Atmadharma magazine - Ank 356
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 43
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૫૬
Version History
Version
Number Date Changes
001 Aug 2005 First electronic version.

PDF/HTML Page 2 of 43
single page version

background image
૩૫૬
રાગભાવ તો અનાદિથી જીવ કરે જ છે;
તેનું ફળ સંસાર છે. રાગ કરવો તેમાં
કાંઈ શૂરવીરતા નથી; શૂરવીરતા તો રાગથી ભિન્ન
એવા વીતરાગી ચૈતન્યભાવમાં છે; ભેદજ્ઞાન વડે
આનંદમય ચૈતન્યપરિણતિ થવી તે જ સાચો
પુરુષાર્થ છે, તે જ મોક્ષ માટેનું સાચું પરાક્રમ છે.
સમકિતી ધર્માત્મા શૂરવીરપણે વીતરાગમાર્ગને
સાધે છે. એની જ્ઞાનચેતના રાગથી કોઈ જુદું જ
કામ કરે છે. એ બહારથી ન દેખાય. પણ બીજા
એને દેખે કે ન દેખે એની અપેક્ષા જ્ઞાનીને ક્યાં છે?
એ તો જગતની અપેક્ષા છોડીને પોતે પોતામાં
એકલો–એકલો જ્ઞાનચેતનાના આનંદને વેદે છે...
આનંદનો સ્વાદ લેતો લેતો ભગવાનના માર્ગે
ચાલ્યો જાય છે.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૯ જેઠ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૩૦: અંક ૮

PDF/HTML Page 3 of 43
single page version

background image
વિવિધ સમાચાર–
• દિલ્હી મુમુક્ષુ મંડળના મંત્રીશ્રી રવિચંદ જૈન લખે છે કે–પૂ. શ્રી
કાનજીસ્વામીની ૮૪ મી જન્મજયંતિ દિલ્હીમાં ખૂબ ઉત્સાહપૂર્વક શ્રી પરસાદીલાલજી
પાટનીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી હતી. અનેક વિદ્વાનોએ અને
મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી. અંતમાં અધ્યક્ષસ્થાનેથી શ્રી પરસાદીલાલજી
પાટનીએ કહ્યું કે–આજના જમાનામાં આપણને જૈનધર્મનું સાચું સ્વરૂપ દેખાડનારા
પૂ. શ્રી કાનજીસ્વામીજી જ છે, અને આપણે સૌએ તેમના બતાવેલા માર્ગે ચાલવું
જોઈએ.
• કલકત્તા શહેરમાં ઉજવાયેલી ૮૪ મી જન્મજયંતીના કેટલાક સમાચારો
ગતાંકમાં આપે વાંચ્યા. આ ઉત્સવમાં કલકત્તાના નાનકડા બાલસભ્યોએ પણ
ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો... તેમના તરફથી આવેલા સમાચારો અહીં
આપવામાં આવે છે. ગુરુદેવે બતાવેલા માર્ગે ચાલવા ને દેવ–ગુરુની ભક્તિ કરવા
સૌ બાળકો–છે તૈયાર....છે તૈયાર....વગેરે પ્રકારે ઉલ્લાસમય વાતાવરણથી
સ્વાગત શોભતું હતું. ૮૪ બહેનો ૮૪ મંગળ કળશસહિત સ્વાગતના મંગળગીત
ગાતી હતી. પૂ. બંને ધર્મમતાઓએ પણ જન્મદિવસે આનંદમય ભક્તિ કરાવી
હતી. બાળકોએ તૈયાર કરેલ ‘જ્ઞાનબીજ’ નામનો એક અભિનંદન–અંક ગુરુદેવને
અર્પણ કરવામાં આવ્યો હતો.
• જન્મદિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કલકત્તા મુમુક્ષુમંડળના
સ્વાગતઅધ્યક્ષ શ્રી મિશ્રિલાલજીએ કહ્યું કે–ભારતવર્ષમાં ગુરુદેવ આજે આપણને
આત્માનું સાચું સ્વરૂપ સમજાવી રહ્યા છે. પોતાને તેનો અનુભવ છે ને આપણને
અનુભવ કરવાનું કહી રહ્યા છે. ગુરુદેવ હજી શાસનની ઉન્નત્તિ કરતા કરતા ઘણા
આગળ જવાના છે–તેમાં શંકા નથી. તેમની શુદ્ધાત્માના અનુભવવાળી આત્મસ્પર્શી
વાણી સાંભળવા મળે છે તે આપણા અહોભાગ્ય છે. ગુરુદેવની જેમ આપણે પણ
આત્મજ્ઞાન પામીએ–એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
• શેઠ શ્રી શાંતિપ્રસાદજી શાહુજીએ કહ્યું કે–આજે કલકત્તાના નગરીના
અહોભાગ્ય છે કે આવા મહાન પુરુષ અહીં પધાર્યા છે ને સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થાય તે
સમજાવી રહ્યા છે. ભારતના પશ્ચિમ છેડેથી પૂર્વના છેડે આવીને તેઓ આપણને
આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવે છે. હિતના સાચા રસ્તાનો અનુભવ કરીને આપણને
પણ તે રસ્તો દેખાડી રહ્યા છે. આપણે તેમને વિનતિ કરીએ કે ઠેઠ પહોંચતા સુધી તેઓ
આપણને રસ્તો બતાવ્યા કરે ને આપણે તે રસ્તા પર ચાલીએ.
(વિશેષ માટે જુઓ પાનું ૩૭)

PDF/HTML Page 4 of 43
single page version

background image
૨૪૯૯: જેઠ આત્મધર્મ : ૧:
છ માસનું વીર સં. ૨૪૯
લવજમ : જઠ :
બ રૂપય JUNE 1973
વર્ષ ૩૦ અંક–૮
સંતો બતાવે છે આત્માના હિતનો માર્ગ
ભાઈ, તારા હિતનો માર્ગ તારા સ્વભાવની જાતનો છે,
તે રાગની જાતનો નથી.
આત્માનો મોક્ષમાર્ગ એટલે સુખનો માર્ગ, તે કોઈ બીજાના આશ્રયે પ્રગટતો
નથી; પર તરફનો જે કોઈ ભાવ હોય તે રાગ–દ્વેષરૂપ ભાવ છે, તે મોક્ષમાર્ગ નથી, તે
આત્માની જાત નથી. મોક્ષમાર્ગ તો આત્માની જાતનો જ હોય, તે આત્માના
સ્વભાવના આશ્રયે જ પ્રગટે છે; તે રાગના આશ્રયે પ્રગટતો નથી, કે શરીરના આશ્રયે
થતો નથી.
આત્માની ચૈતન્યજાત અને રાગાદિ પરભાવની જાત–એ બંને અત્યંત ભિન્ન છે.
ચૈતન્યજાતના આશ્રયે રાગ પ્રગટે નહિ, ને રાગની જાતના આશ્રયે ચૈતન્યજાત પ્રગટે
નહિ. બંનેની ભિન્ન જાત ઓળખે ત્યારે જ ચૈતન્યસ્વભાવના આશ્રયે ચૈતન્યભાવરૂપ
સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે. તે જ મોક્ષમાર્ગ છે.
અહો, આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે; તેના આશ્રયે પ્રગટેલો જ્ઞાનભાવ જ
મોક્ષમાર્ગ છે. અંશી એવો જે જ્ઞાન–આનંદસ્વભાવ, તેના આશ્રયે જ મોક્ષમાર્ગરૂપ
અંશો પ્રગટે છે. સ્વભાવના અંશો અંશીના જ આશ્રયે પ્રગટે, પણ વિજાતના આશ્રયે ન
પ્રગટે. સાચા જ્ઞાનનો અંશ જ્ઞાનના જ આશ્રયે પ્રગટે, રાગના આશ્રયે ન પ્રગટે.
રાગના

