Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૧
સળંગ અંક ૩૭૨
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
અરે, અતિ દીર્ઘ એવા આ સંસારમાં તો ચારે ગતિમાં ઉત્પાત જ
છે, તે સદા દુઃખના કલેશથી જ ભરેલો છે; જેમ અગ્નિ ઉપર રહેલું પાણી
ગરમીથી ફદફદે છે તેમ અજ્ઞાની જીવો મોહાગ્નિવડે સેકાતા થકા
ચારગતિના ભયંકર દુઃખોમાં ખદખદી રહ્યા છે.–અતિ દીર્ઘ–બહુ લાંબો
કાળ એવા દુઃખોમાં વીતી ગયો.–અરે, થઈ ગયું તે થઈ ગયું;–પણ હવે,
આવા ઘોર દુઃખોથી શીઘ્ર છોડાવનારો જિનોપદેશ મહા ભાગ્યથી મને
પ્રાપ્ત થયો, તે જિનોપદેશમાં ચેતનલક્ષણરૂપ મારા સ્વતત્ત્વના દ્રવ્ય–ગુણ–
પર્યાય પરથી અત્યંત ભિન્ન બતાવ્યા; તો હવે આવો કલ્યાણકારી
જિનોપદેશ પામીને મારે શીઘ્ર જ ઉત્કૃષ્ટ પ્રયત્નવડે મોહને હણી નાંખવો
યોગ્ય છે :
–આમ દ્રઢ નિશ્ચય કરીને મુમુક્ષુજીવ કેવા અંર્તમુખ ઉદ્યમવડે
મોહનો નાશ કરીને આનંદમય મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરે છે? તેનું અતિ
સુંદર વર્ણન આપ આ અંકમાં વાંચશો...ને આપને પણ તેમ કરવાનું
શૂરાતન ચડશે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ આસો (લવાજમ : છ રૂપિયા) વર્ષ ૩૧ : અંક ૧૨

PDF/HTML Page 3 of 53
single page version

background image
નવાવર્ષનું લવાજમ વીર સં. ૨૫૦૦
રૂપિયા આસો
વર્ષ ૩૧ ઈ.સ. 1974
અંક ૧૨ OCTO.
વીરપ્રભુના મોક્ષના આ મહાન ઉત્સવમાં, વીરપ્રભુના દરેકેદરેક ભક્તને પોતાના
આત્મહિત માટે કંઈક કરવાની સુંદર ભાવનાઓ જાગે, અને મહાવીરપ્રભુ પ્રત્યે
ભક્તિના પ્રવાહમાં પૂર આવે–એ સહજ છે.
આ આખુંય વર્ષ, અને ત્યારપછી પણ સદાયકાળ, આપણું જીવન અને જીવનનું
દરેક કાર્ય એવું ઉત્તમ હોવું જોઈએ કે આપણને જ એવા ગૌરવ સાથે સંતોષ થાય કે
‘હું મારા ભગવાને કહેલા માર્ગમાં શોભી રહ્યો છું; ભગવાને બતાવેલા માર્ગ તરફ હું
આનંદથી જઈ રહ્યો છું. ભગવાનના ભક્ત તરીકે શોભે એવું મારું જીવન છે.’ બંધુઓ,
આવા ઉત્તમ સદાચારયુક્ત–જ્ઞાનયુક્ત સુંદર જીવન જીવવાની જવાબદારી લેશો તો જ
મહાવીર ભગવાનનો સાચો ઉપકાર, અને તેમના મોક્ષનો સાચો ઉત્સવ તમે ઊજવી
શકશો.–એકલા પૈસાની ધામધૂમથી સાચો ઉત્સવ નહિ ઉજવાય.
આપણા ભગવાન મહાવીર કેવા છે? (–‘હતા’ એમ નહિ પરંતુ અત્યારેય
વિદ્યમાન ‘છે’,–તે કેવા છે?) પહેલાં તેઓ સંસારમાં કેવા હતા, પછી તેમણે મોક્ષમાર્ગ
કઈ રીતે સાધ્યો ને અત્યારે મોક્ષમાં કેવા શોભી રહ્યા છે? તે ઓળખવું જોઈએ. (તેનું
સંક્ષિપ્ત વર્ણન આ અંકમાં આપ વાંચશો.) તે ઓળખીને, તેમાંથી આપણા જીવનમાં
આપણે શું કરવા યોગ્ય છે! તેનો વિચાર કરવો. અત્યારે સંસારમાં હળહળતા પાપો
હિંસા–જુઠું–ચોરી–સિનેમા–અને પૈસાના પરિગ્રહ પાછળનું પાગલપણું–એ બધા નરકના
એજન્ટો સામે એકવર્ષ તો બીલકુલ ન જોશો....એકવર્ષમાં તેમનો સંગ છોડીને
વીરપ્રભુ સાથે એવી મિત્રતા બાંધી લેજો કે જીવનમાં ફરી કદી તે કોઈ પાપો તમારી
નજીક પણ ન આવી શકે. અરેરે, પાપમાં ઊભા રહીને તમે મુક્તિના ઉત્સવમાં કેવી
રીતે ભાગ લઈ શકશો?–વીર પુત્રો! ધ્યાન રાખજો, ભગવાનના આવા મજાના
ઉત્સવનો પ્રસંગ જીવનમાં બીજી વાર આવવાનો નથી.–અવસર ચુકશો મા.
जय महावीर

PDF/HTML Page 4 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૧ :
આ દીવાળીએ ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા તેને
અઢીહજાર વર્ષ પૂર્ણ થશે; તેથી દીવાળીથી (બુધવાર તા. ૧૩
નવેમ્બર ૧૯૭૪ થી) શરૂ કરીને પૂરા એક વર્ષ સુધી ભારતભરમાં
જે અભૂતપૂર્વ મહાન ઉત્સવ ઉજવવાનો છે તેનો મંગલ પ્રારંભ આ
દીવાળીથી શરૂ થાય છે. અહા, આવા મંગલોત્સવમાં કોને આનંદ ન
થાય? દીપાવલીપર્વ એટલે ભગવાનના મોક્ષનું મંગલપર્વ; તે
આપણને મહાવીરપ્રભુના આદર્શોનું સ્મરણ કરાવીને મોક્ષપંથની
પ્રેરણા આપે છે. વીરપ્રભુએ બતાવેલા માર્ગે રત્નત્રય–દીવડા પ્રગટ
કરીને આપણે પણ તેમના પંથે જઈએ–એવી મંગલભાવના સાથે
અહીં ભગવાન મહાવીરના જીવનનું સંક્ષેપમાં દિગ્દર્શન કરાવીએ
છીએ. (–સં.)
મંગલ દીપાવલી....આસો વદ અમાસનું પરોઢિયું...(ચૌદશની
પાછલી રાત.) આખુંય ભારત આજે અનેરા આનંદથી આ દીપોત્સવ
ઊજવી રહ્યું છે. શેનો છે આ મંગળ દીપોત્સવ?

