Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૮
સળંગ અંક ૩૨૭
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
૩૨૭
ચૈતન્ય–મહારાજા
જેમ મોટા રાજા–મહારાજાને તેના મોભાપ્રમાણે
બહુમાનથી બોલાવો તો જ તે જવાબ આપે, એના
મોભા કરતાં ઓછા માનથી બોલાવતાં તે જવાબ ન
આપે; તેમ રાજાઓનો પણ રાજા એવો આ ચૈતન્ય–
મહારાજા; તેને તેના અનંત વૈભવના મહિમાથી લક્ષમાં
લ્યો તો જ તે અનુભવમાં આવે છે; પણ જો તેને નાનો
માનો એટલે કે શુભરાગ જેટલો માનો તો તે તેનું
અપમાન કરવા જેવું છે, એટલે રાગાદિ જેટલો માનતાં
તે ચૈતન્યરાજા સાચા સ્વરૂપે અનુભવમાં આવતો
નથી. અનંતગુણના વૈભવથી ભરેલો આત્મા જેવડો છે
તેવડો તેને જાણે તો જ તે જવાબ આપે એટલે કે
અનુભવમાં આવે.
“ આત્મવૈભવ ”
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૭ પોષ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૮ : અંક ૩

PDF/HTML Page 3 of 53
single page version

background image
માહ માસનો વિહાર–કાર્યક્રમ–
(ગઢડા શહેરમાં જિનમંદિરનું શિલાન્યાસ)
માહ સુદ ૧૦ તા. પ–૨–૭૧ ના રોજ ગઢડા મુકામે દિગંબર જિનમંદિરના
શિલાન્યાસનું મુહૂર્ત છે. પૂ. શ્રી કાનજીસ્વામીના વડવાઓ (ગીગા–કુરા) મૂળ ગઢડામાં
રહેતા હતા. શિલાન્યાસ કરવા માટે આફ્રિકાથી નાઈરોબી–મુમુક્ષુમંડળના પ્રમુખશ્રી
જેઠાલાલભાઈ દેવરાજ શાહ આવવાના છે. વિહારનો કાર્યક્રમ નીચે મુજબ છે–
* સોનગઢથી માહ સુદ ૯ ગુરુવારે ગઢડા મુકામે પધારશે; માહ સુદ દશમને
શુક્રવાર તા. પ–૨–૭૧ સવારે ૮ વાગ્યાથી શિલાન્યાસ વિધિ થશે.
* માહ સુદ ૧૧ શનિવાર પાટી મુકામે. ૬–૨–૭૧
* માહ સુદ ૧૨ થી માહ વદ ૧ (તા. ૭ થી ૧૧) પાંચ દિવસ બોટાદ. રવિવાર
* માહ વદ બીજથી આઠમ (તા. ૧૨ થી ૧૮) સાત દિવસ વીંછીયા.
* માહ વદ ૯ શુક્રવાર તા. ૧૯–૨–૭૧ સોનગઢ પ્રવેશ.
સોનગઢમાં ફાગણ સુદ બીજે જિનમંદિરને ત્રીસવર્ષ પૂરાં થઈને એકત્રીસમું વર્ષ
બેસશે, તેમાં મંગલ ઉત્સવ થશે.
ત્યારબાદ ચૈત્ર–વૈશાખ–જેઠ માસમાં જેતપુર–પોરબંદર–ગોંડલ–રાજકોટ–જયપુર
અને ભાવનગરના કાર્યક્રમો છે, તે સંબંધી વિગતવાર માહિતીઓ હવે પછી રજુ થશે.
મદ્રાસના સમાચાર: મદ્રાસથી પત્ર છે તેમાં લખે છે કે–અહીં મુમુક્ષુ મંડળની
સ્થાપના તા. ૯–૮–૭૦ ના રોજ થઈ છે. દસલક્ષણ પર્વની પૂર્ણતા પ્રસંગે ૧પ૦ જેટલા
મુમુક્ષુઓ પોન્નૂર–તપોભૂમિમાં કુંદકુંદાચાર્યદેવની ચરણપાદૂકાના દર્શન ગયા હતા. આખો
દિવસ ત્યાં રહીને દર્શન–પૂજન–ભક્તિ–ચર્ચા વગેરે કરેલ હતા. અહીં નવી મોટી
ધર્મશાળા બનાવેલ છે. (મદ્રાસ મુમુક્ષુ મંડળ ઉત્સાહથી આગળ વધે અને
દક્ષિણભારતના જૈનસમાજમાં ધાર્મિક જાગૃતિ માટે પ્રયત્નશીલ બને એમ ઈચ્છીએ
છીએ. મદ્રાસ–મૈસુર વગેરે તરફના શ્રુતવૈભવસંપન્ન જૈનસમાજ સાથે ભાષાભેદના કારણે
ઉત્તરના જૈનસમાજનો સંપર્ક ઘણો જ ઓછો છે. ત્યાં કનાડી વગેરે ભાષામાં વિપુલ
જૈનસાહિત્ય છે–જેમાંથી ઘણા ભાગનું રસાસ્વાદન હજી આપણને મળ્‌યું નથી. તેમજ
આપણું સાહિત્ય ત્યાં પહોંચ્યું નથી. અલબત્ત, ષટ્ખંડાગમ પ્રસિદ્ધિમાં આવ્યા પછી આ
દિશામાં થોડીક જાગૃતી આવી છે, ને ગુરુદેવની સંઘસહિત બે વખત દક્ષિણ તીર્થોની
યાત્રાને લીધે પણ સારી જાગૃતિનો અવકાશ પ્રાપ્ત થયો છે.

