Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૪૬
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
૩૪૬
* માર્ગ ખુલ્લો છે *
ધર્મીની પર્યાય અંતર્મુખ થઈને એમ અનુભવે છે કે
ગતિ, રાગ વગેરે વિભાવોથી રહિત એક પરમ
ચૈતન્યભાવ હું છું. પર્યાયના ભેદના કોઈપણ વિકલ્પો,
તેનો હું કર્તા નથી, તેનું કારણ હું નથી, તેનો કરાવનાર
કે અનુમોદનાર પણ હું નથી. એક સહજ પરમસ્વભાવ
જ હું છું–એમ શુદ્ધનિશ્ચયનય દેખે છે. શુદ્ધનિશ્ચયનય
અને તેનો વિષય અભેદ છે, તેમાં ભેદ રહેતો નથી,
વિકલ્પ રહેતો નથી. શુદ્ધનયવડે આવા અભેદ આત્માની
અનુભૂતિ કરવી તે જ પરમ શાંતિરૂપ મોક્ષનો માર્ગ છે.
પ્રશ્ન:–અત્યારે તો આવો માર્ગ ચાલતો નથી!
ઉત્તર:–કોણ કહે છે નથી ચાલતો? પોતાની પર્યાયમાં જે
આત્મા આવો અનુભવ કરે તેને અત્યારે પણ
પોતામાં આવો મોક્ષ માર્ગ ચાલી રહ્યો છે....તેની
પરિણતિ એ જ મોક્ષમાર્ગ છે; ધર્મીને અંતરમાં
આવો માર્ગ ખૂલી ગયો છે. મોક્ષના મહાસુખને
ચાખતો–ચાખતો તે મોક્ષના માર્ગે જઈ રહ્યો છે.
ધન્ય માર્ગ! ધન્ય ચાલનાર!
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૮ શ્રાવણ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૯ : અંક ૧૦

PDF/HTML Page 3 of 53
single page version

background image
* અ ન દ ર સ ઘ લ ન *
આત્માનો એવો અદ્ભુતસ્વભાવ છે કે જેનું જ્ઞાન થતાં મહાન
આનંદ થાય છે. જ્ઞાનઅનુભૂતિના આવા મહા–આનંદરસને ઘૂંટીઘૂંટીને
ગુરુદેવ પીવડાવી રહ્યા છે. અહા, જે આનંદની ગંઘ પણ પૂર્વે અનંત–
કાળમાં કદી ન હતી તેવા અપૂર્વ અતીન્દ્રિય આનંદનો સ્વાદ
સમ્યગ્દર્શન થતાં અનુભવાયો. વિકલ્પોથી નિર્વિકલ્પચીજ અત્યંત જુદી
જાતની છે, તે નિર્વિકલ્પ આનંદની લહેર પાસે ગુણભેદોનો વિકલ્પ
પણ દુઃખરૂપ લાગે છે. તે વિકલ્પથી પાર ચૈતન્યના આનંદરસનું ઘોલન
એ જ આત્માનું જીવન છે. આવો અનુભવ કર્યો તે સાચો
‘જીવવંતસ્વામી’ થયો.
અહો જીવો! આવા આનંદરસને ઘૂંટીઘૂંટીને પીવા માટે, શ્રીગુરુ
કહે છે કે તમે દુનિયાની અપેક્ષા છોડીને, પરમ અચિંત્ય મહિમાપૂર્વક
આત્માના ચિદાનંદસ્વભાવમાં અંદર ઊંડા ઊતરીને તેનું અવલોકન
કરો, જેના અવલોકનથી ચૈતન્યના અનંતગુણના નિર્વિકલ્પ
આનંદરસનું વેદન થશે.

PDF/HTML Page 4 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૮
લવાજમ શ્રાવણ
ચાર રૂપિયા AUG. 1972
* વર્ષ : ૨૯ અંક ૧૦ *
મહાન આત્માર્થને સાધવા તત્પર થાઓ
નાની–નાની બાબતમાં અટકો નહીં
જગતના નાના–મોટા અનેકવિધ પ્રસંગોમાં જીવ
ક્્યારેક અટવાઈ જાય છે ને તેથી તે મુંઝાય છે....અને તેના જ
વિચારવમળમાંથી બહાર નીકળી શકતો નથી, એના પરિણામે
તે આત્મપ્રયત્નમાં આગળ વધી શકતો નથી. આત્માર્થીએ
એવા પ્રસંગમાં ન અટકતાં ઉધમપૂર્વક પોતાના આત્મકાર્યને
સાધવું–એવું સંતોનું સંબોધન છે; કેમકે સ્વભાવના
અચિંત્યમહિમા પ્રત્યે ઉલ્લાસિત વીર્યવાન જીવ આત્માને સાધી
શકે છે.
હે જીવ! જેને તારા આત્માર્થની સાથે સંબંધ નથી એવી
નાની નાની બાબતમાં તું અટકીશ તો તારા મહાનને
આત્મપ્રયોજન તું ક્્યારે સાધી શકીશ? જગતમાં અનુકૂળ ને
પ્રતિકૂળ પ્રસંગો તો બન્યા જ કરવાના, તીર્થંકરો અને
ચક્રવર્તીઓને પણ એવા પ્રસંગો કયાં નથી આવ્યા? માન ને
અપમાન, નિંદા ને પ્રશંસા, સુખ અને દુઃખ, સંયોગ અને
વિયોગ, રોગ અને નીરોગ,–એવા અનેક પરિવર્તનશીલ
પ્રસંગો તો જગતમાં બન્યા જ કરવાના–પણ તારા જેવો
આત્માર્થી જો આવા નાના–નાના પ્રસંગોમાં જ આત્માને રોકી
દેશે તો આત્માર્થના મહાન કાર્યને તું ક્્યારે સાધી શકાશે? શું
તારા આત્માર્થનું જોર એવું ઢીલું છે કે બહારના ક્ષણિક
પ્રસંગોથી તે ખંડિત થઈ જાય? આત્માર્થને સાધવામાં એવી
ઢીલાશ પાલવે નહિ.

