Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 49
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૭૦
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 49
single page version

background image
* પ્રશમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેન *
જન્મજયંતી હીરક ઉત્સવ સ્વર્ણપુરે ઉજવાય મહાન;
ચિરંજીવો ધર્મરતન આ–આશિષ અર્પે શ્રી ગુરુ કહાન.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ શ્રાવણ–ભાદ્ર (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક ૧૦

PDF/HTML Page 3 of 49
single page version

background image
આવી શ્રાવણની બીજલડી આનંદદાયિની હો બેન,
–સુમંગલમાલિની હો બેન!
જન્મ્યાં કુંવરી માતા–‘તેજ’–ઘરે મહા પાવની હો બેન,
–પરમ કલ્યાણિની હો બેન!
ઊતરી શીતળતાની દેવી શશી મુખ ધારતી હો બેન,
–નયનયુગ ઠારતી હો બેન!
નિર્મળ આંખલડી સૂક્ષમ–સુમતિ–પ્રતિભાસિની હો બેન,
–અચલ–તેજસ્વિની હો બેન!
(સાખી)
માતાની બહુ લાડિલી, પિતાની કાળજ–કોર;
બંધુની પ્રિય બ્હેનડી, જાણે ચંદ્ર–ચકોર.
બ્હેની બોલે ઓછું, બોલાવ્યે મુખ મલકતી હો બેન,
–કદીક ફૂલ વેરતી હો બેન!
સરલા, ચિત્તઉદારા, ગુણમાળા ઉર ધારિણી હો બેન,
–સદા સુવિચારિણી હો બેન!.........આવી
(સાખી)
વૈરાગી અંતર્મુખી, મંથન પારાવાર;
જ્ઞાતાનું તલ સ્પર્શીને, કર્યો સફળ અવતાર.
જ્ઞાયક–અનુલગ્ના, શ્રુતદિવ્યા, શુદ્ધિવિકાસિની હો બેન,
–પરમપદસાધિની હો બેન!
સંગવિમુખ, એકલ નિજ–નંદનવન–સુવિહારિણી હો બેન,
–સુધા–આસ્વાદિની હો બેન!......આવી
(સાખી)
સ્મરણો ભવ–ભવનાં રૂડાં, સ્વર્ણમયી ઈતિહાસ,
–દૈવી ઉર–આનંદિની ‘ચંપા’ પુષ્પ–સુવાસ.
કલ્પલતા મળી પુણ્યોદયથી ચિંતિતદાયિની હો બેન,
–સકલદુખનાશિની હો બેન!
મુક્તિ વરું–મનરથ એ માત પૂરો વરદાયિની હો બેન,
–મહાબલશાલિની હો બેન!.......આવી

PDF/HTML Page 4 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૧ :



ધર્મકાળ અહો વર્તે,
તીર્થધામ સુવર્ણમાં;
જ્ઞાનસુધા સદા વર્ષે
ગુરુ કહાન મુખે જહાં.
અધ્યાત્મયુગપ્રવર્તક મંગલમૂર્તિ પરમકૃપાળુ પરમપૂજ્ય ગુરુદેવ
શ્રી કાનજીસ્વામીના સત્પ્રતાપથી સુવર્ણપુરીમાં વીતરાગ જૈનધર્મનો સદૈવ જયજયકાર
વર્તે છે; તેઓશ્રીના મંગલ પ્રભાવથી અનેક મંગલ ઉત્સવો પણ સંપન્ન થાય છે. પૂજ્ય
ગુરુદેવના પરમ ભક્ત, મુમુક્ષુસમાજના શિરોમણિ, પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનની ષષ્ટિપૂર્તિ હીરક જન્મજયંતીનો મંગલ મહોત્સવ શ્રાવણ વદ બીજના રોજ
સુવર્ણપુરીમાં સૌ મુમુક્ષુ ભક્તજનો દ્વારા અતિ આનંદોલ્લાસ સાથે ઊજવવામાં આવ્યો.
શ્રાવણ માસ બેસતાં જ સોનગઢમાં જન્મજયંતીના આ મંગલ ઉત્સવની
તૈયારીઓ માટે મુમુક્ષુહૃદયો થનગની ઊઠે છે; દેશવિદેશમાં વસતા સાધર્મીઓ, પૂજ્ય

PDF/HTML Page 5 of 49
single page version

background image
: ર : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ :
બહેનશ્રી પ્રત્યે અતિ ભક્તિપ્રેમને લીધે, જન્મજયંતી–ઉત્સવની નિમંત્રણપત્રિકાની
પ્રતિક્ષા કરતા હોય છે.
આ વર્ષે પૂજ્ય બહેનશ્રી ૬૦ વર્ષ પૂરાં કરીને ૬ર મા વર્ષમાં મંગલ પ્રવેશ
કરતાં હોવાથી, તેમનો જન્મદિવસ “ષષ્ટિપૂર્તિ હીરક જન્મજયંતી મહોત્સવ” રૂપે વિશેષ
સમારોહપૂર્વક ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ હીરક મહોત્સવનો શુભ સંદેશ સુંદર નિમંત્રણપત્રિકા દ્વારા ભારતવાસી બધાં
મુમુક્ષુમંડળો તથા વિદેશવાસી મુમુક્ષુઓને સમયસર પાઠવવામાં આવ્યો હતો.
નિમંત્રણપત્રિકા લખવાના પ્રારંભની મંગલ વિધિ પરમાગમમંદિરમાં સમગ્ર
મુમુક્ષુમંડળની ઉપસ્થિતિમાં માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈ માણેકચંદ દોશીના શુભ
હસ્તે કરવામાં આવી હતી; પત્રિકા સમાજ સમક્ષ વાંચી સંભળાવવામાં આવી;
પ્રસંગોચિત મંગલ ગીતો તથા જયકારના મધુરા નાદોથી ‘હીરક જયંતી’ ના ઉત્સવનો
મંગલ સંદેશ મુમુક્ષુહૈયામાં ગુંજતો થયો; મુ. શ્રી રામજીભાઈ દોશીએ પૂજ્ય ગુરુદેવના
પુનિત કરકમળમાં નિમંત્રણપત્રિકા અર્પણ કરી; પત્રિકા જોઈ–વાંચીને, બહેનશ્રીના
જન્મદિવસની–૬૦ મા વર્ષની પૂર્તિના હીરક મહોત્સવની–ઉજવણી માટે પૂજ્ય ગુરુદેવે
અનુમોદનાપૂર્ણ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
એક સપ્તાહ પૂર્વ મુમુક્ષુબહેનોએ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન પછી સભામાં,
જન્મજયંતીના મંગલ આગમનનો સંદેશ સૂચવતું ભાવભીનું મધુર ગીત ગાઈને
સુવર્ણપુરીનું વાતાવરણ મંગલ મહોત્સવની પ્રતીક્ષાથી ગુંજતું કરી દીધું હતું; તે પ્રસંગે
પણ પૂજ્ય ગુરુદેવે પ્રસન્નતાથી ગદ્ગદભાવે હૃદયોદ્ગાર વ્યક્ત કરતાં કહ્યું કે–“બેનોને
ચંપાબેન ઉપર કેટલો પ્રેમ છે!! ચંપાબેનનો જન્મદિવસ ઊજવવા માટે બેનોમાં કેટલી
બધી હોંશ–હરખ છે!! ”
પ્રતીક્ષિત મંગલ મહોત્સવના શુભ દિવસો આવ્યા. ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ
કરવા સર્વપ્રથમ પંચ પરમેષ્ઠી ભગવંતોની ‘મંડલવિધાનપૂજા’ દ્વારા મંગલ પધરામણી
થઈ. ત્રણ દિવસના આ પુનિતોત્સવ નિમિત્તે સ્થાપનાપૂર્વક સમાગત તે પંચ પરમેષ્ઠી
ભગવંતોની વિધિપૂર્વક મંડલવિધાનપૂજા જોડિયાવાળા શ્રી શાંતિલાલ તથા કાંતિલાલ
ગિરધરલાલ શાહ તરફથી રાખવામાં આવી હતી.
શ્રાવણી પૂર્ણિમા–વાત્સલ્યધર્મનું પર્વ–આ મંગલ ઉત્સવના પ્રારંભનો દિવસ.

