PDF/HTML Page 1 of 45
single page version
PDF/HTML Page 2 of 45
single page version
ઊઠતા હતા કે વાહ! આત્મા અનુભવની એકદમ સરસ વાત છે.
વિકલ્પની તો નાસ્તિ છે ભાઈ! આત્માના અનુભવની રમતું જુદી છે. –
તોય એનો નિર્ણય ન ફરે. – કેમકે તે નિર્ણયમાં જ્ઞાનસ્વભાવનું જ
સરખું રાખીને આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર. તો તને અનુભવનો
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો છે; તે નિર્ણય કરવા માટે અંર્તસ્વભાવ
PDF/HTML Page 3 of 45
single page version
શું લાવ્યા? ચૈતન્યની અનુભૂતિ લાવ્યા, આત્માનો વૈભવ લાવ્યા...
જીવો ઉપર આપનો અજોડ ઉપકાર છે. આજે કહાનગુરુ આપના
શાસનનો મહાન પ્રભાવ ભરતક્ષેત્રમાં ફેલાવી રહ્યા છે... તેઓશ્રીનો
પણ અમારા ઉપર મહાન ઉપકાર છે. તેમના પ્રતાપે મુમુક્ષુ હૃદયોમાં
આપનું ભાવશ્રુત ટંકોત્કીર્ણ થયું છે, ને આરસમાં આપનું દ્રવ્યશ્રુત પણ
ટંકોત્કીર્ણ થઈ રહ્યું છે.
શું લાવ્યા? ચૈતન્યની અનુભૂતિ લાવ્યા, આત્માનો વૈભવ લાવ્યા...
જીવો ઉપર આપનો અજોડ ઉપકાર છે. આજે કહાનગુરુ આપના
શાસનનો મહાન પ્રભાવ ભરતક્ષેત્રમાં ફેલાવી રહ્યા છે... તેઓશ્રીનો
પણ અમારા ઉપર મહાન ઉપકાર છે. તેમના પ્રતાપે મુમુક્ષુ હૃદયોમાં
આપનું ભાવશ્રુત ટંકોત્કીર્ણ થયું છે, ને આરસમાં આપનું દ્રવ્યશ્રુત પણ
ટંકોત્કીર્ણ થઈ રહ્યું છે.
PDF/HTML Page 4 of 45
single page version
તે દિવસે પૂ. ગુરુદેવના સુહસ્તે ઈટાલીના મશીન દ્વારા
પ્રાંગણનાં બંધાયેલ મંડપમાં પૂ. ગુરુદેવનું ભાવભીનું પ્રવચન
આજે કુંદકુંદાચાર્યદેવની આચાર્યપદવીનો મહાન દિવસ છે. આત્માના આનંદમાં
પર્વત પર બિરાજતા હતા; ત્યાંથી વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા પાસે તેઓ ગયા
હતા, ને આઠ દિવસ રહીને ભગવાનની વાણી સાંભળી હતી; તેમની આચાર્યપદે
પ્રતિષ્ઠાનો આજે દિવસ છે. તેમણે સમયસારાદિ મહાન પરમાગમ રચીને ઉપકાર કર્યો
છે. મંગલના શ્લોકમાં મહાવીર ભગવાન અને ગૌતમ ગણધર પછી
PDF/HTML Page 5 of 45
single page version
આરસમાં) સમયસાર કોતરવાની મંગલ શરૂઆત થઈ છે.
અનુભવદશામાં ઝુલતાં ઝુલતાં શાસ્ત્ર–રચનાનો વિકલ્પ આવ્યો ને આ સમયસારાદિ
શાસ્ત્રોની રચના થઈ ગઈ; તેમાં વિકલ્પનું કે વાણીનું કર્તૃત્વ તેમના જ્ઞાનમાં નથી,
જ્ઞાનના સ્વ–પરપ્રકાશક સામર્થ્યમાં વિકલ્પ અને વાણી પરજ્ઞેયપણે જણાઈ જાય છે.
