Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૪૯
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
૩૪૯
અનંત ચૈતન્યદીવડા પ્રગટાવો
આનંદમય દીવાળી સવાયા આત્મલાભ
ત્મામાં ચૈતન્ય –દીવડા પ્રગટે અને ભગવાન
મહાવીર જે માર્ગે નિર્વાણ પામ્યા તે માર્ગરૂપે આ આત્મા
પણ પરિણમે – એ સાચો નિર્વાણમહોત્સવ છે, એ સાચી
દીવાળી છે. ગુરુદેવના પ્રતાપે એ માર્ગ આપણને મળ્‌યો
છે. મહાવીર પરમાત્મા જેવું આપણું પરમાત્મતત્ત્વ
આપણી ચેતનાપરિણતિમાં બિરાજી રહ્યું છે અને તે
ચેતના અનંતા આનંદ – દીવડાથી ઝગઝગાયમાન છે.
અહો, આનંદમય સમ્યક્ત્વપ્રકાશથી શોભતું
ચૈતન્યપ્રભાત એ જ સાચું સુખમય સુપ્રભાત છે. એવા
સુપ્રભાતી – સંતોને નમસ્કાર કરીએ છીએ, તેમના મંગલ
– આશીષ લઈને ‘સવાયા આત્મલાભ’ ની ભાવના
ભાવીએ છીએ.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૯ કારતક (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૩૦ : અંક

PDF/HTML Page 3 of 37
single page version

background image

णमो अरिहंताणं ।
णमो सिद्धाणं ।
णमो आइरियाणं ।
णमो उवज्झायाणं ।
णमो लोए सव्वसाहूणं।
અહો, પંચપરમેષ્ઠી ભગવંતો!
આપને નમસ્કાર કરતાં અપાર આનંદ થાય છે.... આપના
પરિવારમાં આવે તે, આપને સાચા જ નમસ્કાર કરી શકે. આપને
નમસ્કાર કરીને પ્રભો! અમે આપના પરિવારમાં આવ્યા....
આપના માર્ગમાં આવ્યા.... સંસારની સંગતિમાંથી છૂટા પડીને અમે
આપની પવિત્ર પંક્તિમાં આવ્યા.
ધન્ય આપનો માર્ગ! જે આપના માર્ગમાં આવ્યો તે
સંસારના બીજા કોઈ માર્ગ પ્રત્યે કદી લલચાય નહીં; જે આપને
નમ્યો તે જૈનમાર્ગ સિવાય બીજે ક્્યાંય નમે નહીં. અહા, ધન્ય
અમારું જીવન કે અમને પંચપરમેષ્ઠીનો પરિવાર મળ્‌યો. પ્રભો!
આપની મંગલછાયામાં અમારા ‘આત્મ–ધર્મ’ વિકસે, અમારા
રત્નત્રય ખીલે... ને વૃદ્ધિગત થઈને કેવળજ્ઞાન સુધી પહોંચે.... એ
જ મંગલ પ્રાર્થના છે.

PDF/HTML Page 4 of 37
single page version

background image
વાર્ષિક વીર સંવત
લવાજમ ૨૪૯૯
ચાર રૂપિયા કારતક
વર્ષ : ૩૦ NOVE.
અંક : ૧ 1972
પ્રભો! આપ મોક્ષ પધાર્યા... સિદ્ધાલયવાસી
થયા...... ક્ષેત્રે ભલે દૂર થયા પણ અમારા જ્ઞાનથી આપ દૂર
નથી, પૂર્ણ આનંદ અને જ્ઞાનસ્વરૂપે આપ અમારા જ્ઞાનમાં
વર્તી જ રહ્યા છો.. અને અમારું આ જ્ઞાન આપના ઉપર મીટ
માંડીને, આપના પગલે – પગલે, આપના આનંદમાર્ગે આવી
જ રહ્યું છે..... ક્ષણે ક્ષણે વિરહ તૂટતો જાય છે, અંતર ઓછું
થતું જાય છે.
આપ અત્યારે ભરતક્ષેત્રમાં ભલે ન હો, પણ આપનાં
પગલાં તો અહીં શોભી જ રહ્યા છે, આપનો માર્ગ તો ચાલી
જ રહ્યો છે.... અહા! કેવો સુંદર છે આપનો માર્ગ! કેવા સુંદર
છે આપના માર્ગે ચાલનારા જીવો! પ્રભો! આપના આ માર્ગે
ચાલતાં અમને આનંદ થાય છે. અને એમ થાય છે કે વાહ
દેવ! આપ તો સાધકના હૃદયમાં સદા બિરાજમાન છો......
આપ ખરેખર સાધકના ભગવાન છો..... અમારા ભગવાન
છો...... નમસ્કાર છે આપને.... અને આપના માર્ગને....
અમેય આનંદથી એ માર્ગે આવી રહ્યા છીએ.

PDF/HTML Page 5 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
(પરમ સ્વભાવની ભાવના વડે આત્મામાં ચૈતન્યદીવડા પ્રગટ કરો)
આસો વદ અમાસ
આજે વીર – નિર્વાણનું ૨૪૯૯ મું વર્ષ બેઠું. વીરપ્રભુજી આજે
અભૂતપૂર્વ સિદ્ધપદ પામ્યા; ગૌતમગણધર આજે જ અપૂર્વ કેવળજ્ઞાન પ્રગટ
કરીને અરિહંત થયા; સુધર્મસ્વામી આજે જ શ્રુતકેવળી થયા..... એ રીતે આજે
મોક્ષદીવડા પ્રગટ્યા..... કેવળજ્ઞાનદીવડા પ્રગટ્યા ને શ્રુતજ્ઞાનના દીવડા
પ્રગટ્યા. આવા મંગલ–ચૈતન્યદીવડાની હારમાળા પ્રગટવાનો દિવસ એટલે
દીપમાલિકા પર્વ. અહા, આજે અઢીહજાર વર્ષે એ ચૈતન્યદીવડાને યાદ કરતાં
પણ મુમુક્ષુને કેવો આનંદ થાય છે! એની કેવી ભાવના જાગે છે! તો એ
આનંદમય ચૈતન્યદીવડા જેને અસંખ્યપ્રદેશે ઝગઝગી ઊઠ્યા તેના આનંદની શી
વાત!!
ધન્ય છે આપણા આ મહાવીરશાસનને – કે જેમાં આપણને આજેય
એવા દિવ્ય ચૈતન્યદીવડાથી ઝગઝગતા આત્માઓ નજરે જોવા મળે છે.
વીરપ્રભુના માર્ગમાં અંધારું નથી, આજેય એ ઉજ્વળ માર્ગ જ્ઞાનના પ્રકાશથી
ઝળકી રહ્યો છે.... ને હજારો વર્ષો સુધી પ્રકાશમાન જ રહેવાનો છે.
‘માર્ગ’ તો હતો જ... અનાદિથી ચાલી જ રહ્યો છે ને અનંતકાળ ચાલુ
જ રહેવાનો છે. આજે ગુરુદેવે આપણને એ માર્ગ દેખાડ્યો..... ઉન્માર્ગેથી પાછા
વાળીને આપણને વીરમાર્ગે ચડાવ્યા... એ માર્ગે જતાં આનંદ થાય છે.
આજે મંગલદીપાવલીની સવારમાં જ, મીઠા જળથી પૂરા ભરેલા
શ્રીફળના બહાને ગુરુદેવે પૂર્ણઆનંદથી ભરેલા આત્માને યાદ કરીને તેનો પરમ
મહિમા પ્રસિદ્ધ કર્યો. અહા, પૂર્ણ આનંદથી ભરેલા આત્મામાં પરભાવનો કોઈ
ખખડાટ ક્્યાં છે? આવા પૂર્ણાનંદથી ભરેલો આત્મા તે પોતે મંગળ છે, તેનું
સ્મરણ અને ભાવના કરવા તે મંગળ છે.

