PDF/HTML Page 1 of 53
single page version
PDF/HTML Page 2 of 53
single page version
ભગવાનના આપણે વારસ છીએ...પ્રભુજીએ તે અગાધ
ચૈતન્યનિધાન આપણને પણ સોંપ્યા છે; પ્રભુના વંશમાં
થયેલા વીતરાગી સંતોએ ચૈતન્યનિધાન ખોલવાની ચાવી
આપણને આપી છે. અહા, શ્રીગુરુપ્રતાપે આ કાળે આવા
અગાધ ચૈતન્યનિધાનની પ્રાપ્તિ પ્રભુ વીરનાથના માર્ગમાં
આપણને થાય છે.
સાધવાનો છે. આત્મસાધક વીર સ્વાનુભૂતિવડે વીરનાથનો
વીતરાગી વારસો લ્યે છે. અહા, ધનભાગ્ય છે કે આપણે
વીરપ્રભુના વારસ છીએ.
PDF/HTML Page 3 of 53
single page version
છે, ભાવમરણ છે, ચૈતન્યનું આનંદમય જીવન તેમાં હણાય છે. ભેદજ્ઞાનવડે રાગથી
ભિન્ન, ઇંદ્રિયોથી ભિન્ન, અતીન્દ્રિય ચૈતન્યવસ્તુની અનુભૂતિરૂપ જીવન તે જ આત્માનું
સાચું જીવન છે, તે સાચો આત્મા છે; તેમાં જન્મ–મરણનાં દુઃખનો અભાવ છે; તે
જીવતાં શીખ. તને મહા આનંદ થશે. વીતરાગી સંતો અને અરિહંતો–સિદ્ધો આવું
વીતરાગ ચૈતન્યજીવન જીવે છે. તે જ સાચું જીવન છે.
સુતાં રે જાગતાં ઊઠતાં બેસતાં...હૈડે રહે છે એનું ખૂબ રટન...
ચૈતન્યના આશ્રયે જે જ્ઞાન–આનંદમય અતીન્દ્રિયભાવ પ્રગટયો તે જ જીવનું સાચું જીવન
જીવન જીવવું તે મહાવીરનો સંદેશ છે. જે જીવનમાં આત્માની શાંતિ આવે ને જેના ફળમાં
મોક્ષ થાય, તે જ સાચું જીવન છે. અન્ન–વસ્ત્ર કે શરીરને આધીન જીવવું એ કાંઈ સાચું
જીવન નથી. સિદ્ધભગવંતો શરીર વગર જ સાચું સુખી જીવન જીવી રહ્યા છે.
PDF/HTML Page 4 of 53
single page version
થયા. અનંતસુખની પ્રાપ્તિરૂપ સિદ્ધિ, અને દુઃખથી–સંસારથી સર્વથા
છૂટકારારૂપ મુક્તિ, આવી દશા પ્રભુ આ દિવસે પામ્યા; તેનું સ્મરણ કરવાનો
આ દિવસ છે. ગૌતમ સ્વામી આ દિવસે જ કેવળજ્ઞાન પામીને અરિહંત થયા;
અને સુધર્મસ્વામી આ દિવસે જ શ્રુતકેવળી થયા. દેહાતીત થઈને
સિદ્ધભગવાન એમ પ્રસિદ્ધ કરી રહ્યા છે કે અહો જીવો! સંયોગ અને શરીર
વગર જ દેહાતીત ચૈતન્યભાવથી આત્મા પોતે જ સ્વયં સુખી છે...અતીન્દ્રિય
આનંદરૂપ આત્મા પોતે છે.–આવા અતીન્દ્રિય જ્ઞાન–આનંદ સ્વરૂપ આત્માને
ઓળખતાં, પોતે અતીન્દ્રિય જ્ઞાનરૂપ થઈને આનંદનો સ્વાદ આવે છે; –આ
વીરનાથનો માર્ગ છે. આવો માર્ગ જયવંત છે.
મોક્ષગમનનું ૨૫૦૦ મું વર્ષ બેઠું. અત્યારે આવો ચોકખો વીરમાર્ગ પામીને,
સમ્યગ્દર્શન વડે (૨+૫) (સાત) પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ કરી દીધો તે
મંગળ છે. સાત પ્રકૃતિ (૨+૫) તેના શૂન્ય (૦૦) નો પ્રારંભ કરવો, એટલે
કે સમ્યક્ત્વની એવી અપ્રતિહત આરાધના કરવી–કે જેમાં વચ્ચે ભંગ પડ્યા
વગર ક્ષાયિકસમ્યક્ત્વ થશે,–તે ભગવાનના મોક્ષકલ્યાણકની સાચી ઉજવણી
છે; તે અપૂર્વ આનંદમય મંગળ છે. સાધકજીવ સમ્યક્ત્વના અખંડ દીવડા
પ્રગટાવીને દીવાળીનો મહોત્સવ કરે છે. આવી આરાધના શરૂ થઈ તેના
ફળમાં મોક્ષ થશે.
