Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 64
single page version

background image
૩૪૩
બીજ અને પૂનમ
વૈશાખ સુદ બીજના દિવસે ફત્તેપુરમાં બીજ અને
પૂનમની ભવ્ય રચના વચ્ચે બેઠેલા ગુરુદેવે અત્યંત ધીર–
ગંભીર ધ્વનિથી મંગળ સંભળાવતાં કહ્યું કે
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गइं पत्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवलि भणियं।।
१।।
–આ અપૂર્વ મંગળ દ્ધારા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યાં છે.
અનંત સિદ્ધ ભગવંતોને લક્ષમાં લઈને તેમનું સન્માન કરતાં, બહુમાન
કરતાં, તેમને આત્મામાં સ્થાપીને નમસ્કાર કરતાં, રાગથી હટીને
પોતાના શુદ્ધ આત્મા ઉપર લક્ષ જાય છે, એટલે સ્વસન્મુખતા થતાં
ભેદજ્ઞાનરૂપી બીજ ઊગે છે, અને પછી તેમાં એકાગ્રતા વડે
કેવળજ્ઞાનની પૂર્ણિમા ઊગે છે. આ રીતે બીજ ઊગીને આત્મા પૂર્ણતાને
પામે તે અપૂર્વ મંગળ છે.
[બીજ પછી બીજે દિવસે જોયું તો, બીજ અને પૂનમ
વચ્ચેતનું અંતર એકદમ ઘટી ગયું હતું, બને નજીક આવી ગયા
હતા!
]
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૮ દ્વિતીય વૈશાખ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૯: અંક ૭

PDF/HTML Page 2 of 64
single page version

background image
ગુરુદેવ–પ્રત્યે અપૂર્વ–અંજલિ
હે ગુરુદેવ! અમને જિનમાર્ગમાં લેવા માટે, અને અમને
સમ્યક્ત્વ દેવા માટે જ આપનો વિદેહથી અહીં અવતાર થયો છે.
આપના જન્મને અમે અમારા સમ્યક્ત્વનો જ જન્મ માનીએ
છીએ. તેથી એ જન્મોત્સવ ઉજવતાં આત્મા સાચા આનંદથી
ઉલ્લસિત થાય છે.
આપના પ્રતાપે અનેક જીવોના અંતરમાં ધર્મની
પરિણતિ જાગી રહી છે, ને બહારમાં પણ ધર્મભાવનાના એક–
એકથી ચડિયાતા પ્રસંગો બન્યા કરે છે. એ રીતે આપના દ્ધારા
અંર્ત અને બાહ્ય બન્ને રીતે સદૈવ વૃદ્ધિગત થઈ રહેલી
તીર્થપ્રભાવના જ્યારે તેની ઉત્કૃષ્ટ પરકાષ્ટાએ પહોંચશે ત્યારે
અમે આપને બદલે એક તીર્થંકર પરમાત્માને સાક્ષાત્ દેખીશું.....
અને સાથે દેખીશું ગણધરાદિ વૈભવને! એ વખતનો આપનો
આત્મવૈભવ અને આપનો ધર્મપરિવાર કોઈ અજબગજબના
હશે.
જેમના પ્રતાપે જિનેન્દ્રભગવાનના પંચકલ્યાણક
ઉજવવાનું સુભાગ્ય મળ્‌યું, અને જેમની ૮૩ મી જન્મજયંતિનો
મંગલ ઉત્સવ પણ આનંદપૂર્વક અપૂર્વ ભાવથી ઉજવ્યો, તે
મંગલકારી ગુરુદેવના ચૈતન્ય બગીચામાંથી ચૂંટેલા ૮૩ પુષ્પોની
એક મંગલમાળા આત્મધર્મના જિજ્ઞાસુઓને ધર્મપ્રેમપૂર્વક
સમર્પણ કરું છું. બંધુઓ, આ પુષ્પમાળાની સુગંધ તમારા
ચૈતન્યરસને પુષ્ટ કરશે, તેના ભાવોના ધોલનવડે તમને
ભેદજ્ઞાન થશે..... અને ત્યારે આનંદના કોઈ અપૂર્વ ભાવસહિત
દેવ–ગુરુપ્રત્યે શ્રદ્ધાંજલિ નીકળશે. એવા ભાવે ગુરુદેવ પ્રત્યે
અર્પણ કરેલી મંગળમાળાની અંજલિ આપ આ અંકમાં વાંચશો.

PDF/HTML Page 3 of 64
single page version

background image
* શ્રાવકની ધર્મદ્રઢતા *
तं देश तं नरं तत्स्वं तत्कर्माण्यपि नाश्रयेत्।
मलिनं दर्शनं येन येन च व्रतखण्डनम्।।
પોતાના સમ્યક્ત્વાદિ ધર્મની જેમાં રક્ષા ન થાય,
સમ્યક્ત્વમાં કે વ્રતમાં મલિનતાનું કારણ હોય, એવા
દેશનો, એવા પુરુષોનો કે એવા ધનવૈભવ વગેરેનો સંબંધ
ધર્મી જીવ છોડી દે છે. સમાન પ્રતિકૂળતા કરે તોપણ ધર્મી
જીવ પોતાની શ્રદ્ધાથી ડગે નહિ. જેમાં શ્રદ્ધા વગેરેને દોષ
લાગે તેવા ધનને પણ ધર્મી જીવ છોડે છે. ભલે પ્રતિકૂળતા
હો, ધર્મ ક્્યાં એના આધારે છે? ધર્મી જીવ પોતાના ધર્મથી
કદી ડગે નહિ. નરકની ઘોર પ્રતિકૂળતા વચ્ચે ધર્મીજીવ
અંતરની ચૈતન્યદ્રષ્ટિને ટકાવી રાખે છે માતા–પિતા–ભાઈ–
બેન ગમે તે હો, પણ ધર્મમાં જે પ્રતિકૂળતા કરે એનો
આશ્રય ધર્મીજીવ લેતો નથી. એવા મનુષ્યોનો સંગ તે છોડે
છે. કરોડો રૂપિયા મળતા હોય પણ ધર્મીજીવ પોતાની
શ્રદ્ધાને ઢીલી કરે નહિ. કોઈ વાર એમ બને કે સામા કહે કે
અમારા ઘરે આવીને તારે તારો ધર્મ નહિ પળાય, અમારો
ધર્મ પાળવો પડશે–તો આવા પુરુષના કે સ્ત્રીના સંગને
ધર્મીજીવ છોડી દે છે. પોતાના ધર્મની રક્ષામાં ધર્મીજીવ
તત્પર છે, તેમાં દુનિયાનો સાથ રહે કે ન રહે તેની પરવા
ધર્મી જીવ કરતો નથી. કોઈ અનાર્ય દેશ જ્યાં ખોરાકની
શુદ્ધી જળવાય નહિ, જ્યાં દેવ–ગુરુ મળે નહિ, જૈન ધર્મ મળે
નહિ–એવા કુક્ષેત્રમાં લાખો–કરોડો રૂા. ની કમાણી થતી હોય
તોપણ ધર્મીજીવ એવા ક્ષેત્રને, એવા મનુષ્યોના સંગને,
એવા વેપારને તથા એવા બધા કાર્યોને છોડી દે છે, ને
પોતાના શ્રદ્ધા વગેરે ધર્મો જેમ પુષ્ટ થાય તેમ કરે છે.
(ફત્તેપુર: પદ્મનંદી શ્રાવકાચાર–પ્રવચનોમાંથી)

PDF/HTML Page 4 of 64
single page version

background image
: ૨ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
* ચૈતન્યરસનું મધુર ઝરણું *
ફત્તેપુર પ્રવચનોમાંથી–દોહન
ફત્તેપુર (ગુજરાત) માં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે અનેકવિધ
મંગલઉત્સવ નિમિત્તે પૂ. ગુરુદેવ કાનજીસ્વામી પ્ર. વૈ. સુદ ૪ થી દ્ધિ. વૈ. સુદ ૪
સુધી પંદર દિવસ પધાર્યા. તે દરમિયાન સમયસાર ગા. ૬–૭–૧૧ તથા પદ્મનંદી
પચ્ચીસીના ઉપાસક સંસ્કાર અધિકાર ઉપર જે પ્રવચનો થયા–તેનું દોહન અહીં
આપવામાં આવ્યું છે. પ્રવચનમાં વહેતું ચૈતન્યરસનું મધુર ઝરણું હજારો
જિજ્ઞાસુઓને તૃપ્ત કરતું હતું; આત્મધર્મના પાઠકો પણ તેની ઠંડી હવાથી તૃપ્ત
થશે. ગુરુદેવની ૮૩ મી જન્મજયંતિ નિમિત્તે અહીં ૮૩ બોલ આપ્યા છે.
(બ્ર. હ. જૈન)
૧ ‘અમારા ઉપર કૃપા કરીને શ્રીગુરુએ અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો
અને તેના અંર્તઅનુભવવડે અમને અમારા આત્માના આનંદના
વેદનરૂપ નિજવૈભવ પ્રગટ્યો છે, તે નિજવૈભવ વડે હું આ સમયસારમાં
શુદ્ધઆત્મા દેખાડું છું. ’ –આમ કહીને આચાર્યદેવ છઠ્ઠી ગાથામાં
શુદ્ધાત્માનું સ્વરૂપ દેખાડે છે.
૨ સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને પણ, આત્માના અનંત ગુણોની શુદ્ધતાનું
અંશે સ્વસંવેદન હોય છે, અતીન્દ્રિય આનંદરૂપ નિજવૈભવ તેને પણ
પ્રગટ્યો છે; પણ મુનિભગવંતોને તો પ્રચુર સ્વસંવેદનથી ઘણા આનંદનું
વેદન વર્તે છે.
૩ ધર્મી જીવ જાણે છે કે અમને આત્માનો આનંદ પ્રગટ્યો છે, તેનું વેદન
વર્તે છે; અમારો અચિંત્ય નિજવૈભવ અમારા આત્મામાં અમે દેખ્યો છે.
અને જે નિજવૈભવ શુદ્ધઆનંદની વર્તમાન વહેતી દશામાં વર્તે છે તે
વૈભવપૂર્વક અમે શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવીએ છીએ. એકલા ભગવાનને
કહ્યું–તેનાથી નહિ, પણ પોતાના અંતરના સ્વસંવેદનથી સંતો શુદ્ધાત્મા
દેખાડે છે.

