Atmadharma magazine - Ank 334
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 44
single page version

background image
૩૩૪
સુખકી સહેલી હૈ
અકેલી ઉદાસીનતા.
અધ્યાત્મની જનની
તે ઉદાસીનતા.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૭ શ્રાવણ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૮ : અંક ૧૦

PDF/HTML Page 2 of 44
single page version

background image
ધન્ય માર્ગ!
ધન્ય ગુરુ!
ધન્ય પ્રભુતા!
આજે કોઈ એક અપૂર્વ લાગણીથી પૂ. ગુરુદેવનો ઉપકાર પ્રસિદ્ધ કરતાં મારું
અંતર આનંદ અનુભવે છે. રાજકોટમાં સં ૧૯૯૯ના અષાડ સુદ બીજથી ગુરુદેવના
ચરણમાં આવ્યાને આજે તો ૨૮–૨૮ વર્ષ થયા...ગુરુદેવના પ્રતાપે મને જે માર્ગ મળ્‌યો
તેનાથી હું મારા જીવનને–મારા આત્માને ધન્ય માનું છું.
અહો, આવા ગુરુને આવો વીતરાગી જિનમાર્ગ, તથા તેને આદરનારા મુમુક્ષુ–
જીવોનો સમૂહ –એ બધુ પામીને એક પોતાના આત્માની પ્રાપ્તિ કરવી, શાંતિના પિંડનો
અનુભવ કરવો એ જ આપણું સૌનું કામ છે.
તીર્થંકર ભગવાને જે ઉપદેશ દીધો ને જે માર્ગ ચીંધ્યો.....તે જ ઉપદેશ અને તે જ
માર્ગ આજે આપણને મળી રહ્યો છે...આવો માર્ગ અને આવો ઉપદેશ જેમના પ્રતાપે
મળ્‌યો તે ગુરુના તે સંતના મહિમાની શી વાત? જેની પાસે આખું જગત ઓછું છે એવો
આત્મા જ જેમના પ્રતાપે પ્રાપ્ત થયો તેમની પાસે ધરવા માટે આત્માથી મહાન કોઈ
વસ્તુ જ જગતમાં ક્યાં છે? અને તેમને કોઈ વસ્તુની અપેક્ષા પણ ક્યાં છે? તેઓ તો
કહે છે કે બસ! હું મારામાં.....ને તું તારામાં. બન્ને પોતપોતામાં પૂરા પ્રભુ!
ધન્ય માર્ગ! ધન્ય ગુરુ! ધન્ય પ્રભુતા! –હરિ

PDF/HTML Page 3 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ શ્રાવણ
ચાર રૂપિયા
AUG. 1971
* વર્ષ ૨૮ : અંક ૧૦ *
* હું તો જ્ઞાતા–દ્રષ્ટા છું *
[આ આત્મભાવના દાહોદના પ્રસન્નકુમાર મહેન્દ્રલાલ જૈને મોકલી છે]
અનંત દ્રવ્યો જગમાં વસતા... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
નિજસ્વરૂપમાં સદાય રહેતો... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
પરરૂપે તો કદી ન થાતો... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
સ્વયં પરિણામી નિજ ભાવે... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
નવ પરિણમાવતો હું કોને... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
સ્વ–પર તત્ત્વનો જ્ઞાયક એવો... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
નિજપરિણતિને નિજમાં ઢાળી... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
અનિષ્ટ–સંયોગ કે ઈષ્ટ–વિયોગ હો... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
દેહાદિકથી ભિન્ન સદાયે... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
રાગાદિક પરભાવો જુદા... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
જ્ઞાયકભાવની શ્રદ્ધા કરતો... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
પરમસુંદર નિજરૂપ દેખતો... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
ઉપયોગી સદાય સાક્ષી... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
નિજ અનંત ગુણમાં વસનારો... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
ગુણી–ગુણમાં ભેદ ન દેખું... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
જ્ઞેય–જ્ઞાન–જ્ઞાતારૂપ એકજ... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
સિદ્ધ સ્વરૂપી આતમરામી... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
મધુર ચૈતન્યરસનો સ્વાદી... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
નિજઉપયોગે સદાય જીવંત... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.
પરમ–પરિણામિક સ્વરૂપી... હું તો જ્ઞાતા દ્રષ્ટા છું.

PDF/HTML Page 4 of 44
single page version

background image
: ૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
સન્તો બોલાવે છે – મોક્ષના મારગમાં
સ્વાનુભવપૂર્વક અંતરમાં નિજપદને સાધી રહેલા ધર્માત્મા, બીજા જીવોને
પણ શુદ્ધચૈતન્યપદ દેખાડીને મોક્ષમાર્ગમાં બોલાવે છે કે અરે જીવો! આનંદમય
નિજપદની સાધના કરવા માટે તમે પણ આ માર્ગે આવો... આ માર્ગે આવો.






પોતાનું જે ચૈતન્યપદ છે તેને જે દેખતા નથી,–અનુભવતા નથી, ને રાગાદિને જ
નિજપદ માની રહ્યા છે, તે જીવો આંધળા છે,–પોતે પોતાના સ્વરૂપને દેખતા નથી. અહીં
તો એવા જીવોને જગાડીને તેમનું શુદ્ધપદ આચાર્યદેવ દેખાડે છે... ને તે તરફ બોલાવે છે.
રે પ્રાણીઓ! અશુદ્ધ રાગાદિ ભાવોને જ નિજરૂપ માનીને તેને જ તમે વેદી રહ્યા
છો, તેટલો જ પોતાને માની રહ્યા છો–પણ તે જૂઠું છે, જીવનું સ્વરૂપ તે નથી. જીવ તો
શુદ્ધ ચૈતન્યમય છે, તેને ભૂલીને રાગાદિ પર્યાય જેટલો જ પોતાને ન અનુભવો. રાગ તો
ઉપાધિ છે, તે માર્ગે ન જાઓ ન જાઓ; એ માર્ગ તમારો નથી, નથી; આ ચૈતન્યસ્વરૂપ
તમે છો. આ માર્ગે આવો... આ માર્ગે આવો. આ શુદ્ધ ચૈતન્યપદ તરફ વળો, તેને જ
અનુભવો... એ જ તમારો માર્ગ છે. શુદ્ધ–શુદ્ધ (અત્યંત શુદ્ધ) એવા આ ચૈતન્ય પદમાં
જ તમારો આનંદ છે, તેને છોડીને બીજે ન જાઓ, તેને છોડીને બીજાને ન અનુભવો.
જેમાંથી ચૈતન્યના આનંદની પરિણતિ ઝરે એવા ચૈતન્યપદને તો અનુભવતો
નથી, ને રાગને જ નિજપદ સમજી તેના અનુભવમાં રોકાઈ રહ્યો છે તે તો પરભાવની

