Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 43
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૪૧
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 43
single page version

background image
૩૪૧
દુઃખથી ભરેલા આ સંસારમાં જો તું સુખને ચાહે
છે તો ચૈતન્યસુખથી ભરેલા આત્માની પરમ પ્રીતિ કરીને
તેમાં તારી બુદ્ધિને જોડ; તેમાં તને એવું અજોડ સુખ
અનુભવાશે કે જેમાં દુઃખનો લવલેશ નથી.
અહા, આવો સરસ મજાનો, સુખથી ભરેલો
આત્મા!–આ સુખના સમુદ્રને છોડીને દુઃખના દરિયા તરફ
તું કેમ દોડે છે? અંતરમાં તારા ચૈતન્યસ્વરૂપને દેખ. એક
ક્ષણના ચૈતન્યધ્યાનમાં જે કોઈ અપૂર્વ પરમ આનંદ થાય
છે તેનો એક અંશ પણ ત્રણલોકના વૈભવમાં નથી.
એકવાર અંદર ઊતરીને જો તો ખરો! સંસારમાં
તેં કદી ન જોયું હોય, કદી ન ચાખ્યું હોય એવું કોઈ
અચિંત્ય સુખ તને તારામાં અનુભવાશે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વર સ. ૨૪૯૮ મહ (લવજમ: ચર રૂપય) વષ ૨૯ : અક ૫

PDF/HTML Page 3 of 43
single page version

background image
તારા પગલે – પગલે નાથ!
ઝરે છે આતમરસની ધાર

ધન્ય છે આપણી ભારતભૂમિ...કે જ્યાં તીર્થંકર
ભગવંતો વિચર્યા; અને આજે પણ એ તીર્થંકર
ભગવંતોનો પવિત્ર સંદેશ આત્મજ્ઞ–સંતો દ્વારા
આપણને પ્રાપ્ત થાય છે. ગુરુ કહાનના પ્રતાપે દેશોદેશ
ને ગામેગામ આજે આત્મહિતનો સંદેશ પહોંચી રહ્યો
છે. વહાલા બંધુઓ! મહા ભાગ્યે મળેલા
આત્મહિતના આ માર્ગને ચૈતન્યના પરમ ગંભીર
મહિમાપૂર્વક સાંભળજો...આદરજો...અનુભવજો.

PDF/HTML Page 4 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૮
લવજમ ફગણ
ચર રૂપય FEB. 1972
• વર્ષ : ૨૯ અંક ૫ •
આત્મ સાધના –
હે ધર્મબંધુ! આ અવસર છે આત્માને સાધવાનો.
અત્યારે દુનિયાની કોઈ ખટપટમાં તું રોકાઈશ નહીં;
તારા આત્માને સાધવાનું લક્ષ તું ચૂકીશ નહીં.
આત્મતત્ત્વ ઘણું–ઘણું મહાન છે. આવા મહાન
આત્મતત્ત્વને લક્ષગત કરવું તે જ મહાપુરુષની સેવા છે.
તારા ચૈતન્યની મહાનતાને તું લક્ષમાં લઈશ, તો
દુનિયાના કોઈ પ્રસંગો તને મુંઝવશે નહીં. અરે, ચૈતન્યની
આવી મહાનતાને ચુકીને જગતના નાના–નાના પ્રસંગોના
વિચાર–વમળમાં અટવાઈ જવાનું મુમુક્ષુને શોભતું નથી.
આત્માને સાધવાના મહાન પ્રયોજન પાસે જગતના
માન કે અપમાન, નિંદા કે પ્રશંસા, અનુકૂળતા કે પ્રતિકૂળતા
એ કોઈની કાંઈ જ ગણતરી નથી આનંદમય આત્માને
સાધવા જગત સામે જોવા ક્યાં રોકાવું? મુમુક્ષુને પોતાની
આત્મસાધનામાં એવો પ્રેમ, એવો ઉલ્લાસ, એવી શાંતિ, ને
એવી મશગુલતા છે કે એના સિવાય બીજી કોઈ વાતમાં
અટકવાનું તેને પોષાતું નથી.

PDF/HTML Page 5 of 43
single page version

background image
: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
ચૈતન્યરાજાની સેવા કરો
તમે પોતે ચૈતન્યરાજા છો. ચૈતન્યરાજા રાગની
સેવા કરે એ તેને શોભતું નથી.
(સોનગઢમાં માહ વદ ત્રીજના રોજ જામનગરના શ્રી છબલબેન ફૂલચંદ તંબોળીના
નવા મકાનના વાસ્તુપ્રસંગે પૂ. ગુરુદેવનું મંગલ–પ્રવચન)
હે ભાઈ! અનંતગુણનો વૈભવ જેમાં વસેલો છે એવી
ચૈતન્યવસ્તુ તું પોતે છો. અરે ચૈતન્યરાજા! તારા અચિંત્ય
વૈભવને તે કદી જાણ્યો નથી, તારા સ્વઘરમાં તે વાસ કર્યો
નથી; સ્વઘરને ભૂલી, રાગને પોતાનું ઘર માનીને તેમાં તું
વસ્યો છો; પણ શ્રીગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે કે હે
જીવ! તું તારા આત્માને ચૈતન્યસ્વરૂપ જાણીને તેની સેવા કર.
તેનાથી તારું કલ્યાણ થશે. અહા, સ્વઘરમાં આવવાનો ઉમંગ
કોને ન આવે?
(સમયસાર ગાથા ૧૭–૧૮)
વીતરાગદેવના માર્ગમાં એવો ઉપદેશ છે કે: હે મોક્ષાર્થી જીવો! જો તમારે જન્મ–
મરણના દુઃખથી મુક્ત થવું હોય ને આત્માનું પરમસુખ અનુભવવું હોય તો, જગતમાં
મહાન એવું તારું ચૈતન્યતત્ત્વ છે–તે જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે,–તેને લક્ષમાં લઈને
તેના જ્ઞાન–શ્રદ્ધા–એકાગ્રતાવડે તેની સેવા કર. એટલે કે તારો મહાન આત્મા ચૈતન્યરાજા
છે તેની તું સેવા કર. તેની સેવા કેમ થાય? કે રાગથી ભિન્ન એવી જે ચૈતન્યઅનુભૂતિ છે
તે અનુભૂતિસ્વરૂપ જ હું છું–એમ જાણવું, નિઃશંક શ્રદ્ધવું તથા તેમાં ઠરવું,–તે આત્માની
સેવા છે; ને તેના સેવનથી જ મોક્ષ થાય છે. બીજી કોઈ રીતે મોક્ષ થતો નથી.
ભાઈ, આવા જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા વગર, તેને જાણ્યા વગર, તું સંસારમાં