PDF/HTML Page 4 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ પોષ
ચાર રૂપિયા
1971 JANU.
* વર્ષ ૨૮ : અંક ૩ *
જ્ઞાનની પ્રભાવના માટે
ગુરુદેવના ખાસ ઉદ્ગાર
સત્યને લક્ષમાં લઈને, તેનો પક્ષ કરી, તેમાં દક્ષ થઈ, તેને પ્રત્યક્ષ કરો
સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થાય, અને તેની પ્રાપ્તિ થતાં આત્મામાં શું થાય, તેની આ
વાત છે. અહો! આત્માના હિતની મીઠી મધુરી આ વાત છે. આવું પરમ વીતરાગી સત્ય
અત્યારે બહાર આવ્યું છે ને હજારો જીવો જિજ્ઞાસાથી તે સાંભળે છે. આવા સત્યનો પક્ષ
કરવા જેવો છે. આત્માના સ્વભાવની આ સત્ય વાત લક્ષમાં લઈને તેનો પક્ષ કરવા
જેવો છે, ને પછી વારંવાર તેના અભ્યાસ વડે તેમાં દક્ષ થઈને અનુભવવડે પ્રત્યક્ષ કરવા
જેવું છે. તદ્ન સહેલી શૈલિથી સૌને સમજાય તેવું આ સત્ય છે. જ્ઞાનપ્રભાવનાની ઉત્તમ
લાગણીપૂર્વક ગુરુદેવ કહે છે કે–અત્યારે તો લોકોને આવું સત્ય મળે તે માટે સહેલું અને
સસ્તું સાહિત્ય ખૂબ પ્રચાર કરવા જેવું છે. બીજે ઠેકાણે મોટા ખર્ચા કરવા કરતાં આવા
પરમ સત્યનો પ્રચાર થાય તેવું સાહિત્ય ‘સહેલું અને સસ્તુ’ ખૂબ બહાર આવે તે કરવા
જેવું છે. જો કે સોનગઢથી ઘણું સાહિત્ય બહાર આવ્યું છે ને લોકો પણ ખૂબ વાંચે છે,
સાત–આઠ લાખ પુસ્તકો તો બહાર પડી ગયાં છે, છતાં હજી ઘણું સાહિત્ય સૌને સમજાય
તેવી સહેલી ભાષામાં ને સસ્તી કિંમતમાં વધુ ને વધુ બહાર આવે ને સાચા જ્ઞાનનો
પ્રચાર થાય તેવું કરવા જેવું છે. અત્યારે તત્ત્વના જિજ્ઞાસુ ઘણા લોકો તૈયાર થયા છે, ને
આત્માના સ્વભાવની આવી ઊંચી વાત પ્રેમથી સાંભળે છે. જિજ્ઞાસુ લોકોના ભાગ્યે
આવું વીતરાગી સત્ય બહાર આવ્યું છે.

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
નમસ્કાર હો... જ્ઞાનચેતનાવંત મુનિભગવંતોને
અમદાવાદ પછી કારતક વદ ૧૩–૧૪ના રોજ પૂ. શ્રી કાનજીસ્વામી
હિંમતનગર પધાર્યા હતા. મહાવીરનગર–સોસાયટીમાં સુંદર જિનમંદિર અને
સ્વાધ્યાય મંદિર છે. બે દિવસના પ્રવચન અને ચર્ચાઓમાં ગુજરાતના ઘણા
જિજ્ઞાસુઓએ ઉત્સાહથી લાભ લીધો હતો. પ્રવચનમાં, મોક્ષના કારણરૂપ
જ્ઞાનચેતના કેવી હોય, અને તે જ્ઞાનચેતના–ધારક દિગંબર મુનિ ભગવંતોની
અલૌકિક દશા કેવી હોય, તે સમજાવીને તેનો મહિમા કર્યો હતો.
આત્મા સ્વતંત્ર, દેહથી ભિન્ન, ચૈતન્યવસ્તુ છે; તે જાણનાર છે. જાણનારે પોતે
પોતાને ન જાણ્યો તે અજ્ઞાન છે અને તે સંસાર છે. જાણનાર સ્વભાવ તે જ્ઞાનચેતનામય
છે. રાગ–દ્વેષને જાણવામાં જ્ઞાનને એકાગ્ર કર્યું તે અજ્ઞાનીની કર્મચેતના છે; અને હર્ષ–
શોકરૂપ કર્મફળના વેદનમાં જ્ઞાનને એકાગ્ર કર્યું તે અજ્ઞાનીની કર્મફળચેતના છે; પણ તે
રાગાદિથી ભિન્ન એવી જ્ઞાનચેતનાને તો તે અજ્ઞાની ઓળખતો પણ નથી.
જાણનારે પોતાને ન જાણ્યો તે અજ્ઞાનચેતના છે; પોતાને ભૂલીને બીજાને જાણ્યું,
ને જેને જાણ્યું તેને જ પોતાનું માની લીધું; –આવી અજ્ઞાનચેતનાપૂર્વક જે કાંઈ વ્રત–તપ–
શાસ્ત્રજ્ઞાન–દેવપૂજા વગેરે શુભભાવ કરે તે બધુંય સંસારહેતુ જ છે. તે મોક્ષનો હેતુ થતો
નથી. જ્ઞાનીનેય કાંઈ રાગ તે મોક્ષનું કારણ નથી, તેને રાગથી ભિન્ન જે જ્ઞાનચેતના છે
તે જ મોક્ષનું કારણ છે.
–આવું જ્ઞાન તો બહુ થોડા જીવોને થાય છે!
–ખરી વાત છે; પણ થોડા જીવોમાં એક પોતે પણ ભળી જવું.
પ્રશ્ન:– આપ કહો છો તે વાત તો સાચી છે, પણ આપ મુનિઓને માનતા નથી
એમ લોકો કહે છે?
ઉત્તર:– અરે ભાઈ! રોજ સવારમાં ઊઠતાવેંત જ સર્વે મુનિવરોને નમસ્કાર
કરીએ છીએ. णमो लोए सव्व साहूणं કહીને એમને નમસ્કાર કરવામાં આવે છે. અહો,
મુનિદશા તો અલૌકિક પરમેષ્ઠીપદ છે. મુનિ તે તો ભગવાન છે, એને કોણ ન માને?
પણ મુનિદશા જેને હોય તેને મુનિ મનાય ને? મુનિદશા

