PDF/HTML Page 1 of 44
single page version
નિર્મોહપરિણતિપૂર્વક નિર્મોહ આત્માનો સ્વીકાર થાય છે.
દોષરહિત પરિણતિ વડે નિર્દોષ સ્વભાવનો સ્વીકાર થાય છે.
નિઃશલ્યપરિણતિ વડે નિઃશલ્ય આત્માનો સ્વીકાર થાય છે.
‘આત્મા જ્ઞાયકભાવ છે’ એમ સ્વીકાર કરનાર પરિણતિ જ્ઞાનરૂપ થઈ છે.
આત્મા નિર્મોહ છે – એમ સ્વીકાર કરનાર પરિણતિ નિર્મોહ થઈ છે.
આત્મા નિર્દોષ છે – એમ સ્વીકાર કરનાર પરિણતિ નિર્દોષ થઈ છે.
આત્મા નિઃશલ્ય છે – એમ સ્વીકાર કરનાર પરિણતિ નિઃશલ્ય થઈ છે.
જ્ઞાનપરિણતિ વગર જ્ઞાયકભાવનો સ્વીકાર થઈ શકે નહિ.
નિર્મોહ પરિણતિ વગર નિર્મોહસ્વભવનો સ્વીકાર થઈ શકે નહિ.
નિર્દોષ પરિણતિ વગર નિર્દોષસ્વભાવનો સ્વીકાર થઈ શકે નહિ.
નિઃશલ્યપરિણતિ વગર નિઃશલ્યસ્વભાવનો સ્વીકાર થઈ શકે નહિ.
વીર સં. ૨૪૯૭ અષાઢ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૮: અંક ૯
PDF/HTML Page 2 of 44
single page version
વર્ષા કરીને રાજસ્થાનમાં અધ્યાત્મનું ક્રાંતિકારી આંદોલન ફેલાવી દીધું. વીસ
દિવસ સુધી નિરંતર આપના સત્સંગથી અમે જાણે સંસારને તો ભૂલી ગયા
હતા ને આત્માની મધુરી ચૈતન્યછાયામાં આવીને વસ્યા હતા. એ
ચૈતન્યછાયાના મધુરા દિવસો જીવનમાં કદી નહિ ભૂલાય, ને સદાય શીતળાનું
સીંચન કરીને સંસારના તીવ્ર આતાપમાંથી રક્ષા કરશે.
બતાવીને આપે અમને મોક્ષમાર્ગમાં પ્રેર્યા છે – ને વિદ્વાનોની આ ભૂમિ
(જયપુર) ને ફરીને જયવંત બનાવી છે. આપના પ્રતાપે જયપુરમાં જૈનધર્મનો
જયજયકાર થયો છે, ને મુમુક્ષુઓના અંતરમાં આનંદનાં પૂર આવ્યા છે.
PDF/HTML Page 3 of 44
single page version
જૈનનગરી જયપુર એટલે ભારતદેશની રમણીયનગરી, રાજસ્થાનની
દશગણા જિનભગવંતોથી જે શોભે છે, એવી એ જયપુરનગરીમાં પૂજ્ય શ્રી
કાનજીસ્વામી વીસદિવસ પધાર્યા અને ધર્મપ્રભાવનાનો તથા વીતરાગી વિદ્યાના
પ્રચારનો જે મહાન ઉત્સવ થયો, તેનો પ્રારંભિક સચિત્ર અહેવાલ ગતાંકમાં આપેલ,
તે વાંચીને જિજ્ઞાસુઓ પ્રસન્ન થયા હતા. અને ત્યારપછીના અહેવાલ માટે ઇંતેજાર
હતા. તે અહીં આપવામાં આવે છે.
શરૂ થયા. શેઠ શ્રી શાંતિપ્રસાદજી શાહુની અધ્યક્ષતામાં સંમેલન થયું, જેમાં ગુરુદેવે
PDF/HTML Page 4 of 44
single page version
વીતરાગવિદ્યાના પ્રચાર માટે શિક્ષણવર્ગો ચાલ્યા, ને ગામેગામના જિજ્ઞાસુઓએ
ઉત્સાહથી તેમાં ભાગ લીધો. આ પ્રસંગે લાભ લેવા ભારતની ચારે દિશામાંથી જુદા
જુદા ૧પ૨ ગામના બે હજાર જેટલા મુમુક્ષુ ભાઈ – બહેનો જયપુર આવ્યા હતા.
વિદ્વાન સાહિત્યકારો–પંડિતો, શ્રીમંતો – આગેવાનો, તેમજ અધ્યાત્મરસિક હજારો
મુમુક્ષુઓ ઉલ્લાસથી ભાગ લઈને બધા કાર્યક્રમોને શોભાવતા હતા... જૈનધર્મનો
આવો સુંદર પ્રભાવ અને અધ્યાત્મમય વાતાવરણ દેખીને હૃદય પ્રસન્નતા અનુભવતું
હતું..... સાધર્મીઓને દેખી–દેખીને હૃદયમાં આનંદ અને વાત્સલ્ય ઊભરાતા હતા.
