Atmadharma magazine - Ank 336
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 44
single page version

background image
૩૩૬
“મારી ચૈતન્યવસ્તુ મને સતત સુલભ છે”
મુમુક્ષુને સ્વાનુભૂતિપ્રેરક એવો એક સુંદર ન્યાય ગુરુદેવ
ઘણા ભાવથી વારંવાર કહે છે કે–ચૈતન્યવસ્તુ ધર્મીજીવોને સતત
સુલભ છે; કેમકે અંતરમાં સત્ છે, તેનો સ્વીકાર કર્યો ત્યાં તે સુલભ
છે. ‘આવો જ હું છું’ એમ પોતે પોતાને જાણીને શુદ્ધઆત્માને શ્રદ્ધામાં
લીધો ત્યાં તે પોતાને સતત સુલભ છે, પોતે પોતાને સદા પ્રત્યક્ષ છે.
કાંઈ નવી વસ્તુ બનાવવાની નથી, પણ પોતે સત્ જેવો છે તેવો
સ્વીકાર કરવાનો છે, તેથી તે સદા સુલભ છે. જેણે પોતાના
સ્વભાવનો સ્વીકાર કર્યો તેને તો પોતાનો આત્મા સુલભ, સદાય
પ્રાપ્ત છે; અજ્ઞાની શ્રદ્ધા કરતો નથી તેથી તેને સ્વવસ્તુ દેખાતી નથી;
સત્ પોતામાં હોવા છતાં પોતે તેને દેખતો નથી–માટે તેને દુર્લભ લાગે
છે. જ્ઞાની તો જાણે છે કે અહા, મારી ચૈતન્યવસ્તુ સદા મારી પાસે જ
છે, તેથી મને સદા સુલભ છે, પ્રાપ્ત છે. હે જીવ! તારામાં સદાય પ્રાપ્ત
એવી તારી શુદ્ધ ચૈતન્યવસ્તુનો સ્વીકાર કરીને તું પણ તેને સુલભ
બનાવ. તને એમ થશે કે–
‘વાહ! મારી સુલભ વસ્તુ શ્રીગુરુએ મને મારામાં બતાવી.’
વીર સં. ૨૪૯૭ આસો (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૮ : અંક ૧૨

PDF/HTML Page 2 of 44
single page version

background image
સાધર્મી બંધુઓ, આ અંકની સાથે આપણા આત્મધર્મનું ૨૮મું વર્ષ પૂરું થાય
છે. પૂ. શ્રી કહાનગુરુની મંગલછાયામાં ૨૮ વર્ષથી આત્મધર્મદ્વારા આપણને સૌને
આત્મહિતનું જે માર્ગદર્શન અને પ્રેરણા મળે છે તે અલૌકિક છે. વીતરાગમાર્ગની
શરૂઆત આપણા આત્મામાંથી જ થાય છે, એવો આત્મસન્મુખી વીતરાગમાર્ગ પ્રાપ્ત
કરાવીને ગુરુદેવે જે અપૂર્વ ઉપકાર કર્યો છે. તેનું સ્મરણ કરીને ગુરુચરણોમાં હૃદય
નમી પડે છે.
શ્રી દેવ–ગુરુના શરણમાં, આત્મધર્મદ્વારા આપણે સૌ એક પરિવાર જેવા
બની ગયા છીએ. ગમે તેટલી દૂરદૂરની બે વ્યક્તિ મળે. પણ જો બન્ને આત્મધર્મના
વાંચનાર હોય તો, જાણે અત્યંત નીકટના પરિચિત એક પરિવારના જ હોય–એવો
પ્રેમ પરસ્પર થાય છે. આત્મધર્મના સમસ્ત પાઠકોને પોતાના સાધર્મી ભાઈ–બેન
સમજીને સંપાદશે કે તેમના ઉપર હંમેશા નિર્દોષ વાત્સલ્યપ્રેમ વરસાવ્યો છે, ને
સામેથી સમસ્ત પાઠકોએ પણ સંપાદક પ્રત્યે એવી જ લાગણી બતાવી છે.
આત્મધર્મદ્વારા બંધાયેલો આવો ધાર્મિકસંબંધ તે આપણી કિંમતી મૂડી છે.
બંધુઓ, આ અવસર આત્માને સાધવાનો છે. આત્માને સાધવાની સર્વ
સામગ્રી ગુરુપ્રતાપે આપણને મળી છે. તો હવે આવા ઉત્તમ–કાર્યમાં વાર શા માટે
લગાડવી? અત્યંત જાગૃત થઈને આત્માની આરાધનામાં તત્ત્પર થવું યોગ્ય છે.
આત્માની આરાધનાવડે સમ્યક્ ચૈતન્યદીવડા પ્રગટાવીને મોક્ષની મંગલ–દીપાવલી
ઊજવીએ... ને આનંદમય રત્નત્રયનાં તેજથી આત્મામાં ઝગઝગાટ પ્રગટાવીએ...
–બ્ર. હરિલાલ જૈન
સાથે સાથે અમારી એક નાનકડી સૂચના આપ તરત ધ્યાનમાં લેશો–નવાવર્ષનું
આપનું લવાજમ (ચાર રૂપિયા) એકાદ અઠવાડિયામાં જ [આત્મધર્મ કાર્યાલય,
સોનગઢ સૌરાષ્ટ્ર–એ સરનામે] મોકલી આપશોજી–જેથી વ્યવસ્થામાં અમને સરળતા
રહે. લવાજમ સાથે આપનું પૂરું સરનામું સ્પષ્ટ લખશોજી.

PDF/HTML Page 3 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ આસો
ચાર રૂપિયા
OCTO 1971
* વર્ષ : ૨૮ : અંક ૧૨ *
પોતાના પરમ તત્ત્વની પ્રાપ્તિ વડે થતો
સાચો સંતોષ
સ્વાનુભૂતિમાં જ્યાં પોતાના પરમ તત્ત્વની ૫્રાપ્તિ થઈ ત્યાં પોતાના પરમ
આનંદમય નિધાનને પોતામાં જ દેખીને જીવને પરમ સંતુષ્ટ ભાવ થાય છે, પછી ત્યાં
બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિનો લોભ રહેતો નથી. પરમ ચૈતન્યતત્ત્વ, જગતની સવોત્કૃષ્ટ
વસ્તુ તો પોતામાં જ પ્રાપ્ત થઈ ગઈ પછી બીજી વસ્તુઓ લોભ કેમ રહે? અહા! મારું
પરમતત્ત્વ, મારો પરમ ચૈતન્યવૈભવ મારામાં જ અનુભવીને હું પરમ તૃપ્ત છું, સંતુષ્ટ છું.
–આમ ધર્મીજીવ સ્વાનુભવના સંતોષ દ્વારા લોભને જીતે છે; ક્રોધ–માન–માયા કે લોભના
પ્રાપ્તિથી તૃપ્ત થયેલા તે જીવને જગતના બીજા કોઈ પદાર્થને મેળવવાની અભિલાષા
નથી. આ રીતે પરમતત્ત્વની પ્રાપ્તિરૂપ સંતોષ દ્વારા લોભને જીતાય છે.
અનુભૂતિનો સંતોષ નથી તેને પરદ્રવ્યનો–રાગનો લોભ છે, ક્યાંક પરમાંથી સુખ લઉં
એવી તૃષ્ણા તેને વર્તે જ છે. સુખથી ભરેલા પોતાના સ્વતત્ત્વને દેખે તો જ તેની તૃષ્ણા
મટે ને પોતાના અનુભવથી જ તેની પરિણતિ તૃપ્ત–તૃપ્ત સંતુષ્ટ થાય. માટે આચાર્યપ્રભુ
કહે છે કે હે ભવ્ય!

