Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 41
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૩૨
સળંગ અંક ૩૭૪
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 41
single page version

background image
વીર સં. વર્ષ ૩૨
૨૫૦૧ અંક: ૩૭૪
હે કુંદકુંદસ્વામી! આકર જરા દિખાજા
(ભરતક્ષેત્રના નાનકડા તીર્થંકર)
ભારતના ચતુર્વિધસંઘે જ્યારે કુંદકુંદ મુનિરાજને (માગશર વદ
આઠમે) આચાર્યપદે સ્થાપીને જૈનશાસનના નાયકપણે સ્વીકાર્યા તે
વખતનો ઉત્સવ કેવો હશે! પોતાની અદ્ભુત આત્મ પ્રતિભાવડે
મોક્ષમાર્ગનો મહાન રથ ચલાવનારા એ સંત કેવા હશે? સીમંધરનાથને
સાક્ષાત્ દેખનાર એ સન્ત કેવા હશે? અને વિદેહક્ષેત્રમાં આવડા, દેહથી
નાનકડા પણ અધ્યાત્મમાં મોટા, મુનિરાજને દેખીને ત્યાંના જીવો કેવા
પ્રસન્ન થયા હશે? અને વિદેહથી આવ્યા પછી જ્યારે આનંદના
અનુભવથી ભરેલી મધુરી કલમ વડે ‘वंदित्तु सव्वसिद्धे’.......લખીને
સમયસારની રચના કરતા હશે ત્યારે શ્રુતદેવીમાતા પોતાના આ નંદનને
દેખીને કેવા પ્રસન્ન થયા હશે? આત્મવૈભવ વડે આપણને શુદ્ધાત્મા
દેખાડનારા એ ભરતક્ષેત્રના નાનકડા તીર્થંકર કેવા મજાના હશે! ! અહા!
સોનગઢ આવીને આજે આપણને દર્શન આપે તો! વાહ ભાઈ વાહ!
તેમના પ્રતાપે તો આપણે ધર્મકાળમાં વર્તી રહ્યા છીએ.
તંત્રી: પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૧ માગશર (લવાજમ: છ રૂપિયા) વર્ષ ૩૨: અંક ૨

PDF/HTML Page 3 of 41
single page version

background image
વાર્ષિક લવાજમ વીર સં. ૨૫૦૧
રૂપિયા માગશર:
વર્ષ ૩૨ ઈ. સ. 1974
અંક DIC.
એકત્વમાં સુંદરતા....ને...એકત્વમાં મોક્ષમાર્ગ
હે આત્મશોધક!
તું સ્વદ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપે એક સત્ છો. તારા દ્રવ્ય–ગુણ–
પર્યાયમાં પ્રદેશભેદ માનીશ નહિ; તારા દ્રવ્ય–ગુણ–પર્યાયને સર્વથા જુદા
માનીને આત્માની એકતાને ખંડિત કરીશ નહીં. દ્રવ્ય–ગુણ–પર્યાયથી
અખંડિત એક સત્પણે તું પોતાને અનુભવજે...એવા સત્ના એકત્વમાં
કોઈ અશુદ્ધતા કે પરભાવ નહિ રહે, અપૂર્ણતા નહિ રહે. એકત્વની
પૂર્ણતાથી તું સ્વયં શોભી ઊઠીશ.
જૈન–સંતોએ પોતાના એકત્વના અનુભવનું આ ગંભીર રહસ્ય
મુમુક્ષુઓને બતાવ્યું છે. તે રહસ્યને સમજનાર મુમુક્ષુજીવ એમ અનુભવે
છે કે ‘હું મારા આત્માને દ્રવ્યથી–ક્ષેત્રથી–કાળથી કે ભાવથી ખંડિત કરતો
નથી. સુવિશુદ્ધ એક જ્ઞાનભાવરૂપે જ અનુભવું છું. ’ આવો એકત્વનો
અનુભવ તે જ મોક્ષમાર્ગ છે, તે જ સુંદર છે.
“એકત્વનિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં.”

PDF/HTML Page 4 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૧ :
પ્રભો સર્વજ્ઞમહાવીર! અઢીહજાર વર્ષ પહેલાંંના આપના
નિર્વાણમહોત્સવને આજે તાજો કરી, અમારા નાનકડા જ્ઞાનમાં પણ અમે
આપનો સાક્ષાત્કાર કરીએ છીએ. અમારું નાનકડું (મતિશ્રુત) જ્ઞાન પણ
જ્યારે આપની સાથે સંપર્ક કરે છે (–અંતર્મુખ થઈને સર્વજ્ઞસ્વભાવમાં
જોડાય છે) ત્યારે તે પોતે પણ અતીન્દ્રિય થઈને એવું મહાન થઈ જાય છે
કે સર્વજ્ઞતા પણ તેને પોતાથી જરાય દૂર નથી લાગતી. તે ઈન્દ્રિયોથી પાર
થઈને અતીન્દ્રિયસુખના રસમાં તરબોળ બને છે.
પ્રભો! અમારું આવું જ્ઞાન સ્વયમેવ આનંદના ઉત્સવરૂપ છે.
અમારા જ્ઞાનમાં આપ સદાય હાજરાહજુર વર્તો છો. આવું આ જ્ઞાન
ઉત્સવપૂર્વક નિર્વાણની સાધના કરતું–કરતું આનંદમય પગલે નિર્વાણ–
મંદિરમાં આપની સમીપ આવી રહ્યું છે....આપની પાસે પહોંચવાને હવે
ઝાઝી વાર નથી. –બ્ર. હ. જૈન

PDF/HTML Page 5 of 41
single page version

background image
: : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
ભારતભરમાં ગાજી રહ્યું છે મહાવીરનું નામ,
આનંદ સૌ ઉત્સવ ઉજવે વીરના ભક્તો તમામ.
સમસ્ત ભારતનો જૈનસમાજ અભૂતપૂર્વ ચેતનાથી જાગી ઊઠ્યો છે
કોણ કહે છે ભારતમાં આજે મહાવીર નથી! દિલ્હીમાં દેખો કે સોનગઢમાં,
લાલમેદાનમાં દેખો કે નાની શેરીઓમાં દેખો, ભારતના ખૂણેખૂણામાં જ્યાં જુઓ ત્યાં
તમને ‘મહાવીર’ નો અવાજ સંભળાશે; આજ આખોય દેશ મહાવીરપ્રભુના ગુણગાનથી
ગુંજી રહ્યો છે. ચાલો, આપણે જોઈએ–સાંભળીએ કે ક્યાં શું બની રહ્યું છે! ને કેવી
ધામધૂમથી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે!
દેખો,–આ છે પાટનગર દિલ્હી! ઘણું મહાન સરઘસ ચાલી રહ્યું છે. સૌથી મોખરે
પંચપરમેષ્ઠીનો વિજય સૂચવતો ‘પચરંગી ધર્મધ્વજ’ ફરકી રહ્યો છે. અને એક પછી એક
ટ્રકમાં મહાવીર ભગવાનના જીવનની કેવી મજાની રચનાઓ શોભે છે! ત્રણસો તો
રચનાઓ જૈનધર્મના મહિમાને પ્રસિદ્ધ કરી રહી છે. લાખો ભક્તજનો આનંદથી
વીરનાથનો જય–જયકાર કરી રહ્યા છે, ત્યાગી વર્ગનો મોટો સમૂહ પણ આનંદથી
હળીમળીને સરઘસમાં ચાલી રહ્યો છે ને વીરમાર્ગ પ્રત્યે ભક્તિ પ્રદર્શિત કરી રહ્યો છે.
ભજન અને નૃત્ય મંડળીઓ આનંદપૂર્વક એકએકથી ચડિયાતા કાર્યક્રમો દેખાડી રહી છે.
ચાર માઈલના રસ્તામાં લાખો નગરજનો તેમજ વિદેશી પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઈને
આ અભૂતપૂર્વ ધર્મજુલૂસ જોઈ રહ્યા છે અને એકબીજાને કહે છે કે અહા! આવું ભવ્ય
ધાર્મિકસરઘસ દિલ્હીમાં આજે પહેલી જ વાર દેખ્યું. –જાણે મહાવીર ભગવાન જ પુન:
પધારીને ભારતમાં મંગલ વિહાર કરી રહ્યા હોય! આખી દિલ્હી નગરી પણ પોતાના
વહાલા નાથને પામીને આજે સોળે શણગારથી સુસજ્જ બનીને અદ્ભુત ખીલી ઊઠી છે!
અનેરી શોભા વચ્ચે, ને અનેરા ઉત્સવ વચ્ચે ચાલતી વીરપ્રભુની શોભાયાત્રા સવારે ૧૧
વાગે શરૂ થઈને સાંજે છ વાગે લાલકિલ્લાના મેદાનમાં

