Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૭૧
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
આ જગતની બધી દુર્લભ વસ્તુઓમાં પણ સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર સૌથી દુર્લભ છે,–એમ જાણીને હે ભવ્યજીવો!
તમે તે ત્રણેયનો મહાન આદર કરો. (–કાર્તિકસ્વામી)
* * *
રે! રત્નત્રય નહિ પામીને જીવ દીર્ઘ સંસારે ભમ્યો;
જિનવર કહે છે એમ, તેથી રત્નત્રયને આચરો.
(–કુંદકુંદસ્વામી)
* * *
रयणत्तयमाराहं जीवो आराहओ मुणेयव्वो ।
आराहणा विहाणं तस्स फलं केवलं णाणं ।।
રત્નત્રયની આરાધના કરનાર જીવને આરાધક જાણવો.
અને તેની આરાધનાના વિધાનનું ફળ કેવળજ્ઞાન છે.
(–મોક્ષપ્રાભૃત)
* * *
રત્નત્રયની આરાધના એ આત્માની જ આરાધના છે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ દ્વિ.–ભાદ્ર (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૩૧ : અંક ૧૧

PDF/HTML Page 3 of 45
single page version

background image
• આત્મશુદ્ધિની વૃદ્ધિનો ઉત્સવ •
ભગવાન મહાવીર–ભવથી તરવા માટે આપણને મોક્ષનો સ્વાશ્રિત માર્ગ
બતાવનારા તીર્થંકર!–જો આપણે રાગને એકકોર રાખીને, અને જ્ઞાનને ૨૫૦૦
વર્ષ લંબાવીને જોઈએ તો આપણી સન્મુખ જ એક સર્વજ્ઞ અને પૂર્ણ
આનંદસ્વરૂપ પરમાત્મા આપણને સાક્ષાત્ દેખાય છે : આ રહ્યા ભગવાન! ને
આ રહ્યો એમનો સુંદર માર્ગ! નમસ્કાર હો તેમને.
વહાલા સાધર્મીઓ! કેવા મહાભાગ્ય છે આપણા–કે આજેય આપણને આવા
સર્વજ્ઞદેવ, અને તેમનો માર્ગ ગુરુપ્રતાપે પ્રાપ્ત છે; ને તેનો મહાન ઉત્સવ આપણે
ઊજવી રહ્યા છીએ. આપણા ઉત્સવનું ધ્યેય છે ‘આત્મહિત’. કેમ આત્મહિત
થાય, ને એકબીજાને આત્મહિતમાં જ પુષ્ટિ કરીએ–એ રીતે સર્વશક્તિથી આ
ઉત્સવ આપણે ઉજવીશું. ગુરુદેવે નિર્વાણોત્સવની મિટિંગ વખતે ટૂંકામાં ઘણું
કહી દીધું છે ‘આપણે તો આત્માની શુદ્ધિની વૃદ્ધિ થાય–તે ખરો ઉત્સવ છે.’–આ
મૂળભૂત વાત સલામત રાખીને પછી બીજી બધી વાત છે.
બંધુઓ, આપણું આત્મધર્મ ગુરુદેવની મંગલછાયામાં, ગંભીરતાપૂર્વક આ
ધ્યેયની પ્રેરણા આપવાનું કાર્ય કરી રહ્યું છે. દિવસે–દિવસે તેની શૈલિ વધુ ને વધુ
વિકસી રહી છે. હજી પણ તેના વધુ વિકાસ માટે, કે તેમાં રહેલી ગંભીરતા
બરાબર ન સમજવાના કારણે, કોઈ જિજ્ઞાસુને કાંઈ પ્રશ્ન ઊઠે કે સૂચના કરવાની
હોય, તો તે સીધેસીધું સંપાદકને જણાવવા નિમંત્રણ છે. પરંતુ સંપાદકને
જણાવવાને બદલે ખોટી રીતે ગેરસમજ ફેલાવીને આત્મધર્મના વિકાસને
નુકશાન પહોંચે તેવું કોઈ ન કરશો; કેમકે આ કાળમાં હજારો જિજ્ઞાસુઓને
આધારભૂત અને જિણવાણીના પ્રચારના સર્વોત્તમ સાધનરૂપ આપણું
‘આત્મધર્મ’ જ છે. અને આવા મહાન કાર્યમાં રહેલી ગંભીર જવાબદારીના
બરાબર ખ્યાલપૂર્વક ખૂબ જ ચીવટથી ને હાર્દિક ભાવનાથી સંપાદક દ્વારા ઘણાં
વર્ષોથી તેનું લેખન–સંપાદન થાય છે. એમાં સહકાર આપીને દેવ–ગુરુ–ધર્મની
પ્રભાવનામાં સાથ આપવો–તે સૌનું કર્તવ્ય છે.
–બ્ર. હ. જૈન

PDF/HTML Page 4 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૧ :
લવાજમ વીર સં. ૨૫૦૦
ચાર રૂપિયા દ્વિ. ભાદ્ર
વર્ષ ૩૧ ઈ. સ. 1974
અંક ૧૧ SEPT.
જાગો, બહાદૂર જૈનયુવાનો જાગો! વહાલા વીરપુત્રો, જાગો!
તમારા આત્માને ઓળખીને વીરમાર્ગમાં પ્રવેશ કરો...મોક્ષમાર્ગના
દરવાજા ખોલી નાખો....ને પ્રભુના માર્ગેર્ આગેકદમ બઢાવો.
અહા, આપણા મહાવીર ભગવાનના મોક્ષના ૨૫૦૦ વર્ષનો એક
મહાન ઉત્સવ આપણે ઊજવી રહ્યા છીએ. આવો સુંદર જૈનધર્મ, અને
આવો મજાનો અવસર,–તેમાં જો તમારા જેવા શૂરવીર યુવાનો એમ
કહેશો કે ‘અમને આત્મા ન ઓળખાય ’–અરે, તો પછી જગતમાં
આત્માને ઓળખશે કોણ? ઓ જવાંમર્દ જવાનો! ઓ બહાદૂર
વીરાંગનાઓ! જગતમાં અજોડ એવા વીરના માર્ગને પામીને તમારે જ
આત્માને ઓળખવાનો છે....ને આત્માને ભવદુઃખથી છોડાવવાનો છે. હે
વીરના સુપુત્રો! આ નિર્વાણમહોત્સવમાં વીરનાથ ભગવાનને શ્રદ્ધાંજલિ
ચડાવતાં દ્રઢ નિશ્ચય કરજો કે હે વીરનાથ વહાલાદેવ! અમે તમારા
સંતાન કાંઈ નમાલા કે પામર નથી, અમે તો વીરસંતાન છીએ....
વીરતાપૂર્વક અમેય આત્માને ઓળખીને તમારા માર્ગમાં આવી રહ્યા
છીએ, ને સમસ્ત જૈનયુવાનો આ જ માર્ગમાં આવશે. અમારા માટે
આપના માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પ્રભો!

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૨ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
અમારા જેવા વીરયુવાનો જ આત્મસાધના વડે આપના માર્ગને
ભરતક્ષેત્રમાં હજી અઢાર હજારને પાંચસો (૧૮, ૫૦૦) વર્ષ સુધી અખંડ
ધારાએ ટકાવીશું. આપ મોક્ષ પધાર્યા પછી આજે અઢી હજાર વર્ષેય
આપનું શાસન જીવંત છે,–તો અમારા જેવા જૈનયુવાનો સિવાય બીજું
કોણ છે કે જે આ માર્ગમાં ચાલશે! પ્રભો! અમે જ આપના વારસ છીએ,
ને અમે આપના માર્ગમાં આત્મસાધના કરશું–કરશું–કરશું, એ અમારી
પ્રતિજ્ઞા છે.
‘અમે તો જિનવરના સંતાન...જિનવરપંથે વિચરશું. ’
વાહ! બહાદૂર યુવાનબંધુઓ–બહેનો! ધન્ય છે તમારી વીરતાને!
તમારી પ્રતિજ્ઞા શીઘ્ર પૂરી કરો ને વીરશાસનને જગતમાં શોભાવો.
વીતરાગતા સાધર્મીપ્રત્યે
પરમ
સાચી ક્ષમા. વાત્સલ્ય હો.
ઋષભ–મહાવીર
અઢીહજારવર્ષ પહેલાંં, આપણા શાસનનાયક વીરનાથ ભગવાન
રત્નત્રયરૂપ વીતરાગ–મોક્ષમાર્ગ બતાવીને સિદ્ધપદને પામ્યા. પ્રભુએ
બતાવેલો આવો સુંદર માર્ગ શ્રી ગુરુપ્રતાપે આજે પણ આપણને મળ્‌યો
છે. આ માર્ગ આપણને ક્રોધાદિ દુઃખભાવોથી છોડાવીને, ચૈતન્યના
અપૂર્વ શાંત ભાવોનો સ્વાદ ચખાડે છે–એ જ અપૂર્વ ક્ષમાધર્મની
આરાધના છે.
આવી આરાધનામાં એકબીજાને આનંદથી સાથ આપીએ
એવી ઉત્તમ ભાવના સહિત ક્ષમા.ક્ષમા!