PDF/HTML Page 5 of 64
single page version

background image
: દ્વિ. વૈશાખ: ર૪૯૮ આત્મધમ : ૩ :
૪ શુદ્ધાત્મા દેખાડનારા સંત પોતે તેને અનુભવનારા છે. તેઓ કહે છે કે હું
મારા શુદ્ધાત્માના અનુભવરૂપ વૈભવ શુદ્ધાત્મા દેખાડું છું ને તમે તમારા
સ્વાનુભવથી પ્રમાણ કરજો.
પ જેને શુદ્ધાત્માના અનુભવની ઝંખના છે, ને તેમનું સ્વરૂપ સમજવા માટેની
ધગશથી શ્રીગુરુ પાસે આવીને પૂછે છે–તેને આચાર્યદેવ તેનું સ્વરૂપ
બતાવે છે.–
૬ અહો, આત્માનું સ્વરૂપ સમજવાની ખરી જિજ્ઞાસા જેને જાગી છે એવા
શિષ્યને અહીં સમજાવે છે કે હે ભવ્ય! આત્માનું અંર્તતત્ત્વ શુદ્ધ
જ્ઞાયકભાવ છે; તે જ્ઞાયક ભાવ શુભાશુભ રાગથી પાર છે. આવા
આત્માને સ્વીકારતાં પર્યાય પણ તેમાં વળીને શુદ્ધાત્માને સેવે છે, ત્યારે
તે જીવને શુદ્ધાત્મા કહે છે. એકલી શબ્દોની ધારણાથી ‘શુદ્ધ–શુદ્ધ’ કહે
તેની વાત નથી. પણ શુદ્ધ કહેતાં દ્રવ્યના આત્મલાભ ઉપર જેની દ્રષ્ટિ
ગઈ તેને પરનું તો લક્ષ છૂટી ગયું ને પોતામાં પર્યાયના ભેદોનું લક્ષ પણ
છૂટી ગયું. અંતર્મુખ થઈને આવો અનુભવ જેણે કર્યો તેને ‘શુદ્ધ’ કહે છે.
૭ અહા, આવા શુદ્ધતત્ત્વનું સ્વરૂપ જે પ્રેમથી સાંભળે છે તે અલ્પકાળમાં
જરૂર મોક્ષને પામે છે. જીવોએ અનાદિસંસારમાં શુદ્ધાત્માથી વિરુદ્ધ રાગ–
દ્ધેષ–મોહની વાત અનંતવાર સાંભળી છે.
૮ પ્રશ્ન:– ઘણા જીવો તો એવા છે કે જેમને હજી સુધી કાન જ મળ્‌યા નથી, તો
તેમણે રાગાદિની વાત કઈ રીતે સાંભળી?
ઉત્તર:– શબ્દો ભલે કાને ન પડ્યા, પણ તેના શ્રવણનું કાર્ય જે રાગાદિનો
અનુભવ, તે કાર્ય તેઓ કરી જ રહ્યા છે, ચૈતન્યને ભૂલીને રાગનો જ
અનુભવ તેઓ કરી રહ્યા છે, માટે તેઓ રાગાદિની જ કથા સાંભળનારા
છે. અને શુદ્ધાત્માની કથાનું શ્રવણ જીવે પૂર્વે કદી સાંભળ્‌યું નથી.
૯ પ્રશ્ન:– અનંતવાર ભગવાનના સમવસરણમાં જઈને આત્માની વાત
સાંભળી છતાં, કદી નથી સાંભળી–એમ કેમ કહ્યું?
ઉત્તર:– કેમકે શુદ્ધાત્માની સન્મુખ થઈને તેનો અનુભવ કદી ન કર્યો, માટે તેણે
ખરેખર શુદ્ધાત્માની વાત નથી સાંભળી. સાંભળ્‌યું તો ત્યારે કહેવાય કે
તેવો અનુભવ કરે. જેનો પ્રેમ કર્યો, જેનો અનુભવ કર્યો તેનું જ શ્રવણ
કર્યું કહેવાય.

PDF/HTML Page 6 of 64
single page version

background image
: ૪ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
૧૦ માટે કહે છે કે હે ભાઈ! આ શુદ્ધાત્માની વાતનું અપૂર્વ શ્રવણ તને મળે
છે. તેને તું શ્રવણમાત્ર ન રાખીશ, અનુભવરૂપ કરજે. જેને દ્રષ્ટિમાં લેતાં
અપૂર્વ સમ્યગ્દર્શન થાય ને આનંદ પ્રગટે એવા શુદ્ધાત્માની વાત તને
આત્માના વૈભવથી સંભળાવીએ છીએ. તો પરનું લક્ષ છોડીને આત્માના
જ્ઞાયક સ્વભાવને લક્ષમાં લઈને તેની ઉપાસના કરજે. આવી ઉપાસના
કરે તેને ‘શુદ્ધ’ કહીએ છીએ.
૧૧ જ્ઞાયક સ્વભાવના લક્ષે પર્યાયમાં જ્યારે શુદ્ધતારૂપે પરિણમ્યો ત્યારે
ત્રિકાળ શુદ્ધ’ છું–એમ ખબર પડી. જ્ઞાન પ્રગટ્યું ત્યારે તેમાં સ્વજ્ઞેયનું
ભાન થયું. જ્ઞાનમાં સ્વજ્ઞેય આવ્યા વગર ‘આ શુદ્ધ છે’ એમ કોણે
સ્વીકાર્યું? ત્રિકાળ શુદ્ધ આત્માને સ્વજ્ઞેયપણે જેણે સ્વીકાર્યો તેની દ્રષ્ટિ
પરમાંથી, રાગમાંથી ને પર્યાય ભેદમાંથી હટીને અંતરમાં વળી, ને
અતીન્દ્રિય આનંદનો નમૂનો અંદરમાંથી કાઢીને અનુભવ્યો. આનંદનો
પતાળકુવો ખોલીને તેનો સ્વાદ પર્યાયમાં અનુભવ્યો–આવો અનુભવ તે
અપૂર્વ મંગળ છે; તે મોક્ષ માટેનો માણેકસ્થંભ છે. આ રીતે આત્મામાં
મોક્ષનાં માણેકસ્થંભ રોપીને મંગલ–ઉત્સવની શરૂઆત થાય છે.
૧૨ જ્ઞાયકતત્ત્વને જાણનાર–અનુભવનાર જ્ઞાની, રાગને જાણે ત્યાં કાંઈ તેના
જ્ઞાનમાં રાગની ઉપાધિ નથી, જ્ઞાન રાગનું નથી, જ્ઞાન તો જ્ઞાન જ છે.
જ્ઞાનપણે જ જ્ઞાન પ્રકાશે છે, કાંઈ રાગપણે તે પ્રકાશતું નથી. ચૈતન્યનું
સ્વ–પરપ્રકાશપણું ખીલ્યું, તે સ્વ–જ્ઞેયને પ્રકાશતાં પણ જ્ઞાયક જ છે.
જ્ઞાનીનો જ્ઞાનભાવ છે તે રાગથી જુદો ને જુદો રહે છે.
૧૩ આવા જ્ઞાયકઆત્માની કથા તે ધર્મકથા છે; અને આવી ધર્મકથા જે
ખરેખર સાંભળે તેને પોતામાં ધર્મ પ્રગટ્યા વગર રહે નહિ. આવો ધર્મ
તે જ વીતરાગે કહેલો ધર્મ છે, ને તે ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે.
૧૪ જેને ‘શુદ્ધઆત્મા’ જાણવો છે તેને માટે આ વાત છે. જગતના બીજા
તત્ત્વો કેવા છે? કે પુણ્ય–પાપ વગેરે અશુદ્ધભાવો કેવા છે તે જાણવા ઉપર
જોર નથી. પણ પરભાવ વગરનો મારો શુદ્ધ આત્મા કેવો છે તે
જાણવાની જેને લગન છે તેને માટે આચાર્યદેવ અહીં નિજઆત્માના
વૈભવથી આત્માનું સ્વરૂપ દેખાડે છે.