PDF/HTML Page 6 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ : આત્મધર્મ : ૩ :
વહેલા પ્રભાતથી ત્રણે દિવસ આશ્રમનું નભમંડળ ચોઘડિયાવાદનથી તથા ‘ભારત કી
એક સન્નારી કી કથા સુનાતે હૈં’...વગેરે સુમધુરાં ગીતોથી ગુંજતું હતું. ખરેખર
ભારતવર્ષની આ યુગની અધ્યાત્મજ્ઞાનાનુભૂતિભૂષિત સર્વશ્રેષ્ઠ સન્નારીની જન્મજયંતી
ઊજવવા મુમુક્ષુજનો આનંદવિભોર થયા હતા. આ ઉત્સવને દીપાવવા શ્રી જિનમંદિર,
પરમાગમમંદિર તથા બ્રહ્મચર્યાશ્રમ વિદ્યુત–પ્રસાધનોથી શણગારવામાં આવ્યાં હતાં.
હીરકજ્યોતિ સમા વિદ્યુતસાથિયા તથા વિવિધરંગી વિદ્યુતશણગાર આ મંગલ પ્રસંગની
શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા.
શ્રાવણ કૃષ્ણા બીજ–મંગલ મહોત્સવનો મુખ્ય દિવસ–પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનની જન્મજયંતીનો મંગલ દિન. વહેલા પ્રભાતથી આનંદભેરી સાથ
જન્મવધાઈનાં સુમધુર ગીતોથી તથા જયકારના મંગલ નાદોથી આશ્રમનું વાતાવરણ
આનંદવિભોર થઈ ગયું હતું. પૂજ્ય ગુરુદેવના મંગલ પ્રવચન પહેલાંં બ્રહ્મચારી બહેનોએ
પ્રાસંગિક ગીત દ્વારા તેમના પરમાધાર પૂજ્ય બહેનશ્રી પ્રત્યે શ્રદ્ધા–ભક્તિ અભિવ્યક્ત
કરીને આજના મંગલ મહોત્સવનું મંગલાચરણ કર્યું હતું.
પૂજ્ય બહેનશ્રી કૃપાળુ ગુરુદેવના પ્રવચનમાં પધાર્યાં તે શુભ પ્રસંગે શ્રી
છબલબેન તંબોળીએ પ્રશમરસભીની ગંભીર મુદ્રાયુક્ત બહેનશ્રીના વિશાળ લલાટમાં
કેસરનું તિલક કરી, તેમણે તથા તેમના પરિવારે હીરક જયંતીના પ્રતીકરૂપે હીરા–પન્ના–
સુવર્ણ–પુષ્પો વગેરેથી વધાવી, પૂજ્ય ગુરુદેવના મંગલ સાન્નિધ્યમાં તથા વિશાળ
મુમુક્ષુસમુદાયની ઉપસ્થિતિમાં પૂજ્ય બહેનશ્રીનું અતિ ભાવપૂર્ણ બહુમાન કર્યું હતું. આ
ધન્ય પ્રસંગ અદ્ભુત આશ્ચર્યકારી હતો. તે પ્રસંગની પૂજ્ય બહેનશ્રીની પ્રશમરસઝરતી
ઉદાસીન નિસ્પૃહ મુદ્રા જોઈને પૂજ્ય ગુરુદેવે પણ અહોભાવથી કહ્યું કે, ચંપાબેન તો
ખરેખર મહાન ધર્મરત્ન છે,..પ્રશમરસનો ઢાળો છે,...તેમને બહારનુ્રં આ બધું કાંઈ ગમતું
નથી, પણ ભક્તોને તો ભક્તિપ્રેમથી તેમનું બહુમાન કરવાના ભાવ આવે ને!!
ત્યાર પછી શ્રી ચંપકલાલ મોહનલાલ ડગલી તથા તેમનાં ધર્મપત્ની શ્રી
પ્રભાબેને પૂ. બહેનશ્રીને વધાવીને, હીરક જયંતી–ઉત્સવના મંગલ ઉપલક્ષ્યમાં પૂ.
બહેનશ્રીના ભૂત–વર્તમાન–ભાવી–એમ ત્રણ ભવના સંકેત સૂચવતી સુંદર કળાપૂર્ણ
‘રૌપ્યકૃતિ’ પૂ. બહેનશ્રીના કરકમળમાં સમર્પિત કરી હતી; તે પ્રસંગે શ્રી પ્રભાબેને સકલ
મહિલાસમાજ વતી શ્રદ્ધાંજલિભર્યું ભાવવાહી વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું. પૂ.