PDF/HTML Page 5 of 43
single page version

background image
: ૨ : આત્મધર્મ જેઠ : ૨૪૯૯ :
સેવન વડે તો રાગનું જ કાર્ય પ્રગટે, પણ જ્ઞાન ન પ્રગટે. અંશીની સાથે એકતા કરીને
પ્રગટેલો અંશ તે જ સાચો અંશ છે. (પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ સાચી શરૂઆત છે.)
પૂર્ણતાનું લક્ષ કહો કે સમ્યગ્દર્શન કહો, તેનાથી જ મોક્ષમાર્ગની શરૂઆત છે. આત્મા
આખો આનંદસ્વભાવ છે, તેના અનુભવથી જ આનંદ પ્રગટે છે. રાગના આશ્રયે
આનંદનો અનુભવ કદી ન થાય, કેમકે આનંદ તે કાંઈ રાગનો અંશ નથી. એ જ રીતે
જ્ઞાન અને શ્રદ્ધા પણ રાગના આશ્રયે થતા નથી, કેમકે તે જ્ઞાનાદિ કાંઈ રાગના અંશ
નથી. રાગના આશ્રયે તો રાગ પ્રગટે, કાંઈ મોક્ષમાર્ગ ન પ્રગટે.
જુઓ, આ સત્યાર્થ મોક્ષમાર્ગ! સાચો મોક્ષમાર્ગ રાગ વગરનો છે. આત્માના
જ્ઞાન ને આનંદ તે રાગ વગરના છે. જ્ઞાન ને આનંદ તે આત્માના મુખ્ય ગુણો
છે. ‘ચિદાનંદાય નમ:’ વગેરે મંત્રો આત્માના સ્વભાવને સૂચવે છે, તેમાં શ્રદ્ધા–વીર્ય
વગેરે અનંત ગુણો સમાઈ જાય છે. જે ગુણથી જુઓ તે ગુણસ્વરૂપ આખો આત્મા
દેખાય છે. આનંદની મુખ્યતાથી જુઓ તો આખો આત્મા આનંદસ્વરૂપ છે, જ્ઞાનની
મુખ્યતાથી જુઓ તો આત્મા જ્ઞાનસ્વરૂપ છે; એ જ રીતે શ્રદ્ધા વગેરે અનંત ગુણસ્વરૂપ
આખો આત્મા છે; તેના લક્ષથી સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદ પ્રગટે છે. આત્માના લક્ષે
રાગ પ્રગટતો નથી, તેનો તો અભાવ થઈ જાય છે. રાગ તે આત્મગુણ નથી એટલે
રાગના આશ્રયે આત્માના કોઈ ગુણ (સમ્યગ્દર્શનાદિ) પ્રગટતા નથી. બધાય ગુણોની
નિર્મળ પર્યાય આત્માના જ આશ્રયે પરિણમે છે; પોતાના જ્ઞાનાદિ ગુણપર્યાયોને ધારણ
કરનાર વસ્તુ આત્મા જ છે. જેનામાં જે ગુણ જ નથી તેના આશ્રયે તે ગુણનું કાર્ય
પ્રગટે નહીં; જેમાં ગુણ હોય તેના જ આશ્રયે તેનું કાર્ય પ્રગટે. જેનામાં જ્ઞાન હોય તેના
આશ્રયે કેવળજ્ઞાન થાય, જેનામાં આનંદ હોય તેના આશ્રયે આનંદ થાય. જેનામાં જ્ઞાન
કે આનંદ છે જ નહીં તેના આશ્રયે તે ક્યાંથી પ્રગટે? માટે હે જીવ! તું પરનો આશ્રય
છોડ...ને સ્વદ્રવ્યની સામે જોઈને તેનો જ આશ્રય કર....આ કામ ત્વરાથી કર એટલે કે
શીઘ્ર કર. આત્માના હિતના આ કાર્યમાં તું વિલંબ ન કર.
અરે જીવ! તારી અવસ્થામાં તને અનંતકાળથી દુઃખનો અનુભવ છે તે કેમ છૂટે?
અને અનાકુળતારૂપ સાચું આત્મસુખ કેમ અનુભવમાં આવે?–તેની રીત
વીતરાગીસંતો તને બતાવે છે, તે તારા હિતને માટે લક્ષમાં લે, વિચારમાં લે. બહારના
બીજા તો વિચાર ઘણા કરે છે, તો તારા આ હિતની વાત પણ જરાક વિચારમાં લે.
બીજા સંસારના વિચાર કરીને દુઃખી થઈ રહ્યો છો, પણ ભાઈ! એકવાર આત્માના

PDF/HTML Page 6 of 43
single page version

background image
: ૨૪૯૯: જેઠ આત્મધર્મ : ૩ :
સુખને તો વિચારમાં લે. જે દુઃખ છે તે કાંઈ ચૈતન્યની જાત નથી, પણ તેની પાછળ
આનંદનો આખો સમુદ્ર ભરેલો છે; તે સમુદ્રને દેખ, તો પર્યાયમાં પણ તે આનંદના
તરંગ ઉલ્લસે ને દુઃખ ન રહે. આનંદની વિકૃતિ તે દુઃખ છે. લાકડામાં દુઃખ નથી, કેમકે
તેનામાં આનંદસ્વભાવ નથી. આનંદસ્વભાવ જ્યાં ન હોય ત્યાં તેની વિકૃતિરૂપ દુઃખ
પણ ન હોય. દુઃખ તે તો વિકૃતિ ક્ષણિક કૃત્રિમભાવ છે, તે જ વખતે આનંદ–સ્વભાવ
સહજ–અકૃત્રિમ શાશ્વત છે. આનંદસ્વભાવને ભૂલીને અજ્ઞાનથી દુઃખ ઊભું કર્યું છે;
આનંદસ્વભાવને અનુભવમાં લેતાં દુઃખ મટી જાય છે. દુઃખ સંયોગમાં નથી ને
સ્વભાવમાં પણ નથી, તે તો ક્ષણિક વિકૃતિ છે;–કોની વિકૃતિ? આત્માની અંદર જે
આનંદસ્વભાવ ભર્યો છે તેની વિકૃતિ તે દુઃખ છે. આનંદસ્વભાવના અનુભવ વડે તે
વિકૃતદશા ટળીને આનંદ દશા પ્રગટે છે. અરે, દુઃખ શું છે–એનું પણ જીવને ભાન નથી.
દુઃખને ખરેખર ઓળખે તો આખો આનંદસ્વભાવ સિદ્ધ થઈ જાય; આનંદસ્વભાવને
જાણે ત્યારે દુઃખનું સ્વરૂપ ખ્યાલમાં આવે.
હવે દુઃખની જેમ કષાયની વાત લઈએ. કષાય તે પણ દુઃખ જ છે. અંદર
શાંતરસથી ભરેલો અકષાય–સ્વરૂપ આત્મા છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ અકષાયભાવની ઉત્પત્તિ થાય છે, તે મોક્ષમાર્ગ છે. તે અકષાયભાવનો
આધાર કાંઈ રાગાદિ વિકલ્પો નથી. રાગ–દ્વેષ પોતે કષાય છે, તે અકષાયભાવનું
કારણ થતા નથી; અને શાંત અકષાયસ્વભાવની સન્મુખતાથી કષાયની ઉત્પત્તિ થતી
નથી. કષાય ક્ષણિક વિકૃતભાવ છે, અકષાયસ્વભાવ ત્રિકાળ છે; તે બંનેને જાણે તો
અકષાય–ચૈતન્ય–સ્વભાવનો અનુભવ કરીને કષાયનો અભાવ કરે.–એ મોક્ષમાર્ગ છે.
ક્ષણિક કષાયને કાંઈ ત્રિકાળી સ્વભાવનો આધાર નથી, ત્રિકાળીસ્વભાવમાં તો કષાય
છે જ નહીં; આવા સ્વભાવને લક્ષમાં લેતાં કષાયભાવો છૂટી જાય છે; ને કષાય
વગરની ચૈતન્યશાંતિનું વેદન થાય છે.
એ જ રીતે શ્રદ્ધાસ્વભાવી આત્મા છે, તેની સન્મુખતાથી સમ્યગ્દર્શન છે.
મિથ્યાત્વ તો એક ક્ષણપૂરતી વિકૃતિ છે, તેને કાંઈ સ્વભાવનો આધાર નથી.
જે શ્રદ્ધાસ્વભાવ ત્રિકાળ છે તેનો સ્વીકાર કરતાં મિથ્યાત્વ રહેતું નથી. સમ્યકત્વ પ્રગટ
કરવા માટે આવા આત્મસ્વભાવનો જ આધાર છે, રાગાદિ વિકલ્પોના આધારે
સમ્યગ્દર્શન થતું નથી.
એ જ રીતે સમ્યક્પુરુષાર્થરૂપ વીર્ય, તે આત્માનો સ્વભાવ છે; તેના આશ્રયે
રત્નત્રયના પુરુષાર્થરૂપ વીર્યબળ પ્રગટે છે; વિકલ્પમાં એવું બળ નથી કે રત્નત્રયને

