Atmadharma magazine - Ank 342
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૪૨
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૩૪૨
સર્વજ્ઞભગવાનના કહેણ આવ્યા છે
ચૈતન્યતત્ત્વના ગંભીર મહિમાનું અદ્ભુત
સ્વરૂપ સમજાવતાં ગુરુદેવ અત્યંત પ્રમોદથી કહે છે
કે વાહ! આ તો મોક્ષદશાને વરવા માટે
સર્વજ્ઞભગવાનનાં કહેણ આવ્યા છે. ચૈતન્યના
અનંતગુણની શુદ્ધતારૂપી અનંતા કરિયાવર
(આત્મવૈભવ) સહિત મોક્ષલક્ષ્મીને વરવા માટે
ભગવાનનું આ કહેણ આવ્યું છે કે હે જીવ! તું આવા
ચિદાનંદ સ્વરૂપને લક્ષમાં લઈને તેની લગની લગાડ.
ચૈતન્યસ્વરૂપનો નિર્ણય કરીને તેની સાથે લગન
કરતાં, તેમાં ઉપયોગને જોડીને સ્વાનુભવ કરતાં
અપૂર્વ આનંદસહિત તને મોક્ષની પ્રાપ્તિ થશે.
“અહા! ગુરુદેવ! આપ ભગવાન પાસેથી
મોક્ષની પ્રાપ્તિનું કહેણ લાવ્યા છો... તે ઉત્તમ કહેણને
અમે અંતરના આનંદથી સ્વીકાર્યું છે. ભગવાનના
કહેણને કોણ ન સ્વીકારે?
તંત્રી : પુરુષોતમદાસ શિવલાલ કામદાર સંપાદક : બ્ર. હરિલાલ જૈન

PDF/HTML Page 3 of 45
single page version

background image
ભગવાન મહાવીર
અહો વીરનાથ! આપ અમારા પરમ દેવ છો. ચૈત્ર સુદ
તેરસે આ સંસારચક્રનો છેલ્લો અવતાર પૂરો કરીને, ચૈતન્યની
આરાધના વડે આપે આત્માને તો ઉજ્વળ કર્યો, ને ચૈત્ર સુદ
તેરસને પણ ઊજળી કરી. દર વર્ષે ચૈત્ર સુદ તેરસ આવે છે ને
આપની ચૈતન્યઆરાધનાને જગત યાદ કરે છે. આ વખતે તો
વાંકાનેરમાં ચૈત્ર સુદ તેરસે કોઈ અપૂર્વ ભાવે હે નાથ! આપની
ચૈતન્યસાધનાને યાદ કરીએ છીએ...ને આત્મામાં જાણે આપનો
સાક્ષાત્કાર થાય છે.
અહો, વહાલા વીરનાથ! કેવો છે આપનો માર્ગ!
આપનો માર્ગ એ વીરનો માર્ગ છે. મહા આનંદદાયક એ
વીરમાર્ગ અમારા મહાન ભાગ્યે ગુરુકહાન આજે પ્રકાશી રહ્યા
છે. ૩૭ વર્ષ પહેલાંં સોનગઢમાં સં. ૧૯૯૧ ચૈત્ર સુદ તેરસે
કહાનગુરુએ આપના સત્યમાર્ગને પ્રસિદ્ધિમાં મુક્યો ને આજ
સાડત્રીસ વર્ષથી તેઓશ્રી વીરમાર્ગના મધુરા વહેણ ભારતમાં
વહાવી રહ્યા છે. અહા! વીરમાર્ગના આ મધુરા વહેણ અમારા
આત્માને પાવન કરે છે...
પ્રભો! પ્રિયકારિણી–ત્રિશલામૈયાની કુંખે અવતરીને
આત્મસાધનાવડે આપે આપના અવતારને સફળ કર્યો...ને
આપના માર્ગને પામીને અમારો અવતાર પણ સફળ થયો.
કેમકે–
હે વીરનાથ! અમે પણ આપનાં જ સંતાન છીએ, ને
આપના જ માર્ગમાં ચાલ્યા આવીએ છીએ.
जय महावीर

PDF/HTML Page 4 of 45
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
જ્ઞાનરસનું ઘોલન
સાધકને અંતરમાં જ્ઞાનરસનું ઘોલન સદાય
ચાલતું હોય છે. જ્ઞાનરસ, આત્મરસ, એટલે
ચૈતન્યરસના આનંદનો રસ, તેમાં રાગનો જરાય
સ્પર્શ નથી, રાગ સાથે એને કાંઈ લાગતું–વળગતું નથી.
જ્ઞાયકસ્વભાવમાં જ્ઞાનપરિણતિની એકતા થઈ, ને
જ્ઞાનરસ રાગથી ભિન્નપણે સ્વાદમાં આવ્યો, તે
જ્ઞાનમાં કેવળજ્ઞાન આવી ગયું, તેમાં મોક્ષમાર્ગ આવી
ગયો, તેમાં આખો જ્ઞાનસ્વભાવ આવી ગયો.
સ્વસન્મુખ થઈને આત્મા પોતે જ્ઞાનરસરૂપ પરિણમ્યો
તેમાં આત્માનું બધું માપ આવી ગયું; અનંતગુણોનો
સ્વાદ તેમાં સમાઈ ગયો. તે જ્ઞાનની જાતવડે
કેવળજ્ઞાનનો ને અખંડસ્વભાવનો નિર્ણય આવી ગયો.
એ નિર્ણયની તાકાત રાગમાં–વિકલ્પમાં નથી.
વિકલ્પનો એક અંશપણ જ્ઞાનરસમાં સમાતો નથી.
વિકલ્પને વ્યવહાર ગણીને તેને જેઓ આત્માના
અનુભવનું સાધન બનાવવા માંગે છે તેઓ મોટી
ભૂલમાં પડેલા છે. બાપુ! તારા જ્ઞાનની જાત વિકલ્પથી
તદ્ન જુદી જ છે. એનું ભેદજ્ઞાન કરીને રાગથી જુદો
પડ, તો જ્ઞાનવડે આત્માની સાધના થાય ભાઈ,
જ્ઞાનસ્વભાવનો અનુભવ તો જ્ઞાનવડે જ થાયને!–
કાંઈ રાગવડે જ્ઞાનનો અનુભવ ન થાય. જેમ જડ અને
ચેતનની જાત જ જુદી છે, તેમ રાગ અને જ્ઞાનની જાત
જ જુદી છે. રાગથી ભિન્ન એકલા ચૈતન્યના
અતીન્દ્રિય જ્ઞાનરસના ઘોલનમાં જ મોક્ષનો માર્ગ
સમાય છે. અહા, જ્ઞાનરસનો સ્વાદ અતીન્દ્રિય
આનંદથી ભરેલો છે,–આત્માનો આવો સ્વાદ આવે
ત્યારે મોક્ષમાર્ગ ખૂલે ને ત્યારે જીવ ધર્મી થાય.
જ્ઞાનરસના ઘોલનમાં પરમ અદ્ભુત શાંતિ છે.
[રાજકોટમાં અંતરના ઘોલનના ગુરુદેવના ઉદ્ગાર]

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૮
આત્માને સાધવાની રીત
આત્મરાજાની સેવા વડે જ આત્મા સધાય છે;
રાગની સેવા વડે આત્મરાજા રીઝતા નથી.
[રાજકોટ શહેરના પ્રવચનોમાંથી સમયસાર ગા. ૧૭–૧૮]
દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આત્મા છે, તે ‘રાજા’ છે, એટલે કે સ્વરૂપની શ્રેષ્ઠ
લક્ષ્મીથી તે શોભાયમાન છે; આવા ચૈતન્યરાજાને ઓળખીને–શ્રદ્ધીને મોક્ષાર્થી જીવે તેની
સેવા કરવી.
જે જીવ મોક્ષાર્થી છે તેની આ વાત છે. મોક્ષાર્થી એટલે આત્માનો એકનો જ અર્થી,
બીજાનો અર્થી નહીં. જે સંસારનો અર્થી છે તે મોક્ષનો અર્થી નથી. જે રાગનો–પુણ્યનો–
વૈભવનો અર્થી છે તે આત્માનો અર્થી નથી; જગતને સારૂં લગાડવાનો કે જગત પાસેથી
માન લેવાનો જે અર્થી છે તે આત્માનો અર્થી નથી. અહા, જે આત્માર્થી થયો છે, જેને
એક આત્માર્થ સાધવાનું જ કામ છે, બીજી કોઈ ભાવના નથી, એવો જીવ પોતાના
ચિદાનંદસ્વરૂપ આત્માને જાણીને તેને જ સેવે છે. આત્માનો જ અર્થી થઈને આત્માને
સેવતાં જરૂર આત્માના આનંદની પ્રાપ્તિ થાય છે.
જેને હવે સંસારના ઝેર ઉતારી નાખવા છે ને મોક્ષસુખનાં અમૃતનો સ્વાદ
ચાખવો છે તે જીવો સ્વાનુભૂતિવડે પોતાના શુદ્ધઆત્માને જ સેવે છે.
જુઓ, પહેલેથી જ સ્વ–આત્માને સેવવાની વાત કરી; પરની સેવાની વાત ન
કરી. પહેલાંં દેવ–ગુરુ–શાસ્ત્રની સેવાથી આત્માની પ્રાપ્તિ થશે એમ ન કહ્યું; પહેલેથી જ
આત્માને જાણવાની–એટલે કે અનુભવવાની વાત કરી છે. આવા આત્માને જાણવો
અનુભવવો તે જ દેવ–ગુરુ–શાસ્ત્રની સેવા છે કેમકે દેવ–ગુરુ–શાસ્ત્રોએ આત્માનો
અનુભવ કરવાનું જ કહ્યું છે.
આત્માને જાણવો–શ્રદ્ધવો–અનુભવવો ત્રણે એક સાથે થાય છે, તે આત્માનું
સેવન છે. ભાઈ! આવો મનુષ્ય અવતાર પામીને તારા આત્માનો પરમ આનંદ

