Atmadharma magazine - Ank 368
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૬૮
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
અશુભકર્મનો ઉદય આવે, ચારેકોર પ્રતિકૂળતાથી ઘેરાઈ ગયા
હોય,–મનમાં મુંઝવણ થતી હોય એવા વખતે શું કરવું? એમ ઘણા પૂછે
છે. તેને જ્ઞાની સમજાવે છે કે હે સાધર્મી ભાઈ! હે બહાદુર મુમુક્ષુ! એવા
વખતે પણ ધૈર્ય ધારણ કરીને આરાધનામાં અડગ રહેજે. પુણ્યના ઉદય
વખતે જે કરવાનું છે,–પાપના ઉદય વખતે પણ તે જ કરવાનું છે.
ધર્મીજીવ પુણ્યોદય વખતે પણ તેનાથી ભિન્ન આત્મતત્ત્વની ભાવના અને
આરાધનામાં વર્તે છે, તેમ પાપના ઉદય વખતે પણ તેનાથી ભિન્ન
આત્મતત્ત્વની ભાવના અને આરાધનામાં જ વર્તે છે. એવું નથી કે
પુણ્યના ઉદય વખતે કંઈક જુદું કરવાનું ને પાપના ઉદય વખતે તેનાથી
કંઈક બીજું કરવાનું હોય! ધર્મી જીવ તો તે છે કે–
પુણ્ય–પાપ જે સમ ગણે, અળગો રહી પાપ–પુણ્યથી,
લ્યે ચેતનનો સ્વાદ; રાગ–દ્વેષથી પાર;
કરે જ્ઞાન–અનુભવ અહો, ચેતે જ્ઞાનની ચેતના,
ચાખે સિદ્ધનો પ્રસાદ. ચલે જાય ભવપાર.

PDF/HTML Page 3 of 37
single page version

background image
(ફરીને વધુ એકવાર)
૧. સૌ સાધર્મીને સરખા ગણીને બધા સાથે હળીમળીને રહેવું જોઈએ.
૨. હું મોટો ને બીજા નાના–એમ કોઈનો તિરસ્કાર ન કરવો જોઈએ.
૩. કોઈ પૈસા વધારે આપે કે ઓછા આપે–તે ઉપરથી માપ ન કરવું
જોઈએ, પણ ખાનદાનીથી ને ગુણથી ધર્મ શોભે–તેમ સૌએ વર્તવું
જોઈએ.
૪. મુમુક્ષુ–મુમુક્ષુમાં એકબીજાને દેખીને હૃદયથી પ્રેમ આવવો જોઈએ.
૫. ભાઈ, અત્યારે આ વાત મહાભાગ્યે અહીં આવી ગઈ છે. આ
કોઈ સાધારણ વાત નથી. માટે સૌએ સંપથી, ધર્મની શોભા વધે
ને પોતાનું કલ્યાણ થાય તેમ કરવું જોઈએ.
૬. એકબીજાની નિંદામાં કોઈએ ઉતરવું ન જોઈએ, એકબીજાને કાંઈ
ફેરફાર હોય તો જતું કરવું જોઈએ. નજીવી બાબતમાં વિખવાદ
ઉભો થાય–તે મુમુક્ષુને શોભે નહિ.
૭. સૌએ મળીને રોજ એક કલાક નિયમિત જ્ઞાનનો અભ્યાસ,
શાસ્ત્રવાંચન કરવું જોઈએ. જ્ઞાનના અભ્યાસ વગર સત્યના
સંસ્કાર ટકશે નહિ.
૮. અરે, તીર્થંકરદેવે કહેલો આવો આત્મા સમજવા જે તૈયાર થયો
એને બહારમાં નાના–મોટાનાં માન–અપમાન શું?
૯. આ તો પોતે પોતાના આત્માનું હિત કરી લેવાની વાત છે.
૧૦. સંસારથી તો જાણે હું મરી ગયો છું–એમ તેનાથી ઉદાસીન થઈને
આત્માનું કલ્યાણ કેમ થાય તે કરવાનું છે.
[સુંદર આત્માને સાધવા માટે આ શિખામણ સૌને ઉપયોગી છે.]

PDF/HTML Page 4 of 37
single page version

background image
: જેઠ : રપ૦૦ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. રપ૦૦
ચાર રૂપિયા જેઠ
વર્ષ ૩૧ ઈ. સ. 1974
અંક June
(ધર્મીજીવ તેમાં શોભે છે)
* જીવનું સ્વરૂપ ચૈતન્યમય છે–તે વીતરાગ છે.
* વીતરાગ–સર્વજ્ઞ થયેલ આત્મા તે જૈનશાસનમાં દેવ છે. તેમની વાણી
તે આગમ છે.
* તે જિનવાણીરૂપ આગમમાં પણ વીતરાગી તાત્પર્ય જ કહ્યું છે.
–એટલે–
* જેણે રાગથી ભિન્ન વીતરાગસ્વરૂપ ચૈતન્યતત્ત્વનો અનુભવ કર્યો તેણે
જ જિનવાણીને જાણી છે. એકલા રાગને જ અનુભવે તેણે
જિનવાણીને જાણી નથી.
* ચૈતન્યતત્ત્વની અનુભૂતિ રાગથી પાર છે, તેમાં સમસ્ત જિનશાસન
સમાય છે. જેમાં રાગના કોઈ અંશનું પોષણ થાય–તે ઉપદેશ
જિનશાસનનો છે જ નહિ.
* વીતરાગ...વીતરાગ...વીતરાગ! દેવ પણ વીતરાગ; તેમની વાણી પણ
વીતરાગતાની જ પોષક....ગુરુ પણ વીતરાગતાને સાધનારા ને
વારંવાર તેનો ઉપદેશ દેનારા.....આવા દેવ–શાસ્ત્ર–ગુરુ ત્રણેય
આત્માના વીતરાગસ્વરૂપના અનુભવનો ઉપદેશ દેનારાં છે. આવો
અનુભવ કરનારા ધર્મીજીવો જિનશાસનમાં શોભે છે. ને એવા જીવોથી
જિનશાસન સદા જયવંતુ વર્તે છે.

PDF/HTML Page 5 of 37
single page version

background image
: ર : આત્મધર્મ : જેઠ : રપ૦૦
વૈરાગ્યરસનો વરસાદ

અષ્ટપ્રાભૃતના ભાવપ્રાભૃતમાં સમ્યક્ત્વાદિ શુદ્ધભાવસહિત
ધર્મીને કેવો વૈરાગ્ય હોય તેનું અદ્ભુત વર્ણન છે. તેના પ્રવચનમાં
હમણાં વૈરાગ્યની રસધાર વરસી રહી છે. જેમ આકાશમાંથી
વરસતી મેઘધારા તપ્ત પૃથ્વીને શાંત કરે છે....તેમ ચૈતન્યના
અસંખ્ય પ્રદેશમાં વરસતી વૈરાગ્યની રસધાર મુમુક્ષુને સંસારના
આતાપ દૂર કરીને પરમ શાંતિ પમાડે છે. આપ પણ એ રસધાર
ઝીલીને આત્માને શાંતરસમાં ભીંજવો.
ચૈતન્યનો શાંતસ્વભાવ છે, તેમાં ક્રોધનો ભાવ કરવાનો સ્વભાવ જ નથી. આવા
શાંતસ્વભાવને જાણીને તેની એવી શાંતિના વેદનમાં રહે કે હે જીવ! માથું કાપનાર પ્રત્યે
પણ વેરની વૃત્તિ ન ઊઠે. વેરની વૃત્તિમાં તો અશાંતિ છે. ચૈતન્યની પરમ શાંતિવડે
ક્રોધના દાવાનળને બુઝાવી નાંખ.
અરે મુનિ! અરે મુમુક્ષુ! તારી વૈરાગ્યદશાને તો યાદ કર! એમાં શું ક્રોધ શોભે
છે? બહારમાં ગમે તેવો આકરો પ્રસંગ આવે, કડવાં વચન કાને પડે, વાઘ–સર્પ આવીને
કરડતા હોય, કે માથે કલંકના આળના ઢગલા આવતા હોય, તોપણ હે મુમુક્ષુ! તેં તો
તારા ક્ષમાવંત આત્માને જાણીને તેની શાંતિનો સ્વાદ ચાખ્યો છે, માટે તું તે
પ્રતિકૂળતાના પ્રસંગમાં પણ ક્ષમા રાખજે, આત્માની શાંતિનું અમૃત પીજે...ક્રોધમાં
સળગીશ નહીં. આહા! આવી ક્ષમાની પળ એ અપૂર્વ પળ છે. બોલવું સહેલું છે પણ
અંદર એવી વીતરાગ–ક્ષમાની પરિણતિ થવી, ને પ્રતિકૂળતાના ટાણે તેની શાંતિ ટકવી–
એ તો કોઈ ધન્ય પળ છે, તેમાં અપૂર્વ પુરુષાર્થ છે. પણ તે આત્માનો સ્વભાવ છે,
આત્મા તે કરી શકે છે.