PDF/HTML Page 6 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૩ :
સર્વજ્ઞ મહાવીરના અતીન્દ્રિયજ્ઞાનો દિવ્ય મહિમા
[સર્વજ્ઞનો નિર્ણય તે ધર્મનું ફળ]
હે જીવો! હે ઉત્સાહી મુમુક્ષુઓ! ભગવાન મહાવીરના ૨૫૦૦
વર્ષીય નિર્વાણમહોત્સવની ઉજવણીના આ મંગલપ્રસંગે સર્વજ્ઞ–
મહાવીરના ચેતનમયી આત્માને દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપે બરાબર
ઓળખો, તેમના જેવા ચેતનસ્વભાવી આત્માનો નિર્ણય કરીને,
તેના અનુભવવડે સમ્યક્ત્વ પ્રગટ કરીને વીરનાથના મોક્ષમાર્ગમાં
પ્રવેશ કરી લ્યો...ને મહા આનંદથી મોક્ષનો મંગલ ઉત્સવ ઊજવો.
સર્વજ્ઞતાના ગંભીર રહસ્યોને ખોલીને, તેનો નિર્ણય કરવા ઉપર જોર
દેતાં ગુરુદેવ કહે છે કે –
અતીન્દ્રિય મહા આનંદનું અવિનાભાવી એવું અતીન્દ્રિય દિવ્યજ્ઞાન,–કે જે જીવનો
સ્વભાવ છે, તેનો પરમ મહિમા આચાર્યદેવે પ્રવચનસારમાં પ્રસિદ્ધ કર્યો છે, અને તેને
ઈષ્ટ–અભિનંદનીય–પ્રાર્થનીય કહ્યું છે.
–આવા અતીન્દ્રિયજ્ઞાનનું સ્વરૂપ નક્કી કરવા જાય ત્યાં જીવનો ઉપયોગ રાગથી
છૂટીને અંદર અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવમાં તન્મય થઈ જાય છે. રાગમાં જેનો ઉપયોગ
તન્મય હોય તે જીવ, રાગ વગરના અતીન્દ્રિયજ્ઞાનનો સાચો સ્વીકાર કરી શકતો નથી;
એટલે અતીન્દ્રિય એવા કેવળજ્ઞાનનો નિર્ણય, તેનો સ્વીકાર અતીન્દ્રિયભાવરૂપ
સમ્યક્ત્વવડે જ થાય છે; ને તેથી સાથે અતીન્દ્રિયઆનંદનો સ્વાદ પણ હોય છે.
આ રીતે સર્વજ્ઞનો નિર્ણય તે જૈનધર્મનું મૂળ છે.
અહો, ક્ષાયિકજ્ઞાનનું પરમ માહાત્મ્ય સર્વોત્કૃષ્ટ છે. એની તાકાતની શી વાત?
જેને કાળ કે ક્ષેત્રનું અંતર નડતું નથી. અનંતકાળ પહેલાંંની કે અનંતકાળ પછીની જે પર્યાયો
અત્યારે વિદ્યમાન નથી, જેનું અત્યારે અસ્તિત્વ નથી, તેને પણ જ્ઞાનની દિવ્યતાકાત વડે

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૪ : આત્મધર્મ : દ્વિ ભાદ્ર : ૨૫૦૦
વર્તમાનમાં જ્ઞેય બનાવી લ્યે છે. વર્તમાન વિદ્યમાન પર્યાયને જેમ પ્રત્યક્ષ જાણે છે તેમ
અવર્તમાન પર્યાયો (–કે જે અત્યારે વિદ્યમાન નથી) તેમને પણ વર્તમાનમાં પ્રત્યક્ષ
જાણી લ્યે છે.–અહો, આવી તાકાતવાળા જ્ઞાનનો નિર્ણય કરે ત્યાં રાગ અને જ્ઞાનનું
અત્યંત ભિન્નપણું થઈ જાય છે.
રાગના કોઈ પણ કણિયાને જ્ઞાનમાં ભેળવે તો જ્ઞાનની અતીન્દ્રિય દિવ્યતાકાત
રહી શકે નહિ. સર્વજ્ઞતાને પામેલા જ્ઞાનમાં પૂર્ણ આનંદ છે પણ રાગનો કોઈ કણિયો
નથી, એવા જ્ઞાનને સ્વીકારનારું શ્રુતજ્ઞાન પોતે પણ રાગથી જુદું પડીને કેવળજ્ઞાનને
બોલાવી રહ્યું છે: હે કેવળજ્ઞાન! આવ.....આવ! ’ અને, સ્વાનુભવના બળે કેવળજ્ઞાન
પણ અંદરથી જવાબ આપે છે કે–આવું છું....આવું છું.....આવું છું.
જુઓ તો ખરા આત્માનો સ્વભાવ!
જ્ઞાન વધીવધીને પૂર્ણ થતાં રાગનો સર્વથા અભાવ કરી નાંખે છે; પણ રાગમાં
એવી તાકાત નથી કે રાગ વધતાં–વધતાં જ્ઞાનનો સર્વથા અભાવ થઈ જાય ને આત્મા
જડ થઈ જાય; ચેતનપણું તો સદાય રહે છે.
અરે જીવ! તારો ચેતનસ્વભાવ તો જો! આવા ચેતનસ્વભાવને રાગ સાથે
ભેળસેળપણું થઈ શકે નહિ. આવા જ્ઞાનનું પૂરું પરિણમન થતાં અતીન્દ્રિય મહાન
આનંદને ભોગવતું જે કેવળજ્ઞાન પ્રગટ્યું, તેનો સર્વોત્કૃષ્ટ મહિમા કુંદકુંદસ્વામીએ એવો
અદ્ભુત ગાયો છે કે તેનો મહિમા જેને લક્ષમાં આવે તેને રાગ સાથે એકતાબુદ્ધિ
ત્રણકાળ ત્રણલોકમાં રહે નહિ, તેને તો રાગથી ભિન્ન ચૈતન્યનો અનુભવ થઈને નિશ્ચય
સમ્યગ્દર્શન થઈ જાય છે.–એ ધર્મીના અનુભવની વાત છે. અજ્ઞાનીના જ્ઞાનમાં
સર્વજ્ઞતાનો દિવ્યમહિમા સમાઈ શકે નહિ; તેથી કહ્યું છે કે હે સર્વજ્ઞ મહાવીરદેવ!
મિથ્યાદ્રષ્ટિનું ચિત્ત આપને પૂજી શકતું નથી, તે આપને ઓળખી જ શકતું નથી તો પૂજે
કઈ રીતે? સર્વજ્ઞપણે આપને ઓળખીને સમ્યગ્દ્રષ્ટિ જ આપને પૂજી શકે છે. અરે,
સર્વજ્ઞતાની પૂજા રાગવડે કેમ થાય! ચૈતન્યચમત્કાર જ્ઞાનમાં આવે તે જ્ઞાનપર્યાય તો
રાગથી છૂટી પડી ગયેલી હોય છે. વાહ! કેવળજ્ઞાનની તાકાતની તો શી વાત!–પણ તે
કેવળજ્ઞાનને સ્વીકારનારા મતિશ્રુતની તાકાત પણ રાગથી પાર અતીન્દ્રિય તાકાતવાળી
છે, આખા ચૈતન્યસ્વભાવનો તેણે સ્વીકાર કર્યો છે ને કેવળજ્ઞાનીના મહાન
અતીન્દ્રિયસુખનો નમુનો તેણે ચાખી લીધો છે. હવે અલ્પકાળમાં તે આગળ વધીને
કેવળજ્ઞાન થવાનું છે.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: દ્વિ ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૫ :
જે જાણતો અર્હંતને ગુણ–દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે!
ઘણા જ ભાવથી ગુરુદેવ કહે છે કે–કુંદકુંદસ્વામીના આ
અફર મંત્રો છે. ચેતનભાવરૂપે અરિહંતદેવના દ્રવ્ય–ગુણ–
પર્યાયને જે જીવ જાણે છે તે જીવ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેમાં જે ચેતનભાવ છે તેને રાગથી ભિન્ન પાડીને,
ચેતનભાવરૂપ સમસ્ત ગુણ–પર્યાયોને પોતાના ચૈતન્યભાવમાં
જ અભેદ–અતર્લીન કરીને, એક અખંડ ચૈતન્યભાવરૂપે પોતાના
આત્માને દ્રષ્ટિમાં લ્યે છે, ત્યાં તેને મોહનો ક્ષય થઈને અપૂર્વ
સમ્યગ્દર્શન પ્રગટે છે. આ સમ્યગ્દર્શનની રીત છે. જુઓ, ધર્મી–
સમ્યગ્દ્રષ્ટિ ચેતનપર્યાયને દ્રવ્યથી દૂર નથી કરતો પણ દ્રવ્યમાં
અંતર્લીન (અભેદ) કરીને અનુભવે છે. ચેતનરૂપ દ્રવ્ય–ગુણ–પર્યાયની અભેદઅનુભૂતિ
તે શુદ્ધનય છે, તે સમ્યગ્દર્શન છે; તેમાં ભેદ પાડવો તે વિકલ્પ છે, તે ભેદના આશ્રયે
સમ્યગ્દર્શન થતું નથી. અભેદરૂપ ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શનાદિ થાય છે. બધાય
અર્હંતોએ પૂર્વે આ જ વિધિએ સમ્યગ્દર્શન કરીને મોહનો નાશ કર્યો છે ને જગતના
જીવોને માટે પણ સમ્યગ્દર્શનની આજ રીત ઉપદેશી છે; બીજી કોઈ રીત નથી.
હે જીવો! હે ઉત્સાહી મુમુક્ષુઓ! ભગવાન મહાવીરના ૨૫૦૦ વર્ષીય નિર્વાણ–
મહોત્સવની ઉજવણીના આ મંગલપ્રસંગે સર્વજ્ઞ–મહાવીરના ચેતનમયી આત્માને દ્રવ્ય–
ગુણ–પર્યાયરૂપે બરાબર ઓળખો, તેમના જેવા ચેતનસ્વભાવી આત્માનો નિર્ણય કરીને,
તેના અનુભવવડે સમ્યક્ત્વ પ્રગટ કરીને વીરનાથના મોક્ષમાર્ગમાં પ્રવેશ કરી લ્યો...ને
મહાઆનંદથી મોક્ષનો મંગલ ઉત્સવ ઊજવો.
જે જાણતો મહાવીરને ચેતનમયી શુદ્ધભાવથી,
તે જાણતો નિજ આત્મને સમકિત લ્યે આનંદથી.
जय महवर
હે આત્માના શોધક! અંતરમાં આ જ્ઞાનસ્વરૂપ આત્માને
અનુભવવા માટે, બીજા બધો કોલાહલ (ચિંતા) છોડીને, એકધારો
છ મહિના પ્રયત્ન કર. નિશ્ચળપણે લગનીથી અંતરમાં તીવ્ર
અભ્યાસ કર...તને જરૂર આત્મપ્રાપ્તિ થશે. આત્માની પાછળ લાગે
તેને સમ્યગ્દર્શન જરૂર થાય જ.