PDF/HTML Page 5 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૩ :
માયાજાળમાં ફસાયેલો છે; તે પોતાના ચૈતન્યભાવને ભૂલ્યો છે ને ચાર ગતિના ભવમાં
સૂતો છે, જે–જે ભવમાં જે પર્યાયને ધારણ કરે છે તે પર્યાયને જ અનુભવવામાં મશગુલ છે;
હું દેવ છું, હું મનુષ્ય છું, હું રાગી છું –એમ અનુભવે છે, પણ એનાથી જુદા પોતાના શુદ્ધ
જ્ઞાયકપદને અનુભવતો નથી તે અંધ છે. તે વિનાશી ભાવોરૂપે જ પોતાને અનુભવે છે પણ
અવિનાશી નિજપદને દેખતો નથી. તે નિજપદનો માર્ગ ભૂલીને ઊંધા માર્ગે ચડી ગયો છે.
સન્તો તેને હાકલ કરે છે કે અરે જીવ! થંભી જા! વિભાવના માર્ગેથી પાછો વળ... એ તારા
સુખનો માર્ગ નથી, એ તો માયાજાળમાં ફસાવાનો માર્ગ છે... માટે એ માર્ગેથી રૂક જા અને
આ તરફ આવ...આ તરફ આવ. તારું આનંદમય સુખધામ અહીં છે. આ તરફ આવ. દેવ
તું નહિં, મનુષ્ય તું નહિ, રાગી તું નહિં, તુ તો શુદ્ધ ચૈતન્ય છો. તારો અનુભવ તો
ચૈતન્યમય છે. ચૈતન્યથી જુદું કોઈ પદ તારું નથી–નથી; તે તો અપદ છે, અપદ છે.
અરે, આવું ચૈતન્યપદ દેખીને તેને સાધવા આઠ આઠ વર્ષના કુંવરો રાજપાટ
છોડીને વનમાં ચાલ્યા ગયા; અંતરમાં અનુભવેલા ચૈતન્યપદમાં લીન થવા માટે
વીતરાગમાર્ગે વિચર્યા. જે ચૈતન્યપદના અનુભવ પાસે ઈન્દ્રાસન પણ અપદ લાગે, તેના
મહિમાની શી વાત! અરે, તારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું જો તો ખરો! અમૃતથી
ભરેલું આ ચૈતન્યસરોવર, તેને છોડીને ઝેરના સમુદ્રમાં ન જા. ભાઈ, દુઃખી થવાના રસ્તે
ન જા... ન જા. એ પરભાવના માર્ગેથી પાછો વળ... પાછો વળ ને આ ચૈતન્યના માર્ગે
આવ રે આવ. બહારમાં તારો માર્ગ નથી, અંતરમાં તારો માર્ગ છે, અંતરમાં
આવ...આવ. સન્તો પ્રેમથી તને મોક્ષના માર્ગમાં બોલાવે છે.
અહા, આવા માર્ગે કોણ ન આવે!! કોણ વિભાવને છોડીને સ્વભાવમાં ન
આવે? બહારના રાજવૈભવને છોડીને અંતરના ચૈતન્યવૈભવને સાધવા રાજાઓ ને
રાજકુમારો અંતરના માર્ગમાં વળ્‌યા. બહારના ભાવ અનંતકાળ કર્યાં, હવે તે છોડીને
અમારું પરિણમન અંદર અમારા નિજપદમાં વળે છે,–હવે એ પરભાવના પંથમાં હું નહિ
જાઊં–નહિ જાઊં–નહિ જાઊં; અંતરના અમારા ચૈતન્યપદમાં જ ઢળું છું.–આમ
સ્વાનુભૂતિપૂર્વક ધર્મી જીવ નિજપદને સાધે છે......ને બીજા જીવોને પણ કહે છે કે હે
જીવો! તમે પણ આ માર્ગે આવો રે આવો. અંતરમાં જોયેલો જે મોક્ષનો માર્ગ, આનંદનો
માર્ગ તે બતાવીને સન્તો બોલાવે છે કે હે જીવો! તમે પણ અમારી સાથે આ માર્ગે
આવો... આ માર્ગે આવો. અવિનાશીપદનો આ માર્ગ છે... સિદ્ધપદનો આ માર્ગ છે.

PDF/HTML Page 6 of 44
single page version

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
મોક્ષાર્થીએ સ્વાદ લેવા યોગ્ય, અનુભવ કરવાયોગ્ય શુદ્ધચૈતન્યપદ એક જ છે,
એના સિવાય બીજું અપદ છે, શુદ્ધજીવનું સ્વરૂપ તે નથી. મોક્ષ એટલે કે પરમ સુખ
જોઈતું હોય તેણે નિરંતર આ શુદ્ધપદનો જ અનુભવ કરવો. શું કરવું ને શેમાં ઠરવું? –તો
કહે છે કે પોતાના શુદ્ધ ચૈતન્યપદમાં દ્રષ્ટિ કરવી ને તેમાં ઠરવું. શરીર કે ઘર તે તારું પદ
નથી, તે તારું રહેઠાણ નથી; સંયોગો તે તારું રહેઠાણ નથી, રાગ તે તારું રહેઠાણ નથી,
તારું રહેઠાણ અસંખ્યપ્રદેશી ચૈતન્યરસથી ભરપૂર છે, તે જ તારું નિજપદ છે.–એનો
અનુભવ લેવો તે જ મોક્ષનું એટલે ચિરસુખનું કારણ છે. ચિરસુખ એટલે લાંબું સુખ,
અનંતકાળનું સુખ, શાશ્વત સુખ, મોક્ષસુખ.
આત્મા પોતે સત્ય અવિનાશી વસ્તુ છે, તેના અનુભવથી થયેલું સુખ શાશ્વત
અવિનાશી છે. આત્માનો આનંદ તો પોતામાં છે, પરમાં ક્યાંય આનંદ નથી. જેમાં
આનંદ ન હોય તેને નિજપદ કેમ કહેવાય? નિજપદ તો તેને કહેવાય કે જેમાં આનંદ
હોય. જેનો સ્વાદ લેતાં, જેમાં રહેતાં, જેમાં ઠરતાં આત્માને સુખનો અનુભવ થાય તે
નિજપદ છે. જેના વેદનમાં આકુળતા થાય તે નિજપદ નથી, તે તો પર પદ છે, આત્માને
માટે અપદ છે. તેને અપદ જાણીને તેનાથી પાછા વળો, ને આ શુદ્ધ આનંદમય ચૈતન્યપદ
તરફ આવો. સન્તો સાદ પાડીને બોલાવે છે કે આ તરફ આવો–આ તરફ આવો.
જેમાં કોઈ વિકલ્પ નથી એવું આ નિર્વિકલ્પ એક જ ચૈતન્યપદ આસ્વાદવા જેવું
છે. સમ્યગ્દર્શનમાં ચૈતન્યનો સ્વાદ છે, સમ્યગ્જ્ઞાનમાં ચૈતન્યનો સ્વાદ છે, સમ્યક્
ચારિત્રમાંય ચૈતન્યનો સ્વાદ છે. રાગનો સ્વાદ રત્નત્રયથી બહાર છે; નિજપદમાં રાગનો
સ્વાદ નથી. રાગ એ તો દુઃખ છે, વિપદા છે, ચૈતન્યપદમાં વિપદા નથી. જેમાં આપદા તે
અપદ, જેમાં આપદાનો અભાવ ને સુખનો સદ્ભાવ તે સ્વપદ; આનંદસ્વરૂપ આત્માની
સંપદાથી જે વિપરીત છે તે વિપદા છે. રાગ તે ચૈતન્યની સંપદા નથી પણ વિપદા છે;
આત્માનું તે અપદ છે. જેમ રાજાનું સ્થાન મેલા ઉકરડામાં ન શોભે, રાજા તો સોનાના
સિંહાસને શોભે; તેમ આ જીવ–રાજાનું સ્થાન રાગ–દ્ધેષ ક્રોધાદિ મલિનભાવોમાં નથી
શોભતું, તેનું સ્થાન તો પોતાના શુદ્ધ ચૈતન્યસિંહાસને શોભે છે. રાગમાં ચૈતન્યરાજા
નથી શોભતા; એ તો અપદ છે, અસ્થિર છે, મલિન છે, વિરુદ્ધ છે; ચૈતન્યપદ શાશ્વત છે,
શુદ્ધ છે, પવિત્ર છે, પોતાના સ્વભાવરૂપ છે. આવા શુદ્ધ સ્વપદને હે જીવો! તમે
જાણો...તેને સ્વાનુભવ–પ્રત્યક્ષ કરો. આવી નિજપદની સાધના તે મોક્ષનો ઉપાય છે.