PDF/HTML Page 5 of 53
single page version

background image
: : આત્મધર્મ : આસો : ૨૫૦૦
પાવાપુરીનું પવિત્રધામ હજારો દીપકોના ઝગમગાટથી આજે અનેરું શોભી રહ્યું
છે. વીરપ્રભુના ચરણસમીપે બેસીને ભારતના હજારો ભક્તજનો વીરપ્રભુના
મોક્ષગમનનું સ્મરણ કરી રહ્યા છે ને તે પવિત્રપદની ભાવના ભાવી રહ્યા છે. અહા,
ભગવાન મહાવીર આજે સંસારબંધનથી છૂટીને અભૂતપૂર્વ સિદ્ધપદને પામ્યા. અત્યારે
તેઓ સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે. પાવાપુરીના જલમંદિરની ઉપર–ઠેઠ ઉપર લોકાગ્રે
પ્રભુ સિદ્ધપદમાં બિરાજી રહ્યા છે.
કેવું છે એ સિદ્ધપદ? સંતોના હૃદયમાં કોતરાઈ ગયેલા એ સિદ્ધપદનું વર્ણન
કરતાં શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે :–
અશરીર ને અવિનાશ છે, નિર્મળ અતીન્દ્રિય શુદ્ધ છે;
જ્યમ લોક–અગે્ર સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને.
જેવા જીવો છે સિદ્ધિગત, તેવા જીવો સંસારી છે;
જેથી જનમ–મરણાદિ હીન, ને અષ્ટગુણસંયુક્ત છે.
અહા, સિદ્ધપદ જ્ઞાનીઓને પરમ વહાલું છે; પોતાના આત્માના સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રવડે એ સિદ્ધપદ પમાય છે. તે મહાન આનંદરૂપ છે.
મહાવીર પ્રભુ આજના દિવસે આવું મહિમાવંત સિદ્ધપદ પામ્યા. એ મહાવીર
કેવા હતા...ને કેવી રીતે આવું મજાનું સિદ્ધપદ પામ્યા?–કે જેના આનંદનો ઉત્સવ હજારો
દીવડાવડે આખુંય ભારત આજે પણ ઊજવે છે!
આપણા સૌની જેમ એ મહાવીર ભગવાન પણ એક આત્મા છે. આપણી જેમ
પહેલાં એ આત્મા પણ સંસારમાં હતો. અરે, એ હોનહાર તીર્થંકરના આત્માએ પણ
જ્યાંસુધી આત્મજ્ઞાન નહોતું કર્યું ત્યાં સુધી તે સંસારના અનેક ભવોમાં ભમ્યો.
* મહાવીર ભગવાનના પૂર્વ ભવોનું કથન *
આત્માના જ્ઞાન વગર ભવચક્રમાં ભમતાં–ભમતાં ભગવાનનો જીવ એકવાર
વિદેહક્ષેત્રમાં પુંડરીકિણી નગરીના મધુવનમાં પુરુરવા નામે ભીલરાજા થયો; ત્યારે
સાગરસેન નામના મુનિરાજને દેખીને પ્રથમ તો મારવા તૈયાર થયો, પણ પછી તેમની
શાન્ત મુદ્રા અને વીતરાગી વચનોથી પ્રભાવિત થઈને માંસાદિના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું.
વ્રતના પ્રભાવે તે ભીલ પહેલા સ્વર્ગનો દેવ થયો ને પછી ત્યાંથી
અયોધ્યાનગરીમાં ભરતચક્રવર્તીનો પુત્ર મરીચી થયો; ચોવીસમા–અંતિમ તીર્થંકરનો તે જીવ

PDF/HTML Page 6 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૩ :
પહેલા તીર્થંકરનો પૌત્ર થયો. ત્યારે તેણે પોતાના ઋષભ–દાદા સાથે દેખાદેખીથી
દીક્ષા તો લીધી પરંતુ વીતરાગ–મુનિમાર્ગનું પાલન તે કરી શકયો નહિ, તેથી ભ્રષ્ટ થઈને
તેને મિથ્યામાર્ગનું પ્રવર્તન કર્યું. માનના ઉદયથી તેને એમ વિચાર થયો કે જેમ ભગવાન
ઋષભદાદાએ તીર્થંકર થઈને ત્રણ લોકમાં આશ્ચર્યકારી સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે તેમ હું પણ
બીજો મત ચલાવીને તેનો નાયક થઈને તેમની જેમ ઈન્દ્ર વડે પૂજાની પ્રતીક્ષા કરીશ;
હું પણ મારા દાદાની જેમ તીર્થંકર થઈશ. (ભાવિ તીર્થંકર થનાર દ્રવ્યમાં તીર્થંકરત્વના
કોડ જાગ્યા!)
ભગવાન ઋષભદેવની સભામાં એકવાર ભરતે પૂછયું કે પ્રભો! આ સભામાંથી
કોઈ જીવ આપના જેવો તીર્થંકર થશે? ત્યારે ભગવાને કહ્યું કે; હા, આ તારો પુત્ર
મરીચીકુમાર આ ભરતક્ષેત્રમાં અંતિમ તીર્થંકર (મહાવીર) થશે. પ્રભુની વાણીમાં
પોતાના તીર્થંકરત્વની વાત સાંભળતાં મરીચીને ઘણું આત્મગૌરવ થયું; તોપણ હજી સુધી
તે ધર્મ પામ્યો ન હતો. અરે, તીર્થંકરદેવની દિવ્યવાણી સાંભળીને પણ એણે સમ્યક્ધર્મનું
ગ્રહણ ન કર્યું. આત્મભાન વગર સંસારના કેટલાય ભવોમાં તે જીવ રખડયો.
એ મહાવીરનો જીવ મરીચીનો અવતાર પૂરો કરીને બ્રહ્મસ્વર્ગનો દેવ થયો.
ત્યારબાદ મનુષ્ય અને દેવના કેટલાક ભવો કર્યા. તેમાં મિથ્યામાર્ગનું સેવન ચાલુ રાખ્યું,
અને મિથ્યામાર્ગના તીવ્રસેવનના કુફળથી સમસ્ત અધોગતિમાં જન્મ ધારણ કરી કરીને
ત્રસ–સ્થાવર પર્યાયોમાં અસંખ્યાત વર્ષો સુધી તીવ્ર દુઃખો ભોગવ્યા. એ પરિભ્રમણ કરી–
કરીને તે આત્મા બહુ જ થાક્યો ને ખેદખિન્ન થયો.
અંતે, અસંખ્ય ભવોમાં રખડીરખડીને તે જીવ રાજગૃહીમાં એક બ્રાહ્મણપુત્ર થયો;
તે વેદવેદાંતમાં પારંગત હોવા છતાં સમ્યગ્દર્શન રહિત હતો, તેથી તેનું જ્ઞાન ને તપ બધું
વ્યર્થ હતું; મિથ્યાત્વના સેવનપૂર્વક ત્યાંથી મરીને દેવ થયો, ને પછી રાજગૃહીમાં વિશ્વનંદી
નામનો રાજપુત્ર થયો. ત્યાં માત્ર એક ઉપવન માટે સંસારની માયાજાળ દેખીને તે
વિરક્ત થયો ને સંભૂતસ્વામી પાસે જૈનદીક્ષા લીધી; ત્યાં નિદાનસહિત મરણ કરી
સ્વર્ગમાં ગયો, ને ત્યાંથી ભરતક્ષેત્રના પોદનપુર નગરમાં બાહુબલીસ્વામીની
વંશપરંપરામાં ત્રિપુષ્ઠ નામનો અર્ધચક્રી (વાસુદેવ) થયો; અને તીવ્ર આરંભ–પરિગ્રહના
પરિણામ સહિત અતૃપ્તપણે મરીને ત્યાંથી સાતમી નરકે ગયો. અરે, એ નરકના
ઘોર દુઃખોની શી વાત! સંસારભ્રમણમાં ભમતા જીવે અજ્ઞાનથી કયા દુઃખ નહિ
ભોગવ્યા હોય!!!

PDF/HTML Page 7 of 53
single page version

background image
: : આત્મધર્મ : આસો : ૨૫૦૦
મહા કષ્ટે અસંખ્યાત વર્ષની એ ઘોર નરકયાતનાનો ભોગવટો પૂર્ણ કરીને તે
જીવ ગંગાકિનારે સિંહગિરિ પર સિંહ થયો....પાછો ધગધગતા અગ્નિ જેવી પહેલી નરકે
ગયો...ને ત્યાંથી નીકળી જંબુદ્વીપના હિમવન્ પર્વત ઉપર દેદીપ્યમાન સિંહ થયો.
મહાવીરનો જીવ આ સિંહપર્યાયમાં આત્મલાભ પામ્યો. કઈ રીતે પામ્યો? તે
પ્રસંગ જોઈએ:
* સિંહપર્યાયમાં સમ્યગ્દર્શન *
એકવાર તે સિંહ ક્રૂરપણે હરણને ફાડી ખાતે હતો, ત્યારે આકાશમાર્ગે જઈ રહેલા
બે મુનિઓએ તેને દેખ્યો, ને ‘આ જીવ ભરતક્ષેત્રમાં અંતિમ તીર્થંકર થવાનો છે’ એવા
વિદેહના તીર્થંકરના વચનનું સ્મરણ થયું. તેથી દયાવશ આકાશમાર્ગેથી નીચે ઊતરીને
મુનિઓએ સિંહને ધર્મનું સંબોધન કર્યું:
હે ભવ્ય મૃગરાજ! આ પહેલાંં ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં તેં ઘણા વાંછિત વિષયો
ભોગવ્યા ને નરકના અનેક પ્રકારના ઘોર દુઃખો પણ અશરણપણે આક્રન્દ કરીકરીને તે
ભોગવ્યા, ત્યારે દશે દિશામાં શરણ માટે તેં પોકાર કર્યો, પણ ક્્યાંય તને શરણ ન મળ્‌યું.
અરે! હજી પણ ક્રુરતાપૂર્વક તું પાપનું ઉપાર્જન કરી રહ્યો છે? તારા ઘોર અજ્ઞાનને લીધે
હજી સુધી તેં તત્ત્વને ન જાણ્યું. માટે શાંત થા...ને આ દુષ્ટ પરિણામ છોડ...
મુનિરાજનાં મધુર વચનો સાંભળતાં જ સિંહને પૂર્વભવોનું જ્ઞાન થયું, આંખમાંથી
આંસુની ધારા ટપકવા લાગી...પરિણામ વિશુદ્ધ થયા...ત્યારે મુનિરાજે જોયું કે આ
સિંહના પરિણામ શાંત થયા છે ને તે મારા તરફ આતુરતાથી દેખી રહ્યો છે, તેથી
અત્યારે જરૂર તે સમ્યક્ત્વ ગ્રહણ કરશે.
–એમ વિચારી મુનિરાજે તેને શાંતસ્વરૂપી ચૈતન્યનો અપાર મહિમા બતાવ્યો
અને પુરુરવા ભીલથી માંડીને તેનાં અનેક ભવો બતાવીને કહ્યું કે હે શાર્દૂલ! હવેના
દશામા ભવે તું ભરતક્ષેત્રનો તીર્થંકર થશે–એમ શ્રીધરતીર્થંકરના શ્રીમુખથી વિદેહમાં અમે
સાંભળ્‌યું છે. માટે હે ભવ્ય! તું મિથ્યામાર્ગથી નિવૃત્ત થા ને આત્મહિતકારી એવા
સમ્યક્માર્ગમાં પ્રવૃત્ત થા.
મહાવીરનો જીવ (સિંહ) તે મુનિરાજના વચનથી તરત પ્રતિબોધ પામ્યો; તેણે
અત્યંત ભક્તિથી વારંવાર મુનિઓને પ્રદક્ષિણા દીધી ને તેમના ચરણોમાં નમ્રીભૂત