આખો આત્મા આવો આનંદમૂર્તિ – ચૈતન્મૂર્તિ છે’ એવું ધર્મીને ભાન થાય છે. આ રીતે
સ્વભાવમાં એકતા ને રાગથી ભિન્નતાના અનુભવ સહિત આત્માની જે પ્રતીત થઈ તે
સમ્યગ્દ્રર્શન છે. એવું સ્વરૂપ આચાર્યદેવે આત્માના વૈભવથી આ સમયસારમાં દેખાડ્યું
છે. ધર્મીને રાગના કાળે તે રાગનું જ્ઞાન વર્તે છે, એટલે ધર્મી જીવ સ્વ. પરપ્રકાશક
જ્ઞાનપણે વર્તે છે. તેના જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માનો અનુભવ વર્તે છે,
અહા, ચૈતન્યભગવાન પૂર્ણાનંદપણે જેને અનુભવમાં આવ્યો તે સમ્યગ્દ્રર્શનની શી વાત!
લોકોને સમ્યગ્દ્રર્શન શું ચીજ છે તેની ખબર નથી.
‘વિકલ્પનું જ્ઞાન’ કહેવું તે વ્યવહાર છે, ખરેખર જ્ઞાનમાં વિકલ્પની અપેક્ષા નથી. જ્ઞાની
વિકલ્પનો કર્તા નથી. એ વાત ૯પ માં કળશમાં આચાર્યદેવ કહે છે–
न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।। ९५ ।।
જીવને તે વિકલ્પનું કર્તાકર્મપણું કદી નાશ થતું નથી. અને જ્ઞાન થયા પછી વિકલ્પનું
PDF/HTML Page 6 of 45
single page version
છે તે જ જીવ વિકલ્પનો કર્તા છે. જ્ઞાનના અનુભવપણે પરિણમનાર જીવ વિકલ્પનો કર્તા
કદી થતો નથી. અજ્ઞાનભાવથી જ જીવને વિકલ્પનું કર્તાપણું છે, અને વિકલ્પ જ
અજ્ઞાનીનું કર્મ છે. જ્ઞાનમાં વિકલ્પ સાથે કર્તાકર્મપણું છૂટી જાય છે. આવા જ્ઞાન
આનંદનો સ્વાદ જેણે ચાખ્યો નથી તે જ વિકલ્પનો કર્તા થઈને તેને કરે છે. પણ
વિકલ્પનું તે કર્તૃત્વ અજ્ઞાનીને તે અજ્ઞાનપર્યાયમાં જ છે. દ્રવ્ય – ગુણસ્વભાવમાં
વિકલ્પનું કર્તૃત્વ નથી, કે કર્મ વગેરે બીજી ચીજ તે વિકલ્પની કર્તા નથી. અને
દ્રવ્યસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તેને તો જ્ઞાનપર્યાયમાં વિકલ્પનું ય કર્તૃત્વ નથી, તેને
તો જ્ઞાનભાવનું જ કર્તૃત્વ છે.
નથી. અને જ્ઞાનીને તો તે શુભાશુભભાવના કાળે જ તેનાથી ભિન્ન જ્ઞાનનું વેદન વર્તે છે,
તેમાં તે જ્ઞાન–આનંદના સ્વાદને જ વેદે છે, શુભાશુભરાગનું કર્તૃત્વ તેને નથી, ને
બહારથી ક્રિયાનું કર્તૃત્વ પણ નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્માના વેદન વગર અનંતવાર
શુભક્રિયાઓ કરીને સ્વર્ગમાં જવા છતાં જીવ દુઃખને જ પામ્યો; શુભરાગવડે પણ તે
તો દુઃખરૂપ છે, જીવમાં ક્ષોભ ઉત્પન્ન કરનારાં છે, ને તેનાથી પાર જ્ઞાનસ્વરૂપ આત્મા
આનંદરૂપ છે, અરે, આવા આત્માને લક્ષમાં તો લ્યો, વીતરાગદેવે કહેલા આત્મતત્ત્વને
ઓળખ્યા વગર ભવના આરા આવે તેમ નથી.
