PDF/HTML Page 1 of 41
single page version
PDF/HTML Page 2 of 41
single page version
આત્મપ્રેમી થા. અંતર્મુખ ઉપયોગથી તારા આત્માને જો. ભાઈ! આ
ઉત્તમ અવસર આવ્યો છે, આનાથી બીજો ક્્યો કાળ આવવાનો
છે? પ્રતિબોધનો આવો સુઅવસર મળ્યો, આવું સ્પષ્ટ ભેદજ્ઞાન
સંતોએ કરાવ્યું, તો હવે અત્યારે ચૈતન્યનો રસિક થઈને મોહને
આમાં જ જોડ. એકવાર આવો સ્વાનુભવ કર તો તારા સંસારથી
નીવેડા આવે. સ્વાનુભવ વગર બીજા કોઈ ઉપાયથી નીવેડા આવે
વિકલ્પોથી પણ જુદો પડ ને ઉપયોગસ્વરૂપમાં જ તન્મય થઈને રહે,
તો સ્વાનુભવ ને સમ્યગ્દ્રર્શન થાય.
PDF/HTML Page 3 of 41
single page version
હે ધર્મપિતા! આપ આકાશવિહાર કરીને વિદેહ
વસ્તુ લાવ્યા શું લાવ્યા? અહા, આત્માનો અચિંત્ય વૈભવ
લાવ્યા.... અમારા માટે આત્માના આનંદની અનુભૂતિ
લાવ્યા! સીમંધરપ્રભુ પાસેથી લાવેલું ને આત્માની
અનુભૂતિમાંથી ખીલેલું દિવ્ય જ્ઞાન આપે અમને આપ્યું.
આનંદમય નિજવૈભવવડે આપે દર્શાવેલા એકત્વસ્વરૂપને
અમે આનંદથી સાધી રહ્યા છીએ. અહો, આપનો ઉપકાર
અજોડ છે. આપ અમારા ગુરુઓના પણ ગુરુ છો. અહો,
ભરતક્ષેત્રના ભગવાન! આપ આ પૃથ્વીમાં વંદનીય છો.
યાદ કરીને આનંદથી તેમનાં પૂજન ભક્તિ કરીશું.)
PDF/HTML Page 4 of 41
single page version
ચૈતન્યરસનો સ્વાદ ચાખતાં તે ક્રોધાદિનું કર્તાપણું
છૂટી જાય છે. તે ભેદજ્ઞાનની રીત અહીં સંતોએ
સમજાવી છે.
પોતાને અુભવે એ તો અનુચિત છે. શુદ્ધ ચૈતન્ય ભાવક, ને ક્રોધ તેનું ભાવ્ય – એ વાત
ઉચિત નથી, યોગ્ય નથી, એવું અનુચિત ભાવક – ભાવ્યપણું તો અજ્ઞાનથી જ
પ્રતિભાસે છે. પોતાના સહજ ચૈતન્યભાવને ભૂલીને અજ્ઞાનીને ‘હું ક્રોધ... હું ક્રોધ’
એમ ઘૂંટાઈ ગયું એટલે ક્રોધપણે જ તે પોતાને અનુભવતો થકો તે ક્રોધાદિભાવોનો
કર્તા થાય છે. આ રીતે અજ્ઞાનથી જ વિકારનું કર્તાપણું છે.
જરાય મેળ નથી, જરાય ભેળસેળ નથી, બંનેની જાત જ એકબીજાથી તદ્ન જુદી છે. ’ –
જ્ઞાની થતાં જીવને આવું ભેદજ્ઞાન થાય છે, અને ત્યારે તે જ્ઞાનમાત્ર પોતાના
PDF/HTML Page 5 of 41
single page version
કર્તા થતો નથી. આ રીતે જ્ઞાનવડે જ ક્રોધાદિનું કર્તાપણું છૂટી જાય છે. ચૈતન્યના
જ્ઞેયપણે જણાતો રાગ, તેનો સ્વાદ તો ચૈતન્યથી જુદો છે, પણ અજ્ઞાની તે રાગના
સ્વાદને ચૈતન્યના સ્વાદમાં ભેળવીને એમ અનુભવે છે કે હું ચૈતન્ય અને આ
અનુભવે છે.
ચૈતન્ય –અમૃતરૂપ ભગવાન આત્મા, તે મરેલાં જડ કલેવરનો કર્તા થાય – એ તે કાંઈ
એને શોભે છે? જેમ મનુષ્યને ભૂત વળગ્યું હોય ત્યાં તે મનુષ્યની ચેષ્ટા જ બધી
બદલાઈને ભૂત જેવી બિહામણી ભયંકર તેની ચેષ્ટા થઈ જા્રય, એ તે કાંઈ મનુષ્યને
શોભે છે? – ના, એ તો અમાનુષી વ્યવહાર છે, તે કાંઈ મનુષ્યને ઉચિત વ્યવહાર
નથી. તેમ શાંત – નિર્વિકાર ચૈતન્યપ્રભુ, તેની ચેષ્ટાઓ તો શાંત ચૈતન્યભાવ રૂપ હોય,
પુણ્ય – પાપ– ક્રોધાદિ ભાવોની ચેષ્ટા કરે છે ને તે ભાવરૂપે પોતાને અનુભવે છે.
આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! આવું ભૂત તને ક્યાંથી વળગ્યું? ચૈતન્યનું અમૃત
અને રાગનું ઝેર એ બેમાં એકમેકપણાની દુર્બુદ્ધિ તને ક્યાંથી થઈ? અરે જીવ! તારા
નિર્વિકાર ચૈતન્યની ચેષ્ટામાં ક્રોધાદિ વિકારનું કર્તૃત્વ કેમ શોભે? વાણીયાના મોઢામાં
માંસ તે કાંઈ શોભે? કદી ન શોભે તેમ ચૈતન્યના ભાવમાં વિકારનું કર્તૃત્વ કદી શોભતું
નથી. છતાં માને તો તે અજ્ઞાન છે. ક્રોધાદિભાવોની ચેષ્ટા તે કાંઈ ચૈતન્યને માટે યોગ્ય
નથી. માટે હે ભાઈ, તું ચૈતન્ય અને ક્રોધને અત્યંત જુદા જાણીને અજ્ઞાનમય ચેષ્ટાઓને
છોડ.
