Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૩૮
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૩૩૮
પ ર મ અ ન દ પ્ર ભ ત
‘कषायप्राभृत’ ની મહાન ટીકા ‘जयधवला’ માં
આચાર્ય શ્રી વીરસેનસ્વામી કહે છે કે–પરમાનંદપાહુડ ઔર
આનંદપાહુડકે ભેદસે દોગ્રંથિકપાહુડ દો પ્રકારકા હૈ, ઉનમેંસે કેવલજ્ઞાન
ઔર કેવલ–દર્શનરૂપ નેત્રોંસે જિસને સમસ્ત લોકકો દેખલિયા હૈ,
ઔર જો રાગ–દ્વેષસે રહિત હૈ ઐસે જિનભગવાનકે દ્વારા નિર્દોષ–
શ્રેષ્ઠ–વિદ્વાન્ આચાર્યોંકી પરંપરાસે ભવ્યજનોંંકે લિયે ભેજે ગયે
બારહઅંગોકે વચનોંંકા સમુદાય અથવા ઉનકા એકદેશ પરમાનંદ–
દોગ્રંથિકપાહુડ કહલાતા હૈ(જયધવલા ભાગ ૧ પૃ. ૩૨૫)
વીરસેનસ્વામીના આ કથનઅનુસાર સમયપ્રાભુત તે પણ
પરમાનંદ–પાહુડ છે...જગતના જીવોને માટે સર્વજ્ઞ જિનેન્દ્રભગવાને
સન્તો મારફત આ પરમાગમ દ્વારા પરમઆનંદ મોકલ્યો છે.
આનંદભાવ એકલો તો કઈ રીતે મોકલાય? –એટલે જાણે તે
આનંદને આ પ્રાભૃત ગ્રંથોમાં ભરીને મોકલ્યો છે...તેથી
પરમઆનંદનું નિમિત્ત એવું આ પ્રાભૃત તે પરમાનંદપાહુડ છે...ને તે
આજેય આપણને પરમઆનંદ આપે છે.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર • સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૮ માગશર (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૯: અંક ૨

PDF/HTML Page 3 of 45
single page version

background image
વાર્ષિક વીર સં. ૨૪૯૮
લવજમ મગશર
ચર રૂપય NOV. 1971
• વષ : ૨૯ અક ૨ •
અપૂર્વ આત્મવૈભવદાતાર સમયસાર
તેના ભાવશ્રવણ વડે અંતરમાં આનંદની અનુભૂતિનું ઝરણું પ્રગટ કરો.
સમયસાર એટલે કુંદકુંભગવાનના આનંદમય
આત્મવૈભવમાંથી નીકળેલો સાર, જે આપણને આત્મવૈભવ
બતાવીને આનંદિત કરે છે. જે સમયસારનું ભાવશ્રવણ કરતાં
ભવનો પાર પમાય... અશરીરી થવાય... ને આત્મા પોતે પરમ
આનંદરૂપ બની જાય–એવા પરમ જિનાગમ સમયસારનું શ્રવણ
કરવું તે જીવનનો સોનેરી પ્રસંગ છે. માત્ર એકબેવાર નહીં પણ
આજે તો સત્તરમી વાર પ્રવચન દ્વારા પૂ. ગુરુદેવના શ્રીમુખથી
આપણને આ પરમાગમનું ચૈતન્યસ્પર્શી–રહસ્ય સાંભળવા મળે
છે, ને તેના ‘ભાવશ્રવણ’ થી આત્મા આનંદિત થાય છે. અહા!
સમયસારમાં તો આત્માની અનુભૂતિના ગંભીર રહસ્યો
આચાર્યભગવંતોએ ખોલ્યાં છે. ગુરુદેવે એકવાર કહેલું કે અહો!
આ સમયસારમાં કેવળજ્ઞાનનાં રહસ્ય ભરેલાં છે. આ
સમયસારના ઊંડા ભાવોનું ઘોલન જીવનમાં જીંદગીના છેલ્લા
શ્વાસ સુધી પણ કર્તવ્ય છે.
બંધુઓ, આવો પરમ જૈનધર્મ, તેમાંય શુદ્ધાત્માના
ગુણગાન ગાતું આવું અજોડ પરમાગમ સમયસાર, અને તેમાં
પણ પૂ. શ્રી કહાનગુરુના શ્રીમુખે તેના રહસ્યોનું
નિરંતર શ્રવણ–તે કોઈ મહાનયોગે આપણને મળેલ છે...તો હવે
આત્માની સર્વ શક્તિથી પરિણામને તેમાં એકાગ્ર કરીને...
ક્ષણક્ષણ પળ–પળ તેના વાચ્યરૂપ શુદ્ધાત્માનો રસ વધારીને
અંતરમાં પરમશાંત આનંદની અનુભૂતિનું ઝરણું પ્રગટ કરો...એ
સૌનું કર્તવ્ય છે. –બ્ર. હ. જૈન

PDF/HTML Page 4 of 45
single page version

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૧:
સમયસારની શરૂઆત એટલે સાધકભાવની શરૂઆત
સમયસારનું મંગલાચરણ એટલે શુદ્ધાત્માના ધ્યેયે આત્મામાં
સિદ્ધભગવંતોની પધરામણી કરીને અપૂર્વ સાધકભાવનું મંગલાચરણ.
કારતક વદ પાંચમના રોજ પૂ. શ્રી કહાનગુરુએ
સમયસારનાં ૧૭ મી વખત પ્રવચનનો મંગલ પ્રારંભ કર્યો.
આનંદઉલ્લાસભર્યા વાતાવરણમાં, સ્વાનુભૂતિથી પ્રકાશિત એવા
અચિંત્ય ચૈતન્યતત્ત્વના શાંત–અધ્યાત્મરસનું ઝરણું વહેવા માંડ્યું;
જાણે કે અનંત સિદ્ધ ભગવંતોના મેળાની વચ્ચે આરાધકભાવનો
મહોત્સવ શરૂ થયો. મધુર ચૈતન્યરસને ઘૂંટતા ઘૂંટતા
મંગલાચરણમાં દેવ–શાસ્ત્ર–ગુરુને નમસ્કાર કરતાં કહ્યું કે–
“ એ જિનભગવાનનો દિવ્યધ્વનિ છે, તેના વાચ્યરૂપ
શુદ્ધ–આત્મદેવ છે. ચૈતન્ય–મહારાજા પોતાની સ્વાનુભૂતિવડે
અંતરમાં શુદ્ધતારૂપે પ્રગટ્યો તે પોતે ભાવ “ છે; ને જ્યાં
ચૈતન્યરાજા આવી શુદ્ધિપણે જાગ્યો ત્યાં તીર્થંકરપણે શરીરમાંથી
“ધ્વનિ પ્રગટે છે, તેનો વાચ્ય શુદ્ધઆત્મા છે, તે
દિવ્યશક્તિવાળો દેવ છે; તેને નમસ્કાર હો.
અહો, ભગવાનના “ ધ્વીનનો વાચ્ય એવો જે મારો
શુદ્ધઆત્મા, તેમાં હું નમ્યો છું...ને નમું છું –આવા અપૂર્વ
મંગળાચરણસહિત સમયસાર શરૂ થાય છે.
ભાવ–સરસ્વતી એટલે અંતરમાં આત્માના
સ્વસંવેદનરૂપ જ્ઞાનધારા, તે અતીન્દ્રિય જ્ઞાનધારાનો ધોધ
મિથ્યાત્વાદિ સર્વે કલંકને ધોઈ નાંખે છે. અને જ્યાં આવા
સ્વસંવેદનરૂપ જ્ઞાનધારા પ્રગટી ત્યાં જે વાણીનો ધોધ નીકળ્‌યો
તેને પણ દ્રવ્યશ્રુતરૂપ સરસ્વતી કહેવાય છે; આવા ભાવશ્રુત
અને દ્રવ્યશ્રુત રૂપ જે વીતરાગી સરસ્વતી તેને અમે ઉપાસીએ
છીએ; મુનિઓ પણ તેને