PDF/HTML Page 6 of 45
single page version

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
પ્રગટ કરવા માટે તું તારી પર્યાયવડે તારા અખંડ આત્માનું સેવન કર. એને
સેવતાં અનંત ગુણનાં નિધાન આપે–એવો આ ચૈતન્યરાજા છે.
પરવસ્તુ તો જુદી છે, એટલે એની સેવાની વાત ન લીધી; રાગની સેવાની
વાત ન લીધી, રાગને તો અનાદિથી સેવી–સેવીને દુઃખી થઈ રહ્યો છે;
ક્ષણિકપર્યાયને કે ગુણભેદને પણ સેવવાનું ન કહ્યું કેમકે તે ભેદમાં આખો આત્મા
અનુભવમાં આવતો નથી. માટે ભેદના વિકલ્પોથી પાર જે જ્ઞાનાનંદ એકસ્વરૂપ–તેને
જ્ઞાનમાં–શ્રદ્ધામાં લઈને અનુભવવો, એ જ ચૈતન્યરાજાની સાચી સેવા છે, તે જ
મોક્ષ માટેની આરાધના છે.
અહા, આત્મા પોતે આખોય ચૈતન્યસ્વરૂપ તો છે જ; પણ ‘હું આવો છું’
એવી અનુભૂતિ તેણે કદી કરી નથી તેથી તેણે જ્ઞાનસ્વરૂપ આત્માને કદી સેવ્યો જ
નથી. સત્સમાગમે બોધિ પામીને, મોહગ્રંથિ તોડીને જ્યારે સમ્યગ્જ્ઞાનજ્યોતિ પ્રગટ
કરે ત્યારે જ જ્ઞાનસ્વરૂપ આત્માની સાચી સેવા થાય. આવા આત્માની સેવા
(જ્ઞાન, શ્રદ્ધા, અનુભૂતિ) સિવાય બીજા કોઈ ઉપાયે મોક્ષની સિદ્ધિ થતી નથી. માટે
મોક્ષાર્થી જીવોએ આત્માને ઓળખીને તેનું જ સેવન કરવું.
અહીં આત્માને ‘જાણવાનું’ કહ્યું–તે સાધારણ પરલક્ષી જાણપણાની વાત નથી,
પણ અંતરના સ્વાનુભવસહિતના જાણપણાની વાત છે. ખરેખર જાણ્યું જ તેને
કહેવાય કે તેની શ્રદ્ધા કરીને અનુભવ પણ કરે. અનુભૂતિ વગરનું જાણપણું તે સાચું
જાણપણું નથી.
બાપુ! તારે આ ધગધગતા–ભડભડતા સંસારમાંથી બહાર નીકળીને
ચૈતન્યની અપૂર્વ શાંતિ જોઈતી હોય તો તું આત્માનો અર્થી થઈને તેને અનુભવમાં
લે. આત્મા સિવાય બીજું તો કોઈ આ કષાયના ધગધગતા અગ્નિથી બચવાનું સ્થાન
નથી. અજ્ઞાનથી જીવ કષાયઅગ્નિમાં સળગી રહ્યો છે. એકવાર એક સર્પ કંદોઈના
તેલના ધગધગતા કડાયામાં પડ્યો ને અર્ધો તેલમાં સેકાઈ ગયો... તેની બળતરાથી
છૂટવા ત્યાંથી કુદ્યો...પણ કુદીને ક્યાં જવું તેના ભાન વગર, કુદીને અગ્નિના ભઠ્ઠામાં
જ જઈ પડ્યો! અરે! અર્ધો બળ્‌યો...તે બળતરાથી છૂટવા તરફડિયા તો માર્યા, પણ
ભાનનો ભૂલેલો અર્ધો બળેલો તે પાછો અગ્નિમાં જ જઈને પડ્યો ને પૂરો બળ્‌યો.
તેમ સંસારીજીવો અજ્ઞાનથી મોહભ્રાંતિથી દુઃખી–દુઃખી થઈ રહ્યા છે, દુઃખમાં
બિચારા તેલના કડાયામાં પડેલા સર્પની માફક સેકાઈ રહ્યાં છે...તેનાંથી છૂટવા તો

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર: ૨૪૯૮
માગે છે....પણ ક્યાં સ્થાને જવાથી દુઃખથી છૂટાશે એની ખબર નથી, ને
અજ્ઞાનથી રાગમાં–પુણ્યમાં સુખ માનીને પાછા સંસારના દાવાનળમાં જ સળગી
રહ્યા છે. તેને છોડાવવા કરુણા કરીને સંતો શાંતિની રીત બતાવે છે.
પ્રભો! આ સંસારના ઘોર કષાયદુઃખોથી છૂટવા તું જ્ઞાન–આનંદના ધામ
એવા તારા આત્માને ઓળખીને તેની સેવા કર. જેને ઓળખતાં, જેની સામે નજર
કરતાં જ એવા આનંદનું સ્ફૂરણ થશે કે વિકલ્પોની ને દુઃખોની ઈન્દ્રજાળ તરત જ
અલોપ થઈ જશે. તારે તારા આનંદનું સ્વરાજ્ય જોઈતું હોય તો તારા
ચૈતન્યરાજાને જ તારો મત આપજે....બીજા કોઈને તારો મત આપીશ નહિ. મત
એટલે મતિ....બુદ્ધિ; તારી બુદ્ધિને તારા ચૈતન્યતત્ત્વના પરમ મહિમામાં જોડજે.
અહા! મારું ચૈતન્યતત્ત્વ, તે જ સૌથી ઉત્કૃષ્ટ છે, એનાથી ઊંચું બીજું કોઈ નથી–કે
જેને હું મારો મત આપું. આ રીતે ધર્મી પોતાની મતિના મતને પોતાના
સ્વભાવમાં જ જોડે છે, તેનો જ આદર–પ્રેમ–બહુમાન કરીને અનુભવમાં લ્યે છે.
અહા, મારા ચૈતન્યના આનંદનું સ્ફૂરણ થતાં જ વિકલ્પોની જાળ તત્ક્ષણ
અલોપ થઈ જાય છે. ચેતના જ્યાં વિકલ્પોથી અત્યંત જુદી પડી ગઈ–આવી
ચેતનાસ્વરૂપ આત્મા હું છું.–એમ ધર્મી પોતાને અનુભવે છે.
સુખી થવું હોય તેણે શું કરવું? કે સુખી થવું હોય તેણે પ્રથમ જ
આનંદસ્વરૂપ આત્માને જાણવો. मोक्षार्थिना प्रथममेव आत्मा ज्ञातव्यः....’
મોક્ષાર્થીએ પ્રથમ જ આત્માને જાણવો.–જાણ્યો ત્યારે જ કહેવાય કે જેને જાણવો છે
તેની સન્મુખ થઈને તેનો અનુભવ કરે. અતીન્દ્રિય જ્ઞાનવડે આવો આત્મા જણાય
છે, ને એને જાણતાં જ અતીન્દ્રિય આનંદ સહિત અનંતગુણની શુદ્ધતાનો અનુભવ
થાય છે. અહા, આવા અનંત સામર્થ્યની ખાણ ચૈતન્યપ્રભુ તું પોતે! તું તારું જ
સેવન કર. આત્માની સન્મુખ થઈને જ્ઞાન–શ્રદ્ધાન–અનુચરણરૂપ સેવા કરતાં
આત્મા સ્વયં મોક્ષરૂપ પરિણમે છે. આ જ રીતે સાધ્યની સિદ્ધિ છે; બીજી કોઈ રીતે
સાધ્યની સિદ્ધિ નથી.
આત્માના જ્ઞાનપૂર્વક તેનું શ્રદ્ધાન અને આચરણ થાય છે. જાણ્યા
વગર શ્રદ્ધા કોની? ને ઠરવું શેમાં? આત્માને જાણતાં જ્ઞાતા–જ્ઞેયના ભેદનો વિકલ્પ
પણ રહેતો નથી, જ્ઞાન તો વિકલ્પથી પણ પાર છે. જ્ઞાન અને શ્રદ્ધા તથા તે કાળે
નિર્વિકલ્પ અનુભૂતિ–એ બધું એકસાથે જ છે. પ્રથમ આત્માને જાણવો ને
પછી શ્રદ્ધવો

