Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૪૭
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
૩૪૭
* પ્રશમમૂર્તિ પૂજ્ય ભગતવી બહેનશ્રી ચંપાબેન *
જેમની પ૯ મી જન્મજયન્તી સોનગઢમાં શ્રાવણ વદ
બીજના દિને આનંદોલ્લાસ સહિત ઊજવવામાં આવી.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૮ ભાદરવો (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૯: અંક ૧૧

PDF/HTML Page 3 of 41
single page version

background image
* અવસર આવ્યો છે આત્માને સાધવાનો *
સાધર્મી બંધુઓ, આવતા અંકે આપણા આ પ્રિય માસિકનું
૨૯મું વર્ષ પુરું થશે. પૂ. શ્રી કહાનગુરુની મંગલછાયામાં આત્મધર્મ દ્વારા
આપણને સૌને આત્મહિતનું જે માર્ગદર્શન અને પ્રેરણા મળે છે તે
અલૌકિક છે. વીતરાગમાર્ગની શરૂઆત આપણા આત્મામાંથી જ થાય
છે,–એવો આત્મસન્મુખી વીતરાગમાર્ગ આપીને ગુરુદેવે અપૂર્વ ઉપકાર
કર્યો છે. અહા, વિદેહમાં સદાય વહેતો ધર્મપ્રવાહ ગુરુપ્રતાપે આજે
આપણને અહીં ભરતક્ષેત્રમાં પણ મળી રહ્યો છે. તો પછી ઓલો
ચોથાકાળ અને પંચમકાળ તેમાં શો ફેર છે? ને અહીં પણ ધર્મપ્રાપ્તિ
થતી હોય તો ભરતમાં ને વિદેહમાં શો ફેર છે.?
બંધુઓ, આ અવસર આત્માને સાધવાનો છે. આત્માને
સાધવાની સર્વ સામગ્રી અહીં ગુરુદેવના પ્રતાપે મળી છે, તો હવે આવા
ઉત્તમ કાર્યમાં વાર શા માટે લગાડવી? અત્યંત જાગૃત થઈને આત્માની
આરાધનામાં તત્પર થાઓ.....દીવાળી આવતાં પહેલાંં આત્મામાં
ચૈતન્યના અનંત સમ્યક્ દીવડા પ્રગટાવો ને આત્મામાં મોક્ષની
મંગલદીપાવલી આનંદથી ઊજવો.
ગુરુદેવ કહે છે : ભાઈ! આત્મામાં કદી દુષ્કાળ નથી.....
શાંતરસના અખૂટ ભંડાર તેમાં ભર્યા છે. સમ્યક્ રુચિવડે તેનું સીંચન
કરતાં તારી પર્યાયમાં અનાદિનો દુકાળ ટળીને સમ્યક્ત્વાદિ આનંદના
મીઠા પાક પાકશે, ધર્મના લીલાછમ અંકૂરથી આત્મા શોભી ઊઠશે....ને
અંદરથી રણકાર ઊઠશે કે
‘હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું’

PDF/HTML Page 4 of 41
single page version

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧ :
વિનમ્ર શ્રદ્ધાંજલિ
[પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ‘વન’ વર્ષોની પૂર્ણાહુતિ
તથા પ૯ મા વર્ષની જન્મજયંતીના મંગલ પ્રસંગે સમર્પિત ભાવભીની શ્રદ્ધાંજલિ]
અધ્યાત્મયુગપ્રવર્તક સ્વાત્માનુભૂતિપથપ્રદર્શક પરમકુપાળુ પરમપૂજ્ય
ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની ચૈતન્યસ્પર્શી અમૃતવાણીના સુયોગથી જેમણે
પોતાની અંતઃચેતના જાગૃત કરી છે, ગુરુદેવે આપેલો જ્ઞાન–વૈરાગ્યમય દિવ્ય
બોધ જેમણે પોતાના જીવનમાં વણી લીધો છે, જેમની નિર્મળ, નિર્વિકલ્પ
સ્વાનુભૂતિમય દશાની ગુરુદેવ વારંવાર પ્રશંસા કરે છે અને
‘ભગવતી’,‘જગદમ્બા’ વગેરે ખાસ વિશેષણો આપીને ગુરુદેવે જેમના પ્રત્યે
આપણને શ્રદ્ધા, ભક્તિ અને બહુમાન જગાડયાં છે, તે મંગલમૂર્તિ પૂજ્ય ભગવતી
બહેનશ્રી ચંપાબહેનનો આપણા મુમુક્ષુ સમાજ ઉપર ઘણો ઉપકાર છે; તે
ઉપકારવશ આજે શ્રાવણ વદ બીજના મંગલદિને આપણે તેમનો ‘વન’ વર્ષોની
પૂર્ણાહુતિ તથા પ૯ મા વર્ષનો જન્મજયંતિ–સમારોહ ઊજવીએ છીએ.
પૂજ્ય ચંપાબહેનનું વ્યકિતત્વ અંર્ત તથા બાહ્ય અતિ ગંભીર અને
મહાન છે. બાળવયથી જ વૈરાગ્યપ્રેમ, ચિંતનશીલ સ્વભાવ અને દ્રઢ
નિર્ણયશક્તિ વગેરે અનેક ગુણો તેમનામાં સહજ છે. નિશાળમાં ભજવાતા
દમયંતી વગેરે સતીઓના વૈરાગ્યપ્રેરક સંવાદો તેમને ખૂબ ગમતા; સાહિત્ય
અને ગીતો પણ વૈરાગ્યનાં જ ગમતાં–ગાતાં.
વૈરાગ્યભીનું અને સત્યશોધક તેમનું હૃદય આત્માની પ્રાપ્તિ માટે તલસતું
હતું. પૂજ્ય ગુરુદેવનો સત્સમાગમ થયો, તેમની આત્મસ્પર્શી અમોઘ વાણીનો
સુયોગ પ્રાપ્ત થયો. ગુરુદેવની વજ્રવાણીએ તેમનું સત્ત્વ ઝળકાવી દીધું, સમકિત
પામવાની તમન્ના તીવ્ર બની, સર્વ શક્તિ આત્મામાં કેન્દ્રિત કરી; દિન–રાત
દ્રષ્ટિની નિર્મળતા તથા આત્માનુભૂતિની સાક્ષાત્ પ્રાપ્તિ માટે અથક, અવિરત
પુરુષાર્થ કર્યો, અને ફલત: માત્ર ૧૯ વર્ષની લઘુ વયમાં જ પોતાનો અપ્રતિમ
પુરુષાર્થ સાકાર કર્યો, ભવસંતતિછેદક સમ્યગ્દર્શન પ્રાપ્ત