કર્તાકર્મપણું કદી છૂટતું નથી. અહીં તો જ્ઞાનસ્વભાવના અનુભવવડે તે કર્તાકર્મપણું કેમ
છૂટી જાય – તે વાત આચાર્યભગવાને આ સમયસારમાં સમજાવી છે. જ્ઞાનમાં વિકલ્પનું
કર્તૃત્વ જરાપણ ભાસતું નથી. વિકલ્પનો કોઈ અંશ જ્ઞાનમાં નથી, તેથી જ્ઞાનીને વિકલ્પનું
કર્તાપણું જરાપણ નથી. જ્ઞાનની પરિણતિ અને વિકલ્પને કરવારૂપ પરિણતિ બન્ને
એકસાથે કદી હોય નહીં. વિકલ્પને કરવારૂપ અજ્ઞાનક્રિયામાં જ્ઞાનક્રિયા કદી હોતી નથી,
PDF/HTML Page 7 of 45
single page version
ત્યાં હવે રાગનું કર્તૃત્વ કેવું? સમ્યગદ્રર્શન થયું ત્યાં આત્મામાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ,
આત્મા આનંદનો સ્વાદ લઈને જ્ઞાનરૂપ થયો, ત્યાં હવે રાગ રહી શકે નહીં. તેથી દ્રષ્ટિમાં
તો આનંદમય આત્મા બિરાજે છે.
જ્ઞાન ભલે હો, પણ તે જ્ઞાન રાગથી જુદું પૃથક વર્તે છે. આવો મોક્ષનો માર્ગ છે. ભાઈ!
ચોરાશીલાખ યોનિમાં અવતાર કરી કરીને અજ્ઞાનથી તું દુઃખી થયો, તેનાથી છૂટકારો
કેમ થાય તેની આ વાત છે.
– પણ સમકિતીની જ્ઞાનપર્યાયમાં તે રાગ નથી, જ્ઞાનથી તો તે જુદો જ છે. જેમ જગતમાં
છ દ્રવ્યો છે તે બધા પૃથક્ – પૃથક્ છે, તેમ ધર્મીને જ્ઞાન અને રાગ પણ પૃથક્ – પૃથક્
વર્તે છે. તેમાં જ્ઞાનના કર્તાપણે ધર્મી વર્તે છે. રાગ તેના જ્ઞાનપણે વર્તતો નથી પણ
જ્ઞાનથી જુદો જ વર્તે છે. અજ્ઞાની તો જ્ઞાન ને રાગ બધું એકમેક અનુભવે છે, રાગથી
જુદા જ્ઞાનની તેને ખબર નથી, જ્ઞાનના સ્વાદને તે જાણતો નથી, તેથી અજ્ઞાનમાં તેને
કદી થતું નથી. અહો, સમ્યગ્દ્રર્શન એટલે તો આત્મા, સમ્યગ્દર્શન એટલે તો સમયસાર, –
તેમાં રાગનું કર્તૃત્વ કેમ હોય? ચોથા ગુણસ્થાને જે રાગ છે તે રાગનું કર્તૃત્વ સમકિતીની
જ્ઞાનપર્યાયમાં નથી; ચોથા ગુણસ્થાને પણ ધર્મીજીવ પોતાના જ્ઞાનભાવને જ કરે છે. છ
દ્રવ્યો જેમ જુદાં છે તેમ જ્ઞાન અને રાગ જુદાં છે. રાગ રાગના ઘરે રહ્યો, સમકિતીની
જ્ઞાન–આનંદપર્યાયમાં તે નથી. સમયસારની તો રચના જ કોઈ અલૌકિક છે, તેમાં બધુંય
આવી જાય છે.
PDF/HTML Page 8 of 45
single page version
વ્યવહારના વિકલ્પો કે રાગ નથી. સ્વભાવનો આશ્રય કરીને ધર્મી જ્ઞાન–આનંદરૂપે
પરિણમ્યો તેમાં કોઈ રાગની – વિકલ્પની અપેક્ષા નથી. બીજા કોઈ કારકની અપેક્ષા
રાખ્યા વગર ધર્મી પોતાના સ્વાધીન ષટ્કારથી જ્ઞાન–આનંદરૂપે પરિણમે છે. અહો,
આવું નિરપેક્ષપણું વસ્તુસ્વરૂપમાં છે.
પ્રભુની વાણી છે, તેની એકેક ગાથામાં જ્ઞાનનો મોટો દરિયો ભર્યો છે.
