Atmadharma magazine - Ank 362
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૬૨
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
મહાવીર–નિર્વાણનું અઢીહજારમું મંગલવર્ષ
૩૬૨
સમ્યગ્દર્શન ઉપરાંત જ્યારે અંતરમાં આત્મસ્વરૂપમાં
ઘણી લીનતા થાય ત્યારે મુનિદશા હોય છે. સમ્યગ્દ્રષ્ટિને
આવી મુનિદશાની નિરંતર ભાવના હોય છે. અહો
મુનિદશાની શી વાત! એમની શુદ્ધતા ને એમનું સુખ તો
સર્વાર્થસિદ્ધના દેવ કરતાંય વિશેષ છે. એ તો પરમેષ્ઠી પદ છે,
અરિહંતો અને સિદ્ધોની સાથે નમસ્કારમંત્રમાં એમનું નામ
આવે છે; સમ્યગ્દ્રષ્ટિ જીવો પણ દાસાનુદાસપણે પરમ
ભક્તિથી એમના ચરણોમાં મસ્તક ઝુકાવે છે. વાહ, એ
મુનિદશા! અરે, સમ્યગ્દર્શન પણ અપૂર્વ દશા છે ત્યાં
મુનિદશાની તો શી વાત! મુનિવરો તો આત્માના મહા
આનંદના ઝૂલે ઝૂલી રહ્યા છે. અહો! એ તો સંત–પરમેશ્વર છે,
પરમ ગુરુ છે, મોક્ષના ઉગ્રપણે સાધક છે, સિદ્ધપદના
પાડોશી છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ આવા મુનિનો ભક્ત હોય છે; ને
તે સમ્યગ્દ્રષ્ટિની દશા પણ અલૌકિક હોય છે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ માગશર (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક ર

PDF/HTML Page 3 of 45
single page version

background image
સોનગઢ :– પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારે પ્રવચનમાં બોધપ્રાભૃત
ચાલે છે. બપોરે સમયસાર–પરિશિષ્ટમાં ૪૭ શક્તિનું વર્ણન તુરતમાં શરૂ થશે. હમણાં
પ્રવચનમાં વારંવાર ગુરુદેવ મહાવીરપ્રભુના મોક્ષગમનના અઢીહજારવર્ષના ઉત્સવને
યાદ કરીને, મહાવીરશાસનનો ઘણો મહિમા સમજાવે છે, ને તેની સાચી પ્રભાવના કઈ
રીતે થાય તેનું ખાસ વિવેચન કરે છે. તેમાં સૌથી પહેલું મૂળભૂત એ છે કે મહાવીરપ્રભુ
કઈ રીતે મોક્ષ પામ્યા ને તેમણે કહેલાં તત્ત્વોનું સાચું સ્વરૂપ શું છે તે ઓળખવું જોઈએ.
બાકી મહાવીરપ્રભુના નામે જો વિપરીત તત્ત્વની કે વિપરીત માર્ગની પ્રરૂપણા થતી હોય
તો તેમાં જૈનશાસનની પ્રભાવના કયાંથી થાય? માટે, મહાવીરપ્રભુના મોક્ષનો ઉત્સવ
ઉજવનારની જવાબદારી એ છે કે પ્રથમ તો તે જૈનતત્ત્વના સાચા સ્વરૂપનો જાણકાર
હોવો જોઈએ. અને આવો સુંદર અવસર જૈનસમાજના બધા લોકો હળીમળીને પરસ્પર
સહકારપૂર્વક ઊજવે તે સારૂં જ છે. તેમાં કોઈ પણ જૈનનો વિરોધ હોઈ શકે નહીં.
આપણા મહાવીરપ્રભુના મોક્ષનો ઉત્સવ આપણે નહિ ઊજવીએ તો કોણ ઉજવશે?
બીજી એક વાત ગુરુદેવ એ કહે છે કે–જેને જૈનધર્મનો રંગ હોય, વીતરાગ દેવ–
ગુરુની પરમ ભક્તિ હોય, ને અન્ય કુમાર્ગના સેવનથી જીવનું કેટલું અહિત થાય છે
તેનો ખ્યાલ હોય, એવા કોઈ જૈનગૃહસ્થ પોતાની પુત્રીને જૈન સિવાય અન્યમતમાં
આપે નહિ; શ્રાવકાચારમાં પણ તેનું ખાસ વર્ણન આવે છે. ઘણી લાગણીથી ગુરુદેવ કહે
છે કે અરે, બાળપણથી ૧૫–૨૦ વર્ષ સુધી જે દીકરી જૈન સંસ્કારમાં ઊછરી હોય, તેને
માન–આબરૂ કે ધનવૈભવ ખાતર કુધર્મના કુવામાં નાખી દેવી–(જ્યાં એને ભગવાનના
દર્શન પણ ન મળે) એ તો પોતાને જ ધર્મના પ્રેમનો અભાવ સૂચવે છે. ધનવૈભવવાળા
કુધર્મીના ઘર કરતાં તો ગરીબ સાધર્મીનું ઘર સારું. બસ, વ્યવહારની આ વાતમાં ‘થોડું
લખ્યું પણ ઘણું કરીને વાંચજો.’
[એવી પણ અનેક ધર્મસંસ્કારી કુમારી–બહેનોના પ્રસંગ સાંભળ્‌યા છે કે જેણે
પોતે, અન્યધર્મનું ઘર ગમે તેવું મોટું હોય તોપણ, અન્યધર્મી સાથે પોતાના વિવાહ માટે
દ્રઢપણે ઈન્કાર કરી દીધો હોય, ને એ રીતે પોતાના ધર્મસંસ્કારનું અડગપણું રાખ્યું હોય.
એટલે ધર્મસંસ્કારી બહેનોએ પોતે પણ આ બાબતમાં જાગવું જોઈએ. અને આપણા
યુવાન બંધુઓએ પણ ધન કે રૂપને ગૌણ ગણીને, ધર્મસંસ્કારની મુખ્યતા રાખીને
પસંદગી કરવી જોઈએ.
] [વિશેષ માટે જુઓ પાનું ૩૭]

PDF/HTML Page 4 of 45
single page version

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૧ :
* મહાવીરપ્રભુના મોક્ષગમનનું અઢી હજારમું વર્ષ *
વાર્ષિક વીર સં. ૨૫૦૦
લવાજમ માગશર
ચાર રૂપિયા Dece. 1973
* વર્ષ ૩૧ : અંક ૨ *
મહાવીર પ્રભુના માર્ગની પ્રભાવના કેમ થાય?
હિંસા...નેકાન્ત...પરિગ્રહ

પ્રશ્ન:– હાલમાં મહાવીરપ્રભુના મોક્ષગમનનું અઢીહજારમું વર્ષ ચાલી
રહ્યું છે, તો મહાવીરપ્રભુના માર્ગની પ્રભાવના કેમ થાય?
ઉત્તર:– અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહભાવ વડે મહાવીરપ્રભુના
માર્ગની પ્રભાવના થાય છે.
પ્રશ્ન:– મહાવીરપ્રભુના માર્ગની અહિંસા કેવી છે?
ઉત્તર:– પ્રભુએ કહેલું જીવ–અજીવનું સ્વતંત્ર ભિન્ન સ્વરૂપ જાણીને
ભેદજ્ઞાન અને વીતરાગતા પ્રગટ કરવી તે પ્રભુના માર્ગની
સાચી અહિંસા છે; જેણે આવી અહિંસા કરી–તેણે મિથ્યાત્વ કે
રાગાદિ વડે આત્માના ચૈતન્યભાવને ન હણ્યો, તે જ સાચી
અહિંસા છે. જ્યાં આવી વીતરાગી અહિંસાનો ભાવ હોય ત્યાં
પરજીવને હણવાની હિંસાવૃત્તિ હોય જ નહિ. આવા અહિંસા
ધર્મની ઓળખાણ અને પ્રચારવડે પ્રભુના મોક્ષનું અઢી હજારમું
વર્ષ ઉજવવા યોગ્ય છે. અહો, વીરનાથે કહેલી સૂક્ષ્મ અહિંસા
કેવી અજબ–અલૌકિક છે તેની જગતને ખબર નથી. આવા
લોકોત્તર અહિંસાધર્મનો પ્રચાર કરવા જેવું છે, તેમાં કોઈ પણ
જૈનને વિરોધ હોય નહીં.