PDF/HTML Page 6 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
અનાદિથી બહુ દુઃખી થયો આત્મા જ્ઞાનસ્વરૂપ તો છે જ, પણ ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ એવી
અનુભૂતિ જ્યાં સુધી ન કરે ત્યાંસુધી જ્ઞાનનો સ્વાદ આવે નહિ, એટલે જ્ઞાનની સેવા
થાય નહીં. અરે, જ્ઞાનની સેવા કરે–એની દશા તો રાગથી જુદી પડી જાય, ને અલૌકિક
આનંદના વેદનસહિત તેને મોક્ષમાર્ગ પ્રગટે.
જુઓને, આત્માની સેવા કરવાનું બતાવવા માટે દ્રષ્ટાંત પણ ‘રાજા’ નું આપ્યું
છે. રાજા એટલે શ્રેષ્ઠ! મોક્ષાર્થીને માટે આ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયક રાજા જ સૌથી શ્રેષ્ઠ છે,
તે જ સેવવાયોગ્ય ને આરાધવાયોગ્ય છે. આત્મ–રાજા તો ચૈતન્યભાવમાં તન્મય છે; તે
કાંઈ રાગાદિ સાથે તન્મય નથી; એટલે આત્માની સેવા કરનાર રાગની સેવા કરે નહીં;
રાગથી જુદો પડીને, જ્ઞાનમાં તન્મય થઈને જ્ઞાનભાવપણે જે પરિણમ્યો તેણે
ચૈતન્યરાજાની સેવા કરી, તેણે જ્ઞાનનું સેવન કર્યું.
જિનભગવાને આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં વસવાનો ઉપદેશ કર્યો છે. જ્ઞાનમાં
વસવું તે સાચું વાસ્તુ છે. રાગરૂપી પરઘરમાં અનાદિથી વસી રહ્યો છે, એટલે રાગથી
જુદો પડીને જ્ઞાનને એકક્ષણ પણ તેણે સેવ્યું નથી. એકક્ષણ પણ જો રાગથી જુદો પડીને
જ્ઞાનને સેવે, જ્ઞાનરૂપે પોતાને અનુભવે, તો મોક્ષનો માર્ગ ખુલ્લી જાય. માટે હે મોક્ષાર્થી
જીવો! તમે સ્વસન્મુખ થઈને જ્ઞાનવડે આ ચૈતન્યરાજાને સેવો; તેને જાણીને તેની શ્રદ્ધા
કરો, ને તેમાં ઠરો.
અરે, રાગને સેવે તેને મોક્ષાર્થી કેમ કહેવાય? રાગનો અર્થી તે મોક્ષનો અર્થી
નહીં; મોક્ષનો અર્થી તે રાગનો અર્થી નહીં. જ્ઞાન–આનંદનું ધામ આત્મા પોતે છે, પણ
જ્યાં સુધી તે પોતે પોતાને જ્ઞાનરૂપે અનુભવતો નથી ત્યાં સુધી જ્ઞાનની સેવા થતી નથી,
ને જ્ઞાનની સેવા વગર મોક્ષની સિદ્ધિ થતી નથી. માટે જિનશાસનમાં ભગવાને મોક્ષાર્થી
જીવોને જ્ઞાનની સેવાનો ઉપદેશ દીધો છે.
જોકે આત્મા જ્ઞાનસ્વરૂપ તો છે જ, તોપણ અજ્ઞાની જ્ઞાનને એકક્ષણ પણ
અનુભવતો નથી, તે તો રાગને જ સેવે છે. જો ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ એમ પોતે ઓળખે–
અનુભવે તો રાગથી ભિન્ન જ્ઞાનદશારૂપે પરિણમે, અને ત્યારે તેણે જ્ઞાનની સેવા કરી
કહેવાય; ‘હું જ્ઞાન છું’ એવા શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ વડે આત્મરાજાની સેવા કરતાં આત્મા
જરૂર સિદ્ધિને પામે છે; અને આવા જ્ઞાનમય આત્મરાજાની સેવા વગર બીજા કોઈપણ
ઉપાય વડે આત્મા સિદ્ધિને પામતો નથી.
હે ભાઈ! જેમાં અનંતગુણ વસેલા છે એવી ચૈતન્યવસ્તુ તું પોતે છો; અરે
ચૈતન્યરાજા! તારા અચિંત્ય વૈભવને તેં કદી જાણ્યો નથી, તારા સ્વઘરમાં તેં વાસ

PDF/HTML Page 7 of 43
single page version

background image
: ૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
કર્યો નથી; સ્વઘરને ભૂલી, રાગને પોતાનું ઘર માનીને તેમાં તું વસ્યો છો. પણ હવે
શ્રીગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે કે હે જીવ! તું તારા આત્માને ચૈતન્યસ્વરૂપ
જાણીને તેની સેવા કર. તેનાથી જ તારું કલ્યાણ થશે.
શ્રીગુરુએ જેમ કહ્યું તેમ શિષ્યે કર્યું, ત્યારે તેણે સ્વઘરમાં વાસ્તુ કર્યું. અરે,
સ્વઘરમાં આવવાનો ઉલ્લાસ કોને ન આવે? એક ગાય–બળદ જેવા પશુઓ પણ બહાર
ખેતરમાં રખડીને જ્યારે ઘરે ગમાણમાં આવે છે ત્યારે હોંશથી દોડતા–દોડતા આવે છે.
બળદ જ્યારે ખેતરમાં મજુરી માટે જતા હોય ત્યારે હળવે હળવે જાય પણ મજુરીથી
છૂટીને આખી રાત આરામ કરવા ને ઘાસ ખાવા ઘરે પાછા ફરતા હોય ત્યારે તો દોડતા–
દોડતા આવે છે. અરે! બળદ જેવા પશુનેય છૂટકારાના પંથનો આવો ઉલ્લાસ આવે છે.
તો હે જીવ! તને વીતરાગી સંતો તારા છૂટકારાનો માર્ગ બતાવે છે. અનાદિથી સંસારમાં
રખડીરખડીને જીવ થાક્્યો, હવે શ્રીગુરુ તેને શાંતિનું ધામ એવું સ્વઘર બતાવે છે; તે
સ્વઘરમાં રહીને સાદિઅનંતકાળ આનંદનો ભોગવટો કરવાનો છે; તો સ્વઘરમાં
આવવાનો ઉમંગ કોને ન આવે? તું તારા આત્માનો પરમ ઉલ્લાસ લાવીને તારા
સ્વતત્ત્વમાં આવ. અનાદિનાં દુઃખોથી છૂટકારાનો આવો મજાનો માર્ગ! તે સાંભળતાં
મુમુક્ષુ જીવ પરમ ઉલ્લાસથી આત્માને સાધે છે. એનું નામ જ્ઞાનની સેવા છે, એ જ
મોક્ષમાર્ગ છે.
આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને તેની સેવા કરે ત્યારે જીવને અજ્ઞાનનો
વ્યય થાય છે, સમ્યગ્જ્ઞાનની ઉત્પત્તિ થાય છે ને જ્ઞાનસ્વરૂપે પોતે ધ્રુવ રહે છે. આવા
ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ આત્મા છે. આત્માનું આવું સ્વરૂપ વીતરાગમાર્ગમાં જ છે.
વીતરાગદેવના માર્ગમાં જ્ઞાની–સંતોનો ઉપદેશ આ જ છે કે હે જીવ! જ્ઞાન–સ્વરૂપે
પોતાના આત્માને ઓળખીને તેની અનુભૂતિ કર. તું ચૈતન્યરાજા, ને રાગ પાસે તારા
મોક્ષની ભીખ માંગે–એ તને શોભતું નથી. ચૈતન્યરાજા રાગની સેવા કરે–એ કાંઈ તેને
શોભે? ના; એ તો મોહભજન છે. ચૈતન્યરાજાની સેવા તો રાગ વગરની છે. જ્ઞાનવડે
ચૈતન્યરાજાની સેવા કરતાં તે પોતાને મહાન આનંદ આપે છે, શાંતિના સુખના અપાર
નિધાન આપે એવો આ ચૈતન્યરાજા છે. તેના જ્ઞાન–શ્રદ્ધા–એકાગ્રતાવડે અપૂર્વ મોક્ષમાર્ગ
પ્રગટ થાય છે. માટે હે મોક્ષાર્થી જીવો? તમે સતત આવા જ્ઞાનસ્વરૂપે પોતાને
અનુભવો...આનંદધામ તમે પોતે છો તેને ઓળખીને તેમાં વસો...એ મંગલ વાસ્તુ છે.