PDF/HTML Page 7 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૫ :
અહા, નિજાનંદમાં ડોલતું ચૈતન્યપદ, શાંતરસના પિંડરૂપ નિજપદ આ આત્મા
પોતે છે. બહારમાં જોવાનો રસ છોડીને પોતે પોતાના ચૈતન્યપદને નીહાળતાં પરમ
આનંદ થાય છે. એવા આનંદમાર્ગમાં સંતો બોલાવે છે.
(સ. કળશ ૧૩૮–૧૩૯ના પ્રવચનમાંથી)
* * * * *
રાત્રિભોજન છોડો
ભગવાન રામચન્દ્રનો જીવ પૂર્વે ભરતક્ષેત્રમાં ધનદત્ત નામનો એક
વણિક હતો. એકવાર માર્ગમાં અત્યંત થાકેલો તે ધનદત્ત ખેદખિન્ન થઈને
સૂર્યાસ્ત પછી કોઈ ધાર્મિક આશ્રમમાં પહોંચ્યો. તેને તરસ ખૂબ લાગી
હતી, તેથી ત્યાં કોઈ મહાત્માને જોઈને કહ્યું–આપ પુણ્યકાર્ય કરનારા છો,
હું બહુ તરસ્યો છું માટે મને પાણી આપો! ત્યારે તે મહાત્માએ તેને
સાન્ત્વના દેતાં મધુરવાણીથી કહ્યું–હે વત્સ! રાત્રિમાં અમૃત પણ પીવું
ઉચિત નથી, તોપછી પાણીની તો શું વાત? જ્યારે આંખ પોતાનો વેપાર
(દેખવાનું) છોડી દે છે અને આંખથી ન દેખાય એવા સૂક્ષ્મ જીવો જ્યારે
ચારેકોર ફરતા હોય છે– એવા અંધકારમાં રાત્રિસમયે તું ભોજન–પાન ન
કર. હે બંધુ! કષ્ટ થાય તોપણ તું રાત્રિભોજન ન કર. રાત્રિભોજન કરીને
દુઃખથી ભરેલા સંસારસમુદ્રમાં ન પડ.
ધર્માત્માની અમૃત જેવી મધુરવાણી સાંભળતાં ધનદત્તનું મન
શાંત થઈ ગયું, ને પ્રસન્નતાથી તેના ચિત્તમાં દયા પ્રગટી. તેથી તેણે
રાત્રિભોજન છોડીને અહિસાદિ અણુવ્રત ધારણ કર્યા અલ્પશક્તિને લીધે
તે મહાવ્રત ધારણ કરી ન શક્યા. અણુવ્રતસહિત દેહ છોડીને તે સ્વર્ગનો
દેવ થયો.–બંધુઓ, આ ધનદત્તનો જીવ એ જ આગળ જતાં આપણા
ભગવાન રામચંદ્રજી થયા. તેમના પ્રસંગ ઉપરથી તમે પણ રાત્રિભોજન
છોડો.
(–પદ્મપુરાણ પૃ–૩૦૧ નવું)

PDF/HTML Page 8 of 44
single page version

background image
: ૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
સિંહના બચ્ચાંની વાત
* * * * *
સિંહનું એક નાનું બચ્ચું હતું. ભૂલથી તે બકરીના ટોળામાં ભળી ગયું; ને પોતાનું
સિંહપણું ભૂલીને પોતાને બકરું જ માનવા લાગ્યું. એકવાર બીજા સિંહે તેને દીઠું. ને તેને
તેના સિંહપણાનું ભાન કરાવવા સિંહનાદ કર્યો.






સિંહની ગર્જના સાંભળતાં જ બકરાં તો બધાય ભાગ્યા, પણ આ સિંહનું બચ્ચું
તો નિર્ભયપણે ઊભું રહ્યું, સિંહના અવાજની બીક એને ન લાગી. ત્યારે બીજા સિંહે તેની
પાસે આવીને પ્રેમથી કહ્યું–અરે બચ્ચા! તું બકરું નથી, તું તો સિંહ છો. દેખ, મારી ત્રાડ
સાંભળીને બકરાં તો બધા ભયભીત થઈને ભાગ્યા, ને તને કેમ બીક ન લાગી?–કેમકે
તું તો સિંહ છો... મારી જાતનો જ છો. માટે બકરાનો સંગ છોડીને તારા સિંહ–પરાક્રમને
સંભાળ.
વળી વિશેષ ખાતરી કરવા તું ચાલ મારી સાથે, ને આ સ્વચ્છ પાણીના ઝરામાં
તારું મોઢું જો વિચાર કર કે તારું મોઢું કોના જેવું લાગે છે? મારા જેવું (એટલે કે સિંહ
જેવું) લાગે છે કે બકરા જેવું?
હજી વિશેષ લક્ષણ બતાવવાં સિંહે કહ્યું કે તું એક અવાજ કર...અને જો કે તારો
અવાજ મારા જેવો છે કે બકરા જેવો? સિંહના બચ્ચાએ જ્યાં ત્રાડ પાડી ત્યાં

PDF/HTML Page 9 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૭ :
તેને ખાતરી થઈ કે હું સિંહ છું; પાણીના સ્વચ્છ ઝરણામાં પોતાનું મોઢું જોઈને પણ તેને
સ્પષ્ટ દેખાણું કે હું તો સિંહ છું. ભ્રમથી જ સિંહપણું ભૂલી, મારી નિજશક્તિને ભૂલીને
મને બકરા જેવો માની રહ્યો હતો.
આ તો એક દ્રષ્ટાન્ત છે; તેમ, સિંહ જેવો એટલે કે સિદ્ધભગવાન જેવો જીવ
પોતાના સાચા રૂપને ભૂલીને પોતાને બકરીનાં બચ્ચાં જેવો દીન–હીન–રાગી–પામર
માની રહ્યો છે. ધર્મકેસરી એવા સર્વજ્ઞ પરમાત્મા પોતે સર્વજ્ઞ થઈને દિવ્યવાણીરૂપી
સિંહનાદથી તેને તેનું પરમાત્માપણું બતાવે છે: અરે જીવ! જેવા અમે પરમાત્મા છીએ
એવો જ તું પરમાત્મા છો; બંનેની એક જ જાત છે. ભ્રમથી તેં પોતાને પામર માન્યો છે
ને તારા પરમાત્માપણાને તું ભૂલ્યો છો. પણ અમારી સાથે તારી મુદ્રા (લક્ષણ) મેળવીને
જો તો ખરો, તો તને ખાતરી થશે કે તું પણ અમારા જેવો જ છો. સ્વસંવેદન–વડે તારા
સ્વચ્છ જ્ઞાનસરોવરમાં દેખ તો તને તારી પ્રભુતા તારામાં સ્પષ્ટ દેખાશે. સ્વસન્મુખ વીર્ય
ઉલ્લસાવીને શ્રદ્ધારૂપી સિંહનાદ કર, તો તને ખાતરી થશે કે હું પણ સિદ્ધપરમાત્મા જેવો
છું, મારામાંય સિદ્ધ જેવું પરાક્રમ ભર્યું છે! પ્રભુતાથી ભરેલો તારો આત્મા પોતાના
ભાન કરતાં જ નિજવીર્યથી આત્મા જાગી ઊઠે છે, ને પોતાના ચિદાનંદસ્વભાવની
સન્મુખ થઈ ચાર ગતિનો અભાવ કરીને પોતાના સાચા સ્વાંગરૂપ સિદ્ધપદને પામે છે.
* * * * *
સ્વભાવ – મહેલ
હે ચૈતન્યરાજા! શાસ્ત્રો અને સન્તો તને તારા સ્વભાવનો
મહેલ બતાવે છે, તારા સ્વભાવ–મહેલમાં ભરેલાં નિધાન બતાવીને
તને સ્વમાં લક્ષ કરાવે છે, ને પરનો મહિમા છોડાવે છે. પરનું માહાત્મ્ય
છોડીને સ્વમહિમામાં લીન થવું તે જ વીતરાગી શાસ્ત્રોનું તાત્પર્ય છે.
ભેદજ્ઞાનના બળે જેઓ નિજમહિમામાં લીન થાય છે તેઓ જ
શુદ્ધાત્મતત્ત્વને પામીને કર્મોથી મુક્ત થાય છે. અહા, ચૈતન્યમહેલમાં
જઈને ‘આત્મવૈભવ’ ને લક્ષમાં લ્યે તો તેમાં લીનતા થયા વગર રહે
નહીં, ને પરનો મહિમાં આવે નહીં. – ‘આત્મવૈભવ’ માંથી.

