Atmadharma magazine - Ank 330
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૮
સળંગ અંક ૩૩૦
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
૩૩૦
* વાહ! કેવો સુંદર માર્ગ! *
અહો, મોક્ષના મારગડા......અંતરમાં સમાય છે. દેવ–
ગુરુની વાણી જ્યાં પહોંચતી નથી, વિકલ્પનો જ્યાં પ્રવેશ
નથી, પર્યાયનો જેમાં આશ્રય નથી, એકલો અંતર્મુખ
સ્વભાવ–આશ્રિત નિરાલંબી માર્ગ છે. આવા માર્ગને સંતો
સાધે છે ને જગતને દેખાડે છે.
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર એ ત્રણે કાર્ય
આનંદદાયક છે. એના વડે આનંદસહિત મોક્ષ સધાય છે.
અહો, અતીન્દ્રિય સુખના સાધનરૂપ આ શ્રેષ્ઠ
શુદ્ધરત્નત્રયકાર્ય, તેનું કારણ પણ પોતામાં ત્રિકાળ છે. તેના
સેવનવડે મુમુક્ષુઓ મોક્ષને સાધે છે. –આવો મોક્ષનો માર્ગ છે.
વાહ! કેવો સુંદર માર્ગ!
(વિશેષ માટે જુઓ અંદર. પાનું : ૧૨૩)
* *
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. : ૨૪૯૭ ચૈત્ર (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૮ : અંક ૬

PDF/HTML Page 3 of 41
single page version

background image
ભ.....ગ.....વા.....ન મ.....હા.....વી.....ર
હળીમળી સૌ સાથે ચાલો.....મહાવીર કે માર્ગમેં....
આનંદથી સૌ આત્મા સાધો. તીર્થંકર–પરિવારમેં....
ચૈત્રસુદ તેરસ...એ દિવસે ધન્ય બની ભારતની ભૂમિ, અને ધન્ય
બન્યા ભવ્યજીવોનાં હૃદય! આખી દુનિયામાં જાણે કે આનંદ ફેલાઈ રહ્યો. ધર્મની
વૃદ્ધિ કરનારા ભગવાન વર્દ્ધમાન તીર્થંકરનો અવતાર થયો.
આત્માની અપ્રતિહત આરાધના સહિતનો એ અવતાર હતો.
તીર્થંકરત્વના પ્રભાવસહિતનો એ અવતાર હતો.
તીર્થંકર તો પાકયા....સાથે એમનો મહાન પરિવાર પણ પાક્્યો. ધર્મવૃદ્ધિ
કરનારા મહાપુરુષો પાકયા, તો સાથે તેમના નિમિત્તે ધર્મ પામનારા જીવો પણ
પાકયા...ધર્મકાળમાં થયેલા એ મહાવીર તીર્થંકરે જે ધર્મનો ઉપદેશ આપ્યો તે આજે
પણ ચાલી રહ્યો છે.....ને આપણને કોઈ અપૂર્વયોગે તેની પ્રાપ્તિ થઈ છે....ને ધર્મ
ઝીલીને....આત્મામાં તેની અનુભૂતિ કરીને આપણે પણ તીર્થંકર ભગવાનના ધર્મ
પરિવારમાં ભળી જવાનું છે.
અમે મહાવીરભગવાનના પરિવારના છીએ.....તેમની જ પરંપરાના છીએ’
–અહા,! કેટલા ગૌરવની વાત! ભગવાનના પરિવાર તરીકે આપણી જવાબદારી
છે–આપણી ટેક છે–કે જે માર્ગે ભગવાન સંચર્યા તે જ માર્ગે જવું.....જે ભાવથી
ભવનો નાશ કરીને તેઓ મોક્ષ પામ્યા તે જ ભાવનું સેવન કરવું; જે
આત્મઅનુભવથી તેઓ રત્નત્રયરૂપ થયા તે જ આત્મઅનુભવ પ્રગટ કરવો.
મહાવીર ભગવાનની મહત્તા આપણે ત્યારે જ સમજ્યા ગણાય કે તેમણે
સેવેલા આત્માભિમુખી માર્ગમાં જઈએ ને રત્નત્રય–ધર્મરૂપ થઈએ; તથા પ્રભુના
પરિવારના બધા જીવો પ્રત્યે આનંદથી ધર્મની અનુમોદના–પ્રેમ–સત્કારપૂર્વક પ્રભુના
માર્ગને શોભાવીએ.
जय महावीर
(–હરિ)

PDF/HTML Page 4 of 41
single page version

background image
વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ ચૈત્ર
ચાર રૂપિયા
1971 APRIL
* વર્ષ ૨૮ : અંક ૬ *
તારું કારણ તારામાં હાજર છે.
કારણનો સ્વીકાર કરતાં જ કાર્ય થાય છે.
* અરિહંત પરમાત્મા સર્વજ્ઞ પરમદેવ તે કાર્ય–પરમાત્મા છે.
* અંદરમાં જે ત્રિકાળશુદ્ધ કારણ–પરમાત્મા છે તેમાં અંતર્મુખ
થઈને તેની ભાવનાવડે તેઓ કાર્ય–પરમાત્મા થયા.
* દરેક આત્મા એવા કારણપરમાત્માપણે વર્તમાનમાં બિરાજી
રહ્યો છે.
* તું તારા કારણપરમાત્માની સન્મુખ થઈને તેની ભાવના
કર, એટલે તે કારણના અવલંબને તને પણ તેવું કાર્ય ઉત્પન્ન થશે,
અને તું કાર્યપરમાત્મા થઈશ.
* પોતામાં રહેલ કારણપરમાત્માની ભાવના તે જ
કાર્યપરમાત્મા થવાનો ઉપાય છે. રાગની–સંયોગની–નિમિત્તની કોઈની
ભાવનાથી પરમાત્મા થવાતું નથી. એટલે કે તેનાથી સમ્યગ્દર્શનાદિ
કાર્ય પણ થતું નથી.
* જેમ કાર્યપરમાત્મા (કેવળજ્ઞાનાદિ) થવાનો ઉપાય એક
જ છે કે પોતાના કારણસ્વભાવની ભાવના (–તેમાં એકાગ્રતારૂપ
પરિણતિ) કરવી, તેમ સમ્યગ્દર્શનાદિ કાર્ય થવાનો પણ એક જ
ઉપાય છે કે કારણ–સ્વભાવની ભાવના કરવી, –તેની સન્મુખ
પરિણતિ કરવી. અંતરના સ્વભાવમાં જ ત્રિકાળ એવું સામર્થ્ય છે
કે તેની સન્મુખ થતાંજ પોતે સમ્યગ્દર્શનાદિનું કારણ થઈને
સમ્યગ્દર્શનાદિ કાર્યને પ્રગટ કરે છે.
* –માટે તું નિજકારણપરમાત્માને ધ્યાવીને તેને જ ભાવ.
* * * * *

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
શાસ્ત્રના વક્તા અને શ્રોતાનું
એક જ પ્રયોજન– ‘આત્માની શુદ્ધિ થાય.....
ને મોક્ષદશા પ્રગટે’

શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે આ નિયમસાર મેં નિજભાવના અર્થે રચ્યું છે. તથા
માર્ગની પ્રભાવના અર્થે મેં આ શાસ્ત્ર રચ્યું છે.
ટીકાકાર મુનિરાજ કહે છે કે મારા આત્માની શુદ્ધિને અર્થે તથા ભવ્ય જીવોના
મોક્ષને માટે હું આ શાસ્ત્રની ટીકા કરું છું. આ શાસ્ત્રમાં કહેલા શુદ્ધાત્માના ભાવોનું મારા
અંતરમાં ફરી ફરીને ઘોલન થાય છે તેથી હું આ ટીકા કરવા પ્રેરાયો છું.
સમયસારની ટીકામાં પણ અમૃતચંદ્રસ્વામીએ એમ કહ્યું છે કે આ શાસ્ત્રની ટીકા
દ્વારા શુદ્ધાત્માના ભાવોનું વારંવાર ઘોલન થતાં મારા આત્માની પરમવિશુદ્ધિ થાઓ.
તથા મારા અને પરના મોહના નાશને માટે દ્રવ્ય અને ભાવરૂપ આ ટીકા રચવાનો ઉદ્યમ
કરું છું. ‘પરમ આનંદના પિપાસુ ભવ્ય જીવોને માટે આ ટીકા રચાય છે’ –એમ
પ્રવચનસારમાં કહ્યું છે.
–આ રીતે શાસ્ત્રકારોનું એક જ પ્રયોજન છે કે આત્માની શુદ્ધતા થાય. તથા
મોક્ષને અર્થે શાસ્ત્ર રચાય છે; એટલે જેનાથી મોક્ષ થાય, ને જે સમજવાથી પરમ આનંદ
થાય, –તે જ શાસ્ત્રનું પ્રયોજન છે. મોક્ષની પ્રાપ્તિ વીતરાગભાવથી થાય છે, રાગવડે
મોક્ષની પ્રાપ્તિ થતી નથી; એટલે વચ્ચે રાગ અને સ્વર્ગાદિ આવે તે કાંઈ પ્રયોજનરૂપ
નથી.
આ રીતે, વીતરાગભાવ તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. આત્માના સ્વભાવરૂપ
મોક્ષમાર્ગ પ્રગટે તે જ એક પ્રયોજન છે; ને શ્રોતા પણ એવા જ પ્રયોજનપૂર્વક આ શાસ્ત્ર
સાંભળે છે. –એટલે વીતરાગશાસ્ત્રના વક્તા અને શ્રોતાનું ધ્યેય એક જ છે કે પોતાના
આત્માની શુદ્ધિ થાય ને મોહનો નાશ થઈને પરમ આનંદરૂપ મોક્ષદશા પ્રગટે.
હે ભવ્ય! તું આવું જ ધ્યેય લક્ષમાં રાખજે.
* * * * *

PDF/HTML Page 6 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
મોંઘું પણ સાચું લેજો......
સોંઘું સમજીને
ખોટું ન લેશો
એક માણસ કહે: તમે સોનગઢવાળાએ સમ્યગ્દર્શન બહુ મોંઘું
કરી નાખ્યું! મુમુક્ષુએ કહ્યું: ભાઈ! ભલે મોંઘું, –પણ મળે તો છે!
બીજે (વિરુદ્ધ માર્ગમાં) તો સમકિત મળતું જ નથી. ભલે મોંઘો હોય
પણ સાચો માલ લેવો. સોંઘો સમજીને ખોટો માલ લઈ લ્યે તે તો
છેતરાય છે. તેં જેને સોંઘુ માની લીધું છે. (–શુભરાગથી સમ્યક્ત્વ
માની લીધું છે) તે ખરેખર સોંઘુ નથી પણ મોંઘું છે કેમકે તેમાં તારી
બધી મહેનત નકામી જવાની છે, તને સાચું સમ્યક્ત્વ મળવાનું નથી.
માટે, ભલે તેને મોંઘું લાગે તોપણ સમકત્વનો આ સાચો માર્ગ તું
લે.... એનાથી તને મોક્ષસુખ મળશે.
સુંદર માર્ગ
ઈર્ષાભાવથી કોઈ લોકો સુંદર માર્ગને નિંદે તો તેનાં વચનો
સાંભળીને જિનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરજો. જિનેશ્વરપ્રણીત શુદ્ધ
રત્નત્રયમાર્ગ પ્રત્યે ભક્તિ કર્તવ્ય છે.
સંતોની સાથે
હે જીવ! રત્નત્રયરૂપ સંતોનો તને સાથ મળ્‌યો....તો તેમની
ઉપાસના વડે તું પણ તેમની સાથે રત્નત્રયમાર્ગનો પ્રવાસી થા.
એક જ માર્ગે
રત્નત્રયમાર્ગી સંતો આપણને એમ કહે છે કે–અનેક
વિચિત્રતાથી ભરેલા આ સંસારમાં ઉદાસીન રહીને, માત્ર તારા
આત્માનું હિત થાય તે એક જ માર્ગે ચાલજે.

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
नाटक सुनत हिये फाटक खुलत है
સમયસાર–નાટક દ્વારા શુદ્ધાત્માનું શ્રવણ કરતાં
હૈયાનાં ફાટક ખુલી જાય છે.
(સમયસાર–નાટકનાં અધ્યાત્મરસઝરતા
પ્રવચનોમાંથી લેખાંક : ૩)
* * * * *
* શાસ્ત્રકાર કહે છે કે અહો, ભગવાન અરિહંતદેવે દિવ્ય વાણીવડે શુદ્ધાત્મા
બતાવ્યો આત્માનું શુદ્ધસ્વરૂપ જેમના પ્રસાદથી પ્રાપ્ત થયું તે ભગવંત પ્રત્યે અમારા
હૃદયમાં પરમ ભક્તિ વહે છે. એ ભક્તિને લીધે અમને સુબુદ્ધિ પ્રગટી છે ને કુબુદ્ધિ દૂર
થઈ ગઈ છે; એટલે કે ભગવાને આત્માનું જેવું શુદ્ધસ્વરૂપ બતાવ્યું તેના અનુભવથી
સમ્યગ્જ્ઞાનરૂપ સુબુદ્ધિ પ્રગટી છે. જુઓ, આત્માનું જ્ઞાન થાય તે જ સાચી સુબુદ્ધિ છે,
એના વગરનાં બધાં ભણતર તે તો કુબુદ્ધિ છે, આત્માના હિતને માટે તે ભણતર કામ
આવતા નથી.
* જેણે અરહિંતદેવને ઓળખ્યા, અને મારો આત્મા પણ આવો છે–એમ જાણ્યું
તેને પોતાના સર્વજ્ઞસ્વભાવી આત્મા સાથે એકતા થતાં રાગ સાથેની એકતા તૂટી જાય
છે, ને સ્વાનુભવમાં એના શ્રદ્ધા–જ્ઞાનલોચન સ્થિર થાય છે. તે સર્વજ્ઞના માર્ગના પરમ
બહુમાનપૂર્વક તેના અનુભવની પિપાસાથી સ્થિરચિત્તે તેનો પ્રયત્ન કરે છે.
* વળી, ભગવાનની ભક્તિભરેલું અમારું ચિત્ત ક્્યારેક આરતીરૂપ થઈને એટલે
અત્યંત પ્રીતિરૂપ થઈને પ્રભુસન્મુખ વારી જાય છે; અંતરમાં પોતાના ચેતનપ્રભુની
સન્મુખ આવે છે, અને બહારમાં સર્વજ્ઞપરમાત્માની સન્મુખ થઈને તેમની ભક્તિ કરે છે.
–આવી ભક્તિપૂર્વક અને અધ્યાત્મરસના ઘોલનપૂર્વક આ સમયસારનાટક–ગં્રથ રચાય
છે. તેનું ભાવપૂર્વક શ્રવણ કરતાં શું થાય છે? કે હૈયાનાં ફાટક ખૂલી જાય છે ને
જ્ઞાનનિધાન પ્રાપ્ત થાય છે.

