Atmadharma magazine - Ank 363
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૬૩
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
પ્રભુનો મોટો ઉપકાર
માગશર વદ આઠમના પ્રવચનમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવ
પ્રત્યે ભક્તિભીની અંજલિરૂપે અત્યંત પ્રમોદપૂર્વક
પૂ. કાનજીસ્વામીએ કહ્યું કે –
આજે (શાસ્ત્રીય પોષવદ આઠમે)
કુંદકુંદસ્વામીની આચાર્ય પદવીનો મંગલ દિવસ છે. કુંદકુંદ
ભગવાને આ ભરતક્ષેત્ર ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો
છે. તેમણે ભગવાન સીમંધર પરમાત્માના સાક્ષાત્ દર્શન
કર્યા, અને અનુભવના નિજવૈભવપૂર્વક સમયસારાદિ
પરમાગમો રચીને જે અલૌકિક અચિંત્ય ઉપકાર કર્યો છે,
–તેની શી વાત? જેને તે જાતનો અનુભવ થાય તેને
ખબર પડે કે આચાર્યદેવે કેવું અલૌકિક કામ કર્યું છે!
બાકી ઉપરટપકે એનાં માપ નીકળે તેમ નથી. તેઓ ચાર
સંઘના નાયક હતા; મહાવીર પ્રભુના શાસનને તેમણે
આ પંચમકાળમાં ટકાવી રાખ્યું છે. અહો, એમની આ
વાણી કાને પડવી તે પણ કોઈ મહાન ભાગ્ય છે; ને
અંદર સમજીને અનુભવ કરે........તેની તો શી વાત!
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ પોષ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક ૩

PDF/HTML Page 3 of 41
single page version

background image
આપ જાણો જ છો કે સોનગઢમાં જે ભવ્ય પરમાગમ–મંદિર તૈયાર થયું છે તેનું
ઉદ્ઘાટન, અને તેમાં મહાવીરપ્રભુની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ (ફાગણ સુદ
પાંચમથી તેરસ) નજીકને નજીક આવી રહ્યો છે. વીરપ્રભુ પધારવાની વાટલડી જોવાય છે.
આ ઉત્સવ સોનગઢના જ ઈતિહાસમાં નહિ પરંતુ સૌરાષ્ટ્રના ઈતિહાસમાં અનેરો હશે.
આ ઉત્સવ સંબંધી કામકાજની ગોઠવણી કરવા, તેમ જ પ્રતિષ્ઠા–મહોત્સવ માટે ૧૬
ઈન્દ્રોની બોલી (ઉછામણી) વગેરે કામકાજ માટે એક મહત્ત્વની મિટિંગ પોષવદ તેરસ તા.
૨૧–૧–૭૪ ને સોમવારે સોનગઢમાં રાખવામાં આવેલ છે.
પરમાગમ–મંદિરના અક્ષરોમાં રંગ પૂરવાનું કામ ઝડપથી પૂરું થઈ ગયું છે.
શાસ્ત્રોની મૂળગાથાઓ સોનેરી કરવામાં આવી છે, તેનું કામ પણ ચાલી રહ્યું છે. તેનો
મંગલ પ્રારંભ પોષસુદ પાંચમે પૂ. ગુરુદેવના સુહસ્તે ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે થયો
હતો.
પરમાગમ–મંદિરનું ચણતરકામ પણ હવે પૂર્ણતાના આરે પહોંચી રહ્યું છે.
જિનવાણીની ગંભીરતાને શોભે એવો ભવ્ય દેખાવ થયો છે. ઉત્સવની અનેકવિધ
તૈયારીઓને લીધે સુવર્ણનગરીની જાણે કે પુનર્રચના થઈ રહી હોય–એવું વાતાવરણ છે.
પરમાગમ–મંદિરના ઉત્સવ સંબંધી હિસાબી કામકાજ (ચેક–ડ્રાફ વગેરે) “શ્રી
પરમાગમ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ–સમિતિ” –એ નામથી કરવું.
(વધુ માટે જુઓ પાનું – ૨૮)

PDF/HTML Page 4 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૧ :
* મહાવીરપ્રભુના મોક્ષગમનનું અઢી હજારમું વર્ષ *
વાર્ષિક વીર સં. ૨૫૦૦
લવાજમ પોષ
ચાર રૂપિયા Jan. 1974
જે ધર્મથી ભગવાન મહાવીર તર્યા તે જ ધર્મથી આ
આત્મા તરે છે; એટલે મહાવીરનો જે ધર્મ છે તે જ આ જીવનો
ધર્મ છે. આથી મહાવીરના ધર્મને ઓળખતાં આત્માનો ધર્મ
ઓળખાય છે. કુન્દકુન્દસ્વામીએ પ્રવચનસારની ૮૦ મી ગાથામાં
સમ્યક્ત્વ–પ્રાપ્તિ માટે જે ભાવ કહ્યા છે તે અહીં લાગુ પાડીને
કહીએ તો–
જે જાણતો મહાવીરને ચેતનમયી શુદ્ધ ભાવથી,
તે જાણતો નિજાત્મને સમક્તિ લ્યે આનંદથી.
હવે મહાવીરનો ધર્મ એટલે શું? તે જાણવું જોઈએ.
મહાવીર એક આત્મા છે; શુદ્ધ ચૈતન્યભાવ તે તેનો ધર્મ છે.
આવા ધર્મસ્વરૂપે મહાવીરને ઓળખવાથી આત્મા ચૈતન્યસ્વરૂપે
ઓળખાય છે; એટલે ચૈતન્ય અને રાગની ભિન્નતા અનુભવાય
છે. –આવો અનુભવ તે મહાવીરનો ધર્મ છે...તે જ આ જીવનો
ધર્મ છે...અને તે જ જિનાગમોનું રહસ્ય છે.

PDF/HTML Page 5 of 41
single page version

background image
: ર : આત્મધર્મ : પોષ : રપ૦૦
પ્રભુના કેવળજ્ઞાન–દીવડામાં, કે સાધકના શ્રુતજ્ઞાન–દીવડામાં
રાગ નથી; બંને દીવડા વીતરાગી ચૈતન્યતેજથી પ્રકાશી રહ્યા છે.
નિર્મોહ થયેલી પર્યાય જ નિર્મોહ આત્માને જાણીને અનુભવે
છે; એટલે ધર્મીની અનુભૂતિમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે શુદ્ધ
અનુભવાય છે; દ્રવ્ય–ગુણ ને પર્યાય એવા ભેદ પણ તેમાં નથી.
આવી અનુભૂતિ તે સાચી મહાવીર–અંજલિ છે.
* અનેકાન્ત–જીવન *
જ્ઞાનને અનેકાન્તસ્વરૂપે અનુભવનાર જ્ઞાની જીવ પોતાના
સ્વગુણના અસ્તિત્વથી જીવે છે. અને અજ્ઞાની, પોતાના અસ્તિત્વને
પરથી ભિન્ન નહિ દેખતો થકો, પરના જ અસ્તિત્વને દેખીને
પોતાની નાસ્તિ કરતો થકો, ભાવમરણથી પશુ જેવો થઈ જાય છે.
–આ રીતે અનેકાન્ત તે આત્માનું જીવન છે.
* પ્રભુનો સૌથી મોટો ઉપકાર *
પોતાના જ્ઞાનસ્વરૂપ અસ્તિત્વને જે નથી દેખતો તે જીવ
કોઈને કોઈ પ્રકારથી રાગને કે જડને આત્મા માને છે, એટલે
તેનાથી ભિન્ન પોતાના ચેતનમય અસ્તિત્વનો તે લોપ કરે છે,
–તેની શ્રદ્ધા તેને રહેતી નથી. એવા જીવોને સ્વરૂપનું સાચું
અસ્તિત્વ બતાવીને ભગવાને ભાવમરણથી ઉગાર્યા છે.
જ્ઞાની તો ચેતનસ્વરૂપે જ પોતાનું અસ્તિત્વ દેખે છે, એટલે
રાગાદિને કે શરીરાદિને જ્ઞાનમાં જ્ઞેયપણે જાણવા છતાં તે જરાય
છેતરાતો નથી, પોતાની ચૈતન્યવસ્તુને તે રાગથી ને જડથી જુદી ને
જુદી જીવંત રાખે છે, ચૈતન્યવસ્તુમાં બીજાને જરાય ભેળવતો નથી.
–આવું સ્વરૂપ–જીવન ભગવાનના અનેકાન્તશાસનથી પ્રાપ્ત થયું છે.
–એ જ પ્રભુજીનો સૌથી મહાન ઉપકાર છે.

