Atmadharma magazine - Ank 037
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૩૭
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।।
આત્મધર્મ
વર્ષ ચોથુંકારતક
અંક પહેલો
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
.... સ્વભાવની ભાવના ....
હે આત્મન્! હે ધર્મમૂર્તિ! જેમાં અમર્યાદિત ગુણો ભર્યા છે એવા તારા ગાણાં રંગથી
ગાવાને ઊભો થયો છું; તારી પ્રીત, તારી રુચિ અને તારા ભાનમાં હું આત્માનું ગાન કરવા
નીકળ્‌યો તેમાં ભંગ પડશો નહિ, તેમાં વિઘ્ન હશો નહિ.
હૈ ચૈતન્યદેવ! તારા ગુણની પ્રીતિમાં જાગૃત થયો હવે ચૈતન્યભાવ સિવાય અન્ય
કોઈ ભાવનો આદર નહિ થવા દઉં–એ જવાબદારી લઈને કહું છું કે હે જિન! તારી પ્રીતિમાં
અને મારા આત્મસ્વભાવમાં ભંગ ન પડશો. જે આત્મપ્રિત જાગી તેમાં સાદિ અનંતકાળમાં
ભંગ ન પડશો.
હે આનંદઘન! તું તીર્થંકરોના કુળનો છો. તારા કુળનો વટ છે કે જે ભાવે ઉપડયા તે
ભાવથી પાછા ન ફરે. સમ્યગ્દર્શન પ્રગટયું તે અપ્રતિહતપણે કેવળજ્ઞાન લીધે જ
છૂટકો.......આવી જ તારા કુળની રીત છે.
જેમના પવિત્ર આત્મામાં શુદ્ધ સમ્યગ્દર્શનરૂપી વેણલાં વાયાં છે તેઓ ભાવના કરે છે
કે અહો! ધન્ય તે કાળ અને ધન્ય તે ભાવ! મારા આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થવાનાં
પરોઢિયા થઈ ગયાં છે..... મારા આત્માને નમસ્કાર હો.... આવી ભાવના વડે ગૃહસ્થાશ્રમમાં
રહેલા સમ્યગ્દ્રષ્ટિ જીવો તથા સંતમુનિઓ પોતાના આત્મસ્વભાવ પ્રત્યે ઢળી જાય છે અને
અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરે છે.
આ રીતે સુમંગળપ્રભાતે આચાર્યદેવ અને જ્ઞાનીઓ સ્વભાવના
સ્વચતુષ્ટયની ભાવના ભાવે છે.
કારતક સુદ ૭
જૈન શાસનને ખાતર જીવન અર્પણ કરનાર પંડિત
પ્રવર શ્રી ટોડરમલજીનો દેહાંત કા. ગુ. ૭ ના રોજ
થયો હતો.... તેઓ મહા ધર્માત્મા હતા... દુષ્ટ જીવોના
કાવતરાનો ભોગ બનીને માત્ર
ર૮ વર્ષ જેટલી અલ્પ વયમાં જ તેમનો દેહાંત થયો
હતો. તેઓએ મોક્ષમાર્ગ પ્રકાશક વગેરે શાસ્ત્રની
રચના કરીને જૈનશાસન પર મહાન ઉપકાર કર્યો છે.
જેનો કા. સુ. ૭ મે શ્રદ્ધાંજલિ અર્પે.
વાર્ષિક લવાજમ૩૭છુટક અંક
અઢી રૂપિયાશાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
ઃ ૨ઃ આત્મધર્મઃ ૩૭
વર્ષ ચોથુંસળંગ અંકકારતકઆત્મધર્મ
અંક પહેલો૩૭ર૪૭૩
ધન્ય તે સુપ્રભાત
“આજ પવિત્ર આત્મા શ્રી મહાવીર પ્રભુજી સદાને માટે સંસારથી મુક્ત થઈને સિદ્ધદશા પામ્યા અને શ્રી ગૌતમ પ્રભુ
કેવળજ્ઞાન પામ્યા” એ સાંભળીને કયા મુમુક્ષુનું હૈયું આનંદથી ન નાચી ઊઠે!!!
ર૪૭ર વર્ષ પહેલાં બની ગયેલા પવિત્ર પ્રસંગને વર્તમાનપણે યાદ કરીને ભવ્ય જીવો ઉત્સાહથી ઉજવે છે–તેઓ
ખરેખર તો પોતાની જ પૂર્ણ પવિત્ર દશાને ભાવથી નિકટ લાવીને તેનો ઉત્સાહ કરે છે....
તીર્થધામ શ્રી પાવાપુરીમાં આસો વદી ૦) ) ના પ્રાતઃકાળમાં શ્રી મહાવીર પ્રભુજીએ યોગનિરોધ કર્યો અને કર્મો તથા
શરીરના સંયોગરહિત થઈને અશરીરી સિદ્ધ થયા...ચતુર્ગતિનો અંત લાવી પંચમ ગતિને પ્રાપ્ત થયા....અને તેમનો વારસો શ્રી
ગૌતમ પ્રભુએ સંભાળ્‌યો અર્થાત્ તે જ વખતે શ્રી ગૌતમ પ્રભુ કેવળજ્ઞાનને પ્રાપ્ત થયા–તેમને અરિહંતપદ પ્રગટ થયું....આ રીતે
તે દિવસે શ્રી સિદ્ધદશા અને અરિહંતદશા એ બે સર્વોત્કૃષ્ટ પવિત્ર દશાઓનો કલ્યાણિક મહોત્સવ છે.
ભવ્યાત્માઓ સિદ્ધસ્વભાવની અત્યંત ઉત્કંઠા અને માહાત્મ્ય વડે, ‘અહો! મહાવીર પ્રભુ મુક્ત સ્વરૂપને પામ્યા’ એમ
મોક્ષદશાના મહોત્સવને ઉજવે છે.
જગતના પામર જીવોનાં મૃત્યુ પાછળ શોક થાય છે....પણ ભગવાનની પાછળ મુક્તિનાં મહોત્સવ ઉજવાય
છે....કારણકે...તે મરણ નથી પણ સાચું આત્મજીવન છે. સાદિ–અનંતકાળ સહજાનંદ સ્વરૂપમાં બિરાજી રહેવાનું શુદ્ધ આત્મજીવન
છે....માટે રત્નદીપકો વડે ઇન્દ્રો પણ તેના મહોત્સવ ઉજવે છે.....એ મહોત્સવ લોકોત્તર હોય છે....
....એ નિર્વાણ કલ્યાણક મહોત્સવ માત્ર બાહ્ય ધામધૂમથી પૂર્ણતા પામતો નથી, પરંતુ જેવો સિદ્ધ ભગવાનનો આત્મા છે
તેવો જ આત્મા હું છું–એમ પોતાના સ્વભાવમાં સિદ્ધપણું સ્થાપીને, સિદ્ધપણાનો અંશ પ્રગટ કરવો તે જ મંગળ–મહોત્સવ છે. શ્રી
વીરપ્રભુ પોતે સિદ્ધ થયા એ તો સર્વોત્કૃષ્ટ મંગળ છે...અને....જે ભવ્યાત્માઓએ આત્મામાં શુદ્ધ સમ્યગ્દર્શનાદિ પ્રકાશ પ્રગટાવીને
સિદ્ધદશા સન્મુખ પુનિત પગલાં માંડયા છે તેઓ પણ ધન્ય છે.....
*
નૂતનવર્ષે મંગળ ભાવના
(૧) આ અંકથી આત્મધર્મ (ગુજરાતી) માસિક ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશે છે. પૂરાં થતાં વર્ષ દરમિયાન
મારા તરફથી કે આત્મધર્મ કાર્યાલય તરફથી કોઈપણ ગ્રાહકને કોઈપણ પ્રકારે અસંતોષ થયો હોય તો તે દરગુજર કરવાની
વિનંતી કરું છું.
(ર) આજ સુધીમાં આત્મધર્મના પ્રકાશન કાર્યમાં મારી–અલ્પ મતિ–શક્તિને કારણે સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો કંઈપણ
અવિનય–અનાદર થયો હોય તો અત્યંત વિનમ્રભાવે જિનેંદ્રદેવ પાસે અંતઃકરણપૂર્વક ક્ષમા યાચું છું.
(૩) જેઓશ્રીની અપાર અકષાયી કરુણા વડે મુજ સરિખા અનેક પામર જીવોને આ દુષમ કાળે સત્ શ્રુતના અમૃત
પીવાં મળ્‌યાં છે તે સદ્ગુરુદેવશ્રી કહાન પ્રભુને અત્યંત–અત્યંત ભક્તિભાવે કોટિકોટિ વંદન કરું છું –નમસ્કાર કરું છું.
(૪) પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીની અત્યંત કૃપા વડે જેના સુભાગ્ય ખીલ્યાં છે એવા મને આત્મધર્મ (ગુજરાતી)
માસિકનું ચોથા વર્ષનું એટલે અંક ૩૭ થી ૪૮ સુધીનું પ્રકાશન કરવાનું કાર્ય સોંપાયું છે જે અતિ ઉલ્લાસ અને આનંદથી સંપૂર્ણ
કાળજીપૂર્વક, સુંદર, સરસ અને સમૃદ્ધ રીતે ચલાવવાનું સામર્થ્ય અને સૌ મુમુક્ષુઓનો સહકાર પ્રાપ્ત થાઓ એવી આશા રાખું છું.
(પ) ભગવાનશ્રી સીમંધર પ્રભુના શ્રીમુખેથી સાક્ષાત્ શ્રવણ કરીને શ્રી કુંદકુંદાચાર્યદેવે રચેલાં પરમાગમોના રહસ્યની
અમૃતવર્ષા પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી વરસાવી રહ્યાં છે, તે અમૃતધારાને ઝીલીને આત્મધર્મ માસિક પ્રગટ થાય છે. એ
આત્મધર્મ માસિક પ્રત્યેક ભવી જનોનું માર્ગદર્શક બનો એવી ભાવના ભાવું છું.
–રવાણી