PDF/HTML Page 6 of 37
single page version

background image
: જેઠ : રપ૦૦ આત્મધર્મ : ૩ :
આવી ઉત્તમ ક્ષમા ને આત્માની શાંતિ કોણ રાખી શકે? સર્વજ્ઞના જૈનમાર્ગ
અનુસાર જેણે વસ્તુનું સ્વરૂપ જાણ્યું હોય તે જ આત્માના ભાનની ઉત્તમ ભૂમિકામાં
આવી ક્ષમા રાખી શકે. શુભરાગની ક્ષમા તે જુદી વાત છે ને આ ચૈતન્યની શાંતિના
વેદનરૂપ ઉત્તમ ક્ષમા તે તો રાગ વગરની છે, આવી ક્ષમા તો વીરલા, આત્માના
અનુભવીઓ જ રાખી શકે છે. અહા, આ તો વીતરાગમાર્ગની ક્ષમા! એ કાંઈ સાધારણ
નથી, એ તો અપૂર્વ છે.
બાપુ! ક્રોધની આગમાં તો અનંતકાળથી તું બળ્‌યો, હવે તો તેનાથી છૂટીને અંદર
ચૈતન્યની શાંતિનાં અમૃત પીવાનાં આ ટાણાં છે. જુઓને! શ્રીકૃષ્ણના ભાઈ
ગજસુકુમાર, જેનું શરીર અત્યંત કોમળ છે, તે દીક્ષા લઈને આત્માના ધ્યાનમાં બેઠા બેઠા
શાંતિનું વેદન કરી રહ્યા છે; ત્યાં માથું આગથી બળી રહ્યું છે, પણ એની અંતરની
ચૈતન્યપરિણતિને ક્રોધાગ્નિમાં બળવા દેતા નથી. એ તો ચૈતન્યના પરમ શાંતરસમાં લીન
છે. સળગાવનાર ઉપર દ્વેષનો કોઈ વિકલ્પ નથી, તેમ દેહ સળગે છે તેની કોઈ વેદના
નથી, શાંતરસના વેદનમાં દુઃખ કેવા? ને ક્રોધ કેવો? એ તો શાંતિના બરફના હિમાલય
વચ્ચે બેઠા છે, તેમાં ક્રોધકષાયનો કે અગ્નિનો પ્રવેશ જ નથી. અરે, શુભવૃત્તિની
આકુળતાનો પણ જેમાં અભાવ છે તેમાં ક્રોધની તો વાત જ કેવી? આવી શાંતિનું વેદન
ધર્મીને હોય છે.
અરે જીવ! આવી વીતરાગતાને ઓળખીને તેની ભાવના તો કર! જીવનના
પરમ વૈરાગ્યપ્રસંગોને તું યાદ કર. ભાઈ, તારા ચૈતન્યની શાંતિ પાસે બહારની
પ્રતિકૂળતાની શી ગણતરી છે! શાંતિ તો તારો સ્વભાવ છે, ક્રોધ કાંઈ તારો સ્વભાવ
નથી. તારી શાંતિની તાકાત પાસે પ્રતિકૂળ સંયોગો તને શું કરશે? ક્ષમાના હિમાલયની
ગૂફામાં બેઠો ત્યાં બહારની પ્રતિકૂળતામાં ક્રોધનો અવસર જ ક્્યાં છે!
જુઓ તો ખરા! કેવો સુંદર વીતરાગતાનો ઉપદેશ છે! બાપુ! આવી વીતરાગી
ક્ષમામાં આનંદ છે. પ્રતિકૂળતામાં તું ક્રોધાદિ કરે છે, પણ હે જીવ! તને તે સંયોગનું નહિ
પણ તારા ક્રોધનું દુઃખ છે. ક્રોધ છોડીને તું તારી ચૈતન્યશાંતિમાં રહે તો તને કાંઈ દુઃુખ
નથી; ભલે પ્રતિકૂળ સંયોગ હોય, પણ ક્ષમાવંતને દુઃખ નથી.
બાપુ! સંસાર તો અસાર છે. સંસાર તરફના જેટલા અશુભ કે શુભપરિણામ તે
બધા અસાર છે, ચૈતન્યતત્ત્વ તે રાગથી પાર છે તેનો બોધ કરીને, તેના વેદનની જે
શાંતિ છે તે સારભૂત છે; જ્ઞાન–વૈરાગ્યની ભાવના ઉગ્ર કરીને હે જીવ! તું આવા
શાંતરસનું પાન કર. કદાચ દુઃખપ્રસંગ આવી પડ્યો હોય તો તે વખતે પણ તીવ્ર
વૈરાગ્યવડે સારભૂત

PDF/HTML Page 7 of 37
single page version

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : રપ૦૦
ચૈતન્યની એવી ભાવના ભાવજે કે તારા રત્નત્રયની વૃદ્ધિ થાય. પ્રતિકૂળતા આવે ત્યાં
ગભરાઈ જઈશ નહીં, પણ આરાધનામાં અપૂર્વ ઉત્સાહ પ્રગટાવીને વૈરાગ્યભાવનામાં દ્રઢ
રહેજે, ક્રોધની ઉત્પત્તિ થવા દઈશ નહિ, અપૂર્વ શાંતરસમાં મગ્ન રહેજે...ને દીક્ષા વગેરે
પ્રસંગના પરમ વૈરાગ્યને યાદ કરીને આત્માને રત્નત્રયની આરાધનામાં પરમ ઉલ્લાસથી
જોડજે. સારભૂત ચૈતન્યભાવોને જાણીને, અસારરૂપ પરભાવોને છોડજે. અરે, આ તો
આરાધનાના ને સમાધિમરણના અપૂર્વ ટાણાં છે...તેમાં તારા હિતને ચૂકીશ મા.
અહો, મોક્ષના સાધક મુનિવરોની શી વાત! મોહ જેનાં મરી ગયા–એને
પ્રતિકૂળતાના ભય કેવા? અમને અમારા ચૈતન્યના અનુભવમાં આનંદ છે, આનંદના
વનમાં અમે ક્રીડા કરીએ છીએ, ત્યાં દુઃખ કેવું? ને પ્રતિકૂળતા કેવી? ક્રોધ કેવો? અરે,
ચૈતન્યની આવી દશાને ઓળખો તો ખરા! આવી શાંતદશાની ઓળખાણ પણ અપૂર્વ
છે. જગતના જીવોને એની ઓળખાણ પણ દુર્લભ છે. આત્માની આવી શાંત–
વીતરાગદશાને ઓળખે તો મુમુક્ષુના પરિણામ કેટલા શાંત થઈ જાય! મોક્ષનો જેને
ઉલ્લાસ, ને સંસારથી જે ઉદાસ, એને શાંતિમાંથી બહાર નીકળીને ક્રોધની બળતરામાં
જવું કેમ પાલવે?
ભવ–તન–ભોગ તે અસાર છે, ને તેના વગરનો આત્મા જ સાર છે.–
* ભવ એટલે સમસ્ત પરભાવો તે ભવનું કારણ છે, તે પરભાવો અસાર છે ને
ચૈતન્યનો સ્વભાવ જ સાર છે.
* તન–શરીર, તે પુદ્ગલની રચના છે, તે કઈ ક્ષણે સડી જશે કે છૂટી જશે, તેનો
કોઈ ભરોસો નથી, તેના તરફની વૃત્તિઓ અસાર છે; ને શરીરથી છ્રૂટો
અસંખ્યપ્રદેશી આત્મા આનંદનું ધામ છે, તે સારભૂત છે.
* ભોગ–હરખશોકની વૃત્તિઓ તે અસાર છે; ઈંન્દ્રિયવિષયો કે શુભરાગ–તેનો
ભોગવટો તે આકુળતા અને દુઃખ છે, તે અસાર છે; ચૈતન્યના આનંદનો
ભોગવટો તે પરમ સુખ અને સાર છે.
આમ સાર તેમજ અસાર તત્ત્વોને જાણીને હે મુમુક્ષુ! અસાર એવા ભવ–તન–
ભોગથી તું વિરક્ત થા, ને સારભૂત એવા આનંદમય આત્મતત્ત્વના શ્રદ્ધા–જ્ઞાન–
રમણતાને તું અત્યંતપણે ભાવ...નિરંતર પરમવૈરાગ્યથી એવી જિનભાવનામાં તત્પર રહે.
પોતાની ચૈતન્યસંપત્તિની અપાર શાંતિને જેણે જાણી છે, તેના સ્વાદનો અનુભવ
કર્યો છે, ને દેહાદિક પ્રત્યે નિર્મમતા પ્રગટ કરી છે એવા સત્પુરુષો અત્યંત કડવાં વચન