PDF/HTML Page 8 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૫ :
થયો. રૌદ્રરસને બદલે તુરત જ શાંતરસ પ્રગટ કર્યો ને તે સમ્યક્ત્વ પામ્યો....એટલું જ
નહિ, તેણે નિરાહારવ્રત અંગીકાર કર્યું. અહા, સિંહની શૂર–વીરતા સફળ થઈ. શાસ્ત્રકાર
કહે છે કે એ વખતે વૈરાગ્યથી તેણે એવું ઘોર પરાક્રમ પ્રગટ કર્યું કે જો તિર્યંચગતિમાં
મોક્ષ હોત તો જરૂર તે મોક્ષ પામ્યો હોત! તે સિંહપર્યાયમાં સમાધિમરણ કરીને સિંહકેતુ
નામનો દેવ થયો.
ત્યાંથી ઘાતકીખંડના વિદેહક્ષેત્રમાં કનકોજ્વલ નામનો રાજપુત્ર થયો; હવે ધર્મ–
દ્વારા તે જીવ મોક્ષની નજીક પહોંચી રહ્યો હતો. ત્યાં વૈરાગ્યથી સંયમ લઈ સાતમા
સ્વર્ગમાં ગયો. ત્યાંથી સાકેતપુરી (અયોધ્યા) માં હરિસેન રાજા થયો ને પછી સંયમી
થઈને સ્વર્ગમાં ગયો.
ત્યાંથી ઘાતકીખંડમાં પૂર્વવિદેહની પુંડરીકિણીનગરીમાં પ્રિયમિત્ર નામનો ચક્રવર્તી
રાજા થયો; ક્ષેમંકર તીર્થંકર સમીપ દીક્ષા લીધી ને સહસ્ત્રાર સ્વર્ગમાં સૂર્યપ્રભ–દેવ થયો.
ત્યાંથી જંબુદ્વીપના છત્રપુરનગરમાં નંદરાજા થયો; તેણે દીક્ષા લઈ, ઉત્તમ સંયમ પાળી,
૧૨ અંગનું જ્ઞાન પ્રગટ કરી, દર્શનશુદ્ધિ વગેરે ૧૬ ભાવના વડે તીર્થંકરનામકર્મ બાંધ્યું ને
સંસારનો છેદ કર્યો; ઉત્તમ આરાધના સહિત મરીને અચ્યુતસ્વર્ગના પુષ્પોત્તરવિમાનમાં
ઈન્દ્ર થયો.
અષાડ સુદ છઠ્ઠે ત્યાંથી ચવીને મહાવીરનો એ મહાન આત્મા, ભરતક્ષેત્રમાં
વૈશાલી–કુંડપુરના મહારાજા સિદ્ધાર્થને ત્યાં અંતિમ તીર્થંકરપણે અવતર્યો...પ્રિય–
કારિણીમાતાના એ વર્દ્ધમાનપુત્રે ચૈત્ર સુદ તેરસે આ સંસારના જન્મોનો અંત કર્યો.
એકવાર વર્દ્ધમાન બાલતીર્થંકરને દેખતાં જ સંજય ને વિજય નામના મુનિઓનો
સૂક્ષ્મ સંદેહ દૂર થયો, તેથી પ્રસન્નતાથી તેઓએ તેમને ‘સન્મતિનાથ’ નામ આપ્યું.
એકવાર સંગમ નામના દેવે ભયંકર સર્પનું રૂપ ધારણ કરીને એ બાળકની
નિર્ભયતાની ને વીરતાની પરીક્ષા કરી, અને ભક્તિથી ‘મહાવીર’ નામ આપ્યું.
ત્રીસ વર્ષના કુમારકાળમાં તો એમને જાતિસ્મરણ થયું ને સંસારથી વિરક્ત
થઈને (ગુજરાતી કારતક વદ દશમે) સ્વયં દીક્ષિત થયા. તેમને ઉત્તમ ખીરવડે પ્રથમ
આહારદાન કૂલપાકનગરીના રાજાએ કર્યું.
ઉજ્જૈનનગરીના વનમાં રૂદ્રે તેમના પર ઘોર ઉપદ્રવ કર્યો, પણ એ વીર મુનિરાજ
ધ્યાનથી જરાપણ ન ડગ્યા તે ન ડગ્યા...તેથી નમ્રીભૂત થઈને રૂદ્રે સ્તુતિ કરી ને
‘અતિવીર’ (મહાતિ–મહાવીર) એવું નામ આપ્યું.

PDF/HTML Page 9 of 53
single page version

background image
: : આત્મધર્મ : આસો : ૨૫૦૦
કૌશમ્બીનગરીમાં સતી ચન્દનબાળા બેડીથી બંધાયેલી હતી; ત્યારે મુનિરાજ
મહાવીર–પ્રભુનાં દર્શન થતાં જ એની બેડીનાં બંધન તૂટી ગયા, ને પરમભક્તિથી તેણે
પ્રભુને આહારદાન કર્યું.
સાડાબાર વર્ષ મુનિદશામાં રહીને, વૈશાખ સુદ દસમના રોજ, સમ્મેદશિખરજી
તીર્થથી દશેક માઈલ દૂર જાૃમ્ભિક ગામની ઋજુકૂલા સરિતાના કિનારે ક્ષપકશ્રેણી માંડીને
પ્રભુએ કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ અરહંતભગવાન રાજગૃહના વિપુલાચલ પર પધાર્યા.
૬૬ દિવસ બાદ, અષાડ વદ એકમથી દિવ્યધ્વનિ દ્વારા ધર્મામૃતની વર્ષા શરૂ થઈ; તે
ઝીલીને ઈન્દ્રભૂતિ–ગૌતમ વગેરે અનેક જીવો પ્રતિબોધ પામ્યા. વીરનાથની ધર્મસભામાં
૭૦૦ તો કેવળી ભગવંતો હતા; કુલ ૧૪૦૦૦ મુનિવરો ને ૩૬૦૦૦ અર્જિકાઓ હતા;
એક લાખ શ્રાવકો ને ત્રણ લાખ શ્રાવિકાઓ હતા. અસંખ્યદેવો ને સંખ્યાત તિર્થંચો હતા.
ત્રીસવર્ષ સુધી લાખો–કરોડો જીવોને પ્રતિબોધીને મહાવીરપ્રભુજી પાવાપુરી નગરીમાં
પધાર્યા; ત્યાંના ઉદ્યાનમાં યોગનિરોધ કરીને બિરાજમાન થયા, ને આસોવદ અમાસના
પરોઢિયે પરમ સિદ્ધપદને પામી સિદ્ધાલયમાં જઈ બિરાજ્યા. તે સિદ્ધપ્રભુને નમસ્કાર હો.
અર્હંત સૌ કર્મોતણો, કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત્ત થયા; નમું તેમને.
શ્રમણે–જિનો–તીર્થંકરો એ રીતે સેવી માર્ગને,
સિદ્ધિ વર્યા, નમું તેમને, નિર્વાણના તે માર્ગને.
ભગવાન મહાવીરે જ્યારે મોક્ષગમન કર્યું ત્યારે આસો વદ ૧૪ ની અંધારી રાત
હોવા છતાં સર્વત્ર એક ચમત્કારિક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હતો, અને ત્રણ લોકના
જીવોને ભગવાનના મોક્ષના આનંદકારી સમાચાર મળી ગયા હતા. દેવેન્દ્રો અને
નરેન્દ્રોએ ભગવાનના મોક્ષનો મોટો મહોત્સવ કર્યો; ને એ અંધારી રાત કરોડો દીપકોથી
ઝગમગી ઊઠી. કરોડો દીપની આવલીથી ઉજવાયેલો એ નિર્વાણમહોત્સવ દીપાવલી પર્વ
તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ થયો...ને ઈસ્વીસનની પહેલાંં ૫૨૭ વર્ષ પૂર્વે બનેલો એ
કલ્યાણક પ્રસંગ આજેય આપણે સૌ દીપાવલી–પર્વ તરીકે આનંદથી ઊજવીએ છીએ.
દીપાવલી એ ભારતનું સર્વમાન્ય આનંદકારી ધાર્મિક પર્વ છે. આવા આ દીપાવલી
પર્વના મંગલ પ્રસંગે વીરપ્રભુની આત્મસાધનાને યાદ કરીને આપણે પણ એ વીરમાર્ગે
સંચરીએ ને આત્મામાં રત્નત્રયદીવડા પ્રગટાવીને અપૂર્વ દીપાવલીપર્વ ઊજવીએ.