PDF/HTML Page 6 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૩ :
રુ મહાવીરનાથનો ઈષ્ટ–ઉપદેશ રુ
સર્વજીવ–હિતકારી,
ભગવાન મહાવીરનું અનેકાન્તશાસન
(અનેકાન્તમાં અનંત ગંભીરતા ભરી છે)
જગતના જીવ કે અજીવ સમસ્ત પદાર્થોમાં પોતપોતાના
અનેકધર્મો (અનંત ધર્મો) રહેલાં છે, તેના અનેકાન્ત સ્વરૂપને
વીરનાથની વાણી પ્રકાશે છે. એ રીતે પ્રત્યેક પદાર્થના સ્વાધીન
અનંતસ્વભાવોને જાણતાં, અને પોતાના આત્મામાં રહેલા પોતાના
જ્ઞાનાદિ અનંતસ્વભાવોને જાણતાં, જીવને સ્વ–પરનું ભેદજ્ઞાન થાય
છે, તેને ક્યાંય મોહ રહેતો નથી, ને તે પોતાના નિજસ્વભાવરૂપે
પરિણમે છે. નિજસ્વભાવરૂપ પરિણમન તે જ જીવનું હિત છે. તે જ
ઈષ્ટ છે, ને એવા ઈષ્ટનો ઉપદેશ મહાવીરપ્રભુના અનેકાન્ત–શાસનમાં
છે. અને તે શાસન સર્વજીવોને હિતકારી છે. ભગવાને કરેલો ઈષ્ટ
ઉપદેશ કેવો સુંદર છે! તે વીરપુત્ર ગુરુકહાને આપણને સમજાવ્યું છે;
તેનો નમૂનો અહીં આપ્યો છે. વીરપ્રભુના અઢી હજારમા
નિર્વાણોત્સવની આ મંગલ પ્રસાદી છે. (બ્ર. હ. જૈન)
દ્વિ–સ્વભાવી વસ્તુ (મહાવીર પ્રભુનો ઈષ્ટ ઉપદેશ)
અનેકાન્તમય આત્મવસ્તુના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–વસ્તુમાં એક સામાન્ય–
સ્વભાવ અને એક વિશેષસ્વભાવ, એટલે કે એક દ્રવ્યસ્વભાવ, અને એક પર્યાયસ્વભાવ,–
એમ બે સ્વભાવ એકસાથે વર્તે છે. તેમાં સામાન્યરૂપ એવો દ્રવ્યસ્વભાવ તે પર્યાયનું કારણ
નથી, પણ વિશેષરૂપ એવો પર્યાયસ્વભાવ તે પર્યાયનું કારણ છે. સામાન્ય દ્રવ્યસ્વભાવ
પોતે જો પર્યાયનું કારણ હોય તો, તે સામાન્ય સ્વભાવ સદા એકરૂપ રહેનાર હોવાથી
પર્યાયો પણ સદા એકરૂપ જ થવી જોઈએ.–પણ એમ નથી. પર્યાયો વિવિધ થાય છે ને તેનું
કારણ આત્માનો પર્યાયસ્વભાવ છે; તે–તે પર્યાયરૂપે થવાની

PDF/HTML Page 7 of 41
single page version

background image
: ૪ : આત્મધર્મ : પોષ : રપ૦૦
યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે, ને એકરૂપ રહેવાની યોગ્યતારૂપ દ્રવ્યસ્વભાવ છે. આ
રીતે દ્રવ્ય અને પર્યાય બંને સ્વભાવો આત્મામાં એક સાથે છે, તેને અનેકાન્તસ્વરૂપે
જિનશાસન પ્રકાશે છે. આવો વસ્તુસ્વભાવ જેની દ્રષ્ટિમાં આવ્યો તે જીવ
ભવચક્રમાંથી બહાર નીકળી ગયો. –આ મહાવીર ભગવાને આપેલો ઈષ્ટ–ઉપદેશ છે.
અનેકાન્તસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ
તે જ સર્વે જિજ્ઞાસુઓને ઉપકારક છે.
નિર્મળપર્યાયથી જુદું કોઈ ચૈતન્યતત્ત્વ નથી; લોક–અલોકની જેમ કાંઈ દ્રવ્ય
ને પર્યાય જુદા નથી; બંનેના અસંખ્યપ્રદેશો એક જ છે, કાંઈ પ્રદેશભેદ નથી.
આત્માને દ્રવ્ય અપેક્ષાએ ધ્રુવતા છે ને પર્યાયઅપેક્ષાએ આત્માને પરિણમન છે, –એ
અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય વચ્ચે કથંચિત્ ભેદ હોવા છતાં, જેમ બે આંગળી
એકબીજાથી પ્રદેશભેદે જુદી છે તેમ કાંઈ દ્રવ્ય અને પર્યાય એ બે જુદા નથી. બાપુ!
નિર્મળ પર્યાયને છોડવા જઈશ તો તે પર્યાયથી જુદી કોઈ (સર્વથા ધ્રુવ) આત્મવસ્તુ
તને પ્રાપ્ત નહિ થાય. દ્રવ્ય અને પર્યાય બંને સાથે અનુભવમાં આવે છે, પણ તે
અનુભૂતિમાં ‘આ દ્રવ્ય, ને આ પર્યાય’ એવા ભેદને તે સ્પર્શતો નથી; એટલે
અનુભૂતિમાં ભેદવિકલ્પનો નિષેધ (અભાવ) છે, પણ કાંઈ અનુભૂતિમાં પર્યાયનો
અભાવ નથી. પર્યાય તો અંતર્મુખ એકાગ્ર થઈ છે, ત્યારે તો આત્મા અનુભવમાં
આવ્યો છે. અહો, આચાર્યદેવે દીવા જેવું ચોકખું વસ્તુસ્વરૂપ ખુલ્લું કર્યું છે.
હે જીવ! તારી ચૈતન્યસત્તાની સીમા તારી પર્યાય સુધી છે. તારી પર્યાયથી
બહાર, બીજી વસ્તુમાં તારી સત્તા નથી. પણ તારી પર્યાય કાંઈ તારી સત્તાથી જુદી
નથી. તારા અનંતગુણનું સત્ત્વ પર્યાયમાં નિર્મળપણે ઉલ્લસી રહ્યું છે, તે તું જ છો,
તે કાંઈ તારાથી કોઈ બીજું નથી. હા, એકલી પર્યાય જેટલો આખો આત્મા નથી પણ
ધ્રુવસ્વભાવ તેમજ પર્યાયસ્વભાવ એવા બંને સ્વભાવરૂપ આત્મતત્ત્વ અનુભવમાં
આવે છે. પર્યાયને એટલે કે ચૈતન્યપરિણતિને નહિ સ્વીકારનાર જીવ ધ્રુવસ્વભાવને
પણ સ્વીકારી શકતો નથી. નિર્મળપર્યાયમાં ધ્રુવસ્વભાવનો સ્વીકાર, ને
ધ્રુવસ્વભાવના સ્વીકારમાં નિર્મળ ચૈતન્યપર્યાયનો સ્વીકાર, એમ અનેકાંતના બળે
વસ્તુના બંને સ્વરૂપનો સ્વીકાર એકસાથે જ થઈ જાય છે. ને એવી વસ્તુને
અનુભવનારો જીવ જ ધર્મી છે, તે જ