PDF/HTML Page 4 of 21
single page version

background image
કારતકઃ ૨૪૭૩ઃ ૩ઃ
।।
ૐ।।
શ્રી સમયસારજી મોક્ષઅધિકારના –વ્યાખ્યાન– ઉપરથી
અધ્યાત્મ ઉપદેશ
પ્રશ્નઃ– અધ્યાત્મના ઉપદેશમાં આત્માનું સ્વરૂપ સમજવાની જ વાત વારંવાર આવે છે, પરંતુ કષાય મંદ કરવાની,
વૈરાગ્યની કે ભક્તિની વાત કેમ નથી કરતા? સમ્યગ્દર્શન કરવાની વાત ભાર દઈને કરો છો અને વ્રતાદિની વાત આવે ત્યાં
‘વ્રતથી ધર્મ નથી’ એમ કહીને તેનું જોર ઢીલું કરી નાખો છો, તો પછી આમાં સિદ્ધાંત બોધ કે ઉપદેશ બોધ શું આવ્યો?
ઉત્તરઃ ભાઈ, જેઓ આત્માનું સ્વરૂપ સમજવા રોકાણા છે તેમને કષાયની મંદતા, સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું બહુમાન,
કુદેવાદિને ન માનવા, બ્રહ્મચર્યનો રંગ, અને સ્વાધ્યાય વગેરેનો શુભભાવ એ શું નથી આવતું? જગતની પંચાતનું પાપ પાપ
છોડીને આ એકલા આત્માની વાત સાંભળે છે અને તે સમજવા રોકાય છે તેમાં જિજ્ઞાસા કેટલી છે? કષાયની મંદતા કેટલી છે? શું
આ બધો વ્યવહાર ન આવ્યો? આત્માનું સ્વરૂપ સમજવાની રુચિ થઈ અને તેમાં રોકાણા તેટલે અંશે શું સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ન
આવ્યો? સત્ સમજવાના જિજ્ઞાસુને સત્નું અને સત્ના નિમિત્ત તરીકે દેવ–ગુરુ–શાસ્ત્રનું અપાર બહુમાન હોય છે. આ રીતે
શુભરાગ, ભક્તિ, કષાયની મંદતા, વૈરાગ્ય ઇત્યાદિરૂપ વ્યવહાર આવે છે ખરો પરંતુ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવવાની મુખ્યતામાં
તે વ્યવહારને ગૌણ કરવામાં આવે છે. જો જિજ્ઞાસાથી આ માર્ગને બરાબર સમજે તો સત્યનો માર્ગ તો સીધો સટ સમ્યગ્દર્શનપૂર્વક
કેવળજ્ઞાન અને મોક્ષનો જ છે. આ ભાષા જ્ઞાનની વાતો નથી પણ સ્વભાવનો માર્ગ છે. યથાર્થ સત્ તરફની જિજ્ઞાસા અને સત્માં
અર્પણતા તે જ સત સ્વરૂપને પામવાનો સ્વતંત્ર ઉપાય છે; આમાં પરાધીનતા નથી તેમજ બુદ્ધિને ગીરવી મૂકવા જેવી વાત નથી.
આગ્રહ છોડીને આત્માની દરકારથી પોતે સમજવા માગે તો પોતે જ સત્ સ્વરૂપ છે તેમાં અભેદ થાય છે.
જો શુભરાગમાં હરખ અને હોંશ કરશે તો તે શુભરાગમાં જ અટકી જશે પણ સ્વભાવની રુચિ કરીને તેમાં ઢળી શકશે
નહિ, એટલે કે મિથ્યાત્વ ટળશે નહિ. જેનાથી મિથ્યાત્વ ન ટળે અને સંસારનો અંત ન આવે તે ઉપાય શું કામનો?
શુદ્ધાત્મસ્વભાવને નિશ્ચય વડે જાણવાથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે અને સમ્યગ્દર્શનથી જ અનંત સંસારનો અંત આવે છે.
નિશ્ચયને જાણ્યા વગર વ્યવહારને પણ યથાર્થપણે ઓળખી શકાશે નહિ. આખા સંસારની ધમાલને છોડીને આખો દિવસ
એકલા અસંગ તત્ત્વનો અભ્યાસ કરવો તેમાં શું કષાયની મંદતા નહિ આવતી હોય? આ શ્રવણ કરે છે તેમાં શ્રવણનો ભાવ તે
વ્યવહાર નથી તો શું નિશ્ચય છે? સત્યનું શ્રવણ કરવું તેમ જ પ્રતિપાદન કરવું તે શુભરાગરૂપ વ્યવહાર છે; લૌકિક શુભરાગ કરતાં
સત્ પ્રત્યેનો આ રાગ જુદા પ્રકારનો છે, તે લોકોત્તર પુણ્યનું કારણ છે. સાધકને શુભરાગ હોય છે તેનો નિષેધ કરવામાં આવતો
નથી પરંતુ તે રાગને મુક્તિના કારણ તરીકે માનવાનો નિષેધ જ્ઞાનીઓ કરે છે. રાગ મારી આત્મશાંતિને મદદગાર નથી, એમ
રાગરહિત સ્વભાવની રુચિ અને પ્રતીતમાં બરાબર દ્રઢતા કરવી તે જ મુક્તિનો માર્ગ છે.
જ્ઞાનીને સત્ સ્વભાવના લક્ષે જેવો ઊંચા પ્રકારનો શુભરાગ થશે તેવો રાગ અજ્ઞાનીને નહિ થાય. છતાં જ્ઞાની તે રાગને
આદરણીય માનતા નથી અને અજ્ઞાની રાગને આદરણીય માને છે. હે ભાઈ! શુભરાગ હોવા છતાં તું તારા આત્મા માટે એમ માન
કે, હું શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા શાંતિસ્વરૂપ છું, આ રાગ છે તે મારામાં રહેવા માટે નહિ, તે વિકાર છે, મારું સ્વરૂપ નથી. આમ સમજીને તે
રાગનો આદર છોડ અને આત્માની રુચિને દ્રઢ કરીને અભેદ સ્વભાવ તરફ ઢળ. આમ કરવાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
થઈને મોક્ષ થશે અને બંધભાવ છૂટી જશે.
અહો! અજ્ઞાનીને ચૈતન્યના વીતરાગી સ્વભાવનું અને વીતરાગી સમ્યગ્દર્શનનું માહાત્મ્ય નથી આવતું, પણ
પંચમહાવ્રતાદિના રાગનું માહાત્મ્ય આવે છે! વીતરાગ સ્વભાવની રુચિ તથા ભરોસા વગર પંચમહાવ્રતનો રાગ કર્યો તેમાં
આત્માને શું ફળ? પ્રથમ તો, પંચમહાવ્રતનો રાગ કર્યો તેમાં આત્માને શું ફળ? પ્રથમ તો, પંચમહાવ્રતના રાગથી આત્માને લાભ
માનવો તે જ મિથ્યાત્વ છે અને તે મહાપાપ છે. હવે વિચારો કે–પંચમહાવ્રત પાળનાર અજ્ઞાની આત્માને શરૂઆતમાં, મધ્યમાં અને
અંતમાં શું ફળ આવ્યું? શુભરાગ છે તે પોતે આકૂળતા છે, તેનું અભિમાન કરીને મિથ્યાત્વને દ્રઢ કરે છે, અને તે શુભરાગના
ફળરૂપે પણ જડનો સંયોગ આવે છે. ક્યારેય પણ તે રાગ વડે આત્માને લાભ થતો નથી. છતાં પ્રથમ ભૂમિકામાં દેવ–ગુરુ–
શાસ્ત્રની ઓળખાણ પૂર્વક તેમનું બહુમાન–ભક્તિ, જ્ઞાનીઓનો સમાગમ, વૈરાગ્ય ઇત્યાદિનો શુભરાગ આવે છે. સંસારની તીવ્ર
રુચિ હોય અને જ્ઞાનીઓનું બહુમાન તથા ભક્તિ ન આવે તે તો જિજ્ઞાસુ પણ નથી. અહીં તો જે જિજ્ઞાસુ થયો તેને પણ શુભરાગ
સમ્યગ્જ્ઞાનનું કારણ નથી–એમ સમજાવ્યું છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૩૭
અનંત કાળે મનુષ્ય દેહ મળ્‌યો અને મહા સદ્ભાગ્યે સત્ય વાત સાંભળવા મળી ત્યારે જો આત્માની સમજણ નહિ કરે
તો તેને માટે અનંત સંસાર ઊભો જ છે. અન્યત્ર તો સત્ય વાત છે જ નહિ પરંતુ અત્યારે તો જૈનોમાં પણ સત્ય વાત દુર્લભ થઈ
પડી છે. આત્માના સ્વરૂપની સમજણ થઈને અલ્પકાળે મોક્ષ થાય એવો ઉપાય દર્શાવનારી વાણીનો યોગ મળ્‌યો, આટલે સુધી
આવીને પણ બહારના ભાવોની (શુભાશુભ વિકાર ભાવોની) રુચિ રાખ્યા કરે તો તેને સત્નું વલણ થયું નથી અર્થાત્ પોતાના
આત્માની દરકાર–રુચિ થઈ નથી. જ્યાં સુધી પોતે આત્માની રુચિ જાગૃત ન કરે ત્યાં સુધી, સાચા દેવ–ગુરુ–ધર્મનો સંયોગ હોય
તોપણ, તેને માટે તે સત્નું નિમિત્ત થયું નથી, માત્ર શુભરાગનું નિમિત્ત થયું છે. જીવ પોતે રાગની રુચિ છોડીને સ્વભાવની રુચિ
ન કરે તો તેને ધર્મનો લાભ થાય નહિ અને જન્મ–મરણનો અંત આવે નહિ. શુભરાગ કરે તો તેનાથી પુણ્ય બંધાય પરંતુ તેમાં
આત્માને શું? પુણ્યનો ભાવ કે પુણ્યના પરમાણુઓ કાંઈ આત્મામાં ટકી રહેતાં નથી. જે ધર્મ પ્રગટીને આત્મામાં અભેદપણે ટકી
રહે તે ધર્મ જ આત્માને મુક્તિનું કારણ છે; એ ધર્મ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર જ છે.
કોઈ એમ કહે કે, આવું સમજવું તો અઘરૂં લાગે છે માટે બીજો ઉપાય બતાવો. તો તેને ઉત્તર–ભાઈ! મોક્ષ માટે તો આ
જ ઉપાય છે. મોક્ષ આત્મામાં જ થાય છે માટે આત્માનું સ્વરૂપ સમજવું જોઈએ. મોક્ષરૂપે કોઈ બીજું થતું નથી પરંતુ આત્મા
પોતે જ મોક્ષરૂપે થાય છે, માટે બધા સંજ્ઞી આત્મામાં મોક્ષ થાય તેટલું સમજવાની તાકાત છે. સ્વભાવની રુચિપૂર્વક જો પ્રયત્ન
કરે તો જરૂર સમજાય. *
વ્યવહારનું અસ્તિત્વ અને તેનું હેયપણું
શ્રી સમયસાર, મો. અ. ગા. ર૯૭ના વ્યા. માંથી
પ્રજ્ઞાવડે શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવું કે હું ચેતનારો છું અને બીજા ભાવો છે તે બધા મારાથી પર છે; આમ જાણીને
ચેતનાર સ્વભાવમાં લીન થવું અને રાગને છોડવો તે જ મોક્ષનો ઉપાય છે.
આમાં બહારનાં આચરણની વાત ન આવી કેમકે બહારની શરીરાદિ વસ્તુઓ આત્માથી જુદી જ છે, તેની ક્રિયા આત્મા
કરી શકતો નથી તેથી તે કરવાની વાત કેમ હોય?
પ્રશ્નઃ– પર વસ્તુઓથી આત્મા જુદો છે તેથી તેની વાત ન કરી, એ તો ઠીક પરંતુ આમાં વ્યવહાર ક્યાં આવ્યો?
ઉત્તરઃ– શુદ્ધાત્માને જાણવાનું કહ્યું તે જ વ્યવહાર છે. મોક્ષમાર્ગમાં વચ્ચે વ્યવહાર આવે છે ખરો પરંતુ પરમાર્થને
જાણનારા જ્ઞાનીઓ તેને હેય સમજે છે. વ્યવહારને તો ધિક્કાર, ધિક્કાર! જેમ બ્રાહ્મણ રસોડામાં કૂતરા માટે લાકડી લઈને બેઠો
જ હોય, કૂતરાને અંદર પેસવા જ ન દે, દેખતાં જ તેનો ધૂત્કાર કરે....તેમ મોક્ષમાર્ગ સાધનારા જ્ઞાનીઓ વ્યવહાર સામે પ્રજ્ઞા
લઈને જ બેઠા છે અર્થાત્ શુદ્ધાત્મસ્વરૂપનું સાધન કરતાં વચ્ચે રાગરૂપ વ્યવહાર આવી પડે ત્યાં પ્રજ્ઞાવડે તેનો નિષેધ કરે છે. પણ
છતાં વ્યવહાર આવે છે તો ખરો ને? જો વ્યવહાર હોય જ નહિ તો નિષેધ કોનો કરવો? સમજવું અને સમજાવવું તે વ્યવહાર
છે. આ તત્ત્વની વાત સાંભળે છે તેમાં શુભભાવ થયા તે વ્યવહાર ન આવ્યો? વ્યવહાર આવે છે તેની ના નથી પણ તેને
જ્ઞાનીઓ સારો કહેતા નથી. નિશ્ચય અને વ્યવહાર બંનેને સારા કેમ કહેવાય? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તે નિશ્ચય છે અને પર્યાયના
ભેદ તથા રાગ આવે તે વ્યવહાર છે. આ બંનેને જ્ઞાનીઓ જાણે છે ખરા, પરંતુ તેમાં રાગ આત્માને લાભદાયક છે એમ તેઓ
માનતા નથી. વ્યવહાર હેય બુદ્ધિએ જાણવા યોગ્ય છે. પણ જો વ્યવહારને ઉપાદેયપણે જાણે તો તેને નિશ્ચય–વ્યવહારનું સાચું
જ્ઞાન નથી. પહેલાં સાધકદશામાં છોડવાની દ્રષ્ટિએ વ્યવહાર વચ્ચે આવે છે એમ જ્ઞાનીઓ જાણે છે અને તેથી તેઓ પરમાર્થ
શુદ્ધસ્વભાવ તરફ ઢળે છે. પણ પહેલેથી જ શુભરાગ કરવાની જેની દ્રષ્ટિ હોય તે પોતાનું લક્ષ વ્યવહાર ઉપરથી ખસેડીને નિશ્ચય
શુદ્ધ સ્વભાવ ઉપર ઢળતો નથી, તેથી તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. આમાં વ્યવહાર ક્યાં ન આવ્યો અને ક્યાં વ્યવહાર આદરણીય
રહ્યો?–વ્યવહાર બધે આવે ખરો પણ આદરણીય ક્યાંય નથી.
‘હું ચેતનાર છું’ એમ વિચારવું તે પણ વ્યવહાર જ છે; આવો વ્યવહાર કોને હોય? જેઓ વીતરાગ થયા તેમને
વ્યવહાર હોય કે જે સાધક છે તેને? વીતરાગ થઈ ગયા તેમને આવો વિચાર હોય નહિ, તેમ અજ્ઞાનીને પણ આવો વ્યવહાર
યથાર્થ હોય નહિ. જેઓ સાધક જ્ઞાની છે તેઓ આત્માના શુદ્ધ સ્વરૂપને જાણે છે અને તેમાં ઠરતાં પહેલાં ‘હું ચેતનાર છું’ એમ
વિકલ્પ આવે છે તે વ્યવહાર છે. હું ચેતનાર છું એમ સ્વભાવની

PDF/HTML Page 6 of 21
single page version

background image
કારતકઃ ૨૪૭૩ઃ પઃ
અસ્તિ જાણતાં હું રાગી–દ્વેષી નથી એમ નાસ્તિનું જ્ઞાન આવી જ જાય છે. હું તો શુદ્ધચૈતન્ય જ્ઞાતાદ્રષ્ટા છું, રાગ મારા સ્વભાવમાં
નથી તેથી તે જીવ નથી પણ અજીવ છે–આવી ભેદજ્ઞાનની પ્રતીત જેને પોતાના આત્મામાં બેસે તે જીવ ભેદજ્ઞાન વડે શુદ્ધ
આત્માનું ગ્રહણ કરે અને રાગનો ત્યાગ કરે. એટલે કે શુદ્ધ પરમાર્થ આત્મસ્વભાવને જ આદરણીય માને છે અને વ્યવહારને
જાણે છે પણ આદરણીય માનતા નથી. શુદ્ધ ચૈતન્ય સિવાયના બીજા બધા ભાવોને તે સ્વભાવથી પર જાણીને હેય સમજે છે.
×
“ધર્મમાં તો અંતર પરિણામની ધારા જોવાની સૂક્ષ્મ વાત છે, શુભભાવ ઉપર બિલકુલ વજન નથી. કોઈ કહે ‘અમારા
શુભભાવને ઉડાડે છે’ પણ ભાઈ રે! અહીં તત્ત્વ સમજવામાં, તેના વિચારમાં જે શુભભાવ સહેજે આવે છે તેવા ઊંચા શુભભાવ
ક્રિયાકાંડમાં નથી. અરે! એક કલાક ધ્યાન રાખી તત્ત્વને સાંભળે તોપણ શુભભાવની ટંકશાળ પડે અને શુભભાવની સામાયિક
થઈ જાય. તો પછી ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો વાત જ શી? તત્ત્વજ્ઞાનનો વિરોધ ન કરે અને જ્ઞાનીને શું
કહેવું છે તે સાંભળે તો તેમાં શુભરાગનું જે પુણ્ય બંધાય તેના કરતાં પરમાર્થના લક્ષ સહિત સાંભળનારને ઉત્કૃષ્ટ પુણ્યના
શુભભાવ થઈ જાય છે. તત્ત્વ સાંભળવામાં શુભભાવ રાખે તોપણ આવું શુભ સાંભળવાના જોગ ફરી મળે, પણ તે પુણ્યની
કિંમત શી? પુણ્યથી માત્ર સાંભળવાનું મળે પણ તેમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો થોથાં છે. પુણ્યથી ધર્મ થાય
એમ માને, અંતરગુણમાં તેની મદદ માને તેનો તો નિષેધ હોય જ. પુણ્ય–બંધન વિકાર છે, તેને ધર્મ માને તેનો ત્રણે કાળના
જ્ઞાનીઓ નિષેધ કરે છે. પુણ્ય વિકાર છે તેનાથી અવિકારી આત્મધર્મ થતો નથી માટે પુણ્યનો નિષેધ કહ્યો છે, પણ તેથી પુણ્ય
છોડીને પાપમાં જવાનું કહ્યું નથી; અશુભથી બચવા પૂરતો શુભભાવ જ્ઞાનીને પણ હોય છે પણ તેનાથી ધર્મ થશે એમ માનીને
કોઈ શુભભાવ કરે, તો તેનાથી કોઈ કાળે અવિકારી આત્માને કાંઈ ગુણ થાય નહિ.
કદી આવું સાંભળવાની ધગશ કરી નથી, લૌકિકમાં તો પુણ્ય–પાપ કરવાની વાતો સાંભળવાનું મળે અને અહીં માંડમાંડ
ધર્મ સાંભળવા આવે ત્યાં આવું ઝીણું આવે, એટલે ‘આપણને નહિ સમજાય’ એમ આગળથી જ બંધ વાળી દે છે. લૌકિક
કળામાં તો જરાય અજાણ્યો રહેતો નથી.”–(સમયસાર–પ્રવચનો ભાગ–૧ પા. ર૬૦–ર૬૧)
બે મિત્રો વચ્ચે તત્ત્વચર્ચા
સુરેશચંદ્રઃ– એક જીવ ધર્મી છે, તેને કોઈ માલ વિનાનો અને નિર્માલ્ય કહે છતાં તેને શંકા ન થાય, તે શા
કારણે?
દીનેશચંદ્રઃ– કેમકે તે ધર્માત્મા જીવને એવું અંતરભાન વર્તે છે કે, હું આત્મા છું અને સદાય અનંત ગુણોના
સમુદાયથી ભરપૂર છું. આમ પોતાના સ્વભાવની કિંમત હોવાથી તેને શંકા થતી નથી.
સુરેશઃ– તમને શાંત બેઠેલા જોઈને કોઈ કહે કે, તમે નવરા–આળસુ છો, તો તમને દુઃખ થાય કે નહિ?–શા
માટે?
દીનેશઃ– દુઃખ ન થાય, કારણ કે મારામાં વસ્તુત્વ ગુણ છે તેથી હું દરેક સમયે પ્રયોજનભૂત કાર્ય કરી જ રહ્યો
છું. મારા જ્ઞાન, શ્રદ્ધા, સુખ, પુરુષાર્થ વગેરે અનંત ગુણોની દ્રઢતાનું કાર્ય મારી દ્રવ્યત્વશક્તિથી દરેક સમયે પરિણમી
રહ્યું છે માટે હું આળસુ નથી. લોકો બહારથી માપ કરે છે તે સાચું નથી. સ્વરૂપમાં અણઉત્સાહ તે જ આળસ છે અને
સ્વરૂપમાં ઉત્સાહ તે જ સાચો પ્રયત્ન છે.
સુરેશઃ– કોઈ કહે કે, આત્મામાં પૈસા વગેરે કાંઈ નથી તેથી તે તદ્ન માલ વગરનો છે, તો તેને માનો કે
નહિ?
દીનેશઃ– આત્મામાં પૈસા વગેરે કાંઈ નથી એ ખરું પરંતુ આત્મા માલ વગરનો નથી, કેમકે તેનામાં શ્રદ્ધા,
જ્ઞાન, સુખ, આનંદ, વીર્ય, વગેરે અનંત ગુણો છે; અનંત ગુણોવાળા આત્માને માલ વગરનો કેમ કહી શકાય?
સુરેશઃ– આત્માના ગુણો વધારવા હોય તો વધારી શકાય કે નહિ?
દીનેશઃ– ગુણ ન વધારી શકાય, કેમકે ગુણ તો ત્રિકાળ છે, તે નવો થઈ શકતો નથી. પરંતુ ગુણની પર્યાયની
નિર્મળતા વધારી શકાય છે. અગુરુલઘુત્વગુણ હોવાથી વસ્તુમાં જેટલા ગુણ હોય તેટલા જ ત્રિકાળ રહે છે, તેમાં
વધારો ઘટાડો થતો નથી.
સુરેશઃ– જો ગુણ વધી ન શકે તો પછી જેનામાં ઓછા ગુણ હોય તેના ગુણ પૂરા શી રીતે થાય?
દીનેશઃ– કોઈમાં ગુણ ઓછા હોય જ નહિ. બધા આત્માઓમાં ગુણ તો પૂરેપૂરા જ સદા રહે છે. ગુણ ઓછા
થઈ ગયા નથી પરંતુ ગુણની પર્યાય અધૂરી થઈ છે. ‘આ જીવને ઓછા ગુણ છે’ એમ કહેવાય છે, પરંતુ ખરેખર ત્યાં
ગુણ ઓછા નથી પણ ગુણની પર્યાય ઓછી (અધૂરી) થઈ છે–એમ સમજવું. ગુણ તો પૂરેપૂરા છે. એને જીવ
ઓળખતો નથી તેથી પર્યાય અધૂરી છે. જો

