Atmadharma magazine - Ank 348
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૯
સળંગ અંક ૩૪૮
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
૩૪૮
સમતા
અમારી કૂળદેવી છે
અહા, ભેદજ્ઞાની કે અજ્ઞાની–બંને પ્રત્યે મને સમતા
છે.–આવી સમતા ક્્યારે રહે? કે જ્યારે રાગ–દ્ધેષ વગરની
‘ચેતના’ વેદનમાં આવી હોય! ચેતના પોતે સ્વરૂપથી જ રાગ–
દ્ધેષ વગરની છે–પછી સામે ભેદજ્ઞાની હો કે અજ્ઞાની હો.–
બંનેમાં સમતાપણે રહેવાની તાકાત ચેતનામાં જ છે. ચેતના જ
તેને કહેવાય કે જેમાં રાગ–દ્ધેષ ન હોય, જે રાગ–દ્ધેષ કરે નહિ,
ને રાગ–દ્ધેષ વગરની સમતારૂપે જ રહે.
અહા! આવી સરસ ચેતના, આવી સરસ સમતા, તે
તો મારી કૂળદેવી છે, મારી ચેતનાનું કૂળ જ સમતારૂપ છે.
સમતા એ તો મારી ચેતનાનું સહજસ્વરૂપ છે. માટે ચેતનારૂપ
એવા મને સર્વત્ર સમભાવ છે, કોઈ પ્રત્યે રાગ–દ્ધેષ નથી,
કોઈ મારું મિત્ર કે વેરી નથી. આવા વીતરાગી સમભાવરૂપ
મારી ચેતના છે તે સર્વે જ્ઞાનીસંતોને સંમત છે. હું મારા
આત્માને આવી ચેતનારૂપે જ સદા ભાવું છું.....અનુભવું છું.
તેથી મારી પરિણતિમાં સમતા સદા જયવંત છે.
(નિયમસાર પૃષ્ટ ૨૦૨)
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૮ આસો (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૯ : અંક ૧૨

PDF/HTML Page 3 of 53
single page version

background image
સાદ પડી ચૂક્્યો છે.... કેવળજ્ઞાન આવી રહ્યું છે.
કેવળીભગવાનની પાસેથી જે વાણી આવી છે, અને
આગળ વધતાં વધતાં જે કેવળજ્ઞાનની સમીપ પહોંચીને ‘દિવ્ય’
સ્વરૂપ ધારણ કરવાની છે–એવી વીતરાગવાણીનો નમૂનો આ
આત્મધર્મમાં પીરસાય છે. ખરેખર, ગુરુદેવે આ વીતરાગવાણી
આપીને આપણને ચૈતન્યસ્વાદ ચખાડયો છે. એ ગુરુદેવના
મહિમાનું , એમના ઉપકારનું, વર્ણન કઈ રીતે કરવું!!!
એ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુરુદેવે
જોરદાર શ્રુતવડે કેવળજ્ઞાનને સાદ પાડી દીધો છે, અને એ
અતીન્દ્રિય સાદ સાંભળીને કેવળજ્ઞાન નજીક–નજીક આવી
જ રહ્યું છે.... ત્રણ ભવ પછી તો એ સાક્ષાત્ આવી
પહોંચશે....ત્યારના મહોત્સવની તો શી વાત! અત્યારે પણ,
એ કેવળજ્ઞાનલક્ષ્મીના સ્વંયવરમંડપમાં આપણે રોજ રોજ
મંગલ–ઉત્સવ વર્તે છે... રોજરોજ મીઠા–મધુર ચૈતન્યરસનું
પાન ગુરુદેવ આપણને કરાવી રહ્યા છે... કેવળજ્ઞાન જેમ
જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ અહીં આનંદમય
ચૈતન્યરસના કસુંબા વધુને વધુ ઘોળતા જાય છે...ને
આપણને પણ એની વધુ ને વધુ પ્રસાદી મલતી જાય છે.
અહા! એ ચૈતન્યરસ ચાખતાં તેની ખુમારીથી
અસ્રખ્યપ્રદેશમાં એવી ઝણઝણાટી થાય છે કે....ગુરુદેવના
કેવળજ્ઞાનની સાથે સાથે આપણુંય કેવળજ્ઞાન નજીકનજીક
આવી રહ્યું છે....સાદ પડી ચૂક્્યો છે...આગમનની
મંગલવધાઈ આવી ચૂકી છે....અનંત આનંદસહિત એ
કેવળજ્ઞાનનું સ્વાગત કરવા.... વીતરાગભાવથી એને
વધાવવા....અને એની અનંત ગંભીરતાને આત્મામાં સમાડી
દેવા આપણે ઉત્સુક છીએ....વેલાવેલા પધારો....હે ભગવાન!
સમ્યક્ત્વનાં ફૂલડે આપનું સ્વાગત કરીએ છીએ.

PDF/HTML Page 4 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૮
લવાજમ આસો
ચાર રૂપિયા OCT. 1972
* વર્ષ: ૨૯ અંક ૧૨ *
ચાલો, મહાવીર પ્રભુના પંથે –
દીવાળી નજીક આવી રહી છે....દીવાળી એટલે
વીરપ્રભુના મોક્ષનો મહોત્સવ. એક વર્ષ પછી ભગવાનના
મોક્ષને ૨પ૦૦ મું વર્ષ બેસશે, ને ભારતમાં તે વર્ષ આનંદથી
આપણે સૌ ઊજવીશું.
અહા, મહા ભાગ્યે આપણે વીરપ્રભુના જૈનશાસનમાં
આવ્યા. જૈનશાસન પામીને આપણે આપણું જીવન ઊંચું
ઊંચું લઈ જવાનું છે. ઊંચા જીવનનો મૂળ પાયો સાચું
તત્ત્વજ્ઞાન છે. ભગવાને કહેલું તત્ત્વજ્ઞાન આપણે ઓળખવું
જોઈએ, તે ઓળખીને મોક્ષના માર્ગે જવું જોઈએ, ને એવા
તત્ત્વજ્ઞાનનો ઘરેઘરે પ્રચાર કરવો જોઈએ.–એ જ મહાવીર
ભગવાનના મુક્તિ–મહોત્સવની સાચી ઊજવણી છે.
એક વર્ષ પછી એવી મહાન ઉજવણી માટે અત્યારથી
જ આપણે તૈયાર થવું જોઈએ. બાળકો–યુવાનો–વડીલો!
જાગો; આપણે સૌ સાથે એકબીજાના સહકારપૂર્વક એવું
ઉત્તમ કાર્ય કરીએ કે આપણું જૈનશાસન શોભી ઊઠે....ને
આપણે આનંદથી મહાવીરપ્રભુના પંથે જઈએ.
(આ સંબંધી એક વ્યવસ્થિત યોજના–જેમાં નાના–મોટા સૌ
હોંશથી ભાગ લઈ શકે તેવી–રજુ કરવા વિચાર છે. આપ પણ
આપના વિચારો અને ભાવનાઓ જણાવો.––સં.)

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
મારું લક્ષણ જ્ઞાનચેતના
આત્મા જ્ઞાની થયો તેનું લક્ષણ શું? તે જ્ઞાની કયા
ચિહ્નથી ઓળખાય? તે સમજાવતાં આચાર્યદેવ કહે છે કે–
જડ કર્મો કે શરીરાદિ તો તદ્ન જુદાં છે; તે તરફનો ભાવ,
એટલે કે કર્મચેતના કે કર્મફળચેતના તે બંનેથી ભિન્ન
જ્ઞાનસ્વભાવને છે. જ્ઞાનચેતનાને ઓળખતાં જ જ્ઞાની
સાચા સ્વરૂપે ઓળખાય છે. આવી ઓળખાણ કરનાર
જીવને પોતામાં પણ જ્ઞાનચેતના પ્રગટે છે. જેણે
જ્ઞાનચેતના પ્રગટી તેણે અનંત જ્ઞાનીઓને ઓળખીને
તેમની અભેદભક્તિ કરી. જ્ઞાનીની આવી જ્ઞાનચેતાનાનું
અદ્ભૂત–આનંદકારી વર્ણન ગુરુદેવના આ પ્રવચનમાં
આપ વાંચશો. (સમયસાર ગાથા ૭પ)
* ધર્મી જાણે છે કે મારું લક્ષણ જ્ઞાનચેતના છે. જ્ઞાનચેતનામાં અજ્ઞાનમય
રાગાદિભાવોનું કે કર્મોનું કર્તાપણું જરાય નથી, અત્યંત જુાદાઈ છે.
* ચેતના વગરના રાગાદિભાવોને મારી ચેતના સાથે તન્મયતા કેમ હોય?
એટલે, રાગાદિભાવો–કે જેમનામાં ચેતનપણું નથી, તેમને મારી ચેતના સાથે
વ્યાપકધ્યાપ્યપણું નથી, તેથી તે મારી ચેતનાનું કાર્ય નથી.
* કર્મચેતના, કે કર્મફળચેતના એ બંને વગરની જ્ઞાનચેતના, તે જ્ઞાનચેતના સાથે
મારા આત્માનું તન્મયપરિણમન છે–એમ ધર્મી પોતાને જ્ઞાનચેતનારૂપ અનુભવે છે.
* અહીં બે જ ભાગ પાડીને ધર્મીનું ચિહ્ન સમજાવ્યું છે : એક તો જ્ઞાનીના
લક્ષણમાં જે સમાય તે ભાગ; અને બીજો જ્ઞાનીના લક્ષણથી જે બહાર રહે તે ભાગ.