PDF/HTML Page 7 of 43
single page version

background image
: ૪ : આત્મધર્મ જેઠ : ૨૪૯૯ :
પ્રગટ કરે. બલ–વંત વીર્યવાન આત્મા છે કે જે સ્વબળ વડે રત્નત્રય પ્રગટ કરે છે. બળ
નામની એક ઔષધિ આવે છે તેમ આત્મામાં વીર્યબળરૂપ એવું ઔષધ છે કે જે સર્વ
કષાયરોગનો નાશ કરીને અવિકારી રત્નત્રયનું અને કેવળજ્ઞાનાદિ–ચતુષ્ટયનું અનંત
બળ આપે છે; રાગમાં એવું બળ નથી કે રત્નત્રય આપે. અનંત ગુણરૂપ જે
આત્મસ્વભાવ છે તેના જ આશ્રયે મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટે છે. આવો સાચો
મોક્ષમાર્ગ વિચારીને તેનું સ્વરૂપ નક્કી કરવું જોઈએ.
નિશ્ચયથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતારૂપ જ મોક્ષમાર્ગ છે; બે
મોક્ષમાર્ગ નથી. ‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.’ એક નિશ્ચય મોક્ષમાર્ગ અને
એક વ્યવહાર મોક્ષમાર્ગ–એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે–એમ પં. ટોડરમલ્લજીએ
મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે. નિશ્ચય મોક્ષમાર્ગ સિવાય બીજા કોઈને મોક્ષમાર્ગ કહેવો તે
ખરેખર મોક્ષમાર્ગ નથી, પણ માત્ર ઉપચાર છે–એમ જાણવું. શુદ્ધઆત્મતત્ત્વને
જાણીને, શ્રદ્ધા કરીને, તેના અનુભવ વડે જ મોક્ષ પમાય છે, બીજો માર્ગ નથી....નથી.
પ્રવચનસારમાં કહે છે કે–અતીતકાળમાં ક્રમશ: થઈ ગયેલા સમસ્ત તીર્થંકર
ભગવંતોએ આ એક જ પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવ્યો, કેમકે બીજા પ્રકારનો
અભાવ હોવાથી તેમાં દ્વૈત સંભવતું નથી. એ રીતે શુદ્ધાત્માના અનુભવ વડે પોતે
કર્મનો ક્ષય કરીને તે સર્વે તીર્થંકરભગવંતોએ પરમ આપ્તપણાને લીધે ત્રણેકાળના
મુમુક્ષુઓને પણ એ જ પ્રકારનો ઉપદેશ કર્યો અને પછી તેઓ મોક્ષને પામ્યા. માટે
નિર્વાણનો અન્ય માર્ગ નથી એમ નક્કી થાય છે. આ રીતે એક જ પ્રકારના સમ્યક્
માર્ગનો નિર્ણય કરીને આચાર્યદેવ કહે છે કે અહો! આવો મોક્ષમાર્ગ ઉપદેશનારા
ભગવંતોને નમસ્કાર હો.
અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત્ત થયા, નમું તેમને.
શ્રમણો–જિનો–તીર્થંકરો એ રીતે સેવી માર્ગને,
સિદ્ધિ વર્યા, નમું તેમને; નિર્વાણના તે માર્ગને.
શુદ્ધઆત્મઅનુભૂતિરૂપ જે નિશ્ચય રત્નત્રય તે સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ
નથી–નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણે સ્વરૂપ એક મોક્ષમાર્ગ છે, પણ જુદા–
જુદા ત્રણ મોક્ષમાર્ગ નથી. સમ્યગ્દર્શન હોય ત્યાં સમ્યગ્દર્શન સાથે હોય જ છે, અને ત્યાં
અનંતાનુબંધીકષાયના અભાવરૂપ ચારિત્રનો અંશ પણ હોય છે. આ રીતે શુદ્ધ–

PDF/HTML Page 8 of 43
single page version

background image
: ૨૪૯૯ : જેઠ આત્મધર્મ : ૫ :
રત્નત્રયરૂપ એક જ મોક્ષમાર્ગ છે. પછી તે રત્નત્રયની શુદ્ધીમાં તારતમ્યપણે ભલે
અનેક પ્રકાર હોય, પણ તેમાં જાત એક જ છે; જેટલી રત્નત્રયની શુદ્ધતા છે તેટલો જ
મોક્ષમાર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
પ્રશ્ન:– ઘણે ઠેકાણે નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે મોક્ષમાર્ગ કહ્યા છે અને
તમે તો મોક્ષમાર્ગ એક જ કહો છો, તો તેમાં વિરોધ નથી?
ઉત્તર:– ના; સાચો મોક્ષમાર્ગ એક જ છે, અને બીજો કોઈ ખરેખર મોક્ષમાર્ગ
નથી–એમ નિર્ણય કરીને સાચા મોક્ષમાર્ગને જ મોક્ષમાર્ગરૂપે ગ્રહણ કરવો, તે જ
અવિરુદ્ધપણું છે. પણ, નિશ્ચયમોક્ષમાર્ગ તે પણ માર્ગ છે, અને વ્યવહારમોક્ષમાર્ગ તે પણ
માર્ગ છે–એમ બંનેને સાચા માનીને અંગીકાર કરતાં તો વિરોધ આવે છે. એક
નિશ્ચયમોક્ષમાર્ગ તે સાચો માર્ગ છે અને બીજો માર્ગ કહેવો તે તો માત્ર ઉપચાર છે, તે
સાચો માર્ગ નથી,–એમ ઓળખતાં જ સાચા મોક્ષમાર્ગનું જ્ઞાન થાય છે, અને તેમાં જ
બંને નયોના સાચા અર્થનો સ્વીકાર થાય છે.
આત્માના શુદ્ધસ્વભાવની અનુભૂતિસ્વરૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના જે શુદ્ધ
વીતરાગ પરિણામ છે તે તો સાચો મોક્ષમાર્ગ છે એટલે નિશ્ચયથી ખરેખર તે મોક્ષમાર્ગ
છે; અને ત્યાં જે સાચો મોક્ષમાર્ગ તો નથી પણ મોક્ષમાર્ગની સાથે નિમિત્તપણે વર્તે છે
તેને પણ મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે.
‘कारण सो ववहारो’–વ્યવહારને
નિશ્ચયમોક્ષમાર્ગનું કારણ કહ્યું તે પણ ઉપચાર છે એટલે નિમિત્તરૂપ છે–એમ સમજવું.
જેમ ઉપાદાન વગરનું નિમિત્ત તે ખરેખર નિમિત્ત નથી, તેમ નિશ્ચયની અપેક્ષા
વગરનો વ્યવહાર તે ખરેખર વ્યવહાર નથી. નિશ્ચય વગર એકલો વ્યવહાર હોતો નથી,
એટલે પહેલાંં એકલો વ્યવહાર હોય ને તેનાથી નિશ્ચય પમાય –એ વાત સાચી
નથી. ‘બંને સાથ રહેલ’–એટલે નિશ્ચય અને વ્યવહાર બંને સાથે રહેલા હોવા છતાં
તેમાં સત્ય મોક્ષમાર્ગ તો એક જ છે, બે નથી.
સાચા મોક્ષમાર્ગના નિર્ણય માટે આ વાત ખાસ પ્રયોજનભૂત હોવાથી બરાબર
નિર્ણય કરવો જરૂરી છે. સાધકને એક પર્યાયમાં નિશ્ચય–વ્યવહાર બંને સાથે વર્તે છે,
તેમાં નિશ્ચયરત્નત્રય તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે, અને તેને અનુકૂળપણે શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રના જે શુભવિકલ્પો વર્તે છે તેમાં મોક્ષમાર્ગનો વ્યવહાર કરવો તે ઉપચાર છે, તે
સત્યાર્થ નથી. એક જ સત્ય મોક્ષમાર્ગ, ને બીજો સત્ય નહિ પણ ઉપચાર,–એમ
મોક્ષમાર્ગનું સ્વરૂપ વિચારવું. નિશ્ચય અને વ્યવહાર બંને ભેગાં થઈને એક મોક્ષમાર્ગ
છે–એમ નથી. નિશ્ચય તે એક જ મોક્ષમાર્ગ છે.

PDF/HTML Page 9 of 43
single page version

background image
: ૬ : આત્મધર્મ જેઠ: ૨૪૯૯ :
* શુદ્ધઆત્માની શ્રદ્ધા તે એક જ સમ્યગ્દર્શન છે;
* શુદ્ધઆત્માનું જ્ઞાન તે એક જ સમ્યગ્જ્ઞાન છે;
* શુદ્ધઆત્મામાં લીનતા તે એક જ સમ્યક્ચારિત્ર છે.
* આવા શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ એક જ મોક્ષમાર્ગ છે.
* વ્યવહારના વિકલ્પોનો તેમાં અભાવ છે.
નિશ્ચયની ભૂમિકામાં તેને યોગ્ય જ વ્યવહાર હોય છે, તેનો સ્વીકાર છે, પણ
તેને સત્ય મોક્ષમાર્ગ તરીકે જ્ઞાની સ્વીકારતા નથી.
પ્રશ્ન:– જે વ્યવહારરત્નત્રય છે તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તો ઉપચારથી તેને
મોક્ષમાર્ગ કેમ કહ્યો?
ઉત્તર:– કેમકે નિશ્ચય સાથે તે ભૂમિકામાં તેવો જ વ્યવહાર નિમિત્તપણે હોય છે,
વિપરીત નથી હોતો,–એમ તે ભૂમિકાનું જ્ઞાન કરાવવા તેમાં મોક્ષમાર્ગનો ઉપચાર છે.
જેમ બિલાડીમાં વાઘનો ઉપચાર તે એમ સૂચવે છે કે બિલાડી પોતે ખરેખરો વાઘ નથી,
ખરો વાઘ એનાથી બીજો છે; તેમ વ્યવહારમાં મોક્ષમાર્ગનો ઉપચાર તે એમ સૂચવે છે કે
વ્યવહાર પોતે ખરેખરો મોક્ષમાર્ગ નથી, ખરો મોક્ષમાર્ગ એનાથી બીજો છે, ‘જ્ઞાન તે
આત્મા’ એટલા ગુણગુણીભેદના વિકલ્પરૂપ વ્યવહાર પણ મોક્ષનું સાધન થઈ શકતો
નથી, ત્યાં બીજા સ્થૂળ રાગની શી વાત?
* મોક્ષમાર્ગ બે નથી, એક જ છે; તેમ–
* મોક્ષમાર્ગમાં જે સમ્યગ્દર્શન છે તે બે નથી, એક જ છે;
* મોક્ષમાર્ગમાં જે સમ્યગ્જ્ઞાન છે તે બે નથી, એક જ છે;
* મોક્ષમાર્ગમાં જે સમ્યક્ચારિત્ર છે તે બે નથી, એક જ છે.
એકરૂપ આત્મસ્વરૂપની અનુભૂતિમાં આવો મોક્ષમાર્ગ સમાય છે. તેથી
અભેદનયથી અનુભૂતિસ્વરૂપ જે આત્મા છે તે પોતે જ મોક્ષમાર્ગ છે. આત્મા સિવાય
બીજા કોઈનું અવલંબન તેમાં નથી. ભાઈ, તારા હિતનો માર્ગ તારા સ્વભાવની
જાતનો છે, તે તારા આત્માના આશ્રયે જ પ્રગટે છે–સંતો તારા હિતનો આવો માર્ગ
તને બતાવે છે. તેને ઓળખીને સ્વાશ્રયે તારું હિત સાધી લે.

