Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૦
સળંગ અંક ૩૬૦
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
૩૬૦
સૌથી મોટું પ્રમાણ: સ્વસંવેદન–પ્રત્યક્ષ
જુઓ, આ એક અપૂર્વ ન્યાય છે કે, જ્ઞાન ને આનંદસ્વરૂપ
થયેલા ધર્માત્માનું ખરૂં અનુમાન પણ તે જ કરી શકે કે જેને પોતાને
પોતામાં જ્ઞાન–આનંદસ્વરૂપ આત્મા સ્વસંવેદન–પ્રત્યક્ષરૂપ થયો હોય.
પોતે પોતાના આત્માને પ્રત્યક્ષ (અનુભવગમ્ય) કરીને જ બીજા ધર્મી
આત્માનું અનુમાન સાચું કરી શકે. પોતાના આત્માને પ્રત્યક્ષ કર્યા
વગર એકલા બાહ્યચિહ્નના અનુમાનથી બીજા ધર્માત્માની સાચી
ઓળખાણ થઈ શકે નહિ. પોતે એકલા અનુમાનથી બીજાને જાણનારો
નથી, તેમ જ બીજા જીવો એકલા અનુમાનથી આ ધર્મી આત્માને
જાણી શકે–એવો પણ આત્મા નથી. જેણે પોતાના આત્માને
સ્વાનુભાવથી પ્રત્યક્ષ કર્યો હોય તે જ બીજા જ્ઞાન–આનંદસ્વરૂપ થયેલા
આત્માનું સાચું અનુમાન કરી શકે. આ રીતે અંશ–પ્રત્યક્ષપૂર્વકનું
અનુમાન જ સાચું હોય છે. પ્રત્યક્ષનું અપાર સામર્થ્ય છે, – તેમાં બીજા
કોઈની અપેક્ષા નથી, રાગાદિ વિકલ્પોથી પણ તે અત્યંત નિરપેક્ષ છે.
સ્વાનુભવથી મોટું બીજું કોઈ પ્રમાણ નથી.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
૧ર

PDF/HTML Page 3 of 45
single page version

background image
વેલાવેલા પધારો પ્રભુ! પરમાગમ–મંદિરમાં
અહો, વહાલા વીરનાથ! આપનો સુંદર માર્ગ અમારા મહાભાગ્યે
ગુરુકહાન દ્વારા અમને પ્રાપ્ત થયો... આપના માર્ગમાં વહેતા વીતરાગી
આનંદનાં વહેણથી અમે પાવન થયા. સમંતભદ્રસ્વામીએ ખરૂં જ કહ્યું છે કે
મિથ્યાત્વી–ચિત્ત આપને પૂજી શકતું નથી, સમ્યકત્વી જ આપને પૂજે છે.
અહા, આપની સર્વજ્ઞતા, આપની વીતરાગતા, અને શુદ્ધાત્માના
આનંદસ્વાદથી ભરેલો આપનો ઉપદેશ, –એની મહાનતાને જે ઓળખે છે
તે તો આપના માર્ગ ચાલવા માંડે છે, ને તેના ચિત્તમાં આપ બિરાજો છો,
તે જ આપને પૂજે છે. આપની મહાનતાને જે ન ઓળખી શકે તે આપને
ક્્યાંથી પૂજી શકે! પ્રભો! અમે તો આપને ઓળખ્યા છે, ને અમે આપના
પૂજારી છીએ.

PDF/HTML Page 4 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ર૪૯૯
લવાજમ આસો
ચાર રૂપિયા Oct. 1973
વીરનાથ ભગવાન
પ્રભો, આપનો આ અવતાર ધર્મઅવતાર હતો,
મોક્ષને સાધવા માટે જ આપનો અવતાર હતો. આપે મોક્ષને
સાધીને અમારા માટે પણ મોક્ષનો માર્ગ ખુલ્લો કર્યો.
અત્યારે પણ મોક્ષના આનંદનો મધુર સ્વાદ ચખાડનારું
આપનું શાસન જયવંત વર્તી રહ્યું છે. જ્યાં જ્યાં આપનું
શાસન વર્તી રહ્યું છે ત્યાં ત્યાં આપશ્રી વિદ્યમાન જ છો,
આપનો વિરહ અમને નથી.
આપનું શાસન એટલે? –જગતના સમસ્ત જીવ–
અજીવ પદાર્થોનું જ્ઞાન કરાવીને, તેમાં સર્વોત્કૃષ્ટ મહિમાવંત
આત્મતત્ત્વનો અગાધ મહિમા સમજાવીને, તેનું સ્વાશ્રિત
વેદન કરાવનારું ને પરાશ્રિત દુઃખભાવો છોડાવનારું
હિતશાસન, –તે આપનું શાસન છે, તે આપનો વીરમાર્ગ છે..
વીર મુમુક્ષુઓ આજે પણ આપના એ માર્ગે ચાલી રહ્યા છે.
મુમુક્ષુઓના અંતરમાં આપનો માર્ગ શોભી રહ્યો છે.
પ્રભો! થોડા દિવસમાં આપના નિર્વાણગમનનું
રપ૦૦ મું વર્ષ બેસશે, ને સમ્યકત્વાદિ ચૈતન્યદીવડાવડે અમે
આપના નિર્વાણનો મંગલ ઉત્સવ ઉજવીશું.
(–બ્ર. હ. જૈન)

PDF/HTML Page 5 of 45
single page version

background image
: : આત્મધર્મ : આસો ર૪૯૯ :
મહાવીર ભગવાને પ્રસિદ્ધ કરેલો
માર્ગ તે માર્ગમાં મોક્ષના સાધક જીવોનું સુંદર વર્ણન
મહાવીરભગવાનના નિર્વાણનું અઢીહજારમું વર્ષ દોડતું
નજીક આવી રહ્યું છે ત્યારે મહાવીરભગવાને પ્રસિદ્ધ કરેલ
મુક્તિનોમાર્ગ બતાવતું આ પ્રવચન સૌને ગમશે. ભગવાન
મહાવીરે કહેલા આત્માના સત્ય સ્વરૂપને જાણીને
નિર્વાણમાર્ગની સાધના કરવી તે જ ભગવાનના મોક્ષનો સાચો
મહોત્સવ છે. ભગવાને કહેલા માર્ગને જાણ્યા વગર મોક્ષનો
સાચો ઉત્સવ થઈ શકે નહિ. ભગવાન કહે છે: હે ભવ્ય!
પરભાવોથી ભિન્ન આનંદસ્વરૂપ આત્મા જગતમાં પ્રસિદ્ધ છે..
આવા જગપ્રસિદ્ધ સત્યને તું જાણ.. તને પ્રસન્નતા થશે..
આનંદ થશે.
[નિયમસાર ગાથા ૪પ–૪૬]

મુમુક્ષુજીવે નક્કી કર્યું છે કે હું જ્ઞાનતત્ત્વ છું. મારું જ્ઞાન આકુળતા વગરનું, સ્વયં
આનંદરસમાં લીન છે. અહા, આવા જ્ઞાનતત્ત્વની અનુભૂતિ થઈ ત્યાં જગતમાં કોઈ પણ
પદાર્થ તેને અનુકૂળ કે પ્રતિકૂળ છે જ ક્્યાં? આવો અનુકૂળ સંયોગ હોય તો જ્ઞાનમાં હર્ષ
થાય, ને પ્રતિકૂળ સંયોગ હોય તો જ્ઞાનમાં ખેદ થાય–એવું જ્ઞાનમાં નથી. સંયોગથી પાર,
અને હરખ–શોકથી પણ પાર એવું જ્ઞાનસ્વરૂપ પ્રાપ્ત કરીને સહજ જ્ઞાનચેતનાપણે વર્તતા
ધર્માત્મા મુક્ત જ છે. –મોક્ષના સાધક જીવો આવા હોય છે.
બહારના પદાર્થને જાણતાં, જ્ઞાનના મહિમાને ભૂલીને તે બહારના પદાર્થપ્રત્યે
અજ્ઞાનીને ઉલ્લાસ આવી જાય છે, તથા તેના રાગમાં તેને ‘મજા’ લાગે છે– પણ એમાં
તો દુઃખ જ છે. જ્ઞાનને ભૂલીને આવા દુઃખવેદનમાં જીવે અનંતકાળ ગાળ્‌યો; પણ