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૬ : આત્મધર્મ : દ્વિ ભાદ્ર : ૨૫૦૦
ધર્મીના અંતરમાં આનંદનો ઉત્સવ
[ધર્માત્માને વર્તતી શુદ્ધ ધર્મપરિણતિ તે મોક્ષનો હીરક મહોત્સવ છે]
શુદ્ધોપયોગરૂપ વીતરાગી ઉપશાંતરસની જે આનંદધારા
શ્રાવણ વદ બીજના મંગલ પ્રવચનમાં ગુરુદેવે વહેવડાવી, તેનો
સ્વાદ આપ આ પ્રવચન દ્વારા ચાખશો. મોક્ષના મહાન ઉત્સવરૂપ
હીરકજયંતી તો ધર્માત્મા પોતાના અંતરમાં ઉજવી રહ્યા છે...ત્યાં
આનંદના અતીન્દ્રિય વાજાં વાગે છે. ભેદજ્ઞાનની વીજળી ચમકે છે,
સમ્યક્ત્વનો ધર્મધ્વજ ફરકી રહ્યો છે, વૈરાગ્યરસની મધુરી અમીવૃષ્ટિ
થઈ રહી છે, ચારિત્રભાવનાનાં મંગલ તોરણ બંધાયા છે. અહાહા,
કેવો સુંદર છે ધર્માત્માના અંતરનો મહોત્સવ!–આવા ધર્માત્માના
મંગલ ઉત્સવમાં ભાગ લેતાં કોને આનંદ ન થાય ? મોક્ષને
સાધવાના આવા મંગલ ઉત્સવમાં ભાગ લેતાં મુમુક્ષુહૈયું
આનંદરસતરબોળ બને છે....ને ગુરુદેવ પ્રવચનમાં પણ આનંદરસના
ધોધ વહેવડાવીને શ્રોતાજનોને તે આનંદરસનું પાન કરાવેે છે.
આવો. ....આપ પણ આનંદરસનું પાન કરો... (–સં.)
આ પ્રવચનસારની ૧૧ મી ગાથામાં ધર્મપરિણત જીવની વાત છે. જેણે
અનુભૂતિમાં રાગથી ભિન્ન ચૈતન્યતત્ત્વને અનુભવ્યું છે એટલે રાગ વગરના શુદ્ધોપયોગ–
ધર્મરૂપે જે પરિણમી રહ્યો છે તે જીવ, જો રાગ વગરના પૂર્ણ શુદ્ધ ઉપયોગરૂપ વર્તે તો
મોક્ષસુખને પામે છે. ને તે જ ધર્મપરિણતિવાળો જીવ જો શુભરાગસહિત હોય તો
સ્વર્ગસુખને પામે છે;–મોક્ષ નથી પામતો; માટે શુભરાગ હેય છે, ને શુદ્ધઉપયોગ જ
ઉપાદેય છે.
અહીં એકલા શુભરાગવાળાની વાત નથી, પણ શુદ્ધોપયોગ–સહિત ધર્મરૂપે જે
પરિણમ્યો છે એવા મોક્ષમાર્ગી જીવની વાત છે. ને તેને પણ જે શુભરાગ છે તે

