Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૫૩
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
૩પ૩
આ જે... જ...
ચૈતન્યના આનંદની મજા કરતું–કરતું ભેદજ્ઞાન પ્રગટે છે.
ભેદજ્ઞાન આનંદપૂર્વક મોહનો નાશ કરતું પ્રગટ થાય છે.
તેને માટે અંતરમાં ચૈતન્યનો પરમ પ્રેમ જાગવો જોઈએ.
કોઈ કહે–ધીમે ધીમે આત્માનો પ્રેમ કરશું.
તો ગુરુદેવ કહે છે કે–ભાઈ! ધીમે ધીમે નહીં, આજે જ
આત્માનો ઉત્કૃષ્ટ પ્રેમ કર. એની અંતર ધૂન જગાડીને
આત્માને આજે જ અનુભવમાં લે... તેમાં વિલંબ ન કર.
‘બીજાનો પ્રેમ આજે ને આત્માનો પ્રેમ કાલે’ એમ ન
કરો. આત્માના હિતના કાર્યને ગૌણ ન કરો. અત્યારે
જ હિતનો અવસર છે, હિતને માટે અત્યારે જ ઉત્તમ
ચોઘડીયું છે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદન : બ્ર. હરિલાલ જૈન

PDF/HTML Page 3 of 49
single page version

background image
સોનગઢ–સમાચાર... (ફાગણ સુદ બીજ)
ફાગણ સુદ બીજ સોનગઢ–જિનમંદિરમાં સીમંધરપ્રભુની પ્રતિષ્ઠાનો
મંગલ દિવસ છે... વહેલી સવારમાં આનંદ–ઉલ્લાસપૂર્વક વિદેહીનાથ સીમંધરાદિ
ભગવંતોનું ભક્તિથી પૂજન થયું. વિશેષમાં સોનગઢમાં જે ભવ્ય પરમાગમ–મંદિર
બંધાઈ રહ્યું છે તેમાં આજે ગુરુદેવનું પહેલું જ મંગલપ્રવચન થયું. આનંદ–
મંગલકારી એ પ્રવચન બાદ સીમંધરપ્રભુની રથયાત્રા ગામમાં ફરીને પરમાગમ–
મંદિરમાં આવી... અહો! સીમંધરપ્રભુજી પરમાગમ–મંદિરના ઉત્સવમાં પધાર્યા... ને
પરમાગમમંદિરમાં પ્રભુના અભિષેક–પૂજન થયા.
બપોરે સવાબાર વાગ્યા પછી
સમયસાર કોતરેલી પ્રથમ આરસની
શિલા પૂ. ગુરુદેવના મંગલહસ્તે
પરમાગમમંદિરની દીવાલમાં
લગાડવામાં આવી, તે વખતે મુમુક્ષુ
ભાઈ–બહેનોમાં ઉલ્લાસભર્યું
વાતાવરણ હતું; પૂ. બેનશ્રી–બેન પણ
જિનવાણીની ઉમંગભરી ભક્તિ
ગવડાવીને આનંદોલ્લાસમાં વૃદ્ધિ
કરાવતા હતા. આ પ્રસંગે ભાઈશ્રી
ચંદ્રકાન્ત હરિલાલ દોશીના
કુટુંબીજનોએ પણ ઉલ્લાસથી ભાગી
લીધો હતો.
આરસમાં પરમાગમોનું
કોતરકામ ચાલી રહ્યું છે.
પંચાસ્તિકાય તથા સમયસાર પૂરા
કોતરાઈ ગયા છે; પ્રવચનસારનું
કોતરકામ ચાલુ છે તેમાં ફાગણ સુદ ત્રીજ સુધીમાં ર૦૧ ગાથા સુધી કોતરાઈ ગયું
છે; ને ફાગણ વદ એકમે પ્રવચનસાર પૂરું થઈને નિયમસારની શરૂઆત થવાની
ધારણા છે.

PDF/HTML Page 4 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ર૪૯૯
લવાજમ ફાગણ
ચાર રૂપિયા માર્ચ 1973
વર્ષ : ૩૦ અંક : પ
પરમાગમ–મંદિરમાં પ્રથમ મંગલ પ્રવચન
(મંગલ મોક્ષપુરી તરફ આનંદથી પા–પા–પગલી માંડી.)
ફાગણસુદ બીજ એ સોનગઢના જિનાલયમાં સીમધરનાથ
પ્રભુની પધરામણીનો મંગલ દિવસ છે. આ ફાગણ સુદ બીજે,
વિદેહીનાથની વાણીના સારરૂપ સમયસાર–પરમાગમ કોતરેલી
આરસશિલા પરમાગમ–મંદિરમાં લગાડવાનું મુહૂર્ત ગુરુદેવના સુહસ્તે
થયું. પરમાગમ–મંદિરમાં સવારે–બપોરે પ્રવચનો પણ થયાં. –આમ
અનેકવિધ મંગલઉત્સવ થયો. પરમાગમ–મંદિરમાં થયેલા
મંગલપ્રવચનોની પ્રસાદી અહીં આપી છે.
(નિયમસાર કળશ: ૧૯–ર૦ તથા સમયસાર ગા. ૧૯૬)
ધર્માત્મા જીવોએ શું કરવું? જેણે સુખી થવું છે તેણે શું કરવું? કેવા આત્માને
ધ્યાવવો? તેની આ વાત છે. –પરમાગમમંદિરમાં મંગળ તરીકે આ સરસ વાત
આવી છે. ચૈતન્યશરીરી આત્મા કે જે શાંતનિરાકુળ સુખથી ભરેલો છે–એવા
આત્માની ભાવના કરીને, પરિગ્રહનું ગ્રહણ છોડવું ને શરીરની પણ ઉપેક્ષા કરવી.
અંતરમાં વળીને ચૈતન્યસ્વરૂપી આત્માને અવલંબ્યો ત્યાં પરદ્રવ્યના ગ્રહણની બુદ્ધિ
છૂટી ગઈ. આ રીતે આત્માના અવલંબને તેની ભાવના કરતાં આનંદ અનુભવાય
છે, તે અપૂર્વ મંગળ છે; તે પરમાગમનો સાર છે.