PDF/HTML Page 8 of 37
single page version

background image
: જેઠ : રપ૦૦ આત્મધર્મ : પ :
વગેરેને સમતાથી સહન કરે છે...કાંટા જેવા દુષ્ટ–ચટકીલા વચનોને પણ ક્રોધ કર્યા વગર
વીતરાગભાવનાથી સહન કરી લ્યે છે. લૌકિકમાં પણ મોટા પુરુષો નિંદા વગેરે સાંભળીને
ક્રોધ નથી કરતા, પણ ધૈર્ય રાખે છે...કે હોય...એ તો એમ જ ચાલે...તો પછી જેણે
ચૈતન્યની શાંતિને જાણી છે એવા ધર્માત્મા–સત્પુરુષોએ તો જગતના કડવા વચન
સાંભળીને પણ ક્રોધ કરવો ઉચિત નથી; ધર્માત્માને વૈરાગ્યરસની શાંતિના ફૂવારા
ઊછળી જાય છે: અરે આ જગતની સ્થિતિ! અજ્ઞાનીઓ નિંદા કરે તેથી મને શું? મારી
શાંતિ તો મારા આત્મામાં છે. આ સંસાર તો પરમ વૈરાગ્ય કરવા જેવો છે. ભાઈ!
દુનિયાની લાલચમાં લલચાઈને, કે દુનિયાની નિંદાથી ગભરાઈને તારા વૈરાગ્યને તું
ભૂલીશ નહિ...તારી શાંતિના માર્ગથી તું ડગીશ નહીં...પણ ઉલ્ટું વૈરાગ્યભાવનાને દ્રઢ
કરજે. મનથી–વચનથી કે કાયાથી તું દુશ્મન ઉપર પણ ક્રોધ થવા દઈશ મા; ક્ષમા ધારણ
કરજે. બહારનો અગ્નિ તારા ગુણોને બાળી નહીં શકે, પણ ક્રોધનો અગ્નિ તો તારા
ક્ષમાગુણને બાળી નાંખશે. માટે તું ક્રોધથી દૂર રહેજે ને તારા ક્ષમાદિ ગુણોની રક્ષા કરજે.
ક્ષમાના શીતળ જળની વર્ષા વડે તું ક્રોધના દાવાનળને ઠારી નાંખજે.
પહેલાંં તો સત્ય જ્ઞાન કરવું જોઈએ કે ક્રોધ તે દુઃખ છે, ને આત્માનો
ચેતનસ્વભાવ ક્રોધાદિ વગરનો છે: મારો ચેતનસ્વભાવ અનંતી શાંતિની સંપદાથી
ભરેલો છે–આમ નિજસંપદાના ભાનવડે જ સાચી ક્ષમા પ્રગટે છે. ક્ષમા માટે, જગતની
સામે જોવાનું છોડીને (–આણે મારું આમ અહિત કર્યું.–એવા ક્રોધને છોડીને) તું તારા
નિજગુણની મહાન સંપદાને સંભાળજે. અરે, હું આવી મહાન સંપદાવાળો,–વીતરાગતા
ને સર્વજ્ઞતાથી ભરેલો મહાન આત્મા, તેમાં મને આવી ક્રોધાદિ તૂચ્છ વૃત્તિઓ શોભતી
નથી. જેમ મોટા હાથી પાછળ કૂતરાં ભસે તેથી કાંઈ હાથી તેની સામે લડવા ન જાય, એ
તો પોતાની મસ્ત–મલપતી ચાલે ચાલ્યો જાય છે. તેમ ધર્મીજીવો જગતપ્રત્યે પરમ
વૈરાગ્યપૂર્વક ચૈતન્યની નિજમસ્તીમાં મસ્તપણે પોતાના વીતરાગમાર્ગમાં આનંદથી
ચાલ્યા જાય છે, ત્યાં જગતમાં કોણ નિંદા કરે છે કે કોણ પ્રશંસા કરે છે તે જોવા રોકાતા
નથી; આત્માને સાધવાની ધૂનમાં જગત સામે જોવામાં કે રાગ–દ્વેષ–કરવામાં કોણ
રોકાય? બાપુ! તું મુમુક્ષુ! તને આવું ન પાલવે.
ભાઈ! પ્રતિકૂળતા ટાણે પણ તારા વૈરાગ્યને તું પુષ્ટ કરજે. ઢીલો થઈશ નહીં.
જીવનમાં ચૈતન્યના કોઈ પરમ મહિમાની ભાવના જાગી હોય, કોઈ પરમ વૈરાગ્યનો પ્રસંગ
બન્યો હોય, મરણ થઈ જાય એવો કોઈ અકસ્માત, રોગ વગેરે પ્રસંગ બની ગયો હોય

PDF/HTML Page 9 of 37
single page version

background image
: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
ને તેમાંથી બચી ગયો હોય,–એવા પ્રસંગોને યાદ કરીને વૈરાગ્યની ધૂનનો આહ્લક
જગાડજે ને તારી શુદ્ધતાને વધારજે.
વળી હે મુમુક્ષુ! તારા વૈરાગ્યની વૃદ્ધિ માટે, જીવનમાં કોઈ મુનિવગેરેના મહાન
ઉપદેશની ધન્ય પળે જાગેલી ઉત્તમ આત્મભાવનાને યાદ કરજે; અથવા પોતાના
અંતરમાં ચૈતન્યસ્વરૂપના આનંદની કોઈ અપૂર્વ ઉર્મિઓ કોઈ ધન્યપળે જાગી હોય–એને
યાદ કરીને તારા આત્માને ઉલ્લાસિત કરજે. તીર્થયાત્રામાં કોઈ વિશેષ ભાવનાઓ જાગી
હોય, કોઈ ધર્માત્મા સાથે આત્માની અનુભૂતિની ઊંડી ચર્ચા થઈ હોય, કે કોઈક
ધન્યપળે અંદર આત્માની ધૂનમાં કોઈ પરમ ચૈતન્યભાવો ખીલી ગયા હોય, શ્રદ્ધા–
જ્ઞાનમાં ભગવાન આત્મા ખુલ્લો થયો હોય–એવી અનુભૂતિની ધન્યપળોને ફરીફરી યાદ
કરીને તારા આત્માનો પુરુષાર્થ જગાડજે...ને રત્નત્રયની શુદ્ધતા વધારજે.
વાહ રે વાહ! જુઓ તો ખરા! આ વીતરાગમાર્ગનો ટંકણખાર જેવો ઉપદેશ! આ
તો શૂરવીરોનો મારગ છે. જગતને એકકોર મુકીને અંદર આનંદથી છલોછલ ભરેલા
ચૈતન્યસરોવરમાં ઊતરવાની આ વાત છે. પરમ શાંતિનો આ માર્ગ છે. ‘માંહી પડ્યા તે
માણે મોજ ’ એવો આ માર્ગ છે. અરે જીવો! આવો રે આવો! આવા સુંદર માર્ગમાં
આવો...ને આત્માની શાંતિનો સ્વાદ લ્યો.
અડગ રહેજો
હે જીવ! ગમે તેવી પ્રતિકૂળતા આવે, સંસારનાં દુઃખનો ઘેરો
ચારેકોર આવી પડે, પરંતુ વીતરાગી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે કદી અનાદર
કરીશ નહીં, તેમના પ્રત્યેના પરમ ઉલ્લાસમાં અને વિનયમાં જરાય
ભંગ પડવા દઈશ મા...તેમણે બતાવેલા તારા હિતપંથને ધ્રુવપણે
વળગી રહેજે...માર્ગથી ડગીશ મા...ઢીલો પણ થઈશ મા...બસ,
માર્ગમાં તારી આ અડગતા તને બધી પ્રતિકૂળતા વચ્ચેથી પણ રસ્તો
કરીને તારું આત્મહિત પ્રાપ્ત કરાવશે.

