Atmadharma magazine - Ank 036
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૩૬
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
ર્ મ્ગ્ ર્
વર્ષ ત્રીજાું : સંપાદક : આસો
અંક બાર રામજી માણેકચંદ દોશી ૨૪૭૨
વકીલ
જાગર જાગ!
કોઈને ફુંફાડા મારતો સર્પ કરડયો હોય અને ગારૂડી એવો જોરદાર
મંત્ર ફેંકે કે તે સર્પ બહાર આવીને સામાને ચડેલું ઝેર પાછું ચૂસી લે. તેમ
ચૈતન્યભગવાને અનાદિથી અજ્ઞાનરૂપી ઝેર ચડયાં છે, શ્રી કુંદકુંદ પ્રભુ
તેને જગાડે છે કે, અરે ચૈતન્ય જાગ રે જાગ, આ સમયસારના દૈવી મંત્રો
આવ્યા છે તે તારા શુદ્ધાત્મ સ્વરૂપને દર્શાવીને અનાદિથી ચડેલાં ઝેર
ઉતારી નાખે છે. હવે સુવું નહિ પાલવે, જાગ રે જાગ, તારા ચૈતન્યને જો.
[પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી]
• સચન •
આ અંકે તમામ ગ્રાહકોનું લવાજમ પૂરું થાય
છે. એથી નવા વર્ષનું એટલે અંક ૩૭ થી ૪૮ સુધી
એક વર્ષનું વાર્ષિક લવાજમ હિંદમાં રૂપિયા અઢી–
પરદેશનાં રૂપિયા ત્રણ તુરત જ મોકલાવી આપશો.
લવાજમ મોકલતી વખતે દરેક ગ્રાહકે
પોતાનો ગ્રાહક નંબર અવશ્ય લખવો કે જેથી ૩૭ મો
અંક વખતસર મોકલાવી શકાય, નહિતર અંક મોડો
મળવાનો અથવા તો ભૂલથી વી. પી. થવાનો પૂરો
સંભવ રહેશે. માટે ગ્રાહક નંબર લખવાનું ભૂલશો
નહિ.
આસો વદ ૧૩ સુધીમાં આપનું લવાજમ અહીં
નહિ આવે તો ૩૭ મો અંક આપને વી. પી. થી
મોકલવામાં આવશે જેના આપે બે રૂપિયા ચૌદ આના
ભરવા પડશે.
કોઈપણ કારણસર જે ગ્રાહકોને ગ્રાહક તરીકે
ચાલુ રહેવા ઈચ્છા ન હોય તેમણે તે પ્રમાણે કૃપા કરી
એક પોસ્ટકાર્ડ લખી મોકલવું જેથી અમને વી. પી.
કરવાનો ખોટો ખર્ચ તેમ જ પરિશ્રમ ન થાય.
આશા છે કે તમામ ગ્રાહકો ઉપરની સૂચનાઓનો
બરાબર અમલ કરશે. –રવાણી
વાર્ષિક લવાજમ છુટક અંક
અઢી રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૨૧૦ : આત્મધર્મ આસો : ૨૪૭૨
અનેકાંત સંબંધી વ્યાખ્યાના આધારે
– કેટલાક પ્રશ્નોત્તર
[શ્રી સમયસારજી પાનું ૫૦૨]
૧. પ્ર. –જેના વડે ઓળખાય તે શું? અને જે ઓળખાય તે શું?
ઉ. –જેના વડે ઓળખાય તે જ્ઞાન છે અને જે ઓળખાય તે જ્ઞેય છે. જ્ઞાન પોતાના આત્માને ઓળખી શકે છે.
૨. પ્ર. –આત્મા અનેકાંતમય છે છતાં તેને જ્ઞાનમાત્ર કેમ કહ્યો? જ્ઞાન સિવાયના બીજા અનંત ધર્મો
આત્મામાં છે તેનું શું?
ઉ. –આત્માના અનંત ધર્મોમાં જ્ઞાન મુખ્ય છે તેથી તે જ્ઞાનને પ્રધાન કરીને આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં
આવે છે. જ્ઞાન લક્ષણ પ્રસિદ્ધ હોવાથી તે વડે આત્માને ઓળખાવમાં આવે છે. જ્ઞાનમાત્ર કહેતાં આત્માના અનંત
ધર્મો જ્ઞાન સાથે જ આવી જાય છે.
૩. પ્ર. –જ્ઞાન લક્ષણ વડે આત્માની પ્રસિદ્ધિ કરવાનું શું પ્રયોજન છે?
ઉ. –અજ્ઞાનીને આત્માના સ્વરૂપની ઓળખાણ નથી તેથી આત્માના અનંત ધર્મોમાંથી એક ધર્મને ભેદ
પાડીને ઓળખાવે છે કે–જે જાણે છે તે આત્મા છે. જ્યારે આમ ભેદથી સમજાવવામાં આવે ત્યારે જ અજ્ઞાની
જીવો આત્માને સમજી શકે છે; તેથી જ્ઞાન લક્ષણ વડે આત્માનું લક્ષ (પ્રસિદ્ધિ) કરવામાં આવે છે. જ્ઞાનને
આત્માનું લક્ષણ કહેવાથી કાંઈ જ્ઞાન અને આત્મા જુદા પડી જતા નથી. જ્ઞાન તે જ આત્મા છે તેથી જ્ઞાનનું લક્ષ
કરતાં ખરેખર આત્મા જ લક્ષમાં આવે છે.
૪. પ્ર. –આત્મામાં તો અનંત ધર્મો છે તેમાં બીજા કોઈ ધર્મોને આત્માનું લક્ષણ ન કહેતાં જ્ઞાનને જ કેમ કહ્યું?
ઉ. –બીજા અનંત ધર્મો છે પરંતુ તેઓ જ્ઞાનની જેમ પ્રસિદ્ધ નથી. અનંત ધર્મોમાં એક જ્ઞાન જ એવું છે કે
જે સ્વ–પરને જાણે છે. પર દ્રવ્યો સૌને પ્રગટ દેખાય છે અને તેથી તેને જોનારું જ્ઞાન પ્રસિદ્ધ છે, બીજા ધર્મો
સ્વપરને જાણતા નથી તે અપેક્ષાએ તેઓ અપ્રસિદ્ધ છે માટે જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે. છતાં અનંત ધર્મો છે
તે જ્ઞાનથી જુદા નથી.
પ. પ્ર.–આત્મા અને જ્ઞાન જુદા ન હોવા છતાં તેમની વચ્ચે લક્ષ્ય લક્ષણ ભેદ શા માટે પાડવામાં આવે છે?
ઉ. –આત્મા અને જ્ઞાન ખરેખર જુદાં નથી, પરંતુ અજ્ઞાનીને આત્માનું લક્ષ નથી અને તેમને લક્ષણની જ
પ્રસિદ્ધિ છે એટલે કે માત્ર ‘આત્મા’ કહેવાથી તે સમજી શકતા નથી પણ લક્ષણ દ્વારા જ તેઓ લક્ષ્યને સમજી શકે
છે તેથી અજ્ઞાનીઓને આત્માની ઓળખાણ કરાવવા માટે લક્ષ્ય–લક્ષણના ભેદ વડે સમજાવવામાં આવે છે. ત્યાં
જ્ઞાન પ્રસિદ્ધ છે અને તેના વડે પ્રાસાધ્યમાન આત્મા છે એટલે કે જ્ઞાનદ્વારા આત્માની પ્રસિદ્ધિ થાય છે.
૬. પ્ર. –જ્ઞાન લક્ષણવડે લક્ષ્યની ઓળખાણ કરાવવામાં આવે છે તો શું લક્ષ્ય એવો આત્મા ભિન્ન છે?
ઉ. –જ્ઞાન લક્ષણથી લક્ષ્ય આત્મા ભિન્ન નથી. જ્ઞાન પોતે જ આત્મા છે, જ્ઞાનને અને આત્માને દ્રવ્યપણે
અભેદ છે. પહેલાંં સમજાવતાં ભેદ પાડ્યા હતા પરંતુ તે લક્ષ્ય–લક્ષણના ભેદનું લક્ષ છોડીને જે અભેદ આત્માને
લક્ષમાં લે છે તેને જ આત્માની પ્રસિદ્ધિ (આત્માની ઓળખાણ–સમ્યગ્દર્શન) થાય છે; પરંતુ જો ભેદ ઉપર જ
લક્ષ કરીને અટકી જાય તો આત્માની પ્રસિદ્ધિ થતી નથી. આથી સિદ્ધ થાય છે કે ભેદના લક્ષમાં અટકવાથી
આત્માની પ્રાપ્તિ થતી નથી માટે ભેદરૂપ વ્યવહાર છોડવા યોગ્ય છે.
૭. પ્ર. –જ્ઞપ્તિક્રિયા એટલે શું?
ઉ. –આત્માના જ્ઞાનની નિર્મળ ક્રિયા તે જ્ઞપ્તિક્રિયા છે. આ ક્રિયા મોક્ષનું કારણ છે.
૮. પ્ર. –અજ્ઞાનીઓ જ્ઞપ્તિક્રિયાને બદલે વ્રત–તપાદિની ક્રિયાને મોક્ષમાર્ગ શા માટે માને છે?
ઉ. –અજ્ઞાનીને જ્ઞાનસ્વરૂપ આત્માની ખબર નથી એટલે આત્માની અંતરંગ જ્ઞાનરૂપ જ્ઞપ્તિ ક્રિયાને તે
ઓળખતો નથી તેથી તેની દ્રષ્ટિ શરીરની ક્રિયા ઉપર અને શુભરાગ ઉપર જ હોય છે અને તે વ્રત–તપાદિની શુભ
ક્રિયામાં તેમજ શરીરની ક્રિયામાં મોક્ષમાર્ગ માને છે. અજ્ઞાનીની તે ક્રિયાને કરોતિ ક્રિયા કહેવાય છે, તે સંસારનું
કારણ છે.
જેઓને આત્મસ્વરૂપનું ભાન હોય તેઓને જ જ્ઞપ્તિ ક્રિયા હોય છે; તેઓ કરોતિ ક્રિયાને પોતાનું સ્વરૂપ
માનતા નથી. અજ્ઞાનીને ભેદજ્ઞાનનો અભાવ હોવાથી તેને જ્ઞાન ક્રિયા અઘરી લાગે છે. અને વ્રત–તપાદિના
શુભ–રાગની ક્રિયા સહેલી લાગે છે તેથી તે શુભરાગને મોક્ષમાર્ગ માને છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૧૧ :

