Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 57
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૬૬
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 57
single page version

background image
• મહાવીર–નિર્વાણનું અઢીહજારમું મંગલવર્ષ •
[૩૬૬]
શ્રી પરમાગમ–મંદિરમાં અત્યંત ભક્તિપૂર્વક ગુરુદેવ,
મહાવીરપ્રભુની પ્રતિમા પર અંકન્યાસવિધિ કરી રહ્યા છે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ ચૈત્ર (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક નં. ૬

PDF/HTML Page 3 of 57
single page version

background image
મહાવીરભગવાનનો મહોત્સવ કેવી રીતે ઊજવવો?
અખિલ ભારત, ભગવાન મહાવીર ૨૫૦૦મા નિર્વાણમહોત્સવસમિતિ
દિલ્હી તરફથી, તીર્થક્ષેત્રોની ફિલ્મ ઉતારવા માટે પ્રવાસ કરી રહેલા ભાઈઓ,
ગતમાસમાં સોનગઢ આવેલા; તેમણે સોનગઢની ફિલ્મ ઉતારી, તેમજ મહાવીર
ભગવાનના નિર્વાણમહોત્સવ સંબંધી ગુરુદેવ (કાનજીસ્વામી) નો સંદેશ લીધો.
ગુરુદેવે સંદેશમાં જે કહ્યું તે સમસ્ત જૈનસમાજને માટે ઉપયોગી માર્ગદર્શક હોવાથી
અહીં આપીએ છીએ.
મહાવીર ભગવાને ભેદવિજ્ઞાનવડે મોક્ષદશા પ્રાપ્ત કરી છે, અને જગતને
માટે પણ તેમણે ભેદવિજ્ઞાનનો જ સન્દેશ આપ્યો છે. આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ
ચૈતન્યતત્ત્વ છે; શરીર અચેતન છે અને રાગાદિભાવો દુઃખદાયક આસ્રવ છે; તે
બંને અત્યંત ભિન્ન છે. આ પ્રમાણે આત્મા અને આસ્રવોની ભિન્નતા જાણીને,
જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ કરવી તે જ જૈનશાસનમાં મહાવીર ભગવાનનું
ફરમાન છે.
આવું ભેદવિજ્ઞાન કરવું અને તેનો પ્રચાર કરવો, તે જ મહાવીર ભગવાનનો
નિર્વાણ–મહોત્સવ ઉજવવાની સાચી રીત છે.
જીવે શુભ–અશુભ ભાવો તો અનંતવાર કર્યા છે; પરંતુ જૈનશાસનમાં
ભગવાને શુભરાગને તો પુણ્ય કહ્યું છે, અને મોહ વગરના શુદ્ધ ચેતના–પરિણામને
જ ધર્મ કહ્યો છે. ભગવાન કુંદકુંદસ્વામી પણ વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા પાસે
જઈને આ જ સન્દેશ લાવ્યા હતા. જગતના જીવો તીર્થંકરના આવા સન્દેશને
પામીને આત્મહિત કરો.
તીર્થંકર ભગવંતો જ્યાંથી મોક્ષ પધાર્યા એવા સમ્મેદશિખર, ગીરનાર,
પાવાપુરી વગેરે તીર્થની યાત્રા કરતાં તે ભગવંતોનું સ્મરણ થાય છે; એવા તીર્થોની
યાત્રા, મુનિઓનું બહુમાન, તથા સાધર્મીઓમાં પરસ્પર પ્રેમ–વાત્સલ્યનો પ્રચાર
થાય, અને જગતના જીવો વીતરાગ–વિજ્ઞાન પામીને આત્મહિત કરે,–એ જ
નિર્વાણ મહોત્સવનું પ્રયોજન છે.
જૈનસમાજમાં બધા લોકો સાથે મળીને ભક્તિ–ઉલ્લાસપૂર્વક મહાવીર
ભગવાનનો નિર્વાણ–મહોત્સવ ઊજવે–એ સારી વાત છે.
जय महावीर

PDF/HTML Page 4 of 57
single page version

background image
• •
વાર્ષિક લવાજમ વીર સં. ૨૫૦૦
ચાર રૂપિયા ચૈત્ર
વર્ષ ૩૧ ઈ. સ. 1974
અંક ૬
APRIL
રુ રુ
આનંદથી ઉજવીએ–પ્રભુના મોક્ષનો મહોત્સવ
મહાવીર ભગવાનનું નામ લેતાં પણ જૈનમાત્ર એક અનેરી
ઊર્મિ અનુભવે છે; મહાવીર–એક તો અમારા ભગવાન, બીજું એમના
નિર્વાણનું અઢીહજારમું વર્ષ, અને વળી તે નિમિત્તે અમે અમારા પ્રભુની
વાત લખીએ–એ કેવી મજાની આનંદની વાત છે:–આવી અંતરની
ઊર્મિથી ૧૮૦ જેટલા જિજ્ઞાસુઓએ મહાવીરપ્રભુ સંબંધી નિબંધ લખી
મોકલ્યા છે. ભાઈઓ ને બહેનો સૌએ હોંશથી ભાગ લીધો છે, ને એક–
એકથી ચડિયાતા લખાણો લખ્યા છે,–તે માટે સૌને ધન્યવાદ! જાણે કે
મહાવીર પ્રભુજી સામે જ હાજર હોય, મુક્તિમાર્ગ બતાવતા હોય, ને
પોતે તે પંથે જઈ રહ્યા હોય–એવી ઉર્મિલશૈલીની આ નિબંધમાળા આ
અંકથી આત્મધર્મમાં શરૂ થાય છે; તે આપને જરૂર ગમશે...ને પ્રભુના
મોક્ષનો ઉત્સવ ઉજવતાં આનંદ થશે.
(નિબંધ લખનારાઓને ધન્યવાદ સાથે ‘મહાવીર–ચંદ્રક’
ઈનામ મોકલવાનું કામ ચાલુ છે; કેટલાક મોકલાય છે, ને બીજા બધા
પણ વૈશાખ સુદ બીજ પહેલાંં મોકલાઈ જશે. મહાવીરપ્રભુ સંબંધી
નવીન લખાણો સ્વીકારવાનું ચાલુ છે. – સં.)

PDF/HTML Page 5 of 57
single page version

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
મોક્ષગામી મહાવીર ભગવાનની ઓળખાણથી
આપણને થતો મહાન લાભ
૨૫૦૦ મા મહાવીર નિર્વાણ મહોત્સવ
નિમિત્તે લખાયેલ નિબંધ (૧)
(એમ. કે. જૈન સોનગઢ)

