Atmadharma magazine - Ank 354
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૫૪
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
૩પ૪
શાંતિનું વેદન તે આત્મા
સર્વજ્ઞ ભગવંતો અને વીરાતગી સંતો આત્માના
અતીન્દ્રિય આનંદનમાં ઝૂલી રહ્યા છે....અતીન્દ્રિય–
આનંદમાં ઝૂલતા એ સંતોની વાણીમાં પણ અતીન્દ્રિય
આનંદ નીતરી રહ્યો છે.
આત્માનો પરમ અચિંત્ય ગંભીર મહિમા બતાવીને
તે સંતો કહે છે કે–રે જીવ! શું તને એમ નથી લાગતું કે
આત્મામાં અંદર જોતાં શાંતિનું વેદન થાય છે ને બહારમાં
દ્રષ્ટિ કરતાં અશાંતિ વેદાય છે!! શાંતિથી વિચારતાં તને
એમ જ દેખાશે. માટે નક્ક્ી કર કે શાંતિનું–સુખનું–
આનંદનું ક્ષેત્ર મારામાં જ છે; મારાથી બહાર ક્્યાંય સુખ–
શાંતિ કે આનંદ નથી...નથી...નથી. બાહ્યભાવોની અપેક્ષા
વગર એકલી પરમ વીતરાગી શાંતિના વેદનસ્વરૂપ હું
પોતે જ છું – એમ અનુભવ કર.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર–સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૯ ચૈત્ર (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૩૦: અંક ૬

PDF/HTML Page 3 of 53
single page version

background image
વિવિધ સમાચાર
પૂ. ગુરુદેવ સોનગઢમાં સુખશાંતિમાં બિરાજી રહ્યા છે. સવારે નિયમસારમાંથી
શુદ્ધભાવ અધિકાર ઉપર, અને બપોરે સમયસારમાં નિર્જરા–અધિકાર ઉપર પ્રવચનો
દ્વારા શુદ્ધાત્માના મધુરા ગીત મુમુક્ષુઓને આત્મભાવનામાં ઝુલાવી રહ્યાં છે. સોનગઢમાં
બંધાતા ભવ્ય પરમાગમ મંદિરનું કામ ચાલી રહ્યું છે. પરમાગમોનું કોતરકામ ઝડપથી
ચાલી રહ્યું છે ને આ માસમાં (૨૨ મી એપ્રિલે) પૂરું થઈ જવાની ધારણા છે. આ
નિમિત્તે તે દિવસે પ્રવચન વગેરે પરમાગમ મંદિરમાં થશે. પરમાગમ મંદિરના શિખરોનું
ચણતર લગભગ પૂરું થયું છે; બહારના ભાગમાં આરસ લગાવવાનું કામ ચાલી રહ્યું છે.
અંદરના ભાગમાં પરમાગમ કોતરેલા આરસ લગાવવાનું ચાલુ છે, સમયસાર અને
પ્રવચનસાર તો દીવાલમાં લાગી ગયા છે, બાકીનાં પણ થોડા વખતમાં લાગી જશે.
નીચેના ભાગમાં આરસની લાદી જડવાનું કામ પણ ચાલી રહ્યું છે.
આ માસની તા. ૨૩ એપ્રિલથી શરૂ કરીને તા. ૧૪ મે સુધી ગુરુદેવનો પ્રવાસ
કાર્યક્રમ દિલ્હી–કલકત્તા–ગૌહાત્તી અને મુંબઈનો નીચે મુજબ છે:–
* તા. ૨૩ એપ્રિલ સોમવારે સવારમાં સોનગઢથી ભાવનગર થઈ મુંબઈ
પધારશે ને આખો દિવસ ત્યાં રહેશે.
* તા. ૨૪ એપ્રિલ મંગળવારે સવારમાં મુંબઈથી દિલ્હી પધારશે. દિલ્હીમાં ચાર
દિવસ તા. ૨૪ થી ૨૭ સુધી બિરાજશે.
* તા. ૨૮ શનિવારે દિલ્હીથી કલકત્તા પધારશે. ત્યાં તા. ૪ મે સુધી બિરાજશે.
ચોથી તારીખે વૈશાખ સુદ બીજ ને શુક્રવારે ગુરુદેવની ૮૪મી જન્મજયંતિનો મંગલ
ઉત્સવ કલકત્તામાં ઉજવાશે. આ પ્રસંગે લાભ લેવા કલકત્તા પધારવા માટે ત્યાંના
મુમુક્ષુમંડળ તરફથી મુમુક્ષુઓને આમંત્રણ છે.
કલકત્તાનું સરનામું નીચે મુજબ છે –
તારનું સરનામું : KUNDKUND. રમણિકલાલ વીરચંદ એન્ડ કાું.
ટેલિફોન નં. ૩૩પ૦૪૮ ૧૪, નૂરમલ લોહિયાલેન, કલકત્તા ૭
* કલકત્તામાં જન્મજયંતિ બાદ (વૈ. સુદ ત્રીજ ને શનિવાર તા. પ MAY)
ગુરુદેવ આસામપ્રદેશની રાજધાની ગૌહાતી નગરીમાં પધારશે. ત્યાં તા. પ–૬–૭ ત્રણ
દિવસ બિરાજશે. ત્યાં પધારવા માટે પણ ત્યાંના મુમુક્ષુઓ તરફથી નિમંત્રણ છે. ગૌહાતી
જવા માટે મુંબઈથી અલ્લાહાબાદ મેઈલમાં લખનૌનો ડબો લાગે છે.

PDF/HTML Page 4 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૯
લવાજમ ચૈત્ર
ચાર રૂપિયા એપ્રિલ ૧૯૭૩
* વર્ષ: ૩૦ અંક ૬ *
________________________________________________________________
ભગવાન મહાવીર
પ્રભો! આપનો માર્ગ સુંદર છે, આપનો માર્ગ જીવંત છે.
અહો વહાલા વીરનાથ! આપનો માર્ગ એ વીર પુરુષોનો માર્ગ
છે...આપનું શાસન એ અમારા હિતને માટે છે. આપનો ઉપદેશ એ
વીતરાગતાનો જ ઉપદેશ છે....જગતના સર્વે તત્ત્વોને સાક્ષાત્ જાણીને
તેમાં સર્વોત્કૃષ્ટ ચૈતન્યતત્ત્વનો પરમ ગંભીર મહિમા આપે ભવ્યજીવોના
હૃદયમાં પ્રસિદ્ધ કર્યો છે. પ્રભો! આપનો માર્ગ જગતમાં સૌથી સુંદર છે;
આપે બતાવેલું આનંદમય ચૈતન્યતત્ત્વ જગતમાં સૌથી સુંદર છે.
વીતરાગતા વડે આપ શોભી રહ્યા છો, ને આપની વીતરાગતાને
ઓળખીને તે માર્ગે ચાલી રહેલા સાધકજીવો પણ આ જગતમાં શોભી
રહ્યા છે. તેમના દ્વારા આપનો માર્ગ જીવંત વર્તી રહ્યો છે.
પ્રભો, આપે પ્રકાશેલો આવો સુંદરમાર્ગ વીતરાગસંતોની
પરંપરાથી અમને મળ્‌યો. આપનો માર્ગ કુન્દકુન્દસ્વામીએ વહેતો રાખ્યો,
ને તે જ માર્ગ અમારા કહાનગુરુના પ્રતાપે આજે અમને પ્રાપ્ત થયો છે.
હજારો લાખો ભવ્ય જીવો આનંદથી આપના માર્ગને આદરી રહ્યા છે...
ધન્ય માર્ગ! આપનો માર્ગ એ આનંદનો માર્ગ છે....આપનો માર્ગ એ
સ્વાનુભૂતિનો માર્ગ છે...એ માર્ગે સાધક જીવો આનંદમય મોક્ષપુરીમાં
આવી રહ્યા છે.