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૩૭
પોતાના પૂરેપૂરા ગુણોને ઓળખીને જીવ તેમાં સ્થિર થાય તો પર્યાય પણ પૂરી જ પ્રગટે. તેથી પ્રથમ આત્માના દ્રવ્ય–ગુણ
પર્યાયનું સ્વરૂપ ઓળખવું જોઈએ.
સુરેશઃ– તમે આત્મા છો? તમે ઘરેથી અહીં આવ્યા ત્યારે શરીરને તમારી સાથે પરાણે–બળજબરીથી આવવું પડયું કે
નહિ?
દીનેશઃ– ના, શરીર બળજબરીથી આવ્યું નથી. આત્મા અને શરીર બંને જુદા પદાર્થો છે તેથી એક બીજાનું કંઈ કરી
શકે નહિ. આત્મા પોતાને કારણે આવ્યો છે અને શરીર શરીરના કારણે આવ્યું છે. શરીરના જડ પરમાણુઓમાં દ્રવ્યત્વ નામની
શક્તિ છે તેથી તેઓ પરિણમીને અહીં આવ્યા છે; પરંતુ આત્માને કારણે શરીર આવ્યું નથી તેમજ શરીરના કારણે આત્મા
આવ્યો નથી. બંને પદાર્થો સ્વતંત્ર છે.
સુરેશઃ– જીવ અને પુદ્ગલમાં શું ફેર છે?
દીનેશઃ– જીવમાં જ્ઞાન છે, પુદ્ગલમાં જ્ઞાન નથી. પુદ્ગલ રૂપી છે, જીવ અરૂપી છે.
સુરેશઃ– પુદ્ગલમાં જ્ઞાનગુણ કેમ ન હોઈ શકે?
દીનેશઃ– પુદ્ગલ જડ રૂપી છે તેથી તેમાં જ્ઞાન નથી. જ્ઞાન તો અરૂપી છે અને પુદ્ગલ તો રૂપી છે, રૂપી વસ્તુના બધા
ગુણો રૂપી જ હોય પણ અરૂપી ન હોય.
સુરેશઃ– પુદ્ગલ રૂપી છે અને જ્ઞાન અરૂપી છે–એ શી રીતે જાણ્યું.
દીનેશઃ– જે રૂપી વસ્તુ હોય તે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય અને પુદ્ગલો રૂપી છે તેથી તે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય
છે. જે આંખથી દેખાય, નાકથી સુંઘાય, કાનથી સંભળાય, જીભથી ચખાય, અને ચામડીથી સ્પર્શાય તે બધુંય રૂપી પુદ્ગલ છે;
અને જ્ઞાન તો અરૂપી હોવાને લીધે તે આંખથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, હાથ વગેરેથી સ્પર્શાતું નથી, જીભથી
ચખાતું નથી અને નાકથી સુંઘાતું નથી. કોઈ પણ અચેતન પદાર્થમાં જ્ઞાન હોઈ શકે નહિ.
સુરેશઃ– આપણે રેડિયામાં જે સાંભળીએ છીએ તે શબ્દો આકાશમાંથી આવે છે કે શું છે?
દીનેશઃ– ના. શબ્દો આકાશમાંથી આવતા નથી. શબ્દ તો જડ પરમાણુઓની અવસ્થા છે, તે આકાશનો ગુણ નથી.
ઘણા પરમાણુઓ ભેગા થઈને શબ્દરૂપે પરિણમે છે તે આપણે સાંભળીએ છીએ. પરમાણુઓમાં જ શબ્દરૂપ થવાની શક્તિ છે.
આકાશ દ્રવ્ય તો જુદું છે.
સુરેશઃ– પરમાણુમાં ‘સ્પર્શ’ ગુણ છે એમ શી રીતે કહી શકાય?
દીનેશઃ– કેમકે પાણી વગેરે પદાર્થો ટાઢામાંથી ઉના થાય છે, ટાઢું અને ઉનું એ બન્ને સ્પર્શ ગુણની જ પયાર્યો છે.
સુરેશઃ– પાણીને ટાઢામાંથી ઉનું તો અગ્નિએ કર્યું છે ને?
દીનેશઃ– નહિ, અગ્નિ અને પાણી બન્ને પદાર્થો જુદાં છે તેથી અગ્નિ પાણીને ઉનું કરતી નથી. પાણીમાં અનંત
પરમાણુ દ્રવ્યો છે અને તે દરેક પરમાણુઓમાં સ્પર્શ ગુણ છે, તે ગુણ પહેલાં ઠંડી પર્યાયરૂપે હતો અને પછી તે જ ગુણ પોતાની
શક્તિથી ઉની દશા રૂપે થયો; તેમાં અગ્નિ વગેરે કોઈએ કાંઈ કર્યું નથી. પાણીના પરમાણુઓ પોતાની લાયકાતથી પોતાના
કારણે સ્વયં ઉના થયા છે.
સુરેશઃ– જો પાણી પોતાની જ લાયકાતથી જ ઉનું થતું હોય તો અગ્નિ આવ્યા પહેલાં તે કેમ ઉનું થયું ન હતું?
દીનેશઃ– દરેક દ્રવ્યમાં ‘દ્રવ્યત્વ’ નામની શક્તિ છે, તે શક્તિને લીધે દ્રવ્યો સદાકાળ એક સરખાં રહેતાં નથી અને
તેની હાલત સદાકાળ બદલાયા કરે છે. પરમાણુઓમાં પણ દ્રવ્યત્વગુણ હોવાને લીધે તેની હાલત બદલાયા કરે છે. તેથી તેઓ
કોઈવાર ઠંડા, કોઈ વાર ગરમ વગેરે હોય છે. જે પરમાણુઓ ઠંડામાંથી ગરમ થયા તે અગ્નિએ કર્યા નથી. પણ તેની પોતાની
દ્રવ્યત્વશક્તિને લીધે જ થયાં છે.
સુરેશઃ– અગ્નિએ પાણીને ઉનું કર્યું એમ માનીએ તો શું વાંધો આવે?
દીનેશઃ– જો અગ્નિએ પાણી ઉનું કર્યું એમ માનીએ તો અગ્નિના પરમાણુઓમાંથી કાંઈક નીકળીને પાણીના
પરમાણુઓમાં પ્રવેશી જાય–એમ હોવું જોઈએ. અગ્નિમાંથી ગરમી નીકળીને પાણીમાં પ્રવેશી ગઈ–એમ થતું નથી. કેમકે દરેક
દ્રવ્યોમાં ‘અગુરુલઘુત્વ’ નામની શક્તિ છે તેથી એક દ્રવ્યના કોઈ ગુણ કે પર્યાય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતાં નથી. દરેક
દ્રવ્યોના ગુણ–પર્યાય પોતપોતામાં જ રહે છે. વસ્તુની પર્યાય બહારથી આવતી નથી પરંતુ પોતાના ગુણમાંથી જ પર્યાય આવે
છે; તેથી પાણીની ઉની દશા તેના સ્પર્શ ગુણમાંથી જ આવી છે પરંતુ અગ્નિના પરમાણુઓમાંથી આવી નથી.
વળી દરેક પદાર્થ અનેકાંત સ્વરૂપ છે, એટલે પોતાના સ્વરૂપપણે છે અને પરના સ્વરૂપપણે નથી. પાણી અગ્નિ–

PDF/HTML Page 8 of 21
single page version

background image
કારતકઃ ૨૪૭૩ઃ ૭ઃ
ના સ્વરૂપપણે નથી, અગ્નિ પાણીના સ્વરૂપપણે નથી. આમ હોવાથી તેઓ એક બીજાનું કાંઈ જ કરી શકતા નથી. જો
અગ્નિએ પાણીને ઉનું કર્યું એમ માનીએ તો ઉપરના બધા સિદ્ધાંત તૂટી જાય અર્થાત્ દ્રવ્યના અગુરુ–લઘુત્વ ગુણનો
નાશ થાય, બધા ગુણોનો નાશ થાય અને દ્રવ્યો એક બીજામાં ભળી જઈને દ્રવ્યનો પણ નાશ થાય. માટે કોઈ દ્રવ્ય
બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી.
સુરેશઃ– વસ્તુમાં ‘નાસ્તિત્વ’ ગુણ છે એમ સમજવાથી શું લાભ?
દીનેશઃ– વસ્તુના સ્વભાવમાં જે ગુણ હોય તે ગુણ જાણવાથી વસ્તુનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે અને તેથી
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન થાય છે. નાસ્તિત્વગુણ એટલે આત્મા પરરૂપે નથી અને પરદ્રવ્યો આત્મારૂપે નથી. આમ
સમજતાં શરીરમાં રોગ આવે તો જાણે છે કે તે રોગની મારામાં નાસ્તિ છે, મારું જ્ઞાન રોગથી જુદું છે. મારો કોઈ ગુણ
શરીરરૂપે નથી તેથી શરીરમાં રોગ આવવાથી મને નુકસાન થતું નથી, તેમજ શરીર નિરોગ હોય તેને લીધે મને લાભ
થતો નથી. અને શરીરની મારામાં નાસ્તિ હોવાથી હું શરીરનું કાંઈ કામ કરી શકું નહિ. આમ, નાસ્તિત્વગુણની
સમજણ થતાં નિરંતર સ્વ–પરના ભિન્નપણાનો ખ્યાલ રહે છે અને તેથી શાંતિ રહે છે, શરીર, પૈસા વગેરે ચાલ્યા
જવાથી આત્મામાંથી કાંઈ ચાલ્યું જતું નથી, કેમકે જ્ઞાનસ્વરૂપ આત્મામાં શરીર પૈસા વગેરેની નાસ્તિ છે.
સુરેશઃ– સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર, પુણ્યના ફળનો સંયોગ વગેરે કોઈ પદાર્થથી તમને લાભ થાય કે નહિ?
દીનેશઃ– મને મારી સાચી સમજણથી લાભ થાય, પરંતુ દેવ–ગુરુ–શાસ્ત્ર કે પુણ્ય વગેરે કોઈથી લાભ થાય
નહિ કેમકે તે બધા પદાર્થોનો મારા આત્મામાં અભાવ છે, મારામાં તે કોઈ નથી, જે પદાર્થો મારા આત્મામાં નથી તે
પદાર્થો મારા આત્માને કાંઈ કરી શકે નહિ.
સુરેશઃ– પરથી કાંઈ લાભ–નુકસાન થાય નહિ–એમ સમજવાથી શું લાભ?
દીનેશઃ– વસ્તુ સ્વરૂપ જ એ પ્રમાણે છે માટે તેમ સમજવાથી જ સમ્યગ્જ્ઞાન થાય છે. પર દ્રવ્યોથી મને કાંઈ
લાભ–નુકસાન થતું નથી એમ સમજે ત્યારે પર દ્રવ્યો પ્રત્યે મોહબુદ્ધિ કે અહંકાર થતો નથી, અને તેથી રાગ–દ્વેષ પણ
ઘટે છે અને શાંતિ–સુખ થાય છે. પર દ્રવ્યની ઓશિયાળરૂપ પરાધીનતા જીવ માની બેઠો છે તે માન્યતા સાચું
સમજતાં ટળી જાય છે. પોતાના દોષથી જ પોતાને નુકસાન થાય છે એમ સમજે તો પોતાનો દોષ ટાળીને તે નુકસાન
ટાળે અને ગુણનો લાભ થાય.
સુરેશઃ– જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરતું હોય તો આ જડ દેહની વ્યવસ્થા કોણ કરે છે?
દીનેશઃ– જડ દેહમાં અનંત રજકણ–પરમાણુઓ છે, તે દરેક સ્વતંત્ર દ્રવ્ય છે. તે દરેક પરમાણુ દ્રવ્યમાં
છે.
સુરેશઃ– એક માણસ મરી ગયો, બીજો કોઈ માણસ તેને સ્નેહથી ખવરાવવા, પીવરાવવા તથા તેની સાથે
વાતચીત કરવા ઇચ્છે છે, પરંતુ તે મરેલો માણસ ખાતો નથી, પીતો નથી તેમજ બોલતો નથી; તેથી તે બીજો માણસ
મનમાં દુઃખી થઈ રહ્યો છે, તો તેનું દુઃખ મટાડવાનો શું ઉપાય?
દીનેશઃ– સ્થુળપણે જોઈએ તો તે જીવને દુઃખ ટાળવા માટે બે ઉપાય જણાય છે–(૧) કાં તો તે જીવની
ઇચ્છા પ્રમાણે સામું મડદું ખાય, પીયે અને વાતચીત કરે તો દુઃખ ટળે, અને (૨) કાં તો તેને ખવરાવવા વગેરે
સંબંધીની આ જીવની ઇચ્છા દૂર થાય તો તેનું દુઃખ ટળે.
હવે વિશેષ વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે પહેલો ઉપાય તો તદ્ન અશક્ય છે એટલે કે ખરેખર તે ઉપાય
જ નથી, કેમકે મડદું કદી પણ ખાવા પીવાનું નથી, તેથી જ્યાં સુધી તે મડદાંને મડદાં તરીકે નહિ જાણે ત્યાં સુધી તેનું
દુઃખ કદી પણ મટવાનું નથી. બીજો ઉપાય સ્વાધીન હોવાથી તે ઉપાય જીવ કરી શકે છે. પરંતુ જ્યાં સુધી, ‘આ મડદું
છે અને તે કદાપિ ખાવા પીવાનું નથી’ એમ તે જીવને વિશ્વાસ ન આવે ત્યાં–

