Atmadharma magazine - Ank 345
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૪૫
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૩૪પ
* છ અક્ષર *
‘શુદ્ધચિદ્રૂપ હું’ એવા છ અક્ષરના વિચારથી તેના
વાચ્યરૂપ જે ‘શુદ્ધચિદ્રૂપ’ પ્રાપ્ત થાય છે તે, શ્રુતસમુદ્રમાંથી
નીકળેલું ઉત્તમ રત્ન છે,–તે આદરણીય છે, સર્વે તીર્થોમાં તે
ઉત્કૃષ્ટ તીર્થ છે, સુખોનો તે ખજાનો છે, મોક્ષનગરીમાં જવા
માટેનું તે ઝડપી (રોકેટ કરતાંય ઘણું ઝડપી) વાહન છે;
કર્મરજના ગંજને વીખેરી નાંખવા માટે તે વાયરો છે; ભવના
વનને બાળી નાંખવા માટે તે અગ્નિ છે. આમ જાણીને હે
બુદ્ધિનાથ! તું શુદ્ધચિદ્રૂપ હું’ એવા છ અક્ષરવડે શુદ્ધચિદ્રૂપનું
ચિંતન કર.
જ્યારે અમે અમારા શુદ્ધચિદ્રૂપનું સ્મરણ કરીએ છીએ
ત્યારે શુભ–અશુભકાર્યો ક્્યાં ચાલ્યા જાય છે તે અમે જાણતા
નથી, ચેતન કે અચેતનસ્વરૂપ બાહ્યપદાર્થોનો સંગ ક્્યાં જાય છે
તેની ખબર પડતી નથી, અને રાગાદિક ભાવો ક્્યાં અલોપ થઈ
જાય છે–તેનું લક્ષ રહેતું નથી. એ વખતે તો બસ! અમારું એક
શુદ્ધચિદ્રૂપ જ અમને દેખાય છે, બીજું કાંઈ નહિ.

PDF/HTML Page 3 of 45
single page version

background image
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૮
લવાજમ અષાઢ
ચાર રૂપિયા જુલાઈ ૧૯૯૮
* વર્ષ: ૨૯ અંક ૯ *
સુવર્ણપુરી સમાચાર [સોગનઢ તા. ૨૩ રવિવાર]
પરમપૂજય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજી રહ્યા છે. તેઓશ્રીની તબીયત સારી છે, અને
થોડા દિવસમાં પ્રવચન પણ શરૂ થશે. છેલ્લા પ્રવાસ દરમિયાન વધુ પડતી ગરમી તેમજ પરિશ્રમ
થયેલ, તેથી ગુરુદેવને થોડી નબળાઈ અને તાવ આવી ગયેલ; અને ફેંફસામાં થોડુંક પાણી થયેલ;
તેથી દાકતરોની સલાહ મુજબ આરામ કરવા માટે પ્રવચનો બંધ રાખેલ. હવે પૂ. ગુરુદેવની
તબીયત પૂરતી સંતોષકાર છે, પાણી સુકાઈ ગયું છે, અને તાવ પણ ઊતરી ગયો છે; બીજી કોઈ
તકલીફ નથી. છેલ્લા થોડા દિવસોથી પ્રવચન બંધ હોવાને કારણે ગામેગામના કેટલાય મુમુક્ષુઓ
ચિંતા કરતા હતા. હવે આ સમાચારથી તેમને સંતોષ થશે. શ્રાવણના શિક્ષણવર્ગમાં વધુને વધુ
જિજ્ઞાસુઓ આવીને ગુરુદેવના દર્શન–પ્રવચનનો લાભ લ્યે એમ ઈચ્છીએ છીએ.
–રામજીભાઈ માણેકચંદ દોશી
સોનગઢમાં જે ભવ્ય પરમાગમમંદિર તૈયાર થાય છે. તેનું બાંધકામ ચાલુ છે ને
મકાનનું ચણતરકામ થોડા વખતમાં પૂરું થઈ જશે એવી આશા છે. અક્ષરો કોતરવાનુ મશીન
ઈટાલીથી મુંબઈ આવી ગયું છે, તે મશીનના બીબાં તૈયાર થઈ રહ્યા છે, અને થોડા વખતમાં
અક્ષરોનું કોતરકામ પણ શરૂ થવાની ધારણા છે.
અષાડ માસના અષ્ટાહ્નિકા પર્વ દરમિયાન તેરહદ્રીપ વિધાનમાંથી પૂજા થઈ હતી.
આ પૂજનવિધાન સોનગઢના ભાઈશ્રી મનસુખલાલ છોટાલાલ ઝોબાળીયા તરફથી હતું.
દશલક્ષણી–પર્યુષણપર્વ–
ભાદરવા સુદ પાંચમ તા. ૧૨ સપ્ટેમ્બર મંગળવારથી શરૂ કરીને ભાદરવા સુદ ચૌદશ તા.
ત્યાર પહેલાંં શ્રાવણ વદ ૧૩ ને મંગળવારથી ભાદરવા સુદ પાંચમ ને મંગળવાર સુધી
[નોંધ: સોનગઢના પંચાંગમાં ભાદરવા સુદ ૧૨ થી વદ ૮ સુધીની તારીખો છાપવામાં
એક તારીખની ભૂલ છે.]

PDF/HTML Page 4 of 45
single page version

background image
સિદ્ધના લક્ષે અપૂર્વ મંગળ સહિત સાધક થઈને
અપૂર્વભાવે સમયસારની શરૂઆત
સમયસારની પહેલી ગાથામાં સર્વે સિદ્ધભગવંતોને વંદન કરીને
શરૂઆત કરી છે, તેની ટીકામાં સૌથી પહેલાંં મંગળસૂચક ‘अथ’ શબ્દ છે.
अथ’ એટલે કે હવે; અત્યાર સુધી જે વીત્યું તે રીતે નહિ પણ હવે નવી
અપૂર્વ શરૂઆત થાય છે; સાધકભાવ નવો પ્રગટીને અપૂર્વભાવે સિદ્ધપણું
આત્માના સ્થાપીને આ સમયસાર શરૂ થાય છે. સાધકભાવ સહિત આ સમયસાર
સંભળાવીએ છીએ, ને તું પણ તરત જ જેવો કહીએ તેવો અનુભવ કરીને, સાધક
થઈને અપૂર્વભાવે આ સમયસાર સાંભળજે. બીજું બધું ભૂલી જા....ને જ્ઞાનમાં
એકાગ્ર થઈને સિદ્ધોની ભાવસ્તુતિપૂર્વક આ સમયસારને સાંભળ. સમયસારના
સાંભળનારનો મોહ નાશ ન થાય એમ બને નહિ. અહો, હું હવે સાધક થયો છું, હું
જ પોતે સાધ્ય ને હું પોતે સાધક–એમ અંતરમાં પર્યાયને એકાગ્ર કરીને
સમયસારમાં કહેલા શુદ્ધાત્માને અનુભવમાં લેજે. અહો, આ તો અનંતા સિદ્ધોને
આંગણે બોલાવવા છે–તેમાં વિકલ્પનો અંશ પાલવે નહિ. વિકલ્પથી જુદો પડીને,
જ્ઞાનને અંતરમાં વાળીને શુદ્ધઆત્માને લક્ષમાં લઈને સાધક થયો ત્યાં તેની
જ્ઞાનદશામાં અનંતાસિદ્ધોનો સ્વીકાર થયો. અનંતકાળમાં પૂર્વે નહોતો થયો એવો
અપૂર્વ સાધકભાવ હવે શરૂ થયો.–આવા ભાવો એક
‘अथ’ શબ્દમાં ભર્યા છે.
સમયસારમાં તો હીરા ભર્યા છે, પોતાને અંદર ભાન થાય ત્યારે એની કિંમત થાય
તેવું છે.
સમયસારની સત્તરમી વખત શરૂ થયેલા પ્રવચનો, શ્રોતાઓ એવા અપૂર્વ
ભાવે સાંભળે છે કે જાણે પહેલી જ વાર સાંભળતા હોઈએ! ગુરુદેવ પણ આ
વખતે ખૂબખૂબ ખીલે છે. અહા! રાગથી જુદી પડેલી મારા જ્ઞાનપર્યાયમાં એટલી
મોકળાશ છે કે અનંતા સિદ્ધોને એકસાથે તેમાં હું બિરાજમાન કરું છું. હું નાનો
નથી. અરે, મારી એક પર્યાયમાં અંનતા સિદ્ધોને સમાડું એવો મોટો ચિદાનંદ હું છું.
–અમારું ચૈતન્યઘર એવું સરસ મોટું છે કે જેમાં સિદ્ધ ભગવાન જેવા મોટા મહેમાન
પધારે.–આમ પોતાના સ્વભાવની પ્રતીતપૂર્વક ધર્મીજીવ સમયસાર સાંભળે છે;
અને બીજા શ્રોતાઓ પણ સમયસારના ભાવોનું ઘોલન કરતાં કરતાં આવો
સાધકભાવ જરૂર પ્રગટ કરે છે.–આવી સંધિપૂર્વક આ સમયસારની કથની છે.
સ્વસંવેદનજ્ઞાનની ધારાપૂર્વક આ સમયસાર રચાય છે, તે તું પણ એવા જ ભાવથી
સાંભળજે.