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨: આત્મધર્મ ૨૪૯૮: માગશર
ઉપાસે છે, ને અમે પણ તેને ઉપાસીએ છીએ, તે અમારા દુરિતને હરો.
અહો, જ્ઞાનીગુરુઓના ઉપદેશવડે અમે શુદ્ધાત્માને
ઓળખ્યો ગુરુઓએ અમને જ્ઞાનચક્ષુ આપ્યાં, અમારા જ્ઞાનની
આંખ ગુરુએ ખોલી; ને અજ્ઞાનના અનાદિના અંધારા ટાળ્‌યા.
આવા શ્રી ગુરુને અમે નમસ્કાર કરીએ છીએ. જ્યાં આત્માનું
ભાન થયું ત્યાં–દેવ–ગુરુ પ્રત્યે પરમ ઉપકારનો આવો ભાવ
આવે છે.
આવા મંગલપૂર્વક અપૂર્વભાવે સમયસારનો પ્રારંભ થાય
છે. અહો! આ સમયસાર તો આત્માના સ્વભાવરૂપ ધર્મનો સંબંધ
કરાવનાર છે; પરનો તથા રાગનો સંબંધ તોડાવીને, આત્માના
સ્વભાવમાં એકત્વ કરાવે–એ રીતે ધર્મનો સંબંધ કરાવે છે. અહો,
આત્માને પરમાત્મપણે પ્રગટ કરે એટલે કે પરમાત્મસ્વરૂપનો
અનુભવ કરાવે એવા આ સમયસારના મંત્રો છે. કુંદકુંદભગવાન
જેવા વીતરાગીસંતોનાં આ મંત્રો મોહના ઝેરને ઉતારી નાંખે છે ને
વીતરાગી અમૃતના પાન વડે ચૈતન્યને જગાડીને પરમાત્મસ્વરૂપ
પ્રગટ કરે છે, સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરે છે.
એવું આ શાસ્ત્ર આજે પ્રવચનમાં ૧૭ મી વાર શરૂ થાય છે.
जय समयसार
* આટલું કર *
આત્માને સાધવા દુનિયાને ભૂલ.
સિદ્ધપદને સાધવા સંસારની ઉપેક્ષા કર.
દુઃખની વેદનાથી છૂટવા ચૈતન્યનું વેદન કર.
મરણથી છૂટવા તારા જીવતત્ત્વને જાણ.
તારું સ્વસંવેદન એ તારું શરણ છે.
અને એ જ સાચું જીવન છે.

PDF/HTML Page 6 of 45
single page version

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૩:
• આનંદમય સ્વાનુભૂતિ •
––જેમાં ભગવાન આત્મા શુદ્ધપણે પ્રકાશે છે
(સમયસાર મંગળકળશ ૧ વીર સં. ૨૪૯૮ કારતક વદ ૬)
સમયસારનું તાત્પર્ય છે–શુદ્ધાત્માની અનુભૂતિ, અંતર્મુખ
થઈને જેણે આવી આનંદમય અનુભૂતિ કરી તેને પોતાના
આત્માના અસંખ્ય પ્રદેશોમાં સમયસાર–પરમાગમના ભાવો
કોતરાઈ ગયા...તેની પર્યાયમાં સિદ્ધભગવાન પધાર્યા, તેનો
આત્મા ભગવાનપણે પોતામાં પ્રસિદ્ધ થયો. તે શુદ્ધાત્મામાં નમીને
સાધક થયો. આવા સાધકભાવ સહિત સમયસાર શરૂ થાય છે.
नमः समयसाराय...માંગળિકમાં શુદ્ધઆત્માને નમસ્કાર કરતાં આચાર્યદેવ કહે
છે કે અહો, નિર્વિકલ્પ સ્વાનુભૂતિમાં પ્રકાશમાન એવા સારભૂત શુદ્ધઆત્માને હું નમું છું.
સ્વાનુભૂતિ કહી તેમાં રાગાદિ પરભાવનો અભાવ આવી ગયો, કેમકે તે રાગાદિભાવો
આત્માની અનુભૂતિથી બહાર છે. મારી સ્વાનુભૂતિમાં આવ્યો તેટલો જ શુદ્ધસત્તારૂપ
વસ્તુ હું છું, તેમાં જ હું નમું છું. બહારના ભાવો અનંતકાળ કર્યાં, હવે અમારું પરિણમન
અંદર ઢળ્‌યું છે એટલે અપૂર્વ સાધકભાવ શરૂ થયો છે; અને એવા ભાવવડે શુદ્ધાઆત્મામાં
જ નમું છું. તેને નમ્યો છું એટલે કે તેની સ્વાનુભૂતિ કરી છે ને હજી વિશેષ તેમાં જ નમું
છું; એટલે ક્ષણેક્ષણે મારો સાધકભાવ વધતો જાય છે. આવા અપૂર્વ ભાવસહિત આ
સમયસારનો મંગલપ્રારંભ થાય છે.
આ ૧૭ મી વખત પ્રવચનના પ્રારંભમાં કહાનગુરુ ચૈતન્યના પરમ ઉલ્લાસપૂર્વક
કહે છે કે–અહો, સિદ્ધભગવંતો તો ભાવકર્મ–દ્રવ્યકર્મ–નોકર્મરહિત એવા શુદ્ધઆત્મા છે
તેથી તેઓ ‘સમયસાર’ છે; ને આ મારો આત્મા પણ પરમાર્થે ભાવકર્મ

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪: આત્મધર્મ ૨૪૯૮: માગશર
દ્રવ્યકર્મ–નોકર્મરહિત શુદ્ધ છે; સ્વાનુભૂતિવડે આવા શુદ્ધઆત્માને લક્ષમાં લઈને તેને જ હું
નમું છું. મારું શુદ્ધઆત્મદ્રવ્ય મારી સ્વાનુભૂતિરૂપ પર્યાયવડે જ પ્રકાશમાન છે;
સ્વાનુભૂતિથી જુદું બીજું કોઈ સાધન નથી.
સ્વાનુભૂતિથી પ્રસિદ્ધ થયેલો આત્મા કેવો છે? કે ચિત્સ્વભાવ છે. હું પોતે
ચૈતન્યસ્વભાવ છું, ચૈતન્યસત્તારૂપ વસ્તુ હું જ છું. શુદ્ધઆત્મા તે દ્રવ્ય, ચિત્સ્વભાવ
તેનો ગુણ, સ્વાનુભૂતિ તે પર્યાય, આ રીતે શુદ્ધસમયસારમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે
સમાઈ ગયા. આવા શુદ્ધઆત્માને લક્ષગણ કરીને તેને હું નમું છું, તેને અનુભવું છું,
સ્વસન્મુખ થઈને આનંદ સહિત આત્મઅનુભૂતિ કરું છું. આવી સ્વાનુભૂતિ તે મોક્ષમાર્ગ
છે, તેમાં સંવર–નિર્જરા આવ્યા, ને આસ્રવબંધનો અભાવ થયો. શુદ્ધઆત્માની આવી
સ્વાનુભૂતિ તો અનંતગુણના નિર્મળભાવોથી ભરેલી મહા ગંભીર છે; તેમાં આનંદની
મુખ્યતા છે. સ્વાનુભૂતિમાં આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે. ચોથા ગુણસ્થાને
સ્વાનુભૂતિમાં આત્માં પોતે પોતાને પ્રત્યક્ષ થાય છે. આવી અપૂર્વ સ્વાનુભૂતિ તે જ આ
સમયસાર–પરમાગમનું તાત્પર્ય છે. જેણે આવી અનુભૂતિ કરી તે આત્માના અસંખ્ય
પ્રદેશમાં સમયસાર પરમાગમના ભાવો કોતરાઈ ગયા; તે આત્મા પોતે ભાવશ્રુતરૂપ
પરિણમ્યો; તેની પર્યાયે અંતર્મુખ થઈને પોતાને પૂર્ણ ભગવાનરૂપે પ્રસિદ્ધ કર્યો.
જુઓ, આ અમૃતચંદ્ર આચાર્યદેવનું માંગળિક!
તેમણે તો આ પંચમકાળમાં કુંદકુંદપ્રભુના ગણધર જેવું કામ કર્યું છે.
આત્મા પોતાના જ જ્ઞાનવડે સ્વસંવેદન–પ્રત્યક્ષપણે પોતે પોતાને જાણે છે, પોતે
પોતાને જાણવામાં કોઈ બીજાની, રાગની કે ઈન્દ્રિયની મદદ નથી. એકલા પરોક્ષ જ્ઞાનવડે,
ઈન્દ્રિયજ્ઞાનવડે આત્મા જણાય નહીં, સ્વાનુભૂતિમાં જ આત્મા પોતે પોતાને
પરમઆનંદસહિત પ્રત્યક્ષ થાય છે. આવી અનુભૂતિના ગંભીર મહિમાની શી વાત! આ
અનુભૂતિમાં રાગ ન સમાય; તેમાં આખો શુદ્ધઆત્મા પ્રકાશે છે, પણ વિકલ્પનું તો તેમાં
નામોનિશાન નથી. જે કોઈ જીવોએ આત્માને સાધ્યો છે તેમણે આવી અનુભૂતિની
ક્રિયાવડે જ આત્માને સાધ્યો છે. માટે તમે પણ આવી સ્વાનુભૂતિના લક્ષે જ
સમયસારનું શ્રવણ કરજો. સાંભળતી વખતે રાગ ઉપર લક્ષ ન દેશો, વિકલ્પ ઉપર જોર
ન દેશો, પણ જે શુદ્ધઆત્મા કહેવાય છે તેને લક્ષમાં લઈને તેના ઉપર જોર દેતાં તમને
પણ અપૂર્વ આનંદસહિત સ્વાનુભૂતિ થશે. આવી સ્વાનુભૂતિ થઈ તે અપૂર્વ મંગળ છે.
આત્મા જ એવી સારભૂત વસ્તુ છે કે પોતે પોતાને જાણતાં મહાન સુખ થાય છે.
આત્માથી ભિન્ન એવી કોઈ સારભૂત વસ્તુ નથી કે જેને જાણતાં જીવને સુખ