PDF/HTML Page 6 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
રંગબેરંગી દીવડાથી ઝગમગતા જિનમંદિરમાં ભક્તિભરેલા
વાતાવરણમાં નિર્વાકલ્યાણકસંબંધી મહાપૂજન થયું. ભગવાનની
મોક્ષદશા એટલે આનંદ– પ્રમોદ દશા. ‘મોદ’ એટલે આનંદ; રત્નત્રયના
ફળમાં ભગવાન મહાન આનંદ– પ્રમોદ પામ્યા, તેના સ્મૃતિચિહ્મરૂપે
ત્રણ – મોદક (નિર્વાણ લાડુ) જિનમંદિરમાં સ્થાપન કર્યાં, ને મોક્ષ
પ્રત્યેનો પ્રમોદ મુમુક્ષુઓએ વ્યક્ત કર્યો; અહો વીરનાથ! અમને મોક્ષનો
માર્ગ બતાવીને આપ તો મોક્ષપુરીમાં સિધાવ્યા. આપનો તે માર્ગ,
આપનું તે શાસન આજેય જીવંત વર્તે છે – જયવંત વર્તે છે. ચોથાકાળે
આપે બતાવેલા માર્ગે અમે પંચમકાળના જીવો પણ આવી રહ્યા છીએ.
પ્રવચનમાં નિયમસારની ૧૧૯મી ગાથા દ્વારા, મોક્ષના
કારણરૂપ ભાવના બતાવતાં ગુરુદેવે કહ્યું કે આ આત્મા પૂર્ણ
આનંદસ્વભાવથી ભરેલો, પરમ પારિણામિકભાવ, તેની ભાવના તે
મોક્ષનું કારણ છે. આ પરમસ્વભાવની ભાવનામાં નિશ્ચય વ્રત –
સમિતિ – પ્રાયશ્ચિત વગેરે બધા ધર્મો સમાઈ જાય છે. અહો, આવો
સ્વભાવ બધા જીવોમાં છે. તેની સન્મુખ થઈને ભાવના કરનાર જીવ
અત્યંત આસન્નભવ્ય છે. આવા સ્વભાવની ભાવના વડે ભગવાન મોક્ષ
પામ્યા. હે જીવ! તું પણ આવા સ્વભાવની ભાવના કર, તો તારી
પર્યાય અંતરમાં વળે ને તારામાં ચૈતન્યદીવડારૂપ દિવાળી પ્રગટે.
આત્મસ્વભાવની ભાવનામાં જે અતીન્દ્રિય આનંદનાં અમૃત ભર્યા છે
તે જ દિવાળીનાં અપૂર્વ પકવાન્ન છે. આ દીવાળીના ઊચા પકવાન્ન
પીરસાય છે.
અહો, જેને મુક્તિ એકદમ નજીકમાં થવાની છે, એવા અતિ
આસન્ન ભવ્ય જીવો પોતાના પરમાનંદમય સહજ સ્વભાવને ભાવે છે.
ચૈતન્યની ભાવનાના આનંદ પાસે જગતના રાજા – મહારાજાના
વૈભવની શી ગણતરી છે! અરે, એકવાર તો આશ્ચર્ય કરીને આત્માને
જોવા આવ, – કે કેવો છે આત્મા? જેનાં આટલા વખાણ ને મહિમા
જ્ઞાનીઓ કરે છે તે આત્મા અંદર કેવો છે! તેને જોવાનું કુતૂહલ તો કર.
એને દેખતાં તું ન્યાલ થઈ જઈશ.
આજે દીવાળીની ખુશાલીમાં, ગ્રંથાધિરાજ શ્રી સમયસારની
નવી આવૃત્તિ ફરી છપાવવાનું ગુરુદેવના આશીર્વાદપૂર્વક નક્કી થયું, ને
તેની સહાય માટે રૂા. ૧૧૦૦૩ (અગિયાર હજારને ત્રણ) મુમુક્ષુઓ
તરફથી જાહેર કરવામાં આવ્યા હતા.

PDF/HTML Page 7 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
જ્ઞાનીનું જ્ઞાન રાગનું કર્તા થાય – તે વાત અશક્ય છે
બપોરે સમયસારની ૯૩ મી ગાથાના પ્રવચનમાં, જ્ઞાનમાં કર્મનું
અકર્તા પણું છે – તે વાત સમજાવી. અહો, જીવનો ચેતનસ્વભાવ, તેને
અનુભવનાર જ્ઞાનીનું જ્ઞાન રાગરૂપે થતું નથી એટલે તે રાગને કરતું
નથી. તેનું જ્ઞાન તો જ્ઞાનપણે જ રહે છે. જ્ઞાનરૂપે પરિણમ્યો તે રાગને
કેમ કરે? જ્ઞાનભાવનું રાગરૂપે થવું અશક્્ય છે. જ્યારે સ્વ–પરની
ભિન્નતા જાણે, જ્ઞાન અને રાગની ભિન્નતા જાણે, ત્યારે આવી જ્ઞાનદશા
પ્રગટે, ને તે જીવને ધર્મી કહેવાય. તે ધર્મીજીવ જ્ઞાનનો જ કર્તા છે, ને
જ્ઞાનથી અન્ય રાગાદિ કોઈ ભાવને તે આત્મારૂપે કરતો નથી, તેને
આત્માથી જુદા જ જાણે છે.
– આવું જ્ઞાન તે કર્મની ઉત્પત્તિનું કારણ નથી, એટલે તે મોક્ષનુ
કારણ છે. આવા જ્ઞાનની ક્રિયાવડે ભગવાને મોક્ષને સાધ્યો. તું પણ
મોક્ષને માટે આવા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખ.
“રાગ તો દશમા ગુણસ્થાન સુધી હોય છે ને! ’ – ભલે હોય,
પણ તે રાગ રાગપણે છે, તે કાંઈ જ્ઞાનપણે નથી. રાગ અને જ્ઞાનની
ભિન્નતાનું જ્ઞાન તો ચોથાગુણસ્થાનથી જ થઈ જાય છે. રાગ હોય તેથી
તે રાગ કરતાં કરતાં જ્ઞાન થશે – એમ કોણે કહ્યું? જ્ઞાનસ્વરૂપ
આત્માવડે રાગરૂપ કે જડરૂપ પરિણમવું અશક્્ય છે, એટલે જેણે
જ્ઞાનસ્વરૂપ આત્માને જાણ્યો તેના વડે જડરૂપ કે રાગરૂપ થવું અશક્્ય
છે; રાગનું કર્તાપણું તે તો અજ્ઞાનનું કામ છે, જ્ઞાનમાં તો તે અશક્્ય
છે. – જુઓ, આવું અલૌકિક જ્ઞાન પ્રગટ કરવું તે સાચી દીવાળી છે.
રાગમાં એવી તાકાત નથી કે તે જ્ઞાનમાં ઘૂસીને જ્ઞાનરૂપ થાય.
અને જ્ઞાનનું એવું સ્વરૂપ છે કે તે કદી રાગરૂપ થાય તે વાત અશક્્ય
છે. જ્ઞાન અને રાગના આવા વિશેષને (એટલે કે અત્યંત ભિન્નતાને)
જ્ઞાની જ જાણે છે.
ખરો આત્મા જ તેને કહેવાય કે જે જ્ઞાનભાવરૂપ પરિણમે;
જ્ઞાનભાવમાં રાગ ન સમાય.
રાગના કર્તાપણે થનારો ભાવ તે તો અજ્ઞાનભાવ છે, તેને
ખરેખર આત્મા કહેતા નથી.