ભગવાન મહાવીર પરમાત્મા મોક્ષદશાને પામ્યા, તેથી મારા આત્માને શું
થયું? અહા, આત્માના જ્ઞાન–આનંદમય મોક્ષપદનો જેણે નિર્ણય કર્યો, એટલે કે
રાગથી અત્યંત રહિત એવી આત્માની પૂર્ણ શુદ્ધ સિદ્ધદશા, તેમજ જ્ઞાનની પૂર્ણદશારૂપ
કેવળજ્ઞાન, –તે રૂપે થનાર આત્મા જગતમાં છે એવો જ્યાં નિર્ણય કર્યો ત્યાં પોતાના
આત્માના પૂર્ણ શુદ્ધસ્વભાવનો પણ નિર્ણય થયો, એટલે પોતે પણ તેવા પૂર્ણાનંદ
તરફ પગલાં માંડ્યા. આ રીતે ‘પ્રભુજી! તારા પગલે પગલે મારે આવવું રે’ એવા
ભાવપૂર્વક મહાવીર ભગવાનની સાચી ઓળખાણ થાય છે, ને તેમાં મોક્ષમાર્ગનો
મહાન લાભ છે. કેવળજ્ઞાનનો ને સિદ્ધપદનો જેણે નિર્ણય કર્યો, તેણે પોતાના
આત્મામાં કેવળજ્ઞાનની ને સિદ્ધપદની શરૂઆત કરી...મોક્ષમાર્ગની શરૂઆત કરી.
અતીન્દ્રિયભાવે આત્માને જાણીને જ સર્વજ્ઞ પરમાત્માની સાચી ઓળખાણ ને સ્તુતિ
થઈ શકે છે.
સર્વજ્ઞનો નિર્ણય કરતાં એવો નિર્ણય પણ તેમાં ભેગો જ આવી જાય છે કે,
મારા આત્મામાં પૂર્ણ જ્ઞાન ને આનંદ પ્રગટવાનો સ્વભાવ ભર્યો છે; રાગ મારું સ્વરૂપ
નથી કે અલ્પજ્ઞતા જેટલો હું નથી. આમ સ્વભાવ સામર્થ્યનો સ્વીકાર થતાં તે તરફનો
અપૂર્વ ઉલ્લાસ આવે છે–એટલે નિઃશંક થઈને પરિણતિ તે–રૂપ પરિણમી જાય છે, ને
રાગથી ભિન્નતા થઈ જાય છે. આવી ભેદજ્ઞાનદશા તે ભગવાનને ઓળખવાનો
મહાન અપૂર્વ લાભ છે...આત્મપ્રાપ્તિનો ઈષ્ટ લાભ છે.
મહાવીર ભગવાન! આપ સર્વજ્ઞ થયા...અહો નાથ! આપ કઈ રીતે સર્વજ્ઞ
થયા? –અંતરની ચૈતન્યશક્તિના અવલંબને આપ સર્વજ્ઞ થયા, ને અમને પણ એ
માર્ગ બતાવ્યો;

PDF/HTML Page 6 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૩ :
–તે જ આપની પ્રસન્નતા ને કૃપા છે. આપે બતાવેલા માર્ગને જાણીને હું પણ તે જ
માર્ગે ચાલ્યો આવું છું, –એ જ આપની સાચી ભક્તિ છે. આવી ભક્તિપૂર્વક મોક્ષના
માર્ગે ચાલનાર કહે છે કે મારા ઉપર ભગવાન પ્રસન્ન થયા, તેમની મહેરબાનીથી
મારા ભવભ્રમણનો અંત આવ્યો. પ્રભો! તારા માર્ગને પામીને મેં અનાદિના રાગાદિ
પરભાવોનો સાથે છોડી દીધો, ને અનંત તીર્થંકરોનો સાથ લઈને મોક્ષમાર્ગમાં ગમન
કર્યું. પ્રભો! આપને ઓળખ્યા પછી હવે અંતરના જ્ઞાનમાં આપને સાથે રાખીને જ
અમે સિદ્ધપદને સાધીએ છીએ. આપના માર્ગે મોક્ષને સાધતાં અમને ઘણો જ આનંદ
થાય છે...આપના માર્ગે ચાલતાં હવે અમારી સાધનામાં ભંગ પડવાનો નથી.
અહો, ધન્ય છે આપના માર્ગને! કેવો સુંદર છે આપનો માર્ગ! રાગનો મેલ
જેમાં નથી એવો સુંદર, વીતરાગતાથી શોભતો માર્ગ આપે પ્રકાશ્યો છે. હે મહાવીર
પ્રભુ! આપ અત્યારે ભલે ભરતક્ષેત્રમાં નથી, અઢી હજારવર્ષથી આપ સિદ્ધપદમાં
બિરાજો છો, તો પણ આપનો મંગલ માર્ગ તો અહીં શોભી જ રહ્યો છે, ને એ
માર્ગમાં અમે ભવ્યજીવો આપના પગલે પગલે આવી રહ્યા છીએ. ક્ષેત્રથી આપ ભલે
દૂર રહ્યા પણ અમારા જ્ઞાનથી આપ જરાય દૂર નથી, જ્ઞાનમાં તો આપ સાક્ષાત્
હાજરા હજૂર વિદ્યમાન છો...તેથી અમને આપનો વિરહ નથી–નથી.
પ્રભો! મોક્ષનો માર્ગ તો અનાદિથી ચાલુ જ હતો, પણ અમે અત્યારસુધી એ
માર્ગ જોયો ન હતો, અમે માર્ગ ભૂલ્યા હતા, હવે આપના શાસનમાં શ્રીગુરુઓએ
અમને એ માર્ગ બતાવ્યો, ઉન્માર્ગથી પાછા વાળીને વીરનાથના વીતરાગમાર્ગમાં
ચઢાવ્યા. અહા! આવા માર્ગમાં આવતાં જે આનંદ થાય છે–તેની શી વાત!
મહાવીરનો માર્ગ એ ખરેખર આનંદનો માર્ગ છે.
પ્રભો! આપના માર્ગને ઓળખીને આપને અમે નમ્યા, તો હવે જૈનમાર્ગ
સિવાય બીજે ક્યાંય અમારું ચિત્ત નમવાનું નથી, બીજા કોઈ માર્ગ પ્રત્યે અમારું
ચિત્ત લલચાવાનું નથી; પ્રભુ! તારા માર્ગને પામીને હવે અમારે જગત સાથે કાંઈ
પ્રયોજન રહ્યું નથી.
ભક્ત કહે છે કે–વીરપ્રભુના માર્ગને પામીને અમે વીરપ્રભુના વારસદાર
બન્યા, તો હવે મોક્ષ તરફની અમારી પરિણતિને કોણ છે રોકનાર? ‘બાપ જેવા
બેટા’ હોય છે, તો વીરપ્રભુ અમારા ધર્મપિતા, તે વીરપ્રભુનો વારસો લેવા માટે,
વીર થઈને અમે આત્માને સાધશું ને મહાવીર બનશું,–તેમાં કોઈ અમને રોકનાર
નથી. આત્માની રુચિ અને હકારના બળથી વીર થઈને મોક્ષમંડળીમાં અમારે ભળી
જવાનું છે.

PDF/HTML Page 7 of 57
single page version

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
ભગવાન મહાવીર, અશરીરી પૂર્ણ જ્ઞાન–આનંદને તો કેવળજ્ઞાન થયું
ત્યારથી પામ્યા હતા. અઢીહજાર વર્ષ પહેલાંં આસો વદ અમાસે પાવાપુરીથી પ્રભુ
અશરીરી સિદ્ધપદ પામ્યા. ઈન્દ્રોએ અને રાજાઓએ દીપ–માળ પ્રગટાવીને
નિર્વાણનો મોટો મહોત્સવ કર્યો.....એટલે કે મોક્ષપદનું બહુમાન કર્યું ‘મોક્ષનો
સાચો ઉત્સવ તો આત્મામાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયના આનંદ દીવડા પ્રગટાવીને
થાય છે. અને એવા દીવડા આત્મામાં જેણે પ્રગટાવ્યા તેણે જ ભગવાન મહાવીરને,
અને તેમના માર્ગને ઓળખ્યા છે. સાદિ–અનંતકાળના મહાન સુખનો લાભ–તે
ઓળખાણનું ફળ છે.
સાદિ–અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન–જ્ઞાન અનંત સહિત જો.
–અહો! આવું અદ્ભુતાદભ્દુત સુખ પ્રભુની ઓળખાણથી પમાય છે.
ચેતનસ્વરૂપે પ્રભુના આત્માને ઓળખતાં પોતાના આત્મામાં અનંતગુણનો મધુરો
ચૈતન્યરસ એકસાથે વેદનમાં આવે છે....આત્મા એકદમ શાંત–શાંત સ્વભાવે
પરિણમી જાય છે. પૂર્વે કદી ન અનુભવેલી શાંતિ તેમાં અનુભવાય છે.
પ્રભો! ચેતનભાવે આપને ઓળખતાં ખબર પડી કે અમે પણ તમારા જ
કુળના (ચેતનસ્વરૂપ) છીએ. રાગથી ભિન્ન પડીને મોક્ષને સાધવા નીકળ્‌યા, તે હવે
પાછા ન ફરીએ તે અમારા તીર્થંકરોના કૂળની ટેક છે; મોક્ષને સાધવો તે અમારા
કૂળનો વટ છે....પ્રભુ! તારા માર્ગમાં આવ્યા, હવે અપ્રતિહતપણે અભૂતપૂર્વ એવું
કેવળજ્ઞાન લીધે જ છૂટકો. ‘વીરના લઘુનંદન’ અમે પણ વીર છીએ. (નાનું પણ
સિંહનું બચ્ચું!)
જે જાણતો અરહંતને ગુણ–દ્રવ્યને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.
વીરનિર્વાણના આ અઢીહજારમા મંગલવર્ષમાં આત્માની પ્રાપ્તિ થાય,
અનુભૂતિ થાય, એના જેવો બીજો કોઈ લાભ જગતમાં નથી. ચૈતન્યની અપૂર્વ
શાંતિમાં આવવાનો વીરપ્રભુનો હુકમ છે; એ જ વીરનું શાસન છે. અહા,
વીરશાસનમાં બતાવેલો આત્મા તો અતીન્દ્રિયઆનંદનો મોટો પહાડ છે, તેમાં ઊંડે
ઊતરતાં પરમ શાંતરસનું વેદન થાય છે. –એના મહિમાનું શું કહેવું? આ આત્માની
કીર્તિ જગતમાં ત્રણેકાળ ફેલાયેલી છે, ચૈતન્યતત્ત્વ સર્વત્ર વિજયવંત વર્તે છે. અનંત
ગંભીર ભાવોથી ભરેલું આવું જ્ઞાનતત્ત્વ હું છું, જ્ઞાનને મારા જ્ઞાનમાં જ જોડીને હું
મને જ્ઞાનપણે અનુભવું છું –આ જ વીરનાથની