PDF/HTML Page 5 of 45
single page version

background image
* માતાની એક શરત *
એક માતા અને તેના પુત્ર વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
બન્ને ધર્મના સંસ્કારી છે. પુત્ર નાની વયમાં દીક્ષા લેવા માટે માતા પાસે રજા માગી
માતાનું દિલ માનતું નથી. નાની વયમાં દીક્ષા ન લેવા ઘણી દલીલ કરે છે.
પણ જેનું મન સંસારમાંથી ઊઠી ગયું છે એવો પુત્ર, માતાની બધી દલીલના સુંદર
પુત્રનો આવો વૈરાગ્ય અને આવી ઉત્તમ ધર્મબુદ્ધિ દેખીને માતા તો આર્શ્ચય પામી ગઈ......
હૃદયમાં ગૌરવ થયું. ઊંડે ઊંડે તો પોતાનો પુત્ર મુનિ થઈને આત્માને સાધે–તેમાં તે પ્રસન્ન હતી,
પણ પુત્રની કસોટી કરવા તેણે એક છેલ્લી દલીલ અજમાવી.
માતાએ કહ્યું–બેટા, તારી ભાવના ઉત્તમ છે, તારા જેવા ધર્મી પુત્રની માતા થઈને હું ધન્ય
બની; તારા વૈરાગ્યમાં હું વિઘ્ન કરવા માંગતી નથી; હું તને ખુશીથી દીક્ષા લેવાની રજા આપું,–
પણ એક શરતે?
પુત્રને થયું–મા કોણ જાણે કેવી આકરી શરત મુકશે? પણ દ્રઢભાવનાથી પુત્રે કહ્યું–મા,
પુત્રની દ્રઢતાથી માતા રાજી થઈ; અને કહ્યું–બેટા સાંભળ! તારા જેવો મહાન પુત્ર
સંસારમાં કોઈક જ માતાને મળે છે; તને પામીને હું ધન્ય બની. તું ખુશીથી સાધુદીક્ષા લે. મારી
શરત એટલી જ છે કે સાધુ થઈને તું એવી આત્મસાધના કર કે જેથી તારે ફરીને બીજી માતા
કરવી ન પડે.... ને આ સંસારમાં હું તારી છેલ્લી જ માતા હોઉં. બસ, આ શરત પૂરી કરવા તૈયાર
હો તો તું ખુશીથી દીક્ષા લે....તને મારા આશીષ છે.
પુત્રે અત્યંત પ્રસન્નતાથી કહ્યું–વાહ માતા! તેં ઉત્તમ શરત મુકી. તારી આ શરત હું જરૂર
પૂરી કરીશ. અહા, મોક્ષના આવા આશીર્વાદ આપનારી માતા મને મળી, હવે બીજી માતા હું નહિ
કરું......માતા! કોલકરાર છે કે અપ્રતિહતપણે આજ ભવમાં કેવળજ્ઞાન અને મોક્ષને સાધીશ......
હે વીરજનની! પુત્ર તારો જાય છે સિદ્ધધામમાં
નહિ માત બીજી ધારશે, ધારો ન શંકા લેશ ત્યાં.
[ધન્ય તે પુત્ર! ધન્ય તે માતા!]

PDF/HTML Page 6 of 45
single page version

background image
: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ : ૩:
* અનુભવરસ–ઘોલન *
[વાંકાનેરથી તત્ત્વચર્ચામાંથી]
આપ અનુભવની વાત કરો છો તે અમને બહુ જ ગમે છે, પણ આવો અનુભવ કેમ
કરવો?
વિકલ્પથી જ્ઞાનને જુદું ઓળખવાનો અભ્યાસ કરવો; જ્ઞાનની મહાનતા છે, જ્ઞાન
અનંતા ચૈતન્યભાવોથી ભરેલું છે, ને રાગવિકલ્પો તો ચૈતન્યથી શૂન્ય છે–એમ ભેદજ્ઞાન
કરતાં અનુભવ થાય છે.
છઠ્ઠા ગુણસ્થાનના શુભવિકલ્પનેય પ્રમાદ કહ્યો છે, તો તે શુભવિકલ્પ જ્ઞાનની જાત કેમ
હોય? અગ્નિનો કણ ભલે નાનો હોય પણ તે કાંઈ બરફની જાત તો ન જ કહેવાયને?
તેમ કષાયઅંશ પણ શુભ હોય પણ તે કાંઈ અકષાય–શાંતિની જાત તો ન જ
કહેવાયને? વિકલ્પને અને જ્ઞાનની જાત જ જુદી છે. આવું જુદાપણું નક્કી કરવું તે
જ્ઞાનસ્વભાવના અનુભવનું કારણ છે.
રાગ પોતે દુઃખ છે, કે તેમાં એકત્વબુદ્ધિ તે દુઃખ છે?
રાગ પોતે દુઃખ છે, તેથી તેમાં એકત્વબુદ્ધિ તે દુઃખ જ છે. દુઃખના ભાવમાં જેને
એકત્વ ભાસે (એટલે કે તેમાં પોતાપણું ભાસે) તે દુઃખથી કેમ છૂટે?
–અને તેની સામે, રાગથી ભિન્ન આનંદસ્વભાવી આત્મા પોતે સુખરૂપ છે, ને
તેથી તેમાં એકત્વપરિણતિ તે પણ સુખ છે.
ખરો મહિમા આવતો નથી, ને રાગનો મહિમા છૂટતો નથી. અંતરનું આનંદતત્ત્વ–કે જે
રાગથી પાર છે તેને ગંભીર મહિમા જો બરાંબર જાણે તો તેમાં જ્ઞાન વળ્‌યા વગર રહે
નહિ. અચિત્ય અદ્ભુત સ્વતત્ત્વનું જ્ઞાન થતાં જ પરિણામ ઝડપથી તેમાં વળી જાય છે,
–ક્ષણભેદ નથી. જ્યાં જ્ઞાન અંતરમાં વળ્‌યું ત્યાં બીજા અનંતગુણો પણ પોતપોતાના
નિર્મળભાવપણે ખીલી ઊઠયા, ને અંનત–ગુણના વીતરાગી ચૈતન્યરસનો અચિંત્ય
સ્વાદ આવ્યો.–આનું નામ સમ્યગ્દર્શન.
સમ્યક્ત્વની તૈયારીવાળા જીવને સમ્યક્ત્વની પૂર્વભૂમિકામાં કેવા વિકલ્પ હોય? પ્રથમ
તો તે જીવે પોતાના જ્ઞાનસ્વભાવનો મહિમા લક્ષમાં લીધો છે, તેને તે સ્વભાવ તરફ
ઢળતા વિચારો હોય છે. કોઈ અમુક જ પ્રકારનો વિચાર કે વિકલ્પ