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૩૭
સુધી તેને ખવરાવવા વગેરેની આ જીવની ઇચ્છા ટળે જ નહિ; તેથી મડદાનું મડદાં તરીકે સાચું જ્ઞાન કરવું તે જ
ઇચ્છા ટળીને શાંતિ થવાનો એકમાત્ર ઉપાય છે.
મડદાંને મડદા તરીકે જાણતાં તેને વસ્તુસ્થિતિનો સાચો ખ્યાલ
આવે છે અને તેમ થતાં, મડદાંને ખવરાવવા વગેરેની તેની ઇચ્છા ટળી જાય છે, અને તેથી તેટલા પૂરતી તેને શાંતિ
થાય છે. આ રીતે, સાચું જ્ઞાન જ સુખનું કારણ છે અને અજ્ઞાન જ દુઃખનું કારણ છે. (અહીં માત્ર મડદાં સંબંધી વાત
છે તેથી ‘સાચું જ્ઞાન’ કહેતાં માત્ર મડદાં સંબંધી સાચું જ્ઞાન સમજવું પરંતુ ‘સમ્યગ્જ્ઞાન’ ની વાત ન સમજવી, અને
‘સુખ’ કહેતાં મડદાં સંબંધી ઇચ્છાના અભાવથી જે શાંતિ થઈ છે તે અપેક્ષાએ સુખ સમજવું; પરંતુ સર્વથા
નિરાકુળતાજન્ય સુખ અહીં ન સમજવું. સમ્યગ્જ્ઞાન અને નિરાકુળ સુખ સંબંધી હવે સ્પષ્ટ કરવામાં આવે છે.)
સુરેશઃ– મેં ઉપર જે પ્રશ્ન પૂછયો હતો તે દ્રષ્ટાંત તરીકે પૂછયો હતો, હવે સિદ્ધાંત સમજવા માટે પૂછું છું કે, આ
જીવ ‘શરીર વગેરે પર દ્રવ્યો સારાં રહે તો મને સુખ થાય’ એમ માનતો હોવાથી શરીર વગેરે પર દ્રવ્યોને પોતાની
ઇચ્છા પ્રમાણે ફેરવવાના ભાવ કરે છે, પરંતુ પર દ્રવ્યો આ જીવની ઇચ્છાપ્રમાણે પરિણમતા નથી તેથી આ જીવ
નિરંતર આકુળતાનું વેદન કરીને દુઃખી જ થઈ રહ્યો છે, તે દુઃખ મટવાનો ઉપાય શું છે?
દીનેશઃ– સ્થુળપણે જોઈએ તો તે જીવને દુઃખ ટાળવા માટે બે ઉપાય જણાય છે–(૧) કાં તો તે જીવની ઇચ્છા
પ્રમાણે જ શરીરાદિ સર્વ પર દ્રવ્યો પરિણમે તો તેનું દુઃખ ટળે; અને (૨) કાં તો પર દ્રવ્યોને ફેરવવા સંબંધીનો ભાવ
આ જીવ પોતે ફેરવી નાખે, તો તેનું દુઃખ ટળે.
હવે વિશેષ વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે, પહેલો ઉપાય તો તદ્ન અશક્ય છે એટલે કે ખરેખર તે ઉપાય
જ નથી; કેમકે પર દ્રવ્યો જીવથી જુદા છે તેથી તેઓ કદી પણ જીવની ઇચ્છાને આધીન પરિણમવાના નથી. પર દ્રવ્યો
આ જીવની અપેક્ષાએ મડદાં છે, જે મડદું ખાય–પીવે નહિ તેમ પર દ્રવ્યો પણ આ જીવ સાથે કાંઈ સંબંધ ધરાવતા
નથી.
જ્યાં સુધી પર દ્રવ્યોને પોતાથી ભિન્નપણે નહિ જાણે ત્યાં સુધી તેનું દુઃખ કદી પણ મટવાનું નથી. પહેલો
ઉપાય જો કે અશક્ય જ છે તો પણ અજ્ઞાની જીવ તે ઉપાય કરીને દુઃખ મટાડવા ચાહે છે, પરંતુ તેની ઇચ્છા પ્રમાણે
પદાર્થો નહિ પરિણમતા હોવાથી તેના ઊંધા ભાવનું દુઃખ તેને હંમેશાં બન્યું જ રહે છે.
બીજો ઉપાય કે જે સત્ય છે તે અજ્ઞાનીની સમાજમાં જ આવતો નથી, બીજો સાચો ઉપાય જ્ઞાનીઓ જ સમજે
છે. આ ઉપાય સ્વાધીન છે અને જીવથી તે જ થઈ શકે છે. બધાય પર દ્રવ્યો મારાથી સર્વથા જુદા છે, મારામાં તેમનો
અભાવ છે–એમ જ્યાં સુધી જીવને વિશ્વાસ ન આવે ત્યાં સુધી પર દ્રવ્યને ફેરવવાની તેની ઇચ્છા ટળે જ નહિ. પરંતુ
જો પર દ્રવ્યોને પોતાથી ભિન્નપણે જાણે તથા હું તેમનું કાંઈ જ કરી શકતો નથી–એમ વિશ્વાસ કરે તો તે પરદ્રવ્યોને
ફેરવવાની ઇચ્છા કરે નહિ, પરંતુ તે પર દ્રવ્યો જેમ સ્વતંત્રપણે પરિણમે તેમ તેને માત્ર જાણ્યા કરે, અને તે પરદ્રવ્યના
ગમે તેવા પરિણમનમાં પણ પોતાને અંતરથી આકુળતા ન થાય, કેમકે તેને પ્રતીત છે કે તે દ્રવ્યોના પરિણમન સાથે
મારે કાંઈ સંબંધ નથી. માટે સ્વનું અને પરનું ભિન્નપણે સાચું જ્ઞાન કરવું તથા તેઓ એકબીજાનું કાંઈ જ કરી
શકતા નથી એવી પ્રતીત કરવી તે જ ઇચ્છા ટાળીને શાંતિ થવાનો એક માત્ર ઉપાય છે.
સ્વ–પર દ્રવ્યોને ભિન્ન
જાણતાં તેને વસ્તુસ્થિતિનો સાચો ખ્યાલ આવે છે; અને તેમ થતાં ‘હું પર દ્રવ્યોની ક્રિયા કરી શકું’ એવી ઊંધી
માન્યતા ટળી જાય છે તેથી અનંત પર દ્રવ્યોનો અહંકાર અને તેના કર્તૃત્વની અનંતી ઇચ્છા ટળી જાય છે અને તેટલે
અંશે સ્વભાવની શાંતિ અને સુખ પ્રગટે છે. આ રીતે, સાચું જ્ઞાન જ સુખનું કારણ છે, અને અજ્ઞાન જ દુઃખનું કારણ
છે. સર્વત્ર સર્વ પ્રસંગે સાચું જ્ઞાન એ જ એક માત્ર સુખનો ઉપાય છે. માટે સાચું જ્ઞાન કરો!
જીવનો સ્વભાવ જ જ્ઞાન કરવાનો છે, પરદ્રવ્યોને પણ જાણે ખરો, પરંતુ પરદ્રવ્યોને જાણતાં જ્ઞાન સાથે પરનું
કરવાનો અહંકાર કરે છે તે અહંકાર જ દુઃખનું કારણ છે. જ્યારે પરદ્રવ્યોને ભિન્નપણે સમજે ત્યારે જ્ઞાન સાથે
પરદ્રવ્યનો અહંકાર કરે નહિ. તેથી એકલું જ્ઞાન રહ્યું, તે જ્ઞાન જ સુખનું કારણ છે.
સ્વદ્રવ્યનું સાચું સ્વરૂપ યથાર્થપણે જાણ્યા વગર પરદ્રવ્યનો અહંકાર ટળી શકે નહિ, માટે જ્ઞાન વડે પોતાના
શુદ્ધાત્મસ્વરૂપને ઓળખવું.
* * *

PDF/HTML Page 10 of 21
single page version

background image
કારતકઃ ૨૪૭૩ઃ ૯ઃ
–પ્રભુશ્રી મહાવીર ભગવાનનો તપકલ્યાણિક–
મહોત્સવ
શ્રીવર્દ્ધમાનકુમાર, આત્મજ્ઞાની, ધીર, વીર, સૌમ્ય રાજકુમાર હતા; મહાન રાજ્યવૈભવના સંયોગ વચ્ચે રહેવા
છતાં બાલપણથી જ તેઓ સંસારથી વિરક્ત હતા...સાંસારિક ભોગમાં તેમને કદી સુખ ભાસતું નહિ...
...શ્રીવર્દ્ધમાન કુમાર ધીમે ધીમે યુવાન થયા ત્યારે એક દિવસે સિદ્ધાર્થ મહારાજાએ તેમના પ્રત્યે કહ્યું– પ્રિય
વર્દ્ધમાન! હવે તમે પૂર્ણ યુવાન થઈ ગયા છો, તમારી ગંભીર મુદ્રા, વિશાલ આંખો, ઉન્નત લલાટ, પ્રશાંત વદન–એ
બધું બતાવી રહેલ છે કે તમે મહાપુરુષ છો, તમારામાં ચંચળતા જરાપણ રહી નથી. હવે તમારી આ દશા રાજ્ય કાર્ય
સંભાળવાની છે. હવે તમારા વિવાહ કરીને તમને રાજ્ય સોંપીને હું સંસારની ઝંઝટોથી છૂટીને આત્મસાધન કરવા
ચાહું છું...
પિતાશ્રીનાં વચનો સાંભળતાં શ્રીવર્દ્ધમાનકુમારનું પ્રફુલ્લ મુખમંડળ એકદમ ગંભીર થઈ ગયું, જાણે કે તેઓ
કોઈ ઊંડા ચિંતવનમાં પડી ગયા હોય! થોડીવાર શાંતિ પ્રસરી ગઈ....ત્યાં શ્રી વર્દ્ધમાનકુમારે પિતાજી સામે જોઈને
ધીમેથી શાંત અને ગંભીર સ્વરે કહ્યું–પિતાજી! એ મારાથી નહિ થઈ શકે...જે સંસાર ઝંઝટોથી આપ બચવા ચાહો છો
તે જ સંસાર ઝંઝટોમાં આપ મને ફસાવવા શા માટે ચાહો છો? ઓહ! મારું આયુષ્ય ૭૨ વર્ષનું જ છે, તેમાં આજ
ત્રીસ વર્ષો તો વ્યતીત થઈ ગયાં. હજી આ અલ્પ જીવનમાં મારે ઘણું આત્મસાધન કરવાનું બાકી છે. પિતાજી! હું હવે
આત્મસાધન પૂર્ણ કરીશ! લોકો ધર્મના નામ પર આપસ–આપસમાં કેવા ઝગડી રહ્યા છે? બધા એક બીજાને પોતા
તરફ ખેંચવા માગે છે–પણ સાચી ખોજ કરતા નથી અને દંભી થઈ રહ્યા છે. ધર્માચાર્યો પ્રપંચ ફેલાવીને ખોટા ધર્મની
દુકાનો ચલાવી રહ્યા છે અને ભોળા અજ્ઞાની જીવો ઠગાઈ જાય છે... હું તે પથભ્રાંત જીવોને સાચો મોક્ષમાર્ગ
બતાવીશ...માટે...
વચમાં જ સિદ્ધાર્થ રાજાએ કહ્યું–પણ, એ તો ઘરમાં રહીને પણ થઈ શકે છે...
...નહિ પિતાજી! એ માત્ર આપનો રાગ છે. અમે તો હવે જિનદીક્ષા અંગીકાર કરીને બાહ્યઅભ્યંતર નિર્ગ્રંથ
થઈ અમારા કેવળજ્ઞાનને સાધીશું. હે તાત! એક વખત આપ એ ભૂલી જાઓ કે ‘વર્દ્ધમાન મારો પુત્ર છે અને હું તેનો
પિતા છું.’ એ રીતે જોતાં આપની વિચારધારા પરિવર્તિત થઈ જશે. બસ, પિતાજી મને આજ્ઞા આપો, જેથી હું મારા
પવિત્ર આત્મસાધનને શીઘ્ર પૂર્ણ કરું, અને પવિત્ર સિદ્ધ દશાને પ્રાપ્ત કરું!
શ્રીવર્દ્ધમાનકુમારના પુરુષાર્થની મક્કમતા અને તેમના અપાર વૈરાગ્ય પાસે સિદ્ધાર્થરાજા વિશેષ ન બોલી
શક્યા...‘શરૂઆતમાં ધાર્યું હતું કંઈક, અને થયું કંઈક બીજું જ’–એમ મનમાં સોચતાં મહારાજા મૌન રહી ગયા.
* * * *
... ઉપર્યુક્ત પિતા–પુત્રનો સંવાદ સાંભળતાં મહારાણી ત્રિશલા દેવી પુત્રપ્રેમથી વ્યાકૂળ થઈ ગયાં...પરંતુ તે
વખતે ચતુર વર્દ્ધમાનકુમારે ધૈર્યપૂર્વક બુદ્ધિ ભરેલા શબ્દોમાં તેમની પાસે પોતાનું સમસ્ત કર્તવ્ય સમજાવી દીધું.
પોતાના આદર્શ અને પવિત્ર વિચાર માતા સામે રજુ કર્યા. અને વૈરાગ્યભરેલાં તત્ત્વવચનોથી સંસારની દુષિત
પરિસ્થિતિનું વર્ણન કરીને કહ્યું–હે માત! હવે મને સ્વતંત્રપણે આત્મસાધન કરવાની રજા આપો!
એક ક્ષણભર તો માતા કાંઈ ન બોલી શક્યાં; ટગમગતી આંખે તેમણે ભગવાન મહાવીર સામે જોયું.
મહાવીરના ચહેરા ઉપર તે વખતે જ્ઞાનથી ભરેલા વૈરાગ્યની દિવ્ય ઝલક દેખાઈ રહી હતી. તેમની લાલસાશૂન્ય,
સરલ, વીતરાગી મુખમુદ્રા જોતાં માતાની વ્યાકૂળતા દૂર થઈ, પુત્ર–પ્રેમને ભૂલી ગઈ...કેટલીક વાર સુધી તો એ જ
પ્રમાણે અનિમેષદ્રષ્ટિએ તેમના પ્રત્યે જોઈ રહી...મહાવીરને જોઈને તે પોતે પોતાને બહુ જ ધન્યવાદ આપવા
લાગી...તેનું હૃદય અતિ પ્રસન્ન થયું...
થોડીવારમાં અત્યંત ગંભીરસ્વરોમાં માતાજી બોલ્યાં–ઓ દેવ! વર્દ્ધમાન! જાઓ, ખુશીથી જાઓ!
આત્મસાધનને શીઘ્ર પૂર્ણ કરીને જગતનું કલ્યાણ કરો! હવે હું આપને ઓળખી શકી, આપ મનુષ્ય નથી પણ દેવ છો,
આપના જન્મથી હું ધન્ય થઈ છું. આપ મારા પુત્ર નથી, હું આપની માતા નથી; પણ આપ તો એક આરાધ્ય–દેવ છો
અને હું

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૩૭
આપની એક સેવિકા છું...હવે મારો પુત્રમોહ બિલ્કુલ દૂર થઈ ગયો છે... આટલું કહેતાં માતાજીની આંખમાંથી આંસુ ચાલ્યાં
ગયાં, તેઓ વિશેષ ન બોલી શક્યાં...તેમની મુદ્રા પર શોક નહિ પણ સંતોષ હતો...અડગ વૈરાગ્યમૂર્તિ મહાવીર મૌન
હતા...તેમની આંખો નીચી ઢળી ગઈ હતી. અહા! એ વખતનું ફાટફાટ વૈરાગ્યમય દ્રશ્ય,...એ તો સંસારવૃક્ષને જડમૂળથી
ઉખેડી નાખવા માટેની અવગાહના જ કરી રહ્યું હતું ને! !
માતાનાં વચનો સાંભળીને મહાવીરપ્રભુના હૃદયમાં અધિક ઉત્સાહ પ્રેરાણો..આ પ્રમાણે પિતા–માતાની રજા
મેળવ્યા પછી તેઓએ સ્થિર ચિત્ત થઈને થોડીવાર આત્મવિચાર તથા સંસાર પરિસ્થિતિનો વિચાર કર્યો અને વનમાં જઈને
જિનદિક્ષા લેવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો...
તે વખતે લોકાંતિક દેવોનું સિંહાસન કંપાયમાન થયું, તેથી તેઓએ જાણ્યું કે પ્રભુશ્રીને દીક્ષા અંગીકાર કરવાનો
અવસર આવી લાગ્યો છે...તરત જ તે લોકાંતિક દેવો પ્રભુ પાસે આવ્યા અને તેમની સ્તુતિ કરીને વૈરાગ્ય ભરેલાં વચનો
વડે તેમના વિચારોનું સમર્થન કર્યું...પોતાનું કાર્ય પૂર્ણ કરીને લોકાંતિક દેવો પોતાના સ્થાને ચાલ્યા ગયા.
...લોકાંતિક દેવો ગયા પછી તરત જ અસંખ્ય દેવોનાં ટોળાં જય–જય ઘોષણાનો પુકાર કરતા આકાશ માર્ગે
કે–
(ગાજે પાટણપુરમાં– એ રાગ)
વંદો વંદો પરમ વિરાગી ત્યાગી જિનને રે...
થાયે જિન દિગંબર–મુદ્રાધારી દેવ..
શ્રી મહાવીર પ્રભુજી તપોવનમાં સંચર્યા રે...વંદો...
રૂડો તપ–કલ્યાણિક આજે પ્રભુનો દીપતો રે...
મંગલ હય ગય રથ નર ધ્વજ ને સ્વસ્તિક...
શોભિત ચંદ્રપ્રભા શિબિકામાં રત્ન સિંહાસને રે...વંદો...
જગત્ પ્રકાશક શાંતિ ધારી અહો તુજ દિવ્યતા રે...
સાધ્યું ધ્યાન ધ્યેય ને ધ્યાતા એકાકાર...
એવા વનવિહારી પ્રભુજી વીતરાગી થયા રે...વંદો... (જિનેન્દ્ર સ્તવન મંજરી, પા. ૧૮૪)
–ઇત્યાદિ પ્રકારે તપ–કલ્યાણકના મંગળિક સહિત પ્રભુશ્રીની પાલખી ધીરે ધીરે ‘ષંડ’ નામના વનમાં આવી
પહોંચી; પાલખીમાંથી વૈરાગ્યમુદ્રાધારી પ્રભુજી ઉતર્યા; અને વનની શિલા પર બિરાજ્યા; થોડીવારમાં પ્રભુજી ઉભા થયા અને
પૂર્વદિશા તરફ મુખ રાખીને ‘ૐ
नमसिद्धेभ्यઃ’ એ પ્રમાણે નમસ્કાર કરીને, સમસ્ત વસ્ત્રાભૂષણો ઉતારી નાખ્યા અને
પંચમુષ્ટિઓથી કેશ ઉખેડી નાખ્યા. આ રીતે કારતક વદ ૧૦ ના મંગળ દિવસે સંધ્યા સમયે ઇન્દ્ર, સિદ્ધ અને આત્માની
સાક્ષીપૂર્વક શ્રીવર્દ્ધમાનકુમાર બાહ્યાભ્યંતર પરિગ્રહને છોડીને શ્રી જિનદીક્ષા ધારણ કરીને મુનિ થયા. શ્રીવર્દ્ધમાનમુનિ તરત
જ ત્યાં શુદ્ધાત્મસ્વરૂપના ધ્યાનમાં લીન થયા અને તે જ વખતે તેઓશ્રીને મનઃપર્યય જ્ઞાન પ્રગટ થયું...
શ્રી મહાવીર ભગવંતના તપ કલ્યાણક મહોત્સવને પૂરો કરી સમસ્ત દેવ–દેવેન્દ્રો પોતપોતાના સ્થાને ચાલ્યા
ગયા...પણ ગઈ કાલના રાજકુમાર વર્દ્ધમાન અને આજના શ્રી વર્દ્ધમાનમુનિશ્વર પોતાની સ્વરૂપ–સાધનામાં લીન હતા...
(શ્રી ચોવીસ તીર્થંકર પુરાણના આધારે)
શાંતિ–સમાધિ
ભાઈ! જો તારે આત્મશાંતિ જોઈતી હોય તો, આત્મા પોતે પોતામાં જ સ્વક્ષેત્રે શાંતિરૂપ બિરાજે છે તેનું જ લક્ષ
કર! શાંતિનું સ્થાન તે જ છે. જો સ્વલક્ષ ચૂકીને પરક્ષેત્રે લક્ષ રહી જશે તો આત્માના સ્વભાવની શાંતિ નહિ આવે. પરક્ષેત્ર
ગમે તેમ હો પણ તું તારા સ્વક્ષેત્રે લક્ષ રાખીને આત્માના સ્વરૂપની શાંતિનું વેદન કરતાં સમાધિ મરણવડે દેહ છોડ.