PDF/HTML Page 7 of 64
single page version

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : પ :
૧પ ચૈતન્યભાવ અનાદિથી સ્વયંસિદ્ધ સત્ છે, અનંતકાળ ટકનાર છે, અને
જ્યારે જુઓ ત્યારે વર્તમાનમાં સદાય ઉદ્યોતમાન છે; આવો ચૈતન્યભાવ
આત્મા છે તે સ્પષ્ટ–પ્રકાશમાન જ્યોતિ છે; પોતે પોતાને પ્રકાશવામાં –
જાણવામાં–વેદન કરવામાં કોઈ બીજાની કે રાગની જરૂર પડે નહિ, સ્વયં
પોતે પોતાને પ્રત્યક્ષ જાણે છે– એવો આત્માનો સ્વભાવ છે. આવા
એકસ્વભાવપણે આત્માને લક્ષમાં લઈને અનુભવ કરતાં તે શુભ–અશુભ
કષાયો વગરનો શુદ્ધપણે અનુભવાય છે. આવો અનુભવ કરનાર કહે છે
કે ‘હું એક જ્ઞાયકભાવ છું’ . ચોથા ગુણસ્થાને મતિ–શ્રુતના સ્વસંવેદનમાં
આત્મા પ્રત્યક્ષ થઈ ગયો છે.
૧૬ રાગનાં તરણમાં જેની રુચિ અને દ્રષ્ટિ રોકાઈ ગઈ છે તે જીવને અખંડ
પહાડ જેવો જ્ઞાયકસ્વભાવ દેખાતો નથી. એક જ્ઞાયકસ્વભાવપણે પોતાને
જે દેખે છે તેને કષાય વગરનો પરમ શાંતરસમાં તરબોળ આત્મા
અનુભવાય છે; આવા આત્માને દેખનારી દ્રષ્ટિમાં રાગાદિ તો નથી, ને
પર્યાયભેદ કે ગુણભેદના વિકલ્પો પણ તેમાં નથી. આત્મા બંધાયેલો હતો
ને છૂટયો–એવા બંધ મોક્ષના વિકલ્પો શુદ્ધદ્રવ્યની અનુભૂતિમાં નથી.
૧૭ આત્મા સ્વભાવની આ સૂક્ષ્મ વાત છે, તે સમજાય તેવી છે. ‘સમજવું’ તે
તો જ્ઞાનનું સ્વરૂપ છે, તે કાંઈ રાગનું સ્વરૂપ નથી. સાચી સમજણ તે
કાંઈ રાગનું કામ નથી, તે તો જ્ઞાનનું કામ છે. તો જ્ઞાનસ્વરૂપ આત્મા
પોતે પોતાનું સ્વરૂપ કેમ ન સમજે? રાગમાં કાંઈ સ્વને કે પરને
સમજવાની તાકાત નથી કેમકે તેનામાં ચેતનાસ્વભાવ નથી. આત્મા
પોતે પોતાના સ્વરૂપને કષાયોથી ભિન્ન અનુભવીને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પર્યાયરૂપે પરિણમે છે, તે નિર્મળપર્યાયમાં સ્થિત આત્માને
સ્વસમય કહીએ છીએ; તેને જ શુદ્ધ કહીએ છીએ. રાગાદિમાં પોતાપણું
જાણીને તેમાં જે સ્થિત છે તે પરસમય છે. રાગમાં સ્થિતને જડમાં સ્થિત
કહ્યો છે, કેમકે રાગને ચેતનપણું નથી પણ જડસ્વભાવપણું છે.
૧૮ જે વિકલ્પ છે તે જ્ઞાનથી જુદો જ છે તેથી તેને જડ કહ્યો છે; પછી
જ્ઞાનીનો વિકલ્પ હો કે અજ્ઞાનીનો, પણ તે કાંઈ જ્ઞાનની જાત નથી,
જ્ઞાનથી વિરુદ્ધ છે માટે તે જડ છે. જે જ્ઞાનસ્વભાવને અનુભવમાં લ્યે તેને
જ વિકલ્પનું અચેતનપણું ખરેખર સમજાય. વિકલ્પથી જુદા જ્ઞાનને જે
દેખતો નથી તેને તો

PDF/HTML Page 8 of 64
single page version

background image
: ૬ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
નિરંતર શુભ–અશુભભાવનું કષાયચક્ર જ ચાલ્યા કરે છે. અશુભમાંથી
શુભ થાય તે કાંઈ નવું નથી; શુભ ને અશુભનું કષાયચક્ર તો નિગોદના
જીવને પણ ચાલ્યા જ કરે છે. પણ કષાયોથી તદ્ન જુદી જાતનો
જ્ઞાનસ્વભાવ છે તેને અનુભવમાં લેવો તે અપૂર્વ છે.
૧૯ ‘જ્ઞાયકભાવ’ માં સદા એકરૂપતા છે; શુભાશુભભાવોમાં અનેકરૂપપણું
છે, શુભ કે અશુભ કોઈ ભાવ એકરૂપ કોઈ ભાવ એકરૂપ રહે નહિ. આ
રીતે અનેકરૂપ શુભાશુભભાવનું જે કષાયચક્ર છે તે રૂપે એક જ્ઞાયકભાવ
થતો નથી, જ્ઞાયકભાવને સદા એક જ્ઞાયક ભાવપણું જ છે. આવા
જ્ઞાયકભાવપણે આત્માને ઉપાસવો એટલે કે અનુભવમાં લેવો–તે ‘શુદ્ધ’
છે. જ્ઞાનનાં કિરણ સદા જ્ઞાનરૂપ છે, જ્ઞાનનાં કિરણ રાગરૂપ નથી. જેમ
સૂર્યનું કિરણ પ્રકાશરૂપ છે, કોલસારૂપ નથી, તેમ ચૈતન્યસૂર્ય ભગવાન
આત્મા અનંત જ્ઞાનકિરણોથી જ પ્રકાશમાન છે, તે કષાયની કલુષતારૂપ
નથી. આ રીતે કષાયની ભિન્ન આનંદસ્વરૂપ જ્ઞાયકભાવપણે જે પોતાને
અનુભવે તેણે જ આત્માને ‘શુદ્ધ’ જાણ્યો છે.
૨૦ આપ ફત્તેપુર–પ્રતિષ્ઠામહોત્સવનાં પ્રવચનો વાંચી રહ્યા છો. તેમાં બપોરે
પદ્મનંદી પચ્ચીસીમાંથી ‘ઉપાસક સંસ્કાર (શ્રાવકાચાર)’ અધિકાર
વંચાય છે; એમાં શ્રાવકનાં આચારનું વર્ણન છે. આ શાસ્ત્રને શ્રીમ્દ
રાજચંદ્રજીએ બહુમાનથી ‘વનશાસ્ત્ર’ કહ્યું છે; વનમાં વસનારા દિગંબર
સંતે સિદ્ધભગવાન સાથે વાતું કરતાં કરતાં, ને અંદર સિદ્ધ જેવા
સ્વરૂપનો અનુભવ કરતાં કરતાં આ શાસ્ત્ર રચ્યું છે. તેમાંથી આ છઠ્ઠો
અધિકાર વંચાય છે.
૨૧ અધ્યાત્મની દ્રષ્ટિપૂર્વક જેણે આત્માને રાગથી જુદો જાણ્યો છે, તેને પછી
શ્રાવકની ભૂમિકામાં કેવો રાગ હોય ને કેવો રાગ છૂટી જાય–તેનું આ
કથન છે. શુભરાગ હોય તેથી કાંઈ તે મોક્ષનું કારણ છે–એમ તે
શ્રાવકધર્મી માનતા નથી.
૨૨ અધિકારના પ્રારંભમાં મંગલાચરણ તરીકે ભગવાન ઋષભદેવને અને
શ્રેયાંસકુમારને યાદ કર્યાં છે; આ ભરતક્ષેત્રમાં અસંખ્ય વર્ષો બાદ
ભગવાન ઋષભદેવ મુનિધર્મના આદ્ય–પ્રણેતા થયા, અને મુનિદશામાં
તેમને આહારદાન આપીને શ્રેયાંસકુમાર દાનધર્મના પ્રણેતા થયા.
૨૩ મતિજ્ઞાન–જાતિસ્મરણજ્ઞાનમાં કોઈ એવી અચિંત્ય તાકાત છે કે સામા
જીવને શરીરાદિ પલટી ગયું હોય છતાં તેને દેખીને નિઃશંક નિર્ણય કરી
લ્યે કે આ