PDF/HTML Page 8 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૫ :
વીતરાગી સંતો અપૂર્વ ભેદજ્ઞાન કરાવે છે
એ ભેદજ્ઞાન કરીને આત્મા આનંદિત થાય છે
(માહ વદ ૧૨ સોનગઢ: સમયસાર ગા. ૨૩–૨૪–૨પ)
(વિહારના આગલા દિવસના પ્રવચનની પ્રસાદી વાંચીને આપને આનંદ થશે)
જીવનું સ્વરૂપ, પુદ્ગલથી ભિન્ન ચેતનારૂપ છે; આવું સ્વરૂપ બતાવીને આચાર્યદેવ
કહે છે કે હે જીવ! તું તો ચૈતન્યસ્વરૂપ છો; તું કાઈ પુદ્ગલસ્વરૂપ નથી. અંદરમાં વિચાર
કરીને દેખ તો તને તારું ચેતનપણું દેખાશે, ને જડ–પુદ્ગલથી અત્યંત જુદાઈ અનુભવમાં
આવશે.
અરે, ક્યાં તું ચૈતન્યભગવાન! ક્યાં એ અચેતન જડ! બંનેને સર્વથા ભિન્નતા
છે. સર્વજ્ઞભગવાને ચેતનમય જીવ જોયો છે, પુદ્ગલ તો જડરૂપ છે. ચેતનતત્ત્વ
પુદ્ગલરૂપ કેમ થાય? રાગ પણ ચેતનતા વગરનો છે. ચેતનતત્ત્વ કદી ચેતનતા છોડીને
રાગમય કે દેહમય થતું નથી; ને દેહ કે રાગ કદી ચેતનરૂપ થતા નથી. બંનેને તદ્ન
ભિન્નતા છે. જેમ પ્રવાહીપણું ને ખારાપણું તો પાણીમાં એકસાથે રહી શકે છે, તેમાં
વિરોધ નથી; તેમ જીવમાં કાંઈ ચેતનતા અને અચેતનતાને અવિરોધપણું નથી; જીવમાં
જેમ ચેતનપણું તો તન્મયપણે સદા રહેલું છે, તેમ કાંઈ રાગાદિપણું જીવસાથે તન્મય
વર્તતું નથી, તે તો જુદું વર્તે છે. સર્વજ્ઞદેવે કહેલું આવું ભેદજ્ઞાન કરીને હે જીવ! તું ખુશી
થા...પ્રસન્ન થા...આનંદિત થા.
અહો! મારું ચૈતન્યતત્ત્વ તો આવું સરસ, રાગ વગર શોભી રહ્યું છે, તે મારા
ગુરુના પ્રતાપે મને અનુભવમાં આવ્યું.–આમ સ્વતત્ત્વને દેખીને હે જીવ! તું આનંદિત
થા! જ્યાં આનંદમય તત્ત્વ પોતે પોતાને અનુભવમાં આવ્યું ત્યાં હવે સંદેહ કેવો? ખેદ
કેવો? –સંદેહ અને ખેદ છોડીને આવા સ્વતત્ત્વને આનંદથી અનુભવમાં લે.
અનાદિકાળથી ભૂલીને ભવમાં ભટક્યો, છતાં મારું તત્ત્વ બગડી ગયું નથી, ચેતનપણાને
છોડીને જડરૂપ–રાગરૂપ થયો નથી; ચારે બાજુથી, બધા પરભાવોથી મારું

PDF/HTML Page 9 of 43
single page version

background image
: ૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
તત્ત્વ છૂટું ને છૂટું ચેતનામય છે.–આમ અંતરમાં દેખતાંવેંત પોતાને પરમ અતીન્દ્રિય
આનંદનો સ્વાદ આવે છે. આવો સ્વાદ લઈને હે જીવ! તું પ્રસન્ન થા...ઉજ્વળ થા..ને
આવા ઉપયોગસ્વરૂપ આત્માને અનુભવમાં લે.
આહા! સર્વ પ્રકારે તું પ્રસન્ન થા...કોઈ પ્રકારે દુઃખી ન થા! અરે, ચૈતન્યમાં તે
દુઃખ હોય! રાજી થઈને આનંદમય ચૈતન્યતત્ત્વને તું દેખ! આવો ને આવો તું અત્યારે
પણ છો. અંદર દેખતાં જ તને, મહા આનંદ થશે. આવા તત્ત્વને દેખીને ધર્મી કહે છે કે–
હવે પરભાવમાં હું નહીં જાઉં...નહીં જાઉં...નહીં...જાઉં! ચેતનપણે જ હું છું–એવી
શ્રદ્ધાના સિંહનાદથી ધર્મી કહે છે કે અમારે હવે ભવ કેવા ને દુઃખ કેવા? જેમ સૂર્યના
પ્રકાશમાં અંધકાર નથી તેમ મારા ચેતનસૂર્યના પ્રકાશમાં રાગાદિ પરભાવોના અંધારા
નથી–નથી–નથી.
અહા! ચૈતન્યની આવી વાત સાંભળતાં કોણ ખુશી ન થાય! આવા તારા
ચૈતન્યનો લક્ષમાં લઈને તું ખુશી થઈ જા. જ્યાં આત્માનું લક્ષ થયું ત્યાં ધર્મી પરમ
આનંદના વેદન સહિત નિઃશંક થઈ જાય છે કે બસ, સર્વજ્ઞદેવે જોયેલો આત્મા અમે પણ
અનુભવી લીધો છે. જેવો સર્વજ્ઞપ્રભુએ જોયો છે તેવો જ અમારો ચૈતન્યસ્વરૂપ આત્મા
અમે અનુભવી રહ્યા છીએ.
અહા! પ્રમોદથી તારા ચૈતન્યની વાત તું સાંભળ તો ખરો? આત્માનું આવું
સરસ સ્વરૂપ સાંભળતાં અંદર અસંખ્ય પ્રદેશ પ્રમોદથી ઉલ્લસી જાય છે...મુમુક્ષુ જીવ
પોતાના તત્ત્વને દેખીને મહા પ્રસન્ન થાય છે. પોતાની વસ્તુ ઘણી ગંભીર ને ઘણી મહાન
છે, પણ તે એવી નથી કે તેમાં જ્ઞાનવડે પહોંચી ન શકાય! જ્ઞાનની ઉજ્વળતા વડે અંદર
આવા ચૈતન્યતત્ત્વને અનુભવી શકાય છે. આત્મા પોતાના ચૈતન્યલક્ષણને કદી બદલતો
નથી. લાખ પ્રતિકૂળતા વચ્ચેય જ્ઞાની પોતાના ચૈતન્યલક્ષણને છોડતા નથી, કે
ચૈતન્યલક્ષણરૂપ જે સ્વતત્ત્વ તેનું લક્ષ કદી છોડતા નથી. અહા, આવા ચૈતન્યલક્ષણવંત
સ્વતત્ત્વને તું આનંદથી અનુભવમાં લે.
આમ શ્રીગુરુએ અત્યંત કરુણાથી ભેદજ્ઞાન કરાવ્યું, તે મુજબ પોતે જ્ઞાનની
ઉજ્વળતા કરીને શિષ્ય પરમ પ્રસન્ન થયો છે, આનંદિત થયો છે. ચૈતન્યતત્ત્વ જ એવું છે
કે જેને લક્ષમાં લઈને અનુભવ કરતાં મહા આનંદ થાય છે.
“ધન્ય ગુરુ! –કે જેમણે પરમ અનુગ્રહજ્ઞણથી ભેદજ્ઞાન કરાવીને
શિષ્યને સ્વતત્ત્વમાં સાવધાન કરીને આનંદિત કર્યો.”