PDF/HTML Page 12 of 21
single page version

background image
કારતકઃ ૨૪૭૩ઃ ૧૧ઃ
અષ્ટ પ્રાભૃત
પ્રવચનોનો ટૂંકસાર લેખાંક–૨
નં. (૧) થી (૪૨) સુધીના ઉતારા ૩પ મા અંકમાં આવી ગયા છે ત્યારપછી
આગળનું લખાણ અહીં આપવામાં આવે છે.
(વૈશાખ સુદ ૧૩–ગાથા બીજી ચાલુ)
(૪૩) જ્ઞાન–દર્શનરૂપ ચેતના તે આત્માનો સ્વભાવ છે, તે સ્વભાવનું રાગાદિ વિકારરહિત શુદ્ધચેતનારૂપ
પરિણમન તે ધર્મ છે. તે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે; તેનું વર્ણન ચાલે છે. સમ્યક્ત્વરૂપ પરિણામ અતિ સૂક્ષ્મ છે, તે સીધા
તો કેવળજ્ઞાનગમ્ય છે; તોપણ સમ્યગ્દ્રષ્ટિ જીવના કેટલાક પરિણામો છદ્મસ્થને જ્ઞાનગોચર છે, તે પરિણામ ઉપરથી
સમ્યગ્દર્શનની પરીક્ષા કરવાનો વ્યવહાર છે, તેથી તે પરિણામોને સમ્યગ્દર્શનનાં બાહ્ય ચિહ્ન કહેવાય છે.
અહીં ‘બાહ્ય ચિહ્ન’ કહેતાં વેષ વગેરે ન સમજવું, પરંતુ શ્રદ્ધાગુણથી અન્ય જે જ્ઞાનાદિ ગુણોની પર્યાય તે
સમ્યગ્દર્શનને ઓળખાવનાર બાહ્ય ચિહ્ન છે.
આત્માના સ્વભાવનું શુદ્ધજ્ઞાનદર્શન ચેતનારૂપ પરિણમન તે ધર્મ છે અને તેની પ્રતીત તે સમ્યગ્દર્શન છે. તે
સમ્યગ્દર્શનની ઓળખાણ જ્ઞાનવડે થાય છે. લૂગડાંં વગેરે ઉપરથી સમ્યગ્દર્શનની પરીક્ષા ન થઈ શકે પરંતુ જ્ઞાનના
અવિરુદ્ધન્યાય ઉપરથી સમ્યગ્દર્શનની ઓળખાણ થઈ શકે છે; આ રીતે એક ગુણ ઉપરથી બીજા ગુણનો નિર્ણય કરવો
તે વ્યવહાર છે.
(૪૪) અહીં એમ પણ જાણવું કે, જ્ઞાન પોતા સિવાયના અન્ય કોઈ પણ ગુણને જાણે તે વ્યવહાર છે, કેમ
કે તેમાં બે ગુણ વચ્ચે ભેદ પડે છે. આ વ્યવહાર કેવળજ્ઞાનીને પણ છે કેમ કે તેઓ પણ જ્ઞાનવડે અન્ય ગુણ વગેરેને
જાણે છે.
બીજા ગુણોની ઓળખાણ ઉપરથી સમ્યગ્દર્શનનું અનુમાન કરવું તે વ્યવહાર છે; આ વ્યવહારનું અવલંબન
છદ્મસ્થજીવોને હોય છે; કેમ કે તેઓ સમ્યક્ત્વના પરિણામને દેખી શકતા નથી તેથી તેના ચિહ્નો ઉપરથી નક્કી કરે છે.
સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન શું છે તે અહીં વર્ણવે છે.
(૪પ) ઉપાધિરહિત શુદ્ધજ્ઞાનચેતનાસ્વરૂપ આત્માની અનુભૂતિ તે મુખ્ય બાહ્ય ચિહ્ન છે. જેને આવી અનુભૂતિ
હોય તેને સમ્યગ્દર્શન હોય જ છે. આત્માને પરથી જુદો માન્યો એટલે સ્વથી પરિપૂર્ણ નિર્વિકારી ચેતનાસ્વરૂપ માન્યો.
પુણ્ય–પાપરહિત પોતાના નિર્વિકારી ચૈતન્યરૂપ આત્માની અનુભૂતિ કરવી તે સમ્યગ્જ્ઞાન છે, તે જ્ઞાન સમ્યગ્દર્શનનું
ચિહ્ન છે. જો કે શુદ્ધ આત્માની અનુભૂતિ તે જ્ઞાનગુણની પર્યાય છે, તે પોતે સમ્યગ્દર્શન નથી, તોપણ સમ્યગ્દર્શનની
સાથે આવી જ્ઞાનની અનુભૂતિ હોય છે તેથી તેને સમ્યગ્દર્શનનું ચિહ્ન કહીએ છીએ. શરીરની ક્રિયા તે સમ્યગ્દર્શનનું ચિહ્ન
નથી; પર જીવની દયા હું પાળું એમ માને અને શુભરાગ કરે તો તેને પાપાનુબંધી પુણ્ય બંધાય, પણ તે દયાદિનો
શુભરાગ સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન પણ નથી. અહીં પરનું જાણપણું કે રાગનું જ્ઞાન તેને સમ્યગ્દર્શનનું બાહ્ય લક્ષણ કહ્યું
નથી પરંતુ શુદ્ધ આત્મસ્વભાવની અનુભૂતિરૂપ જ્ઞાનને જ તેનું બાહ્ય લક્ષણ કહ્યું છે.
(૪૬) શુદ્ધચેતનારૂપ ધર્મ છે, તે એક જ પ્રકારનો છે અને તેનું નિરૂપણ ચાર પ્રકારે કર્યું છે–૧–વસ્તુ
સ્વભાવરૂપ ધર્મ. ૨–ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણરૂપ ધર્મ. ૩–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ અને ૪–જીવદયારૂપ ધર્મ.
પોતાના આત્માને પુણ્ય–પાપરૂપે ન માનવો, પર વસ્તુનું હું કાંઈ કરી શકું એમ ન માનવું અને કષાય ભાવરૂપ હિંસાથી
બચાવવો તે જ સાચી જીવદયા છે. જ્યાં પુણ્ય–પાપને પોતાનાં માને અને પર વસ્તુનું કર્તાપણું માને ત્યાં જીવદયા નથી
પણ સ્વ જીવની હિંસા છે. (આ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ વિસ્તારથી સમજવા માટે– જુઓ, આત્મધર્મ અંક ૩પ
પાનું–૨૦૨ થી ૨૦૪)

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૩૭
(૪૭) ધર્મના જે ચાર પ્રકાર કહ્યા તેનું મૂળ સમ્યગ્દર્શન છે; તે સમ્યગ્દર્શનના પરિણામને સીધા ન જાણવા
પણ બીજા ગુણ ઉપરથી તેને ઓળખવું તે વ્યવહાર છે. નિજ શુદ્ધાત્માની રુચિ–પ્રતીતરૂપ પરિણામ તે સમ્યગ્દર્શનનું
નિશ્ચય લક્ષણ છે અર્થાત્ તે પ્રતીત પોતે જ સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શનનું સ્વરૂપ અંતર સંશોધનથી જણાય તેવું
છે. પોતાના તત્ત્વની અંતર શોધ–ખોળ ન કરે તો આ અવતાર શું કામનો? સમ્યગ્દર્શન સીધું છદ્મસ્થને ન જણાય,
પરંતુ જ્ઞાન દ્વારા તેનો નિર્ણય કરી શકાય છે. અને જ્ઞાન તો પોતાને સ્વસંવેદનરૂપ છે. શુદ્ધાત્માની અનુભૂતિરૂપ
જ્ઞાન–પરિણામ થાય તે પોતાના જ્ઞાનના સ્વસંવેદનમાં આવી શકે છે. અને જ્યાં જ્ઞાનનું સ્વસંવેદન હોય ત્યાં
સમ્યગ્દર્શન અવશ્ય હોય છે. જ્ઞાનની નિર્મળ અનુભૂતિ થતાં પોતાને નિઃશંક સ્વસંવેદન થાય છે કે, અહો! આ જ્ઞાન
નિર્મળ છે, તેમાં ભવ નથી, વિકાર નથી, તે પૂર્ણ થવાની હવે તૈયારી છે; આવા પૂર્ણતાના પડઘાને જ્ઞાન પોતે જાણે છે.
બધો અનુભવ વાણીથી પૂરો કહી ન શકાય પરંતુ સ્વસંવેદનમાં તો પૂરેપૂરો આવી શકે છે. જેમ ઘી અને તીખાં
મરચાંના સ્વાદનું વેદન થઈ શકે છે પરંતુ વાણીમાં તે સંતોષકારક વર્ણવી શકાતું નથી, તેમ શુદ્ધસ્વભાવના અનુભવનું
વેદન થાય છે પરંતુ તે વાણીદ્વારા બધું વર્ણવી શકાતું નથી. જે જીવને સમ્યગ્દર્શન થાય તે જીવને સ્વસંવેદનથી પોતાને
ખબર પડે છે.
(૪૮) દયા–હિંસા કે વ્રત, તપ વગેરેના શુભપરિણામથી રહિત શુદ્ધચૈતન્યસ્વભાવનો આસ્વાદ થાય તે
ભેદજ્ઞાનની અનુભૂતિ છે, અને જ્ઞાનની અનુભૂતિ તે સમ્યગ્દર્શનનું બાહ્યલક્ષણ છે. અહીં અનુભૂતિને બાહ્યલક્ષણ કહ્યું
તેથી એમ ન સમજવું કે તે અનુભૂતિ આત્માથી જુદી છે. અનુભૂતિ આત્માથી જુદી નથી, પરંતુ અહીં સમ્યગ્દર્શનને
ઓળખવા માટે ગુણ ભેદથી વર્ણન છે; જ્ઞાન ગુણ અને શ્રદ્ધાગુણ જુદા છે માટે જ્ઞાનની અનુભૂતિને સમ્યગ્દર્શનનું
બાહ્યચિહ્ન કહ્યું છે. જ્યારે અભેદ વિવક્ષાથી કથન હોય ત્યારે તો અનુભૂતિ પોતે જ સમ્યગ્દર્શન છે–એમ પણ
કહેવાય છે.
(૪૯) આત્મામાં અનંત ગુણો છે, તે દરેક ગુણ એક બીજાથી જુદા છે. તે જુદા ગુણોને એક બીજા વડે
ઓળખાવવા તે વ્યવહાર છે; સર્વે ગુણો અસહાય સ્વતંત્ર છે તે નિશ્ચય છે અને તે ગુણોને એકબીજાની સહાય છે એમ
ઓળખાવવું તે વ્યવહાર છે. શ્રદ્ધાગુણને શ્રદ્ધાગુણ વડે જ ઓળખાવવો તે નિશ્ચય છે, અને જ્ઞાનગુણદ્વારા શ્રદ્ધાગુણને
ઓળખાવવો તે વ્યવહાર છે. સમ્યગ્જ્ઞાનમાંથી સમ્યગ્દર્શન પ્રગટતું નથી પરંતુ સમ્યગ્જ્ઞાન વડે સમ્યગ્દર્શન ઓળખાય
છે. જો એક ગુણમાંથી બીજો ગુણ પ્રગટે તો નવા ગુણની ઉત્પત્તિ થાય અથવા જો શ્રદ્ધા–જ્ઞાન બે ગુણ ભેગા થઈને
સમ્યગ્દર્શન પર્યાય પ્રગટે તો ગુણનો લોપ થાય અને ગુણનો લોપ થતાં દ્રવ્યનો જ લોપ થાય. માટે દરેક ગુણને
યથાર્થસ્વરૂપે ઓળખવા જોઈએ.
(પ૦) આત્મામાં અનંતગુણો છે, તે અનંતગુણોના અવિશ્વાસે અનંતકાળથી અનંતભવમાં દુઃખ ભોગવ્યું.
છતાં આત્માના ગુણોનો નાશ થયો નથી; આવી જેને પ્રતીત નથી તેને આત્માના ત્રિકાળીપણાની પ્રતીત નથી.
આત્મા સત્ છે, અનાદિથી છે; અનાદિથી આત્માએ શું કર્યું? અનાદિથી અજ્ઞાનભાવે વિકાર જ કર્યો છે. વિકાર
પલટાવ્યા કર્યો છે અને તેથી ભવ પલટાવ્યા છે. એ રીતે અનાદિથી આત્મા વિકારમાં ટકયો છે. જો વિકારમાં ન ટકયો
હોત તો મોક્ષદશા પ્રગટ હોત. પૂર્વભવોની વેદનાને ભલે ભૂલી ગયો, તે પૂર્વભવનું વેદન વર્તમાન ન થાય તોપણ
જ્ઞાનના ન્યાયવડે તેનો સ્વીકાર થાય છે. પૂર્વે જે અનંતભવ કર્યા તેને વર્તમાનમાં જે જ્ઞાન અનુમાનવડે સ્વીકારે છે તે
જ્ઞાન કરનાર આત્મા છે કે પર? જે આત્મા વડે નક્કી કર્યું તે જ્ઞાન સાચું હોય કે ખોટું? આત્માનું સત્પણું કબુલતાં
પૂર્વના વેદનની કબુલાત જ્ઞાનમાં આવી જાય છે. ભવ સંબંધી જાતિસ્મરણજ્ઞાન થાય તેને તો પૂર્વનું વેદન વિશેષ
જણાય. પરંતુ જાતિસ્મરણજ્ઞાન ન હોય તોપણ આત્માની સ્વ જાતનું સ્મરણ કરતાં પૂર્વની અનંતકાળની હૈયાતિની
પ્રતીત આવી જ જાય છે. અહો, અનંત ભવભ્રમણમાં આવો અવતાર પામીને આત્માનો અનુભવ કરવાને બદલે
શુભરાગમાં સલવાઈ જાય છે. જીવન ટકાવવા માટે ઝેરના ટેકા ન હોય તેમ ચૈતન્ય સ્વરૂપ આત્માને રાગનો આશ્રય
ન હોય. એકવાર જો જિજ્ઞાસાથી આવા ચૈતન્યનો નિર્ણય કરે તો ભવરહિતપણાની પ્રતીત થઈ જાય.
(પ૧) સમ્યગ્દર્શન સાથે શુદ્ધઆત્માની અનુભૂતિ હોય છે, તે અનુભૂતિ ઉપરથી સમ્યગ્દર્શનનો નિર્ણય થઈ
શકે છે. શુદ્ધઆત્માની અનુભૂતિ કેવા પ્રકારની થાય છે તે જણાવે છે–જે આ શુદ્ધ આત્મા છે તે જ હું છું, જ્ઞાન જ હું છું
પણ જ્ઞાનમાં જે રાગાદિ જણાય છે