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
ભગવાન મહાવીરે આત્માના અનુભવવડે મોક્ષને સાધ્યો,
તમે પણ આજે જ એવો અનુભવ કરો.
ચૈત્ર સુદ તેરસના મંગલદિને, ભગવાન મહાવીરના
વીતરાગમાર્ગની પ્રસિદ્ધિ કરતાં પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–
આત્માની અનુભવદશા વડે મોક્ષ સધાય છે. આ મહાવીરનો માર્ગ
છે ને આ જ મહાવીરનો ઉપદેશ છે. જે જીવે આવો માર્ગ સમજીને
પોતામાં પ્રગટ કર્યો તેનો અવતાર સફળ છે.. તેણે મહાવીર
ભગવાનને ખરેખર ઓળખીને અને પોતામાં મહાવીરના
વીતરાગમાર્ગને પ્રસિદ્ધ કરીને ખરો મંગલ–મહોત્સવ ઉજવ્યો.
આજે ચૈત્ર સુદ તેરસ, ભગવાન મહાવીરનો મંગલ જન્મદિવસ છે. આજથી
૨પ૭૧ વર્ષ પહેલાંં ભગવાન આ ભરતભૂમિમાં વૈશાલીનગરીમાં અવતર્યા હતા
ભગવાનનો જન્મ મંગલરૂપ હતો, તેઓ જન્મથી જ અતીન્દ્રિય આત્માના જ્ઞાનસહિત
હતા. પહેલાંં અનાદિથી સંસારમાં રહેલા તે જીવે સિંહના ભવમાં મુનિઓના ઉપદેશથી
સમ્યક્ત્વ પ્રગટ કર્યું, એટલે કે અતીન્દ્રિય આત્માના આનંદનો અનુભવ કર્યો, ને પછી
આત્માની ઉન્નત્તિ કરતાં–કરતાં આ છેલ્લા ભવમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને પાવાપુરીથી
મોક્ષ પધાર્યા; આવતા વર્ષે તેને અઢી હજાર વર્ષ થશે ને તેનો મોટો ઉત્સવ ઉજવાશે.
સાધક જીવો જ્ઞાનની સ્મૃતિના બળે વચ્ચેનો કાળ દૂર કરીને કહે છે કે ભગવાન
આજે જ જન્મ્યા. ભગવાનને દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન તો પૂર્વે અનેક ભવોથી હતું,
અતીન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ હતો; એવી અનુભવદશા ઉપરાંત અવધિજ્ઞાન–
સહિત ભગવાન મહાવીર ત્રિશલામાતાની કૂંખે સવાનવ માસ રહ્યા. તે વખતે પોતે
પોતાને દેહથી ભિન્ન જાણતા હતા. ત્રીસ વર્ષ સુધી કુમારઅવસ્થામાં રહ્યા. લગ્ન તો

PDF/HTML Page 6 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૩ :
તેમણે કર્યાં ન હતા. ત્રીસવર્ષની વયે જાતિસ્મરણ થતાં તેઓ વૈરાગ્ય પામ્યા ને
આત્મધ્યાન સહિત વનજંગલમાં વિચરવા લાગ્યા. બાર વર્ષ સુધી મુનિઅવસ્થામાં
મૌનપણે જ્ઞાન–ધ્યાન સહિત વિચર્યા; ને વૈશાખ સુદ દશમના રોજ સમ્મેદશિખરની
નજીક ઋજુવાલિકા નદીના તીરે ક્ષપકશ્રેણી માંડીને લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન પ્રગટ
કરીને અરિહંત પરમાત્મા થયા. અને પછી રાજગૃહીમાં વિપુલાચલ પર અષાડ વદ
એકમથી દિવ્યધ્વનિ વડે જગતને મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો. તે ઉપદેશ ઝીલીને
ગણધરોએ શાસ્ત્રોની રચના કરી; વીતરાગમાર્ગી સંતોની પરંપરાથી તે ઉપદેશ આજે
ચાલ્યો આવે છે. તેમાં કહે છે કે–
હે જગતના જીવો! આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, પરભાવોનો તેમાં પ્રવેશ
નથી, તેની ઓળખાણ કરીને અનાદિના મોહને હવે છોડો.
આત્મા તો અનાદિનો છે, તે કાંઈ નવો થયો નથી; દેહ નવા નવા બદલાયા, પણ
આત્મા તો એનો એ અનાદિકાળથી છે; તેણે અનાદિથી શું કર્યું, કે પોતાના સ્વરૂપને
ભૂલીને મોહ કર્યો ને દુઃખી થયો; હવે તે મોહને છોડવા માટે આ ઉપદેશ છે.
આ ભવ પહેલાંં પૂર્વ ભવમાં આત્મા હતો; અને તે ક્્યાં હતો તેનું જ્ઞાન પણ થઈ
શકે છે. અનેક જીવો જાતિસ્મરણ જ્ઞાન વડે પોતાના પૂર્વ ભવને જાણનારા મોજુદ છે.
જેમ કાલે આત્મા ક્્યાં હતો તેનું જ્ઞાન થાય છે તેમ આ ભવ પહેલાંં પૂર્વના ભવોમાં
આત્મા ક્્યાં હતો તેનું પણ જ્ઞાન થઈ શકે છે. આત્માના જ્ઞાનની અચિંત્ય તાકાત છે.
પૂર્વભવના જ્ઞાન કરતાંય આત્માનું અનુભવજ્ઞાન કોઈ અપૂર્વ છે, તે મોક્ષનું સાધક છે.
આત્મા દેહથી જુદો અનાદિનો જ્ઞાન–આનંદસ્વરૂપ છે; અજ્ઞાનને લીધે આત્માને
પોતાના આનંદની ખબર નથી, છતાંપણ તે પોતે આનંદથી ભરેલો જ છે;
આનંદસ્વભાવ છે તેનો કા
ઈ નાશ થયો નથી. જ્યારે જાગે ને જ્ઞાનચેતનારૂપ થઈને
અંતરમાં દેખે ત્યારે પોતાના આનંદનો પોતાને અનુભવ થાય છે.–આવો અનુભવ હે
જીવ! તું આજે જ કર.–આવો અનુભવ તે જ વીરનો માર્ગ છે.
આત્મા સદાય જ્ઞાનસ્વરૂપે પ્રકાશમાન છે; રસિક જનોને આવો આત્મા રુચિકર
છે–વહાલો છે. હે જીવ! તું સર્વ તરફથી પ્રકાશમાન એવા જ્ઞાનસ્વરૂપને અનુભવમાં લે.
જ્ઞાન જ આત્માનો સમ્યક્સ્વભાવ છે; રાગ કાંઈ આત્માનો સ્વભાવ નથી; તે તો
પરભાવ છે, ને દેહ તો જડ છે. બાપુ! હવે તે પરભાવોના વેદનને રહેવા દે, ને તારા

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
આનંદ સ્વભાવના સ્વાદને ચાખ. આવા આત્માને દેખતાંવેંત તારો અનાદિનો મોહ છૂટી
જશે, ને આત્માની અનુભવદશા વડે મોક્ષપંથ પ્રગટ થશે. આ મહાવીરનો માર્ગ છે, ને
આજ મહાવીરનો ઉપદેશ છે. ભગવાન મહાવીર આવા માર્ગે મોક્ષ પધાર્યા ને જગતને
માટે પણ આવો જ મોક્ષમાર્ગ બતાવ્યો. જે જીવ આવો માર્ગ સમજીને પોતામાં પ્રગટ કરે
તેનો અવતાર સફળ છે; તેણે મહાવીર ભગવાનને ખરેખર ઓળખીને તેમનો મહોત્સવ
ઉજવ્યો. અને તેણે પોતામાં મહાવીરના વીતરાગમાર્ગને પ્રસિદ્ધ કર્યો.
અહા, આવું પરમ ચૈતન્યતત્ત્વ!–તેમાં જડનો પ્રવેશ નથી, રાગાદિ પરભાવનો
પ્રવેશ નથી, ભેદના વિકલ્પનો પ્રવેશ નથી, એ તો બધા તેનાથી બહાર ને બહાર રહે છે;
અંતરના ચૈતન્યતત્ત્વને અનુભવમાં લેતાં પરમ આનંદરૂપ આત્મા અનુભવમાં આવે છે.
આવો અનુભવ તે ભવચક્રથી છૂટવાનો ઉપાય છે. આવો મોંઘો મનુષ્યભવ મળ્‌યો તો
ભવના અભાવનો ભાવ પ્રગટ કર. તું અનાદિથી અજ્ઞાનને લીધે ક્ષણેક્ષણે ભયંકર
ભાવમરણ કરી રહ્યો છે ને દુઃખી થઈ રહ્યો છે, તો હવે અંતરમાં વિચાર તો કર કે
આત્માનું ખરૂં સ્વરૂપ શું છે? આ દેહની તો રાખ થશે ચૈતન્યતત્ત્વની કાંઈ રાખ થવાની
નથી.–તો રાખથી ભિન્ન ચૈતન્યતત્ત્વ પોતે કોણ છે તેને જરાક લક્ષમાં તો લે! શીઘ્ર
ત્વરાથી આત્માને ઓળખ. તેમાં પ્રમાદ ન કર. પ્રમાદ કરીશ તો આ મોંઘો અવસર
ચાલ્યો જશે.
અહા, મહાવીર ભગવાને જન્મીને આત્માના પરમાત્મપદને સાધ્યું. કેવા
આત્માની સાધના કરી–તેનું આ વર્ણન છે. બાપુ! તારા અંતરમાં પણ આવું જ
પરમાત્મતત્ત્વ બિરાજમાન છે, તેમાં નજર કરીને અનુભવ કરતાં આનંદ થશે....ને
તારા ભવના અંત આવશે. માટે હે જીવ! આજે જ ત્વરાથી તારી ચૈતન્યસંપદાને
અનુભવમાં લે.
શ્રી મુનિરાજ ચૈતન્યપદની સંપદા બતાવતાં પ્રમોદથી કહે છે કે–અહો, આ આત્મા
પોતે સદાય શુદ્ધચિદાનંદરૂપી સંપદાઓની ખાણ છે, એ જ ઉત્કૃષ્ટ ખાણ છે, જગતમાં
સોના–રૂપા–હીરાની ખાણ થાય છે તે કાંઈ ઉત્કૃષ્ટ નથી. તે તો જડ પુદ્ગલની રચના છે;
આત્મા ચૈતન્યરત્નોની ઉત્કૃષ્ટ ખાણ છે; આત્માની ચૈતન્યસંપદામાં કોઈ ઉપાધિ નથી,
તેમાં વિપદા નથી. આવા આત્માને જ અમે નિજપદ તરીકે અનુભવીએછીએ, બીજા તો
બધા અપદ છે, અપદ છે.
ભાઈ, આવી ઉત્કૃષ્ટ ચૈતન્યસંપદા તારી ખાણમાં જ પડી છે, તેને તું સાધ...