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
–માટે, એવા પ્રસંગોથી અતિશય ઉપેક્ષિત થા.......તેમાં તારી જરા
પણ શક્તિને ન વેડફ. તે પ્રસંગોને તારા આત્માર્થ સાથે કાંઈ જ સંબંધ
નથી એમ નકકી કરીને આત્માર્થની સિદ્ધિ જે રીતે થાય તે રીતે જ તું
પ્રવર્ત! ને આત્માર્થની સિદ્ધિમાં બાધક થાય એવા પરિણામોને અત્યંતપણે
છોડ, ઉગ્ર પ્રયત્ન વડે છોડ! શૂરવીર થઈને તારી બધી શક્તિને
આત્મસાધનામાં જોડ. તને મહાન આનંદ થશે, અપૂર્વ શાંતિ થશે.
વિધવિધ પરિણામવાળા જીવો પણ જગતમાં વર્ત્યા જ કરશેેેે......
માટે તેનો પણ ખેદ–વિચાર છોડ...ને ઉપરોકત સંયોગોની માફક જ તેમની
સાથે પણ આત્માર્થનો સંબંધ નથી એમ સમજીને તે પ્રત્યે ઉપેક્ષિત થા....ને
આત્માર્થ–સાધનામાં જ ઉગ્રપણે પ્રવર્ત! વારંવાર આત્મ–પરિચય કરી
કરીને તેમાં ઊંડો ઊતર.
ગમે તેમ કરીને મારે મારા આત્માર્થને સાધવો–એ એક જ આ
જગતમાં મારું કાર્ય છે–એમ અતિદ્રઢ નિશ્ચયવંત થા. મારા આત્માર્થ ખાતર
જે કાંઈ સહન કરવું પડે તે સહન કરવા હું તૈયાર છું, પણ કોઈપણ
પ્રકારનથી હું મારા આત્માર્થના કાર્યથી ડગીશ નહિ. તેમા જરા પણ
શિથિલ નહીં થાઉ.....આત્મા પ્રત્યેના મારા ઉત્સાહમાં હું કદી ભંગ નહીં
પડવા દઉં. મારી બધી શક્તિને, મારા બધા જ્ઞાનને, મારા બધા વૈરાગ્યને,
મારી શ્રદ્ધાને–ભક્તિને, ઉત્સાહને સહનશીલતાને સર્વ મારા સ્વને હું મારા
આત્મર્થમાં જોડીને જરૂર મારા આત્માર્થને સાધીશ.–આમ દ્રઢ પરિણામ વડે
આત્માર્થને સાધવા માટે તત્પર થા!
આત્માર્થ સાધવા માટેની તારી આવી સાચી તત્પરતા હશે તો
જગતમાં કોઈની તાકાત નથી કે મારા આત્મકાર્યમાં વિધ્ન કરી શકે. જ્યાં
આત્માર્થની સાચી તત્પરતા છે, ત્યાં આખું જગત તેને આત્માર્થની
પ્રાપ્તિમાં અનુકૂળ પરિણમી જાય જરૂર છે, ને તે જીવ આત્માર્થને સાધી
લ્યે છે.
માટે હે જીવ! જગતમાં બીજું બધું ભુલીને તું તારા આત્માર્થ
માટેની સાચી તત્પરતા કર; તો તને થોડા જ વખતમાં મહાન આનંદસહિત
તારો આત્મા જરૂર પ્રાપ્ત થશે.

PDF/HTML Page 6 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૩ :
અમૃત વર્ષા
અષાડ વદ છઠ્ઠ અને સાતમ એ બે દિવસ ધન્ય હતા, તે
દિવસે પૂ. શ્રી કહાનગુરુના શ્રીમુખથી ચૈતન્ય રસભરેલી
અમૃતવર્ષાનો પ્રારંભ થયો, ને મુમુક્ષુહદયમાં ચૈતન્ય–પુષ્પો
ખીલી ઊઠયા. એ બે દિવસોમાં વરસેલું ચૈતન્યની અનુભૂતિના
આનંદનું અમૃત આ લેખમાં ભર્યું છે. લાંબાકાળથી તૃષાતુર
જીવોને તે જરૂર તૃપ્ત કરશે ને આનંદના નવીન અંકૂરા
પ્રગટાવશે. સોનગઢમાં અધ્યાત્મરસની અમૃતવર્ષા ગુરુમુખે
દરરોજ વરસી રહી છે.
સ્વાનુભૂતિ – વર્ણન
હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન–દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે!

સમયસારની આ ૩૮ મી ગાથામાં ધર્માત્માને આત્માની સ્વાનુભૂતિ કેવી થઈ
તેનું અલૌકિક વર્ણન છે.
આત્માને પહેલાંં ધર્મ નહોતો થયો ત્યારે તેની કેવી દશા હતી? ને હવે આત્મા
ધર્મરૂપ થયો–સમ્યગ્દર્શનાદિરૂપ થયો ત્યારે તેની કેવી દશા થઈ? તેનું આ વર્ણન છે.
જેને આત્માના આનંદસ્વરૂપનું ભાન થયું છે, પૂર્ણ જ્ઞાનદર્શનથી ભરેલા
આત્માનો અનુભવ થયો છે એવો ધર્મી જીવ જાણે છે કે પહેલાંં આવા મારા આત્માનો
અનુભવ કર્યાં વગર, અનાદિકાળથી મોહને લીધે હું અત્યંત અપ્રતિબુદ્ધ હતો; કોઈએ

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
મને ભૂલાવ્યો હતો–એમ નહિ, પણ હું પોતે મારા જ અજ્ઞાનથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો;
મારા સુખને ભૂલીને હું પરમાં સુખ માનતો હતો; મારો અતીન્દ્રિયઆનંદ મારા જ્ઞાનમાં
આવતો ન હતો.–પહેલાંં હું આવો મોહથી ઉન્મત હતો એમ હવે મને ખબર પડી. પૂર્વે
પુણ્ય તો અનંતવાર કર્યાં છતાં અપ્રતિબુદ્ધ જ હતો.–પૂર્વે આવતો હતો, પણ હવે પ્રતિબુદ્ધ
થયો ત્યારે કેવો થયો? તે કહે છે.
વિરકત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં કોઈપણ પ્રકારે મારું સ્વરૂપ
સમજી હું સાવધાન થયો. સમજાવનાર ગુરુ કેવા છે? કે વિરકત છે; રાગમાં રકત નથી
પણ રાગથી વિરકત છે, રાગથી ભિન્ન ચૈતન્યપણે પોતાને અનુભવે છે, તેઓ તેવું
સ્વરૂપ સમજાવે છે. જેને પોતાને હજી રાગથી જુદું અતીન્દ્રિયઆનંદમય સ્વરૂપ
અનુભવમાં આવ્યું નથી તે અજ્ઞાની આત્માનું સ્વરૂપ સમજાવી શકે નહિ; એટલે ગુરુ
કેવા છે તેની પણ હવે મને ઓળખાણ થઈ. રાગ અને જ્ઞાનની ભિન્નતાના અનુભવવડે
જે વિરકત છે, એવા વિરકતગુરુએ નિરંતર શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવ્યું.
શિષ્યને ગુરુનો ઉપદેશ સાંભળતાં જ આત્માના અનુભવની ધૂન ચડી; નિરંતર
તે સ્વરૂપ સમજવાની ધગશ છે, તેથી સમજાવનાર ગુરુ પણ તેને નિરંતર સમજાવી રહ્યા
છે એમ કહ્યું. મુનિ વગેરે જ્ઞાનીગુરુ કાંઈ સમજાવવાના વિકલ્પમાં જ નિરંતર ન વર્તતા
હોય, પણ એકવાર જ્યાં શ્રીગુરુ પાસેથી આત્માના જ્ઞાન–આનંદસ્વરૂપનું શ્રવણ કર્યું ત્યાં
અંદરમાં ‘ટચ’ થઈને શિષ્યને નિરંતર તેની જ ધૂન લાગી છે; તેથી શ્રીગુરુ પણ મને
નિરંતર મારું સ્વરૂપ સમજાવી જ રહ્યા છે–એમ કહ્યું.
હવે શ્રીગુરુએ શું સમજાવ્યું? કે શ્રીગુરુનો ઉપદેશ ઝીલીને અંતરમાં જેવા
ચિદાનંદ–શુદ્ધ–એક આત્માનો મેં સમ્યગ્દર્શનમાં અનુભવ કર્યો તેવો જ આત્મા, શ્રીગુરુએ
મને નિરંતર સમજાવ્યો. જ્યાં અનુભવ થયો ત્યાં ખબર પડી કે અહો! શ્રીગુરુ મને
આવો આત્મા સમજાવતા હતા.
જુઓ, બીજું આડું–અવળું સમજવાની વાત ન લીધી, પણ મને શુદ્ધઆત્માના
અનુભવની ગરજ હતી ને શ્રીગુરુએ પણ તે જ સ્વરૂપ મને સમજાવ્યું. શાસ્ત્રોમાં તો
બીજી વ્યવહારની પણ વાત આવે, પણ તેના ઉપર મારું લક્ષ નથી, શુદ્ધ આત્મા કેવો છે
ને તેનો અનુભવ કેમ થાય–તે જ એક લક્ષ છે; તેથી શ્રીગુરુએ પણ તે સમજાવ્યું–