ચર્ચા કરતા; સૌ પોતપોતાની રીતે સાધનામાં મસ્ત હતા. કોઈ સામાયિકમાં, તો કોઈ
સ્વાધ્યાયમાં, કોઈ શ્રવણમાં તો કોઈ ચર્ચામાં, કોઈ લેખનમાં તો કોઈ પ્રભુસન્મુખ
ભક્તિપૂજનમાં પ્રવૃત્ત રહેતા. કોઈ નજીકના જિનેન્દ્રધામોનાં દર્શન કરવા જતા, તો
કોઈ દર્શન કર્યાં પછી તેના આનંદકારી વર્ણન દ્વારા બીજાને પણ દર્શન કરવાની
પ્રેરણા જગાડતા હતા. ચારેકોર બસ, ધાર્મિક વાતાવરણ જ દેખાતું હતું... સૌ
જૈનધર્મની સાધનામાં જ રત હતા... ચર્ચા પણ એની જ! બધાયના મનમાં એક જ
ધ્યેય હતું કે આત્માની મુમુક્ષુતા પોષાય; આત્માના સ્વભાવને અનેક પડખેથી
જાણીજાણીને અધ્યાત્મભાવો ખીલે ને આનંદમય સ્વાનુભવ થાય. કોઈ દક્ષિણ
પ્રદેશના, તો કોઈ ઉત્તરના, કોઈ પૂર્વના તો કોઈ પશ્ચિમના, ને કોઈ મધ્યપ્રદેશના,
એમ ચારેકોરથી મુમુક્ષુ – સાધર્મીજનો એકઠા થયા હતા. ભિન્નભિન્ન દેશ, ભિન્ન
ભિન્ન વેશ, ભિન્નભિન્ન ભાષા, છતાં સૌનું ધ્યેય એક જ હતું.
ત્યાર પહેલાંં અડધી કલાક અધ્યાત્મિક ભજનો ચાલે; તથા જિનમંદિરમાં પૂજનની ભારે
ભીડ જામી હોય. પ્રવચન પછી શિક્ષણવર્ગોની જોશદાર પ્રવૃત્તિ ચાલે, બીજા મુમુક્ષુઓ
સ્વાધ્યાય – મનન કરે. ભોજનની વ્યવસ્થા પણ સાદી અને સુંદર હતી. બપોરે પણ
PDF/HTML Page 5 of 44
single page version
વાગતાં પ્રવચન શરૂ થાય. પ્રવચનની અખંડ ધોધમાર ધારામાં, જયપુરના જોરદાર
વાવાઝોડાં પણ કદી નડયા ન હતા. પ્રવચન પછી શિક્ષણવર્ગો ચાલતા. રાત્રે
અધ્યાત્મચર્ચા વગેરે વિવિધ કાર્યક્રમો રહેતા. યાત્રિકોની અવરજવર માટે તેમ જ
શહેરના શ્રોતાજનોને પ્રવચનનો લાભ લેવા માટે અનેક બસો તથા મોટરોની
દોડધામ હરરોજ સવારથી રાત સુધી સતત ચાલુ રહેતી. ચારેકોરની
અધ્યાત્મપ્રવૃત્તિથી જયપુરનો આ વિસ્તાર એક જ્ઞાનનગરી જેવો જ બની ગયો હતો.
જ્ઞાનનો મહાયજ્ઞ મંડાયો હતો. ગુરુદેવ પણ મુમુક્ષુઓને વિવિધ પુસ્તકોની ભેટ
આપીને જ્ઞાનની લાણી કરતા હતા.
જિનશાસન પ્રભાવના માટે સૌએ ઉત્સાહ બતાવીને પોતાના વિચારો વ્યક્ત કર્યાં
હતા; ને ગુરુદેવે આ મહાનકાર્યમાં અનુમોદના આપી હતી. મહાવીર ભગવાનના
મોક્ષના આ મહાન ઉત્સવ માટે મોટા પાયા પર રૂપરેખા બની રહી છે, ત્યારે આ
પ્રસંગે આપણા સમાજનાં નાનકડા બાળકોને આપણે ન ભૂલીએ, ને એ લાખો
બાળકોમાં વીરશાસનના સંસ્કાર રેડાય એવું સુંદર આયોજન કરીએ, તથા દરેક
બાળકને કે નાનામાં નાના જૈનગૃહસ્થને પણ એમ થાય કે અમારા મહાવીર પ્રભુના
ઉત્સવમાં અમે પણ ભાગ લઈ રહ્યા છીએ – એવી યોજનાઓ કરીએ. જૈનસમાજમાં
પરસ્પર પ્રેમ–વાત્સલ્ય ને સંપ વધે તે પણ ઘણું જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે મને આપના પ્રત્યે નૈસર્ગિક વાત્સલ્ય આવે છે; વાત્સલ્યથી હું
આપને મળવા આવ્યો છું. ઘણા વખતથી મળવાની ઉત્કંઠા હતી; લોકો આપને માટે
અનેક ચર્ચા કરે છે પણ વિરોધની ચર્ચા હું સાંભળતો નથી. અધ્યાત્મજ્ઞાનની
પ્રભાવના થાય તે ઉત્તમ છે. – આ રીતે તેમણે પ્રેમ અને પ્રસન્નતા વ્યક્ત કર્યાં હતા.