PDF/HTML Page 8 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૫ :
તેને સાધવામાં કોઈ કલેશ નથી, દુઃખ નથી, તેને સાધવામાં તો આનંદની પ્રાપ્તિ છે.
ભગવાન મહાવીરે આવા આત્માની સાધના પૂર્વ ભવોમાં શરૂ કરી હતી, તેમાં
આગળ વધતાં વધતાં આ ભવમાં આનંદની પૂર્ણતા કરીને સાક્ષાત્ પરમાત્મા થયા.
તેમનું સ્મરણ કરીને તેમના માર્ગને સાધવો તે સાચો મહોત્સવ છે.
અરે પ્રભુ! સુખની સંપદા તો તારામાં હોય, કે જડમાં હોય? જડસંપદામાં
તારું સુખ નથી. સુખની સંપદાવાળો તો તું પોતે જ છો. તારી ચૈતન્યસંપદામાં કોઈ
વિપદા નથી. માન–અપમાનના વિકલ્પો કે નિંદા–પ્રશંસાના શબ્દો તેમાં પ્રવેશી
શકતા નથી. માન મળતાં ફૂલાઈ જાય, કે અપમાન થતાં કરમાઈ જાય–એવું આ
ચૈતન્યતત્ત્વ નથી; ચૈતન્યતત્ત્વ તો સદાય આનંદમય છે,–જેમાં કદી વિપદા આવતી
જ નથી, જે કદી કરમાતું નથી; સદાય શાંતરસમાં શોભતું ને ચેતનભાવથી ખીલેલું
ચૈતન્યતત્ત્વ છે. આનંદમય ચેતના ખીલી તે ખીલી, તે કદી કરમાતી નથી.
અરે જીવ! પોતાની સંપદાનો કદી તેં વિચાર કર્યો નથી, તેને જોવાનો પ્રયત્ન
કર્યો નથી, જ્ઞાની પાસેથી સાંભળીને અંદર મનન કર્યું નથી, પણ હવે આ અપૂર્વ
ટાણાં મળ્‌યા છે, જ્ઞાની સંતો તને તારી મહાન ચૈતન્યસંપદા બતાવે છે, તો તે
સાંભળીને બહુમાનપૂર્વક તેનું મનન કર, અંદર વિચાર કર ને અંતરના પ્રયત્ન વડે
તારી આનંદ સંપદાને દેખ. અરે, એકવાર તો અમે કહીએ છીએ તેવો નિર્ણય કર.
સુખની આ મોસમ છે; આનંદનો પાક પાકે ને અનંતકાળનું સુખ મળે એવું તારું
અતીન્દ્રિય ચૈતન્યધામ છે. સંતો આવા આનંદધામને અનુભવે છે ને તમે પણ આજે
જ તેનો અનુભવ કરો.
પોતાના અનુભવની સાક્ષીસહિત શ્રી મુનિરાજ કહે છે કે–હું આવા આનંદને
અનુભવું છે ને તમને પણ આવા આનંદનો અનુભવ કરવા માટે આમંત્રું છું. આવો
અનુભવ થઈ શકે છે, માટે તમે તેવો અનુભવ પ્રગટ કરીને તમારી ચૈતન્યસંપદાને
પામો. વીર થઈને વીરના માર્ગે આવો.
શુભ કે અશુભ તે તો બધા વિષવૃક્ષનાં ફળ છે; તેનાથી પાર એવું જે ચૈતન્ય
તત્ત્વનું અમૃત છે તેને અમે અનુભવીએ છીએ, અને હે જીવો! તમે પણ આ સહજ
ચૈતન્યઅમૃતને હમણાં જ ભોગવો. વિલંબ ન કરો–આળસ ન કરો, હમણાં જ
અંતર્મુખ થઈને તેને અનુભવો. પોતાનું તત્ત્વ પોતામાં જ છે,–પોતે પોતાના
અનુભવમાં

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
વિલંબ શો? જે જીવ હમણાં જ આવા આત્મતત્ત્વને અનુભવે છે તે આનંદસહિત
અલ્પકાળમાં મુક્તિને પામે છે,–તેમાં કોઈ સંશય નથી.
અનુભવ કરનાર પોતે પોતાના મુક્તસ્વરૂપને પોતામાં દેખે છે, એટલે મોક્ષને
માટે તેને કોઈ સંદેહ રહેતો નથી. શુભાશુભથી પાર ચૈતન્યના આનંદનો જ્યાં અનુભવ
થયો ત્યાં મોક્ષના આનંદનો નમૂનો આવી ગયો, ને અલ્પકાળમાં સાક્ષાત મોક્ષદશા
પ્રગટ કરીને તે પોતે સિદ્ધ પરમાત્મા થઈ જશે.
આવો મહાવીર ભગવાનનો માર્ગ છે.
ભગવાન મહાવીરે આત્માના અનુભવ વડે મોક્ષને સાધ્યો....
તમે પણ આજે જ એવો અનુભવ કરો.

અહો જીવો! ચૈતન્યનો આનંદસ્વાદ અને રાગનો
આકુળસ્વાદ, એ બંનેને ભેદજ્ઞાનવડે અત્યંત ભિન્ન જાણીને
ચૈતન્યરસનું પાન કરો, ભેદજ્ઞાનના બળે સર્વે વિકલ્પથી જુદું
વર્તતું એવું જ્ઞાન તે નિર્વિકલ્પચૈતન્યના અમૃતરસથી ભરેલું
છે. સાચું ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થતાં આત્માના
ચૈતન્યઅમૃતનો નિર્વિકલ્પ સ્વાદ આવે છે. અહો, વીતરાગી
સંતોએ જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કરાવીને આત્માના
નિર્વિકલ્પ આનંદરસનું પાન કરાવ્યું છે.

