Atmadharma magazine - Ank 364
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૬૪
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
પધારો વીરપ્રભુ ભગવાન
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ મહા (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક ૪

PDF/HTML Page 3 of 53
single page version

background image
• શ્રી જિનવાણીનું સ્તવન •
વીરનાથ તીર્થંકર એ તો જાણે ચૈતન્યશાંતિના હિમાલય છે, ને એ
હિમાલયમાંથી નીકળેલો શાંતરસનો પ્રવાહ જિનવાણીમાં ભર્યો છે, તે
ભવ્યજીવો ઉપર મહાન ઉપકાર કરી રહ્યો છે. જિનવાણીનો ઉપકાર પ્રસિદ્ધ
કરવા આપણે પરમાગમમંદિર સ્થાપ્યું છે, તેના ઉત્સવ પ્રસંગે મંગળરૂપે
જિનવાણીની સ્તુતિ અહીં આપી છે.
વીર–હિમાચલતેં નિકરી ગુરુ ગૌતમકે મુખ–મુંડ ઢરી હૈ;
મોહ–મહાચલ ભેદ ચલી, જગકી જડતા–તપ દૂર કરી હૈ;
જ્ઞાનપયોનિધિ માંહી રલી, બહુ ભેદતરંગનિસોં ઉછરી હૈ,
તા શુચિ શારદ ગંગનદી પ્રતિ મૈં અંજુલિ કર શીશ ધરી હૈ. (૧)
યા જગમંદિરમેં અનિવાર અજ્ઞાન–અંધેર છયો અતિ ભારી,
શ્રી જિનકી ધુનિ દીપશિખાસમ જો નહિ હોત પ્રકાશનહારી;
તો કિસ ભાંતિ પદારથ પાંતિ કહાં લહતે રહતે અવિચારી,
યા વિધ સંત કહે ધનિ હૈ ધનિ હૈ જિનવૈન બડે ઉપકારી.
અહો જિનવાણી–ગંગા! પદાર્થ સ્વરૂપ દેખાડીને તેં મોટો ઉપકાર કર્યો
છે. વિપુલાચલ પર બિરાજમાન વીરનાથ તીર્થંકરરૂપી હિમાલયમાંથી
નીકળીને ગૌતમગુરુના મુખરૂપી કુંડમાં તું અવતરી; મોહરૂપી મહાપર્વતને
ભેદીને તું આગળ ચાલી; જગતની જડતાને અને આતાપને તેં દૂર કર્યા; પછી
કુંદકુંદાચાર્ય વગેરે સંતોના શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રમાં તું રેલાણી, ને અંગ–પૂર્વના
અનેક ભેદરૂપ આનંદમય તરંગથી તું ઊછળી...આવી પવિત્ર જ્ઞાનમય
ગંગાનદી પ્રત્યે હું હાથની અંજલિ કરીને મસ્તકે ચડાવું છું; અર્થાત્
જિનવાણીને હું મસ્તકે ચઢાવું છું.
જિનવાણીને ગંગાની ઉપમા આપીને સ્તુતિ કરી; પણ એટલેથી
સંતોષ ન થયો, એટલે બીજી ઉપમા દીપકની આપીને સ્તુતિ કરે છે : આ
જગતના જીવોમાં અત્યંત ભારે ઘોર અજ્ઞાનઅંધકાર છવાઈ ગયો છે, તેમાં
દીપશિખાસમાન પ્રકાશ કરનારી શ્રી જિનધ્વનિ જો ન હોત તો જીવાદિ
પદાર્થોનું સ્વરૂપ કઈ રીતે ઓળખત! અને કયાં સુધી અજ્ઞાની–અવિચારી
રહેત? અહો, જિનવાણીનો મોટો ઉપકાર છે કે તેણે પદાર્થનું સ્વરૂપ બતાવ્યું.
તેથી સંત કહે છે કે હે માતા! તને ધન્ય છે! ધન્ય છે!

PDF/HTML Page 4 of 53
single page version

background image
વાર્ષિક વીર સં. ૨૫૦૦
લવાજમ મહા
ચાર રૂપિયા Feb. 1974
______________________________________
આત્મ–સ્તવન
(અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
૪૭ શક્તિઓનું વર્ણન)
જીવ છે અનંતી શક્તિસંપન્ન, રાગથી તે ભિન્ન છે;
તે જીવને લક્ષિત કરાવા ‘જ્ઞાનમાત્ર’ કહેલ છે.

PDF/HTML Page 5 of 53
single page version

background image
: ૨ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
એક જ્ઞાનમાત્ર જ ભાવમાં શક્તિ અનંતી ઊછળે;
અહીં વર્ણવે તે શક્તિને ભવિ જીવ જાણો તેહને.
‘જીવત્વ’થી જીવે સદા જીવ ચેતતો ‘ચિતિ’ શક્તિથી;
‘દ્રશિ’ શક્તિથી દેખે બધું ને જાણતો વળી ‘જ્ઞાન’થી.
આકુળ નહિ ‘સુખ’ શક્તિથી, નિજને રચે નિજ ‘વીર્ય’થી;
‘પ્રભુતા’ વડે શોભિત ને વ્યાપક છે ‘વિભુ’ શક્તિથી.
સામાન્ય દેખે વિશ્વને તે ‘સર્વદર્શિ’ શક્તિ છે;
જાણે વિશેષે વિશ્વને ‘સર્વર્જ્ઞતા’ની શક્તિ છે.
જ્યાં આવી ઝળકે વિશ્વ એવી શક્તિ છે ‘સ્વચ્છત્વ’ની;
છે સ્પષ્ટ–સ્વાનુભવમયી તે શક્તિ જાણ ‘પ્રકાશ’ની.
‘વિકાસમાં સંકોચ નહિ’ તે શક્તિ તેરમી જાણવી;
‘નહિ કાર્ય–કારણ’ કોઈનું એવી જ શક્તિ આત્મની.
જે જ્ઞેયનો જ્ઞાતા બને વળી જ્ઞેય બનતો જ્ઞાનમાં,
તે શક્તિને ‘પરિણમ્ય–પરિણામક’ કહે છે શાસ્ત્રમાં.
‘નથી ત્યાગ કે નથી ગ્રહણ’ બસ! નિજસ્વરૂપમાં સ્થિત જીવ છે;
સ્વરૂપે પ્રતિષ્ઠિત જીવની શક્તિ ‘અગુરુલઘુત્વ’ છે.
‘ઉત્પાદ–વ્યય–ધ્રુવ’ શક્તિથી જીવ ક્રમ–અક્રમ વૃત્તિ ધરે,
‘પરિણામશક્તિ’થી સત્પણું ત્રણકાળમાં તે નહિ ફરે.
નહીં સ્પર્શ જાણો જીવમાં આત્મપ્રદેશ ‘અમૂર્ત’ છે;
કર્તા નથી પરભાવનો એવી ‘અકર્તૃ’શક્તિ છે.
ભોક્તા નથી પરભાવનો એવી ‘અભોકતૃ’ શક્તિ છે;
‘નિષ્ક્રિયતા’રૂપ શક્તિથી આત્મપ્રદેશ નિસ્પંદ છે.