PDF/HTML Page 8 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૫ :
અનેકાન્તવાદી જૈન છે. આવો અનેકાન્તમાર્ગ તે જ ભગવાન મહાવીર પ્રભુનો માર્ગ
છે. અહો, અનેકાન્તમાં તો અનંત ગંભીરતા ભરી છે.
આત્માને અનિત્યપણું હોય? અનિત્ય–પર્યાય આત્મામાં હોય! એ વાત
સાંભળીને એક વેદાંતી–બાવાજી ભડક્યા, ને એમ કહી ઊઠીને ચાલવા માંડ્યા કે–
અનિત્યની વાત અમારે સાંભળવી નથી. અરે બાપુ! મહાવીર પરમાત્માનું
અનેકાન્તશાસન દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુસ્વરૂપ બતાવે છે; તે સમજવું અજ્ઞાનીને કઠણ
પડે છે. જે વસ્તુ નિત્ય, તે જ વસ્તુ અનિત્ય! એમ તેને આશ્ચર્ય અને શંકા થાય છે.
પણ વસ્તુ પોતે જ પોતાને નિત્ય તેમજ અનિત્ય એવા અનેકાન્તસ્વરૂપે પ્રકાશી રહી
છે, તે સમજનાર જ્ઞાની તો જાણે છે કે અહો, પર્યાયરૂપે મારી અનિત્યતા છતાં
દ્રવ્યપણે હું નિત્ય ટકતો છું. મારું નિત્ય જ્ઞાન તે અનિત્યતાથી વ્યાપ્ત હોવા છતાં, તે
મને ઉજ્વળસ્વરૂપે અનુભવાય છે. અનિત્યપણું તે કાંઈ જ્ઞાનની ઉપાધિ નથી પણ
જ્ઞાનનું સહજસ્વરૂપ છે. નિત્યપણું ને અનિત્યપણું એવા બંને સ્વભાવધર્મો જ્ઞાનમાં
એકસાથે ઉલ્લસી રહ્યા છે. અહો, આવું સ્વરૂપ ધર્મી પોતાના અંતરમાં અનુભવે છે.
તે કાંઈ પોતાને ચૈતન્યપરિણામથી જુદો નથી અનુભવતો, પણ ધ્રુવ ને પર્યાય એવા
બંને સ્વભાવોથી અભિન્ન, એકાકાર ચૈતન્યભાવસ્વરૂપ પોતાને અનુભવે છે. આવા
અનુભવમાં ભગવાન આત્મા સત્યસ્વરૂપે પ્રસિદ્ધ થયો છે.
વીરનાથના માર્ગમાં તત્ત્વોની સ્વતંત્રતા
સમ્યગ્દર્શનાદિ ભાવ, અને રાગાદિભાવ, સાધકને એક કાળે હોય છે, એટલે
તે બંને ભાવનો સ્વકાળ એક છે, તો પછી રાગાદિને કારણે સમ્યગ્દર્શન થાય, કે
સમ્યગ્દર્શનને કારણે રાગાદિ થાય–એ વાત રહેતી નથી. બીજી રીતે કહીએ તો
સમ્યગ્દર્શનાદિ ભાવ તે નિશ્ચય મોક્ષમાર્ગ, અને તેની સાથેના રાગાદિને પણ
મોક્ષમાર્ગમાં કહેવા તે વ્યવહાર;–તે નિશ્ચય–વ્યવહાર એકબીજાના કારણે નથી,
બંનેનો સ્વકાળ એક હોવા છતાં, એકના કારણે બીજાનું અસ્તિત્વ નથી.–આમ
સ્વતંત્ર તત્ત્વોને જેમ છે તેમ જાણવા તે વીરનાથનો અનેકાન્તમાર્ગ છે.
જૈનમાર્ગમાં બધાય નિમિત્તો ધર્માસ્તિકાય જેવા અકિંચિત્કર છે.
જેમ નિશ્ચય અને વ્યવહાર બંને સ્વતંત્ર છે, તેમ જૈનમાર્ગમાં ઉપાદાન અને

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૬ : આત્મધર્મ : પોષ : રપ૦૦
નિમિત્ત પણ એક સાથે એક કાળે હોવા છતાં બંને સ્વતંત્ર પોતપોતાના અસ્તિત્વમાં
વર્તે છે; નિમિત્તનું અસ્તિત્વ ઉપાદાનના કારણે નથી, તેમજ ઉપાદાનનું અસ્તિત્વ
નિમિત્તના કારણે નથી; બંનેના ષટ્ કારકો પોતપોતામાં જ છે. જેમ જીવની ગતિમાં
નિમિત્ત ધર્માસ્તિ છે, છતાં ત્યાં જીવ અને ધર્માસ્તિ બંને વસ્તુ ભિન્ન છે, બંનેના છ
કારકો એકબીજાથી ભિન્ન છે; જીવને કારણે ધર્માસ્તિ નથી, કે ધર્માસ્તિને કારણે જીવ
નથી. તેમ ધર્માસ્તિકાય વત્ જગતના જે કોઈ નિમિત્તો છે તે બધાય નિમિત્તો,
ઉપાદાનથી જુદા છે; ઉપાદાન અને નિમિત્ત બંને પદાર્થો પોતપોતામાં સ્વતંત્ર કામ
કરે છે. એકને કારણે બીજાનું અસ્તિત્વ નથી. વસ્તુનું આવું સ્વરૂપ જાણીને ભેદજ્ઞાન
થયું તે મહાવીરપ્રભુનો માર્ગ છે, તે જ મોક્ષનો પંથ છે.
અનેકાન્તરૂપ વસ્તુમાં પરનું આલંબન નથી, સ્વાધીનતા છે.
વસ્તુ અનેકાન્તસ્વરૂપ છે એટલે દ્રવ્ય–પર્યાયસ્વરૂપ છે; આત્માના દ્રવ્ય ને
પર્યાય તે બંને ચૈતન્યલક્ષણથી લક્ષિત છે. આવી વસ્તુને અનુભવતાં વીતરાગી
આનંદનો અનુભવ થાય છે. સ્વભાવ તરફ ઢળેલા જીવને ખાતરી થાય છે કે મારા
સ્વભાવના અનુભવમાં મને કોઈ રાગનું કે નિમિત્તનું અવલંબન નથી; તેનું તો
અવલંબન છૂટી ગયું છે. વસ્તુનું પોતાનું સ્વરૂપ જ આવું છે, તે કાંઈ બીજા કોઈ વડે
થયેલું નથી. દ્રવ્ય અને પર્યાય બંને પોતાના સ્વરૂપથી જ વસ્તુમાં સત્ છે, તેમાં જેમ
દ્રવ્ય બીજાના કારણે નથી તેમ પર્યાય પણ બીજાના કારણે નથી. આવું વસ્તુસ્વરૂપ
નક્કી કરનાર બીજા કોઈના આલંબનની આશા રાખ્યા વગર, સ્વાધીનપણે પોતાના
સ્વભાવમાં પરિણમે છે.
જ્ઞાન–લક્ષણે શું પ્રસિદ્ધ કર્યું?
જ્યાં લક્ષણ છે ત્યાં લક્ષ્ય જરૂર છે જ.
જ્ઞાન અને આત્માને અભેદ અનુભવતાં સમ્યગ્દર્શન થાય છે, ને ત્યારે ખબર
પડે છે કે જ્ઞાનલક્ષણવડે લક્ષિત આવો અખંડ આત્મા, અનંત ધર્મોથી એકરૂપ છે.
જ્ઞાનના લક્ષ્યમાં ક્યાંય રાગ નથી આવતો; રાગનું લક્ષણ તો બંધન છે, રાગનું
લક્ષણ કાંઈ જ્ઞાન નથી. જ્ઞાન લક્ષણ પોતે રાગ વગરનું છે, તે રાગથી ભિન્ન
આત્માને લક્ષિત કરીને તેનો અનુભવ કરાવે છે.