PDF/HTML Page 10 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૭ :
ધર્માત્માની બધી પર્યાયઓ જેને અભિનંદે છે એવું
આનંદથી ઉલ્લસતું જ્ઞાનસ્વાદથી ભરેલું એક નિજપદ
રાગમાં નિજપદ માનીને, અજ્ઞાનથી અંધ બનીને જેઓ સૂતા છે ને
ચૈતન્યમય નિજપદને ભૂલી રહ્યા છે, એવા જીવોને જગાડીને રાગથી જુદું શુદ્ધ
ચૈતન્યમય નિજપદ આચાર્યેદેવે દેખાડ્યું. અહો, આવા ચૈતન્યસ્વાદરૂપ નિજપદમાં
રાગનો સ્વાદ સમાય નહીં. જ્ઞાયકરસથી ભરેલા ચૈતન્યના મહા સ્વાદમાં બીજો કોઈ
સ્વાદ સમાઈ શકે નહીં; અત્યંત મધુર ચૈતન્યસ્વાદ રાગના કોઈ અંશની પોતામાં
ભેળસેળ સહન કરી શકે નહિ; ધર્મીને ચૈતન્યસ્વાદની અનુભૂતિમાં બીજો કોઈ સ્વાદ
સમાઈ શકે નહીં. આવો મહા આનંદથી ભરેલો ચૈતન્યસ્વાદ આવે ત્યારે જીવ ધર્મી
થયો કહેવાય. અહો, જ્ઞાનસ્વરૂપનો આ રસીલો સ્વાદ, તેની પાસે જગતના બીજા
બધા રસ અત્યંત ફિકકા લાગે છે, તે ચૈતન્યરસ વગરના હોવાથી અત્યંત નીરસ છે.
અહો, જ્ઞાને અંતર્મુખ થઈને જ્યાં પોતાના આવા જ્ઞાનરસનો સ્વાદ લીધો ત્યાં તે
જ્ઞાનપર્યાય સામાન્યજ્ઞાન સાથે અભેદ થઈને એકપણે પરિણમી છે; તેમાં રાગાદિ તો
નથી, ને ભેદ પણ નથી. જ્ઞાનપર્યાયો છે તે તો અંતરમાં એકાગ્ર થઈને અભેદને જ
અભિનંદે છે. પર્યાયમાં મતિશ્રુત વગેરે ભેદો છે તેથી કાંઈ જ્ઞાનસ્વભાવ ભેદાઈ જતો
નથી, તે બધી પર્યાયો તો અંતરમાં અભેદને અનુભવતી થકી જ્ઞાનસ્વભાવને જ
અભિનંદે છે. જુઓ, આ ધર્મીની જ્ઞાનદશાનું સ્વરૂપ! આવું અભેદસ્વભાવને અભિનંદતું
જ્ઞાન, તેનો અનુભવ તે પરમાર્થ મોક્ષનો ઉપાય છે; તે જ્ઞાનમાં આત્મલાભ છે, ને તેમાં
રાગાદિ અનાત્માનો પરિહાર છે. અહો, આવા અદ્ભુત જ્ઞાનતરંગથી ચૈતન્યરત્નાકર
સ્વયમેવ ઉલ્લસી રહ્યો છે. અત્યંત નિર્મળ આનંદમય સ્વસંવેદનપર્યાયો, તેમાં અદ્ભુત
નિધિવાળા ચૈતન્યરત્નાકર ભગવાનનો રસ અભિન્ન છે; નિર્મળજ્ઞાનપરિણતિથી જુદો
આત્માનો રસ નથી. આત્માનો રસ નિર્મળ ચૈતન્યપર્યાયમાં અભેદ છે; તે પર્યાયરૂપી
તરંગસહિત ચૈતન્યસમુદ્ર પોતામાં ડોલી રહ્યો છે.
આ ચૈતન્યસ્વરૂપ નિજપદ એક છે, તે નિજપદને અનુભવનારું જ્ઞાન પણ
તેમાં અભેદ થાય છે, તેથી તે પણ એક જ છે. અભેદ છે. આવું જે અંતરમાં અભેદ
થઈને પરિણમેલું (ને રાગાદિથી જુદું પરિણમેલું) પરમાર્થરૂપ જ્ઞાન છે તે જ
સાક્ષાત્ મોક્ષ

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
ઉપાય છે; આ જ્ઞાનમાં શ્રદ્ધા–આનંદ વગેરે અનંત ભાવોથી ભરેલો ચૈતન્યરસ વેદાય
છે; પણ રાગના કોઈ અંશનું વેદન તેમાં સમાતું નથી. ધર્મીને જ્ઞાનની પર્યાયમાં ભલે
અનેક ભેદ હો, પણ તે બધાય ભેદો–બધી પર્યાયો અંતરના જ્ઞાનસ્વભાવ સાથે જ
એકપણે પરિણમે છે, એકેય પર્યાય રાગના કોઈ અંશ સાથે ભળતી નથી; દરેક પર્યાય
રાગથી છૂટી જ રહે છે, ને અંતરના ચિદાનંદસ્વભાવમાં તન્મય થઈને તેને જ
અનુભવે છે, એ રીતે તે બધી પર્યાયો આત્માના નિજપદની એકતાને જ અભિનંદે છે
આવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું એકનું જ અવલંબન કરવાથી નિજપદની પ્રાપ્તિ
થાય છે, આત્માનો લાભ થાય છે ને ભ્રાંતિનો નાશ થાય છે. આવા જ્ઞાનના
અનુભવથી જ મોક્ષ પમાય છે.
મોટા કેવળજ્ઞાનમાં અનુભવાયું તે જ્ઞાનપદ મોટું, ને સાધકના નાનકડા મતિ–
શ્રુતજ્ઞાનમાં અનુભવાયું તે જ્ઞાનપદ નાનું–એવા કાંઈ ભેદ નથી. કેવળજ્ઞાન જેવી મોટી
જ્ઞાનપર્યાય હો, કે મતિશ્રુતજ્ઞાન જેવી નાની જ્ઞાનપર્યાય હો, તે બધી પર્યાયો અંતરમાં
અભેદ થઈને એક જ્ઞાનસ્વભાવપણે જ પોતાને પ્રસિદ્ધ કરે છે, એટલે એક નિજપદને જ
તે અભિનંદે છે, તેને ભેદતી નથી. આ રીતે જ્ઞાનસ્વભાવની અનુભૂતિમાં કોઈ ભેદ
રહેતા નથી, એક ચૈતન્યસ્વાદથી ભરેલા નિજપદસ્વરૂપે જ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય
છે. અહો, આવા જ્ઞાનસ્વરૂપ નિજપદને હે જીવો! તમે દેખો! દુનિયાના લોકો આ પદને
પામે કે ન પામે, પણ હે મોક્ષાર્થી! તું જો તારા આત્માના સુખને અનુભવવા ચાહતો હો
તો, લોકની દરકાર છોડીને તારા આવા જ્ઞાનમય નિજપદને અનુભવમાં લે. આ
જ્ઞાનસ્વરૂપના અનુભવથી જ તને ઉત્તમ સુખ થશે.
આત્મધર્મના ચાલુ સાલના ગ્રાહકોને
‘વીતરાગવિજ્ઞાન’ (છ ઢાળા પ્રવચન ત્રીજો ભાગ) ભેટ
આપવામાં આવેલ છે. વૈશાખ સુદ બીજ સુધી જ આ પુસ્તક
ભેટ અપાશે. તો આપનું ભેટપુસ્તક (રૂબરૂમાં, અગર ૩૦
પૈસાનું પોસ્ટેજ ખર્ચ મોકલીને) મેળવી લેવા સૂચના છે.
વૈશાખ સુદ બીજ સુધીમાં ગ્રાહક થનારને ભેટપુસ્તક મળશે.
આ ઉપરાંત બીજું ભેટ પુસ્તક પણ તૈયાર થાય છે.
(વૈશાખથી આસો સુધીના અંકોનું લવાજમા બે રૂપિયા છે.)
શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 12 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૯ :
ધર્માત્માની અખંડ જ્ઞાનધારા
જેમ શાશ્વત હિમવન પર્વતમાંથી વહેતી ગંગાનો પ્રવાહ કદી
તૂટતો નથી તેમ ભેદજ્ઞાનવડે શાશ્વત ચૈતન્ય–હિમાલયમાંથી જે
જ્ઞાનગંગાની પવિત્ર ધારા પ્રગટી તેની ધારા ધર્મીને કદી તૂટતી નથી,
અચ્છિન્નપણે તે કેવળજ્ઞાનને સાધે છે. પરપરિણતિને તોડતી અને પોતે
અછિન્ન રહેતી તે જ્ઞાનધારા આનંદ તરંગથી ઊછળતી–ઊછળતી મોક્ષ
તરફ ચાલી જાય છે. કેવળજ્ઞાન મહા આનંદનો સમુદ્ર, તેના તરફ
દોડતી સાધકની જ્ઞાનધારા પણ અપૂર્વ આનંદમય છે.
(સમયસાર સંવરઅધિકાર– પ્રવચનોમાંથી)
* * * * * * * * * * * * * *
ચૈતન્યભાવ અને રાગદિભાવો એ બંનેની અત્યંત ભિન્નતા જાણીને, ભેદજ્ઞાન
વડે શુદ્ધાત્માને અનુભવમાં લેતાં ધર્મીને જે આનંદમય જ્ઞાનધારા પ્રગટી, તે ધારાને
અચ્છિન્નપણે ચાલુ રાખીને તે કેવળજ્ઞાનને સાધે છે. જેમ શાશ્વત હિમવન–પર્વતમાંથી
વહેતી ગંગાનો પ્રવાહ કદી તૂટતો નથી, તેમ ભેદજ્ઞાનવડે શાશ્વત ચૈતન્યના
હિમાલયમાંથી જે જ્ઞાનગંગાની પવિત્ર ધારા જ્ઞાનીને પ્રગટી તે જ્ઞાનગંગાની ધારા કદી
તૂટતી નથી, તે અછિન્નધારાએ કેવળજ્ઞાનને સાધે છે.
અહો! આનંદસ્વરૂપ આત્મા તે આરામનો બાગ છે, તે શાંતિનું ધામ છે–એમ
ધર્મી પોતાના આત્માને જ ધ્યાનો વિષય બનાવે છે....તે ધ્રુવધામમાં જ તેની પરિણતિ
આરામ કરે છે–ઠરે છે. ધ્રુવપણે–નિશ્ચલપણે શુદ્ધાત્મામાં ઊંડે ઊંડે ઊતરીને, ધારાવાહીપણે
તેને જ અચ્છિન્નપણે અનુભવે છે; અહો, જ્ઞાનપર્યાય આનંદધામમાં ઘૂસી ગઈ... તે હવે
કોઈપણ પ્રસંગે જ્ઞાનધારા તૂટ્યા વગર નિરંતર શુદ્ધઆત્માને જ અનુભવતી થકી, પર્ણ
શુદ્ધઆત્માને પ્રાપ્ત કરે છે, ને તેને સમસ્ત પરપરિણતિ છૂટી જાય છે. પરપરિણતિને
તોડતી, ને પોતે અચ્છિન્ન રહેતી જ્ઞાનધારા આનંદતરંગથી ઊછળતી–ઊછળતી મોક્ષ
તરફ ચાલી જાય છે. કેવળજ્ઞાન મહાઆનંદનો સમુદ્ર, તેના તરફ દોડતી સાધકની
જ્ઞાનધારા પણ અપૂર્વ આનંદમય છે.
જેમ શાશ્વત સરોવરમાંથી વહેતી ગંગા–સિંઘુની ધારા કદી તૂટે નહિ, સુકાય નહિ,
અચ્છિન્નધારાપણે સદા વહ્યા જ કરે; તેમ શાશ્વત ચિદાનંદ–ધામમાંથી વહેતી