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ૨ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
કર્યું, ભગવાન આત્માનો સાક્ષાત્કાર થયો અને પરિણતિમાં અતીન્દ્રિય જ્ઞાનાનંદમય
નિર્મળ નિર્વિકલ્પ સ્વાત્માનુભુતિનું અમૃતઝરણું વહેતું થયું. ધન્ય છે તે મહાન
આત્મા! અને ધન્ય છે તેમનો અપ્રતિહત પુરુષાર્થ!!
દિનપ્રતિદિન તે અમૃતઝરણાની–આત્મસાધનાની પરિણતિ વૃદ્ધિંગત થવા
માંડી, અને સાથે સાથે સ્મરણજ્ઞાનની પરિણતિમાં સાતિશય નિર્મળતા પણ
પ્રગટી. પૂજ્ય ગુરુદેવને પોતાને વર્ષોથી જે ‘ભાસ’ થતો હતો તેનો સ્પષ્ટ ઉકેલ
પૂજ્ય બહેશ્રીના સ્મરણજ્ઞાને આપ્યો. ભૂત, વર્તમાન અને ભાવીનું આશ્ચર્યકારી
અનુસંધાન તેણે આપ્યું. તે અનુસંધાનજ્ઞાન દ્વારા મુમુક્ષુ સમાજ ઉપર ખરેખર
મહાન ઉપકાર થયો છે, ગુરુદેવની પરિણતિને બળ મળ્‌યું છે, ગુરુદેવના
પ્રભાવનાયોગને વેગ મળ્‌યો છે અને એ રીતે જિનશાસનની મહાન પ્રભાવના
થઈ છે.
પ્રશમમૂર્તિ, ગુણગંભીર, ઉદારચિત્ત પૂજ્ય બહેનશ્રી અંર્તમાં મહાન અને
બાહ્યમાં અતિ નિર્લેપ છે. તેમના જીવન કે તેમની નિર્વિકલ્પ આનંદમય અંતરંગ
દશા વિશે વર્ણન કરવું શક્તિ બહાર છે. તેમના ગહન વ્યક્તિત્વ ઉપર માત્ર ગુરુદેવ
જ યથાર્થ પ્રકાશ પાથરી શકે. ગુરુદેવે તેમને ‘ભગવતી’ અને ‘જગદમ્બા’નાં
વાસ્તવસ્પર્શી વિશેષણો આપ્યાં છે તે તેમની સહજ અંર્તદશાના તથા તેમની
મહાનતા યથાર્થ દ્યોતક છે. હંમેશાં તોળી તોળીને વચનો ઉચ્ચારનારા,
તીક્ષ્ણદ્રષ્ટિવંત, સ્વરૂપાનુભવી પરમ પૂજ્ય ગુરુદેવશ્રી અન્ય કોઈ પણ વ્યક્તિને જે
બે વિશેષણોથી કદી વિશેષિત કરતા નથી એવાં ઉપરોકત બે મહિમાપૂર્ણ વિશેષણોથી
પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનને અનેક વાર પ્રસન્નતાપૂર્વક બિરદાવે છે, તે જ હકીકત
પૂજ્ય બહેનશ્રીની અદ્ભુત મહત્તા આપણા હૃદયમાં દ્રઢપણે પ્રસ્થાપિત કરવાને
પૂરતી છે. આ વિશેષણો દ્વારા પૂજ્ય ગુરુદેવે સંક્ષેપથી તેમના પ્રત્યે પોતાનો
અહોભાવ વ્યક્ત કરતું પોતાનું હાર્દ પ્રગટ કર્યું છે. ગુરુદેવના હાર્દને તથા વિશેષણના
વાચ્યાર્થના ઊંડાણને આપણે ગંભીરપણે સમજીએ, ગુરુદેવે આપેલા અધ્યાત્મબોધને
જીવનમાં ઉતારનાર આ ‘ભગવતી માતા’ ની આત્મસાધનાના આદર્શને
દ્રષ્ટિસન્મુખ રાખીએ અને તેમના જીવનમાંથી મળતી પ્રેરણા દ્વારા આપણે આપણો
આત્માર્થ સાધીએ–એવી અંતઃકરણની ભાવના છે.
‘ભગવતી માતા’ પૂજ્ય બહેનશ્રી ભારતવર્ષમાં અજોડ મહિલારત્ન છે.

PDF/HTML Page 6 of 41
single page version

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૩ :
મુમુક્ષુસમાજનાં શિરોમણિ છે, મહિલાસમાજનાં છત્ર છે, બ્રહ્મચારી બહેનોનાં
પ્રાણ છે અને આત્માર્થીઓનાં મહાન આદર્શ છે. માતા જેમ બાળકની સંભાળ
રાખે છે તેમ, હે ધર્મમાતા! આપના શરણે આવેલાં અમ બાળકોની સંભાળ
રાખી, ભાવી દેવાધિદેવની સભામાં આપની સાથે જ રાખજો અને શાશ્વત
જ્ઞાનાનંદની પૂર્ણ પ્રાપ્તિ સુધી આપનો કલ્યાણકારી સાથ આપજો.–એવી
અંતરની ઊર્મિથી આજ જન્મજયંતીના મંગલ દિને આપને સાદર ભાવભીની
શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિરમું છું.
–બ્ર. ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયા, સોનગઢ
(અનુસંધાન પૃષ્ઠ ૪નું ચાલુ)
છે; ધર્મરત્ન છે; હિંદુસ્તાનમાં બેન જેવું અજોડ સ્ત્રીઓમાં કોઈ છે નહિ; અજોડ રત્ન છે;
બાઈઓનાં ભાગ્ય છે કે બેન જેવા આ કાળે પાક્્યાં છે;” ઈત્યાદિ વચનો દ્વારા ભાવાર્દ્ર ચિત્તે
પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પ્રવચન પછી શ્રદ્ધાંજલિ–સમર્પણ–સમારોહમાં પ્રમુખ શ્રી
નવનીતલાલભાઈ ઝવેરી, શ્રી ખીમચંદભાઈ શેઠ, શ્રી બાબુભાઈ મહેતા તથા ચિમનલાલભાઈ
મોદીએ ભાવભીની શ્રદ્ધાંજલિ સમર્પી હતી. ત્યાર પછી જન્મજયંતિની ખુશાલીમાં ‘પ૯’ આંકના
એકમથી રૂા. ૨૨૦૦૦ ઉપરાંતની રકમો શ્રી પરમાગમમંદિર ખાતે જાહેર થઈ હતી.
આ ઉત્સવમાં પૂનમના દિને શ્રી હેમકુંવરબેન કામાણી તરફથી તથા પૂજ્ય બહેનશ્રીના
મંગલ જન્મદિને શ્રી વ્રજલાલ ભાઈલાલ શાહ, સૂરતવાળા તરફથી –એમ બે જમણ ઘણી
હોંશપૂર્વક થયાં હતાં. બીજના દિને ગુરુદેવના પ્રવચન પછી શ્રીફળની પ્રભાવના થઈ હતી. ત્રણે
દિવસ સોનગઢના મુમુક્ષુમંડળમાં ઘરદીઠ સ્ટીલનાં વાસણોની લહાણી થઈ હતી.
જન્મજયંતિના માંગલિક દિને પૂજ્ય બહેનશ્રી–બહેનના ઘરે કલ્યાણકારી પૂજ્ય ગુરુદેવના
આહારદાનનો મંગલ પ્રસંગ તથા તે પ્રસંગે પૂજ્ય બહેનશ્રી–બહેનની ગુરુભક્તિ ઉપસ્થિત જનોને
પ્રમુદિત કરતી હતી. ત્યાર પછી આશ્રમના સ્વાધ્યાય–ભવનમાં સમગ્ર મુમુક્ષુ ભાઈ–બહેનો પૂજ્ય
બહેનશ્રીનાં દર્શન કરવા આવ્યાં હતાં.
રાત્રે મહિલામુમુક્ષુસમાજમાં પૂજ્ય બહેનશ્રીનું અધ્યાત્મરસઝરતું વાંચન થયું હતું. છેવટે
બ્રહ્મચારી બહેનો વગેરે દ્વારા ગવાયેલાં પ્રસંગોચિત માંગલિક ભક્તિગીતો ઈત્યાદિપૂર્વક મહોત્સવ
પૂર્ણતાને પામ્યો હતો.
આ રીતે આત્માર્થીજનોને આહ્લાદકારક એવો આ આનંદમંગલમય ઉત્સવ સુવર્ણપુરીમાં
જયજયકારપૂર્વક ઉજવાઈ ગયો.