PDF/HTML Page 10 of 43
single page version

background image
: ૨૪૯૯ : જેઠ આત્મધર્મ : ૭ :
૫રમ સુખરૂપ મોક્ષને જ્ઞાની જ ઓળખે છે.
અજ્ઞાની મોક્ષસુખને ઓળખતો પણ નથી.
જ્ઞાની જ રાગથી ભિન્ન ચૈતન્યસુખરૂપ મોક્ષના સ્વાદને જાણીને તેને
સાધે છે. સિદ્ધ ભગવાન વગેરેની પણ ખરી ઓળખાણ તેને જ છે.

આત્માનો સ્વભાવ નિરાકુળ આનંદથી ભરેલો, અને ઈચ્છાના અભાવરૂપ છે;
પણ એવા નિજસ્વભાવની શક્તિને અજ્ઞાની ખોઈ બેઠો છે–ભૂલી ગયો છે, તેથી તે
ઈચ્છાને રોકતો નથી, એટલે કે ઈચ્છાના નિરોધરૂપ તપ–કે જેમાં આત્માના આનંદનો
અનુભવ છે અને જે નિર્જરાનું કારણ છે તેને અજ્ઞાની ઓળખતો નથી; તે તો એમ
માને છે કે અનાજ ન ખાધું અથવા કંઈક શુભરાગ કર્યો–એટલે તપ થઈ ગયો ને
નિર્જરા થઈ ગઈ;–પણ એવું તપનું કે નિર્જરાનું સ્વરૂપ નથી. અંતરના ધ્યાન વડે
ચૈતન્યનું પ્રતપન થાય એટલે કે વિશેષ શુદ્ધતા થાય તે તપ અને નિર્જરા છે. અને
નીરાકુળતારૂપ મોક્ષતત્ત્વ છે.–આવા નિર્જરા અને મોક્ષતત્ત્વને અજ્ઞાની ઓળખતો નથી.
સાતે તત્ત્વોમાં અજ્ઞાનીને વિપરીત પ્રતીતિ છે; આવી ઊંધી શ્રદ્ધાસહિતનું જે
કાંઈ જાણપણું છે તે બધુંય અજ્ઞાન છે અને દુઃખદાયક છે,–એમ જાણીને તે છોડવા
યોગ્ય છે.
શાસ્ત્રોએ ચારગતિના જે મહાભયંકરદુઃખો વર્ણવ્યા છે તેનું કારણ મિથ્યાશ્રદ્ધા–
મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે; જીવાદિ તત્ત્વોના સાચા જ્ઞાનવડે તે મિથ્યાત્વાદિ છૂટે
છે, ને મોક્ષસુખનો સાચો ઉપાય પ્રગટે છે. અહા, મોક્ષસુખનો સાચો સ્વાદ અજ્ઞાનીજીવે
કદી જાણ્યો નથી. મોક્ષસુખનું સ્વરૂપ ઓળખે તો પોતાને ભેદજ્ઞાન થઈને અપૂર્વ
વીતરાગવિજ્ઞાન પ્રગટે, ને મોક્ષસુખનો નમુનો આવી જાય.
ભાઈ, તારી નિજશક્તિ અપાર છે, તે ઈચ્છા વડે રોકાઈ ગઈ છે; સ્વરૂપમાં
ઠરતાં ઈચ્છા અટકે છે ને નિજશક્તિ ખીલે છે, એનું નામ નિર્જરા છે ને તે મોક્ષનું
કારણ છે. સંપૂર્ણ નીરાકૂળ થતાં પૂર્ણ સુખરૂપ મોક્ષદશા પ્રગટે છે. ‘હુ જ્ઞાનાનંદ–
• •

PDF/HTML Page 11 of 43
single page version

background image
: ૮ : આત્મધર્મ જેઠ: ૨૪૯૯ :
સ્વરૂપ આત્મા છું, પરમાં મારૂું સુખ નથી, શુભાશુભ ઈચ્છાઓ મારું સ્વરૂપ નથી. એવી
ઓળખાણ વગર ઈચ્છાઓ કદી રોકાય નહિ ને આનંદ કદી પ્રગટે નહિ. ઈચ્છા વગરનો
આત્માનો સુખસ્વભાવ તેના અનુભવથી જ સંવર–નિર્જરા–મોક્ષ થાય છે. અજ્ઞાની
શુભરાગવડે કે દેહની ક્રિયાવડે સંવર–નિર્જરા–મોક્ષ થવાનું માને છે, તે ભૂલ છે.
મોક્ષના કારણરૂપ નિર્જરા સમ્યગ્દ્રષ્ટિને જ થાય છે; બાકી અકામ–નિર્જરા તો
અજ્ઞાનીનેય થાય છે, તેની આ વાત નથી. જ્ઞાન અને ઈચ્છા ભિન્ન છે, ઈચ્છા તે
આત્મશાંતિથી વિરુદ્ધ છે, તેમાં આકુળતા છે. જેણે શુભરાગને મોક્ષનું સાધન માન્યું
તેણે આકુળતાથી મોક્ષ માન્યો, નિરાકુળતારૂપ મોક્ષની તેને ખબર નથી. મોક્ષ તો
સંપૂર્ણ નિરાકુળ છે; નિરાકુળતાનું કારણ પણ નિરાકુળભાવ જ હોય; કાંઈ આકુળતા તે
નિરાકુળતાનું કારણ ન હોય. શુભઈચ્છા તે પણ આકુળતા છે. તેને મોક્ષનું કારણ
માનતાં કારણ–કાર્યમાં વિપરીતતા થાય છે. આવી વિપરીતશ્રદ્ધા ને વિપરીતજ્ઞાન
જીવને દુઃખનાં કારણ થાય છે; માટે તે છોડવા જોઈએ.
જીવ ઈચ્છા કરે અને પાછો તેમાં સુખ માને, તો તે ઈચ્છાને છોડીને
શાંતસ્વભાવને ક્યારે અનુભવે? ઈચ્છા તો દુઃખ છે–‘ક્યા ઈચ્છત? ખોવત સબૈ, હૈ
ઈચ્છા દુઃખમૂલ.’ અરે જીવ! તું તારા ચૈતન્યવૈભવને ભૂલ્યો ત્યારે તને પરમાંથી સુખ
લેવાની ઈચ્છા થઈ. પણ ભાઈ, પરમાંથી સુખની ઈચ્છા કરતાં તારા સુખનો આખો
ભંડાર ખોવાઈ જાય છે, ભૂલાઈ જાય છે, ને આત્મા દુઃખી થાય છે. પરમાં સુખ જ
નથી, ચૈતન્યમાં જ સુખ છે–આમ સમજીને નિજસ્વરૂપમાં ઠરવું ને પરની ઈચ્છા રોકવી
તે જ શાંતિ છે, તે જ નિર્જરા અને મોક્ષમાર્ગ છે.
જીવ–અજીવ વગેરે તત્ત્વને અજ્ઞાની ઓળખતો નથી, જાણે રૂપિયા વગર હું
મરી જઈશ, શરીર વગર હું મરી જઈશ–એમ તે માને છે. અરે, પણ તું તો ચૈતન્યથી
જીવનાર છોને! સંયોગથી ને શરીરથી તો તું જુદો છો, ને તે તરફની ઈચ્છા વગર પણ
તું જીવનાર છો. પર વગર હું જીવી નહીં શકું–એવી મિથ્યાબુદ્ધિથી તું ભાવમરણનાં દુઃખ
ભોગવી રહ્યો છે. આવી ભૂલ જીવ અનાદિથી કરી રહ્યો છે ને તેના ફળનું દુઃખ પણ
અનાદિથી તે ભોગવી રહ્યો છે. ભૂલ ટાળીને સુખી થવા માટેનો આ ઉપદેશ છે.
પોતાના સ્વરૂપની સમ્યક્ શ્રદ્ધા અને સમ્યગ્જ્ઞાન વગર, શુભરાગરૂપ
વ્યવહારક્રિયાઓ અને વ્યવહારનાં જાણપણાં જીવે અનંતવાર કર્યા પણ તે બધા
મિથ્યા છે;