અધ્યાત્મધર્મમાં કેવો રસ લઈ રહ્યા છે તે દેખીને સમાજ પ્રભાવિત થતો હતો. ગુરુદેવના
PDF/HTML Page 6 of 44
single page version
દિવસ અને જ્ઞાનપ્રભાવનો ઉત્સવ એ બંનેનો મેળ થઈ ગયો હતો. પ્રવચનમાં ગુરુદેવે
શ્રુતપંચમીનો ઈતિહાસ કહીને, ધરસેનસ્વામી વગેરે દિગંબર જૈન મુનિવરોનો તથા
વીતરાગી શ્રુતજ્ઞાનનો ઘણો મહિમા કર્યો હતો, અને કહ્યું હતું કે જિનવાણી મહાપૂજ્ય
છે. એક તરફ સમયસારાદિ અધ્યાત્મ–શ્રુતજ્ઞાન અખંડ રહ્યા છે. –જે આત્માનું
શુદ્ધસ્વરૂપ દેખાડે છે; બીજી તરફ ષટ્ખંડાગમ જેવા સિદ્ધાંત –શ્રુતજ્ઞાન પણ અખંડ
રહી ગયા. આત્મ નિશ્ચય ને વ્યવહાર બંને પ્રકારનાં પરમાગમદ્વારા વીતરાગીશ્રુતની
અખંડ ધારા ચાલી રહી છે. તેના બહુમાનપૂર્વક અભ્યાસ કરવા જેવો છે. તથા આવા
જ્ઞાનનો પ્રચાર કરવા જેવો છે. અહા, મુનિઓ તો સર્વજ્ઞ જેવા છે. –એમ કહીને
તેમનો ઘણો જ મહિમા કર્યો હતો.
દેખીને હૃદય ઠરતું હતું કે વાહ! જિનવાણીમાતા! તારા જયજયકાર વર્તી રહ્યા છે......
હજાર બાળકો તારા શરણે નિજહિતને સાધી રહ્યા છે... ગુરુકહાન દ્વારા તારો પ્રભાવ
ભારતભરમાં ફેલાઈ રહ્યો છે.
સંમેલન કેવા હોય તેનો આ એક આદર્શ હતો. જ્યાં રોજ સ્વાધ્યાય માટે હજારો
શાસ્ત્રો ઉઘડતા હતા ને અધ્યાત્મચર્ચાનો ધોધ વહેતો હતો.
તેમણે ઉત્સવને સફળ બનાવ્યો. અને શિક્ષણવર્ગોના આયોજનમાં પહેલેથી છેલ્લે
સુધી પંડિત શ્રી હુકમીચંદજીએ પરિશ્રમ લઈને આખા કાર્યક્રમને સફળ બનાવ્યો.
જયપુર નગરીના નગરજનોએ જે ઉમદા સાથ આપ્યો તે પણ પ્રશંસાપાત્ર હતો, અને
ઉત્સવની સફળતામાં સૌથી મુખ્ય કારણ હજારો મુમુક્ષુઓનો ધાર્મિક ઉત્સાહ હતો.
એક સાથે હજારો
PDF/HTML Page 7 of 44
single page version
જેઠ સુદ છઠ્ઠે જયપુરના એક ભાવ ‘આદર્શનગર’ માં (જ્યાં મુખ્યપણે
રહ્યું છે – ત્યાં) બપોરે ભક્તિ–પૂજન તથા પ્રવચન થયા હતા. અહીંના જિનમંદિરમાં
મૂલતાન (પાકિસ્તાન) થી સાથે લાવેલા ૧૦૦ જેટલા જિનભગવંતો બિરાજમાન છે.
ગુરુદેવ બપોરે દોઢ વાગે ત્યાં પધાર્યા, અને ઉમંગભર્યું વાતાવરણ જોયું. અહા, ખરે
બપોરે સામુહિક જિનેન્દ્રપૂજનનું હર્ષમય વાતાવરણ અદ્ભુત હતું; ત્યાં નહોતું માઈક
કે ન હતી ચોપડીઓ, છતાં હજાર – હજાર ગળાં એકસાથે એકતાને ગાજતા હતા, ને
આનંદોલ્લાસકારી પૂજન ચાલતું હતું. પચીસ વર્ષ પહેલાંં પાકિસ્તાન ના અતિ
ત્રાસથી ત્રાસીને ભારત આવેલા એ ભક્તો, ભગવંતોને પણ સાથે જ લાવ્યા હતા.