PDF/HTML Page 10 of 45
single page version

background image
: દ્વિ ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૭ :
કાંઈ ધર્મપરિણતિ નથી, પણ તે રાગ વખતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જેટલું
પરિણમન છે તેટલો ધર્મ છે; તે ધર્મનું ફળ અતીન્દ્રિયસુખ છે, તે ઉપાદેય છે; ને શુભરાગ
તો સ્વર્ગના ભવનું કારણ છે તેથી તે ઉપાદેય નથી.
આજના મંગળમાં ‘ધર્મપરિણત આત્મા’ ની વાત આવી છે.
આત્માનો જેવો શુદ્ધસ્વભાવ છે તેવો પર્યાયમાં પરિણમ્યો, તે જીવ ધર્મપરિણત
સ્વભાવવાળો વર્તે છે....તેના શુદ્ધોપયોગનું ફળ તો અનંત અપૂર્વ આહ્લાદરૂપ આત્મિક
આનંદ સહિત કેવળજ્ઞાનની પ્રાપ્તિ છે તેથી ઈષ્ટફળવાળો તે શુદ્ધોપયોગ પ્રશંસનીય છે,
ઉપાદેય છે; ને રાગપરિણતિ તો અનિષ્ટ છે, હેય છે.
જે શુભરાગ છે તે શુદ્ધોપયોગરૂપ ધર્મપરિણતિથી વિરૂદ્ધ છે; તે શુભરાગરૂપ
વિરોધી શક્તિ વગરનો જે શુદ્ધોપયોગધર્મ છે તે સાક્ષાત્ મોક્ષનું કારણ છે.
અને, ધર્મપરિણતિ સહિત હોવા છતાં તે જીવ જો શુભરાગ સહિત વર્તે તો,
મોક્ષને સાધવારૂપ સ્વકાર્યને તે કરી શકતો નથી પણ તે રાગથી તો દુઃખદાહ જેવો
સ્વર્ગનો ભવ થાય છે.–જો કે તે વખતે પણ તે જેટલી શુદ્ધપરિણતિરૂપ પરિણમ્યો છે
તેટલું મોક્ષસાધન અને તેટલી શાંતિ તો તેને વર્તે જ છે.
આત્મા ધ્યાતા–ધ્યાન–ધ્યેય ત્રણેની એકતારૂપ નિર્વિકલ્પદશારૂપે પરિણમ્યો તે તો
સાક્ષાત્ધર્મ છે, તેમાં શુભરાગનોય અભાવ છે. અહો, શુદ્ધોપયોગ જ ધર્મ છે, ને
શુભોપયોગ તે ધર્મ નથી.–જુઓ, આ વીતરાગીસંતોની વીતરાગરસઝરતી સ્પષ્ટ વાણી!
સંતો તો શુદ્ધોપયોગ–પરિણતિ વડે મોક્ષને સાધવાનું કામ અંતરમાં કરી રહ્યા છે; ત્યાં
વચ્ચે રાગ આવે તેને તો મોક્ષમાં વિઘ્નરૂપ સમજીને છોડવા માંગે છે.
અહો, આત્મા તો વીતરાગમૂર્તિ! તેની સ્વભાવપરિણતિ તે જ ધર્મ છે.
ધર્માત્માની ચૈતન્યપરિણતિ તો શાંત થઈને અંતરમાં ઠરે છે, તે બહાર ઊછાળા નથી
મારતી; ને શુભરાગપરિણતિ તો બહારમાં ઊછાળા મારે છે, તેમાં આકુળતા છે. રાગનું
કાર્ય તો બંધન છે, ને શુદ્ધપરિણતિનું કાર્ય તો મોક્ષ છે, બંનેનાં કાર્ય એકબીજાથી
વિરુદ્ધ છે.
મોક્ષનું કાર્ય કરવા માટે સમર્થ તો શુદ્ધોપયોગ છે; ને શુભરાગ તો મોક્ષનું
કાર્ય કરવા અસમર્થ છે. મોક્ષનાં કારણરૂપ જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે રાગ
વગરનાં છે.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૮ : આત્મધર્મ : દ્વિ ભાદ્ર : ૨૫૦૦
અરે, ત્રણકષાયનો અભાવ થઈને ઉપશમરસ જેમને વર્તે છે એવા
મુનિભગવંતોને પણ સંજ્વલનનો જરાક શુભરાગ રહી જાય ત્યાં સુધી તેમને મોક્ષકાર્ય
થતું નથી; મોક્ષના કિનારે તો આવી ગયા છે પણ સંજ્વલન–રાગ સાક્ષાત્ મોક્ષકાર્ય
થવા દેતો નથી. અરે જીવ! ધર્મરૂપે પરિણમેલા મુનિ–મહાત્માનો શુભરાગ પણ મોક્ષને
રોકનાર છે, તો બીજા રાગની તો શી વાત? રાગમાત્ર મોક્ષથી વિરુદ્ધ કાર્ય કરનાર છે, તે
મોક્ષનું સાધન થનાર નથી. રાગને જે મોક્ષનું સાધન માને છે તે તો મોક્ષમાર્ગથી સર્વથા
વિરુદ્ધ વર્તે છે; અને રાગને જે મોક્ષનું સાધન નથી માનતા, રાગ વગરની
ધર્મપરિણતિરૂપે જે પરિણમ્યા છે એવા ધર્મપરિણત–જીવને પણ જેટલો શુભરાગ છે તે
તો મોક્ષથી વિરુદ્ધકાર્ય કરનારો જ છે.–મોક્ષ અને બંધના કારણોનું આવું સ્વરૂપ ઓળખે
તેને ભેદજ્ઞાન થાય, ને મોક્ષમાર્ગ પ્રગટે.
–તે જાણે છે કે મારા સમ્યક્ત્વાદિ ચૈતન્યભાવનો કોઈ અંશ રાગમાં નથી, ને
રાગ મારા શુદ્ધચૈતન્યભાવમાં નથી. ભેદજ્ઞાનના બળે શુદ્ધપરિણતિરૂપ ધર્મ તો જ્ઞાનીને
નિરંતર વર્તે છે, એટલો તો રાગ તેને થતો જ નથી.
અરે, આવા વીતરાગધર્મને ઓળખાણમાં તો લે. એને ઓળખતાંય તને
આત્મામાંથી મોક્ષસુખનો નમૂનો આવી જશે. જેણે મોક્ષસુખનો સ્વાદ ચાખ્યો તે જીવ
દુઃખદાહરૂપ રાગના કોઈ અંશને ઉપાદેય સમજે નહિ...તે તો આનંદરસનો અનુભવ
વધારતો વધારતો મોક્ષને સાધે છે...એવા આત્મામાં સદાય મંગલ ઉત્સવ છે.
* મીઠી–મધુરી વાણી *
ભગવાનની વાણી કેવી છે? કે મધુર છે...પરમાર્થરસિક જીવોના
મનને હરનારી છે...ભગવાનની વાણીમાં ચૈતન્યનો મહિમા ઝળકી રહ્યો
છે, તે સાંભળતાં જ પરમાર્થરસિક જીવો મુગ્ધ બની જાય છે: વાહ પ્રભુ!
તારી વાણી અલૌકિક ચૈતન્યને પ્રકાશનારી છે. ચૈતન્યના નિર્વિકલ્પ
આનંદનો સ્વાદ ચખાડનારી આપની વાણી, તેની મધુરતાની શી વાત!
એની મીઠાશની શી વાત! એ વાણીનો નાદ એક વાર પણ જેણે
સાંભળ્‌યો તેનું મન હરાઈ જાય છે, એટલે ચૈતન્ય સિવાય બીજા કોઈ
પદાર્થમાં એનું મન લાગતું નથી.

PDF/HTML Page 12 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૯ :
પ્રવચનસર
વીતરાગચારિત્રના ફળસ્વરૂપ અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયસુખ
–તેના દિવ્ય મહિમાની મંગલ વીણા
ભગવાનની દિવ્યવાણીરૂપ જે પ્રવચન, તેનો સાર શું? તે આ પ્રવચનસારમાં
કુંદકુંદાચાર્યદેવે બતાવ્યું છે; અને અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વપ્રદીપિકા નામની ટીકા રચી છે–
જે દીપકની માફક તત્ત્વોનું સ્વરૂપ પ્રકાશે છે. તેઓ ટીકાના મંગલાચરણમાં જ્ઞાનાનંદ–
સ્વરૂપ ઉત્કૃષ્ટ આત્માને નમસ્કાર કરે છે. તે આત્મા કેવો છે? કે સ્વાનુભવપ્રસિદ્ધ છે.
આવા સ્વાનુભવ–પ્રસિદ્ધ પરમાત્માને ઓળખીને તેને જે નમસ્કાર કરે છે તેને પોતામાં
પણ પોતાનો આત્મા સ્વાનુભવ–પ્રસિદ્ધ થાય છે.
બધાય આત્મા ઉત્કૃષ્ટ જ્ઞાન–આનંદસ્વરૂપ છે; તેને ઓળખીને સ્વાનુભવ કરતાં
તે પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે. અહો, જ્ઞાનઆનંદ જેને પૂર્ણ પ્રગટી ગયા છે એવા ઉત્કૃષ્ટ
સિદ્ધપરમાત્મા, તે સર્વે પરમાગમના સારરૂપ છે. જિનવાણીરૂપ પ્રવચન, તેનો સાર એ
છે કે સ્વાનુભવ વડે આત્મપ્રસિદ્ધિ કરીને સિદ્ધદશા પ્રગટ કરવી.
પંચપરમેષ્ઠી મંગલસ્વરૂપ છે. શાસ્ત્રકાર અને ટીકાકાર બંને આચાર્ય ભગવંતો
પોતે પણ પરમેષ્ઠીસ્વરૂપ છે. પણ હજી પૂર્ણદશારૂપ સર્વજ્ઞપદ નથી પ્રગટ્યું તેથી પૂર્ણ–
દશારૂપ પરમાત્માને નમસ્કાર કરે છે.
અનેકાન્ત–પ્રકાશ જયવંત હો
બીજા શ્લોકમાં આચાર્યદેવે અનેકાન્તમય જ્ઞાનની સ્તુતિ કરી છે. અનેકાન્તમય
તેજ–પ્રકાશ મોહઅંધકારને નષ્ટ કરે છે, ને સ્વ–પર પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રકાશે છે.
આવું આનંદમય અનેકાન્ત જ્ઞાન–તેને નમસ્કાર હો. ભગવાને કહેલાં શાસ્ત્રો અનેકાન્ત
સ્વરૂપના પ્રકાશક છે તે જયવંત છે. ને અનેકાન્તસ્વરૂપ આત્માને પ્રકાશનારા ભાવશ્રુત–
જ્ઞાનરૂપ અનેકાન્તપ્રકાશ, તે પણ સાધકપણામાં સદા જયવંત વર્ત છે, એટલે તે ભાવ–
શ્રુત વચ્ચે ભંગ પડ્યા વગર કેવળજ્ઞાનને સાધશે. અનેકાન્તમય જ્ઞાનપ્રકાશ જગતના
સ્વરૂપને પ્રકાશે છે અને મોહ–અંધકારને નષ્ટ કરે છે.–તેને સદા જયવંત કહીને સ્તુતિ
કરી.