PDF/HTML Page 10 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૭ :
[ભગવાન મહાવીરના જીવનનો આ સંક્ષિપ્ત પરિચય તેમ જ બીજા ઉપયોગી
લેખોનો સંગ્રહ ‘ભગવાન મહાવીર’ નામની પુસ્તિકારૂપે છપાયેલ છે; તેની એકસો પ્રત
માત્ર પંદર રૂપિયામાં ઘેર બેઠા મળી શકે છે. તો સેંકડો–હજારોની સંખ્યામાં તે પુસ્તિકા
મંગાવીને દીવાળીપ્રસંગે ઉત્તમ લાણી કરો. બાળકોને પેંડા કરતાં આ પુસ્તક વધુ ગમશે.
દીવાળીના અભિનંદન તરીકે મોકલાતા લૌકિક કાર્ડ, ફોલ્ડર્સને બદલે આ પુસ્તિકા
મોકલવાનું જિજ્ઞાસુઓને વધુ ગમશે. પાંચ પુસ્તિકા એક સાથે મોકલવાનું પોસ્ટેજ ખર્ચ
(પ્રીન્ટેડ બુક તરીકે) માત્ર દશ પૈસા લાગે છે.
[મંગાવવાનું સરનામું: જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)]
બોધ વચન
(શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૭ વર્ષ પહેલાંંની નાની વયમાં ૧૨૫ બોધવચનો
લખેલાં છે; તે હમણાં અમદાવાદ–મુકામે ગુરુદેવના વાંચવામાં આવ્યા. તેમાંથી
નીચેના બોલ વિશેષ ઉપયોગી હોવાથી અહીં આપવામાં આવે છે. (શ્રીમદ્
રાજચંદ્રના પુસ્તકની બીજી આવૃત્તિ જે ઈ. સ. ૧૯૬૪ માં પ્રસિદ્ધ થયેલ છે તેમાં
આ લખાણ છે.)
સ્વદ્રવ્ય અન્યદ્રવ્યને ભિન્ન–ભિન્ન જુઓ.
સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો.
પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો.
પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો.
પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો.
પરભાવથી વિરક્ત થા.

PDF/HTML Page 11 of 53
single page version

background image
: : આત્મધર્મ : આસો : ૨૫૦૦
[સાક્ષાત્ મોક્ષમાર્ગના સારરૂપ વીતરાગતા જયવંત વર્તો]
–તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.
શ્રી પંચાસ્તિકાયની આ ૧૭૨ મી ગાથામાં બતાવેલા
વીતરાગી મોક્ષમાર્ગ પ્રત્યેના પ્રમોદપૂર્વક “स्वस्ति साक्षात्
मोक्षमार्ग...” એમ કહીને આચાર્યદેવ આશીર્વાદ આપે છે કે હે ભવ્ય
જીવો! મહાવીર ભગવાને વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ વડે મોક્ષને
સાધ્યો, ને તમે પણ એ જ માર્ગને આરાધો.–મોક્ષમાર્ગનો આવો
મંગલ સન્દેશ ગુરુદેવે (વીર. સં. ૨૪૯૪ માં) બેસતાવર્ષની
બોણીમાં આપ્યો હતો.
વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગની આરાધના કરવી તે મોક્ષનો ખરો ઉત્સવ છે.
ભગવાનના મોક્ષનો ઉત્સવ કોણ ઉજવે? જે મોક્ષાર્થી હોય તે; તે મોક્ષાર્થી જીવ કઈ રીતે
નિર્વાણ પામે છે? સાક્ષાત્ મોક્ષનો અભિલાષી ભવ્યજીવ અત્યંત વીતરાગતા વડે
ભવસાગરને તરી જઈને, શુદ્ધસ્વરૂપ પરમઅમૃતસમુદ્રને અવગાહીને શીઘ્ર નિર્વાણને પામે છે.
જુઓ, આજે ભગવાનના નિર્વાણના દિવસે નિર્વાણ પામવાની વાત આવી છે.
ભગવાન મહાવીર મોક્ષાર્થી થઈને ચિદાનંદસ્વરૂપનું ભાન કરીને તેમાં લીનતાવડે
વીતરાગ થયા, એ રીતે રાગદ્વેષમોહરૂપ ભવસાગરથી પાર થઈને, પરમ આનંદના
સાગર એવા પોતાના શુદ્ધસ્વરૂપમાં નિમગ્ન થઈને નિર્વાણ પામ્યા; ને નિર્વાણનો આવો
જ માર્ગ ભગવાને ભવ્યજીવોને બતાવ્યો; હે ભવ્ય જીવો! સાક્ષાત્ વીતરાગતા જ
મોક્ષમાર્ગ છે, તેના વડે જ મોક્ષેચ્છુ ભવ્યજીવો ભવસાગરને તરીને નિર્વાણને પામે છે.
આખા શાસ્ત્રનું એટલે કે જૈનશાસનનું તાત્પર્ય આચાર્યભગવાને આ સૂત્રમાં
બતાવ્યું છે. ભવ્યજીવો કઈ રીતે ભવસાગરને તરે છે?–કે વીતરાગતા વડે; બસ!
વીતરાગતા તે જ સમસ્ત શાસ્ત્રનું તાત્પર્ય છે, તે જ શાસ્ત્રનું હાર્દ છે. ક્્યાંય પણ
જરીકેય રાગ રાખીને તરાતું નથી. પણ સઘળી વસ્તુ પ્રત્યેના સમસ્ત રાગને છોડીને,
અત્યંત વીતરાગ થઈને ચૈતન્યસ્વરૂપમાં લીનતાવડે જ ભવસાગરને તરાય છે.