PDF/HTML Page 8 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૫ :
સાચી ઉપાસના છે ને આ જ મુક્તિનો મહોત્સવ છે, આ જ દીવાળીની મંગલ બોણી છે.
અહા, આત્માને આનંદનો લાભ થાય–એના જેવી ઉત્તમ બોણી બીજી કઈ હોય?
ભગવાનના શાસનમાં આનંદમય સમતારસનું પાન કરીને આત્મા તૃપ્ત–તૃપ્ત થાય છે.
ભગવાન ભેટ્યા....હવે ભવ કેમ હોય? ભગવાન અને ભક્તની એવી સંધિ છે કે ભક્ત
પણ અલ્પકાળમાં ભગવાન થઈ જાય છે. બસ, ભગવાન થવા માટે, વીરપ્રભુના આ
અઢીહજારમા મંગલવર્ષમાં અમારા આત્મામાં મોક્ષમાર્ગના મંગળ દીવડા પ્રગટો–એવી
વીરપ્રભુની આશીષ લઉં છું. વીરપ્રભુ જેવું અમારું જીવન બનો.
જય મહાવીર
ઘણા લોકો સ્વર્ગના દેવની વાત સાંભળે ત્યાં આશ્ચર્ય પામે છે,
પણ ભાઈ! એ સ્વર્ગ કાંઈ આશ્ચર્યકારી વસ્તુ નથી, તું પોતે અનંતવાર
ત્યાં જઈ આવ્યો છો. સ્વર્ગના અસંખ્ય અવતાર થાય ત્યારે મનુષ્યનો
એક જ અવતાર થાય; બીજી રીતે કહીએ તો જીવોમાંથી અસંખ્યજીવો
જ્યારે સ્વર્ગમાં જાય ત્યારે માત્ર એક જીવ મનુષ્યમાં અવતરે. આવું મોંઘું
મનુષ્યપણું છે; ને દેવપણું તો તેના કરતાં અસંખ્યગણું સસ્તું છે.
આત્માના અજ્ઞાનથી ચારગતિમાં ભમતા જીવે સૌથી વધુ ભવ
એકેન્દ્રિયાદિ તિર્યંચગતિમાં કર્યાં છે; તે ઉપરાંત મનુષ્ય, નરક અને
સ્વર્ગના અવતાર પણ અનંતવાર કર્યાં છે; તેમાંય મનુષ્ય કરતાં નરકનાં,
ને નરક કરતાંય સ્વર્ગના અવતાર અસંખ્યગુણા કર્યા છે. સરેરાશ અસંખ્ય
અવતાર સ્વર્ગના ને નરકના કરે ત્યારે એક અવતાર મનુષ્યનો મળે;
આવી મનુષ્ય અવતારની દુર્લભતા છે. ને આવા દુર્લભ મનુષ્ય અવતારમાં
પણ જૈનધર્મનો વીતરાગી ઉપદેશ સાંભળવા મળવો બહુ દુર્લભ છે. આવો
દુર્લભ મનુષ્ય અવતાર અને વીતરાગી જૈનધર્મનો ઉપદેશ તને અત્યારે
મહાભાગ્યે મળ્‌યો છે, તો હવે તું શીઘ્ર જાગ, ચેતીને સાવધાન થા, ને
આત્માની ઓળખાણ વડે સમ્યગ્જ્ઞાન પ્રગટ કરીને ભવદુઃખનો અંત કર.

PDF/HTML Page 9 of 57
single page version

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
જય સીમંધર–મહાવીર–શાંતિનાથ–નેમિનાથ
રાજકોટ શહેરના પ્રવચનોની પ્રસાદી
ચૈત્ર સુદ ૧ થી ચૈત્ર સુદ ૪
ગુરુદેવે ચૈત્ર સુદ એકમની સવારમાં સોનગઢમાં સીમંધરપ્રભુના દર્શન
કરીને સવારે ૮ વાગે રાજકોટમાં સીમંધરપ્રભુનાં દર્શન કર્યા...અહા!
જીવનમાં સર્વત્ર જિનવરદેવ સાથે ને સાથે જ છે. રાજકોટમાં મંગળ
પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે અતીન્દ્રિય આનંદનો નાથ આત્મા છે, તે મંગળ
છે, તેમાં પરભાવનું કર્તા–ભોક્તાપણું નથી. આવું જ્ઞાન તે રાગથી છૂટું
પડેલું વિશુદ્ધજ્ઞાન છે.

આવા સર્વવિશુદ્ધજ્ઞાનનો આત્મામાં પ્રવેશ થાય એટલે કે આત્મામાં આવી
જ્ઞાનદશા પ્રગટે તે અપૂર્વ મંગળ છે. જ્ઞાનભાવ અપૂર્વ અતીન્દ્રિય આનંદ સહિત છે, તેને
પોતાના આનંદવેદનમાં કોઈ દેવ–ગુરુના રાગનોય આશરો નથી. રાગાદિના કર્તા–
ભોક્તાપણાનો નાશ કરીને તે જ્ઞાન પ્રગટ્યું છે.
સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે કે આનંદસ્વરૂપ
ચૈતન્યતત્ત્વ છે તેને શોધવા જીવ જ્યાં અંતરમાં જાય છે ત્યાં તેને રાગનું કર્તૃત્વ છૂટી
જાય છે. રાગના વેદનવડે ભગવાન આત્મા જણાય નહિ.–પછી તે રાગ દેવ–ગુરુ તરફનો
હોય, –પણ જ્ઞાનમાં તો તે રાગના કર્તૃત્વનો નાશ થઈ ગયો છે.
જુઓ, સોનગઢમાં હમણાં જે પરમાગમની પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો,
તે પરમાગમ આ વંચાય છે. તે પરમાગમમાં કહેલું ભાવશ્રુતજ્ઞાન કેવું છે. તે ઓળખતાં
આત્મામાં ભાવ–પરમાગમની સ્થાપના થાય છે. ચૈતન્યના અનુભવના મશીનથી
ધર્મીના આત્મામાં ભાવશ્રુત–પરમાગમ કોતરાઈ ગયાં છે. એનો આત્મા પોતે
જ્ઞાનપૂંજપણે પ્રગટ્યો

