Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૫૭
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
૩પ૭
– કોને માટે?
ઘણા જીવો પુત્રાદિની મમતા ખાતર, ધન કમાઈને પુત્રને
આપી જવા માટે, આખી જીંદગી પાપ કરી કરીને ધન કમાવવામાં
જ વેડફી નાંખે છે, ને આત્માનું હિત ચૂકી જાય છે. તેને જ્ઞાની કહે છે
કે હે ભાઈ! –
પુત્ર કપૂત તો સંચય શાનો?
પુત્ર સપૂત તો સંચય શાનો?
જો તારો પુત્ર કુપુત્ર હોય તો તેને માટે ધનનો સંચય શા માટે
કરવો? કેમકે તે તો ખોટા માર્ગે વિષય – કષાયોમાં ધન વેડફી દેશે.
અને જો તારો પુત્ર સુપુત્ર છે – સંસ્કારી ને પુણ્યવાન છે તો તેને
માટે પણ તારે ધનનો સંચય કરવાની જરૂર નથી, કેમકે એને તો એના
પુણ્યબળથી જ સંપત્તિ મળી રહેશે (પુત્રની જેમ બધાનું સમજી લેવું.)
આમ બન્ને પ્રકારે તારે ધનસંચયની જરૂર નથી; તો પછી
પાપ કોને માટે? મફતનો તું પાપનો સંચય ન કર; તે લક્ષ્મી વગેરેનો
મોહ ઘટાડ; ને તેને માટે જીવનને પાપમાં વેડફી દેતાં તું આત્મહિતના
ઉદ્યમમાં લાગી જા.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૯ અષાઢ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૩૦: અંક ૯

PDF/HTML Page 3 of 41
single page version

background image
સ્વ–ઘટમેંબિરાજે સિદ્ધસ્વરૂપી
जानत क्यों नहि रे हे नर! आतम ज्ञानी।। टेक।।
रागद्वेष पुद्गलकी सम्पति, निहचै शुद्ध निशानी।।
जाय नरक सुर नर पशुगतिमें, यह परजाय विरानी।
सिद्धसरूप सदा अविनाशी, मानत विरले प्रानी।।
कियो न काहू हरै न कोई, गुरु सिख कौन–कहानी
जनम मरन मल रहित विमल है कीच बिना ज्यों पानी।।
सार पदारथ है तिहुँँजगमें नहिं क्रोधी नहिं मानी।।
‘दौलत’ सो घटमांहि विराजे लखि हूजे शिवथानी।।
તોહિ સમજાયો સો–સો બાર
तोहि समझायो सौ सौ बार, जिया तोहि समझायो०
देख सुगुरुकी परहितमें रति, हितउपदेश सुनायो।।सौ०।।
विषयभुजङ्ग सेय दुख पायो. पुनि तिनसों लिपटायो;
स्वपद विसार रच्यो परपदमें मद–रत ज्यों वौरायौ।।सौ०।।
तन धन स्वजन नहीं हैं तेरे, नाहक नेह लगायो;
क्यों न तजे भ्रम चाख समामृत, जो नित संत सुहायो।।सौ०।।
अबहूँ समझ कठिन यह नरभव, जिनवृष बिना गमायो;
ते विलखे मणि डाल उदधिमें, ‘दौलत’ सो पछितायो।।सौ०।।

PDF/HTML Page 4 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૧ :
છ માસનું વીર સં. ૨૪૯૯
લવાજમ અષાઢ
બે રૂપિયા July 1973
* વર્ષ ૩૦ : અંક ૯ *
________________________________________________________________
હિમાલય જેવી વીતરાગી – ઠંડકથી ભરેલો આત્મા
તેમાં પ્રવેશીને હું મુમુક્ષુમાર્ગે જાઉં છું
(નિયમસાર કળશ: ૧૬૪ થી ૧૬૭)
* * * * *
આત્મા પોતે શાંત –અમૃતરસમય બરફનો ઢગલો છે, તેના વેદનમાં તો પરમ
શાંતિ છે, આવા બરફના ઢગલા જેવા પોતાના શાંતસ્વરૂપને ભૂલીને, બહારમાં અનેક
સંકલ્પ – વિકલ્પરૂપ આર્ત – રૌદ્રપરિણામવડે જીવ સંસારમાં રખડે છે; આવો સંસાર તો
સ્વભાવથી જ ઘોર દુઃખોથી ભરેલો છે, તેમાં ક્યાંય શાંતિ નથી. ચૈતન્યતત્ત્વની અંદર
સ્વભાવથી જ સુખ છે, ને સંસારમાં સ્વભાવથી જ દુઃખ છે.
એકકોર આત્માથી બહારના સંસારના કલેશરૂપ દુઃખનો ઢગલો.
એકકોર ચૈતન્યની અનુભૂતિમાં શાંતિરૂપ બરફનો ઢગલો.
જઈને બરફના ઢગલા વચ્ચે બેઠા હોય તેમ પરમ ઠંડક – પરમશાંતિને અનુભવે છે.
એકકોર શાંતિનો ખજાનો છે. એકકોર દુઃખનો ઢગલો છે.
આમ જાણી, મુમુક્ષ જીવો ચૈતન્યતત્ત્વને આરાધીને પરમ સમતાવડે મોક્ષ
પામ્યા.... હું પણ એ જ મુમુક્ષુમાર્ગે જાઉં છું. મુમુક્ષુઓ જે માર્ગે ગયા તે માર્ગે હું પણ
ચાલું છું. અહો, મારો આત્મા અંદર વીતરાગી – ઠંડકથી ભરેલો હિમનો રાશી છે –
શાંતિનો જ પિંડલો છે, તેમાં સંસારનો કોઈ તાપ નથી. અને આવા આત્મા સિવાય
સંસાર આખો એકાંત દુઃખમય છે, તેમાં ક્યાંય શાંતિ નથી. માટે હે ભાઈ! શુભ

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ૨: આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
અશુભકર્મથી છૂટો પડીને તું ચૈતન્યની શાંતિના આ માર્ગે આવ. જેને મોક્ષ જોઈતો હોય
એવા મુમુક્ષુઓને માટે તો આ એક જ માર્ગ છે. અહા, ચૈતન્યતત્ત્વને જ્યાં લક્ષમાં લીધું
ત્યાં તો શાંતિનો મોટો પહાડ હોય – એવી શાંતિ ધર્માત્માને પ્રગટે છે. જગતમાં સુખીયા
તે સંત– સમ્યગ્દ્રષ્ટિ જ છે.
જ્ઞાનશરીર આત્મા તો આનંદની મૂર્તિ છે.
શરીર એ તો ભવની મૂર્તિ છે, – તેના આશ્રયે તો ભવની ને દુઃખની ઉત્પત્તિ
થશે. આનંદમય આત્માના આશ્રયે મોક્ષસુખની ઉત્પત્તિ થાય છે. ધર્મી કહે છે કે અરે,
આ ભવની મૂર્તિ એવા શરીરથી છૂટા પડીને, આનંદમય આત્માના અવલંબને અમે
મોક્ષના માર્ગે જઈ રહ્યા છીએ. આત્માનું દર્શન થતાં અંદરથી પડકાર આવે છે કે બસ!
હવે અમે સંસારના પંથેથી પાછા વળ્‌યા છીએ ને મુમુક્ષુઓ જે પંથે ગયા તે મોક્ષના પંથે
જઈએ છીએ. શાંતિનો પહાડ અમને પ્રાપ્ત થયો છે. જેમ હિમાલય પર્વત બરફથી
છવાયેલો છે તેથી તેને હિમાલય (હિમરાશિ) કહેવાય છે; તમ આ ચૈતન્યપહાડ આત્મા
શાંતિની વીતરાગી ઠંડકથી છવાયેલો છે, શાંતિનો મોટો ઢગલો છે. આવી શાંતિમાં જે
પરિણતિ ઘૂસી ગઈ તે પરિણતિ હવે વિભાવને પામતી નથી; તે સંસારદુઃખથી છૂટીને
મોક્ષસુખને વેદે છે. આજ મુમુક્ષુઓનો માર્ગ છે. મોક્ષનો પંથ કહો કે મુમુક્ષુઓનો માર્ગ
કહો, તે આ એક જ છે કે અંદર જે પુણ્ય–પાપથી જુદો શાંતિનો હિમાલય આત્મા, તેનો
આશ્રય કરવો. અમારો મુમુક્ષુઓનો માર્ગ તો આનંદમય છે, તે કાંઈ રાગમય નથી, તેમાં
અશાંતિ નથી; અસંખ્યપ્રદેશમાંથી પરમ શાંતિના કૂવારા ઝરે એવો આ માર્ગ છે. – મુમુક્ષુ
નિઃશંકતાથી કહે છે કે આવો માર્ગ અમારા આત્મામાં પ્રગટ્યો છે, ને આવા માર્ગે અમે
મોક્ષમાં જઈ રહ્યા છીએ.
શુભરાગરૂપ સુકૃત કે અશુભરાગરૂપ દુષ્કૃત, તે કાંઈ મુમુક્ષુનો માર્ગ નથી,
મુમુક્ષુનો માર્ગ તો શુભ–અશુભ બંનેથી પાર શુદ્ધાત્મતત્ત્વની ભાવનારૂપ છે. વચ્ચે રાગ
હોય તેને તો તે બંધનું કારણ સમજે છે. અરે, રાગના સેવનમાં તે કાંઈ શાંતિ હોય?
એમાં તે કાંઈ મોક્ષમાર્ગ હોય?
મોક્ષની મૂર્તિ આત્મા; ને ભવની મૂર્તિ શરીર; અરે જીવ! આ ભવની મૂર્તિથી
જુદો પડીને આત્માને લક્ષમાં લે. ભવની મૂર્તિ એવા શરીરને પોષવા માટે જીંદગી વીતાવે
છે પણ એ તો અસ્થિર છે, પુદ્ગલસ્કંધનો ઢગલો છે; ને આત્મા તો અસંયોગી