PDF/HTML Page 8 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
* અહો, આ ‘સમયસાર’ તે તો મોક્ષમાં જવા માટેનું શુકન છે. જેને આ
સમયસાર મળ્‌યું તેને મોક્ષના ઉત્તમ શુકન થયા. અહો! તીર્થંકર કેવળીપ્રભુ પાસેથી સીધી
આવેલી વાણી આ સમયસારમાં છે. જેને આવું સમયસાર સાંભળવા મળ્‌યું તેને તો
મોક્ષમાં જવાના શુકન થઈ ગયા. આના ભાવો સમજનાર આનંદપૂર્વક મોક્ષમાં જશે.
આ સમયસાર શાસ્ત્ર અને અંદર તેના વાચ્યરૂપ શુદ્ધઆત્મા, તે મોક્ષમાં જવાની સીડી
છે; જેને આવા સમયસારનું શ્રવણ મળ્‌યું ને તેના ભાવોની રુચિ થઈ તેને મોક્ષમાં
જવાની સીડી હાથમાં આવી, તેને મોક્ષમાં જવાના શુકન થઈ ગયા; હવે તે જીવ કર્મનું
વમન કરીને મોક્ષમાં ગમન કરે છે. રાગાદિ ભાવકર્મોને છોડીને તે આત્માના સ્વભાવને
સાધે છે.
* પ્રમોદપૂર્વક ગુરુદેવ કહે છે –કે અહો! આનંદરસના ઘૂંટડા આ સમયસારમાં
ભર્યા છે; તેના રસમાં જ્ઞાનીજનો લીન થાય છે. સમયસારે બતાવેલા અધ્યાત્મરસમાં
જ્ઞાનીઓ એવા લીન થાય છે કે જેમ પાણીમાં મીઠું ઓગળી જાય છે. તેમ તેમની
પરિણતિ અંતર્મુખ થઈને શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં ઓગળી જાય છે.
* સમયસાર સમજતાં મોક્ષનો સરલમાર્ગ હાથમાં આવી ગયો. પોતાનો જેવો
શુદ્ધ આત્મા છે તેવો દેખ્યો, તેના આનંદમાં રમતાં રમતાં તે મોક્ષને સુગમપણે સાધે છે.
સમ્યગ્દર્શનાદિ ગુણોનો તો આ ગાંઠડો છે, –એના અભ્યાસથી સમ્યગ્દર્શનાદિ ગુણોનો
સમૂહ પ્રગટે છે. મુમુક્ષુઓએ અંતરના ભાવથી શુદ્ધ આત્માના લક્ષે આ સમયસારનો
અભ્યાસ કરવા જેવો છે. આ સમયસારના અભ્યાસનું ફળ ઉત્તમ સુખની પ્રાપ્તિ છે એમ
કુંદકુંદાચાર્યદેવે પોતે છેલ્લી ગાથામાં બતાવ્યું છે.
અત્યારે તો સમયસારના પ્રચારનો યુગ છે. મુમુક્ષુ જીવોમાં ઘરેઘરે સમયસારનો
અભ્યાસ થાય છે. (–કોના પ્રતાપે? ગુરુકહાનના પ્રતાપે.)
* જે આ સમયસારના ‘પક્ષી’ છે– એટલે કે સમયસારરૂપી પાંખ જેને મળી છે,
તે પક્ષી જ્ઞાનગગનમાં ઊડે છે. સમયસારમાં જેવો શુદ્ધાઆત્મા કહ્યો તેવો લક્ષમાં લઈને
તેનો જેણે પક્ષ કર્યો તે સમયસારનો પક્ષી, સમયસારરૂપી પાંખવાળો પંખી, જ્ઞાનરૂપી
આકાશમાં નિરાલંબીપણે વિહરે છે–એટલે કે વિકલ્પનો પક્ષ છોડીને જ્ઞાનસ્વભાવનો તે
અનુભવ કરે છે. સમયસારનો પક્ષ

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
એટલે શુદ્ધઆત્માનો પક્ષ. તેનો વિરોધ કરનારા સમયસારના વિપક્ષી જીવો તો
જગતની જાળમાં ભટકે છે. શુધ્ધાત્મારૂપી સમયસારનો પક્ષ કરનારા જીવો શુદ્ધનયરૂપી
પાંખવડે જ્ઞાનગગનમાં ઉડે છે એટલે કે નિરાલંબીપણે આકાશ જેવા અપાર
જ્ઞાનસ્વભાવને તે અનુભવે છે.
* આ સમયસાર તો શુદ્ધ સોના જેવું નિર્મળ છે. સોનામાં એના અક્ષર
કોતરાવીએ તોય મહિમા પૂરો ન થાય. સો ટચના સોના જેવા શુદ્ધ ભાવો આ
સમયસારમાં ભર્યા છે; સમયસાર આત્માના ગંભીર ભાવોથી ભરેલું વિરાટ સ્વરૂપ છે.
આવા સમયસારનું શ્રવણ કરતાં, –એટલે કે તેના વાચ્યરૂપ શુધ્ધઆત્માના લક્ષે
ભાવશ્રવણ કરતાં ભવ્ય જીવને હૈયાનાં ફાટક ખુલ્લી જાય છે, સમ્યગ્દર્શનાદિ
અપૂર્વભાવો પ્રગટ થાય છે.
* આ સમયસાર–કે જે ભગવાનની વાણી છે, તેના ભાવોની પરીક્ષા કરીને
નિર્ણય કરે તો આત્માની સ્વાનુભૂતિ થઈ જાય, એને પછી શંકા ન રહે કે મારે હજી
અનંત ભવ હશે! એ તો નિઃશંક થઈ જાય કે અહો! સમયસારે તો ન્યાલ કર્યો; અમે
સંસારથી છૂટા પડીને મોક્ષના માર્ગમાં આવી ગયા....સમયસારે તો અશરીરી
ચૈતન્યભાવ બતાવ્યો. આવું સમયસાર સાંભળીને જેણે આત્માની પ્રીતિ કરી તેને
મોક્ષનાં ફાટક ખુલી ગયા..... ચૈતન્યના કબાટ ખુલી ગયા.
* અરિહંતોનો પંથ......
એ જ અમારો પંથ *
તમારો પંથ ક્્યો? –પંથ એટલે માર્ગ; અરિહંત ભગવંતોનો
જે માર્ગ છે તે જ અમારો માર્ગ છે, અમે અરિહંતોના પંથના છીએ.
અરિહંતોનો પંથ એટલે આત્માના આશ્રયે પ્રગટેલા
શુદ્ધરત્નત્રય; તે જ માર્ગે અરિહંતો મોક્ષમાં ગયા છે, ને અમારો
પણ તે જ માર્ગ છે. આવા શુદ્ધરત્નત્રયરૂપ અરિહંતમાર્ગ સિવાય
બીજા કોઈ માર્ગથી મુક્તિ નથી–નથી.
શુદ્ધરત્નત્રય સિવાય બીજા કોઈ રાગાદિ ભાવથી મોક્ષ
થવાનું જે માને તે અરિહંતના માર્ગને માનતો નથી, તે અરિહંતના
પંથમાં નથી.

