PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
તાકાત ત્રણકાળ ત્રણલોકમાં નથી અને મારું સુખ કે દુઃખ
પરવસ્તુને આધીન નથી–આવું ભાન થતાં પુણ્ય–પાપ રહિત
આત્મસ્વભાવ છે એમ ખ્યાલમાં આવે છે; કેમ કે પુણ્ય–પાપના
ભાવ પરલક્ષે જ થાય છે. જ્યાં પરના સંબંધનો જ પોતે નકાર
કર્યો ત્યાં પરના લક્ષે થતા ભાવોનો પણ નિષેધ થયો એટલે
એકલો જ્ઞાનસ્વભાવ જ રહ્યો. પરથી જુદો એટલે કે પોતાના
જ્ઞાનસ્વરૂપમાં પૂરો. પોતાના જ્ઞાનસ્વભાવના ભાન વગર
યથાર્થપણે પરથી અને વિકારથી જુદાપણું માની શકે નહિ.
નથી–એમ જાણીને એકત્વ સ્વભાવમાં સ્થિરતા કરવી તે જ
બંધન છોડીને મુક્ત થવાનો ઉપાય છે.
PDF/HTML Page 3 of 17
single page version
ઢળવાનું જોર આવ્યું. અરે ભાઈ! પોતાના આત્માનું સ્વરૂપ તે કઠણ હોય!!! જ્યારે નવરાશ મળે ત્યારે પરની
વાત હોંશથી કરે છે પણ તે વખતે સ્વભાવની વાત કરે તો કોણ રોકે છે? પણ પોતાને પોતાના સ્વરૂપની રુચિ
નથી અને જન્મ–મરણનો ભય નથી તેથી પોતાના સ્વરૂપ તરફ ઢળવાના પ્રયત્નને શલ્ય મારીને સ્વરૂપને જ
કઠણ માને છે. પોતાના સ્વભાવની સમજણ અને અનુભવને કઠણ માનીને તે તરફનો ઉત્સાહ છોડી દીધો અને
અનાદર કરનાર મિથ્યાદ્રષ્ટિ જ છે.
દુર્લભતા વિચારે, ત્યાં સ્વરૂપની અરુચિ નથી પણ ધર્મ પ્રત્યેની પોતાની રુચિ અને પુરુષાર્થને વધારવા માટે તે
ભાવના કરે છે. ‘ધર્મ અત્યંત દુર્લભ છે’ એમ ધર્મનો પ્રયત્ન છોડી દેવા માટે કહ્યું નથી પરંતુ દુર્લભ છે માટે તે
પુરુષાર્થ છોડે છે તે સ્વભાવનો અનાદર કરનાર અને વિકારનો આદર કરનાર મિથ્યાદ્રષ્ટિ છે.
નથી. ભરત ચક્રવર્તી વગેરેને તો ઘણો બાહ્ય સંયોગ હતો છતાં તેઓને સ્વભાવસાધન નિત્ય વર્તતું હતું. અત્યારે
તો તેટલો સંયોગ કોઈને છે નહિ. જેની રુચિ–વૃત્તિ બહારમાં જ ઘોલાયા કરે છે તે જ સ્વરૂપને કઠણ માને છે,
આત્માનો સ્વભાવ છે; જડને કાંઈ જ ન સમજાય; પરંતુ ચૈતન્યને તો બધું જ સમજાય, એવો તેનો સ્વભાવ છે.
પોતાનું સ્વરૂપ સમજવું તે પોતાનો સ્વભાવ જ છે અને તેથી તે જરૂર થઈ શકે છે.
ભાવમાં તને પ્રતિકૂળ સંયોગો નથી નડતા, અને સ્વરૂપની સમજણના–સવળા ભાવ કરવામાં તને પ્રતિકૂળ સંયોગો
સંયોગોની પ્રતિકૂળતાને સંભારતો નથી. આત્માની રુચિ કરવામાં સંયોગ નડે અને સંસારની રુચિ કરવામાં સંયોગ
ન નડે–એ વાત ક્યાંની? સાતમી નરકમાં અનંત પ્રતિકૂળતાના ગંજ બાહ્યમાં હોવા છતાં ત્યાંના જીવ પણ
સ્વરૂપની રુચિ કરીને ધર્મ પામી શકે છે. અહીં તો તેના અનંતમાં ભાગે પ્રતિકૂળતા પણ નથી. પરંતુ પોતાને
આત્માની દરકાર નથી તેથી સંયોગનો દોષ કાઢે છે. જો પોતે સમજવા માગે તો ગમે ત્યારે સમજી શકાય છે.
પોતાને પુરુષાર્થ કરવામાં કોઈ નિમિત્ત કે સંયોગ નડતા નથી. પોતે સત્ સમજવાની રુચિ કરે ત્યારે સત્ને
અનુકૂળ નિમિત્ત સ્વયં હોય જ છે.
PDF/HTML Page 4 of 17
single page version
બંધભાવથી છૂટીને મુક્તિમાર્ગમાં પ્રવેશ જરાપણ થતો નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું
લક્ષ તે અશુભબંધને અંશે રોકે છે પણ શુભબંધને તે રોકતું નથી અને
આત્મસ્વભાવની સાચી ઓળખાણ તો અશુભ તેમ જ શુભ બંને પ્રકારના બંધન
ભાવને રોકે છે. આથી સિદ્ધ થાય છે કે આત્માની સાચી ઓળખાણ તે જ ધર્મ છે અને
શુભરાગ તે પણ બંધન છે.
લક્ષ ન કરવું ને?
શુદ્ધસ્વભાવમાં ઠરી શકતો હો તો તારે શુભભાવ કે દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ કરવાની
પણ જરૂર નથી.–
આવ્યા વગર રહેશે નહિ અને શુભભાવ વખતે મુખ્યપણે દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ લક્ષ
હોય છે, કેમ કે આત્માના લક્ષે શુભરાગ થતો નથી. પરંતુ ધ્યાન રાખજે કે તે શુભરાગ
માત્ર અશુભથી બચવા પૂરતો જ છે; અને તે છોડીને શુદ્ધભાવમાં ટકવાની ભાવના
કરજે.
હોય જ. હવે જો તું શુભરાગ છોડી દઈશ તો તને અશુભરાગ થશે, કેમકે શુભભાવ રહિત
આત્માના શુદ્ધસ્વભાવની તો તને ખબર નથી. માટે પહેલી ભૂમિકામાં અસત્ નિમિત્તોનું
લક્ષ છોડીને સત્ નિમિત્તોનું લક્ષ મુમુક્ષુ જીવ કરે અને શુભરાગ પણ થાય ખરો, પરંતુ
શ્રદ્ધામાં તે શુભરાગને ધર્મ ન માનવો, પણ બંધન માનવું. અને શુભભાવથી રહિત
આત્માનું સ્વરૂપ છે તેની ઓળખાણ કરવી. દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે પોતાના ભાવથી
પોતાને જે સાચી સમજણ થાય છે તે ધર્મનું કારણ છે અને જે રાગ છે તે બંધનું કારણ છે–
એમ જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન કરવું. એવું ભેદજ્ઞાન કર્યા પછી જ્યારે પોતે જ્ઞાનમાં
એકાગ્ર થાય ત્યારે શુભરાગ અને દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ છૂટી જાય છે.