PDF/HTML Page 8 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૫ :
એમ કહ્યું છે.
અહો, મારી આવી ચૈતન્યવસ્તુ, શ્રીગુરુએ મને સમજાવી...રાગથી પાર, ભેદોથી
પાર, જ્ઞાનદર્શ નથી પરિપૂર્ણ અનંતા ચૈતન્યરસથી ભરેલો હું છું–એમ મારા સ્વસંવેદન
પ્રત્યક્ષથી મેં અનુભવ્યું. મારું પરમેશ્વરપણું મારામાં જ છે. જેમ કોઈ મૂઠીમાં જ રહેલા
સોનાને ભૂલીને બહારમાં શોધે તેથી દુઃખી થાય, ને જ્યાં યાદ કરીને પોતાની જ મૂઠીમાં
રહેલું સોનું દેખે કે આ રહ્યું સોનું! – ત્યાં તરત તે પ્રકારનું દુઃખ છૂટી જાય; તેમ રાગાદિ
પરભાવોની પક્કડને લીધે જીવ પોતે પોતાનું પરમેશ્વરપણું ભૂલી ગયો હતો, તેથી દુઃખી
હતો, પણ શ્રીગુરુના ઉપદેશથી સાવધાન થઈને અંદર જોયું કે અહા! પરમેશ્વરપણું તો
મારામાં જ છે! – ત્યાં અનંતા ગુણના પરમ–એર્શ્ચયથી ભરેલા પરમેશ્વરરૂપે પોતાને
અનુભવતાં મહા પરમ આનંદ થાયછે.–આવી અનુભૂતિ પ્રગટવાનું આ વર્ણન છે. શિષ્ય
નિઃશંક કહે છે કે આવી અનુભૂતિ મને થઈ છે. અરે ભાઈ! આવા આત્માના અનુભવ
વગર ચૌરાશીના અનંત અવતાર તેં કર્યાં; સ્વર્ગના ને નરકના અનંતા અવતાર તેં કર્યાં.
પણ તારી ચૈતન્યવસ્તુ કેવી છે તેને તેં ન દેખી.
અત્યારે તે ચૈતન્યવસ્તુને સમજવાનો આ અવસર છે. ચૈતન્યવસ્તુમાં અનંતા
ગુણના રસ ભર્યા છે, તેને જાણતાં સ્વસંવેદનપ્રત્યક્ષપૂર્વક શ્રદ્ધા થઈ, નિર્વિકલ્પ
અનુભૂતિ થઈ, મહા અતીન્દ્રિયઆનંદ થયો. અનંતા ગુણોનો રસ એક સાથે અભેદ
અનુભૂતિમાં પ્રગટ્યો.
સ્વ–પરને જાણનાર તત્ત્વ હું છું – એમ જ્ઞાનસત્તાપણે ધર્મી પોતાને અનુભવે છે.
પહેલાંં જ્ઞાનસત્તાને ભૂલીને પરસત્તામાં એકત્વ માનતો, હવે પોતાની જ્ઞાનસત્તાનું ભાન
થયું કે અહો, આ બધું જણાય છે તેમાં જાણવાની સત્તારૂપે જે સદાય અનુભવવાય છે.
આવી ચૈતન્યસત્તારૂપે સ્વસંવેદનથી પોતે પોતાને જાણ્યો ત્યાં મોહનો નાશ થયો.
આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનપૂર્વક શ્રદ્ધા અને અનુભવ થયા છે; તે ત્રણે રાગથી ભિન્ન છે.
આત્માને જાણવો એટલે તેની સન્મુખ થઈને અનુભવવો, તે જ જાણ્યું કહેવાય. આ રીતે
આત્માને જાણવો–શ્રદ્ધવો ને અનુભવવો તે મોક્ષમાર્ગ છે. શિષ્ય કહે છે કે આવો
અનુભવ કરીને
હવે હું સમ્યક્ એક આત્મારામ થયો; પહેલાંં અપ્રતિબુદ્ધ–ઉન્મત હતો, હવે સાચો
આત્મરામ થયો. આવો હું મારા આત્માને સ્વાનુભવ–પ્રત્યક્ષ ચૈતન્યજ્યોતિરૂપે અનુભવું
છુ; મારી પર્યાય આવા આત્માના અનુભવરૂપ પરિણમી રહી છે.

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
ધર્મીને પોતાનો આત્મા શુદ્ધપણે જ્ઞાનમાં–શ્રદ્ધામાં અનુભવમાં આવ્યો તેનું આ
વર્ણન છે.
‘હું શુદ્ધ છું’–કેમકે વ્યાવહારિક ભેદરૂપ નવતત્ત્વથી પાર એક જ્ઞાયકસ્વભાવ
ભાવરૂપે હું મને અનુભવું છું ; મારી આ શુદ્ધ અનુભૂતિમાં નવતત્ત્વના વિકલ્પો નથી.
નવતત્ત્વના ભેદોમાં જે અશુદ્ધતત્ત્વો છે તે અદ્ભુતવ્યવહાર છે, અને જે સંવારાદિ શુદ્ધ
તત્ત્વો છે તે સદ્ભુતવ્યવહાર છે. આવા ભેદરૂપ વ્યવહારના અનુભવમાં અશુદ્ધતા છે.
નવતત્ત્વના ભેદથી પાર જે એક જ્ઞાયકભાવરૂપ ભાવ તે રૂપે હું મને અનુભવું છું તેથી હું
શુદ્ધ છું.–આવો અનુભવ તે આગમનો સાર છે. આવો અનુભવ કરનારું જ્ઞાન આત્માને
આનંદરૂપ કરે છે, જ્ઞાન પોતે અતીન્દ્રિય આનંદસ્વરૂપ થઈને પરિણમે છે. જ્ઞાન અને
સુખ કાંઈ જુદાં નથી. ચૈતન્યના સર્વગુણોનો રસ અનુભૂતિમાં સમાય છે.
જ્ઞાન–દર્શન ઉપયોગસ્વરૂપ ચૈતન્યમય હું છું–ચૈતન્યપણાને હું કદી છોડતો નથી.
ચૈતન્યભાવપણે જ હું મને સદા અનુભવું છું. ચૈતન્યભાવની અનુભૂતિમાં મોહનો
અભાવ છે, દુઃખનો અભાવ છે.
અહા, મારો ચૈતન્યરસ એવો છે કે જેમાં મોહ છે જ નહિ. આનંદમય ચૈતન્ય
નિજરસ, તેમાંથી હવે શુદ્ધ જ્ઞાનદશાની જ ઉત્પત્તિ સદા થયા કરશે, મારા નિજરસમાં
મોહનું મૂળિયું છે જ નહિ. માટે હવે ફરીને કદી મને મોહનો અંકુર ઊપજવાનો નથી.
અરે, મારા ચૈતન્યરસમાં મોહ કેવો? મારા આત્મામાં તો જ્ઞાનનાં અજવાળા પ્રગટયા છે,
મહાન જ્ઞાનપ્રકાશ ખીલ્યો છે, તેમાં હવે મોહનાં અંધારા રહ્યા નથી. સીધું આત્મસન્મુખ
થઈને મતિ–શ્રતજ્ઞાને આત્માને પ્રત્યક્ષ જાણી લીધો છે, સ્વસંવેદનમાં જ્ઞાન અતીન્દ્રિય
થયું છે. તે અતીન્દ્રિય જ્ઞાનપ્રકાશની શી વાત! મહાન જ્ઞાન ઉધોત થયો છે.–હું આવો
નિર્મોહી થયોછું. જ્ઞાનની અસ્તિ ને મોહની નાસ્તિ, એવી પોતાની સ્વરૂપસંપદા જોઈને
મારો આત્મા પ્રસન્ન થયો છે, તૃપ્ત થયો છે. મહાન શાંતરસના સમુદ્રમાં હું મગ્ન થયો છું.
–આવી શુદ્ધ આત્મઅનુભૂતિ મને થઈ છે.
આવો મહાન જ્ઞાનપ્રકાશ પ્રગટ્યો, મહાન આત્મપરમેશ્વરરૂપે મેં મને અનુભવ્યો.
હવે મારા ચૈતન્યની મહત્તાને કોઈ હીણી કરી શકે નહિ, સ્વાનુભવમાં પ્રગટેલો જે મારો
મહાન જ્ઞાનપ્રકાશ, તે હવે જગતમાં કોઈથી હણાય નહિ. અહા, મારા ચૈતન્યનો કોઈ
પરમ અદ્ભૂત અચિંત્ય ચમત્કાર છે. આવી પરમ અદ્ભૂત સંપદાવાળું મારું ચૈતન્ય
સ્વરૂપ મેં અનુભવ્યું છે, હવે મને જગતના કોઈ પદાર્થમાં એકત્વબુદ્ધિરૂપ મોહ કેમ
થાય? કદી ન થાય.