રાગનું કાર્ય છે જ નહીં તો તે રાગ જ્ઞાનનું કારણકેમ થાય? જ્ઞાનનું કારણ–કાર્ય જ્ઞાનરૂપ
જ હોય. એકલા જ્ઞાન–દર્શન–આનંદરૂપ નિર્મળભાવ તે જ ધર્મીનું કાર્ય છે; બીજું તેનું
કાર્ય નથી. અને અજ્ઞાનીને વિકલ્પનું કાર્ય છે, બીજું કોઈ કાર્ય તેને નથી. વિકલ્પને જેણે
પોતાનું કાર્ય માન્યું, વિકલ્પને જ્ઞાનનું સાધન માન્યું, વિકલ્પવાળો આત્મા છે એમ જે
અનુભવે છે – તે જીવને રાગનું કર્તાકર્મપણું ક્્યાંથી છૂટે? રાગ સહિત જ તે પોતાને
અનુભવે છે, ને રાગથી ભિન્ન ચેતનસ્વભાવને જે અનુભવતો નથી તેને કદી રાગાદિનું
કર્તાપણું છૂટતું નથી એટલે સંસારભ્રમણ છૂટતું નથી, કેમકે આત્માને રાગાદિસ્વરૂપ
માનવો તે જ સંસારનું બીજ છે. ધર્મીને રાગાદિથી ભિન્ન જ્ઞાનના અનુભવવડે સંસારનું
બીજ છેદાઈ ગયું છે. રાગ તો દશમાં ગુણસ્થાન સુધી હોય છે પણ ધર્મીનું જ્ઞાન તે
રાગસહિત નથી; રાગથી જાદા જ જ્ઞાનસ્વરૂપપણે ધર્મી પોતાને અનુભવે છે. આવો
અનુભવ તે જ સમ્યગ્દ્રર્શનને સમ્યજ્ઞાન છે, તે ધર્મીનું કાર્ય છે.
બંને બે–પણે વર્તે છે એટલે જુદાપણે વર્તે છે, એટલે તેમને કર્તાકર્મપણું નથી. આ રીતે
ધર્મીનું જ્ઞાન વિકલ્પસહિત નથી, વિકલ્પનું કર્તા નથી, જ્ઞાનસત્તા વિકલ્પથી જુદી છે.
રાગ કાળે રાગવાળો જ આત્મા જેને ભાસે છે ને રાગથી જુદું જ્ઞાનસ્વરૂપ
PDF/HTML Page 9 of 45
single page version
જો જાને સો જાનનહારા.
જાને સો કરતા નહીં હોઈ,
કરતા સો જાને નહીં કોઈ,
PDF/HTML Page 10 of 45
single page version
છે. શાંત – ચૈતન્યસ્વભાવ આત્મા છે તેના આશ્રયે જે અકષાય – વીતરાગદશા પ્રગટી
તેનું નામ જૈનધર્મ, ને તે મોક્ષનો માર્ગ. આ આત્મા, અને આ રાગ એમ બંનેનું જ્ઞાન
જ્ઞાનને ભિન્ન જાણે તે રાગનો કર્તા થાય નહીં. અને જે રાગનો કર્તા થઈને રોકાણો છે
તે જીવ જ્ઞાન અને રાગની ભિન્નતાને જાણતો નથી. રાગથી જુદો ચૈતન્યભાવ ધર્મીને
દ્રષ્ટિમાં તરવરે છે; ત્યાં રાગના વેદનને તે ચૈતન્યથી જુદું જાણે છે; એટલે પોતે
ચૈતન્યસ્વભાવપણે જ રહેતો થકો રાગાદિ ભાવોનો જાણનાર જ રહે છે – પણ કર્તા થતો
નથી. માટે જે જ્ઞાતા છે તે કર્તા નથી.
નથી. ધર્મીએ સ્વસંવેદન વડે ચૈતન્યના નિધાન ખોલીને જે જ્ઞાનપર્યાય પ્રગટ કરી, તે
જ્ઞાન રાગાદિને પણ જાણે જ છે – પણ રાગરૂપે થઈને તેને કરતું નથી. રાગને જાણતાં
જ્ઞાન તો જ્ઞાનરૂપે જ રહે છે, ને પોતે જ્ઞાનરૂપે જે પોતાને અનુભવે છે. આનું નામ
ધર્માત્માની ‘જ્ઞપ્તિક્રિયા’ છે. – તે ધર્મ છે.