PDF/HTML Page 10 of 37
single page version

background image
: જેઠ : રપ૦૦ આત્મધર્મ : ૭ :
સમ્યક્ત્વનાં પરમગુણ જાણીને તેની આરાધના કર.
મિથ્યાત્વનાં મહાદોષ જાણીને તેનું સેવન છોડ.
(વીર સં. ૨૫૦૦ વૈશાખ વદ છઠ્ઠના પ્રવચનમાંથી)
[મોક્ષપ્રાભૃત ગાથા: ૯૬–૯૭ તથા કલશટીકા: કળશ ૩૨]
આજે સોનગઢના સમવસરણમાં ભગવાનની પ્રતિષ્ઠાનો મંગલદિવસ છે.
સમવસરણમાં ભગવાને શું કહ્યું–તે વાત કુંદકુંદાચાર્યદેવ બતાવે છે. આચાર્યદેવે,
આત્માની પ્રતીતિરૂપ સમ્યક્ત્વથી થતું મહાન અતીન્દ્રિય સુખ બતાવ્યું, અને મિથ્યાત્વના
સેવનથી થતું ભવભ્રમણનું મહાન દુઃખ પણ બતાવ્યું; સમ્યક્ત્વ અને મિથ્યાત્વનું આવું
ફળ જાણીને, હવે એવો કોણ હોય કે જે મિથ્યાત્વને છોડીને સમ્યક્ત્વનું ગ્રહણ તરત જ
ન કરે? ઝેર અને અમૃત બંનેનો તફાવત જાણીને એવો કોણ હોય કે જે અમૃતને ન
પીએ! ને ઝેરને તરત જ ન છોડે! તેમ સમ્યક્ત્વ–સેવનના અનંતગુણો કહ્યા અને
મિથ્યાત્વથી થતા અનેક દોષો બતાવ્યા, તે સમ્યક્વના મહાનગુણોને અને મિથ્યાત્વના
મહાન દોષોને જે જાણે છે તે તરત જ મિથ્યાત્વનું સેવન છોડે છે ને સમ્યક્ત્વની
આરાધના કરે છે.
હે ભવ્ય! સમ્યક્ત્વનાં ગુણો અને મિથ્યાત્વનાં દોષો–એ બંનેનું સ્વરૂપ અમે
બતાવ્યું, તે વિચારીને હવે તું જે રૂચે તે કર.–અમે વિશેષ શું કહીએ! ‘જે રૂચે તે કર ’
એટલે કાંઈ મિથ્યાત્વ રુચે તો મિથ્યાત્વ કર–એવો તેનો ભાવ નથી; પણ આચાર્યદેવને
ખાતરી છે કે, સમ્યક્ત્વના આવા ગુણો અમે બતાવ્યા અને મિથ્યાત્વના આવા દોષો
બતાવ્યા,–તે ગુણ–દોષોને જે જાણે તેને મિથ્યાત્વભાવ સ્વપ્ને પણ રુચે જ નહિ, ને
સમ્યક્ત્વનું સેવન જ રુચે; એટલે તે તો આ ગુણ–દોષોને જાણતાં વેંત જ મિથ્યાત્વનું
સેવન છોડીને, સમ્યક્ત્વનું આરાધન કરશે. ગુણ–દોષ જેણે જાણ્યા, તેને કહેવું નહિ પડે
કે તું દોષ છોડ ને ગુણની રુચિ કર! સમ્યક્ત્વાદિ ગુણની રુચિ કરે ને મિથ્યાત્વાદિ
દોષની રુચિ છોડે, તેણે જ ખરેખર ગુણ–દોષને જાણ્યા છે.
અરે જીવ! મિથ્યાભાવના સેવનથી તું કેવો દુઃખી થયો–તે જાણીને હવે તો તેનું
સેવન છોડ...સ્વપ્ને પણ તેનું સેવન ન કર. અને સર્વપ્રકારે સમ્યક્ત્વનો અપાર

PDF/HTML Page 11 of 37
single page version

background image
: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
મહિમા જાણીને તેને ભજ....સ્વપ્ને પણ તેમાં દોષ ન લગાડ. અધિક શું કહીએ?
જિનેન્દ્રદેવે સમવસરણમાં જે ઉપદેશ દીધો તેનો સાર આ જ છે કે સમ્યક્ત્વાદિની
આરાધના કર, ને મિથ્યાત્વનું સેવન સર્વ પ્રકારે છોડ.
આજે (વૈશાખવદ છઠ્ઠે) સોનગઢના સમવસરણમાં સીમંધરભગવાનની
પ્રતિષ્ઠાનો દિવસ છે; સમવસરણમાં ભગવાને શું ઉપદેશ દીધો તેની આ વાત છે. જેણે
સમ્યક્ત્વની આરાધના કરી તેણે દિવ્યધ્વનિનો સર્વ સાર જાણી લીધો.
અહો, ચૈતન્યતત્ત્વ શાંત–સમભાવરૂપ છે; તેની શાંતિનો સ્વાદ જેણે ચાખ્યો નથી,
શાંતસ્વરૂપ આત્માને જેણે જાણ્યો નથી, ને બહારમાં દિગંબર–મુનિદશા ધારણ કરીને
નિર્ગ્રંથપણે વર્તે છે તો તેથી તેને શું સાધ્ય છે? ચૈતન્યની શાંતિ તો મળી નહિ–તો તેનાં
વ્રતાદિ શું કામના છે? બહારનો પરિગ્રહ છોડ્યો પણ અંદર મિથ્યાત્વને ન છોડ્યું,
શુભરાગ કર્યો પણ વીતરાગી શાંતિનો સ્વાદ ન ચાખ્યો–તો તે જીવને બાહ્ય ત્યાગથી કે
શુભરાગથી શું લાભ થયો? ઉલ્ટું તેનાથી લાભ માનીને તે જિનમાર્ગનો વિરાધક થયો.
બાપુ! મિથ્યાત્વરૂપી ઝેરનું સેવન તારા જ્ઞાન–ચારિત્રને પણ ઝેરરૂપ બનાવી દેશે,–માટે
એવા મિથ્યાત્વરૂપી ઝેરને તું દૂરથી જ છોડ; ને સમ્યકત્વરૂપી અમૃતનું તું શીઘ્ર પાન કર.
સમ્યક્ત્વ થતાં અનંતગુણોની શુદ્ધતા સ્વયમેવ પ્રગટે છે. આવા સમ્યક્ત્વની આરાધના
કરનાર જીવને ભવસમુદ્રનો કાંઠો આવી ગયો છે, તે ધન્ય છે, કૃતકૃત્ય છે, શૂરવીર છે,
પંડિત છે, તેનું મનુષ્યપણું સફળ છે,–તે મોક્ષના માર્ગમાં છે.–આમ કહીને કુંદકુંદસ્વામીએ
પણ સમ્યગ્દ્રષ્ટિની પ્રશંસા કરી છે.
માટે હે ભવ્યજીવો! પરમભક્તિપૂર્વક તમે સમ્યક્ત્વની
આરાધના કરો...ને મિથ્યાત્વને હવે તો છોડો.
બધાય જીવો આત્માનો અનુભવ કરો ને!
ચૈતન્યસમુદ્ર આનંદમય શાંતરસથી ઊછળી રહ્યો છે.
સમયસાર કળશ ૩રમાં આત્માનો અનુભવ કરવાનું ને તેના શાંતરસમાં મગ્ન
થવાનું કહે છે–હે જીવો! આ ચૈતન્યસમુદ્ર ભગવાન આત્મા પોતાના શાંતરસથી