PDF/HTML Page 10 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
, સ્ત્ત્ સ્!
[સોનગઢ માહ વદ ૧૨: નિયમસાર ગાથા પ૦]
નિયમસારમાં સ્વતત્ત્વનું અપૂર્વ સ્વરૂપ બતાવીને તેનું ગ્રહણ કરાવ્યું છે. વિભાવ
વગરનો આત્માનો સ્વભાવ, કે જે ગ્રહવા જેવો છે, જે અનુભવવા જેવો છે, જે શ્રદ્ધા–
જ્ઞાનમાં લેવા જેવો છે, અને જે દરેક જીવમાં શુદ્ધપણે બિરાજી રહ્યો છે, તેની આ વાત છે.
ભાઈ, તેં સદા તારા આત્માને વિભાવરૂપે જ અનુભવ્યો છે. વિભાવથી જુદું તારું
અસ્તિત્વ તને ભાસ્યું નથી. સુખસ્વરૂપ તો તારું તત્ત્વ પોતે છે, તેના આશ્રયે જ તને
સુખ થશે. તારા સ્વઘરની વસ્તુ સંતો તને બતાવે છે. તું કાંઈ ક્ષણિક નથી; પર્યાયમાં
ઉદયાદિ ભાવોના ભેદ પડે છે તેને સ્વદ્રવ્ય કહેતા નથી, તે ક્ષણિક ભાવ જેટલો તું નથી.
તારા પરમસ્વભાવનો આધાર તારું દ્રવ્ય–એવો આધાર–આધેયનો ભેદ પણ ખરેખર
ક્યાં છે? આધાર–આધેયના વિકલ્પો સ્વતત્ત્વના અનુભવમાં નથી; સ્વતત્ત્વ તો
આધાર–આધેયના વિકલ્પોથી પાર છે સ્વભાવ આધેય ને દ્રવ્ય આધાર, એવોય ભેદ–
વિકલ્પ જ્યાં નથી ત્યાં રાગનો આધાર આત્મા–એ વાત તો ક્યાં રહી? રાગભાવ તો
ચૈતન્યભાવથી તદ્ન જુદા છે. અહા, સ્વતત્ત્વનો કોઈ પરમ અદ્ભુત મહિમા છે; તેનું
શ્રવણ પણ મહાભાગ્યે મળે છે. સ્વતત્ત્વના અચિંત્યમહિમાની હવા પણ જીવે પૂર્વે કદી
લીધી ન હતી, હવે સ્વતત્ત્વનું ભાન થતાં કોઈ પરભાવો પોતાપણે ભાસતા નથી. અરે,
આત્મા તો કોને કહીએ? આ મારો ગુણ ને હું તેનો આધાર–એટલો વિકલ્પ પણ જેમાં
પાલવતો નથી, વિકલ્પ જેમાં પ્રવેશી શકતો નથી, આવા આત્માને લક્ષમાં લેતાં
સંસારના પરભાવનો રસ ઊડી જાય; ને આત્મા પરભાવથી છૂટીને કેવળજ્ઞાનાદિ
શુદ્ધભાવરૂપે પરિણમી જાય.
જેઓ આત્માના પરમસુખના અભિલાષી હોય, જેઓ મોક્ષાર્થી હોય, તેઓ પોતાને
એક શુદ્ધ પરમ ચૈતન્યભાવરૂપે જ સદાય અનુભવો. આવું તત્ત્વ એ જ મારું સ્વતત્ત્વ છે,
એ જ હું છું; આવા અનુભવ સિવાયનું બીજું બધુંય મારાથી પર છે, તે હું નથી. ચાર
ભાવોના જેટલા ભેદ છે તે બધાય ભેદના વિકલ્પોથી પાર મારું પરમ તત્ત્વ શુદ્ધ
ચૈતન્યમાત્ર છે. નિર્મળબુદ્ધિવાળા, ઉજ્વળ ચિત્તવાળા હે મુમુક્ષુ જીવો! તમે આવો અનુભવ
કરો. સિદ્ધાંતમાં આવો આત્મા કહ્યો છે તેનું તમે સેવન કરો; આવા આત્માના સેવનથી
જરૂર તમને મોક્ષસુખનો અનુભવ થશે, સમ્યક્ત્વાદિ અતિઅપૂર્વ સિદ્ધિને તમે પામશો.

PDF/HTML Page 11 of 43
single page version

background image
: ૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
જેને જાણતાં જ આનંદના દરિયા ફાટે
સ્ત્ત્ િ !
પૂર્વે કદી નથી સાંભળ્‌યું એવા અપૂર્વ ભાવથી તું સાંભળ
[માહ વદ તેરસે સોનગઢથી મંગલ–પ્રસ્થાન કરીને પૂ.
ગુરુદેવ લાઠી શહેર પધાર્યા. દિગંબર જિન મંદિર–પંચકલ્યાણક
મહોત્સવ આ લાઠી શહેરમાં (સં. ૨૦૦પમાં) આજથી ૨૩ વર્ષ
પહેલાંં થયો હતો. એ વખતનો લાઠીના મુમુક્ષુઓનો ઉલ્લાસ આશ્ચર્ય
પમાડે તેવો હતો. કષાયપ્રાભૃત–જયધવલ મહાસિદ્ધાંતનો પહેલો
ભાગ રાજકોટ મુકામે ગુરુદેવના હાથમાં આવેલ, તેનું અતિશય
બહુમાન આવ્યું; એ વખતે એ જયધવલ હાથમાં લઈને માત્ર જોવા
મળે તોપણ અમે મહાન ભાગ્ય સમજતા.––એવા જયધવલ–
પરમાગમની મહાન ભક્તિભરી રથયાત્રા પહેલવહેલી આ લાઠી
શહેરમાં (સં. ૨૦૦૦ બે હાજરમાં) નીકળી હતી.––આવા લાઠી
શહેરમાં જિનમંદિરમાં સીમંધર ભગવાનના દર્શન કર્યાં બાદ મંગલ
તરીકે સૌથી પ્રથમ આત્માના અતીન્દ્રિય આનંદને યાદ કરતાં ગુરુદેવે
કહ્યું કે આ આત્મા અંદર જ્ઞાન–આનંદસ્વરૂપે પોતે બિરાજે છે. આવા
આનંદસ્વરૂપ આત્માને ઓળખવો, તેનું સ્મરણ કરવું તે મંગળ છે.
પ્રવચનમાં સમયસારની ચોથી ગાથા દ્વારા આત્માના
સ્વરૂપની દુર્લભતા બતાવતાં ચૈતન્યસ્વરૂપનો પરમ મહિમા
સમજાવ્યો.]
આ સમયસારમાં દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મતત્ત્વ બતાવ્યું છે. જીવે પોતાનું
વાસ્તવિકસ્વરૂપ અનંતકાળથી જાણ્યું ન હતું તેથી તે એકત્વસ્વરૂપની દુર્લભતા છે.

PDF/HTML Page 12 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
જગતમાં બધી વસ્તુ જીવ પામી ચુક્યો, પણ પોતાનું ચૈતન્યતત્ત્વ પોતે કદી અનુભવ્યું
નહિ તેથી તે દુર્લભ છે ભલે દુર્લભ છે–એ ખરું, છતાં પણ તે ન જાણી શકાય એવું નથી,
તે જાણી શકાય છે, ને તેની ઓળખાણ વડે તે સુલભ થાય છે. જ્ઞાનીઓને આત્મા
સુલભ છે. અજ્ઞાનીને જગતના વિષયો સુલભ લાગે છે ને અતીન્દ્રિય આત્મા દુર્લભ
લાગે છે. આવા એકત્વ સ્વરૂપને જે જાણવા માંગે છે તેને તેનું સ્વરૂપ આ સમયસારમાં
આચાર્યદેવે બતાવ્યું છે.
આત્માનું શુદ્ધ સ્વરૂપ દુર્લભ છે એમ કહ્યું, તેથી કાંઈ તે પ્રાપ્ત નહિ થઈ શકે એમ
નથી કહેવું; પણ દુર્લભ છે–માટે તું અપૂર્વ ભાવે તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કરજે. દુર્લભ
વસ્તુની અચિંત્ય કિંમત સમજીને તેની પ્રાપ્તિની લગની લગાડતાં તે સુલભ થઈ જશે.
પૂર્વે સાચા ભાવે આત્માનું સ્વરૂપ તેં સાંભળ્‌યું નથી. સાંભળ્‌યું ત્યારે રુચિ કરી નથી; માટે
હવે જ્ઞાની પાસેથી એવા અપૂર્વભાવે સાંભળજે કે પોતાની વસ્તુ પોતાને સુલભ થઈ
જાય. અરે, પોતાની વસ્તુ તે પોતાને દુર્લભ હોય? દુર્લભપણું તે વ્યવહાર છે, ને
સુલભપણું તે નિશ્ચય છે.
પૂર્વે અનંતવાર આત્માની વાત તો સાંભળી છે, –છતાં નથી સાંભળી–એમ કેમ
કહો છો? તો કહે છે કે ચૈતન્યવસ્તુ જેવી મહાન છે તેવી લક્ષમાં ન લીધી, તેનો પ્રેમ ન
કર્યો, તેથી શ્રવણનું ફળ તેને ન આવ્યું, માટે તેણે આત્માની વાત સાંભળી જ નથી.
ખરેખર સાંભળ્‌યું તેને કહેવાય કે જેવી ચૈતન્યવસ્તુ છે તેવી અનુભવમાં આવી જાય.
તે જ પ્રમાણે, નિગોદમાં અનંત જીવો એવા છે કે જેને હજી સુધી કાન જ મળ્‌યા
નથી; છતાં અહીં કહે છે કે તેણે પણ અનંતવાર કામ–ભોગ–બંધનની જ કથા સાંભળી
છે.–નથી સાંભળી, છતાં સાંભળી કેમ કહો છો? કેમકે તે વિકથાના શ્રવણનું ફળ જે
રાગનો અનુભવ–તે તેને વર્તે છે. શબ્દો ભલે ન સાંભળ્‌યા, પણ સાંભળ્‌યા વગર એકલા
શુભાશુભરાગના અનુભવરૂપી સંસારની ચક્કીમાં તે પીલાઈ રહ્યા છે; એટલે તે પુણ્ય–
પાપની વિકથા જ સાંભળી રહ્યા છે એમ કહ્યું છે. ઉપાદાનમાં જેવું વેદન છે તેવું જ
શ્રવણ કહ્યું. ચૈતન્યના એકત્વને જે નથી અનુભવતો તેણે ચૈતન્યની વાત સાંભળી જ
નથી, રાગને એકત્વપણે જે અનુભવે છે તે રાગની કથા જ સાંભળી રહ્યો છે–ભલે
ભગવાનના સમવસરણમાં બેઠો હોય! ભાવશ્રવણ તેને કહેવાય કે જેવું શ્રવણ કર્યું તેવા
તત્ત્વને અનુભવમાં લ્યે. બાપુ! તારા અનુભવમાં આવી શકે એવું તારું તત્ત્વ છે,