વર્ષ ત્રીજું : સળંગ અંક : આસો
અંક બાર : ૩૬ : ૨૪૭૨
– ःक्रियाः –
તેનું સ્થાપન અને ઉત્થાપન
[શ્રી સમયસારજી ગાથા ૨૯૭ ના વ્યાખ્યાન ઉપરથી]
પ્રશ્ન:– અધ્યાત્મને જાણનારા જ્ઞાનીઓ ક્રિયાને ઉથાપે છે એ વાત સાચી છે?
ઉત્તર:– ના; જ્ઞાનીઓ જ ક્રિયાનું સાચું સ્થાપન કરે છે. જ્ઞાનીઓ જ શુદ્ધ જીવને, રાગાદિ
વિકારને અને શરીરાદિ જડને યથાર્થ સ્વરૂપે જાણે છે તેથી તેઓ જ સાચી સમજણ–જ્ઞાન, શ્રદ્ધા
વગેરેને જીવની શુદ્ધ ક્રિયા તરીકે, અજ્ઞાન, પુણ્ય–પાપાદિને જીવની વિકારી ક્રિયા તરીકે અને
શરીરના હલન ચલનાદિને જડની ક્રિયાપણે બરાબર સ્થાપે છે. આ ત્રણ પ્રકારની ક્રિયામાં સાચી
સમજણ–વગેરેની ક્રિયા તે ધર્મ ક્રિયા છે, અજ્ઞાન–પુણ્ય–પાપાદિની વિકારી ક્રિયા તે અધર્મ ક્રિયા
છે, અને શરીરાદિ જડની ક્રિયા તે પરવસ્તુની ક્રિયા છે; પર વસ્તુની ક્રિયા સાથે જીવના ધર્મ–
અધર્મનો સંબંધ નથી. આમ ક્રિયાનું યથાર્થ સ્વરૂપ જાણવું તે જ ક્રિયાનું સ્થાપન છે. જેઓ
ક્રિયાનું જ સ્વરૂપ સમજે નહિ અને જડની ક્રિયાને જીવની માને, જડની ક્રિયા આત્મા કરે અથવા
જડની ક્રિયાથી આત્માને લાભ–નુકશાન થાય એમ માને, અગર અધર્મની ક્રિયાને ધર્મની માને
તેઓ ક્રિયાનું ઉત્થાપન કરે છે. અજ્ઞાનીઓને વસ્તુઓના યથાર્થ સ્વરૂપની ખબર નથી તેથી કઈ
વસ્તુની કેવી ક્રિયા હોય તે તેઓ જાણતા નથી. કોને ક્રિયાનું સ્થાપન કહેવાય અને કોને ક્રિયાનું
ઉત્થાપન કહેવાય તે સમજાવવામાં આવે છે. –
૧. સાચી સમજણરૂપ ક્રિયાથી ધર્મની શરૂઆત થાય છે પણ પુણ્યની ક્રિયાથી ધર્મ થતો
નથી–આમ સમજવું તેમાં ધર્મની ક્રિયાનું ધર્મક્રિયા તરીકે સ્થાપન છે અને અધર્મની ક્રિયાનું
અધર્મક્રિયા તરીકે સ્થાપન છે–તેથી તે યથાર્થ છે.
૨. પુણ્યક્રિયાથી ધર્મ થાય એમ માનવું તેમાં સાચી સમજણરૂપ ધર્મ ક્રિયાનું ઉત્થાપન છે
અને અધર્મક્રિયાનું ધર્મક્રિયા તરીકે સ્થાપન છે–તેથી તે માન્યતા મિથ્યા છે.
૩. જીવને પોતાની ભાવક્રિયાથી લાભનુકશાન થાય અને શરીરની ક્રિયાથી લાભ
નુકશાન ન થાય એમ સમજવું તેમાં જીવની ક્રિયાનું જીવની ક્રિયા પણે સ્થાપન છે અને જડની
ક્રિયાનું જડક્રિયાપણે સ્થાપન છે–તે યથાર્થ છે.
૪. જીવને પોતાની ભાવક્રિયાથી લાભનુકશાન થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ–
નુકશાન થાય–એમ માનવું તેમાં અજીવની ક્રિયાનું જીવપણે સ્થાપન છે તેથી તે મિથ્યા છે.
૫. શરીરની ક્રિયા જીવ કરી શકે એમ માનવું તેમાં જડની ક્રિયાનું ઉત્થાપન છે અને
જીવની ક્રિયાનું જડપણે સ્થાપન છે તેથી તે મિથ્યા છે.
૬. શરીરની ક્રિયા સ્વતંત્ર પણે જ થાય છે, જીવ તેનો કર્તા નથી એમ સમજવું તેમાં
જડની ક્રિયાનું જડ પણે સ્થાપન છે અને જીવની ક્રિયાનું જીવ પણે સ્થાપન છે.
‘ક્રિયા’ એટલે પર્યાયનો ફેરફાર, પર્યાયનું બદલવું; ક્રિયાનું સ્વરૂપ જાણવા માટે વસ્તુનું
સ્વરૂપ જાણવું જોઈએ.
વ્રતધારી સંત મુનિને વ્રતનો જે શુભ વિકલ્પ ઊઠે છે તે આત્માની ધર્મ ક્રિયા નથી પણ
વિકારની ક્રિયા છે. આત્મ દ્રવ્યમાંથી જ મોક્ષ પર્યાય આવે છે તેથી આત્માની ક્રિયાથી જ–
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી જ–મોક્ષ થાય છે, પરંતુ વિકારની ક્રિયા કે શરીરની ક્રિયા મોક્ષનું
કારણ નથી. આત્મામાંથી પણ મુક્તિ થાય અને વ્રતાદિના શુભવિકાર ભાવથી પણ મુક્તિ થાય
એમ માનવું તેમાં વિકારી ક્રિયા અને અવિકારી ધર્મ ક્રિયાને એક પણે માની, તેથી તે એકાંત
માન્યતા છે, –મિથ્યામાન્યતા છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૧૨ : આત્મધર્મ આસો : ૨૪૭૨
કયું જ્ઞાન મોક્ષનું કારણ થાય?
[સમયસારજી – મોક્ષઅધિકારના વ્યાખ્યાનોમાંથી]
શિષ્ય પૂછે છે કે–આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? તેનો ઉત્તર કહે છે:–
પ્રજ્ઞાથી ગ્રહવો–નિશ્ચયે જે ચેતનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ૨૯૭.
અર્થ:– પ્રજ્ઞાવડે આત્માને એમ ગ્રહણ કરવો કે–જે ચેતનારો છે તે જ નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો
છે તે મારાથી પર છે એમ જાણવું.
જે ચેતકસ્વભાવ છે તે જ હું છું, પુણ્ય–પાપના ભાવ તે ચેતકસ્વભાવથી જુદા છે, તે મારી પર્યાયનું સ્વરૂપ
નથી. જે પુણ્ય–પાપની લાગણીઓ થાય તે બધી બંધનું કાર્ય કરે છે પરંતુ સ્વભાવની એકતાનું કાર્ય કરતી નથી,
માટે તે બધી લાગણીઓથી જુદો ચેતકસ્વભાવી તે જ હું છું. આમ સ્વભાવ અને બંધભાવના જુદાપણાનું જ્ઞાન
પહેલેથી જ કરવું જોઈએ. કેમ કે સ્વભાવને અને બંધભાવને જુદા જાણ્યા વગર સ્વભાવનું ગ્રહણ અને
બંધભાવનો ત્યાગ શી રીતે કરી શકે? માટે પ્રથમ પ્રજ્ઞાવડે આત્મસ્વભાવ અને બંધભાવને ભિન્નપણે ઓળખીને
પછી તે જ પ્રજ્ઞાવડે ચેતકસ્વભાવી આત્માનું ગ્રહણ કરવું.
શુદ્ધચૈતન્યસ્વભાવ તરફ ઢળ્‌યા હોવાથી જ્ઞાની જાણે છે કે ખરેખર હું જ્ઞાતા જ છું અને પુણ્ય–પાપની બધી
લાગણીઓ મારાથી અત્યંત ભિન્ન જ છે. આત્માનો અનુભવ કરતી વખતે ‘આ પુણ્ય–પાપ હું નથી’ એવો
વિકલ્પ હોતો નથી, પરંતુ જીવ જ્યારે સ્વભાવના અનુભવ તરફ ઢળે છે ત્યારે પુણ્ય–પાપની લાગણીઓનું લક્ષ
છૂટી જાય છે. એ રીતે ‘પુણ્ય–પાપ મારાથી અત્યંત ભિન્ન જ છે’ એમ જ્ઞાનીઓ અનુભવે છે.
પર પદાર્થોના અને સાત તત્ત્વોના વિચારથી છૂટીને સ્વભાવમાં ઢળતાં પહેલાંં આત્મા સંબંધી જે વિકલ્પો
આવે છે તે પણ રાગ છે, તેના વડે આત્માનું ગ્રહણ થતું નથી.
પંચાસ્તિકાયમાં વ્યવહારરત્નત્રય સંબંધી અધિકારમાં કહ્યું છે કે–શિષ્ય પ્રથમ જ્ઞાનમાર્ગમાં હોય ત્યારે
વિકલ્પ પુર્વક સ્વને સ્વપણે અને પરને પરપણે જ્ઞાનમાં લે છે; ત્યાં જે વિકલ્પ છે તે તો રાગ છે, તે રાગ તો
બંધનું જ લક્ષણ છે; પણ જે જ્ઞાનથી જાણપણું કરે છે તે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, તે જ્ઞાન સમ્યગ્જ્ઞાનનું
કારણ છે. પણ અભેદના લક્ષ વગર જો એકલા ભેદવાળા જ્ઞાનને જ અભેદનું કારણ માનીને અભેદમાં ભેળવવા
માગે તો તે નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ સમજ્યો નથી. અભેદના લક્ષ્ય પૂર્વક જે જ્ઞાન કાર્ય કરે છે તે રાગ મિશ્રિત
જ્ઞાનને વ્યવહાર કહ્યો છે.
પ્રથમ રાગમિશ્રિત જ્ઞાન વડે સ્વભાવને ખ્યાલમાં લઈને જ્ઞાનમાં જીવ આગળ વધે છે, ત્યાં જ્ઞાન સાથેનો
રાગ છૂટતો જાય છે અને જ્ઞાન સ્વમાં વળતું જાય છે. રાગમિશ્રિત જ્ઞાનવડે સ્વભાવને ખ્યાલમાં લીધા પછી જે
જીવ જ્ઞાનને લંબાવે છે પણ રાગને લંબાવતો નથી તેને વિકલ્પ ટળી જઈને જ્ઞાનનો સ્વીકાર ચાલુ રહે છે.
વિકલ્પ ટળી જતાં કાંઈ જ્ઞાન ચાલ્યું જતું નથી. જ્ઞાન તે સ્વભાવ છે અને રાગ તે મારો સ્વભાવ નથી એમ પ્રથમ
અભ્યાસથી જાણે તો જ્ઞાનને લંબાવીને સ્વભાવ તરફ વલણ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરે.
આચાર્યદેવ પ્રથમથી જ વિકલ્પ અને જ્ઞાનનું જુદાપણું સમજાવે છે. સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલાંં ‘હું
ચૈતન્ય–સ્વભાવી છું’ ઈત્યાદિ વિકલ્પ વર્તે છે; ત્યારે જે વિકલ્પ છે તે તો રાગ છે, તે છોડવા જેવો છે, પરંતુ તે
વખતે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન છોડવા જેવું નથી, તે જ્ઞાન તો સ્વમાં ભળે છે. પરંતુ તે જ્ઞાનને સમ્યગ્જ્ઞાનનું
કારણ ક્યારે કહેવાય? જો અભેદ આત્મસ્વભાવનો યથાર્થ નિર્ણય કરીને તે નિર્ણયના જોરે સ્વભાવમાં ઢળીને
રાગનો વિકલ્પ તોડી નાંખે તો તે જ્ઞાનને સમ્યગ્જ્ઞાનનું કારણ કહેવાય છે. વિકલ્પ સહિત જાણે પણ જો અભેદ
સ્વભાવનો નિર્ણય કરીને વિકલ્પથી અધિક ન થાય તો તેવું જ્ઞાન અનંતવાર ચાલ્યું ગયું એટલે કે જે જ્ઞાન અભેદ
સ્વભાવનો નિર્ણય ન કરે અને રાગમાં જ અટકે તે જ્ઞાન નાશવાન છે, અને જે જ્ઞાન રાગથી ખસીને અભેદ
સ્વભાવ તરફ ઢળે છે તે જ્ઞાન, આત્મા સાથે અભેદ થતું હોવાથી અવિનાશી છે.
પંચાસ્તિકાયમાં કહ્યું છે કે, વ્યવહાર જ્ઞાન નિશ્ચય માર્ગમાં લઈ જાય છે. પ્રથમ વિકલ્પ સહિત જે જ્ઞાન
જાણે છે તેને વ્યવહારજ્ઞાન કહેવાય છે અને વિકલ્પથી છૂટીને સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરવા તે નિશ્ચયમાર્ગ છે. જો
સ્વભાવના લક્ષે ‘શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું’ એવો નિર્ણય કરીને