PDF/HTML Page 8 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
જ્ઞાની તો જ્ઞાનસ્વરૂપ થયો, તે જ્ઞાનાત્મા જરાય અજ્ઞાનસ્વરૂપ
પરિણમતો નથી એટલે રાગરૂપે તે જરાય થતો નથી. સર્વભાવોમાં
જ્ઞાનત્વ જ પ્રકાશે છે. આવા જ્ઞાનમાં રાગ કે કર્મબંધન છે જ નહીં.
અહા, આત્માના ચૈતન્યભાવની શી વાત? એ ચૈતન્યની
ઝલકનાં તેજ બહારની દ્રષ્ટિથી પરખાય નહીં. જેમ હીરા–મોતીનાં પાણી
પટેલીયાની પછેડીથી ન પરખાય, તેમ ચૈતન્યહીરાની અચિંત્ય ચમક,
તે રાગવડે ન પરખાય; રાગ તો પર તરફનો ભાવ છે તેના વડે
સ્વભાવ કેમ પરખાય? રાગથી જુદા પડેલા ને સ્વ તરફ વળેલા ભાવ
વડે જ આત્મસ્વભાવ પરખાય છે. અનંતગુણનાં પાસાથી ચૈતન્યહીરો
ચળકી રહ્યો છે. – એમાં જેની પર્યાય વળી તેને આત્મામાં સદાય
દીવાળી જ છે.
બેસતાવર્ષે મંગલરૂપે જ્ઞાનને પ્રસિદ્ધ કરતાં ગુરુદેવે કહ્યું કે
જગતમાં જે જે જ્ઞેયો જણાય છે તેઓ જ્ઞાનને જ પ્રસિદ્ધ કરી રહ્યા છે.
કેમકે જ્ઞાનમાં જ તે બધા જણાય છે. જ્ઞાનના અસ્તિત્વ વગર કંઈ પણ
જણાય નહિ. જ્ઞેયો કાંઈ જ્ઞાનસ્વરૂપ નથી, પણ જ્ઞેયો જણાવાપણું
જ્ઞાનના જ અસ્તિત્વમાં છે. આમ જ્ઞાનપણે પોતાની અનુભૂતિ કરતાં
આત્મા અનુભવાય છે. જ્ઞાનની અનુભૂતિ આબાલગોપાલ સૌને થાય
છે, પણ તેમાં ‘આ જ્ઞાનની અનુભૂતિ છે તે હું છું’ એમ જ્ઞાનની પ્રતીત
કરતો નથી. જે જે પદાર્થો જણાય છે તેનું જ્ઞાન તે હું છું– એમ જ્ઞાનપણે
પોતે પોતાને જાણવો – અનુભવવો તે અપૂર્વ સુપ્રભાત મંગલ છે.
ભાઈ, જ્ઞાનનું અસ્તિત્વ છે તે તું જ છો. તારા જ્ઞાનરૂપ
અસ્તિત્વ વગર જ્ઞેયો જણાય શેમાં? જ્ઞેયો તો તારામાં નાસ્તિરૂપ છે,
તારું અસ્તિત્વ તો જ્ઞાનરૂપ છે. – આવા જ્ઞાનસ્વરૂપ આત્માની
અનુભૂતિવડે આત્મામાં આનંદમય નવું વર્ષ બેસાડ.
નિયમસાર ગાથા. ૧૧૯ ના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે અહો,
આત્મા પરમસ્વભાવથી પરિપૂર્ણ છે, તેની સન્મુખ પરિણતિરૂપ જે
ભાવના છે તેમાં સામાયિક – પ્રતિક્રમણ – ક્ષમા – તપ વગેરે બધા
ધર્મો સમાઈ જાય છે; એટલે પરમ સ્વભાવની અભેદ ભાવનામાં બધા
ધર્મો સમાઈ જાય છે, માટે આત્માના તે પરમસ્વભાવને અવલંબનારા
ભાવરૂપ ધ્યાન તે સર્વસ્વ છે. આખું જૈનશાસન તેમાં સમાઈ જાય છે.

PDF/HTML Page 9 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
અહો, આત્માના પરમસ્વભાવના મહિમાની શી વાત! તેની
ભાવના એ જ બેસતા વર્ષની શ્રેષ્ઠ બોણી છે. દેવ–ગુરુ – શાસ્ત્રોએ પણ
આ પરમ સ્વભાવનો મહિમા ગાયો છે, તેથી આ પરમસ્વભાવી
આત્માને દ્રષ્ટિમાં લઈને તેની ભાવના કરતાં તેમાં દેવ – ગુરુ શાસ્ત્રની
આજ્ઞા પણ આવી ગઈ.
આવા ચૈતન્યસ્વભાવની જેણે ભાવના કરી તેણે
પોતાના આત્મામાં મોક્ષનો મંગળકુંભ મુક્્યો.
આત્મા ત્રિકાળ આનંદમૂર્તિ પરમ કળાસહિત છે; આવા
આત્માની ભાવના તે પણ પરમ કળા છે, તે આનંદસહિત છે. આત્મા
એકલા ચૈતન્ય પ્રકાશનો પુંજ, તેની ભાવનાવડે પર્યાયમાંથી અનાદિના
અજ્ઞાન અંધકારનો નાશ થયો ને આનંદમય અનંતકળા સહિત
સુપ્રભાત ઊગ્યું. આવા આત્માને ધ્યાવતાં – અલ્પકાળે સંસારનો અંત
આવીને મુક્તિ થાય છે.
(બેસતા વર્ષે વીતરાગવિજ્ઞાન પુસ્તકનો ત્રીજો ભાગ પૂ.
ગુરુદેવના મંગલહસ્તે પ્રકાશિત થયો હતો. બેંગલોરથી નવા વર્ષના
ખુશખબર તરીકે શ્રી મનહરભાઈ લખે છે કે બેંગલોરમાં સમવસરણ –
જિનમંદિર બનાવવા માટે જગ્યા લીધી છે ને કબજો મલી ગયો છે.
જેને ચૈતન્યને સાધવાનો ઉત્સાહ છે તેને ચૈતન્યના
સાધક ધર્માત્માને દેખતાં પણ ઉત્સાહ અને ઉમળકો આવે
છે: અહા! આ ધર્માત્મા ચૈતન્યને કેવા સાધી રહ્યા છે!
એમ તેને પ્રમોદ આવે છે, અને હું પણ આ રીતે ચૈતન્યને
સાધું – એમ તેને આરાધનાને ઉત્સાહ જાગે છે.

