Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 69
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૬૭
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 69
single page version

background image
મહાવીર–નિર્વાણનું અઢીહજારમું મંગલવર્ષ
[૩૬૭]
શ્રીગુરુના ઉપદેશથી
તત્કાળ અનુભવ થાય છે
અહો, તીર્થંકરના ઉપદેશઅનુસાર જ્ઞાનીએ ભેદજ્ઞાન સમજાવ્યું,
તે સાંભળતાં તરત જ જ્ઞાનશક્તિ સ્વરૂપના પ્રત્યક્ષઅનુભવશીલપણે
કોને ન પરિણમે? આત્મા સમ્યગ્જ્ઞાનરૂપ જરૂર પરિણમે; સ્વરૂપનો
અનુભવ જરૂર થાય, એટલે સમ્યક્ત્વ થાય જ.
ધર્મીનું અસ્તિત્વ કાંઈ વચનમાં નથી, રાગમાંય ધર્મીનું
અસ્તિત્વ નથી; ધર્મીનું અસ્તિત્વ તો જ્ઞાનચેતનામાં છે. તે
જ્ઞાનચેતનામાંથી નીકળેલા ભાવોને જે ઓળખે તેને તત્કાળ ભેદજ્ઞાન
થાય જ...તેના ભાવ પણ રાગથી જુદા ચેતનમય થઈ જાય.
વાહ રે વાહ! ધન્ય ગુરુ! આપે આવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવીને
તત્ત્વ સમજાવ્યું તે સમજતાં તત્કાળ અમારા અંતરમાં શાંતરસના
વેદન સહિત અપૂર્વ જ્ઞાન ઊપજે છે. પહેલાંં આત્મા જાણે મરેલો હતો,
દેહ વગરનું તેનું અસ્તિત્વ ભાસતું જ ન હતું, હવે દેહથી ભિન્ન
ચેતનસ્વરૂપે પોતાના અસ્તિત્વને અનુભવીને આત્મા જીવતો થયો,
આત્મામાં સમ્યગ્જ્ઞાનનો અવતાર થયો. હે ગુરુ! આપે મરેલામાંથી
અમને જીવતા કર્યા.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ વૈશાખ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક નં. ૭

PDF/HTML Page 3 of 69
single page version

background image
રુ ચાલો જઈએ...શ્રીગુરુના પાવન પંથે રુ
વૈશાખ સુદ બીજ...એટલે આપણા ગુરુદેવની જન્મજયંતિનો ઉત્તમ દિવસ...
ભારતભરના મુમુક્ષુઓ આજનો દિવસ આનંદથી ઉજવે છે. અહા, જે કહાનગુરુએ
જિનમાર્ગનું રહસ્ય બતાવીને આપણને જૈન બનાવ્યા, અરિહંતોનું અને સંતોનું
અધ્યાત્મજીવન કેવું હોય તે સમજાવીને જેમણે આપણને અધ્યાત્મજીવન જીવતાં
શીખવ્યું, મોક્ષની સાધના આનંદમય છે–એમ દેખાડી જેમણે આપણને દુઃખ ને
કલેશના માર્ગેથી છોડાવ્યા, ને આનંદના માર્ગમાં લીધા, આત્માની આરાધના એ
જ આ મનુષ્યજીવનનું સાચું ધ્યેય છે એમ બતાવીને જેમણે જીવનના ધ્યેય તરફ
વારંવાર આપણને પ્રોત્સાહિત કર્યા, જેમ કુંદકુંદાચાર્યદેવને તેમના પરાપરગુરુઓએ
અનુગ્રહપૂર્વક શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપીને નિજવૈભવ આપ્યો હતો તેમ
જેઓએ અનુગ્રહપૂર્વક આપણને નિરંતર શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપીને
અચિંત્યઆત્મવૈભવ દેખાડયો છે, અને જેમનું ભૂત–ભવિષ્યનું જીવન આપણને
તીર્થંકર ભગવંતો પ્રત્યે પરમ ભક્તિ જગાડે છે–એવા આ ગુરુદેવનો જન્મોત્સવ
ઉજવતાં આત્મા ઉલ્લસિત થાય છે, અને એમની મંગલ ચરણછાયામાં શુદ્ધાત્માની
આરાધના પામીને જીવનમાં અતીન્દ્રિય આનંદની મધુર ઊર્મિઓ જાગે છે.
હે ગુરુદેવ! આપના જીવનમાંથી શુદ્ધાત્માની આરાધના શીખીને એ
જીવનનો મહોત્સવ ઊજવીએ છીએ. આપશ્રીના કલ્યાણકારી મંગલ આશીર્વાદ
પામીને અમે ધન્ય બન્યા છીએ. અને ભારતના સમસ્ત મુમુક્ષુઓ આપને આનંદથી
અભિનંદીએ છીએ.
હે મુમુક્ષુઓ! ગુરુસેવાનો સાચો લહાવો લેવો હોય તો તમારા જ્ઞાનને
અચિંત્ય મહિમાવંત શુદ્ધાત્મતત્ત્વમાં જોડીને તેની અનુભૂતિ કરો, ત્યારે જ ગુરુની
અને ગુરુના માર્ગની અપૂર્વ મહત્તા તમને સમજાશે.
– હરિ.