PDF/HTML Page 6 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૩ :
ભેદજ્ઞાનવડે જ્યાં પોતાના જ્ઞાનતત્ત્વનો નિર્ણય કરીને તેનો અનુભવ કર્યો ત્યાં અપૂર્વ
મોક્ષસુખનો સ્વાદ આવ્યો; તેને પ્રગટેલો ચૈતન્યભાવ રાગ વગરનો મુક્ત જ છે. ચોથા
ગુણસ્થાનના સમ્યગ્દ્રષ્ટિને રાગ વગરનો જે ચૈતન્યભાવ (સમ્યગ્દર્શનાદિ) છે તે પણ
નિર્ગ્રંથ જ છે, નીરાગ જ છે, આનંદમય જ છે અને મુક્ત જ છે.
અહો, આવો ભાવ પર્યાયમાં પ્રગટ્યો ત્યારે સહજ–પરમાત્મતત્ત્વ પ્રાપ્ત કર્યું
કહેવાય; એને હવે ભવદુઃખનો અંત આવ્યો, ને આનંદમય આત્મતત્ત્વના અનુભવ પૂર્વક
મોક્ષસુખનો સ્વાદ લેતો–લેતો અલ્પકાળમાં તે સિદ્ધપદને સાધે છે. સમ્યગ્દર્શન થયું
ત્યારથી આવી અદ્ભુત દશા શરૂ થઈ ગઈ છે. અરે, ધર્મીના આવા ભાવને જે સમજે
તેની પણ બલિહારી છે, તેને પરપરિણતિનો મહિમા છૂટી જશે ને ચૈતન્યમાત્ર આત્માના
સહજ મહિમામાં તે લીન થશે.
અંતરમાં સહજ મહિમાવંત ચૈતન્યવસ્તુના અનુભવમાં જ્યાં પર્યાય મગ્ન થઈ ત્યાં
કર્તા–કર્મના ભેદની વાસના છૂટી ગઈ, ને શુદ્ધાત્માની અનુભૂતિ થઈ. આ દ્રવ્ય કર્તા ને
પર્યાય કાર્ય–એવા કર્તા–કર્મના ભેદની ભ્રાંતિ રહે ત્યાં સુધી શુદ્ધાત્મતત્ત્વ પ્રાપ્ત થતું નથી.
તેથી દ્રવ્ય–પર્યાયના ભેદની ભ્રાંતિને પણ દૂર કરીને આખરે અભેદ–અનુભૂતિમાં જેણે
ચૈતન્યતત્ત્વને પ્રાપ્ત કરી લીધું છે તે જીવ અતીન્દ્રિય આનંદને અનુભવતો થકો મોક્ષરૂપ
મહા લક્ષ્મીને પ્રાપ્ત કરીને સદાય મુક્ત જ રહેશે. –અહા, એના અતૂલ મહિમાની શી
વાત? આવા તત્ત્વનો સ્વાદ આવ્યો ત્યાં હવે જન્મ–મરણ કેવા? એ તો ભવદુઃખથી
છૂટીને ચૈતન્યસુખમાં લીન થયો. જગતના કોઈ પદાર્થવડે એની તૂલના થઈ શકે નહિ.
એનો મહિમા અપાર છે.
આત્મા જ્ઞાનચેતનાસ્વરૂપ છે. જ્ઞાનચેતનાસ્વરૂપ મારા તત્ત્વમાં કર્મનો સંબંધ
નથી, કર્મના સંબંધવાળા કોઈ અશુદ્ધભાવો મારામાં નથી; મારું તત્ત્વ કર્મોથી અત્યંત જુદું
છે. કર્મો, અશુદ્ધભાવો અને શુદ્ધચેતના–એ બધું જુદું જુદું શોભી રહ્યું છે; તેમાંથી
શુદ્ધચેતનાવડે અલંકૃત એવો આત્મા હું છું, અશુદ્ધભાવો કે કર્મો તો મારાથી તદ્ન જુદા
છે. –આવું મારું મંતવ્ય છે, એટલે કે મારા આત્માને હું આવો અનુભવું છું.
અહો, આવો જુદો આત્મા પોતે વિદ્યમાન છે, તેમાં ઊંડા ઊતર્યા વગર કોઈ રીતે
જીવને શાંતિ કે સુખનું વેદન થાય નહિ. અરે, શાંતિના વેદન વગરનું જીવન એને તો
આત્માનું જીવન કેમ કહેવાય? રાગ અને દુઃખના અલંકારથી તે કાંઈ આત્માની

PDF/HTML Page 7 of 45
single page version

background image
: : આત્મધર્મ : આસો ર૪૯૯ :
શોભા છે? આત્મા તો પોતાની આનંદમય શુદ્ધચેતનાથી અલંકૃત છે, તેમાં જ આત્માની
શોભા છે.
ચેતનાથી જેમ જડ શરીર જુદું છે ને કર્મ જુદું છે તેમ રાગ પણ ચેતનાથી જુદો જ
છે. રાગની ઉપાધિ ચેતના ઉપર નથી, ચેતના તો રાગથી જુદેજુદી પોતાના સહજ
નિજગુણોથી શોભે છે. –અહો, આવા નિજગુણ–પર્યાયોથી અલંકૃત જગપ્રસિદ્ધ સત્ય
આત્માને હે ભવ્ય જીવો! તમે જાણો. કર્મથી તેમજ વિકારી ભાવોથી ભિન્ન એવી
ચેતનાવડે શોભિત ચૈતન્યવસ્તુને જ્ઞાનમાં એવી કોતરો કે જ્ઞાન પોતે વીતરાગ–આનંદથી
શોભી ઊઠે; અશુદ્ધતાનો કોઈ અંશ તેમાં ન રહે. આવી ચેતનાથી જેણે પોતાના આત્માને
અલંકૃત કર્યો તેણે સમસ્ત જિનાગમનો સાર પોતાના જ્ઞાનમાં કોતરી લીધો... તેનો
આત્મા પોતેપરમાગમનું મંદિર થયો.
ભાઈ, શાંતિસ્વરૂપ તારો આત્મા પોતે છે. પરભાવોથી ને જડથી જુદેજુદો તારો
ચૈતન્યભાગલો પરમ શાંતિથી ભરેલો અખંડ વિદ્યમાન છે, તારા તે ભાગલાને લઈને તું
આનંદિત થા. તારો ભાગલો ઘણો સુંદર છે, મોટો છે, વિકારની ભેળસેળ તેમાં નથી.
અરે, તારી જુદી વસ્તુને એકવાર તું જો તો ખરો! એને દેખતાં તને કોઈ અપૂર્વ તૃપ્તિ ને
આનંદ થશે.
વાહ! સંતોની વાણી શાંતિની દેનારી છે.
વીતરાગનાં વચનો સમજતાં આત્મામાંથી આનંદ ઝરે છે.
અહો, જિનેન્દ્રભગવાને ઉપયોગસ્વરૂપ આત્મા સદાય કર્મોથી ને રાગથી જુદો જ
કહ્યો છે. કર્મથી જુદો ઉપયોગસ્વરૂપ આત્મા જગતમાં પ્રસિદ્ધ છે. આવા જગપ્રસિદ્ધ સત્ય
આત્માને હે ભવ્ય! તું જાણ, તેને તું અનુભવમાં લે. અહા, જૈનશાસનમાં કેવળજ્ઞાની
પરમાત્માએ દિવ્યધ્વનિવડે કર્મથી અત્યંત ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્મા દેખાડ્યો છે, તેને
જે જાણે છે તેણે જ ખરેખર ભગવાનના શુદ્ધ વચનને જાણ્યા છે. શુદ્ધ વચનના વાચ્યરૂપ
શુદ્ધઆત્મા જેણે જાણ્યો તેણે જ ખરેખર ભગવાનના શુદ્ધ વચનને જાણ્યા છે. કર્મથી ને
રાગથી જુદો શુદ્ધ આત્મા દેખાડે તેને જ ‘શુદ્ધવચન’ કહેવાય છે, જે વચન રાગ–દ્વેષ–
મોહની પુષ્ટિ કરે તે વચન શુદ્ધ નથી. જે વચન આત્માના વીતરાગ ભાવને પુષ્ટ કરે તે
જ શુદ્ધવચન છે. આવા શુદ્ધવચનરૂપ જિનોપદેશને પામીને હે ભવ્ય!