PDF/HTML Page 7 of 45
single page version

background image
:૪: આત્મધર્મ : અષાઢ: ૨૪૯૮
હોય–એવો નિયમ નથી; પણ સમુચ્ચયપણે વિકલ્પનો રસ તૂટે ને ચૈતન્યનો રસ
ઘૂંટાય...એટલે પરિણતિ સ્વભાવ તરફ ઉલ્લસતી જાય–એવા જ પરિણામ હોય. કોઈને હું
જ્ઞાયક છું એવા વિચાર હોય, કોઈને સિદ્ધ જેવું આત્મસ્વરૂપ છે એવા વિચાર હોય,
કોઈને આત્માના અતીન્દ્રિય આનંદના વિચાર હોય, કોઈને જ્ઞાન અને રાગને
ભિન્નતાના વિચાર હોય, કોઈની આત્માની અનંત શક્તિના વિચાર હોય–એમ કોઈ પણ
પડખેથી પોતાના સ્વભાવ તરફ ઝુકવાના વિચાર હોય.
–પછી જ્યારે અંતરની કોઈ અદ્ભુત ઉગ્ર ધારાથી સ્વભાવ તરફ ઊપડે છે ત્યારે
વિકલ્પો શાંત થવા માંડે છે ને ચૈતન્યરસ ઘૂંટાતો જાય છે,–તે વખતે વિશુદ્ધતાના અતિ
સૂક્ષ્મ પરિણામોની ધારાવડે અંતરમાં ‘ત્રણ કરણ’ થઈ જાય છે, એ ત્રણ કરણના કાળે
જીવના પરિણામ સ્વરૂપના ચિંતનમાં વધુને વધુ મગ્ન થતા જાય છે, ને પછી તો ઝડપથી
બીજી જ ક્ષણે નિર્વિકલ્પ વિજ્ઞાનઘન થઈને પરમ શાંત અનુભૂતિ વડે જીવ પોતે પોતાને
સાક્ષાત્ અનુભવે છે. આ સમ્યક્ત્વની વિધિ છે.
પહેલાંં આત્માના સ્વભાવને લગતા અનેક પ્રકારના વિચાર હોય, તેના વડે
સ્વભાવમહિમાને પુષ્ટ કરતો જાય.–પણ તે વખતે તેને સ્વભાવને પકડવા માટેના
જ્ઞાનની મહત્તા છે, તે જ્ઞાન વિકલ્પથી આઘું ખસીને સ્વભાવ તરફ અંદર ઢળે છે. ત્યાં
કાંઈ ‘હું શુદ્ધ’ વગેરે જે વિકલ્પો છે તે અનુભવ તરફ ઝુકવાનું કારણ નથી, જ્ઞાન જ
વિકલ્પથી અધિક થઈને (જુદું થઈને) અનુભવ કરે છે.
પ્રશ્ન:– આત્મા પરને કરતો નથી તેમ પોતાની પર્યાયને પણ કરતો નથી,–એ ખરૂ?
ઉત્તર:– ના; એમ નથી. આત્મા પોતે કર્તા થઈને પોતાની સમ્યક્ત્વાદિ પરિણતિ કરે છે,
એવો તેનો કર્તાસ્વભાવ છે. અનુભવમાં વિકલ્પ વગર એવી નિર્મળ પર્યાય થઈ જાય છે
તેનો કર્તા આત્મા છે. હા, તે અનુભવ ટાણે ‘હું નિર્મળપર્યાયને કરું’ એવો વિકલ્પ નથી,
પણ પોતે પરિણમીને નિર્મળપર્યાયરૂપ થાય છે. તે નિર્મળપર્યાયના કર્તાપણે
વિકલ્પરહિત તે આત્મા પરિણમે છે. વિકલ્પ વગર પણ પોતાની શુદ્ધપર્યાયના કર્તા–કર્મ–
કરણ વગેરે છ કારણરૂપ પરિણમવાનો જીવનો સ્વભાવ છે; તે પરિણમન જીવનું પોતાનું
છે. જેમ આત્મા પરને ન કરે અને વિકલ્પને ન કરે તેમ, આત્મા પોતાની
જ્ઞાનાદિપર્યાયને પણ ન કરે–એમ કાંઈ કહેતાં નથી, પણ ‘હું કર્તા ને પર્યાયને કરું’ એવા
ભેદના વિકલ્પને કરવાનું આત્માના સ્વભાવમાં નથી–એમ સમજવું.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૫:
ભરતચક્રવર્તી અને તેમની રાણીઓનો ઉપવાસ
તે પ્રસંગે ભરતરાજે રાણીઓ સાથે કરેલ ધર્મચર્ચા

આત્મજ્ઞાની મહાત્મા ભરતચક્રવર્તી પર્વના દિવસોએ
ઉપવાસ કરતા, સાથે રાણીઓ પણ ઉપવાસમાં જોડાતી; ઉપવાસનો
દિવસ તેઓ સ્વાધ્યાયશાળામાં નિવૃત્તિપૂર્વક કેવા ઉત્તમ ભાવથી
રહેતા, ને કેવી સુંદર ધર્મચર્ચા કરતા, તેનું રસભીનું વર્ણન ‘ભરતેશ
વૈભવ’ માં છે, તે અહીં આપ્યું છે. જિજ્ઞાસુઓને તેમાં રસ આવશે.
સમ્રાટ ભરતે વિધિપૂર્વક ત્રિલોકનાથનો અભિષેક કર્યો. હવે આદિપ્રભુને વન્દન કરીને
આ સ્વાધ્યાયશાળા અત્યંત વિસ્તૃત અને પ્રકાશમય છે. ત્યાં સૂકા ઘાસથી નિર્મિત
સંયમાસન બિછાવેલું છે. બધા આસનોની વચ્ચે એક સોનાની ચોકી રાખી છે.
રાજયોગી ભરત મધ્યવર્તી આસન ઉપર બિરાજમાન થયા, આજુબાજુના આસનો પર
તેમની બધી દેવીઓ બિરાજમાન થઈ. એ વખતનું દ્રશ્ય એવું લાગતું હતું.–જાણે કે એ બધી
યોગીઓ દ્વારા સિદ્ધ વિદ્યાની અધિદેવીઓ છે.
તે
સ્વાધ્યાયગૃહમાં સુગંધિત ગુલાબજળ નહોતું, કોઈ હવા નાખનારા પણ નહોતા,
જો કોઈ લોક પરસ્પર બોલતા તો ધાર્મિક વિષયો ઉપર જ બોલતા હતા. જે પરસ્પર
એકબીજાને જોતાં તો મદ અને કામથી રહિત શાન્તદ્રષ્ટિથી જોતા હતા. કેવળ ધર્મચર્ચામાં વિશેષ
આનંદ આવતો ત્યારે જ તેઓ હસતા હતા, બીજા કારણે નહિ. તે દિવસ તેઓ એકબીજાને
સ્પર્શતા પણ નહોતા. કદાચિત્ વૈયાવૃત્ય કરવાના ઈરાદાથી સ્પર્શ કરતા હતા, તો માત્ર ભરતને
એક તપસ્વી સમજીને જ સ્પર્શતા.

PDF/HTML Page 9 of 45
single page version

background image
:૬: આત્મધર્મ : અષાઢ: ૨૪૯૮
વિચાર કરવાની વાત છે. તે લોકોનું સુખ કઈ શ્રેણીનું છે! આજનો ઉપવાસ કયા પ્રકારનો
છે? એટલું જ નહિ, પણ પતિપત્ની એક સાથે રહેવા છતાં પણ જરા મનમાં વિકલ્પનો અંશ નથી,
તેને જ અસલી તપ કહે છે. લોકમાં સ્ત્રી અને પુરુષ અલગ રહીને પોતાનું બ્રહ્મચર્ય વ્રત બતાવી
શકે, પરંતુ એક સાથે રહીને પણ મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન ન થવા દેવો તે
તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. એવા પણ ઘણા જોવામાં આવે છે જે પહેલાંં વ્રત તો લઈ
લે છે પછી સ્ત્રીઓને જોતાં વિચલિત થાય છે. અને માત્ર લોકોના ભયથી કોઈ રીતે રોકાઈ રહે
છે. કોઈ કોઈ ભરી સભામાં વ્રત લે છે, પછી સુંદર સ્ત્રીઓને જોઈને મનમાં ને મનમાં કાશી–
ફલની જેમ સડે છે. શું તે વ્રત છે કે આડબંર છે?
વ્રત ને સંયમ લીધા પછી તેને સર્પ સમાન અત્યંત મજબૂતીથી ગ્રહી રાખવા જોઈએ.
કદાચિત્ હાથને ઢીલા કરે તો જેમ તે સર્પ કરડીને પોતાનો સર્વનાશ કરે છે તેમ વ્રતમાં શિથિલતા
પણ સર્વનો નાશ કરે છે. જે વખતે કોઈ પદાર્થને આપણે ભોગવીએ છીએ તે વખતે તેને ભોગવી
લેવો જોઈએ, જે વખતે તેનો ત્યાગ કરીએ ત્યાર પછી તેનું સ્મરણ પણ ન કરવું જોઈએ. એટલું
જ નહિ, તેની હવા પણ ન લાગવી જોઈએ. એ પ્રકારની ચતુરતા રાખવી જોઈએ. એકવાર
સ્ત્રીત્યાગ કર્યા પછી તે સ્ત્રી આવીને આલિંગન કરે તોપણ પોતાના હૃદયમાં કોઈ વિકાર ન થવા
દેવો તે અસલી બ્રહ્મચર્ય છે. સામે સ્ત્રીઓ જોતાં મન ગળી જવું તે નકલી બ્રહ્મચર્ય છે.
જેના હૃદયમાં દ્રઢતા છે, ભાવમાં શુદ્ધિ છે તે સ્ત્રીઓ સાથે બોલે તોપણ તે નિર્લેપ છે.
તેમની તરફ જુએ તો યે શું? હસે તો યે શું? એટલું જ નહિ, સ્પર્શે તો પણ શું? તેમના મનમાં
જરા પણ વિકાર થતો નથી. શું પાણીના સ્પર્શથી કમળના પાંદડા ભીંજાય છે? એ પ્રકારે
સ્ત્રીઓનાં સંબંધમાં નિર્બલ હૃદયવાળા વિકારી બને છે, પણ ધીરોના હૃદયમાં તેનો કોઈ પ્રભાવ
નથી પડતો.
રાજા ભરત ને તેની સ્ત્રીઓ વ્રતશૂર હતા. ચિત્તને પોતાને વશ કરવામાં તેઓ પ્રવીણ હતા
તેથી તે દિવસ ઘોર બ્રહ્મચર્યવ્રત લઈને ચિત્ત જરાપણ ઢીલું કર્યા વિના પોતાના વ્રતમાં દ્રઢ હતા,
તેથી તેમને ધર્મવીર કહેવા જોઈએ. ખરી રીતે જોવામાં આવે તો સાચું પણ એ જ છે. લોકમાં જે
ચોરીથી ભોજન કરે છે તેને જો કોઈએ વચ્ચે જ રોક્્યો તો મનમાં ઘણો દુઃખી થાય છે. કોઈ
મનુષ્યનું પેટ પૂર્ણરૂપે ન ભરાય તો તેને ખાવાની આકુળતા રહે છે, પરંતુ આ લોકોને સુખની શી
ખામી છે? અત્યંત તૃપ્ત થઈને સુખ પ્રતિદિન ભોગવવાવાળાએ જો એક દિવસ તેમનો પરિત્યાગ
કર્યો તો