PDF/HTML Page 6 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
પહોંચી મહાવીરના બધાય ભક્તો એમાં ભાગ લઈ રહ્યા છે. અરે, પણ વચ્ચે મસ્જીદ
પાસે આ શેનો કોલાહલ છે!! –વાહ, જુઓ તો ખરા! આપણા દેશના મુસ્લીમ ભાઈઓ
પણ મહાવીર ભગવાનનો આ અભૂતપૂર્વ ઉત્સવ દેખીને કેવા પ્રમુદિત થઈ રહ્યા છે!
તેઓ મહાવીર–સન્દેશ લખેલા ઝંડા વડે જુલૂસનું સ્વાગત કરી રહ્યા છે, ને સાકર–
ઈલાયચી વહેંચી રહ્યા છે. કેટલા બધા ઊંટ–હાથી–ઘોડા પણ સુસજ્જિત થઈને જુલુસમાં
ચાલતા થકા પોતાને ભાગ્યશાળી સમજી રહ્યા છે! ને બેન્ડવાજાં તો મંગલ નાદથી
આખી નગરીને ગજાવી રહ્યા છે. આટલા બધા આપણા સાધર્મી ભાઈઓને એકસાથે
દેખીને તથા મહાવીરશાસનનો આવડો મોટો મહિમા દેખીને કેવો આનંદ થાય છે!!–
“વાહ ભાઈ વાહ! ધન્ય અવસર છે! ’
સરઘસમાં લાખોની સંખ્યામાં યાત્રીઓ ભાગ લઈ રહ્યા છે, –પરંતુ કોઈને એ
યાદ નથી આવતું કે અમે દિગંબર છીએ કે શ્વેતાંબર છીએ. બધાયને એક જ ધૂન લાગી
છે કે અમે મહાવીરના સંતાન છીએ અને મહાવીરપ્રભુનો અઢીહજારવર્ષીય
નિર્વાણમહોત્સવ ઉજવી રહ્યા છીએ. બધા ત્યાગીઓ–નેતાઓ–વિદ્વાનો તથા જનતા
હળીમળીને ચાલી રહ્યા છે ને સમસ્ત જનતાનો એક જ અવાજ છે કે ‘કલ્યાણ કરવું
હોય તો વીરમાર્ગમાં આવો; મહાવીરનો વીતરાગી સન્દેશ જ જગતનું કલ્યાણ કરશે. ’
સરઘસમાં કોઈ ગુજરાતી, કોઈ પંજાબી, કોઈ રાજસ્થાની, તો કોઈ મારવાડી,–એમ
ચિત્રવિચિત્ર વેશભૂષા હોવા છતાં બધાયના મોંમાંથી એક જ ભાષા નીકળતી હતી કે
‘ભગવાન મહાવીરકી જય! ’
દિલ્હીના રામલીલા મેદાનમાં પંચપરમેષ્ઠીના માર્ગને પંચરંગી ધર્મધ્વજ દ્વારા
પ્રસિદ્ધ કરી રહેલા સુસજ્જિત મંચ ઉપરથી ઘણી મોટી જાહેરસભાની વચ્ચે ભારતના
વડાપ્રધાન શ્રીમતી ઇંદિરાબેન ગાંધીએ આખા રાષ્ટ્ર તરફથી ભગવાન મહાવીરને
શ્રદ્ધાંજલિ આપી અને ભારતના ગૌરવશાળી અધ્યાત્મ–વારસાની ચર્ચા કરતાં તેમણે
કહ્યું કે આ એક અજબની–આશ્ચર્યકારી વાત છે કે બીજા દેશો પાસે ખૂબ જ ધનવૈભવ ને
સુખસુવિધાઓ હોવા છતાં પણ તે દેશો આપણી સામે મીટ માંડીને બેઠા છે, કેમકે
આધ્યાત્મિક ક્ષેત્રમાં તેમને ગરીબી અનુભવાય છે. ભારતે દુનિયાને હંમેશાં અધ્યાત્મદાન
દીધું છે. ભગવાન મહાવીર મહા વિજેતા (જિન–વર) હતા–એમ કહીને ઇંદિરાબેને કહ્યું
કે મહા વિજેતા મહાવીરે આપણને એમ ઉપદેશ્યું છે કે એકબીજા અંદરોઅંદર લડો નહિ;
લડવું જ હોય તો અંદર પોતાના દોષની સામે લડો, બીજાની સાથે નહિ;

PDF/HTML Page 7 of 41
single page version

background image
: : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
પોતાના અંતરને ઢંઢોળો!–આ જ ભારતીય સંસ્કૃતિની સૌથી મહાન દેન છે. શ્રીમતી
ગાંધી ઉપરાંત ભારત સરકારના અનેક પ્રધાનો પણ ઉપસ્થિત હતા. શ્રીમતી ઇંદિરાબેને
જુસ્સાદાર ભાષામાં કહ્યું કે–‘યહ સચ હૈ કિ આજ હમ આધુનિકતા ઔર વિજ્ઞાનકે યુગમેં
બહ રહે હૈં–લેકિન આધુનિકતાકા મતલબ યહ નહીં કિ હમ અપની પ્રાચીન
અધ્યાત્મસંસ્કૃતિકો છોડ દે યા ઉનસે કિનારાકસી કરને લગેં, આગળ જતાં તેમણે કહ્યું કે
આપણે શાંતિ માત્ર મનુષ્યોમાં નહિ પણ બધા પ્રાણીઓમાં લાવવી છે, અને તે શાંતિનું
સ્થાપન ભગવાન મહાવીરે આપેલા અહિંસા અને અપરિગ્રહના મૂળમંત્ર વડે જ થઈ
શકે તેમ છે. અંતમાં ફરીને શ્રદ્ધાંજલિપૂર્વક તેમણે કહ્યું કે બાળકો અને નવી પેઢી
ભગવાન મહાવીરના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારો. (માનનીય રાષ્ટ્રપતિજીએ
પણ પોતા તરફથી તેમજ સમસ્ત રાષ્ટ્ર તરફથી ભગવાન મહાવીર–નિર્વાણોત્સવ માટે
શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.
નિર્વાણમહોત્સવના રંગમંચની શોભા અદ્ભુત હતી. આકાશમાં ફરકતો પંચરંગી
જૈનઝંડો જાણે કે જનતાને પંચપરમેષ્ઠીના આશીર્વાદ જ દેતો હતો. જૈનસમાજના અગ્રિમ
નેતાઓ શ્રીમાન્ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ તથા શ્રીમાન્ શેઠ શાંતિપ્રસાદજી સાહુજી
વગેરેએ પણ પોતાની ઘણી ભાવભીની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સમસ્ત
જૈનસમાજની જે એકતા જોવામાં આવી તે ઘણી ખુશીની વાત છે. આપણે બધા
એકબીજા સાથે હળી–મળીને પ્રસન્નતાથી વીરગુણ ગાઈએ, ક્્યાંય પણ કલેશ ન હોય,
અને મહાવીરના શાસનમાં સૌ પોતપોતાનું આત્મહિત કરે–એ જ ભાવના; અને એ જ
પ્રભુ મહાવીરનો સાચો મહોત્સવ છે:–બધાય જૈનોને તે ઈષ્ટ છે.
આપણે દિલ્હીનો દરબાર જોયો; હવે ચાલો ઈન્દોર તથા અજમેર!
અહા, બંને જગ્યાએ અદ્ભુત રચના બની છે. ઇંદોરમાં જૈનધર્મચક્ર સાથે પચાસ
હજારનો જનસમૂહ અભૂતપૂર્વ ઉત્સાહથી ભાગ લઈને જૈનધર્મના મહિમાને પ્રસિદ્ધ કરી
રહ્યો છે. અજમેરમાં નિર્વાણધામ પાવાપુરીની રચના એવી સુંદર છે કે જાણે વીરનાથ
ભગવાન ફરી પધારીને પાવાપુરીમાં ધર્મોપદેશ દઈ રહ્યા હોય! સમસ્ત જનતા ઘણા
આનંદથી ભાગ લઈ રહી છે.
અજમેર, ઈન્દોર તથા બીજા અનેક સ્થળોએ સમસ્ત જૈનોએ હળીમળીને એક–
સાથે જે ભવ્ય ધાર્મિક સરઘસ કાઢ્યું હતું તે અપૂર્વ અને અદ્વિતીય હતું.
(વધુ માટે જુઓ પાનું ૩૦)