PDF/HTML Page 10 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
નાનકડા બાળકોની કલમે
(તા. ૮–૩–૭૧ ના રોજ સોનગઢ જૈન વિદ્યાર્થીગૃહના
વિદ્યાર્થીઓ માટે સંપાદકદ્વારા યોજાયેલી ‘વ્યાખ્યાન–લેખન–
સ્પર્ધા’ માં બધા વિદ્યાર્થીઓએ ઉમંગથી ભાગ લીધો હતો, અને
એ રીતે અધ્યાત્મલેખનનાં સંસ્કાર મેળવ્યા હતા. તે બદલ
ધન્યવાદ! શ્રેષ્ઠ માર્ક મેળવનાર પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ આ
પ્રમાણે છે– (૧) ભાસ્કર પોપટલાલ માર્ક ૮૪; (૨)
જયેશકુમાર જયંતિલાલ માર્ક ૮૦; (૩) મગનલાલ ભીમજી
માર્ક ૭૮; (૪) ભરતકુમાર વીરચંદ માર્ક ૭૭; (પ) કમલેશ
શાંતિલાલ માર્ક ૬પ. લેખનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ૪૦
રૂા. ની કિંમતનાં ઈનામો અપાયા હતા. (આ ઈનામની રકમ
ગંગાબેન ખુશાલદાસ તરફથી આવેલ હતી.) ૧૨–૧૪ વર્ષની
વયના નાના વિદ્યાર્થીઓની કલમે લખાયેલ વ્યાખ્યાનમાંથી
કેટલોક ભાગ અહીં આપીએ છીએ.:)
* જે જાણે છે તે આત્મા છે; શરીર જડ છે; શરીર અને આત્માની ભિન્નતાનું
ભાન તે ભેદજ્ઞાન છે. આવા ભેદજ્ઞાનથી આત્મલાભ થાય છે. અને શરીર તથા આત્માને
એક માનવા તે અભેદબુદ્ધિરૂપ મિથ્યાજ્ઞાન છે, તેનાથી સંસાર થાય છે.
* પરથી ભેદ અને સ્વથી અભેદ એવું સમ્યગ્જ્ઞાન છે.
* જે જાણે છે તે જીવ છે; જીવ જ્ઞાનાનંદસ્વરૂપ છે, તે અતીન્દ્રિય આનંદમય છે.
શરીર અચેતન, જડ, નાશવાન છે. તે કાંઈ જાણતું નથી. લક્ષણભેદ દ્વારા સ્વ અને પરને
(ચેતન અને અચેતનને) ભિન્ન જાણવા જોઈએ; તો જ ધર્મ થાય.
* અજ્ઞાની શરીરમાં અહંબુદ્ધિ કરે છે.
* ભગવાન આત્મા ચેતન છે, તેમાં રાગ નથી. ચેતનને ચેતન, અને અચેતનને
અચેતન જાણીને પોતાના ચેતનસ્વભાવનો અનુભવ કરવો તે પ્રજ્ઞા છે. તે મોક્ષનું કારણ છે.
* જેમ હંસ દૂધ અને પાણીને જુદા પાડે છે, તેમ મોક્ષને સાધવા માટે વિવેકદ્વારા
જીવ અને અજીવને જુદા જાણવા જોઈએ.

PDF/HTML Page 11 of 41
single page version

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
* પુદ્ગલાદિ પરદ્રવ્યમાં અહંબુધ્ધિ છોડી, રાગ–દ્વેષ દૂર કરી આત્મસ્વરૂપમાં લીન
થવું જોઈએ.
* ભગવાન આત્મા પોતે અતીન્દ્રિય આનંદનો દરિયો છે; તેમાંથી રાગ–દ્વેષ દૂર
કરીને આત્મસ્વરૂપમાં લીન થતાં આનંદ થાય છે. પોતાનો આનંદ પોતામાં છે;
શરીરમાંથી કે બહારમાંથી આનંદ આવતો નથી.
* અજ્ઞાની જીવ કહે છે કે શરીર અને આત્મા એક જ છે, હું જ તેનો કર્તા છું.
એમ જડનો કર્તા ચેતનને માને છે.
* હું જ્ઞાનસ્વરૂપ છું, એમ અજ્ઞાની જાણતો નથી, ને શુભ–અશુભ રાગ મારું કાર્ય
છે, તેનો હું કર્તા છું એમ તે માને છે. આવી અજ્ઞાનબુદ્ધિથી જ કર્મ બંધાય છે.
* જ્યારે સ્વરૂપનું ભેદજ્ઞાન કરે ત્યારે જીવને સમ્યગ્જ્ઞાન થાય છે; ત્યારે તે જાણે
છે કે હું જ્ઞાન છું, ને રાગ મારું સ્વરૂપ નથી; એટલે તે રાગનો કર્તા થતો નથી. તેને કર્મ
બંધાતું નથી. આનું નામ ધર્મ છે.
* જડકર્મ અને જ્ઞાન જુદા છે.
કર્મે આત્માના જ્ઞાનને ઢાંકયું નથી. જીવ સાચો પુરુષાર્થ કરે ત્યાં સાચું જ્ઞાન
પ્રગટે; અને સાચું જ્ઞાન પ્રગટે ત્યાં કર્મો ટળી જાય. જ્ઞાન અને કર્મ જુદા છે–એમ ધર્મી
જાણે છે.
* રાગ–દ્વેષ–હર્ષ–શોકનું વેદન તો અજ્ઞાનીનું વેદન છે; જ્ઞાની તો પોતાના જ્ઞાન
સ્વરૂપને તથા આનંદને જ વેદે છે, જડને તો કોઈ વેદતું નથી. આનંદનું વેદન તે જ
જ્ઞાનીનું વેદન છે.
* દરેક જીવે આવું ભેદજ્ઞાન કરીને સાધકદશા પ્રાપ્ત કરવી જોઈએ.
* શરીર જડ છે; દુઃખ અને રાગ–દ્વેષ પણ જીવનું ખરૂં સ્વરૂપ નથી; જીવો તો
જાણનાર સ્વરૂપ છે. જાણવામાં દુઃખ ન હોય. જાણનારસ્વરૂપમાં તો આનંદ છે.
* શરીરમાં વીંછી કરડયો, તેનું જીવને જ્ઞાન થયું, તે કાંઈ દુઃખનું કારણ નથી;
પણ શરીર મારું અને મને વીંછી કરડયો એવી મિથ્યાબુદ્ધિ જ મહા દુઃખનું કારણ થાય
છે. વીંછી કરડયો અને દુઃખ થયું–તે બંનેથી ધર્મી પોતાના જ્ઞાનસ્વરૂપને ભિન્ન જાણે છે.
આવો જે જાણવારૂપ ભાવ છે તે જ સાચો આત્મા છે, દુઃખ તે ખરેખર આત્મા નથી.
* પ્રભુ! આવા આત્માનો તું અનુભવ કર! આત્મામાં અતીન્દ્રિય આનંદની
સુગંધ ભરી છે.....શરીર મારું, હું તેનો કર્તા–એમ અજ્ઞાનની અને રાગની ગંધ અનાદિથી
બેસાડી છે, તે કાઢી નાંખ,