PDF/HTML Page 8 of 45
single page version

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૫:
થાય. જાણનારસ્વભાવી આત્મા પોતે સુખસ્વરૂપી છે, તેથી પોતે પોતાને જાણતાં જ
પરમ સુખ થાય છે.
આવો સારભૂત શુદ્ધઆત્મા મને મારી સ્વાનુભૂતિ વડે જ જણાય છે; આવા
આનંદમય આત્મા સિવાય બીજું બધુંય મારી સ્વાનુભૂતિથી બહાર છે. સ્વાનુભૂતિમાં
સમાયો તેટલો જ મારો શુદ્ધઆત્મા છે, તે જ સમયસાર છે, તેને જ હું નમું છું. રાગાદિ
સમસ્ત પરભાવો મારી સ્વાનુભૂતિથી બહાર છે, તે બાહ્યભાવો વડે આત્મા જણાતો નથી,
અનુભવાતો નથી.
સ્વાનુભૂતિગમ્ય એવો આત્મા જ જગતમાં સહુનો ભૂપ છે; જગતના સર્વે
પદાર્થોનો રાજા, સૌથી શ્રેષ્ઠ મહાન સુંદર આ ચિદાનંદઆત્મા પોતે જ છે. અહો જીવો!
આવા પોતાના આત્માને તમે સ્વાનુભૂતિવડે જાણો; એને જાણતાં મહાન આનંદનું
વેદન થશે.
ભાઈ, જગતના બાહ્યપદાર્થોને તો અનાદિકાળથી ઈન્દ્રિયજ્ઞાનવડે તેં જાણ્યા પણ
જરાય સુખ તને ન મળ્‌યું; માટે પરને જાણનારું ઈન્દ્રિયજ્ઞાન તો સાર વગરનું છે.
સારભૂત જેને જાણતા આનંદ થાય એવો તારો આત્મા,–તેને અતીન્દ્રિય અનુભૂતિવડે
જાણતાં જ તને કોઈ અતીન્દ્રિય અપૂર્વ સુખનો અનુભવ થશે.
અરે, આ ચૈતન્યતત્ત્વ પરમ ગંભીર મહિમાવંત, તેની પાસે જગતના બાહ્ય
જાણપણાની શી કિંમત છે? બાપુ! એનો મહિમા છોડ, ને તારા ઉપયોગને આત્મામાં
જોડીને તેનો પરમ મહિમા કર.–તે જ મોક્ષમાર્ગની શરૂઆત છે.
હે જીવ! નેં બધું જાણ્યું–માત્ર એક આત્માને ન જાણ્યો તેથી તને જરાય સુખ ન
થયું. જાણનાર તું પોતે, સુખ તારા પોતામાં, તેને જાણ્યા વગર સુખ ક્યાંથી થાય? અને
સ્વતત્ત્વને ન જાણ્યું એટલે પરને જાણતાં તેમાં પોતાપણું માન્યું, તેમાં સુખ માન્યું, તેથી
સંસારભ્રમણ કરીને દુઃખી થયો. જગતથી જુદો, ને જગતનો શિરતાજ, જગતમાં
સૌથી શ્રેષ્ઠ, એવા નિજાત્માને જાણતાં જ અનંત ગુણનો સમ્યક્ભાવ ખીલે છે ને અનંતી
શાંતિ અનુભવાય છે.–આવા અપૂર્વ મંગળભાવ સહિત આ સમયસાર શરૂ થાય છે,–
સાધકભાવ શરૂ થાય છે.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬: આત્મધર્મ ૨૪૯૮: માગશર
સમયસાર સાંભળતાં.તારા આનંદનિધાન ખૂલી જશે
(સમયસાર કળશ ૩ કારતક વદ ૧૦: ૨૪૯૮)
આચાર્યદેવ કહે છે કે અહો! આ સમયસારની ટીકાવડે અનુભૂતિ
અત્યંત શુદ્ધ થાઓ; એટલે હે ભવ્યશ્રોતા! આ સમયસારના શ્રવણવડે
તારી પરિણતિ પણ શુદ્ધ થશે. એવો કોલ કરાર છે,–પણ કઈ રીતે
સાંભળવું? તે અહીં બતાવે છે: અમે જે શુદ્ધાત્માં દેખાડવા માંગીએ
છીએ તેના ઉપર લક્ષનું જોર દેજે, શ્રવણના વિકલ્પ ઉપર જોર ન દઈશ;
આ રીતે ઉપયોગમાં શુદ્ધાત્માનું ઘોલન કરતાં કરતાં તને જરૂર
શુદ્ધાત્માની અનુભૂતિ થશે...તારો મોહ નાશ થઈ જશે ને તારા
આનંદનિધાન ખૂલી જશે.
અહા, સમયસારની ટીકા કરતાં અમૃતચદ્રસ્વામી કહે છે કે આ સમયસારની
વ્યખ્યાથી, એટલે કે સમયસારમાં શુદ્ધાત્માના જે ભાવો કહ્યા છે તે ભાવોના
વારંવાર જ્ઞાનમાં ઘોલનથી, આત્માની અનુભૂતિ શુદ્ધ થાય છે.
જુઓ, આમાં ટીકા રચતી વખતે શાસ્ત્ર તરફનો જે શુભવિકલ્પ છે તે વિકલ્પની
મુખ્યતા નથી, પણ તે જ વખતે વિકલ્પથી જુદું ને જ્ઞાન શુદ્ધાત્મા તરફ કામ કરી
રહ્યું છે તે જ્ઞાનના જોરે જ પરિણતિની શુદ્ધતા થતી જાય છે, વિકલ્પનું જોર નથી,
જ્ઞાનનું જ જોર છે. વિકલ્પના જોરે શુદ્ધિ થવાનું માને તેને તો સમયસારની
ખબર જ નથી, સમયસારનો અભ્યાસ કરતાં તેને આવડતું નથી. ભાઈ,
સમયસારનો અભ્યાસ એટલે તો શુદ્ધઆત્માની ભાવના; સમયસાર તો
રાગાદિથી ભિન્ન શુદ્ધ એકત્વરૂપ આત્મા બતાવીને તેની ભાવના કરવાનું કહે છે;
ને જ્ઞાનને અંતર્મુખ કરીને શુદ્ધઆત્માની આવી ભાવના તે જ અનુભૂતિની
શુદ્ધતાનું કારણ છે.
‘સમયસાર’ માં અમારું જોર વિકલ્પ ઉપર નથી; વિકલ્પથી પાર અમારો જે એક
જ્ઞાયકભાવ, તે જ અમે છીએ, તેમાં જ અમારું જોર છે. જે શ્રોતાજન પણ આવા
જ્ઞાયકસ્વભાવ તરફના જોરથી સમયસારનું શ્રવણ કરશે તેની પરિણતિ પણ શુદ્ધ