PDF/HTML Page 6 of 53
single page version

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૩ :
અસંખ્ય નિજ અવયવ થકી ‘નિયતપ્રદેશી’ આત્મ છે;
તે શરીરમાં નથી વ્યાપતો ‘સ્વધર્મ–વ્યાપક’ શક્તિ છે.
સ્વ–પરમાં જે સમ, અને વિસમ, વળી છે મિશ્ર જે
ત્રણવિધ એવા ધર્મને નિજશક્તિથી આત્મા ધરે.
જીવ નંત ભાવો ધારતો ‘અનંતધર્મ’ની શક્તિથી;
તત ને અતત્પણું સાથ વરતે ‘વિરુદ્ધધર્મ’ની શક્તિથી.
જે જ્ઞાનનું તદ્રૂપ–ભવન તે ‘તત્ત્વ’ નામની શક્તિ છે;
વળી અતદ્રૂપ પરિણમન જીવનું તે ‘અતત્ત્વ’ શક્તિ છે.
બહુ પર્યાયોમાં વ્યાપતો પણ એક દ્રવ્યપણે રહે;
નિજસ્વરૂપની ‘એકત્વ’શક્તિ જાણી જીવ શાંતિ લહે.
છે એક દ્રવ્ય જ જીવ ‘અનેક’ પર્યયરૂપ બને,
સ્વ–પર્યાયોમાં વ્યાપતો જીવ સુખી જ્ઞાની સિદ્ધ બને.
છે ‘ભાવ–શક્તિ’ જીવની સત્રૂપ અવસ્થા વર્તતી;
વળી અસત્રૂપ છે પર્યયો ‘અભાવ–શક્તિ’ જીવની.
‘ભાવનો તો અભાવ’ થાય, ‘અભાવનો વળી ભાવ’ રે,
એ શક્તિ બંને એકીસાથે જ્ઞાનમાં તું જાણજે.
વળી ‘ભાવ તે તો ભાવ’ ને ‘અભાવ તેહ અભાવ’ છે,
એવા સ્વભાવે જીવ ચેતક નિજગુણે દેખાય છે.
નહિ કારકોને અનુસરે એવો જ ભવતો ‘ભાવ’ છે;
ને કારકોને અનુસરે તો તેની ‘ક્રિયાશક્તિ’ છે.
નિજ ‘કર્મ–શક્તિ’થી આતમા સિદ્ધરૂપ ભાવ જ પામતો;
વળી ‘કર્તૃ–શક્તિ’ના બળે પોતે જ ભાવકરૂપ થતો.

PDF/HTML Page 7 of 53
single page version

background image
: ૪ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
જે જ્ઞાનરૂપ છે શુદ્ધભાવો તેહનું જે ભવન છે,
આત્મા સ્વયં તે ભાવનું ઉત્કૃષ્ટ સાધન થાય છે.
તુજ ‘કરણ–શક્તિ’ જાણ રે! તું બાહ્યસાધન શોધ મા!
આત્મા જ તારો કરણ છે,–પછી વાત બીજી પૂછ મા..
આત્મા વડે નિજઆત્મને જે જ્ઞાનભાવ અપાય છે.
તેને ગ્રહે છે આતમા–એ ‘સંપ્રદાન’ સ્વભાવ છે.
ઉત્પાદ–વ્યયથી ક્ષણિકતા પણ ધ્રુવની હાનિ નહીં,
સેવો સદા સામર્થ્ય એવું ‘અપાદાન’નું આત્મમાં.
ભાવ્યરૂપ જે જ્ઞાનભાવો પરિણમે છે આત્મમાં,
આત્મા જ તેનું ‘અધિકરણ’ ભાખ્યું અહો! જિનવચનમાં.
છે ‘સ્વ અને સ્વામિત્વ’ મારું માત્ર નિજસ્વભાવમાં,
નિજભાવથી કો અન્યમાં છે સ્વત્વ મારું નહિ કદા.
અનેકાન્ત છે જયવંત અહો! નિજશક્તિને પ્રકાશતો,
શક્તિ અનંતી માહરી મુજ જ્ઞાનમાં જ સમાવતો.
જ્ઞાનલક્ષણ ભાવ સાથે અનંત ભાવો ઉલ્લસે,
અનુભવ કરું એનો અહો! વિભાવ કોઈ નહીં દીસે.
જિનમાર્ગ આ પામ્યો અહો, શ્રી ગુરુ–વચન પ્રસાદથી,
અંદર નીહાળ્‌યું રૂપ ચેતન, પાર જે પરભાવથી.
નિજ શક્તિને પામ્યો અહો શ્રી સમયસાર–પ્રસાદથી,
નિજશક્તિનો વૈભવ અહો! આ પાર છે પરભાવથી.

PDF/HTML Page 8 of 53
single page version

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૫ :
જ્ઞાનમાત્ર જ એક જ્ઞાયક.....પિંડલો હું આતમા,
અનંત ગંભીરતા ભરી મેં દેખિયા પરમાતમા.
આશ્ચર્ય અદ્ભુત થાય છે નિજ વિભવને નીહાળતાં,
આનંદમય આહ્લાદ ઊછળે ફરી ફરીને ધ્યાવતાં.
અદ્ભુત અહો! અદ્ભુત અહો! છે વિજયવંત સ્વભાવ આ,
જયવંત છે મુજ ગુરુ–વહાલા નિજ નિધાન બતાવિયા.
સમયસારમાં અમૃતચંદ્રસૂરિએ વર્ણવેલી ચૈતન્યની ૪૭
શક્તિઓ જ્યારે–જ્યારે પ્રવચનમાં વંચાય છે ત્યારે–ત્યારે
ગુરુદેવના હૈયામાં શ્રુત–સાગર હીલોળે ચડે છે, ને
જ્ઞાનસમુદ્રને વલોવીને તેમાંથી અધ્યાત્મરસનું અમૃત કાઢે
છે. તે અમૃતનો અપૂર્વ સ્વાદ ચાખતાં જે આનંદ થાય છે
–તેની શી વાત! તે આનંદઉર્મિ આ ‘આત્મ–સ્તવન’ દ્વારા
વ્યક્ત થઈ છે. પૂ. ગુરુદેવે આ વાંચીને પ્રસન્નતા વ્યક્ત
કરી છે ને તેઓશ્રીના આશીર્વાદથી તે અહીં છપાય છે.
ગુરુપ્રસાદીરૂપ આ આત્મસ્તવન ભવ્યજીવોને અદ્ભુત
આત્મવૈભવની પ્રાપ્તિનું કારણ હો.
(–બ્ર. હ. જૈન)

PDF/HTML Page 9 of 53
single page version

background image
: ૬ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
અમારા સોનગઢમાં મંગલ – મહોત્સવ
આંગણીયે અવસર આનંદના