PDF/HTML Page 4 of 44
single page version

background image
: ૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
* સર્વ અપરાધના અભાવરૂપ શુદ્ધ પ્રાયશ્ચિત્ત *
श् [સ્વાત્માના ચિંતન વડે જ્ઞાનની વિશેષ ઉજ્વળતા તે જ પ્રાયશ્ચિત છે]
નિયમસાર નિશ્ચય–પ્રાયશ્ચિત્ત અધિકાર : ભાદરવા વદ ત્રીજ તથા ચોથ
શુદ્ધઆત્માની ભાવના વડે પ્રાયશ્ચિત્ત થાય છે. શુદ્ધઆત્માની સન્મુખ થઈને તેને
ભાવતાં પુણ્ય–પાપરૂપ કલુષતાનો છેદ થાય છે ને જ્ઞાનની વિશુદ્ધિરૂપ ઊજ્વળતા પ્રગટે
છે, તેથી શુદ્ધાત્માની ભાવના તે જ ઉત્તમ પ્રાયશ્ચિત્ત છે.
જે ભાવથી આત્માને દુઃખ થયું, અશુદ્ધતા થઈ, અપરાધ થયો તે મલિન ભાવ
જેનાથી છેદાય, અને ચિત્તની વિશેષ શુદ્ધિ થાય તે સાચું પ્રાયશ્ચિત છે. શુદ્ધ–સ્વભાવની
ભાવનારૂપ નિર્મળપરિણામ તે જ પ્રાયશ્ચિત છે.
શુદ્ધઆત્મા દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મરહિત છે; એવા આત્માને ઓળખીને તેમાં
એકાગ્રતારૂપ વીતરાગપરિણામ તે નિશ્ચયથી મહાવ્રત છે. મહાવ્રત, સમિતિ, પ્રાયશ્ચિત,
સામયિક, આલોચના વગેરે બધું ધ્યાનમાં જ સમાય છે. શુદ્ધઆત્માનું ધ્યાન તે જ
નિશ્ચયથી મહાવ્રતરૂપ ચારિત્ર છે, શુદ્ધઆત્માનું ધ્યાન જ સામાયિક છે, શુદ્ધઆત્માનું
ધ્યાન જ પ્રાયશ્ચિત્ત છે, શુદ્ધઆત્માનું ધ્યાન જ પરમ અહિંસા છે. શુદ્ધઆત્માના આશ્રયે
નિશ્ચયધર્મધ્યાન થતાં સર્વે પરભાવો છૂટી જાય છે, માટે ધ્યાનમાં જ બધા ધર્મો સમાઈ
જાય છે. તેથી આચાર્યદેવ કહે છે કે–
આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને,
ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. (૧૧૯)
પરભાવનું અવલંબન તેમાં તો શુભાશુભ ભાવરૂપ અપરાધની ઉત્પત્તિ છે; તેથી
પરાલંબી ભાવવડે રાગાદિ દોષનો છેદ થતો નથી. રાગાદિ સર્વે દોષોનો છેદ, ને નિશ્ચય
મહાવ્રતાદિ વીતરાગીભાવોની ઉત્પત્તિ શુદ્ધસ્વદ્રવ્યના અવલંબને જ થાય છે. તેથી
શુદ્ધાત્માને અવલંબનારી જે વિશેષપરિણતિ છે તે પ્રાયશ્ચિત્ત છે, તે સંવર છે, તેમાં
ઈંદ્રિયનો નિરોધ છે.
અનીન્દ્રિય એવા આત્માનું ઈંદ્રિયનો યાતીત પરિણમન તે સંયમ છે. તે વિશુદ્ધ

PDF/HTML Page 5 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
પરિણતિમાં રાગાદિ હિંસાભાવનો અભાવ છે તેથી તે અહિંસા છે; તેમાં પોતાના સત્
સ્વભાવનો સ્વીકાર છે તેથી તે જ સાચું સત્ય છે. તેમાં એક રજકણમાત્ર પરદ્રવ્યનું કે
પરભાવનું ગ્રહણ નથી તેથી તે જ સાચું અદ્રત્ત છે, તેમાં જ પરમબ્રહ્મસ્વરૂપમાં રમણતા
હોવાથી, ને પરના સંસર્ગનો તદ્ન અભાવ હોવાથી તે જ પરમાર્થ બ્રહ્મચર્ય છે; તેમાં
સ્વદ્રવ્યનું જ પરિ–ગ્રહણ છે, સર્વપ્રકારે પોતે પોતાના સ્વભાવને જ ગ્રહ્યો છે, તે સિવાય
બીજાના ગ્રહણનો અભાવ છે તેથી તે જ અપરિગ્રહ મહાવ્રત છે. આમ શુદ્ધ અંતર્મુખ
પરિણતિમાં પાંચે મહાવ્રત સમાય છે; સમિતિ વગેરે બધું પણ તેમાં જ આવી જાય છે.
માટે આચાર્યદેવ કહે છે કે અહો, અંતર્મુખ થઈને ચૈતન્યના આકારરૂપ પરિણામ થયા
તેમાં બધું આવી જાય છે. તેમાં પછી ‘આ કરુંને આ છોડું’ એવા વિધિ–નિષેધના
વિકલ્પો કરવાનું રહેતું નથી. સંકલ્પ–વિકલ્પો તે તો અસમાધિ છે, બહિર્મુખભાવો છે, ને
સમાધિ તે તો અંતર્મુખ–આકાર છે એટલે કે ચૈતન્યમાં તદ્રૂપ પરિણમન છે. તે જ જ્ઞાનની
ઉજ્વળતારૂપ પ્રાયશ્ચિત છે, ને મુમુક્ષુજીવે આવું પ્રાયશ્ચિત નિરંતર કર્તવ્ય છે.
શુદ્ધાત્માથી જેટલા બહિર્મુખભાવો છે તે અગ્નિસમાન આકુળતાવાળા હોવાથી
અપરાધ છે; તેનો જેનાથી છેદ થાય ને શાંત–અનાકુળ વિશુદ્ધ ચૈતન્યભાવ પ્રગટે તે
પ્રાયશ્ચિત્ત છે; તેમાં પોતાના શુદ્ધઆત્માનું જ અવલંબન છે.
અહા, આત્મા તો એકલા અતીન્દ્રિય આનંદનો ગાંઠડો છે... તેને ખોલતાં તેમાંથી
જે અતીન્દ્રિય આનંદમય પરિણતિ પ્રગટે છે તે ધર્મ છે, તે પ્રાયશ્ચિત છે. અતીન્દ્રિય
આનંદ જ જેનું રૂપ છે.–તેમાં પ્રવેશીને તેનું અવલોકન કરવું તે નિશ્ચયથી ઈર્યાસમિતિ છે.
જ્ઞાનસ્વભાવની જ્ઞાનભાવરૂપ પરિણતિ થઈ તેમાં સર્વ અપરાધનો અભાવ છે તેથી તે
જ સાચું પ્રાયશ્ચિત્ત છે. આ પ્રાયશ્ચિત્તમાં ખેદ નથી, એમાં તો અતીન્દ્રિય આનંદની મસ્તી
છે, એકલા શાંતરસમાં સમાધિ છે.
અહો, સ્વાત્મ–ચિંતનમાં તત્પર મુનિઓને નિરંતર પ્રાયશ્ચિત છે. જેણે અતીન્દ્રિય
આનંદમાં પરિણતિને લીન કરી તેને બહારમાં પાંચઈંદ્રિયનો ફેલાવ સંકેલાઈ ગયો,
પરિણતિ અતીન્દ્રિય થઈને અંતર્મુખાકાર થઈ... તે જીવ વીતરાગ ભગવાનની પેઢીમાં
બેઠો.
જે વીતરાગી પેઢીનું નામ રાખીને રાગના વેપારથી લાભ મનાવે તે તો
વીતરાગનો વિરોધી છે; રાગના વેપારથી લાભ માનવો તે તો ધરમનું દીવાળું કાઢવાનો

PDF/HTML Page 6 of 44
single page version

background image
: ૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
ધંધો છે. બાપુ! વીતરાગની પેઢીનો વારસો તારે લેવો હોય તો સર્વ રાગના અભાવરૂપ,
જે શુદ્ધ ચૈતન્ય પરમતત્ત્વ–એવા સ્વાત્માને ઓળખીને તેનું ચિંતન કર. સ્વાત્માના
ચિંતનથી વીતરાગભાવની ઉત્પત્તિ થઈ તે જ વીતરાગનો માર્ગ છે. આવા વીતરાગ–
માર્ગની આરાધનાવડે જ ભવનો અંત પમાય છે ને મોક્ષનું પરમસુખ અનુભવાય છે.
સ્વાત્માના ધ્યાનવડે તત્ક્ષણ સર્વે પાપને ખંખેરીને મુનિઓ મુક્તિસુખ પામે છે.
પોતાના અચિંત્ય પરમગુણોથી પરિપૂર્ણ પરમાત્માનું અંતરમાં ભાવવું એટલે કે
અનુભવવું તે દોષના અભાવરૂપ પ્રાયશ્ચિત્ત છે, તેમાં પરભાવથી રહિત એવા ઊજ્વળ–
જ્ઞાનનું પ્રકાશન છે.
મારો આત્મા શુદ્ધજ્ઞાન છે, શુદ્ધજ્ઞાનમાં ક્ર્રોધાદિ કોઈ દોષ કદી છે જ નહિ; –એમ
પોતાના શુદ્ધજ્ઞાનનો જેને સ્વીકાર છે એટલે કે અનુભવ છે તેને સદાય પ્રાયશ્ચિત્ત જ છે.
શુદ્ધજ્ઞાન તે આત્માનો ઉત્કૃષ્ટ ધર્મ છે, તેમાં શાંતિ–આનંદ–પ્રભુતા વગેરે અનંત ધર્મો
સમાય છે. હું પોતે આવા શુદ્ધજ્ઞાનની મૂર્તિ છું–એમ જ્ઞાનની સમ્યક્ ભાવના ભાવનાર
જીવને પ્રાયશ્ચિત્ત છે જ, એટલે કે તેને જ્ઞાનની ઉત્કૃષ્ટ શુદ્ધિ હોય છે જ. અહો, આવા
ગુણવંત મુનિવરોને હું પણ તેવા ગુણની પ્રાપ્તિ માટે વંદું છું.
વાહ, શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્માની સમ્યક્ભાવના, એટલે તેની શ્રદ્ધા–જ્ઞાન–
અનુભૂતિરૂપ પરિણતિ, તે જ પરમધર્મી જીવોનું પ્રાયશ્ચિત્ત (ઉત્કૃષ્ટ જ્ઞાન) છે, તેમાં સર્વે
દોષનો અભાવ છે, ને તેમાં અનંતગુણ સમાય છે. પ્રાય: ચિત્તસ્વરૂપ એટલે ઉત્કૃષ્ટ
જ્ઞાનસ્વરૂપ જે પોતાનો પરમ શુદ્ધઆત્મા, તેની ભાવના કરનારો જીવ પોતે પણ
પ્રાયશ્ચિતસ્વરૂપ છે. ત્રિકાળી આત્મા ઉત્કૃષ્ટ જ્ઞાનસ્વરૂપ હોવાથી તે નિશ્ચયથી
પ્રાયશ્ચિત્તરૂપ જ છે, ને આવા શુદ્ધસ્વભાવની સન્મુખ થઈને જે પર્યાયમાં તેની
સમ્યક્ભાવના ભાવે છે તે જીવને પણ પ્રાયશ્ચિત છે. પરિણતિમાં પ્રાયશ્ચિત્તસ્વરૂપ
ત્રિકાળશુદ્ધ જ્ઞાન–સ્વભાવને જેણે ધારણ કર્યો તે આત્માને સદાય પ્રાયશ્ચિત્ત જ છે.
ક્ષણિક રાગાદિ અપરાધ ભાવોને ધર્મી પોતાના શ્રદ્ધાજ્ઞાનમાં ધારણ કરતા નથી,
તેનો તો જુદા જ રાખે છે; ધર્મી તો નિર્દોષ પરમ ચિત્તને–ઉત્કૃષ્ટ જ્ઞાનસ્વરૂપ આત્માને જ
પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં ધારણ કરે છે. હું પણ આવા આત્માની સન્મુખ થઈને તેની
સમ્યક્ભાવના કરતો થકો, શુદ્ધાત્મજ્ઞાનની સમ્યક્ભાવનાવંત મુનિન્દ્રને વંદું છું.

