Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 69
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૮
સળંગ અંક ૩૩૧
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 69
single page version

background image
૩૩૧
* દરિયો *
દરિયો.....કેટલો વિશાળ ને કેવો ગંભીર! કેવી
ઠંડી હવા આવે છે એના કિનારે! –એના કરતાંય
એને જાણનારા આ ચૈતન્યદરિયાની વિશાળતા અને
ગંભીરતા કોઈ અજબ છે! આ ચૈતન્યદરિયાના
કિનારે આવતાં, એટલે કે એની સન્મુખ થઈને એનો
વિચાર કરતાં પણ અંદરથી શાંતિની કોઈ અનેરી
હવા આવે છે. અહા, આનંદમય રત્નોથી ભરેલો આ
દરિયો, –કેવો મહાન! જેને દેખતાં મન તૃપ્તિ પામે,
ને દીર્ઘકાળ સુધી દેખ્યા કરીએ તોપણ થાક ન લાગે.
એ આનંદના દરિયામાં ડુબકી મારીને મગ્ન
થયેલા સંતો આપણને પણ બોલાવે છે કે હે જીવો!
તમે અહીં આવો અને અત્યંત ગંભીરપણે, અંતરમાં
ઊંડે ઊંડે આનંદતરંગથી ઉલ્લસી રહેલા આ
જ્ઞાનસમુદ્રમાં મગ્ન થાઓ.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૭ વૈશાખ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૮ : અંક ૯

PDF/HTML Page 3 of 69
single page version

background image
* વી ત રા ગ મા ર્ગ ના સા થી દા ર *
(સંપાદકીય)
જ્ઞાનસમુદ્ર ઉલ્લસે છે.....એ સમ્યક્રત્નો આપે છે.....
આત્માની સાધનામય જેમનું જીવન છે, અને સદાય આપણને આત્મસાધનાની
જ પ્રેરણા જેઓ આપે છે–એવા પૂજ્ય શ્રી કહાનગુરુનો મંગલ–જન્મોત્સવ એટલે
આત્માની સાધનાનો ઉત્સવ.
એવા ગુરુદેવની ૮૨મી જન્મજયંતિનો ઉત્સવ હમણાં પોરબંદરમાં સમુદ્રકિનારે
હજારો ભક્તોએ આનંદથી ઊજવ્યો....ગુરુદેવની મંગલ છાયામાં બેઠા હોઈએ ત્યારે જાણે
કે પરમગંભીર ચૈતન્યસમુદ્રના કિનારે જ બેઠા હોઈએ–એવા શીતળ આનંદના વાયરા
આવે છે. ઠેઠ કિનારા સુધી લાવીને ગુરુદેવ આપણને કહે છે કે–જો ભાઈ! આ
ચૈતન્યદરિયો તારી સામે જ ઉલ્લસી રહ્યો છે, હવે તેમાં તું મગ્ન થા! એની ગંભીરતાનું
માપ તું જાતે અંદર ઊતરીને કર.
સવારે–બપોરે એકેક કલાક શાંતરસથી ઉલ્લસતા પ્રવચન સમુદ્રની શીતળ
લહેરીઓનો સ્વાદ ચાખ્યા પછી, આખાય ચૈતન્યસમુદ્રને દેખવાનું દિલ થાય છે; પછીએ
ઊંડા સમુદ્ર સિવાય કાંઠાનાં કાદવમાં ચેન પડતું નથી. અહા! ગુરુદેવ! આપ પોતે તો
દરિયા જેવા ગંભીર છો, ને આપ જે તત્ત્વ બતાવી રહ્યા છો તે પણ દરિયા જેવું પરમ
ગંભીર છે. દરિયામાં મેલ સમાય નહિ, દરિયો સ્વયં ઉલ્લસીને મેલને બહાર ફેંકી દે છે,
તેમ આ ચૈતન્ય દરિયામાં પરભાવરૂપી મેલ પ્રવેશી શકતા નથી. આનંદથી ઉલ્લસતો
ચૈતન્યદરિયો પરભાવોના મેલને બહાર ફેંકી દે છે. આનંદના આવડા મોટા નિર્મળ
દરિયાને આત્મામાં જ સમાવી દેનાર, અને એ દરિયાનું મથન કરી કરીને સમ્યક્ત્વાદિ
અનંત રત્નોને પ્રાપ્ત કરાવનાર હે ગુરુદેવ! આપે દરિયાથી પણ મહાન એવો ચૈતન્યદેવ
અમને દેખાડયો. આપના અવતારથી આ ભરતક્ષેત્રના જીવોને પોતામાં જ પરમાત્માની
પ્રાપ્તિ થઈ. આજે અમને અપાર આનંદ છે...અપાર ઉલ્લાસ છે....આપના મંગલ–
આશીષથી વીતરાગ માર્ગમાં સદાકાળ આપની સાથે જ રહેશું, –એવા આનંદ–
ઉલ્લાસપૂર્વક આપશ્રીને અભિનંદીએ છીએ–અભિવંદીએ છીએ.

PDF/HTML Page 4 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ વૈશાખ
ચાર રૂપિયા
May, 1971
* વર્ષ ૨૮ : અંક ૭ *
મહાવીરના માર્ગની પ્રસિદ્ધિ
ભગવાન મહાવીરે આત્માના અનુભવવડે મોક્ષને
સાધ્યો, તમે પણ આજે જ એવો અનુભવ કરો.
* * * * *
ચૈત્ર સુદ તેરસના મંગલદિને, સોનગઢમાં
શ્રી હીરાભાઈની બંગલી–કે જ્યાં સં. ૧૯૯૧ માં
ગુરુદેવે વીતરાગમાર્ગની પ્રસિદ્ધિ કરી. –ત્યાં પ્રવચન
કરતાં ગુરુદેવ કહ્યું કે–આત્માની અનુભવદશા વડે
મોક્ષ સધાય છે. આ મહાવીરનો માર્ગ છે ને આજ
મહાવીરનો ઉપદેશ છે. જે જીવ આવો માર્ગ
સમજીને પોતામાં પ્રગટ કરે તેનો અવતાર સફળ
છે...તેણે મહાવીર ભગવાનને ખરેખર ઓળખીને
તેમનો મહોત્સવ ઉજવ્યો, અને તેણે પોતામાં
મહાવીરના વીતરાગમાર્ગને પ્રસિદ્ધ કર્યો.
આજે ચૈત્ર સુદ તેરસ, ભગવાન મહાવીરનો જન્મદિવસ છે. આજથી ૨પ૬૯ વર્ષ
પહેલાંં ભગવાન આ ભરતભૂમિમાં વેશાલીનગરીમાં અવતર્યા હતા. ભગવાનનો જન્મ
મંગલરૂપ હતો, તેઓ જન્મથી જ અતીન્દ્રિય આત્માના જ્ઞાનસહિત હતા. પહેલાંં
અનાદિથી સંસારમાં રહેલા તે જીવે સિંહના ભવમાં મુનિઓના ઉપદેશથી સમ્યક્ત્વ