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ર : આત્મધર્મ : માગશર : રપ૦૦
પ્રશ્ન:– મહાવીર ભગવાને કહેલા અનેકાન્તધર્મનું સ્વરૂપ શું છે?
ઉત્તર:– એક જ વસ્તુમાં પોતાના અનંતધર્મોનું હોવાપણું, ને પરરૂપે
તેનું અસત્પણું;–આવા અનેકાન્તરૂપ વસ્તુસ્વરૂપ છે, એટલે પ્રત્યેક વસ્તુને
પોતાના સ્વરૂપથી પૂર્ણપણું છે, તેમાં બીજા કોઈની અપેક્ષા નથી. સ્વત: વસ્તુ
પોતે જ પોતાના સ્વભાવધર્મથી દ્રવ્ય–પર્યાયરૂપ છે, નિત્ય–અનિત્યરૂપ છે,
સત્–અસત્રૂપ છે. અનેકાન્ત સ્વભાવવાળી આવી વસ્તુમાં બીજો કોઈ કાંઈ
પણ કરે–એ વાત મહાવીરપ્રભુના અનેકાન્તમાર્ગમાં રહેતી નથી.
મહાવીરપ્રભુએ તો અનેકાન્તવડે પ્રત્યેક જીવ–અજીવ વસ્તુની અન્ય સમસ્ત
વસ્તુઓથી ભિન્નતા અને પોતાના સ્વરૂપથી પરિપૂર્ણતા બતાવી છે. આવા
વસ્તુસ્વરૂપને ઓળખવું તે અનેકાન્તનો પ્રચાર છે. આવું અનેકાન્તસ્વરૂપ
ઓળખતાં પરથી ભિન્નતા જાણીને જીવ પોતાના સ્વરૂપની સન્મુખ થાય છે,
–તે અનેકાન્તનું ફળ છે, તે મહાવીરપ્રભુનો માર્ગ છે. પ્રભુના નિર્વાણના આ
અઢીહજારમા વર્ષમાં આવા અનેકાન્તરૂપ જૈનમાર્ગની પ્રભાવના કરવા જેવી
છે; તેમાં કોઈપણ જૈનને વાંધો હોય નહીં.
તથા સમ્યગ્દર્શનાદિનું સાચું જ્ઞાન થાય છે ને તેમના સંબંધમાં વિપરીત
માન્યતાઓ ટળી જાય છે. આવું સમ્યક્ તત્ત્વાર્થ શ્રદ્ધાન તે જૈનધર્મનું મૂળ
છે, અને તે જ મહાવીર પ્રભુના માર્ગની સાચી ઓળખાણ છે, તેના વડે જ
પ્રચાર કરવા જેવો છે.
પ્રશ્ન:– મહાવીરપ્રભુના માર્ગમાં અપરિગ્રહવાદ કેવો છે?
ઉત્તર:– જીવ કે અજીવ, સ્વ કે પર, પ્રત્યેક વસ્તુ પોતાના અનંત
ગુણસ્વરૂપથી પરિપૂર્ણ છે, ને બીજા બધાથી સર્વથા જુદી છે. આ રીતે
જ્ઞાન–આનંદમય પોતાના પરિપૂર્ણ સ્વરૂપને જાણવું, અને તેમાં પરના કે
રાગના કોઈ પણ અંશનું ગ્રહણ ન કરવું એટલે પરદ્રવ્યની કે પરભાવની
પક્કડ ન કરવી,–તેમાં આત્મબુદ્ધિ ન કરવી, તે જ મહાવીરપ્રભુના માર્ગમાં
સાચું અપરિગ્રહપણું છે. પરના કે રાગના કોઈપણ અંશથી પોતાને ધર્મનો
લાભ થવાનું જે માને તેના ભાવમાં પરની પક્કડરૂપ પરિગ્રહ છે, પ્રભુના
માર્ગના અપરિગ્રહવાદની તેને ખબર નથી. જેનાથી પોતાને

PDF/HTML Page 6 of 45
single page version

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૩ :
લાભ માને તેમાં મમત્વ રહે જ છે, ને મમત્વબુદ્ધિ તે જ પરિગ્રહ છે.
પોતાનો પૂર્ણ આત્મવૈભવ જેને ન દેખાય તે જ બીજા પાસેથી કંઈ લેવાની
બુદ્ધિ કરે, ને પરમાંથી લાભ લેવાની બુદ્ધિ જ પરિગ્રહનું મૂળ છે.
મહાવીરભગવાને પ્રત્યેક આત્માનો સંપૂર્ણ જ્ઞાનવૈભવ આત્મામાં જ
બતાવ્યો છે; આવા પોતાના પૂર્ણ આત્મવૈભવને દેખનાર જીવ બીજા
પાસેથી કાંઈ લેવાની બુદ્ધિ કરતો નથી એટલે તેને પરની મમતારહિત
અપરિગ્રહપણું પ્રગટે છે. રાગના કોઈ અંશને પણ તે જ્ઞાનમાં પકડતો
નથી, રાગના અંશથી જ્ઞાનને લાભ થવાનું માનતો નથી, એટલે તેના
જ્ઞાનમાં રાગનો પણ પરિગ્રહ નથી. આ રીતે જ્ઞાન પોતે જ પરના
પરિગ્રહ વગરનું હોવાથી તે અપરિગ્રહી છે; અને આવું અપરિગ્રહત્વ તે જ
ભગવાનનો માર્ગ છે.
આ પ્રમાણે ભગવાનના માર્ગમાં અહિંસા અનેકાંત ને
અપરિગ્રહત્વ–એ ત્રણે એકસાથે છે, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પણ તેમાં
જ સમાઈ જાય છે.
આ રીતે અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહવાદના પ્રચાર વડે
મહાવીર ભગવાનના માર્ગની પ્રભાવના કરવા જેવી છે; અને એ જ
ભગવાનના નિર્વાણનો પચીસસો વર્ષનો મહોત્સવ છે.–આવી ઊજવણીમાં
કોઈપણ જૈનને વિરોધ હોઈ શકે નહિ. એમાં તો બધા જૈનો એકમત
થઈને કહેશે કે–
“જય મહાવીર”
જગતની વિભૂતિઓના આશ્રયે સાધક નથી જીવતો; પરંતુ
જગતની વિભૂતિઓ સાધકનો આશ્રય કરવા આવે છે. સાધક મોટો છે,
જગતની વિભૂતિ કાંઈ મોટી નથી. અહા, ચૈતન્યની અદ્ભુત વિભૂતિ
પાસે જગતની વિભૂતિ તો સાવ તૂચ્છ ભૂતિસમાન છે.
પરભાવોના મોટા ધોધમાર પૂરની વચ્ચે ચૈતન્યતત્ત્વ એક જ
અડોલ છે; તેની ભાવનામાં વર્તતા મુમુક્ષુને સંયોગનો કોઈ પ્રવાહ ખેંચી
શકતો નથી. મુમુક્ષુનું જીવન અડગપણે આત્મહિતના માર્ગે જ વર્તે છે,
તેને કોઈ ડગાવી શકે નહિ.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : માગશર : રપ૦૦
* મહાવીરપ્રભુની મુક્તિનું અઢીહજારમું મંગલવર્ષ *
ચૈતન્યના અનંત ગંભીર ભાવોથી ભરેલું
વીરનાથનું અનેકાન્ત–શાસન
અહો, આત્માનું અલૌકિક સ્વરૂપ અનેકાંત–જ્ઞાનવડે જ
પ્રસિદ્ધ થાય છે. અનુભવમાં આવે છે. સર્વજ્ઞ ભગવાનના
જિનશાસનને એટલે કે અનેકાન્તમય વસ્તુસ્વરૂપને સમ્યગ્જ્ઞાની
જ જાણે છે, અહો, વીરનાથનું અનેકાન્ત–શાસન કોઈ અદ્ભુત
પરમ ગંભીરતાથી ભરેલું છે. કોઈ પણ પડખેથી તેને નક્કી કરવા
જતાં જ્ઞાન પરથી નાસ્તિપણું કરીને, અંતરમાં અનંત–
ગુણથી ભરપૂર સ્વભાવની અસ્તિમાં પ્રવેશી જાય છે,
એટલે શુદ્ધતારૂપે તેનું પરિણમન થાય છે.–આ જ આત્માને
સાધવાની રીત છે, આ જ મોક્ષમાર્ગ છે, ને આ જ અરિહંતમાર્ગની
ઉપાસના છે.
વળી એકસાથે વર્તતા પુરુષાર્થ–નિયતિ વગેરે પાંચે
સમવાયનો સાચો નિર્ણય તેને જ થાય છે કે જે અનેકાન્તમય
જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તે–રૂપે પોતાને અનુભવે છે.
જ્ઞાનમય અનેકાન્તની કોઈ અજબ તાકાત છે. ભાઈ! એકવાર તું
જ્ઞાનસ્વભાવી આત્માને નક્કી કર તો તેમાં બધું આવી જશે.
અનેકાંતમય જ્ઞાનનો અનુભવ તે ‘અમૃત’ છે; અમૃત એવી
મોક્ષદશાનું તે કારણ છે.
(સમયસારના પરિશિષ્ટમાં અનેકાન્તમય જ્ઞાનનું વર્ણન ચાલે છે.)
‘જ્ઞાનમાત્ર આત્મા છે’ તેના અનુભવમાં અનંતગુણોના નિર્મળ પરિણમનનો
સ્વાદ ભેગો જ છે. જ્ઞાનમાત્ર વસ્તુને અનેકાંતવડે ઓળખનાર જીવ તે જ્ઞાનમાત્રભાવને
રાગાદિથી ભિન્ન દેખે છે, ને પોતાના અનંતગુણના નિર્મળપરિણમનથી અભેદ દેખે છે.
–આ રીતે ધર્મીના અનુભવમાં આત્મવસ્તુ સ્વયમેવ અનેકાન્તપણે પ્રકાશે છે. અને