PDF/HTML Page 12 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
અને અંતરમાં દેહથી ભિન્ન રાગથી ભિન્ન આત્માના આનંદની સુગંધ લે.
* ચેતનસ્વરૂપ ભગવાન આત્મા છે તે શરીરનો અને રાગનો અકર્તા છે, જ્યાં
સુધી રાગને અને જ્ઞાનને એક અનુભવે છે ત્યાં સુધી જીવને ધર્મ થતો નથી.
* રાગમાં રોકાયેલું વીર્ય તે તો અજ્ઞાન છે; રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન કરવું
તેમાં અનંતું વીર્ય છે.
* રાગ અને પુણ્ય–પાપ તે તો મેલાં છે; ભગવાન આત્મા પવિત્ર છે.
* છએ દ્રવ્યના ગુણ–પર્યાયો પોતપોતામાં છે. જીવ અજીવના ગુણ–પર્યાય
જુદેજુદા છે. કોઈ એકબીજાને કરતા નથી; આમ સર્વજ્ઞ ભગવાનના આગમમાં કહ્યું છે.
* રાગ તે જ્ઞાનનું કામ નથી.
* પરથી ભિન્ન પોતાના સ્વરૂપનો વિચાર કરવો.
* રાગ તે અંધકાર છે, તેમાંથી જ્ઞાનપ્રકાશ આવતો નથી. જ્ઞાનસૂર્યમાં રાગરૂપી
અંધકાર નથી. જ્ઞાનપ્રકાશનો અનુભવ થાય ત્યાં રાગનું અંધારું દૂર થાય છે.
* જ્ઞાનમાં રાગ નથી; રાગમાં જ્ઞાન નથી.
* મિથ્યાત્વ તે મોટું પાપ છે. ચેતન–અચેતનને જુદા જાણવા તે સમ્યગ્જ્ઞાન છે.
શરીર અને આત્માને એક માનવા તે અજ્ઞાન છે; અજ્ઞાન મોટું પાપ છે.
* શરીરનું હાલવું ચાલવું બોલવું તે જડની ક્રિયા છે; તે આત્માની ક્રિયા નથી.
આત્માની ક્રિયા તો જ્ઞાન છે.
* સૂર્યનો પ્રકાશ થતાં અંધકારનો નાશ થાય છે, તેમ સમ્યગ્જ્ઞાનનો સૂરજ ઉગતાં
મિથ્યાત્વનો અને રાગનો નાશ થાય છે.
* શરીરને પોતાનું માનનાર જીવ આત્માને સાધી શકતો નથી. દેહથી ભિન્ન
આત્માને જાણનારા જીવો આત્માના સાધક થઈને સિદ્ધપદને સાધે છે.
* શરીરથી ભિન્ન ચૈતન્યને જાણે તે શરીર રહિત પદને પામે.
* એક આત્મા, તે પોતાનું કામ કરે અને જડનું કામ પણ કરે–એમ બે કામને કરે
નહીં. આત્મા પોતાના જ્ઞાનનું કામ કરે પણ જડનું કામ કરે નહીં; આમ ભિન્નતા છે.
* આત્મા જડથી જુદો, અખંડ આનંદસ્વરૂપ છે. તેનું જ્ઞાન કરતાં સાધકપણું
આવે છે. વ્યવહારના આશ્રયથી, કે રાગથી સાધકપણું આવતું નથી.
* આ તો ભગવાનનો માર્ગ છે. આમાં

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
કાયરનું કામ નથી; રાગનું આલંબન લેવા માંગે તે તો કાયર છે, તે મોક્ષને સાધી શકે
નહીં. આ તો રાગ વગરનો વીતરાગનો માર્ગ છે.
* ચૈતન્ય–હંસલાને પુણ્ય–પાપરૂપી કાંકરાનો ખોરાક ન હોય. એ તો
ભેદજ્ઞાનરૂપી ચાંચવડે સાચા મોતીના ચારા ચરનારો છે. અતીન્દ્રિય આનંદનો પિંડ
આત્મા તેમાં વિકારનું વેદન નથી. વિકારના વેદનથી સિદ્ધ નથી થવાતું, વિકારથી જુદા
સ્વભાવને ભેદજ્ઞાન વડે જાણીને, જ્ઞાનસ્વભાવના વેદન વડે સિદ્ધ થવાય છે.
* જ્ઞાનમાંથી વિકારનું કર્તૃત્વ છોડે ત્યારે જ સમ્યગ્જ્ઞાન અને મોક્ષમાર્ગ થાય છે.
તે જીવ જ્ઞાનનો કર્તા અને વિકારનો અકર્તા થઈને મોક્ષને સાધે છે.
* રાગના કારણથી જીવને શુદ્ધતા થતી નથી; રાગનો–વ્યવહારનો આશ્રય છોડે
ને સ્વભાવનો આશ્રય કરે ત્યારે જ શુદ્ધતા થાય છે.
* જે ચીજ પોતામાં નથી ને પોતે જેનામાં નથી, તેનું કાર્ય પોતાનું માનતાં જીવ
પોતાના આત્માનું સાચું કાર્ય (ભેદજ્ઞાન) કરી શકતો નથી. સ્વ–પરને બરાબર ભિન્ન
જાણે ત્યારે જ આત્માના અનુભવથી જીવને ભેદજ્ઞાન થાય છે, અને ત્યારે જ ધર્મ થાય
છે.
જય જિનેન્દ્ર
I
જૈન વિદ્યાર્થી ગૃહ–સોનગઢ
સોનગઢ–જૈન વિદ્યાર્થી ગૃહ તરફથી જણાવવામાં આવે છે કે તા. ૧પ–૬–૭૧ થી
આ જૈન બોર્ડિંગનું નવું વર્ષ શરૂ થાય છે. ધોરણ પ થી ૧૧ સુધીના વિદ્યાર્થીઓને દાખલ
કરવામાં આવે છે: માસિક પૂરી ફી રૂા. ૪૦ા– તથા ઓછી ફી રૂા. ૨પા– છે. સ્કુલના
શિક્ષણ ઉપરાંત ધાર્મિક શિક્ષણ અને પૂજ્ય શ્રી કાનજીસ્વામીના પ્રવચનાદિનો પણ લાભ
મળે છે. જે વિદ્યાર્થીને દાખલ થવા ઈચ્છા હોય તેણે પંદર પૈસાની પોસ્ટની ટિકિટ બીડીને
નીચેના સરનામેથી પ્રવેશ ફોર્મ મંગાવી લેવા અને તા. ૨૦–પ–૭૧ સુધીમાં મોકલી દેવા.
–જૈન વિદ્યાર્થી ગૃહ સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 14 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
સમ્યગ્દર્શન આઠ અંગની કથા
સમકિતસહિત આચાર હી સંસારમેં ઈક સાર હૈ
જિનને કિયા આચરણ ઉનકો નમન સો–સો વાર હૈ।।
ઉનકે ગુણોંકે કથનસે ગુણગ્રહણ કરના ચાહિયે
અરુ પાપિયોંકા હાલ સુનકે પાપ તજના ચાહિયે।।
(૨) નિઃકાંક્ષ–અંગમાં પ્રસિદ્ધ અનંતમતીની કથા
(નિઃશંકતાઅંગમાં પ્રસિદ્ધ અંજનચોરની કથા ગતાંકમાં
આપે વાંચી; હવે બીજા નિઃકાંક્ષઅંગમાં પ્રસિદ્ધ અનંતમતી
સતીની કથા આપ અહીં વાંચશો.
અનંતમતી! ચંપાપુરીનાં પ્રિયદત્ત શેઠ તેના પિતા, અને અંગવતી તેની માતા,
તેઓ જૈનધર્મના પરમ ભક્ત અને વૈરાગી ધર્માત્મા હતા, તેમના ઉત્તમસંસ્કાર
અનંતમતીને પણ મળ્‌યા હતા.
અનંતમતી હજી તો સાત–આઠ વર્ષની બાલિકા હતી ને ઢીંગલા–ઢીંગલીની રમત
રમતી હતી; એવામાં એકવાર અષ્ટાહ્નિકા વખતે ધર્મકીર્તિ મુનિરાજ પધાર્યા; અને
સમ્યગ્દર્શનના આઠ અંગનો ઉપદેશ આપ્યો; તેમાં નિઃકાંક્ષગુણનો ઉપદેશ આપતાં કહ્યું
કે–
હે જીવો! સંસારના સુખની વાંછા છોડીને આત્માના ધર્મની આરાધના કરો.
ધર્મના ફળમાં જે સંસારસુખની ઈચ્છા કરે છે તે મૂર્ખ છે. સમ્યક્ત્વ કે વ્રતના બદલામાં
મને દેવની કે રાજની વિભૂતિ મળો–એમ જે વાંછા કરે છે, તે તો સંસારસુખના બદલામાં
સમ્યક્ત્વાદિ ધર્મને વેચી દે છે, છાશના બદલામાં રત્નચિંતામણી વેચી દેનાર જેવો તે
મૂર્ખ છે. અહા, પોતામાં જ ચૈતન્ય–ચિંતામણિ જેણે દેખ્યો તે બાહ્ય વિષયોની વાંછા કેમ
કરે?