PDF/HTML Page 6 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૩ :
જ્ઞાનીના લક્ષણમાં જે સમાય તે ‘ચેતનભાવ’ છે.
જ્ઞાનીના લક્ષણમાં જે ન સમાય તે ‘અચેતનભાવ’ છે.
–રાગ હો કે કર્મ હો, –તે બધાને અચેતન તરીકે એકપણું છે, તે કોઈને
ચૈતનલક્ષણ સાથે એકપણું કે કર્તાકર્મપણું નથી.
* જે આત્મા જ્ઞાનચેતનારૂપે પરિણમે છે તે જ્ઞાની છે. તે જ્ઞાની રાગને જાણે છે
ત્યારે, તે રાગને જ્ઞાનના કાર્યરૂપે નથી જાણતા, પણ જ્ઞાનથી અત્યંત ભિન્નપણે તેને
જાણે છે. ત્યાં રાગથી જુદું એવું જે જ્ઞાન છે તે જ્ઞાનને જ પોતાના કાર્યપણે કરતો થકો
ધર્મીજીવ જ્ઞાનના જ કર્તાપણે પોતાના આત્માને જાણે છે. આત્મા જ્ઞાનસ્વભાવ છે, તેનું
કાર્ય (તેનું રહેવાનું સ્થાન, વ્યાપ્ય) તો જ્ઞાનમય હોય, રાગમય ન હોય.
‘જ્ઞાનમય’ કાર્ય કહેતાં તેમાં જ્ઞાન સાથેના આનંદ વગેરે અનંતગુણના
નિર્મળભાવો આવી જાય છે, પણ તેમાં જ્ઞાનથી વિરુદ્ધ એવા રાગાદિ કોઈ ભાવો આવતા
નથી, તેથી તેમને અચેતન કહ્યા છે. જ્ઞાનચેતનામાં સમાય તે બધું ચેતન, ને
જ્ઞાનચેતનામાં જે ન સમાય તે બધું અચેતન; તેમાં જ્ઞાની જ્ઞાનચેતનારૂપ થઈને તેને જ
કરે છે, ને તે જ્ઞાનચેતનાથી બાહ્ય એવા રાગાદિ અચેતનભાવોને ધર્મીજીવ પોતાના
કાર્યપણે કરતો નથી. –આવું જે રાગથી ભિન્ન જ્ઞાનચેતનારૂપ પરિણમન છે તે જ
જ્ઞાનીનું ચિહ્ન છે.–આવા ચિહ્નથી જ્ઞાનીને જે ઓળખે તેને જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન
જરૂર થઈ જાય છે.
જ્ઞાન અને રાગ–બન્નેની જાત જ જુદી, તેમને એકબીજામાં ભેળસેળ
(વ્યાપ્યવ્યાપકતા) કેમ હોય? ધર્મીને જ્ઞાનચેતનાનું જે વેદન છે તેમાં રાગનું વેદન
જરાય નથી. વાહ, ભેદજ્ઞાનવડે બે ભાગલા જ પાડી દીધા: એકકોર જ્ઞાનચેતનારૂપ
પરિણમતું જીવદ્રવ્ય; બીજીકોર અચેતનરૂપ પુદ્ગલદ્રવ્ય. હવે રાગ–દ્ધેષ–ક્રોધાદિ જે કોઈ
ભાવો જ્ઞાનચેતનામાં ન સમાય તે બધા ભાવોને અચેતન ગણીને પુદ્ગલદ્રવ્યમાં જ
નાંખી દીધા. રાગાદિ કોઈ ભાવો,–જેનાથી તીર્થંકરાદિ કર્મપ્રકૃતિ બંધાય તે ભાવ અને તે
તીર્થંકરપ્રકૃતિ પણ–જ્ઞાનચેતના સાથે તન્મય નથી, તેથી તે જ્ઞાનીનું કાર્ય નથી, તે તો
જ્ઞાનથી ભિન્ન હોવાથી અચેતન છે, તેનો સમાવેશ પુદ્ગલમાં થાય છે.–આમ ભેદજ્ઞાન
વડે બે ભાગ પાડીને જ્ઞાન અને રાગને જુદા જાણે, ત્યારે જ જ્ઞાનચેતનારૂપ થયેલા
જ્ઞાનીને ખરેખર ઓળખી શકાય છે. જ્ઞાનીના જ્ઞાનમાં રાગનું કર્તાપણું કેમ નથી અને તે
રાગને ‘અચેતન’ કેમ કહ્યો–એ વાત ભેદજ્ઞાન વડે જ સમજાય તેવી

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
છે. જ્ઞાન અને રાગની એકતાબુદ્ધિમાં તે વાત સમજાય નહિ.–અહા, આ વાત તો
સમકિતી જ ઝીલી શકે, માને અને અનુભવે; બાકી અજ્ઞાનીના ગજાં નથી કે આ વાત
ઝીલીને અંદર પચાવી શકે. ધર્મી અંદર પોતાને ‘પરમઆનંદનો નાથ’ દેખે છે.
જ્ઞાનપરિણતિ–આનંદપરિણતિ–શ્રદ્ધાપરિણતિ–તે સર્વે આત્મપરિણામમાં આત્મા પોતે
સ્વતંત્રપણે વ્યાપીને, તેનો કર્તા થાય છે, પોતે જ સ્વાધીન સ્વતંત્રપણે તે રૂપ થાય છે.
રાગાદિભાવરૂપે પોતે પરિણમતો નથી, તેમાં તન્મય થતો નથી. ધર્મી તો રાગથી ભિન્ન
સ્વસંવેદનજ્ઞાનરૂપ થઈને મતિ–શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનને બોલાવે છે....જ્ઞાનમાં તે રાગને
કે વિકલ્પને નથી બોલવતો, પણ કેવળજ્ઞાન જેમાં ભર્યું છે એવા અખંડ જ્ઞાનસ્વભાવને
પોતાના મતિ–શ્રુતજ્ઞાનવડે અનુભવતો થકો તે કેવળજ્ઞાનને સાદ પાડે છે.–આવી
જ્ઞાનદશાવડે જ જ્ઞાની ઓળખાય છે. જ્ઞાનીના અંતરની ઊંડી ચેતનાને જ્ઞાની જ જાણે છે;
ઉપરટપકે જોનાર અજ્ઞાનીનું ગજું નથી કે જ્ઞાનીની અંતરચેતનાને ઓળખી શકે.
વ્યાપ્ય–વ્યાપકપણારૂપ એકતા તો તત્સ્વરૂપમાં જ હોય, એક જાતના ભાવમાં જ
વ્યાપ્ય–વ્યાપકપણું હોય, પણ અતત્સ્વરૂપમાં એટલે કે ભિન્ન ભિન્ન જાતના ભાવોમાં
એકતારૂપ વ્યાપ્ય–વ્યાપકભાવ ન હોય. જ્ઞાનને અને રાગને તતસ્વરૂપપણું નથી એટલે
એકપણું નથી, પણ અતત્પણું છે એટલે ભિન્નપણું છે; તેથી જ્ઞાનમાં રાગ રહેતો નથી,
ને રાગમાં જ્ઞાન રહેતુ નથી; બંનેને અત્યંત ભિન્નપણું છે તેથી તેમને કર્તાકર્મપણું નથી.
આવા પરભાવોથી ભિન્ન જ્ઞાનપણે પોતાને અનુભવનાર જીવ જ્ઞાની છે. રાગના
કર્તૃત્વથી રહિત એવો તે જ્ઞાની જ્ઞાનચેતનાને જ પોતાના કાર્યપણે કરતો થકો શોભે છે.
જ્ઞાન જ જેનું કાર્ય છે એવા પોતાના આત્માને તે જાણે છે.
શુદ્ધસ્વભાવમાં જેની દ્રષ્ટિ તન્મય થઈ છે તેને પોતામાં રાગનું અસ્તિત્વ જ ક્્યાં
છે? એટલે તેને રાગાદિનું કર્તુત્વ રહેતું નથી. જે રાગાદિ કે કર્મ–નોકર્મ છે તે બધાય
જ્ઞાનથી બહાર જ્ઞેયપણે છે, પણ જ્ઞાનીના કાર્યપણે નથી. જ્ઞાનીનું કાર્ય તો જ્ઞાનમય જ છે.
અજ્ઞાનીને જે રાગાદિભાવો થાય છે તેમાં તથા કર્મ–નોકર્મમાં એકત્વબુદ્ધિ છે,
તેથી તે અજ્ઞાનીનો અજ્ઞાનભાવ જ નિશ્ચયથી રાગાદિનો કર્તા છે, તથા તે કર્મનોકર્મનો
પણ નિમિત્તકર્તા થાય છે. રાગથી જુદું ચેતનસ્વરૂપ આત્માનું કોઈ અસ્તિત્વ તો
અજ્ઞાનીને દેખાતું નથી. જો ચેતનસ્વરૂપ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લ્યે–તો તો તે
પર્યાય રાગથી જુદી પડીને તેની એકર્તા થઈ જાય.
આવી એકત્વસ્વભાવની જ્ઞાનચેતનારૂપે, અને રાગાદિના અકર્તારૂપે જે
પરિણમ્યો

