ
ડગતા ન હતા; કોઈ અરતિનો પ્રસંગ આવે તોપણ તેઓ અરતિભાવ કરતા ન હતા;
સ્ત્રીઓના ગમે તેવા હાવભાવથી પણ તેમનું મન ચલિત થતું નહીં; વિહાર આસન ને
ભૂમિશયન સંબંધી કષ્ટમાં પણ ખેદ કરતા નહીં; ક્રોધથી કોઈ કડવાં વચન કહે કે મારે
તોપણ પોતે પોતાના માર્ગમાંથી ચ્યૂત થતા ન હતા; આહારાદિની યાચના કરતા ન
હતા; અનેક ઉપવાસ બાદ ગામમાં ભોજન માટે જાય ને યોગ્ય આહારાદિ ન મળે તોપણ
શાંતિથી પોતાના ધર્મધ્યાનમાં સ્થિર રહેતા હતા; ક્્યારેક શરીરમાં રોગ થાય, પીડા
થાય, કાંટા–કાંકરા લાગે તોપણ આર્તધ્યાન થવા દેતા ન હતા; પોતાનું કે પરનું શરીર
મલિન દેખીને પણ તેઓ ચિત્તને મલિન થવા દેતા ન હતા; લોકો દ્વારા થતા માન–
અપમાનમાં તેમને સમભાવ હતો; હું રત્નત્રયમાર્ગમાં પ્રવીણ ઘણો મહાન તપસ્વી છું
છતાં સંઘમાં મારું માન નથી, –એવા વિકલ્પ તેઓ કરતા નહીં; જ્ઞાનનો વિશેષ વિકાસ
થવા છતાં તેમને મદ થતો ન હતો; અને અવધિજ્ઞાન વગેરે પ્રગટ્યું ન હોય તો ખેદ
કરતા ન હતા; અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરવાં છતાં કોઈ ઋદ્ધિ વગેરે ન પ્રગટી હોય,
ને બીજાને ઋદ્ધિ પ્રગટતી દેખે તોપણ ખેદ કરતા ન હતા. –ઈત્યાદિ પ્રકારે બાવીસ
પરિષહને જીતતા થકા તે આનંદમુનિરાજ આત્મશુદ્ધિ વધારતા હતા અને કર્મોની નિર્જરા
કરતા હતા. –અહો, આવું વીતરાગી મુનિજીવન ધન્ય છે, તેમના ચરણમાં અમારું મસ્તક
નમે છે.
તે મુનિરાજ વારંવાર શુદ્ધોપયોગરૂપી જળ વડે ચારિત્રવૃક્ષનું સીંચન કરતા હતા.
તેઓ ચારિત્રના મહાન કલ્પવૃક્ષ હતા ને તે કલ્પવૃક્ષમાં જાણે ઉત્તમ ફળ લાગ્યાં

PDF/HTML Page 20 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૧૭:
હોય તેમ ઉત્તમ ક્ષમાદિ દશધર્મો તેમને ખીલી નીકળ્‌યા હતા. –આવા આનંદમુનિરાજે
દર્શનવિશુદ્ધિથી માંડીને રત્નત્રયધર્મપ્રત્યેના પરમ વાત્સલ્ય સુધીની સોળ ભાવનાઓ વડે
તીર્થંકરનામકર્મની પ્રકૃતિ બાંધી. બધાય તીર્થંકરો પૂર્વભવમાં આવી ઉત્તમ ભાવનાઓ
ભાવે છે. એક તરફથી પુણ્યનો રસ વધતો હતો, ને બીજી તરફથી ચૈતન્ય–અનુભવ વડે
વીતરાગી શાંતરસ પણ વધતો જતો હતો. શિવપુર પહોંચવા માટે તેમને વચમાં એક જ
ભવ બાકી હતો; હવે સંસારસંબંધી કોઈ ઈચ્છા તેમને રહી ન હતી, દેહથી પણ તેઓ
સાવ વિરક્ત હતા.
તે મુનિરાજ એક વખત વનમાં
અડગપણે ધ્યાન કરતા હતા.....બહારનું
લક્ષ છોડીને નિજસ્વરૂપના અવલોકનમાં
તેઓ એકાગ્ર હતા. તેમના સર્વપ્રદેશે
અપૂર્વ આનંદરસના ફૂવારા છૂટતા હતા.
એવામાં ત્યાં એક સિંહ આવ્યો......તેની
ભયંકર ગર્જનાથી આખું વન ધૂ્રજી
ઊઠ્યું.....વનના પશુઓ બીકના માર્યા
ભાગવા લાગ્યા. છલાંગ પર છલાંગ
મારતો તે સિંહ વનમાં ચારેકોર ઘૂમતો
હતો. આ સિંહ તે બીજો કોઈ નહિ પણ
આપણો જાણીતો કમઠનો જ જીવ છે. તેની નજર ધ્યાનમાં બેઠેલા આનંદમુનિ ઉપર પડી
અને ક્રોધથી મોટી ત્રાડ પાડીને તે મુનિ તરફ દોડયો......મુનિરાજ ભાગ્યા નહીં,
ભયભીત થયા નહીં, એ તો નિર્ભયપણે ધ્યાનમાં જ બેસી રહ્યા. સિંહે છલાંગ મારીને
તેમનું ગળું મોઢામાં પકડયું ને પંજાના નખથી તેમના શરીરને ફાડી ખાધું. –અરે! એને
ક્્યાં ભાન હતું કે હું અત્યારે જેના શરીરને ખાઉં છું તે જ એક વખત ગુરુ થઈને આ
સંસારમાંથી મારો ઉદ્ધાર કરશે! સિંહ શરીરને ખાતો હતો ત્યારે મુનિરાજ તો પોતાના
ઉત્કૃષ્ટ ક્ષમાભાવમાં જ રહ્યા, તેમણે સિંહ ઉપર જરાય ક્રોધ ન કર્યો......વીતરાગ માર્ગથી
જરાપણ ન ડગ્યા. વાહ! ધન્ય મુનિરાજ ચતુર્વિધ આરાધનાની અખંડતા સહિત પ્રાણ
તજીને તેઓ આનતસ્વર્ગમાં ઈન્દ્ર થયા. સિંહ કૂ્રર ભાવથી મરીને પાછો નરકમાં ગયો.
* (૯) આનંદમુનિ આનત સ્વર્ગમાં, અને સિંહ નરકમાં *
દેહલોકના ૧૬ સ્વર્ગમાંથી ૧૩મું આનતસ્વર્ગ છે; સ્વર્ગની શોભા અનેરી છે;