PDF/HTML Page 14 of 21
single page version

background image
કારતકઃ ૨૪૭૩ઃ ૧૩ઃ
તે રાગાદિ હું નથી કેમ કે તેઓ મારા સ્વભાવમાંથી ઉપજ્યા નથી–જેને જ્ઞાનવડે આવી ઓળખાણ થાય છે તેને
નિયમથી સમ્યગ્દર્શન હોય જ છે. ભેદજ્ઞાનવડે રાગરહિત એકલા જ્ઞાનનો અનુભવ કરવો તે જ આત્માની
અનુભૂતિ છે.
(પ૨) અહીં શુભ ઇચ્છાને સમ્યગ્દર્શનનું કારણ કહ્યું નથી. શુભ ઇચ્છા તો પોતે દુઃખરૂપ છે, તે ઇચ્છા બાહ્ય
સામગ્રીને ફેરવતી નથી, તેમ જ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે કોઈપણ ગુણની નિર્મળતાને તે નજીક કરતી નથી. ઇચ્છા
કોઈપણ ગુણને મદદ તો કરનાર નથી પણ તે ચારિત્ર ગુણનો વિકાર છે. રાગવડે સમ્યગ્દર્શનનો નિર્ણય થતો નથી.
જ્ઞાન પ્રાપ્તિની ઇચ્છા કરે અને ત્યાં જો જ્ઞાન પ્રાપ્ત થાય, તો તે જ્ઞાન ઇચ્છાવડે થયું નથી; પણ જ્ઞાન સ્વભાવ તરફની
એકાગ્રતાવડે થયું છે, જે ઇચ્છા થઈ તે તો જ્ઞાનના વિકાસને અટકાવનાર છે. આ રીતે જાણીને રાગથી ભિન્નપણે
જ્ઞાનની અનુભૂતિ કરવી તે સમ્યગ્જ્ઞાન છે. શુદ્ધચૈતન્યઆત્માની અનુભૂતિ તે શુદ્ધનયનો વિષય છે, પણ ઇચ્છા–
રાગાદિ તે શુદ્ધનયનો વિષય નથી. જ્યારે શુદ્ધનયવડે શુદ્ધ આત્માની અનુભૂતિ કરે ત્યારે એવું શ્રદ્ધાન પણ થાય છે કે
શુદ્ધસ્વચતુષ્ટયસ્વરૂપ તે જ હું છું. જુઓ, આ શ્રદ્ધાનમાં પર્યાયની પણ પૂર્ણતાનો જ સ્વીકાર કર્યો. વર્તમાન દશામાં જે
રાગાદિ છે તે મારું સ્વરૂપ નથી, પણ રાગાદિરહિત સ્વચતુષ્ટયસ્વરૂપ તે જ હું છું.
જેણે આત્માને ચતુષ્ટયસ્વરૂપે સ્વીકાર્યો તેને જ્ઞાનમાં પૂર્ણ પર્યાયની ઉપાદેય બુદ્ધિ રહી, અપૂર્ણતા અને
વિકારમાં હેયબુદ્ધિ રહી અને નિમિત્તનું જ્ઞાન રહ્યું. આવો સ્વીકાર સમ્યગ્દર્શનની સાથે હોય છે. આ સમ્યગ્દર્શન
વખતની વાત છે.
સ્વભાવની અનુભૂતિ કરતાં સમ્યગ્દ્રષ્ટિ જીવ એમ અનુભવે છે કે હું અનંત ચતુષ્ટયસ્વરૂપે જ છું. ‘ભવિષ્યમાં
અનંતચતુષ્ટયરૂપે થઈશ’ એમ વિકલ્પ નહિ, પરંતુ વર્તમાનમાં જ રાગ અને અપૂર્ણતારહિત અનંતચતુષ્ટયસ્વભાવે
છું; સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધનયવડે આત્માની એવી અનુભૂતિ હોય છે. મારા અનંતચતુષ્ટયસ્વરૂપ સિવાયના બધા
ભાવો સંયોગજનિત છે, તે મારો સ્વભાવ નથી.
(પ૩) નિશાળમાં ખોટી રીતે ઊંચા કલાસમાં ચડાવી દીધો હોય અને જ્યારે ન્યાયવંત પરીક્ષક આવે અને
પરીક્ષા કરીને તેને નીચલા કલાસમાં ઉતારી મૂકે, ત્યારે જો તે વિદ્યાર્થી રખડાઉ હોય તો તો તે ભણવાનું જ છોડી દે,
પણ જો સારો વિદ્યાર્થી હોય તો સમજીને ફરીથી બરાબર અભ્યાસ કરે. તેમ જીવ અજ્ઞાનપણે પોતાને સમ્યગ્દર્શન અને
વ્રત–તપ સહિત માની બેઠો હોય, પણ જ્યારે સાચા જ્ઞાની ગુરુ તેને સમજાવે કે ભાઈ, તારી ભૂલ છે, શુભરાગમાં તું
ધર્મ માની બેઠો પણ તે અજ્ઞાન છે. જે ચોરાશીના અવતારનો રખડાઉ હોય તે જીવ તો આવું સત્ય સાંભળવાની જ
ના પાડે અને કહે કે–જો એમ માનશું તો આપણા વ્રત–તપ છૂટી જશે. એ રીતે સંસારની રુચિવાળા જીવો તો
અજ્ઞાનને જ પોષે છે, અને સાચું જ્ઞાન કરવાનો નકાર કરે છે. પણ જે સાચો જિજ્ઞાસુ હોય તે જીવ તો તે સત્ય
સાંભળીને ભૂલ છોડીને યથાર્થ સત્ય સમજવાનો પ્રયત્ન કરે છે. પોતાને આત્મામાંથી એમ ઊગવું જોઈએ કે મારે તો
મારા આત્માનું સત્ય સમજવું છે. ગમે તેમ પ્રયત્ન કરીને, પૂર્વના આગ્રહ છોડીને આ અવસરે સત્ સ્વરૂપ સમજવું છે,
ફરી ફરી આવા અવસર આવવાના નથી. અહો, જગત વ્રતાદિના રાગના અહંકારમાં રોકાઈ ગયું છે, પણ પૂર્ણ
સ્વભાવની સાક્ષી આપીને અલ્પકાળમાં પરિપૂર્ણ પરમાનંદ સિદ્ધ દશા આપે એવું જે સમ્યગ્જ્ઞાન તેની જગતને કિંમત
નથી.
(પ૪) આત્માને કબુલનારૂં જ્ઞાન ભવરહિત છે. જે જ્ઞાનપર્યાયે સ્વસન્મુખ થઈને એમ કબુલ્યું કે ‘મારું
આત્મતત્ત્વ રાગરહિત જ્ઞાન સ્વરૂપ છે,’ તે જ્ઞાન પોતે રાગરહિતપર્યાયપણે જ રહેવા યોગ્ય છે. જેણે આત્મસ્વભાવને
સ્વીકાર્યો તે જ્ઞાન રાગને પોતામાં સ્વીકારે નહિ એટલે તે જ્ઞાનમાં અનંતચતુષ્ટયની પ્રતીત પણ ભેગી જ છે. જે જ્ઞાને
પૂર્ણ સ્વભાવને માન્યો તેને પૂર્ણને પહોંચવાની ઉપાદેયબુદ્ધિ અને રાગની હેયબુદ્ધિ થઈ એટલે તેને પૂર્ણ તરફનો જ
પુરુષાર્થ જાગશે, પૂર્ણ તરફના પુરુષાર્થમાં, વચ્ચે પડવાની શંકા હોય જ નહિ. જે પુરુષાર્થમાં પડવાની શંકા છે અને
પૂર્ણતાની પ્રતીત નથી તે પુરુષાર્થ પૂર્ણ સ્વભાવની શ્રદ્ધાવગરનો છે. શ્રદ્ધાના ભાવમાં પાછા પડવાની તો વાત જ નથી
પણ અપૂર્ણતાનોય સ્વીકાર નથી. ચૈતન્યના યથાર્થ શ્રદ્ધા–જ્ઞાનનું જોર ચડતાં કેવળજ્ઞાન થાય છે. આ રીતે જે જ્ઞાન
પૂર્ણ સ્વભાવને સ્વીકારનારું છે તે જ્ઞાન ભવરહિત છે. પૂર્ણ સ્વભાવની અનુભૂતિરૂપ જ્ઞાન તે સમ્યગ્દર્શનનું મુખ્ય
બાહ્ય ચિહ્ન છે. વસ્તુ પરથી ભિન્ન પૂર્ણ છે, જો પરનો સંબંધ કલ્પે તો અપૂર્ણતા આવે, પણ વસ્તુ સ્વથી પરિ–

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૩૭
પૂર્ણ છે–આવું વસ્તુસ્વભાવનું જ્ઞાન હોય ત્યાં શુદ્ધાત્માની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન હોય જ છે; તેથી તે જ્ઞાનને
સમ્યગ્દર્શનનું બાહ્ય ચિહ્ન કહેવાય છે.
(પપ) અનંતાનુબંધી કષાયનો તેમજ મિથ્યાત્વમોહની ત્રણ પ્રકૃતિનો અભાવ તે વડે સમ્યગ્દર્શનને
ઓળખાવવું તે પણ વ્યવહાર છે, કેમ કે તે પોતે સમ્યગ્દર્શન નથી. શુદ્ધાત્માની પ્રતીતિ તે જ સમ્યગ્દર્શનનું
નિશ્ચયલક્ષણ છે અથવા તો શુદ્ધાત્માની પ્રતીતિ તે જ પોતે સમ્યગ્દર્શન છે; પરંતુ છદ્મસ્થજીવોને તે પ્રતીતિરૂપ
પરિણામ સીધાં જણાતાં નથી તેથી બાહ્ય ચિહ્નની મુખ્યતા કરીને સમ્યગ્દર્શનને ઓળખાવવામાં આવે છે, આ
ઓળખાણ અનુમાનપ્રમાણ છે, વ્યવહાર છે.
આ રીતે આગમથી, અનુમાન પ્રમાણથી તેમજ પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણથી સમ્યગ્દર્શનનો નિર્ણય
થઈ શકે છે. તેમાં સમ્યગ્દર્શનના બાહ્ય ચિહ્નનું વર્ણન કર્યું.
(પ૬) વળી સમ્યગ્દર્શનને નિશ્ચય તત્ત્વાર્થશ્રદ્ધાન પણ કહેવામાં આવે છે. પોતાના સ્વાનુભવવડે
પોતાના સમ્યગ્દર્શનનો બરાબર નિર્ણય થાય છે. સમ્યગ્દર્શન થતાં પોતાને જ સ્વાનુભવ થાય છે. પર જીવના
સમ્યગ્દર્શનનો નિર્ણય તેના વચન વગેરેથી થઈ શકે છે; આ રીતે શબ્દાદિ ઉપરથી સમ્યગ્દર્શનને નક્કી કરવું તે
વ્યવહાર છે કેમકે તે પરોક્ષ પ્રમાણ છે. સમ્યગ્દર્શનને સીધું પ્રત્યક્ષ તો શ્રીસર્વજ્ઞદેવ જ જાણે છે, છદ્મસ્થ જીવો તો
જ્ઞાન કે વચન ઉપરથી અનુમાન કરીને સમ્યગ્દર્શનને જાણે છે તેથી તેમને વ્યવહારનું અવલંબન છે.
કેવળીભગવાને વ્યવહારી જીવોને વ્યવહારનું શરણ ઉપદેશ્યું છે. વ્યવહારનું શરણ એટલે શું? રાગનું શરણ, કે
રાગવડે ધર્મ થાય એમ તેનો અર્થ નથી, પરંતુ છદ્મસ્થ જીવોનું જ્ઞાન અપૂર્ણ હોવાથી સમ્યગ્દર્શનનો નિર્ણય કરવા
માટે તેમને બીજા ગુણનો (જ્ઞાનનો) આશ્રય લેવો પડે છે, એ રીતે અનુમાન પ્રમાણથી તેઓ જાણે છે,
અનુમાનાદિ પ્રમાણ તે પરોક્ષ હોવાથી વ્યવહાર છે, કેમ કે તેમાં સમ્યગ્જ્ઞાન ઉપરથી સમ્યગ્દર્શનનું અનુમાન કરીને
જાણે છે. આ રીતે, પરોક્ષ જ્ઞાનવડે એક ગુણ ઉપરથી બીજા ગુણને નક્કી કરવો તે વ્યવહાર છે, અને એવા
વ્યવહારનું અવલંબન છદ્મસ્થને હોય છે.
(ચાલુ...)
* * *
ભાઈશ્રી ધનજીભાઈ ગફલભાઈનો સ્વર્ગવાસ
તા. ૨–૧૦–૪૬ આસો સુદ ૭ના રોજ વઢવાણના રહીશ ભાઈશ્રી ધનજીભાઈ ગફલભાઈ વઢવાણ મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. તેમને ઠેઠ સુધી ઘણી ઊંચી ભાવના અને શાંતિ રહી હતી. શારીરિક વ્યાધિ હોવા છતાં તે જાતનું
વેદન દેખાતું ન હતું. એક બાબત તેમના દિલમાં ઘોળાયા કરતી હતી, તે તેમણે સૌ મંડળને બોલાવીને, તેમના
પુત્રોની રૂબરૂમાં વ્યક્ત કરી કે–મારી ભાવના સત્ધર્મની વૃદ્ધિની છે એટલે વઢવાણમાં એક સ્વાધ્યાય મંદિર તથા એક
જિનમંદિર મારા વતી બનાવવું, અને તે માટે રૂા. ૨૦ થી ૨પ હજારની જે કાંઈ રકમ થાય તે ખર્ચવી. આ સાંભળી સૌ
ખુશી થયા અને પોતે પણ ખુશી થયા પછી પૂ. ગુરુદેવશ્રીનું ચિત્રપટ મંગાવી પોતે દર્શન કર્યા અને ત્યાર પછી તેમણે
શાંતિપૂર્વક દેહ ત્યાગ કર્યો.
સ્વ. ધનજીભાઈ છેલ્લા ત્રણ વર્ષમાં પૂ. ગુરુદેવશ્રીના સમાગમમાં આવ્યા હતા, અને તે દરમિયાન તેમના
જીવનમાં ઘણો ફેર પડી ગયો હતો. ટૂંકા વખતમાં તેઓએ તત્ત્વનો સારો પ્રેમ પ્રગટ કર્યો હતો, તત્ત્વજ્ઞાનની તેઓને
રુચિ હતી. અને આવું પરમ સત્ય તત્ત્વજ્ઞાન ખૂબ પ્રચાર પામે એવી તેમની ભાવના હતી અને તે માટે પોતે વારંવાર
ઉત્સાહ દર્શાવ્યો હતો; તેમની ઉંમર પપ વર્ષની હતી. તેમના વિયોગથી મુમુક્ષુઓને તથા શ્રી જૈન અતિથિ સેવા
સમિતિને એક સારા ઉત્સાહી સાથીદારની ખોટ પડી છે.
સત્ધર્મ પ્રત્યે તેમનો કેટલો પ્રેમ હતો તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે. જેમણે પોતાના
જીવનમાં આત્માની દરકાર કરીને સત્ય સમજણનાં બીજડાં રોપ્યાં છે તેનું જ જીવન સાર્થક છે. આવા વૈરાગ્યમય
પ્રસંગોનું ઉદાહરણ લઈને અન્ય મુમુક્ષુઓએ સવેળા ચેતવું યોગ્ય છે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
કારતકઃ ૨૪૭૩ઃ ૧પઃ
श्री सर्वज्ञाय नमः ।।।। श्री वीतरागाय नमः
શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ પ સુધીના ધાર્મિક દિવસો દરમિયાન થયેલા
શ્રી સમયસારજી ગાથા ૧૩ તથા શ્રી પદ્મનંદી પંચવિંશતિ શાસ્ત્રના ઋષભજિનસ્તોત્ર ઉપરનાં
વ્યાખ્યાનો અને ચર્ચાઓનો ટૂંકસાર લેખાંકઃ ૨
(આ લેખનાં (૧) થી (૨પ) ઉતારા ગતાંકમાં આવી ગયા છે, ત્યાર પછી આગળ અહીં આપવામાં આવે છે)
(૨૬) ભક્તની નિઃશંકતા
શ્રી ઋષભદેવ ભગવાનની ભક્તિ કરતાં પદ્મનંદી આચાર્ય પોતાની નિઃશંકતાની જાહેરાત કરે છે કે હવે એકાદ
ભવ સ્વર્ગનો કરી મનુષ્ય થઈ મુક્તિ પામશું. હે નાથ! દેવ–મનુષ્ય સિવાય હવે બીજા અવતાર અમારે હોઈ શકે નહિ.
તારા શરણે આવ્યા, હવે અમારે નરક–તીર્યંચ એ બે ગતિ માટે હવે અમારી યોગ્યતા રહી નથી. પ્રભુ! આપની
ઓળખાણપૂર્વક આપની ભક્તિ કરનારને હલકી ગતિના ભવ રહે એમ અમે માનતા નથી. નરક તિર્યંચ ગતિને તો તાળાં
જ દેવાઈ ગયા, પણ દેવ અને મનુષ્યમાં પણ હવે વધારે ભવ નથી, અલ્પકાળે ચતુર્ગતિનો અંત છે–એમ અમારો નિર્ણય
છે અને આપના કેવળજ્ઞાનમાં આપે પણ એમ જ જોયું છે એમ અમને પ્રતીત છે.
હે વીતરાગી નાથ! જે સજજન આપને જ નમસ્કાર કરે અને અન્ય કોઈ કુદેવાદિને ન માને તેના અવતારનો
અંત અમે દેખી રહ્યા છીએ. આપ ભવરહિત છો અને આપના ભક્તોને ભવ હોય એમ બની શકે નહિ. પ્રભુ! તને
અવતાર નહિ અને જો તારા ભક્તને અવતાર રહે તો તારી ભક્તિ કોણ કરે? હે નાથ! જે જીવોએ સર્વજ્ઞ વીતરાગીપણે
આપને જગતથી જુદા તારવ્યા તે જીવોએ ખરેખર આત્માનો પૂરો સ્વભાવ જ તારવ્યો. આપશ્રી સમાન પૂરા સ્વભાવને
જેણે સ્વીકાર્યો તેને ભવ હોય નહિ.
ધનવાનની સેવા કરે અને જો ભૂખ્યા રહેવું પડે તો તેવી સેવા કોણ કરે? તેમ હે નાથ! ભવરહિત એવા તને
ઓળખીને સેવા કરે અને જો ભવ રહે તો એવી સેવા કોણ કરે? અમને તો તારી ભક્તિથી ભવરહિતપણાની પ્રતીત છે.
અમે કુદેવાદિને સેવ્યા નથી કે જેથી નરકાદિ ગતિ હોય? અને પુણ્યાદિ વિકારમાં ધર્મ માન્યો નથી કે જેથી ઝાઝા ભવ
હોય? હે નાથ! અમે તો વીતરાગી દેવને ઓળખીને સ્વીકાર્યા છે અને રાગરહિત વીતરાગી સ્વભાવને સ્વીકાર્યો છે, તેથી
હવે ભવ નથી.
પૂર્વે ૧૮ માં બોલમાં કહેવાઈ ગયું છે તેમ અહીં પણ એ ખાસ ધ્યાન રાખવું કે–વીતરાગ દેવની ભક્તિમાં
વીતરાગપણાની ઓળખાણ અને બહુમાનવડે પોતાને વીતરાગ સ્વભાવની જે રુચિ અને ભાવના વધે છે તેના જ જોરે
ભવરહિતપણાની નિઃસંદેહતા થાય છે, પરંતુ જે શુભરાગ છે તેના વડે આત્માને ખરેખર લાભ થતો નથી. જો રાગ અને
વીતરાગતા વચ્ચેના વિવેકપૂર્વકની ભક્તિ હોય તો જ તે સાચી ભક્તિ છે, પણ જો રાગથી જ લાભ માને તો તેની ભક્તિ
સાચી નથી.
(૨૭) કાળ દ્રવ્ય અને વસ્તુસ્વરૂપ
કાળદ્રવ્ય અનાદિઅનંત છે; તેની પર્યાયના ત્રણ ભેદ પડે છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય. જે કાળ ગયો તેને
ભૂતકાળ, જે એક સમય ચાલી રહ્યો છે તેને વર્તમાનકાળ અને જે સમયો થવાના બાકી છે તેને ભવિષ્યકાળ કહેવાય છે.
કાળદ્રવ્યના જેટલા સમયો છે તેટલી જ દરેક દ્રવ્યની પર્યાયો છે.
ભૂતકાળના સમયો કરતાં ભવિષ્યકાળ અનંતગુણો અધિક છે એવો જ દ્રવ્યસ્વભાવ છે; તેને બદલે ‘ભૂતકાળ
કરતાં ભવિષ્યકાળ એક જ સમય અધિક છે’ એમ માનવું તે દ્રવ્યના સ્વરૂપની જ ભૂલ છે. ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ
એક જ સમય અધિક માન્યો તેનો અર્થ એ થયો કે–જગતના બધા દ્રવ્યોની જેટલી પર્યાયો થઈ ગઈ તેના કરતાં ફક્ત
એક જ વધારે (=ભૂતકાળના સમયો+૧) પર્યાય થવાની બાકી છે. પરંતુ એ વાત યથાર્થ નથી. ભૂતકાળમાં દ્રવ્યની
જેટલી પર્યાયો થઈ ગઈ તેના કરતાં અનંત ગુણી (= ભૂતકાળના સમયો × અનંત) પર્યાયો ભવિષ્યમાં થવાની છે. આ
વાતસ્વભાવથી જ બેસે તેમ છે. તેનો એક ન્યાય એ છે કે– સંસારના કાળ કરતાં સિદ્ધ દશાનો કાળ અનંત ગુણો જ હોય.
સંસારના વિકાર ભાવમાં મર્યાદિત પુરુષાર્થ છે અને સિદ્ધદશાના ભાવમાં તેનાથી અનંતગુણો અમર્યાદિત પુરુષાર્થ છે, તેનું
ફળ સંસારના કાળ કરતાં