PDF/HTML Page 10 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૭ :
છે. એની અનુભવ–વાણી એ જ પરમાગમ છે. ધ્રુવતત્ત્વનું ધ્યેય જેણે બાંધ્યું તે ધર્મી
જીવને ભવ હોતા નથી; કદાચ એકાદ બે ભવ હોય તો તે ચૈતન્યની આરાધના સહિતના
જ હોય છે, આરાધના પૂરી કરીને તે અલ્પકાળમાં મોક્ષ પામે છે. –આ રીતે મોક્ષનું
માંગળિક કર્યું.
(સમયસાર–સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર: કળશ: ૧૯૩)
પ્રભુ! તેં કદી નહીં સાંભળેલી, કદી નહીં જાણેલી, કદી નહીં અનુભવેલી વાત
સંતો તને આ સમયસાર પરમાગમમાં દેખાડે છે; અહો, આવા વીતરાગી પરમાગમ
સોનગઢમાં પરમાગમમંદિરમાં કોતરાઈ ગયાં છે. ખાસ મશીનથી આરસમાં અક્ષરોની
આવી કોતરણી ભારતમાં પહેલવહેલી જ છે. ગુરુદેવ પરમાગમમંદિરનો મહિમા કરતાં
કહે છે કે અહો, એ પરમાગમ–મંદિર જોવા જેવું છે...ભારતમાં તે અજોડ છે. અંદરમાં, તે
પરમાગમના વાચ્યરૂપ આત્મા છે તે અજોડ છે, તેની રુચિના સંસ્કાર પાડીને તેનો
અનુભવ કરવા જેવું છે. આવા અનુભવ વગર કોઈ વિષયોમાં સુખ માને કે કોઈ
શુભરાગમાં ધર્મ માને–એ બધાય મિથ્યામાર્ગમાં છે. બાપુ! તારું ચૈતન્યતત્ત્વ જ્ઞાનપુંજ
છે, તેનો અનુભવ કરતાં રાગનાં પડદા તૂટી જાય છે, ચૈતન્યપુંજમાં રાગાદિનું કર્તા–
ભોક્તાપણું રહેતું નથી. આનંદની લહેરસહિત ભગવાન આત્મા અનુભવમાં પ્રગટ થાય
છે, –એનું નામ સમ્યગ્દર્શન છે. અંદર આવા આત્માની હવા આવે ત્યાં તો આખું ધ્યેય
પલટી જાય છે. જગતના જીવો તેને કાલો કહે કે ઘેલો કહે, પણ એને જગતની દરકાર
નથી, તે તો અંદર આનંદની લહેરનો સ્વાદ લેતો લેતો મોક્ષના માર્ગમાં પ્રભુના પંથે
ચાલ્યો જાય છે. જગત એને ક્્યાંથી ઓળખશે? બાપુ! આત્માના ભાન વગર ક્ષણેક્ષણે
જગતના જીવો મોહથી મરી રહ્યા છે. એની તો જીંદગી આત્માના જ્ઞાન વગર નિષ્ફળ
ચાલી જાય છે. આત્મજ્ઞાનપૂર્વક દેહ છૂટે તેનો અવતાર સફળ છે. દેહથી ભિન્ન ચૈતન્યના
ભાવપૂર્વક દેહ છૂટ્યો, તે હવે અશરીરી સિદ્ધપદને પામશે.
સમ્યગ્દર્શન થતાં અનુભૂતિમાં આત્માના આનંદનો જે સ્વાદ આવ્યો તેના દ્વારા
ધર્મી પોતાના પૂર્ણાનંદસ્વભાવને શ્રદ્ધામાં લ્યે છે....કે અહા! આવા આનંદથી આખુંય
ભરેલું મારું સત્ત્વ છે. આવા સ્વાદનો નમૂનો ચાખ્યા વગર એકલા અનુમાન દ્વારા તેને
જાણી શકાય નહિ. સ્વસંવેદનવડે નમૂનો ચાખે ત્યારે જ આખો સ્વભાવ કેવો છે તેની
ખરી ખબર પડે. અહા, જેના એક અંશમાં આટલો આનંદ! ને આટલી શાંતિ! તેના પૂરા
સ્વભાવની શી વાત! આવા સ્વભાવની સન્મુખ થઈને જ્ઞાનપરિણતિરૂપે જે આત્મા
પરિણમ્યો, તે આત્મા પોતાની તે શુદ્ધ જ્ઞાનપરિણતિમાં તન્મય છે, એટલે
રાગાદિભાવોમાં

PDF/HTML Page 11 of 57
single page version

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
તે તન્મય નથી, તેથી તેને રાગાદિનું કર્તા–ભોક્તાપણું નથી.
જેટલો શુદ્ધભાવ પ્રગટ્યો તેની અપેક્ષાએ તેને વિકારનું અકર્તા–અભોક્તાપણું
છે; પણ હજી પર્યાયમાં સાધકને જેટલા રાગાદિ બાધકભાવો છે તેટલું કર્તા–
ભોક્તાપણાનું અશુદ્ધ પરિણમન છે, ને તેટલો પોતાનો અપરાધ છે એમ પણ ધર્મી
જાણે છે. એક આત્માના પરિણમનમાં, એકસાથે શુદ્ધતા ને અશુદ્ધતા, એકસાથે
અકર્તાપણું ને કર્તાપણું, એકસાથે સુખ ને દુઃખ,–એ વાત અંર્તદ્રષ્ટિના અનેકાંતન્યાય
વડે જ સમજાય તેવી છે. અહો, આત્મતત્ત્વ આશ્ચર્યકારી છે કે એક તરફથી જોતાં તે
એકલા શાંત ચૈતન્યરસમાં જ લીન દેખાય છે, ને બીજા તરફથી તેમાં અશાંતિ પણ
દેખાય છે.
જો એકલી શાંતિ જ હોય, ને અશાંતિ સર્વથા હોય જ નહિ તો પૂર્ણદશા થઈ ગઈ,
એટલે સાધકદશા ન રહી, નય પણ ન રહ્યા.
જો પોતાની પર્યાયમાં એકલી અશાંતિ જ દેખાય, ને શાંતિ જરાય ન વેદાય, તો
ત્યાં સાધકદશા જ નથી, ત્યાં તો અજ્ઞાનદશા છે; તેને પણ સાચા નય હોતાં નથી.
સાધકદશા જ એવી વિચિત્ર છે કે જેમાં એક સાથે શાંતિ અને અશાંતિ બંને
ભાવો વર્તે છે, ને સાચા નયથી ધર્મી તેને બરાબર જાણે છે. મારી પરિણતિ મોહથી
મલિન છે એમ પણ તે જાણે છે, ને મોહ વગરના સમ્યક્ત્વાદિ શુદ્ધભાવો પણ પ્રગટ્યા
છે–તેને પણ ધર્મી જાણે છે. અને તે બંને ભાવોનું વેદન પણ પોતાની પર્યાયમાં છે. જ્યારે
શુદ્ધજ્ઞાનપરિણામ સાથે આત્માને અભેદ કરીને જોવામાં આવે છે. ત્યારે તેમાં રાગાદિ
કોઈ ભાવોનું કર્તા–ભોક્તાપણું નથી. આવી અનુભૂતિને ‘સર્વવિશુદ્ધજ્ઞાન’ કહેવાય છે,
અને તે મંગળ છે.
પરમાગમમાં વીતરાગરસનાં અમૃત વરસી રહ્યા છે
રાજકોટમાં ગુરુદેવના પ્રવચનમાં સવારે સમયસારનો સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર
વંચાતો હતો, ને બપોરે પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથા વંચાતી હતી. એકકોર
જ્ઞાનરસનું ઘોલન, ને બીજીકોર વીતરાગતાના રસનું ઘોલન જિનવાણીમાંથી નીતરતું
હતું. રાજકોટમાં એકસાથે બે ધોધ આવ્યા–એક તો પાણીનો ધોધ આવ્યો, ને બીજો
જિનવાણીના અમૃતનો ધોધ આવ્યો...અશાંત તરસી જનતા તૃપ્ત–તૃપ્ત થઈ...અરે,
અમૃતના સ્વાદ પાસે લોકો પાણીને તો જાણે ભૂલી ગયા...જુગજૂની અશાંતિ તો કોણ
જાણે ક્્યાં ભાગી