PDF/HTML Page 13 of 43
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
ને તે જ તત્ત્વને પોતે જાતે અનુભવીને તને બતાવીએ છીએ. અરે, તું પોતે ચૈતન્યનાથ,
સુખનો ભંડાર! ને તારા સુખની ભીખ બીજા પાસે માંગે, એ તે કાંઈ તને શોભે છે?
અનંતકાળથી તેં નહિ સાંભળેલું, નહિ અનુભવેલું તારું અચિંત્ય તત્ત્વ જ્ઞાની સંતો તને
અત્યારે સંભળાવે છે; તે સમજીને તેનો પરમ મહિમા લાવીને, તેનો અનુભવ કરવાનો
આ અવસર આવ્યો છે.–આવો અવસર તું ચૂકીશ મા!
અરે, આત્માનું આવું સ્વરૂપ સાંભળવા માટે પણ જેને નિવૃત્તિ ન મળે, એની
જિજ્ઞાસા પણ ન જાગે–એને તો આત્માની કિંમત જ ક્યાં છે! ઈન્દ્રો સ્વર્ગને પણ તૂચ્છ
સમજીને જે તત્ત્વનું શ્રવણ કરવા આ મનુષ્યલોકમાં આવે છે તે ચૈતન્યતત્ત્વના
મહિમાની શી વાત? અરે, આવા ચૈતન્યના અનુભવ વગરના એકલા શુભાશુભભાવો
તે તો ભાર છે, બળદ ભારને ખેંચે તેમ અજ્ઞાની શુભાશુભ કષાયચક્રમાં વર્તતો થકો
દુઃખના ભારને ખેંચે છે; ચૈતન્યના અતીન્દ્રિયસુખના સ્વાદને ચુકીને ઈન્દ્રિયવિષયોની
તૃષ્ણાથી આકુળ–વ્યાકુળ દુઃખી થાય છે. તેનાથી છૂટવા માટે આત્માનું પરથી ભિન્ન,
એકત્વસ્વરૂપ અહીં સમજાવ્યું છે. આવું સ્વરૂપ સમજે તો કષાયના ભારથી છૂટીને જીવ
હળવો થઈ જાય, ને તેને પોતાના એકત્વ ચિદાનંદસ્વરૂપના અનુભવથી પરમ આનંદનો
સ્વાદ આવે.
• • •
આત્માના સ્વભાવને પરથી ભિન્ન જાણે તો અંદરનું ચૈતન્ય–પાતાળ ફાટીને
શાંત–આનંદ પ્રગટે; અને જેને આવા આત્માની ખબર નથી, ને પરવિષયમાં સુખ માને
છે તેને તો મોહરૂપી મોટું ભૂત વળગ્યું છે અને તેથી તેને વિષયોની તૃષ્ણા ફાટી નીકળી
છે. અંદર ચૈતન્યને સ્વવિષય બનાવીને તેમાં ઝુકતાં આનંદનો દરિયો ફાટે; ને પરમાં
સુખ માનીને પરવિષય તરફ ઝુકતાં તૃષ્ણાનો દરિયો ફાટે છે.
અરે જીવ! જેને જાણતાં જ આનંદના દરિયા ઉલ્લસે છે એવા તારા સ્વતત્ત્વને તું
મહિમાથી સાંભળ તો ખરો. અનંત કાળથી સમજ્યા વગર આત્માનું બગાડયું છે, તો
હવે આ ભવમાં તો મારે મારા આત્માનું સુધારી લેવું છે. અનંત ભવની બગડેલી
બાજી, હવે આ ભવે સત્સમાગમે મારે સુધારી લેવી છે,
–એમ અંદરથી આત્માના
હિતની ખટક જાગવી જોઈએ. અરે આવા સત્સંગનો યોગ પામીને હવે મુમુક્ષુને ભવ
બગડવાની વાત હોય નહીં, હવે ભવમાં ભટકવાનું હોય નહીં; હવે તો ભવનો અંત
લાવવાની વાત છે. આવો અપૂર્વ ધર્મ મળ્‌યો તો હવે

PDF/HTML Page 14 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
મારા ભવનો અંત આવી ગયો,–એમ અંદરથી ધર્મીને ભવના અંતના રણકાર આવે છે.
અરે, અત્યારે તો અનંત ભવનાં દુઃખોથી છૂટીને મોક્ષસુખને સાધવાનો મારે અવસર
આવ્યો છે. હવે આ સંસારદુઃખોથી બસ થાઓ, બસ થાઓ! આત્માના સ્વભાવનું કોઈ
પરમ સુખ, તેનો સ્વાદ લેવાનો આ અવસર છે. અહા, મારું ચૈતન્યતત્ત્વ જે મારા
અંતરમાં સ્પષ્ટપણે સદા પ્રકાશમાન છે, એવા નિર્દોષ ચૈતન્યતત્ત્વ ઉપર આ પરભાવરૂપી
કષાયચક્રના લેપ શોભતા નથી. શાસ્ત્રમાં (નયચક્રમાં) કહ્યું છે કે વ્યવહાર તે તો
નિશ્ચય ઉપરનો લેપ છે. જેમ લેપથી મૂળવસ્તુ ઢંકાઈ જાય છે તેમ આત્માનું જે નિશ્ચય
શુદ્ધ સ્વરૂપ છે તે, પરભાવરૂપી વ્યવહારના લેપવડે ઢંકાઈ જાય છે, અજ્ઞાનીને રાગાદિ
વ્યવહારભાવોવાળો જ આત્મા દેખાય છે, શુદ્ધઆત્મા તેને દેખાતો નથી, અનુભવાતો
નથી; પોતાને તેનો અનુભવ નથી ને અનુભવી–જ્ઞાનીઓ પાસેથી તે સાંભળવાનો
અવસર આવ્યો ત્યારે તેની પ્રીતિ પણ કરતો નથી.
અરે, મારું આ ચૈતન્યતત્ત્વ એકત્વસ્વભાવમાં શોભતું, તેના ઉપર કષાયચક્રના
લેપ શા? શુભ–અશુભભાવરૂપી કષાયચક્ર સાથે ચૈતન્યને સંબંધ કેવો? ચૈતન્યના શાંત
નિરાકુળસ્વભાવને કષાયો સાથે એકતા નથી, ભિન્નતા જ છે. આવું ભિન્નપણું જ્ઞાનીઓ
બતાવે છે. તેને સાંભળી, તેનો પ્રેમ કરી, વારંવાર તેનો પરિચય કરીને, તે અનુભવમાં
લેવા જેવું છે.–આ જ કલ્યાણની રીત છે; ભાઈ! આવા તત્ત્વનો પ્રેમ કર તો તારી
બગડેલી બાજી સુધરી જશે, તારો ભવ સુધરી જશે, આત્માનું પરમસુખ તને તારામાં
દેખાશે. આવું ભેદજ્ઞાન તારાથી થઈ શકે તેવું છે, તે જ જ્ઞાનીઓ તને સમજાવે છે.
આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ દેખાય એવો છે. અંતરની પ્રીતિથી અભ્યાસ કરતાં, દુર્લભ
તત્ત્વ પણ સુલભ થઈ જાય છે, બાહ્ય વિષયોની મીઠાશ હતી ત્યારે રાગથી ભિન્ન
ચૈતન્યતત્ત્વ દુર્લભ હતું; હવે રાગથી ભિન્ન ચૈતન્યના અભ્યાસરૂપ ભેદજ્ઞાન વડે
આનંદમય આત્મતત્ત્વ સુલભ થયું છે, જ્ઞાનીને તે સ્વાનુભવગમ્ય થયું છે માટે તે સુલભ
છે. જ્ઞાની પાસેથી સાંભળીને અંદર પ્રયોગ કરતાં ‘પ્રાપ્તની પ્રાપ્ત’ થાય છે,–સ્વભાવમાં
હતું તે પર્યાયમાં પ્રગટ્યું છે. પૂર્વે અજ્ઞાનદશામાં દુર્લભ હતું––પણ હવે ‘સમયસાર’ ના
શ્રવણથી અમારું એકત્વ અમને સુલભ થઈ ગયું છે.–આત્મજ્ઞ સંતોનો એ પ્રતાપ છે.
પોતાના એકત્વસ્વભાવનું આવું ભાન કર્યું તે જ આત્મજ્ઞ સંતોની ખરી ઉપાસના છે.
આત્માનું શુદ્ધસ્વરૂપ પૂર્વે કદી જાણ્યું નથી–અનુભવ્યું નથી–પ્રેમથી સાંભળ્‌યું પણ
નથી; તે શુદ્ધસ્વરૂપ જાણવાની જેને હવે ધગશ જાગી છે એવા શિષ્યને અહીં

