Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 57
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૩૯
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 57
single page version

background image
૩૩૯
• સુંદર માર્ગ •
અહો, જિનભગવાને કહેલો શુદ્ધરત્નત્રયરૂપ માર્ગ મહા
સુંદર છે. પોતાના પરમ તત્ત્વમાં સર્વથા અંતર્મુખ, અને પરદ્રવ્યથી
અત્યંત નિરપેક્ષ એવો આ સુંદર માર્ગ સદા આનંદરૂપ છે; હે
ભવ્ય! તું આવા માર્ગમાં ભક્તિપૂર્વક સદા પરાયણ રહેજે.
મિથ્યાત્વાદિમાં પરાયણ અજ્ઞાની જીવો ઈર્ષાથી આવા સુંદર
માર્ગની પણ નિંદા કરે તો તેથી તું ખેદખિન્ન થઈને સ્વરૂપથી
વિકળ થઈશ મા. તું તો પરમ ભક્તિથી માર્ગની આરાધનામાં જ
તત્પર રહેજે. તુ તારા સ્વપ્રયોજનને સાધવામાં તત્પર રહેજે.
નિંદા સાંભળીને તારા સ્વપ્રયોજનમાં ઢીલો થઈશ મા. જગતથી
નિરપેક્ષપણે તું એકલો એકલો અંદર આવા સુંદર વીતરાગમાર્ગને
ઉત્સાહથી સાધજે, પરમ ભક્તિથી સાધજે...સ્વરૂપને સાધવાના
ઉલ્લાસભાવમાં મોળપ લાવીશ નહીં.
અહા, કેવો સુંદર માર્ગ! કેવો શાંત–શાંત માર્ગ! આવા
સુંદર માર્ગને ઓળખીને તેની ભાવના કરવા જેવી છે, એટલે કે
નિજાત્મામાં ઉપયોગ જોડીને શુદ્ધરત્નત્રયપરિણતિ કરવા જેવી છે.
વીર સં. ૨૪૯૮ પોષ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૯ : અંક ૩

PDF/HTML Page 3 of 57
single page version

background image
વાર્ષિક વીર સં. ૨૪૯૮
લવજમ પષ
ચર રૂપય DEC. 1971
* વષ : ૨૯ અક ૩ *
“વાહ રે વાહ સમયસાર! ”
******************
[પચાસ વર્ષના ઘોલનનો સુવર્ણમહોત્સવ]
સંવત ૧૯૭૮ થી માંડીને આજ સં. ૨૦૨૮ એ પચાસ વર્ષ
સુધી એકધારું સમયસારનું જેમણે ઘોલન કર્યું છે, એ ઘોલનમાંથી
નીકળતો આનંદમય ચૈતન્યરસ ઘોળીઘોળીને જેમણે પીધો છે ને
શ્રોતાઓને પીવડાવ્યો છે, એવા ગુરુદેવ આ ૧૭મી વખતના
પ્રવચનમાં મહા પ્રમોદથી વારંવાર આચાર્યપ્રભુનો મહિમા કરે છે;
સમયસારમાંથી અનુભૂતિનાં અદ્ભુત ભાવો ખોલતાં અતિ
પ્રસન્નતાથી કહે છે કે અહા! આવું સમયસાર સાંભળવું તે પણ
જીન્દગીનો એક લહાવો છે. અરે, ‘સાંભળવું’ તે પણ લહાવો છે, તો
તેવી અનુભૂતિ પ્રગટે એની તો શી વાત! વાહ રે વાહ! શ્રી–
ગુરુઓએ અમારા ઉપર મહેરબાની કરીને અમને શુદ્ધાત્માની
અનુભૂતિ કરાવી છે. શ્રીગુરુની પ્રસન્નતાથી અમને અમારો
નિજવૈભવ પ્રગટ્યો છે. અહા, આત્મામાંથી નિરંતર સુંદર આનંદનું
મધુરું ઝરણું ઝરે છે.
પચાસ વર્ષના પ્રસંગને સુવર્ણજયંતી કહેવાય છે. આજે
આપણને સમયસારના પચાસ વર્ષના ઘોલનનો મધુર ચૈતન્યરસ
ગુરુદેવ પીવડાવી રહ્યા છે, તે રસનું પાન કરવું–એ ખરેખર જીવનનો
સોનેરી પ્રસંગ છે. એ રસ ચાખતાં જ એમ થાય છે કે ‘વાહ,
સમયસાર વાહ!

PDF/HTML Page 4 of 57
single page version

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
નિજ વૈભવ
(સમયસાર ગાથા ૫ માગશર સુદ ૧૩–૧૪)
ચૈતન્યનો મીઠો સ્વાદ...એની શી વાત! એવા મીઠા સ્વાદથી
ભરેલું એક ચૈતન્યતત્ત્વ હું તમને દેખાડું છું. અહા, અમારા આત્મામાં
નિરંતર સુંદર આનંદનું મધુરું ઝરણું ઝરે છે, અમારી પરિણતિ
આનંદમય થયેલી છે....વિભાવના કલેશથી છૂટીને આનંદનો વૈભવ
અમને પ્રગટ્યો છે.–આવા નિજવૈભવ વડે હું સમયસારમાં શુદ્ધાત્મા
દેખાડું છું. આના ભાવો ઝીલતાં તમને પણ, જ્ઞાન અને રાગની
ભિન્નતા થઈને આત્મામાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થશે.
આચાર્યદેવ કુન્દકુન્દપ્રભુ કહે છે કે અહો! જગતમાં સુંદર એવું જે આત્માનું
એકત્વ–વિભક્ત સ્વરૂપ, તે હું આ સમયસારમાં મારા આત્માના નિજવૈભવવડે દર્શાવું
છું. અદ્ધરની કલ્પનાથી નથી કહેતો પણ ભગવાન પાસેથી જે સાંભળ્‌યું છે અને મારા
સ્વાનુભવમાં જે આવ્યું છે–તે સાક્ષાત્ અનુભવેલું આનંદમય તત્ત્વ હું મારા નિજવૈભવથી
દેખાડું છું. હે ભવ્યજીવો! તમે તે અનુભવગમ્ય કરીને પ્રમાણ કરજો.
નિજવૈભવ કેવો છે? તે ચાર બોલથી કહે છે:–
(૧) અરિહંતદેવના ઉપદેશરૂપ શબ્દબ્રહ્મની ઉપાસનાથી જેનો જન્મ છે, એટલે કે
અમારો સમ્યગ્દર્શનાદિ આત્મવૈભવ પ્રગટવામાં શ્રી વીતરાગ અરિહંતદેવની
વાણી જ નિમિત્ત છે; જિનવાણીમાં જેવો કહ્યો તેવો શુદ્ધાઆત્મા અનુભવીને
અમને નિજવૈભવ પ્રગટ્યો છે. આનાથી વિરુદ્ધ નિમિત્ત પ્રત્યે જેનું વલણ હોય
તેને આત્માનો વૈભવ કદી પ્રગટે નહીં.
(૨) કુયુક્તિઓનું ખંડન કરનારી નિર્દોષ યુક્તિના અવલંબનવડે જેનો જન્મ થયો છે;
મતિ–શ્રુતજ્ઞાનની નિર્મળ યુક્તિઓ વડે શુદ્ધાઆત્માનું સ્વરૂપ સિદ્ધ કરીને તેને
અનુભવમાં લીધું છે.
(૩) તીર્થંકરદેવ પરમગુરુથી માંડીને મારા ગુરુપર્યંત–તે બધા ગુરુઓ નિર્મળ
વિજ્ઞાનઘન આત્મામાં અંતર્મગ્ન હતા, ચૈતન્યના વીતરાગી આનંદને
અનુભવનારા હતા, એવા ગુરુઓએ પ્રસન્ન થઈને, પ્રસાદીરૂપે અમને
શુદ્ધઆત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો, તેના