PDF/HTML Page 8 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૫ :
છે એવા જ્ઞાનીના ચિહ્નની આ વાત છે. અહા, હું તો પરમ શાંત ચેતનતત્ત્વ, મારામાં
હર્ષ–શોકનું વેદન કેવું? કે રાગ–દ્ધેષનું કર્તાપણું મારામાં કેવું? જ્ઞાનચેતનારૂપ થયેલો હું–
તેમાં કોઈ કર્મચેતના કે કર્મફળચેતના નથી. ચેતનામાં તે નથી માટે તેને પુદ્ગલમય
કહ્યા છે. ભલે તે અરૂપી વિકારી પરિણામ છે, પણ તેનો સમાવેશ ધર્મીની જ્ઞાનચેતનામાં
થતો નથી, માટે તેને અચેતન–પુદ્ગલમય કહી દીધા; તે અચેતન હોવાથી પુદ્ગલની જ
જાત છે, ચેતનની જાત તે નથી.
અહા, જુઓ તો ખરા આ ધર્મીનું ભેદજ્ઞાન! પોતાના ચેતનભાવ સિવાય બીજે
બધેથી તેની સુખબુદ્ધિ ઊડી ગઈ છે. હવે તેની ચેતના પોતાના સ્વભાવસન્મુખ થઈને
પોતાના જ્ઞાન–સુખ–શ્રદ્ધા વગેરે નિર્મળભાવોને જ કરે છે ને પોતાના તે
નિર્મળકાર્યમાં જ ધર્મીજીવ કર્તાપણે તન્મય થઈને વ્યાપે છે. પણ ચેતનથી વિરુદ્ધ
એવા રાગાદિ કોઈપણ ભાવોને તે પોતાની સાથે તન્મયરૂપ જાણતો નથી, તેનો કર્તા
થતો નથી, તેમાં વ્યાપતો નથી. આવું જે જ્ઞાન અને રાગનું અત્યંત ભિન્ન પરિણમન
તે જ્ઞાનીનું લક્ષણ છે.
જ્ઞાનીનું લક્ષણ એટલે જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન, તે તો જ્ઞાનમય જ હોય ને!
જ્ઞાનીનું લક્ષણ કાંઈ રાગમય ન હોય. કેમકે જ્ઞાનને અને રાગને એકબીજામાં વ્યાપક–
વ્યાપ્યપણું નથી, બંનેને વિલક્ષણપણું છે. જ્ઞાન શુચીરૂપ છે ને રાગ અશુચી છે, જ્ઞાન તો
આત્માના ચેતનસ્વભાવથી અવિપરીત વર્તતું થકું સ્વ–પરને જાણનાર છે, ત્યારે
રાગાદિભાવો તો આત્માના ચેતનસ્વભાવથી વિપરીત વર્તતા થકા સ્વ–પરને જાણતા
નથી, તેઓ પોતે પોતાને જાણના નથી, પણ તેનાથી બીજો (એટલે કે જ્ઞાનસ્વભાવી
જીવ જ) તેને જાણે છે; જ્ઞાન તો નિરાકુળ વર્તતું થકું શાંત–અનાકુળ–સુખનું કારણ છે,
રાગાદિભાવો તો આકુળતામય હોવાથી દુઃખના કારણ છે.–આમ અત્યંત વિવેકથી બંનેનું
સ્પષ્ટ જુાદાપણું જાણીને જ્ઞાની પોતાના જ્ઞાનભાવરૂપ પરિણમ્યો છે, ને રાગાદિ
પરિણમનથી તેની જ્ઞાનપરિણતિ પાછી વળી ગઈ છે,–છૂટી પડી ગઈ છે. તેનું જ્ઞાન હવે
જ્ઞાનરૂપ જ રહે છે ને તેમાં રાગાદિનો અભાવ જ છે. તેથી તે જ્ઞાન અસ્રવોથી છૂટયું છે
ને મોક્ષમાર્ગમાં પરિણમ્યું છે. આવું જ્ઞાનપરિણમન તે જ જ્ઞાનીનું કાર્ય છે, તે જ જ્ઞાનીનું
ચિહ્ન છે, તેના વડે જ જ્ઞાની ઓળખાય છે.
જ્ઞાનીના જ્ઞાનભાવમાં કર્મનું કે રાગાદિનું તો કર્તાપણું છે જ નહિ; પણ જ્ઞાની
આત્મા કર્તા અને જ્ઞાન તેનું કાર્ય એમ કર્તા–કર્મના ભેદ પાડવા તે પણ વ્યવહાર છે.
અભેદ આત્માની અનુભૂતિમાં કાંઈ ‘હું કર્તા ને જ્ઞાન મારું કાર્ય’ એવા ભેદ કે વિકલ્પ
રહેતા નથી. અહીં જ્ઞાનીનું લક્ષણ એટલે કે જ્ઞાનીનું કાર્ય સમજાવવા માટે

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
કર્તા–કર્મના ભેદ પાડીને સમજાવ્યું છે.
જેમ માટી અને ઘડો એક જ સ્વરૂપના હોવાથી વ્યાપ્ય–વ્યાપકપણે તેમને કર્તા–
કર્મપણું છે, પણ તેમ જ્ઞાન અને રાગ કાંઈ એક સ્વરૂપવાળા નથી એટલે તેમને વ્યાપ્ય–
વ્યાપકપણું કે કર્તા–કર્મપણું નથી. જ્ઞાની રાગને જાણે ભલે પણ ‘આ મારા જ્ઞાનનું કાર્ય
છે’ એમ તે નથી જાણતા; હું ચેતનસ્વભાવી છું ને જ્ઞાન જ મારું કાર્ય છે–એમ તે
જ્ઞાનદ્રષ્ટિથી પોતાને અનુભવે છે.
અહા, આવા જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ દોહ્મલી છે.....અને એનાં મહાન ફળની તો
શી વાત! ભવ વગરની મારી ચેતનવસ્તુ, તેમાં ઝૂકેલી મારી ચેતના, તે ચેતનામાં
ભવનો ભાવ નથી.–મારું લક્ષણ જ્ઞાનચેતના છે.
ભાઈ, તે રાગાદિને પોતાનાં માન્યા ત્યાંસુધી અજ્ઞાનભાવે તેનું કર્તુત્વ છે; પણ
જ્યાં ભેદજ્ઞાન કરીને, રાગથી અત્યંત ભિન્ન એકલા ચેતકસ્વભાવે પોતે પોતાને
અનુભવ્યો ત્યાં તારા જ્ઞાનમાં અજ્ઞાન ન રહ્યું ને રાગનું કર્તાપણું પણ ન રહ્યું. તારામાં
તેનું અસ્તિત્વ જ નથી એટલે તે રાગાદિ પણ અભેદપણે પુદ્ગલમાં જ નાંખી દીધા. ને
રાગના કર્તુત્વથી છૂટીને, જ્ઞાન જ્ઞાનમાં જ કેલિ કરતું–કરતું મોક્ષના મારગે ચાલ્યું.
અહા, કુંદકુંદાચાર્યદેવના હદયનાં અમૃત, અમૃતચંદ્રાચાર્યદેવે સમયસારમાં ખુલ્લા
મુકયા છે. જ્ઞાનીની પરિણતિમાં તો આવી જ્ઞાનચેતનાનાં અમૃત વહે છે; તેમાં રાગનો
કોઈ અંશ સમાય નહી. આવી ઓળખાણ કર્યાં વગર જ્ઞાનીને ખરખેર ઓળખાય નહીં.
જ્ઞાની તો કહે છે કે હું મારા આનંદમાં વ્યાપનારો છું, તેમાં વરસનારો છું ; મારું
વ્યાપ્ય–સ્થાન તો મારા જ્ઞાન–આનંદ વગેરે શુદ્ધ પરિણામો છે. રાગાદિ બાહ્યભાવોમાં
કાંઈ મારું રહેઠાણ નથી, કેમકે તે ભાવો મારી ચેતનાની જાતના નથી. સવિકલ્પદશા હો
કે નિર્વિકલ્પદશા હો–ગમે ત્યારે ધર્મી પોતાના આત્માને જ્ઞાનાદિ અનંત નિર્મળભાવોમાં
જ વ્યાપેલો જાણે છે, ને તે નિર્મળ ભાવનો જ તે કર્તા થાય છે. રાગાદિ કોઈ ભાવોનો તે
કર્તા થતો નથી, સવિકલ્પદશા વખતેય ધર્મી કાંઈ તે વિકલ્પનો કર્તા થતો નથી, તે વખતે
વિકલ્પથી જુદું વર્તતું જે જ્ઞાન, તેનો જ તે કર્તા થાય છે. ધર્મી રાગને જાણે ભલે પણ તે
રાગનો કર્તા થતો નથી, તે રાગના જ્ઞાનનો જ કર્તા થાય છે.
આવી જ્ઞાનચેતનારૂપે પરિણમેલા જ્ઞાનીને મરણની બીક શી? દેહમાં હું રહ્યો જ
નથી પછી મને મરણ કેવું? હું તો મારી ચેતનાપરિણતિમાં જ રહ્યો છું.–આવી