PDF/HTML Page 9 of 64
single page version

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
જ જીવ પૂર્વે મારા સંબંધમાં હતો. શ્રેયાંસકુમારે જ્યાં ઋષભમુનિરાજને
દેખ્યા કે જ્ઞાનની નિર્મળતામાં જાતિસ્મરણ થયું ને એમ જાણ્યું કે અહો!
આ તો આઠમા ભવે વજજંઘ રાજા હતા ને તેમની સાથે મેં (શ્રીમતીએ)
મુનિરાજને આહારદાન દીધું હતું આત્મા અરૂપી છે, દેહ બદલી ગયો છે,
છતાં મતિજ્ઞાનની તાકાત છે કે તેને જાણી લ્યે છે–અસંખ્ય વર્ષ પહેલાંં
આ જ આત્મા મારી સાથે હતો–એમ નિઃશંક કેવળજ્ઞાન જેવું જાણી લ્યે
છે. મતિજ્ઞાનની પણ આટલી તાકાત, તો કેવળજ્ઞાનની તાકાતની શી
વાત!
૨૪ આવા કેવળજ્ઞાનની અરિહંત પરમાત્માને જે ઓળખે તેને તો
ચૈતન્યસ્વભાવી આત્માનો નિર્ણય થઈ જાય, ને મોહનો નાશ થઈને
સમ્યગ્દર્શન થાય. ભગવંતોએ મોહનો નાશનો આવો ઉપદેશ દીધો છે–
તેનું અલૌકિક વર્ણન પ્રવચનસાર ગાથા ૮૦–૮૨ માં છે.
૨પ અહીં શ્રેયાંસકુમાર દાન દેનાર અને ઋષભમુનિ ઉત્તમ પાત્ર, તેઓ બંને
ચરમ શરીરી, તે ભવે મોક્ષગામી છે. પણ તે કાંઈ દાનના શુભરાગને
લીધે નહિ, તે વખતે રાગથી ભિન્ન ચૈતન્યઆત્માનું અંદર ભાન છે તે
મોક્ષનું કારણ છે. ઋષભદેવ ભગવાનને વૈશાખ સુદ ત્રીજને દિવસે
શ્રેયાંસકુમારે શેરડીના રસનું આહારદાન દઈને પારણું કરાવ્યું હતું. આ
ભરતક્ષેત્રમાં અસંખ્ય વર્ષના અંતરે આહારદાનનો આ પ્રસંગ બન્યો,
ત્યારે દેવોએ આકાશમાં વાજાં વગાડીને ‘અહો દાન’ ..... અહો દાન’
એવી ઘોષણા કરીને મહોત્સવ કર્યો. વૈશાખ સુદ બીજની રાતે શ્રેયાંસને
સ્વપ્ન આવેલું કે મારા આંગણે આજે કલ્પવૃક્ષ આવ્યું છે! કલ્પવૃક્ષ જેવા
મુનિરાજ આંગણે પધાર્યા.... તેમને જોતાં જ શ્રેયાંસકુમારને જાતિસ્મરણ
થયું. આઠમા ભવે મુનિઓને દાન દીધેલું તે વિધિ યાદ આવી ગઈ, ને
વિધિપૂર્વક ઋષભમુનિને આહારદાન દીધું. આ રીતે દાનતીર્થનું પ્રવર્તન
થયું. મુનિઓને આહારદાન વગેરે શુભભાવ ધર્મી શ્રાવકને આવે છે.
ઋષભભગવાને દિવ્યધ્વનિવડે ભરતક્ષેત્રમાં ધર્મતીર્થંનું પ્રવર્તન કર્યું,
શ્રેયાંસકુમારે દાનતીર્થનું પ્રવર્તન કર્યું.
૨૬ શાસ્ત્ર એકકોર રાગ વગરનો આત્મસ્વભાવ બતાવે છે, બીજીકોર
શ્રાવકની ભૂમિકામાં મુનિઓને આહારદાન વગેરે શુભભાવ થાય તેની
પ્રશંસા પણ કરે છે.

PDF/HTML Page 10 of 64
single page version

background image
: ૮ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
ભૂમિકાઅનુસાર જે જેમ વાત હોય તેમ સમજવી જઈએ. શ્રાવકને
રાગરહિત આત્માની દ્રષ્ટિરૂપ સમ્યક્ત્વ પણ વર્તે છે, ને સાથે શુભરાગ
પણ વર્તે છે, તે રાગને કારણે પૂજા–ભક્તિ–દાન–સ્વાધ્યાય વગેરે ભાવ
આવે છે ને અશુભથી બચવા તે શુભને કર્તવ્ય પણ કહેવાય છે. પણ તે
રાગની હદ પુણ્યબંધ જેટલી છે, એ કાંઈ મોક્ષનું સાધન નથી–એમ
ધર્મીને ભાન છે.
૨૭ મોક્ષનો માર્ગ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે વીતરાગભાવ છે, આવો
મોક્ષ માર્ગ જેણે જાણ્યો છે, અંશે પ્રગટ કર્યો છે તેની આ વાત છે. જે
સમ્યગ્દર્શનાદિ નિશ્ચયમોક્ષમાર્ગ છે તે તો વીતરાગભાવ છે, ને તેનું ફળ
મોક્ષ છે. તેની સાથે શુભરાગાદિ જે વ્યવહારમોક્ષમાર્ગ છે તેનું ફળ શું
છે? –તેનું ફળ તો સ્વર્ગાદિ સંસાર છે, તે તેને ખરેખર મોક્ષમાર્ગ કેમ
કહેવાય? મોક્ષમાર્ગ તો એક જ છે બે નથી. વીતરાગભાવરૂપ એક જ
મોક્ષમાર્ગ છે વીતરાગભાવ તે એક મોક્ષ માર્ગ, ને શુભરાગ તે બીજો
મોક્ષમાર્ગ, એમ મોક્ષમાર્ગ બે નથી. વીતરાગભાવ તે મોક્ષમાર્ગ છે, ને
રાગ તે મોક્ષમાર્ગ નથી. , એમ મોક્ષમાર્ગ એક જ છે.
૨૮ આ જ્ઞાયકભાવરૂપ આત્મતત્ત્વ છે તેને, પરદ્રવ્યના ભાવોથી ભિન્નપણે
દેખતાં તે શુદ્ધપણે દેખાય છે; અને ત્યારે તેને દેખનારી પર્યાય પણ શુદ્ધ
થાય છે...... એટલે કષાયચક્ર મટી જાય છે, જ્ઞાન તેનાથી છૂટું પડી જાય
છે. પર્યાયમાં કષાયચક્રથી જ્ઞાન છૂટું પડ્યા વગર ‘ચૈતન્યતત્ત્વ શુદ્ધ છે’
એવી ઓળખાણ થઈ શકે નહિ. આ રીતે શુદ્ધદ્રવ્યને દેખતાં પર્યાય પણ
શુદ્ધ થયેલી વર્તે છે.
૨૯ કષાયચક્રનું મટવું કઠણ છે, –પણ અશક્્ય નથી, કેમકે
શુદ્ધદ્રવ્યસ્વભાવની સન્મુખ થતાં કષાયચક્ર મટી જાય છે. જ્ઞાનનું સ્વરૂપ
સ્વભાવથી જ સર્વે પરભાવોથી રહિત છે; એટલે જ્ઞાનસ્વભાવનો
અનુભવ થતાં સર્વે પરભાવોનો ધ્વંસ થઈ જાય છે. જ્ઞાનસ્વભાવ તો
રાગાદિ પરભાવ વગરનો છે જ, તેની સ્વસન્મુખ પરિણતિ પણ રાગ
વગરની થઈ ત્યાં તેણે રાગને છોડયા–એમ કહેવામાં આવે છે. બાકી
પરમાર્થે જ્ઞાનમાં કાંઈ રાગનું કતૃત્વ નથી કે જ્ઞાન તેને છોડે. જ્ઞાન તો
સ્વભાવથી જ રાગ વગરનું છે, જ્ઞાનમાં રાગનો પ્રવેશ નથી. જ્ઞાન
જ્ઞાનરૂપ થયું તે તો વિકારથી છૂટું ને છૂટું છે.
૩૦ જેનું જ્ઞાન અંર્તસ્વભાવસન્મુખ થયું નથી ને કષાયચક્રમાં (પુણ્ય–પાપમાં)
[ અનુસંધાન : પાના ૩૩ ઉપર

PDF/HTML Page 11 of 64
single page version

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
ગુજરાતનાં પ્રવચનો
સૌરાષ્ટ્રમાં વિહાર બાદ અમદાવાદ થઈને
ગુજરાતમાં વિહાર કર્યો, તેમાં પ્રથમ દહેગામનાં
પ્રવચનો આપે ગતાંકમાં વાંચ્યા. ત્યાર બાદ પ્ર.
વૈશાખ સુદ ૬ થી પ્ર. વૈ વદ ત્રીજ સુધી રખિયાલથી
ફત્તેપુર પહોંચતાં સુધીનાં પ્રવચનો આપ અહીં
વાંચશો. મોટું શહેર હો કે ન નાનું ગામડું હો–
ચૈતન્યરસની ધારા તો બધે એકસરખી જ વહે છે.
સમ્યગ્દ્રષ્ટિનો અત્યંત મધુર ચૈતન્યસ્વાદ
(રખિયાલ–સ્ટેશન પ્ર. વૈ. સુદ ૬–૭ સમયસાર ગા. ૪૭)
દહેગામ બાદ ગુરુદેવ રખિયાલ પધાર્યા. રખિયાલ–સ્ટેશન જેવા નાના સ્થાનમાં
પણ સુંદર જિનમંદિર શોભે છે. જિનેન્દ્રદર્શન અને સ્વાગત બાદ ગુરુદેવે મંગલ–પ્રવચન
દ્ધારા ચૈતન્યતત્ત્વનું સ્મરણ કરીને તેનો મહિમા સમજાવ્યો. બપોરે સમયસારની ૯૭ મી
ગાથા ઉપર પ્રવચન થયું.
આ જીવ દેહાદિથી ભિન્ન ચૈતન્યવસ્તુ છે, તેનો સ્વાદ તો અતીન્દ્રિય આનંદરૂપ
અત્યંત મધુર ચૈતન્યરસ છે; પણ રાગાદિના કર્તૃત્વમાં અટક્યો હોવાથી અજ્ઞાનીને
અનાદિથી પોતાનો ચૈતન્યનો સાચો સ્વાદ આવ્યો નથી, ને રાગાદિભાવોના
આકુળતામય સ્વાદનો જ તેને અનુભવ છે. ભાઈ, તને તારા ચૈતન્યનો સાચો સ્વાદ કેમ
આવે તે વાત અહીં સંતો તને બતાવે છે. પ્રથમ તો રાગનાય કર્તૃત્વ વગરનો
જ્ઞાનસ્વભાવ છે તે ઓળખવો જોઈએ, તો જ ચૈતન્યનો સાચો સ્વાદ આવે.
આવા આત્માને બહારમાં બીજો કોઈ શત્રુ કે મિત્ર નથી; આત્માનો પોતાનો
ઊંધો અજ્ઞાનભાવ તે જ શત્રુ છે; ને પોતાના સ્વભાવનો સમ્યક્ભાવ જ મિત્ર છે. બીજા
કોઈને મિત્ર કે વિરોધી માનવા તે તો ભ્રમ છે.