PDF/HTML Page 10 of 45
single page version

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૭:
થશે જ–એવા કોલકરાર છે. આ રીતે વક્તા અને શ્રોતા બંનેના મોહના નાશને
માટે આ સમયસારની રચના છે. માટે હે ભાઈ! તું વિકલ્પમાં ઊભો રહીને ન
સાંભળીશ, વચ્ચે વિકલ્પ આવે તેના ઉપર જોર ન દઈશ, પણ સમયસારના
વાચ્યરૂપ જે શુદ્ધાત્મભાવ અમે કહેવા માંગીએ છીએ તે ‘ભાવ’ ને લક્ષમાં લઈને
તેના ઉપર ઉપયોગનું જોર દેતાં તારો મોહ નાશ થઈ જશે ને તારા આનંદના
નિધાન ખૂલી જશે.
હે ભવ્ય! આ સમયસાર સાંભળતા તું અંદરમાં શુદ્ધાત્માના જ લક્ષને ઘોળ્‌યા
કરજે,–તેનું ઘોલન કરતાં કરતાં પરિણતિ પણ શુદ્ધ થઈ જશે. આચાર્યદેવ કહે છે
કે અમે સમયસારની આ ટીકા રચીએ છીએ, તે વખતે અમારી પરિણતિમાં તો
અમારું પરમાત્મતત્ત્વ જ ઘોળાયા કરે છે; પરિણતિએ અંતરના શુદ્ધસ્વરૂપ સાથે
કેલિ કરી છે; વિકલ્પ છે તેમાં અમારી પરિણતિનું જોર નથી. પહેલેથી જ વિકલ્પ
અને ચેતનાની ભિન્નતાનું જોર છે; એટલે વિકલ્પના કાળેય જ્ઞાનમાં તો એમ
આવે છે કે વિકલ્પથી જુદો ચૈતન્યભાવ હું છું.–એટલે જ્ઞાનપરિણતિ વિકલ્પથી
છૂટી પડીને ચૈતન્યસ્વભાવમાં જ ઝુકતી જાય છે, તેથી તે શુદ્ધ થતી જાય છે.
આવું આ સમયસારના ઘોલનનું ફળ છે.
આચાર્યભગવાન કહે છે કે આ સમયસાર દ્વારા અમે શુદ્ધાત્મા બતાવશું. જે
શુદ્ધઆત્મા અમે અનુભવ્યો છે તે અમે આ સમયસારમાં દેખાડશું; માટે તમે પણ
શુદ્ધાત્માના લક્ષે જ આ સમયસાર સાંભળજો. બીજે બધેથી લક્ષ હટાવીને,
અંતરમાં શુદ્ધઆત્મામાં જ લક્ષને એકાગ્ર કરજો....એટલે પરમાત્માનાં નિધાન
તમને તમારામાં જ દેખાશે....શુદ્ધાત્માની અનુભૂતિ થશે ને મોહનો નાશ થઈ જશે.
અહા, શ્રીગુરુમુખે આવું સમયસાર સાંભળતા શુદ્ધાત્માનો ઉલ્લાસ જાગે છે!
પરમ નસ્પહ
આનંદથી ભરપૂર અપાર મહિમાવંત મારું સ્વરૂપ, તેની
સન્મુખ થતાં આખું જગત તરણાં જેવું તુચ્છ લાગે છે. ચૈતન્યવસ્તુની
પરમ શાંતિ પાસે અમને જગતમાં બીજા કોઈની કિંમત ભાસતી નથી.
આનંદના નિધાનથી ભરેલું અતૂલ મહિમાવંત છે,–એમ ધર્મીજીવ
સર્વોત્કૃષ્ટ નિજવૈભવને પોતામાં દેખે છે; ત્યાં જગત પ્રત્યે પરમ
નિસ્પૃહતા છે. જેને પોતાનો અચિંત્યમહિમા પોતામાં દેખાય તેને જ
જગતપ્રત્યે પરમ નિસ્પૃહતા થાય.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮: આત્મધર્મ ૨૪૯૮: માગશર
અપૂર્વ સાધકભાવ સહિત સમયસારની શરૂઆત
સાધકના આત્મામાં સિદ્ધપ્રભુ પધાર્યા છે
હે પ્રભો! જેમ આપ સિદ્ધભગવંતોને આત્મામાં
સ્થાપીને સ્વાનુભૂતિના મહાન વૈભવથી આ સમયસારમાં
શુદ્ધાત્માં દેખાડો છો...તેમ આપની આજ્ઞાઅનુસારી અમે પણ,
અમારા જ્ઞાનમાંથી રાગને કાઢી નાંખીને, જ્ઞાનમાં સિદ્ધ
ભગવાનને પધરાવીને, સ્વાનુભૂતિના બળથી આપે બતાવેલા
શુદ્ધાત્માને પ્રમાણ કરીએ છીએ...આ રીતે ગુરુ–શિષ્યની અપૂર્વ
સંધિપૂર્વક સમયસાર સાંભળીએ છીએ.
હવે સમયસારમાં અપૂર્વ મંગલાચરણની પહેલી ગાથાનો અવતાર થાય છે
वंदितु सव्वसिद्धे धु्रवमचलमणोवमं गई पत्ते।
वोच्छामि समयपाहुडम् इणमो सुयकेवली भणियं।। १।।
ભગવાન સૂત્રકાર કુંદકુંદાચાર્ય પોતે મંગળ છે, તેમનું કહેવું આ સૂત્ર પણ મંગળ
છે ને તેમાં કહેલો શુદ્ધાત્માનો ભાવ તે પણ મંગળ છે. તેની શરૂઆતમાં સિદ્ધભગવંતોને
વંદનપૂર્વ અપૂર્વ મંગલ કર્યું છે.
અહો, સિદ્ધભગવંતો! પધારો...પધારો...પધારો! મારા જ્ઞાનમાં હું
સિદ્ધભગવંતોને પધરાવું છું. કેટલા સિદ્ધભગવંતો? અનંતા સિદ્ધ ભગવંતો. પરમાર્થે
સિદ્ધ જેવું જે શુદ્ધ આત્મસ્વરૂપ, તેની નિર્વિકલ્પ અનુભૂતિ તે અભેદરૂપ ભાવનમસ્કાર
છે...તેમાં વંદ્ય–વંદકનો ભેદ નથી.
અતીન્દ્રિય આનંદને પામેલા જે અનંત સિદ્ધો, તેમને હું મારા જ્ઞાનમાં સ્વીકારું છું;
અનંતા સિદ્ધોને વિશ્વાસમા લઈને, મારી જ્ઞાનપર્યાયમાં પણ સિદ્ધને સ્થાપું છું.