PDF/HTML Page 5 of 69
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
પ્રગટ કર્યું, એટલે કે અતીન્દ્રિય આત્માના આનંદનો અનુભવ કર્યો, ને પછી
આત્માની ઉન્નતિ કરતાં કરતાં આ છેલ્લા ભવમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને
પાવાપુરીથી મોક્ષ પધાર્યા; ત્રણ વર્ષ પછી તેને અઢી હજાર વર્ષ પૂરા થશે ને તેનો
મોટો ઉત્સવ ઉજવાશે.
જ્ઞાનની સ્મૃતિના બળે સાધક જીવ વચ્ચેનો કાળ દૂર કરીને કહે છે કે
ભગવાન આજે જ જન્મ્યા. ભગવાનને દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન તો પૂર્વે અનેક
ભવોથી હતું; અતીન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ હતો; એવી અનુભવદશા
ઉપરાંત અવધિજ્ઞાનસહિત ભગવાન મહાવીરનો આત્મા ત્રિશલારાણીની કૂંખે
સવાનવ માસ રહ્યા, તે વખતે પોતે પોતાને દેહથી ભિન્ન જાણતા હતા. ત્રીસ વર્ષ
સુધી કુમાર અવસ્થામાં રહ્યા. લગ્ન તો તેમણે કર્યું ન હતું. ત્રીસવર્ષની વયે
જાતિસ્મરણ થતાં તેઓ વૈરાગ્ય પામ્યા ને આત્મધ્યાન સહિત વનજંગલમાં વિચરવા
લાગ્યા. બાર વર્ષ સુધી મુનિઅવસ્થામાં જ્ઞાન–ધ્યાન સહિત વિચર્યા; ને વૈશાખ સુદ
દશમના રોજ સમ્મેદશિખરની નજીક ઋજુવાલિકા નદીના તીરે ક્ષપકશ્રેણી માંડીને
લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન પ્રગટ કરીને અરિહંત પરમાત્મા થયા. અને પછી
રાજગૃહીમાં વિપુલાચલ પર અષાડ વદ એકમથી દિવ્યધ્વનિવડે જગતને
મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો. તે ઉપદેશ ગણધરોએ ઝીલીને શાસ્ત્રોની રચના કરી, ને
વીતરાગ માર્ગી સંતોની પરંપરાથી તે શાસ્ત્રો ચાલ્યા આવે છે. તેમાંથી એક આ
નિયમસાર છે; તેમાં આ ૪૦ મી ગાથાઓ શ્લોક વંચાય છે. તેમાં કહે છે કે–
હે જગતના જીવો! આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, પરભાવોનો તેમાં
પ્રવેશ નથી, તેથી ઓળખાણ કરીને અનાદિના મોહને હવે છોડો.
આત્મા તો અનાદિનો છે, તે કાંઈ નવો થયો નથી; દેહ નવા નવા બદલાયા,
પણ આત્મા તો એનો એ અનાદિકાળથી છે; તેણે અનાદિથી શું કર્યું ? કે પોતાના
સ્વરૂપને ભૂલીને મોહ કર્યો. હવે તે મોહને છોડવા માટે આ ઉપદેશ છે.
આ ભવ પહેલાંં પૂર્વ ભવમાં આત્મા હતો; અને તે ક્્યાં હતો તેનું જ્ઞાન પણ
થઈ શકે છે. અનેક જીવો જાતિ–સ્મરણ જ્ઞાન વડે પોતાના પૂર્વ ભવને જાણનારા
મોજુદ છે. જેમ કાલે આત્મા ક્્યાં હતો તેનું જ્ઞાન થાય છે તેમ આ ભવ પહેલાંં
પૂર્વના ભવોમાં આત્મા ક્્યાં હતો તેનું પણ જ્ઞાન થઈ શકે છે. આત્માના જ્ઞાનની
અચિંત્ય તાકાત છે.

PDF/HTML Page 6 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
આત્મા દેહથી જુદો અનાદિનો જ્ઞાન–આનંદસ્વરૂપ છે; અજ્ઞાનને લીધે
આત્માને પોતાના આનંદની ખબર નથી, છતાંપણ તે પોતે આનંદથી ભરેલો જ છે;
આનંદસ્વભાવ છે તેનો કાંઈ નાશ થયો નથી. જ્યારે જાગે ને જ્ઞાનચેતનારૂપ
થઈને અંતરમાં દેખે ત્યારે પોતાના આનંદનો અનુભવ થાય છે. –આવો અનુભવ
હે જીવ! તું આજે જ કર.
આત્મા સદાય જ્ઞાનસ્વરૂપે પ્રકાશમાન છે; રસિક જનોને આવો આત્મા
રુચિકર છે–વહાલો છે. હે જીવ! તું સર્વ તરફથી પ્રકાશમાન એવા જ્ઞાનસ્વરૂપને
અનુભવમાં લે. જ્ઞાન જ આત્માનો સમ્યક્ સ્વભાવ છે; રાગ કાંઈ આત્માનો
સ્વભાવ નથી; તે તો પરભાવ છે, ને દેહ તો જડ છે. બાપુ! હવે તે પરભાવોના
વેદનને રહેવા દે, ને તારા આનંદસ્વભાવના સ્વાદને ચાખ. આવા આત્માને
દેખતાંવેંત તારો અનાદિનો મોહ છૂટી જશે, ને આત્માની અનુભવદશા વડે
મોક્ષપંથ પ્રગટ થશે. આ મહાવીરનો માર્ગ છે, ને આ જ મહાવીરનો ઉપદેશ છે.
ભગવાન મહાવીર આવા માર્ગે મોક્ષ પધાર્યા ને જગતને માટે પણ આવો જ
મોક્ષમાર્ગ બતાવ્યો. જે જીવ આવો માર્ગ સમજીને પોતામાં પ્રગટ કરે તેનો અવતાર
સફળ છે; તેણે મહાવીર ભગવાનને ખરેખર ઓળખીને તેમનો મહોત્સવ ઉજવ્યો.
અને તેણે પોતામાં મહાવીરના વીતરાગ માર્ગને પ્રસિદ્ધ કર્યો.
અહા, આવું પરમ ચૈતન્યતત્વ! –તેમાં જડનો પ્રવેશ નથી, રાગાદિ
પરભાવનો પ્રવેશ નથી, ભેદના વિકલ્પનો પ્રવેશ નથી, એ તો બધા તેનાથી બહાર
ને બહાર રહે છે; અંતરના ચૈતન્યતત્ત્વને અનુભવમાં લેતાં પરમ આનંદરૂપ
આત્મા અનુભવમાં આવે છે. આવો અનુભવ તે ભવચક્રથી છૂટવાનો ઉપાય છે.
આવો મોંઘો મનુષ્યભવ મળ્‌યો તો ભવના અભાવનો ભાવ પ્રગટ કર. તું
અનાદિથી અજ્ઞાનને લીધે ક્ષણેક્ષણે ભયંકર ભાવમરણ કરી રહ્યો છે ને દુઃખી થઈ
રહ્યો છે, તો હવે અંતરમાં વિચાર તો કર કે આત્માનું ખરૂં સ્વરૂપ શું છે? આ
દેહની તો રાખ થશે, તે રાખથી ભિન્ન ચૈતન્યતત્ત્વ પોતે કોણ છે તેને જરાક
લક્ષમાં તો લે! શીઘ્ર–ત્વરાથી આત્માને ઓળખ, તેમાં પ્રમાદ ન કર. પ્રમાદ કરીશ
તો આ મોંઘો અવસર ચાલ્યો જશે.
અહા, મહાવીર ભગવાને જન્મીને આત્માના પરમાત્મપદને સાધ્યું, કેવા
આત્માની સાધના કરી–તેનું આ વર્ણન છે. બાપુ! તારા અંતરમાં પણ આવું જ