પણ જીવનો નથી. – અંદર ભગવાનના દરવાજામાં પેસવાનો આ માર્ગ છે. અહો, આવો
સુંદર અંદરનો માર્ગ! તેની કોઈ પશુ જેવા અજ્ઞાની જનો નિંદા કરે તોપણ હે જીવ! તે
સાંભળીને તું ખેદખિન્ન થઈશ મા... ને આવા સુંદર માર્ગને છોડીશ નહીં. તું તારા
અંતરમાં આવા માર્ગને સાધી લેજે. અરે, રાગનો જ અનુભવ કરનારા, રાગને જ
ખાનારા પશુ જેવા જીવો આવા વીતરાગમાર્ગને ક્્યાંથી જાણે? એટલે એવા જીવો નિંદા
કરે તોપણ તું આવા અપૂર્વ માર્ગને ભક્તિથી આદરજે. અંદર ચૈતન્ય પરમેશ્વર બિરાજે
કર્તૃત્વમાં રોકાઈ ગયા છે. ધર્મી તો જ્ઞાનસ્વભાવને અનુભવતો થકો કેવળ જાણનાર છે.
સમ્યગદ્રષ્ટિની પદવી કોઈ અલૌકિક છે, તેની કિંમતની જગતને ખબર નથી. અને
સમ્યગ્દ્રર્શન પછી ચારિત્રદશાના મહિમાની તો શી વાત? ચારિત્ર
PDF/HTML Page 11 of 45
single page version
ચેતનપર્યાય પ્રગટી છે તેને નમન કરીને તેનો આદર કર્યો છે. પાંચે પરમેષ્ઠીમાં
વીતરાગ–વિજ્ઞાનને નમસ્કાર કર્યાં છે. કેવળી ભગવાન જાણનાર છે, તે સમકિતીનો
આત્મા પણ જાણનાર જ છે; તેને રાગ છે પણ તે જ્ઞાનથી જુદાપણે છે. આવા
જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે અરિહંતનો માર્ગ છે.
જ્ઞાનમાં રાગનું કર્તૃત્વ નથી. તેમ સમકિતીના જ્ઞાનમાં પણ રાગનું કર્તૃત્વ નથી. જેમ
ભિન્ન પરજ્ઞેયપણે જ છે, તે જ્ઞાનમાં તન્મયપણે નથી. જ્ઞાનનું તો ક્રોધાદિનું પરિણમન
અત્યંત જુદું છે. જ્ઞાનપરિણમનમાં ક્રોધ નથી, ને ક્રોધપરિણમનમાં જ્ઞાન નથી; બંને તદ્ન
જુદા છે.
ભગવાનપણે અનુભવે છે. રાગ છે તેને જાણે છે – પણ જ્ઞાનથી ભિન્નપણે જાણે છે. માટે
જાણનાર તે રાગનો કર્તા નથી.
સમયસાર છે. રાગથી ભિન્ન જ્ઞાનભાવરૂપે પરિણમેલો આત્મા તે પોતે સમયસાર છે, તે
દ્રવ્યકર્મ – ભાવકર્મ – નોકર્મથી રહિત છે. દ્રવ્યકર્મ ભાવકર્મ–નોકર્મ ત્રણેય જ્ઞાનથી બહાર
છે. સ્વાનુભૂતિ વડે આવા જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરનાર જીવ પોતે સમયસાર
છે.
PDF/HTML Page 12 of 45
single page version
રહ્યો નથી. જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નાતાના આવા
તેનું આનંદકારી વર્ણન છે.... અનુભૂતિનાં ગંભીર રહસ્યોને તે
પ્રસિદ્ધ કરે છે.
ધ્રુવમાં ક્્યાંય પરદ્રવ્ય કે વિકલ્પ નથી, પર વડે કે વિકલ્પ વડે કાંઈ ચૈતન્યના ઉત્પાદ
વ્યય– ધ્રુવ કરાતા નથી; ચૈતન્યભાવના ઉત્પાદ– વ્યય– ધ્રુવને રાગાદિ સાથે કર્તા –
કર્મનો સંબંધ નથી; એટલે ધર્મીજીવ કર્તા થઈે પોતાના ચૈતન્યના ઉત્પાદ – વ્યય – ધ્રુવને
કરે છે પણ રાગાદિને તે કરતો નથી.