PDF/HTML Page 7 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
બહેનશ્રીના બહુમાનના પ્રસંગનું મનોહારી વિરલ દ્રશ્ય જોઈ મુમુક્ષુઓનાં હૈયાં આનંદથી
ઊછળતાં હતાં; જયકારના ઊંચા મધુરા નાદોથી ગગનમંડળ ગુંજી ઊઠયું હતું;
આબાળગોપાળ સૌનાં હૃદયો ભક્તિઊર્મિથી ઊભરાતાં હતાં; સર્વત્ર આનંદ અને
પ્રસન્નતા છવાયેલાં દ્રષ્ટિગોચર થતાં હતાં.
આ મંગલ ઉત્સવના દિવસોમાં પૂજ્ય ગુરુદેવ પ્રસન્નભાવે અનેક વાર બોલતા
હતા કે–ચંપાબેનને બહારનું આ બધું બોજો લાગે છે; પણ લોકોને એમના ઉપર ભાવ છે,
ભક્તિપ્રેમ છે, એટલે લોકો તો એમનો ભાવ પ્રગટ કરે. બેને (ચંપાબેને) તો બધું
જોયા–જાણ્યા કરવું...લોકોનાં ભાગ્ય છે, વળી બાઈઓનાં તો મહાન ભાગ્ય છે કે આ
કાળે બેન (ચંપાબેન) જેવાં ધર્મરત્ન પાક્્યાં છે...એમના ઉપર બધાને એકસરખો પ્રેમ
છે;... લોકો એમના માટે કરે એટલું ઓછું છે;...એમને ક્્યાં કાંઈ છે? એમણે તો જે થાય
તે જોવું–જોયા કરવું;...અમે તો એમાં (લોકો તેમનો જન્મોત્સવ ઊજવે, તેમનું બહુમાન
કરે તેમાં) ખુશી છીએ;...લોકોને ઉત્સાહ છે, ઘણો ઉત્સાહ છે;...બેન તો ધર્મરત્ન છે.
ઉત્સવમાં ઘણું માણસ આવ્યું છે. લોકોને ચંપાબેન ઉપર ઘણા ભાવ છે–એમ
પૂજ્ય ગુરુદેવના હૃદયોદ્ગાર નીકળતા હતા ત્યારે પૂ. બહેનશ્રીએ અતિ અતિ નરમ
થઈને કહ્યું–‘અમે તો અમારા આત્માનું કરવા આવ્યા છીએ (અર્થાત્ અમને આ બધું
ઉપાધિ લાગે છે). પૂજ્ય ગુરુદેવ, તેમની સહજ નિસ્પૃહતા જોઈ, પ્રસન્ન ચિત્તે
ધર્મવાત્સલ્યપૂર્વક બોલ્યા કે,–લોકોને ભાવ થાય,...તમારે જોયા કરવું,...તમારે શું છે?...
લોકોને ભાવ તો થાય ને! મારા હિસાબે તો લોકો જે કંઈ કરે છે તે (પણ) ઓછું છે.
–આ પ્રમાણે વિભિન્ન પ્રસંગે પૂજ્ય ગુરુદેવના શ્રીમુખથી નીકળતાં ઊર્મિભર્યાં
મંગળ વચનો મુમુક્ષુસમાજના આનંદોલ્લાસમાં અભિવૃદ્ધિ કરતાં હતાં.
પ્રવચન પછી શ્રદ્ધાંજલિ–સમર્પણ–સમારોહમાં શ્રી ખીમચંદભાઈ શેઠ, શ્રી
ચંપકભાઈ ડગલી તથા શ્રી ગિરધરલાલભાઈ નાગરદાસ શાહે શ્રદ્ધા–ભક્તિયુક્ત
ભાવભીની અંજલિ સમર્પિત કરી હતી. ત્યાર બાદ હીરક જયંતીની ખુશાલીમાં ‘૬૧’
આંકના એકમથી રૂા. ૩ર૦૦૦ ઉપરાંતની રકમો જ્ઞાનપ્રચાર ખાતે જાહેર થઈ હતી.
આજના માંગલિક દિને પૂ. બહેનશ્રીબેનના ઘરે પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવના
આહારદાનનો આનંદકારી પ્રસંગ હતો. આ પ્રસંગે પૂ. ગુરુદેવના મંગલ વચનોદ્ગાર
[શેષ પૃષ્ઠ ૧૭ માં]

PDF/HTML Page 8 of 49
single page version

background image
વાર્ષિક લવાજમ વીર સં. રપ૦૦
ચાર રૂપિયા શ્રાવણ–ભાદ્ર
વર્ષ ૩૧ ઈ. સ. 1974
અંક ૧૦ AUGUST
[સાધકને પંચપરમેષ્ઠીનો કદી વિરહ નથી]


‘અહો, પંચપરમેષ્ઠી ભગવંતો! મારા સ્વસંવેદનજ્ઞાનના બળે
આપના સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને હું નમસ્કાર કરું છું.’ પ્રવચનસાર
જેવા મહાન પરમાગમનો પ્રારંભ કરતાં ઉત્કૃષ્ટ મંગળરૂપે સર્વે
પંચપરમેષ્ઠી ભગવંતોને આત્મામાં બોલાવીને, એટલે જ્ઞાનમાં તેમના
સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને, આરાધકભાવની ઝણઝણાટી બોલાવતું
જે અપૂર્વ મંગલાચરણ કર્યું છે–તેનાં ભાવભીનાં પ્રવચનો આ અંકમાં
આપ વાંચશો–ત્યારે ખ્યાલ આવશે કે પંચપરમેષ્ઠી ભગવંતો પ્રત્યે
કહાનગુરુના અંતરમાં પરમબહુમાનની કેવી અદ્ભુત ઉર્મિઓ ઉલ્લસે
છે! વાહ રે વાહ! પંચમકાળેય પંચપરમેષ્ઠીનો વિરહ નથી.
પંચમકાળેય સાધકના જ્ઞાનમાં પંચપરમેષ્ઠીભગવંતો હાજરાહજુર
વિદ્યમાન છે. સ્વસંવેદનજ્ઞાનમાં આવા સાક્ષાત્કારપૂર્વક પંચપરમેષ્ઠીને
નમસ્કાર કરતાં આત્મા પણ તેમના જ માર્ગે જાય છે.
[આ અંકના ભાવભીના સંપાદકીય લેખ માટે જુઓ પાનું ૩૪]

PDF/HTML Page 9 of 49
single page version

background image
: ર : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયસુખની મંગલ વીણા
આચાર્યદેવ વિદેહક્ષેત્રમાં ગયા...અતીન્દ્રિય જ્ઞાન ને
અતીન્દ્રિયસુખરૂપે પરિમણેલા તીર્થંકરદેવને અને કેટલાય
કેવળીભગવંતોને નજરે નીહાળ્‌યા, શુદ્ધોપયોગરૂપે પરિણમી–
પરિણમીને કેવળજ્ઞાનને સાધી રહેલા ગણધરાદિ વીતરાગસંતોના
ટોળાંને નજરે દેખ્યા, પોતાના આત્મામાંય એવા શુદ્ધોપયોગની
ધારા વહેતી હતી; અને વળી
કારધ્વનિરૂપે જિનપ્રવચનમાં
અતીન્દ્રિય જ્ઞાન–સુખનું સાક્ષાત્ શ્રવણ કર્યું...એ બધાયનો ધોધ
આચાર્યદેવે આ પ્રવચનસારમાં રેડયો...અને તેના દ્વારા જાણે કે
ભરતક્ષેત્રના જીવોને અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયઆનંદની જ
ભેટ આપી. આજે કુંદકુંદસ્વામીની એ મહાન ભેટ કહાનગુરુ
આપણને આપી રહ્યા છે...ને અતીન્દ્રિય જ્ઞાન–આનંદરસના ઘૂંટડા
પીવડાવી રહ્યાં છે. લીજીયે...ચૈતન્યરસ પીજીયે.