PDF/HTML Page 5 of 53
single page version
કરીને, આનંદઝરતી જે ઉત્તમ બોણી આપી તે ‘આત્મધર્મ’
દ્વારા આપને પહોંચાડતાં આનંદ થાય છે. –સં.
બેસતા વર્ષના સુપ્રભાતમાં ગુરુદેવે મંગલ તરીકે સૌ પ્રથમ નવ દેવોને યાદ કર્યાં
PDF/HTML Page 6 of 53
single page version
મંગલ સુપ્રભાત છે. ‘અહો! સમકિતરૂપી સોનાનો સૂરજ ઊગ્યો! ’
અને બીજું આનંદના મીઠા સ્વાદરૂપ અમૃત, તેનાથી આત્મા ભરેલો છે. આવા પરમ
અમૃતસ્વરૂપ આત્મા છે. ને શરીર તો મૃતક–જડ કલેવર છે, તેનાથી વિજ્ઞાનઘન આત્મા
જુદો છે. આવા આત્માને દ્રષ્ટિમાં લેતાં ઝરમર–ઝરમર અમૃતધારા વરસે છે.–આ
સુપ્રભાત છે. સમ્યગ્દર્શન તે સુપ્રભાત છે, અને કેવળજ્ઞાન તે સર્વોત્કૃષ્ટ સુપ્રભાત છે. આ
સુપ્રભાત જગતને મંગળરૂપ છે.
સમ્યક્ત્વાદિ પર્યાયોમાં ધ્યેયપણે આત્મા જ બિરાજે છે, આત્મા જ તન્મય થઈને તે
પર્યાયરૂપે પરિણમ્યો છે. અનંતગુણનો ચૈતન્યપિંડ જે પ્રતીતમાં આવ્યો તે
સમ્યગ્દર્શનપર્યાય પોતે ચૈતન્યપિંડ છે. શુદ્ધપર્યાયને પણ ચૈતન્યપિંડ કહ્યો છે.
અનુભૂતિ કરવા તે ચૈતન્યનું અપૂર્વ સુપ્રભાત છે.
PDF/HTML Page 7 of 53
single page version
તો આનંદનું મહા સુપ્રભાત ખીલ્યું; ચૈતન્યતત્ત્વ પર્યાયમાં ચકચકાટ કરતું ખીલી નીકળ્યું.
જેમ ફૂલઝરમાંથી તેજના તણખા ઝરમર ઝરે છે તેમ સમ્યક્ત્વની ચીનગારી વડે
ચૈતન્યપિંડમાંથી આનંદનો રસ ઝરઝર ઝરે છે. લૌકિકમાં દીવાળીના દિવસે દારૂના
ફટાકડા ફોડે છે તેના અવાજથી તો અનેક જીવો મરી જાય છે (ને તેમાં તો પાપ લાગે
છે), પણ અહીં આત્માની દીવાળીમાં (પર્યાયને અંતરમાં વાળીને) અંતર્મુખ થઈને
ચૈતન્યચીનગારી મુકતાં જે સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનનો ફટાકડો ફૂટયો તે તો
મિથ્યાત્વાદિને ફોડીને અંદરથી ચૈતન્યને જીવતો–જાગતો કરીને આનંદ પમાડે છે. આ જ
સાચી અહિંસક દીવાળી છે. આત્મામાં આવી વીતરાગદશારૂપ આનંદમય વર્ષ બેઠું તેમાં
ચૈતન્યનો સોનેરી–સૂર્ય ખીલ્યો ને સુપ્રભાત પ્રગટ્યું, તેનો હવે કદી અસ્ત
નહિ થાય.
જિનવાણીના અમોઘ બાણ છે, એ બાણ જેને લાગ્યા તેનો મોહ છેદાઈ જાય ને અંદરથી
આનંદમય ભગવાન પ્રગટે.
અંદરથી ખીલ્યો ચૈતન્ય ભગવાન.
પર્યાયમાં આનંદની રેલમછેલ કરી દે છે. વાહ રે વાહ! વીતરાગી સંતોની વાણી! આવી
વીતરાગી–જિનવાણીને પણ નવ દેવોમાં ગણી છે; તે પૂજ્ય છે.
ધર્મીના અંતરમાં ઊગ્યું તે સ્યાદ્વાદથી લસલસાટ કરે છે, અને ચૈતન્યના અપાર
મહિમાથી ભરેલું છે. આત્માનો આનંદરસ એવો અદ્ભુત છે કે એકવાર તે આનંદરસ
પીધો ત્યાં મોક્ષનું વર્ષ બેઠું, મોક્ષનું પ્રભાત તેને ખીલ્યું; તે અલ્પકાળે મોક્ષ પામીને
સાદિ–અનંત સિદ્ધપણે બિરાજશે.
PDF/HTML Page 8 of 53
single page version
આનંદમય આ ચૈતન્યપ્રકાશ મને સદાય સ્ફુરાયમાન રહો.