PDF/HTML Page 6 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
શું છે તેની જ ઘણા લોકોને ખબર નથી. જેને મુનિદશા ન હોય, શ્રદ્ધા પણ સાચી ન
હોય, મુનિને યોગ્ય આચરણ પણ ન હોય–એવાને મુનિ માની લેતાં તો ઊલ્ટું સાચા
મુનિભગવંતોનો અનાદર થાય છે. મુનિને પરમ આદરથી માનીએ છીએ, –પણ
મુનિ હોવા જોઈએને? જેને અંતરમાં આત્માનું ભાન હોય, અને અંદર ઘણી
લીનતારૂપ ચારિત્રદશામાં આત્માના પરમ આનંદના ઘૂંટડા પીતા હોય, તદ્ન
દિગંબર દશા હોય–એવા મુનિ તે તો ભગવાન છે. અત્યારે એવા મુનિના દર્શન
અહીં દુર્લભ છે, –પણ તેથી કાંઈ ગમે તેવા વિપરીત સ્વરૂપવાળાને મુનિ ન માની
લેવાય. –આ તો વીતરાગનો માર્ગ છે, તેમાં ગોટા ન ચાલે. પોતાના હિતને માટે
સાચો નિર્ણય કરવાની આ વાત છે.
જેને ભવનાં દુઃખથી છૂટવું હોય ને આત્માનું મોક્ષસુખ અનુભવવું હોય તેને
માટેની આ વાત છે. મિથ્યાત્વરૂપ જે મહાન રોગ, તેનાથી કેમ છૂટાય તેની આ રીત
બતાવે છે જેણે રાગાદિ પરભાવોમાં એકતા માની, ને તેનાથી ભિન્ન જ્ઞાનચેતનાને
ન જાણી, તેને સમ્યગ્દર્શન પણ નથી, તો મુનિદશા ક્્યાંથી હોય? ભાઈ! એકવાર તું
પરભાવોથી જુદી તારી જ્ઞાનચેતનાવંત વસ્તુને અનુભવમાં લે તો તને સમ્યગ્દર્શન
થશે ને તારા જન્મ–મરણનો છેડો આવશે. આવી જ્ઞાનચેતનાનો અનુભવ
ગૃહસ્થનેય ચોથા ગુણસ્થાને થાય છે. આઠ વર્ષની દીકરી પણ આવો અનુભવ કરી
શકે છે. ગમે તેટલા શુભભાવ કરે પણ આવા અનુભવરૂપ જ્ઞાનચેતના વગર કદી
ધર્મ થાય નહીં.
પ્રશ્ન:– શુભરાગથી ધર્મ નથી થતો તોપછી બધો શુભરાગ છોડી દઈએ તો?
ઉત્તર:– બધો શુભરાગ છોડવા જેવો છે એમ પહેલાંં શ્રદ્ધા તો કરો.–એવી
શ્રદ્ધા પછી પણ પૂજનાદિ શુભરાગ ભૂમિકા મુજબ થાય પણ ધર્મીજીવ તે રાગને
જ્ઞાનચેતનાથી છૂટો જ જાણે છે, એટલે જ્ઞાનચેતનામાંથી તો બધો રાગ તેણે છોડી જ
દીધો છે. જ્ઞાનચેતના સાથે રાગના એક કણિયાને પણ ધર્મીજીવ ભેળવતા નથી.
જુઓ ભાઈ, રાગ હોય તે જુદી વાત છે, પણ જ્ઞાનચેતનામાં તો રાગ નથી.
આત્માના ભૂતાર્થસ્વભાવને અનુભવનારી જે ચેતના છે તે ચેતના સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ છે, ને તેને જ પરમાર્થધર્મ કહ્યો છે, તે જ મોક્ષનો હેતુ છે. એ
સિવાય જે વ્યવહારના શુભરાગ છે અને લોકો જેને ધર્મ માને છે તે કાંઈ પરમાર્થ
ધર્મ નથી,

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
મુનિવરો તો આવી જ્ઞાનચેતનારૂપ પરમાર્થ ધર્મના સાધક છે, તેને ઓળખે તો
જ મુનિને ખરેખર માન્યા કહેવાય. અજ્ઞાની વ્રતાદિના શુભરાગને જ દેખે છે એટલે મુનિ
પણ તે રાગ જ કરતા હોય–એમ તે સમજે છે, પણ અંદરમાં (ફોતરાંથી ભિન્ન ચોખાની
જેમ) રાગથી ભિન્ન જે ચોખ્ખી જ્ઞાનચેતના મુનિને વર્તે છે, તે જ મોક્ષનું સાચું કારણ
છે તેને અજ્ઞાની ઓળખતો નથી, એટલે ખરેખર તે મુનિને ઓળખતો નથી. મુનિનું ખરૂં
સ્વરૂપ ઓળખે તો તો મોક્ષમાર્ગની ઓળખાણ થઈ જાય, ને પોતાને પણ
જ્ઞાનચેતનારૂપ મોક્ષમાર્ગ પ્રગટે.
આવી જ્ઞાનચેતના તે ધર્મ છે. શુભરાગ તે ધર્મ નથી પણ કર્મ છે; ધર્મ તો તેને
પ્રશ્ન:– આવો અનુભવ અને સમ્યગ્દર્શન કરવા જેવું છે એ વાત ખરી, પણ તે ન
ઉત્તર:– ત્યાંસુધી તેના લક્ષે તેનો જ ઉદ્યમ કરવો; અંતરમાં વારંવાર તેનો વિચાર
કરીને નિર્ણય કરવો. સાચો નિર્ણય કરે તો અનુભવ થયા વગર રહે નહીં. રાગ હોય તે
જુદી વાત છે પણ સર્વે રાગ વગરનો જ્ઞાનસ્વભાવ જ હું છું–એમ લક્ષમાં લેવું જોઈએ.
આવા સ્વભાવને લક્ષમાં લઈને તેનો અભ્યાસ કરતાં, તેનો રસ વધતાં ઉપયોગ તેમાં
વળે છે ને વિકલ્પથી પાર અતીન્દ્રિય આનંદના સ્વાદ સહિત સમ્યગ્દર્શન થાય છે. આવા
સમ્યગ્દર્શન પછી મુનિપણું હોય; એની તો ઘણી નિર્મોહ વીતરાગદશા છે. ગમે તેવી
ઠંડીમાંય શરીર ઉપર વસ્ત્ર ઢાંકવાની વૃત્તિ જ જેને ઊઠતી નથી, અંદર ચૈતન્યના
શાંતરસમાં ઠરીને ઢીમ થઈ ગયા છે. –આવા વીતરાગ દિગંબર મુનિવરો જ્ઞાનચેતનાવડે
મોક્ષને સાધી રહ્યા છે, તેઓ મહા પૂજનીક વંદનીક છે, પંચપરમેષ્ઠી ભગવાનમાં જેમનું
સ્થાન છે. –નમસ્કાર હો. જ્ઞાનચેતનાવંત તે મોક્ષમાર્ગી મુનિ ભગવંતોને
णमो लोए सव्वसाहूंण

PDF/HTML Page 8 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
ફત્તેપુરમાં આઠ દિવસ
હે જીવ! આત્માના આનંદની કમાણીની આ મોસમ છે.
સત્સમાગમે આત્માની સમજણ કરીને સમ્યગ્દર્શનવડે
તારા આત્મામાં મોક્ષનું શિલાન્યાસ કર.
રણાસણથી પૂજ્ય શ્રી કહાનગુરુ માગશર સુદ બીજે ફત્તેપુર
પધાર્યા... નગરીને શણગારીને ઉમંગભર્યું સ્વાગત થયું.
ફત્તેપુરમાં કુલ ૨પ૦ ઘર જેટલી વસ્તી, તેમાં જૈનોનાં ૪પ ઘર છે;
અને ૮પ વર્ષનું પ્રાચીન દિગંબર જિનમંદિર છે; તેનો પુનરુદ્ધાર
અને નુતન સમવસરણ–મંદિરનું શિલાન્યાસ તથા
સ્વાધ્યાયમંદિરનું શિલાન્યાસ થવાના શુભપ્રસંગ નિમિત્તે ગુરુદેવ
ફત્તેપુર આઠ દિવસ માટે પધાર્યા. ફત્તેપુરમાં ઘરેઘરે ઉમંગ ને
ઉત્સાહ હતો. ફત્તેપુરમાં ભાઈશ્રી બાબુભાઈ તથા દરેક મુમુક્ષુ
ભાઈઓએ ઉત્સવને શોભાવ્યો હતો. સ્વાગત પછીના મંગલ–
પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–
દેહ–દેવળમાં બિરાજમાન ચૈતન્યમૂર્તિ આત્મા પવિત્ર છે તે મંગળ છે. આવા
આત્માનું લક્ષ કરીને તેનાં શ્રદ્ધા–જ્ઞાન કરતાં આત્માને અપૂર્વ શાંતિ મળે છે તે
માંગળિક છે. આત્મા સિવાય શરીરાદિ પરવસ્તુમાં ‘આ હું છું, આ મારું છે’ એવો
અહંભાવ અને મમત્વભાવ તે અમંગળ છે–દુઃખ છે. આત્માના ભાન વડે તે
મમત્વના પાપને જે ગાળે, ને ‘મંગ’ એટલે કે સુખને લાવે તે સાચું માંગળિક છે.
આનંદના સ્વભાવથી ભરેલો આત્મા, તેને જ્યાં અંતરના શ્રદ્ધા–જ્ઞાનમાં સ્થાપ્યો
ત્યાં તે ધર્મીના અંતરમંદિરમાં બીજા કોઈ રાગાદિ પરભાવનો પ્રેમ રહેતો નથી. જેમ
સતિના મનમાં પતિ સિવાય બીજાનો પ્રેમ હોતો નથી, તેમ સત્ એવો જે
આત્મસ્વભાવ, તેને સાધનારા ધર્માત્માને પોતાના ચિદાનંદસ્વભાવ સિવાય બીજા
કોઈ પરભાવનો