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
પરમ આનંદનો પિપાસુ
ત્યારપછી ત્રીજા શ્લોકમાં એમ કહ્યું કે હું આ પરમાગમની ટીકા કરું છું.–કોને
માટે કરું છું? કે પરમ આનંદરૂપી સુધારસના પિપાસુ ભવ્યજીવોના હિતને માટે આ ટીકા
કરું છું. જેને ચૈતન્યના આનંદની જ પિપાસા છે, જેને પુણ્યની કે સ્વર્ગાદિ વૈભવની
અભિલાષા નથી, જેને ચૈતન્યના અતીન્દ્રિય પરમાનંદની જ અભિલાષા છે, એવા મુમુક્ષુ
જીવોના હિતને માટે આ ટીકા રચાય છે. અહો જેના અંતરમાં પરમ આનંદને માટે તૃષા
છે એવા જીવોને માટે સંતોએ આ આનંદનું પરબ ખોલ્યું છે. આ ટીકાવડે આનંદરસનું
પરબ બાંધ્યું છે,–જેને આનંદરસનું પાન કરવું હોય તેને માટે આ પરબ છે. અહો જીવો!
આ શાસ્ત્રમાં કહેલા અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયસુખના ભાવો સમજતાં તમને
પરમઆનંદની પ્રાપ્તિ થશે...ને તે આનંદ વડે તમને તૃપ્તિ થશે. પરમ આનંદનો અનુભવ
પ્રગટે તે જ આ શાસ્ત્રનો હેતુ છે.
હે ભાઈ, તું ચૈતન્યના આનંદનો જ પિપાસુ થઈને સાંભળજે; રાગની
અભિલાષા કરીશ નહિ; ‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ. ’–આમ
આત્માના આનંદનો પિપાસુ થઈને જે જીવ આ શાસ્ત્ર સાંભળશે તેને અવશ્ય પરમ
આનંદની પ્રાપ્તિ થશે.
* * *
શાસ્ત્રકર્તા મહાત્માની ઓળખાણ
હવે પાંચ મંગળ–ગાથા શરૂ કરતાં પહેલાંં અમૃતચંદ્રાચાર્યદેવ ઉપોદ્ઘાતમાં
શાસ્ત્રકાર કુંદકુંદાચાર્યદેવની ઓળખાણ તથા મહિમા પ્રગટ કરે છે: જુઓ, કુંદકુંદસ્વામી
તો (અમૃતચંદ્રસ્વામીની પહેલાંં) હજાર વર્ષ પહેલાંં થઈ ગયેલા છે, છતાં હજાર વર્ષ
પછી પણ તેમની અંતરંગદશાને અમૃતચંદ્રાચાર્યે ઓળખી લીધી છે. તેઓ કહે છે કે
અહો! સંસારસમુદ્રનો કિનારો તેમને અત્યંત નિકટ છે; તેમને સાતિશય જ્ઞાનજ્યોતિ
પ્રગટ થઈ છે. જુઓ, એક ભાવલિંગી સંતની દશાને બીજા ભાવલિંગીસંત ઓળખી લ્યે
છે; પોતાના જ્ઞાનની વિશેષ નિર્મળતાને પણ ઓળખી લ્યે છે. આત્માની નિર્મળ
જ્ઞાનજ્યોત રાગથી તદ્ન જુદી છે. આવી જ્ઞાનજ્યોત પોતાને પણ પ્રગટી છે. ને
કુંદકુંદાચાર્યદેવને પણ હજાર વર્ષ પહેલાંં પ્રગટી હતી–એમ તેમના વચન ઉપરથી જાણી
લીધું છે. સમસ્ત એકાન્તવાદની વિદ્યાનો અભિનિવેશ જેમને છૂટી ગયો છે, એટલે
અજ્ઞાનનો વ્યય થયો છે,–ને શેની ઉત્પત્તિ થઈ છે? કે પારમેશ્વરી અનેકાન્તવિદ્યા જેમને
પ્રગટી છે; જેઓ ચારિત્રદશા પ્રગટ

PDF/HTML Page 14 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૧૧ :
કરીને અત્યંત મધ્યસ્થ થયા છે, બધા પુરુષાર્થના સારભૂત અને આત્માને ઉત્કૃષ્ટ હિતરૂપ
એવી મોક્ષલક્ષ્મીને જ જેમણે ઉપાદેય કરી છે, વચ્ચે સરાગચારિત્રના ફળમાં સ્વર્ગવૈભવ
આવશે ખરો પણ તેને ઉપાદેય નથી કર્યો, તેને તો અનિષ્ટફળ જાણીને હેય કર્યો છે,
શુદ્ધોપયોગને અને તેના ફળરૂપ મોક્ષને જ ઉપાદેયરૂપે સ્વીકાર્યો છે. મોક્ષ એટલે
અતીન્દ્રિય પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ સુખ–તે જ આત્માને પરમ હિતરૂપ છે. અને એવી
મોક્ષદશા ભગવંત પંચપરમેષ્ઠીના પ્રસાદથી ઊપજે છે. પંચપરમેષ્ઠીનો ઉપદેશ ઝીલીને
પોતે પોતામાં મોક્ષમાર્ગ પ્રગટ કર્યો, ત્યારે પંચપરમેષ્ઠી ભગવંતોની પ્રસન્નતા થઈ–એમ
ભક્તિથી કહેવાય છે, કેમકે મોક્ષમાર્ગ પ્રગટ કરવામાં પંચપરમેષ્ઠી જ નિમિત્ત હોય છે,
વિપરીત નિમિત્ત હોતું નથી. આમ યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવવા, તેમના પ્રત્યેની
પરમ ભક્તિને લીધે, તેમના પ્રસાદથી જ મોક્ષ ઊપજે છે–એમ કહેવામાં આવે છે. આવી
મોક્ષલક્ષ્મીને જ આચાર્યદેવે ઉપાદેયપણે નક્કી કરી છે. અહો, આવા મહાત્મા તને
આત્માના ઉત્કૃષ્ટ જ્ઞાન–આનંદની વાત સંભળાવે છે, તો હે ભાઈ! તું પણ તે તરફના
અપૂર્વ ઉલ્લાસ ભાવથી સાંભળીને તારા ઉપયોગને તેમાં એકાગ્ર કરજે એટલે તને પણ
અંતરમાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ઉપલબ્ધિ થશે.
જેમણે શુદ્ધોપયોગ દ્વારા મોક્ષલક્ષ્મીને ઉપાદેય કરી છે એવા મહાત્મા તને
મોક્ષસુખની વાત સંભળાવે છે. તું પણ તેને ઉપાદેય કરજે; રાગને કે પુણ્યને ઉપાદેય
કરીશ નહીં. વીતરાગભાવરૂપ જે મોક્ષપુરુષાર્થ તે જ સારરૂપ છે; શુભરાગનો પુરુષાર્થ
સારરૂપ નથી, ઉપાદેય નથી; વીતરાગભાવના ફળરૂપ મોક્ષલક્ષ્મી તે જ ઉપાદેય છે. શુભ–
રાગના ફળમાં સ્વર્ગનો વૈભવ મળે ત્યાં પણ જીવ આકુળતાથી દુઃખી જ છે, એમ
આગળ બતાવશે.
જેણે આવી વિવેકજ્યોતિ પ્રગટ કરીને મોક્ષનો પુરુષાર્થ કર્યો તેના ઉપર ભગવંત
પંચપરમેષ્ઠીની કૃપા થઈ, પરમેષ્ઠી ભગવંતો તેના ઉપર પ્રસન્ન થયા. એટલે કે સાધક–
દશામાં જીવને આવા આત્મસ્વરૂપ પામેલા પંચપરમેષ્ઠી જ નિમિત્તરૂપે હોય, એનાથી
વિરુદ્ધ નિમિત્ત ન હોય. તેથી યથાર્થ નિમિત્તની પ્રસિદ્ધિ કરવા કહ્યું કે મોક્ષલક્ષ્મીની
ઉત્પત્તિ ભગવંત પંચપરમેષ્ઠીના પ્રસાદથી થાય છે. વીતરાગભાવરૂપે પરિણમેલા જીવો જ
વીતરાગી મોક્ષમાર્ગના નિમિત્ત થાય છે.
સમયસારની પાંચમી ગાથામાં પણ નિજ–આત્માના વૈભવનું વર્ણન કરતાં આચાર્યદેવ
કહે છે કે ભગવાન સર્વજ્ઞદેવથી માંડીને અમારા ગુરુપર્યંત જે પરાપર ગુરુઓ–તેમણે