PDF/HTML Page 12 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૯ :
ગઈ! વાહ રે વાહ ચૈતન્યતત્ત્વ! જ્યાં તારા શાંતરસનું ઘોલન ચાલતું હોય, જ્યાં
ધોધમાર શાંતરસ વરસતો હોય ત્યાં જગતનું કોઈ દુઃખ કેમ રહે? રાગ–દ્વેષમાં
દુઃખ છે, વીતરાગતામાં તો મધુરી શાંતિ છે–
–તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે, તે ભવ્ય ભવસાગર તરે.
વાહ રે, વાહ! જુઓ તો ખરા કુંદકુંદપ્રભુની મીઠી વાણી! એકલો
વીતરાગરસ એમાં નીતરી રહ્યો છે.
સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર કહો, કે પરમાગમનું તાત્પર્ય કહો, તે
વીતરાગભાવ જ છે. ખરેખર વીતરાગપણું જ સાક્ષાત્ મોક્ષમાર્ગમાં અગ્રસર છે.
અને તેની પાસે તો અરિહંતાદિનો રાગ તે પણ અંતરના દાહનું કારણ છે. –આમ
સમજીને સાક્ષાત્ મોક્ષનો અભિલાષી મહાત્મા, ચૈતન્યતત્ત્વના વીતરાગી અમૃતમાં
લીન થઈને, સઘળા પ્રત્યેના સમસ્ત રાગને છોડે છે; એ રીતે દુઃખથી બળબળતા
ભવસાગરને પાર કરીને તે ઉત્તમ મોક્ષસુખને અનુભવે છે.
અહો, આવું વીતરાગપણું જયવંત વર્તો. તે ત્રણલોકમાં સારરૂપ છે.
‘તીન ભુવનમેં સાર, વીતરાગ વિજ્ઞાનતા. ’
અરિહંતાદિ પરદ્રવ્ય પ્રત્યેની ભક્તિનો જરાક પણ રાગ રહી જાય, તો તે
સાક્ષાત્ મોક્ષને અંતરાય કરનાર છે–એમ આચાર્યદેવે ૧૭૧ મી ગાથામાં પ્રસિદ્ધ
કર્યું છે. ને પછી આ ૧૭૨ મી ગાથામાં સમસ્ત રાગ છોડીને વીતરાગતાનો ઉપદેશ
આપ્યો છે.
અરે, સૂક્ષ્મરાગ વડે પણ જીવની પરિણતિ કલંકિત થાય છે; રાગના
અંગારામાં સેકાતો જીવ દુઃખી થાય છે. અરે, રાગમાં તે શાતિ કેમ હોય? રાગના
સૂક્ષ્મવેદનને પણ ધર્મીજીવ દુઃખ અને બળતરા જાણે છે; –પછી ભલે તે રાગ
ભગવાન પ્રત્યેનો હોય. અરે, આ વાત કોને બેસે? કે અંતરમાં રાગથી પાર
ચૈતન્યની વીતરાગી શાંતિનો સ્વાદ જેણે ચાખ્યો હોય, તેને રાગમાં બળતરા અને
દુઃખ જ લાગે. અરે, રાગ અને વીતરાગતાના સ્વાદ વચ્ચેનો તફાવત પણ જે ન
જાણે તે રાગથી ભિન્ન ચૈતન્યશાંતિને ક્યાંથી અનુભવશે? અને એવા અનુભવ
વગર પરમાર્થ–સિદ્ધભક્તિ પણ હોતી નથી.

PDF/HTML Page 13 of 57
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
પરમાર્થ સિદ્ધભક્તિ, કે જે મોક્ષનું કારણ છે તે કેવી છે? શુદ્ધાત્મતત્ત્વમાં લીન
એવા શુદ્ધોપયોગ વડે રાગનો સર્વથા નાશ થાય છે, ને સર્વ રાગનો નાશ થતાં જીવને
પરસંગ અને પરભાવ વગરની શુદ્ધ આત્મદશા પ્રગટે છે, તેનું નામ પરમાર્થ સિદ્ધભક્તિ
છે, ને તેના વડે જીવ સિદ્ધિને પામે છે. સિદ્ધપ્રત્યેનો શુભરાગ તે કાંઈ પરમાર્થ
સિદ્ધભક્તિ નથી; તે રાગ તો મોક્ષનો અંતરાય કરનારો છે.
તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની,
સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. (૧૬૯)
બાપુ! રાગનો પ્રેમ કરી કરીને તો અનંતકાળથી તું ભવસાગરમાં ગોથા ખાઈ
રહ્યો છે ને કલેશમાં બળી રહ્યો છો. વીતરાગતાના અમૃતરસને એકવાર ચાખ....તો તને
મોક્ષમાર્ગ હાથમાં આવે.
૦ મોક્ષને માટે વીતરાગતા કર્તવ્ય છે.
૦ વીતરાગતા માટે સ્વદ્રવ્યનો આશ્રય કર્તવ્ય છે.
૦ સ્વદ્રવ્યના આશ્રયે મોક્ષ છે, ને પરદ્રવ્યના આશ્રયે સંસાર છે.
૦ મોક્ષપ્રાભૃતમાં આચાર્યદેવ કહે છે કે–
પર દ્રવ્યરતને દુર્ગતિ, ઉત્તમ ગતિ સ્વદ્રવ્યથી;
એ જાણી નિજમાં રત બનો, વિરમો તમે પરદ્રવ્યથી.
અનંત તીર્થંકરોએ કહેલો, મોક્ષનો આ સત્યાર્થ ઈષ્ટ ઉપદેશ કુંદકુંદસ્વામીએ
પરમાગમોમાં પ્રસિદ્ધ કર્યો છે.
બાપુ! પરદ્રવ્યના આશ્રયે તો રાગ થશે, તે રાગનું વેદન તને શાંતિ નહીં આપે.
(રાગ આગ દહે સદા, તાતેં, સમામૃત, સેવીએ.) જેમ અગ્નિ છે તે દાહ ઉત્પન્ન કરનાર
છે,–પછી તે અગ્નિ લીમડાના લાકડાનો હોય કે ચંદનના લાકડાનો હોય; ચંદનના
લાકડાનો અગ્નિ પણ બાળે જ છે. તેમ રાગ તે જીવને બળતરા કરનાર છે,–પછી તે રાગ
અશુભ હોય કે શુભ હોય; અરિહંતાદિ પ્રત્યેનો શુભ રાગ પણ જીવને અશાંતિનું જ
કારણ છે. અરે બાપુ! પરદ્રવ્યના આશ્રયે તે કાંઈ શાંતિ હોય? અંદર તારું સ્વદ્રવ્ય
અતીન્દ્રિય આનંદથી છલોછલ ભરેલું છે તેમાં ઉપયોગને એકાગ્ર કરીને વિશ્રાંતિ લે; તેમાં
જ પરમ શાંતિ છે, ને તે જ મોક્ષનું કારણ છે. મોક્ષને માટે તો સર્વે પ્રત્યેના સર્વ રાગનો
સર્વથા ક્ષય કરવા જેવો છે. કોઈ પણ પ્રત્યેનો જરાય રાગ

