PDF/HTML Page 1 of 49
single page version
PDF/HTML Page 2 of 49
single page version
વીર સં. ૨૪૯૮ પ્ર. વૈશાખ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૯ : અધિક અંક
PDF/HTML Page 3 of 49
single page version
વૈશાખ સુદ બીજ આવી રહી છે...ને ગુરુકહાનજન્મની મંગલ
૧૩ વર્ષ બાદ ફરીને ૮૩મી જન્મજયંતિનો મહોત્સવ ઉજવવાનું સૌભાગ્ય
ફત્તેપુરને મળે છે. જન્મોત્સવ ઉપરાંત જિનેન્દ્ર ભગવાનની પંચકલ્યાણક
પ્રતિષ્ઠાનો મહોત્સવ, તેમજ જૈનધર્મની પ્રભાવનાને લગતા અનેક
કાર્યક્રમો પણ ફત્તેપુરમાં તા. ૨ થી ૧૬ મે સુધીમાં થશે. ભારતના હજારો
ભક્તો આ આનંદઉત્સવમાં ભાગ લેશે.
ગંભીર વીતરાગી ચૈતન્યતત્ત્વ જેઓ અત્યંત અનુગ્રહથી સદાય દેખાડી
રહ્યા છે. તે ગુરુની સાચી સેવા ને આ જ્ઞાની ઉપાસના તો ચૈતન્યતત્ત્વને
લક્ષગત કરીને જ થઈ શકે. અને પછી, એવા લક્ષપૂર્વક જે ઉત્સવ થાય
તે, માત્ર જન્મનો ઉત્સવ નહિ પણ ‘ચૈતન્યની આરાધનાનો અપૂર્વ
ઉત્સવ’ હોય–એવા ભાવથી ઉજવાય છે.–આપણે પણ વૈશાખ સુદ બીજે
એવો જ મંગલ ઉત્સવ ઉજવીશું.
PDF/HTML Page 4 of 49
single page version
દિવસે વાંકાનેરના જિનમંદિરમો ચાંદીના માનસ્તંભનું સ્થાપન પૂ.
બેનશ્રી–બેનના સુહસ્તે (હંસાબેન મુગટલાલ જગજીવન તરફથી)
થયું. આત્માના સમ્યક્ભાવમાં અનંત સિદ્ધભગવંતોની સ્થાપનારૂપ
સુંદર મંગળ ગુરુદેવ સંભાળાવ્યું. વાંકાનેર એ સમ્યક્ત્વની
સાધનાભૂમિ છે. સમ્યક્ત્વની આ સાધનાભૂમિમાં સમયસાર ગાથા
૧૪૪ દ્વારા ગુરુદેવે સમ્યગ્દર્શનને સાધવાનો અફર ઉપાય સમજાવ્યો.
શ્રીગુરુમુખે તેનું શ્રવણ કરતાં પોતાની સ્વપરિચિત વસ્તુના શ્રવણ
જેવો આનંદ થતો હતો. પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે નયપક્ષ–પછી તે
ગમે તેનો પક્ષ હો–પણ તે પક્ષના વિકલ્પોવડે સમ્યગ્દર્શન થતું નથી;
બહારના કોઈ પક્ષની વાત તો દૂર રહો, અંદર પોતાના એક
આત્માના બે પડખામાંથી કોઈ એક પડખાના પક્ષના વિકલ્પમાં જે
અટકે છે તે સમ્યક્ત્વને પામતો નથી એટલે કે સાચા આત્માને તે
દેખાતો નથી. સમસ્ત નયોના પક્ષથી જે પાર છે, ને જ્ઞાનસ્વભાવમાં
જ પોતાના મતિ–શ્રુતજ્ઞાનને વાળીને શુદ્ધઆત્માને જે અનુભવે છે તે
જ સાચા આત્માને દેખે છે અને તે જ જીવ સમ્યગ્દર્શનાદિરૂપે પરિણામે
છે. વાંકાનેરમાં વીરનાથનો જન્મોત્સવ પણ આનંદથી ઉજવાયો હતો;
એ દિવસે વાંકાનેરના જિનમંદિરમાં વીરનાથપ્રભુની પ્રતિષ્ઠાને ૧૯ મું
વર્ષ બેઠું; ગુરુદેવે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવીને
વીરનાથના માર્ગને પ્રસિદ્ધ કર્યો. અહીં તે પ્રવચનો દ્વારા વીરમાર્ગને
પ્રાપ્ત કરતાં મુમુક્ષુને આનંદ થશે.
PDF/HTML Page 5 of 49
single page version
પક્ષમાં જ્ઞાન અટકે તો તે જ્ઞાન વિકલ્પથી છૂટું પડીને જ્ઞાનસ્વભાવ તરફ ઢળે નહિ અને અને
તેને શુદ્ધઆત્માનો અનુભવ થાય નહિ. જ્યારે જ્ઞાનસ્વભાવ તરફ ઝુકીને જ્ઞાનપરિણિતિ બધાં
વિકલ્પોથી છૂટી પડી તે જ ક્ષણે એક અખંડ આત્મા શુદ્ધપણે અનુભવમાં આવ્યો; તે જીવ
પક્ષાતિક્રાંત થયો. તે જ ‘સમયસાર’ છે, ને સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–આનંદ વગેરે પણ તે જ
એક છે, બીજું કોઈ નથી.