* પોષ વદ તેરસે એક મુમુક્ષુભાઈ બહારગામથી સોનગઢ આવ્યા. આવતાંવેંત
ચારેકોર હર્ષભરી ધમાલ દેખીને આશ્ચર્યથી પૂછ્યું–ભાઈ, આ બધું શું છે? શું
આજે કાંઈ મંગલ ઉત્સવ છે!
–હા ભાઈ! આજે તો કેસરછાંટી કંકોતરી મોકલાય છે, તેમાં ગુરુદેવ “ કરીને
મંગળ કરે છે......તેનો આ ઉત્સવ છે.
* શેની છે એ કંકોતરી?
લે, એનાં ઢોલનગારાં તો વરસથી વાગી રહ્યા છે, તે શું હજી તમને નથી
સંભળાયા?–આ તો પરમાગમ–મંદિરનો મહોત્સવ આવ્યો છે....ને ફાગણ સુદ
તેરસનું મૂરત છે.
* એમ! પરમાગમમંદિરનો મહોત્સવ આવી ગ્યો!
જી હા....હવે તો ગાજતે–વાજતે એકદમ નજીક આવી પહોંચ્યો છે.
* ત્યારે તો પરમાગમ–મંદિર પણ તૈયાર થઈ ગયું હશે!
અરે, તૈયાર તો એવું મજાનું થઈ ગયું છે કે એની અદ્ભુત શોભા તો તમે
સોનગઢ આવીને જોશો ત્યારે આશ્ચર્ય પામશો.
* ઉત્સવની તૈયારી પણ ચાલતી હશે!
હા, જાણે આખું સોનગઢ જ બદલાઈ ગયું હોય!–એમ બધી નવરચના થઈ રહી
છે. તમને થશે કે આપણું સ્વાધ્યાયમંદિર શું આવડું મોટું હતું! અને વર્દ્ધમાન
મહાવીર પ્રભુના પધારવાથી ‘સુવર્ણનગરીની શોભા’ કેવી વૃદ્ધિગત થઈ ગઈ
છે! તે તો તમને નજરે જોયે જ ખ્યાલ આવશે.
* વાહ...! એ તો નજરે જોશું....પણ ઉત્સવમાં શું થશે?
ઉત્સવમાં તો ઘણું–ઘણું થશે. જુઓ, મહાવીરપ્રભુના પંચકલ્યાણક થશે. ગામે–
ગામના ને દેશ–પરદેશના હજારો સાધર્મીઓ પધારશે; શેઠશ્રી શાંતિપ્રસાદજી
શાહૂજીના સુહસ્તે પરમાગમ–મંદિરનું ઉદ્ઘાટન થશે....પછી તેમાં મોટા મોટા

PDF/HTML Page 10 of 53
single page version

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૭ :
મહાવીરપ્રભુ બિરાજમાન થશે; પ્રભુના માર્ગને શોભાવનારા આચાર્ય
કુંદકુંદભગવાનનું મોટું–અદ્ભુત–ગંભીર–સુશોભિત ચિત્રપટ (આરસમાં
કોતરેલું) સ્થાપશે; ને તેમની બંને બાજુ તેમના બે હાથ જેવા અમૃતચંદ્રાચાર્યદેવ
તથા પદ્મપ્રભમુનિરાજ બિરાજશે. પંચપરમેષ્ઠીના પ્રસાદ જેવા પાંચ
પરમાગમોની સ્થાપના થશે....કેટલાય સોનેરી શિખર અને ધર્મધ્વજથી
પરમાગમમંદિર શોભી ઊઠશે. આમ દેવ–ગુરુ ને પરમાગમના મહિમાનો એ
અનેરો ઉત્સવ હશે.
* ઉત્સવમાં બીજું શું શું થશે?
ભારતદેશમાંથી ને પરદેશમાંથીયે કેટલાય સાધર્મીઓ આવશે, હોંશે–હોંશે આવશે
ને આનંદ ઉત્સવમાં ભાગ લેશે; બબ્બે વખત ગુરુદેવના પ્રવચનમાં અધ્યાત્મ–
અમૃતની રસધારા વરસશે, ને શ્રોતાજનો તો મંત્રમુગ્ધ થઈને આત્મભાવનામાં
ઝૂમી ઊઠશે.
* વાહ! એ પ્રવચન શેના ઉપર થશે?
હા, એ વાત તમે મહત્ત્વની પૂછી. જુઓ, સવારે તો સમયસારનો સંવર અધિકાર
વંચાશે; તેમાં જીવને મોક્ષના હેતુભૂત એવી સંવરદશા કેમ પ્રગટે? એટલે કે અપૂર્વ
ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન કેમ થાય? તે વાત ગુરુદેવ સમજાવશે.
અને બપોરના પ્રવચનમાં પદ્મનંદી પચ્ચીસીમાંથી ઋષભજિનસ્તોત્ર વંચાશે.
‘ઋષભ’ એટલે આદિનાથ ભગવાન; અથવા ‘વૃષભ’ નો અર્થ (વૃષ એટલે ધર્મ,
તેનાથી જે શોભે છે–તે) મહાવીરાદિ ધર્મતીર્થંકરો–એવો પણ થાય છે; જે કોઈ
જીવો ધર્મના ધારક છે તેઓ વૃષભ છે; એટલે બધા તીર્થંકરોને ‘વૃષભ’ શબ્દથી
કહી શકાય છે. એવા ભગવંતોનું અને તેમના માર્ગનું સ્વરૂપ ગુરુદેવ એવી
અદ્ભુત શૈલીથી સમજાવશે કે તે ભગવંતો પ્રત્યે ભક્તિથી હૃદય ઊભરાઈ જશે.
–આમ એકકોર ભેદજ્ઞાનની ધારા, ને બીજીકોર ભક્તિરસની ધારા, તથા
સાથેસાથે વીરનાથ તીર્થંકરના પંચકલ્યાણકનાં પાવન દ્રશ્યો–વગેરે મહાન લાભ
મળશે, અને તેમાંથી પરમાગમના સારભૂત શુદ્ધાત્મતત્ત્વને તારવી લેવું તે સર્વે
મુમુક્ષુઓનું મહાન ધ્યેય હશે; એટલે જાણે સાધકભાવનો કોઈ અનેરો અપૂર્વ
ઉત્સવ આપણે ઉજવતા હઈશું–ધન્ય હશે એ જોનારા પણ!
* અહો, આ બધું સાંભળતાં આનંદ થાય છે,–પણ, પ્રવચનમાં આટલા બધા
માણસો સ્વાધ્યાય મંદિરમાં સમાશે કેવી રીતે?