PDF/HTML Page 10 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૭ :
જે ધર્મી થાય તેને આવી અનુભૂતિ થાયછે. આવા આત્માની અનુભૂતિ વગર
ધર્મીપણું થાય નહિ. અહીં તો ધર્મી થયેલો જીવ કહે છે કે મેં મારા આત્માને અનુભવથી
પ્રત્યક્ષ જાણ્યો છે, અતીન્દ્રિયઆનંદના વેદન સહિત સીધસીધા જ્ઞાનથી મેં મારા આત્માને
જાણ્યો છે; જાણવામાં આનંદ વગેરે અનંતગુણનું કાર્ય પણ ભેગું જ છે. તેમાં મનનું–
રાગનું ઈંન્દ્રિયનું કોઈનું આલંબન નથી. ચૈતન્યના સમુદ્રમાં મગ્ન થઈને જ્ઞાન અતીન્દ્રિય
થયું, તેમાં આવો આત્મા ધર્મીને પ્રત્યક્ષ ભાસ્યો છે; એવા જ્ઞાન સાથે તેની શ્રદ્ધા થઈ છે,
ને તે કાળે નિર્વિકલ્પઆનંદની અનુભૂતિ થઈ છે. ચૈતન્યગોળો બધા રાગ–વિકલ્પોથી
છૂટો પડી ગયો; હવે રાગનો કણ પદ કદી મને મારા ચેતનસ્વરૂપે ભાસવાનો નથી.
આવો મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ્યો છે.
આજની અમૃતવર્ષા ઝીલીને આનંદિત થતાં પૂ. બંને ધર્મમાતાઓએ હદયના
ઉલ્લાસથી નીચેનું મંગલગીત ગવડાવ્યું હતું–
અમ સેવકના પ્રભુ હદય તલસતા,
ક્્યારે છૂટે ગુરુવાણી ભવ હરનારી રે....
મધુરા સૂર ગુરુવાણીનાં વાગે.....
જ્ઞાનગંગાના પાને પાવન થઈએ રે....
ગુરુરાજવાણીમાં ચૈતન્ય ઝળકતો,
અંતરથી સૂણતાં ભવથી ભાવઠ ભાંગે રે...
જ્ઞાયકદેવના મીઠાં મંત્ર સુણાવી
મુક્તિ કેરો અપૂર્વ માગૃ બતાવ્યા રે.....
ગુરુદેવના સૂક્ષ્મ ભાવો નિતપ્રતિ વરસો
હૈડામાં વસજો મારા અંતરમાં ઊતરજો રે.....
વાણી સૂણી મારું અંતર ઊછળે,
ગુરુવાણીથી આજે આનંદમંગળ વરતેરે.....
નિર્વિધ્ન ચૈતન્યવિલાસી આત્મિક આનંદદાતા
નિરંતર શુદ્ધાત્મ–પ્રતિબોધક ગુરુદેવશ્રી જયવંત હો.

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
અનુભૂતિમાં શાંતરસનો દરિયો ઉલ્લસ્યો છે
(અષાડ વદ સાતમ)
આત્માની અનુભૂતિ થતાં શાંતરસનો મહા સમુદ્ર પોતે પોતામાં સાક્ષાત્
અનુભવ્યો અહા! શાંતિનો આવો મોટો દરિયો હું છું.....જ્ઞાનની ગંભીરતાથી ભરેલ
ચૈતન્યચમત્કારી મારી વસ્તુ, તેની સન્મુખ થયેલું જ્ઞાન અતીન્દ્રિય થઈને પ્રત્યક્ષ થયું
છે.....તે. અતીન્દ્રિય જ્ઞાન અતીન્દ્રિય શાંતિ સહિત પ્રગટ્યું છે...... જેમ મોટા તરંગથી
દરિયો ઊલ્લસે તેમ ધર્મીના અનુભવમાં શાંતિનો મોટો દરિયો ઉલ્લસ્યો છે....જ્ઞાનનો
દરિયો ભગવાન આત્મા શાંતરસમાં લીન થઈને પોતાની પરિણતિમાં ઉલ્લસી રહ્યો છે.–
આવી દશા થઈ ત્યારે આત્માનો જાણ્યો કહેવાય. અને આવા આત્માને જાણ્યા વગરનું
બધું નિષ્ફળ છે–તેમાં ચૈતન્યની શાંતિનું વેદન નથી.
અહા, આવડો મોટો જ્ઞાનસમુદ્ર! અંદર પ્રગટ વિદ્યમાન છે; પણ પર્યાયમાં રાગ
અને વિકલ્પ સાથે એકતાબુદ્ધિરૂપ ચાદર આડી આવી જવાથી જીવને તે જ્ઞાનસમુદ્ર
દેખાતો ન હતો. હવે શ્રીગુરુના ઉપદેશ–અનુસાર આત્મસ્વભાવની સન્મુખ થઈને તેનો
સ્વીકાર કરતાં તે અજ્ઞાનરૂપી ચાદર દૂર થઈ ગઈ, ને પર્યાયમાં શાંતરસથી ઉલ્લસી
રહેલો મારો જ્ઞાનસમુદ્ર મેં સાક્ષાત્ દેખ્યો.....જેમ સમુદ્ર રત્નોથી ભરેલો હોવાથી રત્નાકાર
કહેવાય છે. તેમ જ્ઞાનસમુદ્ર એવો મારો ભગવાન આત્મા ચૈતન્યરત્નાકાર શાંતિ–વગેરે
અનંત ગુણોનો સમુદ્ર છે, તે અનંત ગુણની નિર્મળતાથી ઉલ્લસતો અનંત–અપાર સ્વરૂપ
સંપદાવાળો મારો આત્મા મારી સ્વાનુભૂતિમાં આવ્યો છે, ને હે જગતના જીવો! તમે
પણ આ આત્માને પ્રત્યક્ષ અનુભવરૂપ કરો.
–આવા આત્માના અનુભવજ્ઞાન વગર બીજા કોઈ સંયોગ વડે કે બહારનાં
જાણપણા વડે કંઈપણ અધિકતા લાગે, તો તે જીવ અજ્ઞાનની ભ્રમણામાં રોકાઈ
ગયો છે. અરે! જ્ઞાનનો મહા સમુદ્ર, તેની પાસે બહારનાં જાણપણાની શી કિંમત છે!
અહા, ચૈતન્યની મહત્તા બતાવવા દરિયાની ઉપમા આપી......ને તેને ‘ભગવાન’
કહ્યો. ખરેખર દરિયો તો મર્યાદિત છે–સ્વયંભૂરમણ સમુદ્ર પણ મર્યાદિત (અસંખ્ય
યોજનનો) છે, જ્યારે આ ભગવાન જ્ઞાનસમુદ્ર તો અનંત અમર્યાદિત સામર્થ્યવાળો
છે. દરિયાની ઉપમા–