PDF/HTML Page 6 of 21
single page version

background image
આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૧૩ :
સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તો, પહેલાંં જે જ્ઞાને વિકલ્પ સહિત નિર્ણય કર્યો હતો તે જ્ઞાનનો નિર્ણય તો ટકી
રહ્યો છે, માત્ર વિકલ્પનો નાશ થયો છે; જે જ્ઞાનનો નિર્ણય નાશ પામતો નથી તે જ્ઞાનને હેય કેમ કહેવાય? અહીં
કઈ અપેક્ષા ચાલે છે તે સમજવી જોઈએ. એકલા વિકલ્પવાળા જ્ઞાનની અહીં વાત નથી; એવું જ્ઞાન તો અભવી
પણ કરે છે, પરંતુ જે જીવ વિકલ્પ સહિત નિર્ણય કરીને અભેદ તરફ ઢળે છે તે જીવને, પૂર્વે નિર્ણય કરનારું જ્ઞાન
મોક્ષમાર્ગનું સાધન થાય છે, અહીં સ્વભાવ તરફ ઢળ્‌યું તે જ્ઞાન નિશ્ચય અને સ્વભાવ તરફ ઢળતાં પહેલાંં વિકલ્પ
સહિત સ્વભાવનો નિર્ણય કરનારું જ્ઞાન તે વ્યવહાર છે. જો સ્વભાવમાં ઢળીને નિશ્ચય પ્રગટ કરે તો પહેલાંંના
જ્ઞાનને વ્યવહાર કહેવાય છે. સ્વભાવ સન્મુખ થતાં પ્રથમ તો વિકલ્પનું જ્ઞાન હોય છે. પણ જો વિકલ્પ તોડીને તે
જ્ઞાન અંતર સ્વભાવ સન્મુખ થાય અને સમ્યગ્જ્ઞાન રૂપે પરિણમે તો તે જ્ઞાન નિત્ય ટકી રહ્યું કહેવાય. જે જ્ઞાને
વિકલ્પ સહિત નિર્ણય કર્યો તે જ્ઞાન વિકલ્પ તોડીને સ્વમાં ઢળી જ જશે–એવી શૈલીથી અહીં કથન છે. પણ
વિકલ્પ કરતાં કરતાં જ્ઞાન સમ્યક્રૂપે પરિણમી જશે એમ જે માને તેની દ્રષ્ટિ વિકલ્પમાં જ અટકી છે તેથી તેને
સમ્યગ્જ્ઞાન થાય નહિ.
નવ તત્ત્વની શ્રદ્ધા, વિકલ્પસહિત જ્ઞાન અને પંચ મહાવ્રતની વૃત્તિએ રીતે વ્યવહારસમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રનું જ્ઞાન તો પહેલાંં આવે, તે વ્યવહાર છે; તેમાં જેટલો રાગ છે તે હેય છે પણ જે જ્ઞાન છે તે હેય નથી–
એમ ક્યારે કહેવાય? જો તે જ્ઞાન ટકી રહીને અભેદની શ્રદ્ધા કરે તો તે હેય નથી. પણ જો અભેદની શ્રદ્ધા ન કરે
તો તે જ્ઞાનમાં સમ્યગ્જ્ઞાનરૂપ થવાની તાકાત નથી, અને તેથી તે જ્ઞાન આત્માને લાભનું કારણ નથી.
જેમ કેવળી ભગવાનને પૂર્વના બધા વિકલ્પોનું જ્ઞાન વર્તે છે, વિકલ્પો છૂટી જવાં છતાં તેનું જ્ઞાન છૂટી
જતું નથી; તેમ સ્વરૂપ તરફ ઢળવા જતાં પ્રથમ જે વિકલ્પો હોય છે તે વિકલ્પો સમ્યગ્જ્ઞાન થતાં છૂટી જાય છે પણ
જ્ઞાને કરેલા યથાર્થ નિર્ણયનો સ્વીકાર તો ચાલુ રહે છે. કેમ કે જો જ્ઞાનનો નિર્ણય પણ છુટી જાય તો પર્યાયનો જ
નાશ થાય. દ્રવ્ય, ગુણ અને પ્રગટેલી જ્ઞાન પર્યાય તે ત્રણે થઈને વસ્તુ છે.
નિજ શુદ્ધાત્માની શ્રદ્ધા કર્યા વગર કોઈ જીવ અગીઆર અંગ ભણે તોપણ તેનું જ્ઞાન ટકયું ન કહેવાય
પણ તે જ્ઞાન વિનાશિક છે, સ્વભાવની શ્રદ્ધા વગરનું અગીઆર અંગનું જ્ઞાન તે પણ ક્ષણિક બોધ છે, શાસ્ત્રોનું
વિશેષ જાણપણું ન હોવા છતાં જો સ્વભાવની શ્રદ્ધા કરીને જ્ઞાન સ્વમાં વળે તો તે જ્ઞાન ટકયું કહેવાય. જે જ્ઞાનનું
અભેદપણું આત્મા સાથે થાય તે જ્ઞાન અવિનાશી છે. જો કે તે જ્ઞાન–પર્યાય તો એક સમય પૂરતી જ છે પરંતુ તે
જ્ઞાનનું પરિણમન ક્રમેક્રમે વધીને કેવળજ્ઞાનરૂપ થાય છે એ અપેક્ષાએ તે જ્ઞાનને અવિનાશી કહેવાય છે. જે જ્ઞાન
રાગમાં ટકે તે વિનાશી અને સ્વભાવમાં ટકે તે અવિનાશી છે.
ગયા કાળની વિકારી પર્યાયનો ખ્યાલ વર્તમાન જ્ઞાનમાં થાય તે નુકશાનનું કારણ નથી; કેમ કે વિકારનો
વિકાર તરીકે ખ્યાલ કર્યો તે તો જ્ઞાનનું કાર્ય થયું, જ્ઞાનનું કાર્ય નુકશાનનું કારણ નથી.
પ્રજ્ઞાવડે જ આત્માનું ગ્રહણ કરવાનું કહ્યું છે અને બાકી બધા ભાવોને આત્માથી પર જાણવા–એમ કહ્યું
છે. ‘ચેતક તે જ હું’ –આમાં વિકલ્પ પણ છે અને જ્ઞાન પણ છે; આમાં જે જ્ઞાન છે તે ચેતક સ્વભાવ તરફ
ઢળનારું છે. ચેતક સ્વભાવની અભેદપણે શ્રદ્ધા કરતાં તે શ્રદ્ધાના જોરે તે જ્ઞાનનો નિર્ણય પર્યાયમાં ચાલુ રહેશે
અને વિકલ્પ છૂટી જશે. નિશ્ચયસ્વભાવનું લક્ષ કરનારા જીવને નિશ્ચય–વ્યવહાર કઈ રીતે હોય તે આમાં આવી
જાય છે. યથાર્થ સ્વભાવનું સ્વદ્રવ્યાશ્રિત જ્ઞાન તે નિશ્ચય છે અને સ્વભાવનું લક્ષ કરવા જતાં જે વિકલ્પ ઊઠ્યો
તે વ્યવહાર છે.
આત્મા તો જ્ઞાન છે, તે જ્ઞાન જ કર્યા કરે છે. આત્મા ક્યારે જ્ઞાન નથી કરતો? અજ્ઞાન દશામાં શુભાશુભ
ભાવ કરતી વખતે પણ જ્ઞાન તો કરે છે; પણ તે જ્ઞાનદશા ક્યારે ટકે અથવા તો તે જ્ઞાન મોક્ષનું કારણ ક્યારે
થાય? જો રાગનું અવલંબન તોડીને અભેદ સ્વભાવની શ્રદ્ધા કરીને તેના અવલંબને જ્ઞાન કરે તો તે જ્ઞાન સ્વમાં
ભળીને અભેદ થાય અને તે મોક્ષનું કારણ થાય. પણ જે જ્ઞાન પર લક્ષમાં રોકાય અને સ્વમાં ન ઢળે તે જ્ઞાન
મોક્ષનું કારણ થાય નહિ.
આ ગાથામાં પ્રથમ છ કારકના ભેદથી વાત કરી છે અને પછી છ કારકના ભેદનો નકાર કરીને વાત કરી
છે, ‘હું ચેતક છું’ મારા વડે જ ચેતું છું’ ઈત્યાદિ છ કારક ભેદના વિચારથી અથવા તો ‘મારામાં છ કારક ભેદ
નથી–હું એક ચેતક જ છું’ એવા વિચાર તે બંને રાગ છે, હજી જ્ઞાનમાં ભેદ પડે છે; જો અભેદ સ્વભાવમાં
નિર્વિકલ્પપણે ઠરી જાય તો તેવો ભેદનો વિચાર ન હોય પણ અભેદનો અનુભવ જ હોય. અને જો
ચૈતન્યસ્વભાવનો નિર્ણય કર્યો જ ન હોય તો તેને પણ આવા સ્વભાવ તરફ ઢળવાના વિચાર ન આવે; જેણે
ચૈતન્યસ્વભાવને નિર્ણયમાં તો લીધો છે પણ હજી વિકલ્પ તોડીને તેમાં એકાગ્ર થયો નથી એવા જીવને
સાધકદશામાં આવા વિકલ્પોરૂપ વ્યવહાર આવે છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૧૪ : આત્મધર્મ આસો : ૨૪૭૨
પહેલાંં વિકલ્પ સહિત જ્ઞાનથી નિર્ણય કર્યા પછી સ્વભાવમાં ઢળતાં તે વિકલ્પ છૂટી જાય છે. પ્રથમ
સ્વભાવ તરફ ઢળતાં સૂક્ષ્મ રાગ રહ્યો છે, ત્યાં પર સંબંધી વિચારનો સ્થૂળ રાગ તો છૂટયો છે પણ સ્વમાં ભેદના
વિચારનો રાગ વર્તે છે. તે રાગ પોતે સ્વભાવમાં ઢળવાનું કાર્ય કરતો નથી પરંતુ તે રાગ વખતે જે જ્ઞાન છે તે
જ્ઞાન પોતે સ્વભાવમાં ઢળે છે. અભેદ સ્વભાવનો અનુભવ અને શ્રદ્ધા કરતાં તે જ્ઞાન તો ચૈતન્યમાં વ્યાપી જશે
અને વિકલ્પનો રાગ ટળી જશે. આમાં જ્ઞાન લંબાણું છે.
પહેલાંં ભેદનો વિચાર પગથિયારૂપે આવે છે પણ જ્યાં અભેદના જોરે વિકલ્પ તોડયો ત્યાં જ્ઞાન અભેદ–
ચૈતન્યમાં વ્યાપી ગયું. તે જ્ઞાન સાથેનો વિકલ્પ ટળ્‌યો પણ વિકલ્પનું જ્ઞાન ટળી ગયું નથી. કેમ કે જ્ઞાન તો
આત્માનો સ્વભાવ છે. વિકલ્પરૂપ વ્યવહારનું જ્ઞાન કરવું તે દોષનું કારણ નથી, પણ જે વિકલ્પ આવે છે તે
ચારિત્રનો દોષ છે. અને જો તે વિકલ્પને અભેદ સ્વભાવમાં ઢળવાનું સાધન માને તો શ્રદ્ધાનો દોષ છે. જ્ઞાન તો
પોતાનો સ્વભાવ હોવાથી તેનો સ્વીકાર બીજી પર્યાયમાં પણ ચાલુ રહે છે; અને રાગ તે સ્વભાવનું સાધન નથી,
તેથી સ્વભાવમાં ઢળતાં તે છૂટી જાય છે.
‘હું ચૈતન્ય છું’ એવી ભેદની વૃત્તિ ઊઠે તે હું નહિ, એમ પ્રજ્ઞા વડે નક્કી તો કર્યું છે, પછી ચૈતન્ય
સ્વભાવમાં ઢળતાં ભેદની વૃત્તિ ઊઠી છે તેને તોડીને અંદર ઠરવાની આ વાત છે.
આત્માને પરથી ભિન્ન શુદ્ધ સ્વભાવપણે કઈ રીતે જાણવો? તેના ઉત્તરમાં કહ્યું છે કે પ્રજ્ઞા વડે આત્માને
પરથી ભિન્નપણે જાણવો. પ્રજ્ઞાવડે જ આત્મા અને બંધને જુદા કરાય છે. શિષ્ય પૂછે છે કે આત્માને પ્રજ્ઞાવડે
પરથી જુદો તો જાણ્યો પરંતુ આત્માને ગ્રહણ કઈ રીતે કરવો? આત્મામાં લીન કઈ રીતે થવું? તેનું સમાધાન
આ ગાથામાં ચાલે છે. ‘હું આત્મામાં લીન થાઉં’ એવા વિકલ્પ વડે આત્મામાં લીનતા થતી નથી પણ પ્રજ્ઞા વડે
જ (સ્વભાવ તરફ ઢળતા જ્ઞાનથી જ) લીનતા થાય છે. પહેલાંં ભેદના વિકલ્પ આવે તેને સાધન કહેવું તે
વ્યવહાર છે, ખરેખર તે વિકલ્પ છોડીને સ્વભાવમાં ઢળે ત્યારે તેને વ્યવહાર કહેવાય છે એટલે કે વિકલ્પ તો
જાણવા માટે છે. મોક્ષ પર્યાય શાથી થાય? કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું પ્રજ્ઞા વડે જ્ઞાન અને તેમાં જ પ્રજ્ઞાવડે લીનતા
કરવાથી મોક્ષ થાય છે, પરંતુ દેહાદિ જડની ક્રિયાથી કે વ્રતાદિના વિકલ્પથી મોક્ષ થતો નથી.
તીર્થરાજ શ્રી સુવર્ણપુરીમાં ધાર્મિક મહોત્સવ
સુવર્ણપુરી (સોનગઢ) નું નામ કયા મુમુક્ષુએ નહિ સાંભળ્‌યું હોય! તીર્થધામ સુવર્ણપુરીમાં ઉજવાતા
ધાર્મિક મહોત્સવને નજરે નિહાળનારને એમ લાગ્યા વગર રહેતું નથી કે–મહોત્સવના પ્રસંગે સુવર્ણપુરી એ
સાક્ષાત્ ધર્મક્ષેત્ર બની જાય છે, અને ધર્મને માટે અહીં પાંચમો નહિ પણ ચોથો કાળ છે.
સુવર્ણપુરીમાં શું નથી? બધું જ છે. એક તરફ ભવ્ય જિન મંદિર છે–જેમાં મૂળ નાયક તરીકે શ્રી સીમંધર
ભગવાનની ઉપશમરસ નીતરતી પ્રતિમા બિરાજમાન છે. જિન મંદિરની પાછળ અદ્ભુત સમવસરણની રચના
છે, જેમાં કુંદકુંદાચાર્યદેવ શ્રી સીમંધર ભગવાનની દિવ્યવાણી ઝીલી રહ્યા છે એ પવિત્ર દ્રશ્ય નજરે પડે છે. બીજી
તરફ જન્મ–મરણનો ભાવરોગ ટાળવા માટે મહામંગલ મંદિર–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર–છે, જેમાં વીતરાગદેવની
સાક્ષાત્ વાણી સમાન શ્રી સમયસારજી પરમાગમની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વિશેષપણે મુમુક્ષુ
આત્માઓના મહત્સદ્ભાગ્ય એ છે કે, અહીં સાક્ષાત્ ચૈતન્ય મૂર્તિ સદ્ગુરુદેવ શ્રી કહાનપ્રભુ બિરાજી રહ્યાં છે
અને વીતરાગી પ્રભુની છત્રછાયા નીચે વ્યાખ્યાન પીઠિકા ઉપર બિરાજીને સત્ધર્મના એકધારા પ્રવાહી ઉપદેશવડે
વીતરાગશાસનનું રહસ્ય પ્રગટ કરી રહ્યાં છે. તે રીતે ધર્મધૂરંધર તીર્થંકરોના વિરહ વખતે પણ તેઓશ્રી ધર્મકાળ
વર્તાવી રહ્યા છે. આ રીતે ધર્મક્ષેત્ર સુવર્ણપુરીમાં સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો મહામંગળ સુમેળ વર્તી રહ્યો છે. આ
ઉપરાંત પૂ. સદ્ગુરુદેવશ્રીના મંગલ પ્રવચનના રહસ્યને સમજીને મોક્ષલક્ષ્મી સાથે લગ્ન કરવા માટેના ભવ્ય
મંડપરૂપ ‘ભગવાનશ્રી કુંદકુંદ પ્રવચનમંડપ’ તૈયાર થઈ રહ્યો છે; તેમજ ‘શ્રી ખુશાલ જૈન અતિથિ ગૃહ’ મહાન
સાધર્મી વાત્સલ્યનું દર્શન કરાવી રહેલ છે; અને મુમુક્ષુઓનાં મંડળ વસી રહ્યાં છે તે ધર્મના ઉદ્યોતની જાહેરાત
કરી રહ્યાં છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૧૫ :
શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૫ સુધીના
દિવસોમાં ધાર્મિક મહોત્સવ ઉજવાયો હતો. આ
દિવસો દરમિયાન થયેલા કાર્યક્રમની ટૂંક માહિતિ
અત્રે જણાવવામાં આવે છે–
ઉત્સવના આઠે દિવસો દરમિયાન સામાન્યપણે
નીચે મુજબ કાર્યક્રમ હતો–
સવારે પ
।।। –૬ શ્રી સદ્ગુરુ સ્તુતિ તથા ચર્ચા.
।। –૭।। શ્રી જિનમંદિરમાં પૂજન સ્તવનાદિ.
૮–૯ પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન
(શ્રી સમયસારજી ગાથા ૧૩)
૯–૧૦ તત્ત્વચર્ચા
।। –૨।। પહેલાં ત્રણ દિવસ ઉપાદાન
નિમિત્તના દોહાનું વાંચન, પછીના
દિવસોમાં શ્રી સમયસાર તથા
પ્રવચનસાર હરિગિતની સ્વાધ્યાય.
૩–૪ પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન (શ્રી
પદ્મનંદી સૂત્રમાં શ્રી
ઋષભજિનસ્તોત્ર)
૪–૫ શ્રી જિનેન્દ્રદેવની ભક્તિ.
૫–૫।।। તત્ત્વચર્ચા
।। –૭ આરતિ (શ્રી જિનેન્દ્રદેવ
આચાર્યદેવ તથા સત્શ્રુતની)
૭–૮ પ્રતિક્રમણ–– (અર્થસહિત)
૮–૯ રાત્રિચર્ચા
[આ દિવસોનાં વ્યાખ્યાન તથા ચર્ચાઓનો ટૂંક સાર
ક્રમેક્રમે ‘આત્મધર્મ’ માં પ્રગટ થશે.]
આ સિવાય નીચેના ખાસ પ્રસંગો ઉજવાયા
હતા– ‘ભગવાન શ્રી કુંદકુંદપ્રવચનમંડપ’ માં પ્રવેશ
ભાદરવા સુદ ૧ ના રોજ બપોરે એક વાગે પૂ.
સદ્ગુરુદેવશ્રીએ સમસ્ત સંઘ સહિત ધામધૂમથી
‘શ્રીમંડપ’ માં પ્રવેશ કર્યો હતો. ‘શ્રીમંડપ’ માં પ્રવેશ
કરતા પૂ. ગુરુદેવશ્રીને મુમુક્ષોએ સાચા મોતી, ચાંદીનું
શ્રીફળ, અક્ષત અને કુંમકુંમથી ઉલ્લાસપૂર્વક વધાવ્યા
હતા. પ્રવેશ બાદ શ્રીમંડપમાં માનદ્ મંત્રીશ્રીએ પૂ.
ગુરુદેવશ્રીના અપાર ઉપકારને દર્શાવતું ભક્તિભીનું
ભાષણ કર્યું હતું.
વીંછીયામાં શ્રી જિનમંદિર નિર્માણ
ત્યારબાદ શેઠ નેમીદાસ ખુશાલચંદભાઈએ, પૂ.
ગુરુદેવશ્રીને આહારદાન કરવાનો તથા સકલસંઘના
વાત્સલ્ય ભોજનનો પોતાને લાભ મળ્‌યો તેના
ઉલ્લાસથી, વીંછીયામાં શ્રી જિનમંદિર નિર્માણ કરાવવા
માટેનું સમસ્ત ખર્ચ (રૂા. ૧૦૦૦૦ જેવડી ઉમદા રકમ)
પોતાના તરફથી આપવાનું જાહેર કર્યું હતું અને તે
ઉપરાંત બહાર ગામના મુમુક્ષુઓને ઉતારાની સગવડ
માટેની વ્યવસ્થા કરવા માટે રૂા. ૫૦૦૨ ૨૫૦૧ પોતા
તરફથી તથા ૨૫૦૧ પોતાના ધર્મપત્ની તરફથી) શ્રી
સ્વાધ્યાયમંદિરટ્રસ્ટને ભક્તિપૂર્વક અર્પણ કર્યા હતા.
વીંછીયામાં શ્રી જિનમંદિર ઉપરાંત ‘શ્રી
જૈનસ્વાધ્યાય મંદિર’ બંધાવવાનું પણ નક્કી થયેલ છે
તે માટે યોગ્ય ફંડ થયેલ છે.
‘શ્રીમંડપ’ માં મંગલ મુહૂર્ત
સવા વાગ્યે શ્રીમંડપમાં શ્રીસમયસારજીની
સ્વાધ્યાય થઈ હતી. સ્વાધ્યાયની મંગલ શરૂઆત પૂ.
ગુરુદેવશ્રીએ નીચે મુજબ કરી હતી.
ધુ્રવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી કથિત આ સમય પ્રાભૃત અહો!
‘શ્રી મંડપે’ પ્રભુજી પધાર્યા
વ્યાખ્યાન પૂરું થયા પછી તુરત ગાજતે–વાજતે
શ્રી મહાવીર પ્રભુજીને ‘શ્રીમંડપમાં’ પધરાવવામાં
આવ્યા હતા, અને ત્યાં જ ભક્તિ થઈ હતી.
શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા
ભાદરવા સુદ ૩ ના રોજ સવારે વ્યાખ્યાન
પછી તુરત જ શ્રીપ્રભુજીની રથયાત્રા નીકળી હતી.
ચાંદીની પાલખીમાં પ્રભુજીને પધરાવ્યા હતા અને
પ્રભુજી સાથે ચાંદીના અષ્ટમંગલ દ્રવ્યો, મેરુ પર્વત,
તથા બેન્ડ વાજાં ઈત્યાદિ અને પૂ. ગુરુદેવ સહિત સકલ
સંઘ–એવી રીતે રથયાત્રા ઘણી પ્રભાવક હતી. નગર
બહાર વનમાં જઈને ત્યાં પ્રભુશ્રીનું પૂજનવિધાન
કરીને રથયાત્રા પાછી ફરી હતી.
સ્વાધ્યાય
આ દિવસે રાત્રે ચર્ચા વખતે શ્રી આત્મસિદ્ધિની
સ્વાધ્યાય કરવામાં આવી હતી.
ઉપાદાન–નિમિત્તનો સંવાદ
ભાદરવા સુદ–૪ ના રોજ વ્યાખ્યાન પછી તુરત
(૯ થી ૯।।] લાઠી–જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓએ
ઉપાદાન–નિમિત્તનો સંવાદ ભજવ્યો હતો. આ સંવાદ
ભૈયા ભગવતીદાસજીકૃત ઉપાદાન–નિમિત્તના દોહરા ને
આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. સંવાદ સુંદર રીતે
ભજવાયો હતો. સંવાદ ભજવનારા વિદ્યાર્થીઓને
મુમુક્ષુઓ તરફથી લગભગ ૨૦૦–રૂા. નાં ઈનામો
અપાયાં હતાં.
શ્રુતજ્ઞાનપૂજન
ભાદરવા સુદ ૫ ના રોજ સવારે વ્યાખ્યાન
પછી (૯થી૧૦) સમયસારાદિ સત્શાસ્ત્રોની જ્ઞાન–
પૂજા કરવામાં