PDF/HTML Page 7 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
[અંતર્મુખ થઈને શુદ્ધાત્મજ્ઞાનની સમ્યક્ભાવના કર્તવ્ય છે]
* નિયમસાર ગાથા : ૧૧૬ ભાદરવા વદ ૬ *
ધર્મ એટલે આત્માનો કાયમી જ્ઞાનગુણસ્વભાવ; તે સ્વભાવની રાગરહિત
નિર્વિકાર પરિણતિ તે મોક્ષના સાધનરૂપ ધર્મ છે. આત્માએ પોતાના જ્ઞાનધર્મને સદા
પોતામાં ધારી રાખ્યો છે; આવા આત્માની સમ્યક્ભાવના વડે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ
ધર્મ પ્રગટ થાય છે.
સર્વજ્ઞસ્વભાવ તે આત્માનો ઉત્કૃષ્ટ ધર્મ છે; અનંતધર્મો ત્રિકાળ છે, તેમાં
સર્વજ્ઞસ્વભાવરૂપ ધર્મ મુખ્ય છે. તે સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને પ્રતીત કરતાં જ
મોક્ષમાર્ગ શરૂ થાય છે.
જ્ઞાનધર્મ મહાન છે–ઉત્કૃષ્ટ છે; જ્ઞાનમાં રાગ નથી; જ્ઞાનની અનુભૂતિ રાગથી
પાર છે. શુદ્ધજ્ઞાનની અનુભૂતિમાં આત્મા આવી જાય છે. જ્ઞાનને આત્મા જ કહ્યો છે.
આવા જ્ઞાનસ્વભાવની સમ્યક્ભાવનામાં ચિત્તની અત્યંત શુદ્ધિ હોવાથી તેને પ્રાયશ્ચિત
કહેવાય છે; તેમાં જ્ઞાનની અતિશયતા છે ને રાગાદિ દોષનો પરિહાર છે.
શરીર–મન–વાણીને એક્કોર રાખ; એ તો જુદાં છે જ; અંદર રાગાદિ
પરભાવો છે તેને પણ જ્ઞાનથી જુદા જ જાણ; જ્ઞાનધર્મમાં રાગ નથી. આત્મા
જ્ઞાનધર્મ જેટલો છે. તેનો ઉત્કૃષ્ટ જ્ઞાનસ્વભાવ હોવાથી તે પોતે પ્રાયશ્ચિત છે. અહો,
આવો જ્ઞાનધર્મ આત્માનો પોતાનો છે, તેના વડે આત્માનું સ્વરૂપ ઓળખાય છે.
ધર્મને ધારણ કરનાર આત્મા, તેને જાણ્યા વગર ધર્મ થતો નથી. જાણનારને
જાણ્યા વગર સાચું જ્ઞાન ક્યાંથી થાય? જે જાણનાર છે, જે પોતે જ્ઞાનસ્વરૂપ છે,
એવી સ્વસત્તાને જાણતાં અને તેમાં લીન થતાં મુક્તિના માર્ગરૂપ શુદ્ધજ્ઞાન પ્ર્રગટે
છે, તે શુદ્ધજ્ઞાનને નિશ્ચિયપ્રાયશ્ચિત્ત કહેવાય છે; તેમાં મિથ્યાત્વાદિ સર્વે દોષોનો
અભાવ છે.

PDF/HTML Page 8 of 44
single page version

background image
: ૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
મુનિઓ શુદ્ધાત્મજ્ઞાનની સમ્યક્ભાવના કરનારા છે. પોતાના શુદ્ધજ્ઞાનસ્વરૂપની
સમ્યક્ભાવના ક્યારે થાય? કે તે સ્વભાવની સન્મુખ થઈને તેની સમ્યક્ભાવના થાય
છે; પરની, રાગની કે પર્યાયભેદની સન્મુખ રહીને શુદ્ધજ્ઞાનની સમ્યક્ભાવના થતી નથી;
પણ પરથી પરાંગ્મુખ, રાગથી રહિત ને પર્યાયભેદોથી પાર થઈને, અંર્તસન્મુખ અભેદ
પરિણતિવડે આત્માની સમ્યક્ભાવના થાય છે. આ સમ્યક્ભાવના તે જ સમ્યક્શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર છે; તેમાં ધ્યેયરૂપ પોતાનો શુદ્ધઆત્મા જ છે; બીજું કોઈ નહીં.
અહો, મારો આત્મા અતીન્દ્રિયજ્ઞાનનો સાગર છે, તેમાં અતીન્દ્રિય શાંતિ છે,
અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવમાં અનંતાધર્મો સમાયેલા છે. આવા મારા જ્ઞાનની પ્રતીત કરતાં
મારો ઉત્કૃષ્ટ–સર્વજ્ઞસ્વભાવ સ્વાનુભવમાં મને પ્રત્યક્ષગોચર થાય છે; એટલે સર્વજ્ઞપર્યાય
પ્રગટ કરવા ક્યાંય બહારમાં–રાગમાં જોવાપણું નથી; મારો સર્વજ્ઞસ્વભાવ જે મારામાં
સત્ છે જ–તેનો સ્વીકાર કરીને તેની સમ્યક્ભાવના વડે તેમાંથી સર્વજ્ઞતા આવશે.–આમ
ધર્મીને પ્રતીત છે.
સર્વજ્ઞસ્વભાવને માનતાં જીવ પોતે સર્વજ્ઞતાના માર્ગમાં ચડી ગયો. રાગવાળો,
ઈંદ્રિયજ્ઞાનવાળો હું છું એમ અનુભવનાર જીવ મિથ્યાભાવવાળો છે કેમકે તે પોતાના
સર્વજ્ઞસ્વભાવનો સ્વીકાર કરતો નથી. સર્વજ્ઞસ્વભાવનો સ્વીકાર કરનારી પરિણતિ તો
રાગથી ને ઈંદ્રિયજ્ઞાનથી જુદી પડી જાય છે ને અતીન્દ્રિય થઈને અંતરના સ્વભાવના
શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરે છે. માટે અંતર્મુખ થઈને શુદ્ધજ્ઞાનની આવી સમ્યક્ભાવના
કર્તવ્ય છે.
મારે મારા આત્માના જ્ઞાનસ્વભાવ સાથે કામ છે, બીજા કોઈ સાથે મારે કામ નથી. –
બીજા જીવો માને કે ન માને, બીજાને સમજાવતાં આવડે કે ન આવડે, બીજું જાણપણું હો કે
ન હો, મારે તો મારામાં જે સર્વજ્ઞસ્વભાવરૂપ પરમધર્મ છે તેની સાથે જ પ્રયોજન છે, એટલે
તેની જ સન્મુખ થઈને હું તેને એકને જ સદાય ભાવું છું... વારંવાર એનો જ પરિચય કરું છું.
‘અરે, પંચમકાળે સર્વજ્ઞભગવાનના વિરહ પડ્યા!’ –પણ કાંઈ પોતાના
સર્વજ્ઞસ્વભાવી આત્માનો વિરહ છે? –ના; સર્વજ્ઞતા જેમાંથી પ્રગટે છે એવો સર્વજ્ઞસ્વભાવી
આત્મા તો પ્રત્યક્ષ–પ્રગટ અંદર બિરાજી રહ્યો છે; પોતાનો પોતાને કદી વિરહ નથી. આવા
સર્વજ્ઞસ્વભાવી આત્માને જેણે ઓળખ્યો તે સર્વજ્ઞના માર્ગમાં આવી ગયો, પોતામાં જ
ભગવાનનો સાક્ષાત્ ભેટો થતાં સર્વજ્ઞનો વિરહ એને મટી ગયો...એણે ભગવાનને