એટલે ઓરડાના બારણામાંથી જાણે હું બહાર નહીં નીકળી શકું – એમ તેને થઈ ગયું.
જોકે તે મનુષ્ય છે ને બારણામાંથી બહાર નીકળી શકે તેવો છે, પણ અજ્ઞાનને લીધે
પોતાને પાડો જ માનીને ઓરડામાં પૂરાઈ રહે છે. તેમ અજ્ઞાની ઈન્દ્રિય અને મનના
વિષયરૂપ પરદ્રવ્યને જાણતાં તેના વિકલ્પોમાં એવો તલ્લીન થઈ ગયો કે ‘હું જાણનારો
શુદ્ધ ચૈતન્યધાતુ જ છું” એ વાત ભૂલીને, વિકલ્પોરૂપે જ પોતાને અનુભવતો થકો તેમાં
જ શુદ્ધચૈતન્યધાતુને રોકી દીધી. ખરેખર તો પોતે ચૈતન્યધાતુ છે ને
PDF/HTML Page 6 of 41
single page version
પોતાના જ્ઞાનને ઢાંકી દીધું, ને અજ્ઞાની થઈને ‘હું ક્રોધ, હું શરીર’ એમ અજ્ઞાનભાવનો
કર્તા થાય છે.
અપૂર્વ ચૈતન્યરસ ચાખ્યો ત્યાં કષાયના કષાયેલારસને પોતાથી તદ્ન જુદા જાણ્યા.
ક્રોધાદિને જાણતાં કે ધર્માસ્તિ વગેરે અચેતનને જાણતાં, ‘તે ક્રોધાદિ હું નહીં,
ચૈતન્યરસપણે જે સ્વાદમાં આવી રહ્યો છે તે જ હું છું’ – એમ નિરંતર પોતાને
ચૈતન્યસ્વાદરૂપે જ ધર્મી અનુભવે છે.
કરવા છતાં તેનાથી ભિન્ન ચૈતન્યરસના સ્વાદને જે અનુભવતો નથી તે જીવ અધર્મી
છે. અરે ભાઈ! તારા ચૈતન્યરસનો સ્વાદ કેવો મધુર છે – એનીયે તને ખબર નથી ને
ક્રોધાદિના વિકારી રસપણે જ તું પોતાને અનુભવે છે – એ તો તને મોહનું ભૂત વળગ્યું
છે.
જેણે ચાખ્યો તે સમસ્ત વિકલ્પોના રસને પોતાથી તદ્ન જુદો વિલક્ષણ જાણતો થકો, તે
વિકલ્પને જરાપણ કરતો નથી ચૈતન્યરસમાં વિકલ્પ નથી, એટલે વિકલ્પ વખતેય
જ્ઞાની પોતાના ચૈતન્યરસથી ભ્રષ્ટ થતા નથી, ચૈતન્યરસપણે જ તે પોતાને નિરંતર
અનુભવે છે. એકકોર મૃતકકલેવર લીધું, બીજીકોર અત્યંત મધુર ચૈતન્યરસથી ભરેલો
અમૃતસ્વરૂપ ભગવાન આત્મા લીધો. – અજ્ઞાની અમૃતસ્વરૂપ વિજ્ઞાનઘન ભગવાનને
ભૂલીને મૃતકકલેવરમાં (જડમાં ને રાગમાં) મૂર્છિત થયો છે; જ્ઞાની અત્યંત મધુર
ચૈતન્યરસના સ્વાદ પાસે આખા જગતના સ્વાદને પોતાથી ભિન્ન જાણે છે.
પોતાને અનુભવતાં તને શરમ કેમ નથી આવતી? વિકલ્પોથી લાભ માનીને તેના
વેદનમાં રોકાયો ત્યાં તારા ભેદજ્ઞાનચક્ષુ બીડાઈને તું આંધળો થયો. તે અંધપણું કેમ
ટળે ને તારા ભેદજ્ઞાનચક્ષુ કેમ ખૂલે – તેની આ રીત સંતો સમજાવે છે. ચૈતન્યસ્વાદ
PDF/HTML Page 7 of 41
single page version
ભેદજ્ઞાનશક્તિ ઊઘડી જા્રય છે; ત્યારે તે જ્ઞાનીધર્માત્મા એમ જાણે છે કે અહા, આવો
ચૈતન્યરસ પૂર્વે કદી મેં ચાખ્યો ન હતો; આ અપૂર્વ ચૈતન્યસ્વાદપણે અનાદિઅનંત
નિરંતર મારો આત્મા અનુભવાય છે; આવા ચૈતન્યરસમાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે;
આ સ્વાદ પાસે રાગાદિ બધા ભાવો બેસ્વાદ છે, મારા ચૈતન્યસ્વાદમાં પરભાવનો કોઈ
સ્વાદ નથી. વિષયોનો અશુભસ્વાદ, કે ભક્તિ વગેરે શુભરાગનો સ્વાદ, તે બધાયની
જાતથી મારો ચૈતન્યરસ જુદી જ જાતનો છે. આવા ચૈતન્યરસ સાથે કષાયરસનું
એકપણું માનવું તે તો અજ્ઞાનથી જ છે. જ્ઞાનીને પોતાના જ્ઞાનરસમાં કોઈપણ પ્રકારના
રાગની એકતા ભાસતી નથી, રાગથી જુદી ને જુદી જ્ઞાનરસની ધારા તેના અંતરમાં
નિરંતર વહે છે. અનંત અતીન્દ્રિય આનંદનો ખજાનો અંતરમાં ભેદજ્ઞાનવડે તેને ખૂલી
ગયો છે. તે ઠાંસોઠાંસ ભરેલા ચૈતન્યના આનંદમાં હવે કોઈ સૂક્ષ્મ વિકલ્પ પણ સમાય
નહીં. નિરંતર એક સહજ જ્ઞાન જ હું છું, કૃત્રિમ ક્રોધાદિ કષાયભાવો તે હું નથી – એમ
ધર્મી અનુભવે છે. ‘ક્રોધ – રાગાદિ હું છું’ એવી આત્મબુદ્ધિ તે જરાપણ કરતો નથી.