PDF/HTML Page 8 of 45
single page version

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૫ :
તે જ વસ્તુ સર્વજ્ઞદેવે ઉપદેશી છે. અજ્ઞાનીને જ્ઞાનમાત્ર વસ્તુ અનેકાન્તપણે પ્રસિદ્ધ નથી,
અનેકાન્તમય જ્ઞાનવસ્તુને તે ઓળખતો નથી, તેથી એવા જીવોને અનેકાન્તમય
આત્મવસ્તુની ઓળખાણ કરાવવા અરિહંત ભગવાને અનેકાન્તવડે તેનો ઉપદેશ કર્યો
છે.
* મોહને હણવા માટે અરિહંતદેવે ઉપદેશેલું અમોઘ–સાધન એટલે અનેકાંત *
જગતમાં જીવરૂપ ને અજીવરૂપ અનંત પદાર્થો છે; તેઓ બધા પોતપોતાના
સ્વરૂપમાં સત્ છે, ને બીજાના સ્વરૂપે તેઓ સત્ નથી–અસત્ છે. તેમાં આ જ્ઞાનમાત્ર
પોતાની આત્મવસ્તુ છે તે પોતાપણે સત્ છે, ને અન્ય પર પદાર્થોરૂપે તે અસત્ છે. આ
રીતે આત્મવસ્તુ પ્રસિદ્ધ થાય છે. જેમ આત્મા પોતાપણે છે તેમ જો પરપણે પણ આત્મા
હોય તો તેનું સ્વરૂપ જ નક્કી ન થઈ શકે, એટલે પરથી ભિન્ન તેનો અનુભવ જ ન થઈ
શકે. આત્મા પોતાના ચેતન–ગુણ–પર્યાયોરૂપે પરિણમે છે, તેમ જો જડના કે પરના ગુણ–
પર્યાયરૂપે પણ તે પરિણમે, તો આત્માનું કોઈ સ્વરૂપ જ સિદ્ધ ન થાય. પણ જ્ઞાનમાત્ર
આત્મવસ્તુ પોતાના જ્ઞાન સાથે તન્મય વર્તતા આત્માના અનંત ધર્મો સાથે પરિણમે છે,
ને પરથી તે ભિન્ન પરિણમે છે,–આ રીતે પોતાના સ્વરૂપથી જ અનેકાન્તસ્વરૂપે આત્મા
પ્રકાશે છે. અનેકાન્તવડે આવા જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવવો તે ભગવાન
અર્હંતદેવનું અમોઘ શાસન છે, તે મોહને હણીને ભગવાન આત્માને સત્ય સ્વરૂપે પ્રસિદ્ધ
કરે છે.
* જ્ઞાનનો અનુભવ–એ જ અરિહંતમાર્ગની ઉપાસના *
અહો, વસ્તુસ્વરૂપ કોઈ અલૌકિક છે; તે અનેકાન્ત–જ્ઞાનવડે જ પ્રસિદ્ધ થાય છે,
–અનુભવમાં આવે છે. અહો, જ્ઞાનમાત્ર ચેતનભાવને લક્ષમાં લેતાં તો આખો ચૈતન્ય–
ભગવાન લક્ષ્યપણે પ્રસિદ્ધ થાય છે. આવા આત્માને જાણતાં પરભાવથી ભિન્ન જ્ઞાનનું
પરિણમન થયું તે જ સાચો વૈરાગ્ય છે, તે જ્ઞાનમાં પરમ અનાકુળતારૂપ આનંદ પણ છે,
તેમાં પવિત્રતા પણ છે, તેમાં ઈંદ્રિયોથી પાર એવું અતીન્દ્રિયપણું છે–સ્વસંવેદનપ્રત્યક્ષપણું
છે,–એમ અનંત ચૈતન્યધર્મો એકસાથે જ્ઞાનભાવરૂપ પરિણમી રહ્યા છે.–આ જ અનેકાન્ત
છે; ને આ જ સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ એટલે કે જિનશાસન છે. આવા અનેકાન્તમય
વસ્તુસ્વરૂપને સમ્યગ્જ્ઞાની જ જાણે છે. અહો, વીરનાથનું અનેકાન્તશાસન કોઈ અદ્ભુત
પરમ ગંભીરતાથી ભરેલું છે. કોઈપણ પડખેથી તેને નક્કી કરવા જતાં જ્ઞાન પરથી
નાસ્તિપણું કરીને, અંતરમાં અનંતગુણથી ભરપૂર સ્વભાવની અસ્તિમાં પ્રવેશી જાય છે,
એટલે શુદ્ધતારૂપે તેનું પરિણમન થાય છે.–આ જ

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : માગશર : રપ૦૦
આત્માને સાધવાની રીત છે, આ જ મોક્ષમાર્ગ છે, ને આ જ અરિહંતમાર્ગની ઉપાસના
છે.
* અનેકાન્તની અજબ તાકાત *
અરિહંતદેવે બતાવેલા અનેકાંતસ્વરૂપ આત્માને જાણતાં તેમાં સ્વભાવનો,
પુરુષાર્થનો, નિયતિનો, સ્વકાળનો અને કર્મના અભાવરૂપ નિમિત્તનો–એમ એકસાથે
મોક્ષના પાંચે સમવાયનો નિર્ણય થઈ જાય છે. જ્યારે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને નક્કી
કરીને જ્ઞાન પોતે જ્ઞાનરૂપ થઈને પરિણમ્યું ને અન્ય મિથ્યાત્વાદિ ભાવરૂપ ન પરિણમ્યું
ત્યારે જ્ઞાનનો જેવો સ્વભાવ હતો તેવો પર્યાયમાં નક્કી થયો, પર્યાય સ્વસન્મુખ
પુરુષાર્થરૂપ પરિણમી, સ્વકાળમાં તેને સમ્યક્ત્વાદિ શુદ્ધપર્યાયોનો ક્રમ હતો તે શરૂ થયો,
તેના જ્ઞાનપરિણમનમાં કર્મનો અભાવ વર્તે છે અને ત્યાં તેને યોગ્ય નિમિત્તો દેવ–ગુરુ
વગેરે હોય છે, વિપરીત નિમિત્ત હોતાં નથી;–આમ એકસાથે વર્તતા પાંચેનો સાચો
નિર્ણય તેને જ થાય છે કે જે અનેકાન્તમય જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તે–રૂપે
પોતાને અનુભવે છે. જ્ઞાનમય અનેકાન્તની કોઈ અજબ તાકાત છે. જ્ઞાનમાત્ર
આત્મવસ્તુના સ્વીકાર વગર પુરુષાર્થનો સ્વભાવનો મોક્ષનો અરિહંતનો કે નિયતિ
વગેરેનો ખરો સ્વીકાર થઈ શકતો નથી. ભાઈ, એકવાર તું જ્ઞાનસ્વભાવી આત્માને તો
નક્કી કર, તેમાં બધું આવી જશે. જ્ઞાનમાત્ર ભાવમાં આત્માના બધા ધર્મો અસ્તિરૂપ છે,
ને સમસ્ત પરપદાર્થોથી તેને નાસ્તિપણું છે.–તેમાં પુરુષાર્થ વગેરે અનંત સ્વધર્મો સમાઈ
જાય છે. ધર્મીના જ્ઞાનઅનુભવમાં તે બધા અભેદપણે સમાઈ જાય છે. આવા
અનેકાન્તમય જ્ઞાનનો અનુભવ તે ‘અમૃત’ છે,–અમૃત અમર–એવી મોક્ષદશાનું તે
કારણ છે. અનેકાન્તની તાકાત અજોડ છે.
* અનેકાન્ત–અમૃત, તે આત્માનું જીવન છે. *
અહો, જ્ઞાનલક્ષણ આત્માને તેના સાચા સ્વરૂપે પ્રસિદ્ધ કરે છે, તે કોઈ દોષ
(અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ) રહેવા દેતું નથી; અનંતગુણનું પરિણમન જ્ઞાનભાવમાં
સમાયેલું છે, પણ તેમાં પરનો કોઈ અંશ કે વિકારનો કોઈ અંશ આવતો નથી. જ્ઞાનનું
જે સ્વરૂપ છે તેને અજ્ઞાની જાણતો નથી, અને જે જ્ઞાનનું સ્વરૂપ નથી તેને તે જ્ઞાનનું
સ્વરૂપ માને છે, એવો અજ્ઞાની–એકાન્તવાદી જીવ, પરથી ભિન્ન જ્ઞાનરૂપે પોતાને નહિ
અનુભવતો થકો, ને પરરૂપે પોતાને માનીને અજ્ઞાનભાવરૂપે જ પોતાને અનુભવતો થકો
સંસારમાં રખડે છે ને મોહથી દુઃખી થાય છે. એવા જીવોને અરિહંતદેવનું