PDF/HTML Page 5 of 49
single page version

background image
: : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
હે ભવ્ય! એકવાર તું ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ કર, તો તેના ફળમાં તને એવી
કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટશે કે જે જગતને મંગળરૂપ છે. અહો! આત્મા આનંદથી ભરેલો
છે, તેની ભાવના કરવી તે પરમાગમના અભ્યાસનું ફળ છે. અહો, તીર્થંકરપરમાત્માના
જ્ઞાનમાં આવેલો આનંદમય આત્મા, તેને ધર્મી ભાવે છે; રાગને તે ભાવતો નથી.
સહજજ્ઞાનસ્વરૂપ આત્મા તો આનંદમાં ફેલાયેલો છે; જડ શરીરમાં કે રાગમાં તેનો
ફેલાવ નથી.
પહેલાંં તો જ્ઞાન ને આનંદથી ભરેલું આવું તત્ત્વ નિર્ણયમાં ને ખ્યાલમાં આવવું
જોઈએ–પછી તેનો અનુભવ થાય. નિર્ણયમાં જ ભૂલ હોય તે અનુભવ ક્યાંથી કરે?
અહા, મારો આત્મા જગતમાં સૌથી સુંદર કોઈ અદ્ભુત જ્ઞાનઆનંદથી ભરેલો
ચૈતન્યચમત્કારી મહા પદાર્થ છે–એમ પરમમહિમાથી અંતરમાં આત્માને લક્ષમાં લઈને
વારંવાર તેને ભાવતાં અતીન્દ્રિય આનંદસહિત ભગવાનના ભેટા થાય છે. આનંદ જેમાં
ભર્યો છે તેની ભાવનાથી આનંદનું વેદન થાય છે. માટે હે જીવ! આનંદથી ભરેલા
આતમરામ સાથે તું રમત માંડ, ને પરભાવ સાથેની રમત છોડ. –આવી ભાવનાના
ફળમાં કેવળજ્ઞાન પ્રગટે છે તે જગતને મંગળરૂપ છે. જુઓ તો ખરા! કુદરત પણ કેવી
સાથે ને સાથે છે! –કે આજના પરમાગમના મંગળમાં આ જગતને મંગળરૂપ
કેવળજ્ઞાનની વાત આવી. –
“भेदज्ञानमहीज सत्फलमिदं वन्द्यं जगत्मंगलम्
અહો, ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું સુંદર ફળ એવું કેવળજ્ઞાન તે જગતને મંગળરૂપ છે,
વંદ્ય છે. ચૈતન્યસ્વભાવની સન્મુખ થઈને તેની ભાવના કરનારું ભેદજ્ઞાન, તે સમસ્ત
મોહ–રાગ–દ્વેષને નષ્ટ કરીને અપૂર્વ કેવળજ્ઞાનજ્યોતિનો ઉદય કરે છે. આનંદ તો
ચૈતન્યમય આત્મામાં છે, –તેમાં રાગ–દ્વેષ–મોહનો અંશ પણ નથી, તેથી તેમાં એકાગ્ર
થતાં રાગ–દ્વેષ–મોહની સત્તાનો નાશ (સત્યાનાશ) થઈ જાય છે, ને વીતરાગી
આનંદમય કેવળજ્ઞાનજ્યોત ઝળકી ઊઠે છે; તે જગતમાં શ્રેષ્ઠ મંગળરૂપ છે.
શાંતિના અપૂર્વ ઝરણાં જેમાંથી ઝરે એવી સર્વોત્તમ વસ્તુ હું પોતે છું, મારી
ચૈતન્યવસ્તુથી ઊંચું બીજું કાંઈ જગતમાં નથી. લોકોમાં જે. પી. વગેરે પદવીથી મોટાઈ
માને છે, પણ તે તો બહારની ઉપાધિ છે; આ અંતરમાં સ્વભાવની

PDF/HTML Page 6 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૩ :
સન્મુખ થતાં મોહને જીતીને આત્મા ‘જય પામે તે ખરો જે. પી. ’ છે. એનાથી ઊંચી
કોઈ પદવી જગતમાં નથી. અરે, એકવાર અંદર ડોકિયું તો કર! અંદર રાગથી ભિન્ન
પડીને ભગવાનને ભાળતાં તને કોઈ અપૂર્વ આનંદ થશે... અપૂર્વ મંગળરૂપ શાંતિદશા
થશે... ને તેની જ ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાનરૂપ મહાન ફળ પાકશે... કે જે ઉત્તમ
ફળ જગતમાં સર્વોત્કૃષ્ટ છે, જગતમાં વંદનીય છે, ને આખા જગતને તે મંગળરૂપ છે. જે
કોઈ જીવો આવા સર્વોત્તમ કેવળજ્ઞાનને લક્ષગત કરે છે તેઓ મંગળને પામે છે. અહા!
ધન્ય રે ધન્ય! મારો આત્મા સિદ્ધ જેવા અનંત આનંદથી ભરેલો! –એમ સ્વભાવ
તરફ વલણ કરીને, પહેલાંં તેના અનુમાનથી વિશ્વાસ કરીને અનુભવ કરતાં અપૂર્વ
આનંદ આવે છે. ભાઈ, વિશ્વાસ કરીને અંદર જા... મોક્ષ તરફ તારા મંગલ પ્રયાણ
થશે. ‘અહો! આનંદધામ તરફ હવે અમારા પ્રયાણ થયા... મોક્ષપુરી તરફ પા–પા–
પગલી માંડી.’
ધર્માત્માની આનંદથી ઊછળતી જ્ઞાન–વૈરાગ્યધારા
ફાગણ સુદ બીજે પરમાગમ–મંદિરના મંગલપ્રવચનમાં સવારે નિયમસાર
વંચાયું; તેની ઉત્તમ પ્રસાદી આપે વાંચી; બપોરે સમયસારમાં ૧૯૬ મી ગાથા દ્વારા
ધર્માત્માની અદ્ભુત આનંદપરિણતિ ગુરુદેવે સમજાવી. જ્ઞાન–વૈરાગ્યથી ભરેલી
તેની પ્રસાદી પણ આપ પ્રસન્નતાથી વાંચો.
ધર્મીજીવને ભેદજ્ઞાન વડે જ્યાં ચૈતન્યની અતીન્દ્રિય શાંતિનું વેદન થયું ત્યાં બીજા
બધા કરતાં આવા ચૈતન્યની અધિકતા લાગી, ને તેની લગની લાગી આત્માનો
આનંદસ્વાદ ચાખીને તેની લગનીના જોરે બીજે બધેથી ધર્મીજીવની જ્ઞાનપરિણતિ
વિરક્ત થઈ ગઈ છે એટલે છૂટી જ વર્તે છે. પ્રગટ પર્યાયમાં જ્ઞાન વૈરાગ્યનું અમોઘ
સામર્થ્ય ધર્મીને પ્રગટ્યું છે. આનંદના નાથને અનુભવીને જે શાંતિનું ધર્મીને વેદન

PDF/HTML Page 7 of 49
single page version

background image
: : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
થયું તેની શી વાત! અહા, આવી શાંતિનું અમૃત ચાખ્યા પછી ઝેર જેવા રાગમાં કે
રાગના વિષયોમાં ધર્મીને પ્રેમ કેમ રહે? એના સ્વાદને ધર્મી પોતાનો કેમ માને?
જ્ઞાન સાથે ધર્મીજીવને અનંતગુણોનું નિર્મળ સામર્થ્ય પ્રગટ્યું છે. બાપુ! આવું
પરમ શાંત ચૈતન્ય તત્ત્વ તને જૈનમાર્ગ સિવાય બીજું કોણ બતાવે? બીજે તો આત્માના
નામે રાગાદિની પુષ્ટિ કરનારા લૂટારાઓ છે, –એમાં ક્યાંય આવું ચૈતન્યતત્ત્વ તને નહીં
મળે. અહો! જ્ઞાન તે કોને કહેવાય? જ્યાં જ્ઞાન થયું ત્યાં રાગથી લૂખી એવી અપૂર્વ
શાંતિ પ્રગટી કે ગમે તેવી પ્રતિકૂળતાના ઘેર વચ્ચે પણ જ્ઞાન પોતાની શાંતિથી છૂટતું
નથી; તે જ્ઞાનના બળે ધર્મીજીવ કર્મોને નિર્જરાવી જ નાંખે છે.
અહો, કુંદકુંદ ભગવાને આ સમયસારાદિ પરમાગમો રચીને ભરતક્ષેત્રના જીવો