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
અનંતમતીના માતા–પિતા પણ મુનિરાજનો ઉપદેશ સાંભળવા આવ્યા હતા.
અને અનંતમતીને પણ સાથે લાવ્યા હતા. ઉપદેશ બાદ તેમણે આઠ દિવસનું બ્રહ્મચર્યવ્રત
લીધું; અને ગમ્મતમાં અનંતમતીને કહ્યું કે, તું પણ આ વ્રત લઈ લે. નિર્દોષ
અનંતમતીએ કહ્યું: ભલે, હું પણ તે વ્રત અંગીકાર કરું છું.
એ પ્રસંગને કેટલાંક વર્ષો વીતી ગયાં; અનંતમતી હવે યુવાન થઈ, તેનું રૂપ
સોળકળાએ ખીલી ઊઠયું. રૂપની સાથે ધર્મના સંસ્કારો પણ ખીલતા ગયા.
એક વાર સખીઓ સાથે તે બાગમાં હરવા–ફરવા ગઈ હતી ને એક ઝૂલા
પર ઝૂલી રહી હતી; એવામાં ત્યાંથી એક વિદ્યાધરરાજા નીકળ્‌યો, ને અનંતમતીનું
અદ્ભુત રૂપ દેખીને તે મોહિત થઈ ગયો, એટલે વિમાનમાં તેને ઉપાડી ગયો–પણ
એવામાં તેની રાણી આવી પહોંચી; તેથી ભયભીત થઈને તે વિદ્યાધરે અનંતમતીને
એક ભયંકર વનમાં છોડી દીધી. આમ કુદરતયોગે એક દુષ્ટ રાજાના પંજામાંથી
એની રક્ષા થઈ.
હવે ઘોરવનમાં પડેલી અનંતમતી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતી જાય છે, ને
ભયભીત થઈને રુદન કરે છે કે, અરે! આ જંગલમાં હું ક્્યાં જાઉં? શું કરું! અહીં કોઈ
માણસ તો દેખાતું નથી
–એવામાં તે જંગલનો રાજા ભીલ શિકાર કરવા નીકળેલો, તેણે અનંતમતીને
દેખી.......અરે! આ તે કોઈ વનદેવી છે કે શું? આવી અદ્ભુત સુંદરી દૈવયોગે મને મળી
છે–એમ તે દ્રુષ્ટ ભીલ પણ તેના પર મોહિત થઈ ગયો ને તેને પોતાના ઘરે લઈ ગયો,
અને કહ્યું–હે દેવી! હું તારા પર મુગ્ધ થયો છું અને તને મારી રાણી બનાવવા ઈચ્છું
છું....તું મારી આશા પૂરી કર.
નિર્દોષ અનંતમતી તો એ પાપીની વાત સાંભળતા જ ધૂસકે ધ્રૂસકે રોવા
લાગી.....અરે! હું શીલવ્રતની ધારક.....ને મારા ઉપર આ શું થઈ રહ્યું છે! જરૂર
પૂર્વે કોઈ ગુણીજનોના શીલ પર મેં ખોટા આળ નાખ્યા હશે, કે તેમનો અનાદર
કર્યો હશે; તે દુષ્ટકર્મને લીધે અત્યારે જ્યાં જાઉં ત્યાં મારા ઉપર આવી વિપત્તિ
આવી પડે છે. પણ હવે વીતરાગધર્મનું મેં શરણ લીધું છે, એના પ્રતાપે શીલવ્રતથી
હું ડગવાની નથી. અંતે દેવો પણ મારા શીલની રક્ષા કરશે. ભલે પ્રાણ જાય પણ હું
મારા શીલને નહીં છોડું.

PDF/HTML Page 16 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
તેણે ભીલને કહ્યું: અરે દ્રુષ્ટ! તારી દુર્બુદ્ધિને છોડ. તારા ધનવૈભવથી હું કદી
લલચાવાની નથી; તારા ધનવૈભવને હું ધિક્કારું છું’
અનંતમતીની આવી દ્રઢ વાત સાંભળીને ભીલરાજા ગુસ્સે થયો ને નિર્દયપણે
તેના પર બળાત્કાર કરવા તેયાર થયો......
એવામાં અચાનક જાણે આકાશ ફાટયું ને એક મહાદેવી ત્યાં પ્રગટ થઈ....એનું
દૈવી તેજ તે દુષ્ટ ભીલ સહન ન કરી શક્્યો, તેના હોશકોશ ઊડી ગયા.....ને હાથ જોડીને
ક્ષમા માંગવા લાગ્યો. દેવીએ કહ્યું–આ મહાન શીલવ્રતી સતી છે, તેને જરાપણ સતાવીશ
તો તારું મોત થઈ જશે. અને અનંતમતી પર હાથ મુકીને કહ્યું–બેટી! ધન્ય છે તારા
શીલને; તું નિર્ભય રહેજે! શીલવાન સતીનો એક વાળ પણ વાંકો કરવા કોઈ સમર્થ
નથી. આમ કહીને તે દેવી અદ્રશ્ય થઈ ગઈ.
ભયભીત થયેલો તે ભીલ અનંતમતીને લઈને ગામમાં એક શેઠને ત્યાં વેચી
આવ્યો. તે શેઠે પહેલાંં તો એમ કહેલું કે હું અનંતમતીને તેના ઘેર પહોંચાડી
દઈશ;–પરંતુ તે પણ અનંતમતીનું રૂપ દેખીને કામાંધ થઈ ગયો, ને કહેવા લાગ્યો–
હે દેવી! તારા હૃદયમાં તું મને સ્થાન દે......અને મારા આ અપાર ધનવૈભવને તું
ભોગવ.
એ પાપીની વાત સાંભળતાં જ અનંતમતી સ્તબ્ધ થઈ ગઈ.....અરે! વળી આ શું
થયું? તે સમજાવવા લાગી કે હે શેઠ! આપ તો મારા પિતા તુલ્ય છો. દુષ્ટ ભીલ પાસેથી
અહીં આવતાં હું તો એમ સમજતી હતી કે મારા પિતા મળ્‌યા....ને તમે મારા ઘરે
પહોંચાડશો. અરે, તમે ભલા માણસ થઈને આવી નીચ વાત કેમ કરો છો? આ તમને
શોભતું નથી; –માટે આવી પાપબુદ્ધિ છોડો.
ઘણું સમજાવવા છતાં દુષ્ટ ન સમજ્યો, ત્યારે અનંતમતીએ વિચાર્યું કે આ
દુષ્ટ પાપીનું હૃદય વિનયપ્રાર્થના વડે નહીં પીગળે.....એટલે ક્રોધદ્રષ્ટિપૂર્વક તે
સતીએ કહ્યું કે, અરે દુષ્ટ! કામાંધ! તું દૂર જા....હું તારું મોઢું પણ જોવા માગતી
નથી.
એનો ક્રોધ દેખીને શેઠ પણ ભયભીત થઈ ગયો ને એની અક્કલ ઠેકાણે
આવી ગઈ. ગુસ્સાપૂર્વક તેણે અનંતમતીને કામસેના નામની એક વેશ્યાને ત્યાં
સોંપી દીધી.