PDF/HTML Page 10 of 44
single page version

background image
: ૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
વિપુલાચલ પર વીરનાથનો ઉપદેશ
વીરની એ વાણી કહે છે કે વાણી તરફનો
વિકલ્પ છોડીને તારા ચૈતન્યતત્ત્વને ધ્યાવ.
[અષાડ વદ એકમ (શાસ્ત્રીય શ્રાવણ વદ એકમ) ના પ્રવચનમાંથી]
અંતિમ તીર્થંકર મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી, રાજગૃહીનગરીમાં
વિપુલાચલ પર્વત પર ગણધરોની ઉપસ્થિતિમાં પહેલવહેલો દિવ્યધ્વનિ આજે છૂટયો, તે
ઝીલીને અનેક જીવો ભાવશ્રુતરૂપે પરિણમ્યા ને ધર્મ પામ્યા. ગણધરદેવે તે વાણી ઝીલીને
બારઅંગરૂપે રચના કરી. તેનો સાર આ નિયમસાર–સમયસારાદિ પરમાગમોમાં છે.
અહીં નિયમસાર કલશ ૯૨માં વચનગુપ્તિનું વર્ણન કરતાં કહે છે કે અહો ભવ્ય
જીવો! સમસ્ત વચનવિલાસથી પાર એવા શુદ્ધ સહજ ચૈતન્યથી વિલસતા આત્માનું
એકનું જ ધ્યાન કરવા જેવું છે. એના ધ્યાન વડે જ અનંત આનંદસુખની ખાણ પ્રાપ્ત
થાય છે.
જુઓ, આજે શાસનનું બેસતું વર્ષ છે, અને દિવ્ય વાણીનો મંગલ દિવસ છે; તે
વાણીમાં ભગવાને શું કહ્યું? વાણી તરફનું લક્ષ છોડવાનું તે વાણીએ કહ્યું; વાણીના
વિકલ્પોથી પાર સહજ ચૈતન્યતત્ત્વ અંતરમાં છે, તેની સન્મુખ થઈને તેને ધ્યાવો...વાણી
કે વિકલ્પ તે કાંઈ ધ્યેય નથી. ધ્યેય તો અંતરમાં ચિદાનંદ તત્ત્વ છે.
ભાઈ, આનંદની ખાણ તો તારા અંતરમાં છે; વાણીમાં કાંઈ તારો આનંદ નથી.
ભગવાનની વાણી પણ એમ કહે છે કે તું તારી સન્મુખ જો...અમારી સન્મુખ
(વાણીસન્મુખ, કે પરસન્મુખ) ન જો. મુક્તિનો ઉપાય તો અંતરમાં ચૈતન્યચમત્કારરૂપ
સ્વતત્ત્વનું ધ્યાન કરવું તે જ છે. બાકી તીર્થંકર–ભગવાન સામે જોવું તેમાં પણ વિકલ્પ
છે. આનંદરૂપ જે મોક્ષ તેનો માર્ગ

PDF/HTML Page 11 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૯ :
તો સ્વદ્રવ્યાશ્રિત પોતામાં છે, પરના આશ્રયે મોક્ષનો માર્ગ નથી.
અરે જીવ! તું જગતની સામે કાં જો! અંતરમાં તારો ચૈતન્યભગવાન ચમત્કારિક
વસ્તુ બિરાજે છે તેની સામે જોને! તેને જોતાં તને શાંતિ અને આનંદ થશે. બાકી પરની
ચિંતન છોડીને પરતત્ત્વના વિકલ્પોમાં તો રાગ–દ્વેષરૂપ અંધકાર છે; ચૈતન્યપ્રકાશ તો
પોતાના સ્વરૂપના ધ્યાનમાં છે. એવું ધ્યાન થતાં વચન તરફના વિકલ્પો રહેતા નથી;
વચન તરફની બાહ્યવૃત્તિ જ નથી રહેતી, એટલે તેણે વચનનો ત્યાગ કર્યો એમ કહેવાય
છે. આવી વચન–ગુપ્તિ તે મુક્તિનું કારણ છે.
બાહ્ય અને અંતરના વચન–વિકલ્પોને છોડીને ઉપયોગને પરમાત્મસ્વરૂપમાં
જોડવો તે યોગ–સમાધિ છે; તે જ પરમાત્મસ્વરૂપને પ્રકાશનાર પ્રદીપ છે. વિકલ્પોમાં
પરમાત્મસ્વરૂપ નથી પ્રકાશતું. અરે, ભગવાનની વાણી તરફનો વિકલ્પ પણ જ્યાં
છોડવા જેવો કહ્યો ત્યાં બીજા બહારના વિકલ્પોની તો શી વાત! જો બહારના આશ્રયે
ધર્મ માનીને તે બહારની સામે જ જોયા કરે તો અંતરમાં પોતાની સામે ક્યારે જુએ? ને
પોતાના સ્વરૂપમાં ઉપયોગ જોડયા વગર ધર્મ કે સમાધિ–ગુપ્તિ ક્યાંથી થાય? માટે
જિનવાણીમાં એવો ઉપદેશ છે કે સમસ્ત વચનવિકલ્પોથી પાર થઈને અંતરમાં પોતાના
સહજ અતીન્દ્રિય ચૈતન્યતત્ત્વને એકને જ ધ્યાવો,–આ મોક્ષનો માર્ગ છે; આ વિપુલાચલ
પરથી વીરનાથનો ઉપદેશ છે.
* * * * *
કાયવિકારને એટલે કે સમસ્ત સંકલ્પ–વિકલ્પોને છોડીને જે ફરીફરીને
શુદ્ધાત્માની સમ્યક્ભાવના કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે.
કાયાની મમતા છોડીને, અને તેના તરફનો વિકલ્પ પણ છોડીને
ચૈતન્યસ્વરૂપને ધ્યાવવામાં જે તત્પર છે તે ધર્માત્માને
ફરીને કાયા નહીં મળે; કાયાથી પાર એવા
અશરીરી સિદ્ધપદને તે પામશે.
*