PDF/HTML Page 4 of 69
single page version

background image
સોનગઢ : પરમાગમ–પ્રતિષ્ઠામહોત્સવનાં મીઠાં સંભારણાં–
પરમાગમ–પ્રતિષ્ઠામહોત્સવની મંગલ શરૂઆતમાં
પૂ. ગુરુદેવ જૈનઝંડાને ફરકાવવા દોરી
ખેંચી રહ્યા છે. મહાવીરનગરના
ભવ્યપ્રતિષ્ઠામંડપમાં જૈનધર્મધ્વજ
લહેરાઈ રહ્યો છે ને આંગણીયે
હાથી ઝૂલી રહ્યા છે.

PDF/HTML Page 5 of 69
single page version

background image
જી! અમે બધા પ્રભુનો ઉત્સવ ઉજવવા આફ્રિકાથી આવ્યા છીએ–
“અહા, પ્રભુના કલ્યાણકમાં ભાગ લઈને અમે ધન્ય બન્યા!”

PDF/HTML Page 6 of 69
single page version

background image
પરમાગમ–મંદિરના કળશ ઉપર ગુરુદેવના મંગલ હસ્તે સ્વસ્તિક
મંગલ હસ્તે કળશશુદ્ધિની વિધિ થઈ રહી છે.
આ બધાય કળશ આજે પરમાગમ–મંદિર ઉપર શોભી રહ્યા છે.

PDF/HTML Page 7 of 69
single page version

background image
જન્માભિષેકની તૃપ્તિ અનુભવતા સૌધર્મ તથા ઈશાન ઈન્દ્ર
મહાવીરમુનિરાજને પ્રસન્નચિત્તે ભક્તિથી આહારદાન કરી રહેલા
શ્રી કાનજીસ્વામી

PDF/HTML Page 8 of 69
single page version

background image
પરમાગમ–મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ વખતે કુન્દકુન્દસ્વામીના ચરણનો
સ્પર્શ કરવાથી તેઓશ્રીની વાણી સંભળાય–એવી રચના થયેલી. પૂ. ગુરુદેવ
કુંદપ્રભુના ચરણનો સ્પર્શ કરીને તે રચનાનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
ચરણસ્પર્શ કરતાં સમયસારની ૩૧ મી ગાથા સંભળાણી,
તે એકાગ્રચિત્તે ગુરુદેવ સાંભળી રહ્યા છે.
* કુન્દકુન્દ પ્રભુનાં ચરણકમળ

PDF/HTML Page 9 of 69
single page version

background image
સોનગઢ : પ્રતિષ્ઠા–મહોત્સવ : મંગલ મંત્ર–જાપની વિધિ વડે
પ્રતિષ્ઠાચાર્ય પં. શ્રી મુન્નાલાલજી ઉત્સવની શરૂઆત કરાવી રહ્યા છે.
પંચકલ્યાણકના પ્રારંભમાં જિનેન્દ્રદેવની પ્રાર્થના વડે
મંગલાચરણ કરી રહેલી કુમારી–દેવીઓ.

PDF/HTML Page 10 of 69
single page version

background image
શ્રી જિનેન્દ્ર–દરબાર : (દરબાર તુમ્હારા મનહર હૈ...)
ઉત્સવ પ્રસંગે પ્રતિષ્ઠા માટે વેદીમાં બિરાજમાન જિનબિંબો
પંચકલ્યાણકના પ્રારંભમાં પંચપરમેષ્ઠી–પૂજનમાં ભક્તિથી ભાગ
લઈ રહેલા માતા–પિતા

PDF/HTML Page 11 of 69
single page version

background image
સોનગઢમાં પરમાગમ–મંદિર પ્રતિષ્ઠામહોત્સવ આનંદથી પૂરો
થયો, અને મુ. શ્રી રામજીભાઈનું સન્માન કરવામાં આવ્યું ત્યારે
પ્રત્યુત્તરમાં મુ. શ્રી રામજીભાઈ કહે છે કે આ બધો પ્રતાપ ગુરુદેવનો છે.
પરમાગમનું રહસ્ય તેઓએ જ આપણને સમજાવ્યું છે. આપણે તેનો
લાભ લઈએ ને આપણા આત્માને આ જન્મમરણથી છોડાવીએ. સૌના
સહકારથી આ કામ પાર પડ્યું છે.
આ પ્રસંગે સૌ ખૂબ જ સંતોષની લાગણી અનુભવતા હતા.