PDF/HTML Page 8 of 45
single page version

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૫ :
એમ કહેવામાં જ્ઞાન–શ્રદ્ધાનો કાળભેદ નથી બતાવવો, પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધા
બતાવવી છે. ચૈતન્યનો જેવો અનંત–અચિંત્ય મહિમા છે તેવો જ્ઞાનમાં બરાબર લઈને
તેની શ્રદ્ધા થાય છે, માટે કહ્યું કે પ્રથમ જાણીને તેની શ્રદ્ધા કરવી. આવા જ્ઞાન–
શ્રદ્ધાન–પૂર્વક જ આત્મા નિઃશંકપણે પોતાના સ્વરૂપમાં ઠરે છે ને તેને શુદ્ધ આત્માની
સિદ્ધ થાય છે.
આત્માનું પૂર્ણસ્વરૂપ જ્ઞાનમાં જ્યાં આવ્યું ત્યાં જ તેની શ્રદ્ધા થઈ જાય છે
કે ‘આ....હું!’–એમ સ્વસંવેદનપૂર્વક જ્ઞાન ને શ્રદ્ધા એક સાથે જ પ્રગટે છે.–આનું નામ
આત્માની સેવા.–આવી સેવા વડે ચૈતન્યરાજા પ્રસન્ન થાય છે એટલે કે મોક્ષ સધાય છે.
આત્માનો જે અર્થી થયો તે જીવને સીધો જ આત્માને અનુભવ કરવાનું કહ્યું
છે. પહેલાંં નિર્ણય કરવો ને પછી અનુભવ કરવો–એવા બે ભેદ નથી લીધા. સત્ય
આત્માનું જ્ઞાન, નિર્ણય ને અનુભવ–એક સાથે જ છે. ચૈતન્યઅનુભૂતિ તે જ આત્મા
છે. ચૈતન્યપણે જે સદા સૌને અનુભવમાં આવે છે, તે ચૈતન્યસ્વરૂપ જ આત્મા
છે. ‘આ ચૈતન્યપણે જે સદા સૌને અનુભવમાં આવે છે, તે ચૈતન્યસ્વરૂપ જ આત્મા
છે. ‘આ ચૈતન્ય....ચૈતન્ય....’ એમ ચેતન્યભાવપણે જે અનુભવાય છે તે જ હું છું–
એમ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેની શ્રદ્ધા કરવી; ને નિઃશંકપણે ચૈતન્યપણે જ
પોતાને અનુભવવો,–આ આત્મરાજાને સેવવાની રીત છે. આવી સેવા વડે મોક્ષની
સિદ્ધિ થાય છે.
ચૈતન્યભાવ રાગાદિથી છૂટો પડીને એમ અનુભવાયું કે ‘આવો ચૈતન્યભાવ
હું’–આમ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનથી અનુભવ થયો તે મોક્ષને સાધવાની અપૂર્વ
કળા છે. આ તો અનુભવ માટે તૈયાર થયેલો છે એવા મોક્ષાર્થી જીવની વાત છે. મહા
મોક્ષસુખ–જે અનંતકાળ ટકી રહે, તેનો ઉપાય પણ અલૌકિક જ હોય ને! એ
કાંઈ સાધારણ શુભરાગના ભાવથી પમાઈ જાય–એવું નથી. આત્માનું જેવું મહાન
સ્વરૂપ છે તેવું જ્ઞાનમાં આવે તો જ તે સધાય જેવડો મહાન છે તેવડી મહાન ન
માનતાં કંઈ પણ ઓછું માને, તેને રાગવાળો માને, પર સાથે સંબંધવાળો માને તો
સાચો આત્મા તેના જ્ઞાનમાં ન આવે, જ્ઞાન વગર એની સાચી શ્રદ્ધા પણ ન થાય,
અને વસ્તુના જ્ઞાન–શ્રદ્ધાન વગર તેમાં ઠરવારૂપ આચરણ પણ થઈ શકે નહિ.–આ
રીતે આત્માને જાણ્યા વગર સાધ્યની સિદ્ધિ થતી નથી.
ચૈતન્યસ્વરૂપ તે આત્માનું અબાધ્ય સ્વરૂપ છે, તેને આત્મામાંથી બાદ કરી
શકાય નહિ. બીજું બધું આત્મામાંથી બાદ કરી શકાય, શરીર–મન–વાણી–દેવ–ગુરુ–

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૮
શાસ્ત્ર–રાગના વિકલ્પો એ બધાયને બાદ કરતાં, તેમના વગર પણ આત્મા ટકી
રહે છે, પણ ચૈતન્ય ભાવ વગર આત્મા ટકી શકે નહિ; આ રીતે બધું બાદ કરતાં છેવટે
ચૈતન્યભાવપણે જે અનુભવાય છે તે જ હું છું,–આમ અનુભવ કરવો તે આત્મપ્રાપ્તિની
રીત છે. આત્મા એવી વસ્તુ છે કે ચૈતન્યપણે જ તે અનુભવમાં આવે છે, બીજા
કોઈ ભાનથી અનુભવવા માગે તો આત્મા અનુભવમાં આવી શકે નહીં.
ભાઈ, આ તો મોક્ષના દરવાજામાં પ્રવેશવાની વાત છે. ચૈતન્યમહારાજાને
મળવાની વાત છે. –હું કોઈ નોકર કે માગણ નથી, પણ ચૈતન્યરાજા હું પોતે જ છું–એમ
રાજા થઈને પોતે પોતાને સેવવાની આ વાત છે. અરે, આત્માનો અનુભવવા માટે
રાગની મદદ માગવી એ તે કાંઈ ચૈતન્યને શોભે છે? મારે કોઈકની મદદ જોઈએ, મારે
રાગ જોઈએ–એમ જે દીનતા કરે છે તે તો કાયર છે, એવા કાયર જીવો આત્મરાજાને
ભેટી શક્તા નથી, તેને અનુભવી શક્તા નથી. આ તો શૂરવીરોનું કામ છે; વીતરાગનો
માર્ગ એ શૂરવીરનો માર્ગ છે.–મને મારા આત્મઅનુભવમાં પરનો આશ્રય છે જ નહીં,
વિકલ્પનો આશ્રય મને નથી. સ્વાધીનપણે મારી ચેતનાવડે જ હું મારા આત્માને
અનુભવું છું.–આવા અનુભવવડે મોક્ષના દ્વારમાં પ્રવેશ થાય છે.
અનુભૂતિ થતાં ભાન થયું કે ‘આ ચૈતન્યસ્વરૂપ આત્મા હું છું’ પર્યાયમાં જ્ઞાન–
રાગ આદિ અનેક ભાવો મિશ્ર છે, પણ તેમાં વિવેકબુદ્ધિવડે, એટલે ભેદજ્ઞાનની અત્યંત
સૂક્ષ્મતા વડે બીજા બધા ભાવોને જુદા પાડીને જે આ એકલા ચૈતન્યભાવપણે પરમ
શાંત તત્ત્વ અનુભવાય છે–તે જ હું છું–એમ આત્મજ્ઞાન થાય છે; આવા આત્મજ્ઞાનમાં
જેવો આત્મા જણાયો તે જ હું છું એમ નિઃશંક શ્રદ્ધા થાય છે; આવા જ્ઞાન
અને શ્રદ્ધાપૂર્વક આત્મામાં ઠરતાં આત્માની સિદ્ધ થાય છે.
મારા આત્માનો આવો અનુભવ કરવો તે કાંઈ અશક્ય નથી, તે શક્્ય છે–
થઈ શકે તેવું છે, ને તે જ મારે કરવાનું કામ છે.–આવા સ્વીકારપૂર્વક ચૈતન્યસ્વરૂપ
આત્માનો અનુભવ થઈ શકે છે. ધર્મીને એવો અનુભવ થયો છે.–પહેલાંં પણ આત્મા તો
આવો અનુભૂતિ સ્વરૂપ જ હતો, કાંઈ પરભાવરૂપ થયો ન હતો, પણ અજ્ઞાનદશામાં
પોતાને રાગાદિભાવરૂપે જ માનીને તેને જ સેવતો હતો, રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્માને કદી એક ક્ષણ પણ સેવ્યો ન હતો. હવે પરભાવથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્માનું ભાન કર્યું ત્યારે અપૂર્વ જ્ઞાન–શ્રદ્ધા–આચરણ પ્રગટ્યા, ને ત્યારે તેણે
જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા કરી. એટલે તેને સાધ્ય આત્માની સિદ્ધિ થઈ, તેને મોક્ષમાર્ગ
પ્રગટ્યો. તે જાણે