PDF/HTML Page 12 of 37
single page version

background image
: જેઠ : ર૫૦૦ આત્મધર્મ : ૯ :
ઉલ્લસી રહ્યાં છે...મોહનો પડદો દૂર કરીને તેને દેખો...ને શાંતરસથી ઊછળી રહેલા
જ્ઞાનસમુદ્રમાં લીન થાઓ.
અહા, ચૈતન્યનો શાંતરસ...જેમાં રાગના કોઈ વિકલ્પનું કર્તાપણું નથી, રાગ
વગરનો ચૈતન્યસ્વાદ જેમાં વેદાય છે...એવા શાંતરસનો સમુદ્ર આત્મામાં જ ભર્યો છે. જેને
આત્માના આવા શાંતરસનો અનુભવ થયો છે, આત્માનું અતીન્દ્રિયસુખ અનુભવમાં
આવ્યું છે, તે ધર્મી જીવ પ્રમોદથી ભાવના કરે છે કે અહો! જગતના બધાય જીવો આવા
સુખનો અનુભવ કરો ને! આત્માના શાંતરસમાં બધાય જીવો મગ્ન થાઓને!
ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર, તે અતીન્દ્રિયસુખથી ભરેલો ગંભીર છે; બધાય
જીવોમાં આવો સ્વભાવ છે, માટે બધાય જીવો એકસાથે તેનો અનુભવ કરો ને! પોતાને
જે અનુભવ થયો છે તેના મલાવા કરે છે. એક માત્ર મોહરૂપી પડદો આડો છે તેને
ભેદજ્ઞાન વડે દૂર કરતાં જ મહા ચૈતન્યસમુદ્ર આનંદમય શાંતરસથી ઊછળી રહ્યો છે–તે
સાક્ષાત્ અનુભવાય છે. હે જીવો! તમે બધા આવો અનુભવ કરો ને!
રાગમાં લીન થઈને દુઃખનો જ અનુભવ અત્યાર સુધી અજ્ઞાનભાવે કર્યો, હવે
ભેદજ્ઞાન પ્રગટ કરી, રાગ સાથે એકતાબુદ્ધિને છોડીને, રાગ વગરનું અતીન્દ્રિયસુખ જેમાં
ભરેલું છે એવા શાંતરસનો અનુભવ કરો. અહા, સમ્યક્ત્વ થતાં જે અપૂર્વ શાંતિ થાય છે
તેમાં પરમ અતીન્દ્રિયસુખની ગંભીરતા ભરી છે, અનંતગુણની શાંતિનો રસ તેમાં વેદાય
છે. ભગવાન આત્મા પોતે પ્રગટ થઈને આવા શાંતરસરૂપ પરિણમ્યો. આ શાંતરસ
ત્રણલોકમાં સર્વોત્કૃષ્ટ છે. જીવનું આવું શુદ્ધસ્વરૂપ અમે બતાવ્યું, ઘણા પ્રકારે યુક્તિથી
તેમજ અનુભવથી બતાવ્યું; તો તે જાણીને બધા જીવો તેવો અનુભવ કરો...અનુભવનો
આ અવસર છે, માટે આજે જ અનુભવ કરો.
અરે, ક્્યાં કષાયના વેદનની અશાંતિ! ને ક્્યાં આ ચૈતન્યના શાંતરસનું વેદન!
શું એનો અત્યંત ભેદ તને નથી દેખાતો!–બંનેનો ભેદ જાણીને સંસારના કલેશથી છૂટવા
આ શાંતરસમાં આવ ને! અરે જીવ! હજી ક્્યાંસુધી અપ્રતિબુદ્ધ રહેવું છે! હવે તો
પ્રતિબુદ્ધ થા, ને આત્મામાં સન્મુખ થઈને શાંતરસનું પાન કર! તારી અશાંતિ મટી જશે,
ને અતીન્દ્રિયસુખથી ભરેલી શાંતિનો દરિયો તારામાં ઉછળશે. સમ્યગ્દર્શન થતાં જ આવી
અપૂર્વ શાંતિનો તને અનુભવ થશે. તો જગતની સામે જોવાનું છોડ, ને સ્વસન્મુખ થઈને
આવા શાંતરસનો અનુભવ કર.

PDF/HTML Page 13 of 37
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
વાહ રે વાહ! જુઓ તો ખરા, સંતોએ કેવી કરુણાથી આત્માના શાંતરસના
અનુભવની પ્રેરણા કરી છે! અહા, હવે કોને અનુભવ ન થાય! બધા જીવો એટલે કે જે
કોઈ આવો ઉપદેશ સાંભળવા વિદ્યમાન છે તે બધા જીવો ભેદજ્ઞાન કરીને આવા
આત્માનો અનુભવ કરો...ને શાંતરસમાં મગ્ન થાઓ. આત્માનો શાંતરસ એ જગતના
બધા રસોમાં સર્વોત્કૃષ્ટ છે. રાગમાં–પુણ્યફળમાં કે જડમાં તે શાંતરસની ઝાંઈ પણ નથી, તે
તો લોકોત્તર, અતીન્દ્રિય આત્મરસ છે; ઈન્દ્રિયોવડે કે ઈન્દ્રિયજ્ઞાનવડે પણ તે રસનો સ્વાદ
આવી ન શકે. અતીન્દ્રિયજ્ઞાન વડે જે અનુભવમાં આવે છે એવો આ મહાન શાંતરસ,
આત્મામાં ભરેલો છે, તેને સ્વન્મુખ થઈને હે જીવો! તમે આનંદથી અનુભવમાં લ્યો.
[સમવસરણની ધર્મસભામાં તીર્થંકર ભગવંતોએ આવા શાંતરસમય આત્માના
અનુભવનો જ ઉપદેશ આપ્યો છે. અને, આજે–સોનગઢમાં સમવસરણની પ્રતિષ્ઠાના
દિવસે એ જ ઉપદેશના ભણકાર શ્રીગુરુપ્રતાપે સાંભળવા મળે છે...તો હે મહા ભાગ્યવાન
સાધર્મી જીવો! તમે બધા આવા શાંતરસમય આત્માનો અનુભવ કરો ને! બધાય
જીવોએ આવો અનુભવ કરવા જેવો છે. અને તેમાં પણ અત્યારે તો મહાવીર
ભગવાનના નિર્વાણ મહોત્સવનું આ અઢીહજારમું મહાન વર્ષ ચાલી રહ્યું છે,–તેમાં જરૂર
આત્માનો અનુભવ કરો. એ જ વીરનો પંથ છે...એ જ મહાવીરનો મહોત્સવ છે.
]
પ્રભુના ઉજળા માર્ગમાં રાગ કેમ શોભે?
જિનમાર્ગમાં તો વીતરાગતાની કિંમત છે, રાગની કિંમત નથી.
રાગની કિંમત સંસારમાર્ગમાં છે, મોક્ષમાર્ગમાં નહીં.
ભગવાનનો માર્ગ તો વીતરાગતાથી ઉજળો છે–શોભતો છે; અરે,
આવા ઉજ્વળમાર્ગમાં રાગનો મેલ કેવો? રાગ તો મલિનતા છે, એનાથી
તે કાંઈ માર્ગની શોભા હોય? રાગનો કોઈ અંશ વીતરાગ જિનમાર્ગમાં
શોભતો નથી. હે ભાઈ! જો તું રાગને સારો માનીશ તો વીતરાગમાર્ગમાં
ચાલી નહીં શકાય. વીતરાગમાર્ગમાં તો વીતરાગભાવથી જ ચાલી
શકાય છે.

