Atmadharma magazine - Ank 369
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૬૯
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
હે માતા! મેં મારા શુદ્ધચૈતન્યસ્વરૂપની અનુભૂતિ કરી છે, તે
સ્વરૂપને વધારે સાધવા, હું મારા ચૈતન્યધામમાં જઈને ઠરવા માંગું
છું, તે માટે હે માતા! હું હવે આ મોહ છોડીને શુદ્ધોપયોગી
ચારિત્રદશા અંગીકાર કરવા જાઉં છું...તું મને આનંદથી રજા આપ.
જ્ઞાની–પુત્ર પોતાની માતા પાસે આ રીતે વૈરાગ્યપૂર્વક રજા માંગતા
હોય–તે પ્રસંગે કેવો હશે! અહા, ધન્ય અવસર! પોતાનું જેને હિત
કરવું હોય તેને આ જ માર્ગે જવાનું છે. અહો, મોક્ષનો આવો
પ્રસિદ્ધ વીતરાગમાર્ગ, તે સંતોએ આ પંચમકાળમાંય પ્રસિદ્ધ કર્યો
છે. આચાર્યદેવ પ્રવચનસારમાં કહે છે કે–શુદ્ધોપયોગરૂપ વીતરાગ–
ચારિત્રવડે મારા આત્માને મેં ભવદુઃખથી છોડાવ્યો છે, તેમ બીજા
જે આત્માઓ પણ આ ભવદુઃખથી છૂટવા માંગતા હોય, ને
ચૈતન્યની પરમ વીતરાગી શાંતિને ચાહતા હોય તેઓ પણ આવું
ચારિત્ર અંગીકાર કરો....તે માર્ગ અમે જોયેલો–અનુભવેલો છે, તે
માર્ગના પ્રણેતા અમે આ રહ્યા! અહા! આચાર્યદેવ જાણે સામે જ
વિદ્યમાન હોય! ને ધર્માત્માજીવોને ચારિત્ર દેતા હોય! એવા
અલૌકિક ભાવથી ચારિત્રનું વર્ણન કર્યું છે.
વાહ રે વાહ! એ ચારિત્રદશા! ધન્ય દશા! એ ધર્માત્માજીવોનો
મનોરથ છે. ચાલો જઈએ...ચારિત્રના પંથે...મોક્ષના મારગે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ અષાઢ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક ૯

PDF/HTML Page 3 of 37
single page version

background image
વહાલા સાધર્મીબંધુઓ, વીરનાથ ભગવાનના મોક્ષગમનનું આ અઢીહજારમું
વર્ષ ચાલી રહ્યું છે. દીવાળીએ પ્રભુના મોક્ષગમનને અઢીહજાર વર્ષ પૂરાં થશે ને
સમસ્ત જૈનસમાજ મહાન જાગૃતીપૂર્વક એ મંગલ–મહોત્સવ ભારતભરમાં એક
વર્ષ સુધી ઉજવશે. પ્રભુના મોક્ષના પચીસસો વર્ષની પૂર્ણતાનો આવો ભવ્ય
ઉત્સવ આપણા જીવનકાળ દરમિયાન ઉજવવાનો ઉત્તમ અવસર આવ્યો–એ
આપણા ધન્ય ભાગ્ય છે. આ અવસરમાં વીરશાસન શોભી ઊઠે તેવું કરીએ, ને
દેવ–ગુરુ–ધર્મની સેવાપૂર્વક આત્મહિતનો મહાન લાભ લઈએ.
મારા સુભાગ્યે મને ગુરુદેવના ચરણમાં રહેવાનો, ને આવા ધન્ય અવસરો
જોવાનો લાભ મળ્‌યો. ગુરુદેવના ચરણમાં આવ્યાને મને ૩૧ વર્ષ થયા; એટલા
વર્ષોથી આત્મધર્મના લેખન–સંપાદન દ્વારા જિનવાણીની સેવાનું મને સૌભાગ્ય
મળ્‌યું, ને મેં મારી સંપૂર્ણ હાર્દિક ભાવનાથી ગુરુદેવના ભાવો ઝીલીને તે કામ ૩૧
વર્ષથી સંભાળ્‌યું છે. સાધર્મીપાઠકો તરફથી પણ મને ખૂબ પ્રેમ અને સહકાર મળ્‌યો
છે. આજે મારા સાધર્મી પાઠકો પ્રત્યે ગદગદિત હૃદયે લખું છું કે હવે મારી ઉમર
પચાસ વર્ષ થઈ ગઈ છે, ને વિશેષ નિવૃત્તિ માટે મારી ભાવના છે; એટલે હવે
આત્મધર્મ–માસિકની જવાબદારીથી હું નિવૃત્ત થાઉં ને બીજા કોઈ નવા ઉત્સાહી
ભાઈ આ કાર્ય સંભાળે–એવી મારી ભાવના છે. જે સોનગઢમાં કાયમ રહી શકે,
ગુરુદેવ જે અપૂર્વ અધ્યાત્મતત્ત્વ સમજાવે છે તે સમજી શકે, અને ગુરુદેવનાં
પ્રવચનોનું લેખન તથા આત્મધર્મનું સંપાદન કરી શકે, એવા સાહિત્યકાર અને
તત્ત્વપ્રેમી કોઈ ઉત્સાહી જૈન ભાઈ, આ કાર્ય ઉલ્લાસથી સંભાળવા તૈયાર થશે તો
આનંદ થશે. ઉત્સાહી બંધુઓ, આગળ આવો....ને જૈનધર્મ પ્રચારના આ મહાન
કાર્યમાં રસ લ્યો. ભાવપૂર્વક જિનવાણીની નિરંતર સેવાથી તમને જરૂર લાભ થશે.
જિનવાણીની આવી સેવાનો સુઅવસર મહાભાગ્યે જ હાથમાં આવે છે. જેઓ આ
કામ સંભાળવા ખુશી હોય તેમને છમાસ સુધી સંપાદક લેખનકાર્યમાં પૂરો સાથ
આપશે. તો જેમની ભાવના હોય તેમણે સંસ્થાના માનનીય પ્રમુખશ્રીનો સંપર્ક
સાધવો.
(–બ્ર. હ. જૈન)

PDF/HTML Page 4 of 37
single page version

background image
વાર્ષિક લવાજમ વીર સં. ૨૫૦૦
ચાર રૂપિયા અષાઢ
વર્ષ ૩૧ ઈ. સ. 1974
અંક JULY
ધર્મીજીવ વીતરાગ સર્વજ્ઞદેવને અને તેમના કહેલા જૈનમાર્ગને જ
ઉપાસે છે; કુદેવાદિને સ્વપ્ને પણ ઊપાસતો નથી. અરે ભાઈ! જૈન થઈને
તું તારા ભગવાનને પણ ન ઓળખ, ને બીજાને માન, તો તું જૈન શેનો?
જૈન પોતાના સર્વજ્ઞ–વીતરાગ–અરિહંત અને સિદ્ધભગવાન સિવાય
બીજાને તો, માથું જાય તોપણ દેવ તરીકે માને નહિ. જેને પોતાના હિત–
અહિતનો વિચાર નથી, સ્વ–પરની ભિન્નતાનું ભાન નથી, સર્વજ્ઞદેવ તથા
કુદેવ વચ્ચેનો વિવેક નથી, એવા મિથ્યાદ્રષ્ટિ જીવો પોતે અંધ છે, સાચો
માર્ગ તેમણે જોયો નથી, તો બીજાને તેઓ સાચો માર્ગ ક્્યાંથી બતાવી
શકે? અને એવા અંધને અનુસરનારા જીવો સાચો માર્ગ ક્્યાંથી પામી
શકે? જેણે પોતે કદી માર્ગ દેખ્યો નથી એવો આંધળો બીજા આંધળાને
કહે કે તું આ માર્ગે આવ! એની જેમ મિથ્યાદ્રષ્ટિજીવ–કે જેણે કદી આત્મા
જાણ્યો નથી, મોક્ષમાર્ગ દેખ્યો નથી, સમ્યગ્જ્ઞાનચક્ષુ જેને ઊઘડયા નથી
એવા અંધ જીવે બતાવેલા માર્ગથી અજ્ઞાનીઓ મોક્ષનો સાચો માર્ગ કઈ
રીતે પામશે? રાગથી ધર્મ મનાવે, શરીરની જડક્રિયાને આત્માની
મનાવે,–એ તો બધી વાત આંધળાએ બતાવેલા માર્ગ જેવી મિથ્યા છે, ને
તે સંસારના કુવામાં પાડનારી છે. જેઓ સર્વજ્ઞ પરમાત્માને ઓળખતા
નથી, આત્મા શું તે જાણતા નથી–એવા મિથ્યાદ્રષ્ટિ જીવોએ બતાવેલા
કુમાર્ગને હે ભવ્ય! તું માનીશ નહીં, એ માર્ગે જઈશ નહીં. સર્વજ્ઞના
માર્ગને ઓળખીને ભક્તિથી તેનું સેવન કરજે. સર્વજ્ઞદેવના માર્ગને
ઓળખીને સ્વ–પરનો વિવેક કરવો, અને સ્વતત્ત્વનો પરિચય તથા
અનુભવ કરવો, તે દરેક જૈન–શ્રાવકનું કર્તવ્ય છે.