PDF/HTML Page 12 of 45
single page version

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૯:
મંગળમાં સિદ્ધ ભગવાન જેવા મોટા મહેમાનને આમંત્ર્યા છે. આમંત્રણ કરનાર આત્મા
પોતે પણ એવો જ મોટો છે...કે અનંતા સિદ્ધોને એક જ્ઞાનપર્યાયમાં સમાવી દે. અહો!
અદ્ભુત આનંદકારી જેનું કથન છે–એવા સમયસારના મંગળમાં અનંતા સિદ્ધભગવંતોને
આમંત્રું છું.
સિદ્ધભગવંતો અને કેવળીભગવંતો તે દેવ;
અનાદિનિધન જિનવાણીરૂપ શ્રુત તે શાસ્ત્ર;
શ્રુતકેવળી ભગવંતો તે ગુરુ;
આવા ઉત્તમ દેવ–શાસ્ત્ર–ગુરુની સંધિપૂર્વક મારા આત્માના સમસ્તવૈભવથી હું
આ અલૌકિક સમયસાર દ્વારા આત્માનું શુદ્ધસ્વરૂપ દેખાડું છું.–તેને હે ભવ્ય શ્રોતાજનો!
તમે બહુમાનથી સાંભળજો, અને સ્વાનુભૂતિ વડે પ્રમાણ કરજો.–આવા અપૂર્વ
મંગળપૂર્વક આચાર્યદેવ કુંદકુંદભગવાન આ સમયસાર શરૂ કરે છે.
ટીકામાં પ્રથમ ‘अथ प्रथमत एव’ શબ્દ છે. ‘अथ’ એટલે કે ‘હવે...’ અત્યાર
સુધી કર્યું તેના કરતાં અપૂર્વ સાધકભાવ હવે શરૂ થયો છે. સિદ્ધપદને સાધવાની શરૂઆત
થઈ ગઈ છે–એવા સાધકભાવસહિત આ સમયસાર કહેવાય છે. આત્મામાં સાધકભાવ
શરૂ થયો છે તે પોતે અપૂર્વ મંગળ છે. આવા મંગળપૂર્વક સમયસાર શરૂ થાય છે.
શુદ્ધાત્મામાં સ્વસન્મુખ થઈને, જેમાં આરાધ્ય અને આરાધક એવો ભેદ નથી
એવી ભાવસ્તુતિ કરું છું. જેણે વિકલ્પથી પાર થઈને આત્માની શુદ્ધ અનુભૂતિ કરી તેણે
સિદ્ધભગવાનની પરમાર્થ સ્તુતિ કરી. એકલા વિકલ્પમાં સિદ્ધને સ્થાપવાની તાકાત નથી,
વિકલ્પથી પાર થઈને જ્ઞાનમાં સિદ્ધને સ્થાપ્યા છે. પાંચમી ગાથામાં આચાર્યદેવ કહેશે કે
હે ભાઈ! અમે સ્વાનુભૂતિથી શુદ્ધ આત્મા દેખાડીએ છીએ, તમે સ્વાનુભવથી તે પ્રમાણ
કરજો. વિકલ્પથી હા પાડીને ન અટકશો, પણ સ્વાનુભવ દ્વારા પ્રમાણ કરજો...‘પછી
અનુભવ કરજો–’ એમ નહીં, પણ અમે અત્યારે કહીએ છીએ અને તમે પણ અત્યારે જ
સ્વાનુભવ કરીને પ્રમાણ કરજો. પ્રવચનસારમાં પણ છેલ્લે કહે છે કે હે જીવો! આવા
આનંદમય ચૈતન્યતત્ત્વને તમે આજે જ અનુભવો! નિર્વિકલ્પ થઈને આત્માને
અનુભવવાનો આ ઉત્તમ કાળ છે...બીજું બધું ભૂલી જા...નિર્વિકલ્પ થઈને આત્માને
અનુભવમાં આજે જ લે. તારાથી આજે જ થઈ શકે તેવું છે.
અહો, મોટાના આમંત્રણ પણ મોટા છે. સિદ્ધપરમેશ્વરના પગલે જવાની આ

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦: આત્મધર્મ ૨૪૯૮: માગશર
વાત છે. અમે તો અમારા આત્મામાં સ્વાનુભૂતિ કરીને સિદ્ધને સ્થાપ્યા છે, અને તમે
પણ આવી અનુભૂતિ કરીને તમારા આત્મામાં સિદ્ધને સ્થાપો.
મોટા મહેમાનને આંગણે બોલાવવા માટે તૈયારી પણ મોટી હોય છે, તેમ અહીં સિદ્ધ
ભગવાન જેવા સર્વોત્કૃષ્ટ શુદ્ધઆત્માને આંગણે બોલાવીએ છીએ, તે માટે આત્માની
પર્યાયમાં શુદ્ધઅનુભૂતિ હોય છે; તે અનુભૂતિ સહિત વિકલ્પ છે–ત્યાં સિદ્ધ ભગવાનની
ભાવ અને દ્રવ્યસ્તુતિ છે. અનુભૂતિ વગર એકલા વિકલ્પને તો દ્રવ્યસ્તુતિ પણ કહેતા નથી.
રાગથી જુદા થયેલા જ્ઞાનમાં એટલી મોકળાશ છે કે અનંતા સિદ્ધને તેમાં સ્થાપી
શકાય. વિકલ્પમાં એવી મોકળાશ નથી કે તેમાં સિદ્ધ સમાય. પણ વિકલ્પથી ભિન્ન થયેલી
જે જ્ઞાન પર્યાય અંતરમાં વળી, તે જ્ઞાનપર્યાયમાં એવી મોકળાશ થઈ ગઈ કે અનંતા સિદ્ધ
તેમાં આવીને બેઠા... એટલે કે આ આત્મા પોતે અનંતા સિદ્ધભગવંતોની શ્રેણીમાં બેઠો.
વાહ રે વાહ! સમયસાર તો અપૂર્વ યોગે ભવ્ય જીવોના ભાગ્યે રચાઈ ગયું છે. કેવળી
અને શ્રુતકેવળી ભગવંતોનો વિરહ ભૂલાઈ જાય–એવા અપૂર્વ અનુભૂતિના ભાવો આમાં
ભર્યા છે. આ સમયસારના શ્રોતા ઉપર પણ આચાર્યદેવને એવો વિશ્વાસ છે કે તેનામાં
પણ સિદ્ધને સ્થાપે છે. અમારો શ્રોતા પણ ભાવસ્તુતિ અને દ્રવ્યસ્તુતિની લાયકાતવાળો
છે; અમારા સમયસારનો શ્રોતા એવો નથી કે એકલા વિકલ્પમાં અટકે...પણ તે જ્ઞાનની
સમ્યક્ધારાને વિકલ્પથી જુદી પાડીને, શુદ્ધઆત્માને અનુભવમાં લ્યે છે. જેવા ભાવ અમે
કહીએ છીએ તેવા જ ભાવ શ્રોતા પોતામાં પ્રગટ કરે છે–એ રીતે ભાવસ્તુતિ વડે શ્રોતા
પણ પોતાના આત્મામાં સિદ્ધને સ્થાપીને સાંભળે છે. વક્તા–શ્રોતાની આવી અપૂર્વ
સંધિપૂર્વક આ સમયસાર શરૂ થાય છે. વિકલ્પ અને વાણીના પરિણમન કાળે અંદર
સ્વસંવેદનરૂપ ભાવશ્રુતની ધારા પરિણમી રહી છે. અહા, જેણે બહારમાં સીમંધર
ભગવાનનો ભેટો થયો છે ને અંદરમાં પોતાના ચૈતન્યભગવાનનો ભેટો થયો છે એવા
કુંદકુંદાચાર્યદેવની આ વાણી તો જુઓ! સમયસારની જેવી શરૂઆત કરી તેવું અખંડપણે
પૂરું થઈ ગયું છે; ને આજે બે હજાર વર્ષ પછી પણ શ્રીગુરુપ્રતાપે અખંડપણે તેનું શ્રવણ
મળે છે...તે આપણા જેવા ભવ્ય જીવોને મહાન કલ્યાણરૂપ આત્મઅનુભૂતિનું કારણ છે.
• પરમાત્માનો માર્ગ •
આત્માનો અનુભવ કરીને પરમાત્માના માર્ગે પડેલા
સંતો તને તે માર્ગ દેખાડે છે...તું પણ તારા સ્વાનુભવ વડે આ
માર્ગને દેખ. મહાન આનંદનો આ માર્ગ છે. આ માર્ગ તને તારા
ચૈતન્યમય મહાન આનંદસમુદ્રમાં લઈ જશે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૧:
મંગલમય આરાધકભાવપૂર્વક સિદ્ધોને વંદન – એટલે
શુદ્ધાત્મસન્મુખ ભાવશ્રુતનું ઘોલન
“સિદ્ધપ્રભુને સાથે રાખીને સાધકજી ઉપડ્યાં છે–સિદ્ધપદને લેવા.”
‘अथ’ –હવે સાધકદશારૂપ અપૂર્વકાર્ય શરૂ થયું તે મંગળ છે.
શુદ્ધાત્માની કથની વખતે ભાવશ્રુતની ધારા અંદર પરિણમી રહી છે.
મંગલાચરણમાં સિદ્ધભગવાનને બોલાવ્યા, તે એવા મોટા મહેમાન છે કે જેમની
સરભરા માટે અમારી સ્વાનુભૂતિ જેવી ઉત્તમ વસ્તુ તૈયાર રાખી છે. મોટાની સરભરા
પણ મોટી જ હોય ને? રાગથી પાર ચૈતન્યના અતીન્દ્રિય પરમ આનંદરૂપે પરિણમેલા
મહાન સિદ્ધભગવંતો, તે સિદ્ધભગવંતોની સરભરા કાંઈ રાગવડે–વિકલ્પવડે ન
થઈ શકે, એમની સરભરા તો રાગથી પાર, આનંદમય અનુભૂતિવડે જ થાય છે. એવી
અનુભૂતિ વગર સિદ્ધભગવાન આત્માના આંગણે આવે નહીં. અહીં તો સાધક કહે છે કે
અમે સિદ્ધને બોલાવીને, સિદ્ધ જેવા શુદ્ધઆત્માની સ્વાનુભૂતિવડે અપ્રતિહતભાવે મોક્ષ
લેવા ઊપડ્યા છીએ...હવે અમારી દશા પાછી ફરે નહીં, સિદ્ધપદ સાધવામાં વચ્ચે વિઘ્ન
આવે નહીં.
હે શ્રોતા! હું મારી આનંદમય અનુભૂતિના સમસ્ત નિજવૈભવથી આ
સમયસારમાં શુદ્ધઆત્મા દેખાડું છું...તું પણ તારા સ્વાનુભવથી તે પ્રમાણ કરજે.
એટલે શ્રવણ કરીને સ્વાનુભવ સુધી પહોંચે એવા જ શ્રોતા લીધા છે. એકલું શ્રવણ
કરીને, કે પરલક્ષે હા પાડીને અટકીશ નહીં, પણ શ્રુતજ્ઞાનની ધારાને અંતરમાં શુદ્ધાત્મા
તરફ લંબાવીને સ્વાનુભવ કરજે. વચન અને