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૩૭
અનંત ગુણા કાળ સુધી સિદ્ધ સુખનો ભોગવટો છે. વિકાર કરતાં સ્વભાવનો પુરુષાર્થ અનંત ગુણો છે, તેથી વિકારદશા
કરતાં સ્વભાવ દશાનો કાળ પણ અનંતગુણો છે–એટલે કે–ભૂતકાળ કરતાં ભવિષ્યકાળની પર્યાય દરેક દ્રવ્યોમાં
અનંતગુણી છે; એ જ દ્રવ્યની પૂર્ણતા છે. જેઓ દ્રવ્યની પૂર્ણતાના સ્વરૂપને ન સમજી શકે અને દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં
જ જેની ભૂલ હોય તેની દરેક પ્રયોજનભૂત બાબતમાં ભૂલ હોય જ.
વળી જો ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ એક જ સમય અધિક હોય તો,–દરેક સમયે ભવિષ્યકાળમાંથી એકેક સમય
ભૂતકાળમાં ભળી જાય છે તેથી, ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ ઘટી જવો જોઈએ પરંતુ અનંત કાળ પછી પણ ભૂતકાળ
કરતાં ભવિષ્યકાળ તો અનંત ગુણો જ રહેવાનો છે.
(૨૮) સિદ્ધ જીવ અને સિદ્ધ સમય
૬ માસ ૮ સમયમાં ૬૦૮ જીવો સિદ્ધ (–મુક્ત) થાય છે. ૬ માસ ૮ સમયના અસંખ્યાત સમય થાય છે, તેમાંથી
જે જે સમયોમાં જીવ સિદ્ધ થયા હોય તે સમયોને ‘સિદ્ધ સમય’ કહેવાય છે અને જે સમયો ખાલી ગયા હોય તે સમયોને
‘અસિદ્ધ સમય’ કહેવાય છે.
અનાદિ અનંતકાળમાં જેટલા સિદ્ધ સમયો છે તેના કરતાં સિદ્ધ જીવોની સંખ્યા સંખ્યાત ગુણી છે. અને સિદ્ધ
જીવો કરતાં અસિદ્ધ સમયોની સંખ્યા અસંખ્યાત ગુણી છે, તેમજ સિદ્ધ સમયો કરતાં અસિદ્ધ સમયોની સંખ્યા પણ
અસંખ્યાત ગુણી છે. (જુઓ, શ્રીધવલ ભાગ–૩, પા. ૩૦)
(૨૯) રાગ–દ્વેષ કોણ કરે છે?
પ્રશ્નઃ–
રાગ–દ્વેષ વિકાર જીવ કરે છે કે સ્વયં થાય છે?
ઉત્તરઃ– જીવની પર્યાયમાં રાગ–દ્વેષ પોતે કરે તો થાય છે, ન કરે તો થતા નથી.
પ્રશ્નઃ– રાગ–દ્વેષનો કર્તા જીવ છે, તો શું રાગ–દ્વેષ જીવનો સ્વભાવ છે?
ઉત્તરઃ– એક ક્ષણ પૂરતા રાગ–દ્વેષ જીવની પર્યાયની યોગ્યતાથી જીવ કરે છે, પરંતુ જીવના ત્રિકાળી સ્વભાવમાં
રાગ–દ્વેષ નથી તેથી સ્વભાવ દ્રષ્ટિએ જીવ રાગ–દ્વેષનો કર્તા નથી. પરંતુ જીવની પર્યાયમાં જે રાગ–દ્વેષ થાય છે તે કાંઈ
જડ કર્મ વગેરે કોઈ કરાવતું નથી. પર્યાયમાં પોતે કરે તો થાય છે. કર્મની સત્તાના કારણે રાગ–દ્વેષ થતા નથી. જો કર્મના
કારણે રાગ–દ્વેષ થતા હોય તો જીવે શું કર્યું? જો કર્મો જ રાગાદિ કરે તો જીવનો નાશ થઈ જાય.
પ્રશ્નઃ– જો કર્મ જીવને કાંઈ હેરાન નથી કરતું તો તેની વાત શા માટે કરી છે?
ઉત્તરઃ– જીવ રાગ–દ્વેષ કરે છે તે જીવનો સ્વભાવ નથી, પણ વિકાર છે. તે વિકારમાં નિમિત્ત તરીકે કર્મ છે એમ
જણાવવા માટે કર્મોનું વર્ણન કર્યું છે, પણ કર્મ જીવને હેરાન કરે છે એમ માનવા માટે કહ્યું નથી.
(૩૦) એક માત્ર સમ્યગ્દર્શન
અનંતકાળથી સંસારમાં રઝળતાં જીવે એક સેકંડમાત્ર સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી નથી. એક માત્ર સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ વગર જ અનંત સંસારમાં રઝળવું થયું છે. દયા, વ્રત, ત્યાગ વગેરે શુભભાવ અનંતવાર કર્યા અને હિંસા, ચોરી
વગેરે અશુભભાવ પણ અનંતવાર કર્યા, અનેકવાર દ્રવ્યલિંગી મુનિ થયો અને અનેકવાર મોટો કસાઈ થયો, પણ જે રીતે
છે તે રીતે આત્મસ્વભાવને કદી જાણ્યો નથી. આત્મસ્વભાવને જાણ્યા વગર પુણ્ય–પાપનો ને શરીરાદિનો મોહ–અહંકાર
અંતરથી ટળે નહિ. જો પુણ્ય–પાપ અને શરીરથી વિરુદ્ધ એવા આત્મસ્વભાવની રુચિ કરે તો પુણ્ય–પાપનો અહંકાર ટળે.
અહા! જગતને પુણ્યમાં સુખનો મિથ્યા આભાસ થાય છે પણ સમ્યગ્દર્શનનું સાચું સુખ ભાસતું નથી! એક સેકંડમાત્રનું
સમ્યગ્દર્શન અનંત જન્મમરણનો નાશ કરે છે.
કોઈ પૂછે છે કે–આવું સમ્યગ્દર્શન તો ન સમજાય, તો અમારે શું કરવું?
તેનો ઉત્તરઃ– અરે ભાઈ! તને સંસારનું સમજાય અને આત્માનું કેમ ન સમજાય? જો આત્માનું સ્વરૂપ ન
સમજાય તો સંસારમાં રખડો! એ સિવાય અન્ય કોઈ માર્ગ નથી. સમ્યગ્દર્શન વગર પુણ્ય કરે તો પણ તેમાં સંસારનું જ
દુઃખ છે. સ્વભાવથી આત્માનો મહિમા કરે તો જરૂર સમજાય. આત્મસ્વભાવ પુણ્ય–પાપ રહિત છે, જ્ઞાનસ્વરૂપ છે–એવી
શ્રદ્ધા કરતાં પુણ્ય–પાપનો મહિમા ઉડી જશે અને પુણ્ય–પાપ રહિત પૂર્ણ સ્વભાવને માનતાં પૂર્ણ સ્વતંત્ર દશા થશે.
(૩૧) અહિંસા
‘પર જીવને ન મારવો તે અહિંસા’ એ વ્યાખ્યા યથાર્થ નથી, પણ અજ્ઞાન અને વિકાર ભાવોથી પોતાના
આત્માને બચાવવો તે જ સાચી અહિંસા છે. વિકારભાવ વડે પોતાના આત્માનો ઘાત થાય છે તે જ હિંસા છે અને
સમ્યગ્જ્ઞાનાદિ વડે તે વિકારભાવનો નાશ તે જ અહિંસા છે.
વિકાર અને ભવરહિત જેવો પોતાનો સ્વભાવ છે તેવો અનુભવવામાં

PDF/HTML Page 18 of 21
single page version

background image
કારતકઃ ૨૪૭૩ઃ ૧૭ઃ
આવે તેને એવી નિઃશંકદશા થાય કે હવે અવતાર નથી. આ વાત અંતરથી સમજવાની છે, બહારથી કે શુભભાવથી આ
સમજાય તેવું નથી.
(૩૨) સ્વભાવનું માહાત્મ્ય
આ સમયસારમાં આચાર્યદેવ સમ્યગ્દર્શનનું જ માહાત્મ્ય દર્શાવે છે. અનંતકાળથી અનંતભવમાં સાચા સ્વભાવની
વાત કદી સમજ્યો નથી. શરીર જડ છે, તેનો કર્તા આત્મા નથી. પુણ્ય–પાપના અહંકારને લીધે જ્ઞાતા સ્વભાવનું માહાત્મ્ય
અને પ્રતીત આવતી નથી. સ્વભાવનું માહાત્મ્ય કર્યા વગર સમ્યગ્દર્શન થાય નહિ, અને સમ્યગ્દર્શન વગર મોક્ષનો ઉપાય
થાય નહિ.
(૩૩) સુખ–દુઃખનો વિવેક
ફટકડી અને સાકરના સ્વાદ વચ્ચેનો વિવેક માખી પણ કરે છે, અને ફટકડીને છોડીને સાકર ઉપર બેસે છે, રસને
લીધે સાકર ઉપરથી ઉઠતી નથી કેમકે રસ લાગ્યો છે. માખી પણ પોતાના તૂચ્છજ્ઞાન વડે એ પ્રકારનો વિવેક કરે છે તો પછી
જેમનામાં હિત–અહિતનો વિવેક કરવા જેટલી જ્ઞાનશક્તિ છે એવા મનુષ્યોને સ્વભાવ અને વિકારના સ્વાદના ભેદ પાડતાં
કેમ ન આવડે? સ્વભાવનો સ્વાદ નિરાકૂળ છે અને વિકારનો સ્વાદ દુઃખદાયક આકુળતામય છે. પાપનો રસ તીવ્ર દુઃખરૂપ
છે અને પુણ્યનો રસ પણ દુઃખ જ છે, આત્માનો સ્વાદ તે બન્નેથી જુદી જાતનો સુખરૂપ છે. જેમ સમુદ્રના પાણીમાં વસનારી
માછલીને જમીન ઉપર આવતાં દુઃખ થાય અને અગ્નિમાં પડતાં તો ઘણું જ દુઃખ થાય. તેમ અનાકુળ સ્વરૂપ જ્ઞાનસમુદ્ર
આત્મા છે, તેના અનુભવમાંથી ખસીને શુભભાવમાં આવવું તે માછલીને પાણીમાંથી જમીન ઉપર આવવાની જેમ, દુઃખ રૂપ
જ છે અને અશુભભાવમાં જવું તે તો, માછલીને અગ્નિમાં પડવાની જેમ, અત્યંત દુઃખરૂપ છે. આમ પુણ્ય–પાપ બન્નેથી
રહિત ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ આત્માની પ્રતીત કરવી તે જ સમ્યગ્દર્શન છે.
(૩૪) સમ્યગ્દર્શન કેમ થાય?
સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવતાં શ્રીગુરુ કહે છે કે–હે શિષ્ય! ત્રિકાળ એકરૂપ જ્ઞાનમય ભાવ તે જ તારો સ્વભાવ
છે, ક્ષણિક પર્યાયમાં ભલે વિકાર હોય, પણ તે તારું વાસ્તવિક સ્વરૂપ નથી. માટે તું પર્યાય દ્રષ્ટિ છોડીને દ્રવ્યસ્વભાવની
દ્રષ્ટિથી અનુભવ કર, તેથી તને તારો શુદ્ધ સ્વભાવ પ્રતીતિમાં આવશે અને સમ્યગ્દર્શન થશે. જ્ઞાનીઓને સાધક દશામાં
વિકારભાવ હોય પરંતુ, તે ક્ષણિક અભૂતાર્થ છે એમ જ્ઞાનીઓ જાણતા હોવાથી તેઓને તેનું માહાત્મ્ય હોતું નથી, પણ વિકાર
રહિત ભૂતાર્થ સ્વભાવનું જ માહાત્મ્ય હોય છે. જેટલો ભાવ સ્વભાવમાંથી પ્રગટે તેટલો જ ભાવ મારો, પણ સ્વભાવથી
ખસીને પરના લક્ષે જે કોઈપણ વિકારભાવ પ્રગટે તે મારો ભાવ નથી આમ જ્ઞાનીને સ્વભાવ ભાવ અને વિકાર ભાવ વચ્ચે
ભેદજ્ઞાન વર્તે છે, તે જ સમ્યગ્દર્શન છે. ધર્મ તો ધર્મી એવા આત્મામાં છે, એ આત્માને યથાર્થપણે જાણવો તે જ સમ્યગ્દર્શન
છે. સ્વપ્નેય પણ જે ભેગાં નથી એવા શરીરાદિનાં કામ સહેલાં લાગે તથા વિકારી ભાવો કરવા સહેલા લાગે અને તેમાં હોંશ
આવે પણ જો પરથી અને વિકારથી ભિન્ન ચૈતન્ય સ્વભાવને ન જાણ્યો અને તે પ્રત્યેનો ઉત્સાહ ન આવ્યો તો ફરીથી
સ્વપ્નેય આવા સુયોગનો ભેટો નહિ થાય. અને જો ચૈતન્યનો મહિમા લાવીને તેને જાણ્યો તો કૃતકૃત્ય થઈ, ઉત્કૃષ્ટ સ્વરૂપ
આરાધના કરીને અલ્પકાળે સિદ્ધ થઈ જશે.
જ્ઞાનથી થાકેલો કોઈ જીવ પ્રશ્ન કરે છે કે જીવાદિ નવ તત્ત્વો જાણવા અને વળી તે નવ તત્ત્વોથી પાર
આત્માની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે એમ કહ્યું, પરંતુ એ બધું તો અઘરૂં લાગે છે, તેથી “આત્મા ચૈતન્ય છે”
એટલી જ શ્રદ્ધા રાખીએ તો સમ્યગ્દર્શન છે કે નહિ? ત્યારે શ્રીગુરુ તેનો ઉત્તર આપે છે કે–“આત્મા ચૈતન્ય છે”
એટલું જ માત્ર માનવાથી સમ્યગ્દર્શન નથી કેમકે એવું તો અન્ય મતિ પણ માને છે. માટે પ્રથમ નવ તત્ત્વો યથાર્થપણે
જાણીને, તેમાંથી શુદ્ધ જીવતત્ત્વની પ્રતીતથી જ સમ્યગ્દર્શન છે. અરે ભાઈ! સંસારના અનેક પ્રકારના કામોમાં
હોશિયારી બતાવો છો અને તેમાં અનેક પડખાં સમજવા માટે ઘણો કાળ ગાળો છો, તો હવે આત્માની અપૂર્વ
સમજણ કરવામાં ‘અઘરું લાગે છે’ એમ કહીને પુરુષાર્થહીન થવું તે યોગ્ય નથી. ફક્ત ‘હું ચૈતન્ય’ એટલું જ માનીને
થાકીને બેસી જવું તે નહિ પાલવે, પણ જેમ છે તેમ બધા પડખેથી નિર્ણય કરવો પડશે; બધા પડખેથી નિર્ણય કરીને
પછી શુદ્ધ ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે.
(૩પ) પુરુષાર્થ
સમ્યગ્દ્રષ્ટિ જીવો પૂર્ણ સ્વભાવને સ્વીકારે છે, પૂર્ણ સ્વભાવના જોરે તેઓ પુરુષાર્થની વૃદ્ધિ જ ભાળે છે. કાળ પાકશે
ત્યારે મુક્તિ થશે. એવી પરાધીન દ્રષ્ટિ નથી