ચૈતન્ય ભાવમાં નથી. ચ્ૈતન્યસ્વભાવને અનુભવનાર ધર્મીજીવને ‘હું શુદ્ધ છું’ એવા
વિકલ્પનોય પક્ષ નથી એટલે તેનું કર્તાપણું નથી. મારી ચૈતન્યવસ્તુ પુણ્ય – પાપ
વિનાની ચીજ છે, એવા ચૈતન્યસ્વભાવપણે પોતાને લક્ષમાં લીધો ત્યાં ઉત્પાદ–વ્યય –
ધ્રુવ ત્રણે ચૈતન્યરૂપ થયા, રાગ – વિકલ્પ તેમાં ન આવ્યા. જે પર્યાયે ચૈતન્યસ્વભાવનો
નિર્ણય કર્યો તે પર્યાય પણ ચૈતન્યરૂપ થઈ, ને રાગથી જુદી થઈ ગઈ.
PDF/HTML Page 13 of 45
single page version
PDF/HTML Page 14 of 45
single page version
વિકલ્પો) રહેતા જ નથી; જ્ઞાન તેનાથી જુદું પડી ગયું એટલે તેણે બંધપદ્ધત્તિને છોડી
દીધી એમ કહેવાય છે.
સ્વસંવેદનમાં સાક્ષાત્ કરીને ધર્મી કહે છે કે અમે અમારા અપાર ચૈતન્યતત્ત્વને બંધ
ભાવોથી જુદું જ અનુભવીએ છીએ તે અનુભવમાં ‘ધ્રુવ છું – એક છું’ એવા પણ વિકલ્પ
રહેતા નથી. શુદ્ધાત્માને હું વિકલ્પવડે નથી અનુભવતો, પણ ચૈતન્યભાવ વડે જ
અનુભવું છે.
અનુભવ કરું છું એવા કોઈ ભેદ–વિકલ્પ ત્યાં રહેતા નથી. ‘આ દ્રવ્ય, આ પર્યાય’ એવા
ભેદના વિકલ્પ અનુભવમાં રહેતાં નથી. વિકલ્પમાં તો આકુળતા છે; અનુભવમાં
નિર્વિકલ્પ આનંદનું વેદન છે. જુઓ, આ સમયગ્દ્રર્શન થવાની દશાનું વર્ણન છે. મુનિપણું
વગેરે તો સમ્યગ્દ્રર્શનપૂર્વકની ઘણી ઊંચી વીતરાગદશા છે; પણ સમ્યગ્દ્રર્શનના
અનુભવની દશા પણ અલૌકિક છે.
અનુભૂતિમાં સમસ્ત વિકલ્પ – વ્યાપાર અટકી ગયો છે, એવી અનુભૂતિરૂપે પરિણમેલા
આત્માને ‘સમયસાર’ કહેવામાં આવે છે. જુઓ, શુદ્ધ પરિણતિરૂપે પરિણમેલા આત્માને
‘સમયસાર’ કહેવાય છે; તેને જ સમ્યગ્દ્રર્શન, સમ્યગ્જ્ઞાન, અનુભૂતિ વગેરે નામથી
કહેવાય છે. એકલા દ્રવ્યને સમયસાર ન કહ્યો, પણ શુદ્ધ પર્યાયરૂપે પરિણમેલા આત્માને
જ ‘સમયસાર’ કહ્યો છે.
PDF/HTML Page 15 of 45
single page version
કહ્યો. તે નયપક્ષના વિકલ્પવડે ખંડિત થતો નથી, કેમકે તે વિકલ્પથી જુદો જ છે,
વિકલ્પનો તેમાં પ્રવેશ જ નથી. આવા સમયસારને એકને જ સમ્યગ્દ્રર્શન વગેરે નામ
અપાય છે. તે અલૌકિક ચીજ છે, બીજા કોઈ વડે તેનું મૂલ્યાંકન થઈ શકે નહીં. સંયોગ
વડે કે શુભરાગ વડે સમ્યગ્દ્રર્શનની કિંમત ટાંકી શકાય નહીં.
છૂટીને અંતરમાં સ્વભાવસન્મુખ થઈને આત્માને અનુભવે છે, – સમ્યક્પણે દેખે છે અને
શ્રદ્ધે છે, તે જ સમ્યગ્દ્રર્શન અને સમ્યગ્જ્ઞાન છે. આવા ભાવસ્વરૂપ થયેલા આત્માને
સમ્યગ્દ્રર્શન અને સમ્યગ્જ્ઞાન નામ મળે છે. તેણે જ્ઞાનની જાતરૂપ થઈને જ્ઞાનનો
અનુભવ કર્યો, આનંદના વેદન સહિત જ્ઞાનની અનુભૂતિ થઈ, તે જ સમ્યગ્દ્રર્શન ને
સમ્યગ્જ્ઞાન છે.