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨: આત્મધર્મ ૨૪૯૮: માગશર
વિકલ્પ છતાં અમે (વક્તા) તેમાં અટકતા નથી, તે જ વખતે તેનાથી પાર
ભાવશ્રુતધારા અંતરમાં પરિણમી રહી છે.–આવી જ્ઞાનધારાપૂર્વક આ સમયસાર કહેવાય
છે. ભાવશ્રુતની ધારા તે ભાવવચન છે, ને દ્રવ્યશ્રુતમાં તે નિમિત્ત છે. એટલે આમાં એ
વાત પણ આવી કે જેના અંતરમાં આવી સ્વાનુભૂતિરૂપ ભાવશ્રુતની ધારા વર્તે છે તે જ
આ સમયસારનો ઉપદેશ દઈ શકે છે. જેના અંતરમાં રાગથી ભિન્ન ભાવશ્રુતની ધારા
નથી તેના હૃદયમાં સિદ્ધની ભાવસ્તુતિ નથી, ને તે જીવ સમયસારનો યથાર્થ ઉપદેશ
આપી શક્તો નથી.
અહા, સમયસારમાં ગંભીર ઊંડા ભાવો ભર્યા છે. પરમાત્માના ઘરની આ કથા
છે....ને કહેનારના હૃદયમાં પરમાત્મા બિરાજે છે–પોતાના પરમાત્માના સ્વાનુભવસહિત
આ વાણી નીકળે છે. વાણી તો વાણીના કારણે પરિણમે છે, પણ તે પરિણમન વખતે
પાછળ આત્માના સમ્યક્ભાવશ્રુતનું પરિણમન નિમિત્તરૂપે વર્તે છે. જ્ઞાનની અનુભૂતિને
અનુસરતી વાણી નીકળશે. કુંદકુંદાચાર્યદેવના હૃદય આ સમયસારમાં ભર્યાં છે. અહા,
ભરતક્ષેત્રમાં કેવળી ભગવાનની વાણી આ સમયસારમાં રહી ગઈ છે; તેના ભાવ
સમજતાં કેવળી પ્રભુના વિરહ ભૂલાઈ જાય છે.
એકકોર યથાસ્થાને સૂત્રો ગોઠવાતા જાશે...ને તે જ વખતે આત્મામાં અંદર
ભાવશ્રુતજ્ઞાનની ધારાનું પરિણમન ચાલશે...શુદ્ધાત્માને ઝીલતી અનુભૂતિસહિત વાણીનું
પરિણમન છે,–એ રીતે ભાવવચન ને દ્રવ્યવચનની સંધિપૂર્વક આ સમયસારનું
પરિભાષણ શરૂ થાય છે.
સમયસારની શરૂઆત એટલે તો સિદ્ધપદ તરફનાં પગલાંની શરૂઆત!
આરાધકભાવની અપૂર્વ શરૂઆત થાય એવું આ સમયસારનું મંગળ છે.
વાહ! કુંદકુંદપ્રભુને પવિત્રતા સાથે પુણ્યનો પણ અદ્ભુત યોગ તો જુઓ! આ
પંચમકાળના માનવી, દેહસહિત વિદેહમાં જાય ને સાક્ષાત્ તીર્થંકર પરમાત્માના દર્શન કરે,
કેવળી અને શ્રુતકેવળી ભગવંતોની વાણી સાંભળે–એ તે કેવો અદ્ભુત યોગ! અને વળી
જગતના ભાગ્યે તે પ્રભુએ કેવળી અને શ્રુતકેવળી ભગવંતોની વાણી સાંભળે–એ તે કેવો
અદ્ભુત યોગ! અને વળી જગતના ભાગ્યે તે પ્રભુએ કેવળી અને શ્રુતકેવળી
ભગવંતોની તે વાણી આ સમયસારરૂપે ગૂંથી, અખંડધારાએ તે સમયસાર પૂરું થયું... ને
ગુરુપ્રતાપે આજે બે હજાર વર્ષે પણ તે અખંડ