PDF/HTML Page 12 of 44
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
સમ્યગ્દર્શનના આઠ અંગની કથા
સમકિતસહિત આચાર હી સંસારમેં ઈક સાર હૈ,
જિનને કિયા આચરણ ઉનકો નમન સોસો વાર હૈ;
ઉનકે ગુણોંકે કથનસે ગુણગ્રહણ કરના ચાહિએ,
અરૂ પાપિયોંકા હાલ સુનકે પાપ તજના ચાહિએ.
[પ્રથમ નિઃશંકઅંગમાં પ્રસિદ્ધ અંજનચોરની કથા, બીજી નિઃકાંક્ષઅંગમાં પ્રસિદ્ધ
સતી અનંતમતિની કથા, ત્રીજી નિર્વિચિકિત્સા–અંગમાં પ્રસિદ્ધ ઉદાયન
રાજાની કથા તથા ચોથી અમૂઢ દ્રષ્ટિ–અંગમાં પ્રસિદ્ધ રેવતીરાણીની
કથા આપે વાંચી; પાંચમી કથા આપ અહીં વાંચશો.]
(૫) ઉપગૂહન–અંગમાં પ્રસિદ્ધ જિનેન્દ્રભક્ત શેઠની કથા
પાદલિપ્તનગરમાં એક શેઠ રહેતા હતા; તેઓ મહાન જિનભક્ત હતા, સમ્યક્ત્વના
ધારક હતા, અને ધર્માત્માના ગુણોની વૃદ્ધિ તથા દોષોનું ઉપગૂહન કરવા માટે પ્રસિદ્ધ હતા.
પુણ્ય પ્રતાપે તેઓ ઘણાં વૈભવસંપન્ન હતા; તેમને સાત માળનો મહેલ હતો, તેમાં સૌથી
ઉપરના ભાવમાં એક અદ્ભુત ચૈત્યાલય બનાવ્યું હતું; તેમાં રત્નમાંથી બનાવેલ ભગવાન
પાર્શ્વનાથની મનોહર મૂર્તિ હતી, તેના ઉપર રત્નજડિત ત્રણ છત્ર હતા; તે છત્રમાં એક
નીલમરત્ન ઘણું જ કિંમતી હતું, અંધારામાં પણ તે ઝગઝગાટ કરતું હતું.
હવે સૌરાષ્ટ્રના પાટલિપુત્ર નગરનો રાજકુમાર–કે જેનું નામ સુવીર હતું અને
કુસંગને લીધે જે દૂરાચારી તેમ જ ચોર થઈ ગયો હતો, તેણે એકવાર શેઠનું જિનમંદિર
જોયું અને તેનું મન લલચાયું.–ભગવાનની ભક્તિથી નહિ, પરંતુ કિંમતી નીલમ રત્નની
ચોરી કરવાના ભાવથી.

PDF/HTML Page 13 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૧૧ :
તેથી તેણે ચોરલોકોની સભામાં જાહેર કર્યું કે જે કોઈ તે જિનભક્ત શેઠના
મહેલમાંથી ઉપરનું રત્ન લાવી આ૫શે તેને મોટું ઈનામ મળશે.
સૂર્ય નામનો એક ચોર તે માટે તૈયાર થઈ ગયો; તેણે કહ્યું–અરે, ઈન્દ્રના મુગટમાં
રહેલું રત્ન પણ હું ક્ષણભરમાં લાવી દઉં! તો આમાં શી મોટી વાત છે?
પણ, મહેલમાંથી એ રત્નને ચોરવું એ કાંઈ સહેલી વાત ન હતી; તે ચોર કોઈ રીતે
ન ફાવ્યો, તેથી છેવટે એક ત્યાગીશ્રાવકનો કપટી વેષ ધારણ કરીને તે શેઠના ગામમાં
પહોચ્યોં; તેની બોલવાની છટાથી, તેમજ વ્રત–ઉપવાસ વગેરેના દેખાવથી લોકોમાં તે પ્રસિદ્ધ
થવા લાગ્યો; અને તેને ધર્માત્મા સમજીને જિનભક્ત શેઠે પોતાના ચૈત્યાલયની દેખરેખનું
કામ તેને સોંપ્યું, ત્યાગીજી તો એ નીલમણીને દેખતાં આનંદ–વિભોર થઈ ગયા......ને
વિચારવા લાગ્યા કે ક્યારે લાગ મળે, ને ક્યારે આ લઈને ભાગું?
એવામાં શેઠને બહારગામ જવાનું થયું. તેથી તે બનાવટી શ્રાવકને ચૈત્યાલય
સાચવવાની ભલામણ કરીને શેઠે પ્રસ્થાન કર્યું ને ગામથી થોડે દૂર જઈને પડાવ નાંખ્યો.
રાત પડી....સૂર્યચોર ઊડયો......નીલમણીરત્ન ખીસામાં નાંખ્યું અને ભાગ્યો....
પણ નીલમણીનો પ્રકાશ છૂપો ન રહ્યો; તે અંધારામાં પણ ઝગઝગતો હતો; આથી
ચોકીદારોને શંકા થઈ અને તેને પકડવા તેની પાછળ દોડયા. અરે....મંદિરનો નીલમણી
ચોરીને ચોર ભાગે છે...પકડો...પકડો! એમ ચારેકોર દેકારો થયો.
હવે સૂર્યચોરને બચવાનો કોઈ માર્ગ ન રહ્યો, એટલે તે તો જ્યાં જિનભક્ત
શેઠનો મુકામ હતો ત્યાં ઘૂસી ગયો. ચોકીદારો તેને પડકવા પાછળ આવ્યા. શેઠ બધો
મામલો સમજી ગયા...કે આ ભાઈસાહેબ ચોર છે. પણ, ત્યાગી તરીકે પ્રસિદ્ધ આ માણસ
ચોર છે–એમ જો લોકોમાં પ્રસિદ્ધ થશે તો ધર્મની નિંદા થશે–એમ વિચારીને બુદ્ધિમાન
શેઠે ચોકીદારોને ઠપકો આપતાં કહ્યું–અરે, તમે લોકો શું કરી રહ્યા છો! આ કોઈ ચોર
નથી, આ તો ‘સજ્જન–ધર્માત્મા’ છે. નીલમણી લાવવાનું તો મેં તેને કહ્યું હતું; તમે
મફતનો એને ચોર સમજીને હેરાન કર્યો.
શેઠની વાત સાંભળીને લોકો શરમાઈને પાછા ચાલ્યા ગયા. અને આ રીતે એક મૂર્ખ
માણસની ભૂલને કારણે ધર્મની નિંદા થતી અટકી.–આને ઉપગૂહન કહેવાય છે. જેમ–એ
દેડકાનાં દુષિત થવાથી કાંઈ આખો દરિયો ગંધાઈ જતો નથી, તેમ કોઈ અસમર્થ નબળા
મનુષ્ય દ્વારા નાનીશી ભૂલ થઈ જાય તેથી કાંઈ પવિત્ર જૈન–ધર્મ મલિન થઈ જતો નથી.