છે. જેણે આવી અનુભૂતિ કરી તે જીવ સિદ્ધના પાટલે બેઠો, એને હવે આત્માના હિતનો
ધંધો કરતાં આવડશે, એટલે સમ્યગ્દ્રર્શન ઉપરાંત ચારિત્ર – વીતરાગતાને કેવળજ્ઞાનને તે
સાધશે. આ તો સંતોના અંતરની વાતું છે.
પ્રકાશનારો અદ્વિતીય દીવડો છે. જગત માને – ન માને તેની સાથે ધર્મીને શું સંબંધ છે?
ફૂલ પોતે સ્વભાવથી સુગંધી છે, તે જંગલમાં હો કે ગામની વચ્ચે હો, કોઈ તેની સુગંધને
ખીલે છે; સુગંધપણે ખીલવું એ તેનો સ્વભાવ જ છે, તેમ ધર્મી જીવ પોતાની શાંતિને
પોતામાં વેદે છે. બહારમાં પુણ્યના ઠાઠ હો કે ન હો, લોકો એને માને કે ન માને, તેની
સાથે ધર્મીની શાંતિનો સંબંધ નથી, તે તો પોતાના આત્માને માટે જ પોતાના
સ્વભાવથી શાંતભાવરૂપ પરિણામે છે, ને પોતે પોતાની શાંતિને વેદીને તૃપ્ત થાય છે.
બીજા માને તો જ અહીં શાંતિ થાય – એવું કાંઈ નથી.
PDF/HTML Page 16 of 45
single page version
શ્રુતજ્ઞાનના અવલંબનથી નકકી કરવો. પુણ્ય – પાપના વિકલ્પો હું નહીં, હું તો
જ્ઞાનસ્વભાવ છું – એમ પહેલેથી નકકી કરવું. ભાઈ! આ દેહનો ડોલો તો ડોલી રહ્યો છે
– ક્ષણમાં તે પડી જશે. તો તેનાથી ભિન્ન જ્ઞાનસ્વભાવ આત્મા તું છો – એમ નકકી કર.
નિર્ણયમાં લ્યે છે. આ વિકલ્પ રાખવા જેવો છે – એવો નિર્ણય નથી કર્યો, પણ આ
વિકલ્પ છોડવા જેવો છે, –એમ નિર્ણયમાં લીધું છે, એટલે વિકલ્પથી જુદું જ્ઞાન નિર્ણયમાં
લીધું છે. સંતોનો જે ઉપદેશ છે તે પણ જ્ઞાન અને વિકલ્પની ભિન્નતા બતાવીને વિકલ્પ
છોડાવવા માટે છે. પહેલેથી જ વિકલ્પથી જુદા જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને ઉપડ્યો છે,
તે જીવ વિકલ્પને ઓળંગીને, જ્ઞાનને અંતર્મુખ કરીને સાક્ષાત્ નિર્વિકલ્પ અનુભવ કરે છે.
સંતોનો અભિપ્રાય વિકલ્પ છોડવાનો છે, ને શ્રોતા પણ તેવો અભિપ્રાય સમજીને
સાંભળે છે, એટલે શ્રવણના કાળે પણ શ્રવણના વિકલ્પ ઉપર તેનું જોર નથી, પણ
‘વિકલ્પથી પાર ચૈતન્યતત્ત્વ સંતો કહે છે’ તે ધ્યેય ઉપર તેનું જોર જાય છે. આ રીતે
જ્ઞાન અને વિકલ્પની ભિન્નતાના લક્ષે ઉપડેલો જીવ વિકલ્પ તોડીને જ્ઞાનસ્વભાવનો
અનુભવ કરે છે.
છોડવા માટે છે – એવો તેનો નિર્ણય છે; એટલે નિર્ણયમાં વિકલ્પના અવલંબનનો
અભિપ્રાય નથી પણ વિકલ્પ છોડીને જ્ઞાનસ્વભાવના અવલંબનનો જ અભિપ્રાય છે.