PDF/HTML Page 10 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩ :
મહોત્સવના મંડપમાં પધારેલા પંચપરમેષ્ઠી ભગવંતો.
ભવસમુદ્રના કાંઠે આવેલા મહાત્માદ્વારા શુદ્ધોપયોગની ઝણઝણાટી

પ્રવચનસારના મંગલાચરણમાં પાંચ ગાથા દ્વારા જ્યારે
પંચપરમેષ્ઠી ભગવંતોને બોલાવીને તેમને વંદન કરવાનું ભાવભીનું વર્ણન
ચાલતું હોય ત્યારે પ્રવચનમાં ગુરુદેવ કેવા અદ્ભુત ભાવથી ખીલી ઊઠે છે!
તે તો સીધા શ્રોતાઓ જાણે છે; અહીં આપેલા પ્રવચનમાંથી આત્મધર્મના
પાઠકબંધુઓ તેની થોડીક ઝાંખી કરી શકશે. પાંચવર્ષ પહેલાંં (આત્મધર્મ
અંક ૩૦૦ માં) જ્યારે આ પ્રવચનસારના મંગલપ્રવચનો છપાયા, ને
ગુરુદેવને તે વાંચીને જે મહાન પ્રમોદ જાગ્યો તે આજેય યાદ આવે છે.
‘આત્મધર્મ’ ને માટે ગુરુદેવના શ્રીમુખથી ખૂબ જ પ્રમોદપૂર્વક
‘ધન્યવાદ’ના ઉદ્ગારો ત્યારે નીકળ્‌યા હતા. આજે ફરીથી ગુરુદેવના એવા
જ અદ્ભુત ભાવભીના પ્રવચનો અહીં રજુ કરતાં આનંદ થાય છે. જિજ્ઞાસુ–
સાધર્મીઓ! તમે પણ અતિ બહુમાનપૂર્વક જિનવાણીમાં ઝરતા આનંદરસનું
પાન
કરજો. –બ્ર. હ. જૈન
– બ્ર. હ. જૈન

PDF/HTML Page 11 of 49
single page version

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
મહાવીરનિર્વાણના રપ૦૦ મા વર્ષમાં

પૂ. ગુરુદેવના પ્રવચનમાં એકકોર પ્રવચનસાર ને બીજીકોર
સમયસાર–કળશ,–જાણે અનેકાન્તમય જિનવાણીરથના બે પૈડાં! એ બંને પૈડાં
ઉપર જિનવાણીનો રથ આજેય મોક્ષમાર્ગ તરફ દોડી રહ્યો છે. સમયસારનું
મંગલાચરણ એટલે સિદ્ધપદની ધૂન...ને પ્રવચનસારનું મંગલાચરણ એટલે
પંચપરમેષ્ઠીની ધૂન.–આ રીતે સવાર–બપોરનાં પ્રવચનો સાંભળતાં
સોનગઢમાં તો જાણે સિદ્ધભગવંતોનો અને પંચપરમેષ્ઠીભગવંતોનો મોટો
મંગળ મેળો ભરાયો હોય!–પંચપરમેષ્ઠીઓ જાણે સાક્ષાત્ પધાર્યા હોય!–એવું
વાતાવરણ વર્તી રહ્યું છે. ગુરુદેવ એવા ભાવમાં શ્રોતાઓને ઝુલાવે છે કે જેને
મોક્ષ લેવો હોય તે ચાલ્યા આવો આ મેળામાં! મોક્ષનો આ મંગલમંડપ
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનરૂપી દરવાજાથી તથા વીતરાગચારિત્રરૂપી
તોરણથી શોભી રહ્યો છે. પંચપરમેષ્ઠીને અને સિદ્ધભગવંતોને સાથે લઈને,
એટલે કે તેમનું શુદ્ધસ્વરૂપ પોતાના જ્ઞાનમાં લઈને જે મુમુક્ષુ આ મેળામાં
આવ્યો તે મુમુક્ષુ જરૂર મોક્ષ પામશે. (આવા મંગલ ઉત્સવ–પ્રસંગના ચૈતન્યના
આનંદરસઝરતા પ્રવચનો આપ હવે વાંચશો.)

PDF/HTML Page 12 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : પ :
અપૂર્વ ઉમંગભર્યા વાતાવરણમાં પ્રવચનસારનો પ્રારંભ
વીતરાગસંતોએ માંડી છે પરમ આનંદની પરબ.
પિાસુ જીવો આવો.ને આનંદરસને પીઓ.
આત્માના અતીન્દ્રિયઆનંદરૂપ ને સુખરૂપ પરિણમેલા ભગવંત
પંચપરમેષ્ઠીની પધરામણી–પૂર્વક, પરમઆનંદની પરબ જેવું આ
પ્રવચનસાર–પરમાગમ આજે (શ્રાવણ સુદ સાતમે) શરૂ થાય છે.
શ્રાવણ સુદ સાતમે ‘મોક્ષસપ્તમી’ કહેવાય છે–આજે સમ્મેદશિખરની
સુવર્ણભદ્ર ટૂંક પરથી પારસનાથપ્રભુ મોક્ષ પધાર્યા છે. અહો, તે મોક્ષસુખ
એટલે કે આત્માનું અતીન્દ્રિયસુખ, તેની પ્રાપ્તિનો માર્ગ બતાવનારું આ
પ્રવચનસાર આજે પ્રવચનમાં શરૂ થાય છે.
સ્વસંવેદન–પ્રત્યક્ષ એવો જ્ઞાનસ્વરૂપ હું–આત્મા, પંચપરમેષ્ઠી
ભગવંતોને મારા જ્ઞાનમાં સાક્ષાત્ વર્તમાનકાળગોચર કરીને, નમસ્કાર
કરું છું.–આ રીતે મોક્ષની આરાધનાના મહોત્સવમાં પંચપરમેષ્ઠી
ભગવંતોને બોલાવીને આચાર્યદેવે અપૂર્વ મંગળ સહિત પ્રવચનસારનો
પ્રારંભ કર્યો છે. તે પ્રવચનસાર ઉપર આજે છઠ્ઠી વખત પ્રવચનો શરૂ
થાય છે. પરમાનંદના પિપાસુ ભવ્ય જીવો તેમાં ઝરતા શાંતરસનું પાન
કરીને તૃપ્ત થાઓ.
(–સં.)
આજે આ પ્રવચનસાર શાસ્ત્રની મંગળ શરૂઆત થાય છે. ભગવાન