PDF/HTML Page 5 of 17
single page version
વસ્તુ અને સત્તામાં કથંચિત્ અન્યપણું છે; આખી વસ્તુ એક જ ગુણ જેટલી નથી, તેમ જ એક ગુણ તે
ચારિત્રગુણ જુદા જુદા છે. ચારિત્રગુણમાં કષાય મંદ પાડે તેથી શ્રદ્ધા ગુણમાં કાંઈ લાભ થાય–એમ બનતું નથી.
કેમ કે શ્રદ્ધા ગુણને અને ચારિત્રગુણને અન્યત્વ ભેદ છે. કષાયની ઘણી મંદતા કરવી તે ચારિત્ર–ગુણની વિકારી
ક્રિયા છે; શ્રદ્ધા અને ચારિત્રગુણમાં અન્યત્વ ભેદ છે તેથી ચારિત્રના વિકારની મંદતા તે સમ્યક્શ્રદ્ધાનો ઉપાય
થતો નથી; પણ પરિપૂર્ણ દ્રવ્ય સ્વભાવની રુચિ કરવી તે જ શ્રદ્ધાનું કારણ છે.
વસ્તુસ્વરૂપના ગુણભેદની ખબર નથી, કેમ કે સમ્યગ્દર્શનના આચાર અને સમ્યક્ચારિત્રના આચાર જુદા જુદા છે.
સ્વરૂપનું ભાન નથી. પહેલાંં સાચી શ્રદ્ધાની ખીલવટ વગર કદાપિ ભવનો અંત આવે નહિ. સાચી શ્રદ્ધા વગર
ચારિત્રનો અંશ પણ ખીલે નહિ.
ચારિત્રદશા ન હોવા છતાં તેના દર્શનઆચાર સુધરી ગયા છે, શ્રદ્ધામાં તેને કદાપિ શંકા પડતી નથી. ‘રાગ થવાને
તે ચારિત્રનો દોષ છે, પણ ચારિત્રના દોષવડે શ્રદ્ધાગુણમાં મલિનતા આવી જતી નથી. હા, જો રાગ થાય તેને
પોતાનું સ્વરૂપ માને અથવા પરમાં સુખબુદ્ધિ માને તો તેને શ્રદ્ધામાં દોષ આવે. સાચી પ્રતીતની ભૂમિકામાં
અશુભરાગ થઈ જાય તો તેનો પણ નકાર કરે છે અને જાણે છે કે આ દોષ ચારિત્રનો છે, તે મારી શ્રદ્ધાને
નુકશાન કરવા સમર્થ નથી. –આવું દર્શનઆચારનું અપૂર્વ સામર્થ્ય છે.
નથી, તે મારા શ્રદ્ધાસ્વરૂપને નુકશાન કરવા સમર્થ નથી–આવું દર્શનાચારની પ્રતીતિનું જે જોર છે તે અલ્પકાળે
મોક્ષ આપવાનું છે; અનંત ભવનો નાશ કરીને એકાવતારીપણું કરી દેવાની દર્શનાચારની તાકાત છે. અને
દર્શનાચારના અભાવે તેના અનંત ભવ ટળે નહિ. પહેલાંં દર્શનાચાર વગર કદાપિ ધર્મ હોય નહિ.
ચારિત્રગુણમાં અશુદ્ધતા પણ રહે છે. જો સર્વથા એક શ્રદ્ધા ગુણરૂપ જ દ્રવ્યને માનવામાં આવે તો શ્રદ્ધાગુણ
નિર્મળ થતાં આખું દ્રવ્ય સંપૂર્ણ શુદ્ધ જ થઈ જવું જોઈએ; પણ શ્રદ્ધાગુણને અને આત્માને સર્વથા એકત્વ–
અભેદપણું નથી તેથી શ્રદ્ધાગુણના અને ચારિત્રગુણના વિકાસમાં ક્રમ પડે છે. આમ હોવા છતાં ગુણને અને
દ્રવ્યને પ્રદેશ ભેદ ન માનવા; શ્રદ્ધા અને આત્મા પ્રદેશ અપેક્ષાએ તો એક જ છે. ગુણને અને દ્રવ્યને અન્યત્વભેદ
હોવા છતાં પ્રદેશભેદ નથી. વસ્તુમાં એક જ ગુણ નથી પણ અનંત ગુણ છે અને તેમનામાં અન્યત્વ નામનો ભેદ
વસ્તુના અનંત ગુણો જ સિદ્ધ થતાં નથી.
PDF/HTML Page 6 of 17
single page version
રંગ તો લીલો જ રહે–કેમકે રંગ અને રસગુણ જુદા છે. (આ દ્રષ્ટાંત સમજવું.) તેમ વસ્તુમાં દર્શનગુણ ખીલે
છતાં ચારિત્રગુણ ન ખીલે. પરંતુ એમ તો ન જ બને કે ચારિત્રગુણ ખીલે અને દર્શનગુણ ન ખીલે. એ ખાસ
ધ્યાન રાખવું કે સમ્યગ્દર્શન વગર કદી પણ સમ્યક્ચારિત્ર હોઈ જ ન શકે.
ઉત્તર:– ગુણો સ્વતંત્ર છે એ વાત ખરી છે, પરંતુ શ્રદ્ધા ગુણ કરતાં ચારિત્રગુણ ઊંચી જાતનો છે, શ્રદ્ધા
ખીલ્યા વગર ચારિત્રગુણ ખીલી જ ન શકે. જેનામાં શ્રદ્ધાગુણ માટેનો અલ્પ પુરુષાર્થ ન હોય તેનામાં
ચારિત્રગુણનો ઘણો જ પુરુષાર્થ તો ક્યાંથી હોય? પ્રથમ સમ્યક્શ્રદ્ધા પ્રગટવાનો પુરુષાર્થ કર્યા પછી વિશેષ
પુરુષાર્થ કરતાં ચારિત્રદશા પ્રગટે છે. શ્રદ્ધા કરતાં ચારિત્રનો પુરુષાર્થ વિશેષ છે તેથી પહેલાંં શ્રદ્ધા થાય છે અને
પછી ચારિત્ર થાય છે. માટે પહેલાંં શ્રદ્ધા પ્રગટ થાય અને પછી ચારિત્ર ખીલે. શ્રદ્ધા ગુણની ક્ષાયિક શ્રદ્ધારૂપ
પર્યાય હોવા છતાં જ્ઞાન અને ચારિત્રમાં અપૂર્ણતા હોય. આથી સિદ્ધ થાય છે કે વસ્તુમાં અનંત ગુણો છે અને તે
બધા સ્વતંત્ર છે; આ જ અન્યત્વ ભેદ છે.
સ્વામીત્વ ઊડી ગયું છે અને જ્ઞાતાપણાનો અપૂર્વ નિરાકુળ સંતોષ વર્તે છે. કેવળજ્ઞાન થવા છતાં અરિહંતપ્રભુના
પ્રદેશત્વ ગુણની અને ઊર્ધ્વગમનસ્વભાવની નિર્મળતા નથી તેથી જ સંસારમાં છે; અઘાતિ કર્મની સત્તાને લીધે
પ્રભુને સંસાર છે–એમ નથી; અન્યત્વ નામનો ભેદ હોવાને લીધે હજી પ્રદેશત્વ વગેરે ગુણનો વિકાર છે તેથી જ
સંસારમાં છે.