કહે છે કે કાંઈ પણ સામાન સાથે લાવવાનું જ્યારે મુશ્કેલ હતું ત્યારે પણ સેંકડો
જિનપ્રતિમાઓ ચમત્કારિક રીતે વિમાનમાં સાથે આવી ગયા. તે પ્રસંગના સ્મરણથી
જાણે ભક્તોનાં હૃદયો ભક્તિથી ઉછળતા હતા. અદ્ભુત હતું એ પૂજન– ભક્તિનું
દ્રશ્ય! નાના ને મોટા, ભાઈઓ ને બહેનો – એમ હજાર જેટલા જિનભક્તો અત્યંત
ભાવથી એ પૂજનમહોત્સવમાં ભાગ લેતા હતા. કહાનગુરુ પણ પૂજનમાં બેઠા હતા.
સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવ્યું હતું. જયપુરમાં રાત્રે તત્ત્વચર્ચા પણ સુંદર ચાલતી
હતી.... વિદ્વાનોની અધ્યાત્મગોષ્ઠીનો મધુર ગૂંજારવ મુમુક્ષુઓને બહુ પ્રિય લાગતો હતો.
પદ્મપ્રભુની પ્રતિમા પ્રગટ થઈ અને ત્યારથી આ ભૂમિમાં પુણ્યભાવ શરૂ થયો; એક
વિશાળ ઉન્નત જિનમંદિર તૈયાર થયું–જેનું કામ હજી ચાલી રહ્યું છે. મંદિરનું વાતા
PDF/HTML Page 8 of 44
single page version
સુંદર ગંધફૂટી પર બિરાજમાન પદ્મપ્રભુની ગુલાબી પ્રતિમા અતિ ઉપશાંત – મનોજ્ઞ ને
શાંતભાવપ્રેરક છે. તે ઉપરાંત બીજા અનેક જિનબિંબો, બાહુબલી ભગવાન વગેરે પણ
બિરાજે છે. ગુરુદેવ સાથે આનંદોલ્લાસપૂર્વક દર્શન કરી અર્ધપૂજા કરી, ને પુ. બેનશ્રી –
બેને પદ્મપ્રભુના મનોહરદરબારમાં વીતરાગી પદ્મપ્રભુની અદ્ભુત ભક્તિ કરાવી.
ખરેખર, વીતરાગ ભગવાનની ખરી ભક્તિ વીતરાગતાના ધ્યેય વડે જ થાય છે,
સંસારના ધ્યેય વડે ભગવાનની ભક્તિ થઈ શકતી નથી. દરેક જૈનનું કર્તવ્ય છે કે
શુદ્ધાત્માના પ્રતિબિંબરૂપ આપણા વીતરાગ અરિહંતદેવના દર્શનપૂજનમાં માત્ર
વીતરાગભાવનાના પોષણનો જ હેતુ રાખે. સંસારના લાભનો હેતુ (– પુત્રપ્રાપ્તિ,
ધનપ્રાપ્તિ, નીરોગતા – પ્રાપ્તિ વગેરે પાપનો હેતુ) જરાપણ ન રાખે.... અને ભગવાન
અરિહંતદેવ સિવાય બીજા કોઈ સરાગ દેવ–દેવીને તો સ્વપ્નેયય પૂજ્ય ન માને.
ખરેખર તો અંદર આત્મા પોતે શાશ્વત ચૈતન્યપ્રતિમા છે, તેના દર્શન વિના અને
તેના આશ્રય વિના બીજી કોઈ રીતે કલ્યાણ થતું નથી. આ બહારની જિનપ્રતિમા તો
અંદરની ચૈતન્યપ્રતિમાના સ્મરણનું નિમિત્ત છે, તેને બદલે પ્રતિમાના દર્શનથી ધન –
પુત્રાદિની ઈચ્છા કરવી કે રોગાદિ મટવાની ઈચ્છા કરવી તે તો પાપ છે; ને એવી
ઈચ્છા વગર ભગવાનના દર્શન–પૂજન કરે તો તે શુભભાવ છે; પણ આત્માનું કલ્યાણ
અને ધર્મ તો અંદર આત્મા પોતે નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યપ્રતિમા શાશ્વત – ટંકોત્કીર્ણ છે
તેને લક્ષમાં લઈને તેના જ આશ્રયે થાય છે; એના આશ્રય વગર બીજી કોઈ રીતે
જીવનું કલ્યાણ નથી કોતર્યા વગરની શાશ્વત જ્ઞાયકમૂર્તિ–જિનપ્રતિમા આત્મા પોતે છે
તે જ પોતાનો દેવ છે અને તે જ ચૈતન્ય ચિંતામણિ છે, તેનાં દર્શન કરતાં ને તેનું
ચિંતન કરતાં મિથ્યાત્વાદિ પાપોનો નાશ થાય છે ને ઈષ્ટપદની સિદ્ધિ થાય છે. બાકી
પોતાને ભૂલીને પરને ભજે તેથી કલ્યાણ થાય તેમ નથી.
ભક્તિ વગેરે દેખીને પદ્મપુરીના વ્યવસ્થાપકો પણ ખુશી થયા.