PDF/HTML Page 8 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવ
બંને સ્વભાવવંત આત્મવસ્તુ છે
[ઘણા લોકોને નીચેનો એક પ્રશ્ન ઊઠે છે અને તેનું યથાર્થ
સમાધાન મેળવવાને બદલે જે–તે રીતે તેનું સમાધાન કરી નાખે
છે. એ પ્રશ્નનું યથાર્થ સમાધાન સમજવું ખાસ પ્રયોજનભૂત
હોવાથી, પૂ. ગુરુદેવશ્રીએ અનેકવાર તેનું સ્પષ્ટીકરણ પણ કર્યું
છે. તેના ઉપરથી અહીં તે સંબંધી નોંધ કરવામાં આવી છે.
]
પ્રશ્ન:– આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ્ઞાયક છે, તે સ્વભાવમાં રાગદ્વેષ–અશુદ્ધતા નથી; તો
પછી પર્યાયમાં જે અશુદ્ધતા છે તે આવી ક્્યાંથી?
(૧) કોઈ એમ કહે છે કે આત્માના સ્વભાવમાંથી તો શુદ્ધ જ પર્યાય પ્રગટે છે,
પણ પછી તે પર્યાય પરલક્ષે અશુદ્ધ થઈ જાય છે. પ્રગટે ત્યારે શુદ્ધ હોય છે
ને પછી પરલક્ષ કર્યું માટે અશુદ્ધ થઈ જાય છે. (કુવામાંથી પાણી નીકળે
ને થાળામાંની કાળીજીરીના સંગથી કડવું થઈ જાય તેમ.)
દ્રવ્યમાંથી તો પર્યાય શુદ્ધ જ આવી ને પછી પરલક્ષે અશુદ્ધ થઈ–એ
સમાધાન બરાબર નથી.
(૨) દ્રવ્યમાંથી અશુદ્ધતા નથી આવતી માટે નિમિત્તે તે અશુદ્ધતા કરાવી–એમ
કોઈ કહે તો તે સમાધાન પણ બરાબર નથી.
(૩) દ્રવ્યની પર્યાયમાં અશુદ્ધતા થતી જ નથી. અશુદ્ધતા તો જડમાં થાય છે–
એમ કોઈ કહે તો તે પણ બરાબર નથી. તેનું યથાર્થ સમાધાન નીચે
પ્રમાણે સમજવું જોઈએ–
સમાધાન
વસ્તુ અનેકાંતસ્વભાવી છે; સત્–અસત્, નિત્ય–અનિત્ય, એક–અનેક, દ્રવ્ય–
પર્યાય વગેરે અનેક ધર્મો તેનામાં છે; તેમાંથી ચાલુ વિષયમાં દ્રવ્ય–પર્યાયરૂપ સ્વભાવ
મુખ્ય લઈને સમાધાન કરવામાં આવે છે.

PDF/HTML Page 9 of 41
single page version

background image
: ૬: આત્મધર્મ : માગશર : ૨૫૦૧
વસ્તુમાં બે સ્વભાવ: એક દ્રવ્યસ્વભાવ; બીજો પર્યાયસ્વભાવ. એ બંને
સ્વભાવને જાણતાં આખી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાય છે. એકલા પર્યાયસ્વભાવને જ
આખી વસ્તુ માની લ્યે તો તે પર્યાયમૂઢ છે, અને વસ્તુના પર્યાયસ્વભાવને જાણે જ
નહિ, તો તે પણ મૂઢ છે.
આત્મા શુદ્ધજ્ઞાયક છે, તેના સ્વભાવમાં રાગ–દ્વેષ નથી, એમ જ્યારે કહેવામાં આવે
છે ત્યારે તે દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ કથન છે, તે વખતે પર્યાયસ્વભાવ ગૌણ છે. એ
દ્રવ્યસ્વભાવને જોતાં આત્મામાં અશુદ્ધતા છે જ નહિ ને તેમાંથી અશુદ્ધતા આવતી નથી.
–તો પર્યાયમાં અશુદ્ધતા કેમ?
પર્યાયસ્વભાવથી જોતાં, પર્યાયમાં જે અશુદ્ધતા છે તે આત્માની જ છે, આત્મા જ
અશુદ્ધપર્યાયપણે પરિણમ્યો છે.
જે ભાવમાં પ્રણમે દરવ તે–કાળ તન્મય તે કહ્યું;
જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું.
(પ્રવચનસાર ૮)
“सम्यग्द्रर्शनमेतदेव नियमात् आत्मा च तावानयं” (સમયસાર કળશ: ૬)
જે પર્યાયમાં વિકાર થયો તે પર્યાય પોતે જ તેવા સ્વભાવવાળી છે તે વિકાર
(૧) નથી તો દ્રવ્યસ્વભાવમાંથી આવ્યો.
(૨) પહેલાંં તે પર્યાય દ્રવ્યમાંથી શુદ્ધ પ્રગટી ને પછી અશુદ્ધ થઈ એમ પણ નથી.
(૩) નિમિત્તે પણ તે અશુદ્ધતા કરાવી નથી, તેમ જ
(૪) જડમાં પણ તે અશુદ્ધતા થઈ નથી.
તે અશુદ્ધતા આત્માની પર્યાયમાં થઈ છે અને તેનું કારણ પણ તે પર્યાયસ્વભાવ જ છે.
અશુદ્ધતાને ‘પર્યાયસ્વભાવ’ કહ્યો તેથી ભડકવું નહિ, કેમકે પર્યાયસ્વભાવ એક
જ સમયપૂરતો હોય છે, એટલે કે જે પર્યાયમાં વિકાર છે તે વિકાર તે પર્યાયના સમય
પૂરતો જ છે, તે વિકાર કાંઈ દ્રવ્યસ્વભાવને વિકારી કરી નાંખતો નથી.
જો આમ બે પ્રકારના સ્વભાવ (દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવ) ને
સમજે તો, પર્યાયમાં વિકાર હોવા છતાં પણ શુદ્ધ દ્રવ્યની પ્રતીત રહ્યા કરે અને
શુદ્ધ દ્રવ્યની પ્રતીતના જોરે પર્યાયસ્વભાવ પણ નિર્મળ–નિર્મળ જ થતો જાય...