PDF/HTML Page 10 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
ચેતનાપરિણતિનું નામ જૈનધર્મ છે. અહા! આવો જૈનધર્મ! તેનું સ્વરૂપ જે સમજયો તેને
ભવ રહેતા નથી.
અરે, ચોરાશીના દુઃખના અવતાર જેનાથી કરવા પડે તે ભાવ ધર્મી જીવનું કાર્ય
કર્મ હોય? બાપુ! ગંભીર જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા, તેને જાણીને ભવનો અંત
કરવા માટેનો આ ભવ છે.
રાગ વખતે જ્ઞાની તો ‘જ્ઞાની’ જ રહે છે, રાગી થતો નથી. રાગને ‘જાણવાની’
ક્રિયા તે કરે છે, પણ રાગને ‘કરવાની’ ક્રિયા તે કરતો નથી. (જ્ઞપ્તિક્રિયા કરે છે,
કરોતિકિયા કરતો નથી.)
અરે, શું સજ્જન–આર્યમાણસના ઘરમાં તે કાંઈ માંસ રાંધવાના કામ થાય?–કદી
ન થાય. તેમ સત્ એવો જ્ઞાનસ્વભાવ, તેમાં વર્તતા સત્જન–જ્ઞાની આર્યધર્માત્મા, તેના
જ્ઞાનઘરમાં રાગાદિ વિકારનાં કાર્ય કેમ થાય?–ન જ થાય. જ્ઞાનઘરમાં વિકાર હોય નહીં.
માટે જ્ઞાની ધર્માત્મા રાગાદિ વિકારભાવનો અકર્તા જ છે; એનું કાર્ય તો પરમ શાંત
વીતરાગભાવરૂપ છે; તેમાં જ વ્યાપીને તેને તે ગ્રહણ કરે છે.
મારી સમ્યક્ત્વાદિ જે નિર્મળપર્યાયો છે તેના આદિ–મધ્ય–અંતમાં એટલે કે તેમાં
સર્વત્ર મારો શુદ્ધ આત્મા જ રહેલો છે, પણ આદિમાં–મધ્યમાં કે અંતમાં ક્્યાંય કર્મ કે
રાગાદિ પરભાવો મારી પર્યાયમાં રહેલા નથી; મારી સમ્યક્ત્વાદિ પર્યાયોમાં મારા શુદ્ધ
આત્મા સિવાય બીજા કોઈને હું ગ્રહતો નથી, તેનું અવલંબન લેતો નથી. મને મારી
સમ્યક્ત્વપર્યાયમાં, જ્ઞાનમાં, આનંદમાં, ક્્યાંય રાગનું–નિમિત્તનું દેવ–ગુરુ–શાસ્ત્રનું
કોઈનું ગ્રહણ નથી, પણ મારા આત્માનું જ ગ્રહણ છે, તેને જ હું ગ્રહણ કરું છું.
સમ્યક્ત્વપર્યાય આત્મારૂપે થઈને ઊપજી છે, રાગરૂપે થઈને નથી ઊપજી.–કર્તા થઈને
પોતાની આવી જ્ઞાનચેતનારૂપ પર્યાયને કરે છે–તે જ ધર્મીનું લક્ષણ છે.
जय ज्ञानचेतना

સમયસાર ગા. ૭પ–૭૮ માં ધર્માત્માના ચિહ્નરૂપ
જ્ઞાનચેતનાનું અદ્ભૂત વર્ણન આપ વાંચી રહ્યા છો

જ્ઞાનચેતનારૂપ થયેલો સાધક એકલા ચૈતન્યના આનંદને જ ભોગવે છે; હજી

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
પર્યાયમાં થોડા રાગ–દ્ધેષ કે હર્ષ–શોક પરિણામ છે તેનું કર્તા–ભોકતાપણું તેની
ચેતનામાં નથી, તે તો ચેતનાથી બહાર છે. ધર્મી તો આનંદમય ચેતનારૂપે જ પોતાને
કરે–ભોગવે છે.
જ્ઞાનચેતનારૂપ થયેલો એક ભોકતા, તે પરસ્પર વિરુદ્ધ બે ભાવોને કેમ ભોગવે?
અતીન્દ્રિય આનંદને પણ ભોગવે ને હર્ષ–શોકને પણ ભોગવે એમ બે ભાવોનું જ્ઞાનીને
ભોકતાપણું નથી; તેની ચેતનામાં પરમ આનંદનો જ ભોગવટો છે, તેમાં
કર્મફળચેતનાનો તદ્ન અભાવ છે. જ્ઞાનચેતનામાં સર્વત્ર વીતરાગીઆનંદ જ ભર્યો છે,
જ્ઞાન ચેતનામાં ક્્યાંય હર્ષ–શોક જરાપણ વ્યાપ્યા નથી. હર્ષ–શોકને જાણતી વખતે પણ
જ્ઞાનચેતના તો જ્ઞાનચેતનારૂપ જ રહે છે, હર્ષ–શોકરૂપ થતી નથી. જ્ઞાનચેતના તે
જ્ઞાનીનો ભાવ છે, હર્ષ–શોકાદિ તે જ્ઞાનીના ભાવ નથી, જ્ઞાનીની ચેતનામાંથી તે નીકળ્‌યા
નથી, એટલે તેના વડે જ્ઞાની ઓળખાતો નથી. અજ્ઞાનીના અજ્ઞાનભાવ સાથે રાગાદિને
કર્તા–કર્મપણું છે તેમજ હર્ષાદિનું ભોકતા–ભોગ્યપણું છે, પણ જ્ઞાનીના જ્ઞાનભાવમાં તો
રાગાદિનું કે હર્ષાદિનું કર્તા–ભોકતાપણું નથી. જ્ઞાન–જ્ઞેયપણા સિવાય જ્ઞાનીના જ્ઞાનને
રાગાદિ સાથે બીજો કોઈ સંબંધ નથી. ચૈતન્યગોળો રાગાદિથી છૂટો પડી ગયો–તે
જ્ઞાનીના ચૈતન્યભાવની શી વાત? એ ચૈતન્યભાવને જગતના કોઈ રાગ–દ્ધેષ–હર્ષ–
શોક–કર્મ સ્પર્શી શકે નહિ, તે બધા પરભાવોથી ઉપરને ઉપર તરતો છૂટો આનંદમય
ચૈતન્યગાળો,–તે રૂપે જ જ્ઞાની પોતાને અનુભવે છે. ચૈતન્ય પાસે રાગની કે હર્ષની કાંઈ
જ કિંમત નથી. ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતા વચ્ચે પણ જ્ઞાનીનો ચૈતન્યગોળો
ભીસંતો નથી, છૂટો ને છૂટો રહે છે. કોણ દેખશે જ્ઞાનીના આ ભાવને? જેનું જ્ઞાન
રાગથી–હર્ષ–શોકથી છૂટું પડે તે જ આવા જ્ઞાનીને ઓળખી શકે છે. અહો! નિર્વિકલ્પ
દ્રષ્ટિની જ આ તાકાત છે કે પરભાવોથી ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવરૂપ અચિંત્ય અદ્ભૂત
પરમતત્ત્વને પોતામાં દેખે છે; વિકલ્પમાં કે ઈન્દ્રિયજ્ઞાનમાં એવી તાકાત નથી કે આવા
અદ્ભૂત પરમસ્વભાવી આત્માને દેખી શકે. અહા, કેવડી મોટી ચૈતન્યચીજ અંદર પડી
છે! એને ભેટવા એની સન્મુખ થવું પડશે. રાગની સન્મુખતા વડે ‘આવડો મોટો’
ચૈતન્યપ્રભુ ક્્યાંથી દેખાય? રાગથી જુદો પડીને આવડા મહાન ચૈતન્યપ્રભુની સન્મુખ જે
થયો તે તો કેવળજ્ઞાન લેવા માટે ઊપડ્યો....એવો ઊપડ્યો કે હવે આનંદ કરતો–કરતો
અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાનો છે....છે....છે.