થવા છતાં પ્રદેશત્વસત્તા અને જોગસત્તામાં વિકાર રહે છે તેનું કારણ એ છે કે બધા ગુણોમાં અન્યત્વ નામનો ભેદ
છે. પર્યાયે પર્યાયની સત્તા સ્વતંત્ર છે. આ ગાથા દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્ર સત્તાને જેમ છે તેમ બતાવે છે. જ્ઞેય
અધિકાર છે તેથી દરેક પદાર્થોની અને ગુણની સત્તાની સ્વતંત્રતાનું ભાન કરાવે છે. જો દરેક ગુણસત્તા અને
પર્યાયસત્તાની હૈયાતિને જેમ છે તેમ જાણે તો જ્ઞાન સાચું છે. નિર્વિકારી પર્યાય કે વિકારી પર્યાય તે પણ સ્વતંત્ર
પર્યાયના દોષના કારણે છે. દરેક દ્રવ્ય–ગુણ–પર્યાયસત્તા સ્વતંત્ર છે પછી કર્મસત્તા આત્માની સત્તામાં શું કરે? કર્મ
અને આત્મા એ બંનેની સત્તામાં તો પ્રદેશભેદ જ છે; બે વસ્તુઓને તો સર્વથા પૃથકત્વ ભેદ છે.
ભેદપણું આ ગાથા બતાવે છે. પ્રદેશભેદ નથી માટે અભેદ છે અને ગુણ–ગુણી અપેક્ષાએ ભેદ છે.
પ્રતીતિપૂર્વક, હવે જે વિકાર થાય તેનો પણ જ્ઞાતા જ રહ્યો, એટલે તે જીવને વિકારના અને ભવના નાશની જ પ્રતીતિ
થઈ ગઈ. આ જ સમજણનો અપૂર્વ લાભ છે. જ્ઞેયઅધિકારમાં દ્રવ્ય–ગુણ–પર્યાયનું વર્ણન છે, દરેક ગુણ–પર્યાય જ્ઞેયરૂપ
છે એટલે પોતાના બધાય ગુણ–પર્યાયનો અને અભેદ દ્રવ્યનો જ્ઞાતા થઈ ગયો, આ જ સમ્યગ્દર્શન ધર્મ છે.
PDF/HTML Page 7 of 17
single page version
રાગનું ફળ છે, જેને સંયોગની અને રાગની રુચિ છે તેને સંયોગ અને રાગરહિત એવા અસંયોગી વીતરાગ
આત્મસ્વભાવની રુચિ નથી.
ખરેખર લાભ નથી.
ઉપર જ્યાં સુધી લક્ષ હશે ત્યાં સુધી વીતરાગતા નહિ પ્રગટે પણ રાગનો અભાવ કરવાથી જ વીતરાગતા પ્રગટે
છે, માટે તે રાગ વડે ભવિષ્યમાં પણ લાભ નથી.
માહાત્મ્ય છે, પણ રાગનું માહાત્મ્ય નથી.
કેવળજ્ઞાનનું કારણ છે. પ્રજ્ઞા અર્થાત્ સમ્યગ્જ્ઞાન પ્રગટ્યા પછી જે તીર્થંકરગોત્રનો રાગ આવ્યો તે રાગને આત્મા
તરીકે જ્ઞાનીઓ સ્વીકારતા નથી પણ બંધ તરીકે સ્વીકારે છે; જ્યારે તે બંધભાવને છેદશે ત્યારે કેવળજ્ઞાન
પ્રગટશે. પ્રથમ ‘રાગ તે મારું સ્વરૂપ નહિ’ એમ શ્રદ્ધામાં રાગનો છેદ કર્યો, ત્યાર પછી આત્મામાં સ્થિરતા વડે
ચારિત્રમાંથી પણ તે રાગને છેદી નાખવો તે જ મુક્તિનું કારણ છે. આ રીતે નક્કી થયું કે કોઈ પણ જાતનો
રાગભાવ પોતાને વર્તમાનમાં કે પરંપરાએ ભવિષ્યમાં લાભદાયક નથી.
તે દ્રષ્ટિના જોરે ક્રમેક્રમે સ્થિરતા કરીને તે રાગને અવશ્ય ટાળશે અને તે રાગભાવ ટાળીને અવશ્ય કેવળજ્ઞાન
પ્રગટાવી મોક્ષ પામશે–આવું સાચી દ્રષ્ટિનું માહાત્મ્ય બતાવવા માટે ઉપચારથી તે રાગને મોક્ષનું કારણ કહી દીધું
છે. પણ રાગને ખરેખર મોક્ષનું કારણ ન માનવું, રાગ તો બંધનું જ કારણ છે.
ભાવનાના વિકલ્પથી સમ્યગ્દ્રષ્ટિને તે સહેજે (–ઈચ્છા વગર, આદર વગર) બંધાય છે. પણ પ્રભુ! તે તીર્થંકર
ગોત્રની રુચિમાં તારા ચૈતન્યની રુચિનો અનાદર થઈ જાય છે, માટે નકાર કર કે પુણ્ય–પાપની કોઈ લાગણી
મારી નથી, મારા ચૈતન્ય સ્વભાવની ભાવના વડે સર્વ શુભાશુભને છેદીને હું કેવળજ્ઞાન લેવાનો છું.
PDF/HTML Page 8 of 17
single page version
છે અને ઈચ્છા વગર દિવ્યધ્વનિ છૂટે છે. તીર્થંકરનો પૂર્વનો રાગ કે તે રાગના બાહ્ય ફળરૂપ સમવસરણ અને
દિવ્યધ્વનિ તે પર જીવોને પણ પરમાર્થે લાભનું કારણ નથી. કેમકે તીર્થંકર, સમવસરણ અને દિવ્યધ્વનિ એ ત્રણે
પરવસ્તુ છે; જીવને જ્યાંસુધી પર ઉપર લક્ષ રહે ત્યાં સુધી રાગ જ હોય. અને પર લક્ષે આત્મસ્વભાવ સમજાય
સમોસરણ અને દિવ્યધ્વનિ–એ બધા નિમિત્તોનું લક્ષ છોડીને પોતાના સ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે જ તે
સમ્યગ્દર્શન પામે છે અને ત્યારે જ તેને ધર્મનો લાભ થાય છે. જ્યારે જીવ પોતે સ્વભાવના લક્ષે સાચી સમજણ વડે
લાભ પામે ત્યારે દિવ્યધ્વનિ વગેરેને નિમિત્ત કહેવાય છે; અને દિવ્યધ્વનિથી લાભ થયો અથવા તો તીર્થંકરપ્રભુએ
ઘણા જીવોને તાર્યા–એમ ઉપચારથી બોલાય છે, પણ ખરું સ્વરૂપ તો ઉપર જણાવ્યા મુજબ જ સમજવું.