PDF/HTML Page 5 of 57
single page version

background image
: ૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
વડે અમારા આત્માનો વૈભવ પ્રગટ્યો છે. અને–
(૪) અમારા આત્મામાં નિરંતર સુંદર આનંદઝરતું અતિશય સ્વસંવેદન વર્તી રહ્યું
છે, આવા શુદ્ધાત્માના સ્વસંવેદન વડે અમને કોઈ અદ્ભુત પરમ
આત્મવૈભવ પ્રગટ્યો છે.–આ રીતે આગમની ઉપાસનાથી, સમ્યક્ યુક્તિના
અવલંબનથી, ગુરુપરંપરાથી, ને આત્માના સ્વાનુભવથી–એમ સર્વ પ્રકારે
મારા આત્માનો જે કોઈ અદ્ભુત વૈભવ ખીલ્યો છે, તે બધા વૈભવવડે હું
શુદ્ધઆત્માનું એકત્વ–વિભક્ત સ્વરૂપ દેખાડું છું. અહા, આત્માના સ્વરૂપનો
કોઈ અચિંત્ય ગંભીર મહિમા છે કે જે દેખાડવા માટે હું મારા આત્માના
સમસ્ત વૈભવથી આ સમયસાર કહું છું; સમયસારમાં મારા સમસ્ત વૈભવથી
હું શુદ્ધઆત્મા દેખાડીશ. તો હે શ્રોતાઓ! તમે પણ કોઈ અચિંત્ય મહિમા
લાવીને, અપૂર્વ ભાવ પ્રગટાવીને, તમારા સ્વાનુભવથી આત્માના
એકત્વસ્વરૂપને પ્રમાણ કરજો. માત્ર વિકલ્પ વડે નહિ પણ અંદરમાં વિકલ્પથી
પાર સ્વાનુભવ વડે તમે પ્રમાણ કરજો.
વાહ, જુઓ તો ખરા આચાર્યદેવની શૈલી કેવી અલૌકિક છે! ભગવાને અને
મારા ગુરુઓએ જે શુદ્ધાત્મા બતાવ્યો તે મેં મારા સ્વાનુભવથી પ્રમાણ કર્યો છે ને હવે તે
જ શુદ્ધઆત્મા હું તને દેખાડું છું, તે તું પણ તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. આ
સમયસારમાં હું જે એકત્વ–વિભક્ત શુદ્ધઆત્મા દેખાડવા માંગું છું–તેને જ તું લક્ષમાં
લઈને અનુભવ કરજે; બીજી આડી–અવળી વાતમાં લક્ષને રોકીશ નહીં. શુદ્ધઆત્માના જ
લક્ષે સમયસાર સાંભળજે.
આચાર્યદેવે નિજવૈભવનું વર્ણન કરતાં સાથે તેનું અપૂર્વ નિમિત્ત કેવું હતું તે પણ
બતાવ્યું છે. મારો સ્વાનુભવ પ્રગટવામાં વીતરાગ અરિહંતદેવની વાણી મને નિમિત્તરૂપ
હતી. અંદરની સર્વજ્ઞતાને અનુસરનારી જે સર્વજ્ઞની વાણી, તેમાં કહેલા ભાવોનું સેવન
તે જ સમ્યગ્દર્શનાદિની ઉત્પત્તિનું કારણ છે. અહો, સર્વજ્ઞની વાણી જ આત્માનું સાચું
સ્વરૂપ બતાવનારી છે. તે વાણીની અમે ઉપાસના કરી છે. અરે! અમને તો સાક્ષાત્
તીર્થંકર સીમંધરપરમાત્માની વાણી સીધી મળી છે.–એ વાણી આખા વિશ્વના સ્વરૂપને
બતાવનારી છે. આવી જિનવાણીની ઉપાસના વડે અમને આત્માનો વૈભવ પ્રગટ્યો છે.
તે વૈભવવડે આ સમયસાર રચાય છે.
આ સમયસારમાં હું જે શુદ્ધાત્મા બતાવીશ તે મારા સ્વાનુભવપ્રત્યક્ષ પૂર્વક
બતાવીશ, એટલે તેમાં તો ક્યાંય ચૂકીશ નહીં. બીજી કોઈ અપ્રયોજનભૂત વ્યાકરણાદિ
વાતમાં કદાચ ચુકી જવાય–અને કદાચ તારા ખ્યાલમાં

PDF/HTML Page 6 of 57
single page version

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
તે આવી જાય–તો તે શબ્દના લક્ષમાં તું અટકીશ નહીં, તેને ગ્રહણ કરવામાં
રોકાઈશ નહી; પણ મારું પ્રયોજન જે શુદ્ધાત્મા બતાવવાનું છે, તે જ પ્રયોજનને
લક્ષમાં રાખીને તું પણ, હું જેવું કહું તેવું શુદ્ધઆત્માનું સ્વરૂપ અનુભવમાં લેજે.
જ્યારે જ્યારે આ સમયસાર દ્વારા શુદ્ધાત્માનું સ્વરૂપ સાંભળવા મળે ત્યારે ત્યારે
ભવ્યજીવો તેને પ્રમાણ કરજો.
આત્માની સંપદા કેવી છે? તે અમે જાણી છે, અને આત્માનો મહાન વૈભવ
અમને પ્રગટ્યો છે; તેમાં નિમિત્તરૂપ દેવ–ગુરુ અને વાણી કેવા હતા તે પણ બતાવ્યું.
સ્વભાવના અવલંબન વડે જે સમ્યક્ મતિશ્રુતજ્ઞાન પ્રગટ્યા, તે જ્ઞાનમાં
એવી તાકાત છે કે બધી કુયુક્તિઓને તોડીને, તેણે આત્માના શુદ્ધ સ્વભાવનો
વૈભવ પ્રગટ કર્યો છે. સ્વસન્મુખજ્ઞાન વડે આત્માનો અનુભવ તે અમારો વૈભવ
છે; શુભવિકલ્પો કે દિગંબર શરીરરૂપ દ્રવ્યલિંગ–તે કાંઈ અમારો વૈભવ નથી, તે તો
અમારાથી બાહ્ય છે. તમે પણ તેનું લક્ષ ન રાખશો; તમારામાં શ્રવણ વગેરેનો
વિકલ્પ ઊઠે તેમાં પણ ન અટકશો. જે શુદ્ધાત્મા હું દેખાડું તેને વિકલ્પથી પાર
થઈને લક્ષમાં લેજો.
વળી અમારા ગુરુઓએ અમને પ્રસન્નતાપૂર્વક શુદ્ધાત્માના ઉપદેશરૂપી
પ્રસાદી આપી, તેને લીધે અમને આત્માનો વૈભવ પ્રગટ્યો છે. કેવા હતા અમારા
ગુરુ? જેઓ વિજ્ઞાનઘન–ચૈતન્યસ્વભાવમાં ઊંડા ઊતરીને તેમાં અત્યંત મગ્ન હતા.
તેમણે પ્રસન્ન થઈને અમને ઉપદેશ દીધો;–શેનો ઉપદેશ દીધો? કે શુદ્ધઆત્મતત્ત્વનો
ઉપદેશ દીધો. તે ઉપદેશ ઝીલીને અમે પણ આત્મામાં જ અંતર્નિમગ્ન થઈને
આત્મવૈભવ પ્રગટ કર્યો છે. સર્વજ્ઞપરમગુરુ અને પછી ગણધરાદિથી માંડીને ઠેઠ
મારા ગુરુ સુધી,–તેઓ બધાય શુદ્ધઆત્મામાં અંતર્નિમગ્ન હતા,–એમ અમે અમારી
અનુભૂતિના બળે જાણીએ છીએ; તે ગુરુઓએ જે શુદ્ધાત્માનો ઉપદેશ દીધો તેના
પ્રતાપે અમને સ્વસંવેદનરૂપ વૈભવ પ્રગટ્યો છે. અને હવે હું મારા સ્વાનુભવવડે તે
જ શુદ્ધાઆત્મા (જે મારા ગુરુઓએ મને દેખાડયો ને જે મેં અનુભવ્યો તે જ)
તમને દેખાડું છું.–આમ અખંડધારા જોડી દીધી છે.
અહા, જુઓ તો ખરા! પંચમકાળના મુનિની નિઃશંકતા! સર્વજ્ઞની પંક્તિમાં
બધાને એક સાથે બેસાડી દીધા છે. સર્વજ્ઞને વિકલ્પ નથી, છદ્મસ્થને વિકલ્પ છે,–છતાં
છદ્યસ્થને જ્ઞાનધારામાં તે વિકલ્પ ક્યાં છે? જેમ સર્વજ્ઞનું જ્ઞાન વિકલ્પથી જુદું છે તેમ
સાધકનું સ્વસંવેદન જ્ઞાન પણ વિકલ્પથી જુદું જ પરિણમે છે.
સર્વજ્ઞદેવ વગેરે ગુરુઓએ શુદ્ધાત્માનો ઉપદેશ દીધો–તે તેમનો મહાન