PDF/HTML Page 10 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૭ :
જ્ઞાન જ્યાં શુદ્ધજ્ઞાનપણે અનુભવમાં આવ્યું ત્યાં લક્ષ્યરૂપ આખો
અનંતધર્મસ્વરૂપ આત્મા પણ અભેદપણે અનુભવમાં આવે જ છે. જ્ઞાનલક્ષણ
પોતાના લક્ષ્યથી અભેદ છે. જ્ઞાનલક્ષણથી જુદું બીજું કોઈ લક્ષ્ય નથી. સમજાવવા
માટે લક્ષણ–લક્ષ્યના ભેદ વચ્ચે આવી જાય છે પણ ભેદ રહે ત્યાંસુધી લક્ષ્યરૂપ
આત્મા અનુભવમાં આવતો નથી; ને એવા અનુભવ વગરનો અજ્ઞાની જીવ
જ્ઞાનલક્ષણને પણ ખરેખર ઓળખતો નથી, તે તો કજાત એવા રાગાદિ ભાવોને
ચૈતન્યલક્ષણમાં ભેળવી દે છે, એટલે સાચા લક્ષ્ય–લક્ષણને તે જાણતો નથી. લક્ષણને
સાચું જાણે તો લક્ષ્ય પણ પ્રસિદ્ધ થઈને અનુભવમાં આવી જ જાય. લક્ષણથી તેનું
લક્ષ્ય છૂપું રહી શકે નહિ, જુદું રહી શકે નહિ. લક્ષણ પર્યાય પોતે અંતર્મુખ લક્ષ્યમાં
અભેદ થઈને આત્માને અનુભવે છે. તે અનુભૂતિમાં ‘આ લક્ષ્યને આ લક્ષણ’ એવા
ભેદનો કોઈ વિકલ્પ નથી; ત્યાં તો લક્ષ્ય–લક્ષણ બંને અભેદસ્વરૂપે એકાકાર
અનુભવાય છે. આવો અનુભવ તે સમ્યગ્દર્શન છે, તેમાં ભગવાન આત્મા પ્રસિદ્ધ
થયો છે.
રાગથી વિલક્ષણ એવું જ્ઞાનલક્ષણ જ્યાં પોતે પોતાના વેદનથી પ્રસિદ્ધ થયું–
અનુભવમાં આવ્યું ત્યાં ભગવાન આત્મા પણ જરૂર પ્રસિદ્ધ થયો છે. જ્ઞાનનો
અનુભવ હોય ને આત્માનો અનુભવ ન હોય એમ બને નહિ; નહિતર તો જ્ઞાન અને
આત્મા જુદા ઠરે! જ્ઞાન સાથે આખોય આત્મા અવિનાભૂત છે, જુદો નથી.
જ્ઞાનલક્ષણથી જે કાંઈ લક્ષિત છે તે બધુંય જ્ઞાનના અનુભવમાં સમાઈ જાય
છે, કાંઈ બાકી રહેતું નથી.
અને તે જ્ઞાનના અનુભવમાં જ્ઞાનથી વિલક્ષણ (જ્ઞાનલક્ષણ વગરના) એવા
રાગાદિ કોઈ ભાવો આવતા નથી, તે તો જ્ઞાનના અનુભવથી બહાર જ રહે છે.
જ્યાં સુધી જ્ઞાન સાથે રાગની–વિકલ્પની જરાપણ ભેળસેળ રહે ત્યાં સુધી
જ્ઞાનલક્ષણ જ્ઞાનપણે પ્રસિદ્ધ થતું નથી એટલે આત્મા પણ ત્યાં પ્રસિદ્ધ થતો નથી.
આહા, લક્ષણ તો એવું અપૂર્વ છે કે વ્યવહારના બધા રાગ–વિકલ્પોને છેદી–ભેદીને,
જ્ઞાનથી જુદા પાડીને, જ્ઞાન સાથે એકમેક એવા અનંતધર્મસ્વરૂપે પોતે પોતાને
અનુભવે છે. આવું અંતર્મુખ જ્ઞાન તે અનેકાન્ત છે, તે ભગવાન મહાવીરનો માર્ગ છે.
મતિ–શ્રુતજ્ઞાનતત્ત્વ અંતર્મુખ થઈને આત્મારૂપ થઈ ગયા, રાગરૂપ ન રહ્યા,
એટલે રાગના બંધન વગરનો અબદ્ધસ્વરૂપ આત્મા પ્રગટ અનુભવમાં આવ્યો,
આવા

PDF/HTML Page 11 of 41
single page version

background image
: ૮ : આત્મધર્મ : પોષ : રપ૦૦
અનુભવમાં સમસ્ત જિનશાસન સમાઈ જાય છે; જિન ભગવાનના બધા ઉપદેશનો સાર
આવો આત્મઅનુભવ કરવો તે જ છે. તે અનુભવમાં જ્ઞાનપર્યાય શુદ્ધ આત્મા સાથે
અભેદ થઈ, તે ઉદયભાવોથી જુદી પડી ગઈ. તે અનુભવમાં જ્ઞાન સાથે અનંતધર્મ સહિત
આત્મા પરિણમી રહ્યો છે. આત્માનો કોઈ ધર્મ જ્ઞાનપરિણમનથી જુદો રહી શકતો નથી,
અનંતધર્મો એક સાથે તેમાં આવી જાય છે, તેથી તે જ્ઞાન પોતે સ્વયમેવ અનેકાંતસ્વરૂપે
પ્રકાશે છે; તેમાં મહાવીરનું કહેલું આખું જૈનશાસન આવી જાય છે. આવું જૈનશાસન
સમજીને મહાવીરપ્રભુના મોક્ષનો ઉત્સવ ઉજવવા જેવો છે.
जय महावीर
* * * * *
હીરલે મઢવા જેવી સોનેરી શક્તિઓ
હવે આપ વાંચશો–વીરતીર્થંકરે બતાવેલી
આત્મશક્તિઓ. આત્મશક્તિના વર્ણનમાં એવા ગંભીર ભાવો
ભર્યા છે કે જેમ જેમ ઊંડા ઊતરીને તેને ખોલીએ છીએ
તેમતેમ તેમાં વધુને વધુ ગંભીરતા દેખાતી જાય છે. એટલે,
એ શક્તિના ભાવોને ખોલતાં, પ્રવચનમાં વારંવાર અતિ
મહિમા પૂર્વક ગુરુદેવ કહે છે કે અહો! આ શક્તિમાં તો ઘણાં
રહસ્યો ભર્યા છે. આ શક્તિઓ તો હીરલે કોતરવા જેવી છે.
પરમાગમ–મંદિરમાં પણ આ શક્તિના વર્ણનનો ભાગ
‘સોનેરી’ કરવાની ભાવના ગુરુદેવે વ્યક્ત કરી છે. અરે,
સોનાથી ને હીરલાથી પણ જેના મહિમાનું માપ ન થાય એવો
અગાધ મહિમા આત્માની એકેક શક્તિમાં ભર્યો છે, તેનું માપ
તો અનુભવ દ્વારા જ થઈ શકે. ગુરુદેવ રોજ પરોઢીયે
ઊઠતાંવેંત આ ચૈતન્યશક્તિઓનો જાપ જપે છે–તેનાં ભાવોનું
ઊંડું મનન કરે છે, ને કોઈ કોઈ વાર ઉલ્લસતા અપૂર્વ ભાવો
પ્રવચનમાં પ્રગટ કરે છે. એવી શક્તિનાં પ્રવચનની પ્રસાદી
આપ હવે વાંચશો.

PDF/HTML Page 12 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૯ :
વીર તીર્થંકરે બતાવેલી આત્મશક્તિ
અનેકાન્તસ્વરૂપે સ્વયમેવ પ્રકાશતો અનંતધર્મસ્વરૂપ જ્ઞાનમાત્ર આત્મા.
વાહ! જિનવાણીની અદ્ભુત શોભા! તે જિનવાણીનો અમને વિરહ નથી.
અહો, આ સમયસાર વગેરે પરમાગમ છે તે
ભગવાનની વાણી છે; આ સમયસારના ભાવ જે
સમજ્યો તેને તીર્થંકરની વાણીનો વિરહ નથી;
તીર્થંકરદેવે વાણીમાં જે કહ્યું તેનો સાર આ
સમયસારમાં ભર્યો છે. ને આવું સમયસાર આ
પરમાગમમંદિરમાં કોતરાઈ ગયું છે. વાહ! જિનવાણી
જેમાં વસે–એની શોભાની શી વાત! અને એ
જિનવાણીના સારરૂપ શુદ્ધાત્મા જેણે સ્વસંવેદનવડે
પોતાના આત્મામાં કોતરી લીધો તે જીવ ન્યાલ થઈ
ગયો. એવા જીવની સ્વાનુભૂતિમાં કેવી અદ્ભુત
આત્મશક્તિઓ ઉલ્લસે છે–તેનું આ વર્ણન છે.