PDF/HTML Page 8 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : પ :
પરભાવોથી અત્યંત ભિન્ન એવા પ્રસિદ્ધ શુદ્ધાત્માને તું જાણ, તેને અનુભવમાં લે; તેને
જાણતાં–અનુભવતાં તને અપૂર્વ પ્રસન્નતા થશે, આનંદ થશે,ને તું મોક્ષનો સાધક થઈશ.
મહાવીર ભગવાને કહેલો આવો આનંદસ્વરૂપ આત્મા સત્ય છે, તે જગતમાં
પ્રસિદ્ધ છે. આવા જગપ્રસિધ્ધ સત્યને વીતરાગી સંતોએ જિનશાસનમાં પ્રસિધ્ધ કર્યું છે.
આવા જગપ્રસિધ્ધ સત્યને જાણીને હે ભવ્ય! તું પણ મહાવીર ભગવાનના માર્ગમાં આવી
જા...
સોનગઢમાં કુંદકુંદ–કહાન કો–ઓ.
હાઉસિંગ સોસાયટી (સૂચિત)
સહકારી ધોરણે યોજેલ ટેનામેન્ટ ટાઈપ સાથેની સુંદર વસવાટની યોજના
નીચે મુજબ છે–
* પાલીતાણા રોડ ઉપર અગાઉ જે કહાનનગર–સોસાયટી થયેલી છે
(–જેનું બાંધકામ પ૦૦ ચો. ફૂટ છે) તેની સામેના પ્લોટમાં,
સાગરવાળા શેઠના બંગલાની બાજુમાં આ સોસાયટીની જગ્યા
આવેલી છે.
* દરેક બ્લોકમાં ૭૦૦ ચો. ફૂટનું બાંધકામ થશે. એક લીવીંગરૂમ,
એક બેડરૂમ, એક રસોડું, એક બાજરૂમ, એક જાજરૂ, પેસેજ–વરંડા
સહિત તથા બંને તરફ સ્વતંત્ર ખુલ્લી જગ્યા સહિત.
* સોસાયટી લગભગ પચીસ બ્લોકની થશે. દરેક બ્લોકની અંદાજી
કિમત રૂા. ર૭૦૦૦ (સત્તાવીશ હજાર) થશે.
જેઓ માલિકી હક્કથી સભ્ય થશે, એટલે કે એક સાથે પૂરી કિંમત
આપીને લેવા માંગશે, તેમને પહેલો ચાન્સ આપવામાં આવશે.
નહિતર, હાઉસીંગ ફાઈનાન્સ સોસાયટી તરફથી ૬પ% લોન
મેળવીને બ્લોક બનાવવામાં આવશે.
સોસાયટીનું કામ જેમ બને તેમ તુરતમાં શરૂ કરવાનું છે. તો
જેમને સભ્ય થવું હોય તેઓ એડવાન્સના રૂા. પાંચ હજાર ડ્રાફટથી
N. C. javeri & others ના નામથી બેંક ઓફ ઈંડિયા (સોનગઢ)
મારફત નીચેના સરનામે મોકલાવે.
નવનીતલાલ ચુનીલાલ જવેરી
ઓમ શાંતિ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
૩૬૪રપ૦

PDF/HTML Page 9 of 45
single page version

background image
: : આત્મધર્મ : આસો ર૪૯૯ :
પરમાગમની મધુરી પ્રસાદી
શુદ્ધચૈતન્યની પ્રકાશક જિનવાણી પરમાગમમાં ગુંથાયેલી
છે; અત્યંત બહુમાનપૂર્વક તે જિનવાણી (સમયસાર વગેરે)
સોનગઢના ભવ્ય પરમાગમમંદિરમાં કોતરાયેલી છે. તેનું કામ
ઝડપથી પૂર્ણતા તરફ પ્રગતિ કરી રહ્યું છે ને મંગલઉત્સવના
ભણકારા વાગવા માંડયા છે. બસ, હવે તો જોશીજી કયું શુભ
મૂરત કાઢી આપે છે તેની રાહ જોવાય છે. માત્ર પરમાગમ નહીં,
પરમાગમની સાથેસાથે તેના પ્રણેતા શ્રી મહાવીર ભગવાન પણ
પધારશે ને પંચકલ્યાણકમહોત્સવપૂર્વક પરમાગમમાં બિરાજશે..
તે પ્રભુ ના કહેલા પરમાગમોમાં જે મધુરી ચૈતન્યપ્રસાદી ભરી છે
ને જેનો અપૂર્વ સ્વાદ ગુરુદેવે આપણને ચખાડ્યો છે, તેનો થોડો
થોડો નમૂનો આત્મધર્મમાં અપાય છે. અગાઉ પણ પરમાગમની
મધુરી પ્રસાદી આપી ગયા છીએ ને અહીં સમયસાર તથા
અષ્ટપ્રાભૃતના પ્રવચનમાંથી પ્રસાદી આપવામાં આવે છે.
આવતા આખા વર્ષ દરમિયાન ‘પરમાગમની મધુરી પ્રસાદી’
નો આ વિભાગ ચાલુ રહેશે. સૌ જિજ્ઞાસુઓ આનંદથી
પરમાગમનો લાભ લેજો. (સં.)
સમ્યગ્દ્રષ્ટિને પોતાના સમ્યક્ત્વનો નિર્ણય તો સ્વસંવેદન–પ્રત્યક્ષદ્વારા થઈ
જાય છે; –આ નિર્ણય તો બધા સમ્યગ્દ્રષ્ટિને જરૂર હોય છે; અને પરના
સમ્યક્ત્વનો નિર્ણય પણ અનુમાનાદિ દ્વારા થઈ શકે છે.
સમ્યક્ત્વ સાથેની, બીજા ગુણની નિર્મળપર્યાય દ્વારા (શાંતિનું વેદન વગેરે
દ્વારા) સમ્યક્ત્વને ઓળખવું તે વ્યવહાર છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલી નિર્ગ્રંન્થમૂર્તિ તે જૈનદર્શનનો માર્ગ છે.
આવો વીતરાગમાર્ગ સાંભળીને તેની પ્રતીત કરવી, અને તેનાથી વિરુદ્ધ માર્ગને