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
બપોરે સમયસાર ગા. ૧૧ ઉપર પ્રવચન શરૂ થયા. પ્રથમ ઉપોદ્ઘાતમાં
આવા કુંદકુંદાચાર્યદેવે રચેલા સમયસારની આ ૧૧ મી ગાથા વંચાય છે;–
જૈનધર્મનું રહસ્ય આચાર્યદેવે આ ગાથામાં ભર્યું છે–
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. (૧૧)

PDF/HTML Page 10 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
નિશ્ચય–વ્યવહાર સંબંધી ઝગડા ઉકલી જાય ને આત્માને સમ્યગ્દર્શનાદિની
પ્રાપ્તિ થાય એવા ભાવો આ ગાથામાં ભર્યા છે. વ્યવહારના જે અનેક પ્રકારના
વિકલ્પો, તેમાં છેલ્લામાં છેલ્લો સૌથી સૂક્ષ્મ વ્યવહાર– ‘જ્ઞાન–દર્શન–ચારિત્રસ્વરૂપ
આત્મા’ એવા ગુણ–ગુણીભેદરૂપ છે. આવા ગુણ–ગુણી ભેદરૂપ વ્યવહાર પણ
આશ્રય કરવા જેવો નથી, કેમકે તેના લક્ષે પણ વિકલ્પ થાય છે, શુદ્ધાત્માનો
અનુભવ થતો નથી. અભેદ અનુભૂતિરૂપ જે શુદ્ધઆત્મા, તેને દેખનારો શુદ્ધનય છે,
તે જ ભૂતાર્થ છે, તેના જ અનુભવથી સમ્યગ્દર્શનાદિ થાય છે.
‘જ્ઞાનસ્વરૂપ આત્મા છે, ’ એવા ગુણગુણી ભેદનો વિકલ્પ, આત્માનો
અનુભવ કરવા જતાં વચ્ચે આવશે ખરો, પણ તેનો આશ્રય સમ્યગ્દર્શનમાં નથી,
સમ્યગ્દ્રષ્ટિ તે વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લઈને અટકતા નથી, પણ તેનેય
છોડવા જેવો સમજીને અંતરના શુદ્ધાત્માને તે વિકલ્પથી જુદો અનુભવે છે. આવો
અનુભવ તે જ વીતરાગનો માર્ગ છે. મોક્ષને માટે આત્મામાં આ સમ્યગ્દર્શનરૂપી
શિલાન્યાસ કરવાની વાત છે. ભૂતાર્થદ્રષ્ટિરૂપી ધુ્રવ પાયો નાંખીને આત્મામાં જેણે
સમ્યગ્દર્શનરૂપી શિલા રોપી તેને અલ્પકાળમાં મોક્ષના પરમ આનંદરૂપી મહેલ
થશે.
સમયસારની પહેલી ગાથામાં સર્વે સિદ્ધોને વંદન કર્યાં......એટલે પોતાની
જ્ઞાનદશાના આંગણે અનંત સિદ્ધોને બોલાવીને સ્વાગત કર્યું; જે જ્ઞાને અનંત
સિદ્ધોનો સ્વીકાર કર્યો તે જ્ઞાન રાગથી જુદું પડી ગયું છે. શરીરમાં કે રાગમાં
સિદ્ધોને પધરાવી શકાય નહીં; પણ સાધક પોતાની જ્ઞાનપર્યાયમાં સિદ્ધોને પધરાવે
છે; –કઈ રીતે? પર્યાયને રાગાદિથી ભિન્ન કરીને અંતરના જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર
કરી, ત્યાં તે પર્યાયમાં શુદ્ધ આત્માનો સ્વીકાર થયો, ને શુદ્ધાત્માના સ્વીકારમાં
અનંત સિદ્ધભગવંતોનો સ્વીકાર ને સત્કાર થયો. તેના આત્મામાં સિદ્ધપદ માટે
સમ્યગ્દર્શનનું શિલાન્યાસ થઈ ગયું.
હે ભાઈ! સ્વભાવથી એકત્વરૂપ ને પરભાવથી વિભક્તરૂપ–એવો જે
શુદ્ધાત્મા, તેનું સ્વરૂપ પૂર્વે કદી તેં સાંભળ્‌યું નથી–વિચાર્યું નથી–અનુભવ્યું

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
ભગવાન આત્મા એક જ્ઞાયકભાવ છે; તેમાં પ્રમત્ત–અપ્રમત્ત એવી જે
અહો, સંતોની પરમ કૃપા છે કે આ આત્માને તેઓ ‘પરમાત્મા’ કહીને
એક માણસ પાસે નાનપણથી જ લાખો–કરોડો રૂા. ની મૂડી હતી; પણ તેનો
વહીવટ તેના મામા કરતા હતા, ને જરૂર પ્રમાણે થોડી થોડી રકમ વાપરવા
આપતા, એટલે તે પોતાને થોડી મૂડીવાળો ગરીબ માની બેઠો હતો. કોઈએ તેને
કહ્યું: ભાઈ! તું ગરીબ નથી, તું તો કરોડોની મિલ્કતનો સ્વામી છો! ત્યારે તે કહે
કે–એ મૂડી તો મારા મામાની છે, તેઓ આપે તેટલું હું વાપરું છું. તેના હિતસ્વીએ
કહ્યું–અરે ભાઈ! એ બધી મૂડી તો તારી જ પોતાની છે, મામા તો તેનો માત્ર
વહીવટ કરે છે, પણ મૂડી તો તારી છે.