પ્રશ્ન:– શુભરાગવડે તીર્થંકરગોત્ર બંધાય અને તેનો ઉદય થતાં દિવ્યવાણી છૂટે, તે વાણી સાંભળીને ઘણા
જ્યારે ભગવાનનું લક્ષ છોડ્યું ત્યારે જ તેઓ સમજ્યા છે, તેથી સ્વ પ્રજ્ઞાવડે જ લાભ થયો છે અને ત્યારે
નિમિત્ત તરીકે ભગવાનની વાણીની હાજરી હતી તેથી, ભગવાનની વાણી સાંભળીને સમજ્યા એમ ઉપચારથી
કહેવામાં આવે છે. અને સ્વભાવ સમજ્યા પછી પણ જ્યાંસુધી ભગવાનની વાણી તરફ લક્ષ હોય છે ત્યાંસુધી
રાગ ટળતો નથી, પણ પ્રજ્ઞાના જ અભ્યાસ વડે જ્યારે સ્વભાવનું ગ્રહણ અને રાગનો ત્યાગ કરે છે ત્યારે જ
ચારિત્રદશા પ્રગટે છે, ત્યાં વાણીનું લક્ષ હોતું નથી. આ રીતે ભગવાનનો પૂર્વદશાનો રાગ કે તેના ફળરૂપ દિવ્ય
વાણી તે પર જીવને પણ ખરી રીતે લાભ કર્તા નથી......... આમ હોવા છતાં પ્રથમ ભૂમિકામાં જ્યાં સુધી રાગ
હોય ત્યાં સુધી અશુભ રાગથી બચવા માટે અને જ્ઞાનની વિશેષ નિર્મળતા માટે ભગવાનની દિવ્ય વાણીનું
શ્રવણ–મનનરૂપે અવલંબન હોય છે. સમ્યગ્દ્રષ્ટિઓ અને ગણધરો પણ શુભ વિકલ્પ વખતે ભગવાનની
પરનો નકાર કરીને સ્વભાવમાં ઢળે છે, તે પ્રજ્ઞા જ સર્વત્ર લાભદાયક છે, પરંતુ રાગ ક્યારેય પણ ખરેખર
લાભદાયક નથી.
સ્થિરતાવડે શુભ–અશુભ બંનેને છેદવા તે સમ્યક્ચારિત્ર છે. આ જ મુક્તિનો ઉપાય છે. શુભભાવમાં ધર્મ નથી
અશુભ કરે તો તે જીવ ધર્મ સમજવાની પાત્રતાવાળો પણ નથી. જ્યાં મંદકષાય પણ લાભદાયક હોવાની ના
પાડી તો પછી તીવ્ર કષાય તો લાભદાયક હોય જ કેમ?
PDF/HTML Page 9 of 17
single page version
પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪.
છે કે આ ભગવતી પ્રજ્ઞા વડે જ આત્માના સ્વભાવને અને બંધભાવને જુદા જાણીને છેદવામાં આવતાં મોક્ષ થાય
છે. આત્માનો સ્વભાવ બંધનથી રહિત છે એમ જાણનારૂં સમ્યગ્જ્ઞાન તે જ બંધ અને આત્માને જુદા પાડવાનું
સાધન છે, અહીં ‘ભગવતી’ વિશેષણ વડે તે સમ્યગ્જ્ઞાનનો આચાર્યદેવે મહિમા કર્યો છે.
બંધભાવમાં ચેતકપણું નથી અને ચેતકપણામાં બંધભાવ નથી. બંધભાવ પોતે કાંઈ જાણતા નથી, પણ આત્મા
પોતાના ચેતક સ્વભાવ વડે જાણે છે. આત્માનો ચેતક સ્વભાવ હોવાથી અને બંધ ભાવોનો ચેત્યસ્વભાવ
હોવાથી, આત્માનાં જ્ઞાનમાં બંધભાવ જણાય છે ખરા; ત્યાં બંધભાવને જાણતાં અજ્ઞાનીને ભેદજ્ઞાનના અભાવને
લીધે જ્ઞાન અને બંધભાવ એક જેવા ભાસે છે; ચેતક–ચેત્યપણાને લીધે તેમને અત્યંત નિકટપણું હોવા છતાં
બંનેના લક્ષણ જુદા જુદા છે. ‘અત્યંત નિકટ’ કહેતાં જ જુદાપણું આવી જાય છે.
દેખાય છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે અને બંધ તે બહાર જતી વિકારી લાગણી છે.
સૂક્ષ્મભેદના અભાનને લીધે જ્ઞાનના ઘોલનમાં તે લાગણી જાણે કે એકમેક થઈ જતી હોય તેમ અજ્ઞાનીને દેખાય
જુદા જાણે તો જ્ઞાનની એકાગ્રતાવડે બંધનનો છેદ કરે.
અંદર પ્રવેશતા નથી એટલે કે ક્ષણિક રાગભાવ હોવા છતાં તે ત્રિકાળ સ્વભાવ રાગરૂપ નથી તેથી વિકાર તે
સ્વભાવની ઉપર તરે છે એમ કહ્યું છે. વિકાર અને સ્વભાવને ભિન્ન જાણવાથી જ મોક્ષ થાય છે, અને તે માટે
પ્રજ્ઞા જ સાધન છે. પ્રજ્ઞા એટલે સમ્યગ્જ્ઞાન.
પ્રજ્ઞાછીણી તે જ સાધન છે. જ્ઞાન અને. રાગ બંને એક પર્યાયમાં વર્તતા હોવા છતાં બંનેના લક્ષણ કદી એક થયા
નથી, બન્ને પોતપોતાના સ્વ લક્ષણોમાં ભિન્ન ભિન્ન છે–એમ લક્ષણભેદ વડે તેમને જુદા ઓળખીને તેમની સૂક્ષ્મ
અંતરસંધિમાં પ્રજ્ઞારૂપી છીણીને પટકવાથી તેઓ અવશ્ય જુદા પડે છે.
PDF/HTML Page 10 of 17
single page version
વચ્ચેની સૂક્ષ્મ સાંધને લક્ષમાં લઈને સાવધાનપણે તેમાં તે સુરંગ પટકવાની છે–
એમ કરવાથી આત્મા અને બંધ જુદા થાય છે.
પણ રાગનો કરનાર નથી–એમ બધી તરફથી ભિન્નપણું જાણીને અર્થાત્
મોહનો અભાવ કરીને જ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું.
સ્વભાવમાં એકાગ્ર કરતાં રાગનું લક્ષ છૂટી જાય છે તે જ પ્રજ્ઞાછીણીનો ઘા છે.
છે. સ્વભાવ દ્રષ્ટિ વડે જ રાગ અને આત્મા જુદા જણાય છે તેથી સૂક્ષ્મઅંતર દ્રષ્ટિ વડે જ્ઞાન અને રાગનું
ભિન્નપણું ઓળખીને જ્ઞાનમાં એકાગ્ર થતાં રાગ ટળી જાય છે એટલે કે મુક્તિ થાય છે. આ રીતે મોક્ષનો ઉપાય
સમ્યગ્જ્ઞાનરૂપી પ્રજ્ઞાછીણી જ છે.