PDF/HTML Page 9 of 44
single page version
સાત પ્રાચીન વિશાળ જિનમંદિરો છે ને તેમાં સેંકડો મૂર્તિઓ બિરાજમાન છે; તે પણ
દર્શનીય છે. આ ઉપરાંત જુની રાજધાની આમેરમાં પણ પ્રાચીન જિનમંદિરો દર્શનીય છે.
ભાઈ શ્રી ખીમચંદભાઈ જે. શેઠની અધ્યક્ષતામાં ૧પ૨ ગામના મુમુક્ષુઓએ અધ્યાત્મ
તત્ત્વજ્ઞાનના ખૂબજ પ્રચાર માટે ક્રાંતિકારી આંદોલનના સુંદર વિચારો રજુ કર્યાં હતા.
બધા જ વકતાઓએ ‘આત્મધર્મ’ માસિક દ્વારા પૂ. ગુરુદેવનો અધ્યાત્મસન્દેશ મળે છે
તેની પ્રશંસા કરી હતી, અને ‘આત્મધર્મ’ પ્રત્યે પણ ખૂબ જ લાગણી બતાવીને તેના
વધારે વિકાસની ભાવના વ્યક્ત કરી હતી. આત્મધર્મ પ્રત્યે ભારતના જિજ્ઞાસુઓને
કેટલો આદર તથા કેટલી ઊંડી લાગણી છે, અને તેના દ્વારા ભારતમાં કેટલો મહાન
પ્રચાર થઈ રહ્યો છે તે દેખીને આશ્ચર્ય થતું હતું. સોનગઢમાં બેઠા બેઠા આપણને
ખ્યાલ પણ ન હતો કે ગુરુદેવનો કેટલો બધો અધ્યાત્મપ્રભાવ ભારતમાં ફેલાઈ રહ્યો
છે, – તે અહીં જયપુરમાં નજરે જોવા મળ્યું છે.
સુવ્યવસ્થિત સુંદર પ્રચારકાર્ય ચાલી રહ્યું છે; આ પ્રસંગે ઉત્તર પ્રદેશ પણ જાગૃત બન્યો ને
ઉત્તર પ્રદેશીય મુમુક્ષુમંડળની સ્થાપના કરીને સંગઠિત પ્રચાર માટે યોજના વિચારવામાં
આવી; દક્ષિણ પ્રદેશમાંથી પણ ઉત્સાહી યુવાન તત્ત્વપ્રેમી કાર્યકરો જાગ્યા છે, છ ભાઈઓ
જયપુર આવેલા, ને કન્નડ ભાષામાં પ્રચાર માટે તમન્ના બતાવી હતી. જૈનબાળપોથી
વગેરે સાહિત્ય કન્નડ ભાષામાં પ્રકાશિત કરીને શેઠ શ્રી જાગુરાજજી તરફથી પ્રચાર
કરવામાં આવ્યો છે. (જિજ્ઞાસુઓને જાણીને આનંદ થશે કે કન્નડ – આવૃત્તિના પ્રકાશનની
સાથેસાથે જૈનબાળપોથીની કુલ પ્રત ‘એકલાખ’ નો આંકડો વટાવી ગઈ છે; જૈન
સાહિત્યમાં અત્યારે કદાચ આ પહેલું જ પુસ્તક છે કે જેની એકલાખ ઉપરાંત પ્રતો પ્રકાશિત
થઈ હોય.) આમ ભારતની ચારે દિશામાં ગુરુદેવના પ્રતાપે વીતરાગી તત્ત્વ જ્ઞાનનું
જોરદાર આંદોલન પ્રસરી રહ્યું છે... જ્ઞાન પ્રચારની મોટી ભરતી આવી છે. સાથે સાથે
આપણા સુયોગ્ય પ્રમુખશ્રી નવનીતલાલભાઈ ઝવેરી પણ જ્ઞાનપ્રચારની ખૂબ ભાવના
ધરાવે છે, અને માત્ર સોનગઢ – સંસ્થામાં જ નહિ પરંતુ ભારતના બધા ભાગોમાં
PDF/HTML Page 10 of 44
single page version
PDF/HTML Page 11 of 44
single page version
સૌને હતું એક જ ધ્યેય કે કેમ આત્માનું હિત થાય! જ્યાં જુઓ ત્યાં પરસ્પર પ્રેમ
અને અનુમોદના હતા. ભિન્નભિન્ન દેશના સાધર્મીઓને દેખી દેખીને સૌ પ્રસન્ન
થતા હતા ને ધર્મ પ્રેમ માટે એકબીજાને ધન્યવાદ આપતા હતા. આ વાતાવરણ જોતાં
પૂજાની નીચેની કડી યાદ આવતી હતી –
રહ્યું છે – ત્યારે સૌરાષ્ટ્ર તો જાણે ઊંધી રહ્યું છે! બે ત્રણ સ્થાનો સિવાય પાઠશાળા
પણ ક્્યાંય નિયમિત ચાલતી નથી, સ્વાધ્યાય – વાંચનમાં પણ ઢીલાશ દેખાય છે;
સૌરાષ્ટ્રના બંધુઓ – બહેનો! મુમુક્ષુ સાધર્મીઓ! સૌ જાગો... આપણા અમૂલ્ય
અધ્યાત્મ નિધાનનો લાભ લેવાના આ અવસરમાં ઊંઘો નહીં. બીજાઓ કરતાં
સૌરાષ્ટ્રની વધારે જવાબદારી છે. જયપુર–સંમેલનમાં જોયેલ મહાન સાધર્મીપ્રેમ,
જ્ઞાનની ઉત્કંઠા, જૈનધર્મના પરમ મહિમાપૂર્વક તેના પ્રચારની ભાવના – એ બધાયનું
અનુકરણ કરીને સૌરાષ્ટ્રમાં જૈનશાસનનો એવો મહાન જયજયકાર ગજાવો – કે
ભારતની ધાર્મિક રાજધાની તરીકે કે વધુ ઝળકી ઊઠે.