PDF/HTML Page 14 of 57
single page version

background image
ચૈતન્યના શાંત–અબંધસ્વરૂપનું જેને વેદન થયું તેને રાગભાવો બંધરૂપ જ લાગે
છે. હજી જ્ઞાનીને રાગ થાય ખરો, પણ તે રાગના વેદનમાં તેને જરાય શાંતિ નથી
લાગતી. રાગના કાળેય અંશે શુદ્ધ પરિણતિની શાંતિ તો તેને સદાય વર્તતી હોય છે.
એકકોર ચૈતન્યના આનંદના ઉછાળા, ને બીજીકોર રાગનો કલેશ,–બંને સાથે રહેવામાં
સાધકને વિરોધ નથી. ભક્તિ વગેરેનો રાગ આવે, વિકલ્પ આવે, પણ શાંતિના આધારે
તે રાગ નથી, ને રાગના આધારે જરાય શાંતિ નથી; બંને સાથે હોવા છતાં તેઓ
એકબીજાના આધારે નથી. એકમાં શુદ્ધસ્વતત્ત્વનો આશ્રય છે, ને બીજામાં પરદ્રવ્યનો
આશ્રય છે. બાપુ સ્વદ્રવ્યના આશ્રયે વીતરાગતાનો નિર્ણય તો એકવાર કર. મોક્ષમાર્ગ
વીતરાગભાવરૂપ જ છે; રાગરૂપ મોક્ષમાર્ગ નથી–આવા માર્ગની પ્રસિદ્ધિ ભગવાનના
શાસનમાં જ છે. ને આવો માર્ગ તે જ ઈષ્ટ માર્ગ છે.
મહાવીર પ્રભુનો દીક્ષા–કલ્યાણક
ચારિત્ર આશ્રમમાં વીતરાગચારિત્રનો આનંદકારી મહોત્સવ

ફાગણ સુદ ૧૧: સોનગઢમાં ચાલી રહેલ ભવ્ય પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવમાં વીરપ્રભુની દીક્ષાનો કલ્યાણક પ્રસંગ દેખીને આંખો ધન્ય બની...
આત્મા પાવન થયો.
લગ્ન કરવા માટે ત્રિશલામાતાજીએ ઘણું ઘણું મનાવ્યા છતાં તેનો અસ્વીકાર
કરીને, ૩૦ વર્ષની વયે મહાવીરપ્રભુ મુનિ થયા. જાતિસ્મરણજ્ઞાન થતાં વૈરાગ્ય
પામી સંસાર છોડ્યો; લૌકાંતિક દેવોએ તથા ઈન્દ્રોએ આવીને પ્રભુની દીક્ષાનો
ઉત્સવ કર્યો. એ બધા દ્રશ્યો સવારમાં નીહાળ્‌યા; ત્યારપછી દીક્ષાપ્રસંગે વનગમન
માટે પ્રભુની ભવ્ય સવારી નીકળી. જૈનધર્મનો આવો પ્રભાવ દેખીને લોકો સ્તબ્ધ
બની જતા હતા. આજે બહારથી આવેલા યાત્રિકોની સંખ્યાનો અંદાજ એકવીસ
હજાર જેટલો બોલાતો હતો. પ્રભુની દીક્ષાવિધિ સોનગઢના ચારિત્ર–આશ્રમમાં
આવેલા એક સુંદર આમ્રવૃક્ષ નીચે થઈ હતી.

PDF/HTML Page 15 of 57
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
તીર્થંકર પ્રભુની દીક્ષાનો મહોત્સવ એટલે તો બસ! મોક્ષનો જ મહોત્સવ!
ચારિત્રઆશ્રમના વિશાળ પ્રાંગણમાં નીચે–ઉપર અગાશીમાં કે ખોરડા ઉપર સર્વત્ર
ઊભરાતી જનમેદની એમ પ્રસિદ્ધ કરતી હતી કે અવ્યક્તપણે પણ જગતને
વીતરાગતા વહાલી છે. જ્યાં રાગ–દ્વેષની કોઈ વાત ન હતી એવો આ
વીતરાગતાનો મહોત્સવ ૨૫–૩૦ હજાર માણસો ઉત્સુકતાથી નીહાળી રહ્યા હતા, તે
એમ પ્રસિદ્ધ કરે છે કે વીતરાગતા જ સૌથી શ્રેષ્ઠ છે ને તે જ જગતને માટે ઈષ્ટ છે.
આવી વીતરાગતારૂપ સમભાવને વીરપ્રભુએ આજે ધારણ કર્યો–તેમને તેવા જ
ભાવથી અમારા નમસ્કાર છે.
પ્રભુના દીક્ષાપ્રસંગ બાદ તે દીક્ષાવનમાં જ વીતરાગી મુનિદશા પ્રત્યે અત્યંત
ભક્તિથી ગુરુદેવે જે વૈરાગ્યભાવના વ્યક્ત કરી–તે અહીં વાંચીને આપનું ચિત્ર પણ
વૈરાગ્યની શીતળ લહેરીઓની કોઈ અનેરી ઠંડક અનુભવશે.
દીક્ષાવનમાં વૈરાગ્યરસઝરતું પ્રવચન
ભગવાન મહાવીરપ્રભુના દીક્ષાકલ્યાણક પ્રસંગે પોતાની વૈરાગ્યભાવના
મલાવતાં ગુરુદેવ કહે છે કે અહો! અમને એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? ક્્યારે
અમે બાહ્ય અને અંતરમાં નિર્ગ્રંથ થઈને તીર્થંકરોના મુનિમાર્ગમાં વિચરશું?
ભગવાનને આત્માનું જ્ઞાન તો પૂર્વે અનેક ભવથી હતું; આજે પ્રભુ સંસારથી
વિરક્ત થઈને મુનિ થયા, ને દીક્ષા લઈને સ્વરૂપમાં અપ્રમત્ત શુદ્ધોપયોગી થઈને ઠર્યા,
ત્યાં સાતમું ગુણસ્થાન પ્રગટ્યું, મન: પર્યયજ્ઞાન પ્રગટ્યું. અહો! જ્યાં શત્રુ–મિત્ર પ્રત્યે
રાગ–દ્વેષ નથી, નિર્ભયપણે જંગલના વાઘસિંહ વચ્ચે પણ આત્માના ધ્યાનમાં લીનપણે
અડોલ રહીએ–એવી ધન્ય દશા ક્યારે આવશે?
–આવી ભાવના કોણ ભાવે? જેણે ભિન્ન આત્માના ચૈતન્યના આનંદસ્વાદને
ચાખ્યો હોય. દર્શનમોહનો નાશ કરીને દેહથી ભિન્ન ચિદાનંદતત્ત્વ જેણે અનુભવમાં લીધું
છે–એવા ધર્મીજીવ તેમાં ઠરવાની ભાવના ભાવે છે. કોઈ નિંદા કરો કે પ્રશંસા કરો,
તેનાથી અમારી હીનતા કે અધિકતા નથી. અમે તો રાગ–દ્વેષ રહિત અમારા ચૈતન્યના
સમરસનું પાન કરશું. ‘રાગ આગ દહે સદા, તાતેં સમામૃત સેઈએ. ’ અમે તો અમારા
ધ્રુવ ચિદાનંદસ્વરૂપમાં આસન લગાવીને વીતરાગપણે બેઠા છીએ–આવી અદ્ભુત
યોગીદશા મુનિઓને હોય છે. સ્વર્ગનાં અમૃતભોજન પણ જેની પાસે તુચ્છ છે એવા