થઈને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યા.
કરી નાંખ્યા, અહા, ક્યાં ચૈતન્યની શાંતિ! ને ક્યાં ક્રોધાદિની આકુળતા!! તેને
એકમેકપણે જ્ઞાની કેમ અનુભવે? ચૈતન્યની શાંતિમાં કષાયનો અગ્નિકણ કેમ સમાય?
– આવું સ્પષ્ટ ભિન્નપણું ભેદજ્ઞાનવડે અનુભવમાં આવે ત્યારે જીવ જ્ઞાની થયો કહેવાય,
અને તે જ્ઞાની આનંદમય જ્ઞાનચેતનારૂપ વિધાનઘનપણે જ વર્તતો થકો, રાગાદિ સર્વે
પરભાવોનો અત્યંત અકર્તા જ છે. આ રીતે અત્યંત મધુર ચૈતન્યરસના સ્વાદથી
ભરેલા ભેદજ્ઞાન વડે જ રાગાદિના કર્તાપણાનો નાશ થાય છે –એ વાત સિદ્ધ થઈ
અહો, આત્મામાં ભરેલો આવો સરસ ચૈતન્યસ્વાદ, તેની મીઠાસની શી વાત!
ભેદજ્ઞાનવડે હે જીવ! તું તારા ચૈતન્યરસને એકવાર ચાખ તો ખરો. તને તારો આખો
આત્મા પરમ અતીન્દ્રિય આનંદરૂપે અનુભવાશે.
PDF/HTML Page 8 of 41
single page version
છે. ભાઈ, તારું સ્વરૂપ કેવું છે તેનો તું વિચાર તો કર. તો
તને ખ્યાલમાં આવશે કે આમાં પરનું કર્તુત્વ કોઈ રીતે
સમાઈ શકે તેમ નથી. અરે, વિકારનું કર્તૃત્વ પણ જેમાં ન
સમાય તેમાં પરના કર્તૃત્વની તો વાત જ કેવી?
વસ્તુસ્વરૂપની સ્વતંત્રતા અને પરથી ભિન્નતા સમજ્યા
વગર એકકેય વાત સાચી સમજાય નહીં.
યોગઉપયોગથી જુદી છે એટલે જ્ઞાની તો નિમિત્તપણે પણ કર્મનો કર્તા નથી. અશુદ્ધ
રાગાદિભાવોનો કર્તા અજ્ઞાની થાય છે, પણ પરદ્રવ્યનો કર્તા તો કોઈ આત્મા નથી
જ્ઞાનભાવ કે અજ્ઞાનભાવે પરનું કર્તૃત્વ કોઈને નથી. અજ્ઞાનભાવમાં પોતાના રાગાદિ
વિકારનું કર્તાપણું છે, ને જ્ઞાનભાવમાં વિકાર રહિત પોતાના શુદ્ધભાવનું જ કર્તાપણું છે.
હોય ત્યાં જ કર્તા – કર્મપણું હોય. કર્તા પોતે પોતાના કાર્યમાં પ્રસરીને તે રૂપે થાય
છે. માટીના રજકણ પોતે ઘડારૂપ કાર્યમાં પ્રસરીને તે – રૂપ થાય છે તેથી તે તેનો
કર્તા છે. પણ જો કુંભાર તેને કરે તો તે કુંભાર પોતે ઘડારૂપ થઈ જાય, એટલે
કુંભારનું અસ્તિત્વ જ
PDF/HTML Page 9 of 41
single page version
પોતે થાય છે, તેથી તે જ તેના કર્તા છે. જો ચેતનરૂપ જીવ તે જડકર્મને કરે તો તે
પોતે જડરૂપ થઈ જાય, એટલે જીવનું અસ્તિત્વ જ ન રહે. અરે ભાઈ! અચેતનનો
કર્તા થવા જતાં તારા અસ્તિત્વનો જ લોપ થઈ જાય છે. જડ–ચેતનના ભિન્ન
અસ્તિત્વને ઓળખતાં કર્તા–કર્મની બુદ્ધિ છૂટી જાય છે. ને ચેતનતત્ત્વ પોતાના
ચેતનભાવરૂપ કાર્ય વડે શોભી ઊઠે છે. આ કાર્ય તે મોક્ષમાર્ગનું કાર્ય છે, તે જ
ધર્મીનું કાર્ય છે.
ખરેખર પર્યાયસ્વભાવથી જ તે પરિણામનું કર્તૃત્વ છે. જીવના પરિણામનો દાતા કોઈ
બીજો નથી. દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ વસ્તુસ્વભાવ છે, જેમ દ્રવ્ય–ગુણના દાતા કોઈ નથી,
તેમ પર્યાયનો દાતા કોઈ બીજો નથી.
અલિંગગ્રહણના અર્થમાં કર્યું છે.
કહેવાય કે ગુરુએ જ્ઞાન આપ્યું; પણ સિદ્ધાંતમાં વસ્તુસ્વરૂપ તેમ નથી.
તે સ્વભાવમાં જેની દ્રષ્ટિ છે તે પણ વિકારનો કર્તા નથી.
અસ્તિત્વનો લોપ થઈ જાય. માટે પરિણામ – પરિણામીભાવથી દ્રવ્ય પોતે જ પોતાના
પરિણામનું કર્તા છે; એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા નથી.
PDF/HTML Page 10 of 41
single page version
વડે પોતાના જ્ઞાનપરિણામે ઊપજે છે; કોઈ બીજો તેનો દાતા નથી, કર્તા નથી. અજ્ઞાની
પરિણમે ત્યારે જ તે જ્ઞાની થાય છે.