PDF/HTML Page 10 of 45
single page version

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
છે કે અહા! અમે આવા ચૈતન્યસ્વરૂપ જ છીએ; તેને જાણીને હવે સતતપણે
અનંત ચૈતન્યચિહ્નપણે જ અમે અમને અનુભવીએ છીએ. ચૈતન્યસ્વરૂપ આત્માની
આવી અનુભૂતિથી ઊંચું બીજું કાંઈ નથી. આવી અનુભૂતિવડે અમારા સાધ્ય આત્માની
અમને સિદ્ધિ થઈ છે. બીજા કોઈ ઉપાય વડે સાધ્ય આત્માની સિદ્ધિ થતી નથી.
રાગમાં જેને એકત્વબુદ્ધિ છે તે રાગથી જુદો પડીને ચૈતન્યમાં ઠરવાની તાકાત
ક્યાંથી લાવશે? હજી રાગથી જુદા ચૈતન્યને જે જાણતો જ નથી તે તેને સાધશે ક્યાંથી?
આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે; આબાળ–ગોપાળ બધાય જીવો જ્ઞાનસ્વરૂપ જ છે, ભગવાન
આત્મા તો પોતે સદાય જ્ઞાનપણે જ અનુભવાય છે.–પણ ‘આ જ્ઞાન છે તે હું છું’ એમ તે
જાણતો નથી ને રાગાદિ ભાવો સાથે ભેળસેળરૂપે પોતાને અનુભવે છે, તેથી તે જીવો
રાગથી ભિન્ન એવા સાધ્ય આત્માને સાધી શકતા નથી. પરભાવોથી ભિન્ન, ચેતનાસ્વરૂપ
આત્માનો અનુભવ તે જ આત્માને સાધવાની રીત છે.
[આ લેખના બીજા ભાગ માટે જુઓ પાનું : ૧૬]
• આત્માનું અસ્તિત્વ •
પ્રશ્ન:–સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્માને કેવો માને છે?–જો શુદ્ધ માને છે તો,
જે વિકારી અવસ્થા હોય છે તેનું શું?
ઉત્તર:–સમ્યગ્દ્રષ્ટિએ પોતાના આત્મામાં શુદ્ધસ્વભાવ, અને પર્યાયની
શુદ્ધતા–અશુદ્ધતા એમ બધા પડખાંને જાણ્યા છે; શુદ્ધસ્વભાવનો
અનંત–અચિંત્યમહિમા તેના સ્વાનુભવમાં ભાસ્યો છે, ને એને
જ ‘સ્વ’ તરીકે ‘આ હું’ એમ સ્વીકાર્યો છે. એ સ્વભાવ પાસે વિકાર
તે સ્વજાત નથી–એમ તે સ્પષ્ટ અનુભવે છે. એટલે વિકાર હોવા
છતાં ધર્મીજીવ સ્વભાવદ્રષ્ટિથી પોતાને શુદ્ધ જ અનુભવે છે, તે
અનુભુતિમાં છે, તે અનુભૂતિમાં તો વિકારનો પ્રવેશ નથી. ધર્મીને
પર્યાયમાં કાંઈ એકલી અશુદ્ધતા નથી, અનંતગુણની શુદ્ધતા પણ વર્તે
છે. અશુદ્ધતાથી જુદું પોતાનું સત્પણું તે દેખે તે છે.
જ્યારે અજ્ઞાનીને તો અશુદ્ધિ અને વિકારથી વિશેષ બીજું
શુદ્ધ અસ્તિત્વ આસ્વાદમાં જ આવ્યું નથી, વિકારથી જુંદું પોતાનું
કાંઈ સત્પણું તેને દેખાતું જ નથી, એટલે વિકારી આત્મા જ તેને
ભાસે છે. એકલા વિકારમય આત્માની અનુભૂતિ તે મિથ્યાત્વ
છે. * [રત્નસંગ્રહ ભાગ–૨]

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર: ૨૪૯૮
પંચરત્ન દ્વારા આત્માના પરમસ્વભાવની ભાવના
[શ્રી નિયમસાર પરમાર્થ–પ્રતિક્રમણઅધિકાર ગાથા ૭૭ થી ૮૧]
પરમાર્થપ્રતિક્રમણના આ પાંચ રત્નોદ્વારા સમસ્ત પરભાવથી રહિત એવા
આત્માના પરભાવની ભાવના ભાવે છે. પરભાવનો જેમાં અભાવ છે એવા સહજ
ચૈતન્યવિલાસસ્વરૂપ આત્માને જાણીને તેની ભાવનામાં એકાગ્ર થતાં સમસ્ત પરભાવોનું
પ્રતિક્રમણ થઈ જાય છે. આવા આત્માની ભાવના વગર પરભાવોનું સાચું પ્રતિક્રમણ
થાય નહીં. માટે શરૂઆતમાં જ આત્માના પરમ સ્વભાવમાં સર્વે પરભાવોના કર્તૃત્વનો
અભાવ બતાવે છે. હું સહજ ચૈતન્યવિલાસરૂપ છું, નારકાદિ વિભાવપર્યાયો મારામાં
નથી, તેનો હું કર્તા નથી.
નારકાદિ પર્યાયો, માર્ગણાસ્થાનો–ગુણસ્થાનો–જીવસ્થાનોરૂપ અશુદ્ધદશાઓ,
બાળ–વૃદ્ધ–યુવાનદશાઓ, રાગ–દ્વેષ–મોહ કે ક્રોધ–માન–માયા–લોભ,–એ સમસ્ત
પરભાવોનું કર્તૃત્વ મારા પરમ સ્વભાવમાં નથી. અહા, એકકોર એકલો પરમસ્વભાવ,
બીજી કોર સમસ્ત પરભાવો; જ્યાં સહજ પરમસ્વભાવની સન્મુખ થઈને તેની ભાવના
કરી ત્યાં સમસ્ત પરભાવનો તેમાં અભાવ છે.–આવું સહજ ચૈતન્યતત્ત્વ હું છું–એમ
ધર્મીજીવ પોતાના શુદ્ધતત્ત્વને ભાવે છે.–આવી ભાવના તે મોક્ષનું કારણ છે.
અંતર્મુખ થઈને જે પરમ સ્વભાવમાં આવ્યો તે પરભાવોથી પાછો ફર્યો.–એને
શુદ્ધાત્મા કહેવાય, ને એણે પરમાર્થપ્રતિક્રમણ કર્યું. જે ‘હું’ નથી તેનું કર્તૃત્વ મને કેમ હોય?
હું તો સહજ ચૈતન્ય પરમભાવ છું્ર ચૈતન્યના પરમભાવની અનુભૂતિમાં કોઈ પરભાવ છે
જ નહીં, માટે મને તે કોઈ ભાવોનું કર્તૃત્વ નથી, તેનો કરાવનાર કે અનુમોદન પણ હું
નથી–આવો અનુભવ કરનાર ધર્મીને સાચું પ્રતિક્રમણ છે પરભાવોમાં ઊભો રહીને તેનું
પ્રતિક્રમણ કેમ થાય? સ્વભાવમાં જે આવ્યો તે પરભાવથી પાછો ફર્યો. ધર્મીં,
નરકગતિમાં રહેલો હોય તે પણ, પોતાના આત્માને નરકાદિ વગરનો શુદ્ધ સ્વભાવરૂપે
સ્વીકારે છે; તેની શ્રદ્ધામાં એમ નથી કે હું નારકી છું; તે તો પોતાને સહજ ચૈતન્યસ્વરૂપે
જ સ્વીકારે છે; ને તે ચૈતન્યભાવમાં નારકાદિ ભાવનો