PDF/HTML Page 6 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૩ :
શાંતિનો ઢગલો છે, જ્ઞાનસ્વરૂપે સદા સ્થિર રહેનારો છે; તે શાંતિની મૂર્તિ આત્માનો તું
આશ્રય કર. તેના આશ્રયે તું ભવથી છૂટી જઈશ.
ધર્મી કહે છે કે આ શરીરને અને મારે કાંઈ જ સંબંધ નથી. શરીરથી મને
ઓળખનારાઓ મને ઓળખતા જ નથી. હું તો શરીરથી અત્યંત જુદો, જ્ઞાનમૂર્તિ છું;
એવા જ્ઞાનમૂર્તિ શાંતિના સમુદ્રમાં ઘૂસીને હું તો મોક્ષના માર્ગે જાઉં છું. શરીરમાં હું નથી.
હું તો શરીરથી બીજે છું, – ક્યાં? કે અનંત શાંતિના હિમાલયમાં પ્રવેશીને શુદ્ધ ચૈતન્યની
ભાવનામાં જ હું બેઠો છું; તે જ હું છું. આવી શુદ્ધ ચૈતન્યની ભાવના મારા ભવરોગના
નાશનું અમોઘ ઔષધ છે. બસ, અમારા ચિત્તમાં તો આ ચૈતન્યપ્રભુ જ વસ્યા છે. શુભ–
અશુભ (સુકૃત કે દુષ્કૃત) એવી કર્મજાળથી છૂટો પડીને, ચૈતન્ય પ્રભુના ખોળે બેઠો છું,
તેનો આશ્રય લીધો છે, હવે અમને કોઈ ચિંતા નથી; કેમકે ચૈતન્યના આશ્રયે
ભવરોગનો નાશ અને મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. માટે ભવનો નાશ કરનારી એવી
ચૈતન્યભાવનામાં જ હું એકાગ્ર છું... વીતરાગી ઠંડકના હિમાલયમાં જઈને બેઠો છું,
શાંતિના હિમાલયમાં પ્રવેશીને હું મુમુક્ષુમાર્ગે જાઉં છું.
અહો, વચનાતીત ચૈતન્યવસ્તુ! ગુરુઉપદેશના પ્રસાદે આવી ચૈતન્યવસ્તુનું સુખ
સ્વાદમાં આવ્યું ત્યાં હવે સમ્યગ્દ્રષ્ટિને ત્રણકાળ ત્રણલોકમાં બીજી કોઈ વસ્તુ આનાથી
સુંદર લાગતી નથી. ચૈતન્યની શાંતિ સ્વયંભૂરમણસમુદ્ર કરતાં પણ વધુ ગંભીર છે.
આવા ચૈતન્યની વિસ્મયતા – મહિમા છોડીને બીજે ક્્યાંય કોઈ વસ્તુમાં જેને વિસ્મયતા
ને રસ છે તેને ચૈતન્યરસનો સ્વાદ આવતો નથી. એવા જીવોને પરમસુખનો સમુદ્ર
સદાય દુર્લભ છે; અને ધર્માત્માજીવોના હૃદયમાં આ પરમસુખરૂપ ચૈતન્યતત્ત્વ સદાય
વસે છે, એક ક્ષણ પણ ખસતું નથી. આવા તત્ત્વના સુખનો અનુભવ થયો, ત્યાં તો
આત્મા જાગી ઊઠ્યો, ત્યાં હવે મોહનિદ્રા કેવી? આવું તત્ત્વ અમારા અંતરમાં, અમારી
પરિણતિમાં જયવંત વર્તે છે. અમારું તત્ત્વ અમારા અનુભવમાં પ્રસિદ્ધ થઈને વિદ્યમાન
વર્તે છે.
અહો, સંતોએ ચૈતન્યતત્ત્વને અનુભવમાં લઈને પ્રસિદ્ધ કર્યું છે. અરે, આનંદનો
સાગર અંદર પોતામાં દેખ્યો તેને હવે પોતાથી બહાર બીજે ક્્યાંય ઠીક લાગતું નથી.
અંતરમાં પરમ મહિમાવંત પોતાના ચૈતન્યતત્ત્વનું આલોચન – અવલોકન–અનુભવ
કરતો કરતો, ને ક્રોધાદિ સર્વે પરભાવોને મૂળમાંથી ઉખેડતો – ઉખેડતો તે મુમુક્ષુઓના
માર્ગે મુક્તિપુરીમાં જાય છે.

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
જ્ઞાનીનું જ્ઞાન પરિણમનરૂપ છે, ગોખવારૂપ નથી.
(વીતરાગવિજ્ઞાન પ્રવચન ભાગ ૪ માંથી)
ભેદજ્ઞાન કરીને જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ત્યાં જ્ઞાનીને અતીન્દ્રિય શાંતિનું વેદન થાય
છે. આવી શાંતિના વેદન વગર આત્માને કદી કષાયો શાંત પડે જ નહીં. ભલે ત્યાગી
થાય, વ્રત પાળે કે શાસ્ત્રોનું રટણ કરે, – એ તો બધું પોપટિયું જ્ઞાન (વાચા જ્ઞાન) છે.
પોપટિયું જ્ઞાન એટલે શું? તેનું દ્રષ્ટાંત –
એક હતો પોપટ.
તેના માલિકે તેને બોલતાં શિખડાવ્યું કે ‘બિલ્લી આવે તો ઊડી જવું.... બિલ્લી
આવે તો ઊડી જવું.... ’
એકવાર ખરેખર બિલાડી આવી, ને પોપટને મોઢામાં પકડ્યો; ત્યારે બિલાડીના
મોઢામાં પડ્યો– પડ્યો પણ તે પોપટ ગોખે છે કે ‘બિલ્લી આવે તો ઊડી જવું.... બિલ્લી
આવે તો... ’ – એ ગોખવું શું કામનું? એ ગોખણપટ્ટીથી કાંઈ પોતાની રક્ષા થતી નથી.
તેમ અંદર ચૈતન્યતત્ત્વ શું છે તેના ભાન વગર ‘શાસ્ત્રમાં આમ કહ્યું છે, રાગને
દુઃખદાયક કહ્યો છે. આત્માને જ્ઞાનસ્વરૂપ કહ્યો છે’ એમ પોપટની જેમ રટયા કરે, કે
અંદર તેવા વિકલ્પો કર્યાં કરે, પણ ખરેખર વિકલ્પથી પાર થઈને અંતરના
ચૈતન્યતત્ત્વમાં પરિણામ જોડે નહિ તો શાંતિ ક્્યાંથી થાય? બિલાડીના મોઢાની જેમ તે
વિકલ્પમાં જ ઊભો રહીને ગોખે છે કે ‘વિકલ્પથી જુદા પડવું.... જ્ઞાનરૂપ થવું.....
વિકલ્પથી જુદા પડવું....” –પણ ખરેખર જુદો તો પડતો નથી ને જ્ઞાનરૂપ થતો નથી, તો
એકલા શાસ્ત્ર ગોખ્યે કાંઈ સમ્યગ્જ્ઞાન થાય નહીં અંદર તેવા ભાવરૂપ પરિણમન થવું
જોઈએ.
જેની ચેતના રાગથી જુદી પડી ગઈ છે ને સમ્યગ્જ્ઞાનરૂપ પરિણમન થયું છે તેણે
‘રાગથી જુદો છું.... ’ એમ ગોખવું ન પડે; જ્ઞાનને ટકાવવા વિકલ્પન ન કરવા પડે. જેમ
કોઈ પોપટને ‘બિલાડી આવે તો ઊડી જવું’ એમ બોલતાં ભલે ન આવડે, – પણ