PDF/HTML Page 12 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૯ :
મારો આત્મા
હું મારા સ્વભાવની એકત્વભાવનારૂપે પરિણમ્યો છું.
હમણાં–હમણાં નિયમસારના પ્રવચનમાં ગુરુદેવના
ભાવો ખૂબ ખૂબ ખીલી રહ્યા છે....ને શુદ્ધાત્મભાવનામાં
મુમુક્ષુને એકતાન કરીને અધ્યાત્મસુખની કોઈ અનેરી
નગરીમાં લઈ જાય છે. વાહ! જાણે કુંદકુંદપ્રભુ સાક્ષાત્
પધાર્યા હોય, આત્મશોધક મુમુક્ષુ જીવ તેમને પૂછતો હોય કે પ્રભો!
મારો શુદ્ધાત્મા કેવો છે તે મને બતાવો! અને કુંદકુંદપ્રભુ નિજવૈભવ
ખોલીને તેને શુદ્ધાત્મા દેખાડતા હોય! એવી સરસ રચના છે.
શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે અહો! આવા અચિંત્ય ગંભીર
મહિમાવંત એકત્વ–વિભક્ત સ્વરૂપને હું મારા આત્મવૈભવ વડે દેખાડું
છું.....મેં પરમાત્મા પાસેથી સાક્ષાત્ સાંભળ્‌યું છે, તે સ્વસંવેદનથી જાતે
અનુભવ્યું છે, તે સ્વરૂપ હું તને દેખાડું છું, તો તું પણ તરત જ
સ્વાનુભવ વડે તારા સ્વરૂપને પ્રત્યક્ષ કરજે. બીજે ક્્યાંય અટકીશ
નહીં; તરત અંદર ઊતરીને તારા આત્માના અચિંત્ય અપાર વૈભવને
પ્રાપ્ત કરી લેજે.–ઋષભદેવના જીવની જેમ.
(સોનગઢ સોસાયટીમાં ભાઈશ્રી પોપટલાલ ધારશીના મકાનના વાસ્તુપ્રસંગે,
પૂ. ગુરુદેવનું પ્રવચન : નિયમસાર ગા. ૧૦૨, ભાદ્ર વદ ૨)
જ્ઞાન–દર્શનલક્ષણથી પરિપૂર્ણ, અતીન્દ્રિય આનંદસ્વરૂપ અને શાશ્વત એવો
આત્મા એક જ મારો છે, સંયોગલક્ષણવાળા બીજા બધાય ભાવો મારાથી બહાર છે, તે

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
કોઈ મારું સ્વરૂપ નથી–એમ ધર્મી પોતાના એકત્વસ્વરૂપને અનુભવે છે.–તેનું વર્ણન
આચાર્યદેવ આ ગાથામાં કરે છે.
મારો સુશાશ્વત એક દર્શન–જ્ઞાનલક્ષણ જીવ છે,
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્યે છે. (૧૦૨)
જ્ઞાનલક્ષણ વડે આત્માને પ્રત્યક્ષ કરીને ધર્મી જાણે છે કે હું તો જ્ઞાનદર્શન
લક્ષણથી પરિપૂર્ણ, શાશ્વત, એક આત્મા છું. અન્ય સમસ્ત ભાવો મારા જ્ઞાનલક્ષણથી
બહાર છે, તે કોઈ હું નથી. અહો, આવા સ્વસંવેઘ આત્મામાં ભવના કારણરૂપ કોઈ
ભાવો નથી, તો મારે ભવ કેવા? ને શરીર કેવું? આમ શરીરાદિથી ભિન્ન એકત્વ
આત્માને અનુભવે છે.
જ્ઞાનદર્શનલક્ષણમાં તો અતીન્દ્રિય આનંદ છે; આવા અતીન્દ્રિયસ્વભાવને સ્પર્શ્યા
વિના, અનુભવ્યા વિના જીવ શુભાશુભભાવથી ચારગતિમાં શરીર ધારણ કરી કરીને
એકલો સંસારમાં ભમી રહ્યો છે. શ્રીગુરુના ઉપદેશઅનુસાર આત્માને જાણીને ભવ્ય જીવ
સમસ્ત શુભાશુભને પોતાની બહાર જાણીને અતીન્દ્રિય આનંદમાં ઘૂસી જાય છે ને
એકલો–એકલો મોક્ષસુખને સાધે છે. ધર્મી જાણે છે કે અહો, હું તો મારા આનંદમાં છું,
એકલો–એકલો હું મારા આત્મામાં આનંદરૂપે પરિણમું છું. મારો આત્મા તો મારા
આનંદમાં છે. મારા જ્ઞાન–દર્શન–આનંદમાં કોઈ પણ રાગાદિ ભાવોનો પ્રવેશ નથી. આ
રીતે ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને એકત્વભાવનારૂપે પરિણમેલા જ્ઞાની એકલા–
એકલા અનુભવના સુખને ભોગવતા–ભોગવતા મોક્ષને સાધે છે.
અહા, મારી ચૈતન્યવસ્તુ! તેને શ્રીગુરુના પ્રસાદથી મેં કોઈ પણ પ્રકારે પ્રાપ્ત કરી
છે, હવે તેના સહજ અતીન્દ્રિયસુખને ભોગવતો થકો તેને જ હું ઉપાદેય કરું છું. અહા,
મારા આ ચૈતન્યસુખ પાસે શુભાશુભવિકલ્પો એ તો બધા આડંબર છે, મારા સ્વરૂપથી
તે બાહ્ય છે.
મારી ચૈતન્યવસ્તુ જ્ઞાનદર્શનલક્ષણરૂપ છે; જ્ઞાનદર્શનમય ચેતનામાં રાગાદિ
ભાવકર્મ કેવા? મારી ચેતનામાં રાગાદિ ભાવકર્મો કે દ્રવ્યોકર્મો નથી, તો તેના ફળરૂપ
શરીર મારામાં કેવું? મારા ચૈતનલક્ષણ પણે હું સદા શાશ્વત એકરૂપ રહેનાર છું.–આવું
એકત્વસ્વરૂપ શ્રી પરમગુરુદ્વારા પ્રાપ્ત થયું, એટલે પોતાના એકત્વસ્વભાવનો નિશ્ચય
થયો, ને સમસ્ત પરભાવોને પોતાની ચેતનાથી બહાર જુદા જાણ્યા.
ભાઈ, આ આત્માની એકત્વભાવના સિવાય બીજું બંધુય સંસારનું જ કારણ છે.