PDF/HTML Page 7 of 69
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
પરમાત્મતત્ત્વ બિરાજમાન છે, તેમાં નજર કરીને અનુભવ કરતાં આનંદ થશે....ને
તારા ભવના અંત આવશે. માટે હે જીવ! આજે જ ત્વરાથી તારી ચૈતન્યસંપદાને
અનુભવમાં લે.
શ્રી મુનિરાજ ચૈતન્યપદની સંપદા બતાવતાં પ્રમોદથી કહે છે કે–અહો, આ
આત્મા પોતે સદાય શુદ્ધચિદાનંદરૂપી સંપદાઓની ખાણ છે, એ જ ઉત્કૃષ્ટ ખાણ છે.
જગતમાં સોના–રૂપા–હીરાની ખાણ થાય છે તે કાંઈ ઉત્કૃષ્ટ નથી, તે તો જડ
પુદ્ગલની રચના છે; આત્મા ચૈતન્યરત્નોની ઉત્કૃષ્ટ ખાણ છે; આત્માની
ચૈતન્યસંપદામાં કોઈ ઉપાધિ નથી, તેમાં વિપદા નથી. આવા આત્માને જ અમે
નિજપદ તરીકે અનુભવીએ છીએ, બીજા તો બધા અપદ છે, અપદ છે.
ભાઈ, આવી ઉત્કૃષ્ટ ચૈતન્યસંપદા તારી ખાણમાં જ પડી છે, તેને તું
સાધ....તેને સાધવામાં કોઈ કલેશ નથી, દુઃખ નથી; તેને સાધવામાં તો આનંદની
પ્રાપ્તિ છે. ભગવાન મહાવીરે આવા આત્માની સાધના પૂર્વ ભવોમાં શરૂ કરી હતી
તેમાં આગળ વધતાં વધતાં આ ભવમાં આનંદની પૂર્ણતા કરીને સાક્ષાત્ પરમાત્મા
થયા. તેમનું સ્મરણ કરીને તેમના માર્ગને સાધવો તે સાચો મહોત્સવ છે.
અરે પ્રભુ! સુખની સંપદા તો તારામાં હોય, કે જડમાં હોય? જડસંપદામાં
તારું સુખ નથી. સુખની સંપદાવાળો તો તું પોતે જ છો. તારી ચૈતન્યસંપદામાં કોઈ
વિપદા નથી. માન–અપમાનના વિકલ્પો કે નિંદા–પ્રશંસાના શબ્દો તેમાં પ્રવેશી
શકતા નથી. માન મળતાં ફૂલાઈ જાય, કે અપમાન થતાં કરમાઈ જાય–એવું આ
ચૈતન્યતત્ત્વ નથી; ચૈતન્યતત્ત્વ તો સદાય આનંદમય છે, જેમાં કદી વિપદા આવતી
જ નથી.
અરે જીવ! પોતાની સંપદાનો કદી તેં વિચાર કર્યો નથી, તેને જોવાનો
પ્રયત્ન કર્યો નથી, જ્ઞાની પાસેથી સાંભળીને અંદર મનન કર્યું નથી, પણ હવે આ
અપૂર્વ ટાણાં મળ્‌યા છે, જ્ઞાની સંતો તને તારી મહાન ચૈતન્યસંપદા બતાવે છે, તો
તે સાંભળીને બહુમાનપૂર્વક તેનું મનન કર, અંદર વિચાર કર, ને અંતરના
પ્રયત્નવડે તારી આનંદ સંપદાને દેખ. અરે, એકવાર તો અમે કહીએ તેવો નિર્ણય
કર. સુખની આ મૌસમ છે; આનંદનો પાક પાકે ને અનંતકાળનું સુખ મળે એવું
તારું અતીન્દ્રિય ચૈતન્યધામ છે. સંતો આવા આનંદધામને અનુભવે છે ને તમે પણ
આજે જ તેનો અનુભવ કરો.

PDF/HTML Page 8 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
પોતાના અનુભવની સાક્ષી સહિત શ્રી મુનિરાજ કહે છે કે–હું આવા આનંદને
અનુભવું છું ને તમને પણ આવા આનંદનો અનુભવ કરવા માટે આમંત્રુ છું. આવો
અનુભવ થઈ શકે છે, માટે તમે તેવો અનુભવ પ્રગટ કરીને તમારી ચૈતન્યસંપદાને
પામો.
શુભ કે અશુભ તે તો બધા વિષવૃક્ષનાં ફળ છે; તેનાથી પાર એવું જે
ચૈતન્યતત્ત્વનું અમૃત છે તેને અમે અનુભવીએ છીએ, અને હે જીવો! તમે પણ આ
સહજ ચૈતન્યઅમૃતને હમણાં જ ભોગવો. વિલંબ ન કરો–આળસ ન કરો, હમણાં જ
અંતર્મુખ થઈને તેને અનુભવો. પોતાનું તત્ત્વ પોતામાં જ છે, –પોતે પોતાના અનુભવમાં
વિલંબ શો? જે જીવ હમણાં જ આવા આત્મતત્ત્વને અનુભવે છે તે અલ્પકાળમાં
મુક્તિને પામે છે, –તેમાં કોઈ સંશય નથી.
અનુભવ કરનાર પોતે પોતાના મુક્તસ્વરૂપને પોતામાં દેખે છે. એટલે મોક્ષને
માટે તેને કોઈ સંદેહ રહેતો નથી. શુભાશુભથી પાર ચૈતન્યના આનંદનો જ્યાં અનુભવ
થયો ત્યાં મોક્ષના આનંદનો નમૂનો આવી ગયો; ને અલ્પકાળમાં સાક્ષાત્ મોક્ષદશા
પ્રગટ કરીને તે પોતે સિદ્ધપરમાત્મા થઈ જશે.
આવો મહાવીર ભગવાનનો માર્ગ છે.
ભગવાન મહાવીરે આત્માના અનુભવ વડે મોક્ષને સાધ્યો........
તમે પણ આજે જ એવો અનુભવ કરો.
–નિઃશંકતા–
આ માર્ગના સેવનથી આત્માને જન્મ–મરણનો અભાવ થશે અને મોક્ષસુખની
પ્રાપ્તિ થશે–એવી નિઃશંકતા પૂર્વક સત્ય માર્ગનો નિર્ણય થવો જોઈએ. સાચો માર્ગ જાણે
અને આવી નિઃશંકતા ન થાય એમ બને નહીં.
– સાચી શ્રદ્ધા–
શુદ્ધાત્માની સન્મુખ શ્રદ્ધા તે જ સાચી શ્રદ્ધા છે. વ્યવહારના પક્ષમાં જે રોકાય છે
તેને સાચી શ્રદ્ધા નથી. શુભ કર્મને જ ધર્મ માનનારા તેઓ મિથ્યાશ્રદ્ધાની છે.