જ્ઞાન; તેમાં આનંદ ઝરે છે. આનંદ વગરનું જ્ઞાન કદી હોય નહિ. આત્માનું જે જ્ઞાન થયું
તે જ્ઞાનપ્રભાત આનંદથી ભરેલું છે. આવું આનંદમય સુપ્રભાત જગતમાં મંગળરૂપ છે.
એકત્વસ્વભાવને અભિનંદે છે. અનિત્યપર્યાયો નિત્યસ્વભાવને અભિનંદે છે,–તેની
જ્ઞાનાદિ ચતુષ્ટયથી ભરેલા સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં સમ્યક્ત્વ–સુપ્રભાત ઊગ્યું તે મંગળ
છે, અને કેવળજ્ઞાન તે સર્વોત્કૃષ્ટ મંગલ સુપ્રભાત છે.
પરમ વાત્સલ્યથી ગુરુદેવે સમ્યક્
બોધિસહિત સમાધિના જ આશીર્વાદ
આપ્યા.
ક્ષય કરતાં સર્વોત્કૃષ્ટ જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે, તેનો અત્યંત મહિમા કરતાં શ્રી
પદ્મપ્રભસ્વામી નિયમસારમાં (કળશ ૨૦માં) કહે છે કે અહો, ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ
સત્ફળ વંદ્ય છે, જગતને મંગળરૂપ છે.
એવી ચૈતન્યની સાધકભૂમિકા પ્રાપ્ત થાય છે, એટલે કે અનાદિથી કદી નહિ
PDF/HTML Page 9 of 53
single page version
કેવળજ્ઞાનરૂપ આનંદપ્રભાત ખીલે છે. આ પ્રભાત અપૂર્વ છે; ‘સોના સમો રે સૂરજ
ઊગ્યો’ એમ લોકો મંગળપ્રસંગે કહે છે, અહીં તો આત્મામાં આનંદથી ઝગમગતો
સમ્યક્ત્વસૂર્ય ઊગ્યો તે સાચું સુપ્રભાત છે. સૂરજ તો સવારે ઊગીને સાંજે આથમી જાય
છે, પણ આ ચૈતન્યસૂર્ય ઊગ્યો તે કદી અસ્ત થાય નહિ. અખંડ ચૈતન્યતત્ત્વમાં જે
નિધાન ભર્યા છે તેમાંથી પ્રગટેલી અનંત જ્ઞાન–દર્શન–આનંદ–વીર્યરૂપ અવસ્થા કદી
અસ્ત થતી નથી.
ઉઠ્યું ને ઝરમર–ઝરમર આનંદ વરસવા લાગ્યો. અહા, આવા આત્માનો પ્રેમ કરવો ને
પર્યાયમાં તેને પ્રગટ કરવો તે સંતોની અપૂર્વ બોણી (પ્રસાદી) છે.
ચૈતન્યસ્વાદ છે.
કાંઈ આનંદનું સુપ્રભાત તારા આત્મામાં ખીલ્યું નહિ, તારા અજ્ઞાનઅંધારા મટ્યા નહિ,
ને તારા જ્ઞાનપલક ઊઘડ્યા નહિ. રાગથી પાર ચિદાનંદપિંડ આત્માને અંદરના
અતીન્દ્રિય સ્વસંવેદનજ્ઞાનથી પ્રતીતમાં લેતાં આત્મામાં જ્ઞાનદીવડા પ્રગટ્યા, તેના ઘરે
દીવાળી આવી; તેને અપૂર્વ સુપ્રભાત ઊગ્યું, અનાદિના અજ્ઞાનઅંધારા ટળ્યા ને જ્ઞાન–
દર્શનરૂપી આંખના પલક ઊઘડ્યા; સુખે–સુખે તે હવે સિદ્ધપદને સાધશે. આત્મામાં
અપૂર્વ વર્ષ બેઠું તે હવે સદા સુખમય રહેશે. અહો, આવો માર્ગ બતાવીને સંતોએ મોટો
ઉપકાર કર્યો છે.
આત્મા જ્ઞાન–આનંદમય છે, આવો આત્મા જ મારે જોઈએ છીએ, આત્મા સિવાય બીજું
કાંઈ મારે જોઈતું નથી.–આવી અંતર્મુખ દશા કરતાં પર્યાય અંતરમાં વળી જાય છે એટલે
સમ્યક્ત્વાદિ ઝગઝગતી ચૈતન્યદશારૂપે આત્મા ખીલી જાય છે, તે મંગલ સુપ્રભાત છે.