PDF/HTML Page 12 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
તેમ આત્મામાં પોતાના અનંત ગુણનો વૈભવ પરિપૂર્ણ છે; શાસ્ત્રો ને સંતો તેનું વર્ણન
કરે છે. પણ પર્યાયમાં ઓછું જ્ઞાન અને રાગ–દ્વેષ દેખીને અજ્ઞાની પોતાને તેટલો જ
ગરીબ માની બેઠો છે. જ્ઞાની તેને સમજાવે છે કે બાપુ! તું રાગ નથી, તું તો પૂર્ણ આનંદ
અને કેવળજ્ઞાનના નિધાનનો સ્વામી છો. ત્યારે તે કહે છે કે કેવળજ્ઞાન ને આનંદ વગેરે
વૈભવ તો સિદ્ધભગવાન પાસે હોય ને અરિહંત ભગવાન પાસે હોય, તથા શાસ્ત્રમાં તે
કહ્યો છે. –જ્ઞાની તેને કહે છે કે અરે! અરિહંત અને સિદ્ધભગવંતોનો વૈભવ એમની પાસે
છે, ને એમના જેવો જ તારો આત્મવૈભવ તારામાં છે. તારા જ્ઞાન–આનંદાદિ વૈભવો
તારામાં પોતામાં જ છે. શાસ્ત્રો અને જ્ઞાનીઓ તો તે તને દેખાડે છે, પણ વૈભવ તો
તારામાં છે; તારો વૈભવ કાંઈ તેમની પાસે નથી. માટે તું અંતર્મુખ થઈને તારા
આત્માના વૈભવને દેખ. –આનું નામ ભૂતાર્થદ્રષ્ટિ છે, આ સમ્યગ્દર્શન છે, આ જૈનધર્મના
પ્રાણ છે, અને આ મોક્ષમાં પ્રવેશ કરવાનો દરવાજો છે.
સહજ એક જ્ઞાયકભાવ તે આત્મા છે. તેને શુદ્ધનય પરભાવોથી ભિન્નપણે
અનુભવે છે. –આવા આત્મસ્વરૂપને જેણે લક્ષમાં લીધું તેઓ ન્યાલ થઈને કેવળજ્ઞાન
અને મોક્ષ પામ્યા છે. પણ જેઓ આવા શુદ્ધ જ્ઞાયક ભાવરૂપ આત્માને અનુભવતા નથી,
અને કાદવવાળા પાણીની માફક કર્મ સાથે સંબંધવાળા અશુદ્ધ ભાવરૂપે જ આત્માને
અનુભવે છે તેઓ શુદ્ધ આત્માને નહિ દેખતા હોવાથી સંસારમાં રખડે છે. શુદ્ધઆત્મા જે
પરમ એક જ્ઞાયકભાવ, તેને અંતરમાં સમ્યક્પણે દેખનારા જીવો જ સમ્યગ્દ્રષ્ટિ છે.
વ્યવહારના અનેક પ્રકારો, પરનો સંયોગ, કર્મનો સંબંધ, રાગાદિ અશુદ્ધભાવો કે દ્રવ્ય–
ગુણ–પર્યાયના ભેદરૂપ વ્યવહાર તે બધોય અભૂતાર્થ છે, –તેનો આશ્રય કરતાં રાગાદિ
વિકલ્પની ઉત્પત્તિ થાય છે. ગુણ અને ગુણી જુદા તો નથી, છતાં તેને જુદા પાડીને ભેદથી
કહેનારો વ્યવહાર તેના લક્ષે વસ્તુના અખંડ સત્યસ્વરૂપનો અનુભવ થતો નથી માટે તે
વ્યવહારને અસત્ય કહ્યો છે. ભેદના વિકલ્પમાં ન અટકતાં અભેદને લક્ષમાં લઈ લ્યે તો
તેને માટે ‘વ્યવહાર દ્વારા પરમાર્થનું પ્રતિપાદન’ કહેવામાં આવ્યું; શુદ્ધઆત્માના સ્વરૂપને
જેઓ દેખવા માંગે છે તેઓએ વ્યવહારના વિકલ્પોમાં અટકવાનું નથી. ગુણભેદરૂપ
વ્યવહાર

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
વચ્ચે આવ્યો, પણ તે વ્યવહારમાં જ ઊભો રહીને કદી પરમાર્થ આત્માનો અનુભવ
થતો નથી. પરમાર્થ આત્માને લક્ષમાં લેતાં ઉપયોગ તેમાં વિશ્રામરૂપ થઈને પરમ
નીરાકુળ આનંદને અનુભવે છે. –આનું નામ સમ્યગ્દર્શન છે. આવા નિર્વિકલ્પ
ઉપયોગ વગર સમ્યગ્દર્શન કે આનંદનો અનુભવ થતો નથી.
આત્મા જ્ઞાનવડે આત્માને જાણે છે–એવો ભેદ પાડવો તે પણ વ્યવહારમાં
જાય છે; તે ભેદ પણ અભૂતાર્થ છે, સાચા એટલે કે ભૂતાર્થ આત્માની અનુભૂતિમાં
તો એવા કોઈ ભેદ રહેતા નથી; ત્યાં તો એક સહજ જ્ઞાયકભાવ જ અનુભવાય છે.
આવો અનુભવ તે જ મોક્ષને સાધવાની મોસમ છે. (શ્રીગુરુ–સંતોના પ્રતાપે
અત્યારે એવી મોસમ આપણને પ્રાપ્ત થઈ છે.)
આત્માનો સહજ એક જ્ઞાયક સ્વભાવ તે ત્રિકાળ ભૂતાર્થ છે; ને તેમાં
અંતર્મુખ થઈને જે શુદ્ધપર્યાય થઈ તે પણ ભૂતાર્થ સાથે અભેદ થયેલી હોવાથી
ભૂતાર્થ છે. આવા ભૂતાર્થ આત્માનો અનુભવ તે અપૂર્વ ભાવ છે, તે અપૂર્વ સમય
છે. પર્યાયે પોતાના ઉપયોગની થાપ અંતરના ભૂતાર્થ સ્વભાવમાં મારી; તેના ઉપર
દ્રષ્ટિનું ત્રાટક લગાવ્યું, ત્યાં ભૂતાર્થને અવલંબનારી પર્યાય પણ ભૂતાર્થ થઈ.
રાગાદિભાવો તે અભૂતાર્થ ધર્મ છે અને ભૂતાર્થના આશ્રયે પ્રગટેલી સમ્યગ્દર્શનાદિ
પર્યાય તે ભૂતાર્થધર્મ છે. દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ ભૂતાર્થ છે ને તેનો અનુભવ
કરનારી પર્યાય પણ ભૂતાર્થ થઈ. ‘શુદ્ધનય ભૂતાર્થ છે’ –તે દ્રવ્ય–પર્યાયને અભેદ
કરીને વાત છે; કેમકે શુદ્ધનય પોતે તો પર્યાય છે, પણ તેનો વિષય અખંડ આત્મા
છે; તેમાં નય અને તેના વિષયનો ભેદ રહેતો નથી, તેથી શુદ્ધનય અને તેનો
વિષય અભેદ ગણીને ‘શુદ્ધનય ભૂતાર્થ છે’ એમ કહ્યું છે. આવા શુદ્ધનયવડે
આત્માનું સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનરૂપી મોટો હીરો પ્રાપ્ત થાય છે અને
તેની સાથે અનંત અતીન્દ્રિય આનંદનો લાભ થાય છે. –આવા લાભનો આ
અવસર છે. આનંદની કમાણીની મોસમ છે. તેને હે જીવ! તું ચુકીશ મા......પ્રમાદ
કરીશ મા.....બીજામાં ક્્યાંય રોકાઈશ મા.