PDF/HTML Page 9 of 69
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
સોનગઢ–લાઠી–જેતપુર
–ગીરનાર–માળીયા *
ચેત્રસુદપૂનમના રોજ સોનગઢથી મંગલપ્રસ્થાન કરીને પૂજ્ય ગુરુદેવ લાઠી
પધાર્યા, ત્યાંથી જેતપુર પધાર્યા; જેતપુરથી ચૈત્ર વદ ત્રીજના રોજ ગીરનાર સિદ્ધધામમાં
દર્શન કરવા પધાર્યા; આ પ્રસંગે પૂ. બેનશ્રી–બેન, તેમજ બીજા સેંકડો મુમુક્ષુ ભાઈ–
બહેનો પણ આવ્યા હતા; ગુરુદેવે નેમપ્રભુની ભક્તિ કરી હતી, ને ગીરનાર સન્મુખ
ભક્તિથી સૌને હર્ષ થયો હતો. આ રીતે ગીરનારતીર્થની નાનકડી યાત્રામાં પણ મોટો
આનંદ આવ્યો હતો. આ પ્રસંગે ગીરનાર તળેટીમાં બિરાજમાન સંઘના શ્રી
મલ્લિસાગરજી મહારાજને કાનમાં ત્રણવાર નમસ્કારમંત્ર કાનજીસ્વામીએ સંભળાવ્યા
હતા; અને તે જ રાત્રે શ્રી મલ્લિસાગરજી સ્વર્ગવાસ પામ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી
તેમને આહાર–પાણીનો સંપૂર્ણ ત્યાગ હતો.
ચૈત્ર વદ ચોથે પૂ. ગુરુદેવ જેતપુરથી કેશોદ થઈને હાટીના–માળીયા (–તે સ્વ૦ બ્ર
રમાબેનના ગામે) પધાર્યા; ઉલ્લાસથી સ્વાગત કરીને ગ્રામ્યજનતાએ પણ બે દિવસ
અધ્યાત્મ ઉપદેશ હોંશથી સાંભળ્‌યો. ત્યારબાદ ચૈત્ર વદ છઠ્ઠે પૂ. ગુરુદેવ પોરબંદર તરફ
પધાર્યા.
માળીયાના પ્રવચનમાંથી થોડીક પ્રસાદી
આ સમયસાર શાસ્ત્ર છે.
‘સમયસાર’ એટલે શું? આ દેહથી ભિન્ન અંદર જે આત્મા છે તેને ‘સમયસાર’
કહેવાય છે; તેનું સ્વરૂપ બતાવનારું આ શાસ્ત્ર સમયસાર છે.
જે અરિહંત અને સિદ્ધપરમાત્મા થયા તે ક્્યાંથી થયા? તે પરમાત્મપણું ક્્યાંય
બહારથી નથી આવ્યું પણ આત્મામાં જ તેવો જ્ઞાન–આનંદ સ્વભાવ છે તે સ્વભાવમાંથી
જ પરમાત્મપણું પ્રગટ થયું છે.
જેમ ચણામાં મીઠાસ છે ને લીંડી પીપરમાં તીખાસ છે, તે બહારથી નથી આવતી
પણ અંદર ભરી છે તે જ પ્રગટે છે, તેમ દરેક આત્મા જ્ઞાન–આનંદ સ્વભાવે પૂરો ભરેલો
ભગવાન છે, તેનું ભાન કરતાં તે પ્રગટે છે.

PDF/HTML Page 10 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
પોતાના આત્માની ઓળખાણ કરીને પરમાત્મા કેમ થવાય? તે વાત અહીં
રાજાની સેવાના દ્રષ્ટાંતથી સમજાવે છે. (સમયસાર ગાથા ૧૭–૧૮)
જે આત્માનો અર્થી હોય, આત્મા જેને વહાલો હોય, તે ઉદ્યમપૂર્વક આત્માનું
સ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરે છે, ને પછી તેમાં જ સ્થિર થઈને તેનું સેવન કરે છે. –
આમ કરવાથી પરમ સુખ થાય છે. જેમ ધનનો અભિલાષી જીવ પ્રથમ તો લક્ષણ વડે
રાજાને ઓળખે છે ને શ્રદ્ધાપૂર્વક તેની સેવા કરે છે, અને રાજા પ્રસન્ન થઈને તેને ધન
આપે છે. તેમ ચૈતન્ય રાજા એવો આ આત્મા અનંત ચૈતન્ય વૈભવસંપન્ન છે; તેનો
ઈચ્છુક મુમુક્ષુ જીવ ઉપયોગલક્ષણવડે બરાબર ઓળખીને તેની શ્રદ્ધા કરે છે અને તેમાં
એકાગ્ર થઈને તેને સેવે છે; ત્યાં ચૈતન્યરાજા પોતે પ્રસન્ન થઈને પોતાને જ્ઞાન–આનંદનો
વૈભવ આપે છે.
પોતે જ દાતાર, ને પોતે જ લેનાર; કોઈ બીજા પાસે માંગવું પડે તેમ નથી. પણ
તે માટે પોતે પોતાનું સ્વરૂપ ઓળખીને તેની સેવા (એટલે કે જ્ઞાન–શ્રદ્ધા–એકાગ્રતા)
કરવી જોઈએ. આત્માને તો ઓળખે નહી ને શરીરને કે રાગને સેવે તો કાંઈ મળે નહીં.
જ્યાં હોય ત્યાંથી મળેને? શરીરમાં ને રાગમાં કાંઈ તારું સુખ નથી કે તેની સેવાથી તને
સુખ મળે! સુખનો ભંડોર તો તારો આત્મા પોતે છે; તેનું સાચું સ્વરૂપ ઓળખતાં તે
સુખ અનુભવાય છે. ધર્મ અને સુખ તેને કહેવાય કે જેમાં આત્માનો સ્પર્શ થાય–
અનુભવ થાય–સાક્ષાત્કાર થાય; પરમાત્મા પોતામાં જ દેખાય.
શરીર તે હું છું, મનુષ્ય હું છું–એમ અજ્ઞાનથી જીવ પોતાને શરીરરૂપ માને છે;
પણ શરીરથી ભિન્ન ચૈતન્યતત્ત્વ પોતે કોણ છે તે ઓળખતો નથી. બાપુ! ઘણાં પુણ્ય
કરવાથી આ મનુષ્ય અવતાર મળ્‌યો છે, તેમાં આત્માનું હિત કેમ થાય તેનો વિચાર કર.
૧૬ વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–હે જીવ! બહારમાં લક્ષ્મી–કુટુંબ વગેરેમાં તારું
સુખ નથી, તેની મમતાથી તો તું મનુષ્યભવ હારી જઈશ; પરમાં સુખ માનતાં તારા
આત્માનું સુખ ભુલાઈ જશે. માટે તું વિચાર તો કરે કે આત્માને સાચું સુખ કેમ થાય?
ને ક્ષણક્ષણનું ભયંકર ભાવમરણ કેમ મટે?
દેહથી જુદો, જાણનાર સ્વરૂપી હું કોણ છું? દેહનો નાશ થવા છતાં અવિનાશી
રહેનારો હું કોણ છું? એમ અંદર શાંતિથી, પરભાવોથી જુદો પડીને તારા આત્માનો
વિચાર કર, તો અંતરમાં તને તારા આત્માનો અનુભવ થશે. આત્માના

PDF/HTML Page 11 of 69
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
આવા અનુભવ વગર ચારે ગતિમાં અનંત અવતાર તેં કર્યાં; –પણ અજ્ઞાનથી તું ભૂલી
ગયો. હવે આ મનુષ્યપણામાં એવો ઉપાય કર કે જેથી ભવભ્રમણનું દુઃખ ન રહે, ને
આત્માનું સાચું સુખ પ્રગટે. સુખને માટે, ધર્મને માટે પહેલામાં પહેલું શું કરવું? કે અંદર
પોતાના આત્માને અનુભૂતિવડે ઓળખવો. અનુભૂતિ એટલે ઉપયોગસ્વરૂપ આત્મા,
ઉપયોગસ્વરૂપે જે અનુભવાય છે તે જ હું છું–આમ અનુભૂતિસ્વરૂપ પોતાના આત્માને
ઓળખવો.
* * *
જિનવાણી માતા જગાડે છે–
હે જીવ! હવે તો તું જાગ
મોહથી મુર્છિત જીવને આચાર્યદેવ જગાડે છે કે હે
જીવ! હવે તો તું જાગ ને તારી નિજશક્તિને સંભાળ.
અનંતકાળથી મોહમૂર્છામાં તું સૂતો પણ હવે તો આ
જિનવચનરૂપી અમૃતવડે તું જાગ. અહા,
જિનવાણીમાતાજી પ્રેમથી જગાડે છે, સન્તો કરુણાથી
જગાડે છે, તો હે ભાઈ! હવે તો તું જાગ....હવે તારી
શક્તિના નિજવૈભવને દેખ. અનાદિથી મોહનિદ્રામાં સૂતો
ને નિજવૈભવને ભૂલ્યો, પણ હવે આ સમયસારના મંત્રો
વડે તું જાગ..... જાગીને તારા આત્મવૈભવને દેખ. હવે
જાગીને મોક્ષમાં જવાનાં ટાણાં આવ્યા છે. ૧૬ વર્ષ
કરતાંય નાની વયમાં શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે ‘રાત્રિ
વ્યતિક્રમી ગઈ; પ્રભાત થયો; નિદ્રાથી મુક્ત થયા, હવે
ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો.