PDF/HTML Page 14 of 44
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
જેમ માતા ઈચ્છે છે કે મારો પુત્ર ઉત્તમ ગુણવાન થાય; છતાં પુત્રમાં કોઈ
નાનોમોટો દોષ દેખાય તો તેને તે પ્રસિદ્ધ નથી કરતી, પણ એવો ઉપાય કરે છે કે તેના
ગુણની વૃદ્ધિ થાય. તેમ ધર્માત્માઓ પણ ધર્મનો અપવાદ થાય તેવું કરતા નથી, પણ
ધર્મની પ્રભાવના થાય તેવું કરે છે. કોઈ ગુણવાન ધર્માત્મામાંં કદાચિત દોષ થઈ જાય તો
તેને ગૌણ કરીને તેનાં ગુણોને મુખ્ય કરે છે, ને એકાંતમાં બોલાવી, તેને પ્રેમથી
સમજાવી, જેમ તેના દોષ દૂર થાય ને ધર્મની શોભા વધે તેમ કરે છે.
લોકો ચાલ્યા ગયા પછી જિનભક્ત શેઠે પણ તે સૂર્યચોરને એકાંતમાં બોલાવીને
ઠપકો આપ્યો, અને કહ્યું–ભાઈ! આવું પાપકાર્ય તને શોભતું નથી; વિચાર તો કર કે તું
પકડાયો હોત તો તને કેટલું દુઃખ થાત? માટે આવા ધંધાને તું છોડ!
તે ચોર પણ શેઠના આવા ઉમદા વ્યવહારથી પ્રભાવિત થયો, ને પોતાના
અપરાધની માફી માંગતા તેણે કહ્યું–શેઠ! આપે જ મને બચાવ્યો છે; આપ જૈનધર્મના
ખરા ભક્ત છો. લોકોની સમક્ષ આપે જ મને ‘સજ્જન–ધર્માત્મા’ કહીને ઓળખાવ્યો,
તો હવે હું પણ ચોરી છોડીને ખરેખર સજ્જન ધર્માત્મા થવાનો પ્રયત્ન કરીશ. ખરેખર,
જૈનધર્મ મહાન છે, અને આપના જેવા સમ્યગ્દ્રષ્ટિ જીવો વડે તે શોભે છે.
આ રીતે તે શેઠના ઉપગૂહનગુણને લીધે ધર્મની પ્રભાવના થઈ.
[આ કથા આપણને એમ શીખવે છે કે સાધર્મીના
કોઈ દોષને મુખ્ય કરીને ધર્મની નિંદા થાય તેમ ન કરવું;
પણ પ્રેમપૂર્વક સમજાવી તેને તે દોષથી છોડાવવો; અને
ધર્માત્માના ગુણોને મુખ્ય કરીને તેની પ્રશંસાદ્વારા ધર્મની
વૃદ્ધિ થાય તેમ કરવું.
]
આત્મધર્મમાં આવતી સમ્યકત્વના આઠ અંગની આ કથાઓ
સૌને ખૂબ જ ગમી છે ને સમ્યકત્વ પ્રત્યે પરમ બહુમાન જગાડે છે.
આઠઅંગની આઠે કથાઓ આ ચાલુ વર્ષમાં જ પૂરી કરવાની હોવાથી આ
અંકમાં બે કથાઓ આપવામાં આવી છે.

PDF/HTML Page 15 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૧૩ :
(૬) સ્થિતિકરણ––અંગમાં પ્રસિદ્ધ વારિષેણમુનિની કથા
મહાવીર ભગવાનના વખતમાં રાજગૃહીનગરીમાં શ્રેણીકરાજાનું રાજ્ય હતું.
તેમની મહારાણી ચેલણાદેવી, તેનો પુત્ર વારિષેણ, તેને ઘણી સુંદર ૩૨ રાણીઓ હતી;
છતાં તે ઘણો વૈરાગી હતો અને તેને આત્માનું જ્ઞાન હતું.
રાજકુમાર વારિષેણ એક વખત ઉદ્યાનમાં ધ્યાન કરતા હતા, એવામાં વિદ્યુત
નામનો ચોર એક કિંમતી હાર ચોરીને ભાગતો હતો, તે ત્યાં આવ્યો, તેની પાછળ
સિપાઈઓ હતા; પકડાઈ જવાની બીકે તે હાર વારિષેણના પગ પાસે ફેંકીને તે ચોર
સંતાઈ ગયો. આથી રાજકુમારને જ ચોર સમજીને રાજાએ તેને ફાંસીની સજા કરી. પણ
જ્યારે જલ્લાદે તેના પર તલવાર મારી ત્યારે વારિષેણની ડોકમાં તલવારને બદલે ફૂલની
માળા થઈ ગઈ. છતાં રાજકુમાર તો મૌનપણે ધ્યાનમાં જ હતા.
આવો ચમત્કાર દેખીને ચોરને પસ્તાવો થયો. તેણે રાજાને કહ્યું કે ખરો ચોર હું છું,
હારની ચોરી મેં કરી છે, આ રાજકુમાર તો નિર્દોષ છે. એ વાત સાંભળી રાજાએ કુંવરની
ક્ષમા માંગી અને તેને રાજમહેલમાં આવવા કહ્યું–કેમકે એની માતા એની રાહ જોતી હતી.
પણ વૈરાગી વારિષેણકુમારે કહ્યું–પિતાજી! આ અસાર સંસારથી હવે બસ થાઓ.
આ રાજપાટમાં ક્્યાંય મારું ચિત્ત લાગતું નથી; મારું ચિત્ત તો એક ચૈતન્યસ્વરૂપ
આત્માને સાધવામાં જ લાગ્યું છે. તેથી હવે તો હું દિક્ષા લઈને મુનિ થઈશ. આમ કહીને
એક મુનિરાજ પાસે જઈને તેણે દીક્ષા લીધી.....અને આત્માને સાધવા લાગ્યા.
હવે રાજમંત્રીનો પુત્ર પુષ્પડાલ હતો, તે બાલપણથી જ વારિષેણનો મિત્ર હતો,
અને તેના લગ્ન હમણાં જ થયા હતા; તેની સ્ત્રી બહુ સુંદર ન હતી. એકવાર વારિષેણ
મુનિ ફરતાં ફરતાં પુષ્પડાલ ત્યાં આવી પહોંચ્યા ને પુષ્પડાલે તેમને વિધિપૂર્વક
આહારદાન કર્યું...આ પ્રસંગે, પોતાના પૂર્વના મિત્રને ધર્મ પમાડવાની ભાવના તે
મુનિરાજને જાગી. આહાર કરીને તેઓ તો જંગલ તરફ જવા લાગ્યા; વિનય ખાતર
પુષ્પડાલ પણ તેમની પાછળ પાછળ ગયો. થોડે દૂર ગયા પછી તેને એમ થયું કે હવે
મુનિરાજ રોકાઈ જવાનું કહે તો હું પાછો વળું. પણ મુનિ તો દૂર ને દૂર ચાલ્યા જ જાય
છે.....મિત્રને કહેતા નથી કે હવે તમે રોકાઈ જાવ!
પુષ્પડાલને ઘરે જવાની આકુળતા થવા લાગી. તેણે મુનિરાજને યાદ
દેવરાવવાના