ચૈતન્યના આનંદના અનંત અંકુરા તેને પ્રગટ્યા; આનંદનાં અનંત
PDF/HTML Page 10 of 53
single page version
PDF/HTML Page 11 of 53
single page version
જૈનશાસનમાં બતાવેલી જીવ–અજીવની ભિન્નતાના
અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવે પરલક્ષી
શાસ્ત્રજ્ઞાન, કે શુભરાગરૂપ વ્રત–તપ–ત્યાગ વગેરે બધું કર્યું છે, પણ
શુદ્ધાત્માના ભાવશ્રુતજ્ઞાનરૂપ ભેદવિજ્ઞાન તેણે એક સેકંડ પણ પૂર્વે
કર્યું નથી. વીતરાગી સંતો કહે છે કે હે જીવ! એકવાર તું સ્વ–પરનું
સાચું ભેદજ્ઞાન કર તો અલ્પકાળમાં તારો મોક્ષ થયા વગર રહે
નહિ. એક સેકંડનું ભેદજ્ઞાન અનંતકાળના જન્મમરણથી છોડાવીને
મોક્ષસુખનો અપૂર્વ સ્વાદ ચખાડે છે. સર્વે પરદ્રવ્યો અને
પરભાવોથી આત્માનું જુદાપણું અને પોતાના જ્ઞાનસ્વભાવથી
એકપણું સમજીને, અપૂર્વ ભેદજ્ઞાનવડે ચૈતન્યસ્વાદનું વેદન કરવું તે
શ્રી જિનાગમનો સાર છે. ભેદજ્ઞાન વગરનું બધું અસાર છે,
ભેદજ્ઞાન જ સારભૂત છે. મુમુક્ષુ જીવોએ પળેપળે ભેદજ્ઞાન
ભાવવાયોગ્ય છે.
સ્વભાવ વર્ણવીને શ્રી આચાર્યદેવે આ ગાથાઓમાં જ્ઞાનસ્વભાવની સ્વતંત્રતાનો ઢંઢેરો
નથી; આત્મા પોતે જ્ઞાન છે તેથી આત્મા જ જ્ઞાનનું કારણ છે; જ્ઞાનાદિ પર્યાયો સાથે
આત્મા તન્મય છે.
PDF/HTML Page 12 of 53
single page version
(૧)
જ્ઞાન પૂરેપૂરું છે અને શ્રુત વગેરેમાં જ્ઞાન જરા પણ નથી–આમ અસ્તિ–નાસ્તિથી પૂરો
જ્ઞાનસ્વભાવ બતાવ્યો છે.
નથી; તો હે ભાઈ, તારા જ્ઞાનમાં શ્રુત તને શું મદદ કરશે? અને તારો આત્મા જ્ઞાનથી
પૂરો છે તો તારું જ્ઞાન પરની શું આશા રાખશે? માટે જ્ઞાનને પરનું જરાય અવલંબન
નથી. પોતાના આત્મસ્વભાવનું જ અવલંબન છે.
તેનો સ્વભાવ છે અને પરથી તેમ જ વિકારથી તે જુદો છે,–એવા આત્માની જ્યાં સુધી
શ્રદ્ધા ન થાય ત્યાં સુધી શરીર–પૈસા–સ્ત્રી–પુત્ર વગેરેમાંથી હિતબુદ્ધિ ટળે નહિ; અને જ્યાં
સુધી પરમાં હિતબુદ્ધિ કે લાભ–અલાભની બુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સ્વભાવને
ઓખળવાનો અને રાગ–દ્વેષ ટાળીને તેમાં ઠરવાનો સત્ય પુરુષાર્થ કરે નહિ. માટે પોતાનું
હિત કરવાના ઈચ્છક જીવોએ, આત્માનું સ્વરૂપ શું છે? તેને કોની સાથે એકતા છે ને
કોનાથી જુદાઈ છે? તે જાણવું જોઈએ.
PDF/HTML Page 13 of 53
single page version
પરથી જુદો છે એમ કહેતાં જ આત્મા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ, સ્વાધીન અને
પરના આશ્રય વગરનો નિરાલંબી સિદ્ધ થાય છે. આવા આત્માને જાણવો–માનવો તે જ
હિતનો ઉપાય છે, તે જ કલ્યાણ છે, તે જ ધર્મ છે, તે જ મંગલ છે.
આનંદ માટે કોઈ પર ચીજની જરૂર નથી. આ પ્રમાણે પોતાના જ્ઞાનાનંદસ્વભાવી
આત્માનો સ્વીકાર કર્યા વગર કોઈ જીવ ધર્મ કરી શકે નહિ. આ આત્મસ્વભાવ
આબાળગોપાળ સર્વે જીવોને સમજાય તેવો છે; દરેક જીવોએ સુખ માટે આવો
આત્મસ્વભાવ જ સમજવાનો છે. અહીં આચાર્યદેવ તે સ્વભાવ સમજાવે છે.