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
પવિત્ર જ્ઞાનગંગાની આનંદમય ધારા ધર્મીને કદી તૂટે નહિ, જ્ઞાનધારા કદી સુકાય નહિ;
શરીરાદિની સ્થિતિ ગમે તે હો, સંયોગ ગમે તે હો, રાગાદિ હો–પણ સ્વભાવને
અવલંબતી આનંદમય જ્ઞાનધારાનો અચ્છિન્ન પ્રવાહ ધર્મીને કદી તૂટતો નથી સાદિ–
અનંતકાળની જ્ઞાનધારામાં વચ્ચે વિકારનો–અજ્ઞાનનો અવસર જ નથી.
પહેલાંં અનાદિના અજ્ઞાનમાં મિથ્યાદ્રષ્ટિને વિકલ્પની ધારા અચ્છિન્ન હતી,
અનાદિથી તેમાં કદી ભંગ પડ્યો ન હતો; હવે ભેદજ્ઞાન થતાં તે ધારા તો તૂટી, ને અપૂર્વ
જ્ઞાનધારા શરૂ થઈ. શુદ્ધઆત્માના અનુભવથી જે જ્ઞાનધારા પ્રગટી તે ચૈતન્ય –
પાતાળમાંથી એવી ઊછળી છે કે હવે સાદિ–અનંતકાળ તેમાં કદી ભંગ નહીં પડે, વચ્ચે
અજ્ઞાન આવ્યા વગર અછિન્નધારાએ કેવળજ્ઞાન થશે.
આ તો અંદર અનુભવ કરીને અંદર જ સમાવાનું છે.
અહા જુઓ તો ખરા! આ ચૈતન્યનું પરાક્રમ! ચૈતન્યધારા અંતરના પાતાળમાંથી
મિથ્યાત્વને તોડીને ઉલ્લસી, તે ચૈતન્યધારા હવે પરભાવના કોઈ અંશને પોતામાં આવવા
ન દ્યે, એટલે પરભાવથી રહિત શુદ્ધપણે જ આત્માને અનુભવતી થકી, વિભાવ
પરિણતિને તોડીને પોતે કેવળજ્ઞાનરૂપે થઈને પરમ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે.
અહો! ચૈતન્યના અનુભવની અપાર તાકાત! તેના મહિમાની જગતને ખબર
નથી. બાપુ! વચનાતીત અનુભવની વાત વાણીમાં તો કેટલી આવે? અનુભવગમ્ય
વસ્તુને પોતે અનુભવમાં લ્યે ત્યારે તેની ગંભીરતાનો ખ્યાલ આવે. આત્માનો સ્વભાવ
જ એવો છે કે એમાં એકાગ્ર થઈને પરિણમતાં શુદ્ધપરિણતિરૂપે તેનો ઉત્પાદ થયા જ કરે
છે. ભાવનો અભાવ, ને અભાવનો ભાવ–એમ શુદ્ધપરિણતિ તેને થયા જ કરે છે. અહા,
આ તો અંદરમાં અનુભવ કરીને અંદર જ સમાવાની વસ્તુ છે; આ કાંઈ બહારમાં
બીજાને બતાવવાની કે વાદવિવાદમાં ઊતરવાથી પાર પડે તેવી વસ્તુ નથી. અંદરમાં પોતે
પોતાનું કરી લેવાની વાત છે. પોતાનું સાચું તત્ત્વ પ્રાપ્ત કરીને પોતાને શાંતિ અને તૃપ્તિ
થાય તે જ પ્રયોજન છે.
અરે જીવ! એકવાર કોઈપણ રીતે, પરમ પુરુષાર્થ કરીને આત્માને શુદ્ધપણે
અનુભવમાં લઈને જ્ઞાનધારા પ્રગટાવ. અનુભવી ગુરુઓએ જે માર્ગ બતાવ્યો તે માર્ગે
પરમ પુરુષાર્થ વડે અંદર ઊતરીને, રાગ સાથે એકતાની અજ્ઞાનધારાને તોડ અને
જ્ઞાનધારાવડે ચૈતન્યની શુદ્ધતારૂપ આનંદનું વેદન કર.

PDF/HTML Page 14 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૧૧ :
ધર્મીની જ્ઞાનધારા અચ્છિન્ન છે.
તે જ્ઞાનધારામાં જે શાંતિ છે તે જગતમાં બીજે ક્્યાંય નથી
જ્ઞાનધારામાં પરમ શાંતરસનું વેદન છે. વીતરાગરસના અખંડ વહેણ એમાં
વહે છે. સિંહ–વાઘ–સર્પ કે નારકીમાં પણ જેઓ અંતરમાં આત્માને શુદ્ધપણે પરમ
પુરુષાર્થથી અનુભવે છે તેઓને અંદરમાં આનંદરસની ધારા વહે છે. બહારમાં મોટો
નાગ હોય, ને અંદર એનો આત્મા આનંદમય ચૈતન્યના અતીન્દ્રિય અમૃતરસને
અનુભવતો હોય. આ તો ‘જે મારે તેની તલવાર’ જેવું છે, એટલે આનંદ તો બધા
આત્માના સ્વભાવમાં ભર્યો છે પણ જે પુરુષાર્થ કરીને (ભેદજ્ઞાનરૂપી તલવારના
પ્રહાર વડે જ્ઞાન અને રાગને જુદા કરીને) અંદરમાં ઊતરે એને અંદર આત્માના
મહા આનંદનો અનુભવ થાય છે.–ભલે સિંહ હોય કે નાગ હોય, બાળક હોય કે મોટો
રાજા હોય,–જે જાગે તે આત્માના અનુભવનું કામ કરી લ્યે છે ને મહાન આનંદની
ધારા અનુભવે છે. સમ્યગ્દર્શન થયું ત્યારથી મોક્ષ થતાં સુધી એવી અછિન્ન ધારાએ
આત્માને અનુભવમાં લેવો કે વચ્ચે કદી તેમાં ભંગ ન પડે, સમ્યગ્જ્ઞાની ધારા ન તૂટે
નિર્વિકલ્પદશા હો કે સવિકલ્પદશા હો,–ધર્મીની જ્ઞાનધારા તૂટતી નથી; અચ્છિન્ન
જ્ઞાનધારાથી વિકલ્પોને તોડીને ધર્મીજીવ કેવળજ્ઞાનને સાધે છે. સાતમા ગુણસ્થાન
પછી તો શુદ્ધોપયોગની અચ્છિન્ન ધારાવડે અંતર્મુહૂર્ત માં જીવ કેવળજ્ઞાન પામે છે.
જુઓ તો ખરા, બાહુબલી ભગવાન અંદર આત્માની ધ્યાનદશામાં એકવર્ષ સુધી
કેવા ઊભા છે! આત્માની જ્ઞાનધારાનું કેવું પરાક્રમ એમની મુદ્રામાં દેખાય છે! અદ્ભુત
વીતરાગતા ઝળકે છે. એક વર્ષ સુધી અડોલપણે ઊભાઊભા શુદ્ધ ચૈતન્યને ધ્યાવી–
ધ્યાવીને અચ્છિન્નધારાએ અંતે કેવળજ્ઞાન લીધું. આત્માની સાધનાનો એ અજોડ નમૂનો
છે, આશ્ચર્યકારી છે. શ્રવણબેલગોલમાં એ બાહુબલીભગવાનની ભવ્યમૂર્તિ દેખીને પં.
જવાહરલાલ નહેરુ જેવા પણ આશ્ચર્ય પામી ગયા હતા. (શ્રીમતી ઈન્દિરાબેન ગાંધી પણ
તે વખતે તેમની સાથે હતા.) અરે, ચૈતન્યની સાધનામાં કેવી અદ્ભુત શાંતિ છે! તેની
જગતને ખબર નથી.
બાપુ! તારું ચૈતન્યતત્ત્વ કાંઈ ખાલી નથી; અનંતી શાંતિના ભાવોથી તે તન્મય
ભરેલું છે. અહા, એના પરમ મહિમાનું શું કહેવું? આનંદમય ચૈતન્યનો મહિમા