અલૌકિક સન્દેશ લાવ્યા છે. જેમ માણસોને વીખેરી નાંખવા સરકાર ૧૪૪ મી કલમ વાપરે છે,
તેમ અહીં પરભાવોથી આત્માની ભિન્ન કરનારી આ ૧૪૪મી કલમ છે. આચાર્યદેવના
સ્વાનુભવરૂપી કલમ વડે લખાયેલી આ ૧૪૪ મી ગાથા પરભાવોથી ભિન્ન એક શુદ્ધાત્માનો
અનુભવ કરાવે છે.
તેમને શુદ્ધઆત્માના વેદનરૂપ સમ્યક્ત્વ થતું નથી. તેઓ તો પક્ષના વિકલ્પમાં જ અટકીને તેને
વેદી રહ્યા છે. આત્મા બધાથી જુદો એકલો જ્ઞાનસ્વભાવી છે તે તો વિકલ્પોના બધા પક્ષોથી
પાર છે. જ્ઞાન જ્યારે ઈંદ્રિયાતીત થઈને અંદર વળ્યું ત્યારે બધા નયપક્ષના વિકલ્પોથી છૂટું પડ્યું
એટલે તે પક્ષાંતિક્રાંત થયું; કોઈ સૂક્ષ્મ વિકલ્પ પણ તે જ્ઞાનને પોતાના કાર્ય તરીકે ભાસતો નથી,
વિકલ્પથી એની જાત જ જુદી છે. આવું તે જ્ઞાન વિકલ્પાતીત થઈને, એટલે કે ચૈતન્યસ્વભાવની
સન્મુખ થઈને તરત જ મહા આનંદરૂપ–શાંત–ચૈતન્યરસપણે આત્માને અનુભવે છે; આવો
અનુભવ થયો તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. તે ઈંદ્રિયાતીત છે, વિકલ્પાતીત છે.
કરતાં મારા જ્ઞાનની જાત જ જુદી છે,–આ પ્રમાણે જ્ઞાની પાસેથી સાંભળીને લક્ષમાં લીધું છે,
તેની ધગશ જાગી છે, તે જીવ અંતરમાં પ્રથમ તો પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે છે.
જ્ઞાનનો જ નિર્ણય કર્યો ત્યાં જ્ઞાન બધાથી છૂટું પડી ગયું, રાગનો કોઈ અંશ તેને જ્ઞાનપણે
ભાસતો નથી. આમ જ્ઞાન અને રાગનો નિર્ણય
PDF/HTML Page 6 of 49
single page version
છે ને નિર્વિકલ્પ આત્માને અનુભવે છે. આવા અપૂર્વ અનુભવની આ વાત છે. અનુભવની
આવી વાત સાંભળવાનું પણ મહા ભાગ્યથી મળે છે. આત્મામાં સમ્યક્ત્વનો નવો રંગ
ચડાવવાની આ વાત છે. એકવાર આવા આત્માનો રંગ ચડી જાય તે જીવ રાગથી છૂટો
પડીને જ્ઞાનસ્વભાવનો સાક્ષાત્ અનુભવ કરે જ. વિકલ્પોથી અત્યંત વિરક્ત થઈને
જ્ઞાનસ્વભાવમાં તન્મયપણે પરિણમ્યો તે પોતે પોતાને પરમાત્માપણે અનુભવે છે; ને આવો
અનુભવ કરનાર જીવ અલ્પકાળમાં સાક્ષાત્ પરમાત્મદશારૂપ મોક્ષને પામે છે.
સમજાવ્યું. બંનેની જાત જ જુદી છે. નવતત્ત્વમાં આત્મા કેવો છે તેનું સ્વરૂપ જ્ઞાન જ નક્કી
કરે છે; રાગ તો જુદો રહી જાય છે. રાગને પોતાનું કાર્ય માનીને તેના કર્તૃત્વમાં અટકેલું
જ્ઞાન, ચૈતન્યસ્વરૂપ આત્માનો નિર્ણય કરી શકતું નથી. રાગનો વિકલ્પ કાંઈ આત્માની
સન્મુખ થઈને તેનો નિર્ણય કરતો નથી, આત્માની ચૈતન્ય જાતથી તેની જાત જ જુદી છે.
ચૈતન્યનો નિર્ણય જ્ઞાનવડે જ થાય છે. આ અનંતકાળમાં અર્પૂર્વ એવું પહેલાંંમાં પહેલું
સમ્યગ્દર્શન થાય–તે વખતની જીવની દશાની વાત છે. અહો, સમ્યગ્દર્શન ધર્મ કેવો છે? ને
તેમાં અંતરમાં અનુભવની ક્રિયા કેવી છે? તેનું અલૌકિક સ્વરૂપ અહીં વીતરાગી સંતોએ
સમજાવ્યું છે. આવા અનુભવરૂપ થયેલા આત્માને જ સાચો આત્મા કહીએ છીએ; તે જ
સમ્યગ્દર્શનાદિ છે. જે કાંઈ છે તે આ અનુભવસ્વરૂપ એક આત્મા જ છે.