PDF/HTML Page 5 of 37
single page version

background image
: : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૦
બંધ–મોક્ષનાં કારણનો એક જ નિયમ
એક જ જીવને એક જ કાળે જ્ઞાનધારા ને કર્મધારા;
બંને ધારા એક સાથે હોવા છતાં તેમને કર્તા–કર્મપણું નથી.
શુદ્ધજ્ઞાનધારા બધા જીવોને મોક્ષનું જ કારણ થાય છે;
ને રાગધારા બધા જીવોને બંધનું જ કારણ થાય છે.
બંધ–મોક્ષનો આ નિયમ બધા જીવોને માટે એકસરખો છે.
જ્ઞાનીની દશા સંબંધમાં અને બંધ–મોક્ષના કારણ સંબંધમાં
સામાન્યપણે જીવો બે પ્રકારની ભૂલ કરે છે–
*
એક તો એમ માને છે કે જ્ઞાનીને શુભાશુભરાગ સર્વથા હોય
જ નહિ;
* અને બીજા એમ માને છે કે જ્ઞાનીને જે શુભરાગ હોય તે મોક્ષનું
કારણ થાય.
–આ બંને માન્યતા ભૂલભરેલી છે; અને તેવી માન્યતાવાળા
જીવે જ્ઞાનીની જ્ઞાનદશાને ઓળખી નથી, તથા જ્ઞાનધારા અને
રાગધારા બંનેની અત્યંત ભિન્નતાને, તેમ જ તેમના અત્યંત ભિન્ન ફળને
પણ તે ઓળખતો નથી.–આ ઓળખાણ અત્યંત મહત્ત્વની છે ને જીવને
અપૂર્વ ભેદજ્ઞાનનું તે કારણ થાય છે. તેથી તે સંબંધી સુંદર સ્પષ્ટીકરણ
જે કળશટીકા કળશ ૧૧૦ માં કર્યું છે તે અહીં આપવામાં આવ્યું છે.
મુમુક્ષુઓએ આ ઉપયોગી વિષયને બરાબર લક્ષગત કરવા જેવો છે.
(–સં.)
[સમયસાર–કળશ ૧૧૦ ઉપરના પ્રવચનમાંથી]
સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાનીને શ્રદ્ધા–જ્ઞાનાદિનું જે શુદ્ધપરિણમન છે તે તો મોક્ષનું કારણ છે;
અને તેની સાથે જેટલી શુભાશુભ–રાગની ક્રિયાઓ છે તે બધી બંધનું જ કારણ થાય છે.

PDF/HTML Page 6 of 37
single page version

background image
: અષાઢ : ૨૫૦૦ આત્મધર્મ : ૩ :
ટીકાકાર જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા બતાવીને શુભરાગને પણ
મોક્ષમાર્ગથી વિરુદ્ધ કામ કરનાર બતાવે છે. ભાઈ, તું રાગને મોક્ષમાર્ગ માનીશ તો
તને ભ્રાંતિ થશે. શુભરાગ ભલે જ્ઞાનીનો હોય તોપણ તે બંધનું જ કારણ છે, મોક્ષનું
કારણ નથી.
અજ્ઞાનીનો શુભરાગ તો બંધનું કારણ થાય, પણ જ્ઞાનીનો શુભરાગ તો મોક્ષનું
કારણ થતો હશે!–એમ કોઈ માને તો તે ભ્રાન્તિ છે. ભાઈ, બંધ–મોક્ષના કારણનો
સિદ્ધાંત તો બધા જીવોને માટે સરખો જ હોય. એક જીવને જે બંધનું કારણ હોય–તે બધા
જીવોને બંધનું કારણ થાય; એક જીવને જે મોક્ષનું કારણ હોય–તે બધા જીવોને મોક્ષનું
કારણ થાય. એક જ ભાવ કોઈને બંધનું કારણ થાય ને કોઈને મોક્ષનું કારણ થાય–એમ
બની શકે નહિ. બંધ–મોક્ષનો નિયમ બધા જીવોને માટે સરખો જ હોય.
ઘણા જીવો એમ ભ્રાંતિ કરે છે કે મિથ્યાદ્રષ્ટિનું યતિપણું જે શુભક્રિયારૂપ છે તે તો
બંધનું કારણ છે, પણ સમ્યગ્દ્રષ્ટિનું જે યતિપણું શુભક્રિયારૂપ છે તે મોક્ષનું કારણ છે;–
કારણ કે અનુભવજ્ઞાન તથા દયા–વ્રત–તપ–સંયમરૂપ શુભક્રિયા–તે બંને મળીને
જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે.–આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે.
અહીં આચાર્યદેવ સમજાવે છે કે હે ભાઈ! જેટલી શુભ–અશુભક્રિયા છે, તે બધી
બંધનું જ કારણ છે–એવો જ તેનો સ્વભાવ છે;–તેમાં કાંઈ મિથ્યાદ્રષ્ટિને અને
સમ્યગ્દ્રષ્ટિને ભેદ નથી; એટલે કે મિથ્યાદ્રષ્ટિને તો તે બંધનું કારણ થાય ને સમ્યગ્દ્રષ્ટિને
તે મોક્ષનું કારણ થાય–એવો કોઈ તફાવત નથી. સમ્યગ્દ્રષ્ટિ હો કે મિથ્યાદ્રષ્ટિ હો,–બંનેને
જેટલા શુભાશુભ કરતૂત છે તે તો બંધનું કારણ થાય છે. મોક્ષનું કારણ તો માત્ર
શુદ્ધસ્વરૂપ–પરિણમન જ છે. હવે સમ્યગ્દ્રષ્ટિની વિશેષતા એટલી છે કે તેને શુભા–
શુભપરિણામની ક્રિયા વખતે જ ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માના સંચેતનરૂપ શુદ્ધપરિણમન પણ
વર્તે છે, તે શુદ્ધિપરિણમન તો તેને મોક્ષનું કારણ થાય છે, તે જરાપણ બંધનું કારણ થતું
નથી; અને તે જ વખતે તેને જે શુભાશુભભાવરૂપ અશુદ્ધપરિણમન છે તે બંધનું કારણ
થાય છે.–આમ બંને ધારા ધર્મીને એક સાથે વર્તે છે. બંનેને સાથે હોવામાં વિરોધ નથી
પણ બંનેનાં કાર્ય તદ્ન જુદાં છે. તે જુદાપણાને અજ્ઞાની જાણતો નથી એટલે તે બંધના
કારણને મોક્ષનું કારણ માનીને તેને સેવે છે.
જ્ઞાની બંધનાં કારણને બંધનું કારણ જાણે છે, ને મોક્ષના કારણને મોક્ષનું કારણ
જાણે છે, તેમને એકબીજામાં જરાપણ ભેળવતો નથી. પુરુષાર્થસિદ્ધિઉપાયમાં