PDF/HTML Page 12 of 43
single page version

background image
: ૨૪૯૯: જેઠ આત્મધર્મ : ૯ :
મિથ્યાત્વપૂર્વક જીવ જે કાંઈ ભાવ કરે તે દુઃખદાયક જ છે. શ્રી બુદ્ધજનપંડિત પણ કહે
છે કે–
સમ્યક્ સહજ સ્વભાવ આપકા અનુભવ કરના,
યા વિન જપ–તપ વ્યર્થ કષ્ટ કે માંહી પડના;
કોટિ બાતકી બાત અરે!
बुधजन ઉર ધરના,
મનવચતન શુચિ હોય ગ્રહો જિનવૃષકા શરના.
કરોડો વાતોનો સાર એ છે કે આત્માના સહજસ્વભાવનો અનુભવ કરવો;
એના વગરનું બધું વ્યર્થ છે.
જુઓ, સમયસાર વગેરે મહાન શાસ્ત્રોમાં તો આ વાત છે જ; પણ અગાઉના
પંડિતોએ પણ એ જ વાત કરી છે. તે પંડિતોનું કથન પણ આચાર્યો–અનુસાર જ છે,
તેમાં વીતરાગવિજ્ઞાનનું જ પોષણ છે. ચૈતન્યનું વીતરાગ–વિજ્ઞાન તે સુખરૂપ છે; ને
એવા વીતરાગવિજ્ઞાનરૂપ ધર્મને સાધીસાધીને અનાદિકાળથી જીવો મુક્ત થતા આવે છે.
વીતરાગવિજ્ઞાનવંત જીવો જગતમાં સદાકાળ હોય જ છે.
આત્માને આનંદ જોઈએ છે ને?–હા! તો તે આનંદ ક્યાંય બહારમાં નથી,
આત્મામાં જ આનંદ છે. માટે જ્ઞાની કહે છે કે ‘હે જીવ! તું આત્મામાં
ગમાડ....આત્મામાં સદા પ્રીતિવંત થા.’ આત્માના જ્ઞાન વગરનું બધું દુઃખદાયક જ છે.
સાત તત્ત્વોની બરાબર ઓળખાણ કરતાં તેમાં આત્માની ઓળખાણ આવી જાય છે.
(૧) જીવ સદા ઉપયોગ લક્ષણરૂપ છે– ‘ जीवो उवओगलक्खणो णिच्चं’ તે
શરીરાદિ અજીવથી જુદું તત્ત્વ છે.
(૨) પુદ્ગલ વગેરે અજીવતત્ત્વો છે, તેમનામાં જ્ઞાન નથી. આ જીવ અને
અજીવ બંનેનાં કામ જુદાં, પોતપોતામાં છે.
(૩) મિથ્યાત્વાદિ ભાવો છે તે આસ્ત્રવ છે; પુણ્ય–પાપ બંને પણ આસ્રવમાં
સમાય છે. તે આસ્ત્રવભાવો જીવને દુઃખદાયક છે.
(૪) સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવવડે કર્મનો સંવર થાય છે. તે સમ્યગ્દર્શનાદિ
ભાવો જીવને સુખરૂપ છે, મોક્ષનાં કારણ છે.
(૫) મિથ્યાત્વાદિ ભાવો તે બંધના કારણ છે; શુભરાગ તે પણ બંધનું કારણ
છે, તે મોક્ષનું કારણ નથી.

PDF/HTML Page 13 of 43
single page version

background image
: ૧૦ : આત્મધર્મ જેઠ: ૨૪૯૯ :
(૬) સમ્યગ્દર્શનપૂર્વકની શુદ્ધતાથી કર્મોની નિર્જરા થાય છે.
(૭) આત્માની પૂર્ણ શુદ્ધતા થતાં આકુળતાનો સર્વથા અભાવ થવો ને કર્મોથી
આત્માનું છૂટી જવું તે મોક્ષતત્ત્વ છે. તે પૂર્ણ સુખરૂપ છે.
આ પ્રમાણે સાત તત્ત્વોને ઓળખીને તેમાંથી સમ્યગ્દર્શનાદિ સુખનાં કારણોને
ગ્રહણ કરવાં ને દુઃખના કારણરૂપ મિથ્યાત્વાદિને છોડવાં, તે માટે આ ઉપદેશ છે. આવી
યથાર્થ તત્ત્વશ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, ને સમ્યગ્દર્શન તે મોક્ષનું મૂળ છે.
અજ્ઞાની જીવ બહારની અનુકૂળતાથી પોતાને સુખી માને છે, પણ
સમ્યગ્દર્શન વગર તે દુઃખી જ છે. કીડી સાકર ખાતી હોય તે વખતે દુઃખી છે, માણસ
કેરીનો રસ–રોટલી ને પતરવેલિયાં ખાતો હોય તે વખતેય દુઃખી છે, સ્વર્ગના
મિથ્યાદ્રષ્ટિ દેવો અમૃતનો સ્વાદ લેતા હોય તે વખતે પણ દુઃખને જ વેદી રહ્યા છે;
પણ તે જીવો ભ્રમથી પોતાને સુખી માને છે. અરે ભાઈ, એ તો અશુભ ઈચ્છા છે,
પાપ છે, આકુળતા છે, તેમાં દુઃખનું જ વેદન છે. મોઢામાં કેરીનો રસ પડ્યો હોય તે
વખતે દુઃખનો જ સ્વાદ આવે છે, કેરીનો નહીં. એ તો અશુભની વાત થઈ, પણ
શુભપરિણામ હોય, શુક્લલેશ્યા હોય તે વખતેય અજ્ઞાની જીવો દુઃખી જ છે. જ્યાં
સુખ ભર્યું છે તે વસ્તુની તો તેને ખબર નથી. મોક્ષમાં આકુળતા વગરનું સુખ છે,
ત્યાં કોઈ વિષયોની ઈચ્છા નથી.
‘મોક્ષમાં રસ–રોટલી વગેરે તો નથી!’ પણ શેનાં હોય? ત્યાં ક્યાં આકુળતા છે?
જ્યાં ખાવાની ઈચ્છા જ નથી ત્યાં ખોરાકનું શું કામ છે? જ્યાં આત્મામાંથી જ સુખ
અનુભવાય છે ત્યાં બાહ્ય વિષયોનું શું કામ છે? જ્યાં આત્માના સહજસુખમાં જ
લીનતા છે ત્યાં બાહ્યપદાર્થોની ઈચ્છા કેમ હોય? સુખ તો આત્મામાંથી આવે છે,
કાંઈ બાહ્યવસ્તુમાંથી નથી આવતું. બાહ્ય પદાર્થને ભોગવવા કોણ ઈચ્છે?–કે જે
ઈચ્છાથી દુઃખી હોય તે. જે સ્વયં સુખી હોય તે બીજા પદાર્થને કેમ ઈચ્છે? જે નીરોગ
હોય તે દવાને કેમ ઈચ્છે? મુક્ત જીવોને જગતના બધા પદાર્થોનું જ્ઞાન છે પણ કોઈની
ઈચ્છા નથી; ઈચ્છા નથી માટે દુઃખ નથી, પોતાના ચૈતન્યસુખના વેદનમાં જ તેઓ
લીન છે.–આવી મોક્ષદશાને ઓળખે તો આત્માના સ્વભાવનું જ્ઞાન થઈ જાય,
રાગમાંથી ને વિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી જાય ને તેનાથી ભિન્નતાનું ભાન થાય.–
આનું નામ વીતરાગવિજ્ઞાન.
જેને આવું વીતરાગવિજ્ઞાન નથી, વિષયોમાં ને રાગમાં જેને સુખ લાગે છે, તેને