PDF/HTML Page 14 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં
પરના કારણ–કાર્યનો અભાવ
ગુજરાતમાં ધર્મપ્રભાવના કરીને માગશર સુદ ૧૪ ના
રોજ સોનગઢ પધાર્યા બાદ ૪૭ શક્તિમાંથી ૧૪ મી શક્તિ
ઉપરના પ્રવચનમાં આત્માના સ્વભાવના કોઈ અદ્ભુત
મહિમાપૂર્વક ગુરુદેવે કહ્યું કે–અરે, જેને આત્માનું હિત સાધવું
હોય ને જન્મ–મરણથી છૂટીને મોક્ષનો પરમ આનંદ પામવો
હોય–તેવા જીવને માટે આ વાત છે. આત્માની દરકાર કરીને
અંદરમાં ઊતરે તેને સમજાય એવી આ કોઈ અપૂર્વ વાત છે.
આત્માનો સ્વભાવ કેટલો મહિમાવંત છે–એ તો એમાં જે લક્ષ
કરે તેને ખબર પડે; બાકી એકલી વાતું કર્યે આત્માનો પત્તો
ખાય તેવો નથી.
આત્માનો સ્વભાવ જે જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ, તે અનંત શક્તિરૂપ
હવે આવા આત્મામાં કારણ–કાર્યપણું ક્્યા પ્રકારે છે? તો કહે છે કે પોતાના
રાગાદિ ભાવો છે તે આત્માની પર્યાયમાં છે, તે વિભાવપર્યાય છે, પણ
સ્વભાવધર્મના વર્ણનમાં તે ન આવે; જ્ઞાનલક્ષણથી લક્ષિત આત્મામાં રાગાદિ ન આવે;

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
દ્રવ્ય–ગુણ અને નિર્મળ અવસ્થાને જ આત્મા કહ્યો, રાગને આત્મા ન કહ્યો;
આત્માનો સુખ–સ્વભાવ છે; તે સુખમાં પણ એવું અકાર્ય–કારણપણું છે કે સુખનું
સુખ કહે કે ધર્મ કહો; આત્માની ધર્મદશાનું કારણ કોઈ બીજું નથી; અને
ભાઈ! તારો આત્મા જ આવો છે. પરની ઓશિયાળથી પોતાનું કાર્ય કરે એવો
તું નથી; અને પરનો સ્વામી થઈને તેનું કાર્ય કરે એવો પણ તું નથી. તારું કારણ–કાર્ય
બધું તારા જ્ઞાનસ્વભાવમાં સમાય છે. જ્ઞાનલક્ષણથી લક્ષિત જે આત્મસ્વભાવ, તેમાં જ
તારા બધા ધર્મો સમાય છે. તારી સ્વાધીન નિજશક્તિ સંતો તને દેખાડે છે. તારા દ્રવ્ય–
ગુણ–પર્યાયનો કોઈ ધર્મ શુભરાગવડે કે બહારના નિમિત્તવડે પ્રાપ્ત થાય

PDF/HTML Page 16 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
એવો તું નથી. નિમિત્ત કે રાગ વગેરેની અપેક્ષા કર્યા વગર સ્વયં પોતાના સ્વભાવથી જ
તારા દ્રવ્ય–ગુણ–પર્યાય તારામાં છે; આવા આત્માને જ્ઞાનલક્ષણથી અહીં ઓળખાવ્યો છે,
તેને ઓળખતાં જ મોક્ષમાર્ગ પ્રગટે છે, ને ધર્મ થાય છે.
બહારમાં બીજા કોઈને સાધન બનાવીને, કે શુભરાગને સાધન બનાવીને
આત્મામાં સમ્યગ્દર્શનાદિ કોઈ ધર્મ કરવા માંગે તો તે ધર્મ થઈ શકે નહિ, કેમકે
ધર્મનું કારણ જ્ઞાનથી જુદું નથી. ધર્મના છએ કારક જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ સમાય
છે. અતીન્દ્રિય આત્મતત્ત્વ, તે ઈંદ્રિયો વડે કે ઈંદ્રિયને અવલંબનારા ભાવો વડે કેમ
પમાય? તેને જાણનારું જ્ઞાન પણ અતીન્દ્રિયસ્વરૂપ છે, ઈંદ્રિયનું અવલંબન તેમાં
નથી. દ્રવ્યસ્વભાવને જેમ પરની અપેક્ષા નથી તેમ તે સ્વભાવમાં અંતર્મુખ એકાગ્ર
થયેલી નિર્મળપર્યાયમાં પણ પરની અપેક્ષા નથી, અહો! આવા સ્વભાવને અંતરમાં
ઉગ્રપણે સાધતાં સાધતાં અમૃતચંદ્રાચાર્ય દેવે આત્માના અદ્ભુતસ્વભાવનું આ
વર્ણન કર્યું છે. આ હિંદુસ્તાનમાં જ્યારે તેઓ મુનિપણે વિચરતા હશે ત્યારે એમનો
દેખાવ કેવો હશે! મુનિદશા, એની શી વાત! એ તો પરમેષ્ઠીપદ છે, આત્માના પ્રચૂર
આનંદમાં ઝુલતી દશા છે. એવી દશામાં વર્તતાં જગતના મહા ભાગ્યે આ સમયસાર
શાસ્ત્ર રચાઈ ગયું છે.
આત્માના સ્વભાવને અનુભવનારી નિર્મળપર્યાય છે તે સ્વદ્રવ્યમાં વ્યાપક છે, તે
રાગાદિમાં નથી વ્યાપતી, પરમાં નથી વ્યાપતી, જ્ઞાનપર્યાય પોતાના દ્રવ્યમાં પૂરાભાગમાં
રહે છે, પણ તે શરીરમાં કે રાગમાં રહેતી નથી; ને શરીર કે રાગ તે જ્ઞાનપર્યાયમાં રહેતા
નથી. –આમ ભિન્નતા છે, તેમને એકબીજાની સાથે કારણકાર્યપણું નથી. આવા
જ્ઞાનસ્વરૂપે પોતાના આત્માને ઓળખતાં કર્મ સાથેનો સંબંધ સર્વથા છૂટીને ધર્મ થાય
છે, ને સિદ્ધપદ પ્રગટે છે.
રં ગ લાગ્યો..
રંગ લાગ્યો આતમ! તારો રંગ લાગ્યો....
તારી શ્રદ્ધા કરવાનો મારો ભાવ જાગ્યો.... રંગ લાગ્યો......
રંગ લાગ્યો ચેતન! તારો રંગ લાગ્યો.......
તારો અનુભવ કરવાનો મને ભાવ જાગ્યો.... રંગ લાગ્યો......