PDF/HTML Page 8 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : પ :
મહા આનંદનો માર્ગ
(નિયમસાર ગાથા ૪ ના પ્રવચનમાંથી: માહ સુદ ૧૩)
આત્માના મહા આનંદનો લાભ તે મોક્ષ છે.
આત્મા પોતે અતીન્દ્રિય આનંદસ્વરૂપ તો છે જ, –તેની અંતર્મુખ થઈને પર્યાયમાં
તે આનંદરૂપ પરિણમે એટલે આનંદનું સાક્ષાત્ વેદન થાય તે મહા આનંદનો
લાભ છે, તે સાક્ષાત્ મોક્ષ છે.
• આવા મહા આનંદની સાક્ષાત્ પ્રાપ્તિનો ઉપાય તે શુદ્ધરત્નત્રયપરિણતિ છે; તે
રત્નત્રય પણ અતીન્દ્રિય આનંદરૂપ છે.
• વસ્તુમાં જે શક્તિ છે તે પરિણતિમાં પ્રગટે ત્યારે તે કાયરૂપ થાય છે. આનંદ
આત્માની શક્તિમાં છે પણ પર્યાયમાં કાર્યરૂપે પ્રગટે ત્યારે તે અનુભવમાં આવે
છે. કારણરૂપ શક્તિ તો બધા જીવોમાં ત્રિકાળ છે, પર્યાય જ્યારે અંતર્મુખ થઈને
તેને પ્રગટ વેદનમાં લ્યે ત્યારે આનંદનો અનુભવ થાય છે તે ત્યારે મહા
આનંદરૂપ મોક્ષનો ઉપાય પ્રગટે છે. –તે મુમુક્ષુનું કાર્ય છે.
• અહા, મોક્ષ અને તેનો માર્ગ–બંને અતીન્દ્રિય આનંદરૂપ છે. આનંદનું વેદન
કરતાં–કરતાં મોક્ષ સધાય છે. તેમાં કષ્ટ નથી, દુઃખ નથી.
• મોક્ષને પામનારા ભગવંતોએ ભવ્ય જીવોને એમ કહ્યું છે કે શુદ્ધ રત્નત્રયરૂપ
થયેલો આત્મા તે જ પોતે અભેદપણે મોક્ષમાર્ગ છે. તેનાથી જુદા કોઈ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર નથી. જેણે અંતર્મુખ થઈને આવા સુંદર માર્ગને પ્રાપ્ત
કર્યો તે જીવ અલ્પકાળે મોક્ષ પામે છે, ને ફરીને માતાના ઉદરમાં આવતો નથી.
• અહા, સમ્યગ્દર્શનમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો એક અંશ અનુભવમાં
આવ્યો, તે આનંદ પાસે પણ ત્રણ લોકના ઈન્દ્રિયવૈભવો સર્વથા નિઃસાર લાગે
છે. ચૈતન્યસુખના કણિયા પાસે ઈન્દ્રપદની વિભૂતિની પણ કાંઈ કિંમત નથી. તો

PDF/HTML Page 9 of 49
single page version

background image
: : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
મુનિદશામાં વીતરાગી ચારિત્રના મહા આનંદની શી વાત? આવા આનંદમય
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રપરિણતિ તે મોક્ષરૂપ મહા આનંદનો ઉપાય છે.
આત્માનો આખો સ્વભાવ આનંદમય છે, તે પોતે આનંદરૂપે પ્રગટે છે.
શુદ્ધ રત્નત્રય પરિણતિરૂપે થયેલ આત્મા તે પોતે વાસ્તવિક અભેદ મોક્ષમાર્ગ છે;
તેમાં રાગાદિની અપેક્ષા નથી એટલે તે નિરૂપચાર અભેદ–રત્નત્રય છે. અહો!
વીતરાગમાર્ગમાં આવા આનંદકારી રત્નો પડ્યા છે; અંદર અતીન્દ્રિયઆનંદનો
સાગર ડોલે છે–તેમાં નજર નાંખતાં સમ્યગ્દર્શનાદિ રત્ન પમાય છે, તે પણ
આનંદકારી છે. વચ્ચે રાગાદિ વ્યવહાર આવે તે કાંઈ આનંદરૂપ નથી, ને તે કાંઈ
મહા આનંદનો ઉપાય નથી. શુદ્ધ આત્માના આશ્રયે જે રાગ વગરના
અભેદરત્નત્રય છે તે જ આનંદરૂપ છે, ને તે જ મહા આનંદરૂપ મોક્ષનો
ઉપાય છે.
• શ્રી જિનભગવંતો આવા ઉપાયથી મોક્ષ પામ્યા, ને આવો જ ઉપાય જગતને
કહ્યો; તે માર્ગને જે જાણે છે તે જીવ આસન્ન ભવ્ય છે, તે ફરીને માતાના ઉદરમાં
પૂરાતો નથી, અલ્પકાળમાં જન્મ–મરણથી છૂટીને મોક્ષસુખ પામે છે. અહા,
આવા ચૈતન્યસાધ્યને જેણે સાધ્યું તેને હવે અસાધ્યપણું કેવું? રોગાદિ પ્રસંગે પણ
તેનું સાધ્ય છૂટતું નથી, તે અસાધ્ય થતો નથી, પોતાના ચૈતન્યસાધ્યરૂપ ધ્યેય
પ્રત્યે તે જાગૃત છે, એકક્ષણ પણ સાધ્યને તે ભૂલતો નથી; સાધ્યને સાધતો થકો
મહા આનંદને પામે છે. સ્વસન્મુખ થઈને આવા આનંદની ભાવના કરવા
જેવી છે.
• અરે, આવા મહા આનંદનો લાભ લેવાની કોને ભાવના ન હોય? આત્માનો
પરમ આનંદ–તેમાં બીજા કોઈની અપેક્ષા નથી. આવો નિરપેક્ષ આનંદમાર્ગ
બતાવીને સંતોએ અપૂર્વ કરુણા કરી છે. અરે જીવો! એકવાર કુતૂહલ કરીને
અંદર જોવા તો આવો. વીતરાગી સંતો જેના આટલા–આટલા વખાણ કરે છે...
આટલો પરમ મહિમા કરે છે. તે તત્ત્વ અંદરમાં કેવું છે! એમ આશ્ચર્યથી તે
તત્ત્વને એકવાર દેખો તો ખરા! એને દેખતાં મહા આનંદ થશે. એમાં ડોકિયું
કરતાં તને એવી શાંતિ અનુભવાશે કે જેમાં સંસારના દુઃખની ગંધ પણ નહીં રહે.
અરે, એકવાર આ ચૈતન્યના નિર્વિકલ્પરસ પીવા તો અંદરમાં આવ, જીવનના
સાચા લ્હાવા તો આમાં છે. અહા, તારા નિજરૂપને તો દેખ, આનંદમય તારું
અકૃત્રિમ રૂપ મહા સુંદર છે, તેને જો તો ખરો, લોકો મોઢું સારું દેખાડવા