સ્વભાવ થઈ જાય. – તો તો જીવને કર્મનું નિમિત્તપણું કદી છૂટે નહિ એટલે દ્રવ્યમાં
અજ્ઞાનીના જ યોગ અને રાગાદિભાવો કર્મનાં નિમિત્ત છે; ધર્મીને તો યોગ અને
વર્તે છે. મારી જ્ઞાનપરિણતિ મારામાં વર્તે છે. પર સાથે કે રાગાદિ સાથે તેનો સંબંધ
PDF/HTML Page 11 of 41
single page version
કાર્યમાં નિમિત્ત છે. ધર્મીને પોતાના ઉપાદાનમાં રાગાદિ તો છે નહિ, તેને તો શુદ્ધ
જ્ઞાનભાવનું જ કર્તૃત્વ છે, તેથી પરના કાર્યમાં નિમિત્તણાનો આરોપ પણ તેને
આવતો નથી..
*
પરિણામ – પરિણામીભાવથી કર્તાપણું એક સ્વદ્રવ્યમાં જ હોય છે.
ભાવનું ક્ષણિક કર્તાપણું અજ્ઞાનીને અજ્ઞાનભાવમાં છે; તેથી તે અજ્ઞાનીના જ
ક્ષણિક યોગ –રાગાદિ અશુદ્ધભાવોમાં જ પર સાથે નિમિત્તકર્તાપણું છે.
જ્યાં ભેદજ્ઞાન થયું, પરથી ભિન્ન આત્મા જાણ્યો અને રાગાદિ અશુદ્ધભાવોથી
જાય છે; ને નિર્મળ જ્ઞાનાદિ શુદ્ધભાવનું જ કર્તાપણું રહે છે.
હાથમાં તલવાર લઈને લડતા દેખાય.... ત્યાં તે વખતે ખરેખર જ્ઞાની પોતાના
જ્ઞાનભાવરૂપે જ પરિણમતો થકો તન્મયપણે તેને જ કરે છે, તે વખતના ક્રોધાદિનું કે
નથી. તે જ વખતે અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવને ભુલીને, અજ્ઞાનથી ક્ષણિકક્રોધાદિ
ભાવોને તન્મયપણે કરે છે, ને તલવારની ક્રિયામાં તેને નિમિત્તકર્તાપણું છે. જુઓ,
બહારમાં સરખું લાગે પણ જ્ઞાની ને અજ્ઞાનીના અંતરમાં કેટલો તફાવત છે!
તથા તલવારના કર્તારૂપે જ અનુભવતો થકો, અજ્ઞાનભાવને જ કરતો થકો સંસારમાર્ગમાં
જ ઊભો છે. જ્ઞાનભાવ અને અજ્ઞાનભાવની ભિન્નતાને જ્ઞાની જ ઓળખે છે, તે જ્ઞાની
રાગાદિ અજ્ઞાનભાવોનો કર્તા થતો નથી કે પરનો નિમિત્તકર્તા પણ તે નથી.
PDF/HTML Page 12 of 41
single page version
અંક ૩૪૮ માં આપે વાંચ્યા; આ ત્રીજો નિબંધ સંશોધનસહિત રજુ થાય
છે. આ નિબંધોદ્વારા સમ્યક્ત્વભાવનાનું ઘોલન કરતાં દરેક જિજ્ઞાસુને
પ્રસન્નતા થશે આ નિબંધ લખનાર છે
જીવને કોઈ આત્મજ્ઞાની સંત – ગુરુનો સમાગમ પ્રાપ્ત થાય તો તે ખરેખર સોનામાં સુગંધ
મળવા જેવો ઉત્તમ યોગ થાય. ત્યારબાદ આવા સત્સમાગમ દ્વારા સીંચાતા ધર્મ સંસ્કારથી
જીવને એમ થાય કે અરે! આ મનુષ્યગતિ અને ઉત્તમ જૈન ધર્મનો સુયોગ મળ્યો તેનો
સદુપયોગ જો આત્મહિતાર્થે નહિ કરી લઉં તો આ દેહનાં રજકણો છૂટા પડીને પવનમાં
ઊડતી રેતીની માફક વીંખાઈ જશે. – પછી ફરીને આવો મનુષ્યઅવતાર કોણ જાણે ક્્યારે
રહે, અને દુઃખી થઈને ચોરાશીના ફેરામાં રખડવું પડશે. માટે હે જીવ! તૂં ચેત! અને
સાવધાન થા!! તારા સમજણ કરવાનાં ટાણાં આવી પહોંચ્યા છે. પ્રમાદ તજ અને
મિથ્યાત્વરૂપી ભ્રમને ભાંગીને આત્માને ઓળખ.
કુટુંબ – સગાંસબંધી વગેરે બધું તેને પારકું લાગે છે, અને સત્યસમાગમ તથા
વૈરાગ્યપ્રેરક પ્રસંગો તેને વિશેષ ગમે છે. તેને ક્ષણે ક્ષણે એમ થતું હોય છે કે હું શું કરૂં!
ક્્યાં જાઉં? કોનું શરણું શોધું કે જેથી મને શાંતિ થાય; કોનો સત્સંગ કરું કે જેથી
PDF/HTML Page 13 of 41
single page version
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
ભક્તિમાં લીન કરે છે; પુરુષાર્થને દ્રઢ કરવા પોતાની વૃત્તિઓને આમતેમ રખડતી
રોકીને આત્મવિચારમાં જોડવા મથે છે.
મનનું સમાધાન શોધવા તત્પર થાય છે. તે અત્યંત આર્દભાવે શ્રી ગુરુને વિનંતિ કરે
છે કે: હે પ્રભો! આ સંસારભ્રમણથી હવે હું થાકયો છું, સંસારસુખ મને વ્હાલું નથી;
સંસારથી છૂટીને મારો આત્મા પરમસુખને પામે એવો ઉપાય કૃપા કરીને મને બતાવો.