PDF/HTML Page 13 of 49
single page version

background image
: ૬ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
ટીકામાં તેનાં રહસ્યો ખોલીને અમૃતની રેલમછેલ કરી છે મંગળરૂપે સ્વાનુભવથી પ્રસિદ્ધ એવા
ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને નમસ્કાર કર્યા છે, તથા અનેકાંતજ્ઞાનની સ્તુતિ કરી છે.
જે જ્ઞાન આત્માના આનંદને પ્રગટ કરે ને રાગથી વિરક્ત પરિણમે, તેને જ
જિનાગમનું સાચું જ્ઞાન કહીએ છીએ. જિનાગમ આત્માના આનંદસ્વરૂપને બતાવે છે,
તેથી સમકિતીને જિનાગમની ભક્તિ હોય છે.
સિદ્ધભગવંતોને જે મહાન જ્ઞાન–આનંદ પ્રગટ્યા તે આત્મામાંથી પ્રગટ્યા છે–
એમ જે પ્રતીત કરે છે તેને તેવા જ્ઞાન–આનંદસ્વરૂપ પોતાના આત્માની પ્રતીત થાય છે,
ને તેનો સ્વાદ આવે છે. અહા, આત્માની વીતરાગી શાંતિના સ્વાદની શી વાત?
જગતમાં ક્્યાંય કોઈ વસ્તુમાં એવો સ્વાદ છે જ નહિ.
આવા ઉત્કૃષ્ટ જ્ઞાન–આનંદસ્વરૂપને નમસ્કાર કરતાં આત્મામાં રાગથી જુદો
મંગળ ભાવ પ્રગટે છે.
સમ્યગ્દર્શન થયું ત્યાં આત્મા સુખના સિંહાસને બેઠો...ત્યાં પુણ્ય–પાપ, રાગ–દ્વેષ
ભાવોથી વિરક્ત થઈને તે ચૈતન્યના જ્ઞાનઆનંદસ્વરૂપનો રસિક થયો, હવે પર્યાયે
પર્યાયે તેને ચૈતન્યરસના અમૃત ઝરે છે.
અહો, સર્વજ્ઞની વીતરાગી વાણીરૂપ જિનાગમ! તે ચૈતન્યના આનંદસ્વરૂપનો
સાક્ષાત્કાર કરાવે છે, ને સંસારથી નિવૃત્તિ કરીને આત્માને મોક્ષની આરાધના કરાવે છે.
–આવા જિનાગમ જયવંત હો.
આવા જિનાગમ અને તેનાથી થયેલું સ્વસંવેદન જયવંત વર્તે છે.
અહો, ભરતક્ષેત્રમાં બાર–બાર વર્ષોના ભયંકર દુષ્કાળ પડવા છતાં, આવા
વીતરાગી અમૃતથી ભરેલા જિનાગમ તો જયવંત રહી ગયા, તે ભવ્ય જીવોના મહાન
ભાગ્ય છે.
આ મનુષ્યક્ષેત્રમાં, મહાવિદેહક્ષેત્રમાં સીમંધરનાથ પરમાત્મા તીર્થંકરપણે અત્યારે
બિરાજી રહ્યા છે. મહાવીર પરમાત્મા રપ૦૦ વર્ષ પહેલાંં મોક્ષ પધાર્યા. તે અત્યારે ‘णमो
सिद्धाणं’ એવા સિદ્ધપદમાં બિરાજે છે; તેમણે જે ઉપદેશ આપેલો તેની પરંપરા અત્યારે
ચાલી રહી છે. તેમજ વિદેહમાં બિરાજમાન તીર્થંકરપરમાત્મા સીમંધરપ્રભુ જે ઉપદેશ
સમવસરણમાં આપી રહ્યા છે તે કુંદકુંદાચાર્યદેવે સાક્ષાત્ ઝીલ્યો હતો. તે જિનોપદેશને
પ્રવચન કહેવાય છે, તે પ્રવચનનો સાર આચાર્યદેવે આ પરમાગમોમાં ભર્યો છે. પોતાના
સ્વાનુભવના વૈભવપૂર્વક આ શાસ્ત્રો રચ્યા છે, તે આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવીને,

PDF/HTML Page 14 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૭ :
અતીન્દ્રિય જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ કરાવે છે. આવું મહાન પરમાગમ આજે
પ્રવચનમાં શરૂ થાય છે.
પ્રથમ મંગળરૂપે અમૃતચંદ્રાચાર્ય ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદ–સ્વરૂપ
આત્માને નમસ્કાર કરે છે:
(કળશ: ૧)
જે સર્વવ્યાપી એટલે કે સર્વ પદાર્થને જાણનાર એવા ચૈતન્યસ્વરૂપ છે, જે
આત્માની સ્વાનુભૂતિવડે પ્રસિદ્ધ છે અને જે જ્ઞાન–આનંદસ્વરૂપ છે એવા ઉત્કૃષ્ટ
આત્માને નમસ્કાર હો.
જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ સ્વાનુભવ વડે જ થાય છે, તેને માટે
બીજો ઉપાય નથી. તે અનુભવ માટે તેનું સ્વરૂપ લક્ષગત કરીને, તેના રસપૂર્વક વારંવાર
અંદર તેનું ઘોલન કરવું જોઈએ. ચૈતન્યસન્મુખના ભાવ વડે તેનો અનુભવ થાય છે ને
જ્ઞાન–આનંદનો સ્વાદ આવે છે; આવો ભગવાનનો માર્ગ છે. આ સિવાય રાગ વડે કે
કોઈ પરની સન્મુખતા વડે આત્માના જ્ઞાન–આનંદ પ્રગટતા નથી.–એટલે તે ભગવાનનો
માર્ગ નથી.
ભગવાનનો મારગ આખી દુનિયાથી ભલે જુદો, પણ પંચ પરમેષ્ઠી ભગવંતો
સાથે મેળવાળો છે. જેમાં સ્વસન્મુખ આનંદનું વેદન થાય એવો જિન ભગવાનનો માર્ગ
છે તે અપૂર્વ પાત્રતાથી પ્રાપ્ત થાય છે.
અહો, આત્માની અનુભવદશા, તે કેવળજ્ઞાનની લક્ષ્મીનો લાભ કરાવનાર છે.
જગતની જડ લક્ષ્મીના ઢગલાની જેની પાસે કોઈ જ કિંમત નથી, એવી કેવળજ્ઞાન–
લક્ષ્મીનો દિવ્ય–અદ્ભુત આનંદવૈભવ આત્માના અનુભવથી જ મળે છે.–બીજા કોઈ
કારણની (પુણ્યની કે સંયોગની) અપેક્ષા તેમાં નથી, એકલા પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને
જ અવલંબીને કેવળજ્ઞાન ને મહાઆનંદ પ્રગટે છે, આવો આત્માનો સ્વભાવ જ છે;
આવા ઉત્કૃષ્ટ જ્ઞાન–આનંદસ્વરૂપની પ્રસિદ્ધિને માટે, તે ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને
નમસ્કાર કર્યા છે. આવું અપૂર્વ મંગળ કરીને, પરમાનંદરૂપી સુધારસના પિપાસુ જીવોને
માટે આ પરમાગમની ટીકા દ્વારા આત્મતત્ત્વ પ્રગટ કરવામાં આવે છે,–આત્મતત્ત્વની
અનુભૂતિ વડે ભવ્ય જીવો નિર્વિકલ્પરસનું પાન કરીને પિપાસા મટાડે છે, ને
આનંદરસથી તૃપ્ત થાય છે.
રાગનો અનુભવ તો જીવે અનંતકાળ કર્યો પણ તેની પિપાસા મટી નહિ. જેને