PDF/HTML Page 12 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૯ :
‘વિસ્તારથી બસ થાઓ! આચાર્યદેવ કહે છે કે વધારે શું કહીએ? બધાય
તીર્થંકરભગવંતો આવા વીતરાગી મોક્ષમાર્ગરૂપ ઉપાયવડે જ ભવસાગરને તર્યા છે, ને
તેઓએ બીજા મુમુક્ષુ જીવોને પણ એ વીતરાગતાનો જ ઉપદેશ આપ્યો છે. આમ કહીને
આવા સાક્ષાત્ મોક્ષમાર્ગ પ્રત્યેના પ્રમોદથી આચાર્યદેવ કહે છે કે અહો! જયવંત વર્તો
વીતરાગપણું...કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રના તાત્પર્યભૂત છે, સાક્ષાત્
મોક્ષમાર્ગના સારરૂપ વીતરાગતા જયવંત વર્તો! આવો મોક્ષમાર્ગ જયવંત વર્તો! ને તેના
વડે થયેલી આત્મઉપલબ્ધિ જયવંત વર્તો.
આ પ્રમાણે વીતરાગી સન્તોએ વીતરાગતાના જયજયકાર કરીને
વીતરાગભાવને મોક્ષમાર્ગ તરીકે પ્રસિદ્ધ કર્યો છે. બધાય તીર્થંકર ભગવંતોએ આ જ રીતે
મોક્ષને સાધ્યો, અને આ જ રીતે તેનો ઉપદેશ કર્યો; માટે નક્કી થાય છે કે આ જ એક
નિર્વાણનો માર્ગ છે, બીજો કોઈ નિર્વાણનો માર્ગ નથી. આ રીતે નિર્વાણનો માર્ગ નક્કી
કરીને આચાર્યદેવ કહે છે કે બસ, હવે બીજા પ્રલાપથી બસ થાઓ. મારી મતિ વ્યવસ્થિત
થઈ છે, મોક્ષમાર્ગનું કાર્ય સધાય છે. આવો મોક્ષમાર્ગ દર્શાવનારા ભગવંતોને નમસ્કાર હો.–
અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી નિર્વૃત્ત થયા, નમું તેમને. (પ્રવ
૦ ૮૨)
અહા, સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે આ વીતરાગતાને જ જયવંત કહીને આચાર્યદેવે
કમાલ કરી છે. સાક્ષાત્ મોક્ષમાર્ગ એટલે સીધો મોક્ષમાર્ગ, ખરો મોક્ષમાર્ગ તો
વીતરાગતા જ છે, એટલે કે મોક્ષમાર્ગમાં પહેલેથી છેલ્લે સુધી (શરૂઆતથી પૂર્ણતા
સુધી) જે વીતરાગતા છે તે જ મોક્ષમાર્ગ છે; મોક્ષમાર્ગ તરીકે વીતરાગતા જ જયવંત
વર્તે છે; રાગનો તો મોક્ષમાર્ગમાંથી ક્ષય થતો જાય છે. આવા વીતરાગભાવરૂપ સાક્ષાત્
મોક્ષમાર્ગને જાણીને તેને આરાધવો તે મહા માંગળિક છે.
જુઓ, આ બેસતા વર્ષની બોણી અને આશીર્વાદ અપાય છે. વીતરાગી
મોક્ષમાર્ગ સમજીને તેની આરાધના કરવી તે અપૂર્વ બોણી છે. જેણે આવા
વીતરાગીમાર્ગની સમ્યક્ શ્રદ્ધા કરી તેના આત્મામાં અપૂર્વ નવું વર્ષ બેઠું, તેણે મોક્ષનો
મહોત્સવ કર્યો ને તેણે સન્તો પાસેથી સાચી બોણી અને આશીર્વાદ મેળવ્યા; ભગવાન
મહાવીર જે માર્ગે મોક્ષ પધાર્યા તે જ માર્ગે તે જાય છે.–
શ્રમણો જિનો તીર્થંકરો એ રીતે સેવી માર્ગને
સિદ્ધિ વર્યા, નમું તેમને; નિર્વાણના તે માર્ગને.

PDF/HTML Page 13 of 53
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
દસલક્ષણી – પર્યુષણપર્વની મંગલ પ્રસાદી
શ્રી અરિહંત આપણા દેવ છે
તેમના આત્માને ઓળખતાં સમ્યક્ત્વ થાય છે
સોનગઢમાં હમણાં દસલક્ષણીપર્યુષણ દરમિયાન પૂ.
ગુરુદેવના જે સમ્યક્ત્વપ્રેરક અપૂર્વ પ્રવચનો થયા તે અહીં
વાંચતાં મુમુક્ષુ સાધર્મીઓ આનન્દિત થશે. પ્રવચનસારની ૮૦
મી ગાથામાં સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય દેખાડતાં આચાર્ય
શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે અરે જીવ! તું જિન–પરમેશ્વરને લક્ષમાં
તો લે. અહો! જૈન–પરમેશ્વર એટલે આપણા અરિહંત–પરમાત્મા
દેવ! તેમના મહિમાની શી વાત! જેમનામાં અક્ષય–અમેય પૂર્ણ
આનંદ ભરેલો છે, જેમનામાં રાગ–દ્વેષનો લવલેશ નથી, અને
જેમનામાં એકલો પરમ શાંત ચૈતન્યભાવ પરિપૂર્ણ પરિણમી
રહ્યો છે–એવા મહાન સર્વજ્ઞસ્વરૂપી ભગવાનનો સ્વીકાર કરનારું
તારું જ્ઞાન પણ કેટલું મહાન છે?–તે જો. તે જ્ઞાન પણ રાગથી જુદું
પડીને અતીન્દ્રિય થઈ જાય છે, અને તે પોતાના
સર્વજ્ઞસ્વભાવનો પણ નિશ્ચય કરી લ્યે છે.–આ રીતે તે જ્ઞાન
અરિહંતોની પંક્તિમાં બેસી જાય છે ને રાગથી જુદું થઈને
મોક્ષમાર્ગમાં ચાલવા માંડે છે.
જુઓ, આ મહાવીરનો માર્ગ! ભગવાન મહાવીરને
સર્વજ્ઞ સ્વરૂપ જે બરાબર ઓળખે તેને તો આત્માના
શુદ્ધસ્વરૂપની ઓળખાણ થઈને ભેદજ્ઞાન તથા સમ્યગ્દર્શન થઈ
જાય છે.–જેણે આવી દશા પ્રગટ કરી તેણે પોતાના આત્મામાં
મોક્ષના મંગલ ઉત્સવનો પ્રારંભ કર્યો; તે જ સાચો આનંદમય
નિર્વાણ–મહોત્સવ છે.

PDF/HTML Page 14 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૧૧ :
મોહની સેનાને જીતવાનો ઉપાય શું છે? તેમાં પ્રથમ દર્શનમોહને જીતીને
સમ્યગ્દર્શન થવાની રીત શું છે? તે આ પ્રવચનસારની ૮૦ મી ગાથામાં આચાર્યદેવ
અલૌકિક રીતે બતાવે છે–
જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.
અહા, અરિહંતદેવ એટલે કોણ? જેમની ચેતના પરિપૂર્ણ ખીલી ગઈ છે, રાગ–
દ્વેષનો કોઈ અંશ જેમનામાં રહ્યો નથી; પૂરું અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિયસુખ જેમના
સર્વાત્મપ્રદેશોમાં પરિણમી ગયું છે;– આવા શુદ્ધઆત્મા તે અરિહંત છે. તેમના સ્વરૂપને
ઓળખતાં શુદ્ધઆત્માનું સ્વરૂપ ઓળખાય છે, એટલે રાગથી ભિન્ન પોતાના શુદ્ધ
આત્માનું સ્વરૂપ પણ ઓળખાય છે, કેમકે નિશ્ચયથી અરિહંતના અને આ આત્માના
સ્વરૂપમાં તફાવત નથી.
અહીં મોહક્ષય કરવા માટે ઊપડેલો મુમુક્ષુ જીવ એવો છે કે જેણે બીજા બધા
કુમાર્ગ છોડીને સર્વજ્ઞ વીતરાગ એવા અરિહંતદેવને જ ધ્યેય બનાવ્યા છે, ને તે
અરિહંતદેવના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખ્યા છે;–આ રીતે અરિહંતને ઓળખીને
ત્યાં (અરિહંતના લક્ષમાં) જ અટકી જતો નથી, પણ પોતાના આત્મા સાથે તેનું
મિલાન કરીને, તેમના જેવા પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ ઓળખીને પોતાના આત્મામાં
ઢળે છે, ને દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપેલી શુદ્ધચેતનારૂપે પોતાનો અનુભવ કરીને
સમ્યગ્દર્શન પામે છે. ત્યાં દર્શનમોહ જીતાઈ જાય છે.
જ્ઞાન અને રાગની ભિન્નતાના અનુભવ માટે અહીં ધ્યેય તરીકે અરિહંત–સર્વજ્ઞ–
દેવને લીધા, કેમકે રાગ વગરનો એકલો પરિપૂર્ણ ચૈતન્યભાવ તેમને પ્રગટ છે, તેમના
દ્રવ્ય–ગુણ ચેતનમય છે ને પર્યાય પણ ચેતનમય છે,–આ રીતે તેમનો આત્મા સર્વ પ્રકારે
શુદ્ધચેતનમય છે, તેને ઓળખતાં આત્માનું શુદ્ધસ્વરૂપ ઓળખાય છે, જ્ઞાનપરિણતિ
રાગથી પાર અતીન્દ્રિય થઈને ચેતનમય આત્માની સ્વાનુભૂતિ કરીને તેમાં અંતર્લીન
થઈ જાય છે, એટલે અતીન્દ્રિય આનંદ સહિત સમ્યગ્દર્શન થાય છે. સર્વે અરિહંતોએ
સમ્યગ્દર્શનની આ જ રીત કહી છે. પોતે જે રીતે મોહનો નાશ કર્યો તેનો જ ઉપદેશ
આપણને આપ્યો–નમસ્કાર હો તે અર્હંત ભગવંતોને!
રાગથી ભિન્ન ચૈતન્યતત્ત્વ ઓળખાવવું છે, ને સમસ્ત મોહનો નાશ કરવો છે,