PDF/HTML Page 14 of 37
single page version

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૧ :
ધર્મીને મજા છે
ભાઈ, ધર્મીને તો મજા જ હોય ને! પણ તે મજા શેની છે?
કાંઈ રાગની કે પુણ્યની એ મજા નથી, એ મજા તો ચૈતન્યના
અનુભવના આનંદની છે. તે અનુભવમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ
નથી. એક સત્ત્વમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ પાડવા તે વ્યવહાર છે;
અને અભેદરૂપ એક શુદ્ધ સત્ત્વની અનુભૂતિ તે પરમાર્થ છે. આત્મા
પરથી જુદો છે, પણ પોતાના ગુણ–પર્યાયથી જુદો આત્મા નથી.
(સમયસાર–કલશ ૪૮–૪૯)
સમ્યગ્દર્શન થતાં જીવ પોતે પોતાની મેળે શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ થયો; તે
આનંદમય અનુભવમાં પોતાના સ્વરૂપ સિવાય કોઈની અપેક્ષા નથી; રાગનું કે
ગુરુઉપદેશનું અવલંબન સ્વરૂપના અનુભવમાં નથી. રાગને કાળે ઉપદેશાદિનું આલંબન
હોય પણ શુદ્ધસ્વરૂપની અનુભૂતિમાં તે નથી. આવી અનુભૂતિથી ધર્મીનો આત્મા શોભે છે.
આવા અનુભવશીલ ધર્માત્મા શુભ–અશુભ સર્વ પ્રસંગે, જ્ઞાનને ભિન્ન રાખીને ચૈતન્યની
શાંતિને વેદે છે. રાગના વેદનને દુઃખરૂપ જાણે છે ને ચૈતન્યના શાંતરસને વેદે છે.
કોઈ કહે–ધર્મીને તો ભારે મજા! રાગ પણ કરે ને ધર્મ પણ થાય!
–ભાઈ, ધર્મીની દશા ઊંડી છે; ધર્મીને તો મજા જ હોય ને!–પણ એ મજા કાંઈ
રાગની કે પુણ્યની નથી, એ મજા તો ચૈતન્યના અનુભવના આનંદની છે. પણ એવો
અનુભવ કોઈ વિરલા ધર્માત્મા કરે છે. અજ્ઞાની રાગમાં ને વિષયોમાં મજા માને છે, તે
સાચી મજા નથી, તે તો દુઃખ છે.
અહા, આ સર્વજ્ઞસ્વભાવી, રાગ વગરનું ચૈતન્યતત્ત્વ, તેમાં કલેશ કેવો? ને દુઃખ
કેવું? ચૈતન્યતત્ત્વ પોતે સુખરૂપ છે, તેથી તેની અનુભૂતિ થતાં આત્મા પોતે સુખરૂપ થઈ
જાય છે, તેને દુઃખ રહેતું નથી. સુખસ્વભાવી વસ્તુ–તેમાં તન્મયતાથી તો

PDF/HTML Page 15 of 37
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
સુખ જ હોયને! સ્વભાવનું જેટલું અવલંબન છે તેટલી તો કલેશથી નિવૃત્તિ જ છે;
પર્યાયમાં જેટલું દુઃખ છે તેટલું પરનું અવલંબન છે. પણ તે જ વખતે સુખની ધારા
સ્વભાવના અવલંબને ધર્મીને ચાલુ છે. બંને ભાવને ધર્મી જેમ છે તેમ જાણે છે.
એક સત્ત્વ, તેમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ પાડવા તે વ્યવહાર;
અભેદસત્ત્વની અનુભૂતિ તે પરમાર્થ
જુઓ, કેવા વસ્તુસ્વરૂપના વિચારથી ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે તેની
વાત સ્પષ્ટ સમજાવે છે; વસ્તુને પોતાના સમસ્ત ગુણ–પર્યાયો સાથે વ્યાપ્ય–વ્યાપકતારૂપ
એક સત્ત્વપણું હોય છે; દ્રવ્ય–ગુણ–પર્યાય એ ત્રણેને એક સત્ત્વપણું છે; એક સત્ત્વમાં ભેદ
પાડીને પરસ્પર વ્યાપ્ય–વ્યાપકપણું કહેવામાં આવે છે–તેટલો વ્યવહાર લીધો, પણ
રાગાદિ સાથે શુદ્ધવસ્તુને વ્યાપ્ય–વ્યાપકતા ભૂતાર્થદ્રષ્ટિમાં નથી. શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણે ચેતનભાવરૂપ જ્ઞાતા–દ્રષ્ટા છે, તેમાં આત્માને વ્યાપ્ય–વ્યાપકતા છે, એક અભેદ
સત્ત્વમાં આટલો ભેદ પાડવો તે પણ વ્યવહાર છે; ત્યાં રાગાદિના કર્તૃત્વરૂપ અશુદ્ધતાની
વાત તો ક્્યાં રહી? રાગના કર્તૃત્વરહિત થયેલા એવા શુદ્ધચેતનાભાવમાં સ્થિતપણે
આત્મા શોભે છે. શુદ્ધચેતનભાવરૂપ એક અભેદ સત્ત્વનો અનુભવ તે પરમાર્થ છે.–
આવી અનુભૂતિવડે જ્ઞાની થતાં જીવને મિથ્યાત્વાદિ પરભાવોનું કર્તૃત્વ છૂટી જાય છે.
સમ્યક્ત્વસૂર્ય ઊગ્યો ત્યાં મિથ્યાત્વ અધંકાર મટયો.
ચૈતન્યભાવરૂપ શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયમય એક અભેદ સત્ત્વ આત્મા તે નિશ્ચય;
તે ભૂતાર્થ; તે અભેદમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ ઉપજાવવા તે વ્યવહાર, તેના આશ્રયે
એક અભેદ શુદ્ધવસ્તુ અનુભવમાં નથી આવતી પણ વિકલ્પ થાય છે, માટે તે અભૂતાર્થ
છે. સોનામાં મેલ તે તો જુદો, પણ એક સોનામાં પીળાશ–વજન વગેરે ભેદ કહેવા તે
વ્યવહાર, ને પીળાશ વગેરેનું સત્ત્વ સોનાથી જુદું પડતું નથી, પણ એક સત્ત્વ છે, એટલે
તેનો ભેદ ન પાડતાં–સોનું તે સોનું જ છે–એ ભૂતાર્થ છે. તેમ ચૈતન્યવસ્તુ એક આત્મા,
તે ચૈતન્યવસ્તુમાં કર્મ કે રાગની તો વાત નથી, તેનાથી તો ચૈતન્યતત્ત્વ જુદું છે; પણ
એક ચૈતન્યવસ્તુમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ કહેવા તે વ્યવહાર; અને દ્રવ્ય–ગુણ–
પર્યાયનું સત્ત્વ એક શુદ્ધ ચેતનવસ્તુથી જુદું નથી પણ એક સત્ત્વ છે, એટલે તેનો ભેદ ન
પાડતાં ‘જ્ઞાયક તે જ્ઞાયક’ એવો અભેદમાત્ર અનુભવ તે ભૂતાર્થ છે, તે નિશ્ચયદ્રષ્ટિ છે,
તે સમ્યગ્દ્રષ્ટિનો વિષય છે; આમ વસ્તુસ્વરૂપ વિચારતાં ભેદજ્ઞાન થાય છે, ને ભેદ–
વિકલ્પો છૂટીને ચેતનવસ્તુનો સાક્ષાત્ અનુભવ જેમ