ભગવાનની દિવ્યવાણી, ગુરુઓની વાણી કે સૂત્રોના શબ્દો તે બધા દ્રવ્યશ્રુત છે; તેના
આધારે આ આત્માનું જ્ઞાન થતું નથી. સાક્ષાત્ સર્વજ્ઞભગવાન, ગુરુ કે શાસ્ત્રના લક્ષે
રાગમાં અટકીને જે જ્ઞાન થાય તે પણ દ્રવ્યશ્રુત જેવું છે. દેવ અને ગુરુના આત્માનું જ્ઞાન
તેમનામાં છે, પરંતુ આ આત્માનું જ્ઞાન તેમનામાં નથી. જીવ પોતાના સ્વભાવ તરફ
વળીને જ્યારે સાચું સમજે છે ત્યારે દ્રવ્યશ્રુતને નિમિત્ત કહેવાય છે; પણ દેવ–ગુરુ–
શાસ્ત્રના રાગથી આત્મસ્વભાવ સમજાતો નથી. દેવ–ગુરુની વાણીથી તેમજ શાસ્ત્રોથી
આ આત્મા જુદો છે. દ્રવ્યશ્રુત તો અચેતન છે, તેમાં કાંઈ જ્ઞાન રહેલું નથી, માટે તે
દ્રવ્યશ્રુત પોતે કાંઈ જાણતું નથી, ને દ્રવ્યશ્રુતના લક્ષે આત્મા સમજાતો નથી. આત્મા
પોતે જ્ઞાનસ્વભાવી છે, તે જ્ઞાનસ્વભાવની સન્મુખતાથી જ આત્મા જણાય છે.
જાણવાનો પોતાનો જ સ્વભાવ છે.
રાગથી જુદો પડીને, વર્તમાન જ્ઞાનને અંદર રાગરહિત ત્રિકાળી જ્ઞાનસ્વભાવ તરફ વાળે
તો પોતાનો આત્મસ્વભાવ જણાય. વર્તમાન જ્ઞાનપર્યાયને પર તરફ રાગમાં એકાગ્ર કરે
તો અધર્મ થાય છે, ને પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવ તરફ વાળીને ત્યાં એકાગ્ર કરે તો
ધર્મ થાય છે. જ્ઞાનસ્વભાવના આધારે જે જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે. પર દ્રવ્યો આ
PDF/HTML Page 14 of 53
single page version
ઈન્દ્રિયજ્ઞાનના આશ્રયે સમ્યગ્જ્ઞાન થતું નથી ને આત્મા સમજાતો નથી. આટલું સમજે
ત્યારે દ્રવ્યશ્રુતથી આત્માને જુદો માન્યો કહેવાય, અને ત્યારે જીવને ધર્મ થાય.
પોતે જ જ્ઞાન છો. તારું જ્ઞાન કાંઈ શાસ્ત્રના શબ્દોમાં નથી. પરના આશ્રયે જ્ઞાન થવાનું
જે કહે તે તો દ્રવ્યશ્રુત પણ નથી, તે તો કુશ્રુત છે. અહીં તો ભગવાને કહેલા દ્રવ્યશ્રુતની
વાત છે. જે જીવને, આત્મા સમજવાની જિજ્ઞાસા છે તેને પ્રથમ દ્રવ્યશ્રુત તરફ લક્ષ હોય
છે, દ્રવ્યશ્રુતના લક્ષે શુભ રાગ થાય છે ખરો, સાચા દેવ–શાસ્ત્ર–ગુરુની ઓળખાણ,
સત્સમાગમ, શાસ્ત્રસ્વાધ્યાય વગેરે નિમિત્તો હોય ખરા અને જિજ્ઞાસુને તેના લક્ષે
શુભરાગ થાય, પરંતુ તે કોઈ નિમિત્તોના લક્ષે આત્મસ્વભાવ સમજાતો નથી. દ્રવ્યશ્રુત
વગેરે નિમિત્તો અને તે તરફના લક્ષે થતા રાગનો આશ્રય છોડીને, તેનાથી રહિત
ત્રિકાળી ચૈતન્યસ્વભાવની રુચિ કરીને જ્ઞાનને સ્વ તરફ વાળે તો જ સમ્યગ્જ્ઞાન થાય.
જિજ્ઞાસુ જીવને શ્રવણ તરફનો શુભભાવ હોય, પણ જો તે શ્રવણથી જ જ્ઞાન થશે એમ
માની લે તો તે કદી રાગથી જુદો પડીને પોતાના તરફ વળે નહિ ને તેનું અજ્ઞાન ટળે
નહિ. અચેતન શબ્દોથી કે રાગથી જ્ઞાન થતું નથી, જ્ઞાન તો પોતાના જ્ઞાનસ્વભાવથી
થાય છે,–એમ સમજતાં અપૂર્વ ભેદજ્ઞાન પ્રગટે છે.
વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટ કરે છે. એવું પરિપૂર્ણ કેવળજ્ઞાન દરેક જીવનો સ્વભાવ
છે. સર્વજ્ઞદેવને એવું કેવળજ્ઞાન પ્રગટ થતાં પોતાનો પરિપૂર્ણ આત્મસ્વભાવ અને
જગતના સર્વે દ્રવ્ય–ગુણ–પર્યાયો એક સાથે પ્રત્યક્ષ જણાય છે. કેવળજ્ઞાન થયા પછી પણ
તેરમા ગુણસ્થાને યોગનું કંપન હોય છે. તીર્થંકર ભગવાનને તેરમા ગુણસ્થાને
તીર્થંકરનામકર્મનો ઉદય હોય છે. અને તેના નિમિત્તે ‘“’ એવો દિવ્યધ્વનિ છૂટે છે.