સંસારનાં સુખ– દુઃખનાં વમળમાં ભટકતો મારો જીવ હવે થાક્્યો છે. તો હવે સાચું
સુખ ક્્યાંથી મળે? એવું પરમ તત્ત્વ મને બતાવો. આમ અંતરની જિજ્ઞાસા પૂર્વક ગુરુ
પાસેથી સ્વ–પરની ભિન્નતાનું સ્વરૂપ સાંભળતા – સાંભળતાં તેને વધારે વિચારવાનું
મન થાય છે; જેમ જેમ વિચાર કરે છે તેમ તેમ ઊંડાણમાં તે વાત તેને રુચતી જાય છે,
અને ગુરુવચનમાં દ્રઢતાપૂર્વક આસ્થા થાય છે; અંતે તત્ત્વપ્રતીતિ થાય છે અને કોઈ
અદ્ભુત ચમત્કારિક ચૈતન્યતત્ત્વ તેને કંઈક લક્ષગત થાય છે, પછી તેમાં જ વધારે ઊંડો
ઊતરીને તે તેના મનન–ચિંતનમાં મશગુલ બને છે; – સ્વ–પરનો અત્યંત ભેદ લક્ષમાં
લઈ રાગરહિત, શુદ્ધ આત્મદ્રવ્ય કેવું હોય તે વિચારે છે. આવી વિચાર ધારાથી, તેને
પહેલાંં જે અશાંતિ અને આકુળતા હતી તે હવે કંઈક ઓછી થતાં તેના પુરુષાર્થને વેગ
મળે છે, અને વિશ્વાસ જાગે છે કે આ જ માર્ગે મને આત્માની શાંતિ મળશે. – પછી
પુરુષાર્થની સ્વસન્મુખ ગતિને વેગ આપે તેમ સંસારથી વિરક્તતા – પ્રેરક બાર
ભાવના વિચારે છે. પુણ્ય – પાપની શુભાશુભલાગણીઓ, તેને આકુળતા સમજીને
તેનાથી પાર ચૈતન્યમાં ચિત્ત જોડવા મથે છે, જેમ જેમ મથે છે તેમ તેમ તેની મુંઝવણ
મટતી જાય છે ને આત્માનો ચિતાર સ્પષ્ટ થતો જાય છે.
ગતિએ જતી વૃત્તિઓ હવે શમવા માંડે છે, અને વિચારની દિશા વારંવાર ચૈતન્ય
PDF/HTML Page 14 of 41
single page version
ખોવાયેલું – ખોવાયેલું રહ્યા કરે છે.
અને તેમનાં કાર્ય તે મારાં નથી; છતાં તેને મારાં માનું તો સ્વધર્મની મર્યાદા લોપાય ને
મિથ્યાત્વરૂપી મહાપાપ થાય. – એવુ હું કેમ કરું? અનાદિથી અજ્ઞાનવશ અન્ય પદાર્થો
અને તેમનાં પરિણમનો પ્રત્યે અનેક પ્રકારનાં અભિપ્રાયો આપતો આવ્યો, એટલું જ
નહિ પરંતુ તેમને નિજ અભિપ્રાય મુજબ ફેરવવાની બુદ્ધિથી અનંતા રાગ–દ્વેષ કરી
કરીને દુઃખી થયો. અરેરે! અજ્ઞાનભાવથી તો મેં અત્યાર સુધી દુઃખ દુઃખ ને દુઃખ જ
વેદ્યું છે. પણ હવે શ્રીગુરુ– સંતોના પ્રતાપે એ દુઃખનો આરો આવ્યો છે. શ્રી તીર્થંકર
ભગવાનનો ઉપદેશ મહાભાગ્યે મને મળ્યો, અને હવે મને ખબર પડી કે હું તો માત્ર
મારાં પરિણામોનો જ કર્તા છું. પર સાથે મારે કાંઈ સંબંધ નથી, તેથી તેમાં રાગ–દ્વેષ
કરવા નિરર્થક છે. તત્ત્વજ્ઞાનપૂર્વક આમ વર્તવાથી જગતમાં થતા અન્ય ફેરફારો પ્રત્યે
હવે તેને કંઈ પણ લેવા – દેવાની વૃત્તિ કે સુખ– દુઃખની વૃત્તિ રહેતી નથી; એટલે
મિથ્યા કલેશ – કષાયથી છૂટવાનું સહજ બની જાય છે. વળી તે પોતાના ચૈતન્ય
સ્વરૂપનો અચિંત્ય મહિમા વિચારી પોતાનો ઉપયોગ સ્વઆત્મા તરફ ઘુમાવવાનો
પુરુષાર્થ કરે છે; અને બાહ્ય તરફ ઝૂકતી પરિણતિને પાછી વાળે છે. શાંતિ અનુભવવા
માટે શાંતિસ્વરૂપ જે પોતાની વસ્તુ છે તેમાં જ ઉપયોગને દોરી જાય છે; કારણકે નિજ
આત્મા સિવાય બહારથી ક્્યાંયથી શાંતિ મળતી નથી – એની તેને ખાતરી છે. જેમાં
મારી શાંતિ નથી એવા જગતનાં તમામ નિમિત્તો – સાધનો વગેરે પદાર્થોથી મારે શું
પ્રયોજન છે? મારે તો મારા આત્મા સાથે પ્રયોજન છે. આમ સ્વ–પરનું અત્યંત
પૃથક્ક્રણ કરી, સ્વાનુભૂતિ માટે તે ચિંતવે છે કે–
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!
ચૈતન્યનો ફૂવારો છું; સત્ – ચિત્ – આનંદમય હું જ પોતે છું – પછી બીજાનું મારે શું
PDF/HTML Page 15 of 41
single page version
પાછો ફરી જાય છે – જુદો પડી જાય છે. વચ્ચે પરિણામ ઢીલા થાય તો પશ્ચાત્તાપપૂર્વક
ફરી ફરી ઉગ્ર પ્રયત્નથી ચિત્તને આત્મામાં જોડે છે. તત્ત્વપ્રતીતિની આવી પ્રયત્નદશા
વખતે તે જીવના અંતરમાં સહેજે અત્યંત કોમળતા – સમતા – ધર્મવાત્સલ્ય –
અહિંસાભાવ સંસારના વિષયોથી વિરક્તિ, ને ચૈતન્ય પ્રત્યેનો મહાન ઉલ્લાસ હોય છે.