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
જેને આવ્યો તેને રાગાદિ કોઈનો મહિમા રહે નહીં. મારો આત્મા જ અનંત શાંતિથી ને
મહા આનંદથી ભરેલો અવિનાશી પદાર્થ છે; આત્મામાં જેવી શાંતિ છે તેવી શાંતિ
જગતમાં બીજે ક્્યાંય નથી, –આમ પોતાના અચિંત્ય અપાર મહિમાને જાણીને તેમાં જ
ધર્મીજીવ ભેદજ્ઞાનવડે સ્થિર થાય છે; રાગાદિના કોઈ અંશને ચૈતન્યની શાંતિમાં તે
ભેળવતો નથી.
* આનંદ કરતાં–કરતાં પ્રભુના માર્ગે ચાલી રહ્યા છીએ *
આત્મા આનંદનથી ભરેલું તત્ત્વ છે. હે ભાઈ! એકવાર જગતા વિકલ્પની જાળથી
છૂટો પડીને, નિશ્ચલપણે આત્માના મહિમામાં એવો લાગ કે તેમાં જ પરિણામ તન્મય
થઈ જાય. સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ મોટો, મહા આનંદથી ભરેલો ગંભીર પદાર્થ
તારામાં, તું પોતે છો– એમ તને સાક્ષાત્ અનુભવાશે, તારું શુદ્ધતત્ત્વ તને પર ભાવોથી
અત્યંત જુદું દેખાશે. આત્માને એવી રીતે જાણ કે જે જાણતાં અતીન્દ્રિય આનંદ થાય.
જ્ઞાન સાથે આનંદનું વેદન ન થાય એમ બને નહિ. સાચુ જ્ઞન જ ત્યારે કહેવાય કે જ્યારે
સાથે અતીન્દ્રિય આનંદનું વેદન પ્રગટે. એકલા શાસ્ત્રથી ધારણા કરીને જાણ્યું તે ખરૂં
જાણ્યું ન કહેવાય. અંતરમાં તન્મય થઈને આનંદના વેદન સહિત, શુદ્ધોપયોગ વડે જાણ્યું
તે ખરૂં જાણ્યું છે. આત્માનું સ્વરૂપ શુદ્ધ છે – વિકલ્પ વગરનું છે એટલે તેની સન્મુખ
થયેલું જ્ઞાન પણ શુદ્ધ નિર્વિકલ્પ (–વિકલ્પથી જુદું) થઈ જાય છે. નિર્વિકલ્પ
આનંદસ્વભાવી આત્માની સન્મુખ પરિણતિ થાય અને તે પરિણતિમાં નિર્વિકલ્પ
આનંદનું વેદન ન થાય – એમ બને નહીં.
અહો, આત્મા તો કેવો ગંભીર! કે વાણીથી જે કહેવાય નહીં, વિકલ્પમાં જે આવે
નહીં, દેખતાં વેંત જે અગાધ આનંદ આપે–એ તે વસ્તુ કેવી? આવી આત્મવસ્તુને
જોવાનું એકવાર કુતૂહલ તો કર. જે આત્માના આનંદને સાધતાં–સાધતાં સંતો મોક્ષ
તરફ ચાલ્યા જાય છે તે આત્મા તારામાં છે, તેને દેખવા માટે આશ્રર્ય કર! જગતનું
આશ્ચર્ય ભૂલીને તું આત્માનું આશ્ચર્ય અને મહિમા કર. જેમાં આનંદના પૂર ઊછળે છે
એવા આત્માને જાણતાં ધર્મી પ્રમોદથી કહે છે કે–અહો પ્રભો! આનંદ કરતાં કરતાં અમે
તારા કેડે ચાલ્યા આવીએ છીએ. તારા માર્ગમાં ક્્યાંય દુઃખ નથી, કાંટા–કાંકરા વગરનો
ચોખ્ખો તારો વીતરાગમાર્ગ, તેમાં અમે આનંદ સહિત ચાલી રહ્યા છીએ. મોક્ષો મારગ
તો આનંદમય જ હોય ને! એમાં તે કાંઈ દુઃખ હોય? એ તો દુઃખના અંતનો માર્ગ છે.
સુખનો માર્ગ તે પણ સુખરૂપ જ છે. એમાં પરમ શાંતિ છે; શાંતિ સિવાય બીજા રાગાદિ
કલુષ ભાવોનું તેમાં જરાય વેદન નથી.

PDF/HTML Page 16 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૧૩ :
* શ્રી ગુરુ કહે છે કે આત્માના અનુભવનો અવસર છે. *
રાગથી જુદા પડેલો જ્ઞાનવડે આત્માનો અનુભવ થાય છે. ભિન્ન લક્ષણ જાણીને
ભેદજ્ઞાન વડે આવો અનુભવ કરવો તે સંવરધર્મ છે.
રાગવડે શુદ્ધઆત્મા અનુભવમાં નથી આવતો, રાગથી જુદા જ્ઞાનવડે એટલે કે
ભેદજ્ઞાનવડે શુદ્ધઆત્મા અનુભવમાં આવે છે.
રાગની ધારાથી જુદી એવી પવિત્ર જ્ઞાનધારાવડે જે અછિન્નપણે આત્માને
અનુભવ છે તે શુદ્ધઆત્માને પ્રાપ્ત કરે છે એટલે કે શુદ્ધ – આનંદમય દશા તેને પ્રગટે છે.
શુદ્ધઆત્મામાં રાગાદિ ભાવો નથી, એટલે શુદ્ધઆત્માના અનુભવમાં રાગાદિ
ભાવો પ્રગટતા નથી.
શુદ્ધઆત્મા જ્ઞાન–આનંદથી ભરેલો છે, એટલે શુદ્ધઆત્માના અનુભવમાં જ્ઞાન
આનંદના ભાવો જ પ્રગટે છે.
જ્યાં જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કર્યો ત્યાં અજ્ઞાનની અનાદિની સંતતિ તૂટી
રાગથી જ્ઞાન જુદું પડી ગયું, એટલે મિથ્યાત્વની ધારા (જે અનાદિની અછિન્ન હતી તે)
છિન્ન થઈ ગઈ, અને રાગથી જુદી એવી અપૂર્વ જ્ઞાનધારા પ્રગટી; તે અછિન્નધારાએ
શુદ્ધઆત્માને અનુભવતી થકી કેવળજ્ઞાન લેશે.
જેમ પર્વત ઉપર વીજળી પડીને બે કટકા થયા તે પાછા સંધાય નહીં; તેમ શુદ્ધ
આત્માના નિર્વિકલ્પ અનુભવરૂપી વીજળી પડીને રાગ જ્ઞાનથી એકતા તૂટી બે કટકા
થયા, તે ફરીને એક થાય નહીં. રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન થયું તેને રાગ સાથે
એકતાબુદ્ધિ થાય નહીં. આવા ભેદજ્ઞાનની અચ્છિન્નધારાવડે કેવળજ્ઞાન થાય છે.
ભેદજ્ઞાન વગર રાગનો જ અનુભવ કરી કરીને જીવ દુઃખી થયો છે. ભેદજ્ઞાનવડે
રાગથી ભિન્ન જ્ઞાનનો અનુભવ કરતાં જ જીવ આનંદિત થાય છે. તેથી કહ્યું કે–‘આત્મા
ઉપયોગસ્વરૂપ જ રહ્યો છે, રાગરૂપ થઈ ગયો નથી’–આવું ભેદજ્ઞાન કરીને હે સત્પુરુષો!
તમે પ્રસન્ન થાઓ... આનંદિત થાઓ. ભેદજ્ઞાન થતાવેંત આનંદ સહિત આત્માનો
અનુભવ થાય છે. આવો અનુભવ તે મોક્ષનું કારણ છે.
હે જીવ! પ્રજ્ઞાછીણીવડે એકવાર રાગને મારી નાંખ ને જ્ઞાનને જીવતું કર. રાગ