PDF/HTML Page 7 of 57
single page version

background image
: ૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
ઉપકાર; પણ તે ઉપદેશ ઝીલ્યો કોણે? પોતે પાત્ર થઈને સ્વાનુભવવડે તે ઉપદેશ ઝીલ્યો,–
એમ પોતાનાં ભાવ સહિતની વાત છે. અપૂર્વ ચૈતન્યરસ સમયસારમાં ઘોળ્‌યો છે.
[પ્રવચનમાં વચ્ચે–વચ્ચે ગુરુદેવ મહાપ્રમોદથી વારંવાર આચાર્યપ્રભુનો મહિમા
કરે છે; સમયસારમાંથી અનુભૂતિના અદ્ભુત ભાવો ખોલતાં અતિ પ્રસન્નતાથી કહે છે
કે અહા! આવું સમયસાર સાંભળવું તે પણ જીંદગીનો એક લહાવો છે. અરે, ‘સાંભળવું’
તે પણ લહાવો છે, તો તેવી અનુભૂતિ પ્રગટે એની તો શી વાત? વાહ રે વાહ!
શ્રીગુરુઓએ અમારા ઉપર અત્યંત મહેરબાની કરીને અમને શુદ્ધાત્માની અનુભૂતિ
કરાવી છે. શ્રીગુરુની પ્રસન્નતાથી અમને અમારો નિજવૈભવ પ્રગટ્યો છે.
]
‘અહા, આત્મામાં નિરંતર સુંદર આનંદનું મધુરું ઝરણું ઝરે છે...અતીન્દ્રિય
આનંદનો પ્રવાહ અમારી પરિણતિમાં નિરંતર વહે છે.’–જુઓ, આવા સ્વાનુભવપૂર્વકની
વાણી આ સમયસારમાં છે. સાધકની અનુભૂતિમાં આનંદની લહેર છે. અમારા આત્માનું
સ્વસંવેદન અતીન્દ્રિય આનંદની છાપવાળું છે. જગતના કોઈપણ પદાર્થમાં સુખની
કલ્પના છૂટી ગઈ, ને આત્માનો મહાન આનંદ અમને પ્રગટ્યો. આત્માના આવા
વૈભવપૂર્વક હું એકત્વ–વિભક્ત આત્મા દેખાડીશ, તેને તમે સ્વાનુભવથી પ્રત્યક્ષ કરીને
પ્રમાણ કરજો.
વાહ! ચૈતન્યનો મીઠો સ્વાદ...એની શી વાત! એવા મીઠા સ્વાદથી ભરેલું એક
ચૈતન્યતત્ત્વ હું તમને દેખાડું છું. અમારા આત્માની પરિણતિ આનંદમય થયેલી છે,
અનાદિના વિભાવ–કલેશ તેનાથી અમે છૂટ્યા છીએ ને આનંદની ધારામાં આવ્યા છીએ.
વિભાવનો કલેશ છૂટીને આનંદમય વૈભવ અમને પ્રગટ્યો છે. –આવા વૈભવ વડે હું
શુદ્ધાત્મા બતાવીશ. શુદ્ધાત્મા અચિંત્ય મહિમાવાળી વસ્તુ, તેને ગમે તેવા (સ્વાનુભવ
વગરના) જીવો બતાવી શકે નહિ, આવો આત્મવૈભવ જેને પોતામાં પ્રગટ્યો હોય તે જ
શુદ્ધઆત્માનું સ્વરૂપ દેખાડી શકે.
સમ્યગ્દર્શન થતાં જ આત્મામાં અતીન્દ્રિય આનંદની મહોર લાગી જાય છે,
આત્મવૈભવ ખીલી જાય છે. આ સમયસાર તો અતીન્દ્રિય આનંદરૂપે પરિણમેલા જીવોના
રદયમાંથી નીકળેલું મહાન શાસ્ત્ર છે. અહા, ભાગ્યવાન જીવોને માટે આ ભાગવતશાસ્ત્ર
રચાઈ ગયું છે. સંતોના આત્માના વૈભવમાંથી નીકળેલા શુદ્ધાત્માનું આવું શ્રવણ કોઈ
અપૂર્વ મહાભાગ્યે મળે છે. એનાં ભાવો ઝીલનાર જીવને, જ્ઞાન અને રાગ વચ્ચે તીરાડ
પડીને અંદરથી અતીન્દ્રિય આનંદ ઝરે છે...ને તે ભવનો અંત કરીને અશરીરી સિદ્ધપદને
પામે છે.
जय समयसार

PDF/HTML Page 8 of 57
single page version

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૫ :
જ્ઞાન ભાવના
આનંદ આપે છે.
[મગશરવદ ત્રજ : નયમસર ગ. ૧૭૦]
* જ્ઞાન તે આત્માનો સાચો સ્વભાવ છે; તેમાં રાગ નથી. આવા જ્ઞાનસ્વભાવી
આત્માની ભાવના તે મોક્ષનું કારણ છે.
* જ્ઞાન તે આત્માની સ્વભાવક્રિયા છે, આત્મા પોતે સ્વભાવથી તે ક્રિયારૂપ થાય
છે, તે જ્ઞાનક્રિયાને અને આત્માને તાદાત્મ્યપણું છે–એકરૂપપણું છે; તેથી તે
જ્ઞાનવડે આત્મા પોતે પોતાને જાણે જ છે. આત્મા કર્તા ને જ્ઞાન તેનું સાધન
એમ કહેવા છતાં તે કર્તા અને કરણ બંને અભેદ છે, જુદાં નથી.
* પુણ્ય–પાપ–વિકલ્પો તે વિભાવક્રિયા છે, આત્માના સ્વભાવરૂપ તે ક્રિયા નથી; તે
વિભાવક્રિયાને આત્માના જ્ઞાનસ્વભાવ સાથે એકરૂપ–તાદાત્મપણું નથી, જ્ઞાનથી
ભિન્ન જાત હોવાથી તેને ખરેખર સંયોગરૂપ સંબંધ છે. તેથી તે વિકલ્પરૂપ
વિભાવ ક્રિયાવડે આત્મા જણાતો નથી. રાગથી જુદું પડીને પોતાના આત્મા
સાથે જે એકમેક થાય તે જ્ઞાન આત્માને જાણી શકે છે. આત્માનો જ્ઞાનસ્વભાવ
અને રાગાદિવિભાવ તેમને વિશેષપણું છે–જુદાપણું છે, બંને વચ્ચે સમાનપણું
નથી પણ મોટો તફાવત છે.
* જ્ઞાન આત્મા સાથે તાદાત્મ્યપણે તેને જાણે છે. રાગને આત્મા સાથે તાદાત્મ્ય
નથી, ને તે આત્માને જાણતો પણ નથી. આ રીતે જ્ઞાન અને રાગને અત્યંત
જુદાઈ છે.
* આ રીતે જ્ઞાન અને વિભાવનું ભેદજ્ઞાન કરીને, જ્ઞાનવડે જ્ઞાનસ્વરૂપ આત્માને
જાણવો, તે ખરેખર સ્વભાવવાદ છે. જ્ઞાન અને આત્માનો ભેદ માનવો તે
વિભાવવાદ છે.
* જ્ઞાન તે ખરેખર આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન પોતે પોતામાં એકાગ્ર રહીને પોતાને
તેમજ સમસ્ત પદાર્થોને જાણે છે. જ્ઞાન પોતે આત્માના સ્વરૂપમાં નિશ્ચલ છે.
આવા જ્ઞાનની ભાવના કરવી તે અચલ–મોક્ષઆનંદનો ઉપાય છે. મોક્ષનો
આનંદ જોઈતો હોય તેણે જ્ઞાનની ભાવના ભાવવી; જ્ઞાનની ભાવના કહો કે
જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના કહો. તેમાં વચ્ચે રાગની ભાવના ન આવે;
રાગવડે જ્ઞાનની ભાવના ન થાય. રાગથી જુદો પડી, જ્ઞાનરૂપ થઈને જ્ઞાનની
ભાવના થાય છે, ને તે ભાવના વડે પૂર્ણ જ્ઞાન–