PDF/HTML Page 15 of 53
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
તેથી ઉદાહરણમાં સામે પણ જેમને અંશમાત્ર રાગ કે મોહ નથી એવા સર્વજ્ઞ અરિહંતદેવ
લીધા છે; બીજા છદ્મસ્થ–રાગવાળા જીવની વાત નથી લીધી. રાગી જીવોની પર્યાયમાં
રાગ દેખીને અજ્ઞાનીને જ્ઞાન અને રાગની ભિન્નતા ઓળખાતી નથી; પણ જ્યાં
અરિહંતના આત્માને જાણે ત્યાં રાગ વગરનું શુદ્ધ ચેતનરૂપ જીવતત્ત્વ કેવું છે તે તેના
લક્ષમાં આવી જાય છે ને રાગમાં ક્્યાંય એકત્વબુદ્ધિ રહેતી નથી; ત્યાં અજ્ઞાનનો નાશ
થઈને ભેદજ્ઞાન ને સમ્યક્ત્વ થઈ જાય છે.
અરિહંતને ઓળખતાં રાગ વગરનું ચૈતન્યસ્વરૂપ કેવું છે તે લક્ષમાં લઈને
મુમુક્ષુજીવ પોતાના આત્માનો પણ તેવો જ સ્વભાવ નક્કી કરી લ્યે છે. અહા,
ચેતનસ્વભાવ આત્મામાં સર્વત્ર પ્રસરેલો છે, દ્રવ્ય ચેતન, ગુણ, ચેતન, પર્યાય ચેતન,
એકલા ચૈતન્યભાવનો પિંડ આત્મા, તેમાં ક્્યાંય રાગ ન સમાય. આવા પોતાના
સ્વરૂપને લક્ષગત કરે ત્યાં નિર્વિકલ્પ અનુભૂતિસ્વરૂપ સમ્યગ્દર્શન થઈ જાય છે.
પહેલાંં જ્ઞાનમાં અરિહંતના આત્માનું સ્વરૂપ વિચારે છે, ને પોતાના આત્મા સાથે
તેની મેળવણી કરે છે, ત્યાં સુધી જો કે હજી તે જ્ઞાન સાથે ભેદ–વિકલ્પ પણ છે, પણ
ત્યારેય જ્ઞાન તો વિકલ્પ વગરના ચેતનસ્વરૂપને નક્કી કરે છે, એટલે તરત જ તે જ્ઞાન,
પોતાના ચૈતન્યસ્વભાવની સમ્મુખ થઈને તેનો સમ્યક્ અનુભવ કરે છે, ત્યાં પરલક્ષનો
કે દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદનો વિકલ્પ રહેતો નથી. અજ્ઞાનીને તો અરિહંતના આત્માની
પણ સાચી ઓળખાણ નથી. જીવ જ્યાં અરિહંતના આત્માનું સ્વરૂપ જાણે ત્યાં પોતાના
આત્માનું સ્વરૂપ પણ પરમાર્થે તેવું જ છે–એમ પણ તે જાણે છે, એટલે તેને રાગવગરની
ચૈતન્યસત્તાનો સ્વીકાર થઈ જાય છે.
અરે, અરિહંતને ‘કેવળજ્ઞાન’ છે,–એમ કેવળજ્ઞાનના સદ્ભાવનો’ જ્ઞાનમાં
સ્વીકાર કરવા જાય ત્યાં તો ‘રાગના અભાવનો સ્વીકાર થઈ જાય છે, જ્ઞાન રાગથી જુદું
પડીને જ્ઞાનસ્વભાવમાં તન્મય થઈ જાય છે. કેવળજ્ઞાન કહો કે આત્માનો જ્ઞાનસ્વભાવ
કહો, તેના નિર્ણયમાં તો વીતરાગભાવનો અતીન્દ્રિય પુરુષાર્થ છે. રાગવડે કે
ઈન્દ્રિયજ્ઞાનવડે કેવળજ્ઞાનનો નિર્ણય કદી થઈ શકતો નથી. શુભરાગને કે ઈન્દ્રિયોને જે
જ્ઞાનનું સાધન માને છે તેને પણ કેવળજ્ઞાનનો નિશ્ચય થઈ શકતો નથી; કેવળજ્ઞાનમાં
રાગ કેવો? ને ઈન્દ્રિયની સહાય કેવી? એવા જ્ઞાનનું સ્વરૂપ નક્કી કરતાં, પોતાના
આત્માનું જ્ઞાનસ્વરૂપ પણ તેવું જ, રાગ ને ઈન્દ્રિયો વગરનું છે એમ જીવને
શુદ્ધચૈતન્યતત્ત્વ અનુભવમાં આવી

PDF/HTML Page 16 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૧૩ :
જાય છે; ત્યાં મોહનો નાશ થઈને સમ્યગ્દર્શન થાય છે...મોક્ષના દરવાજા ઊઘડી જાય છે.
વાહ રે વાહ! અરિહંતોનો માર્ગ!!
અરિહંતોનો માર્ગ તે મોહના નાશનો માર્ગ છે એટલે આત્માના મહાન આનંદની
પ્રાપ્તિનો તે માર્ગ છે. અરિહંતના માર્ગને જે અનુસરે તેને આત્માનો આનંદ મળે જ,
એટલે સમ્યગ્દર્શનાદિ થાય જ.
વાહ, આચાર્યદેવે અરિહંતનો નમૂનો બતાવીને આત્માનું શુદ્ધસ્વરૂપ એકદમ
સ્પષ્ટ બતાવી દીધું છે. મોહના નાશ માટે અરિહંતોને સાથે રાખ્યા છે...અહો, અરિહંતો!
તમારા જેવા જ ચેતનસ્વરૂપ મારો આત્મા છે; મારા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને હું જ્યાં
ચેતનસ્વરૂપે જ દેખું છું ત્યાં હવે મોહને મારામાં રહેવાનું કોઈ સ્થાન જ ન રહ્યું; ચેતન–
ભાવના આશ્રયે મોહ કેમ રહી શકે? એટલે ચેતનભાવરૂપે પોતાના આત્માને
અનુભવમાં લેતાં જ મોહ નિરાશ્રય થઈને નાશ પામે છે; કેમકે મોહને રહેવાનો આશ્રય
તો મિથ્યાત્વ અને રાગ–દ્વેષ હતા, પણ કાંઈ ચેતનભાવ તેનો આશ્રય નથી.
ચેતનભાવમાં તો વીતરાગતા ને પરમ આનંદ છે, તેમાં મોહ રહી શકતો નથી. જુઓ,
સમ્યગ્દર્શન થાય ત્યાં આવો આત્મા સ્પષ્ટ વેદનમાં આવી જાય છે.
અરિહંત કહો કે એકલું જ્ઞાનતત્ત્વ કહો, તે પરિસ્પષ્ટ છે, સોળવલા (સો ટચના)
સોના જેવું શુદ્ધ છે, પૂર્ણ છે, તેમાં રાગાદિ કોઈ પરભાવની ભેળસેળ નથી.–આવું શુદ્ધ
જ્ઞાનતત્ત્વ જાણતાં આત્માના પરિપૂર્ણ શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. ‘અર્હંત’ એટલે
પૂજ્ય; આત્માનું આવું શુદ્ધજ્ઞાનસ્વરૂપ છે તે પૂજ્ય છે, અર્હંતના સ્વરૂપમાં અને તેના
સ્વરૂપમાં કાંઈ ફેર નથી.
જુઓ, આ મહાવીર ભગવાનનો માર્ગ! મહાવીર ભગવાનને સર્વજ્ઞસ્વરૂપે જે
ખરેખર ઓળખે તેને તો શુદ્ધ આત્માની ઓળખાણ થઈને ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન
થઈ જાય છે. જેણે આવી દશા પ્રગટ કરી તેણે પોતાના આત્મામાં મોક્ષનો મંગલ ઉત્સવ
ઊજવ્યો; સાચો નિર્વાણ–મહોત્સવ તેણે મહા આનંદપૂર્વક શરૂ કર્યો.
જે જાણતો મહાવીરને ચેતનમયી શુદ્ધભાવથી;
તે જાણતો નિજાત્મને સમકિત લ્યે આનંદથી.
અરે જીવ! તારા જૈન–પરમેશ્વરને લક્ષમાં તો લે! અહો, જૈનપરમેશ્વર તારા
અરિહંત–પરમાત્મા દેવ! એના મહિમાની શી વાત કરવી? જ્યાં અક્ષય–અમાપ પૂર્ણ