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
અનુગ્રહપૂર્વક અમને જે શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો તેના વડે અમને નિજવૈભવની પ્રાપ્તિ
થઈ છે. પોતાને જે નિજવૈભવ પ્રગટ્યો તેમાં નિમિત્ત કોણ છે તેની પ્રસિદ્ધિ કરીને
વિનય કર્યો છે.
જેમ ગતિક્રિયામાં ધર્માસ્તિ જ નિમિત્ત હોય, તેમ વીતરાગી મોક્ષમાર્ગમાં ગમન
કરવામાં ધર્મરૂપે પરિણમેલા વીતરાગી–પંચપરમેષ્ઠી ભગવંતો જ નિમિત્ત હોય.
આચાર્યદેવ કહે છે કે પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને, તેમના પ્રસાદથી મેં
સાક્ષાત્ મોક્ષમાર્ગ અંગીકાર કર્યો છે. હું મોક્ષમાર્ગનો આશ્રય કરું છું, એટલે કે
શુદ્ધાત્મામાં એકાગ્ર થતાં મોક્ષમાર્ગ પર્યાય પ્રગટી જાય છે તેને મોક્ષમાર્ગનો આશ્રય કર્યો
–એમ કહેવાય છે.
આવી અદ્ભુત દશાવાળા કોઈ મહાત્મા આ પ્રવચનસારના પ્રારંભમાં તીર્થનાયક
મહાવીર ભગવાન વગેરે પંચપરમેષ્ઠી ભગવંતોને ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે,–
જાણે પંચપરમેષ્ઠી ભગવંતો પોતાની સન્મુખ સાક્ષાત્ બિરાજતા હોય તેમ તેમને
નમસ્કાર કરે છે, અને વીતરાગ–શુદ્ધોપયોગરૂપ ચારિત્ર અંગીકાર કરવાની પ્રતિજ્ઞા કરે છે.
“સ્વસંવેદન–પ્રત્યક્ષ આ જ્ઞાનદર્શનસ્વરૂપ હું”
ધર્મી પંચપરમેષ્ઠીને વંદન કરતાં તે પંચપરમેષ્ઠીનું સ્વરૂપ તો ઓળખે છે ને સાથે
પોતાનું પરમાર્થસ્વરૂપ કેવું છે તે પણ ઓળખે છે. નમસ્કાર કરનાર હું કેવો છું? કે
સ્વસંવેદનથી પ્રત્યક્ષ જ્ઞાનદર્શનસ્વરૂપ છું. દેહની ક્રિયારૂપ હું નથી, વંદનના રાગનો
વિકલ્પ ઊઠ્યો તે વિકલ્પસ્વરૂપ હું નથી, હું તો જ્ઞાનદર્શનસ્વરૂપ છું, ને મારા આવા
આત્માને મેં સ્વસંવેદનમાં પ્રત્યક્ષ કર્યો છે, એટલે જેમને નમસ્કાર કરે છે તેમના જેવો
અંશ પોતામાં પ્રગટ કરીને નમસ્કાર કરે છે.
આવો સ્વસંવેદનપ્રત્યક્ષ હું, પ્રથમ તો શ્રી વર્દ્ધમાનદેવને નમસ્કાર કરું છું–કેમકે
તેઓ પ્રવર્તમાન તીર્થના નાયક છે. વળી કેવા છે ભગવાન વર્ધમાનદેવ? સુરેન્દ્રો, નરેન્દ્રો
ને અસુરેન્દ્રોથી વંદિત છે તેથી ત્રણલોકના એક સર્વોત્કૃષ્ટ ગુરુ છે. ઊર્ધ્વલોકના સુરેન્દ્રો,
મધ્યલોકના નરેન્દ્રો ને અધોલોકના ભવનવાસી વગેરે અસુરેન્દ્રો એમ ત્રણ લોકના
જીવોથી ભગવાન વંદનીય છે. કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવો ન માને તેની ગણતરી નથી કેમકે
ત્રણ લોકના ઈન્દ્ર વગેરે મુખ્ય જીવો ભગવાનને વંદે છે, તેથી ત્રણલોકથી ભગવાન
વંદનીય છે.
વળી ભગવાને ઘાતિકર્મને ધોઈ નાખ્યા છે તેથી સર્વજ્ઞતા પ્રગટી છે, અનંત–
શક્તિરૂપ પરમેશ્વરતા પ્રગટી છે, ભગવાનને પ્રગટેલી અનંતશક્તિરૂપ પરમેશ્વરતા જગત

PDF/HTML Page 16 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૧૩ :
અનુગ્રહ કરવામાં સમર્થ છે. ભગવાનની વાણીની વાત અહીં ન લીધી. પણ
સીધી ભગવાનના આત્માની વાત લીધી; ભગવાનના આત્માને પ્રગટેલી
અનંતશક્તિરૂપ પરમેશ્વરતા જગત ઉપર ઉપકાર કરવા સમર્થ છે. એટલે તે
પરમેશ્વરતાને જે સમજે તેને તેવી પરમેશ્વરતા પ્રગટે, અને તેમાં ભગવાનનો ઉપકાર છે.
ભગવાન તો ત્રણલોકના જીવોને અનુગ્રહ કરવા સમર્થ છે,–એટલે જે કોઈ જીવો
ભગવાનની વીતરાગી પરમેશ્વરતાને ઓળખે છે તેને પોતાનો આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષ
થઈને મોક્ષમાર્ગ પ્રગટે છે; એવો મોક્ષમાર્ગ પોતામાં પ્રગટ કરીને ધર્માત્મા કહે છે કે
અહો, અમારા ઉપર તો ભગવાનનો મહાન અનુગ્રહ છે; અમે સ્વસંવેદનથી આત્માને
પ્રત્યક્ષ કર્યો, ને ભગવાને તેમ કરવાનું જ કહ્યું, તેથી ભગવાનનો અમારા ઉપર પરમ
અનુગ્રહ થયો, આવો અનુગ્રહ કરનારા ભગવાનને નમસ્કાર કરું છું.
ભગવાન પોતે તીર્થસ્વરૂપ હોવાથી યોગીઓને તારવાને સમર્થ છે. ભગવાન
પોતે ભવથી તર્યા છે ને જે યોગીઓ નિજસ્વરૂપમાં ઉપયોગને જોડીને ભવથી તરી રહ્યા
છે તેમને તારવાને ભગવાન સમર્થ છે. સ્તુતિકાર કહે છે કે હે ભગવાન! તરવાનો ઉપાય
તો અમે કરીએ ને તમે અમને તારનારા કહેવાઓ–તેમાં તો શું નવાઈ! પરંતુ અમારા
પુરુષાર્થ કર્યા વગર તમે અમને તારી દ્યો–તો તારનારા ખરા! અમે પુરુષાર્થ કરીએ ને
અમે તરીએ–તેમાં શું આશ્ચર્ય!–એટલે કે ભગવાનને તારનારા કહેવા તે તો નિમિત્તનું
કથન છે. પોતાના સ્વરૂપમાં ઉપયોગને જોડે તેને માટે ભગવાન તારનારા છે. પણ જે
પોતાનો ઉપયોગ જિનસ્વરૂપમાં જોડતો નથી તે પોતે તરતો નથી, ને નિમિત્તપણેય
ભગવાન તેને તારનારા કહેવાતા નથી; ભગવાનને તે ઓળખતોય નથી. અહીં તો
ભગવાનની ઓળખાણપૂર્વકના નમસ્કારની વાત છે,–તેમાં પોતાની ઓળખાણ પણ
ભેગી જ છે. સૌથી પહેલાંં જ ‘સ્વસંવેદનપ્રત્યક્ષ જ્ઞાનસ્વરૂપ એવો હું’ એમ પોતાના
આત્માને પંચપરમેષ્ઠીની નાતમાં ભેળવીને શરૂઆત કરી છે.
વળી ભગવાન કેવા છે? કે ધર્મકર્તા છે; ધર્મ એટલે શુદ્ધ સ્વરૂપપરિણતિ–તેના
કર્તા છે. પોતાના આત્માની શુદ્ધપરિણતિના કર્તા છે; ને બીજા જીવોને પણ તેવી
શુદ્ધપરિણતિરૂપ ધર્મનો ઉપદેશ દીધો છે. તે ભગવાન પરમ ભટ્ટારક છે; કેવળજ્ઞાનરૂપી
સૂર્યનું તેજ જેમને ખીલી ગયું છે, તે કેવળી ભગવાનને ભટ્ટારક કહેવાય છે. વળી
ભગવાન મહાન દેવાધિદેવ છે, પરમેશ્વર છે, પરમપૂજ્ય છે; અને ‘વર્દ્ધમાન’ એવા સુંદર
નામના ધારક છે. ‘વર્દ્ધમાન’ એવું ખાસ નામ લઈને કુંદકુંદાચાર્યદેવે નમસ્કાર