PDF/HTML Page 10 of 45
single page version

background image
: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૭:
તેને શું દુઃખ થાય છે? કાંઈ નહિ. જેવી રીતે સૂર્યના ઉષ્ણ તાપમાં તપ્ત હોવા છતાં પણ નીચે
શીતલ જલ રહેવાથી કમળ સૂકાતું નથી, તેવી રીતે ઉપવાસની ગરમી રહેવા છતાં પણ
ધર્મકથારૂપી શીતલ અમૃત હોવાથી તેમને ઉપવાસના તાપનો અનુભવ બિલકુલ નથી થતો.
વચ્ચેના દર્ભાસન ઉપર ચક્રવર્તી બિરાજમાન છે તેઓ વચ્ચે વચ્ચે ત્યાં બેઠલી પોતાની
સ્ત્રીઓને દેખે છે, પરંતુ આજ તેઓ તેમને સ્ત્રીઓના રૂપે જોતા નથી પણ એ બધી તપસ્વીનિ છે
એમ તેઓ સમજે છે. એવી રીતે સ્ત્રીઓ પણ જ્યારે ક્્યારેક ભરતને જોતી અથવા તેમની સાથે
વાતચીત કરતી ત્યારે પોતાના પતિ સમજીને નહોતી બોલતી પણ ધર્મોપદેશ દેનારા આચાર્ય છે
એ રીતે સમજીને જોતી અને બોલતી.
સમ્રાટ ભરતે વિચાર્યું કે કાંઈક ધર્મચર્ચા કરવી જોઈએ. એ અભિપ્રાયથી તેઓ પોતાની
સ્ત્રીઓને કહેવા લાગ્યા કે તમોને આજે ઘણું કષ્ટ પડ્યું હશે. અમારા સંસર્ગથી ક્્યાંક
ઉપવાસવ્રતથી તો ગ્લાનિ નથી થઈને?
તે દેવીઓએ સમ્રાટને પ્રાર્થના કરી કે સ્વામી! અમોને ઉપવાસનું કોઈ કષ્ટ થયું નથી. હવે
જ્યારે આપનો ઉપદેશ સાંભળવા મળશે તે વખતે અમને ઉપરના સ્વર્ગોના દેવોથી પણ અધિક
સુખનો અનુભવ થશે, તો ગ્લાનિ કયા ઘરની?
અમોએ ઉદરપોષણ માટે અનંત જન્મ ગાળ્‌યા. પરંતુ ગુણનિધિ! આત્મપોષણ માટે તો
આપના પવિત્ર સંસર્ગથી આ જ એક જન્મ મળ્‌યો છે. હે રાજયોગી! અંતરંગને નહિ જાણતાં
બહારના વિષયોમાં ભટકતા થકા અમોએ અનંત ભવભ્રમણ કર્યા પરંતુ આપના સંસર્ગથી અમને
આ રાજમાર્ગ મળ્‌યો છે. સ્વામી! સ્ત્રીઓની સ્વાભાવિક ઈચ્છાઓ પુત્રો પામવાની, સારા સારા
વસ્ત્રો પહેરવાની અને સુંદર આભૂષણો ધારણ કરવાની થયા કરે છે, પરંતુ તે ઈચ્છાઓ છોડાવી
દઈને આપે અમને નિત્ય સુખનો માર્ગ બતાવ્યો છે. સાચોસાચ આપ મોક્ષરસિક છો. હે
પર્વદિનાચાર્ય! ઉપવાસનું કષ્ટ તો જવા દો, હવે આપ ધર્મામૃતનું પાન કરાવો, એ અમારા
લોકોની પ્રાર્થના છે. એમ કહીને વિનયવતી ને વિદ્યામણિ નામની બે રાણીઓને આગળ બેસાડીને
બધી સ્ત્રીઓએ ધર્માપદેશ સાંભળ્‌યો.
ભરતેશ્વરે ઉપદેશ શરૂ કરતાં કહ્યું કે વિદ્યામણિ! સાંભળો. હું ભગવાન જિનેન્દ્રના શાસનને
ઘણા સંક્ષેપમાં કહીશ. અનંત આકાશની મધ્યે ત્રણ વાતવલય ખૂબ લંબાઈમાં વ્યાપ્ત છે. જેવી રીતે
ત્રણ પડની થેલીમાં આપણે કાંઈ ભરીને રાખીએ છીએ