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
અરે, ક્યાં ઉત્તમ ધર્મસંસ્કારવાળા માતા–પિતાનું ઘર! ને ક્્યાં આ વેશ્યાનું ઘર!!
અનંતમતીના અંતરમાં વેદનાનો પાર નથી; પણ પોતાના શીલવ્રતમાં તે અડગ છે.
સંસારના વૈભવો દેખીને ક્્યાંય તેનું મન લલચાતું નથી.
આવી સુંદરી પોતાને પ્રાપ્ત થવાથી કામસેના વેશ્યા ઘણી ખુશી થઈ, ને પોતાને
ઘણી કમાણી થશે એમ સમજીને અનંતમતીને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરવા લાગી; તેણે
અનેક પ્રકારે કામોત્તેજક વાતો કરી, ઘણી લાલચ આપી, ઘણો ત્રાસ આપ્યો, પણ
અનંતમતી તો પોતાના શીલધર્મથી રંચમાત્ર ન ડગી. કામસેનાને તો એવી આશા હતી
કે આ યુવાન સ્ત્રીનો વેપાર કરીને હું ઘણું ધન કમાઈશ, પણ એની આશા ઉપર પાણી
ફરી વળ્‌યું. એ બિચારી વિષયલોલુપ બાઈને ક્્યાંથી ખબર હોય કે આ યુવાન બાઈએ
તો ધર્મની જ ખાતર પોતાનું જીવન અર્પી દીધું છે, ને સંસારના કોઈ વિષયભોગોની
તેને જરાય આકાંક્ષા નથી; સંસારના ભોગો પ્રત્યે તેનું ચિત્ત એકદમ નિષ્કાંક્ષ છે. શીલની
રક્ષા કરતાં ગમે તેવું દુઃખ આવી પડે તેનો ભય નથી. અહા! જેનું ચિત્ત નિષ્કાંક્ષ છે તે
ભયવડે પણ સંસારના સુખને કેમ ઈચ્છે? જેણે પોતાના આત્મામાં જ પરમસુખનાં
નિધાન દેખ્યાં છે તે ધર્માત્મા, ધર્મના ફળમાં સંસારના દેવાદિક વૈભવના સુખને સ્વપ્નેય
વાંછતા નથી–એવા નિઃકાંક્ષ છે; તેમ અનંતમતીએ પણ શીલગુણની દ્રઢતાને લીધે
સંસારના સર્વે વૈભવની આકાંક્ષા છોડી દીધી; કોઈપણ વૈભવથી લલચાયા વગર તે
શીલમાં અડગ રહી. અહા! સ્વભાવના સુખ પાસે સંસારના સુખને કોણ વાંછે?
ખરેખર, સંસારના સુખની વાંછાથી છૂટીને નિઃકાંક્ષ થયેલી અનંતમતીની આ દશા એમ
સૂચવે છે કે તેના પરિણામનો પ્રવાહ હવે સ્વભાવસુખ તરફ ઝૂકી રહ્યો છે. આવા
ધર્મસન્મુખ જીવો સંસારનાં દુઃખથી કદી ડરતા નથી ને પોતાનો ધર્મ કદી છોડતા નથી.
સંસારના સુખને વાંછનારો જીવ પોતાના ધર્મમાં અડગ રહી શકતો નથી. દુઃખથી ડરીને
તે ધર્મ પણ છોડી દે છે.
જ્યારે કામસેનાએ જાણ્યું કે અનંતમતી કોઈપણ રીતે તાબે થવાની નથી, ત્યારે
તેણે ઘણું ધન લઈને સિંહારાજ નામના રાજાને તે સોંપી દીધી.
બિચારી અનંતમતી! જાણે સિંહના જડબામાં જઈ પડી! વળી પાછી તેના પર
નવી આફત આવી દુષ્ટ સિંહરાજા પણ તેના પર મોહિત થયો પણ અનંતમતીએ તેનો
તિરસ્કાર કર્યો; વિષયાંધ બનેલો તે પાપી અભિમાનપૂર્વક સતી પર બલાત્કાર કરવા
તૈયાર થયો–પણ ક્ષણમાં એનું અભિમાન ઊતરી ગયું. –સતીના

PDF/HTML Page 18 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
પુણ્યપ્રતાપે. (નહીં, –શીલપ્રતાપે) વનદેવી ત્યાં હાજર થઈ ને દુષ્ટ રાજાને શિક્ષા
કરતાં કહ્યું કે, ખબરદાર... ભૂલેચૂકે પણ આ સતીને હાથ લગાડીશ નહીં. સિંહરાજા
તો દેવીને દેખતાં જ શિયાળ જેવો થઈ ગયો, તેનું હૃદય ભયથી કંપી ઊઠયું; તેણે
માફી માગી; અને તરત જ સેવકને બોલાવીને અનંતમતીને માનસહિત જંગલમાં
મૂકી આવવાનું કહ્યું.
હવે અજાણ્યા જંગલમાં ક્્યાં જવું? એનો કાંઈ અનંતમતીને પત્તો નથી આટલા
આટલા ઉપદ્રવોની વચ્ચે પણ પોતાના શીલધર્મને રક્ષા થઈ તેના સંતોષપૂર્વક, ઘોર
જંગલની વચ્ચે પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતી તે આગળ વધી. તેના મહાન ભાગ્યે
થોડીવારમાં તેણે આર્યિકાઓનો સંઘ દેખ્યો અત્યંત આનંદપૂર્વક તે આર્યિકા માતાના
શરણમાં ગઈ. અહા! વિષયલોલુપ સંસારમાં જેને ક્્યાંય શરણ ન મળ્‌યું તેણે
વીતરાગમાર્ગી સાધ્વીનું શરણ લીધું; તેમના આશ્રયે આંસુભીની આંખે તેણે પોતાની
વીતકકથા કહી; તે સાંભળીને ભગવતી આર્યિકામાતાએ વૈરાગ્યપૂર્વક તેને આશ્વાસન
આપ્યું ને તેના શીલની પ્રશંસા કરી. ભગવતી માતાના શરણમાં રહીને તે અનંતમતી
શાંતિપૂર્વક પોતાનું આત્મસાધન કરવા લાગી.
હવે આ તરફ ચંપાપુરીમાં જ્યારે વિદ્યાધર તેને ઉપાડી ગયો ત્યારે તેનાં માતા–
પિતા ખૂબ દુઃખી થયા. પુત્રીના વિયોગથી ખેદખિન્ન થયેલા ચિત્તને શાંત કરવા તેઓ
તીર્થયાત્રા કરવા નીકળ્‌યા; અને યાત્રા કરતાં કરતાં તીર્થંકર ભગવંતોની જન્મપુરી
અયોધ્યાનગરીમાં આવી પહોંચ્યા. પ્રિયદત્તના સાળા (અનંતમતીના મામા) જિનદત્ત
શેઠ અહીં જ રહેતા હતા; ત્યાં આવતાંવેંત આંગણામાં એક સુંદર રંગોળી દેખીને પ્રિયદત્ત
શેઠની આંખમાંથી આંસુની ધાર ચાલી; પોતાની વહાલી પુત્રીને યાદ કરીને તેમણે કહ્યું કે
મારી પુત્રી અનંતમતી પણ આવી જ રંગોળી કાઢતી હતી; માટે જેણે આ રંગોળી કાઢી
હોય તેની પાસે મને લઈ જાવ.
હવે એ રંગોળી કાઢનાર બીજું કોઈ ન હતું પણ અનંતમતી પોતે જ હતી;
પોતાના મામાને ત્યાં ભોજન કરવા આવી ત્યારે તેણે આ રંગોળી કાઢી હતી, ને
પાછી તે આર્યિકાસંઘમાં ચાલી ગઈ હતી. તરત જ સૌ તે સંઘમાં પહોંચ્યા. પોતાની
પુત્રીને દેખીને, અને તેની વીતકકથા સાંભળીને શેઠ ગદ્ગદ્ થઈ ગયા, અને કહ્યું;
બેટી! તેં બહુ કષ્ટ ભોગવ્યાં, હવે અમારી સાથે ઘેર ચાલ....ને તારા લગ્નની
તૈયારી કરીએ.