PDF/HTML Page 10 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
હવે, જે શુદ્ધપર્યાય થઈ તે પણ ‘પર્યાયસ્વભાવ’ છે. તત્કાળે આત્મા જ પોતાના
પર્યાયસ્વભાવથી તે સમ્યક્ત્વાદિરૂપ થયો છે.–આમ પર્યાયરૂપે થનાર જે આત્મા, તેના
આખા સ્વભાવને (દ્રવ્ય–પર્યાય બંનેના સ્વરૂપને) નક્કી કરનાર જીવ પોતાના શુદ્ધ
દ્રવ્યગુણને અનુસરતો થકો શુદ્ધપર્યાયરૂપે જ પરિણમ્યા કરે છે. આ રીતે શુદ્ધસ્વભાવના
સ્વીકારપૂર્વક સ્વભાવસન્મુખતાથી પર્યાયનો પ્રવાહ શુદ્ધ થવા માંડ્યો–એ અનેકાંત છે,
એ જૈન સિદ્ધાંતનો સાર છે.
પર્યાયમાં જેને એકલું અશુદ્ધ પરિણમન છે તેણે પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણસ્વરૂપને
જાણ્યું નથી, એટલે અનેકાન્તસ્વરૂપને જાણ્યું નથી, તે એકાન્તવાદી છે; એકાન્તવાદી
એટલે મિથ્યાત્વી–તેને શુદ્ધતા ક્્યાંથી હોય?
‘દ્રવ્ય ગુણ તો શુદ્ધ છે, તો પછી પર્યાયમાં વિકાર ક્્યાંથી આવ્યો? ’–એમ જે
પૂછે છે, તેને અહીં સમાધાન માટે કહેવામાં આવે છે કે–હે ભાઈ! “દ્રવ્ય–ગુણ તો શુદ્ધ
છે”–એમ તું શા આધારે કહે છે? જો તેં ખરેખર દ્રવ્ય–ગુણની શુદ્ધતા જાણી હોય તો તે
દ્રવ્ય–ગુણના આશ્રયે તારી પર્યાયમાં અંશે શુદ્ધતા પ્રગટી હોવી જોઈએ; અને જેમ અંશે
શુદ્ધતા દ્રવ્યના આશ્રયે પ્રગટી તેમ પૂર્ણ શુદ્ધતા પણ દ્રવ્યના જ આશ્રયે પ્રગટશે–એવો
પણ નિર્ણય ભેગો આવી જ ગયો. ત્યાં હવે વિકાર ક્્યાંથી આવ્યો–તે વાત મુખ્ય ન રહી,
પણ શુદ્ધતા મારા સ્વભાવમાંથી આવી–એમ શુદ્ધતાના કારણની જ મુખ્યતા રહી.
હવે જે જીવ પોતાના દ્રવ્યસ્વભાવને અને ગુણસ્વભાવને નક્કી કરે તે જીવ
પર્યાયસ્વભાવને પણ જાણે જ. દ્રવ્યસ્વભાવ અને ગુણસ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ જ છે
અને પર્યાયસ્વભાવ ત્રિકાળ શુદ્ધ નથી પણ શુદ્ધ તેમ જ અશુદ્ધ છે–અર્થાત્ પર્યાયમાં
શુદ્ધતા તેમ જ અશુદ્ધતા બંને પ્રકાર હોય છે. આમ જાણનાર જીવ વિકારને પણ (તે દ્રવ્ય
–ગુણ સ્વભાવમાં ન હોવા છતાં) પર્યાયના સ્વભાવ તરીકે જાણે છે. દ્રવ્ય–ગુણના
સ્વભાવને ‘શક્તિ’ કહેવાય છે ને પર્યાયના સ્વભાવને યોગ્યતા કહેવાય છે. દ્રવ્ય–
ગુણનો સ્વભાવ એટલે કે શક્તિ તો ત્રિકાળરૂપ હોય છે અને પર્યાયનો સ્વભાવ એટલે
કે યોગ્યતા તો વર્તમાનરૂપ–એક સમયપૂરતી હોય છે. શક્તિમાં અશુદ્ધતા ન હોય પણ
યોગ્યતામાં શુદ્ધતા તેમ જ અશુદ્ધતા પણ હોઈ શકે. શક્તિ કારણરૂપ છે, યોગ્યતા કાર્યરૂપ
છે. શુદ્ધ કારણને અવલંબીને શુદ્ધ કાર્ય થાય છે.
જેણે પોતાના દ્રવ્ય–ગુણના સ્વભાવની શુદ્ધતાને નક્કી કરી તેને તેના આશ્રયે
પર્યાયમાં પણ અંશે શુદ્ધતા તો પ્રગટી ગઈ; તે પોતાના દ્રવ્ય–ગુણની શુદ્ધતાની દ્રષ્ટિથી
એમ કહેતો

PDF/HTML Page 11 of 41
single page version

background image
: : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
હોય કે “વિકાર આત્માનું કાર્ય છે જ નહિ, તે જડનું કાર્ય છે”–તો સ્વભાવદ્રષ્ટિ
અપેક્ષાએ તેની વાત સાચી છે–પણ એવા જીવને તો પોતાની શુદ્ધસ્વભાવશક્તિનો
આશ્રય વર્તતો હોવાથી શુદ્ધતા હોય છે ને અત્યંત અલ્પ જ વિકારો હોય છે અને તે પણ
ક્ષણે ક્ષણે તૂટતો જાય છે. તેને મિથ્યાત્વાદિ તો હોતું જ નથી.
જેને પોતાની સ્વભાવશક્તિનું ભાન થઈને અજ્ઞાનનો નાશ થયો છે, તે જ બીજા
જીવો સંબંધમાં એમ યથાર્થ જાણે છે કે “આ નિગોદાદિ બધા જીવોને દ્રવ્ય–ગુણ તો શુદ્ધ
જ છે, છતાં પર્યાયમાં જે વિકાર છે તે તેમની પર્યાયનો તે પ્રકારનો સ્વભાવ છે. વિકાર
છે તે તેમનો પર્યાયધર્મ છે. દ્રવ્ય કે ગુણ વિકારી નથી, એટલે આજનો વિકારી કાલે
સ્વભાવશક્તિનો આશ્રય કરીને શુદ્ધ થઈ શકે છે.” –એ રીતે, સાધક ધર્માત્માઓને જેમ
પોતામાં પર્યાયબુદ્ધિ નથી તેમ સામા જીવને પણ તેઓ પર્યાયબુદ્ધિથી જોતા નથી,–તેને
તેની વર્તમાન વિકારી પર્યાય જેટલો જ માની લેતા નથી પણ દ્રવ્યશક્તિને જોનારી
તેમની દ્રષ્ટિ તો બધા જીવોને સિદ્ધ–સદ્રશ દેખે છે તેથી તે પવિત્ર દ્રષ્ટિમાં કોઈ ઉપર રાગ
કે દ્વેષ નથી. અહો, એ વીતરાગી દ્રષ્ટિ!! તે દ્રષ્ટિને સિદ્ધ ઉપર રાગ નથી ને નિગોદ ઉપર
દ્વેષ નથી; સિદ્ધ અને નિગોદ એવા ભેદને પણ તે નથી દેખતી, તે તો શુદ્ધસ્વભાવ–
શક્તિપણે બધાય જીવોને સમાન જ દેખે છે. ખરેખર તો એ દ્રષ્ટિ પોતાના દ્રવ્યસ્વભાવ
સિવાય બીજા કોઈને દેખતી જ નથી.
આવી પરમ મહિમાવંત પાવન દ્રષ્ટિ જેને પ્રગટે તે સંત ‘કર્મ મારી પર્યાયને
વિકારી કરી નાંખે છે ’–એવી શૌર્યહીન તૂચ્છ વાતને કેમ સ્વીકારે? અખંડ સ્વભાવ–
શક્તિને સંભાળીને તેનો ધણી થયો તે જીવ પોતાના પર્યાયસ્વભાવનું ધણીપણું બીજાને
કેમ સોંપે? પોતે જ પોતાની પર્યાયનું ધણીપણું સ્વીકારીને, અખંડ શુદ્ધ શક્તિ
સ્વભાવના સ્વીકારના બળવડે, તે પર્યાયમાં રહેલા વિકારને દૂર કરીને પૂર્ણ શુદ્ધતાપણે
પરિણમી જશે. અને બીજા જીવોની પર્યાયમાં જે અશુદ્ધતા–વિકાર હશે તેને તે પરજ્ઞેયપણે
એમ જાણશે કે તેની તે પર્યાયનો તેવો સ્વભાવ છે, કર્મ તેને વિકાર કરાવે છે એમ નથી.
આ રીતે અનેક સ્વભાવવાળી વસ્તુને સમજે તો સર્વ પ્રકારનું સમાધાન થઈ
જાય; ને પોતાને સ્વાભાવિક શુદ્ધતા થતી જાય, અશુદ્ધતા છૂટતી જાય આનું નામ
જૈનશાસન.