PDF/HTML Page 10 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
ત્ત્ત્
પ્રસિદ્ધ છે.
(આસો વદ ચોથના પ્રવચનમાંથી)
સ્વાનુભવ – પ્રસિદ્ધ સ્વતત્ત્વમાં નમેલા ધર્માત્મા સંસારના
પ્રપંચથી પરાંગ્મુખ છે ને આનંદમય મોક્ષની સન્મુખ છે.
સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે મારા અંતરમાં મારું સહજ તત્ત્વ આનંદસહિત જયવંત
વર્તે છે. મારું આ સહજ તત્ત્વ મને સદાય સુલભ છે. મારું શાંત – નીરાકૂળ
ચૈતન્યપ્રકાશી તત્ત્વ મારી અનુભૂતિમાં આવી ગયું છે તેથી તે વિદ્યમાન છે, જયવંત છે.
જુઓ, આ સમ્યગ્દ્રષ્ટિની અનુભૂતિ! અનુભૂતિમાં અનંતગુણો નિર્મળપણે
પોતાને દુર્લભ કે અપ્રસિદ્ધ કેમ હોય? જાણ્યું ન હતું તેથી દુર્લભ અને અજાણ્યું લાગતું
હતું, પણ અંતર્મુખ થઈને હવે જાણ્યું કે હું તો આ પરમતત્ત્વ છું, – ત્યાં તે પોતાને
સુલભ અને પ્રસિદ્ધ થયું. શાસ્ત્રો જેનો અગાધ મહિમા વર્ણવે છે તે હું જ છું – એમ
જાણતાં પોતાનું તત્ત્વ પોતાને સુલભ થઈ ગયું – પર્યાયમાં પ્રસિદ્ધ થઈ ગયું. ‘અહો,
મારું આવું સરસ અચિંત્ય તત્ત્વ! ’ એમ ધર્મી સદાય નિજભાવના ભાવે છે....
અચિંત્ય મહિમા લાવીને ફરી ફરી તેમાં ઉપયોગ જોડે છે.
મારું સહજ તત્ત્વ, વાણી અને મનના માર્ગથી અત્યંત દૂર છે; તેના સ્વીકારમાં
મનનું કે વાણીનું અવલંબન જરાય નથી. અહા, આવું અનુભૂતિગમ્ય મારું તત્ત્વ.... કે
જે સ્વાનુભૂતિવડે મારામાં પ્રસિદ્ધ થયું છે, તે તત્ત્વને મનના વિકલ્પો સાથે પણ મેળ
નથી, ત્યાં બહારમાં બીજાની શી વાત? બહારના જગત સાથે મારા અંર્તતત્ત્વને કાંઈ
સંબંધ નથી. અનંત આનંદ અને શાંતિનું ધામ – એવું જે સ્વઘર, તેમાં જ મારા સહજ
તત્ત્વનો વાસ છે.
અહા, આવું તત્ત્વ નિરંતર જયવંતપણે પોતામાં દેખ્યું ત્યાં ધર્મીને જગતની
સાથે શું પ્રયોજન રહ્યું? અહા, મારા ભગવાનના મને ભેટા થયા. – એમ સમ્યગ્દ્રષ્ટિને
પોતાનું નિર્મળ પરમતત્ત્વ સદાય પોતામાં હાજર વર્તે છે, શ્રદ્ધામાં – જ્ઞાનમાં સદાય
પ્રસિદ્ધ વર્તે છે. સ્વાનુભવ–પ્રસિદ્ધ આવા સ્વતત્ત્વમાં નમેલા ધર્માત્મા જગતના બાહ્ય
પ્રપંચોથી પરાંગ્મુખ છે..... ને આનંદમય મોક્ષની સન્મુખ છે.

PDF/HTML Page 11 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
પ. ટડરમલ્લજી લખ છ ક ‘અધ્યત્મરસન રસક
જીવો બહુ જ થોડા છે; ધન્ય છે તેમને જેઓ સ્વાનુભવની
વાર્તા પણ કરે છે. ’ અહા! સ્વાનુભવની ર્ચા કરે તેને
પણ ધન્ય કહ્યા, તો જેઓ સ્વાનુભૂતિરૂપે સાક્ષાત્
પરિણમ્યા છે એવા સંતના મહિમાની શી વાત! એવા
અનુભવી જીવોનો સાક્ષાત્ સત્સંગ મળ્‌યો એ કેવા ધન્ય
ભગ્ય!
અહા, અધ્યાત્મરસની આવી વાત! આત્માના પરમ
પ્રેમથી એની વિચારધારા, એનો નિર્ણય, ને એનો
અનુભવ, એ જ કરવા જેવું છે, એકાંતમાં, એટલે મનમાંથી
બીજી બધી ચિંતાનો કલેશ છોડીને, પ્રસન્નચિત્તે એને માટે
અભ્યાસ કરવો જોઈએ. આ મનુષ્ય ભવમાં ખરૂં કરવા
જેવું આ જ છે, ને અત્યારે ખરો અવસર છે.
‘अब अवसर आ चुका है’’

PDF/HTML Page 12 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૯
િદ્વ ર્ ન્ત્ત્
નિજભાવનાનું જે ઊંડુંઊંડું ઘોલન કર્યું છે તેનો આ સુંદર નમૂનો
. , ત્ત્ િ
. િ ર્ સ્ત્ર .
(નિયમસાર કળશ ૧૪૩ થી ૧પ૧ ના પ્રવચનમાંથી)
આત્માનો પરમ ચૈતન્યભાવ બતાવીને આચાર્ય દેવ કહે છે કે અહો! અમારા
સ્ ર્, ર્ સ્ત્ર
છે. અહો, આવા પરમ સ્વભાવની ભાવના કરવા જેવી છે. રાગાદિ પરભાવોની ભાવના
તો જીવે અનંતકાળથી ભાવી છે, પણ રાગથી પાર એકલા જ્ઞાયકરસથી ભરેલા પોતાના
પરમ સ્વભાવની ભાવના જીવે કદી પૂર્વે ભાવી ન હતી. તેની ભાવનામાં અપૂર્વ
અતીન્દ્રિય આનંદ છે. અહીં ‘ભાવના’ તે વિકલ્પરૂપ નથી પણ અંદર નિર્મળ પરિણતિની
એકાગ્રતારૂપ આ ભાવના છે; આ ભાવના તે ભવના નાશનું કારણ છે.
કર્મના સંબંધવાળા જેટલા અશુદ્ધભાવો છે તેનાથી ભિન્ન પોતાના પરમ શુદ્ધ
ભાવને જાણીને તેની ભિન્નતાનો જે સદા અનુભવ કરે છે તે ધર્મીજીવને સદાય
પરભાવના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાન – અધિકારમાં છેલ્લે નવ
દ્વ ત્ત્ . િ ન્ત્ત્
ફરીફરીને મલાવ્યું છે.
ન્ પ્રિદ્ધ . ન્ત્ત્
ભાવનામાં ધર્મીને વ્યક્ત અનુભવાય છે. અહા, આવા મહાન આનંદ પાસે સંસારના
કલેશને તો કોણ ઈચ્છે? ચૈતન્યસુખને ચુકીને જેઓ વિષય – કષાયોમાં સુખ માટે ઝાંવા
નાંખે છે તેઓ તો જડબુદ્ધિ છે.
અહો, જિનેન્દ્રભગવાની વાણી પરભાવોથી ભિન્ન, અનંતગુણનું ધામ એવું
ન્ત્ત્ . ર્ િિ
થતાં જે અદ્ભુત શાંતિ અનુભવાય છે તે શાંતિ પાસે રાગ – પુણ્ય કે પુણ્યનાં ફળ એ કાંઈ
જીવને જરાય ઈષ્ટ લાગતું નથી. પોતાનો શાંતસ્વભાવ જ તેને ઈષ્ટ લાગે છે, તેને જ તે
ભાવે છે.