PDF/HTML Page 17 of 53
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
આનંદના ઢગલા છે, જ્યાં રાગનો કોઈ લવલેશ નથી, જ્યાં એકલો પરમશાંત
ચૈતન્યભાવ પરિપૂર્ણ પરિણમી રહ્યો છે.–આવા મોટા ભગવાનને સ્વીકારનારું તારું જ્ઞાન
પણ કેવડું મોટું છે?–એ જ્ઞાન પણ રાગથી છૂટું પડીને અતીન્દ્રિય થઈ જાય છે, ને
સર્વજ્ઞસ્વભાવને પોતામાં સ્વીકારી લ્યે છે. એ જ્ઞાન તો અરિહંતોની પંક્તિમાં બેઠું,
રાગથી છૂટું પડીને મોક્ષના મારગમાં ચાલવા માંડ્યું.
* * *
જેના ‘જ્ઞાનમાં’ (–રાગમાં નહીં પણ જ્ઞાનમાં) સર્વજ્ઞદેવ બેઠા તેને હવે ભવ–
ભ્રમણ હોય નહિ; એનું જ્ઞાન તો સ્વતરફ ઝુકી ગયું ને તેને મોક્ષની સાધના શરૂ થઈ
ગઈ; એને હવે અનંત ભવની વાત કેવી? અનંતભવ હોવાની શંકા જેને વર્તે છે તેના
જ્ઞાનમાં સર્વજ્ઞ બેઠા નથી; તેના જ્ઞાનમાં (–એટલે કે અજ્ઞાનમાં) તો ભવ બેઠા છે,
ભવવગરના મોક્ષસ્વરૂપ ભગવાન તેના જ્ઞાનમાં આવ્યા નથી.–અહો, આમાં તો
અંતર્મુખદ્રષ્ટિની ઘણી ગંભીરતા છે.
સમયસાર ગાથા ૧૧ માં (भूयत्थमस्सिदो खलु सम्माइट्टी हवइ जीवो।)
ભૂતાર્થસ્વભાવના આશ્રયથી જ જીવને સમ્યગ્દર્શન કહ્યું છે. અને અહીં (પ્રવચનસાર
ગાથા ૮૦ માં) તે ભૂતાર્થસ્વભાવ કેવો છે તે અરિહંતદેવના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે: જેમ
અરિહંતભગવાન સર્વપ્રકારે એટલે કે દ્રવ્યથી ગુણથી ને પર્યાયથી શુદ્ધચેતનરૂપ છે, તેમાં
ક્્યાંય રાગનો સંબંધ નથી; તેમ મારા આત્મામાં પણ ચેતનપણે નિત્ય ટકતું જે
અન્વયપણું છે તે દ્રવ્ય છે, ચૈતન્ય એવું જે મારું વિશેષણ છે તે ગુણ છે, ને
ચૈતન્યપ્રવાહમાં ક્ષણે ક્ષણે થતી જુદીજુદી ચેતનપરિણતિ તે મારી પર્યાય છે; આમ દ્રવ્ય –
ગુણ–પર્યાય ત્રણેય એક ચૈતન્યભાવરૂપ જ છે. આ રીતે ત્રણેને એક ચૈતન્યસ્વભાવમાં
જ સમાડીને, ભેદ વગરના અભેદ આત્માને દ્રષ્ટિમાં લેવો તે ભૂતાર્થદ્રષ્ટિ છે, ને તે જ
સમ્યગ્દર્શન છે. સમયસારની ૧૧ મી ગાથા કે પ્રવચનસારની ૮૦ મી ગાથા,–બંનેમાં
સમ્યગ્દર્શનનો મૂળભૂત ઉપાય એક જ બતાવ્યો છે, બંને ગાથા એક કુંદકુંદસ્વામીની જ
લખેલી છે, ને બંનેના ટીકાકાર પણ એક અમૃતચંદ્રસ્વામી જ છે; આચાર્યભગવંતોએ
સમ્યગ્દર્શનના ગંભીર રહસ્યો ખુલ્લા કરીને સમજાવ્યા છે; બધાનું તાત્પર્ય એક જ છે.
અરિહંત જેવા પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને ચેતનરૂપ જાણીને, પછી તે ત્રણ
ભેદને પણ દૂર કરીને ચેતનપર્યાયોને તેમજ ચૈતન્યગુણને એક દ્રવ્યમાં જ ભેળવીને,
અભેદરૂપ એક આત્માને દ્રષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન છે.–આનું જ નામ ભૂતાર્થનો આશ્રય

PDF/HTML Page 18 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૧૫ :
છે; આ જ શુદ્ધનય છે, ને આ જ ચૈતન્ય ચિંતામણિની પ્રાપ્તિ છે. વાહ રે વાહ!
અરિહંતોના માર્ગમાં સમ્યગ્દર્શનની રીત બતાવીને ભવ્યજીવોને ન્યાલ કરી દીધા છે.
સમ્યગ્દર્શનના અનુભવમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદની વાસના રહેતી નથી, ભેદ
અલોપ થઈ જાય છે ને એક સર્વોપરી ચૈતન્યતત્ત્વ પ્રસિદ્ધ થાય છે.
જુઓ, સમ્યગ્દર્શન પામવા માટે મુમુક્ષુજીવ કેવો ઉપાય કરે છે તેનું આ વર્ણન છે.
મુમુક્ષુજીવ પ્રથમ તો બીજે બધેથી છૂટીને, વીતરાગ જિનશાસનમાં આવ્યો, ને
અરિહંત–સર્વજ્ઞપરમાત્માને પોતાના આરાધ્યદેવ તરીકે સ્વીકાર્યા. હવે તે અરિહંતદેવના
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે સર્વથા રાગ વગરનાં, ને શુદ્ધ ચેતનમય છે–એમ
ઓળખીને પોતાના આત્માનું તેની સાથે મિલાન કર્યું; પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયને
ચેતનલક્ષણથી જાણીને રાગથી તો જુદા પાડ્યા; હવે પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદમાં
પણ ઊભો નથી રહેતો, પણ ચેતનપર્યાયને દ્રવ્યમાં જ સમાવીને અભેદ કરે છે, જુદી
નથી રાખતો; એ જ રીતે ગુણને પણ દ્રવ્યમાં જ અંતર્લીન કરીને, દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેથી અભેદસ્વરૂપ આત્મામાં ઉપયોગને એકાગ્ર કરીને નિષ્કંપપણે અનુભવ કરે છે–
એ જ ક્ષણે સમ્યગ્દર્શન થાય છે ને મોહનો નાશ થાય છે.
જુઓ, સમ્યગ્દ્રષ્ટિ પર્યાયને તથા ગુણને આત્મદ્રવ્યમાં અભેદ કરીને અનુભવે છે,
ત્યાં જે પર્યાયને અંતર્લીન કરી છે તે શુદ્ધ છે, ચૈતન્યપરિણતિરૂપ છે, તેમાં રાગપર્યાય ન
આવે. રાગ તો ચૈતન્યની અનુભૂતિથી બહાર રહી ગયો; એક પર્યાયમાં સ્વભાવ ને
પરભાવ જુદા પડી ગયા; પર્યાયમાં જે ચૈતનભાવ છે તેને તો ચેતન્યદ્રવ્ય સાથે અભેદ
કર્યો; ને રાગાદિ પરભાવોને ચૈતન્યથી ભિન્ન જાણ્યા.–આવા ઉપાયથી આત્માની
અનુભૂતિ થતાં અરિહંત જેવા અતીન્દ્રિય આનંદનો સ્વાદ પોતામાં પણ આવે છે. આ તો
કોઈ અદ્ભુત અલૌકિક દશા છે. અરિહંત જેવો આત્મા ધ્યેયમાં લેતાં અરિહંતદેવ જેવી
દશા અંશે પોતાને પ્રગટી, એટલે પોતે હવે અરિહંતનો નંદન થયો, ભગવાનનો
પુત્ર થયો, તીર્થંકરોના પરિવારનો થઈને તેમના માર્ગમાં ભળ્‌યો.–આનું નામ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શનના ધ્યેયમાં ‘આ દ્રવ્ય’ એવો ભેદ પણ નથી; આ દ્રવ્ય, આ ગુણ, આ
પર્યાય–એવા ભેદો અસ્ત થઈને એક સર્વોપરી ચેતનતત્ત્વને જાણતાવેંત વિકલ્પોની ક્રિયા
અટકી જાય છે, ને નિષ્ક્રિય એવા ચૈતન્યભાવ પ્રગટે છે, તે ચૈતન્યભાવ આત્માના
અનંતગુણના રસથી ભરેલો છે. અહા! દ્રવ્યપર્યાયના ભેદ પણ જેમાં નથી, એવી
અનુભૂતિમાં