PDF/HTML Page 9 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
રીઝવી લીધા. એ પોતે વીતરાગમૂર્તિ થઈ ગયો. સમ્યગ્દર્શન–જ્ઞાનાદિ બધા ભાવો
વીતરાગતાના જ પ્રકાર છે, તે કાંઈ રાગના પ્રકાર નથી; તેથી સમ્યગ્દર્શનાદિ બધા ધર્મો
વીતરાગતાની જ મૂર્તિ છે. જેને સમ્યગ્દર્શનાદિ થયું તે વીતરાગમૂર્તિ થયો. આત્માના
જ્ઞાનધર્મની સમ્યક્ભાવનાવડે આવો ધર્મ થાય છે. માટે મુમુક્ષુજીવે અતર્મુખ થઈને
પોતાના શુદ્ધજ્ઞાનમૂર્તિ આત્માની સમ્યક્ભાવના કરવા જેવી છે. વારંવાર ક્ષણેક્ષણે પરમ
મહિમા લાવીને પોતાના જ્ઞાનસ્વભાવમાં પરિણતિ વાળવા જેવી છે...તે સમ્યક્ભાવના
મુક્તિનું કારણ છે.
શુદ્ધાત્માની આવી સમ્યક્ભાવનાવંત મુનિઓને હું આદરપૂર્વક તેમના ગુણોની
પ્રાપ્તિઅર્થે વંદું છું, એટલે કે હું પણ રાગાદિભાવોની ભાવના છોડીને મારા શુદ્ધાત્માની
સન્મુખ થઈને તેની સમ્યક્ભાવના કરું છું.
આસ્રવ અને સંવર
शुभाशुभकर्मागमद्वाररूप आस्रवः।
आस्रवनिरोधलक्षणः संवरः।।
સર્વાર્થસિદ્ધિમાં પૂજ્યપાદસ્વામી કહે છે કે–
શુભ–અશુભકર્મ જેનાથી આવે છે તે આસ્રવ છે.
શુભરાગવડે શુભકર્મનું આગમન થાય છે એટલે તે આસ્રવ છે;
અને તે બંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી.
આસ્રવના નિરોધને સંવર કહ્યો છે, એટલે શુભકર્મનો
આસ્રવ પણ જેનાથી અટકે તે સંવર છે, તે મોક્ષમાર્ગ છે.
શુભકર્મનો પણ જેનાથી આસ્રવ થાય તે મોક્ષમાર્ગ નથી.
આસ્રવની અને સંવરની આવી સ્પષ્ટ વ્યાખ્યા સમજે
તો જ મોક્ષમાર્ગનો સાચો નિર્ણય થાય.

PDF/HTML Page 10 of 44
single page version

background image
: ૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
ચૈતન્યની સ્વાનુભૂતિમાં જ મારી શોભા છે
(ભાદરવા સુદ પૂર્ણિમાં.... ૨૪૯૭ નિયમસાર શ્લોક: ૧૭૩ થી ૧૭૯)
જેમ સુંદર સ્ત્રીઓના કટાક્ષબાણ વડે પણ મુનિઓનું હૃદય
ભેદાતું નથી, તેમ સંકલ્પ–વિકલ્પો વડે ચૈતન્યતત્ત્વ ભેદાતું નથી,
ધર્મી પોતાના ચૈતન્યતત્ત્વને સમસ્ત – સંકલ્પ – વિકલ્પોથી તદ્ન
ચૂકીને તું પરભાવના કોલાહલમાં ક્યાં અટક્યો?
જેમ મોટા માણસની હાજરીમાં બાળક તોફાન કરે તો
માતા તેને વઢે કે – અરે ડાયા! આ તને શું સૂઝયું? આવા મોટા
માણસ સામે બેઠા છે ને તું આવા તોફાન કરે છે, એ તે કાંઈ તને
શોભે છે? તેમ રાગથી જે લાભ મનાવે છે એવા જીવને
જિનવાણીમાતા ઠપકો આપે છે કે – અરે જીવ! મોટા પરમાત્મા
અંદર સાક્ષાત્ તારી પાસે બિરાજે છે ને તેની હાજરીમાં તું રાગથી
લાભ માનીને પરભાવ. તોફાન કરે છે – એ તે કાંઈ તને શોભે
છે? ના રે ના; તારી શોભા તો રાગથી પાર ચૈતન્યની
સ્વાનુભૂતિવડે જ છે.
મુમુક્ષુજીવ પોતાના નિર્વિકલ્પ શુદ્ધતત્ત્વને બરાબર જાણે છે; ત્રણલોકને
જાણવાનો જેનો સ્વભાવ છે, અને ક્યાંય એક વિકલ્પ પણ કરવાનો જેનો સ્વભાવ નથી
એવું શુદ્ધ – નિર્વિકલ્પ સત્ત્વ હું જ છું – એમ સ્વાનુભવથી અત્યંત સ્પષ્ટ મુમુક્ષુજીવ જાણે
છે. એ રીતે સ્વતત્ત્વને જાણીને, શુદ્ધોપયોગવડે તેમાં એકાગ્રતારૂપ શુદ્ધશીલના
આચરણવડે તે મુમુક્ષુજીવ સિદ્ધિને પામે છે.
જુઓ, સ્વતત્ત્વ કેવું છે? ને તે કેમ જણાય, એટલે કે તે અનુભવમાં કેમ આવે?
તેની આ વાત છે. પોતાની જ્ઞાનપર્યાયવડે પોતાનો આત્મા જણાય છે. જ્યારે
જ્ઞાનપર્યાયને સ્વભાવસન્મુખ એકાગ્ર કરતાં જ્ઞાનમય આખી ચીજ જાણવામાં આવી,
ત્યારે તેણે આત્માને જાણ્યો. આવા આત્માને જાણીને તેમાં એકાગ્ર થતાં શુદ્ધ શીલનું

PDF/HTML Page 11 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
આચરણ થાય છે. પરથી ભિન્ન, પોતાના શુદ્ધ – દ્રવ્ય – ગુણ – પર્યાયરૂપ એક આખી
ચૈતન્યવસ્તુ છે; તેમાં દ્રવ્ય–ગુણને ભૂલીને જો એકલી પર્યાય જેટલો જ પોતાને અનુભવે
તો તે જીવને (પ્રવચનસારની ગા. ૯૩ માં) પર્યાયમૂઢ–મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે. શુદ્ધ
પર્યાયના ભેદ પાડીને તેના વિકલ્પમાં રોકાય તોપણ તેને વિકલ્પ સાથે એકતા છે, તેને
શુદ્ધપર્યાય થતી નથી. શુદ્ધપર્યાય તો ત્યારે જ થાય કે જ્યારે દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદનું પણ
અવલંબન છોડીને એક અભેદ શુદ્ધઆત્માનું અવલંબન લ્યે, ને તે અભેદનો અનુભવ કરે.
મુનિઓ અને સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માઓ આનંદસહિત પોતાના અંતરમાં આવા
નિર્બાધ તત્ત્વનો અનુભવ કરે છે. આ નિર્બાધ ચૈતન્યતત્ત્વ કોઈથી ભેદાતું નથી. જેમ
સુંદર સ્ત્રીઓના કટાક્ષબાણવડે પણ મુનિઓનું હૃદય ભેદાતું નથી, તેમ સંકલ્પ–
વિકલ્પોવડે ચૈતન્યતત્ત્વ ભેદાતું નથી, ધર્મી પોતાના ચૈતન્યતત્ત્વને સમસ્ત સંકલ્પ–
વિકલ્પોથી તદ્ન જુદું ને જુદું રાખે છે. અરે જીવ! આવા શાંત–સુંદર તારા તત્ત્વને ચૂકીને
તું પરભાવના કોલાહલમાં ક્યાં અટક્્યો?
જેમ મોટા માણસની હાજરીમાં બાળક તોફાન કરે તો માતા તેને વઢે કે–અરે ડાયા!
આ તને શું સૂઝ્યું? આવા મોટા માણસ સામે બેઠા છે ને તું આવા તોફાન કરે છે, એ તે
કાંઈ તને શોભે છે? તેમ રાગથી જે લાભ મનાવે છે એવા જીવને જિનવાણીમાતા ઠપકો
આપે છે કે – અરે જીવ! મોટા પરમાત્મા અંદર સાક્ષાત્ તારી પાસે બિરાજે છે ને તેની
હાજરીમાં તું રાગથી લાભ માનીને પરભાવનાં તોફાન કરે છે – એ તે કાંઈ તને શોભે છે?
ના રે ના, તારી શોભા તો રાગથી પાર ચૈતન્યની સ્વાનુભૂતિવડે જ છે. અરે, ‘તું રાગ કર,
તને રાગથી લાભ થશે’ – એમ રાગનો ઉપદેશ તે કાંઈ મુનિને કે ધર્મીને શોભે? ના; અહો,
વીતરાગતાના સાધકો તો વીતરાગતાથી જ લાભ મનાવે, વીતરાગતાનો જ ઉપદેશ કરે, ને
તેનો જ આદર કરે. વીતરાગભાવ વડે જ એમની શોભા છે.
વીતરાગી ગુરુઓ તો વીતરાગમાર્ગનો જ ઉપદેશ આપે છે. જેઓ રાગની
પુષ્ટિનો ઉપદેશ આપે, તેને વીતરાગમાર્ગી કોણ કહે? જેઓ મિથ્યામાર્ગનો ઉપદેશ આપે,
જેઓ ‘તું આ નવું પાપ કર’ એમ પાપનો ઉપદેશ આપે, તે તો વીતરાગમાર્ગથી વિરુદ્ધ
છે. ધર્મી તો કહે છે કે અમારૂંં તત્ત્વ રાગથી અત્યંત ભિન્નપણે જયવંત છે. અહો, આ
તત્ત્વના મહિમાની શી વાત!
વાહ જુઓ તો ખરા! મુનિઓ તો સિદ્ધ સાથે વાતું કરે છે. પ્રભો! તારા જેવો
મારો સ્વભાવ મેં મારામાં અનુભવ્યો–એટલે હું તારી સમીપમાં