આત્મા અને બંધ વચ્ચેના ભેદને જાણ્યો નથી તે અજ્ઞાનપણે બંધભાવોને મોક્ષનું કારણ માને છે અને
બંધભાવોનો આદર કરી સંસાર જ વધારે છે. તેથી આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! એક પ્રજ્ઞાછીણી જ મોક્ષનું
ઈચ્છા વગર) વિકલ્પ આવે છે પરંતુ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી તે વિકલ્પને મોક્ષમાર્ગ તરીકે સ્વીકારતી નથી પણ તેને
બંધમાર્ગ તરીકે જાણીને છોડી દે છે. આ રીતે વિકલ્પને છોડીને જ્ઞાન રહી જાય છે. આવું વિકલ્પને પણ જાણી લેનારૂં
જ્ઞાન તે જ મોક્ષનું સાધન છે પરંતુ કોઈ વિકલ્પ તે મોક્ષનું સાધન નથી. જેઓ શુભવિકલ્પોને મોક્ષના સાધન તરીકે
અને અજ્ઞાનને લીધે બંધભાવને જ આત્માપણે અંગીકાર કરીને તેઓ નિરંતર બંધાય જ છે. જ્યારે જ્ઞાનીને તો
આત્મા અને બંધભાવનું બરાબર ભેદજ્ઞાન હોવાથી મોક્ષમાર્ગમાં વચ્ચે આવી પડતા બંધ–ભાવોને બંધ તરીકે
નિઃશંકપણે જાણીને તેને છોડતા જાય છે અને જ્ઞાનમાં એકાગ્ર થાય છે તેથી જ્ઞાની ક્ષણે ક્ષણે બુધભાવોથી મુકાય છે.
PDF/HTML Page 11 of 17
single page version
સિદ્ધિ પામી શકતું નથી.
વ્યાપીને પ્રવર્તતો નથી. રાગ વગરની પર્યાય તો હોઈ શકે પરંતુ ચેતના વગરની કોઈ પર્યાય હોય નહિ, ચેતના
તો દરેક પર્યાયમાં હોય જ. માટે રાગ તે આત્મા નથી પણ ચેતના તે જ આત્મા છે. બંધભાવો તરફ ન ઢળતાં
અંતર સ્વભાવ તરફ ઢળીને જે ચૈતન્ય સાથે એકમેક થાય છે એવી નિર્મળ પર્યાયો તે જ આત્મા છે. આ રીતે
નિર્મળ પર્યાયોને આત્મા સાથે અભેદ કરીને તેને જ આત્મા કહ્યો અને વિકારભાવને બંધભાવ કહીને તેને
આત્માથી જુદો પાડયો. આ ભેદજ્ઞાન થયું.
શુભભાવો છે તેઓનો મેળ આત્મા સાથે નથી પણ બંધ સાથે છે.
ઉત્તર:– અરે, ભાઈ! કોઈ આત્મા પરજીવોની દયા પાળી શકતો જ નથી કેમકે પરજીવને મારવા કે
લાગણીને પોતાનું સ્વરૂપ માને તો તેને મિથ્યાત્વનું મોટું પાપ લાગે. શુભ કે અશુભ કોઈ પણ લાગણી
આત્મકલ્યાણમાં કિંચિત્ મદદગાર નથી કેમકે તે લાગણીઓ આત્માના સ્વભાવથી વિપરીત લક્ષણવાળી છે,
પુણ્ય–પાપ ભાવ તે અનાત્મા છે.
શકાય નહિ. રાગને જાણનારૂં જ્ઞાન આત્મા સાથે એકતા કરે છે અને રાગ સાથે અનેકતા (–ભિન્નતા) કરે છે.
શક્તિનો વિકાસ છે, પરંતુ અજ્ઞાનીને પોતાના સ્વતત્ત્વની શ્રદ્ધા નહિ હોવાથી તે રાગને અને જ્ઞાનને જુદા પાડી
શકતો નથી તેથી તે રાગને પોતાનું જ સ્વરૂપ માને છે, તે જ સ્વતત્ત્વનો વિરોધ છે. ભેદજ્ઞાન થતાં જ જ્ઞાન અને
રાગ જુદા જણાય છે તેથી ભેદવિજ્ઞાની જીવ જ્ઞાનને પોતાપણે અંગીકાર કરે છે અને રાગને બંધપણે જાણીને તેને
છોડી દે છે. આ ભેદજ્ઞાનનો જ મહિમા છે.
છે કે ‘આ રાગ છે;’ પરંતુ “આ રાગ હું છું” એમ જ્ઞાન જાણતું નથી, કેમકે જ્ઞાન પોતાનું કાર્ય રાગથી જુદું રહીને
કરે છે. દ્રષ્ટિનું જોર જ્ઞાન સ્વભાવ તરફ વળવું જોઈએ, તેને બદલે રાગ તરફ વળે છે તે જ અજ્ઞાન છે. જેનું
વજન જ્ઞાન તરફ ઢળે છે તે રાગને નિઃશંકપણે જાણે છે પણ તેને જ્ઞાનસ્વભાવમાં શંકા પડતી નથી. અને જેને
જ્ઞાન તરફ વજન નથી તેને રાગને જાણતાં ભ્રમ પડે છે કે આ રાગ કેમ? પણ ભાઈ! તારી દ્રષ્ટિ જ્ઞાન ઉપરથી
ખસીને રાગ ઉપર કેમ જાય છે? આ રાગ જણાય છે તે તો જ્ઞાનની જાણવાની તાકાત ખીલી છે તે જ જણાય છે
જ્ઞાન સંપૂર્ણ ખીલી જશે અને રાગ સર્વથા તૂટી જશે–એટલે મુક્તિ થશે. ભેદજ્ઞાનનું જ તે ફળ છે.
PDF/HTML Page 12 of 17
single page version
તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે, તેણે રાગરહિત આત્માના જ્ઞાન–સામર્થ્યને ઓળખ્યું નથી. વ્રતનો શુભ વિકલ્પ ઉઠયો તે
વખતે આત્માના જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જ એવું ખીલ્યું છે કે તે જ્ઞાન આત્માના સ્વભાવને પણ જાણે અને
વિકલ્પને પણ જાણે. તે પર્યાયમાં વિકલ્પનું જ જ્ઞાન હોય, બીજું હોય જ નહિ; પરંતુ ત્યાં જે વિકલ્પ છે તે
ચારિત્રનું સાધન નથી પણ જે જ્ઞાન સામર્થ્ય ખીલ્યું છે તે જ્ઞાન જ પોતે ચારિત્રનું સાધન છે. તારી જ્ઞાયક પર્યાય
તે જ તારી શુદ્ધતાનું સાધન છે અને વ્રતનો રાગ તે તો તારી જ્ઞાયકપર્યાયનું તે સમયનું જ્ઞેય છે. મહાવ્રતનો
વિકલ્પ ઉઠયો માટે ચારિત્ર પ્રગટ્યું એમ નથી પરંતુ જ્ઞાન તે વૃત્તિને અને સ્વભાવને બંનેને ભિન્ન જાણીને
સ્વભાવ તરફ ઢળ્યું તેથી જ ચારિત્ર પ્રગટ્યું છે. વૃત્તિ તો બંધભાવ છે અને હું તો જ્ઞાયક છું એમ જ્ઞાયકભાવની
દ્રઢતાના જોરે વૃત્તિને તોડીને જ્ઞાન પોતાના સ્વરૂપમાં લીન થાય છે અને ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન અને મોક્ષ
પામે છે. આથી પ્રજ્ઞારૂપી છીણી તે જ મોક્ષનું સાધન છે.