PDF/HTML Page 10 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૭ :
માનવો નહિ. આવા યથાર્થ માર્ગની પ્રતીતપૂર્વક શુદ્ધ જ્ઞાનની અનુભૂતિ તે
સમ્યકત્વનું લક્ષણ છે. –આ ધર્મનું મૂળ છે.
અહો, સમ્યકત્વ સાથેની અનુભૂતિમાં તો અતીન્દ્રિય આનંદ છે, તે અનુભૂતિ
સ્વસંવેદન–પ્રત્યક્ષ છે, રાગથી પાર છે. આવી નિઃશંક અનુભવદશા વગર
સમ્યકત્વ હોતું નથી.
ભેદજ્ઞાન થતાં, અને સમ્યગ્દર્શન થતાં, ધર્મીને એવો સ્વાદ આવ્યો કે અહો!
આ અતીન્દ્રિય મહા આનંદ અને શાંતિના સ્વાદરૂપે જેનું વેદન થયું તે જ
મારું સ્વરૂપ છે, તે જ હું છું; અનાદિથી રાગ–દ્વેષ–અશાંતિનો જે સ્વાદ
અનુભવ્યો–તે હું નહિ, તે મારું સ્વરૂપ નહિ. –આમ પરભાવોથી અત્યંત
ભિન્ન પોતાના ચૈતન્યસ્વાદનું વેદન તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનની સાથે
અનંતગુણની નિર્મળતાનું વેદન છે. સ્વસંવેદનમાં અભેદપણે અનંતગુણના
આનંદનો સ્વાદ ભર્યો છે.
ધર્મીનો ઉત્સાહ પોતાના ધર્મમાં છે. જ્ઞાનચેતના–સ્વરૂપ જે પોતાનો સ્વભાવ
તે ધર્મ છે, તેમાં જ ધર્મીનો પ્રેમ ને ઉત્સાહ છે; રાગમાં કે રાગના ફળમાં
ધર્મીને ઉત્સાહ નથી. મોક્ષદશાને સાધવાનો તેને ઉત્સાહ છે, રત્નત્રયમાર્ગનો
તેને ઉત્સાહ છે; રાગનો–પુણ્યનો–સંસારનો તેને ઉત્સાહ નથી.
ધર્મને સાધનારા બીજા ધર્માત્મા પ્રત્યે સમ્યગ્દ્રષ્ટિને બહુ પ્રેમ આવે છે;
પંચપરમેષ્ઠીપ્રત્યે પ્રમોદ આવે છે. સંસારના પ્રેમ કરતાં ધર્મનો પ્રેમ અને
ઉત્સાહ ધર્મીને વધુ હોય છે. અંતરમાં તો તે શુભરાગથી પણ પાર
ચૈતન્યતત્ત્વની પરમપ્રીતિ છે. ચૈતન્યસ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન–આચરણરૂપ જે
જ્ઞાનચેતના છે તે જ પરમાર્થધર્મ છે, તે જ જૈનશાસન છે; ને એવા
રત્નત્રયવંત નિર્ગ્રંથ મુનિરાજનું દર્શન, તે દર્શનનો માર્ગ છે, તે જૈનમાર્ગ છે.
સ્વભાવની પ્રાપ્તિનો જેને અનુરાગ થયો તેને સંસાર તરફની પ્રીતિ હટી
ગઈ, સંસારભાવથી તે વિરક્ત થયો, અને ચૈતન્યના વીતરાગભાવરૂપ
મોક્ષમાર્ગપ્રત્યે તે ઉત્સાહિત થયો. –આવા સંવેગ અને નિર્વેદ ધર્માત્માને હોય
છે. જ્ઞાનચેતનારૂપ આત્મધર્મનો જેને પ્રેમ લાગ્યો, તેનો ચૈતન્યરસ જેણે
ચાખ્યો, તે હવે બીજાનો પ્રેમ નહિ કરે ચૈતન્યનો અમૃતરસ ચાખ્ખા પછી
વિભાવના ઝેરને કોણ ચાહે?

PDF/HTML Page 11 of 45
single page version

background image
: : આત્મધર્મ : આસો ર૪૯૯ :
ધર્મીને પર્યાયમાં જેટલા રાગાદિ છે તેનું વેદન પણ છે, ને તેને તે જાણે પણ
છે; પણ તે જ વખતે રાગથી ભિન્ન ચિદાનંદસ્વભાવને ચેતનારી જે
જ્ઞાનચેતના છે, તે જ્ઞાનચેતનાના બળે ધર્મી એમ અનુભવે છે કે મારી
જ્ઞાનચેતનામાં રાગાદિનું વેદન નથી, જ્ઞાનચેતના તો આનંદને જ વેદનારી
છે. મારી જ્ઞાનચેતનાના પરિણમનમાં કોઈ કર્મનું કર્તાપણું નથી, કે કોઈ
કર્મફળનું ભોક્તાપણું નથી. –આવી જ્ઞાનચેતના ધર્માત્માને હોય છે;
આનંદની વર્ષા તેના આત્મામાં નિરંતર વરસે છે.
વરસાદ આવે ત્યાં લોકો કેવા રાજી થાય છે? ખરેખર આત્મામાં
આનંદરસની ધારા વરસે તે અપૂર્વ છે, તેના વડે અનાદિ કાળના
મિથ્યાત્વનો દાહ મટી જાય છે ને ધર્મના અંકુરા ફૂટે છે, મોક્ષના પાક પાકે
છે. ભાઈ, એકવાર સ્વસન્મુખ થઈને તારા નિરાલંબી ચૈતન્ય–ગગનમાંથી
આનંદની વર્ષા વરસાવ.
અરે જીવ! આવા ભયંકર દુઃખથી ભરેલા ભવભ્રમણમાં તને પરમસુખનો
માર્ગ બતાવનાર આવો સુંદર વીતરાગમાર્ગ મળ્‌યો, સાચા દેવગુરુનો
ઉપદેશ મળ્‌યો, તો હવે ચૈતન્યતત્ત્વના અગાધ મહિમાને લક્ષગત કરીને તેમાં
ઉપયોગ વાળ. સ્વસન્મુખ થતાં જે અપૂર્વ સમ્યગ્દર્શન થયું ત્યાં ધર્મીને
પૂર્ણતા સાધવાનો પરમ ઉલ્લાસ થાય છે; અંદર ચૈતન્યની
અતીન્દ્રિયશાંતિરૂપ પ્રશમ છે, ને બાહ્યચિહ્ન તરીકે પણ શાંતભાવરૂપ પ્રશમ
હોય છે. અહા, મારું ચૈતન્યતત્ત્વ પ્રશાંત, અનંત સુખમય છે, –એનું જ્યાં
સ્વસંવેદન થઈ ગયું ત્યાં કષાયો પણ એકદમ પ્રશાંત થઈ ગયા.
જગતમાં તે જ સંતો સદા સુખીયા છે કે જેઓ પરથી ભિન્ન આનંદસ્વરૂપ
આત્માનો સ્વાદ લ્યે છે; જેણે પોતાના અંતરમાં ચૈતન્યની અપાર રિદ્ધિ–
સિદ્ધિ દેખી છે; આવા ચૈતન્યના ભાન વગરના જીવો દુઃખીયા છે–ભલે પછી
તે પુણ્ય કરીને સ્વર્ગમાં ગયા હોય. જેણે ચૈતન્યના નિધાન પોતામાં દેખ્યા
ને મહા આનંદનો સ્વાદ ચાખ્યો તેને જગતમાં ક્યાંય મરણાદિનો ભય નથી
અનંતગુણથી શોભતું ચૈતન્યજીવન તેણે પ્રાપ્ત કરી લીધું છે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૯ :
‘જ્ઞાયકભાવ’ આત્મા છે, તે જ્ઞાયકભાવ રાગ–દ્વેષરૂપ નથી; શુભ–
અશુભભાવોરૂપ જે કષાયચક્ર છે તે–રૂપે જ્ઞાયકભાવ કદી થઈ ગયો નથી;
પર્યાયને અંતર્મુખ કરીને આવા જ્ઞાયકભાવપણે પોતે પોતાના આત્માને
ઉપાસવો–તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે જ મોક્ષમાર્ગ છે.
સ્વસંવેદનથી આત્મા પોતે પોતાને જાણે છે, ત્યારે આત્મા પોતે જ્ઞાયકપણે
જ્ઞાતા છે, ને પોતે જ સ્વજ્ઞેય છે, –આમ જ્ઞાતા–જ્ઞેયનું અનન્યપણું છે–
અભેદપણું છે; ત્યારે ‘જ્ઞાયક’ પોતે સ્વરૂપ–પ્રકાશનપણે પોતાને પ્રકાશે છે–
જાણે છે– અનુભવે છે. પર્યાય અંતર્મુખ થઈને અભેદ થઈ ત્યાં જ્ઞાયકભાવની
ઉપાસના થઈ; તેને જ ‘શુદ્ધ’ કહેવાય છે. –આત્માની આવી ઉપાસના તે
મોક્ષમાર્ગ છે, તેમાં રાગ–દ્વેષ કે પુણ્ય–પાપ નથી; તેથી કહ્યું કે જ્ઞાયકભાવ છે
તે શુભાશુભભાવરૂપે પરિણમતો નથી.
અરે જીવ! તું તારા આનંદમય જ્ઞાયકતત્ત્વને ભૂલીને અનાદિથી
શુભાશુભભાવના કષાયચક્રમાં દુઃખી થયો. તે કષાયચક્ર મટવું જોકે કઠણ
છે–પણ કાંઈ અશક્્ય નથી. જ્યાં અંતર્મુખ થઈને પોતે પોતાને
જ્ઞાયકસ્વભાવપણે અનુભવમાં લીધો ત્યાં પર્યાય જ્ઞાયકસ્વભાવમાં અભેદ
થઈ ગઈ ને પુણ્ય–પાપનું કષાયચક્ર તેમાંથી છૂટી ગયું. આનું નામ
શુદ્ધાત્માની ઉપાસના છે, આ સમ્યગ્દર્શન છે. આત્માના નિજવૈભવની
પ્રાપ્તિની આ રીત છે.
અહા, સમ્યગ્દર્શન ચીજ અલૌકિક ગંભીર છે; સમ્યગ્દર્શન થતાં સર્વજ્ઞદેવે
કહેલા આત્માનો અને બધા તત્ત્વોનો સાચો નિર્ણય થઈ જાય છે. અહો,
જિનધર્મની ગંભીરતા, અજ્ઞાનીઓ એનો પત્તો ન પામી શકે. ગુરુગમે
જિનપ્રવચનનું સાચું રહસ્ય સમજાય છે કે અહો, જિનપ્રવચન તો આત્માનું
સ્વરૂપ જિન સમાન બતાવે છે, ‘જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ
કાંઈ, આવા આત્માને લક્ષગત કરીને સ્વસન્મુખપણે તેનો અનુભવ કરવો
તે જૈનશાસનનું હાર્દ છે. –એમાં આત્માના મહાન આનંદનું વેદન છે. એવા
સમ્યગ્દ્રષ્ટિને બીજા ધર્માત્માઓ પ્રત્યે અત્યંત પ્રેમ–વાત્સલ્ય હોય છે. બીજા
ધર્માત્મા આગળ વધી જાય તે દેખીને ઈર્ષા થતી નથી પણ પ્રસન્નતા થાય
છે, બહુમાન આવે છે; સર્વપ્રકારે તેને સહાય કરે છે. તે વીતરાગી દેવ–ગુરુ–
ધર્મનો દાસ થઈને વર્તે છે, તેમના પ્રત્યે તેને અત્યંત ભક્તિ ને આદરભાવ
આવે છે. આવો ધર્મપ્રેમ ધર્મીને હોય છે. રત્યત્રયધર્મની પરમ પ્રીતિથી,
જગતમાં તેનો પ્રભાવ વધે તેમ કરે છે, ને