PDF/HTML Page 12 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૯ :
ધર્માત્માની જ્ઞાનદશામાં સહજ પરમઆનંદરૂપી અમૃતનું પૂર આવ્યું છે, આખો
તે ધર્માત્માને આત્માની સમીપતા એક ક્ષણ છૂટતી નથી, ને વિકલ્પો સાથે એકતા
એક ક્ષણ પણ થતી નથી. જે આત્માભિમુખી ભાવ છે તે તો રાગ વગરનો જ

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
છે, આનંદરસથી ભરેલો છે. આત્મા પોતે સહજ આનંદસ્વરૂપ છે એટલે અંતર્મુખ થઈને
આત્માની સમીપતામાં આનંદ જ વેદાય છે. મારી ચેતના–પરિણતિમાં મારો આત્મા જ
સમીપ છે, ને બીજા બધા પરભાવો દૂર છે–જુદા છે. મારો આત્મા મારી પરિણતિથી
જરાપણ દૂર નથી.–આત્માના સ્વરૂપનું આવું સંચેતન ધર્મીને નિરંતર હોય છે.
અહા, જ્ઞાન–દર્શનથી પૂર્ણ, શાંતરસથી ભરપૂર એવો હું, મારા સ્વસંવેદનમાં રાગ
કે વિકલ્ત કેવો? જ્ઞાનાનંદમય મારા સ્વભાવ સિવાય બીજું કાંઈ પરમાણુમાત્ર પણ મને
મારાપણે જરાય ભાસતું નથી. ચૈતન્યની જે શાંતિ પાસે તીર્થંકર નામકર્મનો વિકલ્પ પણ
અગ્નિની ભઠ્ઠી જેવો લાગે છે,–આવા શાંતરસમય મહા સુંદર વસ્તુ મારામાં મને પ્રગટી
છે, ને હે જીવો! તમારામાં પણ આવી સુંદર શાંતરસથી ભરપૂર ચીજવસ્તુ પડી જ છે; તો
તમે પણ તમારા શાંતરસના સમુદ્રમાં જાઓને! તેમાં તમને અપૂર્વ શાંતિ મળશે. ને
અનાદિનાં દુઃખ–અશાંતિ દૂર થઈ જશે. આજે જ તમે આવા વીતરાગી શાંતરસને
તમારામાં અનુભવો! આમ સ્વાનુભવમાં પ્રગટેલા શાંતરસનો સ્વાદ ચાખવા માટે
જગતના જીવોને પણ આમંત્રણ આપે છે.
ઉપશમરસ વરસ્યા રે મારા આત્મમાં,
અનંત ગુણથી ઉલ્લસ્યા ચૈતન્ય દેવ જો.
ગુરુ વરસાવે અમૃતનાં વરસાદ રે
આવો......આવો! કરીએ શાંતરસ પાન જો....
`
* રત્નીયો *
આત્મા ‘રતનીયો’ છે.
ગુરુદેવે તેને કહે છે કે હે રતનીયા!
તું તો અનંત ચૈતન્યરત્નને ધરનાર
રતનીયો છો. તું દીન નથી, અનંત
રત્નોનો તું ભંડાર છો.....તેની સન્મુખ
થતાં તને સમ્યક્ત્વાદિ અનંતરત્નો
* રામનાં રૂપ *
રાવણના રૂપવડે સીતાજી રીઝે નહીં,
એ તો રામના રૂપ વડે જ રીઝે.
તેમ

PDF/HTML Page 14 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૧ :
જ્ઞાનસત્તાનો સ્વીકાર
પ્રવચનો બંધ હતા ત્યારે પણ ગુરુદેવને જ્ઞાનરસનું
ઘોલન તો અંદર ચાલ્યા જ કરતું, કોઈ કોઈવાર તે વ્યક્ત
કરતા; એક વખત સ્વસંવેદન–જ્ઞાનના અદ્ભુત મહિમા સંબંધી
કેટલુંક ઘોલન તેઓશ્રીએ વ્યક્ત કરેલું, તે ઉપરથી અહીં થોડુંક
લખ્યું છે. (સં.)
સ્વસત્તાપૂર્વક પરને જાણનારું જ્ઞાન તે પ્રમાણ છે. એટલે જાણનારો જાણનારના
પોતાના જ્ઞાનપૂર્વક પરને સાચું જાણે છે.
જાણનારો જ્ઞાનશક્તિવાળો પદાર્થ તે કર્તા,
જ્ઞાનવડે જાણે છે તે જ્ઞાન તેનું સાધન,
જાણવારૂપ પરિણતિ કરે છે તે તેની ક્રિયા,
આ રીતે કર્તા–કરણ–ક્રિયા એ ત્રણે આત્મામાં સમાય છે. હવે જાણનાર પોતે કર્તા
જેમાં જ્ઞાનસ્વરૂપ પોતાની સ્વસત્તાનો સ્વીકાર મુખ્ય હોય તે જ સાચું જ્ઞાન છે.
દીવાના પ્રકાશમાં પદાથોૃ પ્રત્યક્ષ જણાય છે ને દીવાનો પ્રકાશ નથી જણાતોએમ
કેમ બને? તેમ પદાર્થો જણાય છે–પણ જેમાં પદાર્થો જણાય છે તે જ્ઞાન નથી જણાતું–
એમ કેમ બને? અહો, ચૈતન્યસ્પર્શી ન્યાયોથી સંતોએ તો જ્ઞાનનું સ્વસંવેદન