PDF/HTML Page 8 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૫ :
બિલાડીનો પ્રસંગ આવે ત્યાં પોતે દૂર ભાગી જાય તો તેની રક્ષા જ થાય છે; તેમ
શાસ્ત્રભણતર ભલે ઝાઝું ન હોય, પણ રાગ અને જ્ઞાનની ભિન્નતા જાણીને જેની
પરિણતિ ચૈતન્યભાવરૂપે પરિણમી ગઈ છે તેનું જ્ઞાન તો દરેક પ્રસંગે વિકલ્પથી જુદાપણે
ચૈતન્યભાવે જ વર્તે છે, એટલે જન્મ–મરણથી તેની રક્ષા થાય છે.
અરે, તારું સત્યસ્વરૂપ તો ઓળખ ભાઈ! આવો અવસર પામીને જો તારા
સત્યસ્વરૂપને તેં ન ઓળખ્યું તો તેં શું કર્યું? આત્માના જ્ઞાન વગર પશુના જીવનમાં ને
તારા જીવનમાં શો ફેર? અને તિર્યંચગતિમાં પણ જે જીવ ભેદજ્ઞાન કરે છે તે જીવ
પ્રશંસનીય છે, તે દેવ જેવો છે. અરે, જેણે પોતાના ચૈતન્યરસની મીઠાશ ચાખી તેને
રાગમાં કે પરમાં પોતાપણું માનવાનું ક્્યાં રહ્યું? ને તેમાં ક્્યાંય મીઠાશ ક્્યાં રહી?
ચૈતન્ય સિવાય બીજે ક્્યાંય અતીન્દ્રિય આનંદની મીઠાશ છે જ નહિ. માટે ભેદજ્ઞાનવડે
જ્ઞાની પોતાના ચૈતન્યના પરમ ઉપશમરસનો સ્વાદ ચાખીને આખા જગતથી ને રાગથી
પણ ઉદાસીન વિરક્ત વર્તે છે. અહો, જેણે આવું ભેદજ્ઞાન કર્યું તેનો બેડો ભવથી પાર છે.
ભાઈ, સંસારમાં પુણ્ય – પાપનાં ફળ એ તો ચલતી – ફિરતી છાયા જેવા છે.
આજે મોટો ઝવેરી હોય ને કાલે ભીખારી થઈને પૈસા માંગતો હોય; આજે ભીખારી હોય
ને કાલે મોટો રાજા થઈ જાય, – એ ક્્યાં જ્ઞાનનું કામ છે? ને એમાં ક્્યાં કાંઈ નવું છે?
એ તો જડ–પુદ્ગલની રમત છે. આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, તેમાં નથી તો પુણ્ય કે નથી
પાપ; પુણ્ય–પાપના કારણરૂપ રાગ પણ તેના જ્ઞાનસ્વભાવમાં નથી. આવા પોતાના
સ્વરૂપને કરોડો ઉપાયે પણ ઓળખવું, અને જગતના ઝંઝટ છોડીને અંતરમાં તેને
ધ્યાવવું – તે જ લાખો વાતોનો સાર છે. એના વગર બીજી લાખો વાતો ભલે કરે પણ
એ ‘વાતે વડા થાય તેમ નથી. ’ જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરીને સમ્યગ્દ્રર્શન ને
સમ્યગ્જ્ઞાન પ્રગટ કરતાં જન્મ–મરણના ફંદા છૂટી જાય છે, માટે તે જ સાર છે. આવા
સમ્યગ્દ્રર્શન–જ્ઞાન વગરની બીજી લાખો વાતો તે બધી અસાર છે, તેમાં કાંઈ સાર નથી.
માટે સ્વસન્મુખ થઈને આત્માને ધ્યાવ.
જુઓ, આ જ મુમુક્ષુએ કરવા જેવું કર્તવ્ય છે. – ક્્યારે? કે સદાય. ‘नित आतम
ध्यावो’ આત્માને સદાય પુણ્ય–પાપથી ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ ભાવવો. પુણ્યના ફળથી હું
સુખી ને પાપના ફળથી હું દુઃખી – એમ એક ક્ષણ પણ ન ભાવવું; પણ બંનેથી ભિન્ન
એવા પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને સદાય ભાવવો, તેની શ્રદ્ધા–જ્ઞાન કરીને

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
પોતાના અંતરમાં તેનું જ ધ્યાન ધરવું. –આ ભગવાન જિનેન્દ્રદેવની આજ્ઞા છે, ને
સંતોએ આવું કાર્ય કર્યું છે. સંતોના સર્વ ઉપદેશનો સાર આમાં સમાય છે.
તારા હિતને માટે હે મુમુક્ષુ! આત્માને જ્ઞાનસ્વરૂપ જાણીને તેને ભાવજે. પુણ્યમાં
સુખ, કે જડની સામગ્રીમાં સુખ, કે તે જડની ક્રિયા મારી, – એમ એક ક્ષણમાત્ર પણ
ચિંતવીશ મા. પુણ્ય–પાપ તે તો જગતના ફંદ છે, આત્મા તો આનંદકંદ છે. આનંદ કંદમાં
રાગદ્વેષના ફંદ નથી. રાગ– દ્વેષથી જુદું તારું જ્ઞાન જ તને સુખ દેનાર છે. ભેદજ્ઞાન
સમાન કોઈ સુખ નથી, ભેદજ્ઞાન સિવાય કોઈ મોક્ષનું કારણ નથી. માટે હે મોક્ષાર્થી
જીવો! સર્વ પ્રયત્નથી આવા આત્માનું જ્ઞાન કરીને તેને જ ધ્યાવો. જગતના દંદ–ફંદ
છોડીને, અંતરમાં લાખ ઉપાયે પણ પોતાના આત્માને લક્ષમાં લ્યો, તેને જ ધ્યાવો; તે જ
બધી વાતનો સાર છે, લાખો શાસ્ત્રોનો સાર તેમાં સમાય છે.
* * * * *
સંસારમાં પુણ્યનાં ફળ હો કે પાપનાં ફળ હો, –તે બધા ‘સકળ જગત’ માં
આવી ગયા; આત્માનું જ્ઞાન તે બધાથી જુદું છે. એટલે શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે –
સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન,
તે કહિયે જ્ઞાનીદશા બાકી વાચા જ્ઞાન.
સકળ જગતથી જુદા શુદ્ધ – બુદ્ધ – ચૈતન્યઘન–સુખધામ એવા પોતાનો જ્યાં
અનુભવ છે ત્યાં જ જ્ઞાનીદશા છે; એવા અનુભવ વગરનું તો બધું વાચા જ્ઞાન
એટલે કે પોપટિયું જ્ઞાન છે. તે માત્ર ગોખણિયું જ્ઞાન છે, સાચું જ્ઞાન નથી.
સંસારને અસાર જાણી, સારભૂત ચૈતન્યને સાધવા પ્રભુ ગીરનારધામ પધાર્યા.