પરમાત્માની વાણી સાક્ષાત્ સાંભળીને અહીં આવ્યા. તેઓ ભગવાનના આડતિયા તરીકે
મહાવિદેહથી લાવીને ભગવાનના આ સન્દેશ આપે છે; જેનાથી આત્માનું સમ્યગ્દર્શન
PDF/HTML Page 7 of 49
single page version
રાગવાળો છે ને ચૈતન્યનો સ્વાદ રાગ વગરનો મહા આનંદરૂપ છે, –બંનેનો સ્વાદ જુદો છે.
જેણે ચૈતન્યનો સ્વાદ કદી ચાખ્યો ન હતો એવો જીવ તે સ્વાદ ચાખવા માટે પહેલાંં પોતાના
જ્ઞાનમાં કેવા આત્માનો નિર્ણય કરે છે, ને પછી તરત આત્માનો કેવો અનુભવ કરે છે, તેનું
આ વર્ણન છે. અહા, સમ્યગ્દર્શનની પ્રાપ્તિના કાળે આખુંય ધ્યેય બદલાઈ ગયું છે,
જ્ઞાનસ્વભાવને જ ધ્યેય બનાવતાં વિકલ્પ વગરના એકલા આનંદનો સ્વાદ આવ્યો છે. વિકલ્પ
વગરનો આવો આનંદ જીવે પહેલાંં કદી ચાખ્યો ન હતો, તે સ્વાદ સમ્યગ્દર્શન થતાં અનુભવમાં
આવ્યો.
અભેદ થઈ; વિકલ્પો તેમાં ન આવ્યા, કેમકે તે વિકલ્પો કાંઈ ચૈતન્યની જાત નથી, વિકલ્પો તો
જડની જાત છે. આવા ચૈતન્યતત્ત્વમાં પ્રવેશ કરવા માટે પ્રથમ જ્ઞાની પાસેથી શ્રવણ કરીને
પોતાના જ્ઞાનમાં તેનો નિર્ણય કરવો જોઈએ કે જ્ઞાનસ્વભાવી તત્ત્વ જ હું છું. આવા નિર્ણયના
જોરે જ્ઞાનને સ્વસન્મુખ કરીને અનુભવ થાય છે.
અંતરમાં વિકલ્પથી જરાક આઘો ખસીને તે જીવ એમ નક્કી કરે છે કે હું જ્ઞાનસ્વભાવ છું;
જ્ઞાનથી અન્ય કોઈ ભાવો હું નથી. આવા દ્રઢ નિર્ણયપૂર્વક જ્ઞાનને સ્વસન્મુખ કરતાં આત્માના
સમ્યક્સ્વભાવનો અનુભવ થાય છે; ત્યાં જ્ઞાનમાં કોઈ નય–પક્ષના વિકલ્પ રહેતા નથી.
ઈંદ્રિયાતીત જ્ઞાનવડે આત્મસ્વભાવનો નિર્ણય થાય છે.
PDF/HTML Page 8 of 49
single page version
દેહ પણ જડ છે–જુદો છે; અંદરના શુભાશુભભાવો પણ ખરેખર હું નથી. ‘હું શુદ્ધ છું’ ઈત્યાદિ
વિકલ્પરૂપ નયપક્ષ તે પણ મારું સ્વરૂપ નથી; વિકલ્પથી પાર અનુભવમાં આવતું જે
જ્ઞાનમાત્ર સ્વરૂપ તે જ હું છું.–આમ મુમુક્ષુજીવ નિર્ણય કરે છે.
મુમુક્ષુ માને નહિ. આમાં દેશનાલબ્ધિ પણ આવી ગઈ; સાચા દેવગુરુએ એમ સંભળાવ્યું કે
‘આત્મા તો જ્ઞાનસ્વભાવ છે, જ્ઞાનતત્ત્વ વિકલ્પરૂપ નથી. આવું ભેદજ્ઞાન કરીને
જ્ઞાનસ્વભાવને નક્કી કર.’
પરિણતિ જ્ઞાનસ્વભાવમાં જ ઘૂસી જાય, ને જ્ઞાનસ્વભાવ સિવાય બીજા કોઈ પરભાવમાં તેની
પરિણતિ અટકે નહિ. જ્ઞાન અને રાગની ભિન્નતાનો નિર્ણય કરવામાં રાગનું આલંબન નથી,
જ્ઞાનસ્વભાવનું જ અવલંબન છે. અહા, એકવાર અંદર ચૈતન્યમાં ઊતરીને આવો નિર્ણય તો
કર કે જ્ઞાનસ્વભાવ જ હું છું. તારા જ્ઞાનસ્વભાવની મહાનતા અને ગંભીરતા લક્ષમાં લેતાં જ
વિકલ્પથી તું જુદો પડી જઈશ; ને તારો આત્મા જ તને પરમાત્મારૂપે દેખાશે. એ જ
સમ્યગ્દર્શન છે, તે જ સમયસાર છે.
વિકલ્પોથી જુદો એક જ્ઞાનભાવ હું છું. આમ વિકલ્પના કાળે વિકલ્પથી ભિન્નતા નક્કી કરવી
તે કામ જ્ઞાનનું છે, ને તે વિકલ્પથી અધિક છે, જુદું છે. આમ અંદરના વેદનમાં જ્ઞાન અને
રાગની તદ્ન ભિન્નતા ધર્મીને ભાસે છે.