ને! ” તો તે જ્ઞાનનું સ્વરૂપ જ સમજ્યો નથી. ભાઈ, જેના પુરુષાર્થનો પ્રવાહ જ્ઞાન પ્રત્યે ઢળ્યો તેના પુરુષાર્થનો
પ્રવાહ વિકાર પ્રત્યેથી અટકી ગયો એટલે તેને ક્ષણે ક્ષણે વિકારનો નાશ જ થાય છે. સાધકદશામાં જે જે વિકારની
લાગણી ઊઠે છે તે તે જ્ઞાનમાં જણાઈને છૂટી જાય છે, પણ રહેતી નથી. આ રીતે ક્રમબદ્ધ દરેક પર્યાયમાં જ્ઞાનનું
વલણ સ્વભાવમાં વળતું જાય છે અને વિકારથી છૂટતું જાય છે. “વિકાર ભલે થાય” એ ભાવના મિથ્યાદ્રષ્ટિની જ
છે. જ્ઞાની તો જાણે છે કે કોઈ વિકાર મારું સ્વરૂપ જ નથી તેથી તે જ્ઞાનની જ ભાવના કરે છે અને વિકાર તરફથી
તેનો પુરુષાર્થ પાછો ખેંચાઈ ગયો છે. જ્ઞાનની અસ્તિમાં વિકારની નાસ્તિ છે.
જ્ઞાનનું જ સામર્થ્ય છે. આવા સ્વાશ્રય જ્ઞાનની પ્રતીત, રુચિ, શ્રદ્ધા અને સ્થિરતા સિવાયના બીજા બધાય ઉપાય
આત્મહિત માટે નકામા છે. અહો! પોતાના પરિપૂર્ણ સ્વાધીન સ્વતત્ત્વના સામર્થ્યની પ્રતીત વગર જીવ પોતાની
સ્વાધીનદશા ક્યાંથી લાવશે? સ્વની પ્રતીતવાળો સ્વમાં ઢળશે અને મુક્તિ પામશે, અને જેને સ્વની પ્રતીત નથી
તે વિકારમાં ઢળશે અને સંસારમાં રખડશે.
સ્વીકાર કરતું નથી એવું ભેદજ્ઞાન વૃત્તિઓને તોડતું તોડતું, સ્વરૂપની એકાગ્રતા વધારતું વધારતું, મોક્ષમાર્ગ પૂર્ણ
કરીને મોક્ષરૂપે પરિણમી જય છે. આવા પૂરા જ્ઞાન સ્વભાવ સામર્થ્યનું જોર જેને પ્રતીતમાં બેઠું તેને અલ્પકાળમાં
મોક્ષ જ છે. મોક્ષનું મૂળ ભેદવિજ્ઞાન જ છે. રાગને જાણીને રાગથી જુદું રહેનાર જ્ઞાન મોક્ષ પામે છે, અને રાગને
જાણતાં રાગમાં અટકી જનારૂં જ્ઞાન બંધાય છે. જ્ઞાનીને પ્રજ્ઞાછીણીનું જોર છે કે–આ લાગણીઓ તો ક્ષણે ક્ષણે
ચાલી જ જાય છે અને લાગણી રહિત મારું જ્ઞાન વધતું જ જાય છે. અજ્ઞાનીને એમ થાય છે કે–અરે મારા જ્ઞાનમાં
આ લાગણી થઈ, અને લાગણી સાથે મારું જ્ઞાન પણ ચાલ્યું જાય છે. અજ્ઞાનીને રાગ અને જ્ઞાન વચ્ચે
અભેદબુદ્ધિ (એકત્વબુદ્ધિ) છે તે મિથ્યાજ્ઞાન છે, જ્ઞાનીએ પ્રજ્ઞાછીણીવડે રાગ અને જ્ઞાનને જુદા ઓળખ્યા છે–તે
સમ્યગ્જ્ઞાન છે. જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે અને જ્ઞાન જ મોક્ષ છે. જે સમ્યગ્જ્ઞાન સાધકદશાપણે હતું તે જ
સમ્યગ્જ્ઞાન વધીને સાધ્યદશારૂપે થાય છે. આ રીતે જ્ઞાન જ સાધક–સાધ્ય છે. આત્માને પોતાના મોક્ષ માટે
પોતાના ગુણ સાથે સંબંધ હોય કે પરદ્રવ્યો સાથે હોય? આત્માને પોતાના જ્ઞાન સાથે જ સંબંધ છે, પરદ્રવ્ય સાથે
આત્માના મોક્ષનો સંબંધ નથી. આત્મા પરથી તો છૂટો છે જ, પણ અહીં તો વિકારથી પણ છૂટો–એમ અંતરમાં
ભેદજ્ઞાન કરાવે છે. વિકારથી આત્માનો ભેદ પાડવો તે જ વિકારના નાશનો ઉપાય છે. રાગની ક્રિયા મારા
સ્વભાવમાં નથી એમ સ્વભાવ સામર્થ્યનો સમ્યગ્જ્ઞાનવડે સ્વીકાર કર્યો ત્યાં વિકારનો જ્ઞાતા જ થઈ ગયો. જેમ
પર્વતમાં વીજળી પડતા ત્રિરાળ પડી જાય તેમ પ્રજ્ઞારૂપી છીણી પડતાં
PDF/HTML Page 13 of 17
single page version
સ્વભાવ તરફનું પરિણમન શરૂ થયું. અહો! આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ છે.
એવા મંદ કષાય કર્યા કે બાળી મૂકે તોય ક્રોધ ન કરે, છ છ માસ આહાર ન કરે–છતાં ભેદજ્ઞાનના અભાવને લીધે
અનંત સંસારમાં જ રખડે. તેણે આત્માનું કાંઈ જ કર્યું નથી, માત્ર બંધભાવનો પ્રકાર ફેરવ્યો છે.
ઉત્તર:– આટલું બધું કર્યું એમ જેને લાગે છે તેને મિથ્યાત્વનું જોર છે. બહારથી શરીરની ક્રિયા વગેરે
માત્ર બંધભાવ જ કર્યા છે, શરીરની ક્રિયાનો અને શુભરાગનો અહંકાર કર્યો છે. વ્યવહારે કહો તો પુણ્યભાવ કર્યા
ભગવાન પાપ જ કહે છે. એક પ્રકારનો બંધભાવ છોડીને બીજા પ્રકારનો બંધ ભાવ કર્યો, પરંતુ બંધભાવની દ્રષ્ટિ
છોડીને અબંધ આત્મસ્વભાવને જ્યાંસુધી ન ઓળખે ત્યાંસુધી આત્મદ્રષ્ટિએ તેણે કાંઈ કર્યું નથી. ખરેખર તો
બંધભાવનો પ્રકાર પણ ફર્યો નથી. કેમકે સર્વ બંધભાવોનું મૂળ એવું મિથ્યાત્વ ટાળ્યું નથી.
બેસે છે; પરંતુ તે જીવ પણ બહારમાં ત્યાગી હોવા છતાં અંતરમાં અજ્ઞાનનું મહાપાપ સેવી રહ્યો છે, તે પણ તેની
જ જાતનો છે. અંતરની ઓળખાણ વગર બહારથી માપ કાઢે તે સાચાં ન આવે.