PDF/HTML Page 10 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૭ :
(ધર્માત્માની સાચી સંપદા)
મૂઢ લોકો બાહ્યલક્ષ્મીને જ સર્વસ્વ માને છે, તે લક્ષ્મી ખાતર અડધું
જીવન વેડફે છે ને અનેકવિધ પાપ બાંધે, છતાં તેમાં સુખ તો કદી મળતું
નથી. બાપુ! જ્ઞાનાદિ અનંત ચૈતન્યરૂપ તારી સાચી લક્ષ્મી તારા આત્મામાં
ભરી જ છે, તેને દેખ! તારી ચૈતન્યસંપદામાં બહારની અનુકૂળતા કે
પ્રતિકૂળતા કેવી? આવી ચૈતન્યસંપદાના ભાન વગર સાચી શાંતિ કે
શ્રાવકકપણું હોય નહીં. સમ્યગ્દ્રષ્ટિની દશા પુણ્ય પાપથી જુદી હોયે.
સમ્યગ્દ્રર્શનના પ્રતાપે ત્રણલોકમાં શ્રેષ્ઠ સંપદારૂપ સિદ્ધપદ મળે છે, પછી બીજી
કોઈ સંપદાનું શું પ્રયોજન છે? બાહ્યસંપદા એ ખરેખર સંપદા જ નથી.
* * * * *
રત્નકરંડ – શ્રાવકાચાર ગા. ૨૭ માંશ્રી સમંતભદ્રાચાર્ય કહે છે કે –
यदि पापनिरोधोन्यसम्पदा किं प्रयोजनम्।
अथ पापास्त्रवोस्त्यन्यसम्पदा किं प्रयोजनम्।।२७।।
ધર્મી – શ્રાવક વિચારે છે કે, જો મિથ્યાત્વાદિ પાપનો નિરોધ થઈ ગયો છે તો
પછી બીજી સંપત્તિનું મારે શું કામ છે? અને જો પાપનો આસ્રવ થતો હોય તો એવી
બીજી સંપદાનું મારે શું કામ છે? જે જીવ પાપનિરોધી છે તે સમ્યક્ત્વાદિ અંતરંગ
વિભૂતિવડે સ્વયં મહાન છે, તેને બાહ્યસંપદાની જરૂર નથી; અને જે જીવ પાપાસ્રવી છે
તે અંતરંગમાં દરિદ્રી છે, ભલે પછી બહારમાં તે વૈભવવાળો હોય, – તેનું કાંઈ જ મૂલ્ય
નથી.
સમ્યગ્દ્રષ્ટિ – શ્રાવક નિષ્કાંક્ષભાવથી એમ વિચારે છે કે જો મારી શ્રદ્ધા–જ્ઞાન
શાંતિરૂપી આત્મસંપદા મારી પાસે છે તો મારે બહારની સંપદાનું શું કામ છે? અને જ્યાં
એવી આત્મસંપદા ન હોય ત્યાં બાહ્યસંપદાના ઢગલા હોય તોપણ તેથી શું? જો મારે
સમ્યક્ત્વાદિ વડે આસ્રવનો નિરોધ છે તો તેના ફળમાં કેવળજ્ઞાનાદિ અનંત ચૈતન્ય

PDF/HTML Page 11 of 41
single page version

background image
: ૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
સંપદા મને સહેજે મળશે, પછી બાહ્યસંપદાનું શું કામ છે? અને બાહ્યસંપદા ખાતર જો
પાપકર્મનો આસ્રવ થતો હોય તો એવી બાહ્યસંપદાને મારે શું કરવી છે? હું ભગવાન
આત્મા પોતે બેહદ ચૈતન્યસંપદાનો ભંડાર છું – એમ આત્માનાં સમ્યક્શ્રદ્ધાજ્ઞાનાદિ કર્યાં
તે શ્રાવકનાં રત્નો છે. આવા અચિંત્ય રત્નનો પટારો મારી પાસે છે તો પછી મારે
બહારની જડ–લક્ષ્મીનું શું કામ છે? સમ્યક્ત્વાદિના પ્રતાપે મારા અંતરમાં સુખ–શાંતિરૂપ
સમૃદ્ધિ વર્તે જ છે પછી મારે બીજા કોઈનું શું કામ છે? અને જેને અંતરમાં શાંતિ નથી,
સમ્યગ્દ્રર્શન – જ્ઞાનાદિ રત્નોની સંપદા જેના અંતરમાં નથી, તો બહારની સંપદાના
ઢગલા તેને શું કરશે? સાચી સંપદા તો તે છે કે જેનાથી આત્માને શાંતિ મળે; (જે સંપ–
સુખ દ્યે તે સાચી સંપદા.) એટલે આત્માના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–વીતરાગતા તે જ સાચી
સંપદા છે. આવી સંપદાવાળા સુખિયા ધર્માત્મા બહારની અનુકૂળતા – પ્રતિકૂળતા બંનેને
પોતાથી જુદી જાણે છે, એટલે તેને તેમાં હર્ષ – શોક થતો નથી, જ્ઞાન જુદું ને જુદું રહે છે.
અરે જીવ! પાપના ફળમાં તું દુઃખી ન થા, હતાશ ન થઈ જા. તે વખતે પ્રતિકૂળ
સંયોગથી જ્ઞાન જુદું છે તેને ઓળખ. પાપનો ઉદય આવતાં ચારેકોરેથી પ્રતિકૂળતા આવી
પડે – સ્ત્રીપુત્ર મરી જાય, ભયંકર રોગ– પીડા થાય, ધન ચાલ્યું જાય, ઘર બળી જાય,
નાગ કરડે, મહા અપજશ – નિંદા થાય, અરે! નરકનો સંયોગ આવી પડે (શ્રેણીક વગેરે
અસંખ્ય સમ્યગ્દ્રષ્ટિજીવો નરકમાં છે) – એમ એકસાથે હજારો પ્રતિકૂળતા આવે તોપણ
સમ્યગ્દ્રષ્ટિ પોતાના જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધાને છોડતો નથી. ભાઈ, એ સંયોગમાં ક્યાં
આત્મા છે? આત્મા તો જુદો છે. ને આત્માનો આનંદ આત્મામાં છે, – પછી સામગ્રીમાં
હર્ષ –શોક શો? તારી સહનશક્તિ ઓછી હોય તોપણ આવા શ્રદ્ધા–જ્ઞાન તો જરૂર
રાખજે, તેનાથી પણ તને ચૈતન્યની અપૂર્વ શાંતિનું વેદન રહેશે.
વળી, જેમ પ્રતિકૂળતાથી જુદાપણું કહ્યું તેમ પુણ્યના ફળમાં ચારેકોરની
અનુકૂળતા હોય – સ્ત્રીપુત્રાદિ સારાં હોય, નીરોગ શરીર હોય, ધનના ઢગલા હોય,
બંગલા – મોટર હોય, ચારેકોર યશ ગવાતા હોય, અરે! દેવલોકમાં ઉત્કૃષ્ટ
સર્વાર્થસિદ્ધિની ઋદ્ધિ હોય, તોપણ તેથી શું? તે સંયોગમાં ક્યાં આત્મા છે? આત્મા તો
જુદો છે; આત્માનો આનંદ આત્મામાં છે – એમ ધર્મી જાણે છે ને તેના જ્ઞાનમાં તેનું જ
વેદન વર્તે છે. પુણ્યફળને કારણે તે પોતાને સુખી માનતા નથી. જેમ કોઈ અરિહંતોને
તીર્થંકરપ્રકૃતિના ઉદયથી સમવસરણાદિનો અદ્ભુત સંયોગ હોય છે, પણ તેને કારણે કાંઈ
તે અરિહંતભગવાન સુખી નથી, તેમનું સુખ તો આત્માના કેવળજ્ઞાનાદિ પરિણમનથી જ
છે, એટલે તે ‘સ્વયંભૂ’ છે, તેમાં કોઈ બીજાની અપેક્ષા નથી; તેમ નીચલી દશામાં પણ
સર્વત્ર સમજવું. સમ્યગ્દ્રષ્ટિ પોતાના શુદ્ધ ચૈતન્યપરિણમનથી જ સુખી છે, પુણ્યથી કે
બાહ્યસંયોગથી નહીં.

PDF/HTML Page 12 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૯ :
જ્ઞાનીનું આત્મચિંતન
(નિયસાર ગાથા ૯૬–૯૭)
અહો, પરભાવો વગરનો, ચૈતન્યના
પરમભાવથી ભરેલો તારો આત્મા કેવો અચિંત્ય–
અદ્ભુત સુખનિધાન છે! – તે સાંભળી, તેનો મહિમા
લાવી, તેને ચિંતનમાં તો લે. સ્વસન્મુખ ચૈતન્યના
ચિંતનની ઘડી તે ખરેખર જીવનની અપૂર્વ ઘડી છે...
તે ધન્ય અવસર છે.
હે ભાઈ! આ અવસરમાં પ્રમાદ કરવા જેવું
નથી. જેના અનુભવની વીણાનો ઝંકાર થતાં
પર્યાયમાં અતીન્દ્રિય આનંદના વેદનથી આત્મા ડોલી
ઊઠે છે – એવો હું પોતે જ છું, એમ અંતર્મુખ થઈને
તારા આત્માને ચિંતવ. – આવું સ્વાત્મચિંતન તે
મોક્ષનું કારણ છે.