આત્મસ્વભાવ સમજવામાં નિમિત્તરૂપ દ્રવ્યશ્રુત છે, તે દ્રવ્યશ્રુતમાં સૌથી ઉત્કૃષ્ટ
દિવ્યધ્વનિ છે. પરંતુ તેના આશ્રયે સમ્યગ્જ્ઞાન થતું નથી–એમ અહીં બતાવવું છે.
જ્ઞાનપર્યાય દિવ્યધ્વનિથી જુદી છે ને આત્માથી અભિન્ન છે. દિવ્યધ્વનિ પુદ્ગલની રચના
છે, તે
PDF/HTML Page 15 of 53
single page version
ભેદજ્ઞાન કરાવ્યું છે.!
વીતરાગતા થતાં જે કેવળજ્ઞાન થયું તે સર્વે પદાર્થોને એકસાથે જાણે છે અને તેમની
વાણી અક્રમરૂપ, નિરક્ષરી અને એક સમયમાં પૂરું રહસ્ય કહેનારી હોય છે, તેથી તેને
દિવ્યધ્વનિ કહેવાય છે.
સમજે તેટલું તેને નિમિત્ત કહેવાય છે. કોઈ જીવ બાર અંગ સમજે તો તેને માટે બાર
અંગમાં તે વાણીને નિમિત્ત કહેવાય છે. કોઈ જીવ કરણાનુયોગનું જ્ઞાન કરે તો તે વખતે
તેને તે વાણી કરણાનુયોગના જ્ઞાનમાં નિમિત્ત કહેવાય, છે, અને તે જ વખતે બીજો જીવ
દ્રવ્યાનુયોગનું જ્ઞાન કરતો હોય તો તેને તે વાણી દ્રવ્યાનુયોગના જ્ઞાનમાં નિમિત્ત
કહેવાય છે. અહો, આમાં જ્ઞાનની સ્વાધીનતા સિદ્ધ થાય છે. જે જીવ પોતાના
અંતરસ્વભાવના આધારે જેટલો શ્રદ્ધા–જ્ઞાનનો વિકાસ કરે તેટલો દિવ્યધ્વનિમાં
નિમિત્તપણાનો આરોપ આવે છે. માટે અહીં ભગવાન આચાર્યદેવ કહે છે કે જ્ઞાન અને
દ્રવ્યશ્રુત જુદાં છે. વાણી અને શાસ્ત્રો તો અજીવ છે, અજીવના આધારે કદી જ્ઞાન હોય
નહિ. જો વાણીથી જ્ઞાન થતું હોય તો અજીવવાણી કર્તા બને અને જ્ઞાન તેનું કાર્ય ઠરે.
અજીવનું કાર્ય તો અજીવ હોય, એટલે જ્ઞાન પોતે અજીવ ઠરે! જે જીવ પરવસ્તુના
આધારે પોતાનું જ્ઞાન માને છે તે જીવનું મિથ્યાજ્ઞાન છે, તેને અહીં અચેતન કહ્યું છે.
પોતાના ચેતનસ્વભાવને તે જાણતો નથી.
કહેલા દ્રવ્ય–ગુણ–પર્યાય, નિશ્ચય–વ્યવહાર, ઉપાદાન–નિમિત્ત, નવ તત્ત્વો વગેરે સંબંધી
જ્ઞાનનો ઉઘાડ માત્ર શાસ્ત્રોના લક્ષે થાય, અને શબ્દોથી તથા રાગથી જુદો પડીને જ્ઞાન–
સ્વભાવનું લક્ષ ન કરે તો તે જ્ઞાનના ઉઘાડને પણ દ્રવ્યશ્રુતમાં ગણીને અચેતન જેવો
કહ્યો છે. શાસ્ત્ર વગેરે પરદ્રવ્યો, તેના લક્ષે થતો મંદ કષાય અને તેના લક્ષે કાર્ય કરતો
વર્તમાન પૂરતો જ્ઞાનનો ઉઘાડ તે બધાનો આશ્રય છોડીને–તેની સાથેની એકતા છોડીને,
–ત્રિકાળી
PDF/HTML Page 16 of 53
single page version
જ્ઞાન છે.
સમ્યગ્જ્ઞાન થવામાં નિમિત્તરૂપ વાણી છે. ખરેખર તો પોતાના આત્મામાં જે ભેદજ્ઞાન
પ્રગટ્યું છે તે (ભાવશ્રુત) જયવંત હો–એવી ભાવના છે; અને શુભવિકલ્પ વખતે,
ભેદજ્ઞાનના નિમિત્તરૂપ વાણીમાં આરોપ કરીને કહે છે કે ‘શ્રુત જયવંત હો, ભગવાનની
ને સંતોની વાણી જયવંત હો. ’ કેમકે તે સમ્યક્શ્રુત ભાવશ્રુતમાં નિમિત્ત છે. પરંતુ તે
વખતેય ધર્મીને અંતરમાં બરાબર ભાન છે કે વાણી વગેરે પરદ્રવ્યથી કે તેના તરફના
રાગથી મારા આત્માને કિંચિત્ લાભ થતો નથી.