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
भ ग वा न पा र स ना थ
(લેખાંક ૬ : ગતાંકથી ચાલુ)
આપણા કથાનાયકનો જીવ અંતિમ
અવતારમાં ભગવાન પારસનાથ તરીકે અવતરીને
ત્રેવીસમા તીર્થંકર થાય છે. પહેલાંં મરૂભૂતિના
ભવમાં પોતાના ભાઈ કમઠદ્વારા પત્થરથી છૂંદાઈને
જેનું મૃત્યુ થયું, હાથીના ભવમાં સમ્યગ્દર્શન
પામીને આત્માને ઓળખીને સર્પદંશથી જેનું
સમાધિમરણ થયું, અગ્નિવેગ મુનિના ભવમાં
અજગર જેને ગળી ગયો, વજ્રનાભીચક્રીના
ભવમાં ભીલે જેને બાણ માર્યું, આનંદમુનિના
ભવમાં સિંહ જેને ખાઈ ગયો, તે જ જીવ આત્માની
આરાધનામાં આગળ વધતાં–વધતાં હવે અંતિમ
અવતારમાં વારાણસીનગરીમાં ભરતક્ષેત્રના
ત્રેવીસમા તીર્થંકરપણે અવતરે છે......
(૧૦) અંતિમ અવતાર : ત્રેવીસમા તીર્થંકર અને પંચકલ્યાણક
પારસપ્રભુ પીવડાવજો ચેતન આનંદરસ, તુજ આતમ–સ્પર્શન થતાં જીવન બને
સરસ; લોહા તો કંચન બને, આત્મ બને પરમાત્મ, ધ્યાનવડે તુજસમ બનું, બસ! એકજ
મારે આશ.
ભગવાન પારસનાથ જગતનું કલ્યાણ કરવા માટે અને પોતાની
આત્મસાધના પૂરી કરીને પરમાત્મા થવા માટે અંતિમ અવતારમાં અવતરવાની
તૈયારી હતી ત્યારે આ ભરતક્ષેત્રમાં ચોથો આરો પૂરો થવા આવ્યો હતો. બાવીસ
તીર્થંકરો તો મોક્ષ પધારી ગયા હતા. નેમનાથ ભગવાન ગીરનારથી મોક્ષ પધાર્યા
તેને પણ ૮૩૭પ૦ વર્ષ વીતી ગયા હતા. અયોધ્યાથી થોડા ગાઉ દૂર કાશીદેશમાં
ગંગાનદીના કિનારે વારાણસી (બનારસ) નગરી અત્યંત શોભતી હતી. આ
નગરીમાં સાતમા સુપાર્શ્વનાથ તીર્થંકર અવતરી ચુકયા હતા, ને હવે પાર્શ્વનાથ
તીર્થંકરના અવતારની તૈયારી ચાલતી હતી.

PDF/HTML Page 18 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
તે વખતે વારાણસીનગરીમાં ઘણા જૈનો વસતા હતા, ને ભવ્ય જિનાલયો
રત્નબિંબોથી શોભતા હતા, પ્રજાજનો દયાધર્મનું પાલન કરતા હતા. રત્નત્રયધારી અનેક
મુનિવરો નગરીને પાવન કરતા હતા. (તે નગરીમાં અત્યારે તો જૈનોની વસ્તી ઘણી જ
ઘટી ગઈ છે. જિનમંદિરો પણ ત્રણચાર જ છે, અનેક કુમાર્ગો ત્યાં ચાલે છે. એક
ગૃહચૈત્યમાં લાખો રૂપિયાની કિંમતના હીરામાંથી કોતરેલ પારસપ્રભુની પ્રતિમા હતી, તે
પણ હમણાં (વીર સં. ૨૪૯૬માં) કોઈ ઠગ દર્શનના બહાને આવીને ધોળે દિવસે
હાથમાંથી ઝૂંટવી ગયો. બનારસ શહેરથી દસેક કિલોમીટર દૂર શ્રેયાંસનાથ તીર્થંકરનું
જન્મધામ સિંહપુરી (સારનાથ) છે, ત્યાં શ્રેયાંસનાથ સ્વામીનું મનોહર જિનાલય છે;
તથા વીસેક કિલોમીટર દૂર ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભ ભગવાનનું જન્મધામ ગંગાકિનારે
આવેલ છે, ત્યાં પણ પ્રાચીન જિનમંદિર છે. લેખકે પૂ. શ્રી કહાનગુરુ સાથે આ તીર્થોની
યાત્રા કરેલી છે, જેનું વર્ણન ‘મંગલ તીર્થયાત્રા’ પુસ્તકમાં આપ વાંચી શકશો.)
ચોથાકાળમાં જેની અપાર જાહોજલાલી હતી, અરે! તીર્થંકરનો જ્યાં અવતાર
થવાનો હતો–એવી બનારસી નગરીની શોભાની શી વાત! રાજમહેલના આંગણે
આકાશમાંથી દરરોજ કરોડો રત્નોની વૃષ્ટિ થતી હતી......પંદરમાસ સુધી તે રત્નવૃષ્ટિ
ચાલી; નગરજનો સમજી ગયા કે કોઈ મહાન મંગળ પ્રસંગની આ નિશાની છે.
વિશ્વપ્રસિદ્ધ એવા આ બનારસતીર્થમાં તે વખતે મહા ભાગ્યવાન વિશ્વસેનરાજા
રાજ્ય કરતા હતા. (કોઈ તેને અશ્વસેન પણ કહે છે.) તેઓ ઘણા ગંભીર હતા,
સમ્યગ્દ્રષ્ટિ હતા, અવધિજ્ઞાનના ધારક હતા ને વીતરાગ દેવ–ગુરુના પરમ ભક્ત હતા.
તેમના મહારાણી બ્રાહ્મીદેવી (બ્રહ્મદત્તા અથવા વામાદેવી) પણ અનેક ગુણસંપન્ન હતા.
તે બંનેનો આત્મા તો મિથ્યાત્વના મેલથી રહિત હતો ને તેમનું શરીર પણ મળમૂત્ર
વગરનું હતું. અહા! તીર્થંકર જેવા પવિત્ર આત્મા જ્યાં વસવાના હોય ત્યાં મલિનતા કેમ
રહી શકે? સિદ્ધાંતમાં કહ્યું છે કે તીર્થંકરને, તેમના માતા–પિતાને, ચક્રવર્તીને, બળદેવ–
વાસુદેવ–પ્રતિવાસુદેવને અને જુગલીઆને મળમૂત્ર હોતાં નથી.
એકવાર મહારાણી બ્રાહ્મીદેવી પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનપૂર્વક નિદ્રાધીન
થયા હતા; ચૈત્ર વદ બીજનો દિવસ હતો; ત્યારે પાછલી રાતે તેમણે ૧૬ ઉત્તમ સ્વપ્ન
દેખ્યા;
માત બ્રહ્મા સ્વપ્ન દેખે પ્રથમ ઐરાવત અહા,
પછી બળદ ને સિંહ, લક્ષ્મીદેવી, માળપુષ્પતણી મહા.