PDF/HTML Page 16 of 37
single page version

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૩ :
છે તેમ થાય છે. આનાથી વિપરીત વસ્તુસ્વરૂપ વિચારે તેને કદી ભેદજ્ઞાન કે
આત્મઅનુભવ થાય નહિ.
જુઓ, સરસ ખુલાસો કર્યો છે–જે વિચારતાં ભેદજ્ઞાન થાય છે: ‘સમસ્ત ગુણરૂપ
અને પર્યાયરૂપ ભેદ–વિકલ્પો તથા એક દ્રવ્યરૂપ વસ્તુ, તે એક સત્ત્વરૂપ વસ્તુમાં હોય છે.
ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું–ભારે–ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ
છે. તેમ જીવદ્રવ્ય જ્ઞાતા–દ્રષ્ટા એમ ભેદ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે. એ પ્રમાણે
એક સત્ત્વમાં વ્યાપ્ય–વ્યાપકતા હોય છે; અર્થાત્ ભેદ કરવામાં આવે તો વ્યાપ્ય–
વ્યાપકતા કહેવામાં આવે છે, પણ અભેદ વસ્તુના અનુભવમાં ‘આ વ્યાપ્ય ને આ
વ્યાપક’ એવા ભેદ રહેતા નથી; ચૈતન્યવસ્તુમાત્ર એક સત્ત્વ અનુભવાય છે. પોતામાં
આ દ્રવ્ય–કર્તા ને આ શુદ્ધપર્યાય તેનું કર્મ,–એવો ભેદ પાડવો તે વ્યવહાર છે, પણ પર
સાથે તો વ્યવહારથીયે કર્તાકર્મપણું નથી. બસ, શુદ્ધવસ્તુમાં અભેદમાં ભેદ ઉપજાવવો
તેટલો વ્યવહાર અહીં લીધો, તે સિવાય અશુદ્ધતા કે કર્મ સાથે તો શુદ્ધતત્ત્વને કાંઈ સંબંધ
ન લીધો, તેનાથી તો ભિન્નતા જ છે. શુદ્ધચેતનભાવને રાગાદિ સાથે કર્તાકર્મપણું કે
વ્યાપ્ય–વ્યાપકપણું નથી, એની તો જાત જ જુદી છે, તેથી તેનું સત્ત્વ જ જુદું ગણ્યું. શુદ્ધ
ચૈતન્યસત્ત્વના અનુભવમાં તે રાગાદિનો અભાવ જ છે. આવા પોતાના શુદ્ધસત્ત્વનો
અનુભવ કરતાં ભવના અંત આવે છે, ને અતીન્દ્રિય ચૈતન્યશાંતિ અનુભવાય છે.
એક ચૈતન્યવસ્તુમાં દ્રવ્ય–પર્યાયના ભેદ પાડીને, આ કર્તા–આ કર્મ એવા ભેદ
કરવામાં આવે તો વ્યવહારથી થાય છે, ને ભેદ ન કરવામાં આવે તો નથી થતા, એટલે
કે અભેદ વસ્તુમાત્ર અનુભવાય છે, તે નિશ્ચય છે. એક વસ્તુમાં તેના દ્રવ્ય–પર્યાયના ભેદ
પાડીને તેમાં વ્યાપ્ય–વ્યાપકપણું કહી શકાય, પણ અન્ય વસ્તુને અન્ય વસ્તુ સાથે તો
કોઈ રીતે વ્યાપ્ય–વ્યાપકતા કહી શકાતી નથી, કેમ કે બંને સત્ત્વ જ જુદા છે. એ જ રીતે
ચૈતન્યભાવને રાગભાવ સાથે વ્યાપ્ય–વ્યાપકભાવ નથી, એટલે કર્તા–કર્મપણું પણ નથી,
બંનેની જાત જુદી છે. તેથી સત્ત્વ જુદા છે. આ પ્રમાણે ભેદજ્ઞાન વડે ધર્મીજીવ વિકાર
અને પરદ્રવ્યોથી શુદ્ધ ચૈતન્યવસ્તુને જુદી અનુભવે છે; ને અભેદના અનુભવ ટાણે દ્રવ્ય–
પર્યાયના ભેદનો વિચાર પણ રહેતો નથી. આવો અનુભવ કરનાર ધર્માત્મા, રાગાદિના
કર્તૃત્વથી રહિત થયો થકો મોક્ષમાર્ગમાં શોભે છે.
–માટે આવો અનુભવ કર્તવ્ય છે.

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
શબ્દથી પેલે પાર સીધું સંવેદન
• આત્મસ્વરૂપ શ્રવણમાત્ર ન રાખીશ; અનુભવગમ્ય કરજે. •
સાહિત્યમાં એમ માનવામાં આવે છે કે હજારો શબ્દોની અસર કરતાં એક
ચિત્રની વધુ અસર છે; તેમજ હજારો શબ્દો કરતાં એક સીધા સ્પર્શની અસર વધુ છે.
ચારેકોરના દુઃખમાં મુંઝાઈ રહેલા કોઈ માનવીને કલાકો સુધી સહાનુભૂતિના હજારો
મીઠા શબ્દોથી જે સાંત્વન મળે છે, તેના કરતાં વહાલપૂર્વક તેના માથે કે વાંસામાં હાથ
પંપાળતાં તેને વધુ સાંત્વન મળશે...ત્યાં શબ્દની જરૂર નહીં પડે...તેમ...
અચિંત્ય મહિમાવંત આત્મસ્વરૂપ, તેનું ગમે તેટલું વર્ણન હજારો શબ્દો દ્વારા
વાંચવા કે સાંભળવામાં આવે તોપણ તે પૂરું સ્પષ્ટ લક્ષગત થઈ શકતું નથી, પણ જ્યારે
અંતરના જ્ઞાનવડે તે ચૈતન્યતત્ત્વનો સીધો સ્પર્શ એટલે કે અનુભવ કરવામાં આવે ત્યારે
તે સ્વરૂપ સ્પષ્ટ લક્ષગત થાય છે. ચૈતન્યસ્વરૂપનું સાચું વર્ણન કરનારા શાસ્ત્રના હજારો
શબ્દો વાંચવામાં આવે કે જ્ઞાની પાસેથી વર્ષો સુધી સાંભળવામાં આવે, પરંતુ જ્ઞાન
જ્યારે અંતર્મુખ થઈ, શબ્દાતીત થઈ, અંતરમાં આત્માને સીધું સ્પર્શે ત્યારે જ તેનો
સાચો અનુભવ થાય છે. આથી જ કહ્યું છે કે–
હજારો વર્ષના શાસ્ત્રજ્ઞાન કરતાં એક ક્ષણનું અનુભવજ્ઞાન શ્રેષ્ઠ છે.
હજારો શબ્દોનું શાસ્ત્રજ્ઞાન જે આનંદ નથી આપી શકતું તે આનંદ એક ક્ષણનું
અનુભવજ્ઞાન આપે છે. તે અનુભવમાં શબ્દની જરૂર રહેતી નથી.
જેમ અગ્નિની ઉષ્ણતાનું વર્ણન, કે બરફની ઠંડકનું વર્ણન, શબ્દોથી ભલે ગમે
તેટલું સાંભળીએ પણ અગ્નિ કે બરફના સીધા સ્પર્શથી ગરમી કે ઠંડીનું જેવું સાક્ષાત્
વેદન થાય છે તેવું શબ્દો સાંભળવાથી કે વાંચવાથી નથી થતું. એમ અદ્ભુત
ચૈતન્યતત્ત્વના મહા આનંદનું વર્ણન હજારો વર્ષો સુધી હજારો શબ્દો વડે વાંચીને કે

PDF/HTML Page 18 of 37
single page version

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૫ :
સાંભળીને, જે જાણપણું થાય, તેના કરતાં શબ્દથી પાર એવા જ્ઞાનને સ્વસન્મુખ કરતાં
તેનું જે સ્પષ્ટ–પ્રત્યક્ષ જ્ઞાન અને મહા આનંદનું વેદન થાય છે, તે કોઈ જુદી જાતનું છે.
શબ્દજ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) ગમે તેટલું હોય તોપણ તે ઈંદ્રિયજ્ઞાન છે; અતીન્દ્રિયપદાર્થને
જાણવાની કે વેદવાની મહા તાકાત તેનામાં કદી આવતી નથી; તે તાકાત તો ઈંદ્રિયાતીત
સ્વસંવેદનજ્ઞાનમાં જ છે.
જેમ કુંવારી સ્ત્રી, પ્રસૂતિની વેદનાનું ગમે તેટલું વર્ણન વાંચે કે બીજા અનુભવી
પાસેથી સાંભળે, પણ પ્રસૂતિવેદનાનો ખરો ખ્યાલ પોતાને જ પ્રસૂતિ થતાં જેવો આવે
તેવો વાંચવા કે સાંભળવાથી તો ન જ આવે. જાત અનુભવથી ખ્યાલ આવે તેવો
શબ્દોથી નથી આવતો. તેમ અનુભવના મહા આનંદનું વર્ણન જ્ઞાની–અનુભવી પાસેથી
ગમે તેટલું સાંભળો કે અનુભવજ્ઞાનના ગમે તેટલા શાસ્ત્રો વાંચો કે અનુભવની ગમે
તેટલી પ્રશંસા કરો, પણ અંતરમાં જાત અનુભવ વગર ચૈતન્યના મહા આનંદનો સાચો
સ્વાદ આવી શકતો નથી. માટે સમયસારમાં આચાર્યદેવે કહ્યું છે કે હે જીવ! અમે જે
શુદ્ધઆત્મા બતાવીએ છીએ તે શુદ્ધાત્માને, તું માત્ર સાંભળીને નહિ–પણ તારા
જાતઅનુભવથી પ્રમાણ કરજે, શ્રવણમાત્ર ન રાખીશ, અનુભવગમ્ય કરજે.
ભવના છેદ માટેનો ભવ
જેને ચૈતન્યના પરમ આનંદની જ પિપાસા છે, જગતની બીજી
કોઈ લપ જેના અંતરમાં નથી, અરે! અમારા ચૈતન્યનું અમૃત અમારા
અંતરમાં જ છે એમ જેની જિજ્ઞાસાનો દોર આત્મા તરફ વળ્‌યો છે, એવા
ભવ્ય જીવોના આનંદ માટે–હિતને માટે વીતરાગી સંતોએ શાસ્ત્રો રચ્યાં
છે. તરતા પુરુષોએ મોક્ષને સાધતાં સાધતાં ને ભવને છેદતાં છેદતાં જે
વાણી રચી તે વાણી ભવછેદક છે. મોક્ષાર્થી જીવ તે વાણી ઝીલી, આત્મા
તરફ વળી, ભવનો છેદ કરીને પરમ આનંદને પામે છે.
હે જીવ! જ્ઞાનસ્વભાવવડે અધિક એવા તારા આત્માને જાણ તો
તારા ભવનો છેદ થાય. ભાઈ રે, આવો મનુષ્યઅવતાર મળ્‌યો તેમાં જો તેં
ભવના છેદનો ઉપાય ન કર્યો તો તેં શું કર્યું? આ ભવ, ભવના છેદ માટે જ
છે. ચાર ગતિના ભવનો અભાવ કરવા માટે જ આ અવતાર છે. પરમ
.