સમ્યગ્જ્ઞાન, શાંતિ, સુખ વગેરે પ્રગટ કરવાં હોય તેણે ક્્યાંય બહારમાં ન જોતાં, અનંત–
ગુણસ્વરૂપ પોતાના આત્મસ્વભાવમાં જોવું. આત્મસ્વભાવ તરફ વળતાં સમ્યગ્દર્શન–
જ્ઞાન વગેરે પ્રગટ થાય છે. અને તે સિવાય વાણી–શાસ્ત્ર વગેરે બાહ્ય વસ્તુઓના લક્ષે
રાગાદિ બંધભાવો થાય છે.
પરમ સત્ય વાત છે, આત્મકલ્યાણનો માર્ગ છે. પણ જેને પોતાના કલ્યાણની દરકાર
નથી અને જગતના માન–આબરૂની દરકાર છે એવા તૂચ્છબુદ્ધિ જીવોને આ વાત નથી
રુચતી, એટલે ખરેખર તેને પોતાનો જ્ઞાનસ્વભાવ જ નથી રુચતો ને વિકાર ભાવ રુચે
છે; તેથી આવી અપૂર્વ આત્મસ્વભાવની વાત કાને પડતાં એવા જીવો પોકાર કરે છે કે
‘અરે, આત્મા પરનું કાંઈ કરે નહિ–એમ કહેવું તે તો ઝેરનાં ઈન્જેક્શન આપવા જેવું છે.
’ અરે, શું થાય! આ ભેદજ્ઞાનની પરમઅમૃત જેવી વાત પણ તેને ઝેર જેવી લાગી!!
બાપુ! એકવાર આ ભેદજ્ઞાનનું ઈન્જેક્શન લે તો અનંતકાળના મિથ્યાત્વનું ઝેર ઊતરી
જશે, ને તને અતીન્દ્રિય આનંદ થશે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, વિકારનો અને પરનો તે
અકર્તા છે–એવી ભેદજ્ઞાનની વાત તો,
PDF/HTML Page 17 of 53
single page version
ઈન્જેક્શન જેવી છે. જો એકવાર પણ આત્મા એવું ઈન્જેક્શન લ્યે તો તેને જન્મ–
મરણનો રોગ નાશ થઈને સિદ્ધદશા થયા વગર રહે નહિ. આત્મા અને વિશ્વના દરેક
પદાર્થ સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, નિરાવલંબન છે–આવો સમ્યક્બોધ તે તો પરમ અમૃત છે
કે ઝેર?? એવું પરમ અમૃત પણ જે જીવને ‘ઝેરના ઈન્જેક્શન’ જેવું લાગે છે તે જીવને
તેના મિથ્યાત્વ ભાવનું જોર જ તેમ પોકારી રહ્યું છે! આ તો નિજકલ્યાણ કરવા માટેના
અને મિથ્યાત્વરૂપી ઝેર દૂર કરવા માટેના અફર અમૃતનાં ઈન્જેક્શન છે. પોતાના
પરિપૂર્ણ સ્વભાવનો વિશ્વાસ કરે તો સમ્યગ્દર્શન પ્રગટે એટલે કે ધર્મની પહેલામાં પહેલી
શરૂઆત થાય. તે સમ્યગ્દર્શન પોતે ચૈતન્યઅમૃતથી ભરેલું છે, ને અમૃત એટલે કે
મરણરહિત એવા મોક્ષપદનું તે કારણ છે.
તું તારા જ્ઞાનસ્વભાવનો આશ્રય કર, ને પરનો આશ્રય છોડ. કેમકે જ્ઞાન સાથે તું તન્મય
છો ને પરથી તારી ભિન્નતા છે. જો નિમિત્તોનો આશ્રય છોડીને પોતાના સ્વભાવનો
આશ્રય કરે તો જ જીવને સમ્યગ્જ્ઞાન થાય છે, અને એ રીતે સ્વાશ્રયે સમ્યગ્જ્ઞાન પ્રગટ
કરે તો જ દ્રવ્યશ્રુતને તેનું નિમિત્ત ખરેખર કહેવાય, અને તેના દ્રવ્યશ્રુતના જ્ઞાનને
વ્યવહારજ્ઞાન કહેવાય છે. એ રીતે અહીં નિમિત્તનો–વ્યવહારનો આશ્રય છોડીને
સ્વભાવનો આશ્રય કરવો તે પ્રયોજન છે. તે જ ધર્મનો રસ્તો છે.