બીજે ક્્યાંય તેનું ચિત્ત ચોંટતું નથી. વૈરાગ્ય અને તત્ત્વજ્ઞાનપૂર્વક તેનો તમામ પ્રયત્ન
પોતાના આત્મસ્વભાવમાં ધ્યાન કેન્દ્રિત કરવા તરફ ઢળેલો હોય છે; આવા ટાણે
બહારમાં તીવ્રપણે હિંસા–ચોરી – જૂઠું – પરિગ્રહ અને અબ્રહ્મચર્યના ભાવોમાં ડૂબી
જવાનું તેને સંભવે નહિ; જ્યાં – જ્યાં કષાયવાળું વાતાવરણ જણાય ત્યાંથી તેનું ચિત્ત
ઝડપભેર દૂર ભાગે. અહા, જ્યાં અંતરમાં લક્ષ ફરવાનું ટાણું આવ્યું, જ્યાં ચૈતન્યની
મહાઅતીન્દ્રિય શાંતિના ધોધ ઊછળવાની તૈયારી થઈ ત્યાં કષાયના પ્રસંગમાં તે જીવ
કેમ ઊભો રહે? આમ બાહ્યમાં ઉદાસીનતા ને અંતરમાં ચૈતન્યની પ્રસન્નતા વર્તતી
હોય. પોતાનો પુરુષાર્થ સ્વતરફ ઊપડી રહ્યો છે એમ તેને દેખાય.
વેગપૂર્વક સ્વઘર તરફ આવી રહી છે; ને ઉપયોગની વધુ ને વધુ સૂક્ષ્મતા દ્વારા બધી
સૂક્ષ્મ વિપરીતતાને પણ તે તોડતો જાય છે.
ધારા ઉલ્લસતાં તેની જ્ઞાનપરિણતિ અંતર્મુખ થઈને અજ્ઞાનઅંધકારને ભેદતી, દર્શન
મોહને તોડતી, નિર્વિકલ્પ મહાઆનંદપૂર્વક અતીન્દ્રિય સ્વસંવેદન વડે શાંતિના સમુદ્ર
પોતાના ભગવાન આત્માને પ્રત્યક્ષ કરી લે છે. અહા, તે અવસરને ધન્ય છે. ત્યારે
અપૂર્વ એવા સમ્યગ્દ્રર્શનથી તેના સર્વપ્રદેશ આનંદરસમાં તરબોળ થઈ જાય છે,
આત્મામાં આનંદ–આનંદની ધારા વહે છે; ને અપૂર્વ પ્રસન્નતાથી તેના રોમેરોમ પણ
પુલકિત થઈ જાય છે. અહા! ચૈતન્યના અખંડ સુખનો નમુનો ચાખવા મળ્યો,
મુક્તિના દરવાજા ખૂલી ગયા... એ ધન્ય પળની શી વાત!!
કિનારે
PDF/HTML Page 16 of 41
single page version
થઈ જાય. (ઉપમા માટે સ્થૂળ દ્રષ્ટાંત છે, બાકી તો સમ્યક્ત્વના અતીન્દ્રિય
મહાઆનંદને બહારની કોઈ ઉપમા લાગી શકતી નથી.) એકવાર આવા આનંદનો
સ્વાદ ચાખ્યો પછી તેને જગત સાવ જુુંદુ જાંદુ લાગે છે. પર્વત પર વીજળી પડતાં જેમ
મોટી ઊંડી તીરાડ પડી જાય તેમ ભેદજ્ઞાનરૂપી વીજળી વડે જ્ઞાન અને રાગ વચ્ચે, સ્વ
અને પર વચ્ચે તીરાડ પડતાં તેમની અત્યંત જુદાઈ સ્પષ્ટ ભાસે છે. હવે તેઓ કદી
એકપણે ભાસતા નથી. અનાદિકાળના દુઃખના દરિયામાંથી બહાર નીકળી સાદિઅનંત
સુખના મહાસમુદ્રમાં પ્રવેશ થઈ ગયો– એના પરમ આહ્લાદની શી વાત!! એની
અધિકતા આશ્ચર્યકારી હોય છે. જગતની તમામ પ્રકારની દ્વિધાઓમાંથી નીકળવાનો
માર્ગ તેને હાથ આવી ગયો. અહા! –
વીતરાગતા પ્રિય લાગી. “મારા શાંતરસપૂર્ણ આત્મામાં જ હું છું, બીજે ક્્યાંય હું નથી”
એમ હંમેશાંં રહ્યા કરે છે. લક્ષ તો બસ! આત્માનું.. . આત્માનું... ને આત્માનું! વચ્ચે
ગમે તે પ્રસંગ આવે, ગમે તે યોગ બને, પરંતુ આત્મા સિવાય કાંઈ ઈષ્ટ ન લાગે,
ક્્યાંય મન ચોંટે જ નહિ. વેપારાદિ યોગ્ય ધંધા તેને સ્વ–પોષણ અર્થે કરવા પડે તેમાં
પણ તે મધ્યસ્થતાપૂર્વક અને આત્માના લક્ષપૂર્વક જ વર્તતો હોય. જળકમળવત્
રહેવાનું તેનું સાહજિક જીવન હોય. અને તેવા સહજ જીવનને વધારે વેગ આપે તેવા
ધર્મચર્ચા–તીર્થયાત્રા –સ્વાધ્યાય – જિનમહિમા વગેરે પ્રસંગોમાં તેને પ્રેમ હોય. તેના
વિચાર–વાણી અને વર્તન હંમેશાંં તત્ત્વથી અવિરુદ્ધ રહ્યા કરતા હોય. જિનમાર્ગથી
વિપરીત કોઈ માર્ગને તે પુષ્ટિ આપે નહીં. વળી બોલવું – ચાલવું વગેરે પ્રવૃત્તિમાં પણ
તેને આત્મસ્વભાવની ને જૈનધર્મની મહત્તા નીતરતી હોય. સાધર્મી જ્ઞાનીને દેખતાં
તેના હૃદયમાં આનંદ ઉલ્લસી આવે.