PDF/HTML Page 12 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૧ :
૮૫ ચૈતન્ય–રત્નોની
મંગલમાળા
રાગથી ભિન્ન ચૈતન્યભાવને પ્રસિદ્ધ કરીને
ભારતભરમાં ભેદજ્ઞાનની ભેરી વગાડનારા ગુરુદેવની ૮૫ મી
જન્મજયંતીનો મંગલ ઉત્સવ મુંબઈનગરીમાં મુમુક્ષુઓએ
આનંદથી ઉજવ્યો. આ આનંદમાં સાથ પૂરાવવા, મુંબઈ
રાજકોટ ભાવનગર અને સોનગઢના પ્રવચન વગેરેમાંથી
ચૂંટેલા ૮૫ પુષ્પોની મંગલમાળ અહીં આપીએ છીએ, તે
મુમુક્ષુ–હૃદયમાં આનંદની સૌરભ પ્રસરાવશે. (સં.)
જગતમાં સૌથી સુંદર એવું ચૈતન્યતત્ત્વ સ્વદ્રવ્ય છે, તે સ્વદ્રવ્ય આનંદરૂપ છે;
તેનો આશ્રય કરનાર જીવ મંગળરૂપ છે. આવા મંગલકારી મંગલ–આત્મા
ગુરુદેવ જયવંત વર્તો.
૧. આનંદમય ચૈતન્યતત્ત્વના આશ્રયે જે કાર્ય થાય, તે કાર્ય શુભ રાગના આશ્રયે
થઈ શકે નહિ, કે પરદ્રવ્યના આશ્રયે પણ થઈ શકે નહિ. માટે સ્વતત્ત્વને
જાણીને તેનો આશ્રય કરો.
ર. મોક્ષને સાધવાનું મહાનકાર્ય શુદ્ધ સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે; તે કાર્ય બીજા
કોઈના આશ્રયે થઈ શકતું નથી; માટે સ્વદ્રવ્ય જ સૌથી ઉત્તમ અને ઈષ્ટ છે.
૩. આત્માને અકષાયી શાંતિ ઈષ્ટ છે અકષાય–શાંતિના વેદન પાસે તો
પ્રશસ્તરાગનો કષાયકણ પણ અશાંતિરૂપ–કલેશરૂપ–આગરૂપ ભાસે છે.
તીવ્રકષાયના વેદનવાળા જીવને મંદકષાય આગ જેવો ન લાગે, પણ કષાય
વગરની શાંતિનું જેને વેદન છે તેને તો મંદકષાય પણ આગ જેવો લાગે છે.
‘શાંતિ’ અને ‘રાગ’ એ બંનેના વેદનમાં, ‘ઠરવું’ અને ‘બળવું’ જેટલું
અંતર છે...એકમાં આત્મા ઠરે છે, બીજામાં આત્મા બળે છે.

PDF/HTML Page 13 of 69
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
૪. હે ગુરુદેવ! દુઃખમય એવા પંચમકાળને પણ, શુદ્ધાત્મતત્ત્વના ઉપદેશ વડે આપે
તો અમારા માટે આત્મ–આરાધનાનો આનંદમય ઉત્તમકાળ બનાવી દીધો છે.–
આપના આત્માનો આ એક આશ્ચર્યકારી ચમત્કાર છે.














પ. આનંદનો નાથ આત્મા જાગે, ને ભવદુઃખનો અંત આવે એવી આ વાત છે.
ભાઈ, તારો આત્મા સર્વથા અંતર્મુખ છે; અંતરમાં ઊંડે–ઊંડે ઊતરતાં રાગ–દ્વેષ
વગરનું ચૈતન્યતત્ત્વ સુખસહિત પ્રકાશી રહ્યું છે; તેનું વેદન થતાં સંસારના કોઈ
સુખની વાંછા રહેતી નથી. આવું તત્ત્વ ધર્માત્માને ગોચર છે, તેની હે જીવ! તું
રુચિ કર.
૬. અહા, ગુરુદેવના પ્રતાપે અત્યારે આ પંચમકાળમાંય આપણને વારંવાર જિનેન્દ્ર
ભગવાનના પંચકલ્યાણક જોવા મળે છે. અત્યારે તો આપણે સ્થાપના–નિક્ષેપરૂપ
પંચકલ્યાણક જોઈએ છીએ, ને થોડા વખત પછી, વિશેષ આરાધકભાવ સહિત