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
કરાવ્યું છે. અરે જીવ! સર્વત્ર પહેલાંં તું તારા જ્ઞાનને જો. સ્વોન્મુખી થઈને જ્ઞાનસ્વરૂપ
પોતાને પ્રત્યક્ષ જાણ્યા વગર એક પણ પદાર્થનું તારું જ્ઞાન સાચું નહિ થાય. સ્વના
જ્ઞાનસહિત પરનું જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે.
જ્ઞાનસિવાયના પદાર્થો કાંઈ પદાર્થોને પ્રકાશતા નથી.
જ્ઞાન જ સ્વસત્તાથી તે પદાર્થોને પ્રકાશે છે–જાણે છે.
પદાર્થોને જાણનારું તે જ્ઞાન પોતે સ્વયંપ્રકાશી–શક્તિવાળું હોવાથી પોતે પોતાને
પણ જાણે છે.
જ્ઞાન સિવાયના જે પદાર્થો છે તેઓ પોતે કાંઈ પોતાને પ્રકાશતા નથી, તેને તો
બીજો પ્રકાશે છે એટલે કે જ્ઞાન તેને પ્રકાશે છે.
પણ જ્ઞાન તો પોતે પોતાને પણ પ્રકાશે છે, પોતે પોતાને પ્રકાશવામાં
(જાણવામાં) તેને બીજાની જરૂર પડતી નથી.
જેમ શબ્દો વગર પણ (આ ઘટ, આ પટ એવા શબ્દ વગર પણ) તે પદાર્થોનું
(ઘટ–પટનું) જ્ઞાન થાય છે; તેમ શબ્દો કે સંબંધી વિકલ્પો વગર એકલા જ્ઞાનવડે
જ્ઞાનસ્વરૂપ આત્માનું જ્ઞાન થાય છે.
અહા, જ્ઞાનનો સ્વભાવ તો જુઓ! રાગ વગર જ પોતે પોતાના સ્વરૂપે પ્રકાશી
જ રહ્યું છે. રાગ અને વિકલ્પોથી પર રહીને, એટલી વીતરાગી આનંદરસમાં
તરબોળ રહીને સ્વ–પરને પ્રકાશ્યા કરે એવું અચિંત્ય મારું જ્ઞાનસ્વરૂપ છે.–આવા
જ્ઞાનસ્વરૂપનું સંતોએ સ્વસવેદન કરાવ્યું છે. જય હો વીતરાગી સંતોનો!
સંસારના ઘોર વિકલ્પોથી છૂટવા શું કરવું?
‘હું શાંત જ્ઞાન છું’ એવી ભાવના ભાવવી. શાંત–
જ્ઞાનમાં સંસારના વિકલ્પોનો પ્રવેશ નથી. તેથી તેની ભાવના
કરનાર જીવ ઘોર સંસાર–વિકલ્પથી છૂટે છે ને મુક્તિની પરમ
શાંતિને પોતામાં વેદે છે.

PDF/HTML Page 16 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૩ :
સમ્યગ્દ્રષ્ટિ જીવની દશા અને તેનો મહિમા
સમ્યગ્દ્રષ્ટિએ જગતનું ઉત્કૃષ્ટ કાર્ય કરી લીધું તેથી તે ધન્ય છે....ધન્ય છે....
દોષરહિત ગુણસહિત સુધી જે સમ્યક્ દર્શ સજે હૈ,
ચરિતમોહવશ લેશ ન સંજમ પૈ સુરનાથ જજે હૈ,
ગૃહી, પૈં ગૃહમેં ન રચેં, જયોં જલતેં ભિન્ન કલમ હૈ,
નગરનારીકો પ્યાર યથા કાદવમેં હેમ અમલ હૈ. ૧પ.
છહઢાળની આ ગાથામાં સમ્યગ્દર્શનધારક જીવની અંતરની દશા ઓળખાવીને
તેનો મહિમા કર્યો છે. અહો, સમ્યગ્દર્શન એટલે શું? લોકોને તેની કિંમત નથી; તેને
જરાય સંયમ ન હોય તોપણ તે પ્રશંસનીય છે, દેવો પણ તેનો મહિમા કરે છે. જેણે
દોષરહિત અને ગુણસહિત સમ્યગ્દર્શન ધારણ કર્યું છે,–સમ્યગ્દર્શન વડે આત્માને
શણગાર્યો છે, તે ઉત્તમબુદ્ધિવાન ભલે ગૃહવાસમાં રહેલ હોય છતાં ગૃહમાં તે જરાય રત
નથી; જેમ જળમાં રહેલું કમળ જળથી જુદું છે, જેમ નગરનારીનો પ્રેમ તે સાચો પ્રેમ
નથી અને જેમ કાદવમાં રહેલું સોનું કટાતું નથી, તેમ ગૃહ વાસમાં રહેલા સમ્યગ્દ્રષ્ટિનું
અલિત્પાપણું જાણવું. જુઓ, ત્રણ તો દ્રષ્ટાંત આપીને સમ્યગ્દ્રષ્ટિનો મહિમા સમજાગ્યો.
સમ્યગ્દ્રષ્ટિને ‘સુધી’ કહ્યા છે. સુ–ધી એટલે સમ્યક્ છે જેની બુદ્ધિ એવા સાચી
બુદ્ધિવંત; ચૈતન્યને સાધવા માટે સાચી બુદ્ધિવાળા સમ્યગ્દ્રષ્ટિ તે સુધી છે; બાકી તો બધા
કુબુદ્ધિ છે. સુબુદ્ધિ–સમ્યગ્દ્રષ્ટિ વિષયોથી પાર આત્માને અનુભવનારા, તેને ભલે
સંયમદશા જરાય ન હોય, હજી વિષયાસક્તિ હોય, ગૃહવાસમાં હોય, છતાં સુરનાથ
ઈદ્રાદિ દેવો પણ તેને પ્રશંસે છે. આવો સમ્યગ્દર્શનનો મહિમા છે.
આત્મામાં જેણે બુદ્ધિ જોડી તે જ સાચા બુદ્ધિમાન છે; બીજું જાણપણું તેને ભલે
ઓછું હોય, તે સમ્યગ્દ્રષ્ટિજીવો આઠ ગુણના આભૂષણોથી શોભે છે. મુનિ દશાની
ભાવના હોવા છતાં હજી ચારિત્રમોહ વર્તે છે. તેથી સંયમ લઈ શકતા નથી, કર્મને કારણે
નહિ પણ પોતે ચારિત્રમોહને વશ વર્તે છે તે કારણે, એટલે પોતાના તેટલા દોષને કારણે
તે હજી આરંભ–પરિગ્રહમાં રહ્યા છે, વિષય–વ્યાપાર છોડીને હજી મુનિ થયા નથી, સંયમ
કે વ્રત લેશમાત્ર નથી, વેપાર–ધંધા–સ્ત્રી વગેરે હોય છે, છતાં તે સમ્યગ્દ્રષ્ટિ તેમાં રાચતા
નથી, તેનું સમ્યગ્દર્શન બગડતું નથી, તે તો જળ–