PDF/HTML Page 12 of 64
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
કુંદકુંદચાર્યદેવ સીમંધર પરમાત્મા પાસે જઈને જે સન્દેશો લાવ્યા છે તે આ
સમયસારમાં છે, તે અહીં કહેવાય છે. આત્માને સંતોએ ‘ભગવાન’ કહીને સંબોધ્યો છે!
ભગવાન! તું તો અનંત જ્ઞાન ને અનંત આનંદસ્વરૂપ મહાન છો. તું કાંઈ રાગાદિ
જેટલો નથી, રાગનું કર્તૃત્વ તે તારું સ્વરૂપ નથી; તારા ચૈતન્યકિરણમાંથી રાગ નથી
નીકળતો. રાગ વગરનો એકલા ચૈતન્યકિરણોથી પ્રકાશમાન જ્ઞાનસૂર્ય તું છો. ચૈતન્યને
અને રાગને એકપણું કદી નથી, એટલે કર્તાકર્મપણું પણ કદી નથી. આવું ભેદજ્ઞાન થતાં
જ રાગનું કર્તૃત્વ છૂટીને, ચૈતન્યનો રાગવગરનો અત્યંત મધુર સ્વાદ જીવને અનુભવમાં
આવે છે. સમ્યગ્દ્રષ્ટિને જ આવો સ્વાદ આવે છે; ને ચૈતન્યના આ અત્યંત મધુર સ્વાદ
પાસે આખા જગતના વિષયો નીરસ લાગે છે; ચૈતન્યની શાંતિ પાસે રાગની આકુળતા
તો ધગધગતા અગ્નિ જેવી લાગે છે.
અરે, ચૈતન્યવૈભવસંપન્ન આત્મા, તેને રાગવાળો માનીને જીવ ભવદુઃખમાં
રખડે છે. અમૃતચંદ્રસ્વામી પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કહે છે કે–
एवमयं कर्मकृतैः भावैः असमाहितोपि, युक्त इव प्रतिभाति बालिशानां,
प्रतिभासः स खलु भवबीजम्। –એ રીતે આ આત્મા કર્મકૃત (શરીર તથા રાગાદિ)
ભાવોથી અસંયુક્ત હોવા છતાં, બાલિશ (અજ્ઞાની) જીવોને તે રાગાદિથી સંયુક્ત જેવો
ભાસે છે; તેમનો આ મિથ્યા પ્રતિભાસ જ ખરેખર ભવનું બીજ છે.
રાગનો કષાયવાળો સ્વાદ, અને ચૈતન્યનો અત્યંત મધુર નિરાકુળ સ્વાદ, એ
બંનેના તફાવતને ન જાણતાં અજ્ઞાની તેને એકમેક જ અનુભવે છે એટલે એકલા વિકારી
સ્વાદને જ અનુભવે છે; તેથી તે તે અજ્ઞાનભાવે વિકલ્પને જ કરે છે. જ્યારે ભેદજ્ઞાનવડે
રાગથી ભિન્ન પોતાના અનાદિનિધન અતીન્દ્રિય મધુર ચૈતન્યસ્વાદને જાણે છે ત્યારે
જ્ઞાનથી જુદા એવા કષાયરસને તે પોતાથી અત્યંત ભિન્ન જાણે છે, એટલે તેનો
(વિકલ્પનો) તે કર્તા થતો નથી. આ રીતે જ્ઞાનવડે જ વિકલ્પનું કર્તૃત્વ છૂટે છે.
અરે, હું કોણ છું ને મારું ખરૂં સ્વરૂપ શું છે? શેમાં મારું હિત છે ને શા કારણે હું
દુઃખી થયો? એનો હે જીવ! તું વિચાર તો કર. તારા ચૈતન્યતત્ત્વને બીજાનો સંબંધ નથી,
ને રાગનોય સંબંધ ખરેખર તેને નથી. આવા ભિન્ન ચૈતન્યતત્ત્વનું તું દેખ, તેમાં
આનંદનો સ્વાદ છે.
અહો, ચૈતન્યતત્ત્વ આવું સુંદર, પરમ આનંદરસથી ભરેલું, તેમાં રાગની
આકુળતા કેમ શોભે? ચૈતન્યભાવને રાગ સાથે એકતા કેમ હોય? જેમ સજ્જનના

PDF/HTML Page 13 of 64
single page version

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
મોઢા પર દુર્ગંધના લપેટા શોભે નહિ તેમ સત્ એવા ચૈતન્ય ઉપર રાગના લપેટા શોભે
નહિ; ચૈતન્યમાં રાગનું કર્તૃત્વ હોય નહિ. આવી ભિન્નતાને જે જાણે તે જ્ઞાનીજીવ
પોતાના ચૈતન્યભાવમાં રાગના કોઈ અંશને ભેળવતો નથી, એટલે જ્ઞાનમાં રાગનું
કતૃત્વ જરાપણ નથી. આવા આત્માના જ્ઞાન વગર, પુણ્ય કરીને પણ જીવ જરાય સુખ
ન પામ્યો. ક્્યાંથી પામે? પુણ્યના રાગમાં ક્્યાં સુખ હતું કે મળે? સુખ ચૈતન્ય
સ્વભાવમાં છે, તેને જાણે–અનુભવે તો જ ચૈતન્યસુખનો સ્વાદ આવે, ને ત્યારે જ
રાગાદિનું કર્તૃત્વ છૂટી જાય. આવી જેની દશા થઈ છે તે જ સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની છે.
જે રાગનો કર્તા થશે તે, રાગ વગરના ચૈતન્યનો સ્વાદ લઈ શકશે નહિ. અને
રાગથી ભિન્ન ચૈતન્ય સ્વાદ જેણે ચાખ્યો તે કદી રાગનો કર્તા થશે નહિ. એક સૂક્ષ્મ
વિકલ્પના સ્વાદને પણ તે જ્ઞાનથી ભિન્ન જ જાણે છે. તેથી કહ્યું છે કે–
કરે કરમ સોઈ કરતારા, જો જાને સો જાનનહારા;
જાને સો કરતા નહિ હોઈ, કર્તા સો જાને નહીં કોઈ.
ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને જ્ઞાનરૂપે જે પરિણમ્યો તેના જ્ઞાન–પરિણમનમાં
રાગનું કર્તૃત્વ નથી; જે રાગનો કર્તા થાય છે તે રાગથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને
જાણતો નથી.
આત્મા અનાદિ–અનંત ચૈતન્યરસપણે જ અનુભવાય છે; જગતના બીજા બધાય
રસથી વિલક્ષણ જુદી જાતનો આ ચૈતન્યરસ છે. રાગાદિ કષાયોના રસ તો કડવા છે,
આકુળતાવાળા છે ને આ ચૈતન્યરસ અત્યંત મધુર છે, શાંત છે, નિરાકુળ છે. આમ
જ્ઞાની પોતાના ચૈતન્યસ્વાદને બીજાથી ભિન્ન પાડીને વેદે છે. અહા! આવો શાંત મધુર
આનંદધામ મારો ચૈતન્ય સ્વાદ! પૂર્વે કદી મેં ચાખ્યો ન હતો, તેથી હું દુઃખી હતો.
આત્માના આનંદરસનો સ્વાદ ચાખીને હવે હું સુખી થયો.
“સુખીયા જગતમાં સંત......” સમકિતી પોતાના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યે
છે, ત્યાં દુનિયા પાસેથી તેને કાંઈ લેવું નથી, ક્્યાંય બીજામાંથી સુખ લેવું નથી, તે સંત
જગતમાં સુખી છે. બાકી પરવસ્તુમાંથી સુખ લેવા માંગે છે તેઓ તો દુઃખિયા છે ને પર
પાસેથી ભીખ માંગનારા ભીખારી છે. સમકિતી પોતાના ચૈતન્યવૈભવનો સ્વામી મોટો
બાદશાહ છે, જગતથી તે નિસ્પૃહ છે. મારું ચૈતન્યસુખ મારામાં છે, ત્યાં જગત પાસેથી
મારે કાંઈ લેવાપણું નથી.
અજ્ઞાનીને પોતાના ચૈતન્યરસને ભૂલીને રાગના રસની ટેવ પડી ગઈ છે. જેમ