PDF/HTML Page 11 of 45
single page version

background image
:૮: આત્મધર્મ : અષાઢ: ૨૪૯૮
તેવી રીતે ત્રણ વાતોની વચ્ચે આ બધા લોક છે. જે ઉપર દેખાય છે તે સુરલોક છે. તે સુરલોકના
અગ્રભાગમાં મોક્ષશીલા છે, તેના પર અવિનશ્વર, અવિચલ, અનંતસિંદ્ધ બિરાજમાન છે. આપણે
જ્યાં રહીએ છીએ તે મધ્યમ લોક છે. હે શ્રાવકી! આ મધ્યલોકની નીચે અધોલોક છે. આ ઉર્ધ્વ,
મધ્ય અને અધો નામના ત્રણ લોકમાં જીવ બધેય ભરેલા છે, અને સુખ–દુઃખનો અનુભવ કરે છે.
ઉર્ધ્વલોકવાસી દેવોને આદિ લઈને નીચેના જે જીવ છે તેઓ બધા જન્મ–મરણનાં દુઃખ અનુભવે
છે. પરંતુ સાંભળો, સિદ્ધોને જન્મ–મરણનું દુઃખ નથી.
ક્્યારેક મનુષ્ય દેવ થાય છે, દેવ મનુષ્ય થાય છે, અને ક્્યારેક ને નારક થાય છે, તેમ જ
હાથી, પશુ, ફણિ ને વૃક્ષાદિ અનેક યોનિઓમાં જઈને કર્મવશ ભ્રમણ કરે છે. એ રીતે જીવોને
અનેક પ્રકારની પર્યાયો કર્મના કારણે પ્રાપ્ત થાય છે. આ જીવ ક્્યારેક દરિદ્ર કહેવાય છે, ક્્યારેક
ધનિક કહેવાય છે, ક્્યારેક સ્ત્રી થઈને અવતરે છે, ક્્યારેક પુરુષ થઈને. આ પ્રકારે કર્મના
સંયોગથી એ અનેક પ્રકારે દુઃખોનો અનુભવ કરે છે.
એવામાં વિદ્યામણિ હાથ જોડીને ઉપસ્થિત થઈ અને પૂછવા લાગી કે સ્વામી! આપે કહ્યું કે
સંસાર દુઃખમય છે, સિદ્ધલોકમાં સુખ છે તે અવિનાશી સુખ પ્રાપ્ત કરવાનો શો ઉપાય છે? અમોને
તેનો માર્ગ બતાવો.
સમ્રાટે કહ્યું દેવી! કર્મજાળનો જે નાશ કરે છે તેઓ બધા સિદ્ધોની પેઠે જ સુખી થાય છે.
વળી તેણે પ્રશ્ર પૂછયો કે સ્વામી! આપે એ તો ઠીક કહ્યું પરંતુ એ બતાવો કે કર્મને નાશ
કરવાનો ઉપાય શું છે? એનો મર્મ પણ અમને જરા સમજાવી દેજો.
દેવી! સાંભળો, જિનેન્દ્રભક્તિ, સિદ્ધભક્તિ આદિ સત્ક્રિયાઓથી તે કર્મનો નાશ કરવામાં
આવે છે. વિચાર કરવાથી તે જિનેન્દ્રભક્તિ તથા સિદ્ધભક્તિ ભેદ અને અભેદરૂપે બે પ્રકારની છે.
પોતાની સામે જિનેન્દ્ર ભગવાનની ને સિદ્ધોની પ્રતિકૃતિ રાખીને ઉપાસના કરવી તે ભેદભક્તિ છે.
પોતાના આત્મામાં જ તેમને બિરાજમાન કરીને ઉપાસના કરવી તે અભેદભક્તિ છે. વિશેષ શું?
પહેલાંં તો ભેદભક્તિના જ અભ્યાસની જરૂર છે. ભેદભક્તિ બરાબર અભ્યાસ થયા પછી
અભેદભક્તિનો અભ્યાસ કરે તો કર્મનો નાશ થઈ શકે છે. કર્મનો નાશ કરવા માટે
અભેદભક્તિપૂર્વક આરાધનાની જ પરમ આવશ્યકતા છે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૯:
ત્યાર પછી તે વિદ્યામણિ ઊભી થઈને ફરી પ્રાર્થના કરવા લાગી કે સ્વામી! આપની
દયાથી અમને ભેદભક્તિના સ્વરૂપનું જ્ઞાન ને અભ્યાસ છે, પરંતુ અભેદભક્તિમાં ચિત્ત નથી
લાગતું. તે દિવ્યભક્તિ સંબંધી અમને ખાસ કરીને સમજાવી દો.
દેવી! જેવી રીતે તમે જિનવાસમાં (જિનમંદિરમાં) સામે ભગવાનને રાખીને તેમની
ઉપાસના કરો છો, તેવી રીતે તનુવાતમાં જો પોતાના આત્માને રાખીને તેમની ઉપાસના કરો તો
તે અભેદભક્તિ છે. આ આત્મા હાલ શરીરપ્રમાણે છે. શરીરની અંદર રહેવા છતાં પણ તેનાથી
જુદો છે. પુરુષાકારરૂપ છે, ચિન્મય છે. એને એવો જાણીને દેખે તો તેનું દર્શન થાય છે. એક
સ્ફટિકની શુદ્ધ પ્રતિમા જેવી રીતે ધૂળની રાશિમાં રાખવા છતાં દેખાય છે તેવી રીતે આ દેહરૂપી–
ધૂળની રાશિમાં આ શુભ્ર આત્મા ઢંકાએલો છે–એમ જાણીને તેને જોવાનો જો પ્રયત્ન કરવામાં
આવે તો તે અંદર દેખાય છે. સ્ફટિકની પ્રતિમા ચર્મચક્ષુથી દેખી શકાય છે, હાથોથી સ્પર્શી શકાય
છે, પરંતુ આ કોઈ વિલક્ષણ મૂર્તિ છે, તે નથી ચર્મચક્ષુથી દેખી શકાતી કે નથી હાથથી સ્પર્શી
શકાતી. તેને તો આકાશના રૂપમાં બનાવેલી સ્ફટિકની મૂર્તિ સમજો. તેને જ્ઞાનચક્ષુથી જ જોવી
પડશે.
સંસારનો લોભ ઘણો ખરાબ છે. પરપદાર્થોના મોહે જ આ આત્માને તે અભેદભક્તિથી
ચ્યુત કર્યો છે. તેથી સૌથી પહેલાંં આશાપાસને જ છોડો. આશાઓને ઓછી કર્યા પછી
એકાંતવાસમાં જઈને આંખો મીંચીને તેનું ચિંતન કરો, તો તે અવસ્થામાં તે અત્યંત શુભ્રરૂપે
બનીને જ્ઞાનમાં અવતરિત થઈ દેખાય છે. તેને જોવાનો પ્રયત્ન કરે તોપણ તે એક જ દિવસમાં
નથી જોઈ શકાતો. અભ્યાસ કરતાં કરતાં ક્રમેક્રમે તેનું દર્શન થાય છે. પરંતુ એ ચોકકસ છે કે
એકાદ દિવસમાં તે ન દેખાય તોપણ આલસ્ય કર્યા વગર પૂરતો પ્રયત્ન કરવો જોઈએ.
હે સુખકાંક્ષિણી! આ પ્રકારની અભેદભક્તિથી કર્મોનો નાશ થાય છે. મુક્તિની પ્રાપ્તિ થાય
છે. બધા ધર્મોમાં તે ઉત્કૃષ્ટ ધર્મ છે. સજ્જન તેનો સ્વીકાર કરે છે. જેનું હોનહાર ખરાબ છે એવો
અભવ્ય તેનો સ્વીકાર કરતો નથી.
વિદ્યામણિ દેવી ફરી ઊઠીને ઊભી થઈ અને હાથજોડીને અત્યંત ભક્તિથી પ્રાર્થના કરવા
લાગી કે સ્વામી! આ અભેદ ભક્તિનો અભ્યાસ પુરુષોને જ થાય છે કે સ્ત્રીઓને પણ થઈ શકે છે
એનું રહસ્ય જરા અમને સમજાવી દો.
દેવી! સાંભળો, તે ભક્તિ બે પ્રકારની છે. એક ધર્મ અને બીજી શુક્લ; જો

PDF/HTML Page 13 of 45
single page version

background image
:૧૦: આત્મધર્મ : અષાઢ: ૨૪૯૮
કે કહેવામાં બે પ્રકાર દેખાય છે પણ વિચાર કરતાં એક જ છે, કારણ બંનેના અવલંબનરૂપે આત્મા
એક જ છે.
ભક્તિનો અભ્યાસ કરતી અથવા ધ્યાન કરતી વખતે જો આત્મપ્રકાશ અલ્પ પ્રમાણમાં
દેખાય તો તેને ધર્મધ્યાન સમજવું જોઈએ, જો વિશિષ્ટ પ્રકાશ થયો તો તેને શુક્લધ્યાન
સમજવું જોઈએ. દેવી! એક વર્ષાકાળનો તાપ છે ને બીજો ગ્રીષ્મ કાળનો તાપ છે. એટલું જ
બંનેમાં અંતર છે.
જે આ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરવાવાળા છે તેમને શુક્લધ્યાનની પ્રાદ્રિ થાય છે; જે ક્રમે
પોતાનું કર્મસંતાન નાશ કરીને મુક્તિ થશે તેમને ધર્મયોગની પ્રાદ્રિ થશે. સ્ત્રીઓને આ જન્મમાં જ
મુક્તિ પ્રાપ્ત નહિ થાય, કેમકે તેમને સ્ત્રીપર્યાયમાં શુક્લ ધ્યાનની પ્રાપ્તિ નથી થતી; પણ તેથી
નિરાશ થવાની જરૂર નથી. ધર્મયોગને સ્ત્રીઓ પણ ધારણ કરી શકે છે. તેના પર વિશ્વાસ લાવો.
દેવી! સમવસરણમાં કેટલીયે અર્જિકાઓ અને સંયમી શ્રાવિકાઓએ શ્રી ભગવાન ઋષભદેવ
ઉપદેશથી આ ધર્મયોગને પ્રાપ્ત કર્યો છે.
આ ધર્મયોગથી સ્ત્રીપર્યાયનો નાશ થાય છે, નિશ્ચયી દેવગતિની પ્રાપ્તિ થાય છે તેમ જ ક્રમે
મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. આ જિનેન્દ્રની આજ્ઞા છે, એના પર નિશ્ચયથી વિશ્વાસ લાવો.
ઉપર્યુક્ત ઉપદેશથી પ્રસન્ન થઈને વિધામણિ બેસી ગઈ, તે વખતે વિનયવતી નામની
રાણી ઊઠીને ઊભી રહી અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી. સ્વામી! દેવ ગતિમાં જઈને જન્મ
લેવા માટે કયા ભાવની જરૂર છે અને કયા સામેથી ભાવોથી મનુષ્યપણે ઉત્પન્ન થવાય છે? એ
વાતો જરા અમને સમજાવો.
સમ્રાટે કહ્યું કે દેવી! પુણ્યમય ભાવોથી સ્વર્ગથી પ્રાપ્તિ થાય છે. પાપ વિચારોથી નરક તે
તિર્યંચગતિની પ્રાપ્તિ થાય છે પુણ્ય ને પાપ બન્ને વિચારોથી સમતાથી મનુષ્યગતિ મળે છે.
એવામાં વિનયવતી ફરી હાથ જોડીને કહેવા લાગી કે પુણ્યભાવ કયા સાધનોથી મળે?
અને પાપવિચારના કારણ શું? એ વાતો સ્પષ્ટરૂપે સમજાવવાની કૃપા કરો.
દેવી! સાંભળો. દાન દેવું, પૂજા કરવી, વ્રતોનું આચરણ કરવું, શાસ્ત્રોનું