PDF/HTML Page 12 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
ડાહ્યા પુરુષોનું કર્તવ્ય–
(સોનગઢ–પ્રવચન: નિયમસાર ગાથા ૩૯, કળશ પપ)
* * * * *
સુખનો બનેલો એવો શુદ્ધ આત્મા બતાવીને આચાર્યદેવ કહે છે કે અરે જીવ!
તારા આવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? અને દુઃખરૂપ એવા સંસારસુખને તું
કેમ વાંછે છે? આકાશ જેવો જે મહાન અને નિર્મળ છે, અતીન્દ્રિય સુખ સહિત જે પ્રગટ
પ્રકાશમાન છે–એવા તારા આત્મામાં તું પ્રીતિ કર. આવો આત્મા વિચારવાન ડાહ્યા
પુરુષોને પોતાના અંતરમાં અનુભવગોચર થાય છે.
આત્મા સર્વથા અંતર્મુખ છે, –બહારના કોઈ ભાવ વડે તે અનુભવમાં આવે તેવો
નથી. બહારના કોઈ ભાવોનો પ્રવેશ તેમાં નથી. આવા અંતર્મુખ આત્મામાં પોતાના
ઉપયોગ જોડવો તે જ ડાહ્યા–વિચારવંત પુરુષોનું કર્તવ્ય છે. જે બુદ્ધિ અંતરમાં આવા
આત્માને પકડે તે જ તીક્ષ્ણ બુદ્ધિ છે. આવા તીક્ષ્ણ બુદ્ધિવંત જીવો અંતરમાં પોતાના
સુખસાગરને દેખે છે, –જેમાં કોઈ કલેશ નથી, જે આનંદથી જ ભરેલો છે, અને
શુદ્ધજ્ઞાનનો જ જે અવતાર છે. રાગનો અવતાર કે રાગની ઉત્પત્તિ થાય એવો આત્માનો
સ્વભાવ નથી. આત્મા તો શુદ્ધજ્ઞાનનો અવતાર છે ને આનંદરૂપ અકૃત છે. તેના
આનંદને બનાવવો નથી પડતો, સ્વયં આનંદસ્વરૂપ જ છે. અરે જીવ! તું ડાહ્યો હો તો
આવા તારા આત્માને જાણ. બહારનાં બહુ ડહાપણ કર્યા પણ જો પોતાના આત્માને ન
જાણ્યો, તો જ્ઞાની કહે છે કે તું ડાહ્યો નથી, તારી બુદ્ધિ તીક્ષ્ણ નથી; તીક્ષ્ણબુદ્ધિ અને
ડહાપણ તો એ જ છે કે અંતરમાં પરભાવોથી ખાલી, અને સુખથી ભરેલ એવા
ચૈતન્યનિધાનને દેખે.
જગતના સજ્જન–ધર્માત્માઓને માટે સર્વજ્ઞપિતાનો આ આનંદકારી સન્દેશ છે
કે હે જીવો! તમે સ્વયં ચૈતન્ય–અમૃતના પૂરથી ભરપૂર છો.....આનંદનો મોટો ધોધ
આત્મામાં ઉલ્લસે છે. અરે, આવા આત્માને મુકીને સંસારના કલેશને કોણ વાંછે? એવો
મૂરખ કોણ હોય કે પોતાના સુખના ખજાનાને છોડીને સંસારનાં કલેશમય દુઃખને વાંછે?
અહા, અંતરના ચૈતન્યનિધાનને ખોલીને સંતોએ બતાવ્યા,

PDF/HTML Page 13 of 69
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
તો હે બુદ્ધિમાન! તારી પ્રીતિને તેમાં જ જોડ....મોક્ષના મંડપમાં આત્માને બિરાજમાન
કર. તારું ચૈતન્યપદ આનંદમય છે તે રાગ–દ્વેષથી રહિત છે. અંતર્મુખ થઈને આવા
નિજપદને નીહાળે તે સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે, ભગવાને તો જગતને આવા
આનંદમય તત્ત્વની ભેટ આપી છે, ને જ્ઞાની સંતો તે બતાવે છે.
સર્વજ્ઞ ભગવાનના વીતરાગી માલની એજન્સી (ઈજારો) જ્ઞાની સન્તો પાસે છે.
સર્વજ્ઞદેવે કહેલું આત્માનું સ્વરૂપ સંતો પોતાના જ્ઞાનમાં અનુભવીને જગતને દેખાડે છે;
તેઓ તીર્થંકર ભગવાનના એલચી (દૂત) છે, તીર્થંકર ભગવાનની પેઢીમાંથી લાવેલો
ચોકખો માલ (એટલે કે વીતરાગી મોક્ષમાર્ગ) તેઓ જગતને આપે છે કે હે જીવો!
સુખનું ધામ એવો જે તમારો શુદ્ધ આત્મા છે તેમાં અંતર્મુખ ઉપયોગને જોડતાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આનંદમાર્ગ પ્રગટે છે. મોક્ષમાર્ગ કહો કે આનંદમાર્ગ કહો,
તે આત્મામાં સમાય છે.
અરે, આત્માના આવા સ્વરૂપનો વારંવાર વિચાર કરવા જેવો છે. તેથી શ્રીમદ્
રાજચંદ્ર કહે છે કે– ‘કર વિચાર તો પામ! ’ બીજું કેટલું કહીએ? તારું સ્વરૂપ તારા
અંતરમાં છે–તે તને બતાવ્યું; તેનો અંતરમાં વિચાર કર તો તેની પ્રાપ્તિ થાય.
સાચો વિચાર તેને કહેવાય કે જે આત્માને સ્વસન્મુખ લઈ જાય. સંસારના
પરભાવો તે દુઃખ, ને આત્માનો સ્વભાવ તે સુખ, –તેને જાણીને વિચારવંત વિવેકી જનો
તો સુખના સાગરમાં જ મગ્ન થાય છે, ને દુઃખરૂપ સંસારની પ્રીતિ અત્યંતપણે છોડે છે.
પરનો પ્રેમ કરતાં તો પોતાના આનંદનિધાન લૂંટાઈ જાય છે; માટે ડાહ્યા–વિચારવંત
જીવો સર્વ પરભાવોનો પ્રેમ છોડીને પોતાના સહજ પરમ ચૈતન્યતત્ત્વમાં જ પ્રીતિ કરે છે.
જગતની સ્પૃહા છોડીને પોતાના નિજતત્ત્વની જ મસ્તીમાં મશગુલ રહે છે. એવા સંતો
કહે છે કે–
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો, ઉત્તમ થશે
જ્ઞાનીઓને પોતાના શુદ્ધ આત્મા સિવાય બીજા કોઈમાં રસ નથી; તેમને મન–
વચન–કાયાની પ્રવૃત્તિમાં જોડાણ દેખાય, પણ ખરેખર તેમાં તન્મયતા નથી; તે પ્રવૃત્તિ
એવી નથી કે ભિન્ન આત્માનું ભાન ભૂલાઈ જાય–તેથી પૂજ્યપાદ સ્વામી કહે છે કે–