PDF/HTML Page 16 of 44
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
હેતુથી કહ્યું કે–આપણે નાના હતા ત્યારે આ તળાવે આવતા અને કેરીના ઝાડ નીચે સાથે
રમતા હતા, આ ઝાડ ગામથી બેત્રણ માઈલ દૂર છે......આપણે ગામથી દૂર આવી ગયા
છીએ....
–તે સાંભળવા છતાં વારિષેણમુનિએ તેને રોઈ જવાનું ન કહ્યું. અહા, પરમ
હિતસ્વી મુનિરાજ એને મોક્ષનો માર્ગ છોડીને સંસારમાં જવાનું કેમ કહે? તેમને તો એમ
હતું કે મારો મિત્ર પણ મોક્ષના મારગમાં મારી સાથે જ આવે.–
હે સખા! ચાલને...મારી સાથ મોક્ષમાં,
છોડ પર ભાવને...ઝૂલ આનંદમાં.
અમે જશું મોક્ષમાં...કેમ તને છોડશું?
ચાલને મોક્ષમાં...તુંય અમ સાથમાં.
અહા, જાણે કે પોતાની પાછળ પાછળ ચાલનારાને મોક્ષમાં જ લઈ જતા હોય–
એમ પરમનિસ્પૃહતાથી મુનિ તો આગળ ને આગળ ચાલ્યા જાય છે. પુષ્પડાલ પણ
લાજેશરમે તેમની પાછળ જઈ રહ્યો છે.
અંતે તેઓ આચાર્યમહારાજ પાસે આવી પહોચ્યા ને વારિષેણમુનિએ કહ્યું–
પ્રભો! આ મારો પૂર્વનો મિત્ર છે, ને સંસારથી વિરક્ત થઈને આપની પાસે દીક્ષા લેવા
આવ્યો છે. આચાર્યમહારાજે તેને નિકટભવ્ય જાણીને દીક્ષા આપી દીધી. અહા, સાચા
મિત્ર તો એ છે કે જીવને ભવસમુદ્રથી જે ઉગારે.
હવે, મિત્રના અનુગ્રહવશ પુષ્પડાલ જો કે મુનિ થઈ ગયો, અને બહારમાં મુનિને
યોગ્ય ક્રિયાઓ કરવા લાગ્યો; પણ એનું ચિત્ત હજી સંસારથી છૂટયું ન હતું. ભાવ–
મુનિપણું હજી તેને થયું ન હતું; દરેક ક્રિયાઓ કરતાં તેને પોતાનું ઘર યાદ આવતું હતું;
સામયિક વખતેય તેને વારંવાર પોતાની સ્ત્રીનું સ્મરણ થયા કરતું હતું. વારિષેણમુનિ
તેમના મનને સ્થિર કરવા માટે તેની સાથે જ રહીને તેને વારંવાર ઉત્તમ જ્ઞાન–વૈરાગ્યનો
ઉપદેશ દેતા હતા. પણ હજી તેનું મન ધર્મમાં સ્થિર થયું ન હતું.
એમ કરતાં કરતાં ૧૨ વર્ષ વીતી ગયા. એક વાર તે બંને મુનિઓ મહાવીર
ભગવાનના સમવસરણમાં બેઠા હતા, ત્યારે ઈંદ્રે પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું કે હે નાથ!
આ રાજપૃથ્વી છોડીને આપ મુનિ થયા તેથી પૃથ્વી અનાથ થઈને આપના વિરહમાં ઝૂરે
છે, અને તેના આંસુઓ આ નદીરૂપે વહી રહ્યા છે.

PDF/HTML Page 17 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૧૫ :
અહા, ઇંદ્રે તો સ્તુતિ વડે ભગવાનના વૈરાગ્યની સ્તુતિ કરી; પણ જેનું ચિત્ત હજી
વૈરાગ્યમાં લાગ્યું ન હતું એવા પુષ્પડાલને તો તે શ્લોક સાંભળીને એમ થયું કે અરે!
મારી સ્ત્રી પણ એ પૃથ્વીની જેમ બાર વર્ષથી મારા વગર ઝૂરતી હશે ને દુઃખી થતી હશે.
મેં બાર વર્ષથી એનું મોઢું જોયું નથી, મને પણ એના વિના ચેન પડતું નથી. માટે ચાલ,
એની સંભાળ કરી આવું. થોડો વખત એની સાથે રહીને પછી દીક્ષા લઈ લઈશ.
–આમ વિચારી પુષ્પડાલ તો કોઈને પૂછયા–ગાછયા વગર ઘર તરફ જવા
લાગ્યો. વારિષેણમુનિ એની ચેષ્ટા સમજી ગયા, તેમના હૃદયમાં મિત્ર પ્રત્યેનું
ધર્મવાત્સલ્ય જાગ્યું, અને કોઈ પણ રીતે તેને ધર્મમાં સ્થિર કરવો જોઈએ–એમ વિચારી
તેઓ પણ તેની સાથે ચાલ્યા, અને તેને સાથે લઈને પોતાના રાજમહેલમાં આવ્યા.
મિત્ર સહિત પોતાના કુંવરને મહેલમાં પાછો આવતો દેખીને ચેલણા રાણીને
આશ્ચર્ય થયું ને વારિષેણ મુનિદશા ન પાળી શકવાથી પાછો આવ્યો કે શું! એમ તેને
સંદેહ થયો. તેથી પરીક્ષા માટે તેણે એક લાકડાનું આસન અને બીજું સોનાનું આસન
રાખ્યું; પણ વૈરાગી વારિષેણમુનિ તો વૈરાગ્યપૂર્વક લાકડાના જ આસને બેઠા. આથી
વિચક્ષણ ચેલણાદેવી સમજી ગઈ કે કુંવરનું મન તો વૈરાગ્યમાં દ્રઢ છે; તેના આગમનમાં
બીજો જ કોઈ હેતુ હશે.
વારિષેણમુનિ આવતાં જ તેની ગૃહસ્થાશ્રમની ૩૨ રાણીઓ પણ દર્શનાર્થે આવી.
રાજમહેલનો અદ્ભુત વૈભવ અને આવી સુંદર ૩૨ રૂપયૌવનાઓને દેખીને પુષ્પડાલ તો
આશ્ચર્ય પામી ગયો......કે અરે! આવો રાજવૈભવ અને આવી સુંદર ૩૨ રાણીઓ છતાં
આ રાજકુમાર તેની સામે પણ નથી જોતો, તેને છોડયા પછી યાદ પણ નથી કરતો, ને
આત્માને જ સાધવામાં એણે પોતાનું ચિત્ત જોડી દીધું છે. –વાહ, ધન્ય છે એને! અને હું
તો એક સાધારણ સ્ત્રીનો મોહ પણ મનમાંથી છોડી શક્તો નથી. અરેરે! બાર–બાર
વર્ષનું મારું સાધુપણું નકામું ગયું.
વારિષેણમુનિએ પુષ્પડાલને કહ્યું: હે મિત્ર! હજી પણ જો તને સંસારનો મોહ હોય
તો તું અહીં રહી જા અને આ બધા વૈભવને ભોગવ! અનાદિ કાળથી જે સંસારને
ભોગવવા છતાં તૃપ્તિ ન થઈ, તે એઠને હજી પણ તું ભોગવવા માંગતો હો તો......લે, આ
બધું તું ભોગવ! વારિષેણની વાત સાંભળીને પુષ્પડાલમુનિ અત્યંત શરમાઈ ગયા,
એની આંખ ઉઘડી ગઈ, એનો આત્મા જાગી ઊઠ્યો.

PDF/HTML Page 18 of 44
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
રાજમાતા ચેલણા પણ બધી પરિસ્થિતિ સમજી ગઈ, અને ધર્મમાં સ્થિર કરવા
તેને કહ્યું – અરે મુનિરાજ! આત્માના ધર્મને સાધવાનો આવો અવસર ફરીફરી નથી
મળતો. માટે તમારું ચિત્ત મોક્ષમાર્ગમાં જોડો; આ સંસાર તો અનંતવાર ભોગવાઈ
ચુક્યો છે તેમાં કિંચિત સુખ નથી...માટે તેનું મમત્વ છોડીને મુનિધર્મમાં તમારા ચિત્તને
સ્થિર કરો.
વારિષેણ મુનિરાજે પણ જ્ઞાન–વૈરાગ્યનો ઘણો જ ઉપદેશ આપ્યો......હે મિત્ર હવે
તારું ચિત્ત આત્માની આરાધનામાં સ્થિર કર અને મારી સાથે મોક્ષમાર્ગમાં આવ.
પુષ્પડાલે કહ્યું–પ્રભો! તમે મને મુનિધર્મથી પતિત થતો બચાવ્યો છે, ને સાચો
બોધ આપીને મને મોક્ષમાર્ગમાં સ્થિર કર્યો છે. સાચા મિત્ર તમે જ છો. આપે ધર્મમાં
સ્થિતિકરણ કરીને મહાન ઉપકાર કર્યો છે. હવે મારું મન આ સંસારથી ને આ ભોગોથી
ખરેખર ઉદાસીન થયું છે ને આત્માના રત્નત્રય ધર્મની આરાધનામાં સ્થિર થયું છે.
સ્વપ્ને પણ હવે આ સંસારની ઈચ્છા નથી, હવે તો અંતરમાં લીન થઈને આત્માના
ચૈતન્યવૈભવને સાધશું.
આ પ્રમાણે પ્રાયશ્ચિત કરીને તે પુષ્પડાલ ફરીને મુનિધર્મમાં સ્થિર થયા.....અને
બંને મુનિવરો વન તરફ ચાલ્યા....
[વારિષેણ મુનિરાજની આ કથા આપણને એમ
શીખડાવે છે કે, કોઈ પણ સાધર્મી–ધર્માત્મા કદાચિત
શિથિલ થઈને ધર્મમાર્ગથી ડગતો હોય તો તેના પ્રત્યે
તિરસ્કાર ન કરવો પણ પ્રેમપૂર્વક તેને ધર્મમાર્ગમાં
સ્થિર કરવો. તેને સર્વપ્રકારે સહાય કરીને, ધર્મનો
ઉલ્લાસ જગાડીને, જૈનધર્મનો પરમ મહિમા સમજાવીને
કે વૈરાગ્યભર્યા સંબોધન વડે, હરકોઈ પ્રકારે ધર્મમાં
સ્થિર કરવો. તેમ જ પોતે પોતાના આત્માને પણ
ધર્મમાં વધુ ને વધુ સ્થિર કરવો; ગમે તેવી
પ્રતિકૂળતામાં પણ ધર્મથી જરાપણ ડગવું નહીં.]