PDF/HTML Page 14 of 45
single page version

background image
: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૧૧:
મનન કરવું વગેરે પુણ્યપ્રાપ્તિનું સાધન છે. અભિમાન, માયાચાર, ક્રોધ, લોભ ભોગા શક્તિ આદિ
બધા પાપનાં કારણ છે. એ પ્રકારે કુલજાતિની મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું, જીવદયા રાખી,
તીર્થક્ષેત્રની વંદના કરવી આદિ પુણ્યનું કારણ છે. હિંસા જૂઠ, ચોરી, કુલીલ અને અતિકાંક્ષા આદિ
વાતો થી પાપતો બંધ થાય છે.
એક વાત વિચારણીય છે. જે આત્મા પાપ અને પુણ્યને આધિન થઈને ક્રિયા કરે છે, તે
સંસારમાં પરિભ્રમણ કરે છે. જે પાપ–પુણ્યને સમદ્રષ્ટિથી દેખીને પોતાના જ આત્મામાં સ્થિર થાય
છે તે અધિક સમય અહીં ન રહેતાં સિદ્ધશિલા ઉપર ચાલ્યા જાય છે.
વિનયવતી વળી હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી કે સ્વામી! સ્વર્ગ સુખનો અનેભવ
કરવાવાળા પુણ્યને અને દુર્ગતિમાં લઈ જનાર પાપને સમદ્રષ્ટિથી જોવાનો ઉપાય શો? તેને પણ
જરા સારી રીતે સમજાવી દો.
દેવી! સ્વર્ગનું સુખ પણ નિત્ય નથી, અને નારકીઓની વેદના પણ નિત્ય નથી. બન્ને
અવસ્થાઓ બે સ્વપ્ન સમાન છે. તેને આત્માનું સત્ય સ્વરૂપ માનવું–એનાથી અધિક બીજો ભ્રમ
શો છે? જેવી રીતે એક મનુષ્ય વૃક્ષ ઉપર ચડીને આનંદથી હસે છે ને પાછો નીચે પડે છે તેવી રીતે
દેવ સ્વર્ગમાં દિવ્ય ઈન્દ્રિય–સુખને અનુભવી નીચે ભૂતલ પર પડે છે; જેવી રીતે કોઈ બચ્ચું કોઈ
એક ખાડામાં પડીને રોકકળ કરતાં ઉપર ચડે છે, તેવી રીતે નારકી જીવ પણ નરકનાં દુઃખોને
અનુભવીને ઉપર આવે છે.
જન્મ–મરણ સ્વર્ગમાં પણ છે, ને નરકમાં પણ છે. શરીરભાર પણ બન્ને જગાએ છે.
સ્વર્ગનો દેહ ચાર દિન સુંદર દેખાય છે. ત્યાં ચાર દિન સુખ લાગે છે, નરકનું શરીર દુઃખમય
જણાય છે, એટલું જ અન્તર છે.
દેવી! નારકી દેહ શું અને દેવોનો દેહ શું? એક તો લાકડીનો બોજો છે, તો બીજો ચંદનની
લાકડીનો બોજો છે. બન્નેમાં વજનની દ્રષ્ટિથી કોઈ તફાવત નથી. એટલો જ સ્વર્ગ અને નરકમાં
ભેદ છે. જ્ઞાનરૂપી શરીરને ધારણ કરી પોદ્ગલિક શરીરના ભારથી રહિત થઈને પોતાના સ્વાધીન
રૂપમાં ઠરવું તે જ મુક્તિ છે. એમ ન કરવાથી ઊંચ નીચ શરીરને આધીન થઈને પરિભ્રમણ
કરવાથી પુણ્ય–પાપનો બંધ અવશ્ય થતો રહેશે.
દેવી! જુઓ, દર્પણપર કીચડનો લેપ કરો, ચાહે ચંદનનો લેપ કરો, બન્ને પ્રકારથી દર્પણની
સ્વચ્છતાનો નાશ થાય છે, તે પ્રતિબિંબને દેખાડવાના કામમાં આવી શકતું નથી. એવી રીતે પુણ્ય
અને પાપ બન્નેના સંબંધથી આત્માની સ્વચ્છતા નાશ પામે છે. જેવી રીતે દર્પણપર લિપ્ત ચંદન
અને કીચડને ઘસીને સાફ કરવાથી દર્પણ

PDF/HTML Page 15 of 45
single page version

background image
:૧૨: આત્મધર્મ : અષાઢ: ૨૪૯૮
સ્વચ્છ થાય છે, તેવી રીતે પુણ્ય અને પાપને આત્મયોગરૂપી પાણીથી ધોઈને દૂર કરવાથી આત્મા
પોતાના સ્વરૂપમાં અર્થાત્ મુક્તિમાં લીન થાય છે.
દેવી! પાપ–પુણ્યનો ત્યાગ એકદમ નથી થઈ શકતો. પહેલાંં મનુષ્યે પાપક્રિયાઓ છોડવી
જોઈએ અને પુણ્યક્રિયાઓમાં પોતાની પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યારે તેની સિદ્ધિ થઈ જાય ત્યારે
પુણ્યક્રિયાઓનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. જેવી રીતે ધોબી કપડાં સાફ કરવા માટે પહેલાંં તેને
મસાલાના પાણીમાં પલાળી રાખે છે, ત્યાર પછી નિર્મળ પાણીથી ધૂએ છે ત્યારે તે વસ્ત્ર નિર્મળ
થાય છે. કેવળ મસાલાના પાણીમાં ડૂબાડી રાખવાથી જ તે કપડું નિર્મળ થઈ શકતું નથી. એવી
રીતે પહેલાંં પુણ્યવાસના દ્વારા પાપવાસનાનો નાશ કરવો જોઈએ. કેવળ એટલાથી જ કામ નહિ
થાય; પરંતુ પુણ્યવાસનાને પણ આત્માયોગથી ધૂએ તો જ આત્મા જગત્પૂજય બની શકે. અહીંયાં
વસ્ત્રના મેલના સ્થાને પાપ છે. મસાલાના સ્થાને પુણ્ય છે, અને સ્વચ્છ પાણીના સ્થાને
આત્મયોગ છે. પહેલાંં કંઈક પુણ્ય સંપાદન કરવું ઉચિત છે. આત્મયોગમાં જેઓ રત છે તેને
પુણ્યની કાંઈ જરૂર નથી. તેથી મેં તમને કહ્યું હતું કે પુણ્ય અને પાપ સમદ્રષ્ટિથી જુઓ. દેવી! આ
જિનેન્દ્રનું વાક્્ય છે, એના પર શ્રદ્ધા રાખો.
વિનયવતી પ્રસન્ન થઈ. હવે ચંદ્રિકા નામની રાણી બીજી કોઈ રાણીઓની વતી શંકા કરીને
ઊભી થઈ અને પ્રાર્થના કરવા લાગી કે સ્વામી! આપે અમને અત્યાર સુધી એ ઉપદેશ દીધો કે
પુણ્ય અને પાપને સમદ્રષ્ટિથી જોઈને છોડી દેવાં જોઈએ, પરંતુ એમાં કેટલું તથ્ય છે એ સમજાતું ન
હતું; કારણ કે જો એમ ન હોય તો આપ પુણ્યકૃત્ય કેમ કરી રહ્યાં છો? જિનેન્દ્ર ભગવાનની પૂજા
કરવી, મુનિઓને આહારદાન દેવું, શાસ્ત્રોનો સ્વાધ્યાય અને મનન કરવું, સજ્જનોની રક્ષા અને
દુર્જનોને શિક્ષા કરવી, ઉપવાસ કરવા આદિ બાબતો શું પુણ્યબંધનું કારણ નથી? તેને આપ કેમ
કરી રહ્યા છો? કેવળ અમને જ ઉપદેશ દેવાનો છે શું?
ચંદ્રિકા દેવી! બરાબર છે. તેમ ઘણી સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરીને આ પ્રશ્ર કર્યો છે. તમારા
હદયમાં જે શંકા ઉપસ્થિત થઈ તે સાહજિક છે. હવે તમે બરાબર સાંભળો, હું તમને સમજાવીશ.–
ભરતેશ્વરે કહ્યું.
દેવી! હું પુણ્યક્રિયાઓને કરું છું કેમકે હું ગૃહસ્થપણે રહું છું. જ્યાં સુધી હું ગૃહસ્થપણે રહું છું
ત્યાં સુધી ગૃહસ્થધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું એ ધર્મ નથી. જેથી ષટ્કર્મોનું પાલન કરવું
મારા માટે અનિવાર્ય છે. દિગમ્બર દીક્ષા ધારણ કર્યા પછી