PDF/HTML Page 10 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૭ :
બહારથી (પાવડર ચોપડવો વગેરે) ઉપચાર કરે છે, પણ આ પોતાનું ચૈતન્ય–
રૂપ તો કૃત્રિમતા વગર, સહજપણે જ મહા સુંદર છે, રાગના ડાઘ વગરનું છે;
તેની શોભા માટે કોઈ ઉપચાર કરવા પડતા નથી. આવા અનુપચાર–અભેદ
રત્નત્રયપરિણતિસ્વરૂપ આત્મા તે પોતે ખરેખર મોક્ષનો માર્ગ છે; ને તે જ મહા
આનંદના લાભરૂપ મોક્ષને પામે છે. વીતરાગમાર્ગમાં ભગવંતોએ આવો સુંદર
આનંદમાર્ગ પ્રકાશ્યો છે. અહો, આત્મા પ્રસન્ન થઈ જાય ને રત્નત્રયથી ખીલી
ઊઠે–એવો સુંદર આ માર્ગ છે.
• આનંદસ્વરૂપ આત્મા સમ્યગ્દર્શનમાંને સમ્યગ્જ્ઞાનમાં પણ સ્વસંવેદન–પ્રત્યક્ષરૂપ
થાય છે. પરોક્ષ રહેવાનો તેનો સ્વભાવ નથી. એકલા પરોક્ષજ્ઞાનવડે આત્મા કદી
જણાય નહીં. સ્વસંવેદન પ્રત્યક્ષવડે આત્મા ચોથા ગુણસ્થાને અનુભવમાં આવે
છે, ને ત્યારથી મહા આનંદનો માર્ગ શરૂ થાય છે. આનંદના અનુભવપૂર્વક મહા
આનંદનો માર્ગ પ્રગટે છે.
અહા, એકવાર વિશ્વાસ લાવ કે હું મારા જ્ઞાનથી જ જણાઉં–એવો મારો સ્વભાવ
છે, રાગવડે જણાઉં એવો હું નથી; સ્વભાવને પ્રત્યક્ષ કરવાની તાકાત મારા
જ્ઞાનમાં છે. –એ તાકાત રાગમાં નથી. રાગ વગર, અંતર્મુખ જ્ઞાનવડે હું મારા
સ્વભાવને આનંદથી પ્રત્યક્ષ કરીને, અનંત સિદ્ધભગવંતોની નાતમાં બેસનારો
છું. મહા આનંદમય ચૈતન્યની કુંખ જેણે સેવી તે ભવ્ય જીવ સંસારમાં માતાની
કુંખે ફરી અવતરતો નથી. અરે, ચૈતન્યપ્રભુના પડખાં જેણે સેવ્યા તેને હવે ભવ
કેવા? જે આત્મા પોતે જ આનંદરૂપ થઈ ગયો તેને હવે દુઃખ કેવા? ને
ભવભ્રમણ કેવું? તે તો આનંદને વેદતો–વેદતો મહા આનંદના માર્ગે ચાલ્યો.
વીતરાગમાર્ગમાં નિર્ભય સિંહની જેમ તે વિચરે છે. તે આત્મા પોતે જ
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાનને સમ્યક્ચારિત્ર છે; એનાથી જુદું કોઈ સમ્યગ્દર્શન નથી,
એનાથી જુદું કોઈ સમ્યગ્જ્ઞાન નથી, ને ચારિત્ર પણ એનાથી જુદું નથી. રાગાદિ
વિકલ્પો તેનાથી જુદા છે; પણ શુદ્ધ રત્નત્રય તેમજ અનંત ગુણના શુદ્ધભાવો તે
તો અભેદપણે આત્મા જ છે, આત્માથી તે જુદા નથી. આવા પરમાનંદરૂપ
આત્માને પ્રકાશનારાં પરમાગમ તે પણ લલિત છે–સુંદર છે–આનંદનાં કારણ છે.
સહજ આનંદની પુષ્ટિ તે પરમાગમનો સાર છે.

PDF/HTML Page 11 of 49
single page version

background image
: : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
• અહો, તીર્થંકરદેવના દરબારમાંથી આવેલી આ વાત છે. ભાઈ! તારા સ્વરૂપની
આ વાત છે. તારું આવું પરમ સ્વરૂપ સમજતાં તારાં સ્વકાર્ય સિદ્ધ થશે. મોક્ષનો
ઉપાય એટલે કે નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મુમુક્ષુનું કાર્ય છે. તે કાર્યનું
કારણ થવાની જેનામાં તાકાત છે એવો સહજ શુદ્ધ ચેતનસ્વભાવ અનંત–
ચતુષ્ટયથી ભરેલો ત્રિકાળ આત્મા છે. અંતર્મુખ થઈને તેને અવલંબતાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય થયું–તે મોક્ષમાર્ગ છે. મોક્ષને માટે મોક્ષાથી
જીવે તે નિયમથી કર્તવ્ય છે.
• વ્યવહારને–શુભરાગને નિયમથી કર્તવ્ય ન કહ્યું; તે તો વચ્ચે આવે છે પણ તે
કાંઈ મોક્ષનો ઉપાય નથી. મોક્ષનો ઉપાય તો, રાગથી અત્યંત નિરપેક્ષ છે, તેમાં
એકલા શુદ્ધ સ્વદ્રવ્યનું જ અવલંબન છે, પરદ્રવ્યનું–રાગનું–ભેદનું તેમાં જરાય
અવલંબન નથી.
ધર્મી કહે છે કે અહો! મારા પરમ તત્ત્વમાંથી આવા નિરપેક્ષ અનુપમ રત્નત્રયને
પ્રાપ્ત કરીને હું મોક્ષના અતીન્દ્રિયસુખને અનુભવું છું. પોતાના નિજ–પરમ–
તત્ત્વનું અવલંબન તે જ મોક્ષના આનંદનો માર્ગ છે. અહો, આનંદનો માર્ગ
અંદરમાં છે, બહારમાં કોઈ બીજાના અવલંબને આનંદની પ્રાપ્તિ થતી નથી.
વાહ, જન્મ–મરણના દુઃખના અંતની, અને મોક્ષના આનંદની પ્રાપ્તિની આ રીત
છે. અસંગ ચૈતન્યપ્રભુનો સંગ કરતાં સંસારનો રંગ છૂટી જાય છે ને મોક્ષનો
અવસર આવે છે.
• મોક્ષમાર્ગરૂપ કાર્ય સાધવા માટેનું કારણ જીવના પોતાના સ્વભાવમાં જ
વિદ્યમાન છે. તે કારણનો સ્વીકાર થતાં શુદ્ધ કાર્ય થયું છે. આ જે સમ્યક્ત્વાદિરૂપ
શુદ્ધકાર્ય મારામાં થયું–તેનું શુદ્ધ–કારણ પણ મારામાં જ વિદ્યમાન છે. –આમ જેણે
કારણસ્વભાવનો સ્વીકાર કર્યો તેને રાગાદિમાંથી કારણની બુદ્ધિ છૂટી ગઈ છે,
અર્થાત્ રાગ મારા રત્નત્રયનું કારણ બને એવો ભાવ તેને રહેતો નથી; રાગથી
ભિન્ન જે શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે તેને જ તે કારણપણે સ્વીકારીને તેના આશ્રયે
શુદ્ધકાર્યરૂપે પોતે પરિણમે છે. મોક્ષને માટે આ નિયમથી કર્તવ્ય છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવે પરમાત્મસુખનો સ્વાદ ચાખ્યો છે; તે અતીન્દ્રિય પરમાત્મસુખની
જે તેને અભિલાષા છે; સંયોગની અનુકૂળતા કે પ્રતિકૂળતા આત્મામાં નથી.

PDF/HTML Page 12 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૯ :
અંતરતત્ત્વના આનંદની ઉત્પત્તિનું ધામ તો શુદ્ધજીવાસ્તિકાય પોતે છે, તેમાં
અંતર્મુખ થઈને જે શ્રદ્ધા થઈ તે સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન આખા જગતથી
અત્યંત નિરપેક્ષ છે. સમ્યગ્દર્શનમાં એકલી શ્રદ્ધા નથી; એની સાથે તો આત્માના
અતીન્દ્રિય આનંદ–જ્ઞાન વગેરે અનંતા નિર્મળ ભાવો ખીલે છે. અનંતગુણના
નિર્મળરસથી ભરેલું આવું સમ્યગ્દર્શન પોતે આનંદરૂપ છે, ને તે મહા આનંદનો
માર્ગ છે.
હે વીરનાથ! આવા આનંદમય માર્ગે આપ શિવનગરીમાં પહોંચ્યા...
હું પણ આનંદપૂર્વક આપના જ માર્ગે શિવપુરીમાં આવી રહ્યો છું.
આનંદમય જિનમાર્ગ જયવંત વર્તો.
બેંગલોર શહેરમાં મંગલ મુહૂર્ત
બેંગલોરના મુમુક્ષુ મંડળ તરફથી ત્યાંના ટ્રસ્ટી શ્રી જુગરાજજી
શેઠ તરફથી સહર્ષ સમાચાર છે કે બેંગલોરમાં નવીન દિગંબર
જિનમંદિર તેમજ સમવસરણ–મંદિરનું નિર્માણ થવાનું છે; તેના
શિલાન્યાસનું શુભ મુહૂર્ત તા. ર૪–૩–૭૩ ના રોજ રાખેલ છે. આ
પ્રસંગે પૂ. ગુરુદેવ (શ્રી કાનજી સ્વામી) બે દિવસ માટે બેંગ્લોર
પધારવાના છે.
બેંગલોરનું
સરનામું–
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંડલ ટ્રસ્ટ
Karim Building ist floor
Chickpet croos, BANGALOER 2 A