PDF/HTML Page 14 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૩ :
સાક્ષાત્ ભાવરૂપ પંચકલ્યાણક નજરે જોઈશું. ધન્ય હશે એ અવસર!
(‘જયવંત હો તીર્થંકરોનો અચિંત્ય પ્રભાવ!’)
૭. દરિયામાં રત્નો ભર્યા હોય તે મેળવવા તેમાં ઊંડે ઊતરવું પડે છે; તેમ ચૈતન્ય–
દરિયો અનંતગુણનાં રત્નોથી ભરેલો, તેનું વેદન કરવા પુણ્ય–પાપથી પાર થઈને
તેમાં ઊંડા ઊતરવું જોઈએ. શુભાશુભવડે તેની પ્રાપ્તિ ન થાય.
૮. આત્મા શેનો બનેલો હશે? તો સંતો કહે છે કે અહો, આત્મા તો આનંદનો
બનેલો છે, સુખનો બનેલો છે, શાંતિનો બનેલો છે. ‘બનેલો છે’ એટલે કાંઈ
નવો નથી બન્યો પણ પોતે એવા સ્વરૂપે જ છે. તેમાં અંદર ઊતરતાં આનંદનાં
મોતી હાથમાં આવે છે,–અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે.
૯. રાગનાં મેલ ઉપર ચૈતન્યનો રંગ નહીં ચડે. અંતર્મુખ થયેલ, રાગવગરના
શુદ્ધઉપયોગરૂપી સ્વચ્છ ભૂમિકા, તેમાં ચૈતન્યનો રંગ ચડે, ને ચૈતન્યનો રંગ
ચડતાં તેમાં અનંતગુણના આનંદનો અપૂર્વ સ્વાદ વેદાય છે. બાપુ! તું રાગના
રંગે રંગાઈ ગયો, તેથી તારા ચૈતન્યનો મધુર સ્વાદ તને ન આવ્યો.
૧૦. જ્ઞાની ધર્માત્મા બીજા જ્ઞાની–ગુરુની દશાને પણ ઓળખી લ્યે છે, એના અંતરમાં
આનંદની કેવી દશા છે, એનું જ્ઞાન કેવું છે? એની શાંતિ કેવી છે? તેને ધર્માત્મા
ઓળખી લ્યે છે.
૧૧. શ્રીગુરુના ઉપદેશથી જેવા અતીન્દ્રિય આનંદનો અનુભવ મને થયો છે તેવા
અતીન્દ્રિય આનંદને વિશેષપણે દેવ–ગુરુઓ અનુભવી રહ્યા છે–એમ સ્વસંવેદન–
પ્રત્યક્ષપૂર્વક ધર્મીજીવ દેવ–ગુરુને ઓળખી લ્યે છે.–ભલે તે દેવ–ગુરુ ક્ષેત્રથી દૂર
હો, કે ઘણાં વર્ષો પહેલાંં થઈ ગયા હોય, તોપણ વર્તમાન પોતાના સ્વસંવેદનના
બળે દેવ–ગુરુની અંતરંગદશાને ધર્મીજીવ ઓળખી લ્યે છે.
૧૨. નિયમસારની ૭૭–૭૮–૭૯–૮૦–૮૧ એ પાંચ ગાથાને મુનિરાજે પંચરત્નો કહ્યા
છે,–જે રત્નો વડે મોક્ષ મળે એવા આ મૂલ્યવાન રત્નો છો; આ પાંચ ગાથામાં
જેવો શુદ્ધાત્મા બતાવ્યો છે તેવો ઓળખતાં જરૂર આત્માનો મહાન આનંદ અને
સિદ્ધપદ પમાય છે.
૧૩. અહો, આ પાંચ ગાથા દ્વારા તો આચાર્યદેવે આત્માના અનુભવની વીણા વગાડી