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
કમલવત્ પોતાને જુદો ને જુદો અનુભવે છે; અંદર ચૈતન્યનું વિષયાતીત સુખ ચોખ્યું છે,
એટલે વિષયોમાં સુખ માનીને લેપાતા નથી. વ્રતાદિનો અભાવ હોવા છતાં તેમાં
સમ્યગ્દર્શનનો દોષ નથી, સમ્યગ્દર્શન તો તેનું ત્રણલોકમાં પ્રશંસનીય છે.
સમ્યગ્દર્શન પ્રતાપે અનંતાનુબંધી કષાયનો અભાવ થતાં સ્વરૂપચારણ તો વર્તે
છે, પણ શ્રાવકનું કે મુનિનું ચારિત્ર નથી તેથી તે અસંયમી છે, અસંયમી હોવા છતાં તે
પ્રશંસનીય છે; અસંયમ કાંઈ પ્રશંસનીય નથી પણ સમ્યગ્દર્શન પ્રશંસનીય છે; તે
સમ્યગ્દર્શનના પ્રતાપે મોક્ષને સાધી રહ્યા છે.
અને જેને ચૈતન્યનું ભાન નથી ને રાગની રુચિમાં વર્તે છે તેનો તો મિથ્યાત્વ
સહિત અનંતાનુબંધી કષાયો વર્તે છે, તેને વિષયોની રુચિ છૂટી નથી, કેમકે જેને રાગનો
પ્રેમ છે તેને વિષયોનો પ્રેમ પણ પડ્યો જ છે; તે શુભરાગથી વ્રતાદિ પાળે તોપણ તેને
પ્રશંસનીય નથી કહેતા, કેમકે તે મોક્ષના માર્ગમાં આવ્યો નથી. તેથી સમન્તભદ્ર મહારાજે
કહ્યું છે કે–દર્શનમોહરહિત એવા નિર્મોહી સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં સ્થિત છે,
પણ જે મોહવાન છે એવા મિથ્યાદ્રષ્ટિ અણગાર (દ્રવ્યલિંગી સાધુ) મોક્ષમાર્ગમાં નથી;
માટે મોહી મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ શ્રેય છે–ભલો છે–ઉત્તમ છે. અહો, આવા
સમ્યગ્દર્શનસમાન શ્રેયકર ને ત્રણલોકમા બીજું કોઈ નથી.
મિથ્યાદ્રષ્ટિ સૂકી રોટલી ખાતો હોય કે ઉપવાસ કરતો હોય છતાં તેને રાગમાં ને
વિષયોમાં સુખબુદ્ધિ છે; અને સમકિતી રસ પૂરી મિષ્ટાન્ન જમતો હોય છતાં તેને તેનો
રસ નથી, ચૈતન્યસુખ પાસે વિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી ગઈ છે, એટલે તે વિષયોમાં રત
નથી. જોકે ચારિત્રદોષથી વિષયાસકિત છે પણ સમ્યક્ત્વનો દોષ નથી.
પ્રશ્ન:–સમ્યગ્દ્રષ્ટિને બાહ્યવિષયો હોય છે તો પછી અમને શો વાંધો?
ઉત્તર:–ભાઈ, એ તારો સ્વચ્છંદ છે. સમ્યગ્દ્રષ્ટિને જોતાં તને આવડતું નથી;
આત્માના સુખની તને ખબર નથી ને રાગમાં તારી બુદ્ધિ પડી છે એટલે તું રાગને અને
વિષયોને જ દેખે છે, પણ સમ્યગ્દ્રષ્ટિને રાગાતીત–વિષયાતીત અતીન્દ્રિય જ્ઞાન ચેતના
વર્તી રહી છે તેનો તો તું દેખતો નથી. એ ચેતના વિષયોને કે રાગને અડતી જ નથી,
જુદી ને જુદી જ રહે છે; ને એવી ચેતનાને લીધે જ તે સમ્યગ્દ્રષ્ટિ પ્રશંસનીય છે. જ્યારે
તારામાં તો જ્ઞાનચેતના છે જ નહીં, રાગમાં જ તું તો એકાકાર છો. છતાં ‘અમને શો
વાંધો? ’ એમ કહે છે તે તારો સ્વછંદ છે.

PDF/HTML Page 18 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૫ :
એક જ ઘરમાં બે પુત્રો હોય, બંને સરખા ભોગોપભોગ ભોગવતા હોય, પણ તે
વખતે એકને અનંતો બંધ થાય છે, બીજાને અલ્પ! તેનું કારણ? અંદરની દ્રષ્ટિના ફેરે
મોટો ફેર પડે છે.
અરે, સમ્યગ્દ્રષ્ટિ તો પરમાત્માનો પુત્ર થઈ ગયો, પરમાત્માના ખોળે બેઠો, હવે
તેને કેવળજ્ઞાન લેવાની તૈયારી છે; મોક્ષમહેલની સીડી ઉપર ચડવાનું તેણે શરૂ કરી દીધું
છે. (
मोक्षमहलकी परथम सीढी... એમ ૧૭ મા પદમાં કહ્યું છે.)
અહો, આવા પવિત્ર સમ્યગ્દર્શનને બહુમાનથી ધારણ કરો. જરાપણ કાળ નકામો
ગુમાવ્યો વિના, પ્રમાદ છોડીને, અંતરમાં શુદ્ધાત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શનને
ધારણ કરો.
સમ્યગ્દ્રષ્ટિને જરાપણ સંયમ કે વ્રત ન હોવા છતાં દ્રષ્ટિ અપેક્ષાએ તો તે આખા
લોકલોકથી ઉદાસ થઈ ગયો છે. દેવો તેનો આદર કરે છે કે–
વાહ! ધન્ય તમારો અવતાર, ને ધન્ય તમારી આરાધના!
ભવનો કર્યો અભાવ, એવો ધન્ય તમારો અવતાર!
સમ્યગ્દર્શનવડે તમારો માનવજન્મ તમે સફળ કર્યો!
તમે જિનેશ્વરના પુત્ર થયા, તમે મોક્ષના સાધક થયા.
ઈન્દ્ર પોતે સમ્યગ્દ્રષ્ટિ છે, અવધિજ્ઞાની છે, સમ્યકત્વનો મહિમા પોતે અંદર
અનુભવ્યો છે એટલે અસંયમી મનુષ્યના કે તિર્યંચના પણ સમ્યગ્દર્શનની તે પ્રશંસા કરે
છે. ભલે વસ્ત્ર હોય, પરિગ્રહ હોય, તેથી કાંઈ સમ્યગ્દર્શનરત્નની કિંમત ઘટી ન જાય.
ચીંથરે વીટેલું રત્ન હોય તેની કિંમત કાંઈ ઘટી ન જાય, તેમ ગૃહસ્થનું સમ્યગ્દર્શનરૂપી
રત્ન અસંયમરૂપી મેલા ચીંથરે વીંટેલું હોય તેથી કાંઈ તેની કિંમત ઘટી ન જાય.
સમ્યગ્દર્શનને લીધે તે ગૃહસ્થ પણ મોક્ષને પંથી છે.
સમ્યગ્દ્રષ્ટિ આત્માના આનંદમાં રહેનાર છે; જ્યાં આત્માના આનંદનો સ્વાદ
ચાખ્યો ત્યાં જગતના વિષયોનો પ્રેમ તેને ઊડી ગયો છે. એની દશા કોઈ પરમ ગંભીર
છે, તે બહારથી ઓળખાય તેવી નથી. એકલો ચિંદાનંદસ્વભાવ અનુભવીને જેણે ભવનો
અભાવ કર્યો છે તે સમ્યગ્દર્શનનો અચિંત્ય મહિમા છે; અનાદિના દુઃખનો નાશ કરીને
અપૂર્વ મોક્ષસુખને તે દેનાર છે; અનંતકાળમાં જે નહોતું કર્યું તે તેણે કર્યું. આવા
સમ્યગ્દર્શનનું સ્વરૂપ ને તેનો મહિમા તો ગંભીર છે; કાંઈ દેવોદ્ધારા પૂજાને લીધે તેનો
મહિમા નથી, તેનો મહિમા તો અંદર પોતાના આત્માની અનુભૂતિથી છે. એ
અનુભૂતિનો મહિમા તો વચનાતીત છે.