PDF/HTML Page 16 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૩ :
ચૈતન્યના અમૃતભોજન તો સમ્યગ્દ્રષ્ટિનેય હોય છે, પણ મુનિપણામાં તો ઘણી વીતરાગી
લીનતા થઈ જાય છે. એવી ધન્યદશા ભગવાન મહાવીરપ્રભુને આજે પ્રગટી.
સામે આમ્રવૃક્ષ નીચે મહાવીર–મુનિરાજ ધ્યાનમાં બિરાજી રહ્યા છે. ચારેકોર
હજારો સભાજનો બેઠા છે. ને ગુરુદેવ સૌને અદ્ભુત ચારિત્રભાવનામાં ઝુલાવી રહ્યા છે.
મહાવીરનાથની છાયામાં ચારિત્રના આશ્રમમાં બેઠાબેઠા ૨૫ હજાર ભવ્યજીવો
મુનિદશાના અત્યંત મહિમાપૂર્વક શ્રીગુરુમુખેથી ઝરતા ચારિત્રના વીતરાગરસનું પાન
કરી રહ્યા છે.
ગુરુદેવ કહે છે કે: જેને મોક્ષ પામવો હશે તેણે આવી ચારિત્રદશા અંગીકાર કર્યે
જ છૂટકો છે. અહો, ચારિત્રમાં આનંદનું વેદન છે. માતાના પેટમાં પણ સમકિતી જીવને
આત્માના અતીન્દ્રિય આનંદનું વેદન હોય છે; તે જ્યારે વૈરાગ્ય પામીને દીક્ષા લ્યે ને
ધ્યાનમાં ઠરે–તે વખતના આનંદની શી વાત? તીર્થંકર ભગવાન દીક્ષાપ્રસંગે ‘णमो
सिद्धाणं’ કહીને સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરે છે. દીક્ષા પછી તરત નિર્વિકલ્પ ધ્યાનમાં
અપ્રમત્તદશા પ્રગટે છે. વાહ, એ આનંદદશા એવી છે કે ઘોર ઉપસર્ગ કે પરિષહ વખતેય
તે ડગતા નથી. આત્માના જ્ઞાન પછી ઘણી વીતરાગી સ્થિરતા વધી જાય ત્યારે આવી
ચારિત્રદશા પ્રગટે છે; તેમાં અપાર શાંતિ છે. સમકિતીને ચોથા ગુણસ્થાનેય અતીન્દ્રિય
શાંતિ તો છે, પણ મુનિદશામાં તો તે શાંતિ ઘણી જ વધી જાય છે, શાંતિની રેલમછેલ
ચારિત્રદશામાં હોય છે: અહો! આવી ચારિત્રદશા અમને ક્યારે આવે!–એમ ધર્મી
ભાવના ભાવે છે.
ચૈતન્યનું ધ્રુવધામ એવું સ્થાન છે કે જ્યાં આનંદ પાકે છે. અમારા અસંખ્ય પ્રદેશી
ચૈતન્યક્ષેત્રમાં અતીન્દ્રિય આનંદના પાક પાકે છે. અમારો આત્મા જ આખો સુખધામ છે,
પછી બીજું શું કામ છે? ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ. ’
અનંત તીર્થંકરો જે પંથે વિચર્યા તે પંથે અમે વિચરનારા છીએ. આત્માનો અકંપ
–સ્વભાવ છે; આત્માના અનંતગુણોનો અંશ સ્વાનુભૂતિમાં પ્રગટે છે. મોક્ષમાર્ગ તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સહિત છે; તે શુદ્ધોપયોગી ચારિત્રદશા વખતે બહારમાં પણ
દિગંબરદશા જ હોય છે એ વાત તો જગતમાં પ્રસિદ્ધ છે. આવા પ્રસિદ્ધ મુનિમાર્ગને આજે
મહાવીર ભગવાને અંગીકાર કર્યો; પ્રભુ આજે પરમેષ્ઠીપદમાં બિરાજ્યા.
આવા મહાવીર મુનિરાજ પરમ–પ્રશાંતમુદ્રામાં ચારિત્રઆશ્રમમાં બિરાજી રહ્યા
છે. ઠસોઠસ ભરાઈ ગયેલા ચારિત્રઆશ્રમમાં ૨૫–૩૦ હજાર ભવ્યજીવો પરમ
ભક્તિપૂર્વક

PDF/HTML Page 17 of 57
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
ચારિત્રદશાને અનુમોદી રહ્યા છે. ખરેખર! ચારિત્રદશા જગતમાં સર્વશ્રેષ્ઠ છે–એ વાત
વીરનાથમુનિરાજ મૌનપણે જગતમાં પ્રસિદ્ધ કરી રહ્યા છે.
વિશેષમાં એ પણ હર્ષની વાત છે કે સોનગઢમાં પ્રભુના દીક્ષાકલ્યાણકનો પ્રસંગ
જ્યાં થયો તે સ્થાનનું નામ પણ ‘રત્નાકર ચારિત્રાશ્રમ’ છે. ખરેખર આ ચારિત્રનો જ
આશ્રમ છે. જ્ઞાન–દર્શનપ્રધાન શુદ્ધોપયોગનો આશ્રમ કેવો અદ્ભુત–શાંત હોય તેનું
તાદ્રશ વાતાવરણ અહીં દ્રશ્યમાન થાય છે.
સોનગઢમાં શ્વેતાંબર સમાજના ભાઈઓએ પોતાની ચારિત્રઆશ્રમ–સંસ્થાનો
સદુપયોગ મહાવીરપ્રભુના દીક્ષાકલ્યાણક માટે કરવામાં સહકાર આપ્યો તે પણ એક
ખુશીની વાત છે. દિગંબર જૈનસમાજનો આવો એક ભવ્ય કલ્યાણક મહોત્સવ શ્વેતાંબર
જૈનસમાજની સંસ્થામાં ઉજવાય ને સુંદર સહકારભર્યું વાતાવરણ ફેલાય તે
મહાવીરપ્રભુના આ ૨૫૦૦ મા નિર્વાણ મહોત્સવ માટે એક ઘણી સારી નિશાની છે.
સોનગઢના આ પ્રસંગને અનુસરીને ભારતભરમાં સર્વે તીર્થોમાં ને સર્વે ગામમાં આવું
સહકારભર્યું વાતાવરણ ફેલાય–તો કેવું ઉત્તમ!!
ચારિત્રઆશ્રમમાં ભગવાનના ચારિત્રનો ધન્ય પ્રસંગ બનતાં ચારિત્રઆશ્રમ
ખરેખર ચારિત્રનો આશ્રમ બન્યો. અહા, તીર્થંકરભગવાનની સાથે જાણે આપણેય
ચારિત્રદશા લઈ લઈએ! એવી હૃદયોર્મિ ઊછળતી હતી–
તસુ શુદ્ધ દર્શનજ્ઞાનમુખ્ય પવિત્ર આશ્રમ પામીને,
પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને.
આવી ઉત્તમ ભાવનાપૂર્વક ચારિત્રનો મહોત્સવ ઊજવીને ભક્તજનો જ્યારે પુન:
નગરીમાં આવતા હતા ત્યારે મુખ્ય રસ્તાઓ ઉપરની ભીડ અપાર હતી. મહાવીરનાથને
મુનિદશામાં દેખીદેખીને આનંદ અને આશ્ચર્ય સાથે એવો ભ્રમ થઈ જતો હતો કે આ શું?
ફરીને ચોથોકાળ ક્યાંથી આવ્યો?
આજના દીક્ષાકલ્યાણક સાથે ભક્તોના આનંદની વૃદ્ધિ કરવા માટે જ જાણે
ફાગણ સુદ ૧૧ આવી ગઈ. આજે પૂ. શ્રી શાંતાબેનનો જન્મદિવસ હતો, તેથી ગુરુદેવ
તેમને ત્યાં આહારદાન માટે પધાર્યા હતા; પૂ. બેનશ્રી–બેન બંને બહેનોના ઉપકારોને યાદ
કરીને સમસ્ત ભક્તજનો ખુશી મનાવતા હતા.
બપોરે પૂ. ગુરુદેવના મંગલ હસ્તે જિનબિંબ ઉપર મંત્રના અંકન્યાસ–વિધિની