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૧૬ : આત્મધર્મ આસો : ૨૪૭૨
આવી હતી. જ્ઞાન–પૂજા વખતે જ્યારે ભાઈઓ
जयसमयसार’ અને ‘जय गुरुदेव’ ની ભક્તિની
ધૂનનો રાસ લેતા હતા તે વખતનું દ્રશ્ય જોનારને,
મુમુક્ષુઓની સત્શાસ્ત્ર અને સદ્ગુરુદેવ પ્રત્યેની અપાર
ભક્તિનો ખ્યાલ આવ્યા વગર રહેતો નહિ.
આલોચના
બપોરે ૨।। થી ૩।। ના વ્યાખ્યાનમાં શ્રી
પદ્મનંદી આચાર્ય કૃત આલોચના અધિકાર–જેનું
ગુજરાતી ભાષાંતર થઈ ગયું છે તે વાંચી સમજાવવામાં
આવ્યો હતો.
આજીવન બ્રહ્મચર્ય
આલોચના પછી તુરત જ, અહીંના શ્રી
સનાતન જૈન બ્રહ્મચર્ય આશ્રમમાં અભ્યાસ કરતા
વિદ્યાર્થી ભાઈ શ્રી ચંદુલાલભાઈએ પૂ. ગુરુદેવશ્રી પાસે
આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું હતું. તેઓશ્રી
‘કુમાર–બ્રહ્મચારી’ છે. આ બ્રહ્મચર્ય સંબંધી વિશેષ
સમાચાર આ અંકમાં અન્યત્ર આપ્યા છે.
પ્રતિક્રમણ
।। થી ૮ પ્રતિક્રમણ કરવામાં આવ્યું હતું.
પ્રતિક્રમણ ઘણા ઉત્સાહથી અને શાંતિથી થયું હતું.
પ્રતિક્રમણ વખતે દરેકના હાથમાં ‘પ્રતિક્રમણ’ નું પુસ્તક
હોય છે અને તેની ભાષા ગુજરાતી હોવાથી
પ્રતિક્રમણમાં બોલવામાં આવતા પાઠોનો ભાવ
મુમુક્ષુઓ સહેલાઈથી સમજી શકે છે.
શાસ્ત્રજીની રથયાત્રા
ભાદરવા સુદ ૬ ના રોજ સવારમાં ૮ થી ૯ શ્રી
સમયસારાદિ સત્શાસ્ત્રોની રથયાત્રા કાઢવામાં આવી
હતી. રથયાત્રા ફરીને આવ્યા પછી સકલસંઘે
શ્રીસદ્ગુરુદેવની સ્તુતિ કરી હતી.
પવિત્ર પર્યુષણપર્વનો ઉત્તમ દિવસ
ભાદરવા સુદ ૧૪ એટલે કે અનંત ચતુર્દશી–
પર્યુષણપર્વનો અર્થાત્ દશલાક્ષણિક ધર્મનો અંતિમ
દિવસ છે, તે દિવસ ‘ઉત્તમ બ્રહ્મચર્ય દિન’ કહેવાય છે.
આ મંગળિક દિવસ ઘણી ધામધૂમપૂર્વક ઉજવવામાં
આવ્યો હતો.
પ્રભાતમાં–શ્રી સત્ધર્મનો જયનાદ ગર્જાવતી
નોબત જિનમંદિરમાં વાગી હતી. ૬ થી ૬શ્રી દેવ–
ગુરુ શાસ્ત્ર વંદન તથા સ્તુતિ. ૬થી ૭।। શ્રી
જિનમંદિરમાં સમૂહ પૂજન અને ભક્તિ. ૮ થી ૯
વ્યાખ્યાન; ત્યાર બાદ પૂ. ગુરુદેવશ્રી પાસે ભાઈશ્રી
જમાદાસ રવાણીએ આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું
હતું. ત્યારબાદ ૯।। સુધી દેવ ગુરુ ધર્મના જયનાદની
ધૂન લેવામાં આવી હતી.
।। થી ૧૦ શ્રી સમયસારજી શાસ્ત્રની
રથયાત્રા ગાજતે વાજતે નીકળી હતી. આ વખતે
રથયાત્રાને વધાવવા માટે આકાશમાંથી મેઘરાજા પણ
પધાર્યાં હતા.... ૩ થી ૪ વ્યાખ્યાન; ૪ થી ૫
જિનમંદિરમાં ભક્તિ. ભક્તિ વખતે અનંત ચતુર્દશીના
મંગળ દિવસ સંબંધી ભક્તિ અને દેવ ગુરુ શાસ્ત્ર
ધર્મની ‘જય બોલો’ ની ધૂન ઘણા ઉત્સાહથી થઈ
હતી. સાંજે ૬।। થી ૭ આરતી થઈ ૭ થી ૮ પ્રતિક્રમણ
અને ૮ થી ૯ ચર્ચા હતી. આ રીતે પર્યુષણપર્વનો
અંતિમ દિવસ શાનદાર રીતે ઉજવાયો હતો.
આ વખતના આઠે દિવસના વ્યાખ્યાનોમાં
કુદેવ–કુગુરુ અને કુશાસ્ત્રની માન્યતારૂપ ગૃહીત મહા
મિથ્યાત્વ છોડાવવા માટે જે જોરદાર એકધારી રમઝટ
બોલી હતી તે વાણી સાંભળનારના હૃદયમાં હજી
ગૂંજતી હશે. અને શ્રી ઋષભદેવ પ્રભુની ભક્તિનું
જ્યારે વર્ણન ચાલતું ત્યારે, જાણે કે અમે પોતે જ
અત્યારે પ્રભુ સન્મુખ આ ભક્તિ કરી રહ્યા છીએ–એમ
શ્રોતાઓ લીન થઈ જતા હતા.
આ રીતે સુવર્ણપુરીના ધર્મક્ષેત્રમાં ધર્મ–
મહોત્સવો ઘણા જ ઉલ્લાસપૂર્વક ઉજવાય છે. ધર્મના
અપૂર્વ માહાત્મ્યનું ભાન કરાવનાર તો પૂ. ગુરુદેવશ્રી
જ છે, તેઓશ્રીની પરમ કરુણાવડે મુમુક્ષુઓને જે
પવિત્ર ધર્મ લાભ મળ્‌યો છે તે પ્રગટ છે.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી સુવર્ણપુરીમાં હમેશાંં
ધર્મનો ઉપદેશ આપીને શાસન પર અપાર ઉપકાર કરી
રહ્યા છે. તેમની વાણી સાંભળનાર જિજ્ઞાસુઓનાં
જીવન પલટાઈ જાય છે. તેઓશ્રીની વાણી ભવ્યાત્માને
મોક્ષ પામવા માટે ઉત્સાહ જાગૃત કરે છે. તેમના
ઉપદેશનો મૂળ પાયો એ છે કે ‘તમે આત્માની સાચી
સમજણ કરો. ’
અહો! મુમુક્ષુઓનાં મહા ભાગ્યે આ
પંચમકાળમાં અજોડ ગુરુદેવશ્રી મળી ગયાં છે.
ભરતક્ષેત્રમાં ધર્મકાળ વર્તાવીને અમારા જેવા પામર
જીવોનો ઉદ્ધાર કરનાર હે સદ્ગુરુદેવ આપ ત્રિકાળ
જયવંત વર્તો......... આપના ચરણારવિંદમાં અમારા
નમસ્કાર હો.........

PDF/HTML Page 10 of 21
single page version

background image
આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૧૭ :
।। “।।
श्री सद्गुरुदेवाय नमः
દેહને અર્થે અનંત જીવન વ્યતીત થયાં. હવે.
આત્માર્થને ખાતર આ જીવન અર્પણ છે.
ઉપર્યુક્ત ભાવના પૂર્વક નાગનેશના ઝોબાલીઆ ખીમચંદ છોટાલાલના સુપુત્ર [છોટાલાલ
નારણદાસભાઈના પૌત્ર] ભાઈશ્રી ચંદુલાલ ભાઈએ પૂ. સદ્ગુરુદેવશ્રી પાસે ભાદરવા સુદ ૫ ના દિવસે
આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. તેમની ઉમર માત્ર ૨૨ વર્ષની છે, તેઓ કુમાર–બ્રહ્મચારી છે. ‘શ્રી સનાતન
જૈન બ્રહ્મચર્યાશ્રમ’ માં રહીને તેઓ છેલ્લાં ચારેક વર્ષ થયાં તત્ત્વનો સતત્ અભ્યાસ પૂ. ગુરુદેવના ચરણે કરી
રહ્યાં છે. પૂ. ગુરુદેવશ્રીની તેમના પર કૃપાદ્રષ્ટિ છે.
તેમના કુટુંબે તેમને બ્રહ્મચર્ય–જીવન ગાળવાની રજા આપીને તેમના શુભકાર્યને અનુમોદન આપ્યું છે.
જ્યારે પૂ. ગુરુદેવશ્રી સન્મુખ તેઓ ઉભા થયા અને પૂ. ગુરુદેવશ્રીએ કહ્યું કે ‘આ ચંદુભાઈ આજે
જીવનભર બ્રહ્મચર્ય અંગીકાર કરે છે’ –ત્યારે સભાએ તાળીઓના ગડગડાટ વડે તેમને ધન્યવાદ આપ્યા હતાં. પૂ.
ગુરુદેવશ્રીએ તેમના સંબંધમાં કહ્યું હતું કે–
“આ ચંદુભાઈ બાલબ્રહ્મચારી તરીકે આજે જાવજ્જીવ બ્રહ્મચર્ય લેવા માગે છે, તેનું મગજ સારું છે,
બ્રહ્મચર્યની પ્રીતિ ઘણી છે, તત્ત્વનું શ્રવણ–મનન અને અભ્યાસ કરે છે, ચાર વર્ષથી બ્રહ્મચર્યાશ્રમમાં રહી
અભ્યાસ કરે છે અને આજે જીવનભર બ્રહ્મચર્યનો નિયમ લે છે. કૂળ–કુટુંબની સગવડતા છે, ખાનદાન–
સાધનસંપન્ન માણસ છે છતાં બ્રહ્મચર્યજીવન ગાળવા માગે છે તે મહામંગળિક પ્રસંગ છે. આવા બ્રહ્મચર્યનો આ
પહેલો પ્રસંગ છે અને ‘શ્રી કુંદકુંદપ્રવચનમંડપ’ માં બ્રહ્મચર્યનો પહેલો પ્રસંગ છે. ઘણો સારો પ્રસંગ છે–મહા કામ
કર્યું છે. મુખ ઉપર વૈરાગ્યની છાયા છવાઈ ગઈ છે. આવી નાની ઉમરે આ કાર્ય કરીને ઉદાહરણ બતાવ્યું છે તેનું
બધાએ અનુકરણ કરવા જેવું છે.
સમુદ્રનાં પાણીથી પણ જેની તૃષા ન છીપી તેની તૃષા એક ટીપું પાણીથી તૂટવાની નથી; તેમ આ જીવે
સ્વર્ગાદિ ભોગ અનંતવાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહિ, તો સડેલા ઢીંગલા સમાન આ માનવ દેહના ભોગથી
તેને કદાપિ તુપ્તિ થવાની નથી. માટે ભોગ ખાતર જિંદગી ગાળવા કરતાં મનુષ્યજીવનમાં બ્રહ્મચર્ય પાળવું અને
તત્ત્વનો અભ્યાસ કરવો તે જ માનવજીવનનું ઉત્કૃષ્ટ કર્તવ્ય છે.
ઘણા ભૂખ્યા ગીધ પક્ષીને રોટલાનો કટકો મળ્‌યો, પણ માંસના કટકાની લાલચે તે પણ ખોયો. તેમ આ
સંસારમાં અનંત જન્મ–મરણના પ્રવાહમાં તણાતાં જીવને અલ્પ માનવજીવનનો કટકો મળ્‌યો, તે જીવનને
વિષયભોગની લાલસામાં વેડફી નાખવા કરતાં વૈરાગ્ય લાવી બ્રહ્મચર્ય પાળવું અને તત્ત્વનો અભ્યાસ કરવો તે
જીવનનું મહા કર્તવ્ય છે.” આટલું કહ્યા પછી પૂ. ગુરુદેવશ્રીએ મંગળિક વગેરે સંભળાવીને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા
આપી હતી.
તેમણે બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લીધી તે બદલ શ્રી જૈન અતિથિ સેવા સમિતિ તરફથી ધન્યવાદ સાથે રૂા. ૧૦૧–
પાઘડીના (ખાસ પ્રસંગ તરીકે) આપવામાં આવ્યા હતા અને તેમના કુટુંબીઓએ આ પ્રસંગની ખુશાલીમાં રૂ।।
૧૬૦૦–ઉપરાંત શુભખાતામાં વાપર્યા હતા. આ રીતે ભાઈશ્રી ચંદુલાલ ભાઈએ બ્રહ્મચર્ય અંગીકાર કર્યું તે ઘણી
પ્રભાવનાનું કારણ થયું છે અને તેમણે પોતાના જીવનને સફળ કર્યું છે–તે બદલ તેમને અભિનંદન ઘટે છે.
આજીવન બ્રહ્મચર્ય
ભાદરવા સુદ–૧૪ (અનંત ચતુર્દશી) તા. ૧૦–૯–૪૬ ના રોજ આ પત્રના પ્રકાશક મોટા આંકડિયાના
રહીશ ભાઈ શ્રી જમનાદાસ માણેકચંદ રવાણીએ [ઉ. વ. ૩૩] પૂ. સદ્ગુરુદેવ સમીપે આજીવન બ્રહ્મચર્ય
અંગીકાર કર્યું છે, તેઓ ઉત્સાહી કાર્યકર છે. તેમનું આ કાર્ય અભિનંદનને પાત્ર છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૨૧૮ : આત્મધર્મ આસો : ૨૪૭૨
શ્રાવાણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૫ સુધીના ધાર્મિક દિવસો દરમિયાન
, શ્રજી શ્રદ્મ િિ સ્ત્ર
ઋષભજિનસ્તોત્ર ઉપરના વ્યાખ્યાનો અને ર્ચાઓનો ટૂંક સાર
મંગલાચરણ
અચ્છિન્ન શાસનધારા
શ્રી શાંતિનાથ ભગવાનથી ઠેઠ આજ સુધી વીતરાગશાસન અત્રૂટપણે ચાલી રહ્યું છે; ઋષભદેવ
ભગવાનની પછી, શ્રી શાંતિનાથ ભગવાન થયા ત્યાર પહેલાંં વચ્ચે સાત વખત વિચ્છેદ પડી ગયા હતા. પણ
શાંતિનાથ ભગવાન થયા ત્યારથી અત્યાર સુધી વિચ્છેદ વગર અચ્છિન્નપણે શાસન ચાલી રહ્યું છે. આ રીતે,
ગણધરો, ઈન્દ્રો અને ચક્રવર્તીઓ પણ જેનું સેવન કરે છે એવું શાસન જયવંત વર્તે છે.
૧. –દેવ–ગુરુ–શાસ્ત્ર–
જેણે આત્માનું હિત કરવું છે તે જીવોએ પ્રથમ શું કરવું? પ્રથમ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ઓળખાણ પૂર્વક
માન્યતા જોઈએ. અરિહંતદેવ, નિર્ગ્રંથ ગુરુ અને આત્માની પૂર્ણતા બતાવનારા અનેકાંત સ્વરૂપ શાસ્ત્રોની જ
માન્યતા હોય, તે હિતમાં નિમિત્ત થઈ શકે પરંતુ કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર તો કોઈ પ્રકારે હિતમાં નિમિત્ત થાય નહિ.
જેને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધામાં જ ભૂલ છે તેને આત્મહિત થાય જ નહિ, –પછી ભલે તે પોતાની માન્યતા
અનુસાર ત્યાગ–વ્રત વગેરે કરે. માટે આત્મહિતના જિજ્ઞાસુઓએ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને ખોટા દેવ–
ગુરુ–શાસ્ત્રની માન્યતા સર્વ પ્રથમ છોડવી જોઈએ.
૨. –ભક્તિ–
આત્માનો સ્વભાવ સમજીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરવાં તે નિશ્ચય ભક્તિ છે, અને આત્માના
ભાન પછી જ્યાં સંપૂર્ણ વીતરાગના ન થાય ત્યાં પૂર્ણ વીતરાગી પરમાત્માની ઓળખાણ પૂર્વક તેમની ભક્તિ
અને અર્પણતાનો શુભરાગ હોય છે તે વ્યવહાર ભક્તિ છે. જેને અરિહંતદેવની ઓળખાણ અને તેમના પ્રત્યે
ભક્તિ–અર્પણતા નથી તેને પોતાના શુદ્ધાત્માની ભક્તિ ઊગે નહિ. આ જગતમાં પૂર્ણ પરમાત્મ સ્વરૂપ
બતાવનાર દેવ શ્રી અરિહંત પરમાત્મા જ છે. પૂર્ણ પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક જીવોને પ્રથમ અરિહંત
દેવની ભક્તિ ઉછળ્‌યા વગર રહેતી નથી.
જેમ પતિવ્રતા સ્ત્રીને બીજો પતિ ન હોય તેમ સાચા જિજ્ઞાસુ જીવોને અરિહંત દેવ સિવાય બીજા દેવ ન
હોય. જે અરિહંતદેવ સિવાય કુદેવાદિને કોઈ પણ પ્રકારે માને છે તે વીતરાગનો ભક્ત નથી, જિજ્ઞાસુ નથી.
પતિના ગુણો જાણ્યા વગર પતિ તરફ પ્રેમ ઉલ્લસે નહિ તેમ સર્વજ્ઞ વીતરાગદેવને ગુણો વડે બરાબર ઓળખ્યા
વગર તેમના પ્રત્યે સાચી ભક્તિ ઉછળે નહિ.
તીર્થંકર પ્રભુના જન્મ કલ્યાણકને સ્વર્ગના દેવો પણ ઊજવે છે. તેમનો જન્મ થતાં એકાવતારી ઈન્દ્રો પણ
ભક્તિથી નાચી ઊઠે છે કે ધન્ય અવતાર! ધન્ય પ્રભુ! આ દેહે તારી મુક્તિ થવાની છે. તું અસંખ્ય જીવોનો ઉદ્ધાર
કરનાર છો. અસંખ્ય દેવોનો સ્વામી અને અપાર વૈભવનો ધણી ઈન્દ્ર છે તે ભગવાનના ચરણમાં નમી પડે છે, હે
નાથ! આપ જ તરણ તારણ છો, આ જગતના કલ્યાણકારી પ્રભુ તરીકે આપ જન્મ્યા છો. આમ વીતરાગના
ભક્તો વીતરાગને અર્પાઈ જાય છે. જે વીતરાગ ભગવાનને નમે તે વીતરાગતાનો આદર કરે પણ રાગનો આદર
ન કરે, અને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને તો સ્વપ્ને પણ સાચાં ન માને. માથું જાય પણ સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર સિવાય
બીજાને માને નહિ અને રાગમાં ધર્મ માને નહિ. આ તો હજી વ્યવહાર ભક્તિ છે એટલે કે ધર્મ પામવા માટેની
પાત્રતા છે.
ભગવાનના ભક્તો જ્યાં ત્યાં ભક્તિને જ મલાવે છે. ચંદ્રમાં હરણ જેવો આકાર દેખાય છે તે શું છે?
આચાર્ય દેવ ભક્તિ કરતાં અલંકારથી કહે છે કે હે નાથ! હરણિયાને સંગીતનો બહુ શોખ હોય છે. સુધર્મ સ્વર્ગના
દેવો મધુર સ્વરથી આપની વીતરાગતાનાં ગાણાં ગાય છે, તે દેવોનું સંગીત સાંભળવા માટે આ લોકનું હરણિયું
અહીંથી ચંદ્રલોકમાં ગયું છે અને ત્યાં બેઠું બેઠું તારા