PDF/HTML Page 14 of 43
single page version

background image
: ૨૪૯૯ : જેઠ આત્મધર્મ : ૧૧:
ખરેખર મોક્ષ જોઈતો જ નથી, મોક્ષને તે ઓળખતો જ નથી, તે તો મૂઢતાથી રાગને
વિષયોને જ ઈચ્છે છે. અહો! મોક્ષ એ તો પરમ આનંદ છે, જગતના કોઈ પદાર્થની
જેને અપેક્ષા નથી, એકલા આત્મામાંથી પ્રગટેલો પૂર્ણ આનંદ છે. જ્ઞાની તેની ભાવના
ભાવે છે કે–
સાદિઅનંત અનંત સમાધિસુખમાં,
અનંત દર્શન જ્ઞાનઅનંત સહિત જો...
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
અજ્ઞાનીને તો આવા મોક્ષની ખબર પણ નથી, એટલે અજ્ઞાનથી તે મોક્ષને
બદલે રાગની ભાવના ભાવે છે. (–અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે, હેતુ જે સંસારનો.)
મોક્ષમાં રાગ વગરની પૂર્ણ શાન્તિ છે; અહીં પણ રાગનો જેટલો અભાવ થયો તેટલી
જ શાંતિ છે, કાંઈ બાહ્યપદાર્થોના ભોગવટામાંથી શાંતિ નથી આવતી; બાહ્યપદાર્થો જડ
અને પર છે, તેની ઈચ્છા તે દુઃખ છે; ‘સુખ’ માં કોઈની ઈચ્છા હોતી નથી, સુખ તો
આત્માનો સ્વભાવ છે. આવું પૂર્ણ સુખ તે મોક્ષ છે.
મોક્ષમાં સિદ્ધભગવાન શું કરે?–તે સદાકાળ પોતાના આનંદને ભોગવે. તે પરનું
કાંઈ જ ન કરે? ના; તો, અજ્ઞાની કહે છે કે ‘અમારું કાંઈ ન કરે એવા સિદ્ધભગવાન
અમારે શું કામના? એવા સિદ્ધ અમારે જોઈતા નથી; એટલે કે મોક્ષ જ એને જોઈતો
નથી. એને તો પરની કર્તૃત્વબુદ્ધિના મિથ્યાત્વમાં રખડવું છે. અરે ભાઈ! અહીં તું પણ
શું કરે છે? પરનું તો તું પણ કરી શકતો નથી, તું માત્ર તારામાં રાગ અને અજ્ઞાન
કરીને દુઃખ ભોગવે છે; તે સંસાર છે; સિદ્ધભગવંતો વીતરાગ–વિજ્ઞાન વડે પરમસુખ
ભોગવે છે, તેઓ નિજાનંદને ભોગવે છે ને આકુળતા જરાય કરતા નથી, તે મોક્ષ છે.
સિદ્ધભગવંતોને સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતા છે તેથી પૂર્ણ સુખ છે, સાધકને પણ જેટલી
સ્વરૂપમાં સ્થિરતા થાય તેટલું સુખ છે. અજ્ઞાનીને તો સ્વરૂપની ખબર જ નથી એટલે
રાગાદિ પરભાવમાં સ્થિરતાવડે તે દુઃખી છે; મોક્ષસુખ કેવું હોય તેને તે ઓળખતો પણ
નથી. જ્ઞાની જ રાગથી ભિન્ન અતીન્દ્રિય ચૈતન્યસુખરૂપ મોક્ષના સ્વાદને જાણીને તેને
સાધે છે. સિદ્ધભગવાન વગેરેની પણ ખરી ઓળખાણ તેને જ છે.

PDF/HTML Page 15 of 43
single page version

background image
: ૧૨ : આત્મધર્મ જેઠ : ૨૪૯૯ :
સમ્યગ્દ્રષ્ટિનું અદ્ભુત પરાક્રમ
સ્વભાવની શ્રદ્ધાનું એવું મહાન બળ છે કે કોઈ પણ પ્રસંગે
ભયભીત થઈને તેઓ આત્મબોધથી ચલિત થતા નથી.

સમ્યગ્દ્રષ્ટિની આત્મદશા એવી અદ્ભુત હોય છે કે વજ્ર પડે ને ત્રણેલોક ભયથી
ખળભળી ઊઠે તોપણ તેને પોતાના આત્મસ્વરૂપમાં શંકા થતી નથી; નિઃશંક અને
નિર્ભયપણે તે પોતાને જ્ઞાનસ્વરૂપે જ વેદે છે. વજ્ર વગેરે પડવાથી મારા સ્વરૂપનો નાશ
થઈ જશે–એવો કોઈ ભય તેને થતો નથી. સ્વભાવની શ્રદ્ધામાં નિઃશંકતાનું કોઈ અપાર
સામર્થ્ય છે. આવું અદ્ભુત પરાક્રમ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. આવા સમ્યગ્દ્રષ્ટિનું
અદ્ભુત–સ્વરૂપ આચાર્યદેવ સમયસારના ૧૫૪ મા કળશમાં સમજાવે છે–
સમ્યગ્દ્રષ્ટિની જ્ઞાન–વૈરાગ્યશક્તિ કોઈ અલૌકિક હોય છે. સ્વભાવની
નિઃશંકતાને લીધે તેમને અત્યંત નિર્ભયતા હોય છે. જેના ભયથી ત્રણલોક ખળભળી
જાય એવો વજ્રપાત થાય તોપણ સમ્યગ્દ્રષ્ટિ પોતાના જ્ઞાનસ્વરૂપને અવધ્ય જાણે છે,
એટલે મારો નાશ થઈ જશે એવી કોઈ શંકા કે ભય તેને થતો નથી. ભલે, બહારથી
કદાચ સિંહ વગેરેને દેખીને ભાગી જતા દેખાય, છતાં તે વખતેય પોતાના
જ્ઞાનસ્વભાવની શ્રદ્ધામાં તો જ્ઞાની નિઃશંક અને નિર્ભય જ છે. અને અજ્ઞાની કદાચ
સિંહ વગેરેને દેખીને ન ભાગે, છતાં અંદર પોતાના ભિન્ન જ્ઞાનસ્વરૂપનું વેદન તેને ન
હોવાથી તે વખતે પણ તે શંકા અને ભયમાં જ વર્તી રહ્યો છે. રાગ વગર અને સંયોગ
વગર જાણે મારું ચેતનસ્વરૂપ નહિ ટકે–એવો ભય અને શંકા તેને રહ્યા જ કરે છે.
જ્યારે જ્ઞાની તો સદાય નિઃશંક છે કે રાગ અને સંયોગ વગર જ મારા ચેતનસ્વરૂપથી
હું સદા ટકનારો છું; મારા ચેતનસ્વરૂપનો નાશ કરવા જગતમાં કોઈ સમર્થ નથી.–
આવી નિઃશંકતાને લીધે જ્ઞાનીને સદા નિર્ભયતા છે, તેને મરણ વગેરેનો ભય હોતો
નથી. જ્ઞાનનું મરણ જ નથી પછી મરણનો ભય કેવો?–આવું નિર્ભયપણું સમ્યગ્દ્રષ્ટિને
જ હોય છે. ગમે તેવા શુભાશુભ પ્રસંગ આવે, કે અનુકૂળ–પ્રતિકૂળ સંયોગ આવે પણ
જ્ઞાની તો પોતાને તે બધાથી

PDF/HTML Page 16 of 43
single page version

background image
: ૨૪૯૯ : જેઠ આત્મધર્મ : ૧૩ :
અત્યંત જુદા જ્ઞાનરૂપે જ અનુભવતા થકા જ્ઞાનરૂપે જ પરિણમે છે–આ જ મોક્ષનો
પુરુષાર્થ છે; આ જ સમ્યગ્દ્રષ્ટિનું અદ્ભુત પરાક્રમ છે.
મારો જ્ઞાનસ્વભાવ પોતાથી જ ટકનારો શાશ્વત છે, આવા અનુભવને લીધે
સ્વભાવથી જ જ્ઞાની નિર્ભય છે. વજ્ર પડે કે ગમે તે થાય, પણ જે વસ્તુ અનુભવમાં
આવી તેનાથી જ્ઞાની ચલિત થાય નહિ; તેને ભય ન થાય કે અરે, મારો નાશ
થઈ જશે!–કે પ્રતિકૂળતાની ભીંસમાં મારા શ્રદ્ધા–જ્ઞાન ભીંસાઈ જશે! નિર્ભયપણે તે
પોતાના જ્ઞાનસ્વરૂપને શ્રદ્ધે છે–જાણે છે–વેદે છે. આત્મવસ્તુ પોતે સ્વભાવથી જ નિર્ભય
છે, કોઈથી નાશ ન થઈ શકે એવો શાશ્વત જ્ઞાનસ્વભાવ છે; આવા સ્વભાવના
અનુભવને લીધે ધર્મીને આત્મામાં સમસ્ત શંકાનો અભાવ છે, એટલે ભયનો અભાવ
છે. બહારની અનુકૂળતા કે પ્રતિકૂળતા જ્ઞાનસ્વભાવમાં ક્યાં છે? તે અનુકૂળ–પ્રતિકૂળ
સંયોગો જ્ઞાનને અડતા જ નથી. અને શુભ–અશુભ રાગાદિ પણ જ્ઞાનસ્વભાવને અડતા
નથી. આવા સ્વભાવપણે પોતાને અનુભવ્યો ત્યાં જ્ઞાનીને સહજ નિર્ભયતા હોય છે.
પ્રતિકૂળતાના ભયથી કદાચ સ્વર્ગના દેવો પણ ભયભીત થઈને ડગી જાય, તોપણ
ધર્મીજીવ પોતાના સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનથી ડગે નહિ, શંકા કરે નહિ, ભય પામે નહિ–
કે અરે, મારો નાશ થઈ જશે! કે પ્રતિકૂળતાથી મારા શ્રદ્ધા–જ્ઞાન હણાઈ જશે!
સ્વભાવથી જ નિઃશંક વર્તતા ધર્મી પોતે પોતાને સ્વયંરક્ષિત જ્ઞાનશરીરી જાણે છે, જ્ઞાન
જ મારું શરીર છે, તે કોઈથી હણી શકાતું નથી. જડ શરીર કાંઈ મારું નથી. આવા
જ્ઞાનસ્વરૂપના વેદનથી ધર્મીજીવ કદી ચ્યુત થતા નથી,
પ્રતિકૂળયોગ, દુષ્કાળ, નિંદા, રોગ વગેરેથી દુનિયા ખળભળી જાય–પણ તેથી
જ્ઞાનને શું? જ્ઞાનમાં પ્રતિકૂળતા ક્યાં છે? કોઈક આળ નાંખે તેથી જ્ઞાનમાં ક્યાં આળ
આવી જાય છે? હું ક્યાં જઈશ? મારા જ્ઞાનનું શું થશે? એવી શંકારૂપ ભય જ્ઞાનીને
નથી; બહારથી કદાચ ભાગે, રૂએ,–પણ તે જ વખતે જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનથી
જરાય ડગતા નથી, તેમાં શંકા કરતા નથી, જ્ઞાનના નાશનો ભય કરતા નથી. અરે,
જ્ઞાનીના શ્રદ્ધા–જ્ઞાનની અચિંત્ય તાકાત! તેની જગતને ખબર નથી.
મારો આત્મા શાશ્વત ચૈતન્યઘન, તેના એક પણ પ્રદેશને કોઈ ખંડિત કરી શકે
નહિ; જ્ઞાનસ્વભાવનો નાશ કોઈથી થઈ શકે નહિ તેમ તે સ્વભાવના આશ્રયે જે શ્રદ્ધા–
જ્ઞાન–આનંદ થયા તેને પણ કોઈ નાશ કરી શકે નહિ. એટલે જ્ઞાનીને સહજ નિર્ભય–