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
કર્યા છે. અહો, ભગવાનનું નામ પણ સારૂં છે,–પણ અંદર ભાવભાસન સહિતની વાત
છે. આ રીતે ભગવાનને ઓળખીને, વર્તમાન તીર્થના નાયક શ્રી વર્દ્ધમાનદેવને નમસ્કાર
કરું છું.
ત્યારપછી, ભૂતકાળમાં થયેલા સર્વે તીર્થંકરોને તથા સિદ્ધોને જ્ઞાનમાં લઈને
નમસ્કાર કરું છું–કેવા છે તે તીર્થંકરો અને સિદ્ધો?–કે શુદ્ધ દર્શનજ્ઞાનસ્વભાવને પામેલા
છે. જુઓ, પોતે પણ દર્શનજ્ઞાનસ્વભાવરૂપ છે એવું સ્વસંવેદન કર્યું છે, અને જેને
નમસ્કાર કરું છું તેઓ પણ શુદ્ધ દર્શનજ્ઞાનસ્વરૂપ છે–એમ ઓળખાણ કરીને નમસ્કાર
કર્યા છે. વળી પરમશુદ્ધઉપયોગભૂમિકા જેમણે પ્રાપ્ત કરી છે એવા આચાર્ય–ઉપાધ્યાય–
સાધુ સર્વે શ્રમણોને નમસ્કાર કરું છું. તે મુનિવરો જ્ઞાનાચાર–દર્શનાચાર–ચારિત્રાચાર
વગેરે પાંચ આચારયુક્ત છે; ને તેમણે પરમ શુદ્ધ ઉપયોગ પ્રગટ કર્યો છે. જુઓ, મોક્ષ–
સાધક જૈનમુનિ કેવા હોય તે પણ ઓળખાવ્યું.–મુનિ તેને કહેવાય કે જેણે શુદ્ધઉપયોગ–
ભૂમિકા પ્રાપ્ત કરી હોય.–આ રીતે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરનારની એટલી જવાબદારી
છે કે શુદ્ધોપયોગને અને રાગને ભિન્ન–ભિન્ન ઓળખે. રાગનો જે આદર કરશે તે પંચ–
પરમેષ્ઠીને સાચા નમસ્કાર નહિ કરી શકે. અહીં તો શાસ્ત્રકાર આચાર્ય પોતે
શુદ્ધોપયોગરૂપે પરિણમેલા છે; પોતે પંચપરમેષ્ઠીની પંક્તિમાં બેસીને પંચપરમેષ્ઠી
ભગવંતોને ઉત્કૃષ્ટ નમસ્કાર કર્યા છે.
વળી વિશેષ કહે છે કે, ફરીફરીને આ જ પંચપરમેષ્ઠીને, જાણે કે તેઓ મારી
સન્મુખ સાક્ષાત્ હાજર બિરાજતા હોય એમ પરમભક્તિથી ચિંતવીને સર્વેને એકસાથે
તેમ જ એકેકને નમસ્કાર કરું છું, તેમની આરાધના કરું છું. જેમ વિદેહક્ષેત્રે સીમંધરાદિ
તીર્થંકરો સાક્ષાત્ બિરાજે છે તેમ બધાય પંચપરમેષ્ઠી ભગવંતોને મારા જ્ઞાનમાં સાક્ષાત્–
રૂપ કરીને તેમને અભેદ નમસ્કાર કરું છું.
વંદન કરનાર અને વંદનીય–બંનેની એક જાત
વંદન કરનાર હું કેવો છું? ને વંદન કરવા યોગ્ય પંચપરમેષ્ઠી ભગવંતો કેવા છે?
–એમ બંનેની ઓળખાણપૂર્વકના આ નમસ્કાર છે.
જગતમાં સર્વજ્ઞ સદાય હોય જ છે, ત્રણકાળને જાણનારા સર્વજ્ઞનો ત્રણકાળમાં
કદી વિરહ નથી. અરિહંતપણે તીર્થંકરપણે સર્વજ્ઞદેવ પણ સદાય વિદ્યમાન હોય જ છે.
ભરતક્ષેત્રમાં અત્યારે પંચમકાળમાં તીર્થંકરનો અવતાર ભલે નથી થતો–પણ વિદેહક્ષેત્રમાં
તો સાક્ષાત્ તીર્થંકરો અત્યારે પણ બિરાજે છે, ને તે તીર્થંકરો પોતાના જ્ઞાનમાં સાક્ષાત્ની

PDF/HTML Page 18 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૧૫ :
માફક તરવરે છે, તેથી આચાર્યદેવ કહે છે કે અમારા જ્ઞાનમાં તીર્થંકરોનો સદ્ભાવ છે.
જેવા સીમંધરાદિ તીર્થંકર ભગવંતો સાક્ષાત્ વર્તમાનમાં બિરાજે છે તેવા જ સાક્ષાત્
પંચપરમેષ્ઠી ભગવંતો પણ જાણે વર્તમાન મારી સન્મુખ જ બિરાજતા હોય–એમ પરમ
ભક્તિને લીધે મારા જ્ઞાનમાં તેમને વર્તમાનકાળગોચર કરીને આરાધું છું–સન્માન કરું છું
–મારા મોક્ષલક્ષ્મીના સ્વયંવર–મંડપમાં તેમને બોલાવું છું.
સ્વયંવર–મંડપ એટલે શુદ્ધઉપયોગ અર્થાત્ પરમ નિર્ગ્રંથતાની દીક્ષાના ઉત્સવનો
આનંદપ્રસંગ, તેમાં મંગલાચરણરૂપે પંચપરમેષ્ઠી ભગવંતોને હાજર રાખું છું. મોક્ષ–
લક્ષ્મીને સાધવા જતાં પંચપરમેષ્ઠી જેવા શ્રેષ્ઠને સાથે રાખ્યા, હવે તે મોક્ષની પ્રાપ્તિમાં
વચ્ચે વિઘ્ન નહીં આવે. અહો, આ તો મોક્ષને સાધવાનો આનંદમય પ્રસંગ છે;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતારૂપ એકાગ્રતા પ્રગટ કરવાનો આ ઉત્તમ અવસર છે;
તેમાં પંચપરમેષ્ઠી ભગવંતોને હું સન્માનું છું...પરમ ભક્તિથી તેમને નમસ્કાર કરું છું.
કઈ રીતે? કે મારા આત્માને સ્વાનુભવપ્રત્યક્ષરૂપ કરીને નમસ્કાર કરું છું.–આમ વંદન
કરનાર અને વંદનીય બંનેમાં અંશે સદ્રશપણું છે.
વિકલ્પ અને વાણી એ બંનેથી ભિન્ન જ્ઞાનદર્શનસ્વરૂપ આત્મા છે, તેને
સ્વસંવેદનપ્રત્યક્ષ કર્યો છે, વિકલ્પનું ને વાણીનું કર્તૃત્વ જ્ઞાનમાં રહ્યું નથી. આવા પોતાના
તેમ જ પંચપરમેષ્ઠીના આત્માનું સ્વરૂપ ઓળખીને નમસ્કાર કર્યા છે. નમસ્કાર વખતે
જે વિકલ્પ ઉઠ્યો છે તેનાથી તો પોતાને ભિન્ન જાણે છે, ને અંદર આત્માની શુદ્ધતા થતી
જાય છે, એનું નામ ભાવનમસ્કાર છે. આવા નમસ્કાર કરીને તે પંચપરમેષ્ઠી
ભગવંતોના આશ્રમને પામીને હું સમ્યગ્દર્શન–જ્ઞાનસમ્પન્ન થયો છું. જુઓ, પોતાના
આત્મામાં સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થયું તેની નિઃશંક ખબર પડે છે. આવા સમ્યગ્દર્શન
ને સમ્યગ્જ્ઞાનપૂર્વક જ શુદ્ધોપયોગી ચારિત્રદશા હોય છે. મુનિઓને પણ શુદ્ધોપયોગરૂપ
જે વીતરાગચારિત્ર છે તે જ મોક્ષનું કારણ છે; શુભરાગ રહી જાય તેટલું પુણ્યબંધનું
કારણ છે, તે મોક્ષનું કારણ નથી. માટે આચાર્યદેવ કહે છે કે પુણ્યબંધના કારણરૂપ એવા
તે રાગને ઓળંગી જઈને હું વીતરાગચારિત્રને પ્રાપ્ત કરું છું.
છઠ્ઠા ગુણસ્થાને ઘણી ચારિત્રદશા તો છે, પણ ત્યાં જે શુભવિકલ્પનો સદ્ભાવ છે
તેટલો કષાયકણ વિદ્યમાન છે, તેને પણ છોડીને શુદ્ધોપયોગરૂપ વીતરાગચારિત્ર પ્રગટ
કરવાની આ વાત છે. અહા, કુંદકુંદાચાર્ય જેવા સન્ત કહે છે કે પુણ્યના કારણરૂપ એવું
સરાગચારિત્ર, તે વચ્ચે આવી પડ્યું હોવા છતાં તેને ઓળંગીને, મોક્ષના કારણરૂપ