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
જેને રાગમાં એકત્વ છે એવા મિથ્યાદ્રષ્ટિ–મહાવ્રતી કરતાં તો રાગથી ભિન્ન
ચૈતન્યને અનુભવનાર સમ્યગ્દ્રષ્ટિ અવ્રતી પણ પૂજય છે–મહિમાવંત છે–પ્રશંસનીય છે.
અહો! તમે આત્માનાં કામ કર્યાં, આત્માની અનુભૂતિવડે તમે ભગવાનના માર્ગમાં
આવ્યા;–એમ ઈન્દ્રને પણ પોતાના સાધર્મી તરીકે તેના પ્રત્યે પ્રેમ આવે છે. આવા
મનુષ્યદેહમા પંચમકાળની પ્રતિકૂળતા વચ્ચે પણ તમે આત્માને સાધ્યો....તમને ધન્ય છે–
એમ ‘સુરનાથ જજે હૈં’ એટલે કે સમ્યકત્વનું બહુમાન કરે છે, અનુમોદન કરે છે, પ્રશંસા
કરે છે. શ્રી કુંદકુંદસ્વામી જેવા વીતરાગી સંત પણ અષ્ટપ્રાભૃતમાં કહે છે કે–
તે ધન્ય છે, કૃતકૃત્ય છે, શૂર–વીર ને પંડિત છે,
સમ્યક્ત્વ–સિદ્ધિકર અહો! સ્વપ્નેય નહિ દુષિત છે.
સમ્યગ્દ્રષ્ટિ ચાંડાળદેહમાં રહેલો હોય તોપણ દેવ જેવો છે એમ સમન્તભદ્રસ્વામી
રત્નકરંડશ્રાવકાચારમાં કહે છે–
सम्यग्दर्शनसंपन्नम् अपि मार्गतदेहजम्।
देवा देवं विदुर्भस्मगूढांगारान्तरोैजसम् ।। २८ ।।
ચાંડાળશરીરમાં ઊપજયો હોય તોપણ જે જીવ સમ્યગ્દર્શનસંપન્ન છે તેને
ગણધરદેવ ‘દેવ કહે છે; ભસ્મથી ઢંકાયેલ તેજસ્વી અંગારની જેમ તે જીવ સમ્યકત્વવડે
શોભે છે. સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચપર્યાયમાં હોય કે સ્ત્રીપર્યાયમાં હોય તોપણ સમ્યકત્વના
પ્રતાપે તે શોભે છે. તિર્યંચપર્યાય ને સ્ત્રીપર્યાય લોકમાં સામાન્યપણે નિદનીય છે, પણ
જો સમ્યગ્દર્શનસહિત હોય તો તે પ્રંશંસનીય છે. ભગવતી–આરાધનામાં પણ સમ્યગ્દ્રષ્ટિ
સ્ત્રીની ઘણી પ્રશંસા કરી છે. (જુઓ ગાથા–૯૯૪ થી ૯૯૯)
ગૃહસ્થ સમ્યગ્દ્રષ્ટિ સ્ત્રી હોય, પુત્રાદિસહિત હોય તોપણ તે ગૃહમાં રાચતા નથી,
એની રુચિ આત્મામાં છે, જરાય રુચિ બીજામાં નથી. પોતાથી જેને ભિન્ન જાણ્યા તેનો
પ્રેમ રહ્યો નથી. સ્વાનુભવવડે સ્વ–પરની વહેંચણી કરી નાંખી છે કે જ્ઞાનાનંદસ્વરૂપ જ
હું, ને શુદ્ધઆત્માના વિકલ્પથી માંડીને આખી દુનિયા તે પર;–આવી દ્રષ્ટિનો અપાર
મહિમા છે, તેનું અપાર સામર્થ્ય છે; તેમાં અનંત કેવળજ્ઞાનના પુંજ આત્માનો જ આદર
છે. અહા, એની અંદરની પરિણમનધારામાં એણે આનંદમય સ્વધાર જોયું છે, તે પોતાના
આનંદઘરમાં જ રહેવા ઈચ્છે છે; રાગને પરઘર માને છે, તેમાં જવા ઈચ્છતો નથી.
ચૈતન્યધામ–કે જ્યાં મન ચોંટયું છે ત્યાંથી ખસતું નથી, ને જયાંથી જુદું પડ્યું છે ત્યાં
જવા માંગતું નથી.

PDF/HTML Page 20 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૭ :
આઠવર્ષની દીકરી હોય, સમ્યગ્દર્શન પામે, ને તેના માતા–પિતાને ખબર પડે તો
તે પણ કહે કે વાહ દીકરી! તારા અવતારને ધન્ય છે! તેં આત્માનાં કામ કરીને જીવન
સફળ કર્યું. આત્મામાં સમકિત–દીવડો પ્રગટાવીને તેં મોક્ષનો પંથ લીધો. ઉમર ભલે
નાની હોય, પણ આત્માને સાધે તેની બલિહારી છે. દેવો પણ તેનાં વખાણ કરે છે.
સમ્યગ્દ્રષ્ટિ પરભાવોથી ને સંયોગોથી અલિપ્ત છે; બહારમાં ભલે ત્યાગ ન હોય,
અસંયમી જ હોય, ઘરમાં સ્ત્રી આદિ સહિત રહ્યો હોય, છતાં અંતરની દ્રષ્ટિમાં તે કેવો
અલિપ્ત છે? તે વાત અહીં ત્રણ દ્રષ્ટાંતથી સમજાવી છે:–
(૧) જળમાં રહેલા કમળની જેમ તે અલિપ્ત છે. સમયસારની ૧૪ મી ગાથામાં
પણ આત્માનો અલિપ્તસ્વભાવ બતાવવા આ દ્રષ્ટાંત આપ્યું છે. જેમ કમળ પાણીની
વચ્ચે રહેલું દેખાય છે પણ તેનો સ્વભાવ જુઓ તો તે પાણીને અડયું જ નથી; તેમ
ધર્માત્મા સંયોગ અને રાગરૂપી કાદવ વચ્ચે રહેલા દેખાય પણ એના જ્ઞાનભાવને જુઓ
તો તે પરભાવોથી તદ્ન અલિપ્ત છે. જ્ઞાન તો રાગથી જુદું જ છે, તે જ્ઞાન પરભાવોથી
લેપાતું નથી. આત્માનું જ્ઞાન પરથી ભિન્ન છે; જેને જુદા જાણ્યા તેમાં અહંપણું કેમ
થાય? અને જેનો પોતાના સ્વપણે અનુભવ કર્યો એવી ચૈતન્ય સત્તાનું અસ્તિત્વ કદી
છૂટતું નથી, તેની દ્રષ્ટિ, તેની શ્રદ્ધા કદી છૂટતી નથી, તે પરભાવરૂપે કદી પોતાને
અનુભવતા નથી. નિરંતર તેને ભાન છે કે મારા જ્ઞાનનો એક અંશ પણ અન્યરૂપે થયો
નથી, જ્ઞાન પરભાવના અંશને પણ સ્પર્શતું નથી, છુટું ને છૂટું અલિપ્ત જ રહે છે. આ
રીતે સમ્યગ્દ્રષ્ટિ ગૃહવાસમાં રહ્યો હોય તોપણ જળ કમળવત અલિપ્ત જ છે.
(૨) જેમ સોનું કીચડની વચ્ચે હોય તોપણ તેને કીચડનો કાટ લાગતો નથી;
સોનાનો સ્વભાવ જ કાટ વગરનો છે; તેમ અસંયમરૂપી કીચડની વચ્ચે રહ્યા છતાં
ધર્માત્માનું સમ્યગ્દર્શન સોના જેવું શુદ્ધ છે, તે કટાતું નથી. ચૈતન્યબિંબ આત્મા દ્રષ્ટિમાં
આવ્યો તે દ્રષ્ટિની શુદ્ધતાનું એવું જોર છે કે પરભાવને ને અડવા દેતી નથી. રાગાદિ
હોવા છતાં શ્રદ્ધા–જ્ઞાન– તો સો ટચના સોના જેવા શુદ્ધ વર્તે છે. તે જ્ઞાન અને વિકલ્પને
અત્યંત જુદા જ રાખે છે. વિકલ્પનો જ્ઞાનમાં પ્રવેશ નથી, જ્ઞાન વિકલ્પરૂપ થતું નથી.
આવા જ્ઞાનવંત સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પ્રશંસનીય છે.