કેવળજ્ઞાન–દર્શન–સુખ–શક્તિસ્વભાવરૂપ આત્મા છે, તે બધાને જાણવા–દેખવા
છતાં પોતાના અનંત જ્ઞાનાદિ નિજભાવને છોડતો નથી ને કોઈ પણ પર ભાવને ગ્રહતો
નથી. આવો આનંદમય ચૈતન્યશક્તિ સંપન્ન પરમાત્મા હું છું – એમ અંતર્મુખ ધ્યાનવડે
જ્ઞાની ચિંતવે છે.
આવા આત્માને જેણે જાણ્યો તેણે જાણવાયોગ્ય જાણી લીધું, દેખવાયોગ્ય દેખી
લીધું, સાંભળવાયોગ્ય સાંભળી લીધું, ને તેણે ગ્રહવાયોગ્ય એવા સ્વતત્ત્વને ગ્રહી લીધું
અને જેણે આવા નિજ આત્માને ન જાણ્યો તેણે કાંઈ જાણ્યું નથી; તે ભલે બીજું ગમે
તેટલું ભણે–જાણે–સાંભળે પણ તે બધું થોથા છે, જાણવા યોગ્ય સાચું તત્ત્વ તેણે જાણ્યું
નથી, સાચું તત્ત્વ તેણે સાંભળ્‌યું નથી.
ધર્માત્મા કહે છે કે અહો, શાશ્વત આનંદમય આ ચૈતન્યહંસ મુનિઓના

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
હૃદયસરોવરમાં કેલિ કરનારો છે, તે જયવંત વર્તે છે, એટલે કે અમારી પરિણતિમાં તે
વિદ્યમાન વર્તે છે. આવા પરમસ્વભાવી આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને તેનું ચિંતન કર્યું
ત્યાં સમસ્ત પરભાવો તે ચિંતનમાંથી છૂટી ગયા, એટલે ત્યાં સહેજે પરભાવોનું
પ્રત્યાખ્યાન થઈ ગયું. આવો સહજસ્વભાવી આત્મા જેણે જાણ્યો નથી તેને તેનું ચિંતન
પણ હોતું નથી એટલે પરભાવનો ત્યાંગ પણ તેને હોતો નથી. જેના શ્રદ્ધાજ્ઞાન તો
રાગાદિ પરભાવોના ગ્રહણમાં જ રોકાઈ ગયેલા છે તેને પરભાવનું પ્રત્યાખ્યાન કેવું?
અહા, એકવાર તારા પરમસ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને તેનું ચિંતન કર. અંદર
પરમહંસ ચૈતન્યપ્રભુ આનંદસહિત બિરાજે છે. અરે, આવા આનંદમય આત્માની
અનુભૂતિ જો ન કર તો પછી જીવનમાં કરવાનું શું છે? અરે, મુંબઈમાં દેવનારના
કત્તલખાનામાં લાખોના હિસાબે પશુઓ કપાશે – એમ સાંભળતા કેવી કંપારી છૂટે છે?
પણ બાપુ! અનંતવાર આત્મભાન વગર તું સંસારમાં કષાયો, અને અજ્ઞાનથી સંસારમાં
રખડતાં તે પોતે કસાઈપણે એવા કારખાના અનંતવાર માંડ્યા. હવે આવા અવસરમાં
પ્રમાદ કરવા જેવું નથી. જેના અનુભવની વીણાનો ઝંકાર થતાં પર્યાયમાં અતીન્દ્રિય
આનંદના વેદનથી આત્મા ડોલી ઊઠે છે – એવો હું પોતે જ છું – એમ જ્ઞાની અંતર્મુખ
થઈને આત્માને ચિંતવે છે.
જ્ઞાની આવા આત્માને ચિતવેછે – એમ બતાવીને બીજા મુમુક્ષુઓને પણ આવા
આત્માનું ચિંતન કરવાનું કહ્યું છે. હજી જ્ઞાનમાં આવા આત્માનો સાચો નિર્ણય પણ જે
ન કરે તેને તેનું ધ્યાન કે ચિંતન ક્્યાંથી હોય? ધર્મી તો કહે છે કે અમારી અનુભૂતિમાં
કેવળજ્ઞાનની મૂર્તિ પરમસ્વભાવી આત્મા જયંવત વર્તે છે, તે પોતે વિદ્યમાન વર્તે છે;
અમારી શ્રદ્ધામાં અમારા જ્ઞાનમાં અમારા વેદનમાં તે આવ્યો છે તેથી તે જયવંત છે, તેને
જ અમે સ્વતત્ત્વપણે ચિંતવીએ છીએ, તેમાં કોઈ પરભાવનો કદી પ્રવેશ નથી. અરે, એક
ક્ષણ પણ આવું આત્માનું ચિંતન તો કર! આવા ચિંતનની ક્ષણ તે અપૂર્વ ક્ષણ છે –
નિજભાવને છોડે નહિ. પરભાવ કંઈ પણ નવ ગ્રહે;
જાણે – જુએ જે સર્વ, તે હું એમ જ્ઞાની ચિંતવે. ૯૭.
અહા, જુઓ, તો ખરા, આત્માનો પરમસ્વભાવ! પોતાના સહજ કેવળજ્ઞાનાદિ
અનંત સ્વભાવો સહિત તે સદાય બિરાજમાન છે, પોતાના પરમભાવથી તે કદી છૂટયો
નથી, – આવો હું છું એમ જ્ઞાની ચિંતવે છે.

PDF/HTML Page 14 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૧ :
પરમ સ્વભાવની ભાવના તે પરમ ભાવના છે. રાગાદિની ભાવના તે તો
વિભાવની ભાવના છે. રાગના– વિકલ્પના કોઈ અંશમાં ક્્યાંય ઊંડે ઊંડે પણ મીઠાસ
રહે, કે તેના સાધનથી આત્માનો અનુભવ સહેલો પડશે. – એમ માને, તો તેને રાગથી
પાર પરમસ્વભાવની ભાવના હોઈ શકે નહિ. જ્ઞાનીને તો સદાય પોતાના અંતરમાં
આવા પરમ સ્વભાવની જ સન્મુખતા છે. આવા સ્વભાવની ભાવના તે જૈન
પરમેશ્વરનો માર્ગ છે.
જેને સમ્યક્ત્વ થયું, જેને ચૈતન્યઆંખ ઊઘડી તે પોતાના અંતરમાં
કેવળજ્ઞાનસ્વભાવી કારણપરમાત્માને જયવંત દેખે છે, તેનો તેને કદી વિરહ નથી. બાપુ,
આવો તારો પરમસ્વભાવ, તેને તું જરાય મોળો કરીશ નહિ, તેના પરમ અચિંત્ય
મહિમાને તું જરાય ઢીલો કરીશ નહીં. પરમ મહિમાથી તેને ગ્રહણ કરતાં (એટલે કે
શ્રદ્ધામાં –જ્ઞાનમાં – ચિંતનમાં લેતાં) રાગાદિ સમસ્ત પરભાવો છૂટી જશે – એ જ
મોક્ષના કારણરૂપ સાચું પ્રત્યાખ્યાન છે.
અહો, પરમસ્વભાવી ચૈતન્યનું સ્વસંવેદન! તેમાં ભવનાં કોઈ ભાવનો પ્રવેશ
નથી ભવ અને ભવના ભાવો તેનાથી તદ્ન બહાર છે. આવા ચૈતન્યનું ચિંતન કરતાં જ
મોહશત્રુની ધજા ઊડી જાય છે. પર્યાય તો અંદર પરમાત્મસ્વભાવની ભાવનારૂપે
પરિણમી ગઈ, ત્યાં હવે મોહ રહે શેમાં? અંતર્મુખ થયેલી ધર્મીની પર્યાયમાં મોહ તો
ક્ષયવંત છે, ને પરમાત્મતત્ત્વ જયવંત છે. એ પર્યાય તો રાગથી પાર થઈને સિદ્ધનાં
દરબારમાં પહોંચી ગઈ, તેમાં હવે પરભાવ કેવો? અહો, આવી ભાવનામાં અપૂર્વ આનંદ
છે, તે ભાવના સદા ભાવવા જેવી છે.
અહો, મારો આત્મા મારા અનંત જ્ઞાન–આનંદમય પરમ ભાવને કદી છોડતો
નથી, સદાય પરમસ્વભાવરૂપ જ હું છું, અને સંસારના કારણરૂપ રાગાદિ પરભાવો તેને
મારો આત્મા કદી ગ્રહતો નથી, તે પરભાવરૂપે હું કદી થઈ જતો નથી. વળી આ
કેવળજ્ઞાનાદિ ભાવો તે મારો સ્વભાવ, ને હું તેનો આધાર–એવા આધાર –આધેયનો
વિકલ્પ પણ મારામાં નથી, આધાર– આધેયના વિકલ્પ વગર પોતાના કારણપરમાત્માને
સહજ અંતર્મુખ અવલોકન વડે હું સદાય જાણું છું. પર્યાય પોતે અંતર્મુખ થઈ ગઈ છે તેમાં
કોઈ પરભાવ રહી શકે નહિ. સદાય તે પર્યાય પરમસ્વભાવ પ્રત્યે ઢળેલી રહે છે એટલે
તેમાં તન્મય થઈને તેને જ ગ્રહે છે ને પરભાવથી છૂટી ને છૂટી રહીને તેને છોડે છે. આ
રીતે ધર્મીને સદાય પ્રત્યાખ્યાન વર્તે છે. તેની એકકેય પર્યાય એવી