PDF/HTML Page 18 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૫ :
શરૂઆત થઈ. અહા, શી ભવ્ય પ્રતિમા છે! પરમાગમની ભવ્યતાને શોભાવે એવા
વીરનાથ ભગવાનને દેખતાં હૃદયમાં વીતરાગતાની લહેરો ઉઠી રહી છે. અત્યારે
પરમાગમમાં બિરાજમાન મહાવીરનાથની એ ભવ્ય જિનમુદ્રાસન્મુખ જોતાં જોતાં આ
ઊર્મિઓ લખાઈ રહી છે. બહારથી તો પરમાગમમંદિર ભવ્ય લાગે જ છે–પણ અંદર
આવીને જ્યારે તમે આ વીતરાગતાના પિંડ એવા મહાવીર ભગવાનને જુઓ ત્યારે જ
તમને તેની ભવ્યતાનો ખરો ખ્યાલ આવે. (જેમ શુદ્ધાત્માને જાણે ત્યારે જ પરમાગમની
ગંભીરતાનો સાચો ખ્યાલ આવે છે તેમ! શુદ્ધાત્માને જાણ્યા વગર કોઈ કહે કે મેં
પરમાગમની ગંભીરતાને જાણી લીધી–તો તે શું સત્ય છે?–ના; તેમ વીરનાથ
ભગવાનની સર્વજ્ઞતાને ઓળખ્યા વગર તેમની વાણીરૂપ પરમાગમને પણ ઓળખી
શકાતા નથી. અહા! પરમાગમમાં પ્રભુસન્મુખ બેઠા છીએ ત્યારે ચારેકોર પરમાગમમાંથી
વીતરાગરસની મધુરી લહેરીઓ આવી રહી છે. આવા વીતરાગી વાતાવરણ વચ્ચે,
વીતરાગતાના સાધક ગુરુએ, વીતરાગદેવ ઉપર પવિત્ર અંકન્યાસ લખ્યા...ને એ દેખીને
પૂ. બેનશ્રીબેન વગેરે સૌએ અત્યંત પ્રસન્નતાથી ભક્તિ અને જયજયકારથી
પરમાગમમંદિરને ભરી દીધું.
અહા! જાણે કે વીરનાથના સમવસરણમાં બેઠા છીએ ને તેમની દિવ્યધ્વનિના
પડઘા પરમાગમ મંદિરમાં ચારેકોર સંભળાઈ રહ્યા છે...એવી મધુરી રચના પરમાગમની
થઈ ગઈ છે. એક વખત આવીને શાંતિથી તમે પરમાગમમંદિરમાં પ્રભુસન્મુખ બેસશો
ત્યારે જ તમને તેની વિશેષતાનો ખ્યાલ આવશે–જેમ ચૈતન્યશાંતિની ગંભીરતાનો
ખ્યાલ તેમાં પ્રવેશ્યા પછી જ આવે છે તેમ.
ફાગણ સુદ ૧૨ ના રોજ મહાવીર–મુનિરાજ આહારચર્યા માટે પધાર્યા અને
તીર્થંકર–મુનિરાજને આહારદાન કરાવવાનો ધન્યપ્રસંગ ભાઈશ્રી ચંદ્રકાન્ત હરિલાલ
દોશીને ત્યાં થયો હતો. આ મહાન લાભથી તેમના કુટુંબીજનોને ઘણો જ આનંદ થયો
હતો. કહાનગુરુએ પણ મુનિરાજને પરમ ભક્તિથી આહારદાન દીધું હતું. અહા, અમારા
સોનગઢમાં દિગમ્બર મુનિરાજ પધારે, ને તેમને આહારદાનનો લાભ મળે–એ તો ધન્ય
પ્રસંગ છે! આવી અત્યન્ત ઊર્મિથી આહારદાન કરી રહેલા કહાનગુરુની મુનિભક્તિ
દેખીને હજારો ભક્તો આનંદિત થયા હતા બપોરે વીરપ્રભુને કેવળજ્ઞાન થયું, ઈન્દ્રોએ
કેવળજ્ઞાનની પૂજા કરી. અહો, વીરપ્રભુ સર્વજ્ઞ થયા...અરિહંત થયા તેમને નમસ્કાર હો.

PDF/HTML Page 19 of 57
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
૧. જ્યાં જિનમંદિર હશે ત્યાં હંમેશાંં દર્શન કરીશ.
૨. આત્મહિત માટે હંમેશાંં જૈનશાસ્ત્રનું વાંચન કરીશ.
૩. જૈનમાર્ગનું જ પરમ ભક્તિથી સેવન કરીશ.
૧. રાત્રે કદી ખાઈશ નહીં
૨. અણગળ પાણી પીશ નહીં.
૩. લૌકિક સિનેમા જાઈશ નહીં.
બંધુઓ તથા બહેનો! આપણે સૌએ વીરપ્રભુના આ અઢીહજારમા નિર્વાણ–
મહોત્સવમાં (વીર. સં. ૨૫૦૦ તથા ૨૫૦૧ ની દીવાળી સુધી) ઉપરના છ બોલનું જરૂર
પાલન કરવાનું છે તે માટે નીચેમુજબ સ્વીકૃતિપત્ર આપ વેલાસર પોસ્ટકાર્ડમાં લખી
મોકલો; આળસ કરશો નહીં.
મહાવીરપ્રભુના અઢીહજારમા નિર્વાણમહોત્સવ નિમિત્તે આત્મધર્મમાં સૂચવેલા છ
બોલનું હું પાલન કરીશ. ને વીરપ્રભુના માર્ગમાં આત્મહિત સાધીશ.
લી: પૂરુંનામ, ઉમર તથા ગામ.
નાના–મોટા સૌને ભાગ લેવા નિમંત્રણ છે. દીવાળી પહેલાંં અઢીહજારથી વધુ
સ્વીકૃતિપત્ર આવી જવાની ખાતરી છે. સ્વીકૃતિપત્ર લખી મોકલનારનાં નામ વૈશાખ
માસમાં છાપીશું. સરનામું – સંપાદક આત્મધર્મ: સોનગઢ ()

PDF/HTML Page 20 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૭ :
ઈન્દ્રસભા (૧)
સોનગઢમાં પરમાગમમંદિર પ્રતિષ્ઠામહોત્સવ–પ્રસંગે
પંચકલ્યાણકના પ્રથમ દ્રશ્યમાં ઈન્દ્રસભા થઈ હતી. પ્રભુ શ્રી
મહાવીર ભગવાનનો આત્મા પૂર્વભવમાં અચ્યુતસ્વર્ગના
પુષ્પોત્તર વિમાનમાં બિરાજમાન હતો. તે વખતની
ઈન્દ્રસભામાં કેવી ચર્ચા થઈ? તે આપ અહીં વાંચશો; ને જાણે
આપણે પણ ઈન્દ્રસભામાં બેઠા બેઠા પ્રભુના શ્રીમુખથી તે
ચર્ચા સાંભળતા હોઈએ–એવો આનંદ થશે.)
૧. ઈન્દ્ર–દેવો, આપણે ઘણી વખત આ ઈન્દ્રસભામાં આત્માના અનુભવની ચર્ચા કરીએ
છીએ, અને ઘણીવાર મધ્યલોકમાં તીર્થંકરભગવાનના કલ્યાણક ઉજવવા માટે
જઈએ છીએ. આજે ફરીને ભરતક્ષેત્રમાં જવાનો મંગલપ્રસંગ આવ્યો છે. તેના
અત્યંત આનંદદાયક સમાચાર હું તમને સંભળાવું છું.
૧. ઈન્દ્રાણી–કહો મહારાજ! શા સમાચાર છે?
૧ ઈન્દ્ર–સાંભળો દેવો! આપણા સ્વર્ગમાં બિરાજમાન આ દેવેન્દ્ર, છ માસ પછી
ભરતક્ષેત્રના વૈશાલીનગરમાં ચોવીસમા મહાવીર તીર્થંકરપણે અવતરશે.
૨ ઈન્દ્ર–અહો, ધન્ય હો ધન્ય હો! આપણને તીર્થંકરદેવના કલ્યાણક ઉજવવાનું મહાન
ભાગ્ય પ્રાપ્ત થશે. તીર્થંકરનો આત્મા તો ત્રિકાળ મંગળ છે.
૨ ઈન્દ્રાણી–વાહ, એવા મંગળરૂપ આત્માને ઓળખતાં આપણને પણ સમ્યક્ત્વાદિ
મંગળ ભાવની પ્રાપ્તિ થાય છે.
૩ ઈન્દ્ર–અહા, અત્યારે પણ એવા મંગળ આત્મા, આપણી આ સભામાં સાક્ષાત્ બિરાજી
રહ્યા છે.
૩ ઈન્દ્રાણી–હા, બરાબર છે! આ હોનહાર મહાવીર તીર્થંકરની સાથે આપણે અસંખ્ય વર્ષ
સુધી રહ્યા, ને તેમના શ્રીમુખથી આત્માનો અદ્ભુત મહિમા સાંભળીને ઘણા દેવો
સમ્યગ્દર્શન પામ્યા.