સ્વામીત્વ માનતા નથી, તે ધર્માત્મા છે. આવા ધર્માત્માને અંતર ઓળખાણ વડે ઓળખે નહિ અને બહારથી
જડના સંયોગ ઉપરથી માપ કાઢે છે. સંયોગ ઉપરથી તો ધર્મી–અધર્મીનું માપ નથી પરંતુ રાગની મંદતા ઉપરથી
પણ ધર્મી–અધર્મીનું માપ નથી. ધર્મી–અધર્મીનું માપ તો અંતર અભિપ્રાય ઉપરથી છે.
સ્વરૂપનું ભાન છે તે ધર્મી છે. શરીરની ક્રિયાથી, બહારના ત્યાગથી કે રાગની મંદતાથી જેણે આત્માની મહત્તા
માની તેણે શરીરથી ભિન્ન, સંયોગથી રહિત અને વિકાર રહિત એવા આત્મ સ્વભાવનું ખૂન કર્યું છે, તે મહાપાપી
છે, સ્વભવાની હિંસાનું પાપ સૌથી મોટું છે.
વગર અંતરની શાંતિ નહિ આવે અને વિકારભાવની આકૂળતા નહિ ટળે.
ને ત્યાં જ ઊભો રહે. તેમ સ્વભાવનો સરળ માર્ગ છે તે જાણ્યા વિના જ્ઞાનચક્ષુઓ બંધ કરીને ગમે તે આડું અવળું
ઊભો છો, જરાય આગળ વધ્યો નથી. વિકાર રહિત તારા જ્ઞાન સ્વરૂપને તેં જાણ્યું નથી એટલે તારું ગાડું દોડાવીને બહુ
તો અશુભભાંથી શુભ કરીને તેમાં ધર્મ માની લે છે, પરંતુ એ તો ફરી ફરીને પાછો ત્યાં ને ત્યાં વિકારમાં
PDF/HTML Page 14 of 17
single page version
દુર્ગતિમાં ધસી પડશે. સાચા જ્ઞાન વગર કોઈ પણ રીતે આત્માની મુક્તદશાનો માર્ગ આવે નહિ. જેમણે
આત્મભાન કર્યું તેઓ ત્યાગ કે વ્રત કર્યા વગર એકાવતારી થઈ ગયા.
આત્માની સાચી પ્રતીત નથી એવો અજ્ઞાની છ છ માસ તપ કરીને મરી જાય તોય આત્માના ભાન વગર એક
પણ ભવ ઘટે નહિ કેમકે તેને આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ છે, તે વ્યામોહ જ સંસારનું મૂળ છે.
સમ્યગ્જ્ઞાન જ છે.
સમ્યગ્જ્ઞાન તે જ એકમાત્ર વ્યામોહ છેદવાનો ઉપાય છે. આ જ ઉપાયથી વ્યામોહ છેદીને આત્મા મુક્તિને પંથે
કારણ છે. ભક્તિ, પૂજા, વ્રત, ઉપવાસ, ત્યાગ વગેરેનો શુભરાગ તે પ્રજ્ઞાનો ઉપાય નથી. સ્વભાવની રુચિપૂર્વક
સ્વભાવનો અભ્યાસ કરવો તે જ સ્વભાવનું જ્ઞાન પ્રગટવાનો ઉપાય છે.
સાંધના જોડાણમાં) શીઘ્ર પડે છે. કેવી રીતે પડે છે? આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે
દેદીપ્યમાન છે એવા ચૈતન્યપૂરમાં (–ચૈતન્યના પ્રવાહમાં) મગ્ન કરતી અને બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચળ (–
નિયત) કરતી–એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્નભિન્ન કરતી પડે છે.
પટકવામાં આવી થકી ૫. શીઘ્ર પડે છે–આ રીતે, પુરુષાર્થ બતાવનારાં પાંચ વિશેષણો વાપર્યા છે.
તીક્ષ્ણ ઊગ્ર પ્રજ્ઞારૂપી છીણી છે, અર્થાત્ સમ્યગ્જ્ઞાનરૂપી પર્યાય અંતર ઢળીને સ્વભાવમાં મગ્ન થાય છે અને રાગ
છૂટો પડી જાય છે, તે જ ભેદવિજ્ઞાન છે.
PDF/HTML Page 15 of 17
single page version
ભેદજ્ઞાન કર. શરીરનું ગમે તેમ થાય પણ આત્મા જ પ્રાપ્ત કરવો છે–એ જ એક કર્તવ્ય છે એમ તીવ્ર ઝંખના અને
રુચિ કરીને સમ્યગ્જ્ઞાન કર. જેમ વીજળીના ઝબકારામાં સોય પરોવવી હોય તો તેમાં કેટલી એકાગ્રતા જોઈએ?
વીજળી થાય કે તરત જ સોય પરોવી લે, ત્યાં એક સેકંડ માત્રનો પ્રમાદ ન કરે, તેમ ચૈતન્યમાં સમ્યગ્જ્ઞાનરૂપી
મળ્યાં છે, ક્ષણ ક્ષણ લાખેણી જાય છે, આત્મભાન વગર ઉગરવાનો ક્યાંય આરો નથી માટે અત્યારે જ કોઈ પણ
પ્રકારે આત્મભાન કરવું છે. એમ સ્વભાવની રુચિ પ્રગટ કરતાં વિકારનો મહિમા ટળે છે. આ વિકાર તે મારા
ચૈતન્યની શોભા નથી પણ કલંક છે, મારું ચૈતન્ય તત્ત્વ તેનાથી ભિન્ન અસંગી છે–આ પ્રમાણે નિરંતર સ્વભાવની
રુચિ અને પુરુષાર્થના અભ્યાસ વડે પ્રજ્ઞાછીણીને પટકવી.
આવશે તો મારું શું થશે? મારે હજી ઘણા ભવ હશે તો? મને પ્રતિકૂળતા આવી પડશે તો? ” એમ જેને શંકા
રહ્યા કરે છે તે નિપુણ નથી પણ નમાલો–પુરુષાર્થહીન છે; જે આવી પુરુષાર્થહીનતાની વાતો કરે છે તેઓ
ઉદયનું લક્ષ નથી પણ એકલા સ્વભાવની પ્રાપ્તિનું જ લક્ષ છે અને પોતાના સ્વભાવની પ્રાપ્તિના પુરુષાર્થના જોરે
જેને મુક્તિની નિઃસંદેહતા છે એવા નિપુણ પુરુષો જ તીવ્ર પુરુષાર્થવડે પ્રજ્ઞાછીણી પટકીને ભેદવિજ્ઞાન કરે છે.
હોતી જ નથી. અનાદિથી વિકારને પોતાનું સ્વરૂપ માનીને અસાવધાન થયો હતો તેને બદલે હવે ચૈતન્ય
સ્વરૂપના લક્ષે સાવધાન થઈને વિકારનું લક્ષ છોડી દીધું;–એટલે હવે વિકાર થાય તોપણ ‘તે મારા ચૈતન્ય
સ્વરૂપથી ભિન્ન છે’ એમ સાવધાન થઈને આત્મા અને બંધની વચ્ચે પ્રજ્ઞાછીણીને પટકવી.