નથી કરતું, પણ વિશ્વથી ભિન્ન જ્ઞાન–આનંદસ્વરૂપ પરમાત્મા હું છું–એમ તે જ્ઞાન પ્રસિદ્ધ કરે
છે. ઈંદ્રિયજ્ઞાનમાં કે વિકલ્પમાં એવી તાકાત નથી કે તે આત્માને પરમાત્માસ્વરૂપે પ્રસિદ્ધ કરે
છે. સ્વતત્ત્વની પ્રસિદ્ધિમાં એટલે કે આનંદમય આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–અનુભવમાં
રાગનું કે ઈંદ્રિયનું અવલંબન નથી.
PDF/HTML Page 9 of 49
single page version
માટે જ્ઞાનની બુદ્ધિને પર તરફથી પાછી વાળીને જ્ઞાનીસ્ભાવમાં લાવવાની આ વાત છે. આ
વિધિથી જેને સમ્યગ્દર્શન થયું તે તો ભગવાન થઈ ગયો. ઈંદ્રિયજ્ઞાન કે મનના વિકલ્પો તે કાંઈ
આત્માને અનુભવી શકતા નથી, માટે તેનાથી તારી બુદ્ધિને પાછી વાળ, ને તારા ઉપયોગની
સર્વશક્તિને અખંડપણે આત્માસ્વભાવની મર્યાદામાં લાવીને અનુભવ કર....આ રીતે જ્ઞાન
અંતરમાં વળતાં તરત જ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન આત્મા અનુભવમાં આવશે. તે જ સમ્યગ્દર્શન
ને સમ્યગ્જ્ઞાન છે; તેને જ ‘સમયસાર’ અને ‘પક્ષાતિક્રાંતિ’ કહીએ છીએ.
પાકે; તેમ ચૈતન્યના અનુભવરૂપ સમ્યકત્વાદિ આનંદરૂપ રત્નો વિકલ્પમાં કે ઈન્દ્રિજ્ઞાનમાં ન
પાકે, ઈન્દ્રિયાતીત–વિકલ્પાતીત સ્વસન્મુખ જ્ઞાનમાં જ તે પાકે. (ચાંપાનું દ્રષ્ટાંત)–
તેમ સ્વનુભાવ કરનારો આ ચૈતન્ય–ચાંપો, પરભાવોથી પોતાનું મોઢું ફેરવી નાંખે છે, એક
વિકલ્પના અંશનેય તે ચૈતન્યભાવમાં દેખી શકતો નથી, વિકલ્પોને ચૈતન્યથી જુદો ને જુદો જ
દેખે છે ને તેનાથી મુખ ફેરવીને, જ્ઞાનને આત્મસન્મુખ કરે છે. આવા ‘ચાંપા’ કાંઈ ઘેરઘેર નથી
પાકતા, એ તો એની માતાની કુંખે જ પાકે–એની માતા પણ કેવી? કે ચાંપાએ જ્યારે મોઢું
ફેરવી લીધું તે દેખીને તે માતા એવી શરમાઈ ગઈ કે બળીને મરી ગઈ. આટલી તો જેની
વ્યવહારની ખાનદાની.... એવી માતાની કુંખે ચાંપો પાકે. તેમ ચૈતન્યના અનુભવનો કામી જીવ
બાહ્યવૃત્તિના એક અંશને પણ પોતામાં સહી શકે નહિ; શુભવિકલ્પના અંશનીયે મીઠાશ જેને
રહી જાય તે જીવ ચૈતન્યના અનુભવરૂપ ચાંપાને જન્મ આપી શકે નહીં. બાપુ! વિકલ્પની કુંખે
ચૈતન્યના અમૃત ન પાકે! એ તો ચિદાનંદાસ્વભાવની સન્મુખતારૂપ અતીન્દ્રિયજ્ઞાનથી જ પાકે.
PDF/HTML Page 10 of 49
single page version
સુધી તો તું આવેલો જ છો. પણ હવે તે શુભવિકલ્પના પક્ષમાં અટકીશ તો તને આત્મા હાથ
નહિ આવે. અંતરમાં ઢળતું જે પરમ શાંતરસરૂપ જ્ઞાન, તેમાં વિકલ્પોની આકુળતા પાલવે
નહિ. જ્ઞાનનું વેદન કરતાં તે આકુળતા ટળી જાય છે, નિરાકુળ પરમસુખરૂપે આત્મા
અનુભવાય છે.
જ્ઞાનને ઈન્દ્રિયથી ભિન્ન કરીને, વિકલ્પોથી જુદું કરીને આત્મસન્મુખ કર ત્યારે નિજરસથી
પ્રગટ થતું એવું તારું પરમ આત્મતત્ત્વ તને સાચા સ્વરૂપે દેખાશે ને સાક્ષાત્ અનુભવમાં
આવશે. આ જ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે. આ સમ્યગ્દર્શન ને સમ્યગ્દર્શન તે આત્મા જ છે.
તે કોઈ નયપક્ષ વડે ખંડિત થતો નથી, વિકલ્પો તેમાં પ્રવેશી શકતા નથી. આવા
સમ્યક્ભાવરૂપે પરિણમેલો આત્મા આખા જગત ઉપર તરતો છે; કોઈ પરભાવોથી કે
સંયોગથી તેનું જ્ઞાન દબાતું નથી, પણ છૂટું ને છૂટું જ્ઞાનપણે જ રહે છે, તેથી તે તરતો છે.