PDF/HTML Page 12 of 44
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
જ છું. તારાથી જરાય દૂર નથી.
અહો! આવું સચ્ચિદાનંદ તત્ત્વ, અચિંત્ય મહિમાવંત, પોતે જ છે, તેની પ્રાપ્તિ માટે
કોઈ બીજાના મહિમાની જરૂર નથી. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ પણ પોતાના આવા શુદ્ધતત્ત્વને
અનુભવે છે. આહા, મારો આત્મા જ કલ્યાણની મૂર્તિ છે. તેને નજરમાં લીધો છે તેથી
મારૂં કલ્યાણ જ છે; પ્રત્યક્ષસ્વભાવી આત્મા પર્યાયમાં પણ સ્વાનુભવપ્રત્યક્ષ થયો
છે; અહા! આવો પ્રત્યક્ષઅંશ જેમાંથી આવ્યો તે આખી વસ્તુ પ્રત્યક્ષસ્વભાવી જ
છે, આમ સ્વસંવેદનપ્રત્યક્ષના બળે ધર્મી પોતાના પ્રત્યક્ષસ્વભાવી આત્માને નિઃશંક
જાણે છે. તે જાણનારા જ્ઞાન તો મતિ–શ્રુત છે, છતાં તે જ્ઞાનમાં ઈન્દ્રિયનું–મનનું કે
રાગનું અવલંબન નથી. અતીન્દ્રિયસ્વભાવી ચેતનવસ્તુ છે તેનું આલંબન કરતાં
પર્યાય પણ તેવી અતીન્દ્રિય થઈ છે.
આવું આત્માનું સ્વસંવેદન થતાં ધર્મી જાણે છે કે
આનંદનું ને જ્ઞાનનું ધામ હું જ છું. જ્ઞાનનું મંદિર, આનંદનું મંદિર હું જ છું, મારાથી
બહાર બીજે ક્યાંય મારા જ્ઞાન–આનંદ નથી. –આમ સ્વસન્મુખ અનુભૂતિ કરનાર
ધર્માત્માને પોતાનો આત્મા સુલભ જ છે, દૂર્લભ નથી, દૂર નથી.
સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે– મારો આત્મા ઉત્કૃષ્ટ સમતાનું ઘર છે. ત્રણલોકમાં
ખળભળાટ થાય તોપણ જે પોતાની સમતાથી છૂટે નહિ એવો મારો આત્મા છે;
પરભાવોના પ્રપંચથી તે દૂર છે, પણ મારા સ્વભાવમાં તે મને નિરંતર સુલભ છે. મારું
શુદ્ધતત્ત્વ મારામાં સદા પ્રાપ્ત જ છે, સદાય મને સુલભ જ છે. મારામાં સદાય હું પ્રાપ્ત જ
છું. મારૂં તત્ત્વ મારાથી દૂર નથી. મન–વાણીથી દૂર છે, પણ સ્વાનુભવ વડે તે મારામાં
સુલભ છે–આવું જે પોતાનું શુદ્ધતત્ત્વ છે તે નમવાયોગ્ય છે, તેમાં અંતર્મુખ થઈને એકાગ્ર
થવા જેવું છે. અમે તેને જ નમીએ છીએ.
અહો, આત્મા તો શાંતરસનો સમુદ્ર છે, જ્યાં કેવળજ્ઞાનરૂપી પૂનમનો ચંદ્ર
સોળકળાએ ઊગ્યો ત્યાં શાંતરસનો સમુદ્ર ઊછળ્‌યો. આ કેવળજ્ઞાનચંદ્ર સદાય સોળ
કળાએ ખીલ્યો છે, તેની સાથે પરમ શાંતરસ ઉલ્લસે છે; તેવો જ મારા આત્માનો
સ્વભાવ છે–એમ હે જીવ! તું તારા સ્વભાવનો વિશ્વાસ લાવ! તારા આત્મામાં સંકલ્પ–
વિકલ્પ કરવાનો સ્વભાવ નથી; એકલો અનાકૂળ શાંતરસ જ તારામાં ભર્યો છે.–આવા
સ્વરૂપમાં નજર કરતાં શાંતરસનો દરિયો પોતામાં ઉલ્લસતો દેખાય છે... અનંતી શાંતિ
મારા આત્મામાં વેદાય છે; મારી પરિણતિદ્વારા મારા શાંતરસમય ભગવાનને હું વધાવું છું.

PDF/HTML Page 13 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
આત્માને અપૂર્વ શાંતિ અને સમાધિ આપનાર
અલૌકિક વીતરાગમાર્ગ
સર્વજ્ઞદેવનો માર્ગ અપૂર્વ અલૌકિક છે; તે માર્ગને
સેવતાં આત્માની પરમ વીતરાગી શાંતિ થાય છે. જેમાં શાંતિ
ન મળે તે વીતરાગનો માર્ગ નહીં. વીતરાગનો માર્ગ તો
વીતરાગભાવવડે પરમ અતીન્દ્રિય શાંતિ દેનાર છે. અરે જીવ!
વીતરાગનો આવો માર્ગ તને મળ્‌યો, તો હવે બીજી ઉપાધિ
છોડીને વીતરાગભાવવડે તારા પરમાત્મતત્ત્વને ચિંતવ, તેમાં
તને પરમ શાંતિ પરમ આનંદ ને પરમ સમાધિ થશે.
[સોનગઢમાં બોટાદના ભાઈશ્રી શિવલાલ વીરચંદ ગાંધી તથા જોરાવરનગરના
ભાઈશ્રી અનુપચંદ છગનલાલ ઉદાણીના નવા મકાન (ગુરુમહિમા) ના વાસ્તુ પ્રસંગે
મંગલપ્રવચનમાંથી. વીર સં. ૨૪૯૭ આસો સુદ ત્રીજ નિયમસાર ગાથા ૧૨૨]
* * * * *
સમાધિ એટલે આત્માની સાચી શાંતિ ને આનંદ કેમ થાય તેની આ વાત છે.
આધિ–વ્યાધિ ને ઉપાધિ વગરનો જે વીતરાગી શાંતભાવ તે સમાધિ છે. આ સમાધિમાં
બહારનું કોઈ આલંબન નથી, પોતાના શુદ્ધઆત્માનું જ આલંબન છે, વીતરાગભાવવડે
પોતાના આત્માની શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ તે સમાધિની રીત છે.
મુમુક્ષુ ધર્મીને પંચપરમેષ્ઠી ભગવંતો પ્રત્યે બહુમાન–સ્તુતિનો પ્રશસ્તભાવ આવે
છે; પણ પરમ સમાધિમાં તો તે પ્રશસ્તરાગનું પણ આલંબન નથી. સર્વજ્ઞ પરમાત્મા
અરિહંત અને સિદ્ધભગવંતોને અચિંત્ય પરમ વીતરાગવૈભવ પ્રગટ્યો છે, સાધુમુનિઓને
પણ આત્માના પ્રચુર સ્વસંવેદન વડે ધણોજ આનંદમય વીતરાગ વૈભવ પ્રગટ્યો છે.
અશુભથી છૂટવા મુમુક્ષુજીવોએ, પરમયોગિમુનિઓએ પણ આવા પરમેષ્ઠી ભગવંતોની
સ્તુતિ–બહુમાન કર્તવ્ય છે; તેમાં પ્રશસ્તભાવ છે. અને પરમાર્થ સમાધિમાં લીન એવા
નિર્વિકલ્પસંતોને તો અતીન્દ્રિય આનંદમાં એવી એકાગ્રતા છે