PDF/HTML Page 13 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૦
ધર્મીને પર્યાયે – પર્યાયે આનંદ. આનંદ વર્તે છે.
અહા, સુખના ધામ ચૈતન્યતત્ત્વમાં જ્ઞાનને જોડતાં તેના ફળમાં સાદિઅનંત
કાળનું અનંતસુખ પ્રગટે છે. માટે હે ભવ્યશાર્દૂલ! હૈ ચૈતન્યવીર! તારી મતિમાં આવા
ચૈતન્યતત્ત્વને તું શીઘ્ર ધારણ કર. તેના ફળમાં જે મહાન શાશ્વત આનંદ–આનંદ પ્રગટે છે
તે મોક્ષનો મહા આનંદ જગતમાં પ્રસિદ્ધ છે. ચૈતન્યમાં જેણે ચિત્ત જોડ્યું છે તે ધર્મીને તો
પર્યાયે – પર્યાયે સર્વત્ર આનંદ.... આનંદ....આનંદ છે, ને અસંખ્યસમયમાં તે મોક્ષના
અનંત મહા આનંદને પામે છે; ત્યારે ચૈતન્યથી વિમુખ એવા અજ્ઞાની બહિરાત્માને
પર્યાયે – પર્યાયે દુઃખ – દુઃખ છે, ને તે ઘોર સંસારમાં ભમે છે. – આમ જાણીને મોક્ષના
મહાન આનંદને કોણ ન ઈચ્છે? અને ભવના કલેશને કોણ ચાહે?
ચૈતન્યનો મહા આનંદ જ્ઞાનીઓને પોતામાં સહજ સુલભ છે, ને અજ્ઞાનીઓને તે
પરમ દુર્લભ છે.
જ્ઞાનીના શ્રદ્ધામાં – જ્ઞાનમાં– આનંદમાં સર્વત્ર પરમ તત્ત્વ અત્યંત નીકટ વર્તે છે,
અજ્ઞાનીઓને તે તત્ત્વ પરમ દૂર છે.
જ્ઞાનીને ચૈતન્યના પરમ સુખ પાસે કષાયો દુર્લભ લાગે છે, અજ્ઞાનીને કષાયો
સુલભ છે ને ચૈતન્યસુખ દુર્લભ છે.
અહા, મારો આત્મા અચિંત્ય મહાન આનંદનો સમુદ્ર છે. શાશ્વત આનંદનો સમુદ્ર
હું, તેમાંથી સમયે – સમયે અનંત આનંદનો ધોધ નીકળવા છતાં કદી ખૂટે નહિ – ઘટે
નહિ; – આવા આનંદના ગંભીર સમુદ્રમાં ચિત્તને જોડ્યા પછી, સંસારના કોઈ
પરભાવમાં અમારું ચિત્ત લાગતું નથી. અમારા આનંદમાં અમારું ચિત્ત લાગ્યું છે – તે જ
અમને પ્રિયમાં પ્રિય વહાલી ચીજ છે. અરે, ચૈતન્યસુખનો સ્વાદ જેણે ચાખ્યો નથી એવા
મૂર્ખ જીવો જ જડ વિષયોમાંથી ને રાગમાંથી સુખ લેવાની ઈચ્છા કરે છે. પરમાંથી સુખ
લેવાની ઈચ્છા જ્ઞાનીને કદી થતી નથી, એને તો બીજાની અપેક્ષા વગરના પોતાના
સ્વાધીન ચૈતન્યસુખને અનુભવ્યું છે.... મહાન આનંદનો ઊછળતો સમુદ્ર પોતામાં જ
જોયો છે.
અહા, ચૈતન્યના આનંદના જે વૈભવ પાસે ઈંદ્રલોકના વૈભવને તૂચ્છ સમજીને
ઈન્દ્રો જેનું શ્રવણ કરવા આ મનુષ્યલોકમાં ભગવાનની સભામાં આવે, તે વૈભવની શી
વાત! પ્રભુ! આવા આનંદ – વૈભવવાળો તું છો, તને વિષયોમાં સુખની ભીખ માંગવાનું
શોભતુંનથી. તું પોતે ક્યાં આનંદથી ખાલી છો – કે બીજા પાસે તારા આનંદની
ભીખ માંગવી પડે? તું પોતે તો આનંદનો જ બનેલો છો, આનંદસ્વરૂપ જ તું છો, તારા
આનંદસરોવરમાં ડુબકી મારને!! તને મહા આનંદ તારામાં જ અનુભવાશે.

PDF/HTML Page 14 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૧
ત્ત્ પ્રત્ પ્ર
મુનિરાજ પરમ તત્ત્વ પ્રત્યેના પ્રમોદથી કહે છે કે અહા! અમારી અનુભૂતિમાં
બિરાજમાન આ સહજ આનંદમય પરમ તત્ત્વ, તેને હું પ્રમોદથી – આનંદથી નિરંતર નમું
છું. અમારું આ તત્ત્વ જ પોતે ભવથી તરવાની નૌકા છે; પરમશાંત એવું આ અમારું
તત્ત્વ જ સંસારના કલેશને ઠારી નાંખનારું જળ છે. આવું સહજ તત્ત્વ અમારા અંતરમાં
પર્યાયે – પર્યાયે જયવંત વર્તી રહ્યું છે, સાક્ષાત્ વિદ્યમાનપણે જ્ઞાનમાં વર્તી રહ્યું છે.
અમારી જ્ઞાનપરિણતિમાં રાગ જયવંત નથી રહ્યો, તેનો તો ક્ષય થઈ ગયો છે, ને
જ્ઞાનપરિણતિમાં ચૈતન્યભગવાન પરમ તત્ત્વ જ જયવંતપણે બિરાજી રહ્યું છે. જ્યાં આવું
પરમ તત્ત્વ બિરાજે ત્યાં ભેગો રાગ કેમ રહી શકે? અંતર્મુખ થયેલી અમારી
જ્ઞાનપરિણતિમાં રાગાદિ સમસ્ત પરભાવોનું પ્રત્યાખ્યાન જ છે.
આત્માને અનુભવનાર ધર્માત્મા કહે છે કે અહો! આવું અમારું પરમ તત્ત્વ, તેમાં
અમે અતિશય પ્રમોદથી નમ્યા છીએ; અને તેને અનુભવીને આનંદિત મનપૂર્વક અમે
સર્વે પરભાવોને પ્રમોદથી છોડ્યા છે.
ધર્માત્માની પર્યાયમાં પરમાત્માની પ્રસિદ્ધિ
જેની દ્રષ્ટિમાં – જ્ઞાનમાં પરમચૈતન્યતત્ત્વ સાક્ષાત્ રમી રહ્યું છે, – એવા ધર્મીની
શ્રદ્ધા–જ્ઞાનપરિણતિ કહે છે કે અહા, પ્રમોદથી અમે અમારા પરમ તત્ત્વમાં નમ્યા, અમારે
તો આ પરમ તત્વ જ જયવંત વર્તે છે; ભગવાન પરમાત્મા અમારી પર્યાયમાં પ્રસિદ્ધ
થયા છે તેથી તે જયવંત છે. જે હાજર હોય, વિદ્યમાન હોય તેને જયવંત કહેવાય જેના
સ્વસંવેદનજ્ઞાનમાં પરમાત્મતત્ત્વ અનુભવમાં આવ્યું છે તેને માટે તે ખરેખર જયવંત છે,
પ્રસિદ્ધ છે, પ્રગટ છે. છે તો બધાય જીવોમાં આવું પરમતત્ત્વ, પણ પર્યાયમાં પોતે
અંતર્મુખ થઈને તેને દેખે ત્યારે તેને ખબર પડે કે અહા! હું તો આવા પરમ સ્વભાવે જ
જયવંત છું. છે તેને જાણ્યા વગર ‘જયવંત’ કહેશે કોણ? ધર્મીની પર્યાયે અંતર્મુખ થઈને
પરમ ચૈતન્યપ્રભુને પોતાનો નાથ બનાવ્યો ને તેની સાથે અભેદ થઈ ત્યારે તે એમ
અનુભવે છે કે આ પરમાત્મતત્ત્વપણે હું
જયવંત છું. મારામાંથી મોહ –અંધારા ટળી ગયા, ને જ્ઞાનપ્રકાશ ખીલી ગયો.
આત્મા પોતાના નિજરસથી જ એટલે કે સહજસ્વભાવથી જ જ્ઞાનપ્રકાશરૂપ છે. – ધર્મીને
પર્યાયમાં પણ તેવું પરિણમન થઈ ગયું છે.
અહા, જુઓ તો ખરા આ પરમ તત્ત્વનો મહિમા! ભાઈ, તું પોતે જ આવો છો.
એકવાર અનુભવમાં તો લે. વચનથી કે વિકલ્પોથી તેનો પાર પડે તેમ નથી, પણ