અહા, આ અનુભવદશાની જગતને ખબર નથી. પર્વત ઉપર વીજળી પડી ને બે કટકા થયા, તે
ફરી સંધાય નહિ, તેમ સ્વસન્મુખજ્ઞાનરૂપ વીજળીવડે જ્ઞાન અને રાગની ભિન્નતા થઈને બે
કટકા થયા, તે હવે કદી એક થાય નહિ. વિકલ્પોથી જ્ઞાન જુદું પરિણમ્યું તે કદી વિકલ્પ સાથે
એક થઈને પરિણમે નહિ, જુદું ને જુદું રહે. જ્ઞાનીનું જ્ઞાન તો સદાય વિકલ્પથી જુદું જ છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ સાતમી નરકના પ્રતિકૂળસંયોગો વચ્ચે પણ જીવ કરી
શકે છે. –જ્ઞાનની દશાને અંતરમાં આનંદના દરિયામાં વાળી દીધી, ત્યાં સંયોગ સંયોગમાં
પડ્યાં રહ્યા; સાતમી નરકના સંયોગ વચ્ચે પણ જ્ઞાનને જ્યાં અંદર વાળ્યું કે તત્કાળ મહા
આનંદનો અનુભવ થાય છે. આનંદ તો પોતામાં ભર્યો છે, તેમાં ઉપયોગ વાળે એટલી જ વાર
છે. બાપુ! તારા આ ચૈતન્યસરોવર સિવાય સાચી શાંતિના જળ તને બીજે ક્્યાંય નહીં મળે.
રાગના વિકલ્પો તો ઝાંઝવાનાં જળ જેવાં છે, તેના વડે તારી તૃષા નહીં છીપે, એમાં તને શાંતિ
નહીં મળે.
તારે પોતાને છે, એ કાંઈ સંભળાવનાર તને કરાવી દ્યે તેમ નથી. પણ હજી સાંભળવા જેટલી
ને લક્ષમાં લેવા જેટલીયે ધીરજ જેને ન હોય તે અંદર અનુભવનો પ્રયોગ ક્્યારે
PDF/HTML Page 11 of 49
single page version
થયો ત્યાં આત્મા પોતે જ પોતાની ચૈતન્યશક્તિના નિજરસથી પ્રગટ થાય છે, પોતાની
શક્તિથી જ તે સમ્યક્ત્વાદિરૂપે તથા આનંદરૂપે પરિણમી જાય છે. અહો! ચૈતન્યદરિયો અંદરથી
પોતે જ પર્યાય ઉલ્લસે છે, તેમાં બહારનું કોઈ કારણ નથી, કોઈ વિકલ્પો ત્યાં રહેતાં નથી.
અપૂર્વ નિધાન પાસે દેવલોકનાં નિધાન અત્યંત તૂચ્છ છે. ઈંદ્ર વગેરે પોતે સમકિતી છે, અને
પોતાને પ્રગટેલી તે ચૈતન્યઋદ્ધિનું વર્ણન ભગવાન પાસે કે સંતો પાસે સાંભળતાં આનંદિત
થાય છે કે વાહ! મારા આવા અપૂર્વ નિધાન મેં મારામાં દેખી લીધા છે; ને તે જ સંતો
સંભળાવે છે.
ભગવાનના કોઈ અપૂર્વ માર્ગ છે. ભગવાનનો માર્ગ એટલે તારા આત્માના સ્વભાવનો આ
અપૂર્વ માર્ગ છે. અત્યાર સુધી આ માર્ગ ભૂલીને તેં બીજી રીતે માર્ગ માની લીધો હતો, એમાં
ક્્યાંય તારા ભવના આરા ન આવ્યા. હવે એકવાર આ માર્ગમાં આવ. તને તારો આત્મા
એવો દેખાશે કે આખા જગતથી અત્યંત છૂટો હું છું. ચૈતન્યરસનો આખો સમુદ્ર આત્મામાં
ઉલ્લસે છે, ને પોતે પોતાના આત્મરસથી જ નયપક્ષોને ઓળંગીને નિર્વિકલ્પભાવને પહોંચી
વળે છે. જ્ઞાન અંતર્મુખ થયું ત્યાં આત્મા ઝડપથી–તુંરત જ પોતાના મહા આનંદસ્વરૂપે પ્રગટે
છે, પરમાત્મસ્વરૂપે પોતે પ્રસિદ્ધ થાય છે. જગતનો સૌથી ઊંચું એવું મહાન પરમ આત્મતત્ત્વ હું
છું–એમ ધર્મી અનુભવે છે. જ્ઞાનરસથી ઉલ્લસતો આ ભગવાન સ્વાનુભવમાં પ્રગટ્યો–તેને
સમ્યગ્દર્શન કહો, જ્ઞાન કહો, આનંદ કહો, પરમાત્મા કહો; અનંતગુણનો નિર્મળ રસ તેમાં એક
સાથે ઉલ્લસે છે. આવા આત્માને નિભૃતપુરુષો–આત્મલીન આત્માના રસીલા જીવો અનુભવે
છે. અહો! આ અનુભૂતિ અદભુત્ છે! વિકલ્પવડે એના મહિમાનો પાર આવે તેમ નથી.