સ્વભાવી આત્મામાં એકાગ્ર કરતાં રાગનું લક્ષ છૂટી જાય છે–તે જ પ્રજ્ઞાછીણીનું પટકવું છે.
શકે છે.
તોડીને સમ્યગ્જ્ઞાન એકલા ચૈતન્યમાં મગ્ન થાય છે; રાગથી છૂટું પડીને જ્ઞાન ચૈતન્યમાં સ્થિર થાય છે, એ રીતે
નિશ્ચળ કરે છે. આ રીતે આત્માને આત્મામાં મગ્ન કરતી અને બંધને અજ્ઞાનભાવમાં નિયત કરતી પ્રજ્ઞાછીણી પડે
છે–આ જ પવિત્ર સમ્યગ્દર્શન છે.
સ્વમાં એકાગ્ર થયું તે જ સમયે રાગથી જુદું પડ્યું. પરંતુ પહેલાંં જ્ઞાન સ્વમાં ઢળ્યું અને પછી રાગ જુદો પડ્યો–
એમ ક્રમ પડતા નથી.
ઉત્તર:– અરે ભાઈ, બહારમાં તો મોટા પગાર અને ઘણી બુદ્ધિ ચલાવે છે, ત્યાં બધુંય સમજાય છે અને
દરકાર નથી અને સમજવાની રુચિ નથી
PDF/HTML Page 16 of 17
single page version
સમજાય તો શું જડ સમજશે? ચૈંતન્યના જ્ઞાનમાં ન સમજાય એવું કાંઈ છે જ નહિ. ચૈતન્યમાં બધું સમજવાની
તાકાત છે. ‘ન સમજાય’ એ વાત જડના ઘરની છે, ‘આત્મા ન સમજાય’ એમ કહેનારને આત્માની રુચિ જ
નથી પણ જડની રુચિ છે. મુક્તિનો રસ્તો એક સમ્યગ્જ્ઞાન જ છે. અને સંસારનો રસ્તો પણ એક અજ્ઞાન જ છે.
સંશોધનોથી પ્રાપ્ત થાય છે, બાહ્ય સંશોધનથી તે મળે તેમ નથી. જો તને આત્માની રુચિ હોય તો પહેલાંં તું એ
નક્કી કર કે કોઈ પણ પર વસ્તુ મારી નથી, પર વસ્તુ મને સુખ–દુઃખ કરતી નથી, હું પરનું કાંઈ કરતો નથી. આમ
બધા પરની દ્રષ્ટિ છોડીને સ્વને જો. પોતાની પર્યાયમાં રાગ હોય તે રાગને કારણે પણ પરવસ્તુ મળતી નથી માટે
રાગ નિરર્થક છે–આમ માન્યતા થતાં રાગ પ્રત્યેનો પુરુષાર્થ લૂલો થઈ જાય છે. પરની ક્રિયાથી જુદો તો જાણ્યો તેથી
હવે અંતરમાં રાગથી જુદો જાણીને તે રાગથી જુદો પડવાની ક્રિયા કરવાનું રહ્યું. આ રીતે એક જ્ઞાનક્રિયા તે જ
આત્માનું કર્તવ્ય છે. પરની ક્રિયા તો આત્મા કરી જ શકતો નથી. પણ પરથી જુદાપણાનું ભાન કરનાર આત્મા છે,
અને પ્રજ્ઞાછીણી વડે જ આત્મા બંધથી ભિન્નપણે ઓળખાય છે અને આ પ્રજ્ઞાછીણી જ મોક્ષનો ઉપાય છે.
તારા ઉપર છે, તે ચિંતાનું તને દુઃખ છે, પણ તારી તે ચિંતાને લીધે પરનાં કોઈ કાર્ય થતાં નથી અને તારું સ્વકાર્ય
બગડે છે. માટે હે ભાઈ! અનાદિથી આજ સુધીની તારી પર સંબંધીની સર્વ ચિંતા ખોટી થઈ–નિષ્ફળ ગઈ... માટે
હવે પ્રજ્ઞાવડે તારું ભિન્ન સ્વરૂપ જાણીને તેમાં એકાગ્ર થા. પરની ચિંતા કરવી તે તારું સ્વરૂપ નથી.
ન હો તેની સાથે પર દ્રવ્યોના પરિણમનને કાંઈ સંબંધ નથી.
ચિંતા છોડી સ્વને જો. સ્વને ઓળખતાં પરની ચિંતા છુટી જશે અને આત્માની શાંતિ અનુભવાશે. તારે તારા
ધર્મનો સંબંધ આત્મા સાથે રાખવો છે કે પર સાથે? આત્માના ધર્મનો સંબંધ કોની સાથે છે તે અહીં સમજાવ્યું છે.
આવી સ્વાધીનતાની શ્રદ્ધા અને જ્ઞાન કરે તેને કયે ઠેકાણે આત્મા સાથે સંબંધ ન હોય? અને આવી શ્રદ્ધા જ્ઞાન
હોય તે કયા ઠેકાણે શરીરાદિનો સંબંધ માને? સ્વભાવનો સંબંધ તૂટે નહિ અને પરનો સંબંધ ક્યાંય માને નહિ–
બસ, આ જ ધર્મ છે.
PDF/HTML Page 17 of 17
single page version
(૨) અષાઢ સુદ ૮ થી ૧૫ સુધી શ્રી નંદિશ્વરદ્વીપ–
આ આઠ દિવસો દરમ્યાન, શ્રી નંદિશ્વરદ્વીપે રહેલી
શાશ્વત્ જિનપ્રતિમાઓનું પૂજન વગેરે કરવા માટે દેવો
ત્યાં જાય છે અને આઠ દિવસ મહોત્સવ કરે છે.
કાર્યક્રમ નીચે મુજબ હતો–
સવારે પ થી ૫
૪. ગોંડલ:– ખત્રી વનમાળી કરસનજી, કાપડના
અત્યારે ૧૯૬૩ ગ્રાહકો છે અને હિંદી આત્મધર્મના
૮૪૩ ગ્રાહકો છે.
બહાર પડે છે. એટલે તે અરસામાં અંક ન મળે તો
તરત એકાદ અઠવાડિયામાં તેની ફરિયાદ કરવી.
થયેલા અંકોની ફરિયાદોને અમારી પાસે નકલો હોય
છે ત્યાંસુધી તો પહોંચી વળવાનો અમે હમેશાં પ્રયત્ન
કરીએ છીએ પરંતુ એવા ગુમ થયેલા કોઈ પણ અંકો
ભરપાઈ કરી આપવાનું કાયદેસરનું કશું બંધન
અમારે માથે રહેતું નથી તેની ગ્રાહકોએ કૃપા કરી
નોંધ લેવી.
આત્મધર્મ માસિકનું અભ્યાસ અને મનનપૂર્વક
વાંચન કરવા ઈચ્છતા હો તો પહેલાં તથા બીજા
અને જિજ્ઞાસાને અનુરૂપ એવું ક્રમબદ્ધ સાહિત્ય
આત્મધર્મની શરૂઆતથી આજ સુધીમાં અપાયું છે.