PDF/HTML Page 11 of 53
single page version

background image
: ૮ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
અરે ભાઈ! ત્યારે તો મોટું મહાવીરનગર વસી ગયું હશે, ને ત્યાંના વિશાળ
મંડપમાં કેટલાય હજાર માણસો બેસે એવી મજાની વ્યવસ્થા હશે મંડપની શોભા
અને કેટલીક કળામય નવીન રચનાઓ જોઈને તમે ઘડીભર તો ચકિત બની
જશો.
* અને ઉતારા ક્્યાં હશે!
ભાઈ, ત્યારે તો જંગલમાં મંગલ થઈ જશે. જંગલ ત્યારે જંગલ નહિ રહે પણ
મુમુક્ષુઓની નગરી બની જશે. કદાચ જંગલ જેવા ખેતર વચ્ચે કોઈ તંબુમાં
તમારો ઊતારો હશે તોય ચારેકોર સાધર્મીઓથી ઊભરાતી નગરી વચ્ચે તમને
તો તે મંગળ જેવું જ લાગશે. વાતાવરણ એવું હશે કે વનવાસી મુનિવરો ડગલે
ને પગલે યાદ આવ્યા કરશે ને ઉત્તમ ભાવનાઓ જાગ્યા કરશે: ‘ઘરમાં ને
બંગલામાં તો રોજ રહીએ જ છીએ, વનમાં રહેવાનો અવસર ક્્યારે આવશે? ’
આખી સોનગઢ નગરીમાં લગભગ ૫૦૦ મકાનો છે, તેમાંથી એક્કેય મકાન તે
વખતે ખાલી નહિ રહે. તે ઉપરાંત હજાર જેટલા સારા તંબુઓમાં દશેક હજાર
મહેમાનોના ઉતારાની સગવડતા રહેશે,–જેમાં પાણી–લાઈટ વગેરે યોગ્ય સુવિધા
હશે. (ઠેઠ શિહોર સુધી પણ કેટલાક મકાન રાખેલ છે.)
અરે, પણ એકવાત આપણે ભૂલી ગયા. ઉતારામાં રહેવાનો તો ટાઈમ જ
તમને ક્્યાંથી મળશે? માંડ રાત્રે મોડા મોડા થોડો આરામ કરવા તમે ઉતારામાં
જશો; બાકી તો આખોય દિવસ પ્રવચન ને પંચકલ્યાણક, ભક્તિ ને વિદ્વાનોની
ચર્ચાઓ, અવનવા દ્રશ્યોનું અવલોકન, એવા ભરચક કાર્યક્રમમાં તમે એવા તો
ગુંથાયેલા રહેશો કે તમને તમારો ઉતારો તો યાદ પણ નહિ આવે. કદાચ થોડોક
ટાઈમ બચશે તો દેશોદેશના સાધર્મીઓ સાથે આનંદથી અવનવી વાતચીત કરશું.
દેશોદેશના હજારો સાધર્મીઓનો મેળો જોવાની ત્યારે ભારે મજા આવશે.
* હા, ઉતારાનું તો જાણે ઠીક–પણ જમવાનું?
લ્યો, એની તે કાંઈ તમારે ચિંતા કરવાની હોય? એ તો બધું ધોરણસર
વ્યવસ્થિત હોય જ ને! સોનગઢની ભોજનપદ્ધત્તિથી શું તમે અજાણ છો?
એકકોર ગુજરાતી શૈલીનું ભોજનાલય હશે, ને બીજીકોર હિંદી ભાઈઓ માટેનું
ભોજનાલય હશે; ત્યાગી વગેરેને માટે શુદ્ધભોજન વ્યવસ્થા પણ જરૂર હશે.
ઋતુમાં પણ તે વખતે નહિ ગરમી કે નહિ ઠંડી, સમશીતોષ્ણ હશે. સોનગઢનું
વાતાવરણ પણ એવું મધુર ને શાંત હશે કે તમને સર્વત્ર પ્રસન્નતા અનુભવાશે.
(વધુ માટે જુઓ પાનું ૩૩)

PDF/HTML Page 12 of 53
single page version

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૯ :
(લેખાંક) (અંક ૩૬૧ થી)
૧૦
ચાલુ
અહો, જિનમાર્ગનો ઉપદેશ સર્વે જીવોનું હિત કરનાર છે; તે જ
ઈષ્ટ–ઉપદેશ છે. વીતરાગી આચાર્યોની પરંપરાથી શુદ્ધ જૈનમાર્ગનો જે
ઉપદેશ ચાલ્યો આવે છે તે જ આ પરમાગમોમાં કુંદકુંદસ્વામીએ સંઘર્યો
છે. આ ઉપદેશ આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવીને જીવનું હિત કરનાર છે.
આવા હિતકારી પરમાગમ સોનગઢના પરમાગમ–મંદિરમાં કોતરાઈ
ગયા છે, અને તેનો ભાવ ધર્મીના અંતરમાં કોતરાઈ ગયો છે. આ
પરમાગમની મધુરી પ્રસાદી ગુરુદેવ આપણને રોજ આપી રહ્યા છે....
ને આત્મધર્મ દ્વારા આપ સૌ આનંદથી તે વાંચી રહ્યા છો.
અહો, અદ્ભુત હિતકારી જિનમાર્ગ!
તેનો બોધ સર્વે જીવોનું ભલું કરનાર છે; તેનું સેવન કરો.

બોધપ્રાભૃતની શરૂઆતમાં બહુશ્રુતધારી શુદ્ધ સમ્યક્ત્વ–સંયમસહિત અને
કષાયરહિત એવા શુદ્ધ આચાર્યોને વંદન કરીને, કુંદકુંદસ્વામી કહે છે કે–અહો! જિનવરદેવે
સર્વે જીવોને બોધ પમાડવા અર્થે એટલે કે સર્વે જીવોના હિતને માટે જે ઉપદેશ કહ્યો છે તે
જ ઉપદેશ હું આ બોધપ્રાભૃતમાં કહીશ. આ ઉપદેશ કેવો છે? કે છકાયજીવોને સુખકર છે;
જે છકાયજીવોની હિંસાથી રહિત છે તેથી છએ કાયજીવોને માટે સુખકર છે. જિનમાર્ગમાં
કહેલો આવો ઉત્તમ વીતરાગી બોધ હું આ બોધપ્રાભૃતમાં કહીશ, તેને હે ભવ્ય જીવો! તમે
આદરપૂર્વક સાંભળો! તે સાંભળતાં, તેના ભાવનું ઘોલન કરતાં તમારા બોધની શુદ્ધિ થશે.
જિનશાસન બધા ભાવોનું જ્ઞાન કરાવે છે, પણ તેમાં શુદ્ધભાવોનું ગ્રહણ કરાવે છે
ને હિંસાદિ અશુદ્ધભાવોને તે છોડાવે છે. પાપભાવોનું ને પાપનાં સ્થાનોનું જ્ઞાન કરાવે,
પણ તે પાપની પુષ્ટિ કદી ન કરે, પાપથી છોડાવે. એમ જૈનમાર્ગમાં સર્વત્ર
વીતરાગભાવનું જ તાત્પર્ય છે, ક્યાંય પણ હિંસાદિનું પોષણ તેમાં નથી; આવો