PDF/HTML Page 16 of 45
single page version

background image
: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૧૩:
પુણ્યકમની અપેક્ષા રહેતી નથી. પછી પુણ્યક્રિયાઓ એકદમ છોડવી જોઈએ, પરંતુ રાજ્યશાસન
કરતા થકા પુણ્યક્રિયાઓ છોડી દેવી તે રાજાનું લક્ષણ નથી. દેવી! માની લ્યો કે હું કદાચિત્
આત્માનુભવી હોવાથી પુણ્યપ્રવૃત્તિ છોડી દઉં, પરંતુ આ વિષયમાં લોક મારું અનુકરણ કરશે
અર્થાત્ તેઓ પણ પુણ્યવિચારોને છોડી દેશે, પણ તેમને આત્મયોગ તો પ્રાપ્ત નથી; અને તેઓ
પુણ્યક્રિયાઓને છોડી દેશે તો પરિણામે તીવ્ર પાપબંધ કરીને નાહક દુઃખી થશે. તેથી પુણ્યપ્રવૃત્તિનો
માર્ગ દેખાડી રહ્યો છું.
ચંદ્રિકાદેવીએ ફરી પ્રાર્થના કરી કે સ્વામી! આપે કહ્યું ‘પુણ્ય–પાપ બંને બંધનાં કારણ છે.
બંને હેય છે.’ હવે કહો છો કે ‘બીજાઓનું અહિત ન થાય એટલા માટે પુણ્યાચરણ કરી રહ્યો છું,’
હવે આપ જ કહો કે બીજાઓને માટે પણ જો મનુષ્ય હેય કર્યા કરે તો તેને બંધ થશે કે નિર્જરા
થશે? નિર્જરા તો ન જ થાય, કર્મબંધ જ થશે. તેથી આપ એવું કાર્ય કેમ કરો છો, એ વાત અમને
બરાબર સમજાવો.
ભરતેશ્વરે કહ્યું–દેવી! સાંભળો. ચિત્તને પોતાના આત્મામાં સ્થિર કરીને બહારની બધી
ક્રિયાઓ જ્ઞાની ઉદાસીન ભાવે કરે છે. તેમ કરવાં છતાં પણ તેને કોઈ બંધ થતો નથી. આ ધર્મનો
પ્રભાવ છે. તેને જરા બરાબર સમજો.
જેવી રીતે સપત્નીને પ્રેમ અથવા ઈચ્છાથી જો પોતાની પાસે રહેવાનું કહે તો રહે છે. પણ
જો તેને ઉપેક્ષાભાવથી કહે તો પોતાની પાસે રહેતી નથી. એવી રીતે જો કર્મને સારું સમજીને
આદરપૂર્વક તેનું સ્વાગત કરે તો જીવ તે કર્મપરાયણ રહે છે, અને તેને સારી રીતે કર્મબંધન થાય
છે. પણ જો તેને તિરસ્કાર દ્રષ્ટિથી (હેયબુદ્ધિથી) જોવામાં આવે તો જીવ તે કર્મપરાયણ કેમ રહે?
કર્મ ત્યાં ટકી શકતાં જ નથી. તેથી કહ્યું છે કે–જ્ઞાનીને ભોગ કરવા છતાં પણ કર્મબંધ નથી,
સાગારધર્મમાં રહેવા છતાં પણ તે અનગારની સમાન રહે છે.
તો પછી આપને ઉપવાસાદિ જંજાલમાં પડવાની શી જરૂર છે? કેમકે ભોગવવા છતાં પણ
આપને બંધ થતો જ નથી, તો પછી આરામથી મહેલમાં શા માટે નથી રહેતા? ચંદ્રાવતી દેવીએ
હસીને કહ્યું.
દેવી! ઘડીક વારમાં ભૂલી ગઈ એમ લાગે છે. મેં કહ્યું હતું કે ભોગમાં અતિ આસક્તિ
કરવી તે કર્મબંધનું કારણ છે; ભોગનો ત્યાગ કરવા માટે આ ઉપવાસાદિક હું કરુું છું. બીજું કાંઈ
કારણ નથી.

PDF/HTML Page 17 of 45
single page version

background image
:૧૪: આત્મધર્મ : અષાઢ: ૨૪૯૮
ચંદ્રિકાદેવી કહેવા લાગી કે સ્વામી! આ આપોને બધો પરિચિત વિષય છે તેથી બધા
પ્રકારે આત્મસાધન આપ કરો છો, અમને તે આત્મભાવના નથી આવતી, તેનો ઉપાય શું? તેને
જરાક સમજાવી દ્યો.
દેવી! તમારામાં કોઈને પણ પરમાત્મયોગથી પ્રાપ્તિ નથી થતી એમ ન કહો! કોઈ કોઈના
હૃદયમાં તે આત્મભાવના પ્રગટ થાય છે. જેને તેનો અભ્યાસ છે તેઓ આત્મધ્યાન કરતી રહે.
જેનામાં શક્તિ નથી તેઓ તે જાણકારોની વૃત્તિ જોઈને પ્રસન્ન થતી રહે. પરમાત્મધ્યાન જ
મુક્તિનું સાક્ષાત્ કારણ છે. એ વાતની શ્રદ્ધા કરીને બધા લોક પુણ્યાચારનું પાલન કરે. તમે પણ
કરો. ચોક્કસ ભવિષ્યમાં તમોને મુક્તિનો માર્ગ દેખાશે.
ચંદ્રિકાદેવી પ્રસન્ન થઈને બેસી ગઈ. એવામાં જ્યોતિર્માલા નામની રાણી ઊઠીને રાજર્ષિ
ભરતને પ્રશ્ન કરવા લાગી: સ્વામી! શાસ્ત્રોમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી રત્નત્રય મુક્તિનું
સાધન છે એમ કહ્યું છે, પરંતુ આપ કહો છો કે આત્મયોગ જ મુક્તિનું સાધન છે.–એ
આગમવિરોધી ઉપદેશ આપે શા માટે કર્યો?
ભરતજી કહેવા લાગ્યા કે, જ્યોતિર્માલા! તમે રહસ્ય જાણીને જ પ્રશ્ન કર્યો છે. સારી વાત
છે. તમારા વિવેક ઉપર હું પ્રસન્ન થયો છું. હવે સાંભળો, હું સમજાવું છું. ત્રણરત્ન અને આત્મામાં
કોઈ અંતર નથી. આત્માના સ્વરૂપને જ રત્નત્રયી કહે છે. દર્શન અને જ્ઞાન એ આત્માના સ્વરૂપ
છે. દર્શન અને જ્ઞાનસ્વરૂપમાં સ્થિરભાવથી રહેવાને ચારિત્ર કહે છે, તેથી એ ત્રણે વસ્તુ આત્માથી
ભિન્ન નથી. દેવી! રત્નત્રય બે પ્રકારનાં છે આપ્ત–આગમ–શાસ્ત્રોનું શ્રદ્ધાન અને જ્ઞાન કરીને
વ્રતાદિકમાં જોડાવું તે વ્યવહારરત્નત્રય છે, ગુપ્તરૂપે આત્માનું જ શ્રદ્ધાન કરવું, જાણવું તથા લીન
રહેવું તે નિશ્ચય રત્નત્રય છે. પહેલાંં તો વ્યવહાર રત્નત્રયનો આશ્રય કરવો જોઈએ, પછી
નિશ્ચયમાં ઠરી જવું જોઈએ. દેવી! તે વખતે આત્માનું સંસાર સંબંધી દુઃખ નાશ પામે છે અને
મુક્તિની પ્રાપ્તિ થાય છે.
એવામાં જ્યોતિર્માલાને એક શંકા ઊપજી. તે કહેવા લાગી કે સ્વામી! આપે એ કહ્યું કે
ભગવાનની શ્રદ્ધા કરવી વ્યવહાર અને આત્માની શ્રદ્ધા કરવી તે નિશ્ચય છે, તો શું ભગવાનથી
પણ મોટો આત્મા છે? એ વાત તો અમારા સમજવામાં નથી આવી. આપ બરાબર સમજાવો.
ભરતજી પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે અધ્યાત્મયોગ અનુભવમાં જ

PDF/HTML Page 18 of 45
single page version

background image
: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૧૫:
આવવા યોગ્ય વિષય છે. તે બીજાને કહી શકાતો નથી જો નહિ કહીએ તો મુક્તિની પ્રાપ્તિ પણ
થશે નહિ. આ અબળાઓનું નાહક અકલ્યાણ થવું ન જોઈએ, તેને કોઈ ઉપાયથી સમજાવવું
જોઈએ.
ખરેખર! સમ્રાટ અત્યંત વિવેકી હતા, તેઓ દરેકના અંતરંગને સારી રીતે જાણતા હતા,
તેથી તેઓ પ્રગટરૂપે કહેવા લાગ્યા: દેવી! શુદ્ધાત્મયોગ ભગવાનથી પણ વિશેષ છે, એ હમણાં
કહેવું યોગ્ય નથી. એ વાતની યર્થાથતા તમે આગળ જતાં બરાબર સમજશો. હાલ તો
શ્રીપંચપરમેષ્ઠીઓની ઉપાસના કરો. ભગવાન અથવા પંચપરમેષ્ઠી આત્માથી પણ અધિક છે.
પરંતુ આત્માથી જુદા સ્થાપીને તેની પૂજા કરવામાં આવે તો તે ઉત્કૃષ્ટ નથી. ભગવાન પોતાના
આત્મામાં છે, એમ સમજીને ઉપાસના કરવી એ ઉત્કૃષ્ટ ધર્મ છે. દેવી! ભગવાનને બહાર સ્થાપીને
ઉપાસના કરશો તો તેથી પુણ્યબંધ થશે, તેથી સ્વર્ગાદિક સુખની પ્રાપ્તિ થશે. જો ભગવાનને
પોતાના આત્મામાં સ્થાપીને ઉપાસના કરશો તો સર્વકર્મોનો નાશ થઈ મોક્ષસુખની પ્રાપ્તિ થશે.
કાંસામાં, પિત્તળમાં, સોનામાં, ચાંદીમાં અને પત્થરમાં ભગવાનની કલ્પના કરી ઉપાસના
કરવી તે વ્યવહારભક્તિ છે. ભેદભક્તિ છે. બીજા શબ્દોમાં તેને કૃત્રિમ ભક્તિ પણ કહી શકાય છે.
પોતાના નિર્મળ આત્મામાં ભગવાનને સ્થાપીને જો ઉપાસના કરવામાં આવે તો તે અભેદભક્તિ
છે, નિશ્ચયભક્તિ છે, અથવા તેને જ પરમાર્થ ભક્તિ કહી શકાય છે. દેવી! તમને હવે આ જણાઈ
ગયું હશે કે વ્યવહારમાર્ગને જ ભેદમાર્ગ કહે છે. નિશ્ચયમાર્ગને અભેદમાર્ગ કહે છે.
અભેદમાર્ગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તે કર્મરૂપી સર્પને માટે ગરુડ સમાન છે, તેથી અમે
તમને કહ્યું પણ હતું કે સમ્પૂર્ણ દુર્ભાવોને દૂર કરી શુભભાવ કરો, અને તે શુભભાવથી પણ પાર
અભેદમાર્ગની પ્રાપ્તિ કરો કે જેથી તમને મોક્ષસુખની પ્રાપ્તિ થાય.
તે જ્યોતિર્માલા દેવી પ્રાર્થના કરવા લાગી કે સ્વામી! આ આપનું કહેવું તદ્ન સાચું છે. તે
પવિત્ર માર્ગ ગ્રહણ કરવો આપને માટે સરલ છે, પરંતુ આ અમારી સ્ત્રીપર્યાય છે. અમારો વેષ
અને આકાર પણ સ્ત્રીત્વથી યુક્ત છે. આપે એ કહ્યું હતું કે તે આત્મા પુરુષાકાર છે, તો એવી
અવસ્થામાં અમને સ્ત્રીઓને તે પુરુષાકારી આત્માનું ધ્યાન કેવી રીતે થઈ શકે? આ જરા
સમજાવવાની કૃપા કરો.
દેવી! સાંભળો, આત્માની ભાવના કરતી વખતે તેને સ્ત્રીના રૂપમાં ધ્યાન કરવાની જરૂર
નથી અને તે વખતે પોતાને સ્ત્રી સમજવાની જરૂર નથી. જે પ્રકારના ભાવથી તેની