PDF/HTML Page 9 of 57
single page version

background image
: ૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
આનંદરૂપ મોક્ષફળ પમાય છે. જ્ઞાનભાવના તે માર્ગ, અને મોક્ષ તે માર્ગનું ફળ,
એ બંને જ્ઞાનમાં જ સમાય છે.
* ચોથા ગુણસ્થાને ભેદજ્ઞાન થતાં જ્ઞાનભાવના શરૂ થઈ ગઈ છે; ત્યાં જે જ્ઞાન–
પરિણમન છે તે પોતાના સ્વરૂપમાં જ નિશ્ચલ છે, તે રાગ સાથે એક થતું નથી,
જુદું જ રહે છે. એ જ જ્ઞાનધારા વધતી વધતી જ્યારે પૂર્ણ થાય છે ત્યારે
અવિનાશી આનંદમય મોક્ષફળ પ્રગટે છે. માટે મોક્ષેચ્છુ જીવે જ્ઞાનભાવના
નિરંતર ભાવવી.
* જ્ઞાનભાવનામાં ધર્મીને આનંદનું વેદન છે, તે આનંદમાં ઉપસર્ગનો અભાવ
છે. જેમ સિદ્ધને મોહ કે ઉપસર્ગ નથી, તેમ ધર્મીને પણ શુદ્ધસ્વરૂપના
અનુભવરૂપ જ્ઞાન–ભાવનામાં મોહ નથી, ઉપસર્ગ નથી. વાહ, જુઓ! આ
સાધકની જ્ઞાનભાવના! મોહ કે ઉપસર્ગ તે જ્ઞાનભાવનાથી બહાર છે.
* આવી અપૂર્વ જ્ઞાનભાવના ભાવનાર સાધક કહે છે કે અહો! કેવળજ્ઞાન
થાય ત્યારની તો શી વાત!–અત્યારે સાધકદશામાં પણ અમારું જ્ઞાન સીધું–
સ્વસંવેદન પ્રત્યક્ષપૂર્વક અમારા આત્માને સ્પષ્ટ જાણે જ છે. હમણાં અમારું
જ્ઞાન, ભલે મતિશ્રુતરૂપ છે તોપણ આત્માના સ્વભાવમાં એકતાપણે
પરિણમતું થકું આત્માને ચોક્કસ જાણે છે. જ્ઞાન સીધું આત્માને જાણે છે
એટલે વચ્ચે કોઈ વિકલ્પને–રાગને–ઇંદ્રિયના અવલંબનને તે સ્વીકારતું
નથી. જ્ઞાન પોતે આત્માનું શુદ્ધ સ્વરૂપ જ છે, તે પોતે પોતાને ન જાણે એ
કેમ બને? જ્ઞાન આત્માથી કાંઈ જુદું નથી કે તે આત્માને ન જાણે.
* અંતરમાં જ્ઞાનભાવના વડે, જ્ઞાનને સીધું આત્મામાં એકાગ્ર કરીને,
આત્માને સાક્ષાત્ જાણવો તે જ લાખો વાતનો સાર છે, તે જ મોક્ષનું કારણ
છે; તે જ સ્વભાવ છે; અહા, કોઈ અચિંત્ય જ્ઞાનસ્વભાવ છે કે જે આત્મામાં
તન્મય રહીને આત્માને સાક્ષાત્ જાણે છે; આત્માને જાણનારું આ જ્ઞાન
સદાય આનંદમય અમૃતનાં ભોજન કરનારું છે, પોતે સહજ પરમ આનંદરૂપ
છે. તેમાં કોઈ રાગાદિનો પ્રવેશ નથી.
* રાગ આત્માને જાણી શકતો નથી, કેમ કે તે આત્માથી ભિન્ન છે.

PDF/HTML Page 10 of 57
single page version

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
* જ્ઞાન સ્વયં આત્માને સાક્ષાત્ જાણે છે, કેમ કે તે આત્માનો અભિન્ન સ્વભાવ
છે.
હે જીવ! આવા જ્ઞાનસ્વભાવી આત્માની તું ભાવના કર.
તે ભાવના વડે તને મોક્ષના પરમ આનંદનો અનુભવ થશે.
સ્વમાં તન્મય થયા વગર જ્ઞાન સ્વને જાણી શકે નહીં.
પરમાં તન્મય થાય તો જ્ઞાન પરને જાણી શકે નહીં.
આત્મા એવી સ્વવસ્તુ છે કે તેમાં તન્મય થઈને જ જ્ઞાન તેને જાણે; તેનાથી જુદું
રહીને જ્ઞાન તેને જાણી શકે નહીં. રાગ તો સ્વભાવથી જુદો છે તેથી તે આત્મસ્વભાવને
જાણી શકતો નથી.
રાગ તો જ્ઞાનથી ભિન્ન હોવાથી, તેનાથી જુદું રહીને જ જ્ઞાન તેને જાણે, પણ જો
તેમાં તન્મય થાય તો તે રાગને જાણી શકે નહીં.
વાહ! આત્મા અને રાગનું કેવું ભેદજ્ઞાન છે!
તે ભેદજ્ઞાન, આત્મામાં તો એકતા કરે છે ને રાગને જુદો રાખે છે,–એ રીતે
બંનેને જુદા કરી નાંખે છે, ને રાગથી ભિન્ન જ્ઞાનાનંદમય આત્માને સાધે છે–અનુભવે
છે. જ્ઞાન સ્વને તો તન્મય થઈને જાણે છે, ને પરને તેનાથી ભિન્ન રહીને જાણે છે,–એવો
તેનો સ્વભાવ છે,–માટે સ્વઆત્માનું જ્ઞાન તે નિશ્ચય છે; રાગાદિ પરનું જ્ઞાન તે વ્યવહાર
છે.
નિશ્ચય વગર વ્યવહાર હોય નહીં, એટલે આત્માને જાણ્યા વગર પરનું સાચું
જ્ઞાન થાય નહીં; સ્વપૂર્વક પરનું સાચું જ્ઞાન થાય છે.
સાચું જ્ઞાન જાણે છે કે મારું સ્વ તે આત્મા છે; રાગાદિ તે કાંઈ મારું સ્વ નથી,
મારાથી તો તે પર છે–જુદા છે.
–આવા ભેદજ્ઞાન વડે ધર્મીજીવ આનંદથી મોક્ષને સાધે છે.
* * * * *
સિદ્ધનગર છે સુખીનગર આનંદમય છે આત્મનગર એકત્વ છે મુજ આત્મવૈભવ,
મહા સુખ ત્યાં દેહવગર. તેમાં વસ, ભવસાર તર! ફરી હવે કદી કરું ન ભવ.

PDF/HTML Page 11 of 57
single page version

background image
: ૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
સ્વયં શોભતું
અદ્ભુત આત્મરત્ન
[માગશર વદ ૧૧] [નિયમસાર ગા. ૧૮૦]
પોતે પોતાથી જ જે શોભિત છે તેને બીજા અલંકારની શી જરૂર છે?
જેમ સિદ્ધભગવંતો પોતાના કેવળજ્ઞાનાદિ નિજગુણરૂપ અવયવોથી સ્વયં
અલંકૃત છે, નિજગુણોથી આત્મા સ્વયં શોભે છે, ત્યાં બીજા કોઈ
અલંકારની તેમને જરૂર નથી.
બાપુ! તારો આત્મા પણ નિજગુણોથી સ્વયં સુશોભિત છે, તારી શોભા માટે
બહારના કોઈ અલંકારની જરૂર નથી.
સંસારના રાગી જીવોને શરીરના અવયવોની શોભાથી સંતોષ નથી તેથી
શોભા માટે બીજા અલંકારોથી શરીરને શણગારે છે. પણ
સમ્યક્ત્વાદિ દિવ્યરત્નોથી સ્વયં શોભિત આત્માને બીજા કોઈ
અલંકારની જરૂર નથી.
જેમ સ્વયં ઝગઝગતા ઉત્તમ સુશોભિત રત્નને, બીજા રત્નવડે શણગારવાની
જરૂર પડતી નથી, સ્વયં પ્રકાશથી જ તે શોભે છે, તેમ સમ્યક્ત્વાદિ
અનંત ગુણના પ્રકાશ વડે સ્વયં શોભતા ઉત્તમ આત્મરત્નને
બહારની કોઈ ચીજવડે શોભા નથી. સર્વજ્ઞસ્વભાવી,
આનંદસ્વભાવી હું પોતે, મારા સ્વભાવની મોટપ અને શોભા પાસે
જગતના કોઈ પદાર્થની કે પુણ્યની રાગની કાંઈ જ મહત્તા નથી.
અરે, આત્મા કોને કહેવાય? એની અચિંત્ય કિંમતની શી વાત? જેનો
સ્વીકાર કરતાં જ શાંતિ થાય, આનંદ થાય, સુખ થાય, બધા
સમાધાન થઈ જાય, અનંતા ગુણ એક સાથે નિર્મળપણે ખીલીને
આત્મા શોભી ઊઠે છે,–જેમાં કષાયનું કે દુઃખનું નામનિશાન નથી.
આવું અદ્ભુત આત્મતત્ત્વ છે.
–આવું અદ્ભુત આત્મરત્ન હું જ છું–એમ હે જીવ તું દેખ.