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૪ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
આનંદમંગલ આજ હમારે
પરમકૃપાળુ પરમપૂજ્ય ગુરુદેવશ્રીના અનન્ય ભક્ત પ્રશમમૂર્તિ પૂજ્ય ભગવતી બહેનશ્રી
ચંપાબહેનની ‘વન’વર્ષોની પૂર્ણાહુતિ થતા પ૯મા વર્ષની જન્મજયંતીનો મંગલ ઉત્સવ
સુવર્ણપુરીમાં અતિ આનંદોલ્લાસપૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
માનનીય અધ્યક્ષમહોદય શ્રી નવનીતલાલભાઈ ઝવેરી તથા માનનીય મુરબ્બી શ્રી
રામજીભાઈ દોશીએ પૂજ્ય બહેનશ્રીની જન્મજયંતી ઊજવવાનો કરેલો નિર્ણય તેમની સૂચનાથી
પૂજ્ય ગુરુદેવ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. અભીષ્ટ ઉત્સવની ઊજવણીની વાત આવતાં કુપાળુ
ગુરુદેવે અતિ પ્રસન્નતાપૂર્વક પોતાની સંમતિ આપી અને કહ્યું કે–‘ચંપાબેન ધર્મરત્ન છે, તેમને
બહાર પડવું જરાય નથી ગમતું, પણ તેમના પ્રત્યે ધર્મપ્રમવાળાઓને તો ઢંઢેરો પીટીને તેમને
પ્રસિદ્ધિમાં લાવવાના ભાવ આવે જ ને!’
પૂજ્ય ગુરુદેવની પ્રસન્નતા વિદ્યુતવેગે મુમુક્ષુસમાજમાં પ્રસરી ગઈ. સૌ આનંદિત થયાં.
સમય ટૂંકો હતો તેથી ત્વરાથી સંક્ષિપ્ત છતાં સુંદર નિમંત્રણ–પત્રિકા છપાવીને પ્રેષિત કરવામાં
આવી. સુવર્ણપુરીનું વાતાવરણ મંગલ મહોત્સવની પ્રતીક્ષાથી ગુંજતું થઈ ગયું.
સુવર્ણપુરીના મુમુક્ષુસમાજે જન્મજયંતીનો આ ઉત્સવ ત્રણ દિવસ ઊજવવાનું નક્કી કર્યું.
આ શુભોત્સવની મંગલ કામના નિમિત્તે ત્રણ દિવસ માટે પંચપરમેષ્ઠીમંડલવિધાન–પૂજા
રાખવામાં આવી હતી.
શ્રાવણી પૂર્ણિમા આ મંગલ ઉત્સવના પ્રારંભનો પાવન દિવસ. વહેલા પ્રભાતથી ત્રણે
દિવસ આશ્રમના ગગનમાંથી ચોઘડિયાંવાદન સંભાળતું હતું. આ શુભ પ્રસંગને દીપાવવા શ્રી
જિનમંદિર, સ્વાધ્યાયમંદિર તથા બ્રહ્મચાર્યાશ્રમ વિદ્યુતશોભાથી શણગારવામાં આવ્યાં હતાં
આનંદપ્રેરક વિદ્યુત–સાથિયા તથા વિવિધરંગી વિદ્યુત–શલાકાથી સુશોભિત જિનમંદિરની અદ્ભૂત
રોનક જોઈ મુમુક્ષુઓનાં હૃદય પુલકિત થતાં હતાં. આશ્રમની દિવાલ ઉપર ગોઠવેલો ‘પ૯’ નો
આકર્ષક વિદ્યુત–આંક સૌને ધ્યાન ખેંચી પ્રસન્ન કરતો હતો.
મહોત્સવનો મુખ્ય દિવસ શ્રાવણ વદ બીજ : આજે વહેલા પ્રભાતથી આનંદભેરી સાથ
જન્મવધાઈનાં મંગલ ગીતોથી આશ્રમનું વાયુમંડળ ગાજી ઊઠયું હતું. પૂજ્ય ગુરુદેવના આજના
મંગલ પ્રવચન પહેલાંં બ્રહ્મચારી બહેનોએ “મંગલકારી ‘તેજ’ દુલારી” ગીત ગાઈને તેમના
જીવનધાર પૂજ્ય બહેનશ્રી પ્રત્યે શ્રદ્ધા–ભક્તિ વ્યક્ત કર્યાં હતાં. પ્રવચનના અંતમાં પૂજ્ય ગુરુદેવે
સ્વયં “અહો! ચંપાબેનનો તો આત્મા મંગલમય આત્મા
[અનુસંધાન પૃષ્ઠ ૩ ઉપર]

PDF/HTML Page 8 of 41
single page version

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા ભાદરવો
SEPT. 1972
વર્ષ: ૨૯: અંક ૧૧
આત્મસંશોધનું મહાન પર્વ.પર્યુષણ
‘પર્યુષણ....’ અહા! કેવા મધુરભાવ એમાં ભર્યા છે! ભાદરવા
સુદ પંચમી.....પર્યુષણપર્વનો પહેલો દિવસ એટલે ઉત્તમક્ષમા–ધર્મની
આરાધનાનો મંગલ દિવસ.
પંચમકાળના અંતે ધર્મનો અને અનાજ વગેરેનો પણ લોપ
થયો, ને લોકો અત્યંત દુઃખી–વિરાધક–અનાર્યવૃત્તિવાળા–માંસાહારી
થઈ ગયા; ૪૨૦૦૦ વર્ષ બાદ અષાડવદ એકમથી માંડીને ૪૯ દિવસ
વૃષ્ટિ થઈ ને પૃથ્વીમાં અનાજ પાકવા માऌદયું....ત્યારે ભાદરવાસુદ
પાંચમે તે અનાજ દેખીને લોકોમાં આર્યવૃત્તિ જાગી ઊઠી ને સૌએ
નિર્ણય કર્યો કે હવેથી કોઈએ માંસાહાર ન કરવો ને આ અનાજ
ઉપર નિર્વાહ કરવો....આ રીતે હિંસકવૃત્તિ છોડીને અહિંસકવૃત્તિનો
અવતાર થયો.....તે પર્યુષણનો પહેલો દિવસ. (ભાદરવા સુદ
પાંચમથી ચૌદસ સુધીના દશ દિવસ તે ઉત્તમક્ષમાદિ ધર્મની વિશેષ
આરાધનાના દિવસો એટલે કે પર્યુષણપર્વ ગણાય છે. એ જ રીતે
માહ અને ચૈત્ર માસમાં પણ દશ દિવસો દશલક્ષણી પર્યુષણપર્વ
ગણાય છે.
જીવને અનાદિથી મિથ્યાવૃત્તિ છૂટીને, જિનવાણીરૂપી વર્ષા
ઝીલીને આત્મામાં જ્યાં સમ્યક્ત્વાદિ ધર્મના અપૂર્વ અંકુરા ફૂટયા ત્યાં
અનંતાનુબંધી ક્રોધાદિભાવો છૂટીને, વીતરાગી ક્ષમાધર્મની આરાધના
શરૂ થઈ.....આત્માએ જે દિવસે આવી આરાધના શરૂ કરી તે દિવસ
તેના માટે પર્યુષણનો જ દિવસ છે. ધર્મના આરાધક

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૨ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
જીવને સદાય પર્યુષણ જ છે. દશ દિવસમાં તો ધર્મની વિશેષ
આરાધનાની ભાવના કરે છે.
આવી ભાવના સાથે દશલક્ષણી પર્યુષણ પર્વ હમણાં આપણે
સૌએ આનંદથી ઊજવ્યા. ગુરુદેવે પરમ મહિમાપૂર્વક આત્મઅનુભૂતિનું
સ્વરૂપ બતાવીને ધર્મની ઉત્તમ આરાધનાની ધોધમાર વૃષ્ટિ કરી....
ધર્માત્માના હૃદયમાં ધર્મના અંકુર પણ ઊગ્યા....અહા, ધન્ય આવા
પર્યુષણ! પર્યુષણના પહેલા પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–અહો! આ તો
ધર્મની આરાધનાના દિવસો છે....આત્માનો અનુભવ કરીને સમ્યક્ત્વ
થવાનો આ દિવસ છે....તે સમ્યક્ત્વ થયું હોય તેને આત્માની વિશેષ
ભાવના કરીને શુદ્ધતા વધારવાનો દિવસ છે.
અહો જીવો! ચૈતન્ય–પરમવીતરાગી તત્ત્વ, તેની અંતર્મુખ
ભાવના વડે પરમ ક્ષમાવૃત્તિ ધારણ કરો. ક્રોધાદિભાવો વગરની
મહાપવિત્ર ચેતના....તેને એવી ઉજ્વળપણે પ્રગટ કરો કે જગતમાં ક્્યાંય
કોઈ પ્રત્યે ખૂણેખાંચરે પણ વેરવૃત્તિ ન રહે, ઊંડે ઊંડે પણ ક્રોધાદિના
સંસ્કાર ન રહી જાય, ને શાંત–ક્ષમારસનું મીઠું ઝરણું આત્મામાં વહેતું
રહે. ધન્ય તે મુનિભગવંતો! જેમને પ્રાણ હરનાર પ્રત્યે પણ ક્રોધવૃત્તિ
જાગતી નથી....ઉત્તમક્ષમાની પરમશીતળ ગુફામાંથી જેઓ કદી બહાર
નીકળતા નથી. હું પણ એવા મુનિવરોનો સેવક છું....મને આ જગતમાં
કોઈ પ્રત્યે વેરભાવ નથી....કોઈ મારો શત્રુ નથી, સર્વે જીવો પ્રત્યે મને
સમતા છે. મારી ચૈતન્યભાવનામાં ક્રોધ જ નથી ત્યાં કોઈ પ્રત્યે વેર
કેવું? ધર્મના અંકુરા ફૂટયા....પર્યુષણનો અવસર આવ્યો....આરાધનાની
ધન્ય પળ આવી....એવા આ સમયે ક્ષમાનું અમૃત છોડીને ક્રોધનું ઝેર તો
કોણ પીએ?
અહા, આવી વીતરાગી ક્ષમાનાં અમૃત પીવાનો અવસર શ્રી
દેવ–ગુરુપ્રતાપે આવ્યો છે...ચાલો સાધર્મીઓ! સૌ આનંદથી હળીમળીને
આ વીતરાગી અમૃતરસ પીએ....અને એકબીજાને પીવડાવીએ.
–બ્ર. હ. જૈન