PDF/HTML Page 12 of 45
single page version

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
અભાવ છે. ધર્મી શુદ્ધચેતનભાવ નરકાદિ ચારગતિને બાંધે પણ નહિ ને તેને
ભોગવે પણ નહિ. ચારગતિના કારણરૂપ શુભાશુભભાવો જ ચેતનામાં ક્યાં છે?
સમ્યગ્દ્રષ્ટિને અભેદ આત્માની જે અનુભૂતિ છે તેમાં ચારગતિ કે તેના કારણરૂપ
ભાવો તો નથી, તેમજ જ્ઞાનમાર્ગણાના ભેદો વગેરે ભેદો પણ તે અનુભૂતિમાં નથી; તે
અનુભૂતિમાં તો એક સહજ ચૈતન્યવિલાસરૂપ આત્મા જ પ્રકાશે છે. ધર્મીને ભેદના
વિકલ્પોનું ગ્રહણ નથી, તેણે તો પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપમાં જ ચિત્તને
એકાગ્ર કર્યું છે; એટલે શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય સિવાયના સમસ્ત પરભાવોનો પરિગ્રહ
તેને નથી. આ રીતે નિજભાવોથી ભિન્ન સકલ અન્યભાવોને છોડીને તે અલ્પકાળમાં
મુક્તિ પામે છે.
ધર્મીનો ધ્યેય કેવો આત્મા છે તેનું આ વર્ણન છે, આવા આત્માને જાણીને તેના
અનુભવમાં ચિત્તને જોડયું ત્યાં સર્વે પરભાવોથી પ્રતિક્રમણ થઈ ગયું. આવા આત્માના
ગ્રહણ વગર પરભાવનો ત્યાગ થાય નહીં. ઈન્દ્રિયો મારામાં છે જ નહિ–ત્યાં ઈન્દ્રિયોનું
આલંબન કેવું? ઈન્દ્રિયાતીત જ્ઞાનવડે જે જાણવામાં આવે એવો હું છું. આવા આત્મામાં
ઉપયોગ જોડતાં જ્ઞાનમાં ભેદ–વિકલ્પ રહેતા નથી, અભેદ અનુભૂતિ જામે છે આવી
અનુભૂતિ જામી ત્યાં અતીન્દ્રિય આનંદનું વેદન છે. આત્મા પોતે પોતામાં જામી
ગયો....લીન થયો, ત્યાં કોઈ પરભાવ તેમાં ન રહ્યા. આવી પરિણતિરૂપે આત્મા પરિણમે
તેને પરમાર્થ પ્રતિક્રમણ કહેવાય છે.
પરિણતિ પોતાના અકષાયસ્વભાવમાં અભેદ થઈને પરિણમિ ત્યાં તેમાં કષાય
કેવો? ને દુઃખ કેવું? એમાં જન્મ–મરણ કેવા? ને શરીર કેવું? દ્રવ્યમાં કષાય નથી–એવું
સ્વીકારનારી દ્રષ્ટિમાં પણ કષાય નથી; એટલે દ્રવ્ય ને પર્યાય બંને શુદ્ધ છે.–આવા
સ્વતત્ત્વને ધર્મી અનુભવે છે; પછી પર્યાયમાં કાંઈક રાગાદિભાવો રહે તેને તો ખરેખર
પરજ્ઞેયપણે જાણે છે. અહા! આવો મારો ભગવાન આત્મા! તે હવે મારા અનુભવમાં
આવ્યો; હવે કોઈ પરભાવ મને મારા સ્વરૂપે ભાસતા નથી. હું તો એક પરમસ્વભાવ જ
છું. ભેદનો વિષય હું નહીં, દ્રવ્ય–ગુણ–પર્યાયનાય ભેદ વગર એક અભેદ પરમભાવરૂપે
અનુભવમાં આવ્યો તે હું છું–સમ્યગ્દર્શન થયું તેમાં આવો આત્મા સાક્ષાત્ થયો છે, સ્પષ્ટ
નિઃશંક અનુભવમાં આવ્યો છે.
ભાઈ, સંતો જે સ્વરૂપ બતાવે છે, તે તું છો. તારું સ્વરૂપ પોતે આવું મોટું છે–તે
જ સંતો કહે છે. આવું સ્વરૂપ સમજીને અનુભવમાં લેવું તે જ મોક્ષનો

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર: ૨૪૯૮
સુગમ માર્ગ છે; બીજો તો કોઈ માર્ગ જ નથી. આત્માના અનુભવની આ
કળા તે જ ધર્મની અપૂર્વ વિદ્યા છે.
ચૈતન્યસ્વરૂપ એવો જે હું–પરમભાવ, તેમાં ગુણસ્થાનના ભેદો નથી.
ભેદના વિકલ્પોનો હું કર્તા નથી, તેનું મને અનુમોદન નથી, તેનું હું કારણ નથી.
મારું કર્તાપણું, અનુમોદવાપણું કે કારણપણું મારા સહજ ચૈતન્યભવની
અનુભૂતિમાં જ સમાય છે. એનાથી બહાર કોઈ ભંગ–ભેદોમાં હું નથી.–આમ
ધર્મી અનુભવે છે ભેદ–વિકલ્પ તો હું છું જ નહીં, તો જે હું નથી તેનો કર્તા હું કેમ
હોઉં?
સહજ જ્ઞાન–દર્શન–આનંદસ્વરૂપ હું છું–એમ હું ભાવું છું એટલે કે એવા
સ્વરૂપે જ આત્માને અનુભવું છું. મારા સહજ ચૈતન્યવિલાસમાં કોઈ પુણ્ય–પાપ
નથી, એટલે તેના ફળરૂપ ચારગતિ મને નથી; તેનો હું કર્તા નથી.
એકકોર પરમ જ્ઞાનતત્ત્વ, બીજી કોર રાગાદિ બધા પરભાવો. પરમ
જ્ઞાનતત્ત્વથી બધાય પરભાવો બાહ્ય છે. જે અંતર્મુખ થઈને જ્ઞાનતત્ત્વને અનુભવે
છે તેની અનુભૂતિમાં ગુણસ્થાન–માર્ગણાસ્થાનસંબંધી કોઈ પરભાવોનું અસ્તિત્વ
જ નથી એટલે તેમનું કર્તાપણું નથી. ધર્મીની સ્વસત્તા તો આનંદમય
ચૈતન્યવિલાસથી ભરેલી છે. આવી ચૈતન્યસત્તામાં જડ શરીર કેવું ને રાગ
કેવો?–તોપછી તે જડ શરીરથી ને રાગથી જીવને ધર્મ થાય–એ વાત પણ કેવી?
અહા, મારું તત્ત્વ સર્વે ભેદભંગરૂપ વ્યવહારના વિકલ્પોથી નિરપેક્ષ છે;
પરભાવોથી જુદું મારું સહજ તત્ત્વ છે તેને જ હું ભાવું છું. જુઓ, ભેદજ્ઞાનવડે
આવા તત્ત્વની ભાવનાથી વીતરાગતા થાય છે, ને ચારિત્ર પ્રગટે છે–એમ આ
પાંચ ગાથા પછી તરત (૮૨ મી ગાથામાં) કહેશે.
ભેદજ્ઞાનવડે રાગ અને દેહાદિથી ભિન્ન ચૈતન્યતત્ત્વને જે ભાવે તેને જ
તેનું કર્તૃત્વ છૂટીને મધ્યસ્થતારૂપ વીતરાગતા થાય, ને તેને જ ચારિત્રદશા પ્રગટે.
પણ શરીરની ક્રિયાનું કે રાગના એક વિકલ્પનું પણ કર્તૃત્વ (તેની મીઠાશ) જેને
હોય તેને તેમાં મધ્યસ્થતા ન થાય, ને મધ્યસ્થતા વગર વીતરાગતા ન થાય,
વીતરાગતા વગર ચારિત્રદશા ન થાય. આ રીતે ભેદજ્ઞાન વગર, એટલે કે
શુદ્ધાત્માની ભાવના વગર કદી ચારિત્ર હોતું નથી. અહો, જૈનમાર્ગ કોઈ અલૌકિક
છે....આ તો અંતરમાં ચૈતન્યનો વીતરાગી માર્ગ છે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
આ રીતે પાંચ રત્નો જેવી આ પાંચ ગાથાઓમાં કહેલા ભેદજ્ઞાનની
ભાવનાવડે જેણે પોતાના સહજ ચૈતન્યતત્ત્વને સમસ્ત પરભાવોથી ભિન્ન પાડયું છે,
ભેદજ્ઞાનવડે સમસ્ત વિષયોની ને પરભાવોના ગ્રહણની ચિન્તાને છોડી દીધી છે ને
પોતાના શુદ્ધ–દ્રવ્ય–ગુણ–પર્યાયના સ્વરૂપને જ ગ્રહણ કર્યું છે, એવો ભવ્યજીવ
અલ્પકાળમાં જ મુક્તિને પામે છે. ભેદજ્ઞાનની ભાવનાનું આ ફળ છે.
અધ્યાત્મરસની અપૂર્વ ધારા ભેદજ્ઞાનમાં વહે છે.
ધર્મીએ ભેદજ્ઞાનવડે બે વિષયોને જ જુદા પાડી નાંખ્યા–એકકોર અંતરમાં
શુદ્ધ અભેદ સ્વવિષય; અને બીજીકોર બધાય પરવિષયો; આવા ભેદજ્ઞાનવડે શુદ્ધ–
સ્વવિષયનું ગ્રહણ કર્યું, ને સમસ્ત પરવિષયોનું ગ્રહણ–છોડ્યું.–આવું કરે ત્યારે
મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરીને જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય. પરવિષયમાં તો શુદ્ધાત્મા સિવાય
બીજું બધુંય આવી ગયું. કોઈ પણ પરવસ્તુને વિષય બનાવીને જે શુભવૃત્તિ ઊઠે તે
પણ આત્માનો સ્વવિષય નથી, તેને પણ પરવિષય જાણીને ધર્મી છોડે છે, એટલે કે
સ્વવિષયથી તેને ભિન્ન જાણે છે. જેને ભિન્ન જાણે તેનું કર્તૃત્વ કેમ હોય? તેની
ભાવના કેમ હોય? તેનું ગ્રહણ કરવાની બુદ્ધિ કેમ હોય? આ રીતે ધર્મીને સમસ્ત
પરવિષયોના ગ્રહણની બુદ્ધિ છૂટી ગઈ છે ને શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપે એક
સ્વવસ્તુનું જ ગ્રહણ છે, તેમાં જ એકાગ્રચિત્ત વડે તે પરમઆનંદને અનુભવે છે ને
મોક્ષને સાધે છે.
આવા આત્માના અનુભવમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની નિર્મળપર્યાયના
ભેદરૂપ ભાવલિંગ પણ નથી. અનુભવમાં નિર્મળપર્યાય થાય છે, ખરી, પણ ‘આ
દ્રવ્ય, ને આ મારી નિર્મળપર્યાય’ એવા ભેદો એક અભેદ ચીજમાં નથી. અભેદમાં
ભેદ ઉપજાવતા વિકલ્પ ઊઠે છે ને આકુળતા થાય છે, ત્યાં બીજા બાહ્યવિકલ્પોની તો
શી વાત? વિકલ્પો તો આકુળતાની ભઠ્ઠી છે, ચૈતન્યની શાંતિ તેમાં નથી.
શાંતરસના પિંડરૂપ મારું ચૈતન્યતત્ત્વ, તે વિકલ્પની અશાંતિમાં કદી આવે નહીં;
સુખના સમુદ્રમાં મગ્ન થયેલો આત્મા, આકુળતાનો કર્તા કેમ થાય? અહા! આવું
ચૈતન્યતત્ત્વ...તેને લક્ષમાં લેતાં પરમ આનંદ થાય છે. એકવાર આવું તત્ત્વ અંદર
લક્ષમાં તો લ્યો. એને લક્ષમાં લેતા એક પળમાત્રમાં સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને
મહાન આનંદ થશે.
જેણે સ્વાનુભવથી આવા નિજતત્ત્વને જાણ્યું તેણે બધું જાણ્યું. અને જેણે
નિજતત્ત્વને ન જાણ્યું તેનું બીજું બધું જાણપણું નિષ્ફળ છે.–