PDF/HTML Page 17 of 43
single page version

background image
: ૧૪ : આત્મધર્મ જેઠ: ૨૪૯૯ :
પણું છે. જ્ઞાનની રક્ષા માટે કોઈ ઉપાય કરવો પડતો નથી, કેમકે સહજ સ્વભાવથી જ
મારું જ્ઞાન શાશ્વત છે, તે કોઈથી હણાય તેવું નથી.
શ્રેણીક રાજાએ છેલ્લા વખતે આપઘાત કર્યો–પણ તે વખતેય અંદરમાં
સ્વભાવની શ્રદ્ધા વર્તે છે તેનો ઘાત થયો નથી, ક્ષાયિકસમ્યગ્દર્શન તે વખતેય વર્તે છે;
સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનમાં તે વખતેય નિઃશંક અને નિર્ભય વર્તે છે. ધર્મીની આવી
અદ્ભુત દશા બહારથી ઓળખાય નહિ. અજ્ઞાની બહારથી લડાઈ વગેરેમાં નિર્ભય
દેખાય, પણ અંદર ચૈતન્યના ભાન વગર સાચી નિર્ભયતા હોય નહિ. શરીરનો નાશ
થતાં આત્માનો નાશ થશે–એવી દેહબુદ્ધિ છે તે જ મોટો ભય છે. દેહથી ભિન્ન
ચૈતન્યતત્ત્વ જેણે જાણ્યું તે સમ્યગ્દ્રષ્ટિ જગતના ગમે તેવા ખળભળાટ વચ્ચે પણ
સ્વભાવમાં નિર્ભય વર્તે છે...આખી દુનિયા ભલે ડુબી જાય પણ તે ધર્મી પોતાના
સ્વભાવથી ડોલે નહિ...આવું અદ્ભુત પરાક્રમ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે.
શ્રીકૃષ્ણ ધર્માત્મા હતા, આત્માનું ભાન હતું; મહા પુણ્યવંત ત્રણખંડના ધણી
અર્ધ–ચક્રવર્તી હતા; હજારો દેવો તેમની સેવા કરતા હતા. દ્વારકાનગરી દેવોએ રચી
દીધી હતી. પણ જ્યાં પુણ્ય ફર્યા ને દ્વારકાનગરી ભડભડ બળવા માંડી ત્યારે શ્રીકૃષ્ણ
અને બળભદ્ર જેવા મહાન જોદ્ધા પણ તેને બચાવી શક્યા નહિ, અરે! પોતાના મા–
બાપ અગ્નિમાં ભડભડ બળતા હતા તેને પણ બહાર કાઢી શક્્યા નહિ; સેવા કરનારા
કોઈ દેવો પણ તે વખતે ન આવ્યા. છમહિના સુધી દ્વારકાનગરી સળગતી હતી; અનેક
જીવો તેમાં બળી ગયા. શ્રીકૃષ્ણ બળભદ્રના ખભે માથું નાખીને રડે છે; છતાં તે વખતેય
અંદરમાં ચિદાનંદ તત્ત્વના શ્રદ્ધા–જ્ઞાનમાં તો અત્યંત નિઃશંક અને નિર્ભય જ વર્તે છે;
તે શ્રદ્ધા જ્ઞાન બળ્‌યા નથી, તેને ઊની આંચ પણ આવી નથી. દ્વારકા ભલે બળી
ગઈ પણ મારું જ્ઞાન બળ્‌યું નથી, તે અવધ્ય છે, તેને કોઈ બાળી શકે નહિ, હણી શકે
નહિ. ગમે તેવા શુભ–અશુભ કર્મના ઉદય વખતે પણ ધર્મી પોતાના જ્ઞાન–આનંદરૂપે જ
પરિણમે છે; શુભાશુભ પરિણામ હર્ષ–શોક થાય છતાં જ્ઞાનને તો તેનાથી જુદું જ વેદે છે.
જ્ઞાનીની આ કોઈ અદ્ભુત અચિંત્ય તાકાત છે; તેને અજ્ઞાની ઓળખી શકે નહિ. અરે,
જ્ઞાન તે કોને કહેવાય? એ તે કાંઈ સંયોગથી કે રાગથી ચલિત થઈ જતું હશે?–ના;
સંયોગથી ને રાગાદિ ભાવોથી જુદું જ રહેતું જ્ઞાન પોતાના ચૈતન્યસ્વભાવમાં જ અચલ
રહે છે, ‘હું આનંદમય ચૈતન્યતત્ત્વ છું’ એવા શ્રદ્ધા–જ્ઞાનથી તે જરાપણ ડગતું નથી.
તેનું જ્ઞાન સદાય આનંદને જ વેદે છે.

PDF/HTML Page 18 of 43
single page version

background image
: ૨૪૯૯ : જેઠ આત્મધર્મ : ૧૫ :
સમવસરણની વચ્ચે બેઠો હોય કે સાતમી નરકમાં હોય, સમ્યગ્દ્રષ્ટિ પોતાને
જ્ઞાનસ્વરૂપે જ અનુભવે છે. હજારો વીંછીના ઝેરી ડંખની વેદના વચ્ચે પણ સમ્યગ્દ્રષ્ટિ
એવા સાહસિક છે કે પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપથી જરાય ડગતા નથી, તે વખતેય અંદર
જ્ઞાન–સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન વડે સ્વરૂપની શાંતિને વેદે છે. અસાતાના ઉદયથી તેનું
જ્ઞાન છૂટું ને છૂટું વર્તે છે. જરાક રાગ–દ્વેષ છે, દુઃખ છે પણ જ્ઞાનસ્વભાવની શ્રદ્ધામાં
તેને અડવા દેતા નથી. તેમજ હજારો દેવો ખમા–ખમા કરતા હોય, –સાતાની બધી
અનુકૂળ સામગ્રી હોય, છતાં તે સાતાના ઉદયનેય ધર્મીજીવ જ્ઞાનમાં અડવા દેતા નથી,
જ્ઞાનને તેનાથી છૂટેછૂટું જ અનુભવે છે. લાખો વીંછી કરડે, કે કરોડો દેવો સેવા કરે તેથી
જ્ઞાનને શું? સમ્યગ્દ્રષ્ટિ તો જ્ઞાનપણે જ પોતાને વેદે છે, જ્ઞાન સાથે આનંદનું–શાંતિનું
વેદન વર્તે છે. –ધર્મીની આવી અદ્ભુત જ્ઞાનદશા છે તે નિર્જરાનું જ કારણ છે.
જેનાથી મોટા મોટા પર્વતના ચુરેચૂરા થઈ જાય, એવો વજ્રપાત પોતાના શરીર
ઉપર થાય તોપણ ધર્મીજીવ પોતાના જ્ઞાનસ્વરૂપથી ચલાયમાન થતો નથી. વિભાવ
અને સ્વભાવ બંનેને ભિન્ન જ જાણે છે, ને પોતે પોતાના સ્વભાવમાં નિઃશંક રહીને
જ્ઞાનભાવપણે જ પોતાને અનુભવે છે. રાગ અને શરીર મારામાં છે જ નહિ, એટલે
તેના ફેરફારે મારું જ્ઞાન અન્યથા થઈ જતું નથી. –આવી શ્રદ્ધાના બળે ધર્મીનું જ્ઞાન
રાગમાં એકત્વ રૂપ થતું નથી, ત્યાં સંયોગની વાત ક્યાં રહી? જગતના
કોઈ વજ્રપાતમાં એવી તાકાત નથી કે જ્ઞાનસ્વરૂપ એવા મારો નાશ કરી શકે. શરીરનો
નાશ થાય તે તો તેનો સ્વભાવ છે, પણ કાંઈ તેના નાશે મારો નાશ થઈ જતો નથી.
અહો. હું તો શુદ્ધ આનંદકંદ છું.–આવી વેદનાસહિત પ્રતીત ધર્મીને સદાય વર્તે છે. તેથી
કુંદકુંદસ્વામી કહે છે કે–
સમ્યક્ત્વવંત જીવો નિઃશંક્તિ તેથી છે નિર્ભય અને,
છે સપ્ત ભય પ્રવિમુક્ત જેથી તેથી તે નિઃશંક છે.
રાગ વગરની પોતાની જ્ઞાનચેતનાને જેણે આનંદસહિત અનુભવી છે એવા
ધર્માત્માને કોઈ કર્મફળ પ્રત્યે અભિલાષા નથી, તેમાં પોતાપણાની બુદ્ધિ નથી; કર્મફળ–
ચેતનાથી જુદી એવી જ્ઞાનચેતનારૂપે જ તે પોતાને અનુભવે છે. બહારના સંયોગ સારા
હોય તો મારા શ્રદ્ધા–જ્ઞાન ટકે એવી બુદ્ધિ ધર્મીને નથી. આ પ્રતિકૂળતા તો કેટલોક કાળ
રહશે! હમણાં તે મટીને અનુકૂળતા આવશે ને મને ઠીક પડશે–એવી સંયોગબુદ્ધિ ધર્મીને
નથી. કોઈ ધર્મીને ખ્યાલ આવે કે મને તીર્થંકરપ્રકૃતિ બંધાશે ને હું તીર્થંકર થઈશ,–પણ
ત્યાં ધર્મીને તે તીર્થંકરપ્રકૃતિના કર્મફળની ભાવના નથી,