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
નથી કે જે પોતાના પરમસ્વભાવને છોડતી હોય. – પર્યાય – પર્યાયે પોતાના
પરમસ્વભાવનું ગ્રહણ તેને શ્રદ્ધા– જ્ઞાનમાં વર્તે છે. તેનાથી વિરૂદ્ધ કોઈ પણ રાગાદિ
પરભાવને ધર્મીની પર્યાય પોતામાં ગ્રહણ કરતી નથી, તેને અંતર્મુખ પર્યાયથી બહારને
બહાર જ રાખે છે. – આવા સ્વસંવેદનરૂપ ચૈતન્યતત્ત્વ હું છું – એમ ધર્મી અનુભવે છે. –
આવું જ્ઞાનીનું આત્મચિંતન તેમાં બધા ધર્મો સમાય છે, આત્મગુણોની અનંત સમૃદ્ધિ
તેમાં સમાય છે. તેથી ધર્મી એમ અનુભવે છે કે મારી શ્રદ્ધામાં આત્મા છે, મારા જ્ઞાનમાં
આત્મા છે, મારા ચારિત્રમાં આત્મા છે, મારી સર્વ અંતર્મુખ પર્યાયોમાં મારો શુદ્ધ આત્મા
જ સદાય પરિપૂર્ણ બિરાજે છે. અરે, સ્વભાવ તે કદી ઓછો થતો હશે? કેવળજ્ઞાનાદિ
અનંત સ્વભાવોથી સદા પરિપૂર્ણ મારો સ્વભાવ છે. આવા સ્વભાવનું ગ્રહણ (અનુભવ,
સ્વીકાર) જે પર્યાયમાં ન હોય તેમાં ધર્મ કેવો? ધર્મીને શ્રદ્ધા–જ્ઞાન–સંયમ–તપ વગેરે
બધી નિર્મળ પર્યાયોમાં પોતાના પરમસ્વભાવની તન્મયતા વર્તે છે એટલે તેનું જ ગ્રહણ
છે, ને બીજા બધા પરભાવોનો ત્યાગ છે. – ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રર્શન થયું ત્યારથી
આવી દશા હોય છે. આવા આત્માનું વેદન તેની બધી પર્યાયોમાં હોય છે. શું અગ્નિ
પોતાના ઉષ્ણભાવને કદી છોડે? ના; તેમ ચૈતન્યસ્વરૂપ આત્મા પોતાના નિજસ્વભાવોને
કદી છોડતો નથી, ને સ્વભાવમાં કદી કોઈ પરભાવને ગ્રહતો નથી, છૂટો ને છૂટો જ રહે
છે.
અહો, ચૈતન્યનું પરમ અમૃત ચાખ્યું –પછી સંસારમાં ચિત્ત કેમ ચોંટે?
(નિયમસાર કળશ ૧૩૦ – ૧૩૧)
ધર્મી એટલે આત્મચિંતન કરે છે કે અહો! જ્યાં પરભાવોથી છૂટો પડીને અમારા
ચૈતન્ય પરમ ભાવને અમે જાણ્યો, તેના અદ્ભુત–અચિંત્ય–પરમ સુખને વેદ્યુ, ત્યાં
અમારું ચિત્ત હવે નિરંતર તેમાં જ લાગ્યું છે; બીજે ક્્યાંય અમારું ચિત્ત લાગતું નથી.
અહો, આવા અદ્ભુત સુખસ્વરૂપને અનુભવ્યા પછી તેમાં એકમાં જ ચિત્ત લાગ્યું છે. –
એમાં કાંઈ આશ્ચર્ય નથી. અમૃતનું ભોજન કરનારા દેવો બીજા કડવા – ગંધાતા
ભોજનનો સ્વાદ કેમ લેશે? તેમ ચૈતન્યના મહા આનંદનો સ્વાદ ચાખ્યા પછી હવે
જગતના કોઈ પદાર્થમાં અમારું ચિત્ત લાગતું નથી.
પરમ સ્વભાવની સન્મુખ થયેલા ધર્માત્મા પોતાના સ્વાનુભવથી જાણે છે કે
મારો આત્મા અચિંત્ય ચૈતન્ય – ચિંતામણિ છે, તેનું ચિંતન કરીને જેટલું સુખ માંગુ
તેટલું મળે છે. અરે, સુખ માંગવુંય ન પડે, મારો આત્મા પોતે સહજ સુખના

PDF/HTML Page 16 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૩ :
વેદનસ્વરૂપ છે, તે સુખમાં વિકલ્પનીયે અપેક્ષા ક્્યાં છે? જગતના જડ ચિંતામણિ રત્ન
પાસે તો વસ્તુ માંગવી પડે ત્યારે તે મળે; આ ચૈતન્યમણિ તો માગ્યા વગર (વિકલ્પ
વગર) સ્વયમેવ પોતે જ અનંતસુખનિધાનપણે પરિણમે છે; બીજા કોઈ પદાર્થની
અપેક્ષા તેને નથી. – આવા આત્મચિંતનમાં ધર્મીનું ચિત્ત ચોંટયું છે; દુનિયા ફરે તોપણ
તે હવે ફરે તેમ નથી.
અહા, ચૈતન્યના આનંદનો અતીન્દ્રિયરસ ચાખ્યા પછી હવે દેવોના અમૃતમાં પણ
અમારું ચિત્ત લાગતું નથી. આત્માનું સુખનિધાન અંદર દેખ્યું ત્યાં હવે બીજા કોઈ
પદાર્થથી અમારે શું પ્રયોજન છે? અમારા ચૈતન્યમાં અમારી પરિણતિ પ્રવેશી ગઈ
તેમાંથી છોડાવવા હવે કોઈ સમર્થ નથી. અંદર ચૈતન્યસુખમાં ઘૂસ્યા તે ઘૂસ્યા, હવે
તેમાંથી બહાર આવવાના નથી ને પરભાવમાં – દુઃખમાં જવાના નથી. આનંદ
સ્વભાવને ગ્રહ્યો છે, ને હવે સદાય આનંદરૂપે જ રહીશું.
સ્વર્ગના દેવોને અનાજ વગેરેનો આહાર હોતો નથી, તેઓ તો પોતાના કંઠમાંથી
ઝરતા અમૃતનો જ આહાર લેનારા છે. અમૃતનો સ્વાદ લેનારા દેવોને અનાજનું પણ
પ્રયોજન નથી તો પછી વિષ્ટા વગેરેની તો શી વાત? તેમ અતીન્દ્રિય આનંદના
ચૈતન્યરસથી ભરેલો આ ચૈતન્યદેવ, તેનું જેને ભાન થયું અને સ્વસંવેદનમાં ચૈતન્યરસ
ચાખ્યો, ત્યાં તે ચૈતન્યરસના મહાન વીતરાગી સ્વાદ પાસે જગતના પુણ્ય–પાપના કોઈ
સ્વાદમાં એનું ચિત્ત લાગતું નથી. અહા, જ્ઞાનાત્મક સુખનો સ્વાદ લેનારો આ ચૈતન્યદેવ,
તેને પુણ્યનો રસ પણ ચૈતન્યથી તદ્ન જુદો લાગે છે ત્યાં પાપના રસની તો ક્્યાં વાત?
પુણ્ય–પાપ વગરનો અપૂર્વ ચૈતન્યરસ, તેનો સ્વાદ અજ્ઞાનીઓએ કદી ચાખ્યો નથી, તે
ચૈતન્યસુખની કલ્પના પણ તેઓ કરી શકતા નથી. અહા, એકવાર ચૈતન્યસુખનો સ્વાદ
જેણે ચાખ્યો તેને જગતના કોઈ પદાર્થોમાં કે શુભાશુભ ભાવોમાં રસ રહે નહિ,
ચૈતન્યસુખ સિવાય બીજે ક્્યાંય તેનું ચિત્ત ઠરે નહિ.... ચૈતન્યસુખથી બીજું કોઈ તેને
લલચાવી શકે નહિ.
દેવોનું અમૃત તે તો જડ–પુદ્ગલનો રસ છે, તેમાં કાંઈ ચૈતન્યસુખ નથી; અને
આ તો ચૈતન્યસુખનું અતીન્દ્રિય અમૃત, જેને ચાખ્યા પછી સંસારમાં જન્મ –મરણ ન
રહે. ચૈતન્યના અમૃતરસ પાસે દેવોનું અમૃત પણ સાવ નીરસ છે. ચૈતન્યસુખના
નીરાકુળ અમૃત પાસે પુણ્યના સુકૃત પણ આકુળતારૂપ હોવાથી દુઃખરૂપ લાગે છે; તેથી
ધર્માત્મા–મુનિવરો તેને પણ છોડીને અદ્વિતીય ચૈતન્યસુખમાં લીન થાય છે.
અહા, આત્મામાંથી જ આનંદના અમૃતના ફૂવારા ફૂટે એનું નામ ધર્મ છે.