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
આત્મસ્વભાવ તો આનંદના સ્વાદવાળો છે
અશુભ કે શુભ સર્વે રાગક્રિયાઓ આત્મસ્વભાવથી વિપરીત છે,
તેમાં આનંદનો સ્વાદ નથી, પણ દુઃખનો સ્વાદ છે.
[વીર સં. વૈશાખ વદ ૮ મોક્ષપ્રાભૃત ગા. ૯૯ થી ૧૦૪ તથા કળશ ટીકા: ૩૪]
* જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેનું સંવેદન મોક્ષનું સાધન છે; ને રાગની શુભાશુભ–
ક્રિયાઓ તેનાથી વિપરીત છે, તે બંધનું કારણ છે.
* જેટલી રાગક્રિયાઓ છે તે બધીયે આત્મસ્વભાવથી વિપરીત છે, તે મોક્ષનું કારણ
કેમ થાય?
* આત્મસ્વભાવથી પ્રતિકૂળ એવી તે રાગક્રિયાઓની જેને રુચિ હોય, તેને જે
મોક્ષનું સાધન માનતો હોય, તેને વૈરાગ્ય ક્્યાંથી હોય? તે તો રાગક્રિયામાં જ
લીન છે. તે જીવ ગમે તેટલી શુભરાગની ક્રિયાઓ કરે પણ મોક્ષના સાધનનું
સેવન તેને જરાપણ નથી.
* અહા, જ્ઞાનમય આત્મસ્વભાવ, તેના આનંદનો સ્વાદ જેને આવે તેને રાગની
રુચિ રહે નહિ. આનંદમય જ્ઞાનસ્વભાવ, તેને રાગની અપેક્ષા જરાય નથી;
જ્ઞાનસ્વરૂપ આત્મા તો રાગ વગર જ જીવનારો છે.
* અરે બાપુ! તારા આત્મસ્વભાવના આનંદનો સ્વાદ જેમાં ન આવે એવી
બાહ્યક્રિયાઓથી કે રાગથી તને શું લાભ છે? તેમાં મોક્ષનું સાધન કે આત્માની
શાંતિ તો જરીયે નથી.
* તું વ્રત–ઉપવાસ ગમે તેટલા કર, પણ તારી ચેતના રાગથી ભિન્ન પડીને
શાંતભાવરૂપે ન પરિણમે તો તને શું ફાયદો થયો? તને તો રાગનું ફળ મળ્‌યું
એટલે દુઃખ મળ્‌યું ને સંસાર ફળ્‌યો; મોક્ષસુખ તો તને ન મળ્‌યું.

PDF/HTML Page 20 of 37
single page version

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૭ :
* ધર્મ તો તેને કહેવાય કે જેમાં ચૈતન્યતત્ત્વ પોતે આનંદરૂપ થઈને પરિણમે, રાગ
અને જ્ઞાનની ભિન્નતા જાણીને શુદ્ધોપયોગની શાંતિનો સ્વાદ જેણે ચાખ્યો છે,
તેને મોક્ષના હેતુરૂપ જ્ઞાન–ચારિત્ર–વૈરાગ્ય વગેરે ઉત્તમ ગુણો પ્રગટે છે. એનાં
વગરનાં બહારનાં જ્ઞાન–ચારિત્ર વગેરે બધું નિષ્ફળ છે, આત્માનું હિત તેમાં નથી.
* ચૈતન્યની શાંતિનું જે અપૂર્વ વેદન ધર્મીને થયું છે તે શરણરૂપ છે–મરણ પ્રસંગે
પણ તે શરણ આપે છે. અહા, ચૈતન્યની શાંતિના અનુભવને યાદ કરતાં પણ
ધર્મીનું અંતર સ્વભાવપ્રત્યે ઉલ્લસી જાય છે. અરે, ચૈતન્યની શાંતિના આ
અનુભવ પાસે રાગની તે શું કિંમત છે! રાગ ભલે શુભ હો–પણ ચૈતન્યની
શાંતિથી તો તેનો સ્વાદ વિપરીત છે.
* ભલે ઘણાં શાસ્ત્રો ભણ્યો ને વ્રતાદિનાં ઘણાં આચરણ કર્યા, પણ અંતરમાં
ચૈતન્યભાવની શુદ્ધતા જો ન કરી તો તેનાં શાસ્ત્ર–ભણતર તે બધાં અજ્ઞાન છે,
ને તેનાં આચરણ તે બધાં બાલચારિત્ર છે એટલે કે મિથ્યાઆચરણ છે.–તેમાં
આત્માનું સુખ જરાય નથી.
* જે પરસન્મુખ ભણતર, ને પરસન્મુખઆચરણ, તેની શુભવૃત્તિમાં ઊંડેઉંડે
અજ્ઞાનીને મીઠાસ રહી જાય છે, એટલે ચૈતન્યતત્ત્વની મીઠાસનો વીતરાગી સ્વાદ
તેના અનુભવમાં આવતો નથી. અંતર્મુખ ચેતનસ્વભાવમાં જઈને જે જ્ઞાન ને
આચરણ પ્રગટે તેમાં તો અપૂર્વ અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે.
* અહો, દિગંબર સંતોની વાણી ચોખ્ખી–નિર્દોષ, અને સીધી ચૈતન્યને સ્પર્શનારી
છે. એકકોર સ્વદ્રવ્ય તરફની પરિણતિ, ને બીજીકોર પરદ્રવ્ય તરફની પરિણતિ,–
બંનેની જાત જ તદ્ન જુદી છે; તદ્ન જુદા બે ભાગ પાડીને સંતોએ સમજાવ્યું છે.
તે સમજતાં ભેદજ્ઞાન થઈને; રાગથી ભિન્ન ચૈતન્યશાંતિનું વેદન થાય છે.–તે જ
મોક્ષનો માર્ગ છે.
* જુઓ, આ જૈનધર્મના સાધુ!–મોક્ષને સાધનારા સંત!–એમની દશા કેવી
અદ્ભુત હોય છે! તે કહે છે. આત્માના અનુભવનું જે સ્વકીય શુદ્ધ
અતીન્દ્રિયસુખ–તેના વેદનમાં તેઓ અતિશય અનુરક્ત છે, ને સમસ્ત
પરદ્રવ્યોથી પરાંગ્મુખ, અત્યંત વૈરાગ્યપરાયણ છે; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–
ધ્યાન વગેરે ગુણસમૂહથી જેમનો આત્મા વિભૂષિત છે–શોભે છે, હેય–ઉપાદેયનો
જેને બરાબર નિશ્ચય છે, અને સદા