PDF/HTML Page 10 of 45
single page version

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૭ :
શાસન અનેકાન્તવડે ઉગારે છે; એટલે અનેકાંત તે અમર જીવન આપનારું અમૃત છે.
* અહો, અનેકાન્ત પ્રકાશીને અરિહંતદેવે મહા ઉપકાર કર્યો છે *
અરિહંતદેવે એવું વસ્તુસ્વરૂપ બતાવ્યું છે કે હે જીવ! જ્ઞાનસ્વરૂપે તારું સત્પણું
છે, પણ જ્ઞાનથી ભિન્ન એવા પરજ્ઞેયોરૂપે તારું સત્પણું નથી, ને તારામાં કોઈ પરજ્ઞેયનો
પ્રવેશ નથી. પરજ્ઞેયોને જાણતાં પણ તું પોતાને જ્ઞાનરૂપે જ દેખ; જ્ઞેયરૂપે ન દેખ. તારી
જ્ઞાનસત્તા સ્વતંત્ર જીવંત છે; તેને બદલે તેને જ્ઞેયરૂપે માનીને તું તારી સ્વાધીન
જ્ઞાનસત્તાનો નાશ ન કર. જ્ઞાનમાં જણાતાં પરજ્ઞેયો તે હું–એમ અનુભવનાર અજ્ઞાનીને
જ્ઞેયથી ભિન્ન એવા જ્ઞાનરૂપે પોતાનું અસ્તિત્વ વેદનમાં આવતું નથી એટલે તેની
મિથ્યાશ્રદ્ધામાં આત્મતત્ત્વ નાશ પામે છે. પણ અનેકાન્તનું સ્વરૂપ તેને સાચા સ્વરૂપે
પ્રકાશીને જીવંત રાખે છે. અહો, અનેકાન્ત તો આત્માનું જીવન છે. મોક્ષમાર્ગી જીવ
અનેકાંતવડે આત્માને જાણીને મોક્ષને સાધે છે. તેનું સ્વરૂપ બતાવીને અરિહંતદેવે અને
વીતરાગસંતોએ જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે. અનેકાન્તનું સાચું સ્વરૂપ જાણે તેને
સ્વ–પરનું ભેદજ્ઞાન થયા વિના રહે નહિ; ને ભેદજ્ઞાન થાય તેને મોક્ષ થયા વગર રહે
નહિ. આ રીતે મોક્ષના માર્ગમાં અનેકાન્ત પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે.
* ધર્મીંનું જ્ઞાન સ્વયમેવ અનેકાન્તપણે પ્રકાશે છે *
અનેકાન્તવડે આત્મસ્વરૂપને લક્ષમાં લઈને જે જીવ પરિણમ્યો તે જીવને જ્ઞાનનું
જ્ઞાનપરિણમન થયું; તે જ્ઞાનપરિણમનમાં રાગાદિનો અભાવ છે, જડનો અભાવ છે, પણ
આત્માના આનંદ વગેરે અનંત ધર્મોનો કાંઈ તેમાં અભાવ નથી, તે અનંત ધર્મોનું
સમ્યક્પરિણમન તો જ્ઞાન સાથે જ છે. શ્રદ્ધાપણે–આનંદપણે–વીતરાગતાપણે જ્ઞાન જ
અનુભવાય છે; તે કોઈ કાંઈ જ્ઞાનથી ભિન્ન નથી. માટે જ્ઞાન જ સ્વયમેવ
અનેકાન્તસ્વરૂપે પ્રકાશે છે.
* જ્ઞાનના અનુભવમાં અપૂર્વ આત્મલક્ષ્મીની પ્રાપ્તિ;
અનેકાન્તમાર્ગનો કોલકરાર *
જ્ઞાનપણે પ્રકાશતો ને જ્ઞાનપણે અનુભવાતો તે હું છું. જ્ઞાનથી ભિન્નપણે જણાતા–
અનુભવાતા કોઈ ભાવો તે હું નથી.–આમ અનેકાન્તવડે જ્ઞાનમાત્ર ભાવપણે આત્માની
પ્રસિદ્ધિ તે આત્માનું સાચું જીવન છે. ‘જ્ઞાન’ માં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : માગશર : રપ૦૦
આવી જાય છે. ક્રમે પ્રવર્તતા તેમજ અક્રમે પ્રવર્તતા એવા અનંત ગુણ–પર્યાયો, તે બધાય
‘જ્ઞાનમાત્ર’ ભાવમાં સમાઈ જાય છે, પણ તે જ્ઞાનમાત્ર ભાવમાં રાગાદિ ભાવો સમાતા
નથી;–આ રીતે જ્ઞાનમાત્ર આત્માને શુદ્ધપણું છે. તે રાગાદિભાવો જ્ઞાનના જ્ઞેયપણે છે,
પણ જ્ઞાનમાં તન્મયપણે નથી, જુદાપણે છે. આવા ભિન્ન જ્ઞાનનો અનુભવ તે ધર્માત્માની
અપૂર્વ લક્ષ્મી છે, ને તે લક્ષ્મી જગતમાં સર્વોત્કૃષ્ટ એવી કેવળજ્ઞાનલક્ષ્મીને (અનંત
ગુણના વૈભવસહિત) દેનારી છે.–આવા જ્ઞાનસ્વભાવ સાથે એકતાનો સંબંધ જેણે
જોડ્યો તેણે રાગ સાથે કે નિમિત્ત સાથે એકતાનો સંબંધ તોડ્યો. એટલે સ્વાશ્રયે
અનંતગુણોની શુદ્ધતારૂપ પરિણમન થવા માંડ્યું,–એ જ મોક્ષમાર્ગ છે, એ જ ભગવાન
અર્હંતદેવનું શાસન છે. ભગવાન કહે છે કે આવા અનેકાંતવડે સ્વ–પરને ભિન્ન જાણીને,
અને જ્ઞાનલક્ષણથી આત્માને લક્ષિત કરીને અંતરમાં જા...તો તને જરૂર કેવળજ્ઞાનાદિ
અનંતગુણના વૈભવરૂપ સ્વરૂપ–લક્ષ્મી પ્રાપ્ત થશે...થશે ને થશે!–એ અનેકાન્તમાર્ગનો
કોલકરાર છે.
* જ્ઞાનમાં છ કારકની તાકાત *
અહો, એક જ્ઞાનના અનુભવમાં તો અનંત ગુણની ગંભીરતા છે; પોતાના કર્તા–
કર્મ–સાધન–આધાર વગેરે છએ કારકો પણ તેમાં એકસાથે આવી જાય છે,–એવી
જ્ઞાનની શક્તિ છે. એટલે આવી જ્ઞાનશક્તિવાળા આત્માને જે અનુભવે, તે બહારના
કોઈ કારણને શોધે નહીં. સ્વાશ્રયે જ છ કારકરૂપ થઈને આત્મા સ્વયમેવ
કેવળજ્ઞાનાદિરૂપે પરિણમે છે.
અહો, ભગવાન! આપનું અનેકાન્તશાસન અલૌકિક ફળ દેનાર છે.
જય અનેકાન્ત જય મહાવીર
* * * * *
ચૈતન્યના સાધક જીવોએ વીતરાગી
દેવ–ગુરુ–શાસ્ત્રની મંગલ છાયામાં એક માત્ર
આત્મહિતના ઉપાયમાં પરમ જ્ઞાન–
વૈરાગ્યપૂર્વક સતત પ્રવર્તવું યોગ્ય છે; અને
તેના ફળમાં જે અદ્ભુત પરમ શાંતિ વેદાય છે
તે પરમ તૃપ્તિકર છે.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૯ :