PDF/HTML Page 15 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૨
સ્વાનુભવમાં જ્ઞાનીને પર્યાયે– પર્યાયે તે પ્રસિદ્ધ અનુભવાય છે, અત્યંત નીકટ
છે. એ પરમ તત્ત્વ ક્્યાંય દૂર નથી, છૂપાયેલું નથી, તારામાં પ્રસિદ્ધ છે... તું જ પોતે
આવો છો– એમ અનંત તીર્થંકરોએ જિનવાણીમાં જાહેર કર્યું છે. અંતર્મુખ થઈને તું પણ
તારા સ્વાનુભવમાં આવા પરમ તત્ત્વને પ્રસિદ્ધ કર.
ઊંડે. ઊંડે. ઊંડે
મારા આત્મામાં ઊંડે – ઊંડે ક્યાંય રાગ –દ્વેષ – દુઃખ નથી, મારા આત્મામાં ઊંડે
ઊંડે એકલા જ્ઞાન–આનંદ – શાંતિના જ ભંડાર ભર્યા છે. સિદ્ધપદનો અનંત આનંદ,
કેવળીનું મહા અતીન્દ્રિયસુખ મારા ભંડારમાં ભર્યું છે. આવા સ્વભાવસન્મુખ થઈને હું
તો મોક્ષની નાવમાં બેઠો છું..... હવે હું ભવસમુદ્રને તરીને મોક્ષપુરીમાં જાઉં છું.
સંસારસમુદ્રના કોઈ સંકટ હવે અમને નડી શકે નહીં. સર્વકલેશને સ્વાનુભવ – જળવડે
શાંત કરી દીધો છે.
“રત્નકખ”
અમારું આ સહજ તત્ત્વ અવું છે કે જેની કુંખે સમ્યગ્દ્રર્શન –રત્ન પાક્યા,
જ્ઞાનરત્ન પાક્યા, આનંદરત્ન પાક્યા. મોક્ષમાર્ગનાં આવા સુંદર રત્નો ચૈતન્યની જ કુંખે
પાકે, એ રાગની કુંખે ન પાકે.
“અમારો દેશ”
અહા! ચૈતન્યમાં આવતાં, આ કલેશમય સંસારના દેશથી દૂરદૂર કોઈ બીજા જ
મહા આનંદમય દેશમાં આવ્યા હોઈએ – એવું વેદાય છે. એ દેશ દૂર નથી, અહીં જ છે.
સંસારથી તો તે અત્યંત દૂર – દૂર છે પણ અંદર આત્મામાં તો અત્યંત નજીક જ છે.
સર્વપ્રદેશે મહા આનંદથી ભરેલો આત્મા એ જ મારો સ્વદેશ છે. – એમ ધર્મી
જાણે છે. આવો આત્મા જેણે શ્રદ્ધામાં લીધો તેણે પર્યાયનાં પગલાં મોક્ષ તરફ
માંડ્યા, તે મોક્ષનો યાત્રિક થયો, સિદ્ધપુરીનો પ્રવાસી થયો.
અમારો આનંદમહેલ
અહા, ચૈતન્યનું ભાન થતાં જે આનંદ આવ્યો તેની ખુમારીની શી વાત!
ભગવાનના શ્રીમુખથી જેનો પરમ મહિમા પ્રસિદ્ધ થયો એવું અજોડ આનંદ તત્ત્વ મારા
મનઘરમાં બિરાજી રહ્યું છે..... ઉત્તમ રત્નદીપની માફક મારું ચૈતન્યરત્ન મારા સ્વઘરમાં
નિષ્કંપ જ્ઞાનપ્રકાશ ફેલાવી રહ્યું છે, અહા, મારું ચૈતન્યતત્ત્વ સુખનું મંદિર છે. યોગીઓને
પણ તે જ વહાલું છે. જેમણે દર્શનમોહ ઉપર વિજય મેળવ્યો છે એવા યોગીજનો પણ આ
પરમતત્ત્વ પાસે નમી જાય છે. યોગીઓ બીજા કોઈને નથી નમતા પણ અંતર્મુખ થઈને

PDF/HTML Page 16 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૩
પરમતત્ત્વમાં જ પ્રમોદથી નમે છે. સુખનું ધામ, સુખનું મંદિર, સુખનો
ખજાનો આ પરમ તત્ત્વ છે. આવા સહજ પરમતત્ત્વને જાણીને હું પણ તેમાં જ નમ્યો છું.
વાહ રે વાહ! મારો આ જ્ઞાનમહેલ – તેમાં તો અનંતગુણોનો વાસ છે. આવા
આનંદમહેલમાં અમે વસીએ છીએ. આનંદનું મંદિર અમારો આત્મા છે. જેમ ભગવાનના
દર્શન કરવા મંદિરમાં જઈએ છીએ તેમ હે જીવ! તારે આનંદનાં દર્શન કરવા હોય તો
તારા ‘આનંદમંદિર’ માં પ્રવેશ કર. મુક્તિનો મહેલ તું પોતે જ છો.
આનંદઝરતી દિવ્ય વાણી
નિયમસાર ગાથા ૧૦૮ માં અર્હંતદેવના દિવ્યધ્વનિને ‘સુંદર આનંદસ્યંદી’
આનંદઝરતો કહ્યો છે, અને જીવોને સૌભાગ્યથી તેનું શ્રવણ મળે છે – એમ કહ્યું છે. જોકે
વાણી તે તો વાણી જ છે, તેમાં કાંઈ આનંદ નથી પણ તે સાંભળતાં (એટલે કે તેના
વાચ્યરૂપ આત્માને લક્ષમાં લેતાં) મુમુક્ષુના આત્મામાં અતીન્દ્રિય આનંદના અંકુરા ફૂટે
છે, તેથી દિવ્યવાણીને પણ ‘આનંદઝરતી’ કહી દીધી છે. અંતરમાં જેને આનંદના ઝરણાં
ઝરે – તેણે જ ખરેખર જિનવાણી સાંભળી છે. તું માત્ર શબ્દ સાંભળવા પૂરતું શ્રવણ ન
રાખીશ, પણ હે જીવ! તે વાણીએ કહેલા પદાર્થસ્વરૂપના પરિજ્ઞાનમાં કુશળ થઈને
અંતર્મુખ થતાં ચૈતન્યમાંથી તને આનંદના અંકુરા ફૂટશે. આ રીતે વીતરાગનાં વચનનો
તો પરમ શાંતરસનું ઝરણું ઝરે એવાં છે. અહા! એ વાણીદ્વારા સંતોએ વીતરાગી આનંદ
પીરસ્યો છે. – આવી જિનવાણીનું શ્રવણ મહા સૌભાગ્યથી મળે છે.
અહા! ચૈતન્યવસ્તુનું અદ્ભુત સ્વરૂપ દેખાડનારી આવી વાણી ગુરુપ્રતાપે અમને
સાંભળવાનું સૌભાગ્ય મળ્‌યું એ તે સાંભળીને અમારા આત્મામાંથી અતીન્દ્રિય આનંદનાં
સુંદર ઝરણાં ફૂટયા, તેથી પ્રમોદથી અમે કહીએ છીએ કે આ વીતરાગની વાણી આનંદ
ઝરતી છે. અહા, વીતરાગી જૈનસંતોની વાણી અંદર ચૈતન્યના પાતાળ ખોલીને તેમાંથી
મહાન આનંદના ધોધ બહાર કાઢે છે. અંતરાત્મા થઈને અંદરમાં ઘૂસ્યા વગર
જિનવાણીનાં રહસ્ય સમજાય તેવાં નથી. જિનવાણી વીતરાગભાવ કરાવે છે, ને
વીતરાગતા સ્વસન્મુખતાથી થાય છે. સ્વસન્મુખતા સ્વ–પરના ભેદજ્ઞાન વડે થાય છે.
આવું જે કરે તેને આત્મામાં સુંદર આનંદ ઝરે, અને તે જ જિનવાણીને સમજ્યો છે.
. ત્યારે ખબર પડી –
પર્યાયમાં શાંતિ થઈ ત્યાં ખબર પડી કે મારો આખો આત્મા શાંતિસ્વરૂપ જ છે.
પર્યાયમાં શ્રદ્ધા થઈ ત્યાં ખબર પડી કે મારો આત્મા ત્રિકાળ શ્રદ્ધાસ્વભાવી છે.
પર્યાયમાં અંશે વીતરાગતા થઈ ત્યાં ખબર પડી કે મારો આત્મા સદા વીતરાગ
સ્વરૂપ છે.