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
સાચી શાંતિની શોધમાં.
જેમ તરસ્યા જીવને પાણી પીધા પહેલાંં પણ સરોવરના કિનારે
આવતાં પાણીની ઠંડક વેદાય છે... તેમ સમ્યક્ત્વસન્મુખ જીવ શાંતિના
સમુદ્રના કિનારે આવેલો છે... તેને શું થાય છે? તેનું આ વર્ણન છે.
[૬]
[લે. શૈલેશકુમાર અનંતરાય ગાંધી, વડોદરા]
સમ્યગ્દર્શન થતાં પહેલાંં આત્મસન્મુખ જીવની રહેણી–કરણી તથા વિચારધારા
કેવા પ્રકારની હોય? તથા સમ્યગ્દર્શન થયા પછી તેની રહેણી–કરણી અને વિચારધારા
કેવા પ્રકારની હોય? –આ સંબંધમાં સૌથી પ્રથમ લખવાનું કે ‘ખરેખર સમ્યગ્દ્રષ્ટિ જ
સમ્યગ્દ્રષ્ટિના અંતરને જાણી શકે છે. ’ અમારા જેવા જિજ્ઞાસુ જીવો તેને ઓળખવા માટે
પ્રયત્ન કરે છે, ને તેવી દશાની ભાવના ભાવે છે. તેમની ઓળખાણ તે ભેદજ્ઞાનનું કારણ છે.
જીવ અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે; તે દુઃખ પરના કારણે નથી, પણ પોતાના
સ્વભાવને ભૂલીને પરભાવથી તે દુઃખી થઈ રહ્યો છે. –આમ જેને અંતરમાં દુઃખનું વેદન
લાગે છે તે સુખપ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. તેને કોઈ ને કોઈ પ્રકારે સત્ દેવ–ગુરુ–શાસ્ત્રનું
નિમિત્ત મળી જાય છે; અને તેમણે બતાવેલા માર્ગને તે જીવ ઉત્સાહથી આદરે છે. તે
આત્મસન્મુખ જીવ માત્ર બાહ્યનિમિત્તમાં અટકતો નથી, પણ તે ગુરુવાણી
શાસ્ત્રસ્વાધ્યાય વગેરે દ્વારા અંતરમાં સુખ–પ્રાપ્તિનો રસ્તો ખોજે છે. જેમ જેમ રસ્તો
મળતો જાય છે તેમતેમ તેનો પ્રમોદ વધતો જાય છે; હજી ખરેખર શાંતિ મળી નથી હોતી
છતાં પણ શાંતિ લાગતી હોય છે. જેમ તરસ્યા જીવને પાણી મળ્‌યા પહેલાંં પણ
સરોવરના કિનારે આવતાં પાણીની ઠંડક વેદાય છે તેમ સમ્યક્ત્વસન્મુખ જીવ શાંતિના
સમુદ્રના કિનારે આવેલો છે, તેને તે પ્રકારની શાંતિ પોતામાં દેખાય છે. જેમજેમ
ચૈતન્યનો મહિમા ભાસતો જાય છે તેમ તેમ જગતના પદાર્થો પ્રત્યે તે ઉદાસીન થતો
જાય છે. મારે આ જગતથી કશું કામ નથી, અને હું પણ આ જગતને કાંઈ કરી દઉં તેમ
નથી. આ જગત માટે હું, અને મારે માટે આ જગત, કંઈ પણ કાર્યકારી નથી. –આવા
વૈરાગ્યવિચાર દ્વારા પરથી જુદાઈ જાણીને તે પોતાના આત્માને સાધવા તરફ વળે છે.

PDF/HTML Page 14 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૧૧ :
આત્માનું સ્વરૂપ શું, લક્ષણ શું, અને કાર્ય શું, તે મુમુક્ષુજીવ નક્કી કરે છે. મારા
આત્માના આશ્રયે જ મને સુખ થશે–એમ તેને ખ્યાલમાં આવે છે. ત્યારબાદ તે ચિંતન–
મનન દ્વારા ગુરુઉપદેશ સાથે પોતાના વિચારો સરખાવે છે; ઉપદેશ અનુસાર વસ્તુ તેને
પોતામાં ભાસતી જાય છે. જ્ઞાનાદિ સ્વગુણોથી પૂરો, અને અન્ય સર્વ પદાર્થોથી ભિન્ન,
કર્મ–નોકર્મથી જુદો, રાગાદિ વિકારી ભાવોથી પણ જુદી જાતનો એવો આત્મસ્વભાવ,
શુદ્ધ ચૈતન્ય–આનંદકારી અનંત ચૈતન્યલક્ષ્મીવાન હું જ છું, એમ નિજસ્વરૂપનો નિર્ણય
કરીને તેમાં તે ઊંડો ઊતરતો જાય છે.
આવા જીવની વિચારધારા ક્ષણે ક્ષણે આત્મસન્મુખ થતી જાય છે. શાસ્ત્રવાંચન
ગુરુઉપદેશ તથા અંતરમાં પોતાના જ્ઞાન–વિચારના ઉદ્યમ વડે તેને પોતાનું
સમ્યક્દર્શનરૂપી કાર્ય કરવાનો ઘણો જ હર્ષ અને ઉત્સાહ છે. સ્વકાર્યને સાધવા તે ઉત્સાહ
પૂર્વક પ્રયત્ન કરે છે, તેમાં પ્રમાદ કરતો નથી. તત્ત્વવિચારના ઉદ્યમ વડે તેને સ્વ પરની
સ્પષ્ટ ભિન્નતા ભાસે, અને સ્વસંવેદનપૂર્વક કેવળ પોતાના જ્ઞાનમય આત્મા વિષે જ
‘આ હું છું’ એવી અહંબુદ્ધિ થાય ત્યારે તે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. પહેલાંં જેમ શરીરમાં
મિથ્યા અહંબુદ્ધિ હતી કે ‘મનુષ્યાદિ જ હું છું’ તેમ હવે દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્મામાં સ્વાનુભવપૂર્વક એવી સમ્યક્ અહંબુદ્ધિ થઈ કે ‘આ ચૈતન્યપણે અનુભવાતો
આત્મા જ હું છું. સમ્યગ્દર્શન થતાં અંતરમાં જ્ઞાનની અનુભૂતિપૂર્વક આત્માના આનંદનું
ઉદ્યમ કર્યાં જ કરે–તે જીવનું કર્તવ્ય છે; અને ત્યાં કર્મના સ્થિતિ–અનુભાગ વગેરેમાં પણ
સમ્યક્ત્વ થવાને યોગ્ય ફેરફાર સ્વયમેવ થઈ જાય છે.
દેહથી ભિન્ન ચૈતન્યમય મારું અસ્તિત્વ–વસ્તુત્વ વગેરે અનંત શક્તિઓ મારામાં
રહેલી છે; જ્ઞાન–આનંદરૂપે પરિણમન કરવું તે મારો સ્વભાવ છે. જડના કોઈ પણ
પરિણામરૂપે હું થતો નથી, તેથી તેનું કાંઈ હું કરી શકું નહીં. આવી વિચારધારાથી પર
પ્રત્યેનો રસ ઊડી જાય છે, ને ચૈતન્ય તરફનો રસ વધતો જાય છે. હું અસંખ્યપ્રદેશી એક
અખંડ પદાર્થ છું અને મારામાં દર્શન–જ્ઞાન–આનંદ વગેરે અનંતગુણો સર્વપ્રદેશે ઓતપ્રોત
થઈને રહેલાં છે, તેઓ જ શ્રદ્ધા–જ્ઞાન–સુખપર્યાયરૂપે થાય છે, તેનો કર્તા આત્મા જ છે. –
આમ આત્માના સ્વભાવને જાણે છે અને તેના ધ્યાનનો અભ્યાસ કરે છે. આવા
અભ્યાસ વડે તે સમ્યક્ત્વસન્મુખ જીવ થોડા કાળમાં સમ્યગ્દર્શન પામે છે; કોઈ આ
ભવમાં જ પામે છે; અગર આ ભવના સંસ્કાર લઈને જ્યાં