મહાન રથયાત્રા નીકળી હતી.
દેખીને જરાક ચિંતા પણ થતી હતી કે રથયાત્રાનું શું થશે? – પણ આ તો જૈન શાસનનો
પ્રભાવ! કુદરત જૈનશાસનને અનુકૂળ હતી... રાત્રે ધોધમાર વરસાદે જયપુરના ગંદા
રસ્તાઓ ધોઈને સાફ કરી નાંખ્યા, અને સવારમાં જયપુરની સખ્ત ગરમીને બદલે
શીતલમધુર વાતાવરણ સર્જી દીધું. આમ ઋતુ પોતે આશ્ચર્યકારી રીતે જિનેન્દ્ર ભગવાનની
સેવામાં અનુકૂળ થઈ ગઈ. ન વરસાદ.. ન ગરમી.. એવા શાંત સ્વચ્છ મધુર વાતાવરણ
વચ્ચે મહાન રથયાત્રામાં યાત્રિઓએ આનંદથી ભાગ લીધો. જાણે કે
PDF/HTML Page 12 of 44
single page version
વાતાવરણ સર્જીને તે વરસાદ બરાબર સમયસર અટકી ગયો. અને આનંદમય મધુર
વાતાવરણ વચ્ચે સવારમાં સાડા છ વાગતાં તો આખી નગરીમાં હર્ષોલ્લાસ ફેલાવતી ને
જૈનધર્મના જયજયકાર ગજાવતી રથયાત્રા શરૂ થઈ. શી ભવ્ય એ રથયાત્રા! અજમેરનો
ઐરાવત હાથી ને સફેદ ઘોડાવાળો સુંદર સોનેરી રથ આ રથયાત્રાની શોભા વધારવા
આવી પહોંચ્યા હતા. સોએક વર્ષ પહેલાંં બનેલો અજમેરનો આ રથ રાજસ્થાનમાં
પ્રસિદ્ધ છે, તેની શોભા સુંદર છે. તે રથમાં બેઠા ભગવાન.... ને તેને હાંકવા બેઠા
ગુરુકહાન! જિનરથના એ સારથી ખુશખુશાલ હતા... ને જૈનધર્મનો આવો મહાન
પ્રભાવ દેખીને હજારો હૈયા આનંદિત થતા હતા. અનેક બેન્ડવાજાં ને એકવીસ હાથી વડે
શોભતા એ ભવ્ય જુલુસમાં સૌથી મોખરે હાથીપર ગોદિકાજીના સુપુત્રો સુધીરભાઈ
અને સુશીલભાઈ ધર્મધ્વજ ફરકાવતા હતા. અજમેરી ગેઈટ પાસે મહાવીરપાર્કથી શરૂ
થઈને ત્રિપોલિયા બજાર, ઝવેરીબજાર અને બાપુબજાર તથા સાંગાનેરી દરવાજા –
રામલીલા મેદાન પાસે થઈને મ્યુઝીયમના વિશાળ પટાંગણમાં રથયાત્રા પૂરી થઈ, ત્યારે
એકસાથે એકવીસ હાથીઓ સૂંઢ વડે સલામી આપતા હતા. પચાસહજાર જેટલા દર્શકોની
ભીડથી મેદાન તો ઉભરાતું હતું, ને અદ્ભુત જયજયકારથી વાતાવરણ ગાજતું હતું.
ભક્તોની અપાર ભીડ આનંદથી રથયાત્રા ભાગ લેતી હતી, તો દર્શકોની મોટી ભીડથી
મોટામોટા મકાનોની અગાશીઓ ને અટારીઓ ચિકકાર હતી. પહોળા રસ્તાઓ માટે
જેની પ્રસિદ્ધિ છે એવા જયપુરના રસ્તાઓ પણ આજની રથયાત્રા માટે તો સાંકડા
પડતા હતા. તેમાંય ઝવેરીબજારમાંથી જ્યારે ભગવાનનો રથ પસાર થયો ત્યારે તો
અદ્ભુત દ્રશ્ય હતું. જાણે આખી જયપુરનગરી જૈનધર્મનો પ્રભાત જોવા ઉમટી પડી હતી.