એવા નિર્વિકલ્પવેદનવડે ચૈતન્યના અમૃત પીધાં; આત્મા જેવો
PDF/HTML Page 12 of 49
single page version
અનુભવ મારગ મોક્ષકા, અનુભવ મોક્ષસ્વરૂપ.
PDF/HTML Page 13 of 49
single page version
ઉન્નત્તિક્રમમાં આગળ વધતાં વધતાં ત્રીજા પૂર્વભવમાં મુનિદશામાં ૧૬ ભાવનાપૂર્વક
તીર્થંકરપ્રકૃતિ બંધાણી; ને છેલ્લા ભવે આ ભરતક્ષેત્રના અંતિમ તીર્થંકરપણે અવતર્યા; ઈંદ્રોએ
જન્મકલ્યાણનો મોટો ઉત્સવ કર્યો. તેનો આજે દિવસ છે. ભગવાનના આત્માને સમ્યગ્દર્શન
તેમ જ અવધિજ્ઞાન તો જન્મથી જ હતાં. પછી ત્રીસવર્ષની વયે કુમાર અવસ્થામાં પ્રભુને
જાતિસ્મરણજ્ઞાન થયું; પૂર્વભવોમાં આત્મા ક્્યાં હતો તે દેખ્યું, ને વૈરાગ્ય ઘણો વધી ગયો;
તેથી દીક્ષા લઈને મુનિ થયા. મુનિ થઈને આત્માના જ્ઞાન–ધ્યાનપૂર્વક સાડાબાર વર્ષ સુધી
વિચારતાં–વિચારતાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું, ને અરિહંતપરમાત્મા થયા. આત્માના આનંદમાં
ઝુલતાં–ઝુલતાં ભગવાન કેવળજ્ઞાન પામ્યા હતા. કેવળજ્ઞાન થયા પછી તે વીરનાથ ભગવાને
દિવ્યધ્વનિ દ્વારા આત્માનો કેવો સ્વભાવ બતાવ્યો તેનું આ વર્ણન છે.
નયના બધા વિકલ્પોથી તે છૂટો પડી જાય છે, ને નિર્વિકલ્પપણે વિજ્ઞાન–ઘનસ્વભાવમાં
પહોંચી જાય છે.
સ્વભાવથી જ જ્ઞાન–આનંદમય છે, પોતાના જ્ઞાન–આનંદવડે તે સ્વયમેવ શોભે છે. આવા
ચૈતન્યતત્ત્વને શોભા માટે કોઈ વિકલ્પના આભૂષણની જરૂર નથી. વિકલ્પલક્ષણવડે
ભગવાન આત્મા લક્ષિત થતો નથી; વિકલ્પથી ભિન્ન થયેલું જે જ્ઞાન,
PDF/HTML Page 14 of 49
single page version
આવા આત્માને લક્ષમાં લેવો તે ભગવાન મહાવીરનો સન્દેશ છે. આવી આત્મવિદ્યા તે
હિંદુસ્તાનના ઘરની વિદ્યા છે. આવી અધ્યાત્મવિદ્યા એ જ ભારતની મૂળ વિદ્યા છે.
આવ્યો. ધર્મીને અનુભૂતિમાં વિકલ્પ ન હોવા છતાં પોતે સ્વયં પોતાને આનંદરૂપે વેદાય છે.
વિકલ્પનું તરણું ખસી જતાં ઓહો! આનંદનો મોટો પહાડ દેખાણો! વાહ રે વાહ! મેં મારા
ચૈતન્યભગવાનને, મારા આનંદના દરિયાને મારામાં દેખી લીધો; વિકલ્પ વગર મારો આત્મા
મને સ્વયં આસ્વાદમાં આવે છે. આત્માના આનંદનો સ્વાદ લેવા માટે વચ્ચે વિકલ્પની જરૂર
પડે એવો આત્મા નથી; વિકલ્પ વગરનો મારો ચૈતન્યરસ મને સ્વયં સ્વાદમાં આવી રહ્યો છે.–
આવી આત્માઅનુભૂતિ થઈ તે વીરનો માર્ગ છે. પોતે વીરના માર્ગે ચાલ્યો જાય છે.
જ્ઞાનભાવરૂપ પરિણમ્યો છે તે વિકલ્પને કરતો નથી, વિકલ્પથી છૂટો ને છૂટો જ્ઞાનભાવરૂપ
જ રહે છે. સમ્યક્ત્વાદિ જ્ઞાનભાવરૂપ રહેવું ને વિકલ્પના કર્તા પણ થવું–એ બે વાત એક
સાથે બની નહિ. જે જ્ઞાતા છે તે વિકલ્પનો કર્તા નથી, અને જે વિકલ્પનો કર્તા છે તે જ્ઞાતા
નથી. જ્ઞાનમાં વિકલ્પ નથી, વિકલ્પમાં જ્ઞાન નથી. આમ વિકલ્પ અને જ્ઞાનની ભિન્નતા
કરીને જ્ઞાનરૂપ પરિણમવું તે વીરનો માર્ગ છે. વીરનો માર્ગ પાછો ન ફરે એવો છે.
મહાવીર પરમાત્માનું આ કહેણ છે કે હે જીવ! તારા ચૈતન્યમાં વિકલ્પનો પ્રવેશ નથી.