PDF/HTML Page 14 of 44
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
કે પ્રશસ્ત કે અપ્રશસ્ત કોઈ રાગવૃત્તિનું ઉત્થાન જ થતું નથી. તેઓ તો પરમ–
વીતરાગભાવે પોતાના જ્ઞાયકસ્વરૂપને જ ધ્યાવે છે.
ભગવાન આત્મા તો ત્રણેકાળ કર્મકલંકથી રહિત છે, અને તેના તરફ વળીને તેને
ધ્યાવનારી પર્યાય પણ કર્મકલંકથી રહિત છે. શુભવિકલ્પનો વિષય આત્મા નથી, આત્મા
તો રાગરહિત વીતરાગી ચેતનાનો જ વિષય છે. રાગ તો આસ્રવતત્ત્વ છે તે કાંઈ
જીવતત્ત્વ નથી; અંર્તસન્મુખ થયેલી ચેતના પણ રાગદિ આસ્રવથી રહિત થઈને સંવર–
રસનો સ્વાદ ક્યાંથી આવે? ચૈતન્યનો રસ જેને જાગે તેને સંસારમાં બીજા કોઈનો રસ
રહે નહીં. ચૈતન્ય તરફ જે ભાવ વળ્‌યો તે ભાવ રાગથી છૂટો પડ્યો, એટલે તે પર્યાય
આસ્રવરહિત થઈ. આવી અંતર્મુખ પર્યાય તે જ સમાધિ છે, કોઈ પરભાવની ઉપાધિ
તેમાં નથી. જીવન જીવતાં જ ધર્માત્માને આત્માની આવી સમાધિ અનુભવાય છે.
સર્વજ્ઞદેવનો માર્ગ અપૂર્વ અલૌકિક છે; તે માર્ગને સેવતાં આત્માની પરમ
વીતરાગી શાંતિ થાય છે. જેમાં શાંતિ ન મળે તે વીતરાગનો માર્ગ નહીં. વીતરાગનો
માર્ગ તો વીતરાગભાવવડે પરમ અતીન્દ્રિય શાંતિ દેનાર છે. અરે જીવ! વીતરાગનો
આવો માર્ગ તને મળ્‌યો, તો હવે બીજી ઉપાધિ છોડીને વીતરાગભાવવડે તારા
પરમાત્મતત્ત્વને ચિંતવ, તેમાં તને પરમ શાંતિ પરમ આનંદ ને પરમ સમાધિ થશે.
અતીન્દ્રિય આનંદરસથી છલોછલ છલકાતો સાગર તારો આત્મા, તેના
આનંદરસનો રસિયો થઈને તેને જ અંતરમાં વીતરાગભાવરૂપ ધ્યાનનો વિષય બનાવ.
એના સિવાય બીજા કોઈના આશ્રયે શાંતિનું વેદન નથી. સમ્યગ્દર્શન કરવા માટે પણ
પહેલાં તારા શુદ્ધઆત્માને જ ધ્યેય બનાવીને લક્ષમાં લે. સમ્યગ્દર્શનમાં પણ કોઈ અપૂર્વ
સમાધિ છે. સમ્યગ્દર્શન પણ પુણ્ય અને પાપ બંનેથી પાર છે, ને આત્માના આશ્રયે જ
તેની ઉત્પત્તિ છે.
અરે, આવો અલૌકિક વીતરાગમાર્ગ, આત્માના પોતાના સ્વભાવનો માર્ગ! તેને
હે જીવ! તું સ્વાનુભવગમ્ય કર. તે સ્વાનુભવથી જ ગમ્ય છે. સ્વાનુભવ સિવાય બીજા
કોઈ માર્ગે આત્માનો સ્વભાવ હાથમાં આવે નહિ, ને સ્વઘરમાં વાસ થાય નહીં.
સ્વભાવના સ્વઘરમાં પ્રવેશીને પર્યાય તેમાં વસે તે જ અપૂર્વ આનંદમય વાસ્તુ છે. જે
વીતરાગભાવથી આત્મામાં વસાય તેને ભગવાન વાસ્તુ કહે છે.

PDF/HTML Page 15 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
ચારિત્રમાં વરસે છે–આનંદની ધારા
[નિયમસાર–ટીકા–શ્લોક ૧૮૬–૧૮૭–૧૮૮ ભાદ્ર. વદ ૮]
* મારો માર્ગ ને વીતરાગપરમાત્માનો માર્ગ જરાય જુદા નથી *
આત્મા જ્ઞાનમૂર્તિ છે, તેની સન્મુખ થઈને તેનું રાગ વગરનું જે અતીન્દ્રિયવેદન
થવું તે આનંદ છે, તે ધર્મ છે; તેમાં આત્માની ઉપલબ્ધિ છે.
કર્મરહિત ને અનંત આનંદસહિત જે જ્ઞાનમૂર્તિ આત્મા, તેની અનુભૂતિમાં આનંદની
લહરી ઊઠે છે. આત્મઅનુભૂતિમાં તો શાંતરસની તીવ્ર જળધારા સતત વરસે છે, ને ભવનો
દાવાનળ ઠરી જાય છે. આવી દશાવાળા જીવને સંયમ અને ચારિત્ર હોય છે.
શુભવિકલ્પો તે કાંઈ ચારિત્ર કે જ્ઞાન નથી, તેમાં કાંઈ આનંદની ધારા નથી, ને
તે કાંઈ વીતરાગમાર્ગ નથી; અંતરમાં આત્માની ઉપલબ્ધિથી થતું જે જ્ઞાન અને ચારિત્ર,
તેમાં આનંદની ધારા ઉલ્લસે છે, તે જ વીતરાગમાર્ગ છે. બાપુ! તારો માર્ગ ને વીતરાગ–
માર્ગ જરાય જુદા નથી. જુદાપણું ભાસે તો માર્ગ સાચો નથી.
રાગની વાત જુદી છે, જ્ઞાનની જાત જુદી છે; બંનેની જુદાઈને અનુભવીને જ્ઞાનમાં જે
એકાગ્રતા થઈ તે ચારિત્ર છે, તેમાં આનંદની ધારા વરસે છે, તે વીતરાગનો સાક્ષાત્ માર્ગ છે.
રાગમાં તો ભવનો દાવાનળ છે; તે અશુભ હો કે શુભ, તેમાં ચૈતન્યની શાંતિ
જરાય નથી. તે દાવાનળ જ્ઞાનવડે જ બુઝાય છે. અંતરમાં આખો શાંતરસનો સમુદ્ર આત્મા,
તેને સમ્યગ્જ્ઞાનવડે પ્રાપ્ત કરીને અનુભવમાં લેતાં શાંતરસની જોરદાર ધારા વરસીને ભવના
દાવાનળને બુઝાવી નાખે છે. સ્વાનુભૂતિમાં ધર્મીને કોઈ અલૌકિક શાંતિ છે.
ચૈતન્યસૂર્યમાંથી જે જ્ઞાનનાં કિરણ ફૂટ્યાં તે અજ્ઞાનઅંધકારને દૂર કરે છે; ત્યાં
સ્વભાવસન્મુખ એકાગ્રતાથી ઝડપથી શાંતરસની ધારા ઊછળે છે. પરિણતિ પરભાવોથી
છૂટીને એવી ઝડપથી અંતરમાં વળી કે શાંતરસનો ધોધમાર વરસાદ વરસ્યો, ને
અનાદિના પરભાવની આકુળતાને ધોઈ નાંખી. –આવી જ્ઞાનીની દશા છે. અને આવા
જ્ઞાનીને આત્માના ચારિત્રમાં આનંદની ધારા વરસે છે. જ્ઞાનીના ચારિત્રની અદ્ભુત
આનંદધારાને અજ્ઞાનીઓ