PDF/HTML Page 12 of 21
single page version

background image
આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૧૯ :
ગાણાં સાંભળે છે. કોઈ કહે–અરે, ચંદ્રલોકમાં હરણિયાને ઘાસ ક્યાંથી મળશે? ત્યાં ઘાસ તો હોતું નથી. તો કહે છે
કે અરે ભાઈ! ભગવાનના ગાણાં સાંભળવામાં એવા મશ્ગુલ છીએ કે ભૂખને ભૂલી જઈએ. ભગવાનના ગાણાં
સાંભળતાં અમારો આત્મા આનંદથી ડોલી ઊઠે! –આમ, જેને આત્માની રુચિ છે તે વીતરાગનાં ગાણાં ગાય છે.
એકવાર પણ અંતરના ઉલ્લાસથી ઊછળીને જો વીતરાગ પ્રભુની સાચી ભક્તિ જીવ કરે તો જન્મ–મરણનો અંત
આવે જ. અહીં એકલા શુભરાગની વાત નથી, પરંતુ વીતરાગની ભક્તિમાં વીતરાગભાવની ઓળખાણ અને
વીતરાગભાવનો અંતરથી આદર તે જ મુક્તિનું કારણ છે.
પ્રશ્ન:– શુભરાગ તે પુણ્ય છે, અને પુણ્યથી ધર્મ તો થતો નથી, પછી ભક્તિનો ઉપદેશ શા માટે કર્યો?
ઉત્તર:– પ્રથમ ભૂમિકાવાળા જિજ્ઞાસુને રાગથી ધર્મ નથી એ વાત ખરી, પરંતુ સાધક ધર્માત્માને રાગ વર્તે
છે, તે રાગનો નકાર વર્તે છે વીતરાગ ભાવની ભાવના વર્તે છે ત્યાં સાધકધર્માત્માને અને પ્રથમ ભૂમિકાવાળા
જિજ્ઞાસુને શુભરાગને લીધે વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિ ઉછળ્‌યા વગર રહે જ નહિ. જો સાચા દેવ–
ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિ ન જાગે અને સંસાર પ્રત્યેનો ઉલ્લાસ આવે તો તે જીવને આત્માની રુચિ નથી. છતાં
એકલા સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના રાગમાં જ અટકે પણ તત્ત્વનો નિર્ણય ન કરે તો તેને ધર્મનો લાભ થાય નહિ.
૩. –તત્ત્વનિર્ણય અને ભક્તિ–
કોઈ એમ કહે છે કે, અમારી બુદ્ધિ તત્ત્વ નિર્ણયમાં કામ કરતી નથી, અમે તો ભક્તિ વગેરે કરીએ! તો
તેનું સમાધાન: હે ભાઈ! તત્ત્વનિર્ણય થયા વગર વીતરાગ પ્રત્યે સાચી ભક્તિ નહિ આવે. અરે ભાઈ! જો
તત્ત્વનિર્ણય કરવામાં તારી બુદ્ધિ જરાય કાર્ય ન કરે તો તેં મનુષ્યભવ પામીને શું કર્યું? મનુષ્યપણામાં જે
તત્ત્વનિર્ણય કરવા માગે તે જરૂર કરી શકે છે. સર્વજ્ઞ વીતરાગ સિવાય બીજાને પણ સાચા માને અને બધાને હા
જી હા કરે તો તે ભ્રષ્ટ છે.
૪. –સતીને બીજો પતિ ન હોય–
સતી જસમા ઓડણ હતી, તેને પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે કહ્યું કે તું મને સ્વીકાર, હું તને
રાણી બનાવું. પરંતુ જસમા મરી ગઈ તો પણ તેણે સ્વીકાર્યો નહિ; મરી જાય પણ સતીને બીજો પતિ હોય
નહિ. તેમ વીતરાગના સાચા ભક્તો કહે છે કે અમે વીતરાગ સર્વજ્ઞની જાતના આત્મા છીએ, અમારો પતિ
સર્વજ્ઞ વીતરાગી જ હોય. મરી જઈએ તો પણ રાગી દેવને અમે ન માનીએ. જેમ સતીને બે પતિ હોય નહિ
તેમ અમારે સર્વજ્ઞ સિવાય બીજો દેવ નહિ. જે સર્વજ્ઞ વીતરાગને દેવ તરીકે માને તે કદાપિ હિંસાદિભાવમાં
ધર્મ મનાવે નહિ, અને પોતાની સગવડ ખાતર પર જીવની હિંસા કરવી એવો આદેશ કદાપિ આપે નહિ અને
માને પણ નહિ. મનુષ્યોને ખાતર વાંદરા વગેરેની હિંસા કરવી અને તેને ધર્મ માનવો તે કાળો કેર છે–મહા
પાપ છે, એ તો સંકલ્પી સ્થૂળ મહાહિંસા છે. પંચેન્દ્રિય પ્રાણીનો વધ તે મહાહિંસા છે, છતાં તેમાં ધર્મ મનાવે
અને તે હિંસા કરવાનું અનુમોદન આપે–તે તો વીતરાગદેવનો તીવ્ર વિરોધી અને મહા હિંસક છે, તેની
વાતની હા પાડનારા વીતરાગને માનતા નથી.
૫. –દેડકાની પ્રભુ ભક્તિ–
અરે, દેડકાને પણ પ્રભુ પ્રત્યે ભક્તિ આવતાં તે મોઢામાં ફૂલ લઈને પૂજા કરવા જતું હતું, ત્યાં શ્રેણીક
રાજાના હાથીના પગ નીચે કચરાઈને મરી ગયું અને ભક્તિ ભાવને લીધે દેવ થયું. દેવ થતાં તુરત સમવસરણમાં
આવીને શ્રેણીક રાજા પહેલાંં પ્રભુની ભક્તિ–પૂજા કરી. ભક્તોને ભક્તિના વિરહ ન પાલવે. દેડકો મરીને દેવ થયો
અને દેવપણે ભક્તિ પૂરી કરી. સાચા ભક્તોની ભક્તિમાં ભંગ ન હોય.
૬. –ભક્તની ભાવના–
ભગવાનની ભક્તિનો પ્રસંગ આવતાં ભક્ત ઝાલ્યો રહે નહિ. હે પ્રભુ! તમે જ અમારા મોક્ષના દેનારા
છો, અમારો મોક્ષ તમે જ છો. હે નાથ! તારા સિવાય (શુદ્ધાત્મ સ્વરૂપ સિવાય) બીજું કાંઈ જોઈતું નથી. પુણ્ય
તો અમારા દાસપણે રહેશે, અમે રહેશું ત્યાં સુધી તે દાસપણે રહેશે અને ભક્તિનો વિકલ્પ તોડીને સ્વરૂપમાં
લીનતા કરી સિદ્ધ થશું ત્યાં પુણ્યનો વિકલ્પ અને પુણ્ય બંને ટળી જશે. હે નાથ! સ્વર્ગમાં જઈને ત્યાંથી નીકળીને
જો તીર્થંકરાદિ પદવી થશે તો તે તારી જ ભક્તિનો પ્રભાવ છે. આમ શુદ્ધાત્માની ભક્તિની ભાવનામાં જ્ઞાનીને
ઊંચા પુણ્ય બંધાઈ જાય છે પણ જ્ઞાનીને તેની ભાવના હોતી નથી, પણ વીતરાગતાની જ ભાવના હોય છે. હે
પ્રભુ! અમે અમારા શુદ્ધાત્મ સ્વરૂપની રુચિ પાસે તારા સિવાય બીજાની પ્રશંસાનો વિકલ્પ

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૨૦ : આત્મધર્મ આસો : ૨૪૭૨
પણ કરવાના નથી. તારી પાસે જગતનાં બધાં પદ તુચ્છ તરણાં સમાન છે.
૭. –પદ્મનંદી પંચવિંશતિકા–
આ પદ્મનંદી શાસ્ત્રના કર્તા શ્રી પદ્મનંદી આચાર્ય મહા સંત મુનિ હતા. અધ્યાત્મના અલંકારોથી બહુ સુંદર
રચના કરી છે. આ પદ્મનંદી પંચવિંશતિકા સત્શ્રુત છે અને ઈન્દ્રિયનિગ્રહના અભ્યાસ પૂર્વક એ સત્શ્રુત સેવવા
યોગ્ય છે, એનું ફળ અલૌકિક છે–અમૃત છે; એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ જણાવ્યું છે.
૮. –સ્વતંત્રતા–
જે નિષ્કારણ હોય અર્થાત્ જે ભાવ પર કારણની અપેક્ષા ન રાખે તે પારિણામિકભાવ છે. ક્રોધાદિ
કષાયભાવ પણ પારિણામિક ભાવે છે કેમકે તે ભાવ પરકારણની અપેક્ષા નહિ રાખતા હોવાથી નિષ્કારણ છે.
ક્રોધાદિ બધા ભાવો સ્વતંત્ર અકારણીય છે તેથી ખરેખર તે બધા ભાવો પારિણામિકભાવે છે. કષાય
પારિણામિકભાવે છે કેમકે તે જીવની પોતાની યોગ્યતાથી થાય છે, તેનું કારણ કોઈ પર નથી. માટે સ્વની અપેક્ષા
લઈને કહેતાં તે નિષ્કારણ છે તેથી પારિણામિક છે. અને જ્યારે પર નિમિત્તની અપેક્ષા લઈને કહીએ ત્યારે
વ્યવહારે કર્મના ઉદયને તેનું કારણ ગણીને તેને ઉદયભાવ કહેવાય છે, પણ ખરી રીતે તો તે જીવની પર્યાયની તે
સમયની સ્વતંત્ર લાયકાતથી જ તે ભાવ થયો છે.
દરેકે દરેક સમયની પર્યાય સ્વતંત્ર–નિષ્કારણ છે એમ પ્રતીત કર્યા પછી, વિકાર વખતે નિમિત્તની
હાજરીનું જ્ઞાન કરાવવા માટે ઉદયાદિભાવો જણાવ્યા છે. ક્રોધ જીવની યોગ્યતાથી થાય છે તેથી ક્રોધાદિભાવ તે
પારિણામિકભાવનો વિકાર છે, માટે તેને પારિણામિકભાવ કહેવામાં આવે છે.
‘ક્રોધ જીવનો ત્રિકાળી સ્વભાવ છે’ એમ અહીં જણાવ્યું નથી, પરંતુ ક્રોધ કોઈ પરના કારણે થતો નથી,
જીવની પોતાની લાયકાતથી થાય છે એમ બતાવવા તેને પારિણામિકભાવ કહ્યો છે. આવી પર્યાયની પણ
સ્વતંત્રતા જે સમજે તેને પોતાનું પરાશ્રિત વલણ ટળી જઈને સ્વાશ્રિત વલણ થાય છે એટલે સ્વાશ્રિત
દ્રવ્યદ્રષ્ટિના જોરમાં તેનો સંસાર ઉડી ગયો.
૯. –સમજવા માટે વારંવાર અભ્યાસ કરવો. –
અપ્રતિબુદ્ધ શિષ્યને જ્ઞાનપ્રાપ્તિ માટે શાસ્ત્રમાં એક ને એક વાત સો વાર કહેવી પડે તો પણ પુનરોકિતદોષ
નથી. એમ શ્રીધવલશાસ્ત્ર (પુસ્તક ૩ તા. ૧૧૪) માં કહ્યું છે. જે જીવને આત્માની રુચિ હોય તેણે
આત્મસ્વભાવનો ઉપદેશ વારંવાર શ્રવણ કરવો જોઈએ; પણ તેના અભ્યાસમાં કંટાળો લાવવો ન જોઈએ.
૧૦. –ધર્મ સમજવો સહેલો છે. –
પ્રશ્ન:– આત્માની ઓળખાણથી જ ધર્મ થાય છે એમ આપ સમજાવો છો, પણ તે ધર્મ તો કઠણ લાગે છે?
ઉત્તર:– કઠણ નથી. જેમાં કોઈ પણ પરની જરૂર ન પડે અને એકલા પોતાથી જ જે થઈ શકે તે કઠણ કેમ
કહેવાય? આત્માની સાચી ઓળખાણ કરવા માટે શરીર, મન, વાણી, ધન, કુટુંબ કે પુણ્ય–એ કોઈની અપેક્ષા
નથી; એકલા પોતાથી જ થઈ શકે છે માટે આ જ કરવું સહેલું છે. આત્મા જ્ઞાન કે અજ્ઞાન સિવાય બીજું કાંઈ
કરી શકતો નથી. જેને પોતાના આત્માની દરકાર નથી તેને આત્માની ઓળખાણ કરવી અઘરી લાગે છે.
ધર્મ કરવો આત્માને, અને આત્મા કોણ તે જાણવું નહિ–એ ધર્મ ક્યાંથી થાય! શરીર સુકાવાથી તેમાંથી
કાંઈ ધર્મ નીકળતો નથી.
૧૧. –આત્માના અવયવ–
પ્રશ્ન:– આત્માને અવયવ હોય કે નહિ?
ઉત્તર:– હા, આત્માના અસંખ્ય પ્રદેશ છે તે દરેક આત્માના અવયવ છે.
પ્રશ્ન:– એક આત્મામાં અવયવ કહેવાથી તેના ખંડ નહિ પડી જાય?
ઉત્તર:– અવયવ હોવા છતાં વસ્તુપણે આત્મા અભેદ છે. જો પ્રદેશોરૂપ અવયવ ન જ હોય તો સંકોચ
વિસ્તાર થઈ શકે નહિ; બધા અવયવોનો ધારણ કરનાર અવયવી એક જ છે.
૧૨. –શુદ્ધાત્માની સમજણ–
આત્મા પોતે આનંદકંદ ચૈતન્યરૂપ છે, તેને નહિ ઓળખનાર અજ્ઞાની તો પુણ્યભાવમાં જ આત્માને વેચી
દે છે–પુણ્ય જેટલો જ આત્મા માને છે. જેને શરીરના ભોગ–વિષય સારાં લાગે અને તેમાં જે સુખ માને તેના
ભાવ તો દુર્ગતિનું જ કારણ છે; પણ દયા–વ્રતાદિના શુભરાગ જેટલો જ આત્મા માની લ્યે અને તેમાં સુખ કલ્પે
તેણે પણ આત્માને વિકારીપણે માન્યો છે, તેની માન્યતા પણ સંસાર દુઃખનું જ કારણ છે. ભાઈ, આત્માના
સાચા સ્વરૂપની ઓળખાણ વગર પુણ્ય–પાપ કરીને અનંત જન્મ–મરણમાં દુઃખી થયો પણ તે રણમાં