PDF/HTML Page 16 of 45
single page version

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૩:
સમયસાર આપણને મળી રહ્યું છે––ભરતક્ષેત્રમાં કેવળી–શ્રુતકેવળીની વાણી જ મળી
રહી છે. વાહ! ધન્ય ઘડી....ધન્ય ભાગ્ય!
આ સમયસાર શુદ્ધાત્માની અનુભૂતિ કરાવે છે. પ્રથમ જ સિદ્ધભગવાનને
આત્મામાં સ્થાપીને સાધકભાવરૂપે અપૂર્વ મંગળ કર્યું છે.
સિદ્ધપ્રભુ તો પરદ્રવ્ય છે, તેને આત્મામાં કેમ સ્થાપો છો? પરદ્રવ્યના લક્ષે તો
વિકલ્પ થાય છે? –એમ કોઈ પૂછે, તો કહે છે કે ભાઈ, પરલક્ષે વિકલ્પ થાય છે એ તો
અમને ખબર છે,–પણ અહીં વિશેષતા છે કે જેવા સિદ્ધ છે તેવું આત્માનું શુદ્ધસ્વરૂપ
સાધ્યરૂપે જ્ઞાનના લક્ષમાં લઈએ છીએ, એટલે જ્ઞાનને વિકલ્પથી પાર કરીને અંતરના
શુદ્ધસ્વરૂપ તરફ લઈ થઈએ છીએ, ને તે જ સિદ્ધનું પરમાર્થ ધ્યાન છે. પરિણતિને
અંતરમાં વાળીને સિદ્ધ જેવા આત્માનું ધ્યાન કરતાં અમને જે પરમાર્થ શાંતિ ને
આનંદનો અનુભવ થાય છે–તે કાંઈ અસત્ નથી, તે સત્ છે? કે અંતરમાં સિદ્ધ જેવું શુદ્ધ
આત્મસ્વરૂપ છે તે સત્ છે, તેથી તે સત્ના ધ્યાનવડે, સત્માં પર્યાયની એકાગ્રતા વડે
અપૂર્વ શાંતિ અનુભવાય છે; આ રીતે સિદ્ધને આત્મામાં સ્થાપ્યા–તેમાં એકલો વિકલ્પ
નથી; પણ જ્ઞાનપરિણતિ અંતરમાં ઝુકીને સિદ્ધસ્વરૂપે પોતાના આત્માને જ ધ્યાવે છે. તે
જ્ઞાનપરિણતિ અંતરમાં ઝુકીને સિદ્ધસ્વરૂપે પોતાના આત્માને જ ધ્યાવે છે. તે
જ્ઞાનપરિણતિનું નામ જ સિદ્ધની ભાવસ્તુતિ છે. (ગાથા ૩૧ માં પણ એ વાત કરી છે;
તત્ત્વાનુશાસનમાં પણ એ વાત કરી છે.) રાગ અને વિકલ્પ તે કાંઈ સમ્યગ્દર્શનની રીત
નથી, સમ્યગ્દર્શનની રીત તો વિકલ્પથી પાર એવું જ્ઞાન કે જે અંતરમાં ઝુકે છે–તે જ છે.
ચૈતન્યતત્ત્વ રાગમાં–વિકલ્પમાં ન જીરવાય, એ તો સિંહણના દૂધની જેમ સોનાના પાત્ર
જેવી જે જ્ઞાનની અંર્તપરિણતિ તેમાં જ જીરવાય.
જગતમાં સિદ્ધ થોડા ને સંસારી તેના કરતાં અનંતગુણા; ભલે થોડા છતાં
સિદ્ધભગવાન જગતમાં વિજયવંત છે, કેમકે તેમની સંખ્યા સદાય વધતી જાય છે ને
સંસારીજીવોની સંખ્યા સદાય ઘટતી જાય છે, ૬ માસ ને ૮ સમયમાં ૬૦૮ જીવોની
સંખ્યા સિદ્ધમાં વધે છે, ને સંસારીજીવો તેટલા ઘટે છે. જે સિદ્ધ થયા તેમાંથી કદી પણ
એક્કેય ઓછો થાય તેમ બને નહિ, તે તો સદાય વૃદ્ધિગત જ છે. તેમ આત્માનું જ્ઞાન
વિકલ્પથી અધિક થઈને

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪: આત્મધર્મ ૨૪૯૮: માગશર
અંતરમાં સિદ્ધને સ્થાપે છે (એટલે કે સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપને પોતામાં ધ્યાવે છે) તે
જ્ઞાન સદા વૃદ્ધિગત થતું–થતું સિદ્ધપદ સાધે છે. આવા અપૂર્વ મંગળસહિત સમયસાર શરૂ
કર્યું છે. આત્મામાં મોક્ષના માણેકસ્થંભ રોપાય છે.
સમયસારના શ્રોતામાં પણ કેવી અપૂર્વ લાયકાત છે
તે આપ પાછળના પાને વાંચશો.
એક ધન્ય પ્રસંગની યાદી –
આજે પૂ. ગુરુદેવના શ્રીમુખથી ૧૭ મી વખત સમયસારનું ભાવશ્રવણ કરતાં
અપૂર્વભાવો ઉલ્લસે છે, ને તેની સાથે ૧૬ મી વખતના પ્રવચનોનો એક ધન્યપ્રસંગ પણ
યાદ આવે છે. ત્રણ વર્ષ પહેલાંંની વાત છે–જ્યારે ‘આત્મધર્મ’ ના અંક નંબર ૩૦૦ માં
પીરસાયેલા મંગલપ્રવચનના અપૂર્વભાવો વાંચીને ગુરુદેવ પોતે ઘણા પ્રસન્ન થયા હતા.
સિદ્ધભગવંતોનો સાક્ષાત્કાર કરાવનાર એ મંગલપ્રવચનના ભાવો અદ્ભુત–રોમાંચકારી
હતા. અહા, શાસ્ત્રકાર–ટીકાકાર અને પ્રવચનકારના અદ્ભુત અલૌકિક મહિમાની ને
ઉપકારની શી વાત! આત્મધર્મમાં એ પ્રવચન વાંચતાં–વાંચતાં પ્રવચનકારને પોતાને
પણ એવા ભાવો ઉલ્લસ્યા કે લખનાર પ્રત્યે પણ પ્રસન્નતાથી આશીર્વાદપૂર્વક ધન્યવાદના
ઉદ્ગાર નીકળ્‌યા. આ બાળકના જીવનમાં ગુરુદેવની પ્રસન્નતાનો એ પણ એક ધન્ય
અવસર હતો. (–જેની સ્મૃતિમાં પ્રમુખશ્રીએ એક સુવર્ણચંદ્રક પણ કરાવી આપેલ છે.)
આ પ્રસંગનો ઉલ્લેખ અહીં એટલા માટે કર્યો છે કે હે સાધર્મીજનો! આપણા
મહાન ભાગ્યોદયે ગુરુદેવ આપણને વારંવાર સમયસારદ્વારા શુદ્ધાત્મા સંભળાવે છે. તો
હવે આ સોનેરી અવસરમાં કોઈ અપૂર્વ ભાવે સમયસારનું શ્રવણ કરીને પરિણતિને
શુદ્ધાત્માં સુધી પહોંચાડજો....આત્મધર્મમાં સમયસારનું જે રહસ્ય પીરસાય છે તેને પણ
અત્યંત ભક્તિસહિત, ચૈતન્યનો ઉલ્લાસ લાવીને વાંચજો, ને તેમાં ગુરુદેવે દર્શાવેલા
ભાવોને બરાબર લક્ષગત કરજો.
–બ્ર. હ. જૈન

PDF/HTML Page 18 of 45
single page version

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૫:
• સમયસારના શ્રોતામાં પણ અપૂર્વ લાયકાત •
સમયસારના રચનારની તો શી વાત! એ તો સાક્ષાત્
રત્નત્રયરૂપ થઈને સિદ્ધપદના સાધક થયેલા છે; ને શ્રોતા પણ એવી
અપૂર્વ લાયકાતવાળો છે કે જે પોતાના આત્મામાં સિદ્ધપ્રભુને સ્થાપીને,
રાગને જુદો પાડી નાંખે છે; એટલે રાગથી જુદો પડીને ભાવસ્તુતિપૂર્વક
સાંભળે છે. આ રીતે શ્રોતા પણ અપૂર્વ ભાવવાળો છે. વાહ રે વાહ!