સાગરવાળા શેઠશ્રી ભગવાનદાસ શોભાલાલજીની
વિનતિથી પૂ. ગુરુદેવે શ્રી તારણસ્વામીના અધ્યાત્મસાહિત્ય
ઉપર કુલ રપ પ્રવચનો કર્યાં છે, તેમાંથી ૧૬ પ્રવચનો
‘અષ્ટપ્રવચન’ ના બે પુસ્તકરૂપે છપાઈ ગયા છે; ને બાકીનાં
પ્રવચનોનું ત્રીજું પુસ્તક તૈયાર થઈ રહ્યું છે; તેમાંથી કેટલોક
નમૂનો અહીં આપ્યો છે. પ્રવચનો અત્યંત સુગમ શૈલીના
હોવાથી સર્વે જિજ્ઞાસુઓને ઉપયોગી છે; ને તેમાં જૈન–શ્રાવક
કઈ રીતે મોક્ષમાર્ગ સાધે છે તેનું સુંદર વર્ણન છે. (અષ્ટ
પ્રવચનનો બીજો ભાગ માત્ર હિંદીમાં છપાયેલ છે;
ગુજરાતીમાં છપાવવાની જેમની ભાવના હોય તેમણે
લેખકનો સંપર્ક સાધવો.)

શરૂઆતમાં, કેવળજ્ઞાનદ્રષ્ટિથી સમસ્ત વિશ્વને દેખનારા મહાવીર પરમાત્માને,
તેમજ વ્યક્ત–પ્રસિદ્ધ છતાં અરૂપી એવા શુદ્ધ સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને મંગળ કર્યું
છે. જુઓ, અરૂપી સિદ્ધ ભગવંતોનું અને અરિહંત ભગવંતોનું આવું સ્વરૂપ શુદ્ધ જૈનમાર્ગ
સિવાય બીજે ક્યાંય હોતું નથી. શ્રાવકને શુદ્ધ જૈનમાર્ગ સિવાય બીજાની શ્રદ્ધા સ્વપ્ને
પણ હોય નહિ. પહેલાંં ચોથેગુણસ્થાને આત્માની અનુભૂતિસહિત સમ્યગ્દર્શન થાય છે,
પછી પાંચમા ગુણસ્થાને આત્માની વિશેષ શુદ્ધતા સહિત શ્રાવકનાં વ્રતાદિનું આચરણ
હોય છે;–એવો જૈનધર્મનો ક્રમ છે. માટે જેઓ પોતાનું હિત ચાહતા હોય તેઓ કુમાર્ગ
છોડી, વીતરાગ જૈનમાર્ગના સેવન વડે આત્માને ઓળખીને શુદ્ધ સમ્યગ્દર્શન કરો અને
પછી શ્રાવકનાં વ્રતાદિનું આચરણ કરો, એમ સંતોનો ઉપદેશ છે.
આત્માનો સ્વભાવ જેવો છે તેવો જાણીને શુદ્ધ દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે.
દેહાદિ સંયોગ, રાગાદિભાવ કે ઈંદ્રિયજ્ઞાન એમાં આત્મબુદ્ધિ છોડીને શુદ્ધદ્રષ્ટિથી
અસંયોગી શુદ્ધ–પૂર્ણાનંદમય ચૈતન્યસ્વરૂપ આત્મા ધર્મીને અંતરમાં દેખાય છે.–આવા
આત્માને

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : માગશર : રપ૦૦
દેખનાર જીવ જૈન છે, આવા આત્માને દ્રષ્ટિમાં લીધા વગર ‘જૈન’ માં નંબર આવતો
નથી. સમ્યગ્દર્શન થાય ત્યારે જ જૈનત્વ શરૂ થાય છે; તેને ભલે હજી વ્રતાદિ ન હોય
તોપણ તે જીવ મોક્ષમાર્ગમાં દાખલ થઈ ગયો છે.
તે અવ્રતી શ્રાવક શુદ્ધ સમ્યગ્દર્શનસ્વરૂપ પોતાના આત્માને દેખે છે. આત્માને
દેખનારી આવી શુદ્ધદ્રષ્ટિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે; તેમાં રાગ ન આવે. ચોથાગુણસ્થાને
આવું સમ્યગ્દર્શન થયું ત્યારથી તે જીવ મોક્ષસન્મુખ થયો, ને સંસારદુઃખથી પરાંગ્મુખ
થયો. દુઃખના કારણરૂપ મિથ્યાત્વાદિ ભાવો તેનાથી જુદો પડીને, ભેદજ્ઞાનવડે ચૈતન્ય–
સ્વરૂપના આનંદનો સ્વાદ તેણે ચાખી લીધો, ત્યાં સંસાર દુઃખોથી તે પરાંગ્મુખ થઈ
ગયો, તેની પરિણતિનો પ્રવાહ મોક્ષસુખ તરફ ચાલ્યો.
* મોહને જીતીને મોક્ષસન્મુખ થયો તે સાચો જૈન *
જુઓ, આ ‘જૈન’ નું સ્વરૂપ! સાચો જૈન ક્યારે કહેવાય? તેની આ વાત છે.
જેને હજી વ્રત નથી, ચારિત્ર નથી, પણ શુદ્ધઆત્માની દ્રષ્ટિ વર્તે છે, ને જે વીતરાગ દેવ–
ગુરુનો ભક્ત છે, તે પ્રથમ શરૂઆતનો જૈન છે; અવ્રતી હોવા છતાં તે ધર્મી છે, તે
મોક્ષનો પથિક છે. તે સ્વભાવસુખની સમ્મુખ થયો છે ને સંસારદુઃખથી વિમુખ વર્તે છે.
જેને સમ્યગ્દર્શન નથી તેને પરમાર્થ જૈનપણું નથી કેમકે તેણે મોહને જીત્યો નથી.
‘–જીતે તે જૈન.’ કોને જીતે?–મોહને. કોણ જીતે?–સ્વભાવસન્મુખ થયેલો જીવ.
બહારમાં જીવને કોઈ શત્રુ નથી, પણ અંતરમાં મિથ્યાત્વ–અજ્ઞાન–રાગદ્વેષમોહરૂપ
પોતાનો ભાવ શત્રુ છે, તેને સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ વડે જીતવો, નષ્ટ કરવો તે સાચું
જૈનપણું છે. આવા જૈનત્વની શરૂઆત સમ્યગ્દર્શન વડે થાય છે. અંતરમાં આત્માનો
અચિંત્ય મહિમા જાણી, તેની સન્મુખ વળીને સમ્યગ્દર્શન પામવાની તૈયારીવાળા જીવે
જ્યાં ત્રણ કરણ વડે મોહનો નાશ કરવા માંડ્યો ત્યાં તેને ‘જિન’ કહી દીધો છે. આવી
દશા વગર એકલા બાહ્ય આચરણથી જૈનમાં નંબર આવતો નથી. ભાઈ, આત્મજ્ઞાન
વગર તું વ્રતાદિ શુભાચરણ કરીશ તો તેથી પુણ્ય બંધાશે પણ કાંઈ ભવથી તારો છૂટકારો
નહિ થાય. મિથ્યાત્વસહિતની શુભક્રિયાઓ તો મોક્ષથી પરાંગ્મુખ છે, ને સંસારની
સન્મુખ છે, અને રાગથી પાર ચૈતન્યતત્ત્વને દેખનાર ધર્મી જીવ સમ્યગ્દર્શન વડે મોક્ષની
સન્મુખ છે ને સંસારથી પરાંગ્મુખ છે.