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
શુદ્ધ જૈનઉપદેશ વીતરાગી આચાર્યોની પરંપરાથી ચાલ્યો આવે છે તે જ આ
પરમાગમોમાં કુંદકુંદસ્વામીએ સંઘર્યો છે. તે ઉપદેશ જીવનું હિત કરનાર છે. એવા
હિતકારી પરમાગમ આપણે અહીં (સોનગઢમાં) પરમાગમ–મંદિરમાં કોતરાઈ ગયા છે;
તેનો ભાવ ધર્મીના આત્મામાં કોતરાઈ ગયો છે.
અહો, જિનમાર્ગનો આ ઉપદેશ જીવોને ધર્મમાર્ગમાં સાવધાન કરે છે ને કુમાર્ગથી
છોડાવે છે. માટે હે ભવ્ય જીવો! તમે આ ઉપદેશનું શ્રવણ કરો.
ધર્મનું આયતન ક્યું છે? પરમાર્થે સમ્યક્ત્વાદિ વીતરાગધર્મરૂપે પરિણમેલો
આત્મા, તે પોતે ધર્મનો આશ્રય, એટલે ધર્મનું સ્થાન છે; આવા પરમાર્થ ધર્મ–આયતનને
ઓળખીને વ્યવહારમાં જિનમંદિર તે ધર્મનું આયતન છે. તેમાં જે જિનબિંબની સ્થાપના
છે તે પણ વીતરાગ હોય છે. જેમ ધર્મ વીતરાગ છે, રાગ વગરનો છે, તેમ તેની
સ્થાપનારૂપ પ્રતિમા વગેરે પણ વીતરાગ હોય છે, રાગનાં ચિહ્ન તેમાં હોતાં નથી. આવા
જિનમાર્ગને હે ભવ્ય જીવો! તમે ઓળખો; અને જિનમાર્ગથી વિપરીત એવા કુમાર્ગથી
દૂર રહો.
ધર્મનું સાચું આયતન જે પોતાનો આત્મા, તેને ભૂલીને એકલા બાહ્ય
આયતનના સેવન વડે ધર્મની પ્રાપ્તિ થતી નથી. બહારથી ધર્મની પ્રાપ્તિ કેમ થાય?
અનંત–ગુણધામ આત્મા તે ધર્મનું સ્થાન છે, તેના સેવનથી સમ્યક્ત્વાદિ ધર્મની પ્રાપ્તિ
થાય છે. મોક્ષમાર્ગ સ્વદ્રવ્યના આશ્રયે થાય છે, પરના આશ્રયે મોક્ષમાર્ગ થતો નથી.
* મોક્ષમાર્ગ નિર્ગ્રંથ છે *
સૂત્રપ્રાભૃતની ૨૩મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે–નગ્નમુનિપણું તે જ
મોક્ષમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. જિનશાસનમાં વસ્ત્રધારી જીવને મુક્તિ નથી,–પછી
ભલે તીર્થંકર પણ હોય;–જ્યાં સુધી તે વસ્ત્રસહિત છે ને નગ્ન–મુનિદશા અંગીકાર કરતા
નથી ત્યાં સુધી તે પણ મોક્ષને પામતા નથી. વસ્ત્રસહિત દશામાં સમ્યગ્દર્શન હોઈ શકે
પણ મુનિપણું હોઈ શકે નહીં. વસ્ત્રસહિત દશામાં મુનિપણું માનવું તે સન્માર્ગ નથી, તે
તો ઉન્માર્ગની શ્રદ્ધા છે, તીર્થંકરોના નિર્મોહમાર્ગની તેને ખબર નથી.
રે નગ્ન મુક્તિમાર્ગ છે.....બાકી બધા ઉન્માર્ગ છે.
णग्गो विमोक्खमग्गो सेषा उम्मगया सव्वे।
ચારિત્રપ્રાભૃત ગા. ૩૯ માં કહે છે કે–

PDF/HTML Page 14 of 53
single page version

background image
જીવ–અજીવના ભેદજ્ઞાનરૂપ સમ્યગ્જ્ઞાન, અને રાગાદિ દોષરહિત એવી
વીતરાગતા,–તે મોક્ષનો પ્રસિદ્ધ માર્ગ છે. વીતરાગ–વિજ્ઞાનને મોક્ષમાર્ગ કહ્યો તેમાં આવું
વિજ્ઞાન અને આવી વીતરાગતા હોય છે. સમ્યગ્જ્ઞાન વગર ચારિત્ર હોતું નથી, ને
ચારિત્ર વગર મોક્ષ હોતો નથી.
* ચારિત્ર કેવું?–કે રાગ વગરનું; (રાગ તે ચારિત્ર નહીં. )
* જ્ઞાન કેવું? કે જીવ અને અજીવ બંનેના ભિન્નભિન્ન સ્વરૂપને જાણનારું
સમ્યગ્જ્ઞાન; (એકલું બહારનું જાણપણું તે જ્ઞાન નહીં.)
આવા જ્ઞાન ને ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. સમ્યગ્જ્ઞાનની સાથે સમ્યગ્દર્શન આવી
ગયું; આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. આવો મોક્ષમાર્ગ હોય ત્યાં
બાહ્યમાં નગ્નતા જ હોય છે. શ્રીમદ્રાજચંદ્રજી આવા મોક્ષમાર્ગની ભાવના ભાવતાં કહે
છે કે–‘ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો’ તેમાં અંતર અને બાહ્ય બંને પ્રકારે નિર્ગ્રંથ
થવાની ભાવના છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા તે જ સાચું ચૈત્ય;
તે જેમાં બિરાજે છે તે સાચું ચૈત્યાલય.
‘ચૈત્ય’ એટલે જ્ઞાન; તે જેમાં રહે છે તે ‘ચૈત્ય–ગૃહ છે. મુનિ વગેરે ધર્મી જીવોના
આત્મામાં શુદ્ધજ્ઞાનરૂપ ચૈત્ય વસે છે તેથી તે આત્મા જ ચૈત્ય–ગૃહ છે. પરમાર્થે બધા
આત્મા ચૈત્યસ્વરૂપ–ચેતનાસ્વરૂપ છે તેથી તે ચૈત્યગૃહ છે; આવા આત્માના અનુભવરૂપ
જ્ઞાનચેતના જેના અંતરમાં વર્તે છે તે જીવ પરમાર્થ ચૈત્ય છે. આ ‘ભાવ–ચૈત્ય’ છે; ને
મંદિર વગેરેમાં ચૈત્ય (જિનપ્રતિમા) ની સ્થાપના તે સ્થાપના–ચૈત્ય છે, તે વ્યવહાર છે.
–બંનેને જેમ છે તેમ જાણવા જોઈએ.
ચૈત્યસ્વરૂપ ભગવાન આત્મા છે, તેને જાણીને આદર કરે તે જીવ સુખને અને
મોક્ષને પામે છે. અને ચૈત્યસ્વરૂપ આત્માને જે જાણતો નથી ને તેનો વિરોધ કરે છે, તે
જીવ દુઃખને અને બંધને પામે છે. ચૈતન્યસ્વરૂપ આત્માના સેવનથી જીવને સુખનો
અનુભવ છે; ચૈત્યસ્વરૂપ આત્માથી જે પ્રતિકૂળ વર્તે છે તેને દુઃખનો અનુભવ છે.
પરમાર્થ ચૈત્યગૃહ તો જ્ઞાનસ્વરૂપ આત્મા છે, ને વ્યવહારમાં તેની સ્થાપનારૂપ
ચૈત્ય–મંદિર (જિનમંદિર) વગેરે હોય છે; તે ‘સ્થાપના ’ ને ન જાણે તો તેનું પણ જ્ઞાન
સાચું નથી. સમ્યગ્જ્ઞાનના વિષયમાં નામ–સ્થાપના–દ્રવ્ય ને ભાવ એ ચારે નિક્ષેપ