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૩૭
પરંતુ સમયે સમયે સ્વભાવના જોરે પુરુષાર્થની વૃદ્ધિ જ કરે છે અને તેથી નિર્મળતા વધતી જાય છે. આ રીતે
સ્વભાવદ્રષ્ટિથી તે વૃદ્ધિગત જ છે તેથી અલ્પકાળે પુરુષાર્થ પૂરો કરી મોક્ષ પામે છે. જ્ઞાનીની દ્રષ્ટિ કાળ કે કર્મ ઉપર નથી
પણ સ્વભાવ ઉપર જ છે. કર્મો કોઈપણ જીવને નડતાં જ નથી.
(૩૬) પરમાત્માની સ્થાપના
શ્રી પદ્મનંદી આચાર્ય કહે છે–હે પ્રભુ! આદરવા યોગ્ય હોય તો આપના જેવું વીતરાગી સ્વરૂપ જ છે. આવા
ભાનપૂર્વક જેઓ આપના ચરણે બે હાથ જોડી ભક્તિ કરે છે તેમને મોક્ષદશા જ છે કેમ કે તેમણે અંતરથી
વીતરાગપણાનું જ બહુમાન કર્યું છે.
રાગ અને આત્માને પૃથક કરીને જેણે પરમાત્મદશા પ્રગટ કરી એવા ભગવંતને નમસ્કાર કરનારો જીવ પણ
આત્મા અને રાગની ભિન્નતાના ભાનવાળો છે, તે જીવે સંસારની સર્વ ગતિનો અંત નજીક કર્યો છે. વીતરાગ–સર્વજ્ઞને
ઓળખ્યા અને તેમની ભક્તિ કરી તેણે પોતાના આત્મ કમળમાં વીતરાગ પ્રભુની સ્થાપના કરી, તેના કાળજે નિરંતર
પ્રભુ–પ્રભુ થઈ રહ્યું હોય. વીતરાગ દેવના આત્માને તેના સ્વભાવપણે ઓળખ્યા તેની વાત છે. જેને પરમાત્માની
યથાર્થભાવે ઓળખાણ થઈ તેણે પોતાના કાળજે પરમાત્મપણાને સ્થાપ્યું, જે દશા પરમાત્મા પામ્યા તે દશા જ તે પામે.
ત્રણકાળ ત્રણલોકમાં સતિ બીજાને ન ઇચ્છે, તેમ હે નાથ! અમે તારા ભક્ત, વીતરાગતાના ઉપાસક! અમે રાગને
આદરણીય ન માનીએ. અમારે તારા સિવાય હવે બીજાનો આદર નથી. બીજો કોઈ દેવ હવે અમને લલચાવી જાય તેમ
નથી. છોકરાને બહાને કે લક્ષ્મીને બહાને કોઈ પ્રકારે અમે કુદેવાદિથી લલચાઈએ નહિ, પ્રાણ જાય પણ બીજાને ન
માનીએ. હે નાથ! અમારા હૃદયમાં વીતરાગદેવ વસાવ્યા એટલે હવે અમારા આત્મામાં વીતરાગતા જ વસી, હવે રાગ
તોડીને અમે પોતે જ વીતરાગ થશું ત્રિકાળ સ્વભાવના આદરમાં હવે રાગનો આદર નથી.
હે જિનેશ્વર! આપ વીતરાગ થયા, આપના ચરણ કમળને કઈ રીતે સેવીએ? આખા ચૈતન્યમાં જ અમે તમને
પરોવી દઈએ છીએ, હવે અમારા આત્મામાં કેવળજ્ઞાન થશે. રાગ રહી શકશે નહિ. આમ સમ્યગ્દ્રષ્ટિ ભક્તોને આત્માના
અસંખ્ય પ્રદેશે ઉલ્લાસ થાય છે અને તેઓ પોતાના આત્મામાં પ્રભુતા સ્થાપે છે.
હે નાથ! જે ભવ્ય જીવોએ તારી ઓળખાણ કરીને તારા ચરણમાં મસ્તક ઝુકાવીને નમસ્કાર કર્યા તેનું મસ્તક
હવે બીજાને નમે નહિ. કેમ? કારણ કે હે ભગવાન! તારા ચરણે જેનું મસ્તક નમ્યું તેના ઉપર મોહધૂલીનું કાંઈ ચાલી
શકતું નથી. અર્થાત્ જે તને યથાર્થપણે ઓળખીને નમસ્કાર કરે છે તેનો મોહ અવશ્ય ટળી જાય છે.
(૩૭) વીતરાગ દેવ પ્રત્યે ભક્તની અર્પણતા
હે નાથ! આશ્ચર્ય છે કે જગતના મોહાંધ જીવો મરેલી સ્ત્રી વગેરેનો ફોટો રાખે છે અને તેના હોંશથી દર્શન કરે
છે. અરેરે, ચામડાં અને હાડકાંની રુચિ–પ્રેમ આવે છે. પરંતુ સાક્ષાત્ પરમ કલ્યાણકારી શ્રી વીતરાગદેવના વિરહ વખતે
પણ તેમની પ્રતિમા વગેરેનો આદર–બહુમાન અને અર્પણતાની હોંશ આવતી નથી. એવા જીવો ભગવાનના ભક્ત નથી
પણ સંસારના જ ભક્ત મિથ્યાદ્રષ્ટિ છે. જેને નિસ્પૃહ વીતરાગી સ્વભાવની પ્રતીતિ અને હોંશ–પ્રીતિ હોય તેને
વીતરાગસ્વભાવી પ્રભુની ભક્તિ–અર્પણતા ઉછળ્‌યા વગર રહે નહિ.
(૩૮) પોતાના પરિણામોનો વિવેક
‘પુણ્યથી ધર્મ થતો નથી અને આત્મા પરવસ્તુનું કાંઈ કરી શકતો નથી’ એમ નિશ્ચય સ્વભાવની વાત સાંભળે
પણ પર્યાયમાં ભૂમિકા પ્રમાણે રાગાદિનો વિવેક ન કરે તો તે અજ્ઞાની છે. જેને સ્વભાવનું યથાર્થ ભાન હોય તેને
પર્યાયના ભાવનો વિવેક અવશ્ય હોય જ. લગ્ન વગેરે પ્રસંગોમાં ઉલ્લાસ કરે છે પણ દેવ–ગુરુ–ધર્મની પ્રભાવનાના
પ્રસંગોમાં જેને ઉલ્લાસ નથી થતો તે તીવ્રસંકલેશ પરિણામી છે. દેવ–ગુરુ–શાસ્ત્રને માટે કાંઈ કરવું નથી પરંતુ પોતાના
પરિણામ સુધારવા માટેની વાત છે.
(૩૯) પૂર્ણ પવિત્રદશાનું બહુમાન
શ્રી વિમલનાથ ભગવાન ત્રીજા ભવે રાજા હતા, જ્યારે તેમણે સર્વગુપ્ત કેવળી ભગવાનના શ્રીમુખેથી સાંભળ્‌યું
કે હવે બેજ ભવ બાકી છે, ત્રીજા ભવે હું તીર્થંકર થઈને મોક્ષ જવાનો છું, ત્યારે તેઓને એકદમ ઉત્સાહ આવ્યો અને
પોતે તે જ ભવે (–તીર્થંકર થયા પહેલાં–) તીર્થંકરપણા સમાન મહોત્સવ કર્યો અને પંચકલ્યાણક ઉજવ્યાં. હું તીર્થંકર
થઈશ ત્યારે મારો મહોત્સવ ઇન્દ્ર વગેરે બીજાઓ તો કરશે પણ અત્યારે હું જ મારી પૂર્ણદશાનો મહોત્સવ કરું! એમ પૂર્ણ
થવાની

PDF/HTML Page 20 of 21
single page version

background image
કારતકઃ ૨૪૭૩ ૧૯
ભાવનાવડે ઉછળી પડયા. પોતાની પૂર્ણ પવિત્ર દશા થશે–એના જેવું ઉત્તમ મંગળ બીજું શું હોય? તે વખતે આત્માનું
ભાન હતું અને પૂર્ણદશાના હરખમાં તે વખતે રાજ્યમાં પંચકલ્યાણ મહોત્સવ ધામધૂમથી કરાવ્યો. આમ જ્ઞાનીઓને
પોતાની પૂર્ણદશા સાંભળતાં હોંશ આવે છે, અને ભવિષ્યની પૂર્ણતાને ભાવથી નજીક લાવીને તેનું બહુમાન કરે છે, એ
રીતે પૂર્ણતા પ્રત્યેના પોતાના પુરુષાર્થને લંબાવે છે.
(૪૦) સંસાર–ચક્ર
સર્વ પાપોમાં સૌથી મોટું પાપ મિથ્યાત્વનું છે. અનંત સંસારમાં રખડતાં, મિથ્યાદ્રષ્ટિ જીવ અનંતવાર
દ્રવ્યલિંગી પંચમહાવ્રતધારી મુનિ થયો અને ત્યાંથી રખડતાં રખડતાં તે જ જીવ એક સેકંડમાં કરોડો ગાયોને કાપી
નાખે એવા કસાઈખાનાનો માલિક થયો. તત્ત્વની યથાર્થ વાત જો નહિ સમજે તો સંસાર ચક્રમાં ફરી અનંતવાર એવું
કરશે. નવતત્ત્વોને જાણે નહિ અને નવ તત્ત્વોથી પાર આત્માને માને નહિ તથા પુણ્યમાં ધર્મ માનીને તેનાં અભિમાન
કરે એવો જીવ દયાદિ પાળીને સ્વર્ગમાં જાય તોપણ ત્યાંથી નીકળીને સંસાર ચક્રમાં રખડતાં અનંતવાર કસાઈ થશે
અને નરક–નિગોદમાં અનંતકાળ કાઢશે. નવમી ગ્રૈવેયકે જાય એવા શુભભાવ અને સાતમી નરકે જાય એવા
અશુભભાવ એ બન્ને આસ્રવ હોવાથી એક જ જાત છે. નિગોદના જીવને પણ અલ્પ શુભ ભાવ તો હોય છે તેના
શુભભાવ અને દ્રવ્યલિંગી મુનિના શુભભાવ એ બન્નેની એક જ જાત છે. મિથ્યાદ્રષ્ટિ જીવ પુણ્ય આસ્રવને સારો અને
પાપાસ્રવને ખરાબ માને છે–તે જ મિથ્યાત્વ છે. પુણ્ય અને પાપ બન્ને આસ્રવ હોવાથી દુઃખદાયક–બૂરાં છે. આત્માના
ભાનવગર શુભ અને અશુભભાવવડે જ સંસાર ચક્ર ચાલી રહ્યું છે.
(૪૧) કુંદકુંદ ભગવાનનો શ્રીમંડપ
આજે (–ભાદરવા સુદ–૧) ‘શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ’ માં પ્રવેશનું મંગળમુહૂર્ત છે. આજના મંગળમુહૂર્તે
સમયપ્રાભૃતમાં આ તેરમી ગાથા આવી છે તેમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. આ યથાર્થ સમજીને આત્માના
જન્મમરણનો અંત આવી જાય તેવું કાર્ય કરવું એ જ મંગળ છે. પાત્ર થઈને ભગવાનના શ્રીમંડપે આવ્યો અને
આત્મસ્વરૂપ સમજ્યાં વગર પાછો જાય એમ બને જ નહિ. ભવરહિત ભગવાનને ઓળખીને જિજ્ઞાસાથી ભગવાનના
શ્રીમંડપે આવ્યો અને તેનો મોક્ષ ન થાય એમ જ્ઞાનીઓ માનતા નથી. તેમ આ પણ કુંદકુંદ ભગવાનનો શ્રીમંડપ છે,
અને તેમાં કુંદકુંદ ભગવાને કહેલી આ તેરમી ગાથા વંચાય છે, તેમાં કહેલું આત્માનું સ્વરૂપ જે સમજે તે જીવ અવશ્ય
સમ્યગ્દર્શન પામીને એકાવતારી જેવું મહાકાર્ય કરી જાય. સમજણ પૂર્વક નિર્ણય કરવો જોઈએ, સમજીને હા પાડે તેની
વાત બરાબર છે, પણ સમજ્યા વગર, નાના બાળકની જેમ હા એ હા પાડે તેમ ન ચાલે.
(૪૨) સમ્યગ્દર્શન કેમ થાય?
‘શ્રી પ્રવચનમંડપ’ માં જે ગાથા વંચાણી તે ગાથા નીચે પ્રમાણે છે–
भूयत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च
आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं।। १३।।
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપને,
આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. ૧૩.
અર્થઃ– ભૂતાર્થનયથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ
નવતત્ત્વ સમ્યક્ત્વ છે.
આમાં નવતત્ત્વોને ભૂતાર્થથી જાણવા તે સમ્યગ્દર્શન કહ્યું છે, એટલે પહેલાં નવે તત્ત્વોને યથાર્થ જેમ છે તેમ
જાણવાં જોઈએ, પરંતુ નવ તત્ત્વોને જાણવામાત્રથી જ સમ્યગ્દર્શન થતું નથી. નવતત્ત્વોને ઓળખ્યા પછી, તે નવના
વિકલ્પો છોડીને એક શુદ્ધ આત્માને જ પ્રતીતમાં લેવો તે ભૂતાર્થનય છે અને તેથી જ સમ્યગ્દર્શન થાય છે.
નવતત્ત્વોને જેમ છે તેમ જાણવા તે વ્યવહાર છે. પણ જે શરીરને આત્મા માને, પુણ્યને ધર્મ માને, સંવર–
નિર્જરાને કષ્ટદાયક માને તેને તો એકેય તત્ત્વની ખબર નથી. અહીં તેની વાત નથી. અહીં તો કહે છે કે નવતત્ત્વની
બરાબર પ્રતીત તે પણ ખરૂં સમ્યગ્દર્શન નથી, કેમકે આત્મા એક અખંડ છે તેને નવ ભેદ વડે માનવો તે મિથ્યાત્વ છે.
અને નવતત્ત્વના વિકલ્પોથી પાર એક અખંડસ્વભાવે આત્માને પ્રતીતમાં લેવો તે જ નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. જે
નવતત્ત્વો જણાય છે તે નવે તત્ત્વોને જાણનાર પોતે તો નવ ભેદથી રહિત એકલા ચૈતન્યસ્વરૂપે છે–એમ જો રાગથી
જરા છૂટો પડીને રાગરહિત ચૈતન્યની પ્રતીત કરે તો સમ્યગ્દર્શન છે.
જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે તેને બદલે નવતત્ત્વના વિકલ્પ કરીને રાગમાં અટકે તો મિથ્યાત્વ છે. રાગનો
સ્વભાવ જાણવાનો નથી. જીવ–અજીવ વગેરેને જાણનારૂં જ્ઞાન છે, તે જ્ઞાન નવ ભેદને જાણવામાં જ અટકે પણ
ભૂતાર્થ સ્વભાવમાં ન ઢળે તો સમ્યગ્દર્શન થાય નહિ.
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. તા. ૨૩–૧૦–૪૬