PDF/HTML Page 14 of 45
single page version

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૧૧ :
ધર્મીને આત્માના સુખનું વેદન હોય છે. સંસારની ચાર ગતિથી પાર, મોક્ષના
અતીન્દ્રિયસુખનો સ્વાદ ધર્મી જીવે ચાખી લીધો છે. જે સુખ ઈંદ્રના કે ચક્રવર્તીના પણ
બાહ્ય વૈભવમાં નથી તે અપૂર્વ સુખ ચૈતન્યના શ્રદ્ધા–જ્ઞાનમાં ધર્મીને નિરંતર વર્તે છે.
* જૈન થયો તે જિનદેવ સિવાય બીજા માર્ગને માને નહિ *
સમ્યગ્દર્શન થતાં ધર્મીને સિદ્ધસમાન પોતાનો શુદ્ધઆત્મા પ્રતીતમાં–દેખવામાં–
શ્રદ્ધામાં–જ્ઞાનમાં ને સ્વાનુભવમાં સ્પષ્ટ આવી જાય છે; ત્યારથી તેની ગતિ–પરિણતિ
વિભાવોથી વિમુખ થઈને સિદ્ધપદ–સન્મુખ ચાલી, તે મોક્ષમાર્ગી થયો. પછી જેમ જેમ
શુદ્ધતા અને સ્થિરતા વધતી જાય છે તેમ તેમ શ્રાવકધર્મ અને મુનિધર્મ પ્રગટે છે.
શ્રાવકપણું–મુનિપણું તે આત્માની શુદ્ધદશામાં રહે છે, તે કાંઈ બહારની ચીજ નથી. હજી
તો જૈનધર્મમાં તીર્થંકરદેવે મોક્ષમાર્ગ કેવો કહ્યો છે તેની પણ ખબર ન હોય, ને
વિપરીતમાર્ગમાં જ્યાં–ત્યાં માથું ઝુકાવતો હોય, એવા જીવને તો જૈનપણું કે શ્રાવકપણું
હોતું નથી. જૈન થયો તે જિનવરદેવના માર્ગ સિવાય બીજાને સ્વપ્નેય માને નહીં.
કોઈ કહે કે આત્મા એકાંત શુદ્ધ છે ને તેને વિકાર કે કર્મનો કાંઈ સંબંધ છે જ
નહિ,–તો તે વાત સાચી નથી. આત્મા દ્રવ્યસ્વભાવથી શુદ્ધ છે પણ પર્યાયમાં તેને વિકાર
પણ છે. તે વિકાર પોતાની ભૂલથી છે ને સ્વભાવના ભાન વડે તે ટળી શકે છે, ને શુદ્ધતા
થઈ શકે છે. વિકારભાવમાં અજીવકર્મો નિમિત્ત છે, વિકાર ટળતાં તે નિમિત્ત પણ છૂટી
જાય છે. આ પ્રમાણે દ્રવ્ય–પર્યાય, શુદ્ધતા–અશુદ્ધતા, નિમિત્ત–એ બધાનું જ્ઞાન બરાબર
કરવું જોઈએ. તે જાણીને શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ છે.
* સમ્યગ્દ્રષ્ટિને નવ તત્ત્વની શ્રદ્ધા *
જગતમાં અનંતા આત્માઓ સ્વયંસિદ્ધ, કોઈના કર્યા વગરના સદાય છે. એકેક
આત્મા સ્વતંત્ર પોતાના અનંત ગુણ–પર્યાય સહિત છે. કોઈ કહે કે આત્માને પર્યાય ન
હોય, એ તો બહારથી વળગી છે;–તો તે વાત ખોટી છે. ભાઈ, પર્યાય પણ આત્માનું
સ્વરૂપ છે, તે આત્માનો એક સ્વભાવ છે; સિદ્ધમાંય પર્યાય તો છે, પર્યાયને કાંઈ છોડી
દેવાની નથી પણ તેમાં વિકાર છે તે છોડવાનો છે. શુદ્ધ–આનંદમય નિર્વિકાર પર્યાય તે
તો આત્માનું સ્વરૂપ છે.
.

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : માગશર : રપ૦૦
.
.
* સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે અશુદ્ધતાનો તેમજ કર્મનો નાશ અને શુદ્ધતાનું
.
આ રીતે સમ્યગ્દ્રષ્ટિને નવે તત્ત્વોનો સ્વીકાર હોય છે. નવ તત્ત્વમાં ભૂતાર્થ–
સ્વરૂપ શુદ્ધ આત્મા છે તેની અનુભૂતિ તે સમ્યગ્દર્શન છે. નામથી ભલે કોઈને નવતત્ત્વ
આવડે કે ન આવડે, પણ તેના ભાવોનું જેવું સ્વરૂપ છે તેવું તે સમ્યગ્દ્રષ્ટિના જ્ઞાનમાં ને
શ્રદ્ધાનમાં નિરંતર વર્તે છે. અજીવના કોઈ અંશને તે જીવરૂપે સમજતો નથી, કે રાગના
કોઈ અંશને તે સંવર–નિર્જરા–મોક્ષરૂપે વેદતો નથી. નવે તત્ત્વના ભાવ જેવા છે તેવા જ
તેને વેદાય છે, વિપરીત વેદાતા નથી. આવું તત્ત્વાર્થશ્રદ્ધાન દરેક સમ્યગ્દ્રષ્ટિને જરૂર
હોય છે.
આત્મા પોતાના સહજ સ્વભાવથી રાગી–દ્વેષી કે મોહી નથી, સહજ સ્વભાવથી
તો તે વીતરાગી દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ છે; અને તે જ પરમાર્થ જીવતત્ત્વ છે; તે જીવ
જ્યારે પોતાના સાચા સ્વભાવને ભૂલીને અજ્ઞાનથી પોતાને રાગરૂપે કે શરીરરૂપે
અનુભવે છે ત્યારે તેમાં અજીવ કર્મ નિમિત્ત છે; તેના સંબંધથી જીવની પર્યાયમાં પુણ્ય–
પાપ–આસ્રવ ને બંધ ભાવોની ઉત્પત્તિ થાય છે, તે બધા ક્ષણિક અશુદ્ધ ભાવો છે, ને તે
સંસારનું કારણ છે, તે જીવ જ્યારે અજીવથી અત્યંત ભિન્ન પોતાના સહજ જ્ઞાનસ્વરૂપને
અનુભવે છે ત્યારે તેની પર્યાયમાં સમ્યક્ દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવો એટલે કે
સંવર–નિર્જરા–મોક્ષરૂપ ભાવો પ્રગટે છે. ત્યારે તેને કર્મનો નિમિત્તસંબંધ પણ છૂટી જાય
છે. જૈનદર્શન–અનુસાર નવ તત્ત્વનું આવું સાચું સ્વરૂપ ઓળખતાં સમ્યગ્દર્શન થાય છે.
* આત્મવસ્તુ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ છે. *
આત્મા દ્રવ્ય–પર્યાયસ્વરૂપ વસ્તુ છે તે પણ આમાં આવી જાય છે. વસ્તુને જો
એકાંત દ્રવ્યસ્વરૂપ નિત્ય માને ને અનિત્ય–પર્યાયરૂપ ન માને, અથવા એકલી પર્યાયરૂપ
માને ને દ્રવ્યરૂપ ન માને,–તો નવતત્ત્વ કે આત્મવસ્તુ કંઈપણ સિદ્ધ ન થાય માટે દ્રવ્ય–
પર્યાય–સ્વરૂપ વસ્તુ જેમ છે તેમ શ્રદ્ધા–જ્ઞાનમાં લેવી જોઈએ.