PDF/HTML Page 14 of 64
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
ઉમરાળાના સુંદરજી રૂપા ભાવસારને ગુંગાનો સ્વાદ લેવાની ટેવ પડી ગઈ હતી, તેમ
ચૈતન્યના સુંદર રૂપવાળો, ‘ભાવ–સાર’ સારભૂત જેનો સ્વભાવ છે–એવો આત્મા
પોતાને ભૂલીને, હું રાગી–હું દ્વેષી–હું શરીરવાળો–એમ માનીને અજ્ઞાનથી ગુંગા જેવા
પુણ્ય–પાપના સ્વાદમાં રોકાઈ ગયો, એ તેને શોભતું નથી. જીવનું પદ તે નથી. જીવનું
પદ કયું છે? તે બતાવતાં સમયસાર ગા. ૨૦૩ માં કહે છે કે–
જગતમાં જે ઘણા પ્રકારના દ્રવ્યો અને ભાવો છે તેમાં ભગવાન આત્માના
ચૈતન્યસ્વભાવ સાથે એકપણે જે અનુભવાય છે તે જ આત્માનું સ્થિર રહેઠાણ હોવાથી
નિજપદ છે. પણ જ્ઞાનસ્વભાવથી જુદા, અને ક્ષણિક, વિકારી ભાવો છે તેઓ પોતે
અસ્થિર છે, તે આત્માનું નિજપદ નથી. આમ જાણીને હે જીવ! તું ત્વરાથી નિજપદને
ગ્રહણ કર ને પરપદને છોડ. પરમાર્થરસપણે સ્વાદમાં આવતું ચૈતન્યમાત્ર ભાવરૂપ તારું
નિજપદ જ આસ્વાદવા જેવું છે. વિકારનો સ્વાદ અનંત કાળથી લીધો, તેમાં જીવને શાંતિ
ન મળી. પાપ હો કે પુણ્ય, તેના ફળમાં નરક હો કે સ્વર્ગ, તેમાં ક્્યાંય આત્માની શાંતિ
નથી, તે કોઈ આત્માનું નિજપદ નથી. નિજપદનો સ્વાદ તો આનંદ રૂપ હોય.
ભાઈ! તારા આત્માનો સ્વાદ તો જ્ઞાનયમ છે. જ્ઞાનરસપણે આત્માને સ્વાદમાં
લે. તે તારું નિદપદ છે.... તે જ આનંદદાયક છે. આનંદના ભાવથી ભરેલું તારું નિજપદ
છે તેને છોડીને તું રાગના મેલા ભાવોના વેદનમાં ક્્યાં રોકાણો? અરે, ચૈતન્યપ્રભુ
પુણ્ય–પાપની વિકૃત લાગણીમાં અર્પાઈ જાય–એ તેને શોભતું નથી. કયાં ચૈતન્યનું
અનુપમ પદ! ને ક્્યાં રાગાદિના કલંકભાવો! અરે, એ બંનેને એકતા કેમ હોય? ચૈતન્ય
હું’ એવા અનુભવને બદલે ‘ક્રોધ હું–રાગ–હું પુણ્ય હું’ એમ અનુભવ કરે, એ તે કાંઈ
આત્માને શોભે છે! –નથી શોભતું. માટે હે ભાઈ! એક જ્ઞાનનું જ બનેલું તારું પરમ પદ
છે, તેમાં કોઈ વિપદા નથી. એ નિજપદ પાસે બીજા બધા પરપદ તો અપદ ભાસે છે.
આવા જ્ઞાનપદનો અનુભવ તે મોક્ષનો ઉપાય છે.
* * *
[વૈશાખ સુદ સાતમનું બપોરનું પ્રવચન રખિયાલથી ત્રણ–ચાર માઈલ દૂર
ખાનપુર મુકામે થયું હતું. ખાનપુરમાં દિ. જૈનમંદિર છે. ગુરુદેવ પધારતાં ગામના જૈન–
જૈનતરોનો ઉલ્લાસ સારો હતો. પ્રવચનમાં ગુરુદેવે સુગમશૈલિથી આત્માનું સ્વરૂપ
સમજાવ્યું હતું. પ્રવચન બાદ ભક્તિ પણ ખાનપુરમાં થઈ હતી.
]

PDF/HTML Page 15 of 64
single page version

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
અનંતકાળથી સંસારમાં રખડતો આત્મા પોતાનું સાચું સ્વરૂપ સમજ્યો નથી.
દેહથી ભિન્ન આત્મા હું કોણ છું–એમ જે ઓળખે તેને સાચો મનુષ્ય કહેવાય. બાકી બે
હાથ–બે પગ–બે આંખ વગેરેથી કાંઈ મનુષ્યપણું ખરેખર કહેવાય નહિ, કેમકે બે હાથ, બે
પગ વગેરે તો વાંદરાને પણ છે–તે ઉપરાંત એને તો એક લાંબું પૂંછડું પણ છે.
મનુષ્યપણાની વિશેષતા તો વિવેકમાં છે. વિવેક એટલે સ્વ–પરનું ભેદજ્ઞાન; આત્મા શું
ને ભિન્ન ચીજ શું? તેને ઓળખીને વિવેક કરવો જોઈએ. ૧૬ વર્ષે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે
કે આત્મા કોણ છે અને તેનું ખરું સ્વરૂપ શું છે તેનો હે જીવ! તું વિચાર કર. હંસ એને
કહેવાય કે જેની ચાંચમાં દૂધ અને પાણીને જુદા કરવાની શક્તિ છે; જેની ચાંચમાં દૂધ
અને પાણીને જુદા કરવાની શક્તિ ન હોય તેને હંસ કહી શકાય નહીં. એવી રીતે જેના
જ્ઞાનમાં રાગ અને જ્ઞાનને જુદા પાડવાની તાકાત છે તે જ ખરો ચૈતન્યહંસ છે; તે જ
વિવેકી છે.
જેમ હંસ તો સાચા મોતીના ચારા ચરનારો છે. કાગડાની નજર માંસ ઉપર છે,
તે સાચા મોતીને છોડીને માંસને ગ્રહણ કરે છે. લડાઈમાં મોટા હાથીનાં મસ્તક છેદાઈને
પડ્યા હોય તેમાં તો મુક્તાફળના મોતી અને માંસના લોચા બંને છે, પણ કાગડો તો
મોતીને છોડીને માંસને ગ્રહણ કરે છે, ને હંસલો તો સાચા મોતીના ચારા ચરનારો છે.
તેમ આત્મામાં સાચા મોતી જેવો શુદ્ધચૈતન્યસ્વભાવ, અને રાગાદિ વિકારભાવો હોવા
છતાં, જ્ઞાની તો તેમાં વિવેક રાગરહિત ચૈતન્યસ્વભાવને ગ્રહણ કરીને તેનો સ્વાદ લ્યે
છે; અને અજ્ઞાની તો રાગાદિ સાથે ભેળસેળવાળો આત્મા અનુભવે છે.
ચૈતન્યતત્ત્વ એવું મહાન–ગંભીર છે કે રાગમાં–વિકલ્પમાં તેને જીરવી શકાય
[ખાનપુરમાં પ્રવચન અને ભક્તિ બાદ ગુરુદેવ પુન: રખિયાલ પધાર્યા હતા. ને
બીજે દિવસે સવારમાં તલોદ શહેર પધાર્યા હતા.]

PDF/HTML Page 16 of 64
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
જ્ઞાયકભાવની સન્મુખતા એ જ અફર મંગળ
પૂ. ગુરુદેવ તલોદ શહેર પધારતાં તલોદના ને ગુજરાતના સેંકડો મુમુક્ષુઓએ
ઉલ્લાસથી સ્વાગત કર્યું. તલોદના બ્ર. શ્રી કેશવલાલજીએ પ્રમોદપૂર્વક કહ્યું કે અમારા
બધાના કોઈ સદ્ભાગ્ય–કે ચૈતન્યની આવી વાત અમને સાંભળવા મળી! જિનમંદિરમાં
પ્રભુજીના દર્શન–પૂજન કરીને પછી બાજુના મંડપમાં માંગળિક સંભળાવતાં ગુરુદેવે કહ્યું
કે–
પહેલી ગાથામાં સર્વે સિદ્ધોને વંદન–આદરસત્કાર કરીને, એટલે કે અનંતા સિદ્ધ
ભગવંતોનો જ્ઞાનમાં સ્વીકાર કરીને, અપૂર્વ મંગલ કર્યું છે; પછી છઠ્ઠી ગાથામાં
જ્ઞાયકસ્વભાવ બતાવ્યો છે; છઠ્ઠીના લેખ જેમ ફરે નહિ તેમ છઠ્ઠીમાં કહેલા જ્ઞાયક
સ્વભાવની જેને પ્રતીત થઈ તેની મોક્ષદશા ફરે નહિ, એવા છઠ્ઠીના લેખ અફર છે.
જ્ઞાયકભાવરૂપ આત્મતત્ત્વ છે તેમાં શરીર–મન–વાણી તો નથી ને પુણ્ય–પાપના
ભાવો પણ નથી. આવો જ્ઞાનકસ્વભાવ તે ઉત્કૃષ્ટ મંગળ છે, તેની સન્મુખ થયેલી પર્યાય
પણ અપૂર્વ મંગળ છે. તેમાં પ્રમત્ત–અપ્રમત્ત દશાના ભેદના વિકલ્પો નથી.
બતાવતાં વીતરાગી મુનિરાજ આત્માના નિજવૈભવથી કહે છે કે આવા જ્ઞાયકતત્ત્વને
એકવાર લક્ષમાં લ્યો. જેમા ગુણસ્થાનભેદના વિકલ્પો નથી–એવા ચૈતન્યમાં પ્રવેશ કરતાં
વિકલ્પાતીત અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. આવી ઉપાસના–શ્રદ્ધા તે મંગલ છે,
અને તેનું શ્રવણ પણ મંગળ છે.
અહા, આવું તત્ત્વ પોતે છે; તેનો મહિમા લક્ષમાં લેતાં દુનિયાના વિકલ્પો એકકોર
રહી જાય છે. આ ચૈતન્યસ્વભાવની સન્મુખ થઈને તેના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરતાં જે
મંગળ થયું તે કદી ન ફરે એવું અપ્રતિહત મંગળ છે. જગતમાં નવા ઘરનું વાસ્તુ લગ્ન
કાર્યોને લોકો મંગળ કહે છે, પણ તે તો ક્ષણિક છે. નાશવાન છે, તે કાંઈ ખરું મંગળ
નથી. ચૈતન્યની લગની લગાડીને તેની સાથે લગ્ન કરતાં (તેમાં ઉપયોગને એકાગ્ર
કરતાં) જે મંગળ થયું તે મહા આનંદરૂપ છે, તે કદી ફરે નહિ. આવા જ્ઞાયકસ્વભાવી
આત્માનો સ્વીકાર–શ્રદ્ધા–જ્ઞાન–બહુમાન–શ્રવણ તે મંગળ છે.
બપોરે પ્રવચનમાં સ. ગા. ૯૭ વંચાતી હતી. પ્રવચનમાં સ્થાનિક અને
આસપાસના ગામોના હજારો મુમુક્ષુઓએ લાભ લીધો હતો. શાંતરસઝરતું અધ્યાત્મ–