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
જેમ દેવોનું અમૃત પોતાના કંઠમાંથી જ ઝરે છે, બહારથી નથી આવતું, તેમ આ
ચૈતન્યસુખરૂપ અતીન્દ્રિય અમૃત આત્માના પોતાના અસંખ્યપ્રદેશમાંથી જ ઝરે છે, તે
ક્યાંય બહારમાંથી કે રાગમાંથી નથી આવતું.
ચૈતન્યસુખ કેવું છે?
દ્વંદ્વ રહિત છે; – જેમાં પોતાના ચૈતન્યતત્ત્વ સિવાય કોઈ બીજા સાથે જરાય
સંબંધ નથી; વળી ઉપદ્રવ રહિત છે; ચૈતન્યસુખમાં કોઈ ઉપદ્રવ નથી, બહારમાં સિંહ
ખાય કે શરીર બળે તોપણ ચૈતન્યસુખમાં કાંઈ વિઘ્ન થતું નથી. ચૈતન્યસુખમાં લીન
પાંડવોને બહારમાં શરીર બળતું હોવા છતાં તેમના ચૈતન્યસુખમાં ભંગ ન પડ્યો, તેઓ
તો ચૈતન્યસુખમાં લીનપણે કેવળજ્ઞાન પામ્યા. આવું ઉપદ્રવ વગરનું ચૈતન્યસુખ છે. વળી
તે ઉપમા રહિત છે, જગતના કોઈ પદાર્થ વડે ચૈતન્યસુખને ઓળખાવી શકાતું નથી.
ઈન્દ્રોની વિભૂતિ વડે પણ ચૈતન્યસુખના કોઈ અંશને સરખાવી શકાતો નથી. વળી આ
સુખ નિત્ય છે, આત્માના સ્વભાવી જ થયેલું હોવાથી તે નિત્ય છે, સંયોગના ફેરફારે
તેમાં ફેરફાર થઈ જતો નથી કેમકે સંયોગના આધારે તે સુખ થયું નથી. પોતાના
આત્માથી જ ઉત્પન્ન થયેલું છે, તેમાં કોઈ અન્ય દ્રવ્યની ભાવના નથી, બીજા કોઈનો
આશ્રય ચૈતન્યસુખમાં નથી. ચૈતન્યના આશ્રયે ચૈતન્યની ભાવનાથી આત્મા પોતે પરમ
સુખરૂપ થયો છે. – અહો, કેવું અદ્ભુત ચૈતન્યસુખ છે!
અહો, આવા ચૈતન્યસુખના અમૃત પાસે પુણ્યની શુભલાગણી પણ દુઃખરૂપ લાગે
છે, તેથી તેને પણ દોડીને સંતો ચૈતન્યચિંતામણિમાં જ ઉપયોગને એકાગ્ર કરીને
પરમાનંદને અનુભવે છે.
અહા, જૈન ગુરુઓના સમ્યક્ સેવન વડે અદ્ભુત ચૈતન્મહિમા જાણીને
અતીન્દ્રિયસુખ અમે ચાખ્યું ત્યાં હવે કોઈ પણ પરદ્રવ્ય કે રાગનો કોઈ અંશ અમને
અમારા સ્વરૂપપણે ભાસતો નથી. ચૈતન્યસુખથી ભરેલો આત્મા તે જ એક સ્વદ્રવ્યપણે
અનુભવાય છે. આવો અનુભવ એ જ સાચી ગુરુસેવા છે, એ જ ગુરુઆજ્ઞા છે.
અહો, અપાર મહિમાવંત તારો ચૈતન્ય આત્મા છે તેમાં જા ને પરથી ખસી જા...
એમ શ્રીગુરુ ફરમાવે છે. તે પ્રમાણે શ્રીગુરુની સેવાથી જેણે જાણી લીધું છે તે વિદ્વાન હવે
રાગનો કે પરનો મહિમા કેમ કરે? ચૈતન્યના અપૂર્વ મહિમાને જે જાણે છે તે જ સાચો
વિદ્વાન છે, ને તેણે જ ગુરુની આજ્ઞા પાળી છે. અહા, ચૈતન્યના શરણમાં જે શાંતિ આવે
છે તે શાંતિ ક્્યાંય કોઈ પરદ્રવ્યના શરણે આવતી નથી.

PDF/HTML Page 18 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૫ :
વીતરાગને સેવનારા વિદ્વાનો રાગને ભલો કેમ માને? સર્વે રાગને, શુભરાગને પણ
દુઃખરૂપ જાણીને તેઓ તેને છોડે છે, ને ચૈતન્યના અદ્વિતીયસુખને અનુભવે છે. – આ જ
સમ્યગ્દ્રર્શન–જ્ઞાન– ચારિત્ર છે, આ જ પ્રત્યાખ્યાન તથા સંવર છે, આ જ ધર્મ અને
મોક્ષમાર્ગ છે, આ જ જૈન ગુરુઓની શિખામણ છે, ને આ જ જૈનશાસનનો સાર છે.
મુનિરાજ કહે છે કે અમે કર્યું તેમ તું પણ શીઘ્ર કર
જે મુક્તિસામ્રાજ્યનું મૂળ છે એવા આ નિરૂપમ સહજ પરમ આનંદમય
ચૈતન્યસ્વરૂપને એકને જ ડાહ્યા પુરુષોએ સમ્યક્ પ્રકારે ગ્રહવું યોગ્ય છે; તેથી હે સખા, હે
મિત્ર! મારા આ ઉપદેશના સારને સાંભળીને તું પણ આ ચૈતન્યચમત્કારમાં તારી મતિને
શીઘ્ર જોડ.
મુનિરાજ કહે છે કે આત્માના માર્ગે અમે મોક્ષમાં જઈએ છીએ અને તને પણ તે
માર્ગ બતાવીએ છીએ. માટે હે સખા! તું પણ અમારી સાથે જ મોક્ષના માર્ગમાં ચાલ હે
સખા! મોક્ષના માર્ગમાં અમારી સાથે આવવા માટે તું તુરત જ અમારી જેમ તારા
ચૈતન્યચમત્કારને અનુભવમાં લે. જુઓ તો ખરા, મુનિરાજ કેવા વાત્સલ્યથી
મોક્ષમાર્ગની પ્રેરણા કરે છે! મિત્ર કહીને સંબોધે છે કે હે મિત્ર! તું પણ અમારી સાથે જ
મોક્ષમાં ચાલ. સારી વસ્તુ હોય ત્યારે પોતાના મિત્રને યાદ કરીને આપે છે, તેમ
મુનિરાજ કરે છે કે હે મોક્ષના રસિક મિત્ર! ચૈતન્યનું આવું અદ્ભુત સુખ અમે ચાખ્યું
છે, તે સુખને તું પણ હમણાં જ ચાખ..... અને અમારી સાથે મોક્ષના માર્ગમાં આવ.
* * * * *
શરીરનું – કુટુંબનું શું થશે એવા વિકલ્પના
કોલાહલને મુક એક કોર, ને ચૈતન્યસ્વભાવના મહિમાનું
ઘોલન કર. અંતર્મુખ થવાનો પ્રયત્ન છ મહિના કર, ને
બહિર્મુખની ચિંતા છોડ. તું બહારની ચિંતા કર તોપણ તેનું
જે થવાનું તે થવાનું છે, ને તું ચિંતા ન કર તોપણ તેનું કાંઈ
અટકી જવાનું નથી. માટે તું તેની ચિંતા છોડીને એકવાર તો
સતતપણે તારા આત્માના પ્રયત્નમાં લાગ.... છ મહિના તો
ચૈતન્યના ચિંતનમાં તારા ઉપયોગને જોડ. આવા ધારાવાહી
પ્રયત્નથી જરૂર તને આનંદસહિત તારા અંતરમાં આત્માનો
અનુભવ થશે.