PDF/HTML Page 16 of 45
single page version

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૧૩ :
* જીવ અને અજીવ બંનેની ક્રિયાનું અત્યંત જુદાપણું *
નવતત્ત્વને જાણીને સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના ચિદાનંદ સ્વભાવને લક્ષમાં લ્યે છે;
તેને મિથ્યાત્વાદિ કર્મપ્રકૃતિનો અભાવ થઈ ગયો, તે અજીવની ક્રિયા અજીવમાં છે, તે
ક્રિયા–પરિણતિ કાંઈ જીવની નથી, જીવે તેને કરી નથી, જીવથી તે જુદી છે. અને
સમ્યગ્દર્શનાદિ ક્રિયા–પરિણતિ થઈ તે જીવની ક્રિયા જીવમાં છે, જીવ તેનો કર્તા છે,
જીવથી તે જુદી નથી. તે કાંઈ કર્મપ્રકૃતિએ કરી નથી. આ જીવ અને અજીવ બંનેનું
પરિણમન જુદું સ્વતંત્ર પોતપોતામાં છે. જીવના ઉત્પાદ–વ્યય–ધ્રુવ જીવમાં છે, અજીવના
ઉત્પાદ–વ્યય–ધ્રુવ અજીવમાં છે.
જુઓ, આ વસ્તુસ્વરૂપ! સત્ વસ્તુ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે. તેના ઉત્પાદ–વ્યય–
ધ્રુવ પોતાથી જ છે ને પરથી નથી. આવું સત્ વસ્તુનું જ્ઞાન થતાં ભેદજ્ઞાન થાય છે એટલે
પરમાં કર્તૃત્વબુદ્ધિ ઊડી જાય છે, ને સ્વસન્મુખ પરિણમન થાય છે. આ રીતે
વસ્તુસ્વરૂપનું ભેદજ્ઞાન તે વીતરાગતાનું કારણ છે. વસ્તુસ્વરૂપના જ્ઞાન વગર રાગ–દ્વેષ
કદી છૂટે નહિ.
અહો, આવી વાત સર્વજ્ઞદેવના જૈનમાર્ગ સિવાય બીજે ક્્યાં છે? જૈનમાર્ગને
અને અન્ય માર્ગને કાંઈ મેળ નથી, જૈનમાર્ગને અને અન્ય માર્ગને જેઓ સરખાં ગણે છે
તેઓને તો અજ્ઞાનની તીવ્રતા છે. બાપુ! જૈનમાર્ગને જાણ્યા વગર તને જૈનપણું કે
શ્રાવકપણું કેવું? જૈનમાર્ગમાં જેવી સ્વતંત્રતા ને પૂર્ણતા બતાવી છે તેવી બીજે ક્યાંય
નથી બતાવી. તત્ત્વના આવા વીતરાગીસ્વરૂપને જાણીને શ્રદ્ધા કરતાં જીવને અપૂર્વ
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે, ચૈતન્યના અપૂર્વ સુખનું તેને વેદન થાય છે, ને તે
જીવ સંસાર–દુઃખથી વિમુખ થઈ જાય છે. આ રીતે આનંદની ઉત્પત્તિ ને દુઃખનો નાશ
સમ્યગ્દર્શન વડે થાય છે. સમ્યગ્દર્શન થતાં સાચું જૈનપણું–ધર્મીપણું–મોક્ષમાર્ગીપણું શરૂ
થાય છે.
* સમ્યગ્દર્શન અને અવ્રતપણું–બંને સાથે હોઈ શકે છે *
આત્માના આનંદસ્વભાવનું ભાન થતાં ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને અવ્રતીપણું
છે, છતાં ત્યાં શુદ્ધ આત્માની અનુભૂતિ અને આનંદનો સ્વાદ છે. આ રીતે તે
સમ્યગ્દ્રષ્ટિને અવ્રતરૂપ ઔદયિકભાવ, અને સમ્યક્ત્વરૂપ ઔપશમિકાદિ ભાવ–એક સાથે
હોય છે, પણ બંનેનું કાર્ય જુદું છે. અવ્રત તો બંધના કારણ તરીકે કામ કરે છે, ને

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : માગશર : રપ૦૦
સમ્યગ્દર્શન તો મોક્ષના કારણ તરીકે કામ કરે છે. આમ એક સાથે હોવા છતાં બંનેની
ભિન્નતા જાણવી. તેણે શુદ્ધ આત્માને જાણ્યો હોવા છતાં હજી પાંચ ઈંદ્રિયના વિષયોના
ભોગવટાનો અશુભભાવ પણ હોય છે, ત્યાં વ્રત નથી છતાં રાગથી ભિન્ન
ચૈતન્યતત્ત્વનું ભાન એક ક્ષણ પણ ભૂલાતું નથી. વિષયોનો અનુરાગ હોવા છતાં
તેનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્યદ્રષ્ટિ ધર્મીને નિરંતર વર્તે છે. ચૈતન્યસુખ વિષયાતીત છે તે
ચાખ્યું હોવાથી તેને વિષયોમાં સુખબુદ્ધિ તો થતી જ નથી, એટલે અનંતાનુબંધી
રાગાદિ તો થતા જ નથી. માટે તેના રાગને અલ્પ જ કહ્યો છે.
* એકલા સમ્યગ્દર્શનમાં મોક્ષમાર્ગ પૂરો થતો નથી. *
સમ્યગ્દર્શન થતાંવેંત બધો રાગ તે વખતે જ નીકળી જતો નથી. જો
સમ્યગ્દર્શન થતાંવેંત રાગનો સર્વથા અભાવ થઈ જાય ને મોક્ષ થઈ જાય તોપછી
મોક્ષમાર્ગનો કે મોક્ષમાર્ગના ઉપદેશનો જ અભાવ થઈ જાય; એટલે તીર્થની પ્રવૃત્તિ જ
ન રહે. સમ્યગ્દર્શન પછી પણ જીવ અમુક કાળ સંસારમાં રહે છે ને મોક્ષમાર્ગને સાધે
છે તથા તેનો ઉપદેશ આપે છે.–એ રીતે મોક્ષમાર્ગરૂપ તીર્થની પ્રવૃત્તિ છે. જોકે
સમ્યગ્દર્શન થતાંવેંત શ્રદ્ધામાંથી તો બધો રાગ નીકળી ગયો ને શુદ્ધઆત્મા
અનુભૂતિમાં આવ્યો, પણ હજી ચારિત્રની પર્યાયમાં અવ્રતાદિ સંબંધી રાગ છે તે
ટાળવાનો બાકી છે, તેનું ધર્મીને જ્ઞાન છે; ને શ્રાવકધર્મ તથા મુનિધર્મની ઉપાસના
વડે તે રાગ ટાળીને વીતરાગ થઈને કેવળજ્ઞાન પ્રગટ કરશે, ત્યારપછી મુક્તિ થશે.
આ રીતે સમ્યગ્દર્શનનું અને મોક્ષમાર્ગનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. એકલા
સમ્યગ્દર્શનમાં મોક્ષમાર્ગ પૂરો થઈ જતો નથી; સમ્યગ્દર્શન થતાં મોક્ષમાર્ગની શરૂઆત
થાય છે, પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે પૂરા થાય ત્યારે મોક્ષમાર્ગ પૂરો થાય છે.
અહો, જૈનધર્મ અલૌકિક! ને તેમાં કહેલો મોક્ષમાર્ગ પણ અલૌકિક છે. ચોકખો માર્ગ,
તેમાં રાગનો કોઈ કણ સમાય નહિ.
* ત્રણે પ્રકારનાં સમ્યગ્દર્શન શુદ્ધ છ*
ત્રણ પ્રકારનાં સમ્યગ્દર્શનમાંથી ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિક ગમે તે
હો, તે ત્રણેય સમ્યગ્દર્શનમાં શુદ્ધઆત્મા જ ધ્યેયરૂપ છે, તેથી તે ત્રણે સમ્યગ્દર્શનને
શુદ્ધ કહેવાય છે ને ત્રણે સમ્યગ્દર્શનને નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે. અવ્રતીને હજી
રાગ હોવા છતાં વીતરાગસ્વભાવનો પ્રેમ તેને વર્તે છે, તેની ભાવના વર્તે છે; તેની
દ્રષ્ટિ રાગથી ને વિષયોથી પરાંગ્મુખ છે, ને ચૈતન્યના સુખની સન્મુખ છે. તે