PDF/HTML Page 14 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
એકત્વભાવના–એટલે એકલા ચેતનલક્ષણથી પરિપૂર્ણ આત્માની એકની જ ભાવના,
તેમા બીજા કોઈ પરભાવનો પ્રવેશ નહિ;–આવા એકત્વભાવનામાં રાગાદિ પરભાવનો
અભાવ છે, કર્મનો અભાવ છે, શરીરનો અભાવ છે, એટલે સંસારનો અભાવ છે. અહા!
આવા એકત્વસ્વરૂપને પામીને તેમાં જે સ્થિત રહે છે, તેનો અવતાર ધન્ય છે! એણે
સંસારની જેલનાં બંધન તોડી નાંખ્યા, ને ચૈતન્યના મહાન આનંદને પોતામાં
અનુભવ્યો.–મોક્ષનગરીમાં તેનો પ્રવેશ થયો....ચારગતિ કરતાં જુાદી એવી નવી ગતિ
તેણે પ્રાપ્ત કરી.....અહા, સિદ્ધગતિના મહિમાની શી વાત! એ તો અનુપમ છે; જન્મ–
મરણ વગરની ધુ્રવ છે. આવી અપૂર્વ સિદ્ધગતિ અંતરમાં એકત્વસ્વભાવની ભાવનાવડે
પમાય છે.
ધર્મી કેવી એકત્વભાવના ભાવે છે તેનું આ અલૌકિક વર્ણન છે. પુણ્ય–પાપના
દ્ધંદ્ધથી પાર એવી ચેતના જ મારું લક્ષણ છે. મારી ચેતના જ્ઞાનદર્શનથી પૂર્ણ છે, અને
પરભાવથી ખાલી છે. તીર્થંકર પરમાત્મા સીમંઘરભગવાન સમવસરણ–સભામાં ઈન્દ્રો
અને ગણઘરોની હાજરીમાં આવા એકત્વસ્વભાવની વાત સંભળાવે છે; તે એકત્વસ્વભાવ
સાંભળતાં ઈન્દ્ર તેના અચિત્ય મહિમા પાસે ઈન્દ્રપદને પણ સાવ તૂચ્છ ગણે છે, ને આવ
એકત્વસ્વભાવને પરમ ભક્તિથી આદરીને તે પણ એકાવતારી થાય છે.
શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે અહો! આવા અચિંત્ય ગંભીર મહિમાવંત
એકત્વવિભક્તસ્વરૂપને હું મારા આત્મવૈભવવડે દેખાડું છું.... મેં પ્રભુ પાસેથી સાક્ષાત્
સાંભળ્‌યું છે ને સ્વસંવેદનથી જાતે પ્રત્યક્ષ અનુભવ્યું છે, તે સ્વરૂપ હું તને દેખાડું છું, તો
તું પણ તરત જ સ્વાનુભવવડે તારા સ્વરૂપને પ્રત્યક્ષ કરજે. બીજે ક્્યાંય અટકીશ નહીં,
તરત કઅંદર ઊતરીને તારા એકત્વસ્વરૂપના અચિંત્ય અપાર વૈભવને પ્રાપ્ત કરી લેજે.
અહા, ‘આત્મા’ તે કોને કહેવાય!! આ શરીર તો જડ છે, અંદરના
શુભાશુભવિકલ્પો તો જન્મ–મરણનું કારણ છે–એને ‘આત્મા’ કેમ કહેવાય? આત્મા તો
શાશ્વતપણે જ્ઞાનદર્શનલક્ષણમાં રહેલો છે,–તેના જ્ઞાનદર્શનલક્ષણમાં રાગની–કર્મની કે
શરીરની કોઈ ઉપાધિ નથી, ત્રણેકાળ તે નિરૂપાધિ છે; ત્રણેકાળે નિરાવરણ એવા
જ્ઞાનદર્શનસ્વભાવથી લક્ષિત આત્મા છે.–તે એક જ હું છું–એમ અંતર્મુખ પર્યાયવડે
ધર્મીજીવ પોતાના એકત્વસ્વભાવની ભાવનારૂપે પરિણમ્યા છે. અહો! આવા ભાવના તે
સમ્યગ્દર્શનની રીત છે, આવી ભાવનામાં અતીન્દ્રિયસુખ છે, ને આવી ભાવના તે
ભવના નાશનું કારણ છે, તે જ મોક્ષપુરીનો પંથ છે. જેણે આવી ભાવના ભાવી તેણે
સાદિ–અનંતકાળ આનંદમય સ્વઘરમાં વાસ્તુ કર્યું.

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
અરે, ક્્યાં ચેતનલક્ષણવંત ભગવાન આત્મા!! ને ક્્યાં શુભાશુભવિકલ્પો!
બંનેને કાંઈ લાગતુંવળગતું નથી. ધર્મીજીવે અંતર્મુખ થઈને ભગવાન આત્માને જ્યાં
અનુભવમાં લીધે ત્યાં તેની પર્યાય શુભાશુભવિકલ્પોથી જુદી થઈ ગઈ; તે સમ્યગ્દ્રષ્ટિ
‘ભગવાન’ થઈ ગયો; ભગવાનનો વારસો તેણે લીધો.
ભાઈ, એકવાર આવા આત્માને નિર્ણયમાં તો લે. આવો નિર્ણય કરતાં આત્મા
ભવસમુદ્રના કિનારે આવી ગયો, ને મોક્ષનગરીની નજીક પહોંચ્યો. મારો આત્મા મારો
કારણપરમાત્મા છે, તેની ભાવનામાં રાગાદિ કોઈ પરભાવો નથી, તે બધા પરભાવો
મારાથી બાહ્ય છે. મેં અંતરમાં ‘કારણપરમાત્મા’ ને મારા કારણ તરીકે પકડ્યો એટલે
પર્યાયમાં પણ સમ્યક્ત્વાદિ આનંદમય કાર્ય વર્તી રહ્યું છે. મારા કારણ સાથે શુદ્ધકાર્યની
સંધિ છે, તેમાં રાગાદિ બધા ભાવો મારા સ્વરૂપથી બહાર રહી જાય છે.–તે રાગાદિ
ભાવોને મારા કારણપરમાત્મા સાથે સંધિ નથી. જુઓ તો ખરા! આ ધર્માત્માની
એકત્વભાવના! આવો એક આત્મા જ હું છું,–એના સિવાય અન્ય કોઈ પણ ભાવોને
ધર્મી પોતાપણે ભાવતા નથી, જુદા જ જાણે છે. મારો કારણપરમાત્મા તો મારા
અતીન્દ્રિયઆનંદનું કારણ થાય છે,–પણ મારો કારણપરમાત્મા કાંઈ શરીરનું કે ભવનું
કારણ થાય તેવો નથી. આવા કારણપરમાત્માની ભાવનામાં પરિણમેલો હોવાથી
મારામાં શરીર કે સંસાર નથી. સંસારનું કારણ થાય એવું કોઈ લક્ષણ મારામાં છે જ
નહીં, મારામાં તો જ્ઞાનદર્શનલક્ષણ છે, જ્ઞાનદર્શનમય ચેતના તે મારું શાશ્વત લક્ષણ છે,
તે આનંદમય છે.
આ શરીર તો સંસારરૂપી નંદનવનને સીંચવા માટે ધોરિયા જેવું છે. ભાઈ,
શરીરના લક્ષે તો તારા સંસારનું વન ઊગશે. અજ્ઞાનીને સંસારમાં શરીરાદિની
અનુકુળતાના સંયોગો નંદનવન જેવા લાગે છે.–બાપુ! એમાં તો દુઃખ છે. તારું
ચૈતન્યતત્ત્વ તે સંસારની ઉત્પત્તિના કારણ વગરનું છે. જ્ઞાનલક્ષણથી આત્માને લક્ષિત
કરતાં સંસારરૂપી નંદનવન સુકાઈ જશે, અને તેને બદલે તારા આત્મામાં સમ્યક્ત્વાદિ
અનંત ગુણના આંનદ બગીચા ખીલી નીકળશે.–આવા પરમ શાંત ચૈતન્યની ભાવનામાં
શુભ–અશુભ કોઈ વિકલ્પોનો કોલાહલ નથી.
મારો ચેતનનાથ એવો નથી કે રાગને ભોગવે; મારો ચેતનનાથ તો ત્રિકાળ
અતીન્દ્રિય મહા આનંદને ભોગવનાર છે; તે જ મારી સર્વ પર્યાયોમાં ઉપાદેયપણે વસેલો
છે. મારી પરિણતિમાં રાગનો વાસ નથી; મારી પરિણતિને માટે તો મારો આ આનંદમય
કારણપરમાત્મા જ ઉપાદેયપણે બિરાજી રહ્યો છે.–‘આ રહ્યો હાજરાહજૂર...મારા સ્વ–