PDF/HTML Page 16 of 44
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
ક્યાંથી ઓળખી શકે? અંતરમાં જઈને રાગથી પાર જ્ઞાનનો પોતે અનુભવ કરે તો જ
તેની ખબર પડે. અજ્ઞાનમાં રહીને જીવ ગમે તેટલું કરે પણ તેને શાંતિ કે આનંદનો
અનુભવ થાય નહીં. સમ્યગ્જ્ઞાનીએ જ્ઞાન અને રાગની ભિન્નતારૂપ ભેદજ્ઞાનની ચાવીવડે
આત્માના નિધાનનો કબાટ ખોલી નાંખ્યો છે, તે પોતાના આનંદને પોતામાં દેખે છે.
અહા! ચૈતન્યનો આવો આનંદ! અને તેને બતાવનારી વીતરાગની વાણી! તેને
ઝીલવા માટે મહાન પાત્રતા જોઈએ. સિંહણના દૂધ જેવી વીતરાગની વાણી, અને
વીતરાગના ભાવ, તેને ઝીલવા માટે વીતરાગપરિણતિરૂપ સોનાનું પાત્ર જોઈએ; તે
રાગરૂપ લોઢાના પાત્રમાં ન રહે. રાગની રુચિવાળો જીવ વીતરાગની વાણીને ઝીલી શકે
નહીં, તેની પરિણતિમાં આનંદરસની ધારા ઝીલાય નહીં; ચૈતન્યસ્વભાવમાં સ્વસન્મુખ
થઈને, રાગથી ભિન્ન થયેલી જે શુદ્ધજ્ઞાનપરિણતિ, તે જ ચૈતન્યની ધોધમાર
આનંદધારાને ઝીલે છે, તે જ વીતરાગની વાણીને ઝીલે છે.
અહો, સમયસાર–નિયમસારરૂપી આ અધ્યાત્મર્શાસ્ત્રો તો અમૃતના દરિયા છે...
કેમકે તેમાં કહેલા ચૈતન્યભાવને સમજતાં સમ્યગ્જ્ઞાનમાં આનંદનો સમુદ્ર ઉલ્લસે છે...
આવા ચૈતન્યસમુદ્રમાં જે ડુબકી મારે છે તેને જ સંયમરૂપી રત્નમાળા પ્રાપ્ત થાય છે.
બાપુ! તારા ચૈતન્યસમુદ્રમાં એકવાર નજર તો કર! તને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી
રત્નમાળા પ્રાપ્ત થશે... ને તું મોક્ષનો સ્વામી થઈશ. જુઓ, આવી જ્ઞાનદશાવાળા જીવને
જ આનંદમય ચારિત્રદશા હોય છે; બીજાને તે ચારિત્રની ખબર નથી.
ચારિત્રવંત મુનિવરોના ચિત્તમાં કોણ વસે છે? તે ચારિત્રવંત મુનિવરોના ચિત્તમાં
પોતાનું પરમ આત્મતત્ત્વ જ વસે છે; પરમતત્ત્વ સિવાય કોઈ રાગાદિ પરભાવો એમના
ચિત્તમાં વસતા નથી. અહા! જેની જ્ઞાનપર્યાયમાં પરમાત્મા વસે છે, જેની જ્ઞાનપર્યાયમાં
સંસાર વર્તતો નથી, –આવા મુનિને મોક્ષસુખના કારણરૂપ ચારિત્ર હોય છે. મુનિવરોના
ચિત્તમાં જેનો વાસ છે એવા આ પરમાત્મતત્ત્વને હું સદાય નમું છું...મારી જ્ઞાનપર્યાયને
અંતર્મુખ કરીને, તેમાં હું મારા પરમાત્માને અનુભવું છું. અહો! મેં મારી જ્ઞાનપર્યાયમાં
મારા પરમાત્માને વસાવ્યા છે, રાગનો તેમાં વાસ નથી. રાગને જુદો જાણીને
પરમાત્મતત્ત્વમાં મારી જ્ઞાનપર્યાયને એકાગ્ર કરતાં અપૂર્વ આનંદની ધારા મારામાં વરસે
છે. આવી આનંદ– રસની ઉગ્રધારા જ્યાં વરસે ત્યાં જ ચારિત્ર હોય છે, ને તે ચારિત્ર
મોક્ષસુખનું કારણ છે. માટે હું–આત્મા મારી પર્યાયવડે મારા પરમાત્મતત્ત્વને નમું છું.

PDF/HTML Page 17 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
‘હું અનુભવું છું મારા ચૈતન્યસુખને’
[સોનગઢમાં કહાનસોસાયટીમાં દહેગામવાળા ભાઈશ્રી હીરાલાલ ભીખાભાઈના
મકાન “સુશ્રુત”ના વાસ્તુપ્રસંગે મંગલ પ્રવચનમાંથી :
નિયમસાર કળશ ૧૯૯ આસો સુદ બીજ]
અહા, આ ચૈતન્યસંપદા પાસે જગતની કોઈ સંપદાની
કિંમત નથી. જેણે અંતરની અનુભૂતિવડે આવી ચૈતન્ય–
સંપદાવાળો આત્મા પ્રાપ્ત કર્યો તે જ સાચો લક્ષ્મીવાન છે;
બાકી બહારના સંયોગથી મોટાઈ લેવા માંગે તે તો બધા દરીદ્ર
છે. ભગવાન! તું ગરીબ નથી, દીન નથી, તું તો ચૈતન્ય
સંપદાથી ભરેલો ભગવાન છો... સુખની સંપદા તો તારામાં જ
ભરી છે. જ્ઞાનને અંતરમાં વાળીને તારા સ્વરૂપની સમાધિવડે
તેને જાણ... તારો આનંદમય આત્મવૈભવ, ત્રણલોકમાં સૌથી
શ્રેષ્ઠ, તે તારી જ સમાધિનો વિષય છે–એટલે તારા અંતર્મુખ
ઉપયોગમાં જ તે પ્રાપ્ત થાય છે; એ સિવાય બીજા કોઈ
ઉપાયથી તેની પ્રાપ્તિ થતી નથી. માટે અંતરના ઉપયોગવડે
સુખસંપદાથી ભરપૂર તારા ‘ચૈતન્યધામ’માં આનંદથી વસ!
હવે તારા આનંદધામમાં વાસ્તુ કર!
અનંત ચૈતન્યશક્તિથી ભરપૂર પોતાની પ્રભુતાને ભૂલીને જીવ સંસારની ચાર
ગતિમાં જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં શુભાશુભરાગના ફળરૂપ દુઃખને જ અનુભવ્યું છે.
અરેરે, આત્મા તો ચૈતન્યસ્વરૂપ વિશુદ્ધ સુખધામ છે; તેને ભૂલીને અત્યાર સુધી મેં
ઝેરીવૃક્ષનાં ફળ જેવા દુઃખને અનુભવ્યું; પણ હવે હું તે ભૂલને છોડું છું ને મારા શુદ્ધ
ચૈતન્યસુખને અનુભવું છું. મારી અનુભૂતિમાં ભવનાં દુઃખનો અભાવ છે. ચૈતન્ય–
સ્વભાવના અમૃતને ચૂકીને ચારેગતિ તરફનો ભાવ તે વિષવૃક્ષ છે, તેનું ફળ દુઃખ દુઃખ
ને દુઃખ જ છે,–ભલે સ્વર્ગમાં હો, ત્યાં પણ જીવ અજ્ઞાનભાવથી દુઃખી જ છે, પણ જ્યાં
ચૈતન્યશક્તિનું ભાન થયું, પોતે પોતાની પ્રભુતા દેખી, ત્યાં પોતાના આત્મામાંથી

PDF/HTML Page 18 of 44
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
જ અનુપમ અતીન્દ્રિય રાગવગરનું મહાન સુખ ઉત્પન્ન થયું, તે શુદ્ધ સુખને જ હું
અનુભવું છું. જુઓ, આ ધર્માત્માનો અનુભવ!
બાપુ! તારા સુખની ઉત્પત્તિ તો આત્મામાંથી થાય, કે બહારમાંથી આવે?
અરિહંતોને જે કેવળજ્ઞાનાદિ અનંતસુખથી ભરપૂર લક્ષ્મી પ્રગટી તે ક્યાંથી આવી? રાગ
તો છે નહીં, વિષયો તરફ વલણ નથી; અંતરના ચૈતન્યના વેદનમાંથી જ પરમ સુખ
આવે છે. આવા ચૈતન્યના વેદન સિવાય બીજી તરફ લક્ષ જઈને જે વેદન થાય તે તો
ઝેરી ફળ જેવું દુઃખ છે; એવા સમસ્ત પરાશ્રિત ભાવને દુઃખરૂપ જાણીને ધર્મી છોડે છે, ને
અંતર્મુખ પોતાના ચૈતન્યતત્ત્વના વેદન વડે આત્માના શુદ્ધસુખને અનુભવે છે. આવા
અનુભવનું નામ સમાધિ છે, તેમાં શાંતિ છે; તે સ્વઘરમાં વાસ્તુ છે.
અરે જીવ! અનંતકાળથી શાંતિ માટે તલસતો તું તારી તરસ છીપાવવા તારા
અંતરમાં ઊતરીને ચૈતન્યસરોવરના અતીન્દ્રિયરસનું પાન કર. તારી અંદર મીઠા મધુરા
આનંદરસના સરોવર ભર્યા છે, તેમાં ઊતરીને પાણી પીતો નથી, ને મૃગજળ જેવા
બહારના શુભ–અશુભ વિષયો તરફ દોડીદોડીને તું દુઃખી થાય છે. પણ તારો આત્મા તે
શુભ–અશુભ રાગસ્વરૂપ નથી, તારો આત્મા તો શાંત–શાંત ચૈતન્યરસથી ભરેલો છે.
તારી રુચિ તે પરભાવમાંથી ફેરવીને, તારા ચૈતન્યમાં રુચિ કર. આનંદરસનું ધામ તું
પોતે જ છો. આનંદ–જ્ઞાન–શાંતિ એવા અનંતરસ તારામાં ભરેલા છે. અંદર એકવાર
નજર કર. આ શરીરના સ્થાને જ (પણ શરીરથી તદ્ન જુદો) તું પોતે અંતરમાં
ચૈતન્યરસથી ભરેલો છો... રાગથી પણ તારો ચૈતન્યરસ જુદો છે.–આમ ચૈતન્યસ્વરૂપના
સુખને તું અનુભવમાં લે.
બસ, હવે મેં મારું પડખું ફેરવ્યું છે; વિભાવથી વિમુખ થઈને હું મારા સ્વભાવની
સન્મુખ થયો છું. મારા ચેતનસ્વભાવમાં અતીન્દ્રિય સુખની સુગંધ ભરી છે, પરભાવની
તેમાં ગંધ પણ નથી. અનાદિથી પરભાવના પડખે સૂઈને દુઃખી થયો હતો; હવે
પરભાવનું પડખું છોડીને, મારા ચૈતન્યસ્વભાવનાં પડખે હું અતીન્દ્રિય સુખને અનુભવું
છું. આત્માના અનુભવમાં તો આનંદના ઝરણાં ઝરે છે.
આત્મામાંથી શું નીકળે? આત્મામાંથી તો ચૈતન્યસુખ નીકળે. ધ્રુવસ્વભાવના
આશ્રયે પરિણતિ એકાકાર થતાં તે પર્યાય અતીન્દ્રિય આનંદરૂપ થઈ ગઈ છે. જેમાં
અતીન્દ્રિય આનંદ ન આવે તે જ્ઞાન નહીં. અંતર્મુખ જ્ઞાનની સાથે આત્માના અનંત રસ
ભર્યા છે, તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાય છે, તેમાં પરમ આનંદ છે. આવા