PDF/HTML Page 15 of 49
single page version

background image
: ૮ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
આનંદની પિપાસા છે, જેને ચૈતન્યનો શાંતરસ પીવા માટે એકદમ તરસ લાગી છે, એવા
જીવોને માટે આ પ્રવચનસાર દ્વારા આચાર્યદેવે વીતરાગી શાંતરસની પરબ માંડી છે.–
આવો રે જીવો, આવો! આત્મતત્ત્વનું શુદ્ધસ્વરૂપ જાણીને નિર્વિકલ્પ આનંદરસને પીઓ...
જે જ્ઞાન સામાન્યસ્વરૂપ છે તે જ જ્ઞાન વિશેષસ્વરૂપ છે,–સામાન્ય વિશેષ બંનેમાં
વ્યાપેલું આવું અનેકાંતમય જ્ઞાન જયવંત વર્તે છે; ને આવું અનેકાન્તમય જ્ઞાન રાગથી
જુદું પરિણમતું થકું મોહને જીતી લ્યે છે...ને આત્માને મહાન આનંદ પમાડે છે. બીજા
મંગળ શ્લોકમાં અનેકાન્તમય જ્ઞાનની સ્તુતિ કરતાં કહે છે કે અનેકાન્તમય જ્ઞાન
આત્માના સત્યસ્વરૂપને પ્રકાશીને, મોહઅંધકારને નષ્ટ કરે છે; આવું અનેકાન્તમય
ચૈતન્યતેજ જયવંત વર્તે છે.
ત્યારપછી ત્રીજા શ્લોકમાં કહે છે કે પરમ આનંદના પિપાસુ ભવ્ય જીવોને
ચૈતન્યરસનું અતીન્દ્રિય અમૃત પીવડાવવા માટે આ પરમાગમની ટીકા રચાય છે
આત્માના પરમ આનંદની જેને પિપાસા છે, સંસારસંબંધી કોઈ અભિલાષા જેને નથી,
માત્ર આત્માની શાંતિની જ ચાહના છે, એવા આનંદપિપાસુ જીવોને માટે આ
પ્રવચનસાર પરમાગમની રચના થાય છે; તેના દ્વારા શુદ્ધાત્મતત્ત્વનું જ્ઞાન કરીને
ભવ્યજીવો ખોબેખોબા ભરીને અતીન્દ્રિય આનંદને પીજો. આત્માનો પરમઆનંદ
પીવડાવનારું આ પરમાગમ છે. સંતોએ અતીન્દ્રિય અનુભૂતિમાં જે ચૈતન્યરસ ચાખ્યો
તે આ પરમાગમદ્વારા ભવ્ય જીવોને પીવડાવે છે. જગતની જેને દરકાર નથી, સંસારનું
કોઈ પદ જેને જોઈતું નથી, ચૈતન્યનું આનંદપદ જ જેને જોઈએ છે,–એક આત્માર્થનું જ
જેને કામ છે–એવા જીવોનું હિત વિચારીને આ પરમાગમ દ્વારા તત્ત્વનું સ્વરૂપ પ્રગટ
કરવામાં આવ્યું છે,–કે જે તત્ત્વોને જાણતાં આનંદમય પ્રશમરસ વેદનમાં આવે છે.
શિક્ષણવર્ગ અને પર્યુષણપર્વ
* સોનગઢમાં જૈનદર્શન શિક્ષણવર્ગ: તા. ર૭–૮–૭૪ થી શરૂ કરીને તા.
૧પ–૯–૭૪ સુધી વીસ દિવસ ચાલશે. શિક્ષણવર્ગમાં મોક્ષમાર્ગપ્રકાશક
અધ્યાય ૭, પ્રશ્નોત્તરમાળા ભાગ–ર તથા દ્રવ્યસંગ્રહ ચાલશે; જેમની
પાસે તે પુસ્તકો હોય તેમણે જરૂર સાથે લાવવા સૂચના છે.
* દસલક્ષણી–પર્યુષણપર્વ દ્વિ. ભાદ્ર સુદ પાંચમથી શરૂ કરીને ચૌદસ સુધી
(તા. ર૦–૯–૭૪ થી ૩૦–૯–૭૪ સુધી) ઉજવાશે.

PDF/HTML Page 16 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૯ :
શ્રાવકનાં આચાર
જૈન સદ્ગૃહસ્થ શ્રાવકનું જીવન કેવા સુંદર ધાર્મિક આચારથી
શોભતું હોય છે–તેનું આ વર્ણન છે. તેમાં મૂળ કર્તવ્યરૂપ સમ્યક્ત્વનો
મહિમા, તથા તેને માટે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના સ્વરૂપની
ઓળખાણ કેવી હોય તે ગતાંકમાં બતાવ્યું. હવે તે સમ્યગ્દર્શન
ઉપરાંત અહિંસાદિ વ્રતો કેવાં હોય છે તે આપ અહીં વાંચશો. શ્રી
સકલકીર્તિરચિત શ્રાવકાચાર (અધ્યાય ૧ર) માંથી આ સંક્ષિપ્ત
દોહન આપવામાં આવ્યું છે. (–સં.)
શ્રાવકનાં ૧૧ સ્થાનોમાં પ્રથમ દર્શનપ્રતિમા છે. સમ્યક્ત્વસહિત જેને આઠ
મૂળગુણોનું ધારણ છે અને સાત વ્યસનોનો ત્યાગ છે, તેને જિનદેવે દર્શનપ્રતિમાયુક્ત
દાર્શનિક શ્રાવક કહ્યો છે.
માંસ–મધ–દારૂ તથા પાંચ ઉદમ્બર ફળોનો નિરતિચાર ત્યાગ તે અષ્ટ મૂળગુણ
છે. (ઈંડા તે પણ પંચેન્દ્રિયનું માંસ જ છે.)
માંસને છોડયા વગર જે ધર્મ વાંછે છે તે મૂર્ખ જીવ આંખ વગર નાટક જોવા
ચાહનારા અંધ જેવો છે. રોગાદિ દૂર કરવાના હેતુથી પણ જે મધનો ઉપયોગ કરે છે તે
જીવ મહાપાપથી નરકાદિ દુર્ગતિમાં જાય છે.
પ્રાણોનો ત્યાગ થઈ જાય તો ભલે થઈ જાય પરંતુ ગમે તેવા દુષ્કાળ વગેરેમાં
પણ, અસંખ્ય ત્રસજીવથી ભરેલા એવા પંચઉદમ્બર ફળો વગેરેનું ભક્ષણ કરવું ઉચિત
નથી. હે મિત્ર! ધર્મની પ્રાપ્તિ માટે તું તે બધાનો ત્યાગ કર.
આઠ મૂળગુણ, તે બાર વ્રતોનું મૂળ કારણ છે, અને બાર વ્રતોની પહેલાંં તે
ધારણ કરવામાં આવે છે, તેથી તેને શ્રાવકનાં મૂળગુણ કહેવામાં આવ્યાં છે. તે સ્વર્ગાદિનું
કારણ છે.
દ્યુતક્રીડા, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રી–એ સાતેનું સેવન
મહાપાપરૂપ છે, ને સાત નરકનું તે દ્વાર છે; માટે તે સાતે પાપ–વ્યસનોને હે ભ્રાત! તું
સર્વથા છોડ.