PDF/HTML Page 10 of 41
single page version

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૩ :
ધર્માત્માનું આત્મચિંતન
અવસર આવ્યો છે આત્માની આરાધનાનો! ચૈતન્યવીરની વીરતા
ઊછળી જાય એવી પરમતત્ત્વની આ વાત છે...... અમે ચૈતન્ય–હંસલા
આનંદસરોવરમાં કેલી કરનારા ને વીતરાગી અમૃતને ચરનારા.......
અમારા શ્રદ્ધામાં–જ્ઞાનમાં પરમાત્મતત્ત્વ જયવંત વર્તે છે.
[નિયમસાર ગા. ૯૬ ઉપરનાં ચૈતન્યઉલ્લાસથી ભરપૂર પ્રચવનમાંથી ભા. સુદ પ]

જ્ઞાની ધર્માત્મા પોતાના આત્માને કેવો ધ્યાવે છે? તેનું આ વર્ણન છે–
કેવલ દરશ કેવલવીરજ કૈવલ્યજ્ઞાનસ્વભાવી છું,
વળી સૌખ્યમય છે જેહ તે હું–એમ જ્ઞાની ચિંતવે. (૯૬)
કેવળજ્ઞાનસ્વભાવી કેવળદર્શનસ્વભાવી કેવળસુખમય અને કેવળ શક્તિસ્વભાવી હું
હવે અનંતચતુષ્ટયરૂપ જે પ્રગટ પર્યાય છે તે શુદ્ધસદ્ભુત વ્યવહાર છે, એટલે તેની ભાવના
સહજજ્ઞાનસ્વરૂપ ત્રિકાળ હું છું, સહજ દર્શનસ્વરૂપ ત્રિકાળ હું છું, સહજ ચારિત્રસ્વરૂપ
અરે ભાઈ, રાગવાળો વિકારવાળો શરીરવાળો પોતાને અનાદિકાળથી માનીને તેની
મિથ્યા ભાવના ભાવી ને તેથી તું ભવચક્રમાં રખડયો; પણ હવે ગુલાંટ મારીને,

PDF/HTML Page 11 of 41
single page version

background image
: ૪ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
સહજ ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને અનંત સહજચતુષ્ટયસ્વરૂપે તારા આત્માને ભાવ. આવા
સ્વભાવની ભાવનાવડે પર્યાયમાં કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ કાર્ય પ્રગટી જશે.
આવા સ્વભાવની ભાવનાવડે પર્યાયમાં પરભાવોનું પ્રત્યાખ્યાન થઈ જાય છે. જુઓ, આ
પર્યુષણપર્વમાં સાચા પ્રત્યાખ્યાનનું સ્વરૂપ કહેવાય છે. સ્વભાવની સન્મુખ થઈને જેણે એકવાર
સર્વપરભાવનું પ્રત્યાખ્યાન કર્યું તેને હવે રાગ અને અલ્પજ્ઞતા રહેશે નહિ, તેને તો સહજ
સ્વભાવની ભાવનાવડે કેવળજ્ઞાનાદિ પ્રગટશે. સાદિ–અનંતકાળ માટે તેને પરભાવનું પ્રત્યાખ્યાન
થઈ ગયું. નિશ્ચયથી મારો સહજ જ્ઞાનસ્વભાવ સમસ્ત પરભાવના પચ્ચખાણસ્વરૂપ જ છે, તેની
સન્મુખ થયો ત્યાં પર્યાયમાંથી પણ પરભાવોનું પ્રત્યાખ્યાન થઈ ગયું.
અહો, આવા સ્વભાવનો અચિંત્યમહિમા લાવીને તેની ભાવના કરવા જેવું છે.–એ જ
પર્યુષણની સાચી ઉપાસના છે. તારી પર્યાયના વહેણને તારા અનંત ચતુષ્ટયથી ભરપૂર
ચૈતન્યસ્વભાવસમુદ્રમાં વાળ. ધર્મી કહે છે કે અહા, આવા સ્વભાવના ભરોસે અમારા વહાણ આ
ભવસમુદ્રને તરી જશે. અમારા સહજ સ્વભાવને અમે શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં લીધો છે,
તેના જ અવલંબને અમે અનંત ચતુષ્ટયરૂપ થઈ જશું ને સંસારને તરી જશું; અધૂરીપર્યાય કે
વિકાર હવે નહિ રહે.
જુઓ તો ખરા, આ ધર્માત્માની ભાવના! આવો સ્વભાવ અંદરમાં છે જ. છે તેની આ
ભાવના છે. સત્નો સ્વીકાર કરીને તેમાં એકાગ્રતારૂપ આ ભાવના છે. સ્વભાવના આશ્રયે પર્યાય
પ્રગટી, તેનો ભેદ ધર્મી નથી પાડતો. આવા સહજ સત્ સ્વભાવનો સ્વીકાર તે જ સમ્યગ્દર્શન છે.
તેના જ્ઞાનમાં સંદેહ નથી. ડામાડોળપણું નથી. નિઃશંકપણે અનંત ચતુષ્ટયસ્વભાવપણે તે પોતાને
અંતરમાં અવલોકે છે. અહા, આવા પરમતત્ત્વરૂપે પોતે પોતાને દેખ્યો ત્યાં હવે બહારનું બીજું શું
જાણવા–દેખવાનું રહ્યું?–વાહ! આજે તો આવા આત્માની પ્રતીતરૂપ સમક્તિનો દિવસ છે. આવા
આત્માની પ્રતીત કરીને સમ્યક્ત્વ કરવા જેવું છે. અને સમ્યક્ત્વ થઈ ગયું હોય તોપણ આવા જ
આત્માની ભાવના કરવા જેવું છે; એ જ પર્યુષણ છે. અનંત આનંદથી ઊછળતું મારું તત્વ, તેની
સામે નજર કરતાં જ આનંદ થાય એવું આ તત્ત્વ છે. મહાન અચિંત્ય આનંદના નિધાન જેની
ગંભીરતામાં ભર્યા છે, તેની સન્મુખતામાં કલેશ કેવો? ને બોજો કેવો? ચૈતન્યની શ્રદ્ધામાં ને
એકાગ્રતામાં કોઈ કલેશ કે બોજો નથી. ઊલ્ટું અનંત–