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૧ર : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
જાય ત્યાં પામે છે. નરક–તિર્યંચમાં પણ કોઈ જીવ પૂર્વના સંસ્કાર જાગૃત કરીને સમ્યક્ત્વ
પામી જાય છે. મૂળ તો અંતરમાં સ્વરૂપસન્મુખ થવાનો અભ્યાસ જ સમ્યગ્દર્શનનું કારણ છે.
શુદ્ધોપયોગ ચોથા ગુણસ્થાને કોઈક જ વાર થાય છે અને થોડો જ કાળ રહે છે;
પણ તેને જે શુદ્ધાત્મપ્રતીત થઈ છે તે તો નિરંતર ચાલુ જ રહે છે. શુદ્ધોપયોગ સિવાયના
કાળમાં આત્મપ્રતીતિપૂર્વક સ્વાધ્યાય–મનન–જિનપૂજા–ગુરુસેવા વગેરે શુભ પ્રવૃત્તિમાં
વર્તે છે, તેમજ ગૃહસંબંધી વ્યાપારાદિ કાર્યોમાં પણ વર્તે છે, પણ તેની દ્રષ્ટિમાં આવેલું
આત્મતત્ત્વ તો તે બધા રાગથી જુદું ને જુદું જ રહે છે. આવા સમ્યગ્દર્શન માટે ઉદ્યમી
જીવ સાચી ધગશથી તેના પ્રયત્નમાં લાગ્યો રહે છે. કદાચિત્ સમ્યગ્દર્શન જલ્દી ન થાય
તો વધુને વધુ પ્રયત્ન કરે છે, પણ તેમાં થાકતો નથી. તેમજ આકુળ–વ્યાકૂળ બનીને
પ્રયત્ન છોડી દેતો નથી, પણ ધીરજથી ઉત્સાહથી પોતાનું મહાન કાર્ય સાધવાનો ઉદ્યમ
કર્યાં કરે છે, ને તે સાધીને જ જંપે છે.
સમ્યગ્દર્શન થતાં દેવ–ગુરુ–શાસ્ત્રની સાચી ઓળખાણ થઈ હોવાથી, તેમની
ઉપાસનામાં પરમ પ્રમોદ અને ભક્તિ આવે છે; સાધર્મી પ્રત્યે ઊંડું વાત્સલ્ય,
ધર્મપ્રભાવના અને દાનાદિ પણ કરે છે. ચૈતન્યતત્ત્વના ગંભીર મહિમાનું વારંવાર પરમ
પ્રેમપૂર્વક ઊંડું ઘોલન કરતાં તેને આનંદ થાય છે. તેમાં જેટલા રાગના અંશો છે તેને
રાગરૂપે જ ગણીને, જ્ઞાનથી ભિન્ન જાણે છે, અને તેથી તેનો કર્તા નહીં બનતા
જ્ઞાયકભાવરૂપે જ રહે છે.
જેમ રાજા વગેરે પુણ્યવંત પુરુષ જ્યાં પધારે તે ઘર તો સુંદર હોય, ને તેનું
આંગણું પણ ચોખ્ખું હોય; તેમ ત્રણલોકમાં શ્રેષ્ઠ એવા સમ્યગ્દર્શન–રાજા જેના અંતરમાં
પધાર્યા તેના અંતરમાં સ્વઘરની શુદ્ધતાની તો શી વાત! એમાં તો શુદ્ધ ચૈતન્ય પરમાત્મા
બિરાજી રહ્યા છે, ને તેનું આંગણું એટલે કે બાહ્ય વ્યવહાર પણ ચોખ્ખો હોય છે;
સમ્યગ્દ્રષ્ટિના શુભપરિણામ પણ બીજા કરતાં જુદી જાતના હોય છે; તીવ્ર કલુષતાનો તેને
અભાવ હોય છે.
જેમ બાળકને સાકરનો સ્વાદ મીઠો લાગતાં તેને ફરીફરીને સાકર ખાવાની
ઈચ્છા થાય છે, તેમ સમ્યગ્દર્શન વડે એક વાર ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો મીઠો
સ્વાદ ચાખ્યા પછી ધર્મીને ફરીફરીને તે આનંદ અનુભવવાનું મન થાય છે; તે પોતાનો
ઉપયોગ ફરી–ફરીને આત્મા તરફ વાળવા માંગે છે, આત્માના આનંદ સિવાય

PDF/HTML Page 16 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૧૩ :
બીજે ક્યાંય તેનું ચિત્ત ઠરતું નથી. સહજાનંદી જ્ઞાયકઆત્માની રમણતામાં મસ્ત રહેવા
સિવાય બીજી કોઈ આકાંક્ષા તેને નથી. સંસારના બાહ્ય વિષયોમાં કે પરભાવમાં તેને
ચેન પડતું નથી. જ્ઞાનસમુદ્રમાંથી આત્મજ્ઞાનનું અમૃત પીધુ તેને જ વધુ ને વધુ પીવાની
પીપાસા છે. અંતરમાં જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન આનંદ... આનંદ... આનંદ જ મારું સ્વરૂપ છે,
તે જ હું છું–એવા ભણકારા વાગ્યા કરે છે. રાગ અને વિકલ્પ આવે તો તેને હંમેશાં
જ્ઞાનથી બહાર જ રાખે છે. વિકલ્પનું વેદન એને દુઃખરૂપ લાગતું હોય છે. વિકલ્પોને
પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી તે વિકલ્પોથી ખસીને પોતાની શાંતચેતનાનો આશ્રય
લ્યે છે.
–બહારમાં વ્યાપાર–ધંધા વગેરે કરતા જણાય, અશુભરાગ પણ હોય, –તોપણ તે
વખતે સ્વતત્ત્વને તે બધાથી જુદા જ્ઞાયકભાવરૂપે જ જાણે છે. કુટુંબ કે સમાજની વચ્ચે
જણાય પણ તે સમાજ કે કુટુંબની સાથે આત્મહિતનો સંબંધ જરાય માનતા નથી. અરે,
પુણ્યની પણ જ્યાં રુચિ નથી ત્યાં બીજાની શી વાત! બહારમાં ભલે પુણ્યસામગ્રીના ગંજ
હોય, કે કોઈ કારણવશ મોટી પ્રતિકૂળતા આવી પડે, છતાં બંનેથી પાર અંદરની
ચૈતન્યશાંતિ છૂટતી નથી. તે જાણે છે કે જગતનો કોઈ પદાર્થ મારી શાંતિનો દાતાર કે
હણનાર નથી. મારું સુખનું વેદન મને અંતરમાંથી આવ્યું તે કોઈ સંયોગોમાં છૂટે નહિ,
કેમકે તે શાંતિનું વેદન કાંઈ બહારથી નથી આવ્યું. જેટલી બાહ્યવૃત્તિ જાય છે તેટલું દુઃખ
છે. આ રીતે દુઃખને દુઃખરૂપ જાણે છે, ને તેનાથી ભિન્ન અંતરાત્માને પકડી તેના આશ્રયે
અંતરમાં આનંદ–સુખનો સ્વાદ પણ લીધા જ કરે છે.
–આવી અપૂર્વ અંતરદશા સહિત ઉત્તમ વિચારધારા
તથા ઉત્તમ રહેણી–કરણી સમ્યગ્દ્રષ્ટિ જીવોની હોય છે...
તેમનું જીવન ધન્ય છે.
આ જીવને પોતાના શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિથી જે
સંતોષ થાય છે, તેવો સંતોષ આ જગતમાં કલ્પવૃક્ષ–
ચિંતામણિ–કામધેનુ–અમૃત કે ઈન્દ્રપદ વગેરે કોઈ પણ
પદાર્થની પ્રાપ્તિથી થતો નથી.