PDF/HTML Page 15 of 43
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
સમયસારમાં આત્માના સમસ્ત નિજવૈભવથી આચાર્યદેવ શુદ્ધ આત્મા દેખાડે છે.
શુદ્ધાત્માની જેને ગરજ થઈ છે–ધગશ થઈ છે એવા શિષ્યને સમજાવે છે.
કેવો છે આત્માનો શુદ્ધસ્વભાવ? તે ચૈતન્યભાવપણે સદા પ્રકાશમાન
જ્ઞાયકભાવ, શુભ–અશુભ કષાયચક્રરૂપે પરિણમતો નથી. ચૈતન્યભાવ છે તે કદી રાગરૂપ
થયો નથી; આવા આત્માને અનુભવતાં શુદ્ધ આત્માનો સ્વાદ આવે છે. આવા આત્માને
જાણ્યા વગર આ સંસારના આંટા મટે નહિ. બાપુ! આ સંસારના દુઃખમાં અવતાર લેવો
તે તને કલંક લાગવું જોઈએ. આનંદસ્વરૂપ આત્માને આ સંસારદુઃખ શોભતા નથી.
એનાથી છૂટવા ચાહતો હો તો તારા આવા શુદ્ધસ્વરૂપને તું જાણ.
તારા જ્ઞાનને અંતરમાં વાળતાં તારો આખો આત્મા તને પ્રત્યક્ષ થશે, મહા
આનંદસહિત તારો આત્મા તને પ્રાપ્ત થશે એટલે કે અનુભવમાં આવશે. આવું
અંતર્મુખજ્ઞાન સીધું આત્માને સ્પર્શે છે, તે જ્ઞાનમાં ઈન્દ્રિયની–મનની–રાગની અપેક્ષા
રહેતી નથી; બધાથી છૂટેલું જ્ઞાન, આત્માના સ્વભાવમાં તન્મય વર્તે છે. આવા જ્ઞાનમાં
અતીન્દ્રિયસુખનો સ્વાદ આવે છે. હું તો દેહ વગરનો, રાગ વગરનો, શુદ્ધ–બુદ્ધ–ચૈતન્ય–
ઘન છું, મારા સ્વરૂપને જાણવા માટે હું જ પોતે સ્વયંજ્યોતિ–પ્રકાશમાન છું, કોઈ
બીજાની તેમાં મદદ નથી. સ્વયં પ્રકાશમાન પણે મારું સ્વરૂપ મને પ્રત્યક્ષ છે.–આમ જે
જાણે છે–અનુભવે છે તે જીવ ધર્મી છે.
ચૈતન્યતત્ત્વ જેવડું મહાન છે તેવડું જેના લક્ષમાં આવે તેને જ વિકલ્પ તૂટે, એટલે
કે વિકલ્પ અને જ્ઞાનની ભિન્નતા થઈને તેને અતીન્દ્રિય જ્ઞાન પ્રકાશમાં કિરણો ફૂટે ને
આનંદનું પ્રભાત ખીલે, વસ્તુ જેવી અને જેવડી છે તેનો અચિંત્યમહિમા લક્ષગત થયા
વગર સાચું ધ્યાન થાય નહિ ને વિકલ્પ છૂટે નહીં. જ્ઞાનતત્ત્વ પોતે વિકલ્પ વગરનું છે, એ
તત્ત્વનો અનુભવ કરતાં જ વિકલ્પ વગરના ચૈતન્યનું વેદન થાય છે, તેની શ્રદ્ધા થાય છે,
તેનું જ્ઞાન થાય છે, તેનો આનંદ થાય છે, એમ અનંતગુણોનું નિર્દોષ કાર્ય આત્મામાં એક
સાથે પ્રગટે છે, તેનું નામ ધર્મદશા છે.
– : ઈતિ શ્રી લાઠીશહેર – પ્રવચન: –
(લાઠીશહેરમાં ત્રણદિવસ રહ્યા; રાત્રિચર્ચામાં ગુરુદેવ ધર્માત્માના મહિમાની ને
વિદેહધામની અવનવી ચર્ચા સાંભળાવીને મુમુક્ષુઓને પ્રસન્ન કરતા હતા. ફાગણ સુદ
એકમની સવારમાં લાઠીથી પ્રસ્થાન કરીને અમરેલી શહેર પધાર્યા.)

PDF/HTML Page 16 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
‘હું પોતે ચૈતન્યરાજા છું’
રાગથી ભિન્ન ચૈતન્યની અનુભૂતિ છે તે જ હું છું,–મારું
ચૈતન્યસ્વરૂપ જ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે.–એમ ચૈતન્યરાજાપણે
પોતે પોતાને જાણી–શ્રદ્ધી–અનુભવીને મુમુક્ષુ જીવ પોતે પોતાની
અનુભૂતિ વડે મોક્ષને સાધે છે. ભાઈ, આત્માની સેવાનો ને મોક્ષને
સાધવાનો આ ઉત્તમ અવસર છે.
(અમરેલીશહેરમાં ફાગણ સુદ એકમથી પાંચમ સુધી જિનેન્દ્ર–પ્રતિષ્ઠા મહોત્સવ
પ્રસંગે સમયસાર ગા. ૧૭–૧૮ ઉપરનાં પ્રવચનોમાંથી)

આત્મા દેહથી ભિન્ન એક મહાન ચૈતન્યતત્ત્વ છે. ભાઈ! તારે તારું કલ્યાણ કરવું
હોય તો તારો આત્મસ્વભાવ કેવો છે, કેવડો છે, તે ઓળખવું પડશે, આત્માનું સ્વરૂપ
અજ્ઞાનથી કે રાગથી માપી શકાય તેવું નથી. અંદર જ્ઞાનવડે આત્માને ઓળખ, તો જ
તારા જન્મ–મરણનો અંત આવશે. જેમ રાજાને ઓળખીને તેની સેવા કરતાં ધનના
અર્થીને ધનનો લાભ થાય છે તેમ જગતમાં સૌથી શ્રેષ્ઠ એવા આ ચૈતન્યરાજાને
ઓળખીને તેની સેવા એટલે કે અનુભવ કરતાં મોક્ષાર્થીને મોક્ષનો લાભ થાય છે.
અરે, ‘આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, નિર્વિકલ્પ છે, ઉદાસીન છે’ એવી
અધ્યાત્મવિદ્યાના સંસ્કાર તો અગાઉ બાળકને પારણામાં હીંચોળતા–હીંચોળતાં માતાઓ
હાલરડામાં સંભળાવતી હતી. બાળ–ગોપાળ બધાય જીવો આવા શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે,
તેના સંસ્કાર નાંખીને તેની ઓળખાણ કરવા જેવું છે. ભાઈ, તું શુભાશુભરાગનું સેવન
અનાદિથી કરી રહ્યો છે, પણ તેમાંથી જરાય સુખ તને ન મળ્‌યું. સુખનો ભંડાર તો આ
ચૈતન્યરાજા પાસે છે, તેને ઓળખીને તેની સેવા કર, તેની શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કર તો
તને સુખની પ્રાપ્તિ થશે.
આત્માને કેવો અનુભવવો! તે વાત આ સમયસારમાં સમજાવી છે; તેમાં આ
૧૭–૧૮ મી ગાથા વંચાય છે. વાત તો આત્માના અનુભવની ઘણી ઊંચી છે, પણ જેને
સુખી થવું હોય તેણે આ વાત સમજવા જેવી છે. આ સમજ્યે જ સુખની પ્રાપ્તિ થાય તેમ
છે; બાકી તો બધુંય મૃગજળમાં ફાંફાં મારવા જેવું છે.