PDF/HTML Page 15 of 69
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
છે...એ વીણામાંથી આત્માના આનંદના સૂર નીકળે છે જે સાંભળતાં શુદ્ધાત્માના
અનુભવની મીઠાશથી મુમુક્ષુ આત્મા ડોલી ઊઠે છે.
૧૪. ભેદજ્ઞાનવડે જ્ઞાન અને રાગનો જેણે ભંગ કર્યો છે એવા ધર્માત્મા ભેદજ્ઞાની જાણે
છે કે રાગ મારા સ્વભાવથી દૂર રહેનાર છે. મારી ચૈતન્ય ચેતનામાં રાગનો સ્પર્શ
શોભતો નથી; રાગથી મારી ચેતના જુદી ને જુદી રહે છે. બાપુ! તારી ચેતનામાં
રાગનો સ્પર્શ કરવા દઈશ તો તારી ચૈતન્યસંપદા લૂંટાઈ જશે–બગડી જશે.
૧૫. અહા, અનુભૂતિસ્વરૂપ આત્મા તો સદા ચેતનપણે જ વેદનમાં આવે છે. પણ
અજ્ઞાની રાગના વેદનને પોતાનું વેદન માનીને, પોતાના સ્વસંવેદનથી ભ્રષ્ટ થઈ
રહ્યો છે. અરે, રાગ તો તારી ચેતનાથી વિરુદ્ધ કાર્ય કરનારો છે. રાગનું કાર્ય
અશુદ્ધ છે, દુઃખ છે; ચેતના તો દુઃખ વગરની, શુદ્ધ છે, શાંતિરૂપ છે.–આવું
ભિન્નપણું જાણીને જીવ જ્યારે પોતાના સ્વરૂપને ચેતનારૂપે અનુભવે છે ત્યારે
તેને સાધ્યની સિદ્ધિ થાય છે, એટલે મોક્ષમાર્ગ પ્રગટે છે.
૧૬. બાપુ! આ તારા મોક્ષના મારગડા સંતો તને બતાવે છે. જગતના મારગથી તે
જુદી જાતના છે. વિકલ્પના રાગના માર્ગેથી તારા આત્માને પાછો વાળ, ને
ચૈતન્યના માર્ગમાં જોડ. તને અપૂર્વ શાંતિના દરિયા તારામાં દેખાશે. અરે,
શાંતિના ભંડાર ચૈતન્યરાજાને ઓળખીને એને સેવે, તો અપૂર્વ શાંતિ મળ્‌યા
વગર રહે નહિ.
૧૭. આત્માનો અનુભવ કેમ કરવો? કે જ્ઞાનવડે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને,
જ્ઞાનને ઈન્દ્રિયોથી પાર કરીને જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં વિજ્ઞાનઘન
આનંદમય પ્રભુ આત્મા પ્રગટ અનુભવમાં આવે છે વિકલ્પમાં ઊભા રહીને તે
આત્મા અનુભવમાં આવી શકતો નથી.
૧૮. વિકલ્પથી પાર થયેલું અતીન્દ્રિય સ્વસંવેદન જ્ઞાન, તેમાં આત્મતત્ત્વ પ્રગટ
અનુભવમાં આવ્યું, તેને જ સારભૂત સમય કહેવાય છે; તેમાં સમ્યગ્દર્શન જ્ઞાન–
આનંદ વગેરે અનંત આત્મભાવો સમાય છે; તે જ પક્ષાતિક્રાંત છે.
૧૯. તે અનુભવમાં સમ્યક્ મતિ–શ્રુતજ્ઞાન છે, મતિ–શ્રુતજ્ઞાન હોવા છતાં તેની કેટલી
અતીન્દ્રિય તાકાત છે! તેની અજ્ઞાનીને ખબર નથી. તે મતિ–શ્રુતજ્ઞાન ઈન્દ્રિય
વગર, ને રાગ વગર કામ કરનારા છે.

PDF/HTML Page 16 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૫ :
૨૦. અરે, જાતિસ્મરણજ્ઞાન થતાં પણ શ્રેયાંસકુમારે અસંખ્ય વર્ષ પહેલાંંની વાત
જાણી લીધી કે આ જીવ સાથે મારે પૂર્વ આવો સંબંધ હતો. શરીરાદિ સંયોગો
પલટી જવા છતાં જ્ઞાનની તાકાતવડે જાણી લીધું કે પૂર્વે જે વજ્રજંઘ રાજા
હતા, તે જ જીવ ઋષભદેવ છે. બહારમાં કોઈ નિશાની ન હતી છતાં જ્ઞાનના
સામર્થ્યથી તે જાણી લીધું. એક પરસન્મુખ–પરોક્ષ મતિજ્ઞાનમાં જાતિસ્મરણની
પણ આટલી તાકાત! તો ઈંદ્રિયોથી પાર, પ્રત્યક્ષ–સ્વસન્મુખ અતીન્દ્રિય
સ્વસંવેદનજ્ઞાનની અગાધ તાકાતની તો શી વાત? અંદરમાં ઊતરેલું એ જ્ઞાન
પોતાના પરમાત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરે છે.–તે જ્ઞાન મોક્ષના દરવાજા ખોલી
નાંખે છે.
૨૧. સ્વસંવેદન–પ્રત્યક્ષમાં પોતાના સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાયોને આત્મા જાણે છે,–
આખા આત્માને સ્વજ્ઞેયપણે જાણે છે. અરે, આવા સ્વજ્ઞેયને જાણવાનું કામ જે
ન કરે, ને રાગના કામમાં અટકી જાય તે જ્ઞાન આત્માને ક્્યાંથી સાધે? ને
તેને સાચું જ્ઞાન કોણ કહે? સાચું જ્ઞાન તો તેને કહેવાય કે જે રાગથી ભિન્ન
એવા શુદ્ધ જ્ઞાનમય આત્માને સ્વજ્ઞેયપણે પ્રસિદ્ધ કરે.
૨૨. શ્રેયાંસકુમારે ઋષભમુનિરાજને આહારદાન દેવાનો શુભભાવ કર્યો તેને લોકો
દેખે છે, પણ તે દાનના શુભરાગ વખતે તેમનામાં જે રાગથી પાર આત્માને
અનુભવનારું અતીન્દ્રિયજ્ઞાન વર્તતું હતું તે જ્ઞાનની અગાધ તાકાતને જ્ઞાની જ
ઓળખે છે. દાનના શુભભાવને કારણે કંઈ તે મોક્ષ નથી પામ્યા, પણ તે
વખતે રાગથી ભિન્ન જ્ઞાનવડે અતીન્દ્રિય આત્માને પકડીને તેના પ્રતાપે જ
તેઓ મોક્ષ પામ્યા છે.
૨૩. જ્ઞાનને નહિ ઓળખનારા અજ્ઞાની જીવો બહારની ક્રિયાને કે શુભરાગને
વળગીને તેને જ મોક્ષનું કારણ માની બેઠા છે, ને અંદરના સત્ય જ્ઞાનનો
(એટલે કે જે સાચો મોક્ષમાર્ગ છે તેનો) નિષેધ કરી રહ્યા છે. એવા જીવો
ઉપર જ્ઞાનીને કરુણા આવે છે; તેથી જ્ઞાનમય સાચો મોક્ષમાર્ગ જ્ઞાનીઓએ
પ્રસિદ્ધ કર્યો છે. અહો, આવા માર્ગમાં તો અતીન્દ્રિય આનંદના તરંગ ઊછળે
છે.
૨૪. અહા, ચૈતન્યરસના આનંદ–નિધાનની શી વાત? જગતના પુણ્યની અનંતી
વખાર ભરીને આપે તોપણ જેની કિંમત ન થઈ શકે–અરે? જેની ઝાંઈ પણ ન
આવી શકે, એવું અગાધ મહિમાવંત આ ચૈતન્યરત્ન છે. હા, સ્વતત્ત્વ તરફ