PDF/HTML Page 12 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
શ્રી મહાવીર–શાસનમાં
* અનેકાન્તના અપૂર્વ ચમકારા *
(સમયસાર સ્યાદ્વાદ અધિકારના ૧૪ કળશના પ્રવચનમાંથી)
સ્વતત્ત્વના દ્રવ્ય–ગુણ–પર્યાયની એકતારૂપ, અને
સ્વ–પરના ભેદજ્ઞાનરૂપ અનેકાન્ત, વીતરાગી વીરમાર્ગમાં જ છે.
આ જ્ઞાયકસ્વભાવી આત્માનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય–પર્યાયરૂપ અનેકાન્ત–
સ્વભાવથી છે; અન્યવડે આનું અસ્તિત્વ નથી; અન્યના અસ્તિત્વથી આનું અસ્તિત્વ
ભિન્ન છે.
અહો, પોતાના આવા સ્વરૂપ–અસ્તિત્વનું જેને વેદન થયું તે જીવ પોતાના અનંત
સ્વભાવોથી પોતાને પરિપૂર્ણ જાણે છે, એટલે તેની સન્મુખ થઈને તેને જ તે ભાવે છે,–
પોતે પોતાથી જ તૃપ્ત થઈ જાય છે.–આ મહાવીરમાર્ગના અનેકાન્તનો ચમત્કાર છે.
પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ આત્મા તે સ્વજ્ઞેય છે. પોતામાં જ પરિપૂર્ણ
એવા આ સ્વજ્ઞેયને જાણતાં આત્મા પોતે પોતાથી જ અત્યંત તૃપ્ત–સુખી થઈ જાય છે.
સ્વજ્ઞેયને જાણવાનું આ ફળ છે.
‘એકત્વ–વિભક્ત’ આત્મા કહો કે સ્વજ્ઞેય કહો, તેનું સ્વરૂપ બતાવીને મહાવીર
શાસનમાં કુંદકુંદસ્વામીએ ભવ્યજીવો ઉપર મોટો ઉપકાર કર્યો છે. તેમના પ્રતાપે
મહાવીરપ્રભુનું શાસન આજે પણ જયવંત વર્તે છે. તેને પામીને સ્વજ્ઞેયને જાણીને
પોતાનું કલ્યાણ કરવાનો આ અવસર છે. તેમાંય અત્યારે તો મહાવીર ભગવાનના
નિર્વાણનો ૨૫૦૦ વર્ષીય મહોત્સવ ચાલે છે. ભગવાને કહેલો માર્ગ સમજવો તે જ
તેમનો સાચો મહોત્સવ છે. ભગવાને કહેલા માર્ગને ઓળખે પણ નહિ તો એકલી
બહારની ધૂમધામથી આત્માને શો લાભ? (સમજ્યા વણ ઉપકાર શો?)
વીરનો માર્ગ સ્વાધીન છે....દેવો પણ તેમાં સહાય કરી શકતા નથી
આત્માના મોક્ષનો માર્ગ, આત્મા પોતે એકલો જ પોતામાંથી સાધે છે; તે માર્ગને
સાધવામાં સ્વર્ગના દેવો પણ સહાય કરી શકતા નથી, ત્યાં બીજાનું શું કામ છે? ધર્મી

PDF/HTML Page 13 of 41
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
કહે છે કે દેવ સહાય કરવા આવે તોપણ મારે તેનું શું કામ છે? મારો ધર્મ તો મારા
આત્માની અનુભૂતિવડે હું સાધી જ રહ્યો છું, દેવ આવીને તેમાં શું કરશે? મારા સ્વાધીન
મોક્ષમાર્ગમાં નથી મારે કોઈની સહાયની જરૂર, કે નથી મને કોઈ વિઘ્ન કરનાર.–આવી
સ્વાધીનતાને નહિ જાણનારા, રાગના ને વિષયોના ભીખારી જીવો મોક્ષને સાધી શકતા
નથી. શૂરવીરને વળી સહાય શી? તેમ સ્વાધીન એવો મોક્ષમાર્ગ, તેમાં ચાલનારા વીર
જીવોને અન્ય કોઈના આશ્રયની બુદ્ધિ હોતી નથી. અહો, આ તો એકત્વનો માર્ગ છે,
સ્વાધીનતાથી શોભતો વીરોનો માર્ગ છે.
સ્વજ્ઞેયને જે જાણે તે સ્વસમય છે: સ્વજ્ઞેયને જે ન જાણે તે ખરેખર જ્ઞાન જ નથી
* જે પર્યાયે અંતર્મુખ થઈને આખા સ્વભાવને સ્વજ્ઞેયપણે જાણ્યો તે પર્યાય
સ્વભાવમાં અભેદ થઈને પરિણમી, તેથી તે પર્યાય આત્માની જ છે અથવા
અભેદપણે તે આત્મા જ છે–એમ કહ્યું;–પછી ભલે તે પર્યાયમાં સ્વ–પરને
જાણવાનું સામર્થ્ય હોવાથી પરને પણ તે જાણે. આત્મામાં અભેદ થયેલી તે
પર્યાય સ્વ–પરપ્રકાશકસ્વભાવપણે પરિણમે છે, તે તો તેનો સ્વભાવ જ છે.
આવા આત્માને જે સ્વજ્ઞેય બનાવે છે તે સ્વસમય છે.
* અને, આવા જ્ઞાનસ્વભાવી સ્વજ્ઞેયને જે પર્યાય નથી જાણતી, ને સ્વના
અસ્તિત્વને ભૂલીને એકલા પરજ્ઞેયને જાણવા જાય છે, તે પર સાથે એકત્વપણું
માનીને અજ્ઞાનરૂપ પરિણમે છે, એટલે તેને ખરેખર જ્ઞાનસ્વભાવની પર્યાય
કહેતા નથી. પર સાથે એકત્વ માન્યું માટે તેને પર પર્યાય જ કહી દીધી; ને એવી
પર્યાયમાં જે સ્થિત છે તે જીવને પરસમયમાં સ્થિત કહ્યો.
મોક્ષનું સાધક જ્ઞાન–તેનું લક્ષ્ય આત્મા છે
* અરે, સ્વતત્ત્વનું અસ્તિત્વ જેમાં ન જણાય–એ તે જ્ઞાન કેવું? જ્ઞાનનું લક્ષ્ય તો
પોતાના આત્મા હોવો જોઈએ. સ્વને ભૂલીને એકલા પરને જે લક્ષ્ય બનાવે છે તે
જ્ઞાન સાચું નથી. સ્વને જાણે તે જ્ઞાન સ્વમાં તન્મય થઈને અનંતગુણના સ્વાદને
એકસાથે અનુભવે છે, તે જ્ઞાન મોક્ષનું સાધક છે.
અહો, વીતરાગી જિનમાર્ગ! તારી બલિહારી છે...
તેં અનંતસુખમય જીવન આપ્યું છે.
* અહો, આવું સ્પષ્ટ સ્વ–પરનું ભેદજ્ઞાન તો વીતરાગી વીરમાર્ગમાં જ છે. જ્ઞાનનો