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
પરમાગમની મધુરી પ્રસાદી
[ર]
અહો, પરમાગમ તો ખોબા ભરીભરીને ચૈતન્ય–અમૃતના ઘૂંટડા પીવડાવે છે.
સમયસારના સંવર–અધિકાર દ્વારા જ્ઞાન અને રાગનું સર્વથા
ભેદજ્ઞાન, અને નિયમસારના પ્રથમ અધિકાર દ્વારા જીવતત્ત્વનું પરમ
ઉપાદેયસ્વરૂપ (કારણપરમાત્મા) –તેનું અંતર્મુખી ઘોલન ગુરુદેવના
પ્રવચનમાં ચાલી રહ્યું છે, તેની મધુરી પ્રસાદી અહીં આપી છે. ગુરુદેવ
ઘણીવાર પ્રમોદથી કહે છે કે અહો! આ તો કેવળીપ્રભુ પાસેથી આવેલો
ઊંચો માલ છે, અમે તેમના આડતિયા તરીકે આ માલ આપીએ છીએ.
અહો, શ્રીગુરુ દ્વારા મળતી જિનાગમની વીતરાગી પ્રસાદી મુમુક્ષુને
આનંદિત કરે છે. પરમાગમની મધુરી પ્રસાદીનો આ વિભાગ, શ્રી
પરમાગમ–મંદિરનું ઉદ્ઘાટન થતાં સુધી ચાલુ રહેશે.
સંવર–અધિકારની શરૂઆતમાં “ नमः सिद्धेभ्यः એમ સિદ્ધ પરમાત્માને
નમસ્કારરૂપ ખાસ મંગળ કર્યું છે. સંવર તે જીવની અપૂર્વ દશા છે; ઉપયોગસ્વરૂપ

PDF/HTML Page 18 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૧પ :
શુદ્ધાત્માની સન્મુખ થઈને ભેદજ્ઞાન કરતાં સંવરદશા પ્રગટે છે, એટલે કે મોક્ષમાર્ગ શરૂ
થાય છે. તેથી આવું ભેદજ્ઞાન પ્રશંસનીય છે, અભિનંદનીય છે.
ધર્મી જાણે છે કે હું ઉપયોગસ્વરૂપ છું. મારો આત્મા ચૈતન્ય–અધિકરણ છે એટલે
કે ચૈતન્ય ભાવ જ મારા આત્માનો આધાર છે. ઉપયોગ સાથે જ મારે આધાર
આધેયપણું છે, રાગના આધારે મારો આત્મા નથી, ને મારા ઉપયોગસ્વરૂપ આત્માના
આધારે રાગની ઉત્પત્તિ નથી, એટલે રાગાદિ સાથે મારે આધાર–આધેયપણું નથી. આ
રીતે રાગાદિ ભાવોને અને ઉપયોગને સર્વ પ્રકારે અત્યંત ભિન્નતા છે.
મારા ઉપયોગસ્વરૂપની અનુભૂતિમાં રાગાદિ ભાવો અનુભવાતા નથી; કેમકે તે
ભાવો મારા ઉપયોગથી જુદા છે. જેમ બે દ્રવ્યો જુદા છે તેમને એકપણું નથી, તેમ જ્ઞાન
અને રાગ જુદા છે તેમને એકપણું નથી.
ચૈતન્ય અને ક્રોધ એ બંનેનું એક–અધિકરણ નથી, ક્રોધના આધારે ચૈતન્ય નથી,
ને ચૈતન્યના આધારે ક્રોધ નથી; માટે ક્રોધને જાણતો હું તે ક્રોધરૂપ નથી, ચૈતન્યરૂપ જ
છું. આચાર્યદેવ કહે છે કે અહો, આવા ભેદજ્ઞાનરૂપ અનુભૂતિ પ્રશંસનીય છે, તે જ
સંવરનો પરમ ઉપાય છે.
જ્ઞાનની ક્રિયા જ્ઞપ્તિરૂપ છે, જ્ઞાનની ક્રિયા ક્રોધાદિરૂપ નથી. આત્મા જ્ઞાપ્તિક્રિયાનો
આધાર થાય ને ક્રોધાદિક્રિયાનો પણ આધાર થાય–એમ નથી. આત્માની જ્ઞપ્તિક્રિયામાં
ક્રોધાદિક્રિયા નથી, ને ક્રોધાદિક્રિયામાં જ્ઞપ્તિક્રિયા નથી. અરે, જ્ઞાનમાં રાગનો અંશ કેમ
સમાય? ને રાગમાંથી જ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય? –બંનેની જાત જ તદ્ન જુદી છે.
અહો, મારો ચેતનસ્વભાવ... જગતથી ન્યારો... અદ્ભુત છે! જગતના પરમાણુ
કે પરમાત્મા–તે બંને મારા જ્ઞાનના જ્ઞેયપણે જ છે; બંને મારા જ્ઞાનથી બહાર છે;
પરમાત્માને જાણતાં જ્ઞાન તેના ઉપર રાગ કરે, કે પરમાણુમાં દુર્ગંધ વગેરેને જાણતાં
જ્ઞાન તેના ઉપર દ્વેષ કરે, –એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાન તો રાગ–દ્વેષ વગરનું
વીતરાગ છે.
અહા, ‘જ્ઞાન’ કોને કહેવાય? જ્ઞાન તો ચૈતન્યસ્વાદવાળું છે. ચૈતન્યરસના
સ્વાદમાં આત્માના અનંત ગુણનો અત્યંત મધુર સ્વાદ સમાયેલો છે. શાંતરસવાળું જ્ઞાન
છે; તે જ્ઞાન કોઈ જ્ઞેયને જાણતાં, પોતાના ચૈતન્યપરિણામ સિવાય બીજા કોઈ રાગાદિ
ભાવને જરાપણ કરતું નથી. આવું જ્ઞાન તે જ્ઞાનીનું કાર્ય છે. જ્ઞાનીનો આત્મા આવા