PDF/HTML Page 16 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
સંવેદનમાં વર્તી રહ્યો છે.
અહા, મારો આત્મા... એમાંથી તો મહા આનંદનો જ ફૂવારો નીકળે છે...
શુભાશુભવિકલ્પોનો કોલાહલ એમાંથી નથી આવતો. સંસારનો બધો કોલાહલ મારા
તત્ત્વથી બહાર છે. સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપ મારું તત્ત્વ અતીન્દ્રિયસુખને ભોગવનારું
છે, તે જ મારા શ્રદ્ધા–જ્ઞાનાદિ સર્વે પર્યાયોમાં ઉપાદેય છે. આમ સ્વતત્ત્વને એકને જ
ઉપાદેય કરીને તેમાં અંતર્મુખ એકત્વભાવનારૂપે પરિણમેલા મારા આત્મામાં આનંદના
સુંદર ફૂવારા પ્રગટ્યા છે....અસખ્યપ્રદેશે અનંતગુણનો અતીન્દ્રિય બગીચો ખીલ્યો છે.
શરીર સાથેની એકત્વબુદ્ધિથી તો સંસારવન ફળશે, શરીરમાં એકત્વબુદ્ધિને લીધે
તો ચારેકોરથી સંસારવનની પુષ્ટિ કરનારા શુભાશુભભાવોનો ધોરિયો વહે છે, પણ
તેમાંથી કાંઈ શાંતિનો ધોરિયો નીકળતો નથી.
શરીરમાં એકત્વ એ તો સંસારવનને પોષવાનો ધોરિયો છે,
ચૈતન્યમાં એકત્વભાવના તે મોક્ષના બાગને પોષવાનો ફૂવારો છે.
ભાઈ, શરીરથી ભિન્ન તારા આત્માને જ્ઞાનલક્ષણથી લક્ષમાં લઈને, તેની
એકત્વભાવના કરતાં તારા આત્મામાં અસંખ્યપ્રદેશે અતીન્દ્રિયઆનંદના ફૂવારા
ઊછળશે, ને સંસારનું વન સુકાઈ જશે, જન્મ–મરણ મટી જશે. માટે આવા આત્માની
ભાવના કર.
ક્રિયા : ૧ – ૨ – ૩
પ્રશ્ન :– જેનામાં જ્ઞાન ન હોય તેને ક્રિયા હોય?
ઉત્તર :– હા; તેનામાં જ્ઞાનક્રિયા ન હોય પણ જડકિયા તો હોય.
અજીવપદાર્થોમાં જ્ઞાન ન હોવા છતાં તેની અજીવક્રિયાને તો તે કરે જ
છે. જીવ કે અજીવ દરેક પદાર્થ પોતેપોતાની ક્રિયાસંપન્ન જ હોય છે,
ક્રિયા વગરનો કોઈ પદાર્થ હોતો નથી. એટલે મારા જ્ઞાનસિવાય બીજા
કોઈ અજીવની કે બીજાની ક્રિયા હું કરું એમ માનનારા જીવ અજ્ઞાની
છે. જ્ઞાની તો જ્ઞાનક્રિયાને જ પોતાની જાણીને તેનો જ કર્તા થાય છે.
જ્ઞાનીની ક્રિયા જ્ઞાનમય છે, અજ્ઞાનીની ક્રિયા રાગ–દ્ધેષમય છે, જડની
ક્રિયા જડમય છે. ત્રણે ક્રિયાને બરાબર ઓળખનાર જીવ જડની અને
વિકારની ક્રિયાનો અકર્તા થઈને પોતાના જ્ઞાનની વીતરાગી ક્રિયાને કરે
છે. આવી ક્રિયા તે મોક્ષની ક્રિયા છે, તે ધર્મની ક્રિયા છે.

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
મારી સર્વપર્યાયોમાં મારો આત્મા જ છે
મારી એકકેય પર્યાયમાં રાગની તન્મયતા નથી,
મારો શુદ્ધ આત્મા જ મારા શ્રદ્ધા–જ્ઞાનાદિ સર્વ પર્યાયોમાં
તન્મયપણે વર્તે છે; મારી એક્કેય પર્યાયમાં મારા
ચૈતન્યનાથનો વિરહ મને નથી,–એમ ધર્મપર્યાયરૂપે
પરિણમેલો ધર્મી જીવ પોતાના આત્માને અનુભવે છે.
નિજસ્વભાવની અંતર્મુખ ભાવના વડે સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમેલો
ધર્માત્મા જાણે છે કે–
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન–ચરિતમાં આતમા,
પણખાણમાં આત્મા જ, સંવર–યોગમાં પણ આતમા. (૧૦૦)
આ નિયમસારમાં આત્માના પરમસ્વભાવની ભાવનાનું અલૌકિક વર્ણન છે.
આચાર્યદેવ કહે છે કે અહો! મેં મારા આત્માની નિજભાવના–અર્થે આ ઉત્તમ શાસ્ત્ર
રચ્યું છે. ધર્મીને સર્વત્ર સર્વ નિર્મળ પર્યાયોમાં અતીન્દ્રિયસ્વભાવવાળો સહજ સુખસ્વરૂપ
શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. આત્માને ઉપાદેય કરીને જે પોતે સહજ જ્ઞાનચૈતનારૂપે
પરિણમ્યો છે–એવા ધર્મીની આ વાત છે.
અજ્ઞાની રાગાદિ પરભાવને ઉપાદેય કરીને અશુદ્ધ પર્યાયરૂપ પરિણમી રહ્યો છે,
તેની તેની પર્યાયમાં શુદ્ધ આત્મા તેને ક્્યાંય દેખાતો નથી, તો તો સર્વત્ર રાગને જ
અનુભવે છે.
જ્ઞાની પોતાના સહજ સ્વભાવી આત્માને ઉપાદેય કરીને શુદ્ધપર્યાયરૂપ પરિણમી
રહ્યો છે, તેથી તેની પર્યાયમાં સર્વત્ર શુદ્ધઆત્મા જ તેને અનુભવાય છે, ને રાગાદિથી
તેની શુદ્ધપરિણતિ જુદી જ રહે છે.
હું પોતે સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમેલો છું તેથી મારા સમ્યગ્જ્ઞાનમાં

PDF/HTML Page 18 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૧૫ :
મારો આત્મા જ બિરાજે છે. મારી જ્ઞાનચેતનાથી મારા ચૈતન્યપ્રભુ જરાય દૂર નથી;
(
मेरो धनी नहों दूर देसन्तर, मोहिमें है मोहे सुझत नोके ) પરમ ગુરુના પ્રસાદથી
પ્રાપ્ત કરાયેલો મારો શુદ્ધ કારણપરમાત્મા મારી જ્ઞાનચેતનામાં સદાય સમીપ જ છે, ને
રાગાદિ પરભાવો મારી જ્ઞાનચેતનાથી સદાય અત્યંત જુદા ને જુદા હોવાથી તે મારાથી
દૂર છે.–વાહ! જુઓ તો ખરા ધર્માત્માની જ્ઞાનચેતના! આનંદરસમાં તરબોળ આવી
જ્ઞાનચેતના વડે ધર્મીને ઓળખવા તે ધર્માત્માની સાચી સેવા છે.
ચૈતન્યના અમૃતનો સ્વાદ લઈને, વિષે જેવા વિષયોને ધર્મી જીવ આનંદથી છોડે
છે. રાગ અને વિષયો છોડવા અજ્ઞાનીને બહુ કઠણ લાગે છે–કેમકે તેના વગરના
આત્માના આનંદની તેને ખબર નથી. પણ ધર્મીને તો ચૈતન્યના આનંદના મહાન સ્વાદ
પાસે સમસ્ત વિષયો અને વિભાવોનો પ્રેમ અત્યંત સહજપણે છૂટી જાય છે. અતીન્દ્રિય
ચૈતન્યતા સ્વાદ પાસે વિષયોનો સ્વાદ ઊડી જાય–એમા શું આશ્ચર્ય છે!
અહા, મારા સમ્યગ્જ્ઞાનમાં અમારો શુદ્ધઆત્મા બિરાજી રહ્યો છે. પર્યાયે–પર્યાયે
અમારો પરમાત્મા હાજરા–હજૂર છે, પછી તેમાં દુઃખ કેવું? ને સંસાર કેવો રાગ ઉપર
મારી નજર નથી. મારી નજર તો મારા પરમાત્મસ્વભાવ ઉપર જ પડી છે; તેથી તે જ
મારા જ્ઞાનમાં સમીપ છે.
અરે, હજી તો મતિ–શ્રુતજ્ઞાન છે ને? કેવળજ્ઞાન તો હજી થયું નથી, છતાં સાધક
કહે છે કે અમારા જ્ઞાનમાં પરમાત્મા બિરાજે છે! વાહ, જુઓ સાધકની જ્ઞાન દશા!
(સાધક પોતાના સ્વસંવેદનમય મતિશ્રુતજ્ઞાનવડે કેવળજ્ઞાનને બોલાવે છે....આવ,
કેવળજ્ઞાન આવ! શક્તિમાં છો તે વ્યક્ત થા....ષટ્ખંડાગમની આ વાત ગુરુદેવ અત્યંત
પ્રમોદપૂર્વક ધણીવાર કહે છે....ને ષટ્ખંડાગમના આવા ઉત્તમ ન્યાયોની પ્રસાદી આપ
પણ આવતા વર્ષે આત્મધર્મમાં વાંચશો.) ભલે મતિ–શ્રુતજ્ઞાન હો, છતાં તે જ્ઞાન રાગથી
જુદું જ વર્તે છે ને તેણે અંદર પરમાત્માસ્વભાવ સાથે સંધિ જોડી છે,–તેથી તેની
જ્ઞાનચેતનામાં અતીન્દ્રિય આનંદસહિત ભગવાન આત્મા નજીક જ વર્તે છે. રાગનો કોઈ
અંશ તેની જ્ઞાનચેતનામાં વર્તતો નથી.
અરે જીવ! પરમસ્વભાવની ઉત્કૃષ્ટ ભાવના વડે ચેતનાને જાગૃત કરીને એવો
પુરુષાર્થ કરે કે એક ક્ષણમાં અંદર ચિદાનંદ સ્વભાવમાં ઊતરી જા. તારો આત્મા તારામાં
જ અત્યંત નજીક, છતાં તેને દૂર સમજીને તેં રાગની ભાઈબંધી કરી; પણ રાગ તો