PDF/HTML Page 14 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
आत्मज्ञानात् परं कार्य न बुधो धारयेत् चिरम्।
બુધજનો–જ્ઞાનીજનો–સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માઓ પોતાના ચિત્તને વારંવાર અંતરમાં
વાળીને જ્ઞાનનિધાનને ભોગવે છે; બીજા કોઈ બાહ્યભાવોને તેઓ ચિરકાળ સુધી ધારણ
કરતા નથી; એ બાહ્યભાવો તો ક્ષણભંગુર છે, એની પ્રીતિ જ્ઞાનીને નથી. અને આત્માનું
જે સહજ શુદ્ધસ્વરૂપ તેમાં કોઈપણ પરભાવ ન હોવાથી, તે શુદ્ધસ્વરૂપના અનુભવમાં
પરભાવને ટાળવાની ચિંતા પણ નથી રહેતી; સ્વતત્ત્વના પરમ આનંદનો જ અનુભવ
છે. આવા આનંદરૂપ ચેતનભગવાન આત્મા પોતે જ સદા પોતાના અંતરમાં બિરાજી
રહ્યો છે.
અરે, ભગવાન અંદર તારામાં પધાર્યા......ને તેં તેની સાથે વાતું ન કરી......તારા
ભગવાનને તેં ન દેખ્યા...એની સામું પણ ન જોયું? પરભાવની વાતમાં રોકાયો ને
અંદરના ચૈતન્યભગવાનની સાથે વાત કરવા નવરો ન થયો? ભગવાન અંદર છે ને તું
તે ભગવાનની સામે નથી જોતો? –તો તને ડાહ્યો કોણ કહે? તને વિચારવાન કોણ કહે?
આત્માની રુચિ છોડીને પરભાવની રુચિ કરે તેમાં તો કલેશ છે.
અરે, ચૈતન્ય આનંદનું ધામ, –તેને જ વારંવાર ચિંતવવા જેવું છે, તેમાં જ તત્પર
થવા જેવું છે, તેની ‘ભાવના’ એટલે તે–મય પરિણતિ કરવા જેવી છે. –એ જ એક
બુદ્ધિમાન ડાહ્યા પુરુષોનું કામ છે.
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને,
તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પરદ્રવ્યો વિષે.
* * * * *
અમારું સુંદર સ્થાન
અહા, કેવો સ્વતંત્ર અને સુંદર આત્મસ્વભાવ છે! બસ,
આવા સ્વભાવથી આત્મા શોભે છે, તેમાં વચ્ચે રાગ કે વિકલ્પ
ક્્યાં રહ્યો? આત્માના વૈભવમાં વિભાવ નથી. આવા
સ્વભાવવાળો જ્ઞાનમાત્ર આત્મા તે ખરો આત્મા છે. આવા
આત્માને શ્રદ્ધે–જાણે–અનુભવે તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, ને
તે મોક્ષમાર્ગ છે. ભવથી થાકેલા આત્માર્થીને આરામનું સ્થાન છે.

PDF/HTML Page 15 of 69
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
नाटक सुनत हिये फाटक खुलत है
સમયસાર–નાટક દ્વારા શુદ્ધાત્માનું
શ્રવણ કરતાં હૈયાનાં ફાટક ખુલી જાય છે.
(સમયસાર નાટકનાં અધ્યાત્મરસઝરતાં પ્રવચનો (લેખાંક ૪) )
* * * * *
* સારમાં સાર એવો જે આત્માનો અનુભવ તેનું વર્ણન આ સમયસારમાં કરશું.
મુક્તિપંથમાં કારણરૂપ એવો આત્માનો અનુભવ કેમ થાય તે જ મુખ્ય વાત આ
સમયસારમાં કહેશું. શુદ્ધ નિશ્ચયની કથની કહેશું અને તેની સાથે શુદ્ધ વ્યવહારરૂપ જે
વીતરાગીદશા–મોક્ષમાર્ગ તે પણ કહેશું.
* આ સમયસારમાં અનુભવનું વર્ણન કરવાનું કહ્યું; તો પૂછે છે કે અનુભવ કોને
કહેવો? તે અનુભવનું લક્ષણ કહે છે–
વસ્તુ વિચારત ધ્યાવતાં મન પામે વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ એનું નામ.
ચિદાનંદ સ્વરૂપ આત્માનું સાચું સ્વરૂપ લક્ષમાં લઈને તેને વિચારતાં અને
ધ્યાવતાં ચિત્ત તેમાં વિશ્રાંતિ પામે છે, પરભાવોની આકુળતાથી છૂટીને આત્માના
શાંતરસમાં જ્ઞાન એકાગ્ર થાય છે, અને તે શાંતરસના સ્વાદથી પરમ અતીન્દ્રિય સુખ
થાય છે, તેનું નામ અનુભવ છે.
* આત્માનો આવો અનુભવ પ્રગટ કરવો તે આ સમયસારનું તાત્પર્ય છે, તે જ
ધર્મ છે, તે જ મોક્ષમાર્ગ છે. તે અનુભવનો મહિમા કહે છે–
અનુભવ ચિંતામણિ–રતન, અનુભવ છે રસકૂપ;
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.

PDF/HTML Page 16 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
અહા, અનુભવ એ તો અતીન્દ્રિય આનંદને દેનાર ચિંતામણિ છે; જડચિંતામણિ
તો બહારની વસ્તુ આપે, પણ આત્માના અનુભવરૂપ ચિંતામણિ તો મોક્ષ આપે છે.
આત્માના અનુભવમાં મોક્ષનો આનંદ અનુભવાય છે. આત્માનો જે પરમ નીરાકુળ
શાંતરસ, તેનો સમુદ્ર સ્વાનુભવમાં ઉલ્લસે છે, તેથી અનુભવને રસકૂપ કહ્યો છે.
આત્માના અનુભવમાં જે શાંતિ છે–તેવી શાંતિ જગતમાં બીજે ક્્યાંય નથી.
આ શાસ્ત્રમાં ઘણું વર્ણન કરશું પણ તેમાં મૂળ પ્રયોજન તો અનુભવનું જ છે–કે
જેમાં આત્માના આનંદરસનો સ્વાદ આવે. આત્માના સ્વભાવને અનુસરીને ભવવું–
પરિણમવું તેનું નામ અનુભવ, આવો અનુભવ તે જ મોક્ષનો માર્ગ છે.
અનુભવ એટલે જ આત્માનો આનંદ. આત્માનો આનંદ કહો કે મોક્ષનો આનંદ
કહો; તેથી અનુભવને મોક્ષસ્વરૂપ કહ્યો છે.
અનુભવીને એટલું જ છે કે સદા નિજાનંદમાં રહેવું. અહો જગતમાં સારભૂત
આત્મા જ છે કે જેના અનુભવમાં આનંદ છે. બીજે ક્્યાંય આનંદ નથી, ‘આત્મામાં
આનંદ છે માટે હે જીવ! તું આત્મામાં ગમાડ. ’
પરથી ભિન્ન જે ચિદાનંદ સ્વભાવ, તેને જાણીને તેની સન્મુખ થતાં તે
વિકલ્પાતીત આનંદનો સ્વાદ આવ્યો તે શુદ્ધાત્માનો અનુભવ છે; મોક્ષને પામવા માટે
આ અનુભવ ચિંતામણિરત્ન સમાન છે; તે અનુભવ પોતે શાંતરસથી ભરેલો કુવો છે.
શાંતરસનું ઝરણું આત્માના અનુભવમાં વહે છે. અનુભવદશામાં ચૈતન્યના આનંદનો
દરિયો ઉલ્લસે છે. –એ આનંદની શી વાત! એ શાંતરસની શી વાત! જેમાં આવો
અનુભવ છે તે જ મોક્ષમાર્ગ છે; રાગાદિ કોઈ ભાવો મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગનો આવો
અનુભવ કહો કે નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર કહો; આત્માના આવા અનુભવ વગર
મોક્ષનાં ફાટક ખુલે નહીં. મોક્ષનાં ફાટક આત્માના અનુભવ વડે જ ખુલે છે; અને એવો
અનુભવ આ સમયસાર નાટક બતાવે છે. તેથી કહ્યું કે
नाटक सुनत हिये फाटक
खुलत है।
‘અનુભવ’ માં નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે બધું સમાઈ જાય છે: ને
તે અનુભવરૂપ એક જ મોક્ષમાર્ગ છે; બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. મુક્તિના કારણરૂપ
આવા અનુભવનો અધિકાર આ શાસ્ત્રમાં છે.
જુઓ તો ખરા, પં. બનારસીદાસજીએ આત્માના અનુભવનો કેવો સરસ