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર: ૨૪૯૮
જબ જાણ્યો નિજ રૂપકો તબ જાન્યો સબ લોક;
જાન્યો નહિ નિજ રૂપકો તો સબ જાન્યો સો ફોક.
ભાઈ, પરભાવોથી ભિન્ન તારા શુદ્ધ સ્વતત્ત્વને જાણ્યા વગર તું પરભાવોને કઈ રીતે
છોડીશ? તારી દ્રષ્ટિમાં સ્વતત્ત્વને ગ્રહણ કર તો જ પરવિષયો સાથેની એકતાબુદ્ધિ છૂટે
એટલે મિથ્યાત્વાદિનું પ્રતિક્રમણ થાય.
અંતર્મુખ અવલોકન વડે જ મોહ–વિકલ્પો છૂટે છે. –
ઉપજે મોહ–વિકલ્પથી સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.
અંતરમાં નજર કરતાં જ તારા બધા પરભાવો છૂટી જશે ને તારું શુદ્ધ સ્વરૂપ તને
અનુભવમાં આવશે. નિર્મળપર્યાય થાય તે અંદર શુદ્ધસ્વરૂપ સાથે અભેદ થાય છે;
સ્વસન્મુખપણે આત્મા નિર્મળપર્યાયમાં અભેદપપણે પરિણમે છે, ને રાગાદિ પરભાવોથી
ભિન્નતા થઈ જાય છે.–આનું નામ જ ભેદજ્ઞાન છે. આવા ભેદજ્ઞાનની ભાવના વડે
અલ્પકાળમાં ચારિત્રદશા પ્રગટ કરીને જીવ મુક્તિને પામે છે.
એક ભૂલ:––આત્મધર્મના ગતાંકમાં, (અંક ૩૪૧ પાનું ૨૨ બીજી લાઈનમાં) સાંતર
અને નિરંતર ગુણસ્થાનોનું જે કથન છે તેમાં, ૧૪મું ગુણસ્થાન સાંતર
હોવા છતાં ભૂલથી નિરંતર ગુણસ્થાનોમાં લખાઈ ગયું છે, તો તે
સુધારીને વાંચવા વિનંતી છે. નિરંતર ગુણસ્થાનો ૧, ૪, ૫, ૬, ૭, અને
૧૩ એ છ છે; સાંતર ગુણસ્થાનો ૨, ૩, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, અનુ ૧૪
એ આઠ છે. (આ શરતચૂક પ્રત્યે ધ્યાન ખેંચવા માટે ઈંદોરના
મુમુક્ષુભાઈનો આભાર માનીએ છીએ.)
વિશેષમાં તેઓ લખે છે કે ચૈતન્યની મીઠી–મધુરી ચર્ચા બહુ
સરસ હૈ. શબ્દબ્રહ્મકી જમાવટ બહુત હી સરસ સુન્દર હૈ, ઔર અબ
આત્મધર્મકી નિખરતા, યાની સર્વાંગ ચહુંમુખી પ્રખરતા લિયે હુએ ચલ
રહી હૈ; ચારોં અનુયોગોંકી કથની પ્રત્યક્ષ એકાંતવાદિયોંકિ શ્રદ્ધાકો
ડાંવાડોલ કર રહી હૈ
(લી. –બ્ર. સ્વરૂપાનંદ, ઉદાસીન આશ્રમ, ઈંદોર)