જ્ઞાનમાત્ર ભાવ આત્મા જ્ઞાનક્રિયારૂપે પરિણમે છે તેમાં તેના અનંતધર્મોનું
પરિણમન ભેગું જ છે,–તેથી આત્માને જ્ઞાનમાત્રપણું કહેવા છતાં તેમાં અનેકાંત
નિર્બાધપણે પ્રકાશે છે. જ્ઞાનમાત્ર ભાવ પોતે અનંત ધર્મસ્વરૂપ છે, તે ધર્મોનું વર્ણન અહીં
આચાર્યદેવ અદ્ભુત–અલૌકિક રીતે કરવા માંગે છે; તેમાં અનંતધર્મોમાંથી અહીં ૪૭
શક્તિઓ વર્ણવી છે. તેમાં સૌથી પહેલી ‘જીવત્વશક્તિ’ છે.
ચૈતન્યજીવન જીવવું તે જ મોક્ષના મહોત્સવની સાચી ઉજવણી છે
જીવત્ત્વશક્તિથી આત્મા સદા જીવંત છે...કઈ રીતે જીવે છે? ચૈતન્યપ્રાણથી સદા
જીવે છે. અન્નથી કે શરીરથી તે નથી જીવતો, રાગથી પણ નથી જીવતો, એ બધા છૂટી
જવા છતાં ચૈતન્યપ્રાણથી જીવ સ્વયં જીવે છે; એવી જીવત્વશક્તિ જ્ઞાનભાવમાં સાથે જ
વર્તે છે.

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : પોષ : રપ૦૦
આવું ચૈતન્યજીવન મહાવીર ભગવાને બતાવ્યું છે. ભગવાન પોતે આવું જીવન
જીવે છે, ને બીજાને તેવા જીવનનો ઉપદેશ દીધો છે. આવું જીવન જીવવું તે જ મહાવીર
પ્રભુના મોક્ષની સાચી ઉજવણી છે. મહાવીર પ્રભુને અને તેમના ઉપદેશને ઓળખ્યા
વગર એકલી બહારની ધામધૂમથી મહાવીર પ્રભુનો સાચો ઉત્સવ ઉજવી શકાતો નથી.
દેહથી ભિન્ન–રાગથી ભિન્ન ચૈતન્યપ્રાણરૂપ જીવન જીવો, અને બીજાને એવું જીવન
જીવવાનું સમજાવો,–એ મહાવીરનો સંદેશ છે; પણ પરજીવને આત્મા જીવાડી શકે–એમ
કાંઈ મહાવીરનો ઉપદેશ નથી.
ચૈતન્યશક્તિની સાધના તે મહાવીર પ્રભુનો માર્ગ. તે માર્ગમાં એટલે કે
ચૈતન્યશક્તિની સાધનામાં વચ્ચે રાગ નથી. ચૈતન્યશક્તિના શુદ્ધ પરિણમનમાં રાગ
સમાય નહીં. આત્મા જ તેને કહ્યો કે જે પોતાની અનંતશક્તિ સહિત જ્ઞાનમાત્ર ભાવપણે
પરિણમી રહ્યો છે, તે પરિણમનની અસ્તિમાં રાગાદિ પરભાવોની નાસ્તિ છે.
જ્ઞાનમાત્ર ભાવમાં પરિણમતી અનંત શક્તિઓ તે બધી શુદ્ધ છે, તેમાં રાગાદિ
અશુદ્ધતા સમાતી નથી; રાગાદિભાવો જ્ઞાનમાત્ર ભાવથી બહાર છે. અહો, આવા
અનેકાન્તનું સ્વરૂપ સમજવું તે તો કોઈ અપૂર્વ વાત છે, ને તે જ મહાવીરનાથનો માર્ગ
છે.
* સાચું આત્મજીવન *
પરથી જીવે એવો પરાધીન આત્મા નથી;
આત્મા તો સ્વાધીન ચૈતન્યપ્રાણવડે જીવનારો છે.
જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવનું પરિણમન થતાં આત્માનું જીવન
ચૈતન્યભાવરૂપ પ્રાણવાળું થયું, ચૈતન્યભાવે આત્મા જીવંત થયો, અનંતગુણનું સાચું
જીવન પર્યાયમાં પ્રગટ્યું. આવું ચૈતન્યજીવન તે ધર્મીનું આત્મજીવન છે. શરીરમાં કે
રાગમાં આત્માનું જીવન નથી; ચૈતન્યભાવમાં જ આત્માનું જીવન છે.
આવા ચૈતન્યજીવનના કારણ–કાર્ય આત્મામાં જ છે, તેને બહારનાં કારણ–કાર્ય
સાથે કાંઈ સંબંધ નથી. આત્મા એવો તુચ્છ નથી કે તેને જીવવા માટે જડશરીરની–
પૈસાની–આયુકર્મની કે રાગની જરૂર પડે; તે બધાય વગર એકલો પોતાના
ચૈતન્યભાવથી જીવે એવી આત્માની જીવન–તાકાત છે. આવા આત્માને જ્ઞાનમાં લેતાં
પર્યાય પણ એવું આનંદમય–અતીન્દ્રિય જીવન જીવનારી થઈ ગઈ; તેમાં ક્યાંય શરીર
સાથે ધન સાથે રાગ સાથે કર્મ

PDF/HTML Page 14 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૧૧ :
સાથે એકતા રહી નહીં પણ તેનાથી ભિન્ન ચૈતન્યભાવરૂપ તે થઈ ગઈ.–આવું જીવન તે
ધર્મીનું જીવન છે. ચોથા ગુણસ્થાનવાળા ધર્માત્માથી શરૂ કરીને સિદ્ધ પરમાત્મા સુધી
બધાય જીવો આવું જીવન જીવે છે.
–આવી જીવત્વશક્તિવાળો આત્મા જ્ઞાનલક્ષણથી લક્ષિત છે.
જીવત્વશક્તિવાળા આત્માનો જ્યાં સ્વીકાર છે ત્યાં સાચું જીવન છે.
જ્યાં આવા આત્માનો સ્વીકાર નથી ત્યાં સાચું જીવન પણ નથી.
* કારણસ્વભાવનો જ્યાં સ્વીકાર છે ત્યાં સમ્યક્ત્વાદિ કાર્ય પણ વિદ્યમાન છે જ.
* જ્યાં કારણસ્વભાવનો સ્વીકાર નથી ત્યાં કાર્ય પણ હોતું નથી.
* કોઈ કહે કે અમારામાં કારણ છે પણ સમ્યક્ત્વાદી કાર્ય હજી થયું નથી,–તો તેણે
કારણનો પણ સાચો સ્વીકાર કર્યો નથી.
* જેને પર્યાયમાં સમ્યક્ત્વાદિ થયું છે તેને કારણ પણ સદાય નીકટ જ વર્તે છે, તેને
કારણ જરાય દૂર નથી, કારણનો કદી વિરહ નથી.
જ્ઞાનમાત્ર આત્મભાવમાં કારણ ને કાર્ય, શક્તિ ને વ્યક્તિ, અસ્તિ ને નાસ્તિ
વગેરે અનંત ધર્મો એક સાથે સમાય છે.
પરમાત્માના ઘરે? પુત્રના અવતારથી સમસ્ત ગુણ–પરિવારને આનંદ
જ્ઞાનલક્ષણવડે આત્માને રાગથી ભિન્ન કરીને, જ્ઞાનભાવના અનુભવરૂપ
પરિણમન થયું, ત્યારે તે જ્ઞાનચેતનામાં વ્યાપનારી આત્માની અનંતશક્તિમાંથી દરેક
શક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં શુદ્ધપણે વ્યાપનારી છે.
રાગ કાંઈ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપી શકતો નથી, જ્ઞાનાદિ
સ્વભાવગુણોમાં જ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં તન્મય થઈને રહેવાની શક્તિ છે, ને એવી
શક્તિનું પરિણમન થતાં રાગાદિ ભાવો તેમાંથી બહાર રહી જાય છે, જ્ઞાનપરિણમનમાં
રાગ પ્રવેશ કરી શકતો નથી, પણ અનંતગુણનો નિર્મળસ્વાદ તેમાં સમાઈ જાય છે. તે
જ્ઞાનક્રિયામાં તેના કર્તા–કરણ વગેરે છ કારકો પણ સમાઈ જાય છે, તે છએ કારકો
જ્ઞાનમય છે, કોઈ કારક જ્ઞાનથી ભિન્ન કે રાગમય નથી. અહા, ચૈતન્યપરિણામ તે તો
પરમાત્માનો પુત્ર છે; પરમાત્માના ઘરે શુદ્ધપર્યાયરૂપી પુત્ર થતાં તેનો સમસ્ત ગુણ–
પરિવાર આનંદિત થાય છે, સમસ્ત ગુણસમાજરૂપ કુટુંબ–પરિવારમાં આનંદ–આનંદ
વ્યાપી જાય છે. દ્રવ્ય–ગુણ–