PDF/HTML Page 12 of 41
single page version

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૫ :
કાળનો વિભાવનો બોજો ઊતરીને આત્મા હળવો થઈ જાય, એવું આ તત્ત્વ છે. તીર્થંકર
પરમાત્માના દિવ્યધ્વનિમાં આવેલું આ તત્ત્વ છે.
અહીં પૂર્ણ પર્યાયનો વિરહ, બહારમાં સીમંધરાદિ પરમાત્માનો વિરહ! –પણ ધર્મી કહે છે કે
મારા અંતરના સહજ પરમાત્મતત્ત્વને મેં પ્રતીતમાં લીધું–અનુભવમાં લીધું...હવે પરમાત્માનો
વિરહ નહીં રહે, અંદરમાં પૂર્ણદશાનો વિરહ નહિ રહે, બહારમાં પણ પરમાત્માનો વિરહ નહીં રહે.
–અહા, આવું પરમતત્ત્વ! તે સાંભળતાં રાગની રુચિવાળા કાયરના તો કાળજાં કંપી ઊઠે, પણ
ચૈતન્યરુચિવંત વીરોનું તો વીરપણું ઊછળી જાય ને એની પરિણતિ અંતરના સ્વભાવમાં ઝુકી
જાય: અહા, મારા પરમાત્મ તત્ત્વના અનંત–અનંત મહિમાની વાત શી કરવી? અંતરના
ભાવશ્રુતથી જેના પત્તા મળે એવો અદ્ભૂત સ્વભાવ છે. સાધકના ભાવશ્રુતમાં અંતરનું
પરમાત્મતત્ત્વ છૂપું રહી શકે નહિ. અંતરમાં ઢળેલા આવા ભાવશ્રુતમાં સર્વે પરભાવનું પચ્ચખાણ
છે. હે ભાઈ! આવા પૂરા સ્વભાવની ભાવના કર....તારી ભાવના જરૂર પૂરી થઈ જશે.–
એહ પરમપદ–પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર ને હાલ મનોરથરૂપ જો.
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.....
જેણે અંતરમાં પોતાના ચિદાનંદ ભગવાનને જોયો છે–જાણ્યો છે–અનુભવ્યો છે, તેની
વાણીમાંય તેનું પૂરું કથન આવતું નથી, એ તો અનુભવગોચર અતીન્દ્રિય તત્ત્વ છે; વાણીમાં તો
સ્થૂળ–સ્થૂળ વાત આવે છે. સૂક્ષ્મ સ્વભાવ તો અનુભવગોચર છે.–આવા સ્વભાવને સ્વસંવેદનથી
અનુભવગોચર કરીને ધર્મી કહે છે કે અમે અમારામાં ધર્મના પાયા નાંખ્યા છે. સ્વભાવને
સ્વાનુભવગોચર કર્યો છે, તેની ભાવના કરીએ છીએ; તે ભાવના વડે હવે અલ્પકાળમાં પૂર્ણ
પરમાત્મપદને સાક્ષાત્ પામશું–પામશું–પામશું....
• • •
અહો, કેવળજ્ઞાનાદિ સ્વભાવથી ભરેલું મારું પરમ ચૈતન્યતત્ત્વ, તેને દેખતાં–જાણતાં–
અનુભવતાં કોઈ પરમ અદ્ભૂત આનંદનો અનુભવ થયો; તો હવે આ પરમ તત્ત્વથી બીજું શું
જાણવા–દેખવાનું બાકી રહ્યું? સર્વને જાણવાના સામર્થ્યવાળો મારો જ્ઞાનસ્વભાવ મેં જાણી લીધો,
એકલું પૂરું જ્ઞાન, ને એવા બીજા અનંત સ્વભાવો

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૬ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
જેમાં ભર્યા છે એવો અખંડ આત્મા હું છું–એમ અંતર્મુખ સ્વસંવેદન પરિણતિથી જેણે જાણી લીધું
તેણે જાણવાયોગ્ય બધું જાણી લીધું. અહા, આવા તત્ત્વનું જેણે ઉત્સાહથી શ્રવણ કર્યું તેણે શું ન
સાંભળ્‌યું? ભાઈ, તેં જગતની રાગ–દ્વેષની વાત સાંભળી, પણ તેમાં કાંઈ હિત ન થયું; હવે આ
કેવળજ્ઞાન–આનંદસ્વભાવથી ભરેલા આત્માની વાત પ્રેમથી સાંભળીને તેને લક્ષમાં લે, તો આખું
જૈનશાસન તેં સાંભળી લીધું. અહા, ચૈતન્યરાજા જેણે અનુભવમાં પ્રાપ્ત કરી લીધો તેનું મન હવે
બીજા કયા પદાર્થમાં જશે? આ ચૈતન્યમહાતત્ત્વ પાસે જગતના બધા પદાર્થો તૂચ્છ છે, ચૈતન્યના
મહિમા પાસે ધર્માત્માને જગતના કોઈ પણ ઈન્દ્રાદિવૈભવનો પણ મહિમા આવતો નથી.
પરિણતિએ અંતરમાં એકાગ્ર થઈને પોતાના ચૈતન્યપ્રભુ સાથે કેલિ કરી, ત્યાં પરમ આનંદમય
અભેદ અનુભૂતિમાં રાગનું કે અપૂર્ણતાનું લક્ષ ન રહ્યું, કેવળજ્ઞાનાદિ પર્યાયનું પણ લક્ષ ન રહ્યું;
આખો અભેદ પરમાત્મા શ્રદ્ધા–જ્ઞાન અનુભવમાં આવ્યો, ત્યાં તે આત્માની પર્યાય પોતે જ
જૈનધર્મ છે; તેણે સમસ્ત જૈનશાસનને અનુભવી લીધું છે. તે આત્મા પોતે ધર્મનું કલ્પવૃક્ષ થઈને
પોતાને સમ્યક્ત્વથી માંડીને સિદ્ધપદ સુધીનાં ફળ આપે છે.
સમસ્ત મુનિજનોના હૃદયકમળનો હંસ એવો જે આ શાશ્વત કેવળજ્ઞાનની મૂર્તિરૂપ,
સકળવિમળ દ્રષ્ટિવંત, શાશ્વત આનંદરૂપ, સહજ પરમ ચૈતન્યશક્તિમય પરમાત્મા છે, તે જયવંત
છે.–એમ ધર્મી જીવ પોતાના અંતરમાં ચૈતન્યતત્ત્વને દેખે છે.
આવો પરમાત્મ–હંસ ધર્મીજીવોના હૃદયમાં જયવંત છે..... ‘જયવંત છે’ એટલે કે અમારા
શ્રદ્ધા–જ્ઞાનમાં તે સાક્ષાત્ હાજર વર્તે છે. ધર્મી જાણે છે કે આહો! અનંતચતુષ્ટયરૂપી મોતીના ચારા
ચરનારો ચૈતન્યહંસલો અમારા હૃદયસરોવરમાં (એટલે કે અમારી અનુભૂતિમાં) બિરાજમાન છે.
હંસને કેલી કરવાનું સ્થાન અમારું ચૈતન્ય–સરોવર છે. ચૈતન્યહંસલો રાગના ચારા ન ચરે, રાગના
મેલા ખાબોચિયામાં હંસલા ન રહે, એ તો સ્વચ્છ ચૈતન્યમય આનંદસરોવરમાં જ કેલિ કરે.
રાગમાં કેલિ કરનારો હું નહિં, હું તો સ્વાનુભૂતિના આનંદમા કેલિ કરનારો છું.–આવી અનુભૂતિ
થતાં ધર્મીને મોક્ષના મંગલ ઘંટ વાગ્યા. (સાડા આઠનો ટકોરો વાગતાં ગુરુદેવે કહ્યું:) અહા!
વિજય ડંકો વાગ્યો..... ડંકાની ચોટ પુર્ણ તત્ત્વની પ્રતીતના પડકાર કરતો ધર્મી જાણે છે કે –અમે
તો અમારા પૂર્ણ આત્માની સેવા કરનારા હંસ છીએ; વિકારરૂપી ઝેરનાં પ્યાલા અમે ન પીએ.
અમે તો ચૈતન્યસરોવરના અમૃત પીનાર છીએ....શરીર છતાં અશરીરી ભાવને અનુભવનારા
છીએ....આનંદના અમૃત પીનારા છીએ.