PDF/HTML Page 17 of 49
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
પાપ–રાજાએ પોતાનું રાજ્ય દ્રઢ કરવા માટે, અને પોતાના ધર્મશત્રુનો નાશ
કરવા માટે આ સાત વ્યસનરૂપી સેના રાખી છે, (પણ હે મુમુક્ષુ! તું તેને વશ થઈશ મા.
તારા સમ્યક્ત્વ અને જ્ઞાન–વૈરાગ્યના બળે તેનો મૂળમાંથી નાશ કરી નાંખજે.
સમ્યક્ત્વરૂપી તારું સુદર્શનચક્ર, અને આઠ અંગરૂપી તારું સૈન્ય, તેના વડે સપ્ત વ્યસનની
સેનાને નષ્ટ કરીને અષ્ટગુણને ધારણ કરજે.)
સર્વે જીવો પ્રત્યે દયારૂપ અહિંસા, તેને ગણધરદેવે વ્રતની જનની કહી છે. પાંચે
વ્રતો અહિંસા–માતાના જ પુત્રો છે.
અહિંસા–માતા, માતાની જેમ સર્વે જીવોનું હિત કરનારી છે; તથા તે ગુણોની
જન્મભૂમિ છે, સુખની કરનારી છે, ને સારભૂત સર્વે ગુણોની દાતાર છે; તે સુખની
નિધાન ને રત્નત્રયની ખાણ છે, સદ્ધર્મરૂપી બગીચો ખીલવીને તેના ઉપર સ્વર્ગ–મોક્ષ
ફળ પાકવા માટે તથા દુઃખદાહ દૂર કરીને શીતળશાંતિની છાયા આપવા માટે, આ
અહિંસાને ભગવાને ઉત્તમ મેઘવર્ષા સમાન કહી છે. મુક્તિની સખી એવી આ અહિંસાને
મુનિવરો પણ સેવે છે.
મુનિનાં કે શ્રાવકનાં બધાં વ્રતો આ એક ‘અહિંસાધર્મની સિદ્ધિ’ માટે જ
કહેવામાં આવ્યાં છે. અહિંસાનું પાલન કરનારને બધાં વ્રતો સહજપણે પળાય છે. એના
વગરનાં તપ–વ્રત વગેરે બધાય એકડા વગરના શૂન્યની જેમ નિષ્ફળ છે.
અરેરે! દયા વગરનું જીવતર તે શા કામનું?
અહિંસારૂપ વીતરાગભાવ તે જ સિદ્ધાંતનું સર્વસ્વ છે, તે જ ચારિત્રના પ્રાણ છે,
અને એ જ ધર્મવૃક્ષનું મૂળ છે.
કદાચિત્ સર્પના મુખમાં અમૃત પાકે, ને રાત્રે સૂરજ ઊગે, પણ હિંસા વડે તો ધર્મ
કદાપિ થાય નહીં.
હે શ્રાવકોત્તમ! અહિંસાવ્રતના પાલન માટે, તત્કાળનું ગળેલું પાણી જ વાપરવું
જોઈએ. સડેલું (ડંખવાળું) અનાજ કે સડેલાં ફળ વાપરવાં ન જોઈએ. શત્રુને, કૂતરાં
વગેરે પશુને કે બાળક વગેરેને હાથથી કે લાકડી વગેરેથી મારવા ન જોઈએ,–કેમ કે એ
તો રાક્ષસનું કામ છે. મુખથી પણ ‘હું તને મારી નાંખુ’ ઈત્યાદિ હિંસાનાં વચન બોલવા
ન જોઈએ. પોતાની બધી પ્રવૃત્તિ જીવરક્ષાના પ્રયત્નપૂર્વક સાવધાનીથી કરવી જોઈએ,–
જેથી પોતાના પરિણામમાં કષાયની ઉત્પત્તિ ન થાય, ને વ્રતને યોગ્ય શુદ્ધ–અકષાય
પરિણામ ટકી રહે.

PDF/HTML Page 18 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૧ :
અરે જીવ! તને એક તણખલાનાં કર્કશ સ્પર્શ વડે પણ દુઃખ લાગે છે, તો બીજા
જીવો ઉપર તું શસ્ત્ર કઈ રીતે ચલાવે છે?–શું તું નિર્દયી છો! અરે, નિર્દયરૂપ હિંસાને તો
જગતના બધા વિદ્વાનોએ સદાય નિંદી છે, કેમ કે તે નરકનું કારણ છે ને દુઃખની દેનાર
છે. એવી પાપમય હિંસાને છોડ...ને જીવો ઉપર દયા કર...અકષાયભાવ કર.
હે પ્રભો! અહિંસાવ્રતના પાલનમાં કોણ પ્રસિદ્ધ છે? અને તેને શું ઉત્તમ ફળ
મળ્‌યું? તેની કથા કહો!
સાંભળ, હે વત્સ! અહિંસાવ્રતના પાલનમાં યમપાલ–ચંડાળની કથા પ્રસિદ્ધ છે.
પોદનપુરનગરમાં મહાચલ રાજા; તેને બલનામનો પુત્ર; તે રાજકુમાર દુષ્ટ–
પાપી–માંસભક્ષી હતો. તે રાજ્યમાં યમપાલ–ચંડાળ ગુન્હેગાર જીવોને ફાંસી દેવાનું કામ
કરતો હતો.
હવે એકવાર નંદીશ્વર–અષ્ટા્હનિકાના પવિત્ર દિવસોમાં રાજાએ આજ્ઞા કરી કે
આઠ દિવસ મહામંગળ દિવસો છે, તેમાં સૌએ ધર્મની યથાશક્તિ આરાધના કરવી; અને
આ આઠ દિવસ દરમ્યાન કોઈએ જીવોને હિંસા કરવી નહીં.
–આમ છતાં રાજાની આજ્ઞાનો ભંગ કરીને, તે પાપી રાજકુમારે રાજાના ઘેટાને
મારીને તેનું માંસ ખાધું.–પરંતુ માળી તે દેખી ગયો, અને તેણે રાજાને તે વાત કરી.
આથી રાજા ગુસ્સે થયો, ને આવી જીવહિંસા કરનાર, તથા રાજ્યની આજ્ઞાનો ભંગ
કરનાર રાજકુમારને ફાંસી દેવાનો હુકમ કરી દીધો. રાજપુત્રને ફાંસી દેવાનું કામ
યમપાલ–ચંડાલને સોંપવામાં આવ્યું.
તે દિવસે ચૌદસ હતી.
હવે,–રાજકુમારને ફાંસી દેવા માટે સિપાઈઓ યમપાલને તેડવા આવ્યા.
રાજકુમારને ફાંસી દેવાથી તેના શરીર ઉપરના કિંમતી આભૂષણો તથા વસ્ત્રો યમપાલને
મળશે, ને તે ઘણો ખુશી થશે–એમ સમજીને સિપાઈઓએ તેના ઘરે જઈને સાદ પાડયો.
દૂરથી આ વાત દેખીને, યમપાલ તો ઘરમાં સંતાઈ ગયો; ને સ્ત્રીને કહી રાખ્યું કે
રાજાના માણસો તેડવા આવે તો કહેજે કે હું ઘરે નથી, બહારગામ ગયો છું. (વાંચક!
યમપાલ સંતાઈ કેમ ગયો!–શું તે સિપાઈઓથી ડરતો હતો? ના; તેનું સંતાઈ જવાનું
કારણ બીજું જ હતું. એ વાતની હમણાં ખબર પડશે.)
સિપાઈઓ આવ્યા, ને યમપાલને સાદ પાડયો.
તેની સ્ત્રીએ જવાબ આપ્યો કે તે તો બહારગામ ગયા છે, ઘરે નથી.