કરતો નથી. જ્ઞાનીને સ્વાધ્યાય વગેરેનો વિકલ્પ થયો અને તે વખતે જ્ઞાનમાં તે પ્રકારના
જ્ઞેયોને જ જાણવાની લાયકાત હતી તેથી જ્ઞાન થાય છે, ને તે વખતે નિમિત્તરૂપે
સમયસારાદિ વીતરાગી શાસ્ત્ર તેના પોતાના કારણે સ્વયં હોય છે. ત્યાં જ્ઞાનીએ તો
આત્મસ્વભાવના આશ્રયે જ્ઞાન જ કર્યું છે; જ્ઞાનપર્યાય સાથે જ તેને તન્મયતા છે, બીજા
કોઈ સાથે તેને તન્મયતા નથી. હાથની, શાસ્ત્રની કે રાગની ક્રિયા પણ તેણે કરી નથી.
શાસ્ત્રના કારણે જ્ઞાન થતું નથી, અને જીવના વિકલ્પના કારણે
PDF/HTML Page 18 of 53
single page version
હોય? જેને પોતાના જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા નથી અને અચેતન–શ્રુતના કારણે પોતાનું
જ્ઞાન માને છે, તેને સમ્યગ્જ્ઞાન થતું નથી. આ ભગવાન આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે.
સર્વજ્ઞ વીતરાગદેવની સાક્ષાત્ વાણી તે જ્ઞાનનું અસાધારણ–સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે પણ તે
અચેતન છે, તેના આશ્રયે–તેના કારણે પણ આત્માને કિંચિત્ જ્ઞાન થતું નથી, તો અન્ય
નિમિત્તોની તો શું વાત!
પણ તે કાંઈ આગળ વધ્યો કહેવાય નહિ. કેમકે શુભભાવ સુધી તો જીવ અનંતવાર
આવી ચૂક્યો છે. શુભ–અશુભથી પાર આત્માનું ભેદજ્ઞાન કરીને જ્ઞાનસ્વભાવમાં આવે
તો જ આગળ વધ્યો કહેવાય. નિમિત્તના લક્ષે કદી પણ ભેદજ્ઞાન થાય નહિ. પોતાના
જ્ઞાનસ્વભાવના લક્ષે શરૂઆત કરે તો જ આગળ વધે ને ભેદજ્ઞાનના બળે પૂર્ણતા થાય.
આવી જાય છે.
(૧) પોતે જ્ઞાનમય જીવતત્ત્વ ચેતન છે.
(૨) પોતાથી ભિન્ન એવાં દ્રવ્યશ્રુત તે અચેતન છે–અજીવતત્ત્વ છે.
(૩) પોતાનું લક્ષ ચૂકીને તે અજીવ તરફ (–વાણી તરફ) લક્ષ કરતાં શુભરાગ થાય
(૫) પરના લક્ષે થતો શુભ–અશુભ વિકાર તે આસ્રવતત્ત્વ છે.
(૬) તે વિકાર ભાવવડે કર્મનું બંધન થાય છે, તે બંધતત્ત્વ છે.
(૭–૮) વાણી અને આત્માને ભિન્ન જાણીને પોતાના જ્ઞાનસ્વભાવનો અનુભવ
PDF/HTML Page 19 of 53
single page version
જ્ઞાનસ્વભાવ તે હું–એમ સમજી, તે આત્મસ્વભાવનો આશ્રય કરતાં નિર્મળદશા પ્રગટે
કરતાં પર્યાયમાં પૂરું જ્ઞાનસામર્થ્ય પ્રગટ થાય છે. આ જ મુક્તિનો ઉપાય છે.
છે. અહીં તો કહે છે કે આત્માની બધી પર્યાયોમાં જ્ઞાન તન્મય છે; અચેતનના સમસ્ત
જાણીને તેનાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર) જેણે કર્યા તે જીવ કૃતકૃત્ય સ્વસમય છે. જિજ્ઞાસુ
જ્ઞાનસ્વભાવમાંથી જ મારું જ્ઞાન આવે છે’ એમ નક્કી કરીને જો સ્વભાવ તરફ વળે તો
જ્ઞાનસ્વરૂપ છે, તેના જ આશ્રયે તેનું જ્ઞાન છે.
PDF/HTML Page 20 of 53
single page version
વાણી વગેરેથી તદ્ન જુદો છે,–એમ અસ્તિ–નાસ્તિ દ્વારા આચાર્યદેવે આત્મસ્વભાવ
બતાવ્યો છે.
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે; ત્યાં અજ્ઞાની જીવ ભ્રમથી એમ માને છે કે વાણીને કારણે
જ્ઞાન થાય છે. તેથી તે વાણીનો આશ્રય છોડતો નથી ને સ્વભાવનો આશ્રય કરતો નથી,
એટલે તેને સમ્યગ્જ્ઞાન થતું નથી.–એવા જીવને વાણી અને જ્ઞાનની અત્યંત ભિન્નતા
પોતપોતાની વસ્તુમાં તન્મય થઈને સ્વતંત્રપણે પરિણમે છે. આવું અપૂર્વ ભેદવિજ્ઞાન
કરનાર જીવ સ્વસમયમાં સ્થિર થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અને મોક્ષ પામે છે.
–તે વીરનો માર્ગ છે.