PDF/HTML Page 12 of 57
single page version

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
મોક્ષાર્થી જીવે સ્વકાર્યને
કઈ રીતે સાધવું?
[નિયમસાર ગાથા ૧૫૫ થી ૧૫૮ ના પ્રવચનોમાંથી માગશર સુદ ૧ થી ૫]
હે ભવ્ય! તારા સહજ તત્ત્વની આરાધનામાં તું
અછિન્ન રહેજે...આનંદથી તેને આરાધજે. જગતના ભયથી તું
તારી આરાધનામાંથી ડગીશ મા. આ જૈનશાસનમાં કહેલા
પરમ ગંભીર ચૈતન્યતત્ત્વને કોઈક વિરલા જ અનુભવે છે.
માટે લૌકિકજીવોનો સંગ છોડીને તું એકલો તારા સ્વકાર્યમાં
તત્પર રહેજે ને અંતરમાં તારા જ્ઞાનનિધાનને ભોગવજે.
જગત તારી પ્રશંસા કરે કે નિંદા કરે–તેની સામે જોવા ઊભો ન
રહીશ. પરમ આનંદભાવથી ઉલ્લસતા તારા તત્ત્વમાં સન્મુખ
થઈને તેને જ સાધજે. આત્માને સાધવામાં લોકનો ભય
રાખીશ નહીં.
હે ભવ્ય! શુદ્ધનિશ્ચયસ્વરૂપ પરમાત્મતત્ત્વનું ધ્યાન મહાન આનંદરૂપ છે, ને
આવા પરમાત્મધ્યાનને જ જિનભગવાને મોક્ષ માટેની આવશ્યકક્રિયા કહી છે; મોક્ષને
માટે આવા ઉત્તમ સ્વકાર્યને નિરંતર સાધવું.–કઈ રીતે સાધવું? તે કહે છે.
પ્રથમ તો સ્વભાવ અને પરભાવની ભિન્નતાના અભ્યાસરૂપ ભેદજ્ઞાનવડે
મોક્ષના કારણરૂપ સ્વભાવક્રિયાને, સત્ક્રિયાને બરાબર સ્પષ્ટ ઓળખવી. રાગથી પાર
એવા શુદ્ધભાવરૂપ ક્રિયા તે જ મોક્ષના કારણરૂપ ક્રિયા છે, એટલે પરમાત્મતત્ત્વમાં
પરિણતિની એકાગ્રતા તે જ મોક્ષની સત્ ક્રિયા છે; બીજી કોઈ શુભાશુભ ક્રિયાઓ મોક્ષનું
કારણ નથી.–આમ બરાબર જાણીને મુમુક્ષુએ પોતાના એકત્વમાં રહીને સ્વકાર્યને
સાધવું. આવી સાધના ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે.
આનંદધામ એવા સ્વતત્ત્વને સાધવામાં મશગુલ મુનિઓને તો લોકોના સંગની
આસક્તિ છ્રૂટી ગઈ છે; ને ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને પણ સર્વે બાહ્યસંગની પ્રીતિ
છૂટીને, પોતાના સ્વતત્ત્વનો જ પ્રેમ છે, ને તેને જ સાધવામાં તે તત્પર છે.

PDF/HTML Page 13 of 57
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
અહા, મારો આત્મા આવું મહાનતત્ત્વ, જેમાંથી એકલી શાંતિ જ પ્રગટે,
તેમાં એકાગ્ર થઈને એકલો–એકલો હું મારી શાંતિને વેદું, તેમાં જગતના કોઈ
બીજાના સંગનું મારે શું કામ છે? મારી શાંતિ કોઈ પરના સંગમાંથી નથી આવતી;
પરસંગરહિત, એકલો પોતામાં જ રહીને હું મારી શાંતિને અનુભવું છું. મારી
પર્યાય અંતરમાં વળીને મારા શુદ્ધતત્ત્વનો જ સંગ કરે છે–એકતા કરે છે; મારામાં
દ્રવ્ય ને પર્યાય એવા ભેદમાંય હું અટકતો નથી; પરના સંગ વગરનો અને દ્વૈતના
વિકલ્પ વગરનો, એકત્વમાં ડોલતો એકલો થઈને હું મારા મોક્ષસુખને સાધું છું;–
આ જ મારું કાર્ય છે.
આ રીતે સ્વતત્ત્વને અને તેમાં એકાગ્રપર્યાયરૂપ સત્ ક્રિયાને જાણી,
સર્વસંગથી પાર એવા એકત્વચૈતન્યના લક્ષે એકલો થઈને, મૌનપણે સ્વકાર્યને
સાધવું. કોઈ અજ્ઞાનીઓ નિંદા કરે–ઈર્ષા કરે, તોપણ પોતાની સાધનામાં ભંગ
પાડવો નહીં. પોતાની અંતર્મુખપરિણતિને છિન્નભિન્ન થવા ન દેવી, લોકસંબંધી
સંકલ્પ–વિકલ્પોને એકકોર મૂકીને એકલા–એકલા પોતાના સ્વકાર્યને પોતામાં
સાધવું. અરે, મારા અલૌકિક અચિંત્ય ચૈતન્યતત્ત્વની અનુભૂતિ પાસે આ લોક તો
તૃણસમાન લાગે છે. લોકના જીવો આવા ચૈતન્યને દેખતા જ નથી, પછી તેમના
વચનની શી કિંમત? ચૈતન્યનું કાર્ય શું, ચૈતન્યની સાચી ક્રિયા શું? તેમાં કેવી
અકષાય શાંતિ છે? તેની જેને ખબર નથી એવા મૂર્ખ જીવો કદાચ તેની નિંદા કરે,
તોપણ ધર્મીમુમુક્ષુજીવો આત્માને સાધવારૂપ નિજકાર્યને છોડતા નથી. અહા! મારી
પર્યાય અંર્તતત્ત્વમાં પ્રવેશીને મોક્ષના સુખને સાધી જ રહી છે, આવું મહાન કાર્ય
અમારી પર્યાયમાં સધાઈ જ રહ્યું છે, ત્યાં જગતની દરકાર ક્યાં છે? જગતની
સ્પૃહા છોડીને આત્માના એકત્વમાં આવ્યો ત્યારે તો આવા સમ્યક્ત્વાદિ મહાન
કાર્ય થયું છે. તેમાં હવે લોકભયથી ધર્મીજીવ ભંગ પડવા દેતા નથી.
ભાઈ, મોક્ષની ક્રિયા તો પર્યાય છે, ને તે પર્યાય અંતરના શુદ્ધતત્ત્વને આશ્રિત છે.
મોક્ષની સાચી ક્રિયા તે શુદ્ધ પર્યાય છે ને તે પર્યાયરૂપે આત્મા પોતે થાય છે, તેમાં
પરસંગ નથી, વચનવિકલ્પ નથી, એકલા પોતાના પરમાત્મતત્ત્વનું ધ્યાન છે. આવી
સત્ય ક્રિયાને જાણીને હે મુમુક્ષુ! તું લોકથી નિરપેક્ષપણે એકલો–એકલો તેને નિરંતર
સાધજે. જગત એને જાણે કે ન જાણે, પ્રશંસા કરે કે નિંદા કરે, તેની સામે જોવા ઊભો ન
રહીશ, પરમ આનંદભાવથી ઉલ્લસતું તારું તત્ત્વ તેની સન્મુખ થઈને તેને જ સાધજે.
આત્માને સાધવામાં લોકનો ભય રાખીશ નહીં.

PDF/HTML Page 14 of 57
single page version

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
આ જગતમાં શાશ્વત પરમસુખ દેનારું પોતાનું પરમ ચૈતન્યતત્ત્વ જ છે; એનાથી
બહાર જેટલા પ્રશસ્ત–અપ્રશસ્ત વિકલ્પો છે તે તો બધાય સંસારદુઃખનું જ મૂળ છે. તે
બાહ્યભાવોથી કે લોકસંગથી સ્વપ્નેય સુખ મળે તેમ નથી. અનેક પ્રકારનાં વિચિત્ર જીવો
આ લોકમાં છે તેમની સાથે વચનવિવાદ કરવા જેવું નથી. મહા ભાગ્યે જિનમાર્ગ
પામીને, તેમાં કહેલા પરમાત્મતત્ત્વને પોતે એકલા એકલા પોતાના અંતરમાં સાધી લેવા
જેવું છે. જે તત્ત્વમાં જતાં શાંતિનું વેદન થાય એવું તો એક નિજતત્ત્વ જ છે–જે સદાય
મહાઆનંદ દેનારું છે. હે જીવ! આવા તત્ત્વમાં ઊંડો ઊતરીને તેને જ તું સાધ...તેને જ
અનુભવ. લોકની કોઈ કલ્પનાજાળનો તેમાં પ્રવેશ નથી.
દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ પ્રત્યેક વસ્તુ ભગવાન સર્વજ્ઞદેવના જ શાસનમાં
કહી છે, બીજા કોઈ યથાર્થ વસ્તુસ્વરૂપ જાણી શક્યા નથી. માટે હે ભાઈ!
મહાભાગ્યથી સર્વજ્ઞનો માર્ગ પામીને તું તારા સ્વાધીન દ્રવ્ય–ગુણ–પર્યાયને
જાણીને, જગતથી નિસ્પૃહપણે તારામાં એકલો આત્માના આનંદને સાધજે.
દુઃખપર્યાય છોડીને સુખપર્યાયરૂપે થવું છે, તે સુખરૂપે કોણ થશે? તું પોતે દ્રવ્ય–
ગુણના સામર્થ્યથી તે સુખપર્યાયરૂપે થઈશ; દ્રવ્ય–ગુણપણે ત્રિકાળ ટકીને આત્મા
પોતે અંતર્મુખપણે સુખ–પર્યાયરૂપ પરિણમે છે. દ્રવ્ય–ગુણ–પર્યાયને ન માને તો
આવું કાર્ય બની શકતું નથી. જગતના જીવો તો આવા તત્ત્વને ન ઓળખે,
જ્ઞાનીની અંતરદશાને ન ઓળખે એટલે તે તો અજ્ઞાનને લીધે સત્ની નિદા કરે,
આરોપ મુકે, ઈર્ષા કરે, પણ સાધક તેની દરકાર કરતો નથી, તે તો જાણે છે કે
અરે, સુખ માટે મારે જગત સાથે ક્યાં પ્રયોજન છે? મારા સુખ માટે મારા
અંતરના દ્રવ્ય–ગુણસ્વભાવ સાથે જ મારે પ્રયોજન છે; માટે નિજસ્વભાવના
આશ્રયે મૌનપણે હું મારા કાર્યને સાધી જ રહ્યો છું, એટલે કે મારા એકત્વનું સુખ
મારામાં મને અનુભવાઈ જ રહ્યું છે, મારું નિજતત્ત્વ પોતે જ શાશ્વત સુખદાયક છે,
તેને હું અવલંબી રહ્યો છું, પછી બીજા નિંદા કરે તો કરો, તેનો મને ભય નથી,
પ્રશંસા કરે તો તેની પણ સ્પૃહા નથી.
અહા, જુઓ તો ખરા આ જૈનશાસન! જૈનશાસનમાં આવો નિરપેક્ષ,
એકલા આત્માને જ અવલંબનારો મોક્ષમાર્ગ છે. આવું જૈનશાસન પામીને પોતે
પોતાના સ્વકાર્યને સાધી લેવું, બીજા જીવો સાથે વાદવિવાદમાં ન પડવું. જગત તો
વિચિત્ર જીવોનો સમૂહ છે, તેમાં બધાય જીવો આવું ગંભીર ચૈતન્યતત્ત્વ સમજી
જાય–એ તો અસંભવ છે, કોઈક વિરલા જીવો જ ચૈતન્યતત્ત્વને અનુભવે છે. માટે
તું લૌકિકજીવોનો સંગ છોડીને