PDF/HTML Page 17 of 69
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
મહિમા ગાયો છે! અરે, આ આત્માના પોતાના ઘરની ચીજ છે, પણ જીવે પોતે પોતાનો
મહિમા કદી જાણ્યો નથી, તે મહિમા ઓળખાવીને આત્માનો અનુભવ કરાવે છે. આવા
અનુભવમાં શું–શું સમાય છે? તે બતાવીને કહે છે કે અહો! આત્માના અનુભવ સમાન
બીજો કોઈ ધર્મ નથી.
જેમ અનેકવિધ રસાયણ થાય છે; જે રસાયણ છાંટતાં પથ્થરમાંથી સોનું થઈ
જાય; તેમ અહીં જગતના જ્ઞાનીઓ કહે છે કે અહા! સાચું તો આ અનુભવ રસાયણ છે
કે જે છાંટતાં આત્મા પામરમાંથી પરમાત્મા બની જાય છે. અજ્ઞાનીઓ જડ–રસાયણનો
મહિમા દેખે છે, જ્ઞાનીઓ તો ચૈતન્યના અનુભવરૂપી રસાયણ પાસે જડ–રસાયણને ધૂળ
સમાન જ દેખે છે.
જેમ પથ્થરમાંથી સોનું બની જાય, તેમ અનેક પ્રકારનાં રોગ હોય તે પણ મટી
જાય એવું રસાયણ થાય છે, પણ તે રસાયણથી કાંઈ ભવરોગ ન મટે. આ અનુભવ–
રસાયણ જ એવું છે કે જેના વડે તરત જ ભવરોગ મટી જાય છે ને પરમ મોક્ષસુખ
પમાય છે. અહો! આવા અનુભવરસનું હે જીવો! તમે સેવન કરો. આત્માના
અનુભવનો, અને એવા સ્વાનુભવી સંતોનો જેટલો મહિમા કરીએ તેટલો ઓછો છે.
પોતે આવો અનુભવ કરવો તે જ સાર છે.
આ સમયસારમાં આવો અનુભવ કરવાનું બતાવ્યું છે; તેથી કહે છે કે–
नाटक सुनत हिये फाटक खुलत है।
* * * * *
આત્માની અનુભૂતિ
વિકારથી જુદો આત્માનો અનુભવ થાય છે, શરીરથી જુદો આત્માનો
અનુભવ થાય છે, પણ જ્ઞાનથી જુદો કે આનંદથી જુદો આત્માનો અનુભવ થતો
નથી; કેમકે વિકાર અને શરીર તે આત્માના સ્વભાવની ચીજ નથી એટલે તે
તો શુદ્ધાત્માના અનુભવમાં સાથે રહેતા નથી, પણ જ્ઞાન ને આનંદ તો
આત્માના સ્વભાવની ચીજ છે એટલે તે તો શુદ્ધાત્માના અનુભવમાં સાથે જ
રહે છે.
–આ રીતે સમસ્ત પરભાવોથી ભિન્ન, ને પોતાના જ્ઞાનાદિ નિજભાવોથી
અભિન્ન, આવા શુદ્ધાત્માની અનુભૂતિ તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.

PDF/HTML Page 18 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
ભારતની બહેનો
એક મુમુક્ષુ બહેન દ્વારા ભારતની બહેનો પ્રત્યે ઉત્સાહપ્રેરક લખાણ
એક મુમુક્ષુ બહેને ભારતની બહેનોને માટે પ્રેરણા આપતું લખાણ લખી મોકલ્યું
છે. લખાણ તો લાંબું છે, અહીં તેમાંથી ટૂંકાવીને આપ્યું છે–જે બહેનોને માટે ઉત્તમ પ્રેરણા
આપશે. તે બહેન લખે છે કે–ગુરુપ્રતાપે આજે આત્મધર્મ દ્વારા ભારતના બાળકોને તો
જાગૃત કર્યા છે ને ભારતની બહેનોને પણ જગાડેલ છે. ગુરુદેવ જે તત્ત્વનો ઉપદેશ આપે
છે તે વૃદ્ધ કે બાળક, ભાઈ કે બહેન, સૌને માટે સરખો જ ઉપયોગી છે; લાયક જીવો
તેના વાંચન મનન વડે જરૂર આત્મહિત સાધશે.
ગુરુદેવનો આપણા ઉપર મહાન ઉપકાર છે કે આવા તત્ત્વના સંસ્કાર આપી રહ્યા
છે, માતાઓ તથા બહેનો! તમે આ પરમ સત્યનો માર્ગ અપનાવશો તો ઉગતા છોડ
જેવા નિર્દોષ બાળકોને પણ તેના સંસ્કાર મળશે. તીર્થંકરોને જન્મ આપનારી પણ
માતાઓ જ હતીને!
વિશેષમાં તેઓ લખે છે–ભૂતકાળમાં અનેક પુસ્તકો–માસિકો વાંચ્યા પણ
‘આત્મધર્મ’ જેવું સાત્ત્વિક માસિક કદી વાંચ્યું ન હતું. અને હવે તે વાંચ્યા પછી બીજું
વાંચવામાં મન લાગતું નથી આ કોઈ અતિશયોક્તિ નથી પણ તટસ્થભાવે સત્ય હકીકત
છે. અહા, નિજઘરમાં આવવાની વાત કોને ન ગમે? સુખી થવાની કોણ ના પાડે? ગમે
તેટલા દેશ–પરદેશ ફરે પણ અંતે તો સ્વ–ઘરમાં આવે ત્યારે જ જીવોને શાંતિ થાય છે.
ચૈતન્યમય આત્મા જ પોતાનું નિજઘર છે, તે જ ધ્યેય છે ને તે જ વિસામાનું ધામ છે.–
તેનું લક્ષ ‘આત્મધર્મ’ કરાવે છે. અજ્ઞાનના ગંધાતા ખાડામાંથી બહાર કાઢીને જ્ઞાનીઓ
સુખના ધામમાં લઈ જાય છે. જેનાથી મોતી પાકે એવા સ્વાતી નક્ષત્રનાં પાણી
સોનગઢમાં ગુરુમુખેથી બારેમાસ વરસે છે; લાયક જીવો તે મેધબિંદુ ઝીલીને સમ્યક્ત્વરૂપ
મોતી પકાવશે. અમે પણ આત્મધર્મ મારફત તેની પ્રસાદી ચાખીને કૃતાર્થ થઈએ છીએ.
ગુરુદેવની જન્મજયંતી પ્રસંગે ભાવના ભાવીએ છીએ કે જુગજુગ જીવો ભવ્યોના
તારણહાર....અમર રહો એમની શીતલ છત્રછાયા.
નારીનો અવતાર હીણો મનાય છે–પરંતુ મહા ભાગ્ય છે ભારતીય નારીના કે
જેને અધ્યાત્મના ઊંચા સંસ્કાર મળે છે.....ને તીર્થંકર જેવા ઉત્તમ રત્નોની જે ખાણ છે.
ભારતીય નારીનાં શીલ–સંયમ વડે ઈતિહાસનાં પાનાં શોભી રહ્યા છે.