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
સાથે એકતાબુદ્ધિથી તારું ભાવમરણ થાય છે, તે ભાવમરણથી બચવા માટે રાગને મારી
નાંખ એટલે કે તેને અચેતન કરી નાંખ–આત્માથી જુદો કરી નાંખ; રાગ સાથે એકતા
કરનારો જે મિથ્યાત્વરૂપી યોદ્ધો, તેને ભેદજ્ઞાનરૂપી બાણ વડે મારી નાંખ ને
ઉપયોગસ્વરૂપ આત્માને જીવતો કર, .............. શ્રદ્ધામાં લે, અનુભવમાં લે.
ધ્રુવ ચિદાનંદસ્વભાવ તરફ વળેલું ધારાવાહીજ્ઞાન શુદ્ધઆત્માને અનુભવતું થકું
નિજસ્વરૂપમાં વિશ્રામ કરે છે. આત્મ–આરામ એટલે આત્માનો બાગ, આત્માના
આનંદનો બગીચો, તેમાં લીન થઈને જ્ઞાન શુદ્ધઆત્માને અનુભવે છે.–આવા અનુભવનું
નામ સંવર છે; તેમાં રાગાદિનો અભાવ છે, કર્મનો અભાવ છે.
આરામ કહો કે આનંદ કહો, તે આત્માના અનુભવમાં પ્રગટ થાય છે. શુભાશુભ
પરભાવો તે તો થાક છે, દુઃખ છે, તેમાં જીવને આરામ નથી, શાંતિ નથી. રાગથી પાર
એવું જે ચૈતન્યસ્વરૂપ તેમાં નિશ્ચલ રહેનારું ધારાવાહી જ્ઞાન, તે જ આત્મઆરામમાં કેલિ
કરનારું છે; તેમાં જ શાંતિ ને આનંદ છે.
અતીન્દ્રિય ચૈતન્યનો સ્પર્શ કરતાં એટલે કે અનુભવ કરતાં રાગાદિ વિભાવો
રોકાઈ જાય છે; એટલે પર–પરિણતિ દૂર થઈને શુદ્ધ જ્ઞાનપરિણતિ પ્રગટ છે; તે
સ્વસન્મુખ પરિણતિ શુદ્ધઆત્માને જ પ્રાપ્ત કરે છે, રાગનો અંશ પણ તેમાં નથી.
ભાઈ, આવા આત્માનો અનુભવ કરવાનો આ મોકો છે, અવસર છે; માટે તું
વિભાવથી વિમુખ થઈને સ્વભાવની સન્મુખ થા; ધારાવાહી ભેદજ્ઞાનનો ઉદ્યમ કર.
જેમ શાશ્વતી ગંગાનીદના પ્રવાહ અચ્છિન્નધારાએ સદાય ચાલ્યા કરેછે તેમ
ભેદજ્ઞાનરૂપી પવિત્ર ગંગા નદીનો જે પ્રવાહ ચૈતન્યના પહાડમાંથી નીકળ્‌યો તે
અચ્છિન્નધારાએ કેવળજ્ઞાનસમુદ્રમાં જઈને ભળશે–એવું ધારાવાહી ભેદજ્ઞાન પ્રગટ
કરવું તે અપૂર્વ છે, તે જ કરવા જેવું છે. આવી ભેદજ્ઞાનધારા જીવને આનંદ
પમાડનારી છે.
એકલા શુદ્ધાત્માને સ્વજ્ઞેયપણે પકડીને નિર્વિકલ્પ ઉપયોગ ધારાવાહીપણે ટકી
રહે તો અંતર્મુહૂર્તના અલ્પકાળમાં કેવળજ્ઞાન પામી જાય. અને નીચલી દશામાં
સાધકને ઉપયોગની નિર્વિકલ્પધારા ચાલુ રહેતી નથી. પણ ભેદજ્ઞાનની અખંડધારા
ચાલુ રહે છે, સવિકલ્પદશામાંય તેને વિકલ્પથી જુદી ભેદજ્ઞાનની ધારા તો ચાલુ જ છે;
આ રીતે અચ્છિન્ન ભેદજ્ઞાનધારા વડે અલ્પકાળમાં આત્માની પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરીને
કેવળજ્ઞાન થાય છે.

PDF/HTML Page 18 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૧૫ :
સમ્યગ્દ્રષ્ટિ કાંઈ સદાય નિર્વિકલ્પ અનુભવમાં ન રહી શકે; પરંતુ સર્વિકલ્પ દશા
વખતેય તેનું સમ્યગ્દર્શન કે ભેદજ્ઞાન ખસે નહિ. શુભ કે અશુભ વખતેય તે શુભ
અશુભથી જુદી એવી જ્ઞાનધારા તેને વર્તે જ છે; શુભાશુભ વખતે કાંઈ જ્ઞાનધારા તૂટી
જતી નથી, કે જ્ઞાનધારા પોતે મેલી થઈ જતી નથી. શુભાશુભ વખતે જ તેનાથી ભિન્ન
શુદ્ધઆત્માનું જ્ઞાન વર્તે છે, તે કાંઈ અજ્ઞાન થઈ જતું નથી.–આવી અવિચ્છિન્ન
જ્ઞાનધારા તેનું નામ ધર્મ છે, ને તે સંવર તથા મોક્ષમાર્ગ છે.
ભેદજ્ઞાનના મહિમાપૂર્વક આચાર્યદેવ કહે છે, તે કાંઈ અજ્ઞાન થઈ જતું નથી.
આવી અવિચ્છિન્ન જ્ઞાનધારા તેનું નામ ધર્મ છે, ને તે સંવર તથા મોક્ષમાર્ગ છે.
ભેદજ્ઞાનના મહિમાપૂર્વક આચાર્યદેવ કહે છે કે–અહો! આ ભેદવિજ્ઞાનને
અચ્છિન્નધારાએ ત્યાં સુધી ભાવો કે જ્યાં સુધી પરથી ભિન્ન થઈને જ્ઞાન જ્ઞાનમાં જ
સ્થિર થઈ જાય.
* સંવરધર્મ એટલે સુખ; સુખ એટલે સ્વાનુભવ *
સંવર એટલે શાંતિનું વેદન, સુખની અનુભૂતિ. તે ભેદજ્ઞાન વડે થાય છે.
આત્માના સુખની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા ભેદજ્ઞાન વડે જીવને સંવરધર્મ થાય છે.
ભેદજ્ઞાનમાં પરભાવોથી ભિન્ન ઉપયોગસ્વરૂપ આત્માનો સ્વાનુભવ છે. સંવરનો આધાર
આત્મા પોતે આનંદભૂમિ છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે, તે સ્વરૂપમાં
આરૂઢ થતાં આનંદપૂર્વક ભેદજ્ઞાન થાય છે. તે ભેદજ્ઞાન થતાં આત્મા પોતાને સર્વદા
ઉપયોગમય અનુભવે છે ને રાગાદિ કોઈ પણ અન્ય ભાવોને પોતાના ઉપયોગ સ્વરૂપમાં
તે ભેળવતો નથી. રાગથી જુદો જ પોતાનો સ્વાદ તે લ્યે છે. પોતે ચૈતન્ય ભાવપણે
પોતાને રાખીને રાગને જુદાપણે જાણે છે. અજ્ઞાની રાગાદિના પ્રસંગમાં આપઘાત
(પોતાનો ઘાત, આત્માના સ્વભાવનો ઘાત) કરે છે,–રાગથી ભિન્ન પોતાના
જ્ઞાનસ્વભાવને ભૂલી જાય છે, ને રાગરૂપે જ પોતાને અનુભવે છે તે પરમાર્થે આત્મઘાત
છે, ધર્મી જીવ, ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ આવી પડે કે જરાક આર્તધ્યાન થઈ જાય તો
પણ, જ્ઞાનસ્વરૂપપણે પોતાને તન્મયપણે વેદતો થકો, અને રાગાદિમાં જરાય તન્મયતા
નહિ અનુભવતો થકો, ચૈતન્ય–જીવનપણે પોતાને જીવતો રાખે છે, આત્મઘાત કરતો
નથી, આત્માના સ્વભાવને હણતો નથી.–તેને સંવર છે, સુખ છે, ધર્મ છે, શુદ્ધતા છે,
મોક્ષનો પંથ છે. ધર્મીની આવી નિર્વિકલ્પ અંર્ત દશાનું માપ કોઈ બહારના ચિહ્મથી–
રાગથી કે સંયોગથી થઈ શકે નહિ; વિકલ્પ વડે તેની ઓળખાણ થાય નહીં; વિકલ્પથી
ભિન્ન પડેલા ભેદજ્ઞાનથી જ તેની સાચી ઓળખાણ થાય છે, ને એને જ સ્વાનુભવના
સુખનો સ્વાદ આવે છે.