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
પોતામાં પણ રત્નત્રયધર્મની વૃદ્ધિ થાય તેમ પ્રવર્તે છે.
ભાઈ, આવું મનુષ્યપણું ને આત્માને સાધવાનો આવો અવસર–એની એકેક
ક્ષણ અમૂલ્ય છે; તેમાં અત્યારે આત્માનો નિર્ણય કરીને પોતાનું કામ કરી
લેવા જેવું છે. –એ જ આત્માનું સાચું હિતરૂપ કાર્ય છે. સ્વાનુભૂતિવડે
સમ્યગ્દર્શનાદિ કાર્ય કર્યું ત્યારે જ આત્મા સાચો કર્તા થયો, ત્યારે જ તે
ધર્મનો કર્તા થયો, એટલે મોક્ષનો સાધક, ધર્માત્મા થયો. ત્યાર પહેલાંં તો
અજ્ઞાનથી રાગનો કર્તા થતો હતો, ને ધર્મનો કર્તા થતો ન હતો. હવે રાગનો
અકર્તા થઈને ધર્મનો કર્તા થયો, તેથી તે જ સાચો કર્તા છે.
જીવનો કોઈપણ ભાવ–તે ધર્મ છે કે નહીં? તે મોક્ષનું કારણ છે કે નહીં? –તે
નક્કી કરવાનું એક સહેલું ત્રાજવું આ છે કે–
* તે ભાવ જીવના પાંચ ભાવમાંથી ક્્યો ભાવ છે?
* જો તે ભાવ ઔદયિકભાવ છે–તો તરત જ સમજી લેવું કે તે ધર્મ નથી, તે
મોક્ષમાર્ગ નથી.
* જેટલા ઉદયભાવો છે તે બધામાંથી કોઈ પણ મોક્ષનું કારણ નથી,
એટલે તે ધર્મ નથી.
* બંધના કારણરૂપ જે કોઈ ભાવો હોય તે બધાય ઉદયભાવ છે; તેને
મોક્ષનું સાધન ન માનવું, તેને ધર્મ ન માનવો.
શુદ્ધાત્માની શ્રદ્ધા–જ્ઞાન–અનુભૂતિ વગર બહારનું કે શાસ્ત્રનું ગમે તેટલું
જાણપણું હોય પણ તે ખરૂં જ્ઞાન નથી, મોક્ષમાર્ગમાં તેની કાંઈ કિંમત નથી.
મોક્ષમાર્ગનું મૂળ તો સમ્યગ્દર્શન છે. આત્માનું પરમ ગંભીર સ્વરૂપ જેવું છે
તેવું જ્ઞાનમાં લઈને તેની સમ્યક્શ્રદ્ધા કરે તે જીવને બીજું જાણપણું ભલે થોડું
હોય તોપણ તે મોક્ષના માર્ગમાં છે, આરાધક છે. માટે હે ભવ્ય! બીજુ તને
આવડે કે ન આવડે, પણ આત્મતત્ત્વની સમ્યક્શ્રદ્ધાને બરાબર ટકાવી
રાખજે. સમ્યગ્દર્શન વડે પણ તારું આરાધકપણું ચાલુ રહેશે.
કોઈ જીવને સમ્યગ્દર્શન હોય ને ચારિત્રદશા–મુનિદશા અત્યારે ન હોય
તોપણ તે આરાધક છે, ને અલ્પકાળમાં ચારિત્રદશા પ્રગટ કરીને તે તો
મોક્ષ પામશે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૧૧ :
પણ જે જીવને સમ્યગ્દર્શન નથી તે તો અનંતકાળે પણ મોક્ષ પામતો નથી.
સમ્યગ્દર્શન વગર જ્ઞાન–ચારિત્ર વગેરે કોઈ ધર્મો સાચા હોતાં નથી. માટે
સમ્યગ્દર્શનને ધર્મનું મૂળ જાણીને હે ભવ્ય! તું તેની આરાધનામાં દ્રઢ રહેશે.
આહા! સમ્યગ્દર્શન તો જગતનું અલૌકિક રત્ન છે... નિર્વિકલ્પ ચૈતન્યનો
સ્વાદ તે ચખાડે છે. આવા સમ્યગ્દર્શન–રત્નના મૂલ્યથી તો મોક્ષ મળે છે.
સમ્યક્ત્વ વગરનું શાસ્ત્રજ્ઞાન કે તપસ્યા કરે તોપણ તે જીવ મિથ્યાદ્રષ્ટિપણે
સંસારમાં ને સંસારમાં જ ભમ્યા કરે છે. સમ્યગ્દર્શનરૂપી પવિત્ર જળ તો
પાપનો નાશ કરીને ઉત્કૃષ્ટજ્ઞાન પમાડે છે. આવા સમ્યકત્વનો પવિત્ર પ્રવાહ
જેના અંતરમાં વર્તે છે તે આરાધક જીવ જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ કરતો કરતો
મોક્ષને પામે છે. આ રીતે સમ્યકત્વનો અપાર મહિમા જાણીને તેની
આરાધના કરો. આત્માની અપૂર્વ શાંતિનું વેદન એ જ સાચી આરાધના છે.
અરિહંતોનું પરમ સુખ
[તેની ઓળખાણનું ફળ]
શ્રી અરિહંત ભગવંતો પરમ અતીન્દ્રિય સુખી છે.
શું તીર્થંકરપ્રકૃતિનો ઉદય છે તે કારણે તેઓ સુખી છે? કે શું સમવસરણનો સંયોગ
કે ઈંદ્રોદ્વારા પૂજ્યતાને કારણે તેઓ સુખી છે? –ના; તીર્થીંકરપ્રકૃતિને લીધે કે સમવસરણના
સંયોગને લીધે તે અરિહંતો સુખી નથી, (કેમકે બધાય અરિહંતોને કાંઈ તીર્થંકરપ્રકૃતિ હોતી
નથી, છતાં તેઓ પરમ સુખી છે.) તેઓ તો પોતાના ચૈતન્યભાવથી જ સ્વયમેવ સુખી છે.
અતીન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી તેઓ સ્વયંભૂ–સુખી છે. અને પોતે જ સુખરૂપ–સુખી
થયા હોવાથી, તીર્થંકરપ્રકૃતિ વગર કે સમવસરણાદિ વગર પણ સુખી રહે છે. તેમનું સુખ
કર્મોદયના કાર્યોથી ન્યારું જ છે. તેમનું સુખ કર્મોના ઉદયજનિત નથી, પણ કર્મોના
ક્ષયજનિત છે.
તે અરિહંતોને તે કાળે ઉત્તમ પુણ્યફળ વિદ્યમાન હો ભલે, [पुण्णफला अरहंता]
–પરંતુ તેમનું સુખ કાંઈ તે પુણ્યફળને લીધે નથી. પુણ્યફળ તે તો ઉદયભાવ છે, ને
અરિહંતોનું સુખ તો ક્ષાયિકભાવે છે. એવા અરિહંતોની સાચી ઓળખાણ કરનારને
ચૈતન્યના અતીન્દ્રિય સુખનો સ્વાદ આવે છે.
અરિહંતોના આવા અતીન્દ્રિયસુખની શ્રદ્ધા સમ્યગ્દ્રષ્ટિ જ કરે છે.
શ્રી કુન્દકુન્દસ્વામી કહે છે કે–
જે જાણતો અર્હંતને ગુણ–દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧ર : આત્મધર્મ : આસો ર૪૯૯ :
હરિવંશ – પુરાણના વૈરાગ્યપ્રસંગો
ગજકુમાર–વૈરાગ્ય
દેવકી માતાના આઠમા પુત્ર ગજકુમાર; તે શ્રીકૃષ્ણના નાના ભાઈ; તેઓ
નેમપ્રભુના પિતરાઈ ભાઈ થાય.
અનેક રાજકન્યાઓ સાથે તેમજ સોમશર્મા બ્રાહ્મણની પુત્રી સોમા સાથે
ગજકુમારના વિવાહ આરંભ્યા... એવામાં વિહાર કરતા કરતા શ્રી નેમિતીર્થંકર ગીરનાર
પધાર્યા. જિનરાજ પધારતાં સૌ દર્શનાર્થે ચાલ્યા. ગજકુમારે જાણ્યું કે અહો! આ તો મારા
ભાઈ, ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ પધાર્યા છે! તેઓ પણ હર્ષપૂર્વક પ્રભુદર્શને ચાલ્યા.
પ્રભુદર્શનથી પરમ પ્રસન્ન થયા. પ્રભુના શ્રીમુખેથી તીર્થંકરાદિનું પાવન ચરિત્ર સાંભળતાં
અતિશય વૈરાગ્ય પામીને, તરત જ માતા–પિતાને છોડીને જિનેન્દ્રદેવના ચરણનું શરણ
લીધું; સંસારથી ભયભીત અને પ્રભુના મહા ભક્ત એવા તે વૈરાગી ગજકુમારે
ભગવાનની આજ્ઞાપૂર્વક દિગંબર દીક્ષા ધારણ કરી, અને ચૈતન્યધ્યાનમાં તલ્લીનતાપૂર્વક
મહાન તપ કરવા લાગ્યા. તેમની સાથે જેની સગાઈ થયેલી તે રાજપુત્રીઓએ પણ દીક્ષા
લઈ લીધી.
સોમશર્મા બ્રાહ્મણ પોતાની પુત્રીને ગજકુમારે રખડાવી–એમ સમજી, અત્યંત
ક્રોધિત થયો. સાધુ થવું’ તું તો મારી પુત્રી સાથે સગાઈ કેમ કરી? –એમ ક્રોધપૂર્વક તેણે
ગજસ્વામી–મુનિરાજના મસ્તકે અગ્નિ સળગાવીને ઘોર ઉપસર્ગ કર્યો... માથું ભડભડ
બળવા લાગ્યું... અત્યંત કોમળ શરીર સળગવા લાગ્યું...
પણ આ તો ઘોરપરાક્રમી ગજકુમાર! –જાણે શાંતિનો પહાડ! એ અગ્નિથી ડગે
નહિ. એ ગંભીર મુનિરાજ તો સ્વરૂપની મસ્તીમાં મસ્ત, એકલા પ્રતિમાયોગ ધારીને
ઊભા છે. બહારમાં મસ્તક તો અગ્નિમાં બળે છે પણ અંદર આત્મા તો ચૈતન્યના પરમ
શાંતરસમાં તરબોળ છે. સર્વે પરિષહ સહનારા તે મુનિરાજ, અત્યંત શૂરવીરપણે
આરાધનામાં દ્રઢ રહી, તે જ વખતે ક્ષપકશ્રેણી માંડી, શુક્લધ્યાન વડે કર્મોને ભસ્મ કરી,