આવા ચૈતન્યસ્વભાવને નક્કી કરીને જ્ઞાનમાં લે, ત્યાં વિકલ્પ તૂટીને તને આનંદના
નાથનો ભેટો થશે. આવો વીરનો માર્ગ છે :–
પ્રથમ પહેલાંં મસ્તક મુકી....વળતાં લેવું હરિનું નામ જો...ને.
PDF/HTML Page 15 of 49
single page version
જાય એવો આ માર્ગ નથી. વિકલ્પના કર્તૃત્વમાં જેઓ અટક્યા છે તેઓ તો કાયર છે, એવા
કાયર જીવો વીરના વીતરાગમાર્ગને પામી શકતા નથી.
ને વિકલ્પનો રસ નીકળી ગયો.–આનું નામ ભેદજ્ઞાન. ભેદજ્ઞાનપર્યાયસહિતનો એ ભગવાન
પોતે પવિત્ર પુરાણપુરુષ છે. તેને પરમાત્માના કહેણ સ્વીકાર લીધા છે, પરમાત્માએ જે કહ્યું તે
તેણે પોતામાં અનુભવી લીધું છે, ને હવે અલ્પકાળમાં તે મોક્ષલક્ષ્મીને વરશે. મોક્ષને લેતાં તેની
પરિણતિ પાછી નહિ ફરે....વીરનાથના અપ્રતિહતમાર્ગે તે મોક્ષને વરશે
થાય છે, તે પર્યાયનો કર્તા આત્મા પોતે છે. આવું વસ્તુસ્વરૂપ જાણ્યા વગર આત્માનો
અનુભવ થાય નહીં. એકાંત ધુ્રવ કે એકાંત ક્ષણિકવસ્તુ માને તો તેને આત્માનો અનુભવ
કરવાનો અવસર રહેતો નથી. તેમજ ઈશ્વર આ આત્માને કરે એમ માનનારને પણ
‘પોતાનો આત્મા જ પરમાત્મા છે’ એવી ઓળખાણનો અવકાશ રહેતો નથી. અહીં તો
આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ જ્ઞાનમાં નક્કી કરીને તેનો જેણે અનુભવ કર્યો છે તે
જીવ કેવો છે? તેનું આ વર્ણન છે. બહારનાં કામ તો દૂર રહો, અંદરના એક સ્રૂક્ષ્મ
વિકલ્પનું કામ પણ તેના જ્ઞાનમાં નથી; જ્ઞાન અંદરમાં વળીને વિજ્ઞાનરસરૂપ થઈ ગયું છે.
ભેદજ્ઞાનરૂપી અંતર્મુખી માર્ગદ્વારા હું મારા ચૈતન્યરસના સમુદ્રમાં વળ્યો છું; મારી જ્ઞાનની
ધારા જ્ઞાનરસરૂપે જ પરિણમે છે. મારા જ્ઞાનરસના મહાપ્રવાહમાં વિકલ્પોનો એક અંશ
પણ નથી. આમ જ્ઞાન અને વિકલ્પોને એક અંશ પણ નથી. આમ જ્ઞાન અને વિકલ્પ વચ્ચે
કર્તા–કર્મપણું છૂટી ગયું છે. હવે જ્ઞાન પોતાના રસમાં જ મગ્ન રહેતું થકું વિકલ્પોના
માર્ગથી તે દૂરથી જ પાછું વળી
PDF/HTML Page 16 of 49
single page version
જ્ઞાનના રસીલા જીવોએ ચૈતન્યનો આવો માર્ગ જોયો છે. વીરનાથે આવો માર્ગ બતાવ્યો છે.
વીરનાથના માર્ગનાં આ મધુરાં વહેણ છે.
સ્વાદ આવે છે. પરની સન્મુખ થઈને પરને જાણતાં કાંઈ સુખનું વેદન થતું નથી. આત્મા જ
પોતે એવો સારભૂત છે કે જેને જાણતાં સુખ થાય છે. આવા આત્માને લક્ષમાં લેતાં વિકલ્પોની
જાળ તૂટી જાય છે. જ્ઞાનને જ્ઞાનરસમાં આવવું એ તો સહજ છે, વિકલ્પનો બોજો તેમાં નથી.
આવા જ્ઞાનરસમાં આવતાં હે જીવ! તને આનંદ આવશે. જેમ પાણીને ઢાળ મળતાં તે
સહજપણે ઝડપથી તેમાં વળી જાય છે, તેમ આત્માની ચૈતન્યપરિણતિને ભેદજ્ઞાનરૂપી ઢાળ
મળ્યો ત્યાં વિકલ્પના વનમાં અટકવાનું મટી ગયું ને સહજપણે અંતરમાં વળીને પોતાના
આનંદ–સમુદ્રમાં તે મગ્ન થઈ. અહો, આ તો સમ્યગ્દ્રષ્ટિએ પોતામાં જોયેલાં માર્ગ છે...તે
અંતરમાં ગંભીર માર્ગમાં જવું તેને સુગમ થઈ ગયું છે.
ગંભીર ચૈતન્યસ્વરૂપમાં ઊતરતાં પોતાના ચૈતન્યરસનો મહાસમુદ્ર પ્રાપ્ત થાય છે. અહો!