PDF/HTML Page 16 of 45
single page version

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
શિષ્યના અનુભવનું વર્ણન
શ્રીગુરુએ જેવો આત્મા બતાવ્યો તેવો શિષ્યે અનુભવ્યો;
તે ધર્મી પોતે જ પોતાના અનુભવની સાક્ષી આપે છે.
[રાજકોટશહેરના પ્રવચનોમાંથી: સમયસાર ગા. ૩૮]
સમયસારની ૩૮ મી ગાથામાં ધર્માત્માના અનુભવનું અલૌકિક વર્ણન છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલા આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપનું કેવું સચેતન
હોય છે તે કહે છે–
હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન–દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.
સમ્યગ્દર્શન થતાં આવા આત્માને અનુભવ્યો. પહેલાંં અજ્ઞાનદશામાં પોતે
પોતાના આત્મસ્વરૂપને ભૂલી ગયો હતો, ત્યારે મોહથી ઉન્મત્ત હતો, સ્વ કોણ?
પર કોણ? તેનું કાંઈ ભાન ન હતું એટલે અત્યંત અપ્રતિબુદ્ધ હતો હવે ભાન
થયું ત્યારે પહેલાંંની ભૂલની પણ ખબર પડી કે અરે! હું તદ્ન અવિવેકી
અજ્ઞાની થઈને મારા પરમાત્મસ્વરૂપને ભૂલ્યો હતો. હવે આત્મજ્ઞાની વીતરાગી
ગુરુના ઉપદેશથી મને મારા સ્વરૂપનું ભાન થયું, મારા પરમેશ્વર–આત્માને મેં
મારામાં દેખ્યો; મારા આત્માને જ મેં પરમેશ્વરરૂપે અનુભવ્યો. હવે મારા
જ્ઞાનાનંદરૂપ સ્વસંવેદનપ્રત્યક્ષ આત્મા સિવાય એક પરમાણુ કે વિકલ્પ પણ મને
મારા સ્વરૂપે અનુભવાતા નથી. રાગથી છૂટા પડીને ચેતનારૂપે પરિણમેલા સંત–
ગુરુએ મને મારું સ્વરૂપ રાગાદિથી તદ્ન ભિન્ન ચેતનામય બતાવ્યું; અતીન્દ્રિય
આનંદથી ભરેલું મારું તત્ત્વ મેં હવે અનુભવ્યું. પહેલાંં મારાં આનંદના એક
અંશની પણ મને ખબર ન હતી, હવે પરમ આનંદથી ભરેલું મારું તત્ત્વ મેં
મારામાં પ્રત્યક્ષ દેખ્યું.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર: ૨૪૯૮
શ્રીગુરુએ નિરંતર આવું આત્મતત્ત્વ સમજાવ્યું. ‘નિરંતર’ સમજાવ્યું–તેમાં
ભાવાર્થ એવો છે કે શિષ્યને આત્મસ્વરૂપ સમજવાની ધૂન ચડી, નિરંતર સમજવાની
ધગશથી અંતરમાં ઊતરવા લાગ્યો. શ્રીગુરુ કાંઈ નિરંતર ઉપદેશ દેતા ન હોય, પણ
એકવાર શ્રીગુરુ પાસેથી સાંભળતાં પણ માત્ર શિષ્યને અંદર ચૈતન્યમાં તેની ધૂન ચડી
ગઈ. પરસન્મુખ ભાવમાં તે અટકતો નથી, રાગમાં રાજી થતો નથી; રાગમાં રાજી
થનારને રાગ વગરનું તત્ત્વ ક્યાંથી અનુભવમાં આવે? દેવ–ગુરુ તરફની ભક્તિના
રાગમાં રાજી થઈ જાય, તો તેણે ખરેખર વીતરાગી ગુરુનો ઉપદેશ સાંભળ્‌યો નથી.
વીતરાગી ગુરુનો ઉપદેશ તો રાગથી ભિન્ન ચૈતન્યનો અનુભવ કરવાનું કહે છે. તું
રાગથી જુદો પડીને ચૈતન્યરૂપ થા, તો તારું કલ્યાણ થાય. તું પૂર્ણ આનંદનો દરિયો, તેમાં
રાગના વિકલ્પો કેવા? બહારના વિકલ્પોથી તારું સ્વરૂપ નીરાળું છે. દેવ–ગુરુ તરફનો
વિકલ્પ તું નહીં, અંતરની ચેતનાવડે જે સ્વસંવેદનમાં આવે તે તું છો.–આવું સાંભળીને
શિષ્ય અંતરમાં તેવા ભેદજ્ઞાન માટે મથ્યો, અને તેવો જ અનુભવ કર્યો. તે ઉપકારથી કહે
છે કે અહો! મારા ગુરુએ મને આવું સ્વરૂપ નિરંતર સમજાવ્યું. આનાથી વિરુદ્ધ ઉપદેશ
આપે તે ગુરુ સાચા નહિ. રાગથી લાભ માને એવા ગુરુના ઉપદેશથી આત્માનું સાચું
સ્વરૂપ સમજાય નહીં. અહીં તો સવળી જ વાત છે. સાચા ગુરુનો ઉપદેશ મહા ભાગ્યે
મળ્‌યો, ને અંતરની લગનીથી પોતે તે સમજ્યો; સમજતાં કહે છે કે અહા! મારા
ધનભાગ્યથી મને મારું આવું સ્વરૂપ સમજવામાં આવ્યું. અંતરના કોઈ અલૌકિક અપૂર્વ
પુરુષાર્થથી પોતે પોતાનું સ્વરૂપ અનુભવીને ન્યાલ થયો.....પરમેશ્વરનો પોતામાં જ
સાક્ષાત્કાર થયો.....અહા, આવું મારું સ્વરૂપ! એકલું આનંદમય, રાગથી તદ્ન ન્યારું,
આવું સ્વરૂપ મહા પુરુષાર્થથી મેં મારામાં દેખ્યું.
જુઓ, આ ધર્માતમાની દશા! પોતાની આવી અપૂર્વ દશાની પોતાને નિઃશંક
ખબર પડે છે ને મહાન આનંદ થાય છે. અરે, ભગવાન આત્માના ભેટા થયા તેની શી
વાત! આખી દશા ફરી ગઈ; પરિણતિ એકદમ ગુલાંટ મારીને રાગથી તદ્ન છૂટી પડી
ગઈ. અહા! શ્રીગુરુપ્રતાપે મારું આવું સ્વરૂપ મેં અનુભવ્યું. ચૈતન્યનો દરિયો હું જ છું;
ચૈતન્યસ્વરૂપમાં મોહનો અંશ પણ નથી.
શ્રીગુરુએ આવું સ્વરૂપ સમજાવ્યું ને મેં મારામાં આવું સ્વરૂપ અનુભવ્યું; આ
રીતે શ્રીગુરુના અને શિષ્યના ભાવની સંધિ છે. પોતે પોતાના સ્વભાવની સન્મુખ થઈને
તેનો અચિંત્ય મહિમા લક્ષગત કરી, તેમાં સાવધાન થયો એટલે તેમાં ઉપયોગને એકાગ્ર
કર્યો, એ રીતે પોતાના સ્વરૂપને ચેત્યું–અનુભવમાં લીધું....અત્યંત સ્પષ્ટ

PDF/HTML Page 18 of 45
single page version

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
અનુભવ્યું.–કેવું સ્પષ્ટ અનુભવ્યું? કે જેમ હાથમાં જ સોનું હોય, પણ તે ભૂલીને
બહાર શોધતો હોય, ને પછી કોઈ બતાવે કે ભાઈ! તારા હાથમાં જ તારું સોનું છે–અને
પોતાના હાથમાં જ સોનું દેખે કે આ રહ્યું સોનું! એ રીતે પોતાના હાથમાં જ સોનું
દેખીને આનંદિત થાય. તેમ પોતાનું પરમેશ્વર સ્વરૂપ પોતામાં જ હતું પણ તે ભૂલીને
બહારમાં રાગમાં શોધતો હતો. શ્રીગુરુએ તેને બતાવ્યું કે ભાઈ! તારું સ્વરૂપ તો તારામાં
જ છે, રાગમાં તારું સ્વરૂપ નથી, તારો જ્ઞાનસ્વરૂપ આત્મા સદા મહા આનંદસ્વરૂપ છે.
એ રીતે પોતામાં જ પોતાના જ્ઞાનસ્વરૂપને સાક્ષાત્ દેખ્યું કે અહા! હું જ જ્ઞાનસ્વરૂપ
પરમેશ્વર છું.–એ રીતે પોતે પોતાના સ્વાનુભવથી જીવ મહાઆનંદિત થયો. આનંદના
અંશના સાક્ષાત્ અનુભવથી પૂર્ણ આનંદથી ભરેલો આત્મા પ્રતિતમાં આવી ગયો કે હું
તો આખોય આવા આનંદસ્વરૂપ જ છુ. વિકલ્પ અને રાગ એ મારી જાત નથી.–આનું
નામ અનુભવદશા!
ધર્મી થયો તે પોતે જાણે છે કે મેં મારા આવા આત્માને અનુભવ્યો. પહેલાંં હું
અત્યંત અજ્ઞાની હતો; પણ શ્રીગુરુએ મને રાગથી ભિન્ન મારું ચિદાનંદસ્વરૂપ સમજાવ્યું,
તેની મને ધૂન ચડી, મારા ચૈતન્યનો પરમ પ્રેમ જાગ્યો ને અત્યંત સાવધાનીથી
ઉપયોગને અંદર જોડીને મેં મારા સ્વરૂપને અનુભવ્યું. આત્માની તો કોઈ અચિંત્ય
તાકાત છે; જ્યારે પોતે જાગે ત્યારે પોતાના સ્વરૂપને અનુભવમાં લઈને સમ્યગ્દર્શનાદિ
કરે છે. અહા! આવા ચૈતન્યતત્ત્વનો મહિમા સાંભળીને તેનો પ્રેમ કરે ને તેની લગની
લગાડે તે ન્યાલ થઈ જશે.
ભાઈ, પહેલાંં તો અનુભવી ગુરુ પાસેથી આત્માનું સત્યસ્વરૂપ સાંભળી, લક્ષગત
કરી, તેને ચૈતન્યનિશાનીથી બરાબર ઓળખી, શ્રદ્ધા કરી, અનુભવમાં લે. આત્માના
સ્વરૂપની ધૂન એવી લગાડ કે સંસારનો રસ ઊડી જાય. અરે, મારા ચૈતન્યરસ પાસે
જગતના બધા રસ નીરસ છે. ચૈતન્યનો રંગ ચડે તેને રાગનો રંગ ઊતરી જાય. આવી
આત્માની ધૂનથી, આત્માને સમજી–શ્રદ્ધી–અનુભવીને હું સમ્યક્ પ્રકારે એક આત્મારામ
થયો છું....આત્માના આનંદબાગમાં કેલિ કરું છું.–આવો હું મારા આત્માને કેવો અનુભવું
છું? તેનું આ વર્ણન છે.
ચૈતન્યમાત્ર જાગતીજ્યોત આત્મા હું, મારા જ અનુભવથી મને પ્રત્યક્ષ જાણું છું.
મને જાણવામાં મારે કોઈ બીજાનું અવલંબન નથી, રાગનું અવલંબન નથી, રાગથી
ભિન્ન થઈને મારી ચેતના વડે જ હું મને અનુભવું છું–આવું સ્વસંવેદન