PDF/HTML Page 19 of 44
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૧૭ :
જયપુર–પ્રવચનો (૩)
વૈશાખ–જેઠમાસમાં પૂ. ગુરુદેવ જયપુર પધાર્યા ને મહાન
જ્ઞાનપ્રભાવના થઈ; તે દરમિયાન સમયસાર તથા પ્રવચન–સાર ઉપરનાં
આત્મલક્ષી પ્ર્રવચનોમાંથી આ ત્રીજો હપ્તો છે.
* * * * *
પ્રવચનસારના મંગલાચરણમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને,
શુદ્ધોપયોગરૂપ સામ્યની પ્રાપ્તિ કરવાનું કહ્યું; કેમકે શુદ્ધોપયોગ તે જ મોક્ષના
અતીન્દ્રિયસુખનું સાધન છે.
શુદ્ધોપયોગરૂપ ચારિત્ર છે, તે જ ધર્મ છે. શુભરાગનો પણ તેમાં અભાવ છે.–
આવા ચારિત્રરૂપે આત્મા પોતે પરિણમે છે, તેથી આત્મા પોતે જ ચારિત્ર છે. ધર્મરૂપે
પરિણમેલો આત્મા તે પોતે ધર્મ છે.
શુભરાગને ચારિત્ર નથી કહેતા, તેને ધર્મ પણ નથી કહેતા; તે તો મોક્ષને વિઘ્ન
કરનાર છે. મુનિને શુભરાગ હો ભલે, પણ તેમનું મુનિપણું કે ચારિત્ર કાંઈ તે રાગને
લીધે નથી.
ચારિત્ર તો રાગ વગરનો સામ્યભાવ એટલે કે શુદ્ધોપયોગ છે. જેટલી રાગ
વગરની શુદ્ધપરિણતિ થઈ તેટલું ચારિત્ર છે, ને તેટલો જ ધર્મ છે; તે જ મોક્ષનું કારણ
છે.
જીવને મોહ અને રાગ–દ્વેષ વગરનાં જે શુદ્ધ પરિણામ છે તે ધર્મ છે. રાગનો એક
કણ પણ તેમાં ન સમાય.
ધર્માત્માને પોતાના આત્માને સાધવાની એવી ધૂન છે કે હું જ એક છું, અને
બીજું કાંઈ મારે માટે છે જ નહિ–એમ સર્વત્ર તે પોતાને એકને જ મુખ્ય દેખે છે. સ્વની
અસ્તિમાં પરની નાસ્તિ કરીને, બીજે બધેયથી દ્રષ્ટિ–રુચિ હઠાવીને પોતાના

PDF/HTML Page 20 of 44
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
આત્માની જ રુચિ પુષ્ટ કરે છે. આનું નામ આત્માર્થિતા!
(કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ.)
–આવી આત્મરુચિ થાય ત્યારપછી જ ચારિત્ર હોય. ચારિત્ર એટલે આત્માના
આનંદમાં પ્રવેશ. આત્માના આનંદમાં પ્રવેશતાં જે વીતરાગ ચારિત્રરૂપ શુદ્ધભાવ
પ્રગટ્યો તે ધર્મ છે, રાગનો તેમાં અભાવ છે.
પરિણામ તે આત્માનો સ્વભાવ છે, તે પરિણામરૂપે આત્મા પોતે પરિણમે છે.
આત્મા પોતાના પરિણામમાં તે કાળે તન્મય થઈને પરિણમે છે, તેથી શુદ્ધચારિત્ર–
પરિણતિરૂપે થયેલો આત્મા પોતે જ ચારિત્ર છે. ચારિત્રપર્યાયવાળો આત્મા તે પોતે
ચારિત્ર છે; આત્માનું ચારિત્ર રાગમાં કે નગ્ન શરીરમાં નથી.
દેહથી ભિન્ન, રાગથી પાર જે પોતાનો શુદ્ધ આત્મા છે તે ધ્યેયને ધર્મી કદી ચુક્તા
નથી. આવા આત્માને ધ્યેય કરતાં અતીન્દ્રિય આનંદ થાય છે.
આત્મા સત્ વસ્તુ છે; વસ્તુ સ્વયમેવ પરિણામ–સ્વભાવવાળી છે. આત્માના
પરિણામ શુભ–અશુભ ને શુદ્ધ ત્રણ પ્રકારનાં છે; તેમાંથી જે કાળે જે પરિણામરૂપે આત્મા
પરિણમે છે તે કાળે તે પરિણામ સાથે તેને તન્મયપણું છે. તેમાથી શુભ ને અશુભ
પરિણતિ તો બંધનું કારણ થાય છે એટલે સંસારનું કારણ છે; ને શુદ્ધપરિણતિ તે ધર્મ છે,
તે મોક્ષનું કારણ છે.
સર્વજ્ઞની જેને શ્રદ્ધા થઈ તેને જ્ઞાનની રુચિ થઈ, જેને જ્ઞાનની રુચિ થઈ તેને
રાગની રુચિ તૂટી ગઈ, એટલે સંસાર છૂટી ગયો, ને મોક્ષમાર્ગ ખુલી ગયો; તેને હવે
અલ્પકાળમાં જ મોક્ષદશા થશે. અનંત ભવ તેને હોય નહીં. ભગવાન પણ એમ જ દેખે
છે કે આ જીવ જ્ઞાનસ્વભાવનો આરાધક થયો છે અને અલ્પકાળમાં મોક્ષ પામશે. આ
રીતે જ્ઞાનના નિર્ણયમાં મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે.
જેને જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા થઈ તેને કેવળજ્ઞાનની શ્રદ્ધા થઈ, કેમકે કેવળજ્ઞાન તો
જ્ઞાનશક્તિમાં પડ્યું છે. અને કેવળજ્ઞાનની શ્રદ્ધા થતાં જ રાગથી ભેદજ્ઞાન થઈ ગયું.
જ્ઞાનપર્યાય અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવમાં ધૂસી ગઈ ત્યારે આ બધો નિર્ણય થયો, ને
તેમાં મોક્ષનો પુરુષાર્થ આવી ગયો.
ભગવાન અરિહંતદેવના આત્માનું સ્વરૂપ ઓળખીને પોતાના આત્મા સાથે તેની
મેળવણી કરતાં ધર્મીજીવ એમ જાણે છે કે–