PDF/HTML Page 19 of 53
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
દ્રવ્ય–ગુણ–નિર્મળપર્યાય બધું અભેદપણે સ્વાદમાં આવી જાય છે, તે સમ્યગ્જ્ઞાન છે; તે
સમ્યગ્દર્શન છે, તે શાંતિ છે, તે સમયસાર છે; ધર્મને માટે જે કાંઈ કહો તે બધું તેમાં
સમાય છે, કેમકે તેમાં અનંતગુણનો રસ એકરસપણે સ્વાદમાં આવે છે. અનંતગુણનું
નિર્મળપરિણમન સમ્યગ્દર્શન થતાં જ ઉલ્લસે છે. પણ ‘આ દ્રવ્ય કર્તા, નિર્મળ પરિણામ
કાર્ય, ને પરિણમન તે ક્રિયા’ એવા ત્રણ ભેદના વિકલ્પનું વેદન જ્ઞાનમાં આવતું નથી;
જ્ઞાનનો સ્વાદ વિકલ્પથી છૂટો પડી ગયો છે; એટલે કર્તા–કર્મ–ક્રિયાના ભેદના વિકલ્પરૂપ
ક્રિયા જ્ઞાનમાં રહેતી નથી, તે અપેક્ષાએ ચિન્માત્રભાવને નિષ્ક્રિય કહ્યો છે,–પણ ત્યાં
પરિણતિ છે જ નહિ–એવો નિષ્ક્રિયનો અર્થ નથી.
આત્માના સાચા સ્વરૂપનો નિશ્ચય કરવા માટે પહેલાંં ઉદાહરણરૂપે અરિહંતદેવને
લક્ષમાં લીધા; પણ જ્ઞાનમાં અરિહંત જેવા આત્મસ્વરૂપનો નિર્ણય કરીને પછી અનુભવ
કરવાના ટાણે અરિહંત ઉપર લક્ષ નથી રહેતું પણ ઉપયોગ અંદર પોતાના
ચૈતન્યસ્વભાવમાં ઝૂકી જાય છે, ને તે સ્વભાવના કોઈ પરમ અદ્ભુત મહિમાને જાણતાં
જ જ્ઞાન તેમાં એવું લીન થઈ જાય છે કે દ્રવ્ય–ગુણ–પર્યાયના કે કર્તા–કર્મ–ક્રિયાના ભેદના
વિકલ્પો પણ રહેતા નથી, નિર્વિકલ્પપણે ચેતના પોતાના સ્વરૂપનું વેદન કરે છે, ને તે જ
વખતે અતીન્દ્રિય આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે.–જેણે આવું
કર્યું તે જીવે ચેતનભાવવડે ભગવાનની સાચી ભક્તિ કરી; અજ્ઞાનીએ જ્ઞાન વગર
એકલા રાગવડે ભગવાનની ભક્તિ તો કરી, પણ તેથી તેને ભવનો અંત ન આવ્યો; ને
રાગથી ભિન્ન પડીને જ્ઞાનચેતના વડે જેણે એકવાર પણ ભગવાનને ભજ્યા તેના
ભવનો અંત આવી ગયો. વાહ રે વાહ!
(૮) આઠ કર્મને (૦) શૂન્ય કરીને સિદ્ધપદ
પમાય એવો ઉપાય આચાર્યભગવાને આ ‘૮૦’ મી ગાથામાં પ્રસિદ્ધ કર્યો છે.
મોહના નાશના ને મોક્ષની પ્રાપ્તિના અફર મંત્રો જગતને આપ્યા છે.
અહા, એક આત્મામાં દ્રવ્ય–ગુણ– પર્યાય એવા ત્રણ પ્રકાર હોવા છતાં તે ત્રણેને
એકમાં સમાવીને એકરૂપ આત્માની અનુભૂતિ કરવી,–આવો અપૂર્વ અનેકાન્તસ્વભાવ,
જૈનશાસન સિવાય બીજું કોઈ બતાવી શકે નહિ, ને સમ્યગ્દ્રષ્ટિ જૈન સિવાય બીજાને તે
સમજાય નહિ. આ સમજે ત્યાં સમ્યગ્દર્શન થાય ને મોક્ષમાર્ગ ખુલી જાય.–આવો અપૂર્વ
આનંદમય માર્ગ જૈન–સંતોએ જગતને દેખાડયો છે.
તે માર્ગ સમજીને તેમા ચાલવું તે સાચો નિર્વાણ – મહોત્સવ છે.

PDF/HTML Page 20 of 53
single page version

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૧૭ :
મોહના ક્ષયનો ઉપાય
જિનવાણીનો સમ્યક્અભ્યાસ મોહને તોડવા માટેનું બ્રહ્માસ્ત્ર છે.
ભાવજ્ઞાનવડે જિનવાણીની ઉપાસના કરતાં મુમુક્ષુના અંતરમાં
આનંદની ધારા ઉલ્લસે છે...ને મોહનો નાશ થાય છે.
જિનવાણીનો પરમ મહિમા બતાવીને, મુમુક્ષુજીવને તે
જિનવાણીના સમ્યક્અભ્યાસદ્વારા આત્મપ્રાપ્તિનું શૌર્ય જગાડનારાં
આ પ્રવચનો વાંચતાં, જિજ્ઞાસુજીવો આનંદસહિત આત્મ–પ્રયત્નમાં
ઉલ્લસિત થશે. (પ્રવચનસાર ગાથા ૮૬ થી ૯૦ નાં પ્રવચનોનો સાર
અહીં આપ્યો છે.) મુમુક્ષુજીવ ‘સહૃદય’ છે એટલે દ્રવ્યશ્રુતના
અભ્યાસવડે જ્ઞાનીસંતોના હૃદયના તળીયાને સ્પર્શીને તેમના
ભાવોને જાણી લ્યે છે. શબ્દોમાં નથી રોકાતો પણ જ્ઞાનીના હૃદયમાં
પહોંચી જાય છે, ત્યાં તેને આનંદની શાંતધારા ઉલ્લસે છે.
–આ માટે અંદર આત્માની લગન લાગવી જોઈએ.
શાસ્ત્રાભ્યાસનો હેતુ કાંઈ શાસ્ત્ર સામે જોઈને બેસી રહેવાનો નથી
પણ શાસ્ત્રમાં જેવો કહ્યો તેવો પોતાનો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા
લક્ષમાં લઈને તેનું સ્વસંવેદન કરવું તે મુમુક્ષુનો હેતુ છે, ને એવું
ચૈતન્ય–સંવેદન થતું જાય તે જ સમ્યક્ શાસ્ત્રાભ્યાસછે. તેના ફળમાં
આનંદની પ્રાપ્તિ ને મોહનો નાશ થાય છે. મુમુક્ષુને શાસ્ત્રઅભ્યાસમાં
વિકલ્પ ગૌણ છે ને જ્ઞાન મુખ્ય છે; તે જ્ઞાન આત્માના સ્વભાવને
અનુસરીને વિકલ્પથી જુદું કામ કરે છે.
શાસ્ત્રોવડે પ્રત્યક્ષ આદિથી જાણતો જે અર્થને,
તસુ મોહ પામે નાશ નિશ્ચય; શાસ્ત્ર સમધ્યયનીય છે. (૮૬)