કારણભૂતન લાગવાથી સંયમિત જીવનની ભાવના તેના હૃદયમાં સદાય વર્તની હોય.
PDF/HTML Page 17 of 41
single page version
સમ્યગ્દ્રર્શનના પ્રત્યક્ષ ફળને તે આત્મામાં નિરંતર અનુભવતો હોય; સમ્યગ્દ્રર્શનવડે
ભવાટવીમાંથી બહાર નીકળીને સિદ્ધાલયમાં પ્રસ્થાન કરવાનું મંગળમુહૂર્ત કરીને હવે તે
સમ્યગ્દ્રર્શનના આધારે – આધારે જીવનને ઉજ્જવળ કરતો – કરતો મુક્તિપુરીમાં
ભાવોનું જ વર્ણન શક્્ય બને. આ લખતાં – લખતાં એવા સમ્યક્ત્વસંબંધી ભાવોનું જે
ખૂબ – ખૂબ ઘોલન થયું ને તેનો ઊંડો મહિમા જાગ્યો તે જ મહાન લાભ છે.)
તેમાંથી કોઈક વિરલ જીવ – કે જેને જ્ઞાની–ગુરુઓના પ્રતાપે આધ્યાત્મિક સુખની
ભાવના જાગી છે, જેને અપૂર્વ આત્મશાંતિનો માર્ગ પ્રાપ્ત કરવો છે, આત્માને
ઓળખીને તેની સાધના કરવી છે, એ રીતે દુઃખમય સંસારથી દૂર થઈને
સમ્યગદ્રર્શનવડે મુક્તિના મહાન સુખનો માર્ગ લેવો છે, – તેવા આત્મસન્મુખ જીવની
રહેણીકરણી અને વિચારધારા અનોખી હોય છે.
કોઈ અમુક જ પ્રકારનો વિચાર કે વિકલ્પ હોય એવો નિયમ નથી, પણ સમુચ્ચયપણે
વિકલ્પનો રસ તૂટીને ચૈતન્યનો રસ ઘૂંટાય – એટલે તેની પરિણતિ સ્વભાવ તરફ
ઉલ્લસતી જાય એવા જ પરિણામ હોય. કોઈને હું જ્ઞાન છું એવા વિચાર હોય, કોઈને
સિદ્ધ જેવું આત્મસ્વરૂપ છે એવા વિચાર હોય, કોઈને આત્માની અનંત શક્તિના
વિચાર હોય – એમ
PDF/HTML Page 18 of 41
single page version
જ્યારે અંતરની કોઈ અદ્ભુત ઉગ્ર ધારાથી સ્વભાવ તરફ ઊપડે છે ત્યારે વિકલ્પો શાંત
થવા માંડે છે, ને ચૈતન્યરસ ઘૂંટાતો જાય છે. તે વખતે વિશુદ્ધતાના અતિ સૂક્ષ્મ
પરિણામોની ધારા વહે છે, જીવના પરિણામ સ્વરૂપના ચિંતનમાં વધુ ને વધુ મગ્ન થતા
સ્વભાવ– મહિમાને પુષ્ટ કરતો જાય છે, પણ તે વખતે સ્વભાવ પકડવા માટે જ્ઞાનની
મહત્તા છે; તે જ્ઞાન વિકલ્પથી આઘું ખસીને સ્વભાવ તરફ અંદર ઢળે છે ત્યારે તેને
પોતાના સાચા સ્વરૂપની મહત્તા સમજાય છે, અને પોતે કેવો છે – તેનું ભાન થાય છે.
તે એમ જાણે છે કે–
કંઈ અન્ય તે મારું જરી પરમાણમાત્ર નથી અરે!
મુક્તિપુરી હૈ મેરા ધામ, મિલતા જહાં પૂર્ણ વિશ્રામ.
અંશ પણ ભલે શુભ હોય પણ તે કાંઈ અકષાય – શાંતિની જાત તો ન જ કહેવાય ને?
– એમ તે જીવ વિકલ્પ અને જ્ઞાનની જાતને તદ્ન જુદી સમજે છે. રાગ એ પોતે દુઃખ
છે તેથી તેમાં એકત્વ બુદ્ધિ કરવી તે દુઃખનું મૂળ છે. આત્મસન્મુખ થવા ઈચ્છતો જીવ
તેનાથી અલિપ્ત રહેવા પ્રયત્ન કરે છે. તે વિચારે છે કે હું કોણ છું? ક્યાંથી થયો છું?
મારું ખરું સ્વરૂપ શું છે? ક્યાં કારણે મારે આ સંસારની પળોજણ છે? – હું તેને કઈ
રીતે તજું? તે જાણે છે કે પરપદાર્થ પ્રત્યેના મોહને લીધે જ હું મારા આત્મસ્વરૂપને
બેસી શાંતચિત્તે આત્મસ્વરૂપનું ચિંતન કરે છે, અંદર તેને જોવાનો પ્રયત્ન કરે છે. તરત
થોડા દિવસમાં જ તે ન દેખાય તોપણ આળસ કર્યાં વગર, રુચિ ને ધૂન છોડ્યા, વગર
તે દ્રઢ પ્રયત્ન ચાલુ જ રાખે છે.
બંનેથી રહિત એવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે છે. તે જાણે છે કે વિકલ્પથી નિર્ણય તે
PDF/HTML Page 19 of 41
single page version
નિર્ણય ક્યારે થાય? – કે જ્ઞાનપર્યાય રાગથી જુદી થઈને, અંતર્મુખ થઈને પોતાના
સ્વભાવને અખંડસ્વરૂપે લક્ષમાં લ્યે ત્યારે જ આત્મસ્વરૂપનો સાચો નિર્ણય થાય છે,
અને આવા નિર્ણયપૂર્વક જ્ઞાનનો ઝુકાવ શુદ્ધાત્મા તરફ વળે છે. આ રીતે આત્મસન્મુખ
થવાથી જ સિદ્ધિનો માર્ગ ખૂલે છે. સિદ્ધપદની આરાધના આત્માની અંદર જ થાય છે.