PDF/HTML Page 14 of 41
single page version

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૭ :
હંસલા તો દૂધ અને પાણીમાંથી ચાંચવડે દૂધને ખેંચી લ્યે, તેમ ધર્મી ચૈતન્ય–હંસલો, તે
ભેદજ્ઞાનરૂપી અતીન્દ્રિય ચાંચવડે વિકારને જુદો કરીને શુદ્ધચૈતન્યતત્ત્વનો સ્વીકાર કરી લ્યે છે કે
અમે તો આવા પૂર્ણાનંદી પરમાત્મતત્ત્વ છીએ. અમારા જ્ઞાનમાં–શ્રદ્ધામાં–અનુભવમાં આવું
પરમતત્ત્વ જ જયવંતપણે બિરાજે છે, વિકારભાવો તો ક્ષયવતં છે–જયવંત નથી. અમારી પર્યાય
અંતરમાં વળી તેમાં વિકારની હયાતી કેવી? એમાં તો અમારું સહજ ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક
ચૈતન્યતત્ત્વ જ વિદ્યમાનપણે જયવંત વર્તે છે.
અહો જીવો! આવા પરમતત્ત્વની આરાધનાનો આ ઉત્તમ અવસર છે.
* ભગવાની ભક્તિ *
બરફ તો ઠંડો.... પણ તે જેમાં રાખ્યો હોય તે વાસણ પણ ઠરીને
ઠંડું થઈ જાય.... તેમ હે પ્રભુ! આપ તો ચૈતન્યના પરમશાંતરસમાં ઠરી
ગયા છો, ને આપ જેમાં રહો તે દેહ પણ જાણે શાંતરસનો પિંડલો હોય–
એવો થઈ ગયો છે.–આપનો દેહ પણ જાણે જગતના શાંતરસના પરમાણું
માંથી બન્યો હોય! અમે ભક્તામરસ્તોત્રમાં કહ્યું છે.
વળી કહે છે કે હે નાથ! હું અલ્પશક્તિવાળો (મતિશ્રુતજ્ઞાનવાળો)
નાનો હોવા છતાં આપ જેવા મહાન કેવળજ્ઞાનીની સ્તુતિ કરવા ઉદ્યત
થયો છું. –આપની સર્વજ્ઞતા પ્રત્યે મને પરમ પ્રેમ છે. અલ્પજ્ઞ હોવા છતાં
સર્વજ્ઞની સ્તુતિ કેમ થઈ શકે? તો કહે છે કે–જેમ મૃગલી પોતાના
બચ્ચાંના પરમપ્રેમને લીધે તેની રક્ષા માટે સિંહની પણ સામે થાય છે....
તેમ અલ્પજ્ઞાન હોવા છતાં હે નાથ! સર્વજ્ઞ પરમપદની અત્યંત પ્રીતિને
લીધે, રાગનો સંબંધ તોડીને જ્ઞાનસ્વભાવના સ્વસંવેદનના બળથી હું
આપની સ્તુતિ કરતો કરતો સર્વજ્ઞપદને સાધું છું. ભલે નાનો, છતાં
સર્વજ્ઞપદના ખોળે બેઠો છું, સર્વજ્ઞનો નંદન અને સર્વજ્ઞનો વારસદાર થયો
છું–એમ ધર્મી નિઃશંકપણે સર્વજ્ઞપદને સાધે છે.

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૮ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
અમે નાનકડા સિદ્ધ
(બાળકોને મહાન સંસ્કાર આપતું નાનકડું નાટક: લે. બ્ર. હ. જૈન)
ગુરુદેવના પ્રતાપે, નાનકડા બાળકોને પણ કેવા ઉત્તમ ધર્મસંસ્કાર મળે
છે–તે આ નાનકડી નાટિક દ્વારા દેખાશે. આ નાટિકા શ્રાવણ માસમાં
સોનગઢની જૈન પાઠશાળાના બાળકોએ રજુ કરી હતી. આપના ઘરમાં
પણ ભાઈ–બેન આ નાટક ભજવી શકે તેવું છે.
(સૂત્રધાર દ્વારા મંગલાચારણ)
णमो लोए सव्व अरिहंताण...
णमो लोए सव्व सिद्धांणं...
णमो लोए सव्व आईरियाणं...
णमो लोघ सव्व उवज्झायाणं...
ण मो लो ए स व्व साहूणं.. .
ભાઈ:– અમે નાનકડા સિદ્ધ....તમે નાનકડા સિદ્ધ
બેન:– અમે નાનકડા સિદ્ધ.....તમે નાનકડા સિદ્ધ
ભાઈ:–વાહ બેન! આપણે નાનકડા સિદ્ધ–એ
વાત સાંભળતાં કેવી મીઠી–મધુરી લાગે
છે! પણ એ નાનકડા સિદ્ધ એટલે શું?
બેન:– સાંભળ ભાઈ!
“સર્વ જીવ છે સિદ્ધ સમ,
જે સ મ જે તે થા ય. ”
કુંદકુંદસ્વામી પણ કહે છે કે હું સિદ્ધ
છું....તું પણ સિદ્ધ છો....એટલે આપણે પણ
સ્વભાવથી તો સિદ્ધભગવાન જેવા જ છીએ.
પોતાનું આવું સ્વરૂપ સમજીને જેણે
સમ્યગ્દર્શન પ્રગટ કર્યું–તે જીવ મોક્ષના માર્ગમાં
આવ્યો. સિદ્ધ થવાની
શરૂઆત તેને થઈ ગઈ, તેથી તેને નાનકડા
સિદ્ધ કહેવાય છે.
ભાઈ:– હા, બેન તારી વાત સાચી એ નાનકડા
સિદ્ધને શાસ્ત્રભાષામાં ઈષત્સિદ્ધ
કહ્યા છે.
બેન:– હા, તત્ત્વાર્થસારમાં તેમને ઈષતસિદ્ધ
કહ્યા છે. વળી તેમને જિનેશ્વરના
લઘુનંદન પણ કહેવાયછે. સાંભળો–
ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ
શીતલ ચિત્ત ભયો જિમ ચંદન
કેલિ કરે શિવમારગમેં
જગમાંહી જિનેશ્વરકે લઘુનંદન
ભાઈ:– વાહ રે વાહ! એ ભગવાનના પુત્રને
ધન્ય છે!! જિનસેનસ્વામીએ ગૌતમ–
સ્વામીને પણ ભગવાન પુત્ર કહ્યા છે.
બેન:– અહા, એ ભગવાનના પુત્રોને ધન્ય છે.
ગૌતમસ્વામીની જેમ બધાય સમકિતી
જીવો પણ ભગવાનના લઘુનંદન છે.
ભાઈ:– ગૌતમસ્વામી મોટા પુત્ર, ને બીજા

PDF/HTML Page 16 of 41
single page version

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૯ :
સમકિતી નાના પુત્ર, પણ તે બધાય
ભગવાનના નંદન છે, તીર્થંકરના પુત્ર છે.
બેન:– ભાઈ, અત્યારે આપણને અહીં
ભગવાન તો નથી દેખાતા, પણ
ભગવાનના પુત્ર દેખાય છે.....
તીર્થંકરભગવાનના લઘુનંદન આપણને
અહીં નજરે દેખાય છે–એ આપણું
મહાન ભાગ્ય છે.
ભાઈ:– વાહ બેન! તારી વાત સાચી! પણ તેની
સફળતા ત્યારે કહેવાય કે, આપણે
તેમની જેમ ભગવાનના પુત્ર થઈએ.
બેન:– ભગવાનના નંદન કેવી રીતે થવાય?
ભાઈ:– સાંભળ! ગુરુદેવ આપણને રોજ
સમજાવે છે કે આત્માને ઓળખો.
આત્માને ઓળખીએ એટલે આપણે
પણ ભગવાનના પુત્ર કહેવાઈએ.
અરિહંતને ઓળખે તે અરિહંતનો
પુત્ર કહેવાય!
બેન:– હા ભાઈ! આપણી આ બાળપોથીમાં
પણ
હરિભાઈએ આપણને
‘વીરનાં સંતાન’ કહ્યા છે!
ભાઈ:– ચાલો, આપણે તે ગીત ગાઈએ–
અમે તો વીર તણાં સંતાન......
અમારે ભણવા જૈનસિદ્ધાંત,
ભણવું–ગણવું અમને વહાલું
ગુરુજી પર છે વહાલ...અમે તો
ભણતાં ભણતાં મોટા થઈશું,
ક ર શું અા ત્ મા નું જ્ઞા ન ;
ઉપકાર એ ગુરુજી તણો છે
વંદીએ વારંવાર.... અમે તો વીરતણાં
ભાઈ:– અહો, આપણે જૈન, એટલે જિનવરનાં
સંતાન કહેવાયા! તો આપણે આત્માને
ઓળખવા રોજ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ
કરવો જોઈએ. અને રોજ ભગવાનનાં
દર્શન કરવા જોઈએ.
બેન:– અને રાત્રે કદી ખાવું ન જોઈએ; તથા
સીનેમા જોવી ન જોઈએ, કેમકે તેનાથી
ખોટા સંસ્કાર પડે છે.
આપણે તો નાનકડા સિદ્ધ થવું છે
તેથી આપણું જીવન ઘણું ઊંચું હોવું
જોઈએ.
ભાઈ:– આપણે તો જિનવર ભગવાનના માર્ગે
ચાલનારા છીએ. જિનવરદેવનો માર્ગ
જગતમાં ઘણો ઊંચો છે.
અમે તો જિનવરનાં સંતાન......
જિનવર પંથે વિચરશું.....
અમે તો જિનવરનાં સંતાન....
જિનવર પંથે વિચરશું.....
(ભાઈ–બેન સાથે–)
અમે તો છૈયે છોટા સિદ્ધ......
અમે તો બનશું મોટા સિદ્ધ.....
અમે તો છૈયે છોટા સિદ્ધ......
અમે તો બનશું મોટા સિદ્ધ......
અમને નાનકડા બાળકોને મોટા સિદ્ધ
બનાવનાર જૈનધર્મનો જય હો!
જિનેશ્વરના લઘુનંદન સર્વે સંતોનો જય હો.