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
શુદ્ધજ્ઞાનમાં જ છે. – ‘ઉપયોગ ઉપયોગમાં જ છે’ ઉપયોગમાં રાગાદિ જરાપણ નથી.
આવા ભેદજ્ઞાન વડે જ્ઞાનીને આત્માના અનુભવમાં આનંદના વેણલા વાયા છે.
અહા, વીતરાગમાર્ગ! એ તો અલૌકિક જ હોય ને! એનું ફળ પણ અનંતકાળ સુધી
અનંત આનંદની પ્રાપ્તિ છે. આવો આ માર્ગ, તે સાંભળવાનો ને અંતરમાં અનુભવ
કરવાનો આ અવસર મળ્‌યો છે. આવો માર્ગ સમજીને આત્મામાં સુખ પ્રગટે તે જ
આત્માનું જીવન છે. આત્માના સુખ વગરનું જીવન એને તે જીવન કોણ કહે? ભેદજ્ઞાન
વડે અંતરમાં રાગથી ભિન્ન શુદ્ધ ઉપયોગના અનુભવ વડે અતીન્દ્રિય સુખમય સાચું
જીવન ધર્મીને પ્રગટ્યું છે, તે જ ખરૂં જીવન છે. સંવર અધિકારની શરૂઆતમાં
આચાર્યદેવે એવા ભેદજ્ઞાનને અભિનંદ્યું છે. (भेदविज्ञानं अभिनन्दति...)
નિયમસારમાં આત્માનો પરમ સ્વભાવ બતાવતાં કહે છે કે અહો, આત્માના
પરમસ્વભાવના મહિમાની શી વાત? પરમાગમને વલોવી–વલોવીને સંતોએ ચૈતન્ય
પરમતત્ત્વ બહાર કાઢ્યું છે, દેવ–ગુરુ–શાસ્ત્રોએ આ પરમસ્વભાવનો મહિમા ગાયો છે.
આવા પરમ સ્વભાવને પોતાના અંતરમાં ભેદજ્ઞાનરૂપ તીક્ષ્ણબુદ્ધિવડે ઉપાદેય કરીને ધર્મી
જીવો તેની ભાવના કરે છે. જેની બુદ્ધિ તીક્ષ્ણ થઈ છે, – રાગથી જુદી થઈને
અતીન્દ્રિયરૂપે પરિણમીને અંતરસ્વભાવમાં ઘૂસી ગઈ છે–તે જીવને તે તીક્ષ્ણબુદ્ધિમાં
પોતાનો પરમ આત્મા જ ઉપાદેય છે. રાગબુદ્ધિવાળા જીવો આવા સ્વભાવને ઉપાદેય
કરી શકતા નથી.
અહો, મારું પરમાત્મતત્ત્વ સદાય આનંદ રસઝરતું છે, શુદ્ધોપયોગ વડે જ તેની
ભાવના થાય છે. શુદ્ધોપયોગ વડે નિજ પરમાત્મતત્ત્વની સમ્યક્ભાવનામાં તત્પર જીવને
નિયમથી મોક્ષમાર્ગ હોય છે. એને સદાય સુપ્રભાત છે એટલે આનંદની ધારા સદાય વર્તે
છે. અંતરમાં અતીન્દ્રિય આનંદના સ્વાદ વગર, બહારમાં તો બેસતા વર્ષ અનંતવાર
બેઠા, છતાં જીવ દુઃખી જ રહ્યો જ્યાં સુધી જ્ઞાનપ્રભાત ઊગે નહિ ને અજ્ઞાનઅંધારા ટળે
ભાવના કર. ચૈતન્યભાવનાથી જે આનંદયમય નવું વર્ષ બેઠું, તે એવું બેઠું કે ફરી કદી
અંધારું થાય નહિ કે દુઃખ આવે નહીં. આવા પરમસ્વભાવી આત્માને દ્રષ્ટિમાં લઈને
તેની ભાવના કરતાં મોક્ષમાર્ગ પ્રગટ્યો અને તેમાં દેવ–ગુરુ–શાસ્ત્રની વીતરાગી આજ્ઞા
પણ આવી ગઈ. જેણે આવી ભાવના કરી તેણે મોક્ષપુરીનો મંગલકુંભ સ્થાપ્યો.
સહજ એક જ્ઞાયકસ્વભાવરૂપ જે પોતાનું પરમ તત્ત્વ, તેમાં અંતર્મુખ શ્રદ્ધા–

PDF/HTML Page 20 of 49
single page version

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૧૭ :
જ્ઞાન–લીનતા વડે અભૂતપૂર્વ સિદ્ધદશા થાય છે. આ અંતર્મુખ ભાવોમાં ક્યાંય રાગનું કે
પરનું અવલંબન નથી; એકલા સ્વતત્ત્વમાં તે સમાય છે.
ભાઈ, આ તારા અપૂર્વ હિતની વાત છે. અંતરમાં ઊતરીને જેણે આત્માને શોધી
લીધો છે તે ધર્મીજીવ આખા જગતથી ઉદાસ થઈ, રાગથીયે ઉદાસ થઈ, અંતરમાં
ભવદુઃખથી છૂટવા મોક્ષસુખને સાધે છે. હે જીવ! અનંતકાળના ભવદુઃખની ભયંકર
પીડા, તેનાથી છૂટવા ને ચૈતન્યની સાચી શાંતિ પામવા તું તારા અંતરમાં રાગ વગરના
પરમ ચૈતન્યતત્ત્વને દેખ. અનંત શુદ્ધતાનો ગંજ અંદર છે તેના વેદનસહિતની શ્રદ્ધા તે
સમ્યગ્દર્શન છે.
અરે જીવ! તારા તત્ત્વનો મહિમા કોઈ પરમ અદ્ભુત છે; સિદ્ધભગવાન જેવો
મહિમા તારા આત્મામાં છે, પુણ્યથી તેનો પાર પમાય તેમ નથી. એની ગંભીરતા ને
ગહનતા, અંતરના સ્વાનુભવવડે જ પાર પમાય તેવા છે. ચૈતન્યના બાગમાં જ્યાં
અતીન્દ્રિય આનંદના ફૂવારા ઊછળે છે–તેમાં પ્રવેશીને, આનંદધામમાં અવિચળપણે ધર્મી
જીવ મોક્ષને સાધે છે. તે અતીન્દ્રિય ચૈતન્યરસનો સ્વાદીયો થયો છે, ત્યાં બાહ્ય વિષયોના
સ્વાદમાં ક્યાંય તેને ચેન પડતું નથી; વિષયોનું વેદન તો વિષ જેવું લાગે છે. ચૈતન્યના
પરમ અચિંત્ય આનંદ પાસે તેને દુનિયાનો પ્રેમ ઊડી ગયો છે. તેની અંતરની મીઠીમધુરી
સમ્યક્ દ્રષ્ટિ નિઃશંકપણે પ્રતીત કરે છે કે ત્રિકાળ સહજ સ્વભાવમાં મને સહજ જ્ઞાન–
સહજદ્રષ્ટિ અને સહજચારિત્ર સદાય જયંવત વર્તે છે; અને સહજ શુદ્ધચેતના પણ
અમારા પરમતત્ત્વમાં સુસ્થિતપણે સદા જયવંત વર્તે છે. અમારા આત્મામાં આવી સહજ
ચેતનાને અમે સદા જયવંત દેખીએ છીએ, તેમાં ક્યાંય રાગાદિ પરભાવો જયવંત નથી.
આત્માનો પરમ ગંભીર મહિમા જેવો છે તેવો જ સંતો બતાવે છે. જે સત્ ‘છે’ તેનાથી
વધારે કોઈ નથી કહેતા, અહા, ચૈતન્યના મહિમાની શી વાત! અંતરના અનુભવ વગર
એના મહિમાનો પાર પમાય તેમ નથી. આત્માનો સાક્ષાત્ અનુભવ થતાં પરભાવો જુદા
રહી જાય છે, ચૈતન્યની શાંતિના અનુભવમાં તે એકમેક થતા નથી, કેમકે તેની જાત
તદ્ન જુદી છે, તેના અંશો તદ્ન જુદા છે. આવી અપૂર્વ આત્મશાંતિનું વેદન તે
જિનવાણીના અભ્યાસનું ફળ છે. (વચનામૃત વીતરાગમાં... પરમ શાંતરસ–મૂળ,)
વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં પરમાગમ આત્માના શાંત ચૈતન્યરસથી
ભરેલાં છે. ભવ્યજીવોએ પીવાયોગ્ય અમૃત તે પરમાગમમાં ભર્યું છે; –કેમકે તે પરમાગમ
રાગાદિથી અત્યંત જુદું પરમ નિરપેક્ષ ચૈતન્યતત્ત્વ દેખાડે છે, તે તત્ત્વની સન્મુખ થતાં જ