PDF/HTML Page 14 of 21
single page version

background image
આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૨૧ :
પોક મૂકવા જેવું છે. જેણે આત્માને જાણ્યો નથી અને વિકારની ને શરીરની મમતા કરી છે તે ભવ પૂરો કરીને
જન્મ–મરણમાં જ ચાલ્યા જાય છે. પોતાના આત્માનો મહિમા અને રુચિ જાગ્યા વગર કદી જન્મ–મરણથી નિવેડા
થાય તેમ નથી.
આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને શુદ્ધનય પરોક્ષ દેખાડે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ બધાને સમજાય તેવું છે
માટે જ જ્ઞાનીઓ તે સમજાવે છે. પ્રભુ! તું આ કાળે આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજી જા અને તને પોતાને આત્માથી
ખાતરી થઈ જાય કે, હવે એક–બે ભવમાં જ સંસારની સમાપ્તિ છે. આવી નિઃશંક પ્રતીતિ પોતાને થઈ જાય એવી
સમજણ અત્યારે થઈ શકે છે. રાગ–દ્વેષ સર્વથા ટળી જાય નહિ છતાં રાગદ્વેષરહિત શુદ્ધ જ્ઞાન સ્વરૂપની પ્રતીતિ
થઈ શકે છે, એવી પ્રતીતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે.
૧૩. –સમ્યગ્દર્શનનું કાર્ય–
પ્રશ્ન:– અમારે ગૃહસ્થોને સમ્યગ્દર્શન શું કામનું?
ઉત્તર:– અરે ભાઈ! જગતના સર્વ જીવોને ધર્મ કરવા માટે સૌથી પ્રથમ સમ્યગ્દર્શન જ ઉપાય છે.
સમ્યગ્દર્શન મહાન ઉપકારી ત્રણકાળ ત્રણ લોકમાં અન્ય કોઈ નથી. એક સેકંડ માત્રનું સમ્યગ્દર્શન અનંત ભવનો
નાશ કરે છે. શ્રી અષ્ટપાહુડમાં કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે–
“પ્રથમ તો શ્રાવકે સુનિર્મળ અને મેરૂવત્ નિષ્કંપ એવા સમ્યક્ત્વને ગ્રહણ કરવું અને દુઃખના ક્ષય અર્થે
તેને જ ધ્યાનમાં ધ્યાવવું.” [મોક્ષપાહુડ–ગાથા–૮૬]
“ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે નરપ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થયા અને ભવિષ્યકાળમાં સિદ્ધ થશે તે આ
સમ્યગ્દર્શનનું જ માહાત્મ્ય જાણો” [મોક્ષ પાહુડ ગાથા ૮૮]
“મુક્તિનું કરવાવાળું સમ્યક્ત્વ છે તેને સ્વપ્નદશા વિષે પણ જે પુરુષે મલિન કર્યું નથી તે જ પુરુષ ધન્ય
છે, તે જ સુકૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે અને તે જ મનુષ્ય છે.” [મોક્ષપાહુડ ગાથા ૮૯]
વળી શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાં કહ્યું છે કે–
ત્રણકાળ ત્રણલોકમાં આ જીવને સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર સમ્યક્ત્વ સિવાય બીજું કોઈ નથી, અને
સર્વોત્કૃષ્ટ અહિત કરનાર મિથ્યાત્વ સિવાય બીજું કોઈ નથી. તીર્થંકર વગેરે પણ સમ્યક્ત્વ સમાન ઉપકાર
કરનાર નથી. સંસારના સમસ્ત દુઃખનો નાશ કરનાર અને આત્મકલ્યાણ પ્રગટ કરનાર એક સમ્યક્ત્વ છે, માટે
તે પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો.
૧૪. “નવ તત્ત્વોની પરિપાટીને છોડીને એક આત્મા જ અમને પ્રાપ્ત હો! ”
“જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય
સમ્યગ્દર્શન નથી. તેથી આચાર્યદેવ કહે છે કે એ નવતત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ધનયનો વિષયભૂત
એક આત્મા જ અમને પ્રાપ્ત હો; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નયપક્ષ
નથી. જો સર્વથા નયનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે” (સમયસાર પા. ૨૬)
જે જ્ઞાની હોય તે વ્યવહારનું જ્ઞાન રાખે પરંતુ કેવળ વ્યવહારને જ ન માને. જે નવતત્ત્વને ઓળખતા
નથી તે તો સ્થૂળમિથ્યાદ્રષ્ટિ છે, તેને તો ઊંચા પ્રકારનો શુભરાગ પણ હોય નહિ. પરંતુ જેઓ કેવળ વ્યવહારવડે
નવતત્ત્વની રાગમિશ્રિત શ્રદ્ધા કરે છે તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે. શુદ્ધનયવડે એકલા શુદ્ધ આત્માને જાણ્યા વગર
નવતત્ત્વના વિકલ્પના ભેદ વડે આત્માને માને તેને સમ્યગ્દર્શન થાય નહિ, અને સમ્યગ્દર્શન વગર ભક્તિ, દાન
વગેરે કરે તે બધું ‘રણમાં પોક’ છે. જેમ જંગલમાં સિંહના મુખમાં પડેલા હરણિયાની પોક સાંભળનાર કોઈ નથી
તેમ સંસાર દુઃખથી ઉગરવા માટે સમ્યગ્દર્શન સિવાય કોઈ શરણભૂત નથી.
પરિપાટીના વિકલ્પમાં રોકાતાં એકલો આત્મા પ્રતીતમાં આવતો નથી અને આત્માનો ધર્મ થતો નથી; માટે એક
આત્મામાં તે નવ તત્ત્વના વિકલ્પો છોડીને અમને તો શુદ્ધાત્મા જ પ્રાપ્ત હો. વ્યવહારના ભેદનું લક્ષ છોડીને
શુદ્ધનયના વિષયભૂત આત્મા જ અમને પ્રાપ્ત હો. –આવી ભાવના સમ્યગ્દ્રષ્ટિઓની અને મુનિઓની છે. જેટલે
અંશે ભેદ તૂટીને આત્મામાં અભેદતા થાય તેટલે અંશે શુદ્ધતા છે, અને જેટલું ભેદનું લક્ષ રહે તેટલો રાગ છે; માટે
અહીં ભેદને ગૌણ કરીને અભેદની ભાવના છે. પ્રથમ અભેદ સ્વભાવને જ્ઞાનથી જાણે તો તેની ભાવના કરે ને!
સત્ય અસત્યનો વિવેક કરીને જે સત્યની હા પાડે છે તેને પણ સત્યનો આદર છે. અસત્ની માન્યતા
છોડીને

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૨૨૨ : આત્મધર્મ આસો : ૨૪૭૨
જેણે સત્યની હા પાડી છે તેનું વલણ સત્ય તરફનું છે. સત્ય આ જ છે, આના જ ઘૂંટણથી સમ્યગ્દર્શન અને
કેવળજ્ઞાન થવાનું છે–એવો જે અંતરથી સત્યનો માહાત્મ્યભાવ આવ્યો તે જ કેવળજ્ઞાનની પ્રણાલિકા છે અર્થાત્
તે જ મોક્ષની શ્રેણીનો ઉપાય છે.
પુણ્ય–પાપના વિકલ્પ અસત્ છે. અને આત્મા ત્રિકાળ સત્ છે. આચાર્યદેવ કહે છે કે, અમારે અસત્ એવા
નવ તત્ત્વોના વિકલ્પોનું કામ નથી પણ સત્ સ્વભાવમાં એકાગ્રતા કરીને વીતરાગ થવાની જ ભાવના છે. હું
આત્મા છું–એવો ભેદનો વિકલ્પ તોડીને શુદ્ધ સ્વભાવના અનુભવમાં રહી જાઊં. –એમાં નય પક્ષના વિકલ્પની
માગણી નથી પણ નયના પક્ષનો વિકલ્પ તોડીને શુદ્ધાત્માની પ્રાપ્તિની જ ભાવના છે.
બધા જીવ જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનની પર્યાયના પાંચ પ્રકાર છે–મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને
કેવળજ્ઞાન. તેમાંથી કેવળજ્ઞાન તો સાધકદશામાં હોતું નથી અને અવધિ તથા મનઃપર્યય એ બે જ્ઞાન સાધકપણે
કાર્યકારી નથી કેમ કે તેનો વિષય પરદ્રવ્ય છે. બાકી રહેલા મતિ અને શ્રુત એ બે જ્ઞાન જ આત્માને સાધકપણે
છે. તેમાં પણ મતિજ્ઞાન તે તો જ્ઞાનની પ્રથમ ભૂમિકા છે એટલે તે જ્ઞાન આત્માને સામાન્યપણે જાણે છે પણ
વિશેષ પડખાંને તે જાણતું નથી. શ્રુતજ્ઞાન આત્માના બધા પડખાંને પરોક્ષ જાણે છે. શ્રુતજ્ઞાનથી આત્માને
જાણવાના બે પ્રકાર છે–૧. ત્રિકાળ એકરૂપ શુદ્ધસ્વભાવને જાણે તેને શુદ્ધનય કહેવાય છે અને ૨. ક્ષણિક પર્યાયોને
જાણે તેને વ્યવહારનય કહેવાય છે. હવે આ બેમાંથી કયા પ્રકારે આત્માને માનવાથી સમ્યગ્દર્શન થાય છે તે
વિષય અત્યારે ચાલે છે.
બે નયોવડે આત્માને જાણ્યા પછી શુદ્ધનયના વિષયને મુખ્ય કરે અને વ્યવહારનું લક્ષ છોડી દે, તો ત્યાં
એકાંતરૂપ નયપક્ષ નથી, પણ ભેદનો રાગ ટાળીને સ્વભાવમાં ઢળ્‌યો છે. બંને નયોને જાણીને જો
અભેદસ્વભાવમાં ન ઢળે તો નયોનું જ્ઞાન શા કામનું? બે નયોનું જ્ઞાન તે અનેકાંત છે પરંતુ તેનું પ્રયોજન તો
સમ્યક્એકાંત એવા શુદ્ધનયના વિષયભૂત શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી તે છે.
જો બંને નયના જ્ઞાનનો જ સ્વીકાર ન કરે તો એક નયનો જ પક્ષ રહેવાથી એકાંતરૂપ મિથ્યાત્વ છે; અને
બંને નયને જાણ્યા પછી શુદ્ધનય તરફ ન ઢળે તો પણ મિથ્યાત્વ ટળે નહિ. અહીં બંને નયનું જ્ઞાન કર્યા પછી
નયના વિકલ્પો છોડીને સ્વભાવમાં ઢળવાની ભાવના છે. નવ તત્ત્વો છોડીને એકલા શુદ્ધાત્માની માગણી કરી
તેમાં શુદ્ધનયનો આગ્રહ નથી પણ વિકલ્પ તોડીને અભેદ સ્વભાવમાં ઢળી જવું છે, હજી અપૂર્ણ દશા છે તેથી
અભેદ સ્વભાવની એકાગ્રતા વડે પૂર્ણતા કરવી છે.
સ્વભાવમાં ઢળવાની ભાવના કરનારને નવ તત્ત્વના વિચારોનું જ્ઞાન તો છે, પરંતુ તેના લક્ષે વિકલ્પ છે
માટે તે વિકલ્પને ટાળવાની વાત કરી છે. આચાર્ય કહે છે કે રાગ અને સ્વભાવ–એ બંનેને જાણીને અમે હવે
એકલા સ્વલક્ષમાં ઢળીને વીતરાગ થવા માગીએ છીએ–એમ રાગનો નકાર છે પણ જ્ઞાનનો નકાર નથી.
કેવળજ્ઞાન તો છે નહિ, અને શ્રુત જ્ઞાનમાં પર્યાય ઉપર લક્ષ જતાં વિકલ્પ ઊઠે છે તેથી અત્યારે પર્યાયનું લક્ષ
છોડીને દ્રવ્યની એકાગ્રતા વડે તે વિકલ્પ તોડીને પૂર્ણ થવાની ભાવના છે અને પૂર્ણ થયા પછી બંને પડખાં એક
સાથે જણાશે.
આ વાત જિજ્ઞાસુઓને ખાસ પ્રયોજનભૂત છે, આ વાત ચર્ચીને નક્કી કરવી, ન સમજાય તો છોડી ન
દેવી પણ અંદરોઅંદર છણીને નિર્ણય કરવો.
ત્રિકાળસ્વભાવનું અને રાગનું જ્ઞાન કર્યા પછી સ્વભાવ તરફ ઢળતાં રાગને ગૌણ કર્યો, પરંતુ રાગને
સદાય રાખ્યા જ કરવો–એવી ભાવના નથી. પણ પૂર્ણ વીતરાગ થતાં સુધી ભેદના વિકલ્પો છોડીને અમારું વલણ
શુદ્ધાત્મા તરફ જ હો, એમ આચાર્ય ભગવાન કહે છે. પૂર્ણ કેવળજ્ઞાન થયા પછી ત્યાં દ્રવ્ય–પર્યાય બંનેનું જ્ઞાન
એક સાથે છે, ત્યાં વિકલ્પ નથી.
અહો! ધોખ ધર્મકાળ વખતે આઠ વર્ષની મહાન રાજકુમારી પણ આવી સ્વભાવની વાત હરખથી સમજી
જતી, સાંભળતાં એમ ઉલ્લાસ આવી જાય કે અહોહો! અમને અમારાં ચૈતન્યનિધાન મળ્‌યાં. આવા ઉલ્લાસવડે
સ્વભાવની પ્રતીતિ કરીને આત્માનુભવ કરતી. તો મોટી ઉમરના જીવોને કેમ ન સમજાય?
આત્માનો સ્વભાવ સમજવાનો છે, જે આત્મા રુચિ વડે સમજવા માગે તેને જરૂર સમજાય. અહીં જે
શુદ્ધાત્માની પ્રાપ્તિની ભાવના કહી તે ભાવના એકલા આચાર્યદેવની ન સમજવી પણ બધા જ આત્માઓને આવા
શુદ્ધાત્માની જ ભાવના કરવાની છે. નવ તત્ત્વોને જાણે પણ જો રાગ રહિત શુદ્ધ ચૈતન્ય સ્વભાવને ન જાણે તો
મિથ્યાદ્રષ્ટિ છે; અને નવ તત્ત્વને પણ જે ન જાણે તે તો સ્થૂળ મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રથમ, ચૈતન્ય સ્વભાવમાં અંશે એકતા થતાં સમ્યગ્દર્શન પ્રગટે છે અને મિથ્યાદર્શન સંબંધી વિકલ્પો