PDF/HTML Page 7 of 37
single page version

background image
: : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૦
અમૃતચંદ્રસ્વામીએ (ગા. ૨૧૨–૨૧૩–૨૧૪ માં) આ વાત અત્યંત સ્પષ્ટ સમજાવી છે કે
આ આત્માને જે અંશથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે અંશથી તેને બંધન થતું નથી;
અને જે અંશથી તેને રાગ છે તે અંશથી તેને બંધન થાય છે.
येनांशेन सुद्रष्टिः तेन अंशेन अस्य बन्धनं नास्ति।
येनांशेन तु रागः तेन अंशेन अस्य बन्धनं भवति।।
(આ રીતે सुद्रष्टि ની જેમ જ્ઞાન અને ચારિત્રની ગાથાઓ પણ સમજી લેવી.)
સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધજ્ઞાન અને રાગાદિ ક્રિયા બંને એકસાથે છે. અજ્ઞાની પૂછે છે
કે જો શુભક્રિયા પણ મોક્ષનું કારણ નથી, એકલા બંધનું જ કારણ છે, તો પછી સહારો
કોનો રહ્યો? તેનો ખુલાસો એ છે કે હે ભાઈ! જ્ઞાનીની દશાની તને ખબર નથી. જે કાળે
શુભાશુભરાગ–ક્રિયા વર્તે છે તે જ કાળે સમ્યગ્દ્રષ્ટિને શુદ્ધસ્વરૂપના અનુભવનું જ્ઞાન પણ
વર્તે છે, ને તે શુદ્ધજ્ઞાનનો જ સહારો છે, તે જ મોક્ષનું કારણ થાય છે. જે કાળે રાગ છે તે
કાળે જ શુદ્ધજ્ઞાનથી ધર્મીને કર્મનો ક્ષય થાય છે.
અહો! જુઓ આ જ્ઞાનીની અદ્ભુત દશા! એક તરફથી બંધન થાય છે, ને એક
તરફ તે જ વખતે મોક્ષ પણ થતો જાય છે. ધર્મીની આવી આ શ્ચર્યકારી દશા છે.
વીતરાગતા અને કેવળજ્ઞાન ન થાય ત્યાંસુધી સાધકદશામાં રાગાદિ ક્રિયાના પરિણામ
તથા આત્માના શ્રદ્ધા–જ્ઞાન–આનંદના શુદ્ધપરિણામ–એ બંનેનું એક જ કાળે એક જ
પર્યાયમાં અસ્તિત્વ છે, એક પર્યાયમાં બંનેને સાથે રહેવાનો વિરોધ નથી; રાગ સાથે રહે
તેથી જ્ઞાન કાંઈ અજ્ઞાનરૂપ કે રાગરૂપ થઈ જતું નથી; ને જ્ઞાન સાથે શુભરાગ રહે તેથી
કાંઈ તે રાગ મોક્ષનું સાધન થઈ જતો નથી. જ્ઞાનીને એક જ કાળે જ્ઞાનની શાંતિનું
વેદન, ને રાગાદિની અશાંતિનું વેદન, વર્તે છે.–સાધકદશામાં સાધકભાવ ને બાધકભાવ
બંને એકસાથે હોવાથી આ વાતમાં કોઈ વિરોધ નથી. એક જ જીવમાં એકકાળે બંને
ધારાનું અસ્તિત્વ, અને છતાં બંનેનું સ્વરૂપ તદ્ન્ન જુદું, એક મોક્ષની ક્રિયા ને બીજી
બંધની ક્રિયા;–એને જ્ઞાની જ ઓળખી શકે છે. જ્ઞાનીની આવી દશાની સાચી ઓળખાણ
કરે તેને જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન જરૂર થાય.
જ્ઞાન ને રાગ જોકે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવવાળાં છે, જ્ઞાનમાં રાગ નથી,
રાગમાં જ્ઞાન નથી,–એમ બંને એકબીજાથી તદ્ન વિરોધી હોવા છતાં, એક ઠેકાણે બંનેને
સાથે રહેવામાં તેઓ વિરોધ કરતા નથી, બંને પોતપોતાના સ્વરૂપે રહે

PDF/HTML Page 8 of 37
single page version

background image
: અષાઢ : ૨૫૦૦ આત્મધર્મ : ૫ :
છે બંનેના સ્વરૂપમાં વિરોધ છે, પણ સહ–અસ્તિત્વમાં વિરોધ નથી. કેટલોક કાળ
(એટલે કે સાધકદશા હોય ત્યાંસુધી) તેઓ સાથે રહી શકે છે.
જોકે શુદ્ધજ્ઞાનધારા અને રાગધારા બંનેનું ફળ એકબીજાથી વિરુદ્ધ છે;
જ્ઞાનધારાનું ફળ મોક્ષ છે, ને રાગધારાનું ફળ બંધન છે; એ રીતે સ્વરૂપથી બંનેને
વિપરીતતા છે, તોપણ શુદ્ધજ્ઞાનને અને રાગાદિને એક જીવમાં એકસાથે રહેવામાં કાંઈ
વિરોધ નથી. જાત જુદી હોવા છતાં બંને સાથે રહી શકે છે. જેમ કે ચોથા ગુણસ્થાને
ક્ષાયિકસમ્યક્ત્વરૂપ જ્ઞાનધારા વર્તતી હોય, ને તે જ વખતે તે જ જીવને અવ્રતાદિરૂપ
રાગધારા પણ વર્તતી હોય, ત્યાં તે રાગધારા કાંઈ ક્ષાયિકસમ્યક્ત્વનો નાશ કરતી નથી;
તેમજ તે રાગધારા કાંઈ મોક્ષનું કારણ પણ થતી નથી. મોક્ષનું કારણ જ્ઞાનધારા છે, તે
બંધનું જરાય કારણ નથી; અને રાગધારા બંધનું કારણ છે, તે જરાય મોક્ષનું કારણ થતી
નથી. સાથે હોવા છતાં બંને ધારા પોતપોતાના સ્વરૂપે રહે છે, એકબીજામાં ભળતી નથી.
અહો, આચાર્યભગવાને જ્ઞાનધારા અને રાગધારાનું, (મોક્ષકારણ ને
બંધકારણનું) કેવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવ્યું છે! આ પ્રમાણે ઓળખે તો મોક્ષમાર્ગમાં કાંઈ
ભ્રમ ન રહે. તેને ભેદજ્ઞાન થાય, ને પોતામાં ચૈતન્યભાવને રાગાદિથી અત્યંત જુદો
અનુભવતો થકો તે જીવ મોક્ષમાર્ગમાં જાય.
એ જ રીતે, જ્ઞાનીને શુભાશુભરાગમાં દુઃખનું વેદન સર્વથા હોય જ નહિ–એમ
એકાંત નથી; જ્ઞાનીનેય જેટલો રાગ છે તેટલું તો દુઃખનું જ વેદન છે ને તે તો બંધનું જ
કારણ છે;–પણ તે જ વખતે જ્ઞાનીને જ્ઞાનના અનુભવરૂપ જે શુદ્ધ જ્ઞાનધારા વર્તે છે તેમાં
તો શાંતિનું જ વેદન છે. તે જ્ઞાનધારાની શાંતિને તો તે રાગ નાશ કરતો નથી, તે
જ્ઞાનધારા રાગના વેદન વગરની છે. જેટલી જ્ઞાનધારા છે તે તો આનંદરૂપ છે, તેમાં દુઃખ
કે રાગનું વેદન નથી; આ રીતે સાધક જીવમાં તે કાળે રાગ અને જ્ઞાનને સાથે રહેવામાં
વિરોધ નથી.–પરંતુ તેમાં જ્ઞાન રાગને કરે, કે રાગ જ્ઞાનને કરે–એવું કર્તાકર્મપણું તેમને
નથી, ભિન્નપણું જ છે;–કાળથી કે ક્ષેત્રથી ભિન્ન નથી પણ ભાવથી ભિન્ન છે–સ્વરૂપે ભિન્ન
છે. આવું ભિન્ન સ્વરૂપ ઓળખતાં રાગના કર્તૃત્વથી છૂટીને જ્ઞાન પોતાના સહજ
જ્ઞાનસ્વરૂપમાં પરિણમતું થકું ને શાંતરસને વેદતું થકું મોક્ષને સાધે છે.
શાંતરસને વેદનારી જ્ઞાનધારા જયવંત વર્તો.

