Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


PDF/HTML Page 1 of 44

background image
૩૩૫
અહો, આત્મઅનુભૂતિ!
સમ્યકત્વભાવે પરિણમેલો હું જાણું છું કે મારા
સમ્યકત્વાદિમાં હું જ છું; મારો આત્મા જ સમ્યક્ત્વરૂપ છે.–
आदा खु मज्झ णाणे आदा मे दसणे चरित्ते य
મારા જ્ઞાન–દર્શન–ચારિત્રમાં મારો આત્મા જ છે; બીજું કોઈ
નહીં. મારા જ્ઞાન–દર્શન–ચારિત્રમાં જ હું છું, એનાથી બહાર કાંઈ હું
નથી.
–આવી જેને આત્મઅનુભૂતિ છે તે જીવ ધર્મી છે. તેના
સમ્યકત્વાદિ સર્વ ભાવોમાં આત્મા જ ઉપાદેય છે. સમ્યક્ત્વાદિમાં
આત્મા જ નજીક છે, ને પરભાવો દૂર છે–બહાર છે.
વિકલ્પો મારા સમ્યકત્વ–જ્ઞાનાદિમાં નિકટ નથી પણ દૂર છે. મારો
પરમ આત્મા જ મારા સમ્યક્ત્વ–જ્ઞાનાદિમાં નિકટ છે, જરાય દૂર નથી.
આ રીતે સર્વત્ર પોતાનો આત્મા જ ઉપાદેય છે. જ્ઞાની જાણે
છે કે સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે હું પરિણમેલો છું ને મારી આ
ચેતનામાં હું જ તન્મય છું. વાહ, આત્મઅનુભૂતિ!