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
મોક્ષના કારણરૂપ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર
તેમાં શુદ્ધાત્માનો જ આશ્રય છે, કોઈ બીજાનો નહીં.
(સમયસાર ગાથા ૨૭૬–૨૭૭ ના પ્રવચનમાંથી)
આત્માને બંધનથી છૂટકારો ને મોક્ષનું સાધન કઈ રીતે થાય? તે કહે છે.
આત્માનો જે શુદ્ધસ્વભાવ તેના આશ્રયે થતા સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ મોક્ષનો
ઉપાય છે. શાસ્ત્રના આલંબને થતું જ્ઞાન, નવતત્ત્વની શ્રદ્ધા કે છકાયજીવોની દયા
એવો જે વ્યવહાર છે તેમાં પરનું અવલંબન છે, તેના આશ્રયે મોક્ષનું સાધન થતું
નથી. તે વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–આચરણના વિકલ્પો ન હો કે હો, તેના આશ્રયે કાંઈ
મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ શુદ્ધાત્માના આશ્રયે જ છે.
જ્યાં જ્યાં સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–ચારિત્ર હોય ત્યાં ત્યાં શુદ્ધાત્માનો આશ્રય હોય
જ છે, તેથી અભેદદ્રષ્ટિરૂપ નિશ્ચયમાં તો શુદ્ધઆત્મા પોતે દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
પણ, જ્યાં જ્યાં સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–ચારિત્ર હોય ત્યાં ત્યાં વ્યવહારશ્રદ્ધા
વગેરેના વિકલ્પો હોય જ છે – એવો નિયમ સાબિત થતો નથી, કેમકે વ્યવહારના તે
વિકલ્પો વગર પણ નિશ્ચય સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–ચારિત્ર શુદ્ધાત્માના આશ્રયે વિદ્યમાન
વર્તે છે. માટે નવતત્ત્વ વગેરે સંબંધી વિકલ્પો તે કાંઈ સમ્યક્ત્વાદિનો આધાર નથી.
ભાઈ, તારા સાચા સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–આનંદમાં તો તારા આત્માનો જ
આશ્રય હોય કે બીજાનો હોય? મોક્ષના કારણરૂપ જે સાચા સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–ચારિત્ર
છે તે આત્માના આશ્રયે જ થાય છે, પરનો આશ્રય તેમાં ક્યાંય જરા પણ નથી.
જરાક પણ પરના આશ્રયથી જે લાભ માને તેણે સાચા મોક્ષમાર્ગને જાણ્યો નથી.
* જૈનમાર્ગ – અનુસાર જીવાદિ નવતત્ત્વોના ભેદને જાણે પણ જો ભેદથી પાર
શુદ્ધાત્માનો આશ્રય કરીને તેની શ્રદ્ધા ન કરે તો તે જીવને સમ્યક્ત્વ હોતું નથી.
ભેદના વિકલ્પો હો કે ન હો – તોપણ સમ્યક્ત્વનો સદ્ભાવ જ છે. આ રીતે
શુદ્ધાત્માના જ આશ્રયે સમ્યક્ત્વ હોવાનો નિયમ સિદ્ધ થયો. તેથી સમ્યક્ત્વ માટે
મુમુક્ષુએ નિશ્ચયરૂપ

PDF/HTML Page 20 of 41
single page version

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૭ :
શુદ્ધાત્માના જ આશ્રય કરવા યોગ્ય છે, અને વ્યવહાર આશ્રય કરવા જેવો નથી.
* હવે એ રીતે સમ્યગ્જ્ઞાનમાં:– ભગવાને કહેલા આચારાંગાદિ શાસ્ત્રોનું
પરસન્મુખી જ્ઞાન કરે, પણ જો શાસ્ત્રોના શબ્દોથી પાર શુદ્ધાત્માનો આશ્રય કરીને તેને ન
જાણે તો તે જીવને સમ્યગ્જ્ઞાન હોતું નથી.
– અને, જો શુદ્ધાત્માની સ્વસન્મુખ થઈને તેનું જ્ઞાન કર્યું તો, ત્યાં શાસ્ત્રોના
શબ્દોનું જ્ઞાન હો કે ન હો – તો પણ સમ્યગ્જ્ઞાનનો સદ્ભાવ જ છે. આ રીતે શુદ્ધાત્માના
જ આશ્રયે સમ્યગ્જ્ઞાન હોવાનો નિયમ સિદ્ધ થયો. તેથી સમ્યગ્જ્ઞાન માટે મુમુક્ષુએ
નિશ્ચયરૂપ શુદ્ધાત્મા જ આશ્રય કરવાયોગ્ય છે, અને વ્યવહારનો આશ્રય કરવા જેવો
નથી.
* એ જ રીતે સમ્યક્ચારિત્રમાં:– જિનદેવે કહેલા છકાયજીવોની રક્ષારૂપ અહિંસા
વગેરે પંચમહાવ્રતના શુભપરિણામ હોવા છતાં, તે શુભથી પાર એવા શુદ્ધાત્માનો
આશ્રય કરીને તેમાં જો ન ઠરે તો તે જીવને સમ્યક્ચારિત્ર હોતું નથી.
અને, જે જીવ શુદ્ધાત્માની સન્મુખ થઈને તેમાં લીન થયો છે તેને છકાયજીવોની
રક્ષા વગેરેના વિકલ્પો હો કે ન હો –તોપણ સમ્યક્ચારિત્રનો સદ્ભાવ જ છે. આ રીતે
શુદ્ધાત્માના જ આશ્રયે સમ્યક્ચારિત્ર હોવાનો નિયમ સિદ્ધ થયો. તેથી સમ્યક્ચારિત્ર
માટે પણ મુમુક્ષુએ નિશ્ચયરૂપ શુદ્ધાત્મા જ આશ્રય કરવા યોગ્ય છે, અને વ્યવહારનો
આશ્રય છોડવા જેવો છે. –
વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી,
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. (૨૭૨)
અહો, સ્વાશ્રયરૂપ નિશ્ચય સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–ચારિત્રનો નિયમ બતાવીને
આચાર્યદેવે મોક્ષમાર્ગનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. સ્વાશ્રયે પ્રગટેલી સમ્યક્ત્વાદિ
શુદ્ધપર્યાયોને આત્મામાં અભેદ કરીને તેને શુદ્ધ આત્મા જ કહ્યો. અને આત્માને ભૂલીને
એકલા પરાશ્રયે જે પરસન્મુખી ભાવો થયા તેને પરમાં અભેદ કર્યાં, પરસન્મુખી
ભાવમાં આત્મા તો ન આવ્યો, અરે, જેમાં આત્મા ન આવે, જેમાં આત્માની શાંતિનું
વેદન ન આવે એને તે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર કોણ કહે? – એને મોક્ષનું કારણ કોણ કહે?
સમ્યગ્દ્રર્શનમાં તો અપૂર્વ શાંતિના વેદનસહિત આખો આત્મા આવ્યો છે;