PDF/HTML Page 9 of 37
single page version

background image
: : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૦
દેવ–ગુરુ–શાસ્ત્રની સમ્યક્ ઉપાસના
જ્ઞાનવડે થાય છે, રાગ વડે નહિ.
દેવપૂજા, ગુરુસેવા અને શાસ્ત્રસ્વાધ્યાય વગેરે શ્રાવકનાં હંમેશનાં કર્તવ્ય કહ્યાં છે;
પણ દેવ કેવા હોય અને તેમણે કહેલું આત્મસ્વરૂપ કેવું છે? ગુરુ કેવા હોય ને તેઓ કેવા
ભાવ વડે આત્માને સાધે છે? ને શાસ્ત્રોએ આત્માનું સ્વરૂપ તથા મોક્ષનો માર્ગ કેવો
બતાવ્યો છે? તેની ઓળખાણ કરે તો જ દેવ–ગુરુ–શાસ્ત્રની સમ્યક્ ઉપાસના થાય.
ઓળખ્યા વગર એકલા શુભરાગથી દેવ–ગુરુ–શાસ્ત્રની ઉપાસનાનું સાચું ફળ આવતું
નથી. અહા, સર્વજ્ઞદેવ કોને કહેવાય? એને ઓળખતાં તો આત્માનું પરમાર્થસ્વરૂપ
ઓળખાઈ જાય, ને સમ્યગ્દર્શન થઈ જાય. પણ એવી ઓળખાણ શુભરાગ વડે નથી
નથી; જ્ઞાનવડે જ ઓળખાણ થાય છે. તે જ્ઞાનનું અને રાગનું કાર્ય તદ્ન જુદું–જુદું છે.
‘રાગવડે જે અરિહંતને પૂજે છે તે આત્માને જાણે છે’–એમ નથી કહ્યું પણ ‘જ્ઞાનવડે જે
અરિહંતને ઓળખે છે તે આત્માને જાણે છે ને સમ્યગ્દર્શન પામે છે ’ એમ–
કુંદકુંદસ્વામીએ કહ્યું છે.
અરિહંતપ્રત્યેનો પૂજાદિ શુભરાગ તે તો પુણ્યબંધનું કારણ છે, તે રાગ વડે કાંઈ
આત્મા ન ઓળખાય, કે તેનાથી ભવનો અંત ન આવે; પણ રાગથી પાર એવા
અરિહંતના આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયનું સાચું જ્ઞાન કરતાં, રાગ અને જ્ઞાનનું
ભેદજ્ઞાન થઈ જાય છે ને આત્માનું સાચું સ્વરૂપ ઓળખાય છે; તે જ્ઞાનથી ભવનો
અંત આવે છે. ધર્મીનેય પૂજાદિનો શુભરાગ હોય છે પણ તેનું જેટલું માપ છે તેટલું તે
જાણે છે.
અહો, જે ભગવંતોએ, જે ગુરુઓએ આવું અદ્ભુત મારું સ્વરૂપ મને સમજાવ્યું,
અનંતકાળના ઘોર અજ્ઞાન–દુઃખથી મને છોડાવ્યો ને છૂટકારાનો પંથ બતાવ્યો, તે
ભગવંતોના અને તે ગુરુઓના ઉપકારની શી વાત! એમનું જેટલું બહુમાન કરું તેટલું
ઓછું છે.

PDF/HTML Page 10 of 37
single page version

background image
: અષાઢ : ૨૫૦૦ આત્મધર્મ : ૭ :
અહો, શ્રીગુરુએ તો આત્માનું સ્વરૂપ સમજાવીને મોટો ઉપકાર કર્યો; તે
આત્માની સાથે સરખાવી શકાય એવી બીજી કોઈ વસ્તુ જગતમાં નથી,–કે જેના વડે હું
ગુરુના ઉપકારનો બદલો વાળું!–આમ શ્રી દેવ–ગુરુ પ્રત્યે અને તેમની વીતરાગવાણી
પ્રત્યે ધર્મીના મનમાં અત્યંત બહુમાન વર્તે છે.
–આ રીતે શ્રાવકની ભૂમિકામાં રોજરોજ દેવ–ગુરુ–શાસ્ત્રની ઉપાસના,
સ્વાધ્યાય, દાન વગેરેનો ભાવ આવે છે; તેમાં જે શુભરાગ છે તે તો સ્વર્ગનું કારણ
છે, તે શ્રાવકનો વ્યવહાર–આચાર છે; અને અંતરમાં સર્વજ્ઞસ્વરૂપી આત્માના શ્રદ્ધા–
જ્ઞાન–આચરણરૂપ જેટલી શુદ્ધતા પ્રગટી છે તે તેનો પરમાર્થ–આચાર છે, તે મોક્ષનું
કારણ છે.
સુખના શોધકને–
મુમુક્ષુજીવે સ્વ–પરના ભેદજ્ઞાનવડે, અને અંદર જ્ઞાન તથા રાગના
સૂક્ષ્મ ભેદજ્ઞાન વડે તત્ત્વની પરીક્ષા કરીને આત્માનું સાચું સ્વરૂપ
ઓળખવું જોઈએ.
આત્માને પોતાનો અનુભવ કરવા માટે અંદર એકાગ્ર થવું પડે છે,
બહારમાં જોવું નથી પડતું. બહારમાં એકાગ્રતાવડે આત્માનો પત્તો લાગતો
નથી; અંતરમાં એકાગ્રતાવડે જ આત્માનો પત્તો લાગે છે.
જ્યાં આત્મા છે ત્યાં જ આત્માનું સુખ છે. આત્માનું સુખ આત્માથી
બહાર બીજે ક્્યાંય નથી. હે જીવ! સુખ અંતરમાં છે, બહારમાં નથી.
બહારમાં ન શોધ. અંતરના સુખને પ્રાપ્ત કરવા બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય
ભૂલ, ને ચૈતન્યની અદ્ભુતતાને જાણ. તારા આત્માનો અચિંત્ય મહિમા
જ્ઞાનમાં આવતાં તેનું સુખ પણ તને તારામાં અનુભવાશે.

PDF/HTML Page 11 of 37
single page version

background image
: : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૦
જ્ઞાન તે ગુણ છે: પુણ્ય–રાગ તે દોષ છે
(સંવર–નિર્જરા) (આસ્રવ–બંધ)
તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ
અરે જીવ! જ્ઞાન તો તારો ગુણ છે ને પુણ્ય–રાગ તો દોષ છે. જ્ઞાનગુણમાં
પુણ્યનો રાગ સમાય નહિ; જેમ આંખમાં કણિયો સમાય નહિ તેમ તારા જ્ઞાનચક્ષુમાં
રાગનો કોઈ કણિયો સમાઈ શકે નહિ. જેને પુણ્ય–રાગનો ઉત્સાહ છે તેને ચૈતન્ય–ગુણનો
ઉત્સાહ નથી, પણ દોષનો ઉત્સાહ છે. ભાઈ, આત્માનો પવિત્રસ્વભાવ, રાગ વગરનો
ચોકખો, તેનો તું ઉત્સાહ કર. આ તો જિનેશ્વરોનો વીતરાગમાર્ગ! તેમાં રાગની ગરબડ
ચાલે નહિ. વીતરાગમાર્ગમાં રાગને ઘૂસાડવા માગે એવી બળજબરી જૈનશાસનમાં ચાલી
શકે નહિ. જ્ઞાનભાવ રાગના કોઈપણ કણને સંઘરે નહિ–એટલે કે પોતામાં સ્વીકારે નહિ.
જ્ઞાન તે તો સંવરનિર્જરા છે, ને રાગ તો આસ્રવ–બંધ છે. અજ્ઞાની કંઈક શુભરાગ કરે
ત્યાં તેમાં પ્રસન્ન અને ઉત્સાહી થઈને એમ માને છે કે જાણે હું ધર્મમાં ખૂબ આગળ વધી
ગયો. શુભરાગને તે સારૂં કામ માની લ્યે છે પણ રાગ વગરના સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ વીતરાગભાવ–કે જે ખરેખર સારૂં ને ઉત્તમ કાર્ય છે–તેને તો તે ઓળખતો
નથી, ઉલ્ટો તેના ઉપર અણગમો કરે છે. બાપુ! મોક્ષને માટે સારૂં ઉત્તમ કામ તો જ્ઞાનનો
અનુભવ છે; તેમાં વીતરાગતા છે, ને તે મોક્ષનું કારણ છે. રાગ તે કાંઈ મોક્ષને માટે સારૂં
કાર્ય નથી,–તે કર્તવ્ય નથી; રાગ તો સંસારનું કારણ છે–
તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ;
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.
(પંચાસ્તિકાય: ૧૭૨)
–માટે હે ભવ્યમુમુક્ષુ! તું જ્ઞાનનો ઉત્સાહ કર, ને રાગનો ઉત્સાહ છોડ.
ગુણ અને દોષ
સમ્યગ્દર્શન તે તો આત્મગુણ છે; શુભરાગાદિભાવો તે કાંઈ આત્મગુણ નથી,
તે તો દોષ છે. સમ્યક્ત્વાદિ ગુણોમાં તેનો અભાવ છે,

PDF/HTML Page 12 of 37
single page version

background image
: અષાઢ : ૨૫૦૦ આત્મધર્મ : ૯ :
સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિના
પરિણામમાં મોટો તફાવત
ધર્મીના શુદ્ધ ચૈતન્યપરિણામમાં રાગાદિનું કર્તૃત્વ છે જ નહીં.
અજ્ઞાની રાગાદિરૂપે જ પોતાનેઅનુભવતો થકો તેનો કર્તા થાય છે.

જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામમાં આવો જે મોટો ભેદ છે
તે ભેદને ઓળખતાં અપૂર્વ ભેદજ્ઞાન થાય છે...ને જીવ રાગાદિ
અશુદ્ધભાવોનું કર્તૃત્વ છોડીને, શુદ્ધ જ્ઞાનપરિણમન વડે મોક્ષમાર્ગને
સાધે છે. આ વાત સમયસારના કળશ ૯૫–૯૬–૯૭ માં આચાર્યદેવે
સુંદર રીતે સમજાવી છે. તેનાં પ્રવચન આપ અહીં વાંચશો. (–સં.)
આત્માનો ચૈતન્યસ્વભાવ રાગ વગરનો હોવા છતાં તેને જે રાગ સહિત
અનુભવે છે તે જીવને વિકલ્પનું એટલે અશુદ્ધ રાગાદિ ભાવોનું કર્તાકર્મપણું કદી મટતું
નથી; જ્ઞાનસ્વરૂપ આત્મા કર્તા ને વિકલ્પ તેનું કર્મ–એમ અશુદ્ધ રાગાદિભાવો સાથે
અજ્ઞાનીને કર્તાકર્મપણું છે. જેને રાગથી ભિન્ન ચૈતન્યભાવનું ભાન નથી, વેદન નથી, ને
ચૈતન્યથી વિરુદ્ધ રાગાદિ અશુદ્ધભાવોરૂપે પોતાને અનુભવે છે, તે જીવને અશુદ્ધભાવોનું
કર્તાપણું છે. એટલે મિથ્યાદ્રષ્ટિ જીવ જ તે રાગાદિ અશુદ્ધતાનો કર્તા છે, જ્ઞાનભાવમાં
રાગાદિનું કર્તાપણું નથી; અને તે મિથ્યાદ્રષ્ટિનો જે અશુદ્ધભાવ છે તે જ તેનું કર્મ છે,
બીજું કોઈ (–શરીરાદિની જડક્રિયા વગેરે) તેનું કર્મ નથી. આ કર્તા–કર્મની મર્યાદા છે.
જડ સાથે તો કર્તાકર્મપણું કોઈ જીવને નથી. અજ્ઞાનીને પોતાના અશુદ્ધભાવ સાથે
કર્તાકર્મપણું છે; ને સમ્યક્ અનુભવ થતાં ધર્મીને તે અશુદ્ધતાનું કર્તાકર્મપણું છૂટી જાય છે.
આમ ટૂંકામાં બધી વાત આચાર્યદેવે સમજાવી દીધી છે.

PDF/HTML Page 13 of 37
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૦
જેને પોતાનું માને તેનું કર્તાપણું કેમ છોડે? શુભ–અશુભરાગાદિ અશુદ્ધભાવોને
અજ્ઞાની પોતારૂપ જાણે છે, એટલે તેને કોઈકાળે તેનું કર્તાપણું મટતું નથી. ચૈતન્યસ્વરૂપ
પોતાપણે છે ને રાગ તેમાં નથી,–આમ રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપને જે નથી જાણતો, ને
રાગાદિભાવોને ચૈતન્યસ્વરૂપમાં મેળવે છે,–એવા સવિકલ્પ જીવને (એટલે કે વિકલ્પરૂપે
જ આત્માને અનુભવનાર મિથ્યાદ્રષ્ટિ જીવને) અશુદ્ધભાવનું કર્તાકર્મપણું સદાય રહે છે,
કદી મટતું નથી. જીવ પોતાના માનીને જે ભાવરૂપે પરિણમ્યો તે ભાવનો કર્તા તે અવશ્ય
થાય છે. અજ્ઞાનથી થતું આ કર્તાકર્મપણું ક્્યારે મટે? કે જ્ઞાનના અનુભવથી સમ્યક્ત્વ
પ્રગટ થાય ત્યારે તેમાં અશુદ્ધભાવોનું કર્તાપણું રહેતું નથી. જ્ઞાનભાવમાં રાગાદિ
અશુદ્ધતાનું કર્તાપણું કેમ હોય?
અરે, પરના કર્તાપણાની તો અહીં વાત જ નથી; અહીં તો આત્મામાં રાગાદિ
અશુદ્ધભાવોનું કર્તાપણું પણ મિથ્યાદ્રષ્ટિને જ છે, સમ્યગ્દર્શન થતાં તે અશુદ્ધભાવનું
કર્તાપણું પણ છૂટી જાય છે.
જ્ઞાનને અને રાગાદિને વિપરીતતા છે. પુણ્ય તે ધર્મ નથી પણ ધર્મથી વિરુદ્ધ છે,
તે માટે શાસ્ત્રઆધારપૂર્વક ૧૧૩ બોલ અગાઉ આત્મધર્મ અંક ૩૩ માં આવી ગયા છે.
જે પુણ્યને–રાગને પોતાપણે જાણે ને તેનાથી પોતાનું હિત માને, તે તેના કર્તૃત્વને
કેમ છોડે? બાપુ! રાગ તો આસ્રવ છે, અશાંતિ છે, અશુદ્ધતા છે, અશુચીરૂપ છે, સ્વ–
પરના જ્ઞાન વગરનો જડસ્વભાવી છે; ને ભગવાન આત્મા કર્મના સંબંધ વગરનો, શાંત,
પવિત્ર, આકુળતા વગરનો, ને સ્વ–પરને જાણનાર છે.–આમ બંનેની અત્યંત ભિન્નતા
છે. અહો, ચૈતન્યની જાત રાગથી સર્વથા જુદી બતાવીને અમૃતચંદ્રાચાર્યદેવે અમૃત
પીરસ્યાં છે. આવું ભેદજ્ઞાન કરે ત્યારે જ વિકલ્પનું કર્તૃત્વ છૂટે ને નિર્વિકલ્પ શાંત
ચૈતન્યરસ અનુભવમાં આવે. તેના જ્ઞાનભાવમાં વિકલ્પના કોઈ અંશનું કર્તૃત્વ રહે નહીં.
રાગાદિ અશુદ્ધભાવનો કર્તા કોણ છે?–કે તેને જે પોતાનું સ્વરૂપ માને છે તે જ
તેનો કર્તા થાય છે, એટલે અજ્ઞાની જ તેનો કર્તા થાય છે. જ્ઞાનભાવમાં તો રાગ નથી.
રાગથી જે રહિત છે તેને રાગથી સહિત માનવો તે મિથ્યાત્વ છે; અને રાગમાં જ્ઞાન
નથી, જ્ઞાનમાં રાગ નથી–એમ જુદા જાણીને ભેદજ્ઞાન કરનાર જ્ઞાની પોતાને જ્ઞાનપણે
અનુભવે છે, તે રાગને પોતાના સ્વરૂપે અનુભવતો નથી, એટલે તેનો તે કર્તા
થતો નથી.