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
માનવા જોઈએ. તેનો જે નિષેધ કરે તેને સમ્યગ્જ્ઞાન નથી. એટલે સ્થાપના–નિક્ષેપમાં
પણ જિનબિંબ વગેરે હોય છે તેને ધર્મીજીવ યથાર્થ જેમ છે તેમ સ્વીકારે છે. પણ આથી
એમ ન સમજવું કે તે પરના આશ્રયે સમ્યગ્દર્શનાદિ થઈ જાય છે. સમ્યગ્દર્શનાદિ તો
સ્વદ્રવ્યના જ આશ્રયે છે; જિનપ્રતિમા વગેરે પરદ્રવ્યના આશ્રયે તો શુભરાગ છે, તે
શુભરાગથી જિનશાસનમાં પુણ્યબંધન કહ્યું છે, પણ શુભરાગને જિનશાસનમાં મોક્ષહેતુ
–ધર્મ નથી કહ્યો. મોક્ષહેતુ–ધર્મ તો મોહરહિત રાગદ્વેષરહિત વીતરાગભાવરૂપ છે. આવા
વીતરાગભાવરૂપ ધર્મમાં કોઈ પ્રકારે કોઈ જીવની હિંસા નથી, તેથી તે જ પરમ અહિંસા
ધર્મ છે. શુભરાગની ક્રિયાઓમાં તો કંઈક સાવદ્યપણું પણ સંભવે છે, તે કાંઈ પરમાર્થધર્મ
નથી. રાગથી ભિન્ન એવી શુદ્ધજ્ઞાનચેતના જે આત્મામાં બિરાજે છે તે આત્મા પોતે
જીવંત–ચૈત્યગૃહ છે.
ધર્માત્મા મુનિવરો પોતાના આત્માને ચૈતન્યસ્વરૂપ જાણે છે ને બીજા
આત્માઓને પણ ચૈતન્યસ્વરૂપ જાણે છે. શુદ્ધ રત્નત્રયરૂપે થયેલા હાલતા–ચાલતા
મુનિવરો તે ‘જિનપ્રતિમા’ છે, જિન જેવા નિર્ગ્રંથસ્વરૂપે તેઓ વિચરે છે. આવી દશાને
યાદ કરીને તેની ભાવનાથી શ્રીમદ્–રાજચંદ્ર લખે છે કે ‘હે ચૈતન્ય! જિનપ્રતિમા થા..
જિનપ્રતિમા થા! ’
અહો, મુનિઓ, તો રત્નત્રયની સાક્ષાત્ મૂર્તિ છે, તે વંદનીય છે. શાંત–ચૈતન્ય–
પ્રતિમા થઈને તેઓ ઉપશાંતરસમાં લીન થયા છે, અસંખ્ય આત્મપ્રદેશોમાં ચૈતન્યનો
શાંત–ઉપશમરસ ટપકી રહ્યો છે. એવા વીતરાગ મુનિવરોની બાહ્ય આકૃતિ પણ જિનદેવ
જેવી વીતરાગ–દિગંબર હોય છે, રાગવાળી હોતી નથી,–એવો વ્યવહાર જૈનમતમાં છે,
તેમની સ્થાપનારૂપ પ્રતિમા પણ તેવી જ વીતરાગ મુદ્રાવાળી હોય છે.
* જિનપ્રતિમા જિનસારખી.....ભાખી આગમમાંય *
જે શુદ્ધ રત્નત્રયસ્વરૂપ થયા છે અને જેણે મોહને જીત્યો છે તે આત્મા પોતે
જિનપ્રતિમા એટલે કેવળીભગવાન, તે અનંતચતુષ્ટયના ભાવસહિત છે, તેરમા
ગુણસ્થાને બિરાજે છે, શાશ્વત સુખરૂપ થયા છે, લોકના કોઈ પદાર્થની ઉપમા જેને આપી
શકાતી નથી, જગતના કોઈ બનાવથી જેમના ઉપયોગમાં કદી ક્ષોભ થતો નથી.

PDF/HTML Page 16 of 53
single page version

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૧૩ :
એવા અક્ષોભ નિશ્ચલ છે,–સાગર સમાન ગંભીર છે.–આવા અનંતગુણસંપન્ન અરિહંત
પરમાત્મા તે સાક્ષાત્ ચૈતન્યમય જિનપ્રતિમા છે; તેમજ દેહાતીત એવા સિદ્ધભગવંતો
પણ (ઉપરના સમસ્ત ગુણોસહિત છે તે) સાક્ષાત્ જિનપ્રતિમા છે. ચૈતન્યરૂપ આવા
જિનપ્રતિમાને ઓળખીને મૂર્તિમાં જે સ્થાપના કરવામાં આવે છે તે પણ વીતરાગતાની
જ સૂચક હોય છે; તેને વસ્ત્ર–આભૂષણ કે ફૂલ–હાર હોતાં નથી.
આત્માને રાગાદિથી ભિન્ન ચૈતન્યભાવરૂપે પરિણમાવવો તે જ જિનપ્રતિમાની
પરમાર્થ ઉપાસના છે. કેમકે પરમાર્થ જિનપ્રતિમા ચૈતન્યબિંબરૂપ છે; ને પાષાણ–પ્રતિમા
વગેરેમાં તેની સ્થાપના તે વ્યવહાર છે, શુભરાગમાં તે પણ પૂજ્ય છે, વીતરાગતામાં તો
બહારનું આલંબન રહેતું નથી; ત્યાં તો આત્મા પોતે ચૈતન્યભાવરૂપ જિનપ્રતિમા થયો
છે...પોતામાં લીન થઈને તે પોતે પોતાને આરાધે છે.
અરિહંત પરમાત્મા છે તે પણ નિશ્ચયથી કેવળજ્ઞાનરૂપ પરિણમેલા આત્મા છે, તે
નિશ્ચય–જિન છે; ને તેમનું શરીર કે પ્રતિમાદિમાં સ્થાપના તે વ્યવહાર–જિન છે.
અરિહંતદેવના શુદ્ધદ્રવ્ય–ગુણ–પર્યાયને જે ખરેખર ઓળખે છે તે તો રાગાથી ભિન્ન
ચૈતન્યસ્વરૂપ આત્માને ઓળખી લ્યે છે. અરિહંત જિનની આવી પરમાર્થ ઓળખાણ
સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. તેના જ્ઞાનપૂર્વક જે જિનપ્રતિમા વીતરાગમુદ્રાદર્શક હોય છે તે
વ્યવહારમાં વંદનીય હોય છે, ને તેમાં શુભરાગ છે. આવા નિશ્ચય ને વ્યવહાર બંને
એકસાથે ધર્મીને હોય છે.
નિશ્ચય અને વ્યવહાર બંને એક નથી પણ જુદા છે, પણ તેઓ બંને એકસાથે
રહી શકે છે. બંનેનું સ્વરૂપ જુદું હોવા છતાં, એકસાથે રહેવામાં તેને વિરોધ નથી,
એટલે–
જ્યાં શુદ્ધઆત્માની જ્ઞાનદશા (રાગ વગરની) પ્રગટી હોય ત્યાં રાગ સર્વથા હોય
જ નહિ–એમ નથી.
તથા જ્યાં રાગ હોય ત્યાં શુદ્ધાત્માનું જ્ઞાન હોય જ નહિ–એમ પણ નથી.
ધર્મી–સાધકને શુદ્ધાત્મજ્ઞાન અને રાગ બંને એકસાથે વર્તે છે–પણ તેમાં જે
શુદ્ધજ્ઞાન છે તે તો મોક્ષનું કારણ થાય છે, ને જે રાગ છે તે કર્મબંધનું કારણ થાય છે. આ
રીતે એક પર્યાયમાં બંને સાથે હોવા છતાં બંનેનું સ્વરૂપ જુદું છે, બંનેનું કાર્ય જુદું છે. એ
વાત સમયસાર કળશ ૧૧૦ માં આચાર્ય દેવે સ્પષ્ટ સમજાવી છે. ત્યાં કહે છે કે–