PDF/HTML Page 19 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
આનંદનો વેદન સહિત આત્માનું જ્ઞાન પ્રગટે છે. આનંદ વગરનું જ્ઞાન તે સાચું જ્ઞાન નથી.
ભાઈ, તારે સુખી થવું છે ને? સુખની ઉત્પત્તિ તો તારા આત્મામાંથી થાય છે,
માટે ઉપયોગને આત્મામાં જોડ, ચૈતન્યસરોવર પરમ આનંદથી ભરેલું છે;
સિદ્ધભગવંતોએ જે આનંદ પ્રગટ કર્યો તે આનંદ ચૈતન્યસરોવરમાં ભરેલો છે; તે
ચૈતન્યસરોવરથી બહાર દોડ્યે તને ક્યાંય સાચી શાંતિનાં જળ નહીં મળે. સાચી શાંતિ
માટે અંદર તારા ચૈતન્યસરોવરમાં જા.
ચૈતન્યસુખને અનુભવતાં જ જ્ઞાનીને એમ થાય છે કે અહો! મારો આવો
અચિંત્ય પરમ આનંદ મારામાં જ હોવા છતાં અત્યાર સુધી મારા સુખને ભૂલીને હું દુઃખી
થયો હતો. અહો! હવે તો ચૈતન્યભગવાન નિજાત્મગુણોના વૈભવ સહિત મારા અંતરમાં
સ્ફૂરાયમાન થયા છે... સમ્યગ્દર્શનની મારી અનુભૂતિમાં મારી આત્મસંપદા પ્રગટ થઈ
છે; મારી સંપદા મેં મારામાં દેખી છે; તેના પરમ આનંદને અનુભવતો હું હવે વિભાવનાં
ઝેરીફળને ભોગવતો નથી. તેને મારાથી ભિન્ન જાણું છું.
અહો, આવી ચૈતન્યસંપદા! તે ધર્માત્માની અનુભૂતિનો જ વિષય છે; રાગનો
વિષય તે નથી; રાગથી પાર એવી જે નિર્વિકલ્પ સમાધિ, તેમાં પોતાની ચૈતન્યસંપદાને
ધ્યેય બનાવતાં સમ્યગ્દર્શન અને પરમ આનંદ પ્રગટ થાય છે. પૂર્વે એક ક્ષણ પણ આવી
ચૈતન્યસંપદાને મેં જાણી ન હતી; પણ હવે તે ચૈતન્યસંપદા મારી નિર્વિકલ્પ સમાધિમાં
પ્રગટ થઈ છે, સાક્ષાત્ અનુભવમાં આવી ગઈ છે.
અહા, આ ચૈતન્યસંપદા પાસે જગતની કોઈ સંપદાની કિંમત નથી. જેણે
અંતરની અનુભૂતિવડે આવી ચૈતન્યસંપદાવાળો આત્મા પ્રાપ્ત કર્યો તે જ સાચો
લક્ષ્મીવાન છે; બાકી બહારના સંયોગથી મોટાઈ લેવા માંગે તે તો બધા દરીદ્ર છે.
ભગવાન્! તું ગરીબ નથી, દીન નથી, તું તો ચૈતન્યસંપદાથી ભરેલો ભગવાન છો...
સુખની સંપદા તો તારામાં જ ભરી છે. જ્ઞાનને અંતરમાં વાળીને તારા સ્વરૂપની
સમાધિવડે તેને જાણ... તારો આનંદમય આત્મવૈભવ, ત્રણલોકમાં સૌથી શ્રેષ્ઠ, તે તારી
જ સમાધિનો વિષય છે. –એટલે તારા અંતર્મુખ ઉપયોગમાં જ તે પ્રાપ્ત થાય છે; એ
સિવાય બીજા કોઈ ઉપાયથી તેની પ્રાપ્તિ થતી નથી. માટે અંતરના ઉપયોગવડે
સુખસંપદાથી ભરપૂર તારા ‘ચૈતન્યધામ’માં આનંદથી વસ! હવે તારા આનંદધામમાં
વાસ્તુ કર!

PDF/HTML Page 20 of 44
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
जगी उरमांहि समकित–कला सोहनी
[શ્રીગુરુ સાધક થવા માટે વૈરાગ્યરસભીની પ્રેરણા આપે છે[
[સમયસાર–નાટક પાનું ૩૩૭–૩૩૮–૩૩૯ ભાદ્ર. વદ ૧૧–૧૨]
ચૌદ ગુણસ્થાનમાં ચોથા ગુણસ્થાનેથી મોક્ષનું આરોહણ શરૂ થાય છે. ને તે જીવ
મોક્ષનો સાધક થાય છે. ચોથા ગુણસ્થાને ધર્મીજીવના અંતરમાં અત્યંત શોભિત એવી
સમ્યક્ત્વકળા જાગી છે. અહા, અનંતશક્તિવાળા ચૈતન્યસૂર્ય આત્મામાંથી સમ્યક્ત્વનાં
કિરણ ફૂટ્યા.
મુમુક્ષુ–ભવ્યજીવના ઉજ્વળ મનરૂપી જે છીપ, તેમાં શ્રીગુરુના વચનરૂપી
સ્વાતિબિંદુ પડતાં સમ્યક્ત્વરૂપી મોતી પાકે છે. અહા, સમ્યગ્દર્શન થતાં અનંતગુણમાંથી
આનંદનાં કિરણ ફૂટ્યા, આત્મામાં સાચા જ્ઞાનમોતી પાક્્યાં. શ્રીગુરુના સત્યઉપદેશના
ઊંડા મનનથી અંતરમાં ત્રણ કરણસહિત સમ્યગ્દર્શન કિરણ જાગે છે.
જેના અંતરમાં સમ્યગ્દર્શનરૂપ કિરણ જાગ્યું તે નિઃશંક અનુભવે છે કે મારી મુક્તિ
હવે અત્યંત નજીક છે. એવો જીવ શ્રીગુરુનાં વચન ઝીલીને અંતરના સ્વાનુભવમાં
સમ્યક્ત્વનાં સાચાં મોતી પકાવે છે. જેમ અમુક માછલીની તાકાત છે કે તેના પેટમાં
મોતી પાકે, ને ત્યાં સ્વાતિબિંદુંનું જ નિમિત્ત હોય. તેમ ધર્મીજીવ સમ્યક્ત્વનાં મોતી
પકાવવા તૈયાર થયો, ત્યાં શ્રીગુરુનાં ચૈતન્યસ્પર્શી વચનરૂપી સ્વાતિબિંદુ નિમિત્તરૂપ
હોય છે, તેને ઝીલીને, અંર્તમુખ પરિણતિવડે તે જીવ પોતાના અંર્તમાં સમ્યગ્દર્શનનું
મોતી પકાવે છે.
અહો, સમ્યક્ત્વની કળા કોઈ અલૌકિક અચિંત્ય છે. શ્રીગુરુની વીતરાગીવાણી
આવી સમ્યક્ત્વકળા બતાવીને જગતના જીવોને હિતમાર્ગ દેખાડે છે. શ્રીગુરુનાં વચન
તો આવા છે, ને તેને ઝીલનારો ભવ્યજીવ પણ સાચા મોતીની છીપ જેવો છે; તે
વાણીદ્વારા શુદ્ધાત્માનું સ્વરૂપ ઝીલીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે.
આવું સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે શ્રીગુરુ જીવને જગાડે છે કે અરે ચેતનજી!
તમે હવે જાગી જાઓ! આ સંસારની ધનસંપત્તિની માયામાં કેમ લાગી રહ્યા છો? ને
નિજ ચૈતન્યસંપત્તિને કેમ ભૂલી રહ્યા છો? તે માયા છોડો! ને નિજ–