PDF/HTML Page 15 of 57
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
અંતરમાં તારા જ્ઞાનનિધાનને ભોગવજે. તારા સહજ તત્ત્વની આરાધનામાં તું અછિન્ન
રહેજે...આનંદથી તેને આરાધજે. જગતના ભયથી તું તારી આરાધનામાંથી ડગીશ મા. હે
મુમુક્ષુ! નિર્વિકલ્પ થઈને તારી પરિણતિને પરમ આનંદમય પોતાના સહજ તત્ત્વમાં
જોડજે.
‘આત્મપ્રવાદ’ એટલે આત્માનું સ્વરૂપ પ્રતિપાદન કરનારાં જે શાસ્ત્રો, તેમાં
કહેલા પરમાત્મસ્વરૂપને જાણીને જે મુમુક્ષુ પોતે આત્મજ્ઞાનરૂપે પરિણમ્યો છે, એવા
પરમઆત્મજ્ઞાની જીવ લોકનિંદાના ભયને છોડે છે; લોકો ભલે ગમે તેમ બોલે, નિંદા કરે,
તિરસ્કાર કરે, એ તો બધું સંસારમાં ચાલ્યા જ કરે, તેમાં મને શું? હું તો મારા
પરમાત્મતત્ત્વના શાશ્વત સુખને મારામાં સાધી જ રહ્યો છું. આવા પરમાત્મતત્ત્વને નહીં
જાણનારા પશુ જેવા જીવો ગમે તેમ બોલે તેની કિંમત શું? મારા ચૈતન્યતત્ત્વના સુખ
પાસે દુનિયા તો તરણાં જેવી છે. આમ જેણે પોતાના પરમ ચૈતન્યસુખનો રસ અંતરમાં
ચાખ્યો છે તે મુમુક્ષુને બાહ્યવિકલ્પો કે લોકનો સંગ ગમતો નથી; તેની પરિણતિ પોતાના
અંર્ત–આત્મતત્ત્વ સિવાય બીજે ક્યાંય ઠરતી નથી, બીજે ક્યાંય તેને સુખ લાગતું નથી.
અરે, મારા ચૈતન્યસુખને જગતની અપેક્ષા જ નથી પછી તેનો ભય કેવો? આમ
નિર્ભયપણે, જગતથી નિરપેક્ષપણે ધર્મી પોતાના પરમતત્ત્વને સાધે છે. અરે, લોકને રાજી
રાખવા માટે હું કાંઈ કરતો નથી, હું તો મારા આત્માને રાજી રાખવા માટે, એટલે
આત્માના આનંદના વેદન માટે, લોકસંગ છોડીને એકલોએકલો ચૈતન્યના એકત્વને
સાધી રહ્યો છું.
[આ લેખના બીજા સુંદર ભાગ માટે જુઓ પાનું ૨૫]
* * * * *
• ક્ષમારૂપી મજબુત ઢાલ •
દુષ્ટ જીવો દ્વારા ગમે તેટલો ઉપદ્રવ થાય પરંતુ, જેને
કદી ક્રોધ જ ઉત્પન્ન થતો નથી એવા ક્ષમાવંત ધર્માત્માઓનું
તે દુષ્ટ જીવો કાંઈ પણ બગાડી શકતા નથી. ક્ષમારૂપી ઉત્તમ
ઢાલની સામે ગમે તેવા ઉપદ્રવનો પ્રહાર વ્યર્થ જાય છે. માટે
આત્માની શુદ્ધતાની સિદ્ધિ અર્થે સદા ઉત્તમ ક્ષમા ધારણ
કરવી અને દુષ્ટ–શત્રુ ઉપર પણ કદી ક્રોધ ન કરવો,–તે
ઉત્તમપુરુષોનું કર્તવ્ય છે. (–પાંડવવત્)

PDF/HTML Page 16 of 57
single page version

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
સમ્યગ્દ્રષ્ટિનાં આઠ
અંગનું સુંદર વર્ણન
આખુંય ચૈતન્યતત્ત્વ જેમાં ઉલ્લસે છે
એવા સમ્યકત્વનો અદ્ભુત મહિમા
અહા, ચૈતન્યમાં અનંત સ્વભાવો ભર્યા છે, તેનો મહિમા
અદ્ભુત છે. તેની સન્મુખ થઈને રાગરહિત નિર્વિકલ્પ પ્રતીત
કરતાં અતીન્દ્રિય આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન થાય છે;
તેમાં અનંત ગુણોનાં નિર્મળ ભાવો સમાય છે, તે મોક્ષમાર્ગ છે.
આવા સમ્યક્ત્વની સાથે ધર્મીજીવને નિઃશંકતાદિ આઠ ગુણ
કેવા હોય છે તેનું આનંદકારી વર્ણન ચાલે છે. પાંચ અંગનું
વર્ણન આપે છેલ્લા બે અંકમાં વાંચ્યું, બાકીનાં ત્રણ અંગનું
વર્ણન આપ અહીં વાંચશો. આ વર્ણન પૂ. ગુરુદેવના છહઢાળા–
પ્રવચનમાંથી લીધું છે. (સં.)
૬. સ્થિતિકરણ – અંગનું વર્ણન
કોઈ કષાયવશ, રોગાદિની તીવ્ર વેદનાવશ, કુસંગથી, લોભથી કે અનેકવિધ
પ્રતિકૂળતાના પ્રસંગમાં ધર્મી જીવ શ્રદ્ધાથી કે ચારિત્રથી ડગતો હોય કે શિથિલ થતો
હોય તો પ્રેમપૂર્વક વૈરાગ્ય–ઉપદેશથી કે બીજા અનેક ઉપાયથી ધર્મમાં તેને સ્થિર
કરવો, પોતાના આત્માને પણ ધર્મમાં દ્રઢ કરવો ને બીજા સાધર્મીને પણ ધર્મમાં દ્રઢ
કરવો–તે સ્થિતિકરણ છે. શરીરમાં કોઈ તીવ્ર રોગ આવે, વેપારમાં અચાનક મોટી
ખોટ જાય, સ્ત્રી–પુત્રાદિનું મૃત્યું થયું હોય, કોઈ વિશેષ માન–અપમાનનો પ્રસંગ
બન્યો હોય, ત્યાં પોતાના પરિણામને શિથિલ થતા દેખે તો ધર્માત્મા તરત જ્ઞાન–
વૈરાગ્યની ભાવના વડે પોતાના આત્માને ધર્મમાં દ્રઢ કરે કે અરે આત્મા! આ તને
શું થયું? આવો મહા પવિત્ર રત્નત્રયધર્મ પામીને આવી કાયરતા તને શોભતી નથી.
તું કાયર ન થા; અંતરમાં શુદ્ધઆત્મસ્વરૂપ દેખ્યું છે તેની ફરીફરીને ભાવના કર.
સંસારના દુર્ધ્યાન વડે તો અનંત