PDF/HTML Page 16 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૧૩ :
કેવળજ્ઞાન અને મોક્ષ પામ્યા. નેમનાથપ્રભુના તીર્થંમાં તેઓ અંતકૃત કેવળી થયાં. તેમના
કેવળજ્ઞાન અને નિર્વાણ બંને કલ્યાણક દેવોએ એકસાથે કર્યાં.
ગજકુમારના મોક્ષની આ વાત સાંભળીને તરત સમુદ્રવિજય મહારાજ
(નેમપ્રભુના પિતાજી) વગેરે નવે ભાઈઓ (વસુદેવ સિવાયના) એ સંસારથી વિરક્ત
થઈને જિનદીક્ષા ધારણ કરી. માતાજી–શિવાદેવી વગેરોએ પણ દીક્ષા લીધી. ફરી પાછા
અનેક વર્ષ વિહાર કરી નેમપ્રભુ પુન: ગીરનાર પધાર્યા.
[આત્મસાધના માટે ગજકુમાર સ્વામીના આ ઘોર પુરુષાર્થનો પ્રસંગ ગુરુદેવને
ખૂબ પ્રિય છે, ને અવાર–નવાર પ્રવચનમાં જ્યારે તેનું ભાવભીનું વર્ણન કરે છે ત્યારે
મુમુક્ષુનો આત્મા ચૈતન્યના પુરુષાર્થથી થનગની ઊઠે છે, ને મોક્ષના એ અડોલ–
અપ્રતિહત સાધક પ્રત્યે હૃદય ઉલ્લાસથી નમી જાય છે.
]
નેમપ્રભુ પુન: ગીરનાર પધાર્યા, ને બળદેવ–વાસુદેવ–પ્રદ્યુમ્ન વગેરે પ્રભુના દર્શને
આવ્યા. પછી શું થયું? તેની કથા હવે વાંચો.
દ્વારકાનગરી જ્યારે સળગી ગઈ... ત્યારે...
[દ્વારકા ભલે દગ્ધ થઈ પણ ધર્માત્માની શાંતપર્યાય નથી સળગી]
ગીરનાર પર નેમપ્રભુના શ્રીમુખેથી દિવ્યધ્વનિનો વીતરાગી ઉપદેશ સાંભળ્‌યા
બાદ, બળભદ્રે વિનયથી ભગવાનને પૂછયું– હે દેવ! આ અદ્ભુત દ્વારકાપુરી કુબેરે રચી
છે, તો હવે તેની કેટલા વર્ષ સ્થિતિ છે? જે વસ્તુ કૃત્રિમ હોય તેનો નાશ થાય જ. તો
આ નગરી સહેજે વિલય પામશે કે કોઈના નિમિત્તથી? વાસુદેવનો પરલોકવાસ કયા
કારણે થશે? –મહાપુરુષનું શરીર પણ કાંઈ કાયમ રહેતું નથી. અને મને સંયમની પ્રાપ્તિ
ક્્યારે થશે? મને જગતસંબંધી બીજા પદાર્થોનું મમત્વ તો અલ્પ છે, માત્ર એક ભાઈ–
શ્રીકૃષ્ણના સ્નેહબંધનથી બંધાયેલો છું.
નેમપ્રભુએ, કહ્યું–આજથી બાર વર્ષ બાદ માદકપીણાની ઉન્મત્તતાથી યાદવકુમારો