નીરાલંબી હોય છે. તેઓ કહે છે કે હે જીવ! તારે પરમેશ્વરને જોવા હોય ને પરમેશ્વર
થવું હો તો પરમેશ્વરની શોધ અંતરમાં જ કર. પરમેશ્વરપણું આત્મામાં જ છે. આ રીતે
મુમુક્ષુ જીવ અંર્તશોધમાં વર્તે છે.
સમ્યગ્દ્રર્શનને જ સર્વસુખનું મૂળ કારણ જાણીને તેને સેવો. આ સંસારમાં તે જ પુરુષ
શ્રેષ્ઠ છે, તે જ કૃતાર્થ છે અને તે જ પંડિત છે કે જેના હૃદયમાં નિર્દોષ સમ્યગ્દ્રર્શન
પ્રકાશે છે. સમ્યગ્દ્રર્શન જ સિદ્ધિપ્રસાદનું પ્રથમ સોપાન છે, મોક્ષમહેલનું પહેલું પગથિયું
સમ્યગ્દ્રર્શન છે; તે જ દુર્ગતિનાં દ્વારને રોકનાર મજબુત કમાડ છે, તે જ ધર્મના ઝાડનું
સ્થિર મૂળિયું છે, તે જ મોક્ષપુરીનું પ્રવેશદ્વાર છે, અને તે જ શીલરૂપી હારની વચમાં
લાગેલું શ્રેષ્ઠ રત્ન છે; સંસારની મોટી વેલને તે મૂળમાંથી ઊખેડી નાંખે છે. આવો
સમ્યક્ત્વનો મહિમા આત્મસન્મુખ જીવ જાણે છે તેથી તેને માટે તે અત્યંત પુરુષાર્થ કરે
છે. સમ્યગ્દ્રર્શન થતાં અનંત સંસારનો અંત આવી જાય છે ને અનંત મોક્ષસુખનો
પ્રારંભ થાય છે. જેમ શરીરના સર્વે અંગોમાં મસ્તક પ્રધાન છે અને મુખમાં નેત્ર મુખ્ય
છે તેમ મોક્ષને પ્રાપ્ત કરવા માટે સર્વ ધર્મોમાં સમ્યગ્દ્રર્શન જ મુખ્ય છે.
છે. તેને આત્માની અનુભૂતિમાં અતીન્દ્રિય ચૈતન્યરસનો જે અત્યંત મધુર સ્વાદ
આવ્યો તેમાં અનંત ગુણનો રસ સમાઈ જાય છે. આવા વેદનપૂર્વક પર્યાયમાં જે
ચૈતન્યધારા પ્રગટે છે તેમાં રાગાદિ અન્યભાવોનો અભાવ છે, એટલે રાગનો અને
જ્ઞાનનો સ્વાદ અત્યંત
PDF/HTML Page 20 of 41
single page version
બધા રસોથી જુદી જાતનો છે. આનંદપર્યાયસહિતના દ્રવ્યમાં વ્યાપેલો આત્મા તે હું છું
એમ ધર્મીજીવ અનુભવે છે. વિકલ્પો બધા તે અનુભૂતિથી જુદા રહી જાય છે, તે વિકલ્પો
વડે આત્મા પમાતો નથી. આત્મસન્મુખ જીવ ચેતનસ્વાદના અનુભવમાં રાગને ભેળવતો
મોહ જરાપણ મારો નથી, હું તો દ્રવ્યમાં તેમ જ પર્યાયમાં સર્વત્ર એક ચૈતન્યરસથી ભરેલો
છું; સર્વપ્રદેશે શુદ્ધ ચૈતન્યપ્રકાશનો નિધાન છું – એમ તે અનુભવે છે.
એક રસપણે પરિણમે છે. અનંતગુણના સ્વાદથી એકરસ ભરેલો ચૈતન્યરસ ધર્મીને
પ્રકારનાં દુઃખોથી અને રાગ–દ્વેષથી છૂટવા માટે આવા આત્માની ભાવના જ એક
અપૂર્વ ઔષધ છે.
આત્માર્થિતાને પુષ્ટ કરે છે. એવા આરાધક જીવોનો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે
સાધવા માટે જાગેલા મુમુક્ષુને કોઈને કોઈ પ્રકારે તેનો માર્ગ બતાવનારા જ્ઞાની મળી જાય
છે. રાગાદિથી ભિન્ન જ્ઞાનચેતનારૂપે પરિણમેલા જ્ઞાનીને ઓળખીને તે તેનો સમાગમ કરે
છે, ને તે જ્ઞાનીના જ્ઞાનભાવોની ઓળખાણ થતાં તે આત્માર્થીજીવનાં પરિણામ
આત્મસ્વભાવ તરફ ઝૂકે છે; તેની આત્માર્થિતા પુષ્ટ થાય છે ને રાગનો રસ તૂટતો જાય
છે. એમ થતાં કદી નહિ અનુભવાયેલી એવી અપૂર્વ આત્મશાંતિના ભાવો તેને પોતામાં
જાગે છે. જ્ઞાનીના સાચા સમાગમનું આવું ફળ જરૂર આવે જ છે.
છે કે બધામાંથી રસ છોડીને, સમયેસમયે સ્વની સંભાળ કરીને, બધા પ્રકારથી
આત્મવસ્તુનો મહિમા ઘૂંટીઘૂંટીને રાગથી જુદા ચૈતન્યભાવનું અંતરવેદન કરવું. તે
વિચારે છે કે હવે હું મારા પ્રયત્નમાં ઊંડો ઊતરીશ; મારો આત્મા જ આનંદનો
મહાસાગર છે તેમાં ડુબકી મારીને તેના એક ટીપાંનોં સ્વાદ લેતાં પણ રાગાદિ સમસ્ત
પરભાવનો સ્વાદ છૂટીને