PDF/HTML Page 14 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
જે સ્વભાવ તેમાં રાગનો કોઈ અંશ ભળી શકે નહિ. રાગનું પરિણમન તે જ્ઞાનનું
પરિણમન નથી. આમ જે નથી જાણતો તે જીવ રાગને જાણતાં તેમાં
એકત્વબુદ્ધિથી જ્ઞાનનેય રાગરૂપ જ માનીને પોતાને રાગી જ અનુભવે છે. જ્ઞાની
તો જ્ઞાનવસ્તુરૂપે જ પોતાનું અસ્તિત્વ જાણતો થકો, રાગને જાણતી વખતેય
પોતાને તો જ્ઞાનભાવરૂપે જ અનુભવે છે.–આવા અનુભવનું નામ અનેકાન્ત છે,
ને તે અનેકાન્ત આત્માને જીવાડે છે,–એટલે કે તે અનેકાન્તવડે ધર્મીજીવ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમતો થકો મોક્ષને સાધીને સદાકાળ
અનંતસુખમય જીવન જીવે છે.–એ જ આત્માનું સાચું જીવન છે. આવું
અનંતસુખમય જીવન વીતરાગી જિનમાર્ગના સેવનથી પ્રાપ્ત થયું છે; વાહ!
બલિહારી છે–વીતરાગી જિનમાર્ગની! જયવંત વર્તો જિનમાર્ગ!
ચૈતન્યભાવરૂપ આત્મામાં દ્રવ્ય–પર્યાય બંને એકસાથે છે
(તેમાંથી એકને પણ ન માનનારા એકાંતવાદીઓ આત્માને સાધી શકતા નથી)
* ચૈતન્યસ્વરૂપ આત્મવસ્તુ,–કે જેમાં ચૈતન્યભાવ સાથે અનંત ધર્મો ભેગા જ વર્તે
છે,–તે વસ્તુને નહિ અનુભવનારા કેટલાક તેને માત્ર અનિત્યપર્યાયરૂપ ક્ષણિક
જાણે છે, નિત્ય ટકનાર દ્રવ્યસ્વભાવને જાણતા નથી; તે એકાન્તવાદીઓ
આત્માને સાધી શકતા નથી.
* –એ જ રીતે ચૈતન્યભાવને જેઓ સર્વથા નિત્ય જાણે છે, ને તેમાં પર્યાય–
પરિણમવારૂપ અનિત્યતા છે તેને નથી જાણતા, તેઓ પણ એકાન્તવાદી હોવાથી
આત્માને સાધી શકતા નથી.
* એક ચૈતન્યભાવરૂપ વસ્તુ પોતે જ નિત્યતા–અનિત્યતા વગેરે અનંત
સ્વભાવોરૂપ પરિણમે છે,–તેને જાણનાર ધર્મીજીવ પરથી ભિન્ન એવા પોતાના
એકત્વને સાધે છે.
જિનદેવના અનેકાન્તને કોઈ ઉલ્લંઘી શકે નહિ
* સર્વજ્ઞદેવે કહેલું અનેકાન્તમય વસ્તુસ્વરૂપ તે જિનદેવનું અલંધ્ય શાસન છે.–
આવી અનેકાન્તમય જિનનીતિને જાણનાર ધર્માત્મા પોતાને શુદ્ધ ચૈતન્યપણે જ
અનુભવતો થકો, કેવળજ્ઞાન પ્રગટ કરીને, અનંતચતુષ્ટયથી ઝગઝગતા
સુપ્રભાતરૂપે ખીલી જાય છે.
* દ્રવ્ય–પર્યાય તે વસ્તુનું સ્વરૂપ જ છે, વસ્તુના તે સ્વરૂપને તોડી શકાય નહિ.
તોડવા માંગે તેનું જ્ઞાન તૂટી જાય એટલે કે મિથ્યા થઈ જાય, પણ વસ્તુનું
અનેકાન્તસ્વરૂપ તૂટે નહિ.

PDF/HTML Page 15 of 41
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
પર્યાય વગરનો આત્મા નથી
જ્ઞાનપર્યાય કે જે શુદ્ધ છે, ને રાગ–દ્વેષ વગર પદાર્થોને જાણવાનો જેનો
સ્વભાવ છે,–તે પર્યાય વગરનો એકાન્ત ધ્રુવ–કૂટસ્થ આત્મા જે અનુભવવા માંગે
છે–તે એકાન્તવાદી–મિથ્યાદ્રષ્ટિ છે. આત્મામાં અનિત્યતા અમારે નથી જોઈતી,
એકલું ધ્રુવ જ જોઈએ છે–એમ માનીને જે પર્યાયનો નિષેધ કરે છે તેને
જ્ઞાનવસ્તુનો જ નિષેધ થઈ જાય છે, એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્મા તેના
અનુભવમાં આવતો નથી.
* આચાર્યદેવ અનેકાન્ત વડે તેને સાચું સ્વરૂપ સમજાવે છે કે ભાઈ! પર્યાય પણ
તારો સ્વભાવ જ છે, તે કાંઈ બહારની ઉપાધિ નથી. જેમ નિત્યતા વસ્તુનો
સ્વભાવ છે તેમ અનિત્યતા પણ વસ્તુનો સ્વભાવ છે.–બંને સ્વભાવવાળી
વસ્તુને જાણ, તો જ તને સાચો અનુભવ થશે.
વીરમાર્ગમાં અનેકાન્તનો સિંહનાદ
અનેકાન્ત એ તો વીરમાર્ગનો સિંહનાદ છે. મહાવીર ભગવાનનું લંછન
સિંહ છે; સિંહ તે શૂરવીરતાનો સૂચક છે. તેમ મહાવીરમાર્ગમાં જિનવચનરૂપ
સિંહનાદ સાંભળીને મુમુક્ષુજીવ વીતરાગી–વીરતાવડે મોક્ષમાર્ગને સાધે છે.
સિંહગર્જના થાય ત્યાં હરણીયાં ઊભા ન રહે, તેમ જ્યાં અનેકાન્તનો સિંહનાદ થાય ત્યાં
એકાંત દ્રવ્ય કે એકાંતપર્યાય વગેરે મિથ્યાવાદરૂપી હરણીયાં ઊભા રહી શકતા નથી.
અનેકાન્તસૂર્યનો પ્રકાશ દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુને એકસાથે પ્રકાશે છે.
મોક્ષનો સત્ય મહોત્સવ....એટલે મોક્ષમાર્ગ
અનેકાન્તમય શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તે જ મોક્ષનો માર્ગ છે, બીજો માર્ગ
નથી. શુદ્ધજીવની અનુભૂતિમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે ગર્ભિત છે, તે–રૂપે
પરિણમેલો જીવ સિદ્ધપદને પામે છે. મહાવીર ભગવાન આવો માર્ગ બતાવીને, આ જ
માર્ગે સિદ્ધપદને પામ્યા, તેને આ દીવાળીએ અઢીહજાર વર્ષ પૂરા થયા; તેનો ઉત્સવ
અત્યારે આખા ભારતમાં ચાલી રહ્યો છે.
આપણે તો આવા મોક્ષમાર્ગની સમજણ
કરીને તેવો માર્ગ પોતામાં પ્રગટ કરવો તે સત્ય મહોત્સવ છે,–કે જેનું ફળ
મોક્ષ છે.

PDF/HTML Page 16 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
• •
અનેકાન્તરૂપી આંખવડે જ આત્મા જોઈ શકાય છે. રાગવડે, ઈન્દ્રિયોવડે આત્મા
ન જણાય, એકપક્ષી જ્ઞાનવડે પણ આત્મા જણાય નહિ; અનંત સ્વભાવધર્મોથી પરમ
ગંભીર એવું ચૈતન્યતત્ત્વ, તેને જાણનારું જ્ઞાન પણ અનેકાન્તવડે પરમ ગંભીર છે.
જૈનશાસનમાં જ તેનો પાર પામી શકાય છે. ચૈતન્યના અનુભવરસમાં સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર–સુખ બધું સમાઈ જાય છે.
• •
જેમ બે દ્રવ્યોનું ભિન્ન ભિન્ન અસ્તિત્વ છે, તેમ એક દ્રવ્યની અંદર દ્રવ્ય–ગુણ–
પર્યાયનું ભિન્ન–ભિન્ન અસ્તિત્વ નથી, પણ એક જ અસ્તિત્વમાં તે બધા સમાય છે. બે
દ્રવ્યો વચ્ચે તો પ્રદેશભેદ છે, દ્રવ્ય–ગુણ–પર્યાય વચ્ચે પ્રદેશભેદ નથી, અભિન્નપ્રદેશત્વ છે.
એકલા ધ્રુવને જુદું શોધતાં અનુભવ ખોવાઈ જાય છે:
ધર્માત્મા સર્વગુણોથી અભેદવસ્તુને અનુભવે છે.
(ધર્માત્માની અનુભૂતિમાં દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવનો ભેદ રહેતો નથી, એક સત્તા રહે છે)
એક જ આત્મવસ્તુમાં ધ્રુવપણું, અધ્રુવપણું, જ્ઞાનપણું, એકપણું, સત્પણું, વગેરે
અનંત ગુણ–સ્વભાવો છે, તેનું દ્રવ્યથી અભિન્નપણું છે; તેમાંથી એકેક શક્તિનો ભેદ
પાડીને ‘આત્મા ધ્રુવ છે, આત્મા જ્ઞાન છે, આત્મા અધ્રુવ છે’–એમ દેખતાં અનંત ભેદ
પડી જાય છે–વિકલ્પની ઉત્પત્તિ થાય છે, ને અભેદરૂપ સાચા જીવનો અનુભવ ખોવાઈ
જાય છે. જુઓ, ‘હું ધ્રુવ છું’–એ પણ એક નયનો વિકલ્પ છે; તેમાં આત્માનો અનુભવ
નથી. આત્માના અનુભવમાં તો સર્વે ગુણોથી અભેદરૂપ વસ્તુ છે. અનંતધર્મો આત્મામાં
છે ખરા,–પણ અનુભવમાં તેમનો ભેદ નથી. જો એક ધર્મને જુદો પાડવા જાય તો
જીવનો અનુભવ ખોવાઈ જાય છે ને વિકલ્પનો કલેશ ઊભો થાય છે. ધર્મી તો ધર્મોમાં
ભેદ પાડ્યા વગર નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર આત્મવસ્તુને અનુભવમાં લ્યે છે.
• •
न द्रव्येण खंडयामि, न क्षेत्रेण खंडयामि,
न कालेन खंडयामि, न भावेन खंडयामि,