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
જ્યાંસુધી જ્ઞાનની કર્મવિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાંસુધી કર્મ અને
જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્
વિરોધ નથી; પરંતુ તેમાં જે કર્મ છે તે તો બંધનું કારણ છે, અને મોક્ષનું કારણ તો જે
એક પરમ જ્ઞાન છે તે જ છે, તે જ્ઞાન પોતે કર્મથી છૂટું ને છૂટું મુક્ત જ છે.
* પંચમકાળે જિનનો વિરહ અમને નથી *
સાક્ષાત્ જિન તીર્થંકરો જીવંત–પ્રતિમાપણે ભરતક્ષેત્રમાં વિચરતા હતા ને ઉપદેશ
દેતા હતા. ૨૫૦૦ વર્ષ પહેલાંં મહાવીરપ્રભુ મોક્ષ પધાર્યા; પરંતુ ત્યારપછી થયેલા
ગૌતમસ્વામી–કુંદકુંદાચાર્યસ્વામી વગેરે વીતરાગસંતોએ જૈનશાસન ટકાવીને, તીર્થંકરોની
ગાદીનું સ્થાન ખાલી રહેવા દીધું નથી; તીર્થંકરોના ઉપદેશની પરંપરા વીતરાગી સંતોએ
આજ સુધી ટકાવી રાખી છે. અહો, મહાભાગ્યે આજે આવો વીતરાગમાર્ગ પ્રાપ્ત થાય છે.
આવો માર્ગ ટકાવનારા વીતરાગ સંતો તેઓ પણ ‘જિનપ્રતિમા’ છે. જિનનો ઉપદેશ
અને તે સંતોનો ઉપદેશ એક જ પ્રકારનો છે, તેમાં ફેર નથી. અહો, સાક્ષાત્ જિનતૂલ્ય
આવા સંતો પૂજનીય છે. તીર્થંકરોનો વિરહ એ સંતોએ ભૂલાવી દીધો છે, ને તીર્થંકરોના
ઉપદેશનો સાક્ષાત્કાર કરાવ્યો છે. તેથી સાધક કહે છે કે અહો, સંતોના પ્રતાપે આ
પંચમકાળમાં અમને જિનનો માર્ગ મળ્‌યો છે એટલે પંચમકાળે પણ જિનનો વિરહ અમને
નથી. અહો, આવા સંતોને જ્ઞાનમાં લઈને તેમનો સર્વ પ્રકારે આદર–બહુમાન કરો.
જિન’ કેવા છે? જિન તો જ્ઞાનચેતનામય છે. આવી જ્ઞાનચેતનાસ્વરૂપે જિનને
ઓળખતાં, રાગથી ભિન્ન પડીને જ્ઞાન અંતર્મુખ થાય છે.
××××××××××××××××××××××××
“આત્મભાષા”
અહા, આચાર્યભગવાને સ્વાનુભવનું ઘોલન કરી
કરીને એકેક શક્તિ કાઢી છે, એકેક શક્તિના વર્ણનમાં
સ્વાનુભવનો રસ રેડ્યો છે, આ તો વીતરાગી સન્તોની
વાણી! આ ‘આત્મભાષા’ છે. વાણી તો જોકે જડ છે પણ
આત્માના અનુભવનું નિમિત્ત લઈને નીકળેલી સન્તોની
ભાષા તે ‘આત્મભાષા’ છે. એના ભાવને જે સમજે તેને
અપૂર્વ આત્મજીવન પ્રગટે.

PDF/HTML Page 18 of 53
single page version

background image
: મહા : રપ૦૦ આત્મધર્મ : ૧૫ :
મોક્ષમાર્ગનું ‘જ્ઞાન’ કેવું છે?
ભરતક્ષેત્રના જીવો પર કુંદકુંદસ્વામીનો પરમ ઉપકાર છે

જે જ્ઞાન અતીન્દ્રિય થઈને આત્મામાં પહોંચી જાય, રાગથી પાર થઈને,
મોક્ષમાર્ગમાં ‘જ્ઞાન’ કોને કહેવું?
શુદ્ધ આત્માને જે નિશાન બનાવે, એટલે કે સીધું આત્માની સન્મુખ થઈને તેને
જ્ઞાનનું સ્વરૂપ જાણતાં આત્માનું સ્વરૂપ જણાય છે, કેમકે જ્ઞાનનું લક્ષ્ય આત્મા
છે; જેમ તીર પોતાના લક્ષ્યની સન્મુખ થઈને તેને વેધે છે તેમ સમ્યગ્જ્ઞાનરૂપી સૂક્ષ્મ
બાણ, પોતાના લક્ષ્યરૂપ શુદ્ધાત્માની સન્મુખ થઈને તેને વેધે છે–અનુભવે છે. આવું
લક્ષ્યવેધી જ્ઞાન તે મોક્ષનું સાધક છે. તે જ્ઞાન, રાગને પોતાનું નિશાન નથી બનાવતું,
રાગથી પાર થઈને શુદ્ધાત્મામાં પહોંચી જાય છે. માટે હે ભવ્યજીવો! જ્ઞાનનું આવું સ્વરૂપ
જાણીને તેની ભક્તિથી આરાધના કરો. આવા જ્ઞાન વગર નથી સંયમ હોતો, કે નથી
ધ્યાન હોતું. ભલે પંચમહાવ્રત કરતો હોય તોપણ જ્ઞાન વગરના જીવને અસંયમી અને
સંસારમાર્ગી જ કહ્યો છે. અને જ્ઞાનવડે જેણે શુદ્ધાત્માને ધ્યેય કર્યો છે તે અસંયમી હોય
તોપણ મોક્ષમાર્ગી છે.
णाणम् आदत्थं એટલે આત્મામાં જે સ્થિત છે તે જ જિનમાર્ગમાં સાચું જ્ઞાન છે,
અથવા આત્મા જેનો અર્થ છે–આત્મા જ જેનું પ્રયોજન છે એવું જ્ઞાન તે જ