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૦ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
અહો, અદ્ભૂત ચૈતન્યસુખ!
* અમારું દિલ હવે ચૈતન્યસુખમાં જ લાગ્યું છે *
પોતાના પરમ આનંદમય આત્મતત્ત્વમાં જેનું ચિત્ત લાગ્યું છે, ચૈતન્યના મહાસુખનો સ્વાદ
જે લઈ રહ્યા છે–એવા ધર્માત્મા જાણે છે કે અહો! અમારું આ તત્ત્વ મહા સુખનિધાન ચૈતન્ય–
ચિંતામણિ છે–તેમાં જ અમારું ચિત્ત લાગ્યું છે; આ ચૈતન્યસુખના સ્વાદ પાસે હવે ક્્યાંય કોઈ
પરભાવમાં અમારું ચિત્ત લાગતું નથી.
પરદ્રવ્યનો આગ્રહ તે તો વિગ્રહનું કારણ છે. ચૈતન્યને ચૂકીને પરદ્રવ્યમાં ચિત્ત જોડતાં તો
રાગ–દ્વેષરૂપ થાય છે અને તેનાથી શરીરરૂપી વિગ્રહ ઉત્પન્ન થાય છે, એટલે કે પરદ્રવ્યની
ભાવનાથી તો જન્મ–મરણ થાય છે. તેથી તેને અમે છોડી દીધો છે, ને અમારું ચિત્ત અમારા જ્ઞાન–
આનંદમય આત્માના અનુભવમાં જોડયું છે. અહા, આ ચૈતન્યના અમૃત પાસે બીજાનો સ્વાદ છૂટી
જાય– એમાં શું આશ્ચર્ય છે! જેમ અમૃતનું ભોજન કરનારા દેવોનું દિલ બીજા તુચ્છ ભોજનમાં
લાગતું નથી, તેમ દેવ જેવો સમ્યગ્દ્રષ્ટિજીવ પોતાના અતીન્દ્રિય ચૈતન્યસુખનો સ્વાદ લેનાર છે, તે
કહે છે કે અહા! આવા ચૈતન્ય–ચિંતામણી સુખને છોડીને પરભાવરૂપી ઝેરમાં હવે અમારું ચિત્ત
લાગતું નથી;–એમાં શું આશ્ચર્ય છે? ધર્મીને માટે એ કાંઈ આર્શ્ચયથી વાત નથી, ધર્મી તો
સહજપણે પરભાવથી ભિન્ન રહેતો થકો ચૈતન્યના સુખને અનુભવે છે. તે ધર્મીની ચેતના
પરભાવથી જુદી ને જુદી રહે છે.
અરે, આવા ચૈતન્યના વીતરાગી સુખ પાસે પુણ્યને પણ છોડવું તે કાંઈ મોટી વાત નથી.
અહા, આત્માના આનંદ પાસે શુભરાગની પુણ્યની કે બાહ્યવિષયોની શી કિંમત છે? અમારું ચિત્ત
અમારી સ્વાનુભૂતિમાં રમી રહ્યું છે, હવે દુનિયાની કોઈ વસ્તુ અમને રમાડી શકે નહિ,–લલચાવી
શકે નહિ. ચૈતન્યસુખનો અત્યંત મધુર સ્વાદ જેણે ચાખ્યો છે એવો ધર્મી જીવ, જ્યારે સ્ત્રી–પુત્ર–
માતા–પિતા–ભાઈ–બેન–શરીર–લક્ષ્મી એ બધાયનો મોહ છોડીને અતીન્દ્રિય આનંદને સાધવા જાય
છે...... ત્યારે માતા–પિતા વગેરેને કહે છે કે હે માતા! મારા ચૈતન્યના આનંદ સિવાય આ
સંસારમાં ક્્યાંય અમારું મન પ્રસન્ન થતું નથી. ક્્યાંય અમારું ચિત્ત ચોટતું નથી....દીક્ષા લઈને
હવે અમે

PDF/HTML Page 18 of 41
single page version

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૧ :
અમારા ચૈતન્યના આનંદમાં જ રમવા માંગીએ છીએ......માટે હે માતા! રજા આપો! ત્યારે માતા
વગેરે પણ વૈરાગ્યથી કહે છે કે ધન્ય બેટા! તું જે માર્ગે જાય છે....તે માર્ગ પ્રશંસનીય છે, અમારે
પણ તે જ માર્ગે આવવાનું છે.
વાહ રે વાહ! જુઓ તો ખરા ધર્મીના અંતરની દશા! અરેરે, આ ચૈતન્યના સહજ સુખને
ચાખ્યા પછી આ ઘોર સંસારદુઃખને હવે કોણ ઈચ્છે? સ્વભાવની શાંતિની ઠંડકને અનુભવ્યા પછી
પરભાવરૂપ અગ્નિને કોણ ચાહે? અરે જીવો! આત્માના આવા સુખની પ્રતીત કરો..... ઉલ્લાસથી
આવા અતીન્દ્રિય ચૈતન્યસુખનો સ્વીકાર કરો. આવા મોક્ષસુખની શ્રદ્ધા કરશે તેનો બેડો પાર થઈ
જશે.
આત્માના અનુભવમાં થતું આ ચૈતન્યસુખ અચિંત્ય છે,–જેમાં કોઈ રાગ–દ્વેષરૂપ દ્વંદ્વ નથી,
કલેશ નથી, બહારનો કોઈ ઉપદ્રવ નથી; આવું વીતરાગી નિરુપદ્રવ સુખ ઉપમા વગરનું છે.
ચૈતન્યસુખને બીજા કોની ઉપમા આપવી?–જે સુખરૂપે આત્મા પોતે થયો તેને બીજો કોણ ઉપદ્રવ
કરી શકે? અહા, શરીરમાં વીંછી કરડે કે વાઘ ખાઈ જાય તોપણ ચૈતન્યના જે સુખમાં કાંઈ ઉપદ્રવ
ન થાય, બાધા ન આવે, તે સુખની શી વાત? સમ્યગ્દ્રષ્ટિ આઠ વર્ષની બાળા હોય તેને પણ
આવા ચૈતન્યસુખના વેદનપૂર્વક તેની ધૂન ચડી જાય છે...તે મોટી થાય, લગ્ન વગેરે થાય, છતાં
ચૈતન્યનું ભાન અને ચૈતન્યસુખની ધારા તેને છૂટતી નથી. વાહ બેન! ધન્ય તારી દશા! સિદ્ધ
જેવું સુખ તેં તારામાં ચાખી લીધું. આત્માનો સ્વભાવ આવા અનુપમ સુખમય છે, ને તેની
અનુભૂતિ થતાં પર્યાય પણ આવા અનુપમ સુખમય થઈ ગઈ છે. આવા સુખ માટે અંતર્મુખ
થવાનું બતાવે તે જ સમક્તિ–ભાષા છે; બહારમાં ક્્યાંય સુખ બતાવે કે બહિર્મુખ કોઈ ભાવમાં
સુખ કહે તો તે મિથ્યા–ભાષા છે.
શરીરથી ભિન્ન ચૈતન્યના આશ્રયથી તો અશરીરી સિદ્ધપદ થાય છે; ને પરદ્રવ્યના
આગ્રહથી તો વિગ્રહ (રાગ–દ્વેષ અને શરીરને વિગ્રહ કહેવાય છે તે) ઉત્પન્ન થાય છે. અમારું
ચિત્ત ચૈતન્યમાં લાગ્યું, અમે સુખનું વીતરગી અમૃત પીધું, તે સુખ પાસે શુભરાગની વૃત્તિઓ પણ
દુઃખ અને ઝેરરૂપ લાગે છે, તેમાં અમારી પરિણતિ કદી તન્મય શુભરાગની વૃત્તિઓ પણ દુઃખ
અને ઝેરરૂપ લાગે છે, તેમાં અમારી પરિણતિ કદી તન્મય થતી નથી. ચૈતન્યસુખમાં જે પરિણતિ
તન્મય થઈ તે પરિણતિ હવે દુઃખમાં કેમ તન્મય થાય? અહો જીવો! સુખના મહા સમુદ્ર એવા
આત્માની ભાવના કરો....એના અતીન્દ્રિયસુખનો સ્વાદ સ્વાનુભૂતિમાં લ્યો અમને મોક્ષસુખનો
તમારામાં સાક્ષાત્કાર થશે.
[ભાદ્ર સુદ ૮: નિયમસાર કળશ ૧૩૦ના પ્રવચનમાંથી]