PDF/HTML Page 19 of 49
single page version

background image
: ૧ર : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
સિપાઈએ કપાળ કૂટીને કહ્યું:–અરેરે! પુણ્યહીન યમપાલ આજે જ બહારગામ
ચાલ્યો ગયો. જો તે હાજર હોત તો રાજકુમારને મારવાથી તેને કેટલા બધા સોનાના ને
હીરા–રત્નોનાં આભૂષણ મળત! હવે તો તે બીજું કોઈ લઈ જશે!
સિપાઈઓની વાત સાંભળતાં ચંડાલણી–સ્ત્રીને તે આભૂષણનો લોભ લાગ્યો;
તેનાથી રહેવાયું નહીં, એટલે તેણે હાથનો ઈશારો કરીને, યમપાલ ઘરમાં જ સંતાયો છે
–એમ સિપાઈઓને બતાવી દીધું.
સિપાઈઓએ ગુસ્સે થઈને યમપાલને પકડ્યો ને બળાત્કારથી તેને વધસ્થાને લઈ
ગયા. ત્યાં રાજકુમારને તેને સોંપીને કહ્યું કે તું આને માર, અને તેના દાગીના લઈ જા.
યમપાલે કહ્યું કે હું તેને નહીં મારું.
અણઘડ સિપાઈઓ યમપાલના ભાવને સમજી શક્્યા નહીં, ને તેને ધમકાવીને
કહ્યું કે આ રાજકુમાર ગુન્હેગાર છે, ને રાજાની આજ્ઞા છે માટે તું તેને માર. જો રાજાનો
હુકમ નહીં માને તો તું પણ ભેગો મરીશ.
યમપાલે નિર્ભયપણે ઉત્તર દીધો કે ગમે તેમ થાય, પણ આજે મારાથી
રાજકુમારને મારી શકાશે નહીં.
આથી સિપાઈઓ તે યમપાલને પકડીને રાજા પાસે લઈ ગયા અને કહ્યું કે–
મહારાજ! આ ચંડાળ રાજકુમારને આપનો પુત્ર સમજીને મારતો નથી, અને
રાજઆજ્ઞાનો ભંગ કરે છે!
રાજાએ તેને પૂછયું કે તું કેમ રાજપુત્રને મારતો નથી? મારી આજ્ઞા છે, અને
તારો તો આ ફાંસી દેવાનો ધંધો છે; વળી ફાંસી દેવાથી તેના લાખોની કિંમતના
દાગીનાનો તને લાભ થવાનો છે–છતાં તું આજે કેમ ના પાડે છે?
ચંડાળે વિનયથી કહ્યું કે–મહારાજ! મારી વાત સાંભળો! આજે ચૌદસ છે; અને
ચૌદસના દિવસે કોઈપણ જીવનો ઘાત ન કરવો–એવી મારે પ્રતિજ્ઞા છે. પ્રાણ જતાં પણ
હું મારી પ્રતિજ્ઞાનું પાલન કરીશ; એટલે આજે હું કોઈ જીવનો ઘાત કરીશ નહીં. ને તેમાં
વળી અત્યારે તો નંદીશ્વરની અષ્ટા્હનિકાપર્વના મહાન દિવસો છે, તેમાં હું હિંસાનું પાપ
કેમ કરું?
હવે રાજાને કુતૂહલ જાગ્યું; તેણે પૂછયું કે હે ભાઈ! ચૌદસને દિવસે કોઈ જીવને ન
મારવાની પ્રતિજ્ઞા તેં શા કારણે લીધી?–ક્્યારે લીધી?

PDF/HTML Page 20 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૩ :
ત્યારે યમપાલે કહ્યું–મહારાજ! મારી એક નાની કથા સાંભળો! એકવાર મને
ભયંકર સર્પ કરડયો હતો ને તેના ઝેરથી હું મુર્છિત થઈ ગયો હતો; ત્યારે મારા ભાઈ–
બંધુ વગેરે કુટુંબીજનોએ તો મને મરેલો સમજીને મસાણમાં ફેંકી દીધો હતો. પરંતુ
દૈવયોગે ત્યાં સર્વૌષધિ–ઋદ્ધિના ધારક એક જૈન–મુનિરાજ પધાર્યા, અને તેમના શરીરને
સ્પર્શાઈને આવેલી હવા મારા શરીરને લાગતાં જ, શુભકર્મના ઉદયથી મારી મુર્છા દૂર
થઈ ગઈ, મારું ઝેર ઊતરી ગયું ને હું જીવતો રહ્યો. અહા, એ મુનિરાજની વીતરાગતાની
ને તેમના પ્રભાવની શી વાત! બસ! ત્યારથી એ પરમ ઉપકારી મુનિરાજ પાસે મેં વ્રત
લીધું કે ચૌદસના દિવસે હું કોઈપણ જીવની હિંસા નહીં કરું. માટે હે રાજન્! આ પર્વના
દિવસોમાં મારા સર્વ પાપોને શાંત કરવા, હું કોઈ પણ જીવને હણીશ નહીં. હવે આપને
યોગ્ય લાગે તેમ કરો. (અહીં, આ પ્રકારના આંશિક અહિંસાના પાલનમાં પણ
યમપાલને જે શ્રદ્ધા હતી તેટલા પૂરતું તેનું ઉદાહરણ લેવાનું છે. અને તે શ્રદ્ધામાં દ્રઢતાને
લીધે તે પૂર્ણ અહિંસા તરફ આગળ વધી શક્્યો, તેથી શાસ્ત્રોએ તેનું ઉદાહરણ લીધું છે.
અહિંસાનો એક અંશ પણ જેને સારો લાગ્યો, ને પ્રાણાન્તે પણ તેનું પાલન જેણે ન
છોડ્યું, તેને અવ્યક્તપણે પૂર્ણ અહિંસારૂપ વીતરાગભાવ સારો લાગ્યો, ને તેની શ્રદ્ધાનાં
બીજ રોપાણાં.)
આ પ્રમાણે યમપાલે પોતાના વ્રતની વાત કરી; પણ રાજાને યમપાલની વાત
ઉપર વિશ્વાસ ન બેઠો, તેને એમ થયું કે આવું ઉત્તમ અહિંસા–વ્રત આ અસ્પૃશ્ય
ચાંડાળને ક્્યાંથી હોય? આમ વિચારીને તેણે કોટવાલને હુકમ કર્યો કે આ રાજકુમાર
તથા આ ચંડાળ–બંને દુષ્ટ છે, તે બંનેને દોરડાથી બાંધીને, મગરમચ્છથી ભરેલા ભયંકર
સરોવરમાં ફેંકી દો.
–રાજાની આવી આજ્ઞા સાંભળીને પણ યમપાલ પોતાના વ્રતમાં દ્રઢ રહ્યો કે
પ્રાણ જાય તો ભલે જાય પણ વ્રતનો ભંગ હું નહીં કરું.–આમ મરણનો ભય છોડીને
નિર્ભય સિંહની જેમ તે વ્રતમાં દ્રઢ રહ્યો, ને ઉત્તમ ભાવના ભાવવા લાગ્યો...વીતરાગી
અહિંસા તરફ તેના પરિણામ ઉલ્લસવા લાગ્યા.
આ તરફ કોટવાલે રાજાની આજ્ઞા મુજબ બંનેને બાંધીને સરોવરમાં ફેંકયા. પાપી
રાજપુત્રને તો મગર ખાઈ ગયા. પણ, યમપાલ–ચંડાલના વ્રતના માહાત્મ્યથી પ્રભાવિત
થઈને એક દેવીએ સરોવર વચ્ચે રત્નસિંહાસન રચીને યમપાલને તેના ઉપર બેસાડયો,
અને વાજાં વગાડીને તેના વ્રતની પ્રશંસા કરી. આવો દૈવી પ્રભાવ દેખીને રાજા ભયભીત
થયો, ને પ્રભાવિત થઈને તેણે યમપાલની પ્રશંસા કરીને તેનું સન્માન કર્યું. આ રીતે