PDF/HTML Page 17 of 57
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
વાર નરકાદિનાં તીવ્ર દુઃખો તેં ભોગવ્યાં, માટે હવે દુર્ધ્યાન છોડ...ને ચૈતન્યની ભાવના
ભાવ.–આમ અનેક પ્રકારના ચિંતનથી પોતાના આત્માને ધર્મમાં સ્થિર કરે; તથા બીજા
સાધર્મીજનોને પણ પોતાના જ સમજીને સર્વ પ્રકારની સહાયથી ધર્મમાં સ્થિર કરે.–
આવો ભાવ ધર્માત્માને હોય છે. કોઈને ઉપદેશવડે ઉત્સાહિત કરે, કોઈને ધનથી પણ
મદદ કરે, કોઈને શરીરની સેવા કરે, કોઈને ધૈર્ય આપે, કોઈને અધ્યાત્મની મહાન ચર્ચા
સંભળાવે, –એમ સર્વ પ્રકારે તનથી–મનથી–ધનથી–જ્ઞાનથી ધર્માત્માની મુંઝવણ મટાડીને
તેને ધર્મમાં દ્રઢ કરે. અરે, અનંતકાળે આવો મનુષ્યભવ ને આવો જૈનધર્મ મળ્‌યો, તેને
ચૂકી જશો તો ફરી અનંતકાળે આવો અવસર મળવો કઠણ છે. અત્યારે જરાક
પ્રતિકૂળતાના દુઃખથી ડરી જઈને જો ધર્મની આરાધના ચૂકી જશો તો સંસારમાં
નરકાદિના અનંત દુઃખ ભોગવવા પડશે. નરકાદિના દુઃખ પાસે તો આ પ્રતિકૂળતા કાંઈ
જ હિસાબમાં નથી. માટે કાયર થઈને આર્તપરિણામ ન કરો, વીર થઈને ધર્મધ્યાનમાં દ્રઢ
રહો. આર્તધ્યાનથી તો ઊલ્ટું વધુ દુઃખ થશે. સંસારમાં તો પ્રતિકૂળતા હોય જ, માટે
ધૈર્યપૂર્વક ધર્મધ્યાનમાં દ્રઢ રહો. તમે તો મુમુક્ષુ છો, ધર્મના જાણનાર છો, જ્ઞાનવાન છો,
તો આ પ્રસંગે દીન થવું શોભતું નથી, વીરતાપૂર્વક આત્માને સમ્યક્ત્વાદિની ભાવનામાં
દ્રઢપણે જોડો...પૂર્વે અનેક મહાપુરુષો પાંડવો સીતાજી વગેરે થયા તેમને યાદ કરીને
આત્માને ધર્મની આરાધનામાં ઉત્સાહિત કરો.–આમ પોતાના તેમજ પરના આત્માને
સંબોધન કરીને ધર્મમાં સ્થિર કરે છે, તે સમ્યગ્દ્રષ્ટિનું સ્થિતિકરણઅંગ છે. પ્રતિકૂળતા
આવે ત્યાં મુંઝાઈ ન જાય, તેમજ બીજા સાધર્મીને મુંઝાવા ન દ્યે. અરે, મરણ આવે કે
ગમે તેટલી પ્રતિકૂળતા આવે પણ હું મારા ધર્મથી ડગું નહીં, મારા આત્માની
આરાધનાને છોડું નહીં–એમ ધર્મી નિઃશંકપણે દ્રઢપરિણામથી પોતાના આત્માને ધર્મમાં
સ્થિર રાખે છે. કોઈ ભય બતાવે, લાલચ બતાવે, તોપણ ધર્મથી ડગતા નથી. મોક્ષનો
સાધક થયો તેના આત્મપરિણામમાં આવી દ્રઢતા હોય છે.
સમ્યગ્દ્રષ્ટિને સમ્યક્ત્વાદિ નિશ્ચયધર્મમાં જેટલી સ્થિરતા છે તેટલો ધર્મ છે, તે
વીતરાગભાવ છે; અને બીજા સાધર્મીને ધર્મમાં સ્થિર કરવાનો જે ભાવ છે તે શુભરાગ
છે, તે કાંઈ ધર્મ નથી, પણ ધર્મીને ધર્મપ્રેમનો તેવો ભાવ આવે છે. શ્રેણીકરાજાના પુત્ર
વારિષેણમુનિએ પોતાના મિત્રનું મુનિપણામાં સ્થિતિકરણ કર્યું હતું–તેની કથા પ્રસિદ્ધ છે,
તે ‘સમ્યક્ત્વકથા’માં આપ વાંચી શકશો. આ રીતે સ્થિતિકરણ નામના છઠ્ઠા અંગનું
વર્ણન કર્યું.

PDF/HTML Page 18 of 57
single page version

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
૭૭. વાત્સલ્ય – અંગનું વર્ણન
જેમ ગાયને પોતાના વાછરડા ઉપર, કોઈ જાતની આશા વગર નિરપેક્ષ
પ્રેમ આવે છે તેમ ધર્મીને બીજા સાધર્મીજનો પ્રત્યે સહેજે પ્રેમ આવે છે, તેમને
પોતાનાં જ ગણીને તેમના ઉપર વાત્સલ્ય આવે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રધારક
જીવોનો સમૂહ તે ધર્માત્માનો પોતાનો સમૂહ છે,–તેમને જ તે પોતાના સાચા
સ્વજન માને છે. તેમની પ્રાપ્તિ થતાં જાણે કોઈ મહાન નિધાન મળ્‌યું હોય–એવી
અત્યંત પ્રીતિ ઊપજે છે; તેમનો આદર, તેમના ગુણની સ્તુતિ, આહાર–પાન, સેવા
વગેરેમાં આનંદ માનવો તે વાત્સલ્યઅંગ છે. કપટથી કોઈને દેખાડવા માટે નથી
કરતો, કે કોઈ બદલાની આશાથી નથી કરતો, પણ ધર્મની પ્રીતિને લીધે ધર્મીને
એવો પ્રેમભાવ સહેજે આવી જાય છે. જે વીતરાગધર્મને હું સાધું છું તે જ ધર્મને
આ સાધી રહ્યા છે, તેથી તે મારા સાધર્મી છે; મારા સાધર્મીને કોઈ દુઃખ ન હો,
એને ધર્મમાં કાંઈ વિઘ્ન ન હો;–આ પ્રમાણે સાધર્મી પ્રત્યે વાત્સલ્ય હોય છે. આમાં
રાગ તો છે, પણ તે રાગની દિશા સંસાર તરફથી પલટીને ધર્મ તરફ વાળી દીધી
છે. સંસારમાં સ્ત્રી–પુત્ર–પૈસા વગેરેનો રાગ તે તો પાપબંધનું કારણ છે, ને સાધર્મી
પ્રત્યેના ધર્માનુરાગમાં તો ધર્મની ભાવના પોષાય છે. અંતરંગમાં તો ધર્મીને
પોતાના શુદ્ધ જ્ઞાન–દર્શન–ચારિત્રસ્વરૂપ આત્મામાં પરમ પ્રીતિ છે; તેને જ તે
પોતાનું સ્વરૂપ જાણે છે; એ પરમાર્થ વાત્સલ્ય છે. ને વ્યવહારમાં રત્નત્રયના ધારક
બીજા સાધર્મી જીવોને પોતાના સમજીને તેમના પર પરમ પ્રીતિરૂપ વાત્સલ્ય આવે
છે. ધર્માત્મા ઉપર દુઃખ આવે તે ધર્મી જોઈ ન શકે, દરેક પ્રકારે તેને સહાય કરીને
તેનું દુઃખ મટાડવાનો ઉપાય કરે.
સમ્યગ્દ્રષ્ટિને કોઈપણ જીવપ્રત્યે વેરભાવ નથી, તો પછી ધર્મી પ્રત્યે તો ઈર્ષા
શેની હોય? બીજો જીવ પોતાના કરતાં વધી જાય ત્યાં દ્વેષ ન થાય પણ અનુમોદના
અને પ્રેમ આવે. સાધર્મીને અંદરોઅંદર પ્રેમ હોય,–કેવો પ્રેમ? કે માતાને પુત્ર ઉપર
પ્રેમ હોય તેવો નિર્દોષ પ્રેમ; ગાયને વાછડી ઉપર પ્રેમ હોય તેવો નિસ્પૃહ પ્રેમ,
ધર્મીને સાધર્મી પ્રત્યે હોય. અત્યારે એના દુઃખમાં હું મદદ કરીશ, તો ક્યારેક તે
બદલો આપશે, ને ખરા વખતે તે મને કામમાં આવશે,–એવી બદલાની આશા ન
રાખે, પણ ધર્મના સહજ પ્રેમથી નિસ્પૃહભાવે ધર્મી પ્રત્યે વાત્સલ્ય રાખે. વાછડું
કાંઈ મોટું થઈને ગાયની સેવા કરવાનું નથી છતાં ગાયને તેના ઉપર હૈયામાંથી
પ્રેમ ઊભરાય છે,–એવું નિસ્પૃહ