PDF/HTML Page 17 of 41
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
सुविशुद्ध एको ज्ञानमात्रभावो अस्मि।
અનંતધર્મથી અભેદ શુદ્ધ ચેતનારૂપ મારા આત્માને અનુભવતો હું, મારા
આત્માને દ્રવ્યથી ભેદ પાડીને ખંડિત કરતો નથી, ક્ષેત્રથી ભેદ પાડીને ખંડિત કરતો નથી,
કાળથી ભેદ પાડીને ખંડિત કરતો નથી, કે ભાવથી ભેદ પાડીને ખંડિત કરતો નથી;
અખંડિતપણે વસ્તુને રાખીને સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવરૂપે જ હું છું. જુઓ, ‘હું મને
અભેદ અનુભવું છું’ એટલોય ભેદ ન લીધો, પણ ‘હું સુવિશુદ્ધ જ્ઞાનમાત્રભાવ જ છું. ’
–તેમાં સ્વદ્રવ્ય–સ્વક્ષેત્ર–સ્વકાળ ને સ્વભાવ સમાઈ જાય છે. સ્વદ્રવ્ય–સ્વક્ષેત્ર–સ્વકાળ–
સ્વભાવ એમ જુદી જુદી ચાર સત્તા નથી, ચારે સ્વરૂપ એક જ સત્તા છે.
એક જીવવસ્તુમાં સ્વદ્રવ્યનો ધ્રુવઅંશ જુદો, ક્ષેત્રનો અંશ જુદો, સ્વપર્યાયરૂપ
કાળનો અંશ જુદો, ને સ્વ ભાવોનો અંશ જુદો–એમ જુદાજુદા ચાર અંશો નથી. એકમાં
ચારેય આવી જાય છે; જુદું જુદું એકેકનું ગ્રહણ અનુભૂતિમાં થતું નથી; અનુભૂતિમાં બધું
ભેગું જ છે. ભેદ પાડીને ગ્રહણ કરવા જતાં વિકલ્પનો ઉદય થાય છે ને અનુભૂતિ અસ્ત
થઈ જાય છે....તથા અનુભૂતિનો ઉદય થતાં ભેદો અસ્ત થઈ જાય છે.
ઊંડી–ગંભીર–મહાન અનુભૂતિના આનંદનો મહિમા
જેમ એક મીઠી–મોટી–પીળી કેરીનું ગ્રહણ કરતાં તેના સ્પર્શ–રસ–ગંધ–વર્ણ જુદા
નથી રહેતા, કેરીના ગ્રહણમાં તે બધાનું ગ્રહણ થઈ જાય છે; તેમ અનુભૂતિમાં
ચૈતન્યવસ્તુનું ગ્રહણ કરતાં તેના સ્વદ્રવ્ય ક્ષેત્ર–કાળ–ભાવો, ઉત્પાદ–વ્યય–ધ્રુવ, દ્રવ્ય–
ગુણ–પર્યાય, એમ બધા સ્વભાવોનું એકસાથે ગ્રહણ થઈ જાય છે, તેમાં ખંડ–ખંડરૂપ ભેદ
રહેતો નથી.–અહો, આવી અનુભૂતિના મહાન અતીન્દ્રિય આનંદને ધર્મી જ જાણે છે.
અરે જીવ! અનુભૂતિ માટે આત્મામાં કેટલે ઊંડે જવાનું છે–તે તો જો. આટલી
ઊંડી ગંભીર તારી વસ્તુ, તેમાં જવા માટે બહારના રાગાદિભાવો શું કામ આવવાના છે?
અંદરના એકેક ગુણનો વિચાર પણ અનુભૂતિને અટકાવે છે ત્યાં બીજા બહારના
ભાવોની શી વાત? સીધો અંદરની વસ્તુમાં ઊતરી જા, ને આત્માને પકડી લે, ત્યારે જ
તારા સ્વતત્ત્વનાં દર્શન તને થશે, ને એનું દર્શન થતાં તને તારો અપૂર્વ આનંદ સ્વાદમાં
આવશે, તારું ભવભ્રમણ મટી જશે.–અહા, આવા અનુભવની શી વાત?
–આવો અનુભવ તે જ ભગવાન મહાવીરનો માર્ગ છે.
* * * * *

PDF/HTML Page 18 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
સાધકદશાની અદ્ભુતતા!–તેમાં મુક્તિ પણ સ્પર્શે છે
પોતાના સ્વરૂપનો અનુભવ કરનાર સાધક ધર્માત્મા આત્માના પરમ અદ્ભુત
મહિમાનો સાક્ષાત્કાર કરે છે: અહો, ચૈતન્યસ્વભાવની ગંભીરતાનો કોઈ પરમ અપાર
મહિમા છે. પર્યાયમાં એક તરફથી જોતાં વીતરાગી શાંતિ વેદાય છે; ને વળી બીજી તરફ
કષાયનો કોલાહલ પણ દેખાવ દે છે.–જુઓ, આ સાધકભાવ! એકલો કષાય નથી તેમ
કષાયનો સર્વથા અભાવ પણ થયો નથી; કંઈક શાંતિ, ને કંઈક દુઃખ, બંને ભાવો
પોતાની એકપર્યાયમાં એકસાથે વર્તે છે; છતાં ભેદજ્ઞાન તે બંને ભાવોને સર્વથા ભિન્ન
જાણે છે.–આવી સાધકદશા આશ્ચર્યકારી છે; તેમાં ચૈતન્યનો મહિમા અદ્ભુત છે,–તે તો
સદાય સાધકના જ્ઞાનમાં વર્તે જ છે.–રાગ વખતેય કાંઈ ચૈતન્યની અદ્ભુતતાનો મહિમા
ચુકાતો નથી.
જ્ઞાનીને વળી કષાય હોય?–જ્ઞાનચેતનાની સાથે સાધકને તે ભૂમિકાને યોગ્ય
કષાય (દશમા ગુણસ્થાન સુધી) વર્તે છે, પણ જ્ઞાનીની વિશેષતા એ છે કે તેની જ્ઞાન–
ચેતના જે ખીલી છે તે તો કષાય વગરની શાંતરસમાં જ લીન છે; તેને ચેતનાનું કાર્ય
અને કષાયનું કાર્ય–બંને તદ્ન જુદા જ ભાસે છે; ચેતનાને અને કષાયને–એકબીજાને
કાંઈ લાગતું–વળગતું નથી. જુઓ, આ ધર્માત્માની અદ્ભુતતા! એક જ પર્યાયમાં બે
ભાવો, છતાં બંને ભાવોને જરાય કર્તા–કર્મપણું નથી, જ્ઞાનચેતના કષાયને કરતી નથી કે
ભોગવતી નથી. એટલે જ્ઞાનચેતનામાં તો શાંતિ અને મુક્તિ જ સ્પર્શે છે.
સંબોધન
* અલી સખી! એવા દર્પણને તે શું કરવું?–કે જેમાં આત્માનું પ્રતિબિંબ
ન દેખાય. મને તો આ જગત બહાવરું પ્રતિભાસે છે–કે જેને ગૃહપતિ ઘરમાં
હોવા છતાં તેનું દર્શન નથી થતું.
* જીવતાં જ જેને, પાંચ ઈન્દ્રિયસહિત મન મરી ગયું તેને મોકળો– છૂટો
જ જાણો નિર્વાણપંથ તેણે પ્રાપ્ત કરી લીધો.
* હે વત્સ! થોડા કાળમાં જેનો ક્ષય થઈ જાય છે–તેવા ઘણા અક્ષરોને
તારે શું કરવા છે? મુનિ તો જ્યારે અનક્ષર (શબ્દાતીત–ઈન્દ્રિયાતીત) થાય છે
ત્યારે મોક્ષને પામે છે. (પાહુડ દોહા: ૧૨૨–૨૩–૨૪)