PDF/HTML Page 14 of 37
single page version

background image
: અષાઢ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૧ :
બાપુ! ચૈતન્યતત્ત્વને રાગનું કાર્ય સોંપવું તે ખોટનો ધંધો છે. ચૈતન્યતત્ત્વમાં તો
વીતરાગી શાંતિનું કાર્ય થાય એવો સ્વભાવ છે, તેને બદલે તેને તેં શુભાશુભરાગનું કાર્ય
સોંપ્યું–તેમાં તેં તારા ચૈતન્યની હિંસા કરી છે. જેણે આત્માને રાગવાળો માન્યો તેણે
રાગનો કર્તા થઈને ચૈતન્યભાવને હણી નાંખ્યો છે. રાગ તો ઉપાધિરૂપ છે, તે કાંઈ
ચૈતન્યનો ગુણ નથી; ચૈતન્યગુણને ભૂલીને અજ્ઞાની અશુદ્ધભાવને કરે છે; તે જડને
કરતો નથી કે શુદ્ધભાવને પણ અનુભવતો નથી. તે માત્ર પોતાના અશુદ્ધ ભાવનો જ
કર્તા થઈને તે–રૂપે પરિણમે છે. જેમ સાચા–ખોટા માલની ભેળસેળ કરવી તે ગુન્હો ને
કાળાબજાર છે, તેમ આત્મામાં શુદ્ધચૈતન્યને અને અશુદ્ધરાગાદિને ભેળસેળ કરીને
અજ્ઞાની ગુન્હો કરે છે, તે પોતાને અશુદ્ધ જ અનુભવતો થકો સંસારમાં રખડે છે.–આવા
અજ્ઞાનભાવમાં રાગાદિ અશુદ્ધભાવનું કર્તાપણું છે–એમ બતાવીને તે છોડાવવા માટે આ
વાત છે. ભાઈ, જ્ઞાનમાં રાગની ભેળસેળનો ઊંધો ધંધો તું છોડી દે. જ્ઞાનને અને રાગને
જુદા જાણીને, વિકલ્પોનું કર્તૃત્વ તું છોડી દે. આતમરામમાં રાગને હરામ કર. રાગ એ
આત્મારામની જાત નથી પણ હરામની જાત છે–કર્મની જાત છે.–માટે તેને જુદા જાણીને
તેનું કર્તૃત્વ છોડ. જેમાં જે તન્મય થાય, જેમાં જેને સુખ લાગે, તેનો તે કર્તા થાય.
રાગનો જે કર્તા થાય તે તેમાં તન્મય થઈને મિથ્યાત્વરૂપે પરિણમે છે. શાંતિ ને અનાકુળ
આનંદથી ભરેલું ચૈતન્યતત્ત્વ તેની દ્રષ્ટિમાં–અનુભૂતિમાં આવતું નથી, એટલે રાગાદિ
અશાંત ભાવોનો તે કર્તા થાય છે.
શાંત–અનાકુળ ચૈતન્યતત્ત્વ, અને રાગાદિ અશાંત ભાવો–એ બંનેને એકતા નથી,
જુદાઈ છે; નહિતર તો ચૈતન્યતત્ત્વ અને આસ્રવતત્ત્વ એક થઈ જાય. જેમ ચૈતન્યમાં
જડનો અભાવ છે, છતાં તેને જડ સાથે એકતા માનવી કે જડ સાથે કર્તાકર્મપણું માનવું
તે અજ્ઞાન છે, ને એવો અજ્ઞાનીજીવ મિથ્યાત્વ–રાગાદિ અશુદ્ધ પરિણામરૂપે પરિણમતો
થકો તેનો કર્તા થાય છે. ને ધર્મીજીવ રાગથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને શુદ્ધ
અનુભવતો થકો પોતાના શુદ્ધ સમ્યક્ત્વાદિ જ્ઞાનભાવને જ કરે છે, પણ રાગાદિ
અશુદ્ધભાવનો કર્તા થતો નથી.
આ રીતે સમ્યગ્દ્રષ્ટિજીવ અને મિથ્યાદ્રષ્ટિજીવ વચ્ચે પરિણામનો ઘણો ભેદ છે.–
આ ભેદને જ્ઞાની જ જાણે છે. ચૈતન્યજાત અને રાગકજાત–એ બંનેને એકતા કેમ હોય?
ધર્મીજીવ ચૈતન્યજાતમાં પરિણામરૂપે જ પોતાને અનુભવતો થકો તેનો જ કર્તા થાય છે.

PDF/HTML Page 15 of 37
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૦
અજ્ઞાની ચૈતન્યરસને નહિ જાણતો થકો કજાત–એવા રાગાદિ અશુદ્ધભાવોરૂપે જ પોતાને
અનુભવતો થકો તેનો જ કર્તા થાય છે. તેથી અજ્ઞાની તો કર્તા છે, ને ધર્મી જ્ઞાતા છે તે
રાગાદિનો કર્તા નથી:–
કરે કરમ સોહી કરતારા; જો જાને સો જાનનહારા;
શુભ ને અશુભ ભાવો તે કરમ છે, તેનો કર્તા અજ્ઞાની છે, તે શુભાશુભથી જુદા
જ્ઞાનને જાણતો નથી.
અને જે શુભાશુભરાગથી જુદા જ્ઞાનને જાણે છે, તે રાગાદિને જાણે જ છે પણ
તેનો કર્તા થતો નથી:–
કર્તા સો જ્ઞાતા નહીં કોઈ, જાને સો કરતા નહીં હોઈ.
જુઓ, આ જ્ઞાની અને અજ્ઞાનીના તફાવતની ઓળખાણ!
પ્રશ્ન:– ધર્મી જીવને શુભાશુભ પરિણામ થાય જ નહીં?
ઉત્તર:– થાય; પણ તે શુભાશુભ વખતે તેનાથી ભિન્ન જ્ઞાનને તે અનુભવે છે–
જાણે છે; એટલે રાગથી જુદું જ્ઞાનપરિણમન પણ તેને વર્તે છે; ને તે જ્ઞાનપરિણમનમાં તો
રાગાદિનો અભાવ જ છે, એટલે જ્ઞાનપરિણમનમાં જ્ઞાનીને રાગાદિનું કર્તૃત્વ છે જ નહીં.
બાકી તો જે રાગાદિ પરિણામ થાય છે તે પણ જીવના જ અસ્તિત્વમાં થાય છે, તે કાંઈ
જીવથી બહાર બીજે ક્્યાંય નથી થતા; અને તેટલું પોતાનું અશુદ્ધપરિણમન છે–એમ ધર્મી
જાણે છે; જેટલું રાગપરિણમન છે તેટલું દુઃખ પણ છે. પણ, વિશેષતા એ છે કે તે રાગના
પરિણમન કાળે જ ભેદજ્ઞાનના બળે તે ધર્મીજીવ પોતાને તે રાગ વગરના જ્ઞાતાસ્વરૂપે
અનુભવે છે–જાણે છે–શ્રદ્ધે છે; એટલે જ્ઞાતાપણાનું શુદ્ધપરિણમન તેને વર્તે છે, તે
શુદ્ધતામાં રાગાદિનું અકર્તાપણું જ છે જ્યારે અજ્ઞાનીને તો રાગ વખતે રાગના સ્વાદરૂપે
જ આખો આત્મા અશુદ્ધ અનુભવાય છે, રાગથી જુદા કોઈ આત્મસ્વરૂપને તે જાણતો
નથી, તેથી તે એકલા રાગાદિ અશુદ્ધભાવે જ પરિણમતો થકો તેનો જ કર્તા થાય છે.
આ રીતે સમ્યક્ત્વ અને મિથ્યાત્વના ભાવમાં પરસ્પર અત્યંત વિરુદ્ધતા છે. જેમ
સૂર્યપ્રકાશમાં અંધકાર હોતો નથી, તેમ ચૈતન્યના જ્ઞાનપ્રકાશમાં રાગાદિ–અંધકાર હોતો
નથી. અધૂરીદશામાં રાગ હોય પણ ધર્મીના જ્ઞાનપ્રકાશમાં તેને તન્મયતા નથી, તેને
જ્ઞાનપ્રકાશથી ભિન્નપણે ધર્મી જાણે છે, એટલે ધર્મી તો જ્ઞાતા જ છે, રાગાદિકર્મનો કર્તા
તે નથી.