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૨ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
િ િત્ર
ચૈતન્યચમત્કારતત્ત્વમાં જેમણે પોતાનું ચિત્ત જોડયું છે–એવા શ્રી મુનિરાજ શ્રોતાને કહે છે
કે હે મિત્ર, હે સખા! તું પણ મારા આ ઉપદેશના સારને સાંભળીને, તુરત જ ઉગ્રપણે આ
ચૈતન્યચમત્કાર આત્મામાં તારું વલણ કર.
અહા, મુનિઓએ જેને મિત્ર કહીને સંબોધ્યો, તે જીવની શી વાત! મુનિ કહે છે કે હે
સખા! મોક્ષમાં તું પણ અમારી સાથે ચાલને! અમે ચમત્કારી ચૈતન્યતત્ત્વમાં અમારું ચિત્ત જોડયું
છે, ને તું પણ તારું ચિત્ત ચૈતન્યમાં જોડીને અમારી સાથે મોક્ષમાં આવ.
જુઓ, ચૈતન્યતત્ત્વને સાંળળીને તેમાં ચિત્ત જોડવું–તે જ મુનિરાજના ઉપદેશનો સાર છે, તે
જ ભગવાન ઉપદેશનો સાર છે, ને તે જ કરવા જેવું કાર્ય છે.
‘વાહ! મુનિઓએ અમને મિત્ર કહ્યા!’ –ધર્મી પ્રમોદથી કહે છે કે અહો! સંસારની મૈત્રી
છોડીને અમે તો મુનિઓના મિત્ર થયા; રાગની રુચિવાળો જીવ તો સંસારનો મિત્ર છે, તે
મોક્ષમાર્ગી મુનિઓનો મિત્ર નથી, એટલે કે તે મોક્ષમાર્ગમાં નથી. ચૈતન્યમાં ચિત્ત જોડીને જેણે
સમ્યગ્દર્શન કર્યું છે તે જીવ મોક્ષમાર્ગમાં ચાલનારો છે, તેથી તે મોક્ષમાર્ગી મુનિઓનો મિત્ર છે.
અહીં મુનિરાજ તેને ‘સખા’ કહીને બોલાવે છે.
અરે જીવ! તારે મુનિઓનો મિત્ર થવું હોય, પંચપરમેષ્ઠીના પંથે આવવું હોય તો તું શીઘ્ર
રાગાદિની રુચિ છોડીને, તારા પરમ ચિદાનંદતત્ત્વમાં તારું ચિત્ત જોડ! કેમકે મુનિઓ તો પોતાનું
ચિત્ત ચૈતન્યતત્ત્વમાં જ જોડનારા છે,–માટે તું પણ તેમ કર...... શીઘ્ર તારું ચિત્ત ચૈતન્યમાં જોડ....
ને મુનિઓનો મિત્ર થા.....
અરે, અમૃતસ્વરૂપ આત્મા, તેમાં ચિત્તને જોડીને મુનિઓ તો આનંદના અમૃત પીએ છે,
બીજા જીવોને પણ સંબોધે છે કે હે ભવ્ય! હે સખા! અમારી જેમ તું પણ અંતર્મુખ થઈને
આનંદના અમૃતનું પાન કર! તું પણ અમારી સાથે મોક્ષમાં ચાલ! આવો અપૂર્વ ઉપદેશ
સાંભળીને જેણે ચૈતન્યમાં ચિત્ત જોડયું તે મુનિઓનો મિત્ર છે.....તે પણ મુનિઓના પગલેપગલે
મોક્ષમાર્ગે જઈ રહ્યો છે.
અહા, આત્માના આનંદસ્વભાવનો આવો સરસ ઉપદેશ અમારી પાસેથી તને સાંભળવા
મળ્‌યો, તો હે ભાઈ! હે સખા! હે મિત્ર! સંસારના ઝેર જેવા વિષયોમાં હવે ચિત્ત કોણ જોડે? એને
શીઘ્ર વોસરાવીને, તારા ચિદાનંદસ્વરૂપમાં જ તારું ચિત્ત જોડ! એક ચૈતન્યનું જ અવલંબન કરીને
અન્ય સર્વે પરભાવોનું આલંબન છોડ...ને આનંદ–પરિણતિ વડે અમારી સાથે સાથે તું પણ
મોક્ષમાં આવ.
[આ નિયમસાર કળશ ૧૩૩ ઉપરના ભાવભીના પ્રવચન ઉપરથી બનાવેલું કાવ્ય આપ સામે
પાને વાંચશો–]

PDF/HTML Page 20 of 41
single page version

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૩ :
સંતોની સાથે મોક્ષમાં જઈએ છીએ
[અહો, સન્તો કેવા વહાલથી શિષ્યજનોને પોતાની સાથે મોક્ષમાં લઈ જાય છે! એ વાત
નિયમસાર કલશ ૧૩૩ ઉપરના પ્રવચનમાં ગુરુદેવે બતાવી..... તે પ્રવચન આપે વાંચ્યું; હવે એ
ભાવભીનાં પ્રચવન ઉપરથી બનાવેલું કાવ્ય વાંચતાં પણ આપને આનંદ થશે. –બ્ર. હ. જૈન)
(સહજ ગુણઆગરો..... એ રાગ)
આચાર્યદેવ કહે છે કે–
હે સખા! ચાલને..... મારી સાથ મોક્ષમાં,
છોડ પરભાવને....ઝુૂલ આનંદમાં.....
નિજ સાથ મોક્ષમાં લઈ જવા ભવ્યને,
શ્રી મુનિરાજ સંબોધતા વ્હાલથી..... હે સખા!
સાંભળી બુદ્ધિને વાળીને અંતરે,
મગ્ન થા પ્રેમથી સુખના સાગરે;
નિજ સ્વ–રૂપને એકને ગ્રહ તું,
એ જ આગમ તણા મર્મનો સાર છે..... હે સખા!
સૂજ્ઞ પુરુષ તો સૂણી આ શિખને,
હર્ષથી ઉલ્લસી છોડે પર ભાવને;
પરમાનંદ–ભરપૂર નિજ પદ ગ્રહી,
શુદ્ધ સ્વરૂપમાં વેગથી તે વળે...... હે સખા!
અમે જશું મોક્ષમાં, કેમ તને છોડશું?
આવજે મોક્ષમાં તુંય અમ સાથમાં.....
ભવ્ય! નિજ પદને સાધજે ભાવથી,
શિખ આ સંતની શીઘ્ર તું માનજે...... હે સખા!
તીર્થપતિ મોક્ષમાં જાય છે જે ભવે,
ગણપતિ પણ જરૂર જાય છે તે ભવે;
શિષ્ય એ સંતના રત્નત્રય સાધીને......
સંતની સાથમાં મોક્ષમાં જાય છે...... હે સખા!