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર: ૨૪૯૮
પ્રત્યક્ષ મારું સ્વરૂપ છે. સ્વાનુભૂતિથી હું મારામાં પ્રસિદ્ધ થયો
છું. ‘ચૈતન્યમાત્ર’ હું છું–એ મારા ચૈતન્યમાત્ર ભાવમાં મારા અનંત ગુણનો સ્વાદ
એકરસપણે સમાય છે; પણ રાગાદિ પરભાવનો એક અંશ પણ તેમાં સમાતો નથી.
આવો ચૈતન્યમાત્ર હું, પોતાથી જ પોતાને અનુભવું છું. મારો આત્મા એવો નથી કે,
રાગવડે કે પર તરફના જ્ઞાનવડે અનુભવમાં આવી જાય. જેમાં રાગ નથી, જેમાં
પરનું અવલંબન નથી, એવા સ્વસંવેદનપ્રત્યક્ષ જ્ઞાનવડે હું મને વેદું છું. –આમ ધર્મી
પોતે જ પોતાના અનુભવની સાક્ષી આપે છે.
હું કેવો છું–એ ધર્મીએ પોતાના સ્વસંવેદનથી જાણ્યું છે. ઈન્દ્રિયોથી, રાગથી કે
એકલા પરોક્ષ જ્ઞાનથી અનુભવમાં આવું એવો હું નથી. મને મારો જે અનુભવ થયો
તે ઈંદ્રિયાતીત સ્વસંવેદનપ્રત્યક્ષજ્ઞાનથી થયો છે. મારા અનુભવમાં ચૈતન્યમાત્ર ભાવ
છે, તેમાં રાગાદિ ભાવો નથી. ચૈતન્યમાત્ર ભાવમાં આનંદ વગેરે અનંતા સ્વભાવો
સમાય છે, પણ રાગાદિનો અંશ પણ તેમાં સમાતો નથી. મારો ચૈતન્યસ્વભાવ એક
છે, તે રાગાદિ અનેક વિભાવો વડે ભેદાતો નથી; રાગાદિ પરભાવો કે ગતિ વગેરે
વિભાવો–તે બધાયથી જુદો ને જુદો એક ચિન્માત્ર ભાવરૂપે જ હું છું–માટે હું એક છું.
રાગાદિ અનેક પરભાવ હોવા છતાં તેમાં મારી પરિણતિ તન્મય થતી નથી,
એકત્વસ્વભાવમાં જ મારી પરિણતિ તન્મય રહે છે, માટે એકપણે જ હું મને
અનુભવું છું. અનેક પ્રકારના ભેદભાવોપણે હું મને અનુભવતો નથી, શ્રીગુરુએ પણ
મારો એકત્વ–જ્ઞાયકસ્વભાવ આવો જ ઉપદેશ્યો હતો, ને નિરંતર તેના અભ્યાસથી
તેવો જ મારા અનુભવમાં આવ્યો. આવો અનુભવ પોતે કર્યો ત્યારે ગુરુના
ઉપદેશની સાચી ખબર પડી કે ગુરુ મને આવું સ્વરૂપ કહેતા હતા. આ રીતે પોતાના
અનુભવની ને ગુરુના ઉપદેશની અપૂર્વ સંધિ થઈ છે.
જુઓ, આ આત્માના અનુભવની દશા! આ રીતે ઓળખીને આત્મા
અનુભવાય છે. ઓળખાણમાં ભૂલ હોય તેને સાચો અનુભવ થાય નહીં. અહા,
આવું ચૈતન્યતત્ત્વ જેણે અંદર લક્ષગત કર્યું તે તો તરી ગયો, ન્યાલ થઈ ગયો.
વ્યવહારરૂપ નવ તત્ત્વો છે તે વિકલ્પરૂપ છે, તેનાથી ભિન્ન જ્ઞાયકદેવ–
એકભાવરૂપ ધર્મી પોતાને અનુભવે છે. આવા અનુભવમાં સંવર–નિર્જરારૂપ
શુદ્ધપર્યાય થાય છે ખરી; પણ તે પર્યાયના ભેદને જોતાં વિકલ્પ થાય છે; તે
વિકલ્પરૂપ ભેદભાવથી મારું જ્ઞાયકતત્ત્વ જુદું છે. એક જ્ઞાયકભાવપણે હું મને દેખું છું,
તેમાં નવતત્ત્વના ભેદ દેખાતા નથી, માટે નવતત્ત્વના ભેદથી પાર એક અખંડ
જ્ઞાયકતત્ત્વ હું છું. નવતત્ત્વના ભેદમાં

PDF/HTML Page 20 of 45
single page version

background image
: ચૈત્ર: ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
અશુદ્ધતા છે, તેનાથી અત્યંત જુદું મારું જ્ઞાયકતત્ત્વ એક છે તે શુદ્ધ છે.–આવા
શુદ્ધસ્વરૂપના અનુભવથી ધર્મી જીવ તૃપ્ત–તૃપ્ત વર્તે છે. તે જાણે છે કે મારા સ્વરૂપથી હું
પ્રતાપવંત છું. મારા સ્વરૂપના મહાન આનંદ પાસે જગતની બીજી કોઈ ચીજ મને
મહિમાવંત લાગતી નથી.
અહા, આવા આત્મઅનુભવમાં કેટલી ધીરજ! આખા જગતથી નિરપેક્ષપણે,
ભંગ–ભેદના વિકલ્પોથી પણ પાર થઈને અંતરમાં એકલા જ્ઞાયકભાવપણે ધર્મી પોતાને
અનુભવે છે, તેમાં અપાર ધીરજ છે, પરમ ગંભીરતા છે; ચૈતન્યનો મહાન પ્રતાપ તેમાં
પ્રગટે છે. ધર્મી નિઃશંક કહે છે કે આવો મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ્યો છે,–હવે મારા
સંસારનો અંત આવી ગયો; મારા સ્વસંવેદનપ્રત્યક્ષમાં મોહનો–રાગનો અંશ પણ નથી;
મોહ હવે નિર્મૂળ થઈ ગયો ને જ્ઞાનપ્રકાશ ખીલી ગયો. અહો, આનંદમય જ્ઞાનસમુદ્રમાં
ભગવાન આત્મા તરબોળ થયો; શાંતરસનો મોટો દરિયો તેમાં અમારો આત્મા લીન
થયો. જગતના જીવો પણ આવા શાંતરસના દરિયામાં મગ્ન થાઓ....અંતરમાં ઊંડા
ઊતરીને તેનો અનુભવ કરો.
નવતત્ત્વના અનુભવમાં અશુદ્ધતાનો અનુભવ છે; તેનાથી ભિન્ન એક
જ્ઞાયકતત્ત્વના અનુભવમાં શુદ્ધતાનો અનુભવ છે, ને તેમાં આનંદની ધારા ઉલ્લસે છે.
અમારું શુદ્ધ પરમાત્મતત્ત્વ અમારા સાક્ષાત્ અનુભવમાં આવ્યું, હવે અમે અજર–અમર
થયા, હવે આ સંસારના જન્મ–મરણ અમને નહિ થાય.–
અબ હમ અમર ભયે...ન મરેંગે...
યા કારન મિથ્યાત દિયો તજ, ફિર ક્યોં દેહ ધરેંગે...અબ હમ.
અમારા અંતરમાં ભગવાન આત્મા સ્વાનુભવથી પ્રસિદ્ધ થયો છે, ત્યાં મોક્ષદશા
માટે ભગવાનના કહેણ આવી ગયા છે. ભગવાને જેવું સ્વરૂપ કહ્યું તેવું અમારા
આત્મામાં પ્રગટી ગયું છે, અમારા અનુભવમાં આવી ગયું છે.–અમારો આત્મા જ
અમારા અનુભવનો સાક્ષી છે.–આમ ધર્મીને અંતરમાંથી સાક્ષી આવી ગઈ છે.–આવી
દશા થઈ ત્યારે જીવ મોક્ષનો સાધક થયો.
ધર્મી પોતાને સદાય જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ સ્વરૂપે અનુભવે છે. આવા સ્વરૂપને
સમજ્યા પછી આત્માનું જે બહુમાન અને મહિમા આવે તે અલૌકિક હોય છે; ને
વીતરાગી દેવ–ગુરુની ખરી ભક્તિ પણ ત્યારે થાય છે. ચૈતન્યતત્ત્વ કેવું છે તે જાણ્યા
વગર તેનો સાચો મહિમા ક્યાંથી આવે? એકલા જ્ઞાનદર્શનથી ભરેલો ચૈતન્ય