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
એવા વીતરાગચારિત્રને હું પ્રાપ્ત કરું છું, એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતારૂપ
એકાગ્રતાને હું અવલંબું છું–આવો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે.–આવી દશારૂપે પરિણમી રહેલા
ભગવંત આચાર્યદેવ આ પરમાગમ દ્વારા મોક્ષમાર્ગ દેખાડે છે.
શુભરાગ તો પુણ્યબંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી. તેને તો આચાર્યદેવે
કલંક અને કલેશરૂપ કહીને છોડવા યોગ્ય કહ્યું છે. અને મોક્ષનું કારણ તો વીતરાગ–
ચારિત્ર છે,–તેને પ્રાપ્ત કરવાયોગ્ય કહ્યું છે. આનાથી જે વિરુદ્ધ માને તે ‘પ્રવચન’ ને
એટલે કે જિનવાણીને સમજ્યો નથી; તેને સમ્યગ્દર્શન–જ્ઞાન હોતું નથી.
પંચપરમેષ્ઠી ભગવંતોનો આશ્રમ વિશુદ્ધજ્ઞાનદર્શનપ્રધાન છે, એટલે તે આશ્રમમાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ રીતે પંચપરમેષ્ઠીના આશ્રમમાં
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરીને પછી રાગના અભાવરૂપ વીતરાગચારિત્રદશાને હું
પ્રગટ કરું છું. જુઓ, પ્રવચનસારની શરૂઆતથી જ શુભરાગને હેયરૂપ ને
વીતરાગભાવને જ ઉપાદેયરૂપ બતાવ્યો છે. તે શુભરાગ વચ્ચે આવશે. પણ તે મોક્ષનું
સાધન નથી માટે તેને હેયરૂપ જાણજે. રાગને મોક્ષનું કારણ માને તેને તો શ્રદ્ધા–જ્ઞાન
પણ સાચાં નથી.
અહો, નિર્ગ્રંથ સાધુપણારૂપ જે મોક્ષમાર્ગ, તેમાં પ્રથમ તો શુદ્ધાત્મતત્ત્વના શ્રદ્ધા–
જ્ઞાનરૂપ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન હોય છે; સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનપૂર્વક
ચૈતન્યતત્ત્વમાં એકાગ્ર થતાં વીતરાગચારિત્ર પ્રગટે છે. આવા શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની
એકતારૂપ મોક્ષમાર્ગ તે વીતરાગભાવરૂપ છે. વચ્ચે છઠ્ઠા ગુણસ્થાને શુભરાગરૂપ
કષાયકણ વર્તે છે તે તો બંધનું કારણ છે, તે કાંઈ મોક્ષનું સાધન નથી.
અહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ લેવો છે એટલે વીતરાગચારિત્રની વાત લીધી; બાકી તો
ચોથા–પાંચમા વગેરે ગુણસ્થાને પણ જે રાગરહિત ભાવ પ્રગટ્યો છે તે ધર્મ છે, ને જે
રાગ છે તે ધર્મ નથી. પહેલેથી જ આ રીતે રાગ અને ધર્મની ભિન્નતારૂપ વહેંચણી કરતાં
જેને ન આવડે, ને જે રાગને ધર્મ માને, તેને તો ધર્મની શરૂઆત પણ થતી નથી, શ્રદ્ધા
જ જ્યાં ખોટી છે ત્યાં ચારિત્ર કેવું?
અહો, આ તો સર્વજ્ઞપરમેશ્વરો ને પંચપરમેષ્ઠી ભગવંતો જે માર્ગે ગયા, તે
માર્ગમાં ભળવાની વાત છે; ભાઈ, આ તો વીતરાગી પરમેશ્વરોનો વીતરાગમાર્ગ છે.
જગતપૂજ્ય એવું પરમેષ્ઠીપદ રાગ વડે નથી પ્રગટતું. એ તો વીતરાગતાવડે પ્રગટે છે.
આવી દશાને ઓળખીને તેનો જ આદર કરવા જેવું છે.

PDF/HTML Page 20 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૧૭ :
વીરપ્રભુએ કહેલા વીતરાગવિજ્ઞાનો પ્રચાર
– એ જ મહાવીરનિર્વાણનો સાચો મહોત્સવ
વીરપ્રભુએ પ્રસિદ્ધ કરેલ વસ્તુનો અનેકાન્તસ્વભાવ
[વસ્તુ પરિણામસ્વભાવી છે....પરિણામ વસ્તુનો સ્વભાવ છે]
શ્રાવણ સુદ ૧૫ થી વદ ૨ ના મંગલઉત્સવ દરમિયાન
પ્રવચનસાર ગાથા ૧૦ ઉપર થયેલા, અનેકાન્તમય સત્ય
વસ્તુસ્વભાવને દર્શાવતા આ મહત્ત્વનાં પ્રવચન જિજ્ઞાસુઓને
તત્ત્વનિર્ણય માટે ખાસ ઉપયોગી છે. અનેકાન્તમય આત્મસ્વરૂપને
જે નક્કી કરે છે તેને સ્વ–પરનું અત્યંત ભેદજ્ઞાન થઈને, પોતાના
એકત્વસ્વભાવના આશ્રયે સમ્યક્પરિણમન શરૂ થાય છે. ગુરુદેવ કહે
છે કે આ ગાથામાં જૈનશાસનનો મહાન સિદ્ધાંત છે, તેને સમજતાં
વીતરાગવિજ્ઞાન પ્રગટે છે. હે ભાઈ! સર્વજ્ઞ વીતરાગદેવે
જિનશાસનમાં પ્રસિદ્ધ કરેલું આ વસ્તુસ્વરૂપ તું જાણ...તો તારું જ્ઞાન
વીતરાગભાવથી ખીલી ઊઠશે, ને તારો આત્મા સ્વપરિણામની
નિર્મળતામાં શોભી ઊઠશે.–એ જ મહાવીર ભગવાનના નિર્વાણનો
સાચો મહોત્સવ છે. આ વીતરાગવિજ્ઞાનનું મહાન આનંદ–ફળ છે;
આ જ મહાવીર ભગવાનના શાસનની સાચી પ્રભાવના છે...ને આ
જ વીરપ્રભુએ બતાવેલો મોક્ષમાર્ગ છે.
ભગવાન મહાવીરે કહેલા આવા વીતરાગવિજ્ઞાનનો પ્રચાર
કરવો, આવું જ્ઞાનસાહિત્ય લોકોમાં પ્રચાર પામે તેમ કરવું, તે આ
અઢીહજાર વર્ષના ઉત્સવમાં ખાસ કરવા જેવું છે. ભગવાનના નામે
બાગ–બગીચા, સ્કુલો કે દવાખાના વગેરે તો લૌકિકકાર્ય છે,
એવા કાર્યો તો બીજા લૌકિક માણસોમાં પણ થાય છે, તે કાંઈ
મહાવીર–શાસનની વિશેષતા નથી; મહાવીર ભગવાનના