PDF/HTML Page 17 of 69
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
વળેલા સમ્યક્મતિ–શ્રુતજ્ઞાનવડે તેનો અગાધ મહિમા સાક્ષાત્ અનુભવમાં આવે
છે બીજી કોઈ રીતે ચૈતન્યરત્ન હાથ આવતું નથી.
૨૫. જો તારે ખરેખર સુખી થવું હોય, તારે સિદ્ધપદના માર્ગે આવવું હોય તો
પહેલામાં પહેલાંં સ્વસન્મુખ થઈને જ્ઞાનવડે આત્માને જાણ–એમ વીતરાગ
સંતોનો ઉપદેશ છે.
૨૬. પહેલાંં વિકલ્પ અને રાગવડે માર્ગ પમાશે એમ નથી. સ્વસન્મુખ થયેલ જ્ઞાન
પોતે આનંદમાં તન્મય થઈને આનંદને અનુભવે છે. આનંદ કોઈકને થાય છે ને
જ્ઞાન બીજા કોઈક ને થાય છે–એમ નથી અભેદ અનુભૂતિમાં જ્ઞાન–આનંદ વગેરે
અનંતભાવોનું એકસાથે વેદન છે.
૨૭. આ મોક્ષના અર્થી જીવની વાત છે. ભાઈ, આ જીવનમાં મારે મારું કલ્યાણ કરવું
જ છે–એવી ઊંડી આત્મજિજ્ઞાસાપૂર્વક ચૈતન્યનો મહિમા ઘૂંટતાં–ઘૂટતાં તારા
નિર્ણયમાં એમ આવે કે અહો! હું જ સ્વયં પરિપૂર્ણ જ્ઞાન આનંદસ્વરૂપ છું; આવા
નિર્ણયના જોરે અંતર્મુખ થતાં પ્રત્યક્ષ સ્વસંવેદન વડે આત્મઅનુભવ થાય છે, તે
સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થતાં આત્મા પરમાત્માના પંથે ચડયો....મહાવીરના
માર્ગે ચાલ્યો.
૨૮. આત્માને સાધતાં સાધતાં, વચ્ચે સાધકભૂમિકામાં રાગવડે તીર્થંકર નામકર્મ
બંધાયું, પછી રાગનો નાશ કરીને કેવળજ્ઞાન થતાં તે તીર્થંકરપ્રકૃતિ ઉદયમાં
આવી, ત્યારે દિવ્યધ્વનિમાં ભગવાને વીતરાગતાનો ઉપદેશ આપ્યો, આત્માને
કેમ સાધવો તે બતાવ્યું. તે વાત અહીં સમયસારની ૧૭–૧૮ ગાથામાં
આચાર્યદેવે બતાવી છે.
૨૯. પ્રથમ તો આત્માને ચૈતન્યસ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરવી, કે જે આ
ચૈતન્યભાવે અનુભવાય છે તે હું જ છું; ચૈતન્યથી ભિન્ન બીજા ભાવો તે હું નથી.
–આવું ભેદજ્ઞાન કરીને નિઃશંક શ્રદ્ધા કરે તે જ જીવ, ચૈતન્યસ્વરૂપમાં નિઃશંકપણે
ઠરીને તેને સાધી શકે છે.
૩૦. હે મુમુક્ષુ! પહેલામાં પહેલું તારું કામ એ છે કે ચૈતન્યરાજાને ઓળખ! ઓળખીને
તેની સેવા કરતાં (–એટલે શ્રદ્ધા–તથા એકાગ્રતા કરતાં) તારો આનંદમય
આત્મા તને અનુભવમાં આવશે.