વિકલ્પ હતો તે કાંઈ નિર્વિકલ્પ અનુભવનું કારણ નથી; જ્ઞાનસ્વભાવનું અવલંબન
કરતાં આ વિકલ્પ તૂટી જશે – એમ તેણે લક્ષમાં લીધું છે. ‘જ્ઞાનસ્વભાવ છું’ એવો
નિર્ણય ક્યારે થાય? કે વિકલ્પ તે મારા સ્વભાવનું કાર્ય નથી – એમ નકકી કર્યું ત્યારે
જ્ઞાનસ્વભાવનો નિર્ણય થાય છે.
PDF/HTML Page 17 of 45
single page version
PDF/HTML Page 18 of 45
single page version
શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરે છે. વિકલ્પ તો પરસન્મુખ છે; તે કાંઈ આત્મસન્મુખ થઈ
તે જ્ઞાન નિર્વિકલ્પ વિજ્ઞાનઘન વિજ્ઞાનઘન આત્માને સાક્ષાત્ અનુભવે છે. – આવી
અનુભૂતિ તે જ સમ્યગ્દ્રર્શનને સમ્યગ્જ્ઞાન છે, તે જ અતીન્દ્રિય આનંદ છે; તેમાં એક સાથે
અનંત ગુણની નિર્મળતાની અનુભૂતિ છે; તેથી જે કાંઈ કહો તે બધું આ એક
અનુભૂતિમાં જ સમાય છે.... આવી અનુભૂતિસ્વરૂપ થયેલો આત્મા તે જ સમયસાર
છે... . તે જ સમયનો સાર છે.
PDF/HTML Page 19 of 45
single page version
PDF/HTML Page 20 of 45
single page version
૨પ૩.
૨પ૪.
૨પપ.
૨પ૬.
૨પ૭.
૨પ૮.
૨પ૯.
પોતાની ભૂલને, તેમજ પોતાના
ગુણને જાણે ત્યારે.
જીવને સુખ – દુઃખનું કારણ કોણ?
પોતાના ગુણ – દોષ; બીજું કોઈ
નહીં, કર્મ પણ નહીં.
આત્માનો સ્વભાવ દુઃખનું કારણ
થાય?
ના; આત્માનો સ્વભાવ સુખનું જ
કારણ છે.
રાગ કે પુણ્ય કદી સુખનું કારણ
થાય?
ના; રાગ ને પુણ્ય તો સદાય દુઃખનું
જ કારણ છે.
આમ જાણનાર જીવ શું કરે છે?
પુણ્ય – પાપથી જુદો પડીને આત્મા
તરફ વળે છે.
પુણ્યથી ભવિષ્યમાં સુખ મળશે એ
સાચું? – ના.
અજ્ઞાનીઓ કોને આદરે છે?
પુણ્યને.
જ્ઞાની કોને આદરે છે?
પુણ્ય – પાપ વગરની જ્ઞાનચેતનાને,
૨૬૧.
૨૬૨.
૨૬૩.
૨૬૪.
૨૬પ.
૨૬૬.
૨૬૭.
શકે?
કદી ન થાય, આત્માને ઓળખીને જ
ધર્મ થાય.
સમ્યગ્દર્શનનાં નિમિત્ત કોણ છે?
સાચાં દેવ – ગુરુ – ધર્મ સમ્યક્ત્વનાં
નિમિત્ત છે.
ગુણ શું? પર્યાય શું?
દ્રવ્ય શું? ટકે તે ગુણ; પલટે તે
પર્યાય; ગુણ પર્યાયવંત દ્રવ્ય.
વીતરાગી દેવ કોણ? – અરિહંત અને
સિદ્ધ.
નિર્ગ્રથ ગુરુ કોણ? – આચાર્ય
ઉપાધ્યાય – સાધુ.
સાચો ધર્મ ક્યો? – સમ્યક્ત્વાદિ
વીતરાગભાવ.
ઇંડામાં જીવ છે?
હા; તે પંચેન્દ્રિય જીવ છે; તેનો
આહાર તે માંસાહાર જ છે.
વીતરાગમાર્ગમાં અહિંસા કોને કહે
છે?
રાગાદિ ભાવોથી રહિત શુદ્ધભાવ તે
અહિંસા છે