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
સૂરજ, ચાંદો, મીનયુગલ, કળશ બે અમૃત ભર્યાં,
કમળશોભિત દીઠું સરવર, ઉદધિ પણ ઊછળી રહ્યાં,
મણિજડિત સિંહાસન અને વિમાન દીસે શોભતું,
ધરણેન્દ્ર–ધામ ને રત્નરાશિ માતનું મન મોહતું.
નિર્ધૂમ સુંદર જ્યોત જાણે જ્ઞાનની જ્યોત જાગતી,
એ સોળ સ્વપ્નો દેખી માતા હૈયે જિનને ધારતી.
મહા મંગળકારી સોળ સ્વપ્નો દેખ્યા......ને તે જ વખતે બ્રહ્મદત્તા માતાના પવિત્ર
પ્રભાત થતાં માતા જાગ્યા ને અંતરમાં પંચપરમેષ્ઠીનું ચિંતન કર્યું –જોકે એવા
જ એક પરમેષ્ઠી એના હૈયામાં વસી જ રહ્યા હતા. રાજસભામાં જઈને માતાએ
સોળ ઉત્તમ સ્વપ્નોની વાત મહારાજા વિશ્વસેનને કરી; અને, તે સ્વપ્નાં મંગળ
ફળમાં તીર્થંકર જેવા પુત્રરત્નની પ્રાપ્તિ થશે–તે જાણીને માતાના આનંદનો પાર ન
રહ્યો! જાણે હૃદયભૂમિમાં ધર્મના અંકૂરા ફૂટી નીકળ્‌યા! વાહ માતા, તું ધન્ય બની
ગઈ! ઈન્દ્રો અને ઈન્દ્રાણીઓએ વારાણસીમાં આવીને એ માતાપિતાનું સન્માન કર્યું
ને ગર્ભકલ્યાણક નિમિત્તે ભગવાનની પૂજા કરી, તથા છપ્પનકુમારી દેવીઓ માતાની
સેવા કરવા લાગી. તેઓ વારંવાર તીર્થંકરના ગુણગાન કરતી, ને માતાજી સાથે
આનંદકારી ચર્ચા કરતી.
એકવાર માતાએ દેવીને પૂછયું–હે દેવી! આ જગતમાં ઉત્તમરત્ન ક્્યાં રહેતું હશે?
દેવી કહે: માતા, તમારા ઉદર–ભંડારમાં જ ઉત્તમરત્ન રહ્યું છે.
બીજી દેવીએ પૂછયું: માતાનું શરીર સોના જેવું કેમ લાગે છે?
ત્યારે ત્રીજી દેવીએ કહ્યું કે એને ‘પારસ’ નો સ્પર્શ થયો છે તેથી તે સોનાનું
લાગે છે.

PDF/HTML Page 20 of 53
single page version

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
ચોથી દેવીએ પૂછયું: માતા! તમને કેવી ભાવના થાય છે?
માતા કહે : જગતમાં જૈનધર્મનો ખૂબ ફેલાવો થાય એવી ભાવના થાય છે.
પાંચમી દેવી કહે : હે માતા! આકાશમાંથી આ રત્નો કેમ વરસે છે?
માતા કહે : દેવી! મારો પુત્ર આ જગતમાં સમ્યગ્દર્શનાદિ વીતરાગીરત્નોની
વૃષ્ટિ કરશે, તેની નિશાનીરૂપે આ રત્નો વરસી રહ્યાં છે.
છઠ્ઠી દેવી કહે : માતા, આ કરોડો રત્નો વરસી રહ્યાં છે છતાં તે કોઈ કેમ
લેતું નથી?
માતા કહે : દેવી! પારસકુમાર જે સમ્યક્ત્વાદિ રત્નો આપશે તેની પાસે આ
પચરંગી જડરત્નોની કાંઈ કિંમત નથી.
સાતમી દેવી કહે : વાહ માતા! અમે પણ એવા ચેતનરત્નોને અંગીકાર
કરવા પ્રભુના સમવસરણમાં આવશું.
આઠમી દેવી કહે : અમે રુચકગિરિમાં રહીએ છીએ; પરંતુ અમારા દેવલોક
કરતાંય અમને અહીં વધુ ગમે છે, કેમકે અહીં આપની અને બાલતીર્થંકરની સેવા
કરવાનું મહાભાગ્ય અમને મળે છે. એ નાનકડા ભગવાનને અમે પારણીએ
ઝુલાવશું, એના હાલરડાં ગાશું, અને હોંશેહોંશે તેડશું ને એને દેખીદેખીને આત્માનો
ધર્મ પામશું.
–આ પ્રમાણે દેવીઓ માતાજી સાથે દરરોજ આનંદકારી ચર્ચા કરતી હતી,
અને તીર્થંકર પ્રભુનો મહિમા હોંશેહોંશે ગાતી હતી. માતાજીના શ્રીમુખથી એવી
મધુરી આત્મસ્પર્શી વાણી ખરતી હતી–જાણે કે તેમના મુખદ્વારા અંદરમાં બેઠેલા
પારસનાથ ભગવાન જ બોલતા હોય! જેમ મહેલમાં ઝગમગતો દીવડો આખા
મહેલને પ્રકાશમાન કરે છે તેમ માતાના ગર્ભગૃહમાં રહેલો જ્ઞાનદીવડો ત્રણ જ્ઞાન
વડે માતાના જ્ઞાનને પણ ઉજ્વળ કરતો હતો. ગર્ભમાં રહેલા જ્ઞાનવંત ભગવાન તે
વખતે પણ જાણતા હતા કે મારું ચૈતન્યતત્ત્વ આ દેહના સંયોગથી તદ્ન જુદું છે;
ચેતનામય ભાવ જ હું છું. આમ ભગવાન તો પોતાની ચેતનાના આનંદમાં
બિરાજતા હતા. એમ આનંદથી દિવસો પસાર કરતાં કરતાં માગશર વદ ૧૧ આવી
ને મંગલવધાઈ લાવી.