PDF/HTML Page 18 of 69
single page version

background image
: વૈશાખ: ૨૫૦૦ આત્મધર્મ : ૭ :
૩૧. રાગની રમત છોડીને તારે આનંદની રમત રમવી હોય તો તું આત્માને
જ્ઞાનસ્વરૂપે જાણીને અનુભવમાં લે. બાપુ! તારા આનંદના મારગડા રાગથી જુદા
છે; જગતથી જુદા તારા આનંદના મારગ છે. અનંત આનંદનો સમુદ્ર અંદર છે
તેમાંથી આનંદનો ધોધ બહાર (અનુભવમાં) આવે. એનું નામ સમ્યગ્દર્શન અને
ધર્મ છે.
૩૨. સમયસાર એટલે આત્માની વાર્તા! આત્માનું જેવું સ્વરૂપ છે તેવું આ સમયસાર
બતાવે છે. જેમ ‘સાકર’ શબ્દ સાકર–વસ્તુને બતાવે છે, પણ સાકર વસ્તુ તો તે
વસ્તુમાં છે, ‘સાકર’ એવા શબ્દમાં તે વસ્તુ નથી; તેમ આત્મવસ્તુને બતાવનાર
આ સમયસાર છે; પણ આત્મવસ્તુ તો પોતાના જ્ઞાનસ્વરૂપમાં છે, ‘સમયસાર’
ના શબ્દોમાં તે વસ્તુ નથી, સમયસાર તો તેનું વાચક છે વાચ્ય વસ્તુ આત્મા તો
અંદર પોતાના અંતરમાં છે.
૩૩. આવા જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા કેમ કરવી, આરાધના કેમ કરવી, તેનો આ
ઉપદેશ છે. જ્ઞાનરૂપ થઈને જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા થાય છે, રાગવડે
જ્ઞાનસ્વરૂપ આત્માની ઉપાસના–સેવા થતી નથી.–આમ શ્રીગુરુએ કહ્યું.
૩૪. હવે જિજ્ઞાસુ શિષ્ય એટલું તો સમજ્યો કે શ્રીગુરુ મને દેહ અને રાગથી પાર
એવા જ્ઞાનની સેવા કરવાનું કહે છે; રાગની કે પરની સેવા વડે કલ્યાણ થવાનું
શ્રીગુરુ કહેતા નથી.
૩૫. આટલું લક્ષમાં લઈને, હવે જ્ઞાનની સેવાનો ઉત્સુક થયેલો શિષ્ય પૂછે છે કે
પ્રભો! આપે જ્ઞાનની સેવા કરવાનું કહ્યું, પરંતુ આત્મા તો સદાય જ્ઞાનસ્વરૂપ છે
જ! પોતે જ જ્ઞાનસ્વરૂપ છે, પછી જ્ઞાનની સેવા કરવાનું ક્્યાં રહ્યું? નિત્ય
જ્ઞાનસ્વરૂપને તે સેવે જ છે; જ્ઞાનથી આત્મા જુદો તો નથી.–તો પછી જ્ઞાનની
સેવાનો ઉપદેશ શા માટે કહો છો?
૩૬. જિજ્ઞાસુ શિષ્યના આવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! જોકે
આત્મા નિત્ય જ્ઞાનસ્વરૂપ છે,–પણ તેના જ્ઞાનવગર તે જ્ઞાનને એકક્ષણ પણ
સેવતો નથી, રાગાદિને જ પોતાપણે સેવે છે. જ્ઞાનની સેવા તો ત્યારે થાય કે
જ્યારે જ્ઞાનસ્વરૂપ આત્માને રાગથી ભિન્ન જાણીને પોતે તેવી જ્ઞાનપર્યાયરૂપે
પરિણમે. શ્રીગુરુના ઉપદેશપૂર્વક ભેદજ્ઞાન કરીને જીવ જ્ઞાનને સેવે છે. અથવા