PDF/HTML Page 19 of 43
single page version

background image
: ૧૬ : આત્મધર્મ જેઠ : ૨૪૯૯ :
તેમાં આત્મબુદ્ધિ જરાય નથી, તે તો કર્મપ્રકૃતિ અને તેના ફળથી જુદી એવી જ્ઞાન–
ચેતનાસ્વરૂપે જ પોતાના આત્માને નિરંતર દેખે છે. અહા, ધર્મીના પંથ જગતથી જુદા
છે. ધર્મી જે પંથે ગયો તે પંથ તો સંસારથી છૂટકો કરીને પૂર્ણતા સુધી પહોંચાડે ને મોક્ષ
પમાડે એવો છે, તેમાં વચ્ચે કોઈ વિઘ્ન કરે કે સંયોગ નડે–એમ છે નહીં. અહો, આવા
આત્માને જાણનાર ધર્મી શુભ–અશુભ બધા કર્મોથી ને બધા કર્મફળથી અત્યંત નિરપેક્ષ
વર્તે છે. મારા જ્ઞાનમાં બીજા કોઈની અપેક્ષા નથી. મારું જ્ઞાન સંયોગની ભીંસમાં
ભીંસાઈ જાય એવું નથી. અને જે મારું નથી તેમાં (શરીરાદિમાં) કાંઈ થાય તેથી મને
શું? જે મારું છે તેમાં તો સંયોગની કાંઈ અસર થતી નથી. –આમ ધર્મીએ દ્રષ્ટિને
જ દ્રષ્ટિ જોડી છે. એવી દ્રષ્ટિમાં ધર્મીને કોઈ વિઘ્ન નથી. ઉદયથી પણ છૂટો જ વર્તતો તે
ઉદયની નિર્જરા કરી નાંખે છે. –સમ્યગ્દ્રષ્ટિની આવી અદ્ભુત દશા છે. અરે, જેણે
ચૈતન્યના અમૃતના સ્વાદ ચાખ્યા એને બહારના બીજા ક્યા પદાર્થની ભાવના હોય?
બધેથી એને સુખબુદ્ધિ ઊડી ગઈ છે. અસ્થિરતાનો જે રાગ છે તે ચૈતન્યની દ્રષ્ટિને
નુકશાન કરી શકતો નથી. ધર્મીજીવ પોતાના ચૈતન્યસ્વભાવમાં અત્યંત દારુણ
નિશ્ચયવાળા હોય છે, કોઈ તેને ડગાવી શકતું નથી. આખા જગતથી જુદો હું એકલો છું,
મારા સુખથી બધી સાધનસામગ્રી મારા આત્મામાં છે, તેમાં બીજા કોઈની અપેક્ષા મને
નથી–આમ આત્માનો વિશ્વાસ ધર્મીને અનુભવમાં આવ્યો છે. પોતાનો ચૈતન્યદરબાર
તેણે જોયો છે, ચૈતન્યદરબારમાં પ્રભુના ભેટા તેને થયા છે; તેથી રાગ–સંયોગ બધા
પ્રત્યે તે નિરપેક્ષ થઈ ગયા છે, તેને કોઈ ભય નથી, શંકા નથી. નિઃશંક અને
નિર્ભયપણે આત્મસ્વરૂપમાં વર્તતો તે જ્ઞાનને વેદે છે–આનંદને વેદે છે. આવા જ્ઞાનના
વેદનવડે નિર્જરા કરીને તે મોક્ષને સાધે છે.
સમકિતી–ધર્માત્મા જાણે છે કે અમારા ચૈતન્યના અતી–
ન્દ્રિય સ્વાદ પાસે આખા જગતનો વૈભવ તૂચ્છ છે....
ચૈતન્યનો રસ અત્યંત મધુર...અત્યંત શાં... ત... અત્યંત
નિર્વિકાર... એના સંવેદનથી એવી તૃપ્તિ થાય કે જગત
આખાનો રસ ઊડી જાય. સાધકહૃદયના ગંભીરભાવો
ઓળખવાનું સાધારણ જીવોને મુશ્કેલ પડે તેવું છે.

PDF/HTML Page 20 of 43
single page version

background image
: ૨૪૯૯ : જેઠ આત્મધર્મ : ૧૭ :
જ્ઞાનીની જ્ઞાનદશા કેવી અદ્ભુત હોય છે,–ને તેનું
જ્ઞાન શું કરે છે?–રાગ કરે છે કે આનંદ કરે છે? તે અહીં
સમજાવ્યું છે. જ્ઞાન અને રાગનું સર્વ પ્રકારે પૃથક્કરણ
કરીને જ્ઞાનીની અદ્ભુત દશા ઓળખાવી છે.
[સમયસાર કળશ ૧૫૩]
જેને સમ્યગ્દર્શન–જ્ઞાન નથી એટલે કે આત્માના સાચા આનંદનો સ્વાદ જેને
નથી તે અજ્ઞાની જીવ શુભ–અશુભ કર્મને કરે છે અને તેના ફળની વાંછા કરે છે.
અજ્ઞાનીને આત્માનો તો અનુભવ નથી એટલે તે વ્રતાદિ જે કાંઈ કરે છે તે કર્મફળની
વાંછાથી જ કરે છે. સીધી રીતે સંસાર–ભોગને ભલે ન વાંછે, રાજપાટને છોડીને સાધુ
થાય ને શુભરાગ કરે, પણ તે રાગમાં અને તેના ફળમાં જ અટક્યો છે કે આનાથી મને
કાંઈક લાભ થશે. રાગનો જ તેને અનુભવ છે, રાગથી જુદા ચૈતન્યનો અનુભવ તેને
નથી; એટલે તેને તો ચારગતિનું જ ફળ મળે છે, મોક્ષસુખનો સ્વાદ સમ્યગ્દર્શન વગર
આવતો નથી.
મિથ્યાદ્રષ્ટિની બધી ક્રિયાઓ (શુભ કે અશુભ) સંસારને માટે સફળ છે, ને
મોક્ષને માટે નિષ્ફળ છે, કેમકે તે અજ્ઞાનક્રિયા છે.
અને સમ્યગ્દ્રષ્ટિની જે જ્ઞાનક્રિયા છે,–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગી
ક્રિયા છે તે સંસારફળ (સ્વર્ગાદિ) દેનારી નથી પણ મોક્ષફળ દેનારી છે. અરે બાપુ!
તારા આત્માની ધર્મક્રિયા કેવી છે તેને પણ તું ઓળખતો નથી, ને સંસારના કારણરૂપ
રાગક્રિયાને તેં ધર્મક્રિયા માની લીધી છે. રાગથી જુદા ચૈતન્યનો વીતરાગી સ્વાદ
ધર્મીને આવ્યો છે, તે ધર્મી રાગાદિની ક્રિયાને પોતાના જ્ઞાનસ્વભાવથી જુદી જાણે છે
અને તેથી તે રાગાદિના ફળની પણ વાંછા તેને નથી, આ ક્રિયાઓનું ફળ મને કંઈક
સુખનું કારણ થશે કે મોક્ષનું સાધન થશે–એવી બુદ્ધિ ધર્મીને હોતી નથી.