જૈનશાસનના મહાન ઝગમગાટ પાસે ઝવેરીબજારનું ઝવેરાત પણ ઝાંખુ લાગતું હતું.
તેથી બિચારું ક્્યાંક સંતાઈને બેઠું હતું! અને કદાચ ખુલ્લું બેઠું હોત તોપણ ભગવાનના
રથની શોભા જોવામાં ને ભજન–ભક્તિમાં! મશગુલ ભક્તોને એ ઝવેરાત સામે
જોવાની ફૂરસદે ક્્યાં હતી? જૈનશાસનનો અને ગુરુદેવનો આવો અદ્ભુત પ્રભાવ
દેખીને પૂ. બેનશ્રી – બેન પણ ઘણો જ હર્ષોલ્લાસ વ્યક્ત કરતા હતા.....
PDF/HTML Page 13 of 44
single page version
જય હો.... એ તત્ત્વજ્ઞાનનો બોધ દેનારા ગુરુકહાનનો.
PDF/HTML Page 14 of 44
single page version
વીસ દિવસ સુધી અધ્યાત્મ–જ્ઞાનપ્રચારનો મહાન ઉત્સવ થયો,
તે દરમિયાન ટોડરમલ–સ્મારકભવનમાં પૂ. શ્રી કાનજી
સ્વામીનાં પ્રવચનનો હજારો શ્રોતાજનોએ લાભ લીધો;
સમયસાર ગાથા ૬ થી ૧પ તથા પ્રવચનસાર ગાથા ૧ થી ૧૬
સુધીનાં તે પ્રવચનોમાંથી દોહાન કરીને કેટલોક ભાગ
ગતાંકમાં આપ્યો હતો; બીજો ભાગ અહીં આપી છીએ.
છું: હે પંચપરમેષ્ઠી ભગવંતો! હે વિદેહમાં બિરાજતા સીમંધરાદિ ભગવંતો! ગણધર
ભગવંતો! આપ સૌ વીતરાગતાના આ આનંદઉત્સવમાં પધારો... પધારો...પધારો...મારી
શુદ્ધ ચૈતન્યસત્તાનો નિર્ણય કરીને તેમાં હું આપને પધરાવું છું, ને સમસ્ત રાગાદિ
પરભાવોને જુદા કરું છું. આવા મંગલપૂર્વક મોક્ષને સાધવાનો આ મંગલસ્થંભ રોપાય છે.
ધન્ય એમની દશા! મોક્ષ તેમને અત્યંત નજીક છે. ચૈતન્યના કેવળજ્ઞાનના કપાટ
ખોલવા માટે તેઓ કટિબદ્ધ થયા છે. – આવી મુનિદશા હોય છે. આવા મુનિને તો
અમે ‘ભગવાન’ ગણીએ છીએ. સમસ્ત પરિગ્રહ છોડીને, આત્મજ્ઞાન ઉપરાંત
શુદ્ધોપયોગરૂપ મુનિધર્મને અંગીકાર કર્યો છે, કદાચિત શુભઉપયોગ થાય છે પણ
તેનાથી ઉદાસીન છે, અશુભપરિણતિ તો તેમને થતી જ નથી; દેહની ક્રિયા સહજપણે
PDF/HTML Page 15 of 44
single page version
મુદ્રાના ધારક, અને અંતરમાં શુદ્ધોપયોગરૂપ પરમ સમતાના ધારક, આવા વીતરાગ
સંત–મુનિઓનાં ચરણોમાં નમસ્કાર હો... નમસ્કાર હો
અને સાથે હજી વિકલ્પ પણ છે, પરંતુ તે વિકલ્પ કાંઈ વંદનીય નથી, વંદનીય તો
શુદ્ધોપયોગ જ છે. – આવા વિવેકપૂર્વક નમસ્કાર કર્યાં છે.
માને છે. જો રાગને આદરણીય માને તો સાચા નમસ્કાર થતા નથી, કેમકે તે તો રાગ
તરફ નમી ગયો!
ઓળખીને જે જ્ઞાને તેમની શુદ્ધસત્તાનો સ્વીકાર કર્યો તે જ્ઞાનની તાકાત કેટલી? તે
જ્ઞાન રાગમાં નથી ઊભું; તેણે તો રાગથી પાર થઈને પોતાના સર્વજ્ઞસ્વભાવને
સ્વસંવેદન – પ્રત્યક્ષરૂપ કર્યો છે. આમ પોતાના શુદ્ધઆત્મતત્ત્વના નિર્ણયપૂર્વક પંચ
પરમેષ્ઠીને સાચા નમસ્કાર થાય છે; ને તે મોક્ષના ઉત્સવનું અપૂર્વ મંગલાચરણ છે.