PDF/HTML Page 17 of 43
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
જેણે પોતાનું હિત કરવું હોય ને સુખી થવું હોય તેણે પહેલાંં તો એમ નિર્ણય
કરવો જોઈએ કે હું આ દેહથી જુદો એક આત્મા છું. પૂર્વજન્મમાં પણ હું જ હતો; ને આ
દેહ છૂટ્યા પછી પણ હું જ રહેવાનો છું. અરેરે, જીવ પોતાને ભૂલીને જગતના પાપમાં
રચ્યો–પચ્યો રહે છે, જગતના પદાર્થોની રુચિ ને કિંમત કરે છે, ને પોતાની કિંમત
ભૂલીને દુઃખી થાય છે. પણ હું પોતે ચૈતન્યરાજા છું, મારા અનંતગુણોના વૈભવથી
રાજતો–શોભતો ચૈતન્યરાજા હું છું–એમ પોતાની ઓળખાણ કરીને તેનો મહિમા અને
અનુભવ કરતાં અતીન્દ્રિયસુખનો અનુભવ થાય છે. ભાઈ, અનંતકાળ સુધી સુખ મળે
એવા સુખનો પંથ, સંતો તને દેખાડે છે, તે પંથને ઓળખીને મોક્ષનગરીમાં જવાનો આ
અવસર છે.
અરે, એક ગામથી બીજે ગામ જવું હોય તોપણ લોકો રસ્તામાં ભાતું ભેગું લઈ
જાય છે; તોપછી આ ભવ છોડીને પરલોકમાં જવા માટે આત્માની ઓળખાણનું કાંઈ
ભાતું લીધું? આત્મા કાંઈ આ ભવ જેટલો નથી; આ ભવ પૂરો કરીને પછી પણ આત્મા
તો અનંતકાળ અવિનાશી રહેવાનો છે; તો તે અનંતકાળ તેને સુખ મળે તે માટે કાંઈ
ઉપાય તો કર આવો મનુષ્યઅવતાર ને સત્સંગનો આવો અવસર મળવો બહુ મોંઘો છે.
આત્માની દરકાર વગર આવો અવસર ચુકી જઈશ તો ભવભ્રમણના દુઃખથી તારો
છૂટકારો ક્યારે થશે? અરે, તું તો ચૈતન્યરાજા! તું પોતે આનંદનો નાથ! ભાઈ, તને
આવા દુઃખ શોભતા નથી. અજ્ઞાનથી, જેમ રાજા પોતાને ભૂલીને ઊકરડામાં આળોટે
તેમ, તું તારા ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગના ઉકરડામાં આળોટી રહ્યો છે, પણ એ તારું
પદ નથી; તારું પદ તો ચૈતન્યથી શોભતું છે, ચૈતન્યહીરા જડેલું તારું પદ છે, તેમાં રાગ
નથી. આવા સ્વરૂપને જાણતાં તને મહા આનંદ થશે.
અહા, આત્માને રાજાની ઉપમા આપીને ઓળખાવ્યો. રાજા એને કહેવાય કે જે
સ્વાધીન હોય, જેને કોઈ બીજાની સેવા કરવાનું ન હોય, પરાધીનતા ન હોય. તે એવા
પુણ્ય લઈને આવ્યા હોય કે કુદરતે તેના રાજમાં સાચાં મોતી વગેરે વૈભવ પાકે ને
અનાજના ઢગલા થાય; એવા રાજાની સેવા કરતાં તે પ્રસન્ન થઈને સેવા કરનારને
ઈચ્છિત ધન આપે. રાજાના પુણ્ય વિશિષ્ટ હોય છે, તેનાં રાજલક્ષણો વડે તે બીજા કરતાં
જુદા તરી આવે છે. તેમ આ આત્મા તો ચૈતન્યઋદ્ધિનો સ્વામી પરમાર્થ રાજા છે; તે
સ્વાધીન છે, પોતે જ સ્વયં સુખસ્વભાવી છે; તેને સુખ માટે કોઈ બીજાની સેવા કરવાનું
નથી, સુખ માટે કોઈ બાહ્યવિષયોનું કે રાગનું સેવન કરવું પડે એવી પરાધીનતા તેને
નથી. ચૈતન્યરાજા પોતે સહજસ્વભાવે જ જ્ઞાન ને આનંદસ્વરૂપ છે; તેની સેવા કરતાં
સમ્યગ્દર્શનાદિ

PDF/HTML Page 18 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
સાચાં મોતી પાકે ને અતીન્દ્રિય આનંદના ઢગલા થાય–એવો આ ચૈતન્યરાજા છે. આ
ચૈતન્યરાજાને તેનાં લક્ષણોથી ઓળખીને તેની સેવા કરતાં, તે પ્રસન્ન થઈને મોક્ષસુખ
આપે છે. ચૈતન્યના અનુભવરૂપ ખાસ લક્ષણ વડે આ ચૈતન્યરાજા ઓળખાય છે ભાઈ,
તું અંદર જો! અંદરમાં જે ‘આ ચૈતન્ય...ચૈતન્ય...’ એમ અનુભવાઈ રહ્યું છે તે જ તું છો.
મોક્ષનો અર્થી થઈને અંતરમાં આવા આત્માને શોધ.
અરે, આ ભવદુઃખનો હવે મને થાક લાગ્યો છે; જગતની મોટાઈ મારે નથી
જોઈતી, મારે તો આત્માની મુક્તિ જોઈએ છે.––એમ વિચારીને, આત્માનો અર્થી થઈને
જે શોધે તેને આત્માનો પત્તો લાગે તેવું છે.––
એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુયોગ;
કામ એક આત્માર્થનું બીજો નહિ મન રોગ.
આ તો જેને આત્મા જોઈતો હોય તેની વાત છે. આ ચારગતિના અવતાર મારે
હવે ન જોઈએ; સંસારના વૈભવમાં ક્યાંય મારું સુખ નથી; મારે તો મારા આત્માનો
અનુભવ જોઈએ, તે અનુભવમાં જ મારું સુખ છે.––આમ મોક્ષાર્થી થઈને હે જીવ! તું
તારા આત્માને શોધ. ચૈતન્યના વેદનરૂપ સ્વલક્ષણ વડે તેને ઓળખ.
અરે, ચૈતન્યનું કલ્યાણ સાધવા જે જાગ્યો તેને આ જગતની પ્રતિકૂળતા કેવી?
અનંતી પ્રતિકૂળતાના ગંજ ભલે હો, પણ અંદર મારું ચૈતન્યતત્ત્વ આનંદનું ધામ છે––
એમ જે અંદર ઊતરે છે તે મોક્ષના પરમસુખને અનુભવે છે. ‘અહા, આવો અનુભવ
અમે કર્યો છે.’ હે માતા! આવા અનુભવની સાક્ષીથી કહીએ છીએ કે હવે સંસારમાં ફરી
અવતાર ધારણ નહિ કરીએ; અંતરમાં જોયેલા આત્માના પૂર્ણ આનંદને સાધીને હવે
મોક્ષમાં જઈશું.––માટે હે માતા! તું પ્રસન્ન થઈને આનંદથી રજા આપ!–એમ નાના–
નાના બાળકો પણ માતાની રજા લઈને મોક્ષને સાધવા વનમાં ચાલ્યા જાય છે, ને
આત્માના આનંદના અનુભવમાં ઝુલતાં ઝુલતાં મોક્ષને સાધે છે.
આવા મોક્ષને સાધવાની જેને જિજ્ઞાસા થાય તેને તેની રીતે આચાર્યદેવે આ
સમયસારમાં બતાવી છે. અંદર ચૈતન્યસ્વરૂપે પોતે પોતાને ઓળખતાં અને શ્રદ્ધા કરતાં
જ રાગના વેદનથી જુદો પડીને આત્મા પોતાને આનંદસ્વરૂપે અનુભવે છે. આવા
અનુભવ વડે જ જન્મ–મરણના ફેરા બંધ થાય છે, ને આત્મા મોક્ષને સાધે છે.