આ સમયસારના શ્રોતા પણ ભાવસ્તુતિ અને દ્રવ્યસ્તુતિવડે પોતાના જ્ઞાનમાં
સિદ્ધને સ્થાપવાની લાયકાતવાળા છે; માટે આચાર્યદેવ કહે છે કે હું મારા અને શ્રોતાના
આત્મામાં સિદ્ધને સ્થાપીને આ સમયસાર સંભળાવું છું. અહો, સમયસારનો એકેક શ્લોક
અચિંત્ય મંગળરૂપ, અચિંત્યસ્વભાવને જણાવનાર છે. એનું યથાર્થ શ્રવણ કરતાં (જ્યારે
વાચ્યરૂપ શુદ્ધાત્મા તરફ ઉપયોગ ઝૂકે ત્યારે જ યથાર્થ શ્રવણ કહેવાય, એવું યથાર્થ શ્રવણ
કરતાં) ચૈતન્યના અગાધ નિધાન પોતામાં દેખાય છે, આનંદના સ્વસંવેદનરૂપ અપૂર્વ
આત્મવૈભવ પ્રગટે છે. શુદ્ધઆત્માને જ સાધ્યરૂપ સ્થાપીને, તેના પ્રતિબિબરૂપ
સિદ્ધભગવાનની સ્તુતિ કરી છે. આવા ધ્યેયે જે ઊપડ્યો તે વિજયવંત છે.
અહા, જેના ફળમાં સાદિઅનંતકાળ અનંતા આનંદનું વેદન, એના મારગડા
પણ એવા જ અલૌકિક હોયને! બાપુ! ચાર ગતિના અનંતકાળનાં જે અનંતદુઃખ,
તેનાથી છૂટીને પરમમોક્ષસુખ પામવાની રીત આ સમયસારમાં છે... અંતરના અપૂર્વ
આનંદનો અનુભવ કરવાની આ રીત સંતોએ બતાવી છે. તેને લક્ષમાં લઈને તું તારા
સ્વાનુભવથી મોક્ષમાર્ગ પ્રગટ કર. સ્વભાવને અવલંબતા પૂર્વે ચારગતિમાં કદી નહીં
અનુભવેલું અપૂર્વ આત્મસુખ તને અનુભવાશે, ને તેના ફળમાં સાદિઅનંત અનંત
સુખથી તૃપ્ત અનુપમ સિદ્ધગતિ પ્રગટશે. તે સિદ્ધપરિણતિ પોતાના સ્વભાવભાવને જ
અવલંબનારી હોવાથી ધ્રુવ છે.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬: આત્મધર્મ ૨૪૯૮: માગશર
ધુ્રવસ્વભાવને અવલંબનારી પર્યાયને પણ ધુ્રવ કહી છે, કેમકે આત્માને
સિદ્ધદશારૂપ એકવાર પરિણમન થયું તે થયું, તે હવે સદાકાળ એવું ને એવું જ રહ્યા
કરશે; સિદ્ધપણું મટીને કદી સંસારીપણું નહીં થાય, એટલે સિદ્ધપણું થયું તે ધુ્રવ છે. ચારે
ગતિઓ વિભાવને અવલંબનારી હોવાથી અધુ્રવ છે–વિનાશીક છે; પંચમગતિ–સિદ્ધગતિ
શુદ્ધ સ્વભાવભાવને જ અવલંબનારી હોવાથી ધુ્રવ છે. જેવા ધુ્રવ દ્રવ્ય–ગુણ છે તેમાં
પર્યાય તન્મય પરિણમી ગઈ.–તેથી અભેદપણે તેને પણ ધુ્રવ કહી. આત્મા પોતે પોતાના
સ્વભાવથી જ સિદ્ધગતિરૂપ થયો, હવે સ્વભાવ છૂટે તો તે સિદ્ધગતિ છૂટે. પ્ર્રવચનસાર
વગેરેમાં પણ અનુભૂતિની અભેદપર્યાયને જ આત્મા કહ્યો છે. સાધકજીવની અનુભૂતિને
પણ આત્મા કહ્યો છે, જેટલી શુદ્ધનયની અનુભૂતિ છે તેટલો જ આત્મા છે, જેટલું
સમ્યગ્દર્શન તેટલો આત્મા છે–એમ સ્વભાવભાવમાં અભેદ થઈને પરિણમેલી પર્યાયને
આત્મા કહે છે. ધર્મી જાણે છે કે મારી પર્યાય પૂર્ણ સ્વભાવભાવરૂપ થઈ તે હવે
સ્વભાવરૂપ જ રહેશે, તે કદી વિભાવરૂપ નહીં થાય. તો જેની પર્યાય પૂર્ણ સ્વભાવરૂપ
પરિણમી ગઈ એવા સિદ્ધભગવાનની પર્યાય ફરીને કદી પણ વિભાવરૂપ કેમ થાય?–ન
જ થાય. તેમાં પરિણમન ભલે થાય, પણ તે સ્વભાવરૂપ જ રહેશે, વિભાવરૂપ નહિ થાય,
માટે તે સિદ્ધગતિને ધુ્રવ કહેવામાં આવી છે. આવી ઓળખાણપૂર્વક નમસ્કાર કરીને,
આત્મામાં તેવા સાધ્યની સ્થાપના કરી છે, એટલે પરભાવોથી જ્ઞાનને છૂટું કર્યું છે. જે
જ્ઞાન પરભાવોથી છૂટું પડીને મોકળું થયું–સ્વભાવ તરફ નમ્યું તે જ્ઞાનમાં
સિદ્ધભગવાનની સ્થાપના છે, તે જ્ઞાન સિદ્ધપદ તરફ નમ્યું છે.
પ્રવચનસારના મંગળમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કર્યાં છે. ત્યાં વર્દ્ધમાન
તીર્થંકરને યાદ કરીને કહે છે કે અહો! જેમનું નામગ્રહણ પણ મંગળ છે–એવા
તીર્થંકરવર્દ્ધમાનવદેવને હું નમસ્કાર કરું છું. તીર્થંકરને યાદ કરતાં જ અંદર સ્વભાવમાં
નમેલી દશાનું સ્મરણ થાય છે એટલે રાગથી પરિણતિ પાછી ફરીને સ્વભાવ તરફ ઝુકે
છે તેટલો ભાવનમસ્કાર છે, તીર્થંકરના તરફના બહુમાનનો વિકલ્પ તે દ્રવ્યનમસ્કાર છે.
[અનુસંધાન પૃષ્ઠ–૩૪ પર]
વિચાર કરો જોઈએ કે જગતમાં સૌથી સુંદર નગરી કઈ હશે?
–શું મુંબઈ? ના; તો શું લંડન? ના; તો....અયોધ્યા? લંકા? કાશી?
સોનગઢ? જયપુર?....જી ના! તો કઈ નગરી સૌથી સુંદર હશે? તે
માટે વિચાર કરી જુઓ! (નહીંતર ૩૬ મા પાને જુઓ)

PDF/HTML Page 20 of 45
single page version

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૭:
“આનંદથી મોક્ષને સાધી રહ્યા છીએ”
અહા, મારું તત્ત્વ જ પરમ આનંદરૂપ છે; તેમાં અંતર્મુખ
થઈને સમ્યગ્દર્શન થતાં સ્વવશપણે આનંદપરિણતિ શરૂ થઈ ગઈ;
અંતરના પૂર્ણ આનંદના સરોવરમાંથી આનંદના પૂર વહેવા માંડ્યા,
ત્યાં સર્વે પરભાવોને તે ધોઈ નાંખે છે, ને પરભાવ વગરની ચોખ્ખી
ચેતના આનંદના પૂરસહિત વહે છે.–આવી દશા તે ધન્યદશા છે.
અરે, આવી દશા તો ધન્ય છે, ને આવી દશા જેનાથી પ્રગટે
એવા ચૈતન્યતત્ત્વની અધ્યાત્મ–વાર્તા પ્રીતિપૂર્વક જેઓ સાંભળે છે
તેઓ પણ ધન્ય છે...તેઓ પણ અલ્પકાળમાં આનંદસહિત
આત્માનો અનુભવ કરીને મોક્ષને પામશે.
(નિયમસાર ગા. ૧૪૬ તથા તેના ઉપરના આઠ શ્લોકના પ્રવચનમાંથી: ૨૪૯૮ કારતક સુદ ૧૫)

ભગવાન! તારો આત્મા જ એવો આનંદધામ છે કે જેને ધ્યાવતાં એમાંથી
આનંદનો પ્રવાહ નીકળે છે, તેમાથી દુઃખ નથી નીકળતું. ‘આત્મા’ જ તેને કહેવાય કે
જ્ઞાન ને આનંદભાવરૂપે જે પરિણમે.
આવા આત્માને વશ રહેનારો ધર્મજીવ રાગને વશ કદી થતો નથી; વિકલ્પ હો
પણ તેની ચેતના વિકલ્પને વશ થતી નથી, તેમાં તન્મય થતી નથી, ચેતના વિકલ્પોથી
છૂટીને છૂટી રહે છે, ને ચૈતન્યભાવમાં જ મગ્ન રહે છે. ચૈતન્યને ચૂસતાં ધાવતાં તેને
આનંદરસ આવે છે.
બાપુ! તું હલકો નથી, –રાગ જેટલો નથી, નાનો નથી, તું તો મોટો મહાન્ છો,
રાગથી પાર પરમ આનંદ–જ્ઞાન આદિ અનંતા સ્વભાવોથી ભરેલો તું તો મોટો પરમાત્મા
છો; રાગમાં તો પરવશપણું છે, એવું પરવશપણું તને શોભે નહીં. તારા ચૈતન્યધામમાં
ચિત્તને જોડીને સ્વવશ થા, તેમાં મહાન આનંદ છે, તેમાં જ તારી શોભા છે.
સ્વવશપરિણતિ વગર આનંદ કેવો? ને ધર્મ કેવો? મહાન આનંદ–આનંદને