૩૩૬
“મારી ચૈતન્યવસ્તુ મને સતત સુલભ છે”
મુમુક્ષુને સ્વાનુભૂતિપ્રેરક એવો એક સુંદર ન્યાય ગુરુદેવ
ઘણા ભાવથી વારંવાર કહે છે કે–ચૈતન્યવસ્તુ ધર્મીજીવોને સતત
સુલભ છે; કેમકે અંતરમાં સત્ છે, તેનો સ્વીકાર કર્યો ત્યાં તે સુલભ
છે. ‘આવો જ હું છું’ એમ પોતે પોતાને જાણીને શુદ્ધઆત્માને શ્રદ્ધામાં
લીધો ત્યાં તે પોતાને સતત સુલભ છે, પોતે પોતાને સદા પ્રત્યક્ષ છે.
કાંઈ નવી વસ્તુ બનાવવાની નથી, પણ પોતે સત્ જેવો છે તેવો
સ્વીકાર કરવાનો છે, તેથી તે સદા સુલભ છે. જેણે પોતાના
સ્વભાવનો સ્વીકાર કર્યો તેને તો પોતાનો આત્મા સુલભ, સદાય
પ્રાપ્ત છે; અજ્ઞાની શ્રદ્ધા કરતો નથી તેથી તેને સ્વવસ્તુ દેખાતી નથી;
સત્ પોતામાં હોવા છતાં પોતે તેને દેખતો નથી–માટે તેને દુર્લભ લાગે
છે. જ્ઞાની તો જાણે છે કે અહા, મારી ચૈતન્યવસ્તુ સદા મારી પાસે જ
છે, તેથી મને સદા સુલભ છે, પ્રાપ્ત છે. હે જીવ! તારામાં સદાય પ્રાપ્ત
એવી તારી શુદ્ધ ચૈતન્યવસ્તુનો સ્વીકાર કરીને તું પણ તેને સુલભ
બનાવ. તને એમ થશે કે–
‘વાહ! મારી સુલભ વસ્તુ શ્રીગુરુએ મને મારામાં બતાવી.’
વીર સં. ૨૪૯૭ આસો (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૮ : અંક ૧૨