PDF/HTML Page 19 of 43
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
આત્માની પર્યાયમાં અનેક ભાવો મિશ્ર છે; ચેતનભાવ અને રાગાદિ ભાવો–
એવા અનેકભાવો અનુભવાય છે, તેમાં એક વિવેક કરવો કે આમાં જે ચેતનભાવપણે
અનુભવાય છે તે હું છું, ને જે રાગાદિ પુણ્ય–પાપપણે અનુભવાય છે તે મારું સ્વરૂપ
નથી.–આમ ચેતનની અનુભૂતિ સ્વરૂપે પોતાને જાણીને શ્રદ્ધા કરવી કે ‘આ અનુભૂતિ જ
હું છું’ –તે સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન છે; આવા જ્ઞાન–શ્રદ્ધાનપૂર્વક આત્મામાં નિઃશંક
સ્થિતિ થાય છે. –આ રીતે સાધ્ય આત્માની સિદ્ધિ થાય છે; બીજી કોઈ રીતે આત્માની
સિદ્ધિ થતી નથી.
બાપુ! અત્યારે એકાગ્ર થઈને તારા આત્માની વાત તો સાંભળ! આત્માની વાત
સાંભળવા ટાણે તારું ચિત્ત બહારમાં આડુંઅવળું ભમાવીશ તો આત્માનું સ્વરૂપ તું ક્યારે
સમજીશ? અહા, આવો અચિંત્ય આત્મા, વાણીથી અગોચર, તેનું સ્વરૂપ અનુભવમાં
લેવા માટે તો ઉપયોગ કેટલો એકાગ્ર કરવો જોઈએ? જેનું ભાન થતાં અતીન્દ્રિય
આનંદનો સ્વાદ આવે તેના મહિમાની શી વાત! અરે, એકવાર આવા આત્માને લક્ષમાં
તો લે! જેની જાત પાપ અને પુણ્ય બંનેથી જુદી, જગતના કોઈ પદાર્થ સાથે જેની
સરખામણી ન થઈ શકે–એવો આત્મભગવાન તું પોતે, તેને જ્ઞાનમાં લેતાં જ અતીન્દ્રિય
આનંદનો મહાન સ્વાદ આવે છે. જેમ શેરડીમાં મીઠોરસ ભર્યો છે, શેરડી પોતે જ મીઠી
છે, તેમ ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે આનંદરસમય છે, એનામાં સર્વત્ર આનંદ જ ભર્યો
છે. જેને જાણતાં જ આનંદનાં અપૂર્વ ઝરણાં ઝરે, ને ભવના દુઃખ છૂટી જાય. રાગથી પાર
વીતરાગી સુખનો ભંડાર આત્મા પોતે છે.
બાપુ! શું તને પરભાવનાં દુઃખ નથી લાગ્યા? શું તને સંસારભ્રમણનો થાક નથી
લાગ્યો? જો થાક લાગ્યો હોય તો તે પરભાવથી જુદું તારું ચૈતન્યતત્ત્વ આનંદનું ધામ છે
તેમાં આવીને વિસામો લે. ચૈતન્યતત્ત્વને જાણતાં જ અનંતકાળના તારા થાક ઊતરી
જશે, ને ચૈતન્યનું અપૂર્વ સુખ તને અનુભવમાં આવશે. અરે, એકવાર તારા સ્વરૂપને
ઝાંખીને જો તો ખરો; બહારના વિષયોને તું અનુસરી રહ્યો છે, તેમાં તો દુઃખ છે, તેને
બદલે તારા આનંદસ્વરૂપને અનુસર, ને તેનો અનુભવ કર, તો તને મહા આનંદ થશે.
‘અનુભવીને એટલું રે...આનંદમાં રહેવું રે...ભજવા પરિબ્રહ્મને, બીજું કાંઈ ન કહેવું રે...’
ભાઈ, કરવા જેવું તો આ છે. પરમબ્રહ્મ આ આત્મા પોતે છે, તેને ઓળખીને તેને
ભજવો. આખો ચૈતન્યના આનંદનો પહાડ તું પોતે છે, પણ રાગમાં

PDF/HTML Page 20 of 43
single page version

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
એકતા આડે તને રાગથી જુદું તારું મહાન તત્ત્વ દેખાતું નથી. તને પુણ્ય–પાપ દેખાય છે,
બહારની બીજી વસ્તુઓ દેખાય છે, ને તારો ચિદાનંદ આત્મા જ તને નથી દેખાતો?
બધાને દેખનારો તારો આત્મા જ તને નથી દેખાતો? અરે, આશ્ચર્યની વાત છે કે પોતે જ
પોતાને નથી દેખાતો! ભાઈ, અજ્ઞાનથી તું બહુ દુઃખી થયો, છતાં તને તારી દયા નથી
આવતી? તને તારી ખરી દયા આવતી હોય, ને તારા આત્માને દુઃખથી છોડાવવો હોય
તો પહેલાંં તારા આત્માના અનુભવનું કામ કર. બીજા બધાનો પ્રેમ છોડીને,
ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે કેવો છે તેને ઓળખીને તારા આત્માને આ ભવના ભયંકર
દુઃખોથી બચાવ! ભાઈ, ભવદુઃખથી આત્માને છોડાવવાનો આ અવસર છે. આત્માનું
સાચું સ્વરૂપ લક્ષમાં લેતાં તારા સ્વઘરના ચૈતન્યખજાના ખૂલી જશે; અહો! આવી મારી
ચીજ! આવો આનંદધામ હું પોતે! મારો આત્મા કોઈ અદ્ભુત છે!–એ જ મારે ઠરવાનું
સ્થાન છે.–એમ તને ભાન અને પ્રતીત થતાં તેમાં જ તું નિઃશંકપણે ઠરીશ. આ રીતે તને
તારા સાધ્યરૂપ શુદ્ધ આત્માની સિદ્ધિ થશે.––આ મુક્તિનો ઉપાય છે. જે ભગવંતોની
અહીં સ્થાપના થાય છે તે ભગવંતોએ આવા (ઉપાયથી આત્માને સેવીને મુક્તિ પ્રાપ્ત
કરી છે, ને જગતના આત્માર્થી જીવોને આવો જ માર્ગ ઉપદેશ્યો છે. હે આત્માના અર્થી
જીવો! તમે આવા માર્ગને ઓળખીને તેનું સેવન કરો...એટલે રાગાદિથી પાર
ચૈતન્યતત્ત્વ જેવું છે તેવું ઓળખીને, શ્રદ્ધામાં લઈને તેનો અનુભવ કરો...જેથી જન્મ–
મરણથી છૂટીને તમે આત્માના પરમ આનંદને પામશો.
રે જીવ! આવો આ મનુષ્ય અવતાર ને સત્સંગનો
અવસર મળ્‌યો છે તેમાં તું ચેત...ચેત! તારા આત્માના
હિતનો ઉદ્યમ કર...કેમકે ફરી ફરી આવો અવસર મળવો
દુર્લભ છે. માટે દુનિયાની ઝંઝટમાંથી નીકળી
જા...દુનિયાનું જેમ થવું હોય તેમ થાય...તેની ઉપેક્ષા
કરીને તું તારું હિત કરી લે. તારા હિતની રીત સન્તો તને
બતાવે છે.