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : આસો: ૨૪૯૮
તારા સ્વભાવથી દૂર છે. ચેતનામાં આત્માની જ સમીપતા છે ને રાગાદિભાવો દૂર છે.
માટે અંતરંગ દ્રષ્ટિમાં આત્માને જ સમીપ બનાવીને, તેમાં પરિણામને તન્મય કરીને
આનંદનો અનુભવ કર.
શ્રીગુરુઓનો આ ઉત્તમ ઉપદેશ છે કે તારા પરિણામમાં તારા ચૈતન્યસ્વભાવી
આત્માને જ તું મુખ્ય રાખ; તેને જ સમીપ રાખ, ને તેના સિવાય બીજા બધા
પરભાવોને દૂર રાખ, જુદા રાખ. આમ કરવાથી પોતામાં શુદ્ધાત્મતત્ત્વની આનંદમય
અનુભૂતિ થઈ તે જ પરમ ગુરુઓનો પ્રસાદ છે. અહા, પરમ ગુરુઓએ પ્રસન્ન થઈને
અમને આવો શુદ્ધાત્માનો પ્રસાદ આપ્યો......તેમના અનુગ્રહ વડે અમને જે
શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ મળ્‌યો, તેનાથી અમને સ્વસંવેદનરૂપ આત્મવૈભવ પ્રગટ્યો.
ધર્માત્મા જ્ઞાનચેતનાવંત થયા છે. તેની ચેતનાની એક્કેય પર્યાયમાં આત્મા દૂર
નથી; તેણે ચેતનાનો દોર આત્મા સાથે જોડ્યો છે. ને રાગ સાથે ચેતનાનો સંબંધ તોડયો
છે. આવી ચેતનારૂપે જ જ્ઞાનીધર્માત્માની ખરી ઓળખાણ થાય છે.
અરે! જ્યાં પોતાનો શુદ્ધઆત્મા સમીપ નથી, શુદ્ધ આત્મા જેની દ્રષ્ટિમાં–
જ્ઞાનમાં–અનુભૂતિમાં આવ્યો નથી, તે જીવ નિજાત્માને દૂર રાખીને, આત્માને ભૂલીને
ધર્મ ક્્યાંથી લાવશે? સુખ ક્્યાંથી લાવશે? ધર્મી તો જાણે છે કે મારી શ્રદ્ધામાં મારા
જ્ઞાનમાં મારા સુખમાં મારી બધી પર્યાયોમાં મારો ચિદાનંદી આત્મા જ મને સમીપ વર્તે
છે, તેનું જ મને આલંબન છે. આવા આત્મા સિવાય બીજે ક્્યાંય અમારી પરિણતિ
ઠરતી નથી. વાહ રે વાહ! ધર્મોની દશા તો જુઓ! અમારો આત્મા સદાય સર્વત્ર
અમારા અંતરમાં અમારી સાથે જ છે, જગતના સાથનું અમારે શું કામ છે? શુભ
રાગનોય અમને ધર્મમાં સાથ નથી, અમારા ચૈતન્યનો જ અમને સાથ છે, તેને અમે કદી
છોડતા નથી. સીતાજીને ભલે વનવાસ મળ્‌યો, રામનો વિયોગ થયો, પણ તે વખતેય
અંતરમાં એમનો ‘આતમરામ’ એમની સાથે જ હતો. અયોધ્યા ભલે દૂર રહી, રોતી પ્રજા
દૂર રહી, રાજપાટ બધું દૂર રહ્યું ને રાજા રામ પણ ભલે દૂર રહ્યા, પણ ભગવાન
‘આતમરામ’ અંદરથી જરાય દૂર નથી થયા, આત્મા તો સમીપ ને સમીપ જ છે. ગમે
ત્યાં હો –ધર્મી જાણે છે કે મારા અંતરમાં જે સમ્યગ્દર્શનાદિ વર્તે છે તેમાં મહા પૂજય
પંચમ ભાવરૂપ ચૈતન્યભગવાન મારે હાજરાહજૂર વર્તે છે, એની જ ભાવનામાં મારી
પરિણતિ તન્મય વર્તે છે. તે પરિણતિમાં સમસ્ત ચૈતન્યનિધાન ખુલી ગયા છે. રાગથી
જુદી થઈને અંતરમાં વળેલી મારી પરિણતિમાં મારા

PDF/HTML Page 20 of 53
single page version

background image
: આસો: ૨૪૯૮ આત્મધર્મ : ૧૭ :
ચૈતન્યનિધાન ગુપ્ત રહી શકે નહીં.
અહા, પરિપૂર્ણ સુખનો નિધાન મારો આત્મા, તેની ભાવનારૂપે હું પરિણમ્યો છું,
તેથી ભવના કારણરૂપ બધા ભાવોથી હું નિવૃત્ત છું. ભવિષ્યમાં જેનાથી ભવ કરવો પડે
એવા કોઈ પણ અશુભ કે શુભરૂપ સંસારભાવો–તેનાથી નિવૃત્ત મારો આત્મા છે. મારા
સ્વભાવમાં ભવ નથી, ને તે સ્વભાવની ભાવનારૂપ પરિણમેલી મારી પર્યાયમાં પણ
ભવનો કોઈ ભાવ નથી. આવો હું છું એમ ધર્મી અનુભવે છે.
સુંદર નૌકામાં બેઠો છું. મારું આ પરમતત્ત્વ પોતે જ સંસારના મહા સમુદ્રને તરવાની
નૌકા છે, તેથી મારા તત્ત્વની ભાવનાથી હું સ્વયં ભવસમુદ્રને તરી જઈશ, ભવને તરવા
માટે મારે બીજા કોઈના અવલંબનની જરૂર નથી. અહા, મારું આવું પરમ અચિંત્ય
તત્ત્વ! તેના સ્વીકાર વડે મેં મોહને જીતી લીધો છે; હવે મારે ભવસમુદ્રમાં ડુબવાનું હોય
નહીં. સહજ પરમ આનંદના સમુદ્રમાં પરિણતિ લીન થઈ ત્યાં હવે ભવ કેવા? ચૈતન્યનો
શાશ્વત મહા આનંદ....તેની શી વાત! એ અપૂર્વ આનંદ જગતમાં પ્રસિદ્ધ છે...સિદ્ધ
ભગવંતોમાં ભરેલો એ અતીન્દ્રિય મહા આનંદ અમારા આત્મામાં પણ પ્રગટ્યો છે;
અહા! આવા મહા અપુર્વ આનંદનો સ્વાદ ચાખ્યા પછી કામના કલેશને કોણ ઈચ્છે?
જેઓ કામવાસનાના કલેશથી વિષયોમાં સુખ માને છે તેઓ તો જડબુદ્ધિ છે.
અહા, ચૈતન્યનું વિષયાતીત સુખ!...એ સુખામૃતનો સ્વાદ લીધા પછી વિષયોના
ઝેરને કોણ વાંછે? એમાં સુખ કોણ માને?–
જ્ઞાનકલા જિસકે ઘટ જાગી, તે જગમાંહી સહજ વૈરાગી;
જ્ઞાની મગન વિષયસુખ માંહી, યહ વિપરીત, સંભવે નાંહી.
અહો, જેના અંતરમાં ભેદજ્ઞાનની વીતરાગકળા પ્રગટી, જગતથી સહજ વૈરાગી
થઈને અંતર્મુખ ચૈતન્યસુખ જેણે ચાખ્યું એવા જ્ઞાની–ધર્માત્મા–જગતથી ઉદાસીન પરમ
વૈરાગ્યવંત જીવો કદી વિષયોમાં સુખ માનીને તેમાં મગ્ન થાય–એવી વિપરીતતા બની
શકતી નથી. વિષયાતીત ચૈતન્યસુખનો અનુવભ કરે અને વિષયોમાં પણ સુખ માને–એ
તો અત્યંત વિપરીતતા છે, તે કદી સંભવી શકે નહિ. જ્ઞાની તો કહે છે કે અરે, ચૈતન્યના
સુખની પરમ અતીન્દ્રિય શાંતિ અનુભવ્યા પછી, બાહ્ય વિષયો અમને કલેશરૂપ લાગે છે,
તેમાં ક્્યાંય અમારી પરિણતિ ઠરતી નથી. પરિણતિને ઠરવાનું સ્થાન