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : મહા : ૨૫૦૦
જિનમાર્ગનું જ્ઞાન છે. જેમાં આત્માનું પ્રયોજન ન સધાય, નિજસ્વરૂપ ન સધાય, એવા
શાસ્ત્રભણતરને પણ જિનમાર્ગમાં ‘જ્ઞાન’ કહેતા નથી.
જે જાણે તે જ્ઞાન;–કોને જાણે? પોતાના લક્ષ્યરૂપ શુદ્ધાત્માને જાણે, તે જ્ઞાન છે.
જેમ બાણ તેને કહેવાય કે જે પોતાના લક્ષ્યને વેધે; તેમ, પોતાના પરમાત્મસ્વરૂપને જે
વેધે–જાણે–અનુભવે તેને જ જૈનશાસનમાં જ્ઞાન કહેવાય છે. જેને સાધવાનું છે એવા
નિજસ્વરૂપને જે ન સાધે તેને જ્ઞાન કેમ કહેવાય?
જ્ઞાનનું લક્ષ્ય કાંઈ રાગ નથી; જ્ઞાનથી અભિન્ન એવું આત્મસ્વરૂપ તે જ જ્ઞાનનું
લક્ષ્ય છે. આવા લક્ષ્યને વેધવું–જાણવું તે તો (અર્જુનની જેમ) અત્યંત ધીરાનું કામ છે;
ચંચળમનવડે આત્મા સાધી શકાય નહિ. આત્માને સાધવા જે જ્ઞાન અંતરમાં વળ્‌યું તે તો
અત્યંત ધીર છે–શાંત છે–અનાકુળ છે, અનંતગુણના મધુર સ્વાદને એક સાથે આત્મસાત
કરતું તે જ્ઞાન પ્રગટે છે, ચૈતન્યરસનો અતીન્દ્રિયસ્વાદ તેમાં ભર્યો છે. આવા જ્ઞાનને
ઓળખીને આત્માને સાધવો–તે ભગવાન વીરનાથનો માર્ગ છે.
* જ્ઞાનનું નિશાન શુદ્ધઆત્મા; જ્ઞાનીના વિનયવડે તેને જાણ *
જે જીવ પંચપરમેષ્ઠી ભગવંતો પ્રત્યે વિનયવંત છે તે મોક્ષમાર્ગના જ્ઞાનને પામે
છે; તે જ્ઞાન પામીને તે જીવ મોક્ષમાર્ગના લક્ષ્યરૂપ પરમ આત્મસ્વરૂપને લખે છે–જાણે છે
–અનુભવે છે. આવું જ્ઞાન જૈનમાર્ગમાં જ્ઞાનીઓની જ પરંપરાથી મળે છે; તેથી જેને
જ્ઞાનીના વિનય–બહુમાન ન હોય તે જીવ સાચા જ્ઞાનને પામી શકતો નથી. સર્વજ્ઞ–
પરંપરાના જ્ઞાની–આચાર્યોનો વિનય છોડીને જેઓ જૈનમાર્ગથી જુદા પડ્યા તેઓ
મોક્ષમાર્ગનું સાચું જ્ઞાન પામી શકતા નથી.
જ્ઞાનીનો ખરો વિનય પણ ત્યારે થાય કે જ્યારે તેના જ્ઞાનનું સાચું સ્વરૂપ
ઓળખે. ઓળખ્યા વગર બહુમાન કોનું? જ્ઞાનનું ધનુષ ને શ્રદ્ધાનાં બાણવડે ધર્મીજીવ
પરમાત્મસ્વરૂપને લક્ષ્યરૂપ કરીને, મોક્ષમાર્ગને સાધે છે; તે પોતાના લક્ષ્યને ચુકતો નથી.
ભાઈ, તારું લક્ષ્ય તો સાચું કર. લક્ષ્ય જ જેનું ખોટું તે જીવ તેને ક્યાંથી સાધી શકે?
લક્ષ્ય હોય પૂર્વતરફ, ને નિશાન તાકે પશ્ચિમ તરફ, તો તે લક્ષ્યને સાધી શકે નહીં, તેનું
નિશાન નકામું જાય; તેમ મોક્ષમાર્ગમાં લક્ષ્યરૂપ તો રાગવગરનો ચૈતન્યસ્વરૂપ આત્મા
છે, તેના તરફ લક્ષ કરવાને બદલે તેનાથી વિરુદ્ધ એવા શુભરાગને લક્ષ્ય બનાવે તો
તેના લક્ષે મોક્ષમાર્ગનું નિશાન કદી સાધી શકાય નહીં. માટે હે ભવ્ય! પહેલાંં તો તું
જ્ઞાની પાસેથી લક્ષ્યરૂપ શુદ્ધાત્મસ્વરૂપનું જ્ઞાન કર, ને તેને જ ધ્યેયરૂપ

PDF/HTML Page 20 of 53
single page version

background image
જ્ઞાની–ગુરુગમે શુદ્ધાત્મારૂપ લક્ષ્યને જે જાણતો નથી ને રાગવડે મોક્ષમાર્ગ
સાધવા માંગે છે તેને માર્ગની પ્રાપ્તિ કદી થતી નથી. મોક્ષમાર્ગ તો વીતરાગ–
સુખરૂપ છે, ને રાગ તો દુઃખરૂપ છે; પોતે દુઃખરૂપ એવો રાગ તે મોક્ષસુખનું કારણ
કેમ થાય? બોધસ્વરૂપ આત્માને જે બુઝે–જાણે તે સાચો બોધ છે. બોધસ્વરૂપને ન
જાણે તેને બોધ કોણ કહે? રાગમાં કાંઈ એવી તાકાત નથી કે જ્ઞાનસ્વરૂપ આત્માને
જાણે. જ્ઞાનસ્વરૂપ આત્મા જેમાં જણાય એવા બોધનો ઉપદેશ મહાવીર ભગવાને
મોક્ષમાર્ગમાં કર્યો છે. શ્રીગુરુ પાસે જઈ વિનયવંત શિષ્યે પૂછયું–હે પ્રભો! જ્ઞાનની
પ્રાપ્તિ કરાવો. ત્યારે શ્રીગુરુ કૃપા કરીને તેને એમ કહે છે કે હે ભવ્ય! જ્ઞાનની પ્રાપ્તિ
અંતર્મુખ આત્મામાંથી થાય છે માટે તું બહારનું (અમારું પણ) લક્ષ છોડીને તારા
આત્માની સન્મુખ થા. પરને લક્ષ્ય બનાવતાં જ્ઞાનપ્રાપ્તિ નહિ થાય; સ્વ. આત્માને
લક્ષ્ય બનાવતાં તને જ્ઞાનપ્રાપ્તિ થશે.
અહો, જૈનશાસનનું અલૌકિક જ્ઞાન, કુંદકુંદાચાર્યદેવે પ્રસિદ્ધ કર્યું છે. અહા,
જૈનગુરુઓ કેવા પરમ નિસ્પૃહ છે! તેઓ પોતાનો પણ આશ્રય છોડવાનું કહીને
જીવને નિજ સ્વભાવનો જ આશ્રય કરાવે છે. આવા વીતરાગી નિસ્પૃહ ગુરુઓએ
બતાવેલા સત્ય મોક્ષમાર્ગનો આશ્રય છોડીને જેઓએ કુગુરુના કુમાર્ગનો આશ્રય
લીધો તેઓ પોતાના હિતને ચુકીને પોતાનું અહિત કરી રહ્યા છે. તેવા જીવો ઉપર
કરુણા કરીને આ વીતરાગી સંતોએ સત્યમાર્ગ જગતમાં પ્રસિદ્ધ કર્યો છે. ભાઈ, આ
માર્ગની આરાધનાથી જ તને મોક્ષમાર્ગનું સાચું જ્ઞાન થશે, ને અલ્પકાળમાં તારા
ભવદુઃખનો અંત આવી જશે. માટે જિનમાર્ગને જાણીને ભક્તિથી આત્માની
આરાધના કર.
• • • • •
જિનરૂપને જાણ્યું નહીં પરની કરી પંચાત,
ક્્યાંથી સુખ તુજને મળે? દુઃખી થયો દિનરાત.