PDF/HTML Page 16 of 21
single page version

background image
આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૨૩ :
ટળે છે. અને પછી વિશેષ એકતા કરતાં ચારિત્ર સંબંધી વિકલ્પ પણ ટળે છે. આ રીતે શરૂઆતથી પૂર્ણતા સુધી
સ્વભાવની એકતાનો જ માર્ગ છે.
અજ્ઞાની નવતત્ત્વના વિચાર કરતાં રાગમાં એકતા કરે છે, પુણ્ય જેટલો જ આત્મા માને કે મોક્ષપર્યાય
જેટલો આત્મા માને તે પર્યાયદ્રષ્ટિ છે અને તેમાં આખા આત્માનો સ્વીકાર નથી. જ્ઞાનીને નવ તત્ત્વના વિકલ્પ
છૂટીને સ્વભાવની અંશે એકતા પ્રગટી અર્થાત્ સમ્યગ્દર્શન પ્રગટ્યું, પછી વિકલ્પ ઊઠતાં પુણ્યાદિ તત્ત્વોનું જ્ઞાન
કરે છે, પરંતુ તેમાં એકતા કરતા નથી એટલે કે પુણ્ય જેટલો જ હું અથવા મોક્ષદશા જેટલો જ હું–એમ પર્યાય–
દ્રષ્ટિની એકતા કરતા નથી, પણ ત્રિકાળ સ્વભાવની એકતા વડે જાણે છે તેથી તેમને જ્ઞાનની જ દ્રઢતા થાય છે
અને રાગ તૂટતો જાય છે. નવે તત્ત્વોને જાણનાર મારું જ્ઞાન છે, જ્ઞાન નવપણે થયું નથી–એમ જ્ઞાનની એકતા
કરતાં વિકારની એકતા તૂટે છે. તેથી જ્ઞાની ભાવના કરે છે કે–
અમને અમારા ચૈતન્યની પ્રતીતિ ન ખસે, ચૈતન્ય સ્વભાવના અનુભવમાં વચ્ચે ભેદ ન પડે અને એકલા
ચૈતન્યના જ અનુભવમાં ઢળીને વીતરાગતા થાય એ જ અમારી પ્રાર્થના છે.
૧૫. –જ્ઞાન અને ભક્તિ–
જે જીવ જ્ઞાનની ઈચ્છા રાખે છે પણ જ્ઞાની પ્રત્યે જેને ભક્તિ ઉછળતી નથી; એવા કોઈ જીવ પ્રત્યે શ્રીમદ્
રાજચંદ્રજીએ એક પત્ર લખ્યો છે કે ‘વિયોગથી થયેલા તાપ વિષેનું તમારું એક પત્ર ચારેક દિવસ પહેલાંં પ્રાપ્ત
થયું હતું તેમાં દર્શાવેલી ઈચ્છા વિષે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે; તે એ કે, તમને જેવી જ્ઞાનની
જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે, તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે?
જે (જ્ઞાન) અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે.
જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ? ” –
[બીજી આવૃત્તિ. પાનું ૬૧૫]
તું જ્ઞાન માટે તલસી રહ્યો છો અને જ્ઞાનીના વિરહની વાતો કરો છો પણ જ્ઞાની પ્રત્યે ભક્તિ તો ઊછળતી
નથી! માત્ર વાતો કરી જ્ઞાન મેળવવા માગે છે પણ જ્ઞાની પ્રત્યે ભક્તિરૂપ પરમ પ્રેમ વિના જ્ઞાન શૂન્ય જ છે.
જ્ઞાની પ્રત્યે પરમ ભક્તિ આવ્યા વગર જ્ઞાન યથાર્થ પરિણમશે નહિ. વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર તે સમ્યગ્જ્ઞાનનું
કારણ છે, તેમના પ્રત્યે ઓળખાણ પૂર્વક અર્પણતા કરતાં ન આવડે તો તે રાગ રહિત પોતાના આત્માની
અર્પણતા કરી શકશે નહિ. જેને જ્ઞાની પ્રત્યે સાચી ભક્તિ નથી તેને પોતાના આત્માની સાચી ભક્તિ નથી.
જેટલો પ્રેમ સંસાર ખાતર સ્ત્રી, પુત્રાદિમાં આવે છે તેના કરતાં વિશેષ ઉલ્લાસ સત્ દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે
ન આવે તો તેને ભક્તિની જિજ્ઞાસા નથી અને ભક્તિ વગર જ્ઞાન નથી. ધ્યાન રાખજો, ભક્તિમાં રાગ છે તે વડે
જ્ઞાન થાય–એમ ન સમજવું, પણ જ્ઞાનીની ઓળખાણ થતાં જ્ઞાનની રુચિ અને બહુમાન વધે તે જ જ્ઞાનનું કારણ
છે; માટે પહેલાંં રાગની દિશા પલટવી જોઈએ. એકવાર હૃદયમાં એમ અર્પણતા લાવ કે સંસારનું–સ્ત્રી, શરીર
વગેરેનું ગમે તે થાવ, પણ સત્ દેવ–ગુરુ–શાસ્ત્રને ચરણે હું અર્પાઈ જાઉં. શરીર અને સ્ત્રી, છોકરાં માટે આખી
જિંદગી કાઢી તો સત્ દેવ–ગુરુ–ધર્મને માટે કેટલું કર્યું? ભાઈ! જ્ઞાન–જ્ઞાન કરો છો પરંતુ જ્ઞાની પ્રત્યેની ભક્તિ
ઈચ્છતા નથી. જ્ઞાની પુરુષ પોતે સાક્ષાત્ જ્ઞાન છે તેથી જ્ઞાન માટે જ્ઞાનીની ભક્તિ ઈચ્છવી યોગ્ય છે. જો જ્ઞાની
પ્રત્યે ભક્તિ નથી તો પછી જ્ઞાનની વાતો કરીને શું કરવું છે?
સાચા દેવ–ગુરુ–ધર્મ તો મોક્ષના કારણભૂત છે અને કુદેવાદિ તો મોક્ષના સાક્ષાત્ ઘાતક છે. આમ જે
સમજે તેને સાચા દેવ–ગુરુ–પ્રત્યેની ભક્તિ ઉછળ્‌યા વગર રહે જ નહિ. અરિહંતનું યથાર્થ જ્ઞાન કરે તેને
કુદેવાદિનો રાગ છૂટી જાય અને શરીરાદિનો રાગ ઘટીને વીતરાગદેવ પ્રત્યે ભક્તિ વધી જાય. અહા, ભવ
રહિત વીતરાગદેવ મારા ભવના નાશક નિમિત્ત છે. જે જ્ઞાન પરિણમતું નથી તે પોતાની જ કચાશ છે, અને
પ્રત્યક્ષ જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખવાથી જ જ્ઞાન અટક્યું છે. જ્ઞાન માટે જ્ઞાનની ભક્તિ અનિવાર્ય
છે. આત્મા પોતે ચિદાનંદ જ્ઞાનસ્વરૂપ છે તેની રુચિરૂપ કૃપા થાય ત્યારે જ્ઞાન યથાર્થ પરિણમે છે, અને
એવા જીવને જ્ઞાની પ્રત્યે ભક્તિ હોય જ છે.
પ્રશ્ન:– દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ તો રાગ છે અને રાગને તો ભગવાને ધર્મ કહ્યો નથી?
ઉત્તર:– તને પરિણામના વિવેકની જ ખબર ક્યાં છે? દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિનો રાગ તે ધર્મ નથી,
પણ શું સ્ત્રી–કુટુંબ–લક્ષ્મી વગેરેના રાગને ધર્મ કહ્યો છે? –

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૨૪ : આત્મધર્મ આસો : ૨૪૭૨
એ તો પાપ છે. રાગ છે ત્યાં પાપ છોડીને સત્ નિમિત્તો પ્રત્યે શુભરાગ હોય છે. જો વીતરાગ થઈ ગયો હોય તો
તે શુભરાગ પણ ન હોય.
પોતાના પરિણામનો વિવેક નથી તથા સત્–અસત્ નિમિત્તનો વિવેક નથી તે જીવને જ્ઞાન પરિણમશે
નહિ. વીતરાગ સર્વજ્ઞદેવે દિવ્યધ્વનિમાં જે વસ્તુસ્વરૂપ જાહેર કર્યું તે જ દર્શાવનારા બીજા જ્ઞાની જીવો અને
સત્શાસ્ત્રો તેમના પ્રત્યે જેને ભક્તિ નથી ઉછળતી અને જ્ઞાન ઈચ્છે છે તેને જ્ઞાનીની ભક્તિ વગર જ્ઞાન
પરિણમશે નહિ.
૧૬. –ત્રણ પ્રકારના ઈશ્વર–
દરેક જીવ સ્વતંત્ર છે, વિકાર કરે તેમાં પણ જીવ સ્વતંત્ર છે અને પરમાણુઓ પણ સ્વતંત્ર છે. પોત
પોતાના ઐશ્વર્ય (શક્તિ, સામર્થ્ય) ને ધારણ કરતા હોવાથી તે ઈશ્વર છે, શ્રીમદ્ રાજચંદ્રજીએ ત્રણ પ્રકારના
ઈશ્વર કહ્યા છે ૧–સ્વભાવેશ્વર, એટલે દરેક જીવ પોતાના સ્વભાવે પરિપૂર્ણ છે તેથી સ્વભાવેશ્વર છે. ૨–
વિભાવેશ્વર, એટલે જીવ પર્યાયમાં જે વિભાવ કરે છે તે પોતે પોતાની સ્વતંત્ર યોગ્યતાથી કરે છે, પણ કોઈ પર
કરાવતું નથી તેથી વિભાવ કરવામાં જીવની સ્વતંત્ર યોગ્યતા હોવાથી વિભાવેશ્વર છે. અને ૩–જડેશ્વર, –દરેક
પરમાણુ સ્વતંત્ર છે. એક ક્ષણમાં ધોળામાંથી કાળો પોતાની શક્તિથી થઈ જાય છે, એક સમયમાં સાતમે
પાતાળથી ગમન કરીને ચૌદમે રાજલોક પહોંચી જાય એવી તેની સ્વતંત્ર શક્તિ છે. પરમાણુ પોતાની શક્તિથી
સ્વતંત્ર પરિણમે છે, તેના પરિણમનને રોકવા કોઈ સમર્થ નથી તેથી જડ પણ પોતાની શક્તિને ધારણ કરનાર
જડેશ્વર છે.
૧૭. –વીતરાગ પ્રભુ વીતરાગતાના નિમિત્ત છે. –
જડ–ચેતન સમસ્ત પદાર્થોની આવી સ્વતંત્રતા જાહેર કરનાર સર્વજ્ઞ ભગવાન છે, તેમની જેને પ્રતીત થઈ
તેને પોતાના શુદ્ધસ્વભાવની પ્રતીત થઈ, અને તે જીવ સર્વજ્ઞભગવાનને પોતાની શુદ્ધતામાં જ નિમિત્ત બનાવે છે
કે હે નાથ! આપ જ મારી શુદ્ધતાના નિમિત્ત છો. જો કે ભગવાનના લક્ષે તો શુભરાગ થાય છે પરંતુ ભક્તો
રાગને ગૌણ કરીને કહે છે કે હે નાથ! તારી ભક્તિમાં અમે રાગ ભાળતા નથી પણ તારા જેવો શુદ્ધસ્વભાવ જ
ભાળીએ છીએ, શુદ્ધસ્વભાવની ભાવનાના જોરે શુભવિકલ્પને તોડી નાખવાનું જોર છે. શુભવિકલ્પ હોવા છતાં તે
વિકલ્પમાં ભગવાનને નિમિત્ત ન ગણતાં વીતરાગભાવમાં આરોપ કરીને કહે છે કે હે નાથ! તારામાં રાગ નથી
અને તું રાગ બતાવનાર નથી પણ રાગ રહિત સ્વતંત્ર સ્વભાવ બતાવનાર છો તેથી અમારી સ્વતંત્રતામાં જ
નિમિત્ત છો. ‘બધા જીવો સ્વભાવે પોતાથી પરિપૂર્ણ છે, તું પણ સિદ્ધસમાન પરિપૂર્ણ છો, પરંતુ તારી સ્વભાવ
સત્તાને તું ભુલ્યો છો તેથી અશુદ્ધતા છે, તારી શુદ્ધ સ્વભાવ સત્તાની પ્રતીત વડે તું ભગવાન થઈ શકે છે’ આમ
દરેક તત્ત્વની પરિપૂર્ણ સ્વાધીનતા બતાવનાર આપ જ છો; તેથી સ્વભાવની ખીલવટ કરાવવામાં જ આપ
નિમિત્ત છો. જેને પોતાના સ્વતંત્ર વીતરાગી શુદ્ધ સ્વભાવની પ્રતીત અને બહુમાન આવ્યું છે તે જ જીવ
ભગવાનમાં પણ શુદ્ધતાના જ નિમિત્તનો આરોપ કરે છે. શુભરાગ થાય તેને પોતાના સ્વભાવમાં સ્વીકારતા
નથી તેથી ભગવાનને પણ રાગના નિમિત્ત તરીકે ગણતા નથી. આમાં ઉપાદાન–નિમિત્તનો મેળ છે. ઉપાદાનમાં
શુદ્ધતાનું બહુમાન છે એટલે સામી વસ્તુમાં પણ શુદ્ધતાના નિમિત્તનો જ આરોપ કરે છે.
૧૮. –જ્ઞાનીઓ કરુણાથી કહે છે કે–પ્રભુ! પ્રથમ તું તારા સ્વભાવને સ્વીકાર–
જ્ઞાનીઓ ક્ષણિક અવસ્થાને ગૌણ કરીને બધા આત્માને પ્રભુ તરીકે સંબોધે છે કે–પ્રભુ! આ મોંઘેરા
અવસર મળ્‌યા અને જો આ વખતે સત્ની ઓળખાણ અને બહુમાન નહિ કર તો અસત્ના પ્રેમે તારો આત્મસૂર્ય
અસ્ત થઈ જશે–તારી જ્ઞાન શક્તિ હણાઈ જશે. ભાઈ, પ્રથમ તારા સ્વભાવની ઓળખાણ કરવાનું જ કહેવાય છે.
તારાથી વિશેષ સ્થિરતા ન થાય તો તને કાંઈ ત્યાગી થઈ જવાનું કહેતા નથી. રાગ સર્વથા ન ટળે તો પણ પ્રથમ
તું તારા પૂરા સ્વભાવનો તો સ્વીકાર કર. તારા સ્વભાવનો સ્વીકાર કર્યા વગર તું કોનું શરણ કરીશ? રાગનો
ત્યાગી થયા પહેલાંં પણ તું તારા જ્ઞાન સ્વભાવને ઓળખીને તેનું જ બહુમાન કર. સત્ સ્વભાવનો આદર કરતાં
કરતાં જ તારી દશા સત્ સ્વભાવરૂપ થઈ જશે અને અસત્રૂપ રાગાદિ ટળી જશે. માટે તું કોઈ પણ ઉપાયે–ખૂબ
પ્રયત્ન કરીને પણ તારા સત્ને સમજ.
જુઓ તો ખરા, જ્ઞાનીઓની કરુણા! આવો ઉપદેશ સાંભળીને, જેને આત્માની રુચિ–બહુમાન હોય તેને