PDF/HTML Page 17 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૪
પર્યાયમાં આનંદનું જરા વેદન પ્રગટયું ત્યાં ખબર પડી કે મારો આત્મા આખો
આનંદસ્વરૂપ છે.
પર્યાયમાં આલોચના પ્રગટી ત્યાં ખબર પડી કે આત્મા ત્રિકાળ સહજ આલોચના
સ્વરૂપ જ છે.
પર્યાયમાં જે–જે ગુણાંશ પ્રગટ્યા તે–તે બધા ગુણસ્વભાવો આત્મામાં ત્રિકાળ છે.
ગુણ ત્રિકાળ બધાને છે – પણ તેનું ભાન ત્યારે થયું કે જ્યારે પર્યાયમાં તેના
અંશો પ્રગટ્યા. તે અંશને અંશી સાથે એકતા છે, એટલે કે તે અંશ, અંશી સાથે અભેદ
થઈને તેને શ્રદ્ધે છે – જાણે છે – અનુભવે છે. તેમાં વચ્ચે રાગાદિ વિષમભાવ નથી એટલે
તે પરિણામ પરમ સમતારૂપ છે. પરમ શાંત સમતા પરિણામ વગર ચૈતન્યપ્રભુ દેખાય
નહીં; ને ચૈતન્યપ્રભુને દેખ્યા વગર સાચી સમતા થાય નહીં. સમ્યગ્દર્શન તે પણ
રાગરહિત વીતરાગી સમતારૂપ છે. પર્યાયમાં સ્વભાવના આશ્રયે વીતરાગી સમતારૂપ
પરિણમન થવા માંડયું ત્યારે ખબર પડી કે અહો! આવા સમતારસનો આખો પિંડ હું છું.
નિજગુણથી ઘેરાયેલા જ્ઞાની, જગતમાં બીજા કોઈથી ઘેરાતા નથી
અહા, હું તો મારા અનંત ગુણસ્વભાવથી ઘેરાયેલો, – ત્યાં મને બીજું કોણ ઘેરી
શકે? સંયોગનો તો ઘેરો મને નથી, ને કર્મોનો કે રાગાદિ પરભાવોનો ઘેરો પણ મારા
ચૈતન્યભાવમાં નથી; મારો ચૈતન્યસ્વભાવ તો શ્રદ્ધા – જ્ઞાન આનંદ– પ્રભુતા વગેરે
અનંત સ્વભાવગુણોથી ઘેરાયેલો – વીંટાયેલો – વ્યાપેલો છે. આવા સ્વભાવમાં જે ઘૂસી
ગયો તેને આધિ –વ્યાધિ – ઉપાધિનો કોઈ ઘેરો રહેતો નથી ચૈતન્યને ભૂલેલા
અજ્ઞાનીઓ સંયોગના ને રાગ–દ્વેષના ઘેરાથી ઘેરાઈ જાય છે; પણ, ગમે તેવા સંયોગ હો
અને રાગાદિ પણ હો, છતાં તે બધાના ઘેરાથી છૂટવાનો એક જ ઉપાય છે કે
સ્વભાવઘરમાં ઘૂસી જવું, –એમ જાણીને જ્ઞાની તો નિજ સ્વભાવમાં ઘૂસી જાય છે. એવા
જ્ઞાની કોઈ સંયોગના ઘેરાથી ઘેરાતા નથી – મુંઝાતા નથી – સ્વરૂપને ભૂલતા નથી.
આવી તો ધર્મીના એક નિઃશંક્તિ – અંગની તાકાત છે; ને એવા તો અનંતા ગુણના
સમ્યક્ભાવો ધર્મીને એકસાથે વર્તી રહ્યા છે.
વચન – વિકલ્પમાં ‘હું’ નથી, અનુભૂતિમાં હું છું
ચૈતન્યના અનંતગુણના મહા રસથી ભરેલા અતીન્દ્રિય આનંદનો જેને સ્વાનુભવ
થયો તે ધર્મી જાણે છે કે – વચન–વિકલ્પમાં જે કાંઈ આવે છે તે બધું અધૂરું છે; વચન –
વિકલ્પથી પાર જ્ઞાનની અનુભૂતિમાં જે આવે છે તે જ પૂરું છે. હે જીવ! તું એકવાર
આવી અનુભૂતિનો લહાવો તો લે. અનુભૂતિમાં તારા તત્ત્વની કોઈ અદ્ભૂતતા દેખતાં
તને અજબ – ગજબનો આનંદ થશે.

PDF/HTML Page 18 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧પ
આત્માની સાંઝી ગવાય છે. તુંય લહાવો લે!
અહીં ગુરુદેવ પ્રમોદથી કહે છે કે અહા! આ તો ચૈતન્યપ્રભુની સાંઝી ગવાય છે....
તારા ચૈતન્યના ગુણગાન સાંભળીને તું આ સાંઝીનો લહાવો લેવા તો આવ! એકવાર
આ તારા આત્માની વાત તો સાંભળ. તારા આત્માનાં ગાણાં સાંભળવાનો પ્રેમથી
એકવાર તો લહાવો લે. – આત્માની લગનીનો આ ઉત્તમ અવસર છે.
ધર્માત્મા ક્યાં વસ્યા છે? – ચૈતન્મયમય આનંદધામાં
રાગથી પાર ચૈતન્ય પરમ તત્ત્વ મહા આનંદનું ધામ છે. સમકિતી સદાય આવા
આનંદના રહેઠાણમાં રહ્યા છે. કોઈ સાતમી નરકમાં રહેલો જીવ હોય, અંદર
આત્માનું ભાન કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું હોય; લોકો તો બહારથી એમ જાણે છે કે
અરે, આ નારકી છે – મહા દુઃખી છે; – પણ ભાઈ! એને નારકી ન જાણ, એ તો
અંતરમાં ચૈતન્યના મહાન આનંદધામમાં વસનારો ‘દેવ’ છે –ધર્માત્માં છે, જગતમાં તે
સુખી છે, તે જિનેશ્વર ભગવાનના માર્ગમાં આવેલો છે. એ ધર્મી દુઃખમાં નથી વસતો,
નરકમાં નથી વસતો, એ તો આનંદમય મહાન ચૈતન્યમાં જ સદાય વસે છે. – મન કે
વચન જ્યાં પહોંચી શકતા નથી એવા અગોચર ચૈતન્યધામમાં તે પ્રવેશી ગયો છે. તેનું
ચૈતન્યધામ યોગીઓને જ ગોચર છે, અજ્ઞાનીઓને તો તે અત્યંત દૂર છે. વિકલ્પથી
ચૈતન્યતત્ત્વ આઘુ છે, તે વિકલ્પમાં આવતું નથી. ધર્મીનું જે સ્વસંવેદનજ્ઞાન તેમાં તે
પરમ તત્ત્વ અત્યંત નીકટ સદા સ્પષ્ટ વર્તે છે. – તેમાં જ ધર્મી સદાય વસે છે ને
ઈન્દ્રિયાતીત મોક્ષસુખને અનુભવે છે. તે જ સકળ ગુણોનું નિધાન છે, અને તે જ ધર્મીનું
આનંદમય રહેઠાણ છે.
િ ત્ત્ ર્
ધર્મી જાણે છે કે અહા! હું અત્યંત અપૂર્વ રીતે, આનંદના સમુદ્ર એવા મારા
સહજ અદ્ભુત તત્ત્વને ભાવું છું. આવો અદ્ભુત આત્મા પૂર્વે કદી મારી દ્રષ્ટિમાં આવ્યો
ન હતો એટલે પૂર્વે કદી મેં તેને ભાવ્યો ન હતો, પણ હવે પરમ ગુરુના પ્રસાદથી મારું
આ સહજ તત્ત્વ પ્રાપ્ત કરીને તેને જ હું અત્યંત અપૂર્વ રીતે ભાવું છે તે ભાવનામાં
સુખના અમૃતનો દરિયો ઊછળે છે, – તેમાં મારો આત્મા ડુબી જાય છે, – મારા અસંખ્ય
પ્રદેશો તે સુખમાં જ તરબોળ થઈ જાય છે. આ રીતે આનંદના દરિયામાં ડુબેલા સહજ
તત્ત્વની અપૂર્વ ભાવના, એટલે કે તેની સન્મુખ પરિણતિ, તે જ મોક્ષસુખનો માર્ગ છે.
સુખના સાગરમાં ડુબેલું પરમ તત્ત્વ – તેમાં રાગ કેવો? ને ભેદ કેવો? વિભાવો
છોડીને, ભેદદ્રષ્ટિ પણ છોડીને, સુખનિધાન આત્માને હું અભેદપણે ભાવું છું. – આવી