PDF/HTML Page 19 of 41
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
ધર્માત્માનો આત્મવ્યવહાર
[શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ સ્વઘરમાં વસવાની રીત]
[કારતક સુદ ૧૧ ના રોજ સોનગઢમાં સુરેન્દ્રનગરના ભાઈશ્રી
જગજીવન ચતુરદાસના મકાન ‘કહાન–જગ–મોતી’ ના
વાસ્તુપ્રસંગે પ્રવચનસાર ગા. ૯૪ ના પ્રવચનમાંથી.]
ચૈતન્યસ્વરૂપ આત્મા તે સ્વવસ્તુ છે, તેમાં વસવું–પરિણમવું તે સ્વઘરમાં વાસ્તુ
છે; મકાન–શરીરાદિ પરવસ્તુ છે, તેમાં પોતાનું એકત્વ માનીને જે પરભાવમાં પરિણમી
રહ્યો છે તે પરઘરમાં ભમે છે–સંસારમાં રખડે છે.
ભાઈ, તારું સ્વતત્ત્વ તારા દ્રવ્ય–ગુણ–પર્યાયમાં છે. તેમાં તું બીજાનો પ્રવેશ
કરાવવા માંગે તો તે થઈ શકે નહિં; તારું તત્ત્વ બીજામાં જઈને શરીરાદિની કાંઈ ક્રિયા
કરે–એમ પણ બનતું નથી. આવું ભિન્નપણું જે નથી જાણતો ને શરીરરૂપે પોતાનું
અસ્તિત્વ માનીને (હું મનુષ્ય છું, હું દેવ છું–એમ માનીને) મનુષ્યત્વાદિ વ્યવહારરૂપે વર્તે
છે તેઓ પર્યાયમૂઢ–પરસમય છે એટલે કે અધર્મી છે.
અને મારું ચેતનપણું, શરીરાદિ પરથી ભિન્ન મારા દ્રવ્ય–ગુણ–પર્યાયમાં જ સત્
છે–એમ પોતાના અસ્તિત્વને પોતામાં જ દેખતો થકો, જે અવિચલિત ચેતનાવિલાસરૂપે
વર્તે છે તે શુદ્ધ આત્મવ્યવહારમાં વર્તે છે એટલે તે જીવ સ્વસમય છે–સ્વધર્મી છે.
સ્વદ્રવ્યમાં રત જીવ સ્વસમય છે ને તે ઉત્તમગતિરૂપ મોક્ષને પામે છે.
જે પરદ્રવ્યમાં રત છે તે પરસમય છે, ને તે દુર્ગતિરૂપ સંસારને પામે છે.
એ મહા સિદ્ધાંત કુંદકુંદસ્વામીએ મોક્ષપ્રાભૃતમાં બતાવ્યો છે.
જેઓ સ્વદ્રવ્યને જાણીને તેમાં જ રત છે તેમને પર સાથે કાંઈ સંબંધ નથી, એટલે
ક્્યાંય રાગ–દ્વેષ નથી, તે વીતરાગ થઈને મોક્ષદશારૂપ સુગતિને પામે છે.
• સ્વદ્રવ્યને ભૂલીને જેઓ પરસાથે સંબંધ માને છે, તેઓ પરમાં ઈષ્ટ–અનિષ્ટ–
બુદ્ધિથી રાગ–દ્વેષ કરતા થકા સંસારરૂપ દુર્ગતિમાં ભ્રમણ કરે છે.
સ્વસમયમાં સ્થિતિ શુદ્ધોપયોગવડે થાય છે. રાગપરિણામવડે સ્વસમયમાં સ્થિતિ

PDF/HTML Page 20 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
થતી નથી, ભાઈ, તું મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો, તો મહાવીરભગવાનનો
માર્ગ તો આ છે કે પરથી ભિન્ન એવા પોતાના સ્વસમયને જાણીને તેમાં સ્થિત થા.
અનેકાન્તદ્રષ્ટિવડે સ્વદ્રવ્યગુણપર્યાયને પરથી જુદા જાણીને તેનો જ આશ્રય કર; સ્વ–
સન્મુખ પરિણમીને શુદ્ધચેતનારૂપ આત્મવ્યવહારનો આશ્રય કર,–એટલે કે શુદ્ધ–ચેતના–
પરિણતિને અંગીકાર કર,–તો તને સ્વસમયપણું થશે.–એ જ મહાવીરશાસનનો સાર છે.
• જેઓ અનેકાંતદ્રષ્ટિવાળા સ્વસમય–ધર્મી છે તેઓ મનુષ્યવ્યવહારના
ક્રિયાકલાપને ભેટતા નથી, પણ તેનાથી પોતાની ચેતનાને ભિન્ન જાણીને
ચેતનરૂપ સ્વદ્રવ્યને જ ભેટે છે.
પર પ્રત્યે પરમ ઉદાસીનતાને લીધે તેમને રાગ–દ્વેષના ઉન્મેષ અટકી જાય છે.
• પરદ્રવ્યની સંગતિ છોડી છે ને કેવળ સ્વદ્રવ્યની જ સંગતિ કરી છે તેથી
સ્વદ્રવ્યના આશ્રયે શુદ્ધપરિણતિરૂપ સ્વસમયપણું થાય છે.
–આવું સ્વસમયપણું તે જ જિનેશ્વરભગવંતોનો માર્ગ છે.
હું મનુષ્ય છું, શરીરાદિની ક્રિયાઓ મારી છે, તેને હું કરું છું, ધન–મકાન–પુત્રાદિ
મારાં ને હું તેનો માલિક–એમ માનીને વર્તવું તે અજ્ઞાનીનો મનુષ્યવ્યવહાર છે. જ્ઞાની
એવા મિથ્યા (અસદ્ભુત) વ્યવહારમાં આત્માપણે વર્તતા નથી.
શરીર અને સંયોગો બદલવા છતાં હું તો તેનાથી જુદો મારી ચેતનારૂપે જ
અવિચલ રહું છું–એમ પોતાની ચેતનારૂપે જ વર્તન તે જ્ઞાનીનો આત્મવ્યવહાર છે; જ્ઞાની
તેમાં વર્તે છે.
દેહ અને આત્માને એક માનીને મનુષ્યાદિ પર્યાયમાં જેઓ લીન વર્તે છે તેઓ
એકાંતદ્રષ્ટિવાળા છે, તેઓ મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા થકા રાગી–દ્વેષી થાય છે ને
સંસારમાં રખડે છે. સ્વજ્ઞેયને તેઓ જાણતા નથી, ને પરજ્ઞેયમાં તન્મયપણું માનીને
જડકર્મ સાથે સંબંધ કરીને, પરસમય થઈને સંસારમાં રખડે છે.
અનેકાંતદ્રષ્ટિવાળા ધર્મી જીવો, ચેતનાલક્ષણવડે પોતાને પરદ્રવ્યથી સર્વથા ભિન્ન
અનુભવતા થકા, સ્વજ્ઞેયને જાણતા થકા, ભગવાન આત્મસ્વભાવમાં જ સ્થિત છે; તેઓ
પરદ્રવ્યો પ્રત્યે ઉદાસીન વર્તતા થકા, રાગ–દ્વેષરૂપે નહિ થતા થકા, કેવળ ચિન્માત્ર
સ્વદ્રવ્યમાં જ એકત્વપણે પરિણમતા થકા, શુદ્ધચેતનારૂપ આત્મવ્યવહારનો આશ્રય કરે
છે, તેઓ સ્વસમય છે, ને આનંદમય પરમાત્મપદને પામીને સદાકાળ સ્વઘરમાં વસે છે,