ચૈતન્યરસના રસિકજનો! આવા તમારા શાંતરસના સમુદ્રને દેખો. એને દેખતાં વિકલ્પોનાં
મોજાં ઠરી જશે. ચૈતન્યનો રસ લાગે તેને વિકલ્પનો રસ રહે નહિ, વિકલ્પ સાથે જ્ઞાનનાં
મીંઢળ તે બાંધે નહિ. જેમ સતી પોતાના સ્વામી સિવાય બીજાનું મીંઢળ બાંધે નહીં, તેમ
સાધકધર્માત્મા ચૈતન્યરસની પરમ પ્રીતિથી કહે છે કે–
PDF/HTML Page 17 of 49
single page version
પરમશાંત, તેને રાગના આકુળરસ સાથે મેળ ખાય નહિ. મારો ચૈતન્યરસ, તેમાં વિકલ્પોની
ભઠ્ઠી નથી. હવે મારું જ્ઞાન વિકલ્પ તરફ ખેંચાતું નથી, જ્ઞાન તો જ્ઞાનસ્વરૂપમાં જ ખેંચાઈને,
પોતે પોતામાં મગ્ન થાય છે. આવા જ્ઞાનના અનુભવમાં વિકલ્પનો આધાર નથી. જ્ઞાન પોતે
જ પોતાના આધારે જ્ઞાનરૂપે પરિણમતું થકું, પોતાને વિકલ્પથી ભિન્ન જ્ઞાનરૂપે અનુભવે છે.
જેણે આવો અનુભવ કર્યો તે જીવ મહાવીરના માર્ગમાં આવ્યો.
વેદવાપણું જ્ઞાનીના જ્ઞાનમાં રહ્યું નથી. જ્ઞાનીનું જ્ઞાન તો વિકલ્પથી પાર શાંતરસરૂપ થયું છે.
આવું જ્ઞાન તે ભગવાને કહેલા બારે અંગનો સાર છે. અહા, ચૈતન્યના આનંદના રસ અમે
ચાખ્યા, જગતના વિષયરસમાં હવે અમારી પરિણતિ જાય નહિ. ચૈતન્યના આનંદરસ પાસે
જગતના બધાય રસ તૂચ્છ છે. દુનિયા તો ગાંડી છે, દુનિયા શું બોલશે? નિંદા કરશે કે પ્રશંસા
કરશે? તે જોવા જ્ઞાની રોકાતા નથી. દુનિયા પાસેથી સર્ટીફિકેટ (પ્રમાણપત્ર) લેવું નથી.
અમારા અનુભવ–જ્ઞાનવડે અમારા આત્માનું પ્રમાણપત્ર મળી ગયું છે; પોતાના આત્મામાંથી
શાંતિનું વેદન આવી ગયું છે ત્યાં બીજાને પૂછવાપણું રહેતું નથી. અમે હવે ભગવાનના
માર્ગમાં ભળ્યા છીએ...વીરભગવાને કહેલો માર્ગ આત્મામાં દેખી લીધો છે...ને તે માર્ગે
અલ્પકાળમાં પૂર્ણ આત્માને સાધીને અમે પણ પરમાત્મા થઈશું.
PDF/HTML Page 18 of 49
single page version
PDF/HTML Page 19 of 49
single page version
ઈસ જગમેં દુખ જો મૈં ભુગતે, સો તુમ જાનો રાઈ;
અબ મૈં અરજ કરૂં પ્રભુ તુમસે કર સમાધિ ઉરમાંહી,
અન્તસમય મેં યહ વર માંગૂં, સો દીજૈ જગ–રાઈ.
ભવ–ભવમેં તન પુરુષ–તનો ધર, નારી હૂ તન લીનો,
ભવ–ભવમેં મૈં ભયો નપુંસક, આતમગુન નહિં ચીનો.
ભવ–ભવમેં તિરયંચ યોનિ ધર, પાયો દુખ અતિભારી,
ભવ–ભવમેં સાધર્મી જનકો, સંગ મિલ્યો હિતકારી.
એતી વસ્તુ મિલી ભવ–ભવમેં, ‘સમ્યક્’ ગુન નહિં પાયો,
ના સમાધિ–યુત મરન કિ્્યો મૈં, તાતૈં જગ ભરમાયો.
PDF/HTML Page 20 of 49
single page version
જો નિજ–પરકો જ્ઞાન હોય તો, મરન સમય દુઃખ કાંઈ,
દેહ વિનાશી, મૈં નિજ–ભાસી, જ્યોતિ–સરૂપ સદાઈ.
કર મિથ્યા સરધાન હિયે બિચ, આતમ નાહિં પિછાન્યો.
યોં કલેશ હિય ધાર મરન કરિ, ચારોં ગતિ ભરમાયો,
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચરન યે, હિરદેમેં નહિં લાયો.
યે મુઝ મરન સમય દુખદાતા, ઈન હર, સાતા કીજૈ,
જો સમાધિયુત મરન હોય મુઝ, અરુ મિથ્યા ગદ છીજૈ.
અતિ દુર્ગન્ધ અપાવન સા યહ મૂરખ પ્રીતિ બઢાવૈ,
દેહ વિનાસી, જિય અવિનાસી, નિત્ય–સરૂપ કહાવૈ.