PDF/HTML Page 19 of 69
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
ઉપદેશ પામ્યા પછી, નિસર્ગથી પોતે જ્ઞાનરૂપે પરિણમે ત્યારે તે જ્ઞાનને સેવે છે.
આવા ભેદજ્ઞાન પહેલાંં તો જીવ અજ્ઞાની જ છે, તે જ્ઞાનને સેવતો નથી.
૩૭. જ્ઞાનસ્વરૂપ આત્માની સમીપ થઈને, તેમાં અંતર્મુખ થઈને, તેમાં તન્મય
પરિણમીને જ જ્ઞાનની સેવા થાય છે. તે જ સર્વ શ્રુતનો સાર છે, તે જ સર્વે
સંતોની શિખામણ છે; તે જ આત્માને સાધવાની રીત છે. જૈન સિદ્ધાંતની આ
ઊંચામાં ઊંચી વાત છે.
૩૮. આત્માનો અનુભવ કરીને વીતરાગી સંતો તેની રીત જગતને દેખાડે છે. જ્ઞાનની
સેવા એ નવી શુદ્ધપર્યાય છે. તે પર્યાય (એટલે કે મોક્ષનો માર્ગ) સંતોના
ઉપદેશરૂપ અધિગમથી, અથવા ઉપદેશ પામ્યા પછી નિસર્ગથી,–એમ કારણપૂર્વક
તે જ્ઞાનસેવારૂપ કાર્ય થાય છે. ‘આત્મા નિત્ય જ્ઞાનસ્વરૂપ છે’ એમ ખરેખર જેણે
જાણ્યું તેને જ્ઞાનની પર્યાય જ્ઞાનસન્મુખ ઢળી ગઈ ને રાગથી જુદી પડી ગઈ;
ત્યારે જ તેણે જ્ઞાનની સેવા કરી છે.
૩૯. આત્મા જ્ઞાનસ્વરૂપ છે–એમ પહેલાંં જાણ્યું ન હતું, ને હવે શ્રીગુરુના ઉપદેશપૂર્વક
તે જાણ્યું; એટલે નિત્ય જ્ઞાનસ્વભાવ અને તેના તરફ ઢળેલી અનિત્ય
જ્ઞાનપર્યાય–એ બંને તદ્રૂપ–અભેદ અનુભવમાં આવ્યા; આવો અનુભવ કર્યો
ત્યારે જીવે જ્ઞાનની ખરી સેવા કરી; ત્યારે જ તેણે જ્ઞાનની ખરી ઉપાસના કરી;
ત્યારે તે ભગવાનના મોક્ષમાર્ગમાં આવ્યો.
૪૦. આ રીતે એકક્ષણ પણ જો જીવ જ્ઞાનની સેવા કરે તો તેનું અપૂર્વ કલ્યાણ થઈ
જાય. અને આવા જ્ઞાનની સેવા વગર, બીજા લાખ ઉપાયે પણ જીવનું કલ્યાણ
થાય નહિ.
૪૧. અરે જીવ! તું જાણનાર થઈને જાણનારને જાણ! પરને જાણવા માટે જે ઉત્સુકતા
કરે છે તે છોડ, ને પરને જાણવા માટેની આંખ બંધ કરીને, સ્વને જાણવા માટે
હજાર સૂર્ય જેવા જ્ઞાનચક્ષુને ખોલીને અંદરમાં દેખ! તારું અદ્ભુત જ્ઞાનસ્વરૂપ
તને દેખાશે, ને તારા જન્મ–મરણ મટી જશે.
(વધુ માટે જુઓ પાનું ૨૯)

PDF/HTML Page 20 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૯ :
ભગવાન મહાવીરનો ઈષ્ટ ઉપદેશ
અહિંસા પરમો ધર્મ
ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણમહોત્સવનું
વર્ષ આપણે સૌ એવી રીતે ઉજવીએ કે મહાવીરપ્રભુએ
બતાવેલો માર્ગ જૈનસમાજમાં ઘરેઘરે પ્રચાર પામે, ને
જૈનસમાજનું નાનું બચ્ચું પણ મહાવીરપ્રભુના માર્ગને જાણે.
નિર્વાણ–મહોત્સવનો મોટો મહેલ ચણવા માટેના પાયારૂપે
જૈનસમાજમાં સર્વત્ર વીરમાર્ગનું સાચું તત્ત્વજ્ઞાન હોવું
જરૂરી છે. તત્ત્વજ્ઞાનના પ્રચાર માટે નાની પુસ્તિકાઓની
શ્રેણી પ્રકાશિત કરવાની યોજના ‘અહિંસા પરમો ધર્મ’
નામના પુસ્તકના પ્રકાશન વડે શરૂ થઈ છે. તે પુસ્તિકાના
લેખો સૌને ખૂબ ઉપયોગી હોવાથી અહીં આપવામાં આવ્યા
છે. બંધુઓ, જગતના સામાન્ય જીવો (ગાંધીજી વગેરે)
જેને અહિંસા માને છે તેના કરતાં, મહાવીરપ્રભુએ કહેલા
અહિંસા ધર્મનું સ્વરૂપ તદ્ન અલૌકિક જુદી જાતનું છે. પ્રભુ
મહાવીરના માર્ગને જગતના બીજા કોઈની સાથે
સરખાવવો તે મહાવીરદેવનું અપમાન (અવર્ણવાદ) કરવા
સમાન છે. મહાવીરના માર્ગને જગતમાં કોઈની સાથે
સરખાવશો નહિ. આપણા મહાવીર ભગવાને જે લોકોત્તર
અહિંસાધર્મ કહ્યો છે તે મોક્ષનું કારણ છે, તે અહિંસાધર્મનું
સત્યરૂપ અહીં પ્રસિદ્ધ કર્યું છે. (સં.)