PDF/HTML Page 19 of 57
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૮
–વાત્સલ્ય ધર્મીને બીજા ધર્માત્મા પ્રત્યે હોય છે.
જેમ માતા પોતાના પુત્રનું દુઃખ દેખી શકતી નથી; હરણી પોતાના બચ્ચાંના
પ્રેમની ખાતર તેની રક્ષા કરવા સિંહની સામે થાય છે. સાચી માતાના પ્રેમની એક વાત
આવે છે કે એક બાળક માટે બે સ્ત્રીનો ઝગડો થયો–ન્યાયાધીશે બાળકના બે કટકા
કરીને બંનેને એકેક વહેંચી દેવા હુકમ કર્યો. તે સાંભળતાં જ સાચી માતાની રાડ ફાટી
ગઈ; પુત્રને બચાવવા તેણે કહ્યું–ભલે આખેઆખો પુત્ર એને આપી દો, મારે એના કટકા
નથી કરવા. દ્રષ્ટાંતમાંથી એટલું લેવાનું છે કે સાચી માતા પુત્રનું દુઃખ જોઈ શકતી નથી,
તેને કુદરતી વાત્સલ્ય ઊભરાય છે. પ્રદ્યુમ્નકુમાર ૧૬ વર્ષે ઘરે આવ્યો ત્યારે
રુક્મિણીમાતાના હૈયામાં વાત્સલ્યની ધારા ઊભરાણી. તેમ ખરા પ્રસંગે સાધર્મીનો પ્રેમ
છાનો ન રહે. સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્દ્રષ્ટિ પ્રત્યે અંતરનો પ્રેમ હોય; એને દેખતાં, એની વાત
સાંભળતાં પ્રેમ આવે. ધર્મનો પ્રેમ હોય તેને ધર્મી પ્રત્યે પ્રેમ હોય જ; કેમકે ધર્મ અને
ધર્મી કાંઈ જુદા નથી.
[–न धर्मो धार्मिकैः विना।]
આ તો સમ્યગ્દર્શન સહિતના આઠઅંગની વાત છે; પરંતુ તે પહેલાં પણ ધર્મના
જિજ્ઞાસુને ધર્મ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્માત્માનું બહુમાન વગેરે ભાવો હોય છે. મોક્ષનું ખરૂં
કારણ તો અંદરમાં પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માની રુચિ ને જ્ઞાન કરવું તે છે.
સમ્યગ્દર્શન વગરના શુભભાવથી મોક્ષમાર્ગ થતો નથી. સમ્યગ્દર્શન પછી પણ જે રાગ છે
તે કાંઈ મોક્ષમાર્ગ નથી, મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવ જ છે. જ્યાં રાગની
ભૂમિકા છે ત્યાં આવા વાત્સલ્યાદિ ભાવો જરૂર આવે છે. (આ વાત્સલ્યઅંગના
પાલનમાં ૭૦૦ મુનિવરોની રક્ષા કરનાર વિષ્ણુમુનિરાજની કથા પ્રસિદ્ધ છે, તે
‘સમ્યક્ત્વ–કથા’ વગેરેમાં જોઈ લેવી.) આ રીતે સાતમા વાત્સલ્યઅંગનું વર્ણન પૂરું
થયું.
૮. પ્રભાવના – અંગનું વર્ણન
જિનમાર્ગ દ્વારા પોતાના જ્ઞાનાનંદસ્વભાવી આત્માને જાણીને તેની ‘પ્ર–ભાવના’
ઉત્કૃષ્ટભાવના તો ધર્મી કરે જ છે, ને વ્યવહારમાં પણ આવા જિનમાર્ગનો મહિમા
જગતમાં કેમ પ્રસિદ્ધ થાય ને જગતના જીવો આવો ધર્મ કેમ પામે–એવો પ્રભાવનાનો
ભાવ ધર્મીને હોય છે. તે પોતાની સર્વશક્તિથી, જ્ઞાન–વિદ્યા–વૈભવ–તન–મન–ધન–દાન–
શીલ–તપ વગેરેથી ધર્મપ્રભાવના કરે છે. કોઈ વિશેષ શાસ્ત્ર દ્વારા, તીર્થદ્વારા, ઉત્તમ
જિનાલય દ્વારા તથા અનેક મહોત્સવ દ્વારા પણ પ્રભાવના કરે છે; અત્યારે તો જીવોને
સાચું

PDF/HTML Page 20 of 57
single page version

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
તત્ત્વજ્ઞાન મળે–તેવી પ્રભાવનાની ખાસ જરૂર છે. કુંદકુંદાચાર્યદેવે સમયસાર વગેરે
અધ્યાત્મ–શાસ્ત્રોની રચનાદ્વારા જિનશાસનની મહાન પ્રભાવના કરી છે, ને લાખો
જીવો ઉપર ઉપકાર કર્યો છે. સમંતભદ્રસ્વામી, અકલંકસ્વામી વગેરેએ પણ
જૈનધર્મની મહાન પ્રભાવના કરી છે. ધર્મ ઉપર સંકટ આવે ત્યાં ધર્મીજીવ ઝાલ્યો
ન રહે, જેમ શૂરવીર યોદ્ધો યુદ્ધમાં છાનો ન રહે, તેમ ધર્માત્મા ધર્મપ્રસંગે છાનો ન
રહે; ધર્મનો મહિમા પ્રસિદ્ધ થાય એવા કાર્યોમાં તે ઉત્સાહથી પોતાની મેળે જ વર્તે.
દેવ–ગુરુ–શાસ્ત્રના કાર્યોમાં, તીર્થોના કાર્યમાં કે સાધર્મીજનોના કાર્યમાં પોતાની
શક્તિઅનુસાર હોંશથી પ્રવર્તે. આવો શુભરાગ હોય છે, છતાં તેની મર્યાદા પણ
જાણે છે કે આ રાગ છે તે કાંઈ મને મોક્ષનું સાધન નથી. રાગ વડે મને કે બીજાને
લાભ નથી. એટલે તેને રાગની ભાવના નથી પણ વીતરાગમાર્ગની પ્રભાવના અને
પુષ્ટિની જ ભાવના છે. અહા, આવો સુંદર વીતરાગમાર્ગ! ને આવા માર્ગને
સાધનારા આ મારા સાધર્મી ભાઈ! આમ પોતાના સાધર્મી ભાઈ–બેન પ્રત્યે
ઉમળકો આવે છે. તે સાધર્મીનો અપવાદ થવા ન દે. વાહ, જુઓ તો ખરા!
અંર્તદ્રષ્ટિપૂર્વક વીતરાગમાર્ગમાં વ્યવહારનો પણ કેટલો વિવેક છે! આવો વ્યવહાર
પણ અંદરમાં યથાર્થ માર્ગનું ભાન કરે તેને જ સમજાય તેમ છે. સમ્યકત્વના આ
આઠે અંગદ્વારા ધર્મીજીવ પોતામાં વીતરાગમાર્ગની પુષ્ટિ કરે છે, તેની અનુમોદના
કરે છે, તેનો મહિમા વધારે છે, ને સર્વ પ્રકારે તેની પ્રભાવના કરે છે, પ્રભાવના–
અંગ માટે વજ્રમુનિનું ઉદાહરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ રીતે સમ્યકત્વના આઠ
અંગ કહ્યા. આવા આઠગુણો સહિત શુદ્ધસમ્યકત્વને આરાધવું, અને તેનાથી વિરુદ્ધ
જે શંકાદિક આઠદોષો તેનો ત્યાગ કરવો.
સમ્યગ્દ્રષ્ટિને જ માર્ગની સાચી પ્રભાવના હોય છે. જેણે ધર્મનું સાચું સ્વરૂપ
જાણ્યું હોય તે જ તેની પ્રભાવના કરી શકે; ધર્મને જે ઓળખતો જ નથી તે
પ્રભાવના શેની કરશે? અહો, જિનમાર્ગ કોઈ અદ્ભુત અલૌકિક છે; ઈન્દ્રો, ચક્રવર્તી
ને ગણધરો પણ જેને આદરે છે–એ વીતરાગમાર્ગની શી વાત! આવો માર્ગ, અને
તેને આદરનારા સાધર્મીઓનો યોગ મળવો બહુ દુર્લભ છે. આવા માર્ગને પામીને
પોતાનું હિત કરી લેવા જેવું છે. જેટલો રાગભાવ છે તેને ધર્મી પોતાના
સ્વાત્મકાર્યથી ભિન્ન જાણે છે, ને નિશ્ચય સમ્યકત્વાદિ વીતરાગભાવને જ સ્વધર્મ
જાણીને આદરે છે. ધર્મનું આવું સ્વરૂપ સમજીને તેની પ્રભાવના કરે છે. જેઓ
એકલા વ્યવહારના શુભવિકલ્પોને જ ધર્મ માની લ્યે છે, ને રાગ વગરના
નિશ્ચયધર્મને સમજતા નથી તેઓને તો પોતામાં