PDF/HTML Page 19 of 69
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
ભરત ચક્રીની બહેન બ્રાહ્મી અને સુંદરી, ચંદના અને ચેલણા, સીતા અને અંજના –તેઓ
પણ સ્ત્રીઓ જ હતી કે જેઓએ જગતના કોઈ પણ પ્રલોભનમાં ફસાયા વગર
બળવાનપણે ધર્મની આરાધના કરી, –અને માત્ર પોતાના જીવનને નહિ અપિતુ
ભારતને અને જૈનશાસનને શોભાવ્યું. દેહદેવળમાં બિરાજમાન ભગવાન આત્મદેવને
તેઓ જાણતાં હતા, અને ગમે તેવા પ્રસંગમાંય તેની આરાધના છોડતા ન હતા.
વનમાંથી સીતાજીએ મોકલેલો પુરાણ–પ્રસિદ્ધ ધર્મસન્દેશ આજેય ભારતની નારીને માટે
મહાન પ્રેરક છે કે–લોકનિંદાના ભયથી મને તો છોડી, પણ મૂર્ખ લોકો કદાચ ધર્મની પણ
નિંદા કરે તો તે સાંભળીને ધર્મને કદી ન છોડશો. અયોધ્યાના સામ્રાજ્ય કરતાં પણ ધર્મ
મહાન છે. વનજંગલ વચ્ચે પણ ધર્મની કેટલી નીડરતા! ધર્મનું કેટલું ગૌરવ!
આ થઈ ભૂતકાળની વાત! અને આજે! આજની બહેનો કયા માર્ગે જઈ રહી
છે? બે શબ્દો એનાથી સહન થતાં નથી, પ્રતિકૂળ સંયોગ આવતાં બળી મરે છે–ઝેર ખાય
છે–કૂવે પડે છે–આપઘાત કરે છે. અરે! કેટલી નિર્બળતા! કેટલું અજ્ઞાન? કેટલી
અસહિષ્ણુતા!! શું ભારતીય નારીને આ શોભે છે? નહીં; ઉચ્ચ સંસ્કાર વડે જીવનની
શોભા છે. બહેનો, આ જીવન વેડફી નાંખવા માટે નથી, ઘણું મોંઘું જીવન, અને તેમાં
સદ્ગુરુની દેશના, એ તો સોના સાથે સુગંધના મેળનો અવસર છે. ભૌતિક સુખ પાછળ
દોડવાનું છોડીને આપણે આધ્યાત્મિકસુખ– કે જે આત્મામાં જ છે–તેને શોધવાનું છે. સુખ
અંતરમાં છે. આપણામાં રહેલો સુખનો ખજાનો જ્ઞાનીઓ બતાવે છે....એનો વિશ્વાસ
કરતાં સુખનો અનુભવ સ્વયમેવ થશે.
ભારતની બહેનો, તમે જાગૃત થાવ. શરીર કે સગાવહાલાં કાંઈ શરણરૂપ નથી,
એનું મમત્વ તે દુઃખનું કારણ છે, અરે, આ જમાનામાં મંદકષાય ને સરળતા જેવા ગુણો
પણ અલ્પ દેખાય છે, તો શુદ્ધભાવ અને સમ્યક્ત્વાદિની તો શી વાત? એવા ગુણો વડે
જીવન શોભે છે. માટે બહેનો! મૂર્છા છોડીને તમે જાગૃત થાઓ ને ભાનમાં
આવો.....સારા ભારતમાં જ્ઞાનપ્રકાશ ફેલાવનાર આવા જ્ઞાની–ગુરુ મળ્‌યા છે; અને
આત્માની સમજણનો અપૂર્વ અવસર આવ્યો છે. વીજળીના આ ઝબકારામાં સમ્યગ્જ્ઞાન
રૂપી દોરો આત્મામાં પરોવી લ્યો. ગુરુગમે બુદ્ધિને તીક્ષ્ણ બનાવીને આત્માનું સ્વરૂપ
સમજો....(અંતમાં લેખિકા બહેન પ્રમોદ પૂર્વક લખે છે કે–) ધન્ય છે આપણા ભગવતી
માતાઓને......તેમજ ધન્ય છે તે બહેનોને–કે જેઓ સંસારની મમતા તજીને મુક્તિના
માર્ગને અપનાવી રહ્યા છે. ભારતની બહેનો! આપણે પણ એ જ સુંદર માર્ગે
જઈએેેે.........(સૌ. ભાનુમતીબેન પારેખ, રાજકોટ)
* જય જિનેન્દ્ર *

PDF/HTML Page 20 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
ચૈતન્ય હીરો
મદ્રાસના ઉત્સાહી કોલેજિયન ભાઈશ્રી હસમુખ. જે. જૈન
‘આત્મધર્મ’ વગેરે વાંચીને પોતાના વિચારો આ ‘ચૈતન્ય હીરો’
નામની વાર્તારૂપે લખી મોકલ્યા છે–જેનો ઉલ્લેખ આપણે
ગતાંકમાં વાંચ્યો હતો, તે વાર્તા યોગ્ય સંશોધન સહિત અહીં
આપવામાં આવે છે; કોલેજની પરીક્ષાઓ જ્યારે અત્યંત નજીક
હતી ત્યારે પણ કોલેજના અભ્યાસ સાથે ધાર્મિક વાંચન ચાલુ
રાખીને લખાયેલી આ વાર્તા આપણા યુવાનબંધુઓને તેમજ
માતાઓને ઉત્તમ પ્રેરણા આપશે, અને ચૈતન્યવિદ્યા માટે
પ્રોત્સાહન પણ આપશે.(–સં.)
ભારતમાં એક નગરી હતી. –જાણે સોનાની હોય એવી તે સુંદર નગરીમાં બે
મિત્રો રહેતા હતા. એકનું નામ જિનનંદન, બીજાનું નામ લક્ષ્મીનંદન.
જિનનંદનની માતા હીરાબાઈએ તેને જિનધર્મના ઉત્તમ સંસ્કાર આપ્યા હતા;
જોકે તેઓ દરિદ્ર હતા, તેમની પાસે ધન–વૈભવ બહુ ન હતો, ઘર પણ નાનું હતું; પણ તે
ઘરમાં ધર્મના ઉત્તમ સંસ્કારોથી તેમનું જીવન શોભતું હતું. ગરીબ હોવા છતાં
ધર્મસંસ્કારને લીધે તેઓ સંતોષી અને સુખી હતા.
બીજો લક્ષ્મીનંદન, –તેના ઘરમાં ધન–વૈભવ, હીરા–ઝવેરાતની રેલમછેલ હતી.
છતાં સુખ ન હતું, કેમકે ધર્મના સંસ્કાર તે ઘરમાં ન હતા. બાહ્ય વૈભવના મોહથી તેઓ
દુઃખી હતા.
એકવાર તે લક્ષ્મીનંદનનો જન્મદિવસ હતો, સાથેસાથે જિનનંદનો પણ
જન્મદિવસ તે જ દિવસે હતો. બંને મિત્રોએ સાથે મળીને ખૂબ આનંદ કર્યો.
જન્મદિવસની ખુશાલીમાં લક્ષ્મીનંદનના પિતા ધનજી શેઠે તેને અનેક જાતની મીઠાઈ
ખવડાવી, કિંમતી વસ્ત્રો પહેરાવ્યાં અને એક સુંદર વીંટી પહેરાવી–જેની વચ્ચે એક સુંદર
હીરો ઝગઝગાટ કરતો હતો.