સમ્યગ્દર્શન તે પણ અતીન્દ્રિય આનંદના ઉત્સવનો પ્રસંગ છે, ને મુનિદશા તે તો ઘણા
જ અતીન્દ્રિય આનંદના ઉત્સવનો પ્રસંગ છે. તેનું આ મંગલમુહૂર્ત થાય છે.
સન્મુખ થઈને તેની ઉપાસના કરે ત્યારે આત્માને શુદ્ધ જાણ્યો કહેવાય.
તો આચાર્યદેવ કહે છે કે –ભાઈ! કોની સામે જોઈને તેં સ્વીકાર કર્યો? એકલા
શબ્દોના વાચ્ચરૂપ સ્વવસ્તુ અંતરમાં કેવી છે તેના લક્ષપૂર્વક જ તેનો સાચો સ્વીકાર
PDF/HTML Page 16 of 44
single page version
અજ્ઞાનમાં સ્વીકાર કોનો? આ રીતે સ્વસન્મુખ થઈને જ શુદ્ધઆત્માનો સ્વીકાર થાય
છે. માટે કહ્યું કે સમસ્ત અન્ય દ્રવ્યોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા જ્ઞાયકભાવને
‘શુદ્ધ’ કહેવાય છે. શુદ્ધઆત્માની ઉપાસનામાં અનંત ગુણોની નિર્મળપર્યાય સમાય છે.
ઉત્તર: – હા; આવા આત્માનો નિર્વિકલ્પ અનુભવ સવસ્ત્રદશામાં પણ થઈ
ઘણો ઉગ્ર નિર્વિકલ્પ અનુભવ વારંવાર થાય છે. ગૃહસ્થને તો કોઈ કોઈ વાર જ
નિર્વિકલ્પ અનુભવ થાય છે. પણ નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે જ ધર્મની શરૂઆત
થાય છે, એના વગર ધર્મ હોતો નથી.
તેને નથી; પરજ્ઞેય તરફ ન જુએ ને પોતે પોતાના સ્વરૂપને જ સ્વસન્મુખપણે પ્રકાશે
ત્યારે પણ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. – પરજ્ઞેયની અપેક્ષા જ્ઞાયકને નથી. પરસન્મુખ
થઈને જાણે એવો તેનો સ્વભાવ નથી; માટે જ્ઞાનમાં પરની ઉપાધિ નથી.
થકો તે પોતે ‘જ્ઞાયક’ જ છે. સ્વ–પરપ્રકાશકશક્તિ સ્વયં પોતાથી છે, તેમાં પરજ્ઞેયની
ઉપાધિ કે આલંબન નથી.
ગતિનાં દુઃખથી ડરીને જે મુમુક્ષુ આત્માનું હિત કરવા માંગે છે તેની વાત છે. ચારે ગતિ
દુઃખ છે. ચાર ગતિનો જેને ભય હોય તે તેના કારણરૂપ પુણ્યને કેમ ઈચ્છે છે? જેને
પુણ્યમાં મીઠાશ લાગે છે, પુણ્યનો આદર છે તેને ચારે ગતિનો ભય નથી લાગ્યો, તેને
નરકનો ભય છે પણ સ્વર્ગની તો ઈચ્છા છે. જે પુણ્યને ઈચ્છે છે તે સ્વર્ગની ગતિને
ઈચ્છે છે ને જે સ્વર્ગને ઈચ્છે છે તે સંસારને જ ઈચ્છે છે. આત્માના મોક્ષને જે ઈચ્છે તે
PDF/HTML Page 17 of 44
single page version
PDF/HTML Page 18 of 44
single page version
સ્વભાવ છે; વળી ઊર્ધ્વગમન તેનો સ્વભાવ છે, મોક્ષ થતાં ઊર્ધ્વગમન કરીને
સિદ્ધાલયમાં વસે છે. વળી જીવ જ્ઞાયકસ્વભાવ છે; જ્ઞાયકપણું જ એનો સ્વભાવ છે.
વિદ્યામનતામાં જ જગતના પદાર્થો જણાય છે, એટલે જગતના પદાર્થોમાં સૌથી
આગળ સૌથી મુખ્ય સૌથી પ્રધાન વસ્તુ આત્મા જ છે.
PDF/HTML Page 19 of 44
single page version
આત્મા છીએ, ને તમારા આત્માને તમે પણ આવો જ સમજો.
આત્માનું લક્ષણ છે.
(રમ્યસ્થાન) તો આત્મામાં છે, બીજું કોઈ રમ્ય સ્થાન નથી.
આત્માને જાણીને તેમાં ત્વરાથી રમક થાઓ, ને પરભાવોમાં રમણતા છોડો.
PDF/HTML Page 20 of 44
single page version
પણ જાણનારને માન નહીં, – કહિયે કેવું જ્ઞાન?
દેહ ન જાણે દેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ;
આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.
‘જેણે આત્મા જાણ્યો તે સર્વ જાણ્યું.’
ઊધ્વર્ગગમન સિદ્ધાલય–પ્રાપ્ત સુસ્થિત જો;