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
દ્વીપાયનને ક્રોધ ઉપજાવશે, ને તે દ્વીપાયનમુનિ (બળભદ્રના મામા) ક્રોધવડે આ દ્વારકા
નગરીને ભસ્મ કરશે. તથા મહાભાગ શ્રીકૃષ્ણ કોશાંબીના વનમાં સૂતા હશે ત્યારે તેમના
જ ભાઈ જરત્કુમારના બાણથી તે પરલોકને પામશે. ત્યારબાદ છ માસ પછી તમે
સંસારથી વિરક્ત થઈને સંયમદશાને ધારણ કરશો.
જન્મ–મરણનાં દુઃખનું કારણ તો રાગ–દ્વેષ ભાવ છે; અને જ્યારે પુણ્યપ્રતાપનો
ક્ષય થાય ત્યારે બહારમાં અનેક કારણ મળે છે. વસ્તુસ્વભાવને જાણનારા જ્ઞાની પુણ્ય
પ્રતાપ વખતે હર્ષ ન કરે ને તેના નાશ વખતે વિષાદ ન કરે. વાસુદેવના વિયોગથી
તમને (બળભદ્રને) ઘણો ખેદ થશે, પછી પ્રતિબુદ્ધ થઈને ભગવતી દીક્ષા ધારણ કરશો,
ને પાંચમા બ્રહ્મસ્વર્ગમાં જશો, ત્યાંથી નરભવ પામીને નિરંજન થશો.
પ્રભુની આ વાત સાંભળીને દ્વીપાયન તો તરત દીક્ષા ધારણ કરીને દ્વારકાથી દૂર–
સુદૂર વિહાર કરી ગયો.
તથા જરત્કુમાર પણ પોતાના હાથે હરિનું મૃત્યુ થવાનું સાંભળીને અતિ દુઃખી
થયો ને કુટુંબ તજી દૂરદૂર એવા વનમાં ગયો કે જ્યાં હરિનું દર્શન પણ ન થાય.
શ્રીકૃષ્ણના સ્નેહને લીધે તે જરત્કુમાર ખૂબ વ્યાકુળ થઈ ગયો, હરિ તેને પ્રાણ જેવા
વહાલા હતા, તેથી તે દૂરદૂર વનમાં રહીને વનચરની જેમ રહેવા લાગ્યો.
બીજા બધા યાદવો, દ્વારકાનું હોનહાર સાંભળીને ચિંતાથી દુઃખિત હૃદયે દ્વારકા
આવ્યા, દ્વારકા તો જૈનધર્મીઓની પુરી, મહા દયાધર્મથી ભરેલી, ત્યાં માંસ–મધ તો
કેવા? જ્યાં બળદેવ–વાસુદેવનું રાજ્ય, ત્યાં કુવસ્તુની ચર્ચા કેવી? પરંતુ કર્મભૂમિ છે
એટલે કોઈ પાપી જીવો ગુપ્તપણે મદ્યાદિનું સેવન કરતા હોય! –એમ વિચારી બળદેવ–
વાસુદેવે દ્વારકાનગરીમાં ઘોષણા કરી કે કોઈએ ઘરમાં મધ–માંસની સામગ્રી રાખવી
નહિ; જેની પાસે હોય તેણે તરત નગરબહાર ફેંકી દેવી. –આ સાંભળી જેની પાસે મધ
સામગ્રી હતી તેમણે તે કદંબવનમાં ફેંકી દીધી, ને ત્યાં તે સુકાવા લાગી.
વળી શ્રીકૃષ્ણે દ્વારકાના બધા નરનારીઓને વૈરાગ્ય માટે ઘોષણા કરી, ગામમાં
ઢંઢેરો પીટાવ્યો કે મારા પિતા–માતા–ભાઈ–બેન–પુત્ર–પુત્રી–સ્ત્રી અને નગરના લોકો,
જેઓને વૈરાગ્ય ધરવો હોય તેઓ શીઘ્ર વૈરાગ્ય ધારણ કરો, શીઘ્ર જિનદીક્ષા લઈને
આત્મકલ્યાણ કરો, હું કોઈને નહિ રોકું.

PDF/HTML Page 18 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૧પ :
શ્રીકૃષ્ણની આ વાત સાંભળીને તેના પુત્રો પ્રદ્યુમ્નકુમાર ભાનુકુમાર વગેરે
ચરમશરીરી હતા તેમણે દીક્ષા લઈ લીધી; સત્યભામા–રુકિમણી–જાંબુવતી વગેરે આઠે
પટરાણી અને બીજી હજારો રાણીઓએ પણ દીક્ષા લીધી; દ્વારકાનગરની પ્રજામાંથી ઘણાં
પુરુષો મુનિ થયા, ઘણી સ્ત્રીઓ આર્યિકા થઈ. શ્રીકૃષ્ણે બધાને પ્રેરણા આપતાં એમ કહ્યું
કે સંસાર સમાન કોઈ સમુદ્ર નથી, માટે સંસારને અસાર જાણીને નેમિનાથપ્રભુએ
બતાવેલા મોક્ષમાર્ગનું શરણ લ્યો. મારે તો આ ભવમાં વૈરાગ્યનો યોગ નથી, અને
બળદેવને મારા પ્રત્યે મોહને લીધે હમણાં મુનિવ્રત નથી, –મારા વિયોગ પછી તે મુનિવ્રત
ધારણ કરશે. તેથી બાકીના મારા બધા ભાઈઓ, યાદવો, અમારા વંશના રાજાઓ,
કુટુંબીજનો, પ્રજાજનો સૌ આ ક્ષણભંગુર સંસારનો સંબંધ છોડીને શીઘ્ર જિનરાજના
ધર્મને આરાધો, મુનિ તથા શ્રાવકનાં વ્રત ધારણ કરો.
શ્રીકૃષ્ણની એ વાત સાંભળી ઘણા જીવો વૈરાગી થઈ વ્રત ધારવા લાગ્યા. કોઈ
મુનિ થયા, કોઈ શ્રાવક થયા. સિદ્ધાર્થ–કે જે બળદેવનો સારથી હતો તેણે પણ વૈરાગ્ય
પામીને બળદેવ પાસે દીક્ષા માટે રજા માંગી. ત્યારે બળદેવે રજા આપતાં કહ્યું કે કૃષ્ણના
વિયોગમાં જ્યારે મને સંતાપ ઊપજે ત્યારે તમે દેવલોકથી આવીને મને સંબોધન કરજો.
સિદ્ધાર્થે તે વાત કબુલ રાખીને મુનિદીક્ષા લીધી. દ્વારકાના બીજા અનેક લોકો પણ બાર
વર્ષ વીતાવવા માટે નગરી છોડીને વનમાં ચાલ્યા ગયા, ને ત્યાં વ્રત–ઉપવાસ–દાન–
પૂજાદિમાં તત્પર થયા. પરંતુ... તેઓ બારવર્ષની ગણતરી ભૂલી ગયા, ને બારવર્ષ પૂરા
થયા પહેલાંં જ, બાર વર્ષ વીતી ગયા–એમ સમજીને નગરીમાં આવી વસ્યા. –રે
હોનહાર!
આ બાજુ દ્વીપાયનમુનિ–કે જે વિદેશમાં વિહાર કરી ગયા હતા તે પણ ભૂલ્યા, ને
ભ્રાંતિથી બાર વર્ષ પૂરા થવાનું સમજીને પહેલાંં જ દ્વારકા આવ્યા. –તે મિથ્યાદ્રષ્ટિ
દ્રવ્યલિંગી મનમાં એમ વિચારવા લાગ્યા કે ભગવાને જે ભવિતવ્ય ભાખ્યું હતું તે ટળી
ગયું! –આમ ધારી તેણે દ્વારકા નજીકના ગિરિ પાસે આતાપનયોગ ધારણ કર્યો.
તે વખતે શ્રીકૃષ્ણના પુત્ર શંબુકુમાર વગેરે યાદવકુમારો, વનક્રીડા કરવા માટે
ગયા હતા; તેઓ થાક્યા અને બહુ તરસ લાગી; તેથી કદંબવનના કુંડમાંથી પાણી ગળીને
પીધું. અગાઉ યાદવોએ જે મદીરા નગર બહાર ફેંકી દીધી હતી તેનું પાણી ધોવાઈ ને આ
કુંડમાં ભેગું થયું હતું, તેમાં મહુડાના ફળ પડ્યા ને તડકાનો તાપ લાગ્યો, તેથી તે બધું
પાણી મદિરા જેવું થઈ ગયું હતું. તરસ્યા યાદવકુમારોએ તે