PDF/HTML Page 18 of 21
single page version

background image
આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૨૫ :
તેની પાછળ પોતાને શુદ્ધાત્માની રુચિ અને બહુમાન વધે છે તેની મુખ્યતા છે–તેનાથી જ લાભ થાય છે પણ
રાગથી લાભ થતો નથી. આમ વિવેક પૂર્વક ભક્તિ કરે તે જ સાચો ભક્ત છે.
૧૯. –શ્રી જિનપ્રતિમાની ભક્તિ વગેરે–
યાદ રાખ! જેને આત્માની દરકાર નથી, દેવ–ગુરુ–ધર્મની ભક્તિ નથી અને સંસારની રુચિમાં લીન થઈ
રહ્યો છે તે દુર્ગતિ જનાર છે. સત્ના આદર વગર બેભાનપણે અસાધ્ય મરણ થાય છે તે નરક–નિગોદનું કારણ
છે. ભગવાનની ભક્તિ વગર ભવનું નિવારણ થવાનું નથી. સાક્ષાત્ પ્રભુ તથા વીતરાગી સંત–મુનિરાજ અને
તેઓની પ્રતિમાનું પૂજન, વંદન, ભક્તિ, પ્રભાવના, મહોત્સવ અનાદિથી દેવેન્દ્રો અને ચક્રવર્તીઓ પણ કરતા
આવ્યા છે, તેનો જે નિષેધ કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને દેવ–ગુરુ–ધર્મની ભક્તિ જરાય નથી. હે નાથ! જો તારા
ચરણની ભક્તિ ન હોત તો આ જગતના જીવોનો જન્મ–મરણથી ઉદ્ધાર કેમ થાત?
કોઈ એમ માને કે– ‘સમયસારની વાત સહેલી છે કેમ કે તેમાં શુદ્ધાત્મા સિવાય બીજું કાંઈ કરવાની વાત
આવે નહિ;’ તો તે યથાર્થ સમજ્યો જ નથી. અરે ભાઈ! જેને શુદ્ધાત્માની સમજણ અને મહિમા થાય તેને
વીતરાગની ભક્તિ ઉછળ્‌યા વગર રહે જ નહિ. શુદ્ધાત્માના માહાત્મ્યવાળો જીવ જ્યાં જ્યાં શુદ્ધાત્મા ભાળે ત્યાં
તેને અંતરથી ઉમળકો આવે જ.
પં. બનારસીદાસજીએ કહ્યું છે કે–
‘જિનપ્રતિમા જિન સારખી, નમૈ બનારસી તાહિ. ’
ભક્તિ ઉછળતાં કહે છે કે જિન પ્રતિમા જિનદેવ સમાનજ છે. હે જિનપ્રતિમા! તારામાં એક વાણી નથી
પણ તારી સ્થિર શાંત વીતરાગી મુદ્રા આત્માનો સ્વભાવ જ દર્શાવી રહી છે. સાક્ષાત્ ભગવાન પણ કાંઈ હાથમાં
લઈને આત્મા દેખાડતા નથી. તમે પણ વીતરાગીભાવ જ દર્શાવી રહ્યા છો–આમ પ્રતિમા પ્રત્યે ભક્તિ ઉછળે છે.
પણ જેને જિનદેવનો મહિમા નથી અને વીતરાગી ભાવની રુચિ નથી તેને આવી ભક્તિ ઉછળતી નથી.
૨૦. –વીતરાગની સ્તુતિ કરનારનો વિવેક–
હે નાથ! આપની સ્તુતિ વગર જન્મમરણનો નાશ નથી. આપને ઓળખીને આપની સ્તુતિ કરી તેણે
વીતરાગભાવની જ સ્તુતિ કરી એટલે હવે તે રાગનો આદર કરે નહિ. આમ જેણે વીતરાગભાવ અને રાગભાવ
વચ્ચે ભેદ પાડીને વીતરાગભાવનો નાદર કર્યો તે ક્રમેક્રમે રાગ ટાળીને વીતરાગ જ થવાનો. હે નાથ, એ આપની
જ ભક્તિનો પ્રભાવ છે, માટે આ જગતમાં આપ જ જન્મ–મરણ ટાળનાર છો.
‘કંકર એટલા શંકર અથવા પત્થર એટલા પરમેશ્વર’ એમ માને તે મહા અવિવેકી છે; હે દેવ, આપના
સિવાય અન્યને પણ જે માને તે મહા મૂઢ અવિવેકી છે. અહો! સ્ત્રી અને માતા વચ્ચે વિવેક કરે છે અને સાચા
દેવ અને કુદેવ વચ્ચે વિવેક ન કરે–એ કેટલી મૂર્ખાઈ? હે પ્રભુ! તને છોડીને કુદેવાદિને માનવા તે અનંત સંસારનું
કારણ છે.
૨૧. –ભક્તજીવ ધન–વૈભવ માગે નહિ–
ધર્મ ધર્મીથી શોભે છે, પણ ધર્મ ધનથી શોભતો નથી; આથી જ્ઞાનીને ધનનો અહંકાર હોતો નથી. ધર્મ
ધર્માત્માના આધારે છે પણ પૈસાના આધારે ધર્મ નથી તેથી ધર્મમાં ધર્માત્માનો આદર છે. અબજોની મિલ્કતવાળા
ધર્માત્મા કહે છે–હે નાથ! પૂર્ણાનંદી પ્રભુ! અમે આપના દાસ છીએ, અમે આપની ભક્તિ કઈ રીતે કરીએ?
અમારું સર્વસ્વ અર્પણ કરીએ તોપણ તારી ચરણરજ છીએ, અમે શું કરી શકીએ? અમને તો તારી ભક્તિ જ હો.
તારી ભક્તિ સિવાય ધન–વૈભવને અમે ઈચ્છતા નથી. આ જગતમાં તારી ભક્તિના પ્રતાપે અમારા જન્મ–
મરણનો નાશ થઈ જશે; તેથી અમને એક તારી ભક્તિ જ હો.
૨૨. –ભક્તિની ભાવનામાં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે તફાવત–
એ ખાસ ધ્યાન રાખવું કે–આ ઓળખાણ સહિતની ભક્તિ છે, આમાં એકલો શુભરાગ ન સમજવો, પણ
ઓળખાણ અને શુદ્ધ સ્વભાવની રુચિ છે તે જ લાભનું કારણ છે. ‘તારી ભક્તિ સિવાય બીજું ઈચ્છતા નથી’
એટલે શું? શું આમાં ભક્તિના શુભરાગની ઈચ્છા છે? નહિ; શુભરાગની ઈચ્છા નથી. પણ ‘ભક્તિ સિવાય બીજું
ઈચ્છતા નથી’ એટલે કે હવે અમને અશુભરાગ તો કદી પણ ન આવો. અને આ જે શુભરાગ છે તે એકલો લાંબો
વખત ટકી શકશે નહિ, એટલે હવે શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ જશે–આવી તેમાં ભાવના છે. અજ્ઞાનીને શુદ્ધતાની
ખબર નથી અને તે એકલા શુભરાગ વડે લાભ માને છે; તેને સાચી ભક્તિ હોતી નથી.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૨૬ : આત્મધર્મ આસો : ૨૪૭૨
૨૩. વીતરાગના ભક્તોને સ્વર્ગ–મોક્ષનો સંગમ
વીર સં. ૨૪૭૧ ના વૈશાખ વદ ૮ ના રોજ શ્રી
જૈન સ્વાધ્યાય મંદિરને શ્રીમંત શેઠ સર હુકમીચંદજી ના
હસ્તે (શ્રી નાનાલાલ ભાઈ જસાણી તરફથી) ચાંદીનું
સમયસારજી અર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે શેઠજીના
હાથમાં શ્રી સમયસારનું ચાંદીનું પાનું આવ્યું ત્યારે શાસ્ત્ર
ભક્તિથી તેઓ બોલી ઉઠયા કે
धन्य सरस्वती मात!
आप मेरा शिरछत्र हो. એમ કહીને ભક્તિવડે બે હાથમાં
તે પાનું લઈને શીર પર ચડાવ્યું હતું.
અહીં ઋષભદેવ ભગવાનની ભક્તિ કરતાં
મહાન સંતમુનિ કહે છે કે હે નાથ! તારા ભક્તો તને
નમસ્કાર કરતાં બે હાથ જોડીને શીરપર ચડાવે છે તેથી
અમે એમ જાણીએ છીએ કે તેમને ઊંચી બે દશાનો
સંગમ થવાનો છે. હે નાથ! તારા ભક્તોને સ્વર્ગ અને
મોક્ષનો સંગમ થાય છે. પ્રભો! તારી ભક્તિ કરતાં જે
શુભરાગ છે તે વડે ઊંચા પુણ્ય બંધાઈ જાય છે તેથી
એકાદ ભવ ઊંચી દેવગતિનો થાય છે અને તારી ભક્તિ
કરતાં જે વીતરાગતાની ઓળખાણ અને બહુમાન છે તે
અલ્પકાળમાં મોક્ષ આપે છે. આ રીતે તારા ભક્તોને
સ્વર્ગ–મોક્ષનો સંગમ થાય છે. પણ જે કુદેવાદિને માને
છે તેઓ વીતરાગનો અનાદર કરનારા છે, તેઓને
નરક અને નિગોદ એ બેનો સંગમ થાય છે.
૨૪. –ભક્તની નમ્રતા–
હું મોટો રાજા અને ભગવાન પાસે કેમ નમું?
અથવા તો પૂજનાદિ કાર્યો મારી જાતે કેમ કરું?
ભક્તોને આવું માન દેવ–ગુરુ–શાસ્ત્ર પાસે કેમ હોય!
અરે ભાઈ! તું જડનો–ધૂળનો રાજા છો ભગવાન પાસે
તો દાસાનુ દાસ છો, દીન છો, ભિખારી છો. મહાન
રાજા પણ ભક્તિથી કહે છે કે હે નાથ, હું તારો પામર
દાસ છું, તારા ચરણો જ્યાં પડ્યા ત્યાંની ધૂળ મારા
મસ્તકે ચડે તો હું મને ધન્યભાગ્ય માનું છું. અબજોની
મિલ્કતના ધણી રાજકુમારો કહે છે–હે જિનદેવ, હે
તારણહાર, હે કેવળજ્ઞાન લક્ષ્મીના ધણી! અમે આપને
શું આપીએ! લક્ષ્મીવંત તો આપ જ છો, અમે દીન
છીએ. મહા વીર્યવાન શાર્દુલ સિંહોના ટોળાં પણ
ભગવાન પ્રત્યે ભક્તિથી બે હાથ (આગળનાં બે પગ)
જોડીને નમસ્કાર કરી ઊઠે છે.
દેવ–ગુરુ–શાસ્ત્ર ભક્તિના પ્રસંગે ભક્તને
ભક્તિ ઉછળે, શાસ્ત્રનું પણ બહુમાન કરે કે–ધન્ય
અવતાર ધન્ય ધન્ય સરસ્વતી દેવી, (શાસ્ત્રોને અર્થાત્
જિનવાણીને સરસ્વતી દેવી કહેવાય છે) આપ મારા
શિરછત્ર છો. આપ જ્ઞાનભંડાર છો મારા સમ્યગ્જ્ઞાનના
દાતાર આપ જ છો આપને મારું સર્વસ્વ અર્પણ છે.
૨૫. –ભક્તોનો વિશ્વાસ–
હે ભગવાન! ભક્તો બે હાથ જોડીને આપને
નમસ્કાર કરે છે તેથી તેમને સ્વર્ગ–મોક્ષની પ્રાપ્તિ
થાય છે. જુઓ, આ ભગવાનના ભક્તોનો વિશ્વાસ.
“મારું શું થશે, મારે અનંત ભવ કરવાનાં હશે તો”
હજી આવી શંકામાં પડ્યો હોય એ તો ભવ રહિત
ભગવાનની ભક્તિ શું કરશે? ભગવાનના ભક્તોને
નિઃશંકતા હોય છે કે–“હવે વીતરાગભાવનો જ
આદર કર્યો છે, હવે નરક અને તીર્યંચ એ બે ગતિના
દ્વારને તો તાળાં દેવાઈ ગયાં છે–એ બે ગતિમાં
અવતાર હોઈ શકે નહિ. અને ભવ હોય તો હવે
સ્વર્ગ–મનુષ્ય સિવાય બીજો ભવ નથી. અને
અલ્પકાળે વીતરાગભાવની પૂર્ણતા કરીને હું મુક્ત
થવાનો છું, હવે લાંબો સંસાર હોઈ શકે નહિ.” આનું
નામ વીતરાગનો ભક્ત અને એ જ તેની
વીતરાગભક્તિનું ફળ. [ચાલુ]
. સ્વાધીન ધર્મ.
સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક સ્વરૂપસ્થિરતાની
શ્રેણીમાંડીને જીવ કેવળજ્ઞાન લે છે; તેને કોઈ કર્મ કે
સંયોગ રોકતાં નથી. શરીરમાં રોગ હોય, નિર્ધનતા
હોય, છોકરો મરે છતાં તે વખતે જીવ સમ્યગ્દર્શન–
જ્ઞાન પામીને–નિર્ગ્રંથ મુનિ થઈ–સ્વરૂપ સ્થિરતાની
શ્રેણીવડે કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય છે. શરીરની
અવસ્થા બદલવા ટાણે આત્મા ક્યાં બદલાઈ જાય છે?
આત્માનો સ્વભાવ તો સદાય શુદ્ધરૂપ પૂર્ણ છે. જ્યારે
પોતે તેની દ્રષ્ટિ અને સ્થિરતા કરે ત્યારે થઈ શકે છે.
પરદ્રવ્યની અવસ્થા અનુકૂળ હોય તો ધર્મ થાય
એમ માનનાર ધર્મને પરાધીન માને છે. ધર્મ પરાધીન
નથી. ધર્મ માટે એકવાર શરીર, કુટુંબ, સ્ત્રી, પુત્ર,
પૈસા, આબરૂ અને રાગ–દ્વેષના વિકલ્પ એ બધાની
અર્પણતા કરી દે–કોઈ સામું ન જો. ધર્મ માટે જે
પરદ્રવ્યની આશા રાખે છે તેને પોતાના સ્વાધીન જ્ઞાન
સ્વભાવની ખબર નથી. જગતના બધા પર પદાર્થો
બદલે તેને લીધે મારી અવસ્થા બદલે તેમ નથી. પર
વસ્તુ ગમે તેમ પરિણમો પણ હું તો મારા સ્વભવમાં
જ જ્ઞાતાપણે પરિણમું છું–આમ જ્ઞાની પુરુષો જાણે છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
વિષય અંક પાનું વિષય અંક પાનું
ભ સ
ભગવાન શ્રી મહાવીર નિર્વાણ કલ્યાણક ૨૫ ૫ સમ્યગ્દર્શન ૨૫ ૪૧
ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ ૨૫ ૧૮ સમ્યગ્દર્શન ૨૮ ૭૭
,, ,, ,, ,, ૨૬ ૪૬ સમ્યગ્દર્શન–ધર્મ ૨૮ ૯૨
,, ,, ,, ,, ૨૭ ૬૨ સમ્યક્ત્વ આરાધના ૩૧ ૧૨૮
,, ,, ,, ,, ૨૮ ૭૮ સમયસાર પ્રવચનો ભાગ–૨ ૩૧ ૧૩૯
ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ ૩૨ ૧૫૫ ,, ,, ૩૨ ૧૪૨
ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ ૩૫ ૧૮૯ સત્ધર્મ વિરૂદ્ધ પુણ્ય ૩૩ ૧૫૯
ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ ૩૫ ૧૯૦ સમ્યગ્દ્રષ્ટિ જીવ નરકમાં પણ સુખી છે અને
ભાવના ૩૬ ૨૦૯ મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વર્ગમાં પણ દુઃખી છે તે
ભેદ વિજ્ઞાન ૨૯ ૯૮ ઉપરનો ઈનામી નિબંધ ૩૩ ૧૬૮
ભેદજ્ઞાન ૩૪ ૧૮૦ સતશાસ્ત્રનું વાંચન–મનન આત્મહિત માટે
લાભદાયક છે. ૩૫ ૨૦૮
મહાવિદેહવાસી શ્રી સીમંધર પ્રભુ પાસેથી સાધુ એટલે શું? ૨૬ ૪૯
આચાર્ય દેવ જ્ઞાનામૃતના સરોવર ભરી લાવ્યા છે. ૨૫ ૧૧ સાચી સમજણ ૨૯ ૯૯
મહાન ઉપકારી શ્રી કુંદકુંદ આચાર્ય ૨૭ ૭૬ સાચું સમજીને કરવું શું? ૩૦ ૧૦૯
મિથ્યાદ્રષ્ટિના ચિન્હ ૩૪ ૧૭૪ સાચી સમજણ કરવી ૩૦ ૧૨૨
મુક્ત દશાના મંગળિક મહોત્સવ ૨૬ ૫૩ સાચી સમજણનું ફળ ૩૪ ૧૭૩
મંગલ મુહૂર્ત ૨૬ ૪૫ સ્વાધીન ધર્મ ૩૬ ૨૨૬
મંદ કષાય તે આત્મ કલ્યાણનું સાધન નથી. ૨૯ ૯૯ સુખ સમજ સે પાવે (કાવ્ય) ૨૫
સુપ્રભાત મંગળિક ૨૫
રાગની વ્યાપક વ્યાખ્યા ૨૮ ૭૮ સુખનું સ્વરૂપ અને તેનો ઉપાય ૨૫ ૨૨
સુધારો અંક ૨૪ ૨૫ ૨૪
વિશ્વ દર્શન ૨૯ ૯૪ સુધારો અંક ૨૬ ૨૭ ૭૫
વીરશાસન જયંતિ મહોત્સવ ૩૩ ૧૫૭ સુવર્ણપુરીમાં મુક્તિના માંડવા ૨૭ ૭૬
સુવર્ણપુરી સમાચાર ૩૨ ૧૫૬
શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ૩૧ ૧૨૭ સુવર્ણપુરીમાં મંગલ મહોત્સવ ૩૨ ૧૪૨
શા કરીએ સન્માન પધાર્યા સીમંધર ભગવાન ૨૯ ૯૩ સુવર્ણપુરી સમાચાર ૩૪ ૧૮૮
શાસ્ત્રોનું પ્રયોજન ૩૫ ૧૯૧ સુખ અને દુઃખ ૩૫ ૧૯૨
શ્રી નિયમસાર શાસ્ત્ર પર પ્રવચનો ૨૬ ૫૧ સૂચના ૩૬ ૨૦૯
શ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ ૩૦ ૧૨૪ સૌથી મોટામાં મોટું પાપ, સૌથી મોટામાં
શ્રી સદ્ગુરુદેવ જન્મ મંગળ દિન ૩૧ ૧૩૦ મોટું પુણ્ય અને સૌથી પહેલાંમાં પહેલો ધર્મ ૩૦ ૧૧૦
શ્રી સનાતન જૈનશિક્ષણ વર્ગમાં વિદ્યાર્થીઓને
પૂછેલાં પ્રશ્નો અને તેના તેમના જવાબ ૩૩ ૧૬૮ યોગીન્દ્રોને વંદન ૩૨ ૧૪૧
શ્રી સમયસાર કલશ. ૧–૨–૩ ના પ્રશ્નોત્તર ૩૫ ૧૯૪ યોનિ અને કૂળનું સ્વરૂપ તથા તે ટાળવાનો ઉપાય ૩૩ ૧૫૮
શ્રી અષ્ટ પ્રાભૃત ઉપરના પ્રવચનોમાંથી જ્ઞ
ઉતારેલો ટૂંકસાર ૩૫ ૧૯૯ જ્ઞાન સ્વભાવની સ્વાધીનતા ૨૫ ૧૨
શું ધર્મન યુગ સાથે સંબંધ છે? ૨૭ ૬૪ જ્ઞાન અને રાગનું જુદાપણું ૨૫ ૧૩
શ્રુત અને જ્ઞાન ૩૨ ૧૪૩ જ્ઞાન સુધા સ્તવન ૨૬ ૪૭
શ્રુતપંચમી જયવંત રહો ૩૩ ૧૬૪ જ્ઞાન ગોષ્ટિ ૨૯ ૧૦૪
શુદ્ધભાવ અને શુભભાવ ૩૪ ૧૭૫ જ્ઞાન ગોષ્ટિ ૩૧ ૧૨૬
जैनं जयतु शासनम्
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી – જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. તા. ૨ – ૯ – ૪૬