PDF/HTML Page 17 of 64
single page version

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
પ્રવચન સાંભળીને સૌ પ્રસન્નતાથી ડોલી ઊઠતા હતા.
સંસારમાં બીજી ગતિ કરતાં દુર્લભ એવું આ મનુષ્યપણું પામીને, ચૈતન્ય સ્વરૂપ
પોતાનો આત્મા શું ચીજ છે તેને જે ઓળખે છે તેનું જ મનુષ્યપણું સફળ છે. એના
વગરનું જે મનુષ્યપણું તેમાં ને પશુમાં કાંઈ ફેર નથી. પશુઓ પણ પોતાનું જીવન
વિષય–કષાયોમાં વીતાવે છે, ને મનુષ્ય થઈને પણ વિષય–કષાયમાં જ જીવન વીતાવે
તો તેમાં ફેર શું રહ્યો? અરે, પુણ્ય–પાપથી પાર મારું અંદરનું તત્ત્વ શું છે કે જે મને શાંતિ
ને આનંદ આપે! એમ વિચાર કરવો જોઈએ. પુણ્ય–પાપ અનંતવાર કર્યાં છતાં તેમાં
જીવને શાંતિનો અંશ પણ ન મળ્‌યો. તે પુણ્ય–પાપના કર્તૃત્વ વગરનું મારું ચૈતન્યતત્ત્વ
છે–કે જેનો સ્વાદ અત્યંત મધુર ચૈતન્યરસથી ભરેલો છે. પુણ્ય પાપના આકુળ સ્વાદથી
મારા ચૈતન્યનો સ્વાદ તદ્ન જુદી જાતનો છે. પુણ્ય–પાપના ઝાંઝવાં અનંત કાળ દોડયા
પણ તેમાંથી શાંતિ ન મળી. અંદર શાંતરસથી ભરેલું ચૈતન્ય સરોવર–તેમાં ઉપયોગને
જોડતાં અણમૂલી શાંતિ ને ઈંદ્રિયાતીત આનંદ મળશે.
ભાઈ, દુનિયા દુનિયાનું જાણે....... તું તારું કરી લે. આવો મનુષ્યભવ પામીને
તારા ચૈતન્યના શ્રદ્ધા–જ્ઞાન તો કર, કે મારી શાંતિ મારા આત્મામાં જ ભરી છે; મારો
આત્મા રાગ–દ્ધેષ વગરનો પરમ શાંતિસ્વરૂપ જ છે. અમૂલ્ય સુંગધી કસ્તુરી પોતાની
ડૂંટીમાં હોવા છતા, જરાક અવાજથી ભડકતા હરણિયાંને પોતાની કસ્તુરીનો વિશ્વાસ
આવતો નથી ને બહાર શોધીને હેરાન થાય છે. તેમ રાગ વગરની અતીન્દ્રિય શાંતિનો
સમુદ્ર આત્મા પોતે છે, પણ જરાક પુણ્યનો શુભરાગ કરે ત્યાં મેં ઘણું કર્યું એમ માનનારા
અજ્ઞાની જીવને, રાગથી ને પુણ્યથી પાર પોતાના ગંભીર ચૈતન્ય સ્વભાવના
અનંતસુખનો વિશ્વાસ નથી આવતો, ને બહારમાં–રાગમાં સુખ માનીને તેની પાછળ
દોડી–દોડીને દુઃખી થાય છે. અનાદિકાળથી રાગ પાછળ ને પુણ્ય પાછળ દોડયો પણ
શાંતિનો છાંટોય ન મળ્‌યો. ક્્યાંથી મળે? મૃગજલ જેવા વિષયોમાં ને રાગાદિભાવોમાં
શાંતિના જળ ક્્યાંથી મળે? અંદર જ્યાં શાંતિનું સરોવર ભર્યું છે તેમાં નજર કરે તો
અપૂર્વ શાંતિનો સ્વાદ આવે, ને પુણ્ય–પાપનું કર્તૃત્વ છૂટી જાય. તેને ભાન થાય કે અરે!
મારા ચૈતન્યનો સ્વાદ તો રાગથી તદ્ન જુદી જાતનો છે. અમૃત અને ઝેર જેવો તફાવત
જ્ઞાન રાગના સ્વાદ વચ્ચે છે. ચૈતન્યના સ્વાદમાં રાગનો આકુળ સ્વાદ કેવો? ને રાગના
સ્વાદમાં ચૈતન્યની શાંતિનો સ્વાદ કેવો? બંનેના સ્વાદ તદ્ન જુદા છે. આવું ભેદજ્ઞાન
કરનાર જીવ ચૈતન્યના જ સ્વાદને વેદતો થકો, રાગને પોતાથી ભિન્ન જાણીને તેનું
કર્તૃત્વ સર્વથા છોડે છે, ને અંદર તેને ચૈતન્યના અપૂર્વ આનંદરસની ધારા વહે છે.
‘અહા! ગુરુએ મને આનંદરસના પ્યાલા પાયા”

PDF/HTML Page 18 of 64
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
જીવને પોતાના ચૈતન્યસ્વભાવનું જ્ઞાન થતાં તે રાગાદિ સમસ્ત પરભાવનો
અકર્તા થઈ જાય છે, કેમકે રાગથી અત્યંત જુદો ચૈતન્યસ્વાદ તેણે ચાખી લીધો; અહા,
ચૈતન્યના અત્યંત મધુર આનંદમય મહા સ્વાદ પાસે જગતના બધા સ્વાદ અત્યંત નીરસ
છે, રાગાદિ ભાવો કષાયેલા–આકુળ રસવાળા છે તેનો સ્વાદ ધર્મી લેતો નથી; ધર્મીનું
જ્ઞાન શાંતરસમય છે–તે આકુળતાનો સ્વાદ લઈ શકે નહિ. ધર્મી પોતાના મધુર
વીતરાગી ચૈતન્યસ્વાદને જ લ્યે છે –તેને જ આત્મામાં અનુભવે છે. શરીરની રચના એ
તો મૃતકકલેવર જડ અચેતન છે, તેને જીવ ભોગવે નહિ; રાગનો સ્વાદ અગ્નિની ભઠ્ઠી
જેવી આકુળતારૂપ છે, તે સ્વાદને જ્ઞાની પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે છે; ને રાગ
વગરના પોતાના પરમ શાંતરસના સ્વાદને લ્યે છે; આવો જીવ જ્ઞાની છે, તે ધર્મી છે, તે
મોક્ષમાર્ગી છે. અહા, ચૈતન્યપદ જે અનંત શાંતિરૂપ, તે હું જ છું એમ ધર્મી અનુભવે છે.
આવા શાંતરસના વેદનમાં કષાયભાવો સમાઈ શકે નહિ, તેનાથી ભિન્ન શાંતરસને જ
જ્ઞાની સદા પોતાના સ્વાદપણે અનુભવે છે.
અરે ભાઈ! ચૈતન્યનો સ્વાદ, અને કષાયોનો સ્વાદ, એ બે સ્વાદ વચ્ચેના ભેદને
તું ઓળખ તો ખરો! એક હંસ જેવું પ્રાણી પણ દૂધ અને પાણીને જુદા પાડીને દૂધનો
સ્વાદ લ્યે છે, તો તું ચૈતન્યનો શાંત–વીતરાગી આનંદ સ્વાદ, અને રાગાદિ
કષાયભાવોનો અશાંત–વિકારી–દુઃખમય સ્વાદ, એ બંને સ્વાદની જુદાઈ કરીને તારા
ચૈતન્યસ્વાદને ગ્રહણ કર. પુણ્ય–પાપના ઝેરી સ્વાદને લીધે અત્યંત કાળથી તું સંસારમાં
દુઃખી થયો; હવે તેનાથી ભિન્ન તારી ચૈતન્યજાતને જાણીને તેના અમૃતનો સ્વાદ લે.
ધર્મીજીવ પોતાના ચૈતન્યસ્વાદના અનુભવથી એમ જાણે છે કે મારા
ચૈતન્યભાવને રાગની કે દુઃખની સાથે કારણ–કાર્યપણું નથી, તેની સાથે સ્વ–સ્વામીપણું
નથી. તારું ચૈતન્યવીર્ય એવું નથી કે રાગની રચના કરે. ચૈતન્યભાવના સ્વીકારમાં
આત્માની અનંત શક્તિનું નિર્મળ પરિણમન શરૂ થઈ ગયું છે. એકલા ચૈતન્યસ્વાદમાં
આત્માના અનંતગુણનો નિર્મળ–વીતરાગી–શાંતરસ ભેગો જ છે; આવા અત્યંત મધુર
ચૈતન્યસ્વાદવાળો આત્મા છે તેને ઓળખતાં આત્મા રાગાદિ પરભાવનો અકર્તા થઈને,
આસ્રવોને છોડીને, મુક્ત થાય છે. (તલોદ પ્રવચન સમાપ્ત)
તલોદની તત્ત્વચર્ચા
સંસાર એટલે શું?
આત્માનો મિથ્યાત્વભાવ અને રાગદ્વેષ તે સંસાર છે. તેમાં પણ રાગાદિભાવ
જેટલો