PDF/HTML Page 16 of 37
single page version

background image
: અષાઢ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૩ :
અહો, શુદ્ધચૈતન્યદ્રષ્ટિની આ વાત સમજતાં અપૂર્વ ભેદજ્ઞાન થાય છે, ને
રાગાદિના કર્તૃત્વથી છૂટીને શુદ્ધ જ્ઞાનપરિણમન વડે જીવ મોક્ષમાર્ગને સાધે છે.
જુઓ, બધા પડખાથી અનેકાન્તરૂપ વસ્તુસ્વરૂપ જિનમાર્ગઅનુસાર બરાબર
જાણવું જોઈએ. ધર્મીને રાગાદિ અશુદ્ધભાવનું કર્તાપણું નથી–એમ કહ્યું, તે સ્વભાવના
શુદ્ધપરિણમન અપેક્ષાએ કહ્યું છે; પણ તેથી કાંઈ ધર્મીને રાગાદિ અશુદ્ધ પરિણમન થતું
જ નથી–એમ એકાંત નથી; જેટલા રાગાદિ ભાવો પૂજા–તીર્થયાત્રા વગેરે શુભના, કે
વેપાર–ધંધા વગેરે અશુભના, થાય છે તેટલું અશુદ્ધપરિણમન પણ તેનું જ છે, તે કાંઈ
બીજા કોઈકનું પરિણમન નથી, કે જડમાં કાંઈ તે ભાવો થતા નથી. તે જીવની પર્યાયમાં
જ તેવું અશુદ્ધપરિણમન હજી છે. તેમજ, એવા રાગાદિભાવો જેને થાય તે જીવને ધર્મી
કહેવાય જ નહિ–એમ પણ નથી. રાગાદિ થતા હોય છતાં તે જ વખતે તેનાથી ભિન્ન
શુદ્ધ ચૈતન્યભાવનું પરિણમન જેને ભેદજ્ઞાનના બળે વર્તે છે તે જીવ ધર્મી છે, ને તે
ધર્મીજીવના શુદ્ધપરિણમનમાં રાગાદિ અશુદ્ધતાનું કર્તૃત્વ જરાપણ નથી. હા, રાગાદિ
વખતે તે રાગાદિ જેટલો જ પોતાને અશુદ્ધ અનુભવે, ને શુદ્ધતારૂપ પરિણમન જરાય
હોય જ નહિ–તો તે જીવ અધર્મી છે.–આ રીતે જ્ઞાની તથા અજ્ઞાનીના પરિણામની જે
રીતે જે સ્થિતિ છે તેને બરાબર ઓળખવી જોઈએ; તો જ પોતામાં ભેદજ્ઞાન થાય, ને
રાગાદિ અશુદ્ધતાનું કર્તૃત્વ છૂટીને, શુદ્ધજ્ઞાનપરિણમનરૂપ મોક્ષમાર્ગ પ્રગટે.
‘જગત ઈષ્ટ નહિ આત્મથી’
જગતને રાજી કરવા કરતાં આત્માને રાજી કર.
અહો, જૈનશાસન કોઈ અપૂર્વ છે. બીજા કોઈ સાથે તેનું મિલાન થઈ
શકતું નથી. બીજા મિથ્યામત સાથે સર્વજ્ઞના જૈનધર્મનું મિલાન કરવું તે તો
જનરંજન છે; અને જ્યાં જનરંજન છે ત્યાં જિનરંજન થતું નથી. જનરંજન એ
તો સંસાર છે. બાપુ! તું જગતને રાજી કરવા રોકાણો તો મોક્ષને ક્્યારે
સાધીશ? જનરંજનની વૃત્તિ છોડીને જિનરંજન કર...એટલે કે આત્મા રાજી થાય
ને આત્માનું હિત થાય–તેમ કર. ધર્મી તો જનરંજન છોડીને ‘આત્મરંજન’ કરે
છે. લોકો રાજી થાય કે ન થાય, પણ મારો આત્મા રાજી થાય ને મારો આત્મા
ધર્મસાધન વડે આ ભવદુઃખથી છૂટીને મોક્ષસુખને પામે–એનું ધર્મીને લક્ષ છે.

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૦
શ્રાવકનાં આચાર []

જૈન–સદ્ગૃહસ્થ–શ્રાવકનાં આચાર કેવા સુંદર અને
ધર્મથી શોભતા હોય છે તેનું કેટલુંક વર્ણન આત્મધર્મ અંક ૩૬૮
માં આપે વાંચ્યું. વિશેષ સકલકીર્તિ શ્રાવકાચાર અધ્યાય ૩ તથા
૪ માંથી કેટલુંક દોહન આપ અહીં વાંચશો. શ્રાવકને દેવ–ગુરુ–
શાસ્ત્રની ઓળખાણ કેવી હોય, તત્ત્વોની ઓળખાણ કેવી હોય,
ને પછી તત્ત્વજ્ઞાનપૂર્વકની આચરણશુદ્ધિ કેવી હોય? તે સમજવું
જરૂરી છે; કેમકે તત્ત્વજ્ઞાન અને આચરણશુદ્ધિ વડે જ જીવનું
જીવન શોભે છે.
(સં.)
[પ્રશ્નોતર–શ્રાવકાચાર અધ્યાય ૩ માંથી]
સાચા દેવ–ગુરુ–ધર્મના સ્વરૂપનું ચિંતન તે સમ્યક્ત્વની દ્રઢતાનું કારણ છે.
વીતરાગ–સર્વજ્ઞ તે દેવ છે.
રાગાદિ હિંસારહિત એવી વીતરાગતા તે ધર્મ છે.
પરિગ્રહરહિત, રત્નત્રયવંત ગુરુ છે.
એ સિવાય બીજા કોઈ દેવ નથી, બીજો ધર્મ નથી, બીજા ગુરુ નથી.–આવું સ્વરૂપ
જાણીને તેની શ્રદ્ધા કરવી તે સમયગ્દર્શન છે.
દેવ કેવા છે? તેમનું સ્વરૂપ ઓળખવા માટે તેમના કેટલાક ગુણવાચક નામો
કહીએ છીએ–
તે ભગવાન ઈંદ્રદ્વારા પંચકલ્યાણક યોગ્ય છે તેની अर्हत् છે.
દુઃખરૂપ મોહ–અરિને હણનારા હોવાથી તેઓ अरिहन्त છે.

PDF/HTML Page 18 of 37
single page version

background image
: અષાઢ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૫ :
મોહરૂપી અરિ, જ્ઞાન–દર્શનાવરણરૂપ રજ તથા અંતરાયરૂપ રહસ્ય, તેને હરનારા
હોવાથી अरहन्त છે.
રાગ–દ્વેષ–મોહના વિજેતા હોવાથી તેનો जिन છે.
• સમુદ્ઘાત વખતે તેઓ લોકવ્યાપી થાય છે, અથવા કેવળજ્ઞાન વડે તેઓ સમસ્ત
લોક–અલોકને જાણી લ્યે છે,–જાણવાની અપેક્ષાએ સર્વવ્યાપી છે–તેથી તેઓ જ
વિષ્ણુ છે, વિષ્ણુ બીજા કોઈ નથી.
• કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટયરૂપ અંતરંગ ઐશ્વર્ય સહિત છે તથા બહારમાં
સમવસરણાદિ દિવ્ય ઐશ્વર્યસહિત છે તેથી તેઓ જ ઈશ્વર છે, ઈશ્વર બીજા કોઈ નથી.
સમવસરણમાં તેમનાં ચારમુખ દેખાય છે તેથી તેઓ ચતુર્મુખ–બ્રહ્મા છે, અથવા
તે શુદ્ધઆત્મા જ પરમ બ્રહ્મરૂપ હોવાથી બ્રહ્મા છે; કોઈ બીજા બ્રહ્મા નથી.
મોક્ષના અનંત સુખરૂપ શિવકલ્યાણને પામ્યા હોવાથી તેઓ જ શિવભગવાન છે,
બીજા કોઈ શિવ નથી.
કેવળજ્ઞાનવડે સમસ્ત પર્યાયો સહિત સમસ્ત દ્રવ્યોને જાણનારા હોવાથી તેઓ જ
બુદ્ધભગવામ છે, બુદ્ધ બીજા કોઈ નથી.
• ત્રિકાળ–ત્રિલોકવર્તી સમસ્ત દ્રવ્ય–પર્યાયોને જાણનાર હોવાથી તેઓ જ સર્વજ્ઞ છે.
રત્નત્રયધર્મરૂપી તીર્થના પ્રવર્તક હોવાથી તેઓ તીર્થંકર છે.
• સ્ત્રી–વસ્ત્રાદિ સમસ્ત પરિગ્રહ રહિત હોવાથી તેઓ જ વીતરાગ છે; તેઓ જ
ધર્મનેતા છે, તેઓ જ નિર્ગં્રથ છે, તેઓ જ દેવાધિદેવ અને જગતગુરુ છે, તેઓ જ
પરમાત્મા છે.
સર્વદોષરહિત ને સર્વગુણસહિત આવા ભગવાન જિનેન્દ્રદેવનું સ્વરૂપ સમ્યક્ત્વ–
શુદ્ધિ માટે હે ભવ્ય! તું ઓળખ...અને તેનું ધ્યાન કર.
આવા ભગવાનને ઓળખીને તેમના નામનો જાપ કરવો તે પણ મહાન પુણ્યનું
કારણ છે.
જિનેન્દ્રદેવનું સ્વરૂપ જે ઓળખે છે એટલે કે તેમના ચેતનમય શુદ્ધદ્રવ્ય–ગુણ–
પર્યાયને જે જાણે છે તે પોતે શુદ્ધાત્માને અનુભવીને અલ્પકાળમાં જિન થઈ જાય છે. માટે હે
ભવ્ય! મોક્ષને અર્થે અનંત મહિમાવંત જિનેન્દ્ર ભગવાનને ઓળખીને તું તેમની સેવા કર.