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
લગ્નનું નામ સાંભળતાં જ અનંતમતી ચમકી, અને બોલી ઊઠી: પિતાજી! તમે
આ શું કહો છો? મેં તો બ્રહ્મચર્યવ્રત લીધું છે, ને આપ પણ તે જાણો છો. આપે જ મને
તે વ્રત અપાવ્યું હતું.
પિતાજી કહે: ‘બેટી, એ તો મારી નાનપણની ગમ્મત હતી; તેમ છતાં તે
ગમ્મતની પ્રતિજ્ઞાને પણ તું સત્ય માનતી હો તોપણ તે વખતે આઠ જ દિવસ પૂરતી
પ્રતિજ્ઞાની વાત હતી; માટે હવે તું લગ્ન કર. ’
અનંતમતીએ દ્રઢતાથી કહ્યું: પિતાજી! આપ ભલે આઠ દિવસનું સમજ્યા હો પણ
મેં તો મારા મનથી આજીવન બ્રહ્યચર્ય પ્રતિજ્ઞા ધારણ કરી છે. મારી પ્રતિજ્ઞા હું પ્રાણાન્તે
પણ તોડીશ નહીં; માટે આપ લગ્નનું નામ ન લેશો. ’
છેવટે પિતાજીએ કહ્યું; ‘ભલે બેટી, જેવી તારી ખુશી. પણ હવે તું અમારી સાથે
ઘેર ચાલ, અને ત્યાં ધર્મધ્યાન કરજે. ’
ત્યારે અનંતમતી કહે છે– ‘પિતાજી! આ સંસારની લીલા મેં જોઈ લીધી
સંસારમાં ભોગ–લાલસા સિવાય બીજું શું છે? એનાથી હવે બસ થાઓ. પિતાજી! આ
સંસારસંબંધી કોઈ ભોગોની મને આકાંક્ષા નથી. હું તો હવે દીક્ષા લઈને આર્જિકા થઈશ.
ને આ ધર્માત્મા–આર્જિકાઓની સાથે રહીને મારા આત્મિક સુખને સાધીશ.’
પિતાએ તેને રોકવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ જેના રોમરોમમાં વૈરાગ્ય છવાઈ
ગયો હોય તે આવા અસાર સંસારમાં કેમ રહે? સંસારસુખોને સ્વપ્ને પણ ન ઈચ્છનારી
એવી તે અનંતમતી નિઃકાંક્ષભાવનાના દ્રઢ સંસ્કારબળે મોહબંધનને તોડીને
વીતરાગધર્મને સાધવા તત્પર બની હતી; તેણે પદ્મશ્રી–અર્જિકા સમીપ દીક્ષા અંગીકાર
કરી લીધી. અને ધર્મધ્યાનપૂર્વક સમાધિમરણ કરી, સ્ત્રીપર્યાયને છેદીને બારમા
દેવલોકમાં ઉપજી.
રમતાં રમતાં લીધેલા શીલવ્રતનું પણ જેણે દ્રઢપણે પાલન કર્યું અને સ્વપ્નેય
સંસારસુખને ન ઈચ્છયું. તેમ જ સમ્યક્ત્વથી કે શીલના પ્રભાવથી આવી ઋદ્ધિ મને
મળો–એવી આકાંક્ષા પણ જેણે ન કરી, તે અનંતમતી દેવલોકમાં ગઈ; અહા! દેવલોકના
આશ્ચર્યકારી વૈભવની શી વાત! પણ પરમ નિઃકાંક્ષતાને લીધે તેનાથી પણ ઉદાસ રહીને
તે અનંતમતી પોતાના આત્મહિતને સાધી રહી છે. ધન્ય છે એની નિઃકાંક્ષતાને
(–આ કથા, સંસારસુખની વાંછા છોડીને આત્મિકસુખને જ
સાધવામાં તત્પર થવાનું આપણને શીખવે છે.)

PDF/HTML Page 20 of 41
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
આત્મસાધનામાં વૈરાગ્યધારા ઉલ્લસે છે.
(ભાવપ્રાભૃત ગા. ૧૦૬ થી ૧૧૦ના પ્રવચનમાંથી)
અહીં ભાવશુદ્ધિ માટે સરળ પરિણામનો ઉપદેશ છે. પોતાના દોષને, ગુણથી
અધિક એવા ધર્માત્મા ગુરુ પાસે સરળતાથી, માનમરતબો મુકીને નિવેદન કર. બાળક
જેવો સરળ થઈને પોતાના દોષની નિંદા કરવી તે ભાવશુદ્ધિનું કારણ છે. નિષ્કપટપણે
ગુરુ પાસે કહેવાથી દોષ ટળી જાય છે.
દુર્જનના વચનરૂપી ચપટી એટલે નિષ્ઠુર–કડવા આકરા વચન કહે છતાં પણ
સજ્જન ધર્માત્મા મુનિ તે સહન કરીને ક્ષમા રાખે છે. સ્વભાવની શાંતિને સાધનારા
મુનિઓ દેહ–વચનની મમતાથી રહિત છે, અકષાય પરિણામથી તે સહન કરે છે. અરે,
મારું અપમાન થયું–એવું શલ્ય પણ નથી રાખતા. ને પોતાને કાંઈ વચનની મમતા નથી
કે આણે મને આમ કહ્યું માટે હું તેને કંઈક કહું, જેથી બીજીવાર કાંઈ કહે નહીં. અંદરમાં
ચૈતન્યના ઉપશમભાવને સાધવામાં મશગુલ મુનિઓ જગતના વચનના કલેશમાં પડતા
નથી, એમને એવી નવરાશ જ ક્્યાં છે કે એવામાં પડે! વચનનો ઉપદ્રવ આવે કે દેહ
ઉપર ઉપદ્રવ આવે તોપણ મુનિઓ આત્મશાંતિથી ચલિત થતા નથી. જે અંદર ચૈતન્યની
શાંતિમાં વર્તે છે તેને સર્વત્ર શાંતિ જ છે. જગતમાં બીજું કાંઈ શરણ નથી; શરણ એક
ચૈતન્ય નિર્ભયરામ જ છે. દુર્વચન સાંભળતા ક્રોધ કરે તો તે મહાન શેનો? હજારો
યોદ્ધાને જીતનારા યોદ્ધા કરતાં ક્રોધને જીતનારા મુનિઓ મહાન છે. અરે મુનિ! દુષ્ટ
જીવના વચનોને તું તારા પાપના નાશનું કારણ બનાવ.
અહા, ભવથી ઉદાસ, શરીરથી ઉદાસ, સંસારભોગોથી ઉદાસ એવા વૈરાગ્યવંત
મુનિવરો મોક્ષને અર્થે ચૈતન્યને આરાધે છે...એવા મુનિઓનું દ્રષ્ટાંત આપીને કહે છે કે–
અરે જીવ! તું ક્રોધને છોડ! ને ક્ષમાગુણને ધારણ કર. સામા જીવોના પરિણામ તેની
પાસે રહ્યા. બીજાના પરિણામની જવાબદારી પોતાના ઉપર નથી, પણ પોતાના
પરિણામમાં હે જીવ! તું ક્ષમા રાખ. જગતની પ્રતિકુળતાના પ્રસંગે સંતો અંદર ચૈતન્યના
શાંતિના કુવામાં ફડાક કરતા ઊંડે ઊતરી જાય છે......શ્રાવક તે પણ મુનિનો ભક્ત અને
ઉપાસક છે. તેણે પણ આવી પરિણામશુદ્ધિ પ્રગટ કરવા યોગ્ય છે. પંચમકાળમાં
પ્રતિકૂળતા તો હોય; માટે તું બહુ સાવચેતીથી ક્ષમાભાવને જાળવજો.
(અનુસંધાન પાનું : ૨૯)