PDF/HTML Page 19 of 45
single page version

background image
:૧૬: આત્મધર્મ : અષાઢ: ૨૪૯૮
ભાવના કરો તે પ્રકારે તે દેખાય છે. याद्रशी भावना यस्य सिद्धिर्भवति ताद्रशी અર્થાત્ (જેવી
દેવી! પહેલાંં પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ, રૂપાતીત એ પ્રકારે ચાર યોગોમાં પોતાને જોડીને
દેવી! પંચનમસ્કાર–મંત્રના પાંત્રીશ અક્ષર છે. તેમને પોતાના હૃદયમાં પાંચ પંક્તિઓમાં
દેવી! પહેલાંં આ ચાર ધ્યાનનો અભ્યાસ કરો, પછી ત્રણ ધ્યાન વર્જી કેવળ પિંડસ્થ
દેવી! જપ, સ્તોત્ર, દીક્ષા, વ્રત, સ્વાધ્યાય, તપાદિ બીજા બધા સહાયક છે, એટલું જ નહિ,
દેવી! લોકમાં બે પ્રકારના પ્રાણી છે, એક ભવ્ય, બીજા અભવ્ય. જે લોક ક્્યારેક મુક્તિ
પ્રાપ્ત નથી કરી શકતા અને આ સંસારમાં દુઃખોનો અનુભવ કરતા થકા અનાદિ–અનંત કાળ
વ્યતીત કરે છે તે અભવ્ય છે. તેઓ આત્મયોગની અનેક પ્રકારે નિંદા કરે છે. ભવ્ય તેને રુચિપૂર્વક
સ્વીકારીને અનંત સુખ પ્રાપ્ત કરી લે છે. (અર્થાત્ અનંત સુખરૂપે પોતે પરિણમે છે.) દેવી! તે
અભવ્ય જીવ શાસ્ત્રો ભણે છે, ઉપવાસાદિ કરીને શરીર અને પેટને સૂકવી નાંખે છે, પરંતુ તેનું
હૃદય કઠોર રહે છે. તે પાપી આત્મયોગને પાખંડ સમજે છે, તેને તો આત્મયોગની પ્રાપ્તિ નથી
થતી; જેને તેની પ્રાપ્તિ થાય છે તેની તે અભવ્ય નિંદા કરે છે. ક્્યારેક કોઈ તેને તે વિષય
સમજાવે છે છતાં પણ તે તેની સાથે વિસંવાદ

PDF/HTML Page 20 of 45
single page version

background image
: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૧૭:
કરે છે આ ધ્યાન સ્ત્રીઓને પ્રાપ્ત નથી શકતું, તેમજ ગૃહસ્થોને પણ પ્રાપ્ત નથી થઈ શકતું. દેવી!
શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્ત્રીઓને અને ગૃહસ્થોને શુક્લધ્યાનની પ્રાપ્તિ નથી થઈ શકતી, પરંતુ તેઓ
અજ્ઞાની લોકોને ભડકાવે છે કે તેમને ધર્મધ્યાન પણ નથી થઈ શકતું. વ્યવહારધર્મને તો તેઓ
માને છે, પરંતુ નિશ્ચયધર્મને સ્વીકારતા નથી. દેવી! તેમને કોઈ ધ્યાનશાસ્ત્રનો ઉપદેશ દેવા જાય
તો કંઈક પ્રકારનાં બહાના બતાવે છે અને કહે છે કે આત્મયોગ ધારણ કરવા માટે ઘણાં શાસ્ત્રોનું
અધ્યયન કરવાની જરૂર છે અને નિર્ગં્રથ દીક્ષાની પણ જરૂર છે–એ બાબતો અમારામાં નથી તેથી
અમે આ આત્મયોગનું ધારણ કરી શકતા નથી. પરંતુ દેવી! આશ્ચર્ય છે કે તેઓ બહુ શાસ્ત્રો
ભણીને નિર્ગ્રંથ દીક્ષાથી દીક્ષિત થવા છતાં પણ સંસારમાં ભટકે છે.
દેવી! આત્મધ્યાન જો પોતાથી થઈ શકે તો અવશ્ય કરવું જોઈએ, જો એટલી શક્તિ ન
હોય તો ધ્યાનતત્ત્વ પર શ્રદ્ધાન તો અવશ્ય કરવું જોઈએ. કેવળ પોતાથી ન બને તો ધ્યાનની
નિંદા કરવી તે ભવ્યોનું કાર્ય નથી, પણ અભવ્યોનું તે કાર્ય છે; તેથી તમે આની ઉપર દ્રઢ શ્રદ્ધાન
કરો. હમણાં તમોને ધ્યાન ન પ્રગટે તોપણ કોઈ પણ જાતની હાનિ નથી. સંતોષપૂર્વક
ભેદભક્તિનો અભ્યાસ કરતા રહો, તેથી આગળ જતાં તમોને મુક્તિ પ્રાપ્ત થશે. ભગવત્ પૂજા,
મુનિદાન, ધર્મીસત્કાર, જીવદયા આદિ સત્ક્રિયાઓનું અનુષ્ઠાન કરો અને આત્મકલાપર શ્રદ્ધાન
કરો. તમોને અવશ્ય આગળ મોક્ષની પ્રાપ્તિ થશે. દેવી! જે વખતે સૂતકકાળ અથવા માસિકધર્મ
સદ્રશ અશુભ સમય હોય તે વખતે ઉપર્યુક્ત શુભ ક્રિયાઓનું આચરણ કરવું ઉચિત નથી. તે
વખતે અશુચિત્વાનુંપ્રેક્ષાની ભાવના પૂર્વક મૌન રહેવું જોઈએ.
આ પ્રકારે તમો ઉપર્યુક્ત કથાનુસાર આચરણ કરશો તો તમારા લોકોનો આ સ્ત્રીવષ દૂર
થઈ જશે અને સ્વર્ગ પામીને અવશ્ય મુક્તિ પણ પ્રાપ્ત કરશો. ખરેખર આ સિદ્ધાંત છે, તેથી
અવશ્ય શ્રદ્ધા કરો.
આ પ્રકારે સમ્રાટ ભરતનો ઉપદેશ સાંભળીને જ્યોતિર્માલા આદિ બધી રાણીઓ અત્યંત
પ્રસન્ન થઈ. એટલું જ નહિ, તેમને સાક્ષાત્ મુક્તિ મળી હોય એ પ્રકારે હર્ષ થયો. તેઓ બધી
આનંદપૂર્વક કહેવા લાગી કે સ્વામી! આપની કૃપાથી આજે અમને એવા સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ
છે કે જે કોઈ પણ જન્મમાં પ્રાપ્ત થયું નહોતું. હવે અમને મુક્તિ પ્રાપ્ત થવામાં શી મોટી વાત છે?
સ્વામી! આપના સંગથી અમે કૃતકૃત્ય થઈ ગયા. એમ કહીને બધી રાણીઓએ ભરતેશ્વરના
ચરણમાં સાષ્ટાંગ નમસ્કાર કર્યા.