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
રાગાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યને જે અનુભવે તેને જ આત્માનો શુદ્ધ સ્વાદ આવે;
રાગ સાથે ભેળસેળવાળાને ચૈતન્યનો શુદ્ધ સ્વાદ આવે નહીં. એટલે ભેદજ્ઞાન વડે જ
શુદ્ધાત્માનો સ્વાદ આવે છે ને શુદ્ધાત્માને અનુભવનારો તે જીવ જ શુદ્ધાત્માને પ્રાપ્ત કરે
છે. શુદ્ધાત્માની પ્રાપ્તિ થતાં રાગાદિનો ને કર્મનો સંવર થઈ જાય છે.
બાપુ! તારી ચીજ ક્્યાંય બહારમાં નથી, અંદર ચૈતન્યભાવપણે તારો આત્મા
અનંત ગુણથી ગંભીર છે, તેમાં ઊંડો ઊતરતાં જે મહા આનંદનું વેદન થાય છે–તે કોઈ
અદ્ભુત અતીન્દ્રિય છે. ધર્માત્મા અંધારી ઓરડીમાં જઈને અંદર જ્ઞાનપ્રકાશથી ધ્યાનવડે
એકલો–એકલો ચૈતન્યના આનંદનો સ્વાદ લેતો હોય, ત્યાં બહારમાં તો કાંઈ નથી છતાં
આનંદ ક્્યાંથી આવ્યો? આત્મા પોતે આનંદસ્વરૂપ છે, તેમાં ડુબકી મારતાં અલૌકિક
આનંદનો સ્વાદ સાક્ષાત્ વેદાય છે.–તેમાં દુનિયાના કોઈ પદાર્થની અપેક્ષા નથી. રાગથી
ભિન્ન પડેલી જ્ઞાનની અચ્છિન્નધારા ધર્મીને કદી તૂટતી નથી; અતૂટ પ્રવાહપણે તે
પોતાને જ્ઞાનાનંદપણે જ અનુભવે છે; વિકલ્પથી છૂટી પડેલી જ્ઞાનધારા–આનંદધારા તે
ફરીને કદી કોઈ વિકલ્પ સાથે એકમેક થવાની નથી, અચ્છિન્નધારાપ્રવાહે આગળ વધીને
તે કેવળજ્ઞાન–સમુદ્રમાં ભળવાની છે.
વિકલ્પના કાળે પણ ધર્મીને જ્ઞાનધારા અખંડ વહે છે. ચિદાનંદ સમુદ્રમાંથી
ઊછળેલી જ્ઞાનધારાને કોઈ વિકલ્પો તોડી શકે નહિ. ઊછળતી આનંદધારા વિકલ્પોને
તોડતી, પરભાવોને ભિન્ન પાડતી કેવળજ્ઞાન તરફ દોડી જાય છે. આનંદના શાશ્વત
ધામમાંથી વહેતો આનંદનો ધોધ કદી સુકાય નહીં. વરસાદ ન આવે તો મોટીમોટી
નદીના પાણી સુકાય પણ શાશ્વતો સ્વયંભૂરમણ સમુદ્ર કદી સુકાય નહીં, તેમાં તેમ
શાંતિના સ્વયંભૂરમણ સમુદ્રમાં એકાગ્ર થતાં પર્યાયમાં જે આનંદમય–શાંતરસથી ભરપૂર
જ્ઞાનધારા વહેવા માંડી તે કદી સુકાય નહીં, તેની ધારા તૂટે નહીં. ઉદયભાવો તો સુકાઈ
જશે પણ ધર્મીની જ્ઞાનધારા કદી સુકાશે નહીં. અરે! આવા જ્ઞાનમય તારા તત્ત્વમાં જો
તો ખરો કેહ અંદર કેવી શાંતિ છે! શાંત–શાંત–શાંતભાવમાં ઠરી ગયેલો પિંડલો તારો
આત્મા છે, તેની સન્મુખના ભાવમાં તો જ્ઞાન ને શાંતિ જ હોય તેમાં આકુળતા કે
અજ્ઞાન ન હોય.
હે જીવ! એકવાર અંદરમાં ઊતરીને આવા આત્માને ભાવ તો ખરો.... એના
અનુભવનો સ્વાદ તો ચાખ.... તને કોઈ અપૂર્વ પરમ શાંતિ વેદાશે. શુદ્ધતાના વેદનની
સિંહગર્જના કરતો આત્મા જ્યાં જાગ્યો ત્યાં રાગાદિ ઉદયભાવો ઊભા ન રહે. જ્ઞાનની
ધારામાં ઉદયભાવનો કોઈ અંશ સમાય નહિ, જ્ઞાનધારા શુદ્ધતાથી ઉલ્લસતી થકી

PDF/HTML Page 20 of 53
single page version

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૧૭ :
(વિજયાદ્ધીની ગૂફામાં વેહતી ઉન્મગા નદીની જેમ) પરભાવોને પોતાથી બહાર ફેંકી દે
છે. જ્ઞાનધારામાં રાગ પ્રવેશી શકે નહીં. અખંડ જ્ઞાનધારા રાગથી જુદી ને જુદી રહેતી
થકી, શુદ્ધપણે પોતાને અનુભવતી થકી, વૃદ્ધિરૂપ થઈને કેવળજ્ઞાનરૂપ થાય છે.
જય હો આનંદમય અચ્છિન્નધારાવાહી ભેદજ્ઞાનનો.
સમ્યક્ત્વ માટે જ્ઞાનસ્વભાવનો નિર્ણય
* હું જ્ઞાનસ્વભાવ છું – એવો જે ખરો નિર્ણય
છે તેની સંધિ જ્ઞાનસ્વભાવ સાથે છે,
વિકલ્પ સાથે તેની સંધિ નથી.
* જ્ઞાન અને વિકલ્પ બન્ને નિર્ણયકાળમાં
હોવા છતાં, તેમાંથી જ્ઞાનસ્વભાવ સાથે
સંધિનું કામ જ્ઞાને કર્યું છે, વિકલ્પે નહિ.
* જ્ઞાન સ્વભાવ સાથે સંધિ કરીને, તેના લક્ષે
ઊપડેલી જ્ઞાનધારા જ્ઞાનના અનુભવ સુધી
પહોંચી જશે.
* જ્ઞાનસ્વભાવ સાથે સંધિ કરવાની વિકલ્પમાં
તાકાત નથી. જ્ઞાને સ્વભાવનો ‘ટચ’ કર્યો
ત્યારે સાચો નિર્ણય થયો.
* જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં, વિકલ્પથી જ્ઞાન
અધિક થયેલું છે, જ્ઞાન અને વિકલ્પ વચ્ચે
વીજળી પડી ચુકી છે, બન્ને વચ્ચે તિરાડ
પડી ગઈ છે, તે સાંધ હવે ભેગી ન થાય.
જ્ઞાનવડે આવા આત્મનિર્ણયના બળે
સમ્યક્ત્વ પમાય છે.