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૧ર : આત્મધર્મ : પોષ : રપ૦૦
પર્યાય ત્રણે અસંખ્ય પ્રદેશે સરખાં છે, તે અસંખ્યપ્રદેશમાં સર્વત્ર આનંદ વ્યાપે છે, સર્વત્ર
જ્ઞાન વ્યાપે છે,–એમ અનંતી શક્તિઓ નિર્મળપણે અસંખ્યપ્રદેશી દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેમાં વ્યાપે છે. આવો આખો આત્મા ધર્મીના અનુભવમાં, શ્રદ્ધામાં, જ્ઞાનમાં આવ્યો
છે. અને જ્યારે આવો આત્મા જ્ઞાનમાં આવ્યો ત્યારે જ મહાવીર પ્રભુને ઓળખીને
તેમને સાચા નમસ્કાર થયા. આ સિવાય જેમને આત્માના સ્વરૂપની ખબર નથી એવા
મિથ્યાત્વી જીવો, હે મહાવીર પ્રભો! આપને સાચા નમસ્કાર નહિ કરી શકે, તેઓ
આપને નહિ ઓળખી શકે.
અહો, ચૈતન્યની અદ્ભુત સુંદરતા!
અહા, ચૈતન્યની અદ્ભુત સુંદરતા! એની શી વાત? પરમેશ્વરની જેટલી સુંદરતા
છે તે બધી સુંદરતા આ ચૈતન્યમાં પણ ભરી છે. એકવાર એને અનુભવમાં લીધી ત્યાં
આખા જગતમાં એનાથી સુંદર બીજું કાંઈ ભાસતું નથી. આવા સુંદર ચૈતન્યનિધાન
જેણે પોતામાં દેખ્યા તેને જડ નિધાનનું સ્વામીપણું રહે જ નહિ. એટલે તેની મમતા ઘટી
જ જાય. ચૈતન્ય પાસે જ્યાં રાગનુંય સ્વામીત્વ નથી રહેતું ત્યાં જડ શરીર–પૈસા વગેરેની
તો વાત જ શી?
ધર્મીની જ્ઞાનચેતના અનંતગુણના વૈભવસહિત પ્રગટી છે.
જ્ઞાનશક્તિરૂપ ગુણ આત્મામાં સદાય છે, પણ જ્ઞાનચેતના સદાય નથી હોતી, તે
તો નવી પ્રગટે છે,–જ્યારે જ્ઞાનાદિ અનંત શક્તિસંપન્ન પોતાનો અનુભવ કરીને જ્ઞાન
પરિણમ્યું ત્યારે જીવને જ્ઞાનચેતના પ્રગટી. તે જ્ઞાનચેતના અનંત ગુણોનું વેદન સાથે
લઈને પ્રગટી છે.
–ત્યાર પહેલાંં શું જ્ઞાનની પર્યાય ન હતી?
–હતી તો ખરી, પણ તે પર્યાય મિથ્યાત્વસહિત અજ્ઞાનરૂપ હતી, રાગથી ભિન્ન
ચૈતન્યસ્વાદનું વેદન તેમાં ન હતું તેથી તેને જ્ઞાનચેતના કહેતા નથી. એકલા પરસન્મુખી
ઈંદ્રિયજ્ઞાનમાં આત્માની પ્રસિદ્ધિ નથી તેથી તે ઈંદ્રિયજ્ઞાનને આત્માનું લક્ષણ પણ
ખરેખર કહેતા નથી; ઈંદ્રિયજ્ઞાનવડે આત્માનું ગ્રહણ થતું નથી. અતીન્દ્રિય થઈને
આત્માને પકડનારું જ્ઞાન, આત્માના અનંતધર્મોસહિત પરિણમી રહ્યું છે.–આ રીતે
આત્માનું જ્ઞાન અનેકાન્તસ્વરૂપે વિલસી રહ્યું છે.

PDF/HTML Page 16 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૧૩ :
આત્માની અનંતશક્તિ છે, તે એકેક જુદી નથી વર્તતી, પણ એકેક શક્તિ
બીજી અનંત શક્તિસહિત વર્તે છે; ક્ષણિકપણું ને નિત્યપણું બંને તેમાં એકસાથે વર્તે
છે; છએ કારક એકસાથે વર્તી રહ્યા છે.
આચાર્યદેવે ચખાડયો છે–ચૈતન્યસુખનો અપૂર્વ સ્વાદ
જ્ઞાનસ્વરૂપે પરિણમતો આત્મા સુખસ્વરૂપ પોતે જ છે; સુખ જ્ઞાનથી જુદું
રહેતું નથી. સુખ સર્વગુણોમાં વ્યાપક છે. ધર્મીને આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં
સુખની વ્યાપ્તિ છે. આત્માના અનંતગુણનો આનંદ સુખશક્તિમાં ભર્યો છે. જ્યારે
જ્ઞાનઉપયોગ તેમાં એકાકાર થાય ત્યારે જેનું વર્ણન વચનથી ન થઈ શકે એવો
અતીન્દ્રિય નિર્વિકલ્પ આનંદ થાય છે. આવા આનંદસહિતનું જીવન તે જ આત્માનું
સાચું જીવન છે; તે સુખજીવનમાં બીજા કોઈની અપેક્ષા નથી.
સુખનો પર્વત આત્મા, તેમાંથી આનંદનું મધુરું ઝરણું ઝરે છે. જ્ઞાનપરિણમન
સાથે સુખ છે, જ્ઞાન સાથે દુઃખ તન્મયપણે નથી. સુખ ને દુઃખ બંનેનું વેદન એક જ
પર્યાયમાં હોવા છતાં, તેમાંથી સુખનું વેદન તો જ્ઞાનધારા સાથે તન્મય છે, ને દુઃખનું
વેદન જ્ઞાનધારાથી અતન્મય છે.–અહો, આવું સૂક્ષ્મભાવોનું ભેદજ્ઞાન, તે જૈનમાર્ગની
અલૌકિક ચીજ છે. એક સમયમાં સુખ ને દુઃખ, બંનેના છ–છ કારકો પોતપોતામાં
જુદેજુદા વર્તે છે. દુઃખના કારકો સુખમાં નથી, સુખનાં કારકો દુઃખમાં નથી. જ્ઞાનના
કારકો રાગમાં નથી, રાગના કારકો જ્ઞાનમાં નથી.–આવું સૂક્ષ્મ ભેદજ્ઞાન
અનેકાન્તમાર્ગ સિવાય બીજે ક્્યાંય નથી. આવો અનેકાન્તમાર્ગ તે ભગવાન
મહાવીરનો માર્ગ છે.
અહો, જ્ઞાનસ્વરૂપ આત્માને વેદનમાં લેતાં આત્માના સુખનું જે વેદન થયું તે
સુખના એક અંશ પાસે પણ આખા જગતની બાહ્યવિભૂતિની કાંઈ જ ગણતરી
નથી. અહો, આ તો સર્વજ્ઞનો માર્ગ! તેમાં કહેલું આત્માનું સ્વરૂપ જેણે શ્રદ્ધા–
જ્ઞાનમાં પચાવ્યું તે જીવ ન્યાલ થઈ ગયો, તેના જન્મ–મરણનો અંત આવી ગયો ને
મોક્ષસુખનો નમૂનો તેણે ચાખી લીધો.
જ્ઞાન–સુખ–પ્રભુતા વગેરે અનંતભાવોથી ભરેલા નિજસ્વરૂપની રચના કરે
એવા સામર્થ્યવાળું આત્મવીર્ય છે. જ્યારે આત્મા જ્ઞાનસ્વરૂપે પરિણમ્યો ત્યારે તેમાં