PDF/HTML Page 19 of 64
single page version

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
જ હું–એવો જે મિથ્યાભાવ છે તે જ મુખ્ય સંસાર છે.
આત્મા અને કર્મની ભેગી અવસ્થા તે સંસાર છે?
ના; આત્માની અવસ્થામાં આત્મામાં છે, કર્મની અવસ્થા પુદ્ગલમાં છે, બંનેની
અવસ્થા જુદેજુદી છે, બંનેની ભેગી એક અવસ્થા નથી.
સ્ત્રી–છોકરા–ઘરબાર છોડતાં સંસાર છૂટી જાય ને?
ના; એ તો પરદ્રવ્ય છૂટા જ છે; તે મારા–એવી માન્યતા તે સંસારનું મૂળ છે. એ
માન્યતા છૂટયા વગર સંસાર છૂટે નહિ. પરથી છૂટો ને રાગાદિ વગરનો
ચૈતન્યસ્વભાવ કેવો છે તેને લક્ષમાં લઈને અનુવભ કરતાં સમ્યકત્વાદિ થાય છે
એટલે અજ્ઞાન છૂટી જાય છે, ને રાગાદિથી પણ આત્માનો ચૈતન્યભાવ છૂટો પડી
જાય છે. આ જ સંસાર છોડવાની ને મોક્ષમાર્ગને ગ્રહણ કરવાની રીત છે.
સમ્યક્ત્વપૂર્વકની મુનિદશાનો પરમ મહિમા
સાધુપણું કેવું હોય?
અહો, સાધુપણું તો અંદરની અલૌકિક વીતરાગદશા છે. સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન ઉપરાંત વીતરાગી ચારિત્ર પ્રગટ્યું છે, ત્રણ પ્રકારના કષાયો છૂટી
ગયા છે, આત્મા અતીન્દ્રિય આનંદની ઘણી દશામાં ઝુલે છે; દેહ ઉપર વસ્ત્રાદિની
વૃત્તિ નથી, સંપૂર્ણ દિગંબર છે, જેઓ ઉદ્ષ્ટિ આહાર લેતા નથી, ક્ષણેક્ષણે જેમને
નિર્વિકલ્પતા થયા કરે છે. આવા ભગવાન મોક્ષમાર્ગી મુનિવરો છે. અહો, એવા
મુનિઓનાં ચરણમાં નમસ્કાર હોય. એ તો પંચપરમેષ્ઠીપદમાં બિરાજમાન
ભગવાન છે.
અરે, મુનિદશાના મહિમાની જગતને ખબર નથી. સાધુ એ તો જગતમાં
હાલતા–ચાલતા સિદ્ધ છે. અહા, આવા સાધુને કોણ ન માને? સાધુ તો પરમેષ્ઠી
ભગવાન છે, એને કોણ ન ગમે? પણ આવા સાધુ ન દેખાય તેથી કાંઈ ગમે તેને
સાધુ ન માની લેવાય. કુસાધુને સાધુ માનવાથી તો સાચા સાધુઓનો અનાદાર
થઈ જાય છે. માટે સાધુ–મુનિરાજનું યથાર્થ સ્વરૂપ ઓળખીને ભક્તિ પૂર્વક તેમને
માનવા જોઈએ.
રાગથી ભિન્ન ચૈતન્યવસ્તુ શું ચીજ છે–એના ભાન વગર એકલા શુભ–
રાગથી આવું સાધુંપણુ થઈ જાય–એમ નથી. સાધુપણું તો સમ્યગ્દર્શન ઉપરાંત
ચારિત્રની ઘણી વીતરાગીદશામાં થાય છે. આવા સાધુપણા વગર મોક્ષ સધતો
નથી.

PDF/HTML Page 20 of 64
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
સોનાસણમાં ચૈતન્યસ્વાદની સોનેરી વાત
તલોદથી સવારમાં જિનમંદિરમાં દર્શન કરીને સોનાસણ આવતાં વચ્ચે પ્રાંતિજ
શહેરમાં જિનમંદિરમાં ભાવભાવહી જિનભગવંતોનાં દર્શન કર્યાં. અહીં જમીનમાંથી
અનેક પ્રાચીન કળાસંપન્ન ખડ્ગાસન સુંદર જિનબિંબો નીકળ્‌યા છે, તેમની
વીતરાગરસઝરતી મુદ્રા દર્શનીય છે. પ્રાતિજથી સોનાસણ આવ્યા. શાંત–ગ્રામ્ય
વાતાવરણમાં ગુરુદેવ ઘણો સમય સ્વાધ્યાયમગ્ન રહેતા. પ્રવચનમાં સમયસારની ૯૭ મી
ગાથા ઉપરનો કળશ પ૭ મો વંચાયો હતો. અજ્ઞાનનો સ્વાદ અને જ્ઞાનનો સ્વાદ–એ બે
વચ્ચે કેવો મોટો તફાવત છે તે એમાં સમજાવ્યું હતું.
જીવ પોતે જ્ઞાનસ્વરૂપ છે. પોતે જ્ઞાનસ્વરૂપ હોવા છતાં, જાણે કે રાગનો સ્વાદ એ
જ પોતે હોય–એમ અજ્ઞાનથી જીવ પોતાને રાગરૂપે અનુભવે છે. ધર્મી તો જ્ઞાનવડે
હંસની માફક વિવેક કરીને રાગથી ભિન્ન જ્ઞાનનો સ્વાદ લ્યે છે. આવો ચૈતન્યસ્વાદ
લેનાર ધર્મી રાગાદિ કોઈ ભાવને કદી પોતાપણે કરતો નથી. રાગાદિને પોતના ચૈતન્ય
ભાવથી તદ્ન જુદા જ જાણે છે.
અરે જીવ! ચૈતન્યસ્વાદવાળા તારા આત્માને જાણ્યા વિના અનંતકાળથી શુભ–
અશુભ રાગના સ્વાદને જ પોતાનો માનીને તું ચારગતિમાં રખડયો. શુભરાગથી વ્રતાદિ
કરીને, તે રાગને પોતાનું સ્વરૂપ માનીને, તેને ધર્મ માનીને પણ તું સંસારમાં જ રખડયો,
સુખ તો લેશમાત્ર તું ન પામ્યો. રાગથી જુદી જાતના ચૈતન્યસ્વાદને જાણ્યાવગર સુખ કે
ધર્મ થાય નહિ. અરે, ચૈતન્યની શાંતિ અને સુખનો સ્વાદ કેવી અચિંત્ય ચીજ છે–એ જીવ
કદી લક્ષમાં લીધું ન હતું. જ્યાં જ્ઞાન થયું ને ચૈતન્યનો અત્યંત મધુર વીતરાગી શાંતરસ
ચાખ્યો, ત્યાં ધર્મીને હવે રાગાદિનો વિકૃત સ્વાદ સ્વપ્ને પણ પોતાનો ભાસતો નથી. ,
એટલે તેનું જ્ઞાન રાગાદિનું કર્તા પણ નથી ને ભોક્તા પણ નથી; તેનું જ્ઞાન તો અત્યંત
મધુર ચૈતન્યના આનંદરસને જ ભોગવનારું છે. આવા આનંદ ભોગવનારું સમ્યગ્દર્શન
અપૂર્વ ચીજ છે. એના વગર જીવને કદી સાચો આનંદ આવે નહિ. લાખો–કરોડોમાં
કોઈકને પ્રાપ્ત થાય એવી દુર્લભ આ વસ્તુ છે. દુર્લભ છે–પણ છતાં જીવનો સ્વભાવ છે,
જે જીવ કરવા ધારે તે કરી શકે છે. અત્યારે પણ એવા સ્વાદનું વેદન કરનારા જીવો છે.
જેમ શીખંડના રસમાં ગુદ્વ થઈ ગયેલો લોલૂપી જીવ તે શીખંડમાં દહીંના ખાટા
અને સાકરના મીઠા સ્વાદને જુદા જાણતો નથી, તેમ રાગના રસમાં લીન થયેલો