PDF/HTML Page 18 of 45
single page version

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૧૫ :
જીવ અલ્પકાળમાં સંસારનો છેદ કરીને મોક્ષસુખને સાધે છે. અવ્રતી સમ્યગ્દ્રષ્ટિનેય
આત્મસ્વરૂપમાં શંકાદિ કોઈ દોષ રહેતા નથી.
કોઈ સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા તીર્થંકરપણે અવતરે, ત્રણ જ્ઞાન સહિત હોય ને ચક્રવર્તી
પણ થાય, તેને હજારો રાણી વગેરે પુણ્યવૈભવ બહારમાં હોય, પણ અંદર જ્ઞાનચેતનામાં
તેને જરાય અડવા દેતા નથી. ધર્મી શ્રાવકની દશા કોઈ અલૌકિક હોય છે, મુનિદશાની
તો વાત શી કરવી? અરે, મિથ્યાદ્રષ્ટિ જીવો પંચમહાવ્રત પામીને નવમી ગ્રૈવેયક સુધી
ગયા, પણ રાગવગરના આત્માના સ્વાદ વગર તે જીવોને ખરેખર જૈનપણું ન થયું,
કેમકે તેઓએ મિથ્યાત્વમોહને જીત્યો નહિ. સમ્યગ્દર્શન થયું ત્યારે અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ
પણ સાચો જૈન થયો, તેણે મિથ્યાત્વમોહને જીતી લીધો; મોહનો નાશ કરીને સમ્યગ્દર્શન
વડે તે જૈન થયો (એ લક્ષમાં રાખવું કે નવ ગ્રૈવેયકોમાં મોટા ભાગના જીવો તો
સમ્યગ્દ્રષ્ટિ જ છે, મિથ્યાદ્રષ્ટિ જીવો તો થોડા છે, અને નવ ગ્રૈવેયેક પછી ઉપરના
દેવલોકમાં તો બધા જીવો સમ્યગ્દ્રષ્ટિ જ હોય છે.)
જ્યાં અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવના વેદનપૂર્વક સમ્યગ્દર્શન થયું ત્યાં તે જીવ
જીતેન્દ્રિય થયો; અવ્રતી હોવા છતાં તેને જીતેન્દ્રિય કહ્યો છે.–
જીતી ઈન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તેહને.
(સમયસાર ગાથા ૩૧)
તે અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ જીતેન્દ્રિય જીવ સંસારદુઃખથી વિમુખ છે. હજી અવ્રતના
રાગ–દ્વેષસંબંધી દુઃખનું વેદન તો છે, પણ તેની સાથે રાગથી પાર ચૈતન્યના
અતીન્દ્રિયસુખનો અનુભવ પણ વર્તે છે; તે ચૈતન્યસુખના પ્રેમ પાસે સંસારદુઃખથી તે
પરાંગ્મુખ છે. તેની રુચિનું જોર પલટીને, વિષયદુઃખોથી છૂટીને આત્માના અતીન્દ્રિય
આનંદની સન્મુખ થયું છે. બહારમાં વિષયોની રાગપ્રવૃત્તિ દેખાય પણ અંતરની ચેતના
તેનાથી અળગી છે.–
સમ્યગ્દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ,
(પણ) અંતરથી ન્યારો રહે, જયમ ધાવ ખેલાવે બાળ.
જેમ ધાવમાતા બાળકને પ્રેમથી નવડાવે–ધવરાવે–બેટા કહીને બોલાવે, પણ

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : માગશર : રપ૦૦
અંતરના અભિપ્રાયમાં તો દરેક પ્રસંગે તેને ખબર છે કે આ પુત્ર ખરેખર મારો
નથી, એને જન્મ દેનારી માતા હું નથી; તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્ત્રી–પુત્રાદિ કુટુંબ
પરિવાર વચ્ચે હોય, અવ્રતના રાગાદિમાં ને અશુભવિષયોમાં વર્તતા હોય, પણ
અંતરમાં ચૈતન્યતત્ત્વનેસ્વતત્ત્વ જાણીને તેમાં જ તન્મયતા વર્તે છે, તેમાંથી એક
ક્ષણ પણ છૂટતા નથી. અંતરના અભિપ્રાયમાં તે નિરંતર જાણે છે કે હું તો
ચેતનસ્વભાવી છું, આ રાગાદિ ભાવો તે કાંઈ મારા ચેતનસ્વભાવમાંથી ઉત્પન્ન
થયેલા નથી, મારો ચેતનભાવ કાંઈ રાગનો જનક નથી. ને ચેતનભાવને બાહ્ય
વિષયો સાથે કાંઈ લાગતું–વળગતું નથી. અહો, આવી અપૂર્વ ચૈતન્યપરિણતિની
ધારા ધર્મીને નિરંતર વર્તે છે. તેને રાગમાં કે વિષયોમાં એકત્વભાવ ક્યારેય થતો
નથી, તે નિરંતર જુદો ને જુદો રહે છે. વાહ રે વાહ! ધર્મીની દશા તો જુઓ!
* સમ્યગ્દ્રષ્ટિની બે ધારા: એક ઉપાદેય, બીજી હેય *
પ્રશ્ન:– જો સમ્યગ્દ્રષ્ટિને અવ્રતમાં દુઃખ લાગે છે તો તેને છોડી કેમ નથી
દેતા?
ઉત્તર:– ભાઈ, એણે પોતાની ચેતનામાંથી તો તે છોડી જ દીધું છે. ધર્મી
અવ્રતને દુઃખ જાણે છે ને તેની ચેતના રાગથી જુદી જ વર્તે છે; તે જ્ઞાનચેતના તો
છૂટી જ છે, મુક્ત જ છે. પણ હજી ચૈતન્યમાં સ્થિરતાના વીતરાગી પરિણામ નથી
એટલી અસ્થિરતા છે, ને એટલું દુઃખ પણ છે. ધર્મીને ચૈતન્યનું વીતરાગીસુખ પણ
વર્તે છે, ને અવ્રતાદિનું દુઃખ પણ વર્તે છે,–આમ બંને ધારા ધર્મીને વર્તે છે; એને
અજ્ઞાની ઓળખી શકતો નથી, એટલે તેને તો જ્ઞાની એકલો રાગ કરતા જ દેખાય
છે, પણ જ્ઞાનીની રાગવગરની આનંદમય જ્ઞાનચેતના તેને દેખાતી નથી. જ્ઞાનીને
બંને ધારા એકસાથે હોવા છતાં તેમાં ચૈતન્યસુખ ઉપાદેયપણે છે ને અવ્રતાદિનું
દુઃખ હેયપણે છે. ચેતનામાં આવો વિવેક ધર્મીને નિરંતર વર્તે છે. તેની ચેતના
સુખના વેદનમાં તન્મય વર્તે છે, ને દુઃખથી ભિન્ન પરાંગ્મુખ વર્તે છે. આ રીતે
આનંદનો જ ભોગવટો તેની દ્રષ્ટિમાં છે.–આવા સમ્યગ્દ્રષ્ટિ–જૈન છે તે મોક્ષના
સાધક છે.
“जय महावीर

PDF/HTML Page 20 of 45
single page version

background image
: માગશર : રપ૦૦ આત્મધર્મ : ૧૭ :
ભગવાનશ્રી વીરનાથપ્રભુના મોક્ષગમનનું આ
અઢીહજારમું મંગલવર્ષ ચાલી રહ્યું છે; વીરપ્રભુની
વીતરાગવાણીનો આનંદકારી પ્રવાહ કુંદકુંદાચાર્યદેવ
વગેરે સંતોના પ્રતાપે અત્યારે ચાલી રહ્યો છે, ને
આપણને પણ તેનો સ્વાદ શ્રીગુરુપ્રતાપે મળ્‌યો છે.
વળી તે વીતરાગવાણીરૂપ પરમાગમો જેમાં
કોતરાયેલા છે ને જેમાં મહાવીરપ્રભુ બિરાજમાન
થવાના છે એવું પરમાગમ–મંદિર પણ આ વર્ષમાં
તૈયાર થયું છે. તે પરમાગમની જે મધુરી પ્રસાદી
ગુરુદેવ આપણને આપી રહ્યા છે તે આપ ‘આત્મધર્મ’
માં વાંચી રહ્યા છો. (સં. ૦)
જ્ઞાન સ્વસંવેધ છે
* પરને જાણતી વખતે જાણનાર પોતે પોતાને જાણનાર–સ્વરૂપે અનુભવે છે, પર–
રૂપે અનુભવતો નથી; આ રીતે જ્ઞાન પોતે સ્વસંવેદ્ય છે, પોતે પોતાથી જ પોતાને
જાણે છે–અનુભવે છે. જ્ઞાનને પોતે પોતાને જાણવા માટે બીજા જ્ઞાનની જરૂર
પડતી નથી.
* આત્માનું લક્ષણ જ્ઞાન છે, તે જ્ઞાન સ્વસંવેદન–સ્વભાવવાળું છે, પોતે પરને જાણે
છે ને પોતાને પણ જ્ઞાનસ્વરૂપે પ્રસિદ્ધ કરે છે–‘હું જ્ઞાન છું’ એમ પોતે પોતામાં
વેદન કરે છે. બીજા બધા ગુણોને પણ જ્ઞાન જ પ્રકાશીને પ્રસિદ્ધ કરે છે. આવું
જ્ઞાન પોતે રાગને કે જડને જાણતાં પોતાને રાગરૂપે કે જડરૂપે પ્રસિદ્ધ નથી કરતું,
પણ પોતાને જ્ઞાનચેતનારૂપે જ પ્રસિદ્ધ કરે છે. તે જ્ઞાનમાં પોતાના આત્માના
અનંત ધર્મો સમાય છે.