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : અષાઢ : ૨૫૦૦
ભૂખ, તરસ, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, બૂઢાપો, રોગ, મૃત્યુ, ખેદ, પરસેવો,
મદ, અરતિ, આશ્ચર્ય, જન્મ, નિદ્રા, અને વિવાદ–આ અઢાર દોષ સંસારી જીવોને હોય છે;
ભગવાન જિનેંદ્રદેવને આ અઢાર દોષ હોતાં નથી.
મોહના નાશથી અનંતસુખ જેમને પ્રગટી ગયું છે એવા ભગવાનને ભૂખ–તરસ
કેવા? જેમને દ્વેષ નથી તેમને શસ્ત્રો કેવા? તેમને ભય ન હોવાથી તેમની મુદ્રા પણ
અતિશય શાંત–સૌમ્ય, અને નિર્વિકાર છે. રાગાદિનો અભાવ હોવાથી સ્ત્રી–વસ્ત્ર કે
આભૂષણનો સંગ નથી, આત્મસ્વભાવની સિદ્ધિ થઈ ગઈ હોવાથી તેમને હવે કોઈ ચિંતા
રહી નથી. અવિનાશી મોક્ષપદ પ્રાપ્ત કરી લીધું હોવાથી હવે તેમને કદી બૂઢાપો નથી.
તેમને નવા આયુનો બંધ નથી તેથી નવા દેહને ધારણ કરવારૂપ મૃત્યુ નથી; જેને
આયુનો સર્વથા અભાવ હોય તેને કદી મરણ હોય નહિ. બધું જાણી લીધું છે તેથી ક્્યાંય
આશ્ચર્ય થતું નથી; પોતે જ સર્વોત્કૃષ્ટ છે,–પછી મદ કે અભિમાન શેનાં હોય? શરીર
છૂટતાં તે મુક્ત જીવને નવા જન્મનો અભાવ છે. ઉપયોગ સર્વથા શુદ્ધ થઈ ગયો હોવાથી
હવે તેમને નિદ્રા નથી; સદાય આનંદની અનુભૂતિમાં જ લીન રહેનારા તે ભગવાનને
વિષાદ ક્્યાંથી હોય? અનંત વીર્યસંપન્ન ભગવાનને જ્ઞાન–સુખના સ્વાભાવિક
પરિણમનમાં થાક કે ખેદ પણ કેમ હોય?
અહો, આવા ગુણસંપન્ન પરમદેવ, તે જ જગતમાં ઉત્તમ દેવ છે. તેમણે બતાવેલો
માર્ગ જ જગતના જીવોનું હિત કરનાર છે.
હે ભવ્ય! કેટલાક લોક ભગવાન અરિહંતદેવને પણ ક્ષુધા–તૃષા–આહાર–પાણી–
રોગ વગેરે દોષ હોવાનું માને છે, તો તે સત્ય હશે કે અસત્ય હશે!–એવા પ્રકારના
સંદેહને તું સર્વથા છોડી દે. પૂર્ણસુખરૂપ પરિણમેલ, અનંત આત્મબળવાળા અરિહંતોને
ભૂખ–તરસ કે આહાર–પાણી–રોગ વગેરે કોઈ દોષ હોતાં નથી એમ નિઃશંક જાણ.
જો ભૂખ–તરસ લાગે તો વેદના થાય, ને અનંતસુખ રહે નહિ.
જો આહાર–પાણી ગ્રહણ કરે તો તે સંબંધી રાગ–દ્વેષ થાય એટલે વીતરાગતા
રહે નહિ.
અહા, જ્યાં ચૈતન્યના અનંત અતીન્દ્રિય સુખરસનું ભોજન નિરંતર થઈ રહ્યું છે
ત્યાં ભૂખ–તરસ કેવા? ને આહાર કેવો?

PDF/HTML Page 20 of 37
single page version

background image
: અષાઢ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૭ :
અરે, મુનિ આહારનું નામ પણ લ્યે તો તેને પ્રમાદ થવાથી તે ‘પ્રમત્તસંયત્’ થઈ
જાય છે, તો પછી જે આહારનું ગ્રહણ કરે તેને સર્વજ્ઞતા ક્્યાંથી હોય?
ભગવાન અતીન્દ્રિય જ્ઞાનરૂપ થયા છે, ઈન્દ્રિયજ્ઞાન જ તેમને રહ્યું નથી, ત્યાં
ઈન્દ્રિયવિષયો તેમને ક્્યાંથી હોય?–એટલે ભોજન ક્્યાંથી હોય? જેની રસનાઈંદ્રિય
જીવતી હોય તેને જ રસનો આહાર હોય, એટલે જે સર્વથા અરસ–ભાવરૂપ થયા ન હોય
તેને જ રસનું ભોક્તાપણું હોય.
વળી, દૂરથી માંસાદિ નજરે પડી જાય તો આપણે પણ ભોજનમાં અંતરાય
સમજીને છોડી દઈએ છીએ; તો કેવળજ્ઞાનવડે સંસારનાં માંસાદિને દેખી રહેલા ભગવાન
કઈ રીતે ભોજન કરે?
જેને રાગાદિ દોષ હોય, જેની શક્તિ અલ્પ હોય, જેને ઈન્દ્રિયજ્ઞાન કામ કરતું
હોય ને જેને દુઃખ હોય–તેને જ ભોજન હોઈ શકે; જે વીતરાગ છે, જેની આત્મશક્તિ
અનંતવીર્યરૂપે ખીલી ગઈ છે, જેને અતીન્દ્રિયજ્ઞાન વર્તે છે અને જેઓ સંપૂર્ણ સુખી છે–
એવા ભગવાન અરિહંતદેવને ક્ષુધા કે આહાર હોતા નથી,–એમ જાણીને નિઃસંદેહ થાઓ.
કોઈ જીવે ઉપવાસ કર્યો હોય અને તેના સંબંધમાં કોઈ એમ કહે કે ‘આણે આજે
ખાધું છે’–તો તે જૂઠું કલંક લગાડનાર પાપી છે; તો પછી જેમણે આહારનો સર્વથા ત્યાગ
કર્યો છે એવા જગતગુરુ ભગવાન અરિહંતને માટે એમ કહેવું કે તેઓ આહાર કરે છે–તે
તો મહાન પાપ છે. અરે, અરિહંતદેવને આવું કલંક કહેનારને કેટલું પાપ લાગતું હશે–તે
એમ કહી શકતા નથી.
માટે હે મિત્ર! જેમને આહાર–પાણી નથી, આહાર વગર જ જેઓ પૂર્ણ સુખી છે
અને જ્ઞાનાદિ અનંતગુણથી જેઓ શોભી રહ્યા છે–એવા વીતરાગી અરિહંત પરમાત્મા તે
દેવ છે–એમ નિઃશંકપણે ઓળખીને તેમની તું સેવા કર. સર્વજ્ઞની સાચી ઓળખાણથી
તારું મિથ્યાત્વ મટીને તને સમ્યક્ત્વ થશે, એટલે તારું ભવદુઃખ છૂટીને તને મોક્ષસુખ થશે.
પરસેવો ન હોવો, મલ–મૂત્ર ન હોવા, શરીરનું લોહી સફેદ હોવું, સુંદરરૂપ, સુગંધ;
ઉત્તમ સંસ્થાન, ઉત્તમ સંહનન વગેરે જે ગુણ–કે અતિશય અરિહંતદેવને કહેવામાં આવે
છે તે બધા, જીવને આશ્રિત નથી પણ શરીરને આશ્રિત છે, એટલે કે તેઓ શરીરનાં
ધર્મો છે પણ જીવનાં ધર્મો તે નથી–એમ જાણવું.
સર્વજ્ઞતાને પામેલા ભગવાન જિનેન્દ્રદેવ ઉપર કદી કોઈ જાતનો ઉપસર્ગ થઈ