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
પાણી પીધું. –બસ! કદંબવનની તે કાદંબરી (મદીરા) પીવાથી તે યાદવકુમારોને કેફ
ચડ્યો, તેઓ ઉન્મત્ત થઈને જેમ તેમ બકવા લાગ્યા, આમતેમ નાચવા લાગ્યા. દ્વારકા
તરફ આવતાં માર્ગમાં તેમણે દ્વીપાયનને દેખ્યા. દેખતાંવેંત કહ્યું: અરે, આ તો દ્વીપાયન,
જેના દ્વારા દ્વારાકાનગરીનો નાશ થવાનો હતો તે! હવે તે આપણાથી બચીને ક્્યાં
જવાનો છે? એમ કહીને તે કુમારો નિર્દયપણે તે તપસીને પાણા મારવા લાગ્યા. એવા
માર્યા કે તે તપસી જમીન પર પડી ગયા.
ત્યારે તે દ્વીપાયનને ઘણો ક્રોધ ઊપજ્યો. (અરે, હોનહાર!) ક્રોધથી હોઠ ભીંસીને
તેણે આંખો ચડાવી અને યાદવોના પ્રલય માટે કટિબદ્ધ થયો. યાદવકુમારો ભયના માર્યા
દોડયા અને દોડંદોડં દ્વારકાનગરીમાં આવ્યા. આખી નગરીમાં હલચલ મચી ગઈ.
બળદેવ–વાસુદેવ આ વાત સાંભળતાં જ મુનિ પ્રત્યે ક્ષમા કરાવવા દોડયા. અને
ક્રોધાગ્નિથી પ્રજ્વલિત, જેના મોં સામે પણ ન જોઈ શકાય અને જે કંઠગતપ્રાણ છે– એવા
ભયંકર દ્વિપાયન ઋષિ પ્રત્યે હાથ જોડી નમસ્કાર કરીને નગરીનું અભયદાન માંગ્યું. હે
સાધુ! રક્ષા કરો. ક્રોધને શાંત કરો. તપનું મૂળ તો ક્ષમા છે; માટે ક્રોધ તજીને આ
નગરીની રક્ષા કરો. ક્રોધ તો મોક્ષના સાધનરૂપ તપને ક્ષણમાત્રમાં બાળી નાંખે છે, માટે
ક્રોધ જીતીને ક્ષમા કરો. હે સાધુ! બાળકોની અવિવેકી ચેષ્ટા માટે ક્ષમા કરો, ને અમારા
ઉપર પ્રસન્ન થાઓ. –આમ બંને ભાઈઓએ પ્રાર્થના કરી.
પણ ક્રોધી દ્વીપાયને તો દ્વારકાનગરીને બાળી નાંખવાનો નિશ્ચય કર્યો; બે આંગળી
ઊંચી કરીને તેણે એમ સૂચવ્યું કે માત્ર તમે બે ભાઈઓ જ બચશો, બીજું કોઈ નહિ.
ત્યારે તે બંને ભાઈઓએ જાણ્યું કે બસ, હવે દ્વારકામાં બધાનો નાશ આવી
ચુક્્યો. બંને ભાઈઓ ખેદખિન્ન થઈને દ્વારકા આવ્યા. અને હવે શું કરવું તેની ચિંતા
કરવા લાગ્યા. તે જ વખતે શંબુકુમાર વગેરે અનેક ચરમશરીરી રાજકુમારો તો નગર
બહાર નીકળીને ગીરીગૂફામાં જઈને રહ્યા. અને મિથ્યાદ્રષ્ટિ દ્વીપાયન ભયંકર ક્રોધરૂપ
અગ્નિવડે દ્વારકાપુરીને ભસ્મ કરવા લાગ્યો. દેવોએ રચેલી દ્વારકાનગરી એકાએક ભડભડ
સળગવા લાગી. હું નિર્દોષ છતાં મને આ લોકોએ માર્યો, માટે હવે હું તે પાપીઓ સહિત
આખી નગરીને જ ભસ્મ કરી નાંખું! –એમ આર્ત્તધ્યાનસહિત તેજોલેશ્યાથી તે નગરીને
બાળવા લાગ્યો. નગરીમાં ચારેકોર વિનાશનો ઉત્પાત મચી ગયો. ઘરેઘરે બધાને ભયનો
રોમાંચ થયો. આગલી રાતે નગરીના લોકોએ ભયંકર સ્વપ્નો દેખ્યા તે પાપી દ્વીપાયન,
મનુષ્યો અને તિર્યંચોથી ભરેલી તે

PDF/HTML Page 20 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૧૭ :
દ્વારકાનગરીને બાળવા લાગ્યો. અગ્નિમાં અનેક પ્રાણીઓ સળગે, તે સળગતા પ્રાણીઓ
અત્યંત કરુણ વિલાપ કરવા લાગ્યા.. કોઈ અમને બચાવો રે બચાવો! આવો કરુણ
ચિત્કાર દ્વારકામાં કદી થયો ન હતો. બાળ–વૃદ્ધ–સ્ત્રી, પશુ ને પંખી બધા અગ્નિમાં બળવા
લાગ્યા... દેવોએ રચેલી દ્વારકાનગરી ભડભડ બળવા લાગી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે અરે! આ મહા દ્વારકાપુરી, જેની દેવોએ રચના કરી, અને
અનેક દેવો જેના સહાયક હતા, તે બધા અત્યારે ક્યાં ગયા? કેમ કોઈએ દ્વારકાને
બચાવી નહિ?
તેનું સમાધાન: હે ભાઈ! સર્વજ્ઞ ભગવાને દેખેલી ભવિતવ્યતા દુર્નિવાર છે.
જ્યારે આવું હોનહાર થયું ત્યારે દેવો પણ દૂર થઈ ગયા. જ્યાં ભવિતવ્ય જ એવું ત્યાં
દેવો શું કરે? જો દેવો ન ચાલ્યા જાય ને નગરીની રક્ષા કરે તો તે કેમ સળગે? જ્યાં
નગરી સળગવાનો સમય આવ્યો ત્યાં દેવો ચાલ્યા ગયા. અને બધા લોકો ભયભીત
થઈને બળદેવ–વાસુદેવના શરણે આવીને અતિશય વ્યાકુળતાથી પોકાર કરવા લાગ્યા–હે
નાથ! હે કૃષ્ણ! અમારી રક્ષા કરો, અગ્નિમાંથી અમને બચાવો.
ત્યારે બળભદ્ર અને શ્રીકૃષ્ણ કિલ્લો તોડીને દરિયાના પાણી વડે આગ બુઝાવવા
મથ્યા... પરંતુ રે દેવ! એ પાણી પણ તેલ જેવું થવા લાગ્યું ને તેના વડે ઊલ્ટી વધુ આગ
લાગવા માંડી. ત્યારે આગને ઠારવાનું અસાધ્ય જાણીને તે બંને ભાઈ માતા–પિતાને
નગર બહાર કાઢવાના ઉદ્યમી થયા. રથમાં માતા–પિતાને બેસાડીને ઘોડા જોડયા પણ તે
ન ચાલ્યા; હાથી જોડયા તે પણ ન ચાલ્યા; રથના પૈયા પૃથ્વીમાં ખૂંચી ગયા.. અંતે
હાથી–ઘોડાથી રથ નહિ ચાલે એમ દેખીને તે શ્રીકૃષ્ણ અને બલભદ્ર બંને ભાઈઓ પોતે
રથમાં જુત્યા અને જોર કરીને ખેંચવા લાગ્યા... પરંતુ રથ તો ન ચાલ્યો તે ન જ
ચાલ્યો... એ તો ત્યાં ને ત્યાં જ ખોડાઈ ગયો. જ્યારે બળદેવ જોર કરવા લાગ્યા ત્યારે
નગરીના દરવાજા આપોઆપ બીડાઈ ગયા. બંને ભાઈઓએ પાટુ મારી મારીને દરવાજા
તોડયા, ત્યાં તો આકાશમાંથી દેવવાણી થઈ કે માત્ર તમે બે ભાઈઓ જ દ્વારકામાંથી
નીકળી શકશો, ત્રીજું કોઈ નહિ. માતા–પિતાને પણ તમે નહિ બચાવી શકો.
ત્યારે માતા–પિતાએ ગદ્ગદ્ ભાવે કહ્યું– હે પુત્રો! તમે શીઘ્ર ચાલ્યા જાઓ,
અમારું તો મરણ નક્કી છે; અહીંથી હવે એક પગલું પણ ગમન થઈ શકશે નહિ. માટે
તમે જાઓ... તમે યદુવંશના તિલક છો. તમે જીવશો તો બધું થઈ રહેશે.