PDF/HTML Page 19 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૬
ભાવનામાં અભેદ મોક્ષમાર્ગ આવી જાય છે. વાહ! પરમેશ્વરના હૃદયનો પ્રવાહ
વીતરાગી સંતોએ જૈનમાર્ગમાં વહેતો રાખ્યો છે. એવા સંતો દ્વારા મારા આ સહજ
આત્મ તત્ત્વને જાણીને, આનંદના દરિયામાં ડુબેલા આ સહજ પરમ તત્ત્વને અતિ અપૂર્વ
રીતે હું નિરંતર ભાવું છું. ધર્મીની આવી ભાવના તે મોક્ષનું કારણ છે.
મોક્ષપુરીના કિનારો દેખતાં મહા આનંદ
અહા, અનંત ભવસાગરમાં ગોથાં ખાતાં – ખાતાં જ્યાં મુક્તિનો કિનારો દેખાણો
ત્યાં મુમુક્ષુના આનંદની શી વાત! ભવસમુદ્રમાં તો અનંતકાળ મહા દુઃખમાં વીતાવ્યો,
પણ હવે જ્યાં વિભાવ વગરનું મારું સહજ શુદ્ધ તત્ત્વ શ્રી ગુરુએ મને દેખાડ્યું ત્યાં હવે
મારા આવા સહજ તત્ત્વની ભાવનાવડે મને અહા આનંદમય મુક્તિનો કિનારો દેખાયો...
મોક્ષપુરીના કિનારે હું આવી ગયો. હવે બાકીનો અલ્પ ભવસાગર તરીને મોક્ષપુરીમાં
પહોંચતાં શી વાર!
જેમ મધદરિયે ઘણા કાળથી વહાણ ઝોલાં ખાતું હોય, ને કેટલાય દિવસો પછી
નજીકમાં જમીન દેખાય ત્યાં દરિયાના પ્રવાસી આનંદિત થઈ જાય છે કે હવે દરિયાની
મુસાફરીનો અંત આવ્યો, ને ઈષ્ટનગરીની નજીક આવી પહોંચ્યા....... તેમ ચાર ગતિરૂપ
દુઃખમય ભવસમુદ્રમાં અનાદિકાળથી જીવ ડુબી રહ્યો હતો, – પુણ્ય – પાપ વચ્ચે ઝોલાં
ખાઈ રહ્યો હતો; હવે અનંતકાળે શ્રીગુરુના પ્રતાપે પરમ ચૈતન્યતત્ત્વને ઓળખતાં
મોક્ષનગરીનું સુખ પોતાના અંતરમાં જ દેખ્યું, ત્યાં મુમુક્ષુજીવ પરમ આનંદિત થાય છે કે
અહો, આ દુઃખયમય ભવસમુદ્રમાં ભ્રમણનો હવે મારે અંત આવી ગયો, આનંદમય
મોક્ષપુરી હવે એકદમ નજીક દેખાણી. – આમ પરમતત્ત્વની ભાવના વડે તે મુમુક્ષુ
સંસારસમુદ્રને અલ્પકાળમાં જ તરીને આનંદથી મોક્ષપુરીમાં પહોંચી જાય છે.
પરમ મહન ચતન્યતત્ત્વ!
અરે, આવું મહાન પરમ ચૈતન્યતત્ત્વ! તે રાગબુદ્ધિવાળા અજ્ઞાનીના હૃદયમાં કેમ
બેસે? રાગમાં ને અજ્ઞાનમાં પરમેશ્વરનું સ્થાન કેમ હોય?
અને, જે જ્ઞાનીના નિર્મળ અંતરમાં આવું મહા પરમ ચૈતન્યતત્ત્વ બેઠું તેના
અંતરમાંથી તે કેમ ખસે? અને વિકાર હવે તેના અંતરમાં કેમ વસે? જ્યાં પરમાત્માનો
વાસ થયો ત્યાં અજ્ઞાન કે રાગ કેમ રહી શકે?
અહા, ચૈતન્યની કેવળજ્ઞાનાદિ અનંત લબ્ધિ, તેની પાસે જગતની કોઈ લબ્ધિની
શી કિંમત છે?
– આવું અદ્ભુત પરમ ચૈતન્યતત્ત્વ હું છું – એમ લક્ષગત કરી, અનુભવગમ્ય
કરી, અંતર્મુખપણે તેની વારંવાર ભાવના કરવા જેવી છે. આવી નિજભાવના તે
ચૈતન્યના પરમ આહ્લાદનું કારણ છે....... અને તે જ વીતરાગી શાસ્ત્રનો સાર છે.

PDF/HTML Page 20 of 37
single page version

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૧૭
વીતરાગવિજ્ઞાન – પ્રશ્નોત્તર
(છહઢાળાની ત્રીજીઢાળના પ્રવચનો ઉપરથી સંકલન: ગતાંકથી ચાલુ))
૭૧. પોતાના શુદ્ધઆત્માની ઓળખાણ, અને અરિહંતદેવની ઓળખાણ–તેમાં પહેલું
કોણ?
– બંને સાથે થાય છે.
૭૨. તે ઓળખાણ ક્્યારે થઈ?
જ્ઞાનપર્યાય અંતરમાં વળી ત્યારે.
૭૩. રાગ વડે મોક્ષમાર્ગ શરૂ થાય?
ના; આત્માના અનુભવ વડે જ મોક્ષમાર્ગ શરૂ થાય.
૭૪. ચૈતન્યપ્રભુને લક્ષમાં લેતાં શું થયું?
આત્મામાં આનંદસહિત કેવળજ્ઞાનના અંકૂરા ફૂટ્યા.
૭પ. શુભરાગમાંથી જ્ઞાનનો અંકૂર આવે? – ના.
૭૬. આનંદનો માર્ગ ક્યો છે?
આતમરામ નિજપદમાં રમે તે આનંદનો માર્ગ છે.
૭૭. રાગાદિભાવો કેવા છે?
તે પરપદ છે; દુઃખનો માર્ગ છે.
૭૮. મોક્ષનો માર્ગ શેમાં સમાય છે?
સ્વપદમાં, એટલે નિજસ્વરૂપમાં સમાય છે.
૭૯. સાધકનું સ્વસંવેદનરૂપ ભાવશ્રુતજ્ઞાન કેવું છે?
તે કેવળજ્ઞાનની જ જાતનું છે, અતીન્દ્રિય છે.
૮૦. સમ્યક્ચારિત્ર કેવું છે?
શુભાશુભરાગથી નિવૃત્તિરૂપ અને શુદ્ધ ચૈતન્યમાં પ્રવૃત્તિરૂપ સમ્યક્ચારિત્ર છે.
૮૧. શુભાશુભરાગ કેવા છે?
સંસારના કારણ છે.
૮૨. સમ્યક્ચારિત્ર કેવું છે ?
મોક્ષનું કારણ છે; રાગ વગરનું છે.
૮૩. વિકલ્પમાં ચેતના છે?... ના.
૮૪. ચેતનામાં વિકલ્પ છે ?
ના; બંનેનું સ્વરૂપ જુદું છે.