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પોષ : રપ૦૦
અનંતગુણના શુદ્ધ કાયની રચના કરવારૂપ વીર્યશક્તિ પણ ભેગી જ છે. સમ્યક્ત્વાદિ
નિજગુણની રચના નિજવીર્ય શક્તિથી આત્મા પોતે કરે છે, તેમાં વચ્ચે રાગની કે બીજા
કોઈ નિમિત્તની જરૂર નથી. આવા આત્માની પ્રતીતવડે પંચપરમેષ્ઠી જેવું સુખ ધર્મી
પોતામાં અનુભવે છે. અરે, આવા ચૈતન્યતત્ત્વના મંથનમાં શાંતિના તરંગ પણ કોઈ
જુદી જાતના હોય છે. એના અનુભવના આનંદનું તો શું કહેવું?
* અનંત ચૈતન્યશક્તિઓ કોતરાઈ ગઈ છે, –ક્્યાં? *
આત્માની આ બધી શક્તિ આપણા (સોનગઢના) પરમાગમ–મંદિરમાં
આરસના પાટિયામાં કોતરાઈ ગઈ છે...ને ધર્મીના અંતરમાં ભાવશ્રુતજ્ઞાનના પાટીયામાં
તે કોતરાઈ ગઈ છે; અને હે જીવ! તું પણ તારા અંતરમાં ભાવશ્રુતમાં તે કોતરી લે! તો
તને તેનો અગાધ મહિમા સમજાશે. અનંત શક્તિનું મંદિર આ આત્મા પોતે છે. તેનો
જેણે અનુભવ કર્યો તેણે સમસ્ત શ્રુતજ્ઞાન–પરમાગમનો સાર આત્મામાં ટંકોત્કીર્ણ કરી
લીધો, અનંત શક્તિ તેના આત્મામાં કોતરાઈ ગઈ. અનંત શક્તિવડે તેણે પોતાના
આત્માને શણગાર્યો...શોભાવ્યો...ચૈતન્યની પરમ વીરતા ને પ્રભુતા તેણે પ્રગટાવી.
અસંખ્યપ્રદેશી આત્મભૂમિમાં મહાન આનંદ પાકે છે. તે આનંદની રચના રાગવડે
નથી થતી, પણ સ્વરૂપને રચનારી આત્માની વીર્યશક્તિ વડે જ તેની રચના થાય છે.
જ્ઞાન–સુખ–વીર્ય બધી આત્મશક્તિઓ એક સાથે નિર્મળભાવપણે ઉલ્લસે છે. આવો
સ્વભાવ પ્રતીતમાં આવતાં જ અનંતગુણોમાં નિર્મળ પરિણમન શરૂ થઈ જાય છે. તે
પરિણમનમાં રાગ ન સમાય. આવા શુદ્ધ ગુણો ને પર્યાયો તે બેમાં જ્ઞાનસ્વરૂપ આત્મા
રહેલો છે. ધર્મીની પર્યાયમાં ચૈતન્યના અનંત ખજાના ખુલ્લી ગયા છે; અનંત શક્તિઓ
તેની પર્યાયમાં કોતરાઈ ગઈ છે. શબ્દોથી લખવામાં અનંત શક્તિઓ ન આવી શકે,
અંતરના વેદનમાં અનંતશક્તિનો સ્વાદ આવી જાય છે.
* પ્રભુએ બતાવેલી ચૈતન્યની પ્રભુતા; એની શોભાની શી વાત! *
આત્મામાં સ્વાધીન–પ્રભુતા છે. વીરનાથની વાણીએ તે પ્રભુતા પ્રકાશી છે; ને
ધર્મીએ પોતાની પ્રભુતાને વિશ્વાસમાં લીધી છે, પર્યાયમાં પણ તેને પ્રભુત્વ ભાસ્યું છે...
સ્વસંવેદનમાં આવ્યું છે.
પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયથી આત્માના શુદ્ધ–અશુદ્ધ બધા ધર્મો

PDF/HTML Page 18 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૧૫ :
બતાવ્યા છે. અહીં સમયસારના પરિશિષ્ટમાં જ્ઞાન સાથેની ૪૭ શક્તિના પરિણમનનું
વર્ણન છે–એમાં અશુદ્ધતા ન આવે, એમાં તો જ્ઞાન સાથે વર્તતી શુદ્ધતા જ આવે.
ચૈતન્યત્વ જાગ્યું ને પોતાના સ્વભાવરૂપ પરિણમ્યું તેમાં અપાર પ્રભુતા ખીલી નીકળી
છે...દ્રવ્યસ્વભાવમાં પ્રભુતા તો બધા જીવોમાં છે, અહીં તો તે પ્રભુતા પર્યાયરૂપ પરિણમી
તેની વાત છે. ધર્મીની પર્યાયમાં કર્મની પ્રભુતા ચાલતી નથી, ધર્મીનો આત્મા પોતે
પ્રતાપવંત સ્વતંત્રતારૂપી પ્રભુતા વડે શોભી રહ્યો છે, તેનો પ્રતાપ કે તેની શોભા કોઈથી
હણી શકાય નહીં. અહા, ચૈતન્યપ્રભુની તાકાતની શી વાત? એના પ્રતાપની, એની
શોભાની શી વાત? ચૈતન્યની પ્રભુતામાં રાગ–વિકલ્પો કેવા? ચૈતન્યની અખંડ
શોભામાં રાગનું કલંક કેવું? ચૈતન્યપ્રભુ સ્વપર્યાયમાં સ્વાધીનપણે શોભે છે, તેની શોભા
માટે કોઈની પરાધીનતા નથી. સ્વાધીનપણે શુદ્ધતારૂપે પોતે પ્રભુ થઈને પરિણમે છે. તે
પરિણમનમાં કર્મ સાથે સંબંધનો અભાવ છે. અહો, આવી પ્રભુતાના સંસ્કાર આત્મામાં
નાખતાં એકવાર તારી પ્રભુતા ખીલી નીકળશે. પ્રભુત્વશક્તિ જીવમાં પારિણામિકભાવે
ત્રિકાળ છે–સહજ સ્વભાવરૂપ છે. તેનો સ્વીકાર કરનારને પર્યાયમાં તેનું વ્યક્ત
પરિણમન થવા માંડે છે એટલે ક્ષાયિકાદિભાવરૂપ પ્રભુતા પ્રગટે છે. આમ ગુણ–પર્યાયની
અલૌકિક સંધિ છે. ગુણનો સ્વીકાર કરીને પરિણમે, અને ગુણ જેવી શુદ્ધ પર્યાય ન થાય–
એમ બને નહીં. સ્વભાવના ભરોસે એની પર્યાયનું વહાણ તરવા માંડ્યું. તેનું ચૈતન્યતેજ
ખીલવા માંડ્યું...તેના ચૈતન્ય–તેજની પ્રભુતા સામે કોઈ જોઈ શકે નહિ, તેના પ્રતાપને
કોઈ હણી શકે નહીં.
બાપુ! તારા ચૈતન્યમહેલમાં પ્રવેશ કરતાં જ તને તારી પ્રભુતાના કોઈ અલૌકિક
નિધાન દેખાશે...તારો ચૈતન્યદેવ તને કેવળજ્ઞાનાદિ અનંતગુણની અખૂટ લક્ષ્મી દેશે.
આવી પ્રભુતાના સંસ્કાર પર્યાયમાં પાડ, તો અનાદિના કષાયના સંસ્કાર તારી
પર્યાયમાંથી છૂટી જશે. તારી પર્યાયમાં પ્રભુતાનો મોટો દરિયો અનંત ગુણથી ભરિયો છે,
તે સ્વાધીનપણે શોભે છે.
* આત્મશક્તિની ગંભીરતા...એ તો સ્વસંવેદનગોચર છે *
અહો, ગંભીર આત્મશક્તિઓ, તેના ઊંડાણનો પાર વિકલ્પ વડે પામી શકાતો
નથી, પણ જ્ઞાનના અંતર્મુખ સ્વસંવેદનમાં બધી શક્તિનો સ્વાદ આવી જાય છે.
અહો, જે જ્ઞાનપર્યાય વિશ્વને સ્પર્શ્યા વગર વિશ્વ જેમાં જણાઈ જાય છે–એવી

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ : રપ૦૦
સર્વજ્ઞપરિણતિરૂપે પરિણમવાના સ્વભાવવાળો આત્મા છે. આવા આત્માને ધર્મીજીવે
શ્રદ્ધા–જ્ઞાનમાં લીધો છે; પરમાત્માના ઘરમાં તે પ્રવેશી ચુક્યો છે.–એના પરમાત્મસ્વભાવ
પાસે રાગની તે શી કિંમત છે? ‘સર્વજ્ઞસ્વભાવ’ માં રાગની સર્વથા નાસ્તિ છે. એટલે
આવો સર્વજ્ઞસ્વભાવ જેને પોતાના અંતરમાં બેઠો તે જીવ રાગથી છૂટ્યો–ભવથી છૂટ્યો,
મોક્ષ તરફ ચાલ્યો...એની પરિણતિનો પ્રવાહ સર્વજ્ઞતા તરફ ચાલ્યો.
અહા, અગાધ ચૈતન્યતાકાતની શી વાત!
એક જીવ સાતહાથનો હોય ને કેવળજ્ઞાન પામે;
એક જીવ સવાપાંચસો ધનુષનો હોય ને કેવળજ્ઞાન પામે;
બંને જીવનું કેવળજ્ઞાન–સામર્થ્ય સરખું જ છે. આવો કેવળજ્ઞાનસ્વભાવ તે
વિકલ્પનો વિષય નથી, એ તો સ્વસંવેદનજ્ઞાનનો વિષય છે.
* સોનેરી શક્તિઓ * જ્ઞાનશક્તિમાં કેવળજ્ઞાનની કોતરણી *
અહા, જ્ઞાનની ઊંડપનો કોઈ પાર નથી. એ જ્ઞાનશક્તિમાં આ કેવળજ્ઞાનની
કોતરણી ચાલે છે. બહારમાં પરમાગમમંદિરના આરસમાં આ આત્મશક્તિઓ (સોનેરી
અક્ષરે) કોતરાઈ ગઈ છે, ને અંદર જ્ઞાનીના જ્ઞાનમાં અનંતી આત્મશક્તિઓ કોતરાઈ
ગઈ છે. શબ્દોની કોતરણીમાં અનંત શક્તિ ન સમાય, પણ સ્વસંવેદન જ્ઞાનના
અનુભવમાં અનંત શક્તિનો સ્વાદ એકસાથે સમાય છે.
જ્ઞાનલક્ષણથી જ્યાં અનંતધર્મસ્વરૂપ આત્માને અનુભવમાં લીધો ત્યાં ધર્મીને
નિજાનંદનો વિકાસ થવા માંડ્યો, ચૈતન્યતત્ત્વ પોતાના અનંતગુણની નિર્મળપર્યાયમાં
વિકસવા માંડ્યું, તેમાં હવે સંકોચ નહિ થાય. સંકોચ વગરનો વિકાસ થાય એવો
આત્માનો સ્વભાવ હોવાથી, આત્માના બધાય ગુણોમાં સંકોચ વગરનું પરિણમન થાય
છે.–આવું પરિણમન ક્્યારે થાય?–કે જ્યારથી ચૈતન્યતત્ત્વને પ્રતીતમાં લીધું ત્યારથી જ
આવું પરિણમન શરૂ થાય છે.
* કેવળજ્ઞાન કદી કરમાય નહીં *
ચૈતન્યલક્ષ્મીનો વિકાસ પ્રગટ્યો તે ફરીને કદી સંકોચાય નહીં, કેમકે તે
સ્વાભાવિક વિકાસ છે; બહારમાં લક્ષ્મી વગેરેનો તો વિકાસ થાય ને પાછી હાનિ પણ

PDF/HTML Page 20 of 41
single page version

background image
: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૧૭ :
થઈ જાય; પુણ્યભાવો પણ સંકોચ–વિકાસ સ્વભાવવાળા છે, તેનો વિકાસ દેખાય તે
કાંઈ સદા વિકાસરૂપ નથી રહેતો, અલ્પકાળમાં પાછો પલટો થઈ જાય છે. પણ
આત્માનો જે વિકાસ અંદરની શક્તિમાંથી પ્રગટ્યો તે કદી હાનિ કે સંકોચ પામે
નહિ. કેવળજ્ઞાનાદિ લક્ષ્મી પ્રગટી તેનો વિકાસ અનંત–અનંતકાળ સુધી એવો ને
એવો જ રહ્યા કરે છે, તે કેવળજ્ઞાન કદી કરમાતું નથી.
આવા આત્માને જાણીને તેનું જે સેવન કરે તેને તો નિજશક્તિનો વિકાસ જ
થાય છે. જે આત્માને જાણે નહિ, તેને સેવે નહિ, તેને તેનો વિકાસ ક્યાંથી થાય?
શુદ્ધઆત્માને જે જાણે છે તે તેનું સેવન કરે જ છે, ને તે રાગનું સેવન છોડે જ છે,
એટલે તેને શુદ્ધપર્યાયરૂપ પરિણમન થાય જ છે.–આવા જીવની ચૈતન્યપરિણતિમાં
જે શક્તિઓ ઊલ્લસે છે તેનું આ વર્ણન છે. સત્ ‘છે’ તેનું આ વર્ણન છે.
* આત્માને પ્રત્યક્ષ કરવાની મતિશ્રુતજ્ઞાનની અચિંત્ય તાકાત *
‘આત્મા પ્રત્યક્ષ થાય જ નહીં કેમકે અતીન્દ્રિય છે’–એમ જે માને છે તેણે
આત્માની સ્વસંવેદન–પ્રત્યક્ષતારૂપ પ્રકાશશક્તિને જાણી નથી; તે તો ઈંદ્રિયોને જ
આત્મા માને છે, એટલે ઈંદ્રિયાતીત જ્ઞાનનું કાર્ય તેને વિશ્વાસમાં આવતું નથી.
ઈંદ્રિયજ્ઞાનને જ આત્મા માનીને તે અતીન્દ્રિયઆત્માનો અનાદર કરે છે.
આત્મા અતીન્દ્રિય હોવા છતાં તે અતીન્દ્રિયને પણ સ્વસંવેદનવડે પ્રત્યક્ષ
કરવાની મતિશ્રુતજ્ઞાનમાં તાકાત છે; તે જ્ઞાનમાં ઈંદ્રિયનું અવલંબન સ્વસંવેદન
વખતે રહેતું નથી. અરે જીવ! ભગવાન સર્વજ્ઞપરમાત્મા આ તને તારી મોક્ષની
વિભૂતિ દેખાડે છે. ઈંદ્રિયજ્ઞાનથી જ કામ કરનારો તું નથી, તારામાં તો સ્વયં પોતે
પોતાને સ્વસંવેદનવડે પ્રત્યક્ષ કરવાની તાકાત છે. આત્માને સ્વસંવેદનવડે પ્રત્યક્ષ
કરવામાં બીજા કોઈનું આલંબન રહેતું નથી, પ્રકાશશક્તિના બળે આત્મા પોતે
પોતાને પ્રત્યક્ષ કરવાનું કામ કરે છે. શક્તિના સ્વસંવેદનવડે આત્મપ્રભુ આનંદના
ઝુલે ઝૂલે છે.
ઈંદ્રિયોથી, નિમિત્તોથી, રાગથી, ઈંદ્રિયજ્ઞાનથી ભગવાન આત્મા સ્વસંવેદનમાં
આવે એવો નથી. જ્ઞાનપ્રકાશથી જ્યાં સ્વસંવેદન કરીને આત્માને પ્રત્યક્ષ કર્યો–ત્યાં
ઈંદ્રિયોનું નિમિત્તોનું રાગનું કે ઈંદ્રિયજ્ઞાનનું આલંબન રહેતું નથી. દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેમાં પ્રકાશશક્તિ હોવાથી તે પ્રત્